________________
૧૬
શ્રિવણ શ્રુતિની આજ્ઞા છે. “સમિતપાણિ” થઈ એટલે હાથમાં સમિધુ લઈ ગુરુની પાસે જવામાં ગુરૂશુશ્રુષા કરવા ઉપરાંત રહસ્ય એવું છે કે અગ્નિહોત્રનું તત્ત્વ સમજી, તે આચરી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતાં હૃદયના કામ-ક્રોધાદિવિકારરૂપી સમિધને બ્રહ્મજ્ઞાનના અશિમાં હોમી દેવા મુમુક્ષુએ સજજ રહેવું. ગુરુ પસંદ કરવામાં પણ મુમુક્ષુએ અત્યન્ત વિવેક રાખવાનું છે, અને તે એ કે ગુરુશોત્રિય” અને “બ્રહ્મનિષ્ટએ જોઈએ. “શ્રોત્રિય” કહેતાં કૃતિમાં કુશલ. કૃતિને અમુક રીતિએ ઉચ્ચાર કરી જો એમાં શ્રોત્રિયત્વની પરિસમાપ્તિ થતી નથી; પરિસમાપ્તિ તે શું, પણ આરમ્ભ પણ થતો નથી એમ ખુશીથી કહી શકાય; કેમકે આપણી આજકાલ ધર્મ સંબંધે જે વિચારશૂન્યતા પ્રવર્તે છે તે જોતાં, એમાં ઐત્રિયત્ને આરમ્ભ થાય છે એમ કહેવું પણ, યથાર્થ છતાં, જોખમ ભરેલું છે. ત્યારે “શ્રોત્રિય” કોણ? શ્રતિ માટે બીજો શબ્દ “વેદ છે એટલું વિચારતાં પણ સ્પષ્ટ છે કે “વેદ” નામ જ્ઞાન, તે જેણે સંપાદન કર્યું હોય તે જ શોત્રિય. પણ જેમ અમુક શબ્દચ્ચારમાં વ્યાયિત્વ નથી તેમ અમુક શબ્દને અમુક અર્થ છે એટલું સમજવામાં પણ શ્રેત્રિયત્ન આવી રહેતું નથી. પૂર્વે આ પત્રમાં એક પ્રસંગે બતાવ્યું છે તેમ “શ્રતિ એટલે ગ્ય કર્ણને વિશ્વતન્ત્રમાં સંભળાતા “પર” ના “ઊંડા ભણકાર'; અને એ ભણકાર જેણે સમગ્ર આત્મામાં–મગજમાં તેમ જ હૃદયમાં, ઈન્દ્રિમાં તેમજ મનમાં, વાણીમાં તેમ જ કૃતિમાં–કઈ કઈ વખત પણ અનુભવ્યા હોય તે શ્રોત્રિય.'
ગુરુ શ્રોત્રિય હોવા ઉપરાંત “બ્રહ્મનિષ્ટ” જોઈએ. બ્રહ્મનિઈ એટલે શું? તત્વચિન્તન શાસ્ત્રનો કઠિન માર્ગ બાજુપર મૂકતાં “બ્રા” શબ્દનો અર્થ સમજવા માટે ઉત્તમ સાધન એ શબ્દની વ્યુત્પત્તિ ઉપર લક્ષ દેવું એ છે. બ્રહ્મ' શબ્દ -વૃદ્ધ (વધવું, to grow) એ ઉપરથી થયો છે એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિનો, વિશ્વના વિકાસને જેથી ખુલાસો થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ “બ્રહ્મ” છે. પણ આમ વૃદ્ધિ સાથે જોડાએલું બ્રહ્મ તે સવિશેપ બ્રહ્મ જ, એટલે વિશ્વની સાથે અમુક પ્રમાણે જોડાઈ એને ચલાવનાર બ્રહ્મ તે જ, એમ કદાચ શાંકર સિદ્ધાન્ત સામે વાંધો લેવામાં આવે. પણ બ્રહ્મશબ્દની એક બીજી વ્યુત્પત્તિ–જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે–તે વિચારતાં નિર્વિશેષ સ્વરૂપ પણ ફલિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી–સંહિતાના સમયથી–ત શબ્દ વિશાળ, મહેતું, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ ર શબ્દને સહોદર છે, તેથી ચં એટલે અનાવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે.