Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનની સુસીબતે
ove
જોખમને પહેાંચી વળવા માટે દેશને ક્રીથી સગઠિત કરવાના થાડા પ્રયાસ કરવામાં આવ્યા. આમ ૧૮૬૦ની સાલને ચીનના નવા યુગના આરંભનું વરસ પણ ગણી શકાય કેમકે એ સાલથી તે પરદેશીઓના આક્રમણને સામને કરવાને કમર કસવા માંડે છે. ચીનનું પાડેશી જાપાન પણુ એ વખતે એવા જ વ્યવસાયમાં રાકાયેલું હતું અને એ હકીકત પણ ઉદાહરણરૂપ બની ગઈ. ચીન કરતાં જાપાનને એમાં ઘણી વધારે સફળતા સાંપડી પરંતુ થાડા વખત માટે તે ચીને વિદેશી સત્તાઓને ખસૂસ ખાળી રાખી.
લિગેઈમ નામના એક અમેરિકાવાસી અને ચીનના ગાઢ મિત્રની આગેવાની નીચે સંધિ કરનારી સત્તા આગળ એક ચીની પ્રતિનિધિમડળ મેકલવામાં આવ્યું અને તે તેમની પાસેથી કંઈક સારી શરતો મેળવી શકયો. ૧૮૬૮ની સાલમાં ચીન અને અમેરિકા વચ્ચે નવી સંધિ કરવામાં આવી અને એમાં મહેરબાનીની રાહે તથા એક છૂટછાટ તરીકે યુનાઈટેડ સ્ટેટ્સમાં ચીની મજૂરાને જવા દેવા માટે ચીની સરકાર કબૂલ થઈ એ એક રસપ્રદ બીના છે. એ સમયે યુનાઇટેડ સ્ટેટ્સ પ્રશાન્ત મહાસાગરના કિનારા ઉપર આવેલાં પોતાનાં પશ્ચિમનાં રાજ્ય અને ખાસ કરીને કૅલિફોર્નિયાને ખીલવવામાં શકાયેલું હતું
અને મજૂરોની ત્યાં આગળ ભારે અછત હતી. આથી તેણે ચીની મજૂરોને પોતાને ત્યાં નેતર્યાં. પણ એ વસ્તુ નવી મુશ્કેલીના કારણરૂપ બની ગઈ. અમેરિકનોએ ચીનના સાંધા દરના મજૂરા સામે વિરોધ ઉઠાવ્યા અને પરિણામે બંને દેશોની સરકાર વચ્ચે વિખવાદ પેદા થયા. યુનાઇટેડ સ્ટેટ્સની સરકારે ચીની મજૂરાને પોતાના દેશમાં આવતા બંધ કર્યાં અને તેના પ્રત્યેના આ માનહાનિ કરનારા વર્તાવથી ચીની પ્રજા રોષે ભરાઈ અને તેણે અમેરિકન માલના બહિષ્કાર કર્યાં. પણ આ બધી તે ઘણી લાંખી કહાણી છે અને તે આપણને ૨૦મી સદી સુધી લાવી મૂકે છે. પણ અત્યારે આપણે ૨૦મી સદીની વાતમાં ઊતરવાની જરૂર નથી.
તેપિંગ બળવાને માંડ દબાવી દેવામાં આવ્યું હતેા ત્યાં તે। મંચની સામે નવેા ખળવેા ફાટી નીકળ્યા. એ બળવા ખુદ ચીનની ભૂમિમાં નહિ પણ દૂર પશ્ચિમે એશિયાના કેન્દ્રસમા તુર્કસ્તાનમાં ફાટી નીકવ્યા હતા. એ પ્રદેશમાં મોટે ભાગે મુસલમાનેની વસતી હતી અને યાકુબ બેગ નામના નાયકની સરદારી નીચે મુસ્લિમ ટાળીઓએ ૧૮૬૩ની સાલમાં બડ કર્યું અને ત્યાંના ચીની સત્તાવાળાઓને હાંકી કાઢયા. એ કારણાને લઈ તે આ સ્થાનિક ખંડમાં આપણને રસ છે. ચીનનેા મુલક પચાવી પાડીને રશિયાએ એ મળવાના લાભ ઉડાવવાના પ્રયત્ન કર્યાં. બેશક ચીન મુશ્કેલીમાં સપડાયું હોય ત્યારે અજમાવવાની યુરેપિયનેાની આ હમેશની યુક્તિ હતી. પરંતુ ચીને એ બાબતમાં સમત થવાની ના પાડીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકયા અને પચાવી પાડેલા