Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૫
પરંતુ ચીનના બીજા વિગ્રહની કહાણું હજી પૂરી થઈ નથી. એ નાટકને હજી એક અંક ભજવવાનું બાકી હતો અને તેનો અંત અતિશય કરણ હતું. એ શિરસ્ત હોય છે કે સંધિ થાય ત્યારે લાગતીવળગતી સરકારોએ તેને મંજૂર કરવી જોઈએ. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક વરસની અંદર પેકિંગ શહેરમાં એ સંધિઓને મંજૂરી આપવી. જ્યારે એ મંજૂર કરવાનો સમય આવ્યો ત્યારે રશિયન એલચી જમીનમાર્ગે સીધે પેકિંગ આવી પહોંચે. બ્રિટન, ફ્રાંસ અને અમેરિકાના એલચીઓ સમુદ્ર માર્ગે આવ્યા અને પીહે નદીમાં થઈને પેકિંગ સુધી તેઓ પિતાનાં જહાજે લાવવા માગતા હતા. એ વખતે પેકિંગ ઉપર તેપિંગ બળવાખોરોના હુમલાને ભય ઝઝૂમી રહ્યો હતો. આથી નદી ઉપર કિલ્લો બંધી કરવામાં આવી હતી. એટલે ચીની સરકારે બ્રિટિશ, ફ્રેંચ તથા અમેરિકન એલચીઓને નદીમાગે ન આવતાં ઉત્તર તરફના જમીનમાર્ગે આવવા વિનંતી કરી. આ વિનંતી ગેરવાજબી નહોતી. અમેરિકાએ તેને સ્વીકાર કર્યો પણ બ્રિટિશ તથા ઇંચ એલચીઓએ તે માની નહિ. કિલ્લેબંધીની પરવા કર્યા વિના તેમણે પી નદીમાં થઈને બળજબરીથી આગળ વધવાની કોશિશ કરી. ચીનાઓએ તેમના ઉપર ગોળીબાર કર્યો અને ભારે નુકસાની સાથે તેમને પાછા ફરવાની ફરજ પાડી.
બીજે રસ્તે મુસાફરી કરવાની ચીની સરકારની વિનંતી સરખી પણ કાને ન ધરનાર ઉદ્ધત અને તુંડમિજાજી સરકારો આ વસ્તુ સાંખી લે એમ નહતું. એનું વેર લેવાને માટે બીજું વધારે લશ્કર બોલાવવામાં આવ્યું. ૧૮૬૦ની સાલમાં તેમણે પુરાણું શહેર પેકિંગ ઉપર ચડાઈ કરી, અને સંહાર, લૂંટફાટ, ભાંગફોડ કરીને તથા નગરની એક અદ્ભુત ઇમારત બાળીને તેમણે વેર વાળ્યું. આ ઇમારત તે સમ્રાટનો ગ્રીષ્મ પ્રાસાદ યુન–મિંગ-યુન હતું. એનું બાંધકામ ચિચેનલંગના રાજ્યઅમલ દરમ્યાન પૂરું કરવામાં આવ્યું હતું. ચીને ઉત્પન્ન કરેલાં કળા તથા સાહિત્યના ઉત્તમોત્તમ અને વિરલ નમૂનાઓને સંગ્રહ તેમાં રાખવામાં આવેલ હતો. પિત્તળ તથા કાંસાની અપ્રતિમ મૂતિઓ, ચિનાઈ માટીનાં અતિશય સુંદર વાસણે, વિરલ ગ્રંથની હસ્તપ્રતો અને ચિત્રે તથા
જેને માટે ચીન હજારે વરસથી મશહૂર હતું તે તરેહતરેહના હુન્નર અને • કારીગીરીની ચિત્રવિચિત્ર વસ્તુઓ વગેરે બધું તેમાં રાખવામાં આવ્યું હતું. બ્રિટન અને કાંસના જંગલી અને અજ્ઞાન સૈનિકે એ આ બધી અમૂલ્ય વસ્તુઓ લૂંટી તથા ઘણું દિવસ સુધી ચાલુ રહેલી આગમાં હોમી એ બધાને નાશ કર્યો ! હજારો વરસની પુરાણી સંસ્કૃતિના વારસ એવા એ ચીનવાસીઓ આ નર્યા જંગલીપણને હૃદયની વ્યથા અને ગ્લાનિથી જોઈ રહે અને એ સંહાર કરનારાઓને કેવળ હત્યા અને વિનાશ કરી જાણનાર અજ્ઞાન અસંસ્કારી માણસે ગણે એમાં કંઈ આશ્ચર્ય છે ખરું ? એ પ્રસંગે તેમને પ્રણ, મંગલ