Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
અને તેથી આજના પ્રશ્નો સમજવાને અર્થે એનું કંઈક જ્ઞાન જરૂરી છે. હિંદની પેઠે ચીન પણ આખી દુનિયાને સ્પર્શીતા આજને એક મહાપ્રશ્ન છે. અને હું આ લખી રહ્યો છું તે ઘડીએ પણ મંચૂરિયાની જીતની બાબતમાં તીવ્ર ઝઘડા ચાલી રહ્યો છે.
૧૮૯૮ની સાલમાં, પોતાના યુદ્ધજહાજોની ધમકી નીચે, પશ્ચિમની પ્રજાએ ચીન પાસેથી વેપારી છૂટછાટ મેળવવા માટે જે પડાપડી કરી હતી તે વિષે હું મારા આગલા પત્રમાં તને કહી ગયા છું. તેમણે ચીનનાં સારાં સારાં બધાં અંદરના કબજો લઈ લીધેા અને તે તે બંદરોને લગતા પ્રાંતામાં ખાણા ખાવાના, રેલવે બાંધવાના ઇત્યાદિ અનેક હક્કો મેળવ્યા. આમ છતાંયે હજી વધારે છૂટછાટા મેળવવાની માગણી તે ચાલુ જ રહી. વિદેશી સરકારો ચીનમાં પોતપોતાનાં “સ્ફીઅર્સી ફ્ ઇન્ફ્લુઅન્સ '' એટલે કે લાગવગનાં ક્ષેત્રે જમાવવાની વાતો કરવા લાગી. આધુનિક સામ્રાજ્યવાદી સરકારની કાઈ દેશના ભાગલા પાડવાની એ હળવી રીત છે. ઇતર દેશ ઉપર મેળવેલા કાબૂ કે કબજાની અનેક માત્રા હોય છે. કાઈ પણ દેશને ખાલસા કરવા એટલે, અલબત, તેના સંપૂણૅ કબજો લેવા; ‘ રક્ષિત પ્રદેશ ’ (પ્રોટેકટોરેટ) એટલે એ કબજાની કંઈક ઓછી માત્રા અને “ લાગવગનું ક્ષેત્ર ” એટલે કબજાની એથીયે ઓછી માત્રા. પણ એ બધાનું લક્ષ્ય એક જ હોય છે અને એ રીતે એક પગથિયામાંથી ખીજાં પરિણમે છે. ખાલસા કરવાની રીત એ જૂની પ્રથા છે અને આજે એના લગભગ ત્યાગ કરવામાં આવ્યો છે કેમકે એને પરિણામે તે દેશમાં રાષ્ટ્રીય ચળવળની તકલીફ ઊભી થાય છે. આપણને આગળ ઉપર કદાચ એ વિષે ચર્ચા કરવાની તક મળશે. કાઈ પણ દેશને આર્થિક કાબૂ મેળવવે અને બાકીની પંચાતમાં ન પડવું એ ઘણું સુગમ છે.
७७०
આમ ચીનના ભાગલા પાડવાની ઘડી આવી રહી હતી અને તેથી જાપાન ગભરાઈ ગયું. ચીન ઉપરના પોતાના વિજયનાં ક્ળા પશ્ચિમની પ્રજાને હાથ જતાં જાપાનને જણાયાં અને ચીનના ટુકડા પાડવાની ઘટનાને તે લાચારીભર્યાં ક્રોધથી નિહાળી રહ્યું. વળી, પોર્ટ આરના કબજો લેતું તેને રશિયાએ રાયું અને પછીથી તેણે પોતે જ તેને કબજો લઈ લીધે એ માટે જાપાન રશિયા ઉપર વિશેષે કરીને રોષે ભરાયું હતું.
પરંતુ એક મહાન સત્તાએ ચીનમાં છૂટછાટ મેળવવાની આ પડાપડીમાં તથા તેના ભાગલા પાડવાની યેજનામાં હજી સુધી કશે। ભાગ નહાતા લીધા. એ સત્તા તે અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ્સ, ખીજા રાજ્યા કરતાં એ કઈ વધારે સદાચારી હતું તે કારણે એ એનાથી દૂર રહ્યું હતું એમ નથી; એનું કારણ એ છે કે તે હજી પોતાના વિશાળ પ્રદેશ ખીલવવામાં રોકાયેલું હતું. એ રાજ્ય પશ્ચિમ દિશામાં પ્રશાન્ત મહાસાગર તરફ ફેલાતું ગયું તેમ તેમ