Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ પશ્ચિમમાં છેક કૅલિફેનિયા સુધી ફેલાઈ હતી અને સાનફ્રાન્સિસ્કે એક મહત્ત્વનું બંદર થવા લાગ્યું હતું. ચીન સાથે શરૂ થયેલે નવો વેપાર લલચાવનાર હતું પરંતુ પ્રશાન્ત મહાસાગર ઓળંગવાની મજલ બહુ લાંબી હતી એટલે આ લાંબી સફર દરમ્યાન વિસામો લેવા તથા જરૂરી વસ્તુઓ મેળવવા માટે અમેરિકાને જાપાનના એક બંદરની ગરજ હતી. અમેરિકાએ જાપાનનાં ઠાર ખેલાવવા માટે ઉપરાઉપરી પ્રયાસ કર્યો તેનું કારણ આ છે. '
અમેરિકાના પ્રમુખનો પત્ર લઈ ને ૧૮૫૩ની સાલમાં અમેરિકાનાં જહાજોને એક કાફેલે જાપાન આવ્યો. એ વખતે જાપાનીઓએ પહેલવહેલી આગબોટ જોઈ એક વરસ પછી શગુને બે બંદર ખુલ્લાં મૂકવાની સંમતિ આપી. આ વાત જાણીને તરત જ અંગ્રેજે, રશિયન તથા વલંદાઓ પણ આવ્યા અને તેમણે પણ શગુન સાથે એવા જ પ્રકારની સંધિ કરી. આ રીતે ૨૧૩ વરસ પછી દુનિયાને માટે જાપાનનાં દ્વાર ખૂલ્યાં.
પરંતુ એમાંથી આગળ ઉપર મુશ્કેલી ઊભી થવાની હતી. વિદેશીઓ આગળ શગુને પિતે જ સમ્રાટ છે એ ડોળ કર્યો હતો. પ્રજામાં હવે તે અકારે થઈ પડ્યો અને તેની તથા વિદેશીઓ સાથે તેણે કરેલી સંધિઓ સામે ભારે ચળવળ ઊપડી. કેટલાક પરદેશીઓની કતલ કરવામાં આવી અને એને પરિણામે વિદેશી સત્તાઓના નૌકાકાફલાએ જાપાન ઉપર હુમલે કર્યો. દિનપ્રતિદિન પરિસ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી ગઈ અને આખરે ૧૮૬૭ની સાલમાં પિતાને હોદ્દો છોડવાનું શગુનને સમજાવવામાં આવ્યું. આ રીતે તેલુગાવા શગુનશાહીને અંત આવ્યું. ૧૬૦૩ની સાલમાં ઈયેયાસુથી એને આરંભ થયે હતો એ તને કદાચ યાદ હોય કે નયે હોય. એટલું જ નહિ પણ હવે તે ૭૦૦ વરસો સુધી ચાલુ રહેલી ખુદ શગુનશાહીની પ્રથાને પણ અંત આવ્ય
હવે નવા સમ્રાટે પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરી. મુત્સાહિત નામ ધારણ કરીને ગાદી ઉપર આવ્યા ત્યારે એ સમ્રાટની ઉંમર ૧૪ વરસની હતી. તેણે ૧૮૬૭ થી ૧૯૧૨ સુધી એટલે કે ૪૫ વરસ સુધી રાજ્ય કર્યું. એને રાજ્યઅમલ મેઈ” એટલે કે પ્રગતિશીલ રાજ્યઅમલ તરીકે ઓળખાય છે. એના અમલ દરમ્યાન જ જાપાને ભારે પ્રગતિ કરી અને પશ્ચિમની પ્રજાઓનું અનુકરણ કરીને ઘણી બાબતમાં તે તેમનું સમોવડિયું બન્યું. એક જ પેઢી દરમ્યાન કરવામાં આવેલું આ ભારે પરિવર્તન એ એક અસાધારણ ઘટના છે અને ઇતિહાસમાં એનો જે મળતું નથી. જાપાન એક જબરદસ્ત ઔદ્યોગિક રાષ્ટ્ર બની ગયું અને પશ્ચિમની સત્તાઓની પેઠે તે સામ્રાજ્યવાદી અને લૂટારું રાષ્ટ્ર પણ બન્યું, પ્રગતિનાં બધાં બાહ્ય ચિહ્નો તેણે ધારણ કર્યા. ઉદ્યોગોમાં તે તે તેના પશ્ચિમના ગુરુઓ કરતાં પણ આગળ વધી ગયું. તેની વસતી બહુ