Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીન પ્રજાસત્તાક અને છે.
૭૭૯
વડીલ ભાઈ ચીનની પેઠે કારિયા પણુ જડ, સ્થગિત અને નિષ્ક્રિય ખની ગયું હતું અને એ માટેની શિક્ષા તેને ભોગવવી પડી.
કારિયાને તેનું પુરાણું નામ ચાસન, એટલે કે પ્રભાતની શાંતિના પ્રદેશ, પાછું આપવામાં આવ્યું. જાપાનીઓએ ત્યાં કેટલાક આધુનિક સુધારા દાખલ કર્યા પરંતુ કારિયાની પ્રજાની ભાવનાને તેમણે નિયપણે ચગદી નાખી. વરસા સુધી સ્વાતંત્ર્ય માટેને સંગ્રામ ચાલુ રહ્યો અને ત્યાં આગળ અનેક બળવાઓ પણ થયા. એમાં ૧૯૧ની સાલના બળવા સૌથી મહત્ત્વના હતા. કારિયાની પ્રજા અને ખાસ કરીને યુવકયુવતીએ ભારે મુશ્કેલી સામે અતિશય બહાદુરીથી લડ્યાં. સ્વાતંત્ર્ય માટે લડતી કેરિયાની સંસ્થાએ એક પ્રસંગે વિધિપૂર્વ ક કૅારિયાની સ્વતંત્રતા જાહેર કરી અને એ રીતે જાપાનીઓને પડકાર કર્યાં. એ વિષે એવી વાત ચાલે છે કે, એ પછી તરતજ તેમણે પોતાના કાર્યની પોલીસને ટેલિફોનથી ખબર આપી! આ રીતે ધ્યેયને ખાતર તેમણે ઇરાદાપૂર્વક પોતાની જાતની આહુતિ આપી. જાપાનીએએ કારિયને ઉપર ચલાવેલું દમન એ તિહાસનું એક કાળુ અને ખેદજનક પ્રકરણ છે. તને એ જાણીને આનંદ થશે કે, કૉલેજમાંથી તરતની જ બહાર પડેલી કરિયાની કુમારિકાઓએ એ લડતમાં આગળ પડતો ભાગ લીધા હતા.
હવે આપણે ચીન તરફ પાછાં વળીએ. બાકસર ચળવળને દાખી દેવામાં આવી તથા પેકિંગના કરાર થયા એ પછી એકાએક આપણે તેને છેડી દીધું હતું. ચીનને સંપૂર્ણ પણે શરમિંદું કરવામાં આવ્યું, અને પછી ત્યાં આગળ ફરીથી સુધારાની દિશામાં પ્રયાસ આદરવામાં આવ્યે. વૃદ્ધ રાજમાતાને પણ લાગ્યું કે કંઈક કરવું જોઈ એ. જાપાન-રશિયાના વિગ્રહ દરમ્યાન ચીનની હકૂમત નીચેની ભૂમિ મંચુરિયામાં યુદ્ધ ચાલી રહ્યું હતું છતાંયે ચીન તેનેા નિષ્ક્રિય પ્રેક્ષક બની રહ્યું. જાપાનના વિજયથી ચીનના સુધારકાના હાથ મજબૂત બન્યા. કેળવણીને આધુનિક બનાવવામાં આવી તથા આધુનિક વિજ્ઞાનના અભ્યાસ કરવાને અર્થે વિદ્યાર્થીઓને યુરોપ, અમેરિકા તથા જાપાન મેાકલવામાં આવ્યા. રાજ્યના અધિકારીઓની નિમણૂક કરવા માટેની સાહિત્યની પરીક્ષાની પુરાણી પદ્ધતિ રદ કરવામાં આવી. ચીનની આ વિશિષ્ટ પ્રકારની અને આશ્રય કારક પદ્ધતિ છેક હન રાજવંશના સમયથી ૨૦૦૦ વસા સુધી ચાલુ રહી. ધણા વખતથી એ જરીપુરાણી બની ગઈ હતી અને એની ઉપયેાગિતા રહી નહેાતી. વળી તે ચીનને પછાત રાખી રહી હતી. આયી એને રદ કરવામાં આવી એ યેાગ્ય જ થયું. આમ છતાંયે એ પદ્ધતિ લાંબા કાળ સુધી એક રીતે એક આશ્ચય - કારક વસ્તુ હતી. જીવન પ્રત્યેની ચીની લેાકાની દૃષ્ટિની એ નિ ક હતી. એશિયા તથા યુરોપના ઘણાખરા દેશાની પેઠે ચીનની જીવનદૃષ્ટિ ચૂડલ સમાજરચના કે ધાર્મિક ક્રિયાકાંડ ઉપર રચાયેલી નહોતી. તેમની જીવનદૃષ્ટિ