Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004828/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર ‘ધૂળાધ્યયન’નાં વ્યાખ્યાનો વાવાળા . પ્રવચનકાર ક પ્રચકાર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજી महारा 4 Suo • સંપાદક પૂજયપાદ આયાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મા મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શા માટે ? આચારાંગ શા માટે ? ' ધૂનન શા માટે ? 'યાખ્યાએ જ ટીકા છે. ટીકાકારક ઉપર ટીકા કરે અને હું તમારા પર ટીકા કરે. જો અહીં બેસી 'શાસ્ત્રonી પંકિતઓ જ વાંચવાની હોય તો 1 ઉપર 'બેસીને વાંચતા હળથી આવડતી ? જે અનાજoll 'રોટલી, શેટલા બolicવવાના હોય તેoો પણj, દળવું, ખાંડ, ચૂલે ચડાવવું અને શેકવું પડે. 'તમારી સાથે કામ પડવું તો (191oો પણ ઍકવા પડે. 'હયાયાળ (11ો લાયક બનાવવા માટે છે હો ? '(10tiણ બઘા પાપની ટીકા થાય તો તેને લાયક બonો 'કેટીકા થયાયિoll? યાયાdળ એ જ ટીકા છે. annરી એ જ dilaoળા છેકે - (11ો બશાહો પરnલોક (1રફ જોતા ફેરવા. (તમારી બદ્યાની દ્રષ્ટિ આ લોક, 'પરફ્લોકથી ખસેડી પરnલોક મોક્ષ તરફ વાળવી અoો એ માટે જ વ્યાખ્યા માંડ્યું છે. એમાં જો ફળી8ાત થાઉં, તો આ આan 12 1માણ 'હદયમાં સોંસર ઉતરી જાય. આપણે આશાશંel 'વાંચવું છે, એમાંય છ શૂn oળામg અધ્યયol 'વાંચવું છે. ચૂત એટલે શૂolol. ધૂoloો એટલે a[ળમાંથી હલાવી ખંખેરવાની ફિયા. માળમાં 'પેસીને જે જે દોષોની સંdition ોય, તેoો પકડી 'પકડીને હલાવવાની ખંખેરપાolો ફિયા! થoloો થાય ત્યાં મજબd આદમી ટકે. તમારા હાથે અનાદિકાળથી જે વિપાકપાયાદિol પાયા 'ગજબૂત કર્યા છે, તેને તમારા હાથે જ ખોદાવવાળા ‘છે. માટે જ diaનિર્વેદની વાત માંડી. કારણ એ આnયા વિના શ્olol શm of Goો. | પ્રખર પ્રવચનકાર ૫ ' શ્રી રામવિજયજી મહારાજ Jain Education ! or privato & Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમા -૧૧૪ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૪ પ્રવચન-૧ થી ૨૦ સળંગ 51 થી 70 પેજ-૧ થી ૩૪૬, સળંગ 741 થી 1086 : પ્રવચનકાર : પૂજય મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદકઃ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક: Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-30-5 કે પ્રકાશક : સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન જન્મા પ્રકાશન ગ્ધ, ભૂતપ. જેન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ: પ૩પર૦૦ર Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય રૂ. 2000-00 નકલ: 2000 પ્રકાશન : વિ. સં. ૨૦૧૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. 8980-1989 સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન - ----- - : અમદાવાદ : સન્માર્ગ પ્રદશન ઝાલચ મુંબઈ: જી. એસ. પેલર્સ એન્ડ કું. ૩-હ, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૬૨-૬૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (0) 36 30 340 (B) 369 148 સુરત: કિપલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (0) 421205, (R) 221405 Page #5 -------------------------------------------------------------------------- ________________ II જ્ય જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલ તીર્થ Jain Education Internatioીન મીન : ૩૮૫૫pes ગુજરાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય જ સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ નાચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ કહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસારે પૂ. આ. શ્રી વેજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી કિશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ જ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન ભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા ચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ પ૧ થી ૭૦ એમ કુલ.૦ વ્યાખ્યાનો આ ચોથા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો ર્યા, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ રેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા શાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વેજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના મિર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ પનીએ એવી કામના કરીએ છીએ. - સભા પ્રકાશન Page #8 -------------------------------------------------------------------------- ________________ આભાર સન્માર્ગ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્ય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા ..... આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૪ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર iv .... લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૬, મહા સુદ-૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રીમંગલદાસમાનચંદ દીપચંદ પરિવાર : સ્વ. શ્રી નાગચંદ fule રિારા ભગવંતા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માનચંદ શ્રી મંગલદાસ માનચંદ અ. સૌ. આનંદીબેન મંગલદાસ અને સુપુત્રો શ્રી અમૃતલાલ માનચંદ શ્રી સેવંતીલાલ માનચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ માનચંદ શ્રી સુરેશચંદ્ર માનચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી મ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.સાર્થ પ્રકાશત Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - ભોરોલ તીર્થ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર-ધૃતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૪ પ્રાસ્તાવિકમ્ શ્રી આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો મુખ્યત્વે જે અધ્યયનને ઉદ્દેશીને થયા છે, તે આ જ ધૂત અધ્યયન છે. શ્રી આચારાંગજીના પહેલા શ્રુતસ્કંધનું એ છઠ્ઠું અધ્યયન છે, જેના પાંચ ઉદ્દેશા છે. આ ચોથા ભાગમાં સળંગ-૫૧ થી ૭૦ એમ કુલ-૨૦ વ્યાખ્યાનોનો સંગ્રહ છે, જેમાં પ્રથમ વ્યાખ્યાનમાં પાંચમા લોકસાર અધ્યયન સાથે આ અધ્યયનનો સંબંધ બતાવી એના અર્થાધિકાર અને ઉદ્દેશાધિકારની વાતો કરી છે. સાથે ધૂનનવાદ કે જેનું બીજું નામ ધૂતવાદ છે, તેની ભૂમિકા કરી તે ધૂનનના પાંચ પ્રકાર બતાવ્યા છે. ત્યાર બાદના પ્રવચનમાં દ્રવ્યધૂનનની વાત કરી ભાવધૂનન કરવા માટે આત્માને લૂખો કરવાની વાત પણ કરી છે. સાથે શ્રાવક અને સાધુના અરસપરસ સંબંધ-ભક્તિ આદિનો વિવેક પણ બતાવ્યો છે. ત્રીજા, ચોથા અને પાંચમા પ્રવચનમાં ટીકાંશની વિચારણા આગળ વધી નથી. પરંતુ વર્તમાનમાં અત્યાવશ્યક એવા કેટલાક વિષયોનું સુંદર નિરૂપણ થવા પામ્યું છે. એમાં પ્રસંગવશ આઠે પ્રકારના કર્મનું ધૂનન, મમત્વ ત્યાગ, સત્યની વ્યાખ્યા, વ્યાસનોની વિકૃતિ, કુળાચાર-પાપાચાર, બાહ્યત્યાગની અનિવાર્યતા જેવા વિષયોનું વેધક વિવેચન કરાયું છે. છઠ્ઠા પ્રવચનથી ‘ઓબુઝ્ઝમાણે' આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પ્રથમ સૂત્રના આધારે તેમજ વૃત્તિના અંશોના આધારે વિચારણા આગળ વધી છે. જેમાં લક્ષ્મી એ ધર્મ નહિ, પરંતુ દાન એ ધર્મ છે, ધર્મનો પ્રભાવ, કયો સંઘ હાડકાનો માળો ?, જૈનો કેમ ન ઝળકે ? ધર્મદેશનાનું મૂળ, સજ્જન-દુર્જનની રીતિનીતિ જેવા વિષયો ચર્ચાયા છે. ત્યાર બાદ અગ્યારમા પ્રવચનથી ટીકાના આધારે વિચારણા ઝડપથી આગળ વધી છે. બારમાથી સોળમામાં તીર્થંકરે ધૃત શા માટે કહ્યું ? એની વેચારણા કરી સત્તરથી વીસમા પ્રવચનમાં સૂત્રાધારે વૃક્ષ, કાચબો આદિ દૃષ્ટાંતો દ્વારા નિરૂપિત વસ્તુને દૃઢ કરવામાં આવી છે. V Page #14 -------------------------------------------------------------------------- ________________ S S. y : . છે જ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો, ભાગ ચોથો પ્રવચન કમદર્શન પ્રવચન પ્રવચન વિષય પૃષ્ઠ સળગ મ પૃષ્ઠ આ 141. 749 765 783 798. 13 829 849 ૭૩ 866 883. ૧ - 51 ધૂતાધ્યયનનો મંગલ પ્રારંભ ૨ - 52 સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ ૯ ૩ - 53 શાસનના સૈનિકનું કર્તવ્ય ૨૫ ૪ - 54 વર્તમાનની દુર્દશાનું કારણ ૪૩ ૫ - 55 ઉત્તમ આલંબનની આવશ્યકતા ૬ - 56 જૈન શાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ ૭ - 57 સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક ૮૯ ૮- 58 સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? ૧૦૯ ૯ - 59 પ્રભુની દેશના અને તેના અધિકારી ૧૨૬ ૧૦ - 60 તીર્થંકર નામકર્મનું વેદન ૧૪૩ ૧૧ - 61 પ્રભુનું શાસન એ જ સર્વસ્વ ૧૨ - 62 ભગવાનની દેશના પણ કોને તારે ? ૧૮૩ ૧૩ - 63 શાસનના શત્રુને સ્વભક્ત બનાવાય નહિ ૨૦૬ ૧૪ - 64 ધ્યેય શુદ્ધિની આવશ્યકતા ૨૨૭ ૧૫ - 65 લોકોત્તર મિથ્યાત્વથી બચો ૨૪૫ ૧૬ - 66 મુનિની દયા દ્રવ્યદયા અને ભાવદયા ૧૭ - 67 મોહની ભયાનકતા ૨૮૪ ૧૮ - 68 પ્રમાદનો પરિહાર ૨૯૩ ૧૯ - 69 સંઘ કેવા ઠરાવ કરી શકે ? ૩૦૯ ૨૦ - 70 એ સંઘ નહિ પણ હાડકાનો માળો ૩૩૧ ૧૬૬ 906 923 946 967 985 ૨૬૩ 1003 1024 1033 1049 1071 Vi Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧: ધૂતાધ્યયનનો મંગળ પ્રારંભ • “નિસંગતા' અને ‘કર્મધૂનન' : • હવે પાછા આવો મૂળ વસ્તુ ઉપર : વિષય : પાંચમા લોકસાર અધ્યયન અને છઠ્ઠા ધૂતાધ્યાનમાં આવતા વિષયન સંબંધ પાંચે ઉદ્દેશામાં આવતી બાબતોનો નામનિર્દેશ. આ પૂર્વેનાં પ્રવચનોમાં પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ શ્રી આચારાંગસૂત્રના એકથી પાંચ અધ્યયનમાં કહેવાયેલી વાતોના સારગ્રાહી અવતરણરૂપે ઘણી ઘણી વાતો ખૂબ જ સરળ શૈલીમાં રજૂ કરી. આ પ્રવચનથી છઠ્ઠા ધૂત અધ્યયનની વિવેચનાનો પ્રારંભ કરાયો છે. “સંયમની સાધના માટે નિસગપણું અને મોક્ષની સાધના માટે કર્મધૂનન અનિવાર્ય છે' - એ ધ્રુપદની આસપાસ આ વ્યાખ્યાન પ્રસરેલું છે. સંગ છોડવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે અને પરિણામે દુર્ગતિ અટકી અનંત સુખ પ્રાપ્ત થાય એ વાત કહી હવે પછીનાં વ્યાખ્યાનોના મૂળ ગર્ભનો નિર્દેશ ટૂંકાણમાં કરી પ્રવચનની પરિસમાપ્તિ કરી છે. • લોકમાં સાર તરીકે સંયમ અને મોક્ષ આ બે જ વસ્તુ છે. • સંયમની સાધના માટે નિઃસંગતા અને મોક્ષની સાધના માટે કર્મધૂનન અનિવાર્ય છે. • અજ્ઞાન લોક કહે છે તેમ અજ્ઞાનીઓ હિંસકને પણ અહિંસક તરીકે સંબોધી “અહિંસાનો પોકાર ભલે કરે, પણ તેને શ્રી જિનેશ્વરદેવે કહેલો અહિંસા ધર્મ કોઈપણ રીતે માની શકાય તેમ નથી. • સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં બે વસ્તુ જ રમે એક “સંયમ' અને બીજું સંયમના ફળરૂપ “મોક્ષ'. • બે-પાંચની દયા ખાતર અનંતાની દયા ન વેચો ! અનંતાને રોવરાવ્યા છે : હવે બે-પાંચની દયામાં મૂંઝાઈ ફરીથી પાછું બીજા અનંતાને રોવરાવવાનું પાપ ન વહોરો ! • અનંતા રોતા મટતા હોય અને વર્તમાનમાં કદાચ બે-પાંચ રોતા હોય, તો વાણિજ્યની દૃષ્ટિએ પણ લાભાલાભ ક્યાં ? શું પાંચની ખાતર અનંતા રુવે એ સારું ? આવડત હશે તો એ પાંચ પણ રોતા બંધ થઈ જશે, એ પણ માર્ગે આવશે અને આત્મકલ્યાણ સાધશે, એટલે તમારી સાથે એનાથી પણ અનંતા રોતા બચશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધૃતાધ્યયનનો મંગળ પ્રારંભ ‘નિસંગતા' અને ‘કર્મધૂનન' : અત્યાર સુધીમાં આપણે આ શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનની શરૂઆત કરતાં પહેલાં, નવ અધ્યયનરૂપી શ્રી આચારાંગ સૂત્રનાં પ્રથમનાં પાંચ અધ્યયનોનો પરસ્પર સંબંધ જોઈ ગયા. હવે પાંચમા ‘લોકસાર’ નામના અધ્યયન સાથે છઠ્ઠા ‘ધૂત' નામના અધ્યયનનો સંબંધ દર્શાવતાં, પાંચમા અધ્યયનમાં શું કહેવામાં આવ્યું છે તે અને છઠ્ઠા અધ્યયનમાં શું કહેવાનું છે તે દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ ફરમાવે છે કે " इहानन्तराध्ययने लोकसारभूतः संयमो मोक्षश्च प्रतिपादितः, स च निःसङ्गताव्यतिरेकेण कर्मधूननमन्तरेण च न भवतीत्यतत्प्रतिपादानार्थमिदमुपक्रम्यते ।" “આ શ્રી આચારાંગ સૂત્રમાં તેના આ છઠ્ઠા અધ્યયનના પહેલાંના પાંચમા ‘લોકસાર’ નામના અધ્યયનમાં લોકને વિષે સારભૂત સંયમ અને મોક્ષનું પ્રતિપાદન કર્યું. હવે ‘નિ:સંગતા' વિના લોકસારભૂત તે સંયમ નથી થઈ શકતો : અને ‘કર્મધૂનન’ વિના લોકસારભૂત તે મોક્ષ નથી થઈ શકતો, તે કારણથી ‘નિ:સંગતા’ અને ‘કર્મધૂનન’ – આ બે વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ છઠ્ઠા અધ્યયનનો આરંભ કરવામાં આવે છે.” આ ઉપરથી સમજી શકાશે કે પ્રભુમાર્ગમાં અવિચળ શ્રદ્ધા ધરનારને જેમ લોકમાં સાર તરીકે ‘સંયમ’ અને ‘મોક્ષ’ આ બે જ વસ્તુ લાગે છે, તેમ તેને ‘સંયમ'ની સાધના માટે ‘નિ:સંગતા' અને મોક્ષની સાધના માટે ‘કર્મધૂનન’ અતિશય જરૂરી લાગે છે : કારણ કે તેના વિના સંયમ સેવી શકાતો નથી કે મોક્ષ મેળવી શકાતો નથી. ‘સંયમ'ના અર્થીને પૌદ્ગલિક સંગ માત્ર બંધનરૂપ લાગે અને ‘મોક્ષના અર્થીને શુભ યા અશુભ કર્મમાત્ર ભયંકર લાગે, કારણ કે આ શાસનમાં નિ:સંગતા દ્વારા જ સંયમ સાધી શકાય છે, અને કર્મમાત્રના ધૂનન દ્વારા જ મુક્તિ મેળવી શકાય છે. પૌદ્ગલિક સંગમાત્રને બંધનરૂપ માની ‘નિ:સંગતા' કેળવવી, તે કેળવવા દ્વારા ‘સંયમ’ને સાધવું અને સંયમની સાધના દ્વારા શુભ યા અશુભ, Page #17 -------------------------------------------------------------------------- ________________ 7૩ - ૧ : ધૂતાધ્યનનો મંગળ પ્રારંભ - 51 - ૩ એટલે કે કર્મમાત્રનું ધૂનન કરવું તથા તે દ્વારા એકાંતિક, આત્યંતિક અને સંપૂર્ણ સુખના સ્થાનરૂપ મોક્ષને મેળવવો, એ જ આ છઠ્ઠા અધ્યયનનો ઉપદેશ છે. આ વિશ્વના એકના એક જ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસનમાં “સંયમ' નિસંગને જ મળે અને મુક્તિ' જે કર્મમળથી સર્વથા રહિત થાય તેને જ મળે : જેને સંગરહિત બનવું ન પાલવે, તેને “સંયમ” સાથે મેળ ન ખાય. અને “સંયમ' વિના કર્મધૂનન થવું શક્ય નથી એ કારણે તો આત્માથી મુક્તિ ઘણી જ આવી છે. આ વાતોમાં જેને શંકા હોય તેનામાં સમ્યક્તની પણ ખામી જ છે એમ કહી શકાય. આ નિ:સંગતા” અને “કર્મધૂનન'ના અર્થી આત્માની, સંગ વધે તેની અને કર્મબંધ થાય તેવી કોઈ પણ કાર્યવાહીમાં અનુમોદના પણ કેમ જ હોય ? દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર મમતા તેનું નામ સંગ. એ કર્મધૂનન સંપૂર્ણ થાય તો જ મુક્તિ મળે : પણ સાધકની દૃષ્ટિએ એ “મુક્તિ' અને “સંયમ' એ બે સારરૂપ દેખાય તો જ એ બને ને ? જે આત્માને “મુક્તિને બદલે સંસાર” તથા “સંયમને બદલે પૌગલિક વાસનાઓની તૃપ્તિ જ સારરૂપ દેખાય, તે આત્મામાં સમ્યક્ત કઈ રીતે આવે ? અને સમ્યક્ત વિના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગના પ્રસંગે કલ્યાણની સાધનામાં રીતસર નહિ ટકાય, કલ્યાણની સાધનામાં એ રીતે નહિ ટકાય તો લોકવિજય’ નહિ થાય અને વિષય-કષાય નહિ જિતાય તો “અહિંસા' તો વેગળી જ છે. અને અહિંસા જો વેગળી હોય તો અહિંસા પરમો ધર્મ:' - એ વૃત્તિ તો આવે જ ક્યાંથી? સંપૂર્ણ રીતે ‘હિંસા પરમો ધર્મ:' સૂત્રને માનનારે તો આ બધું માનવું જ પડે. ન માને તો પછી “હિંસા પરમો ધર્મ:” - એ મોઢે કહેવાનું જ છે. અહિંસાને પરમ ધર્મ માનનારને “સંયમ' ન ગમે એ કેમ બને ? જેને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલો “સંયમ ન ગમે તે “અહિંસાને હું પરમ ધર્મ માનું છું.” - એમ કઈ રીતે કહી શકે ? અજ્ઞાન લોક કહે છે તેમ અજ્ઞાનીઓ હિંસકને પણ અહિંસક તરીકે સંબોધી ‘અહિંસાનો પોકાર ભલે કરે, પણ તેને શ્રી જિનેશ્વરદેવે કહેલો અહિંસા ધર્મ કોઈ પણ રીતે માની શકાય તેમ નથી. આથી સ્પષ્ટ જ છે કે સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં બે વસ્તુ જ રમે ? એક “સંયમ અને બીજી સંયમના ફળરૂપ “મોક્ષ.” સંયમ હૃદયમાં રમે તો સંગ છોડવાની ભાવના આપોઆપ જ હૃદયમાં જાગે, કારણ કે “સંયમના અર્થીએ સંયમના ઘાતક સઘળા જ પદાર્થો છોડવા જોઈએ.” – એમ તે આપોઆપ સમજે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ - - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ --- 704 આ નિસંગતા” અને “કર્મધૂનનનું પ્રતિપાદન કરતા આ છઠ્ઠા અધ્યયનમાં તો સંગમાત્રને છોડવાની જ વાત આવવાની છે. મા-બાપ વડીલ ગમે તે હોય પણ જો એ સંયમની સાધનામાં આડે આવે તો મુમુક્ષુ આત્માએ તેમને જરા પણ ખોટી રીતે આધીન નહિ થતાં એમનો પણ સંગ છોડીને ચાલી જ નીકળવાનું, આ છઠ્ઠા અધ્યયનમાં કહેવામાં આવશે. શ્રી જિનેશ્વરદેવોનો અંતિમ આદર્શ અને ઉદ્દેશ બધા જ જીવોને “સંયમ' દ્વારા મુક્તિ માં લઈ જવાનો જ છે, માટે તે તારકોનાં ઉપદેશેલાં અને ગણધરદેવોથી ગુંથાએલાં આગમમાં સારરૂપે એ જ વાત આવવાની અને આથી જ કહેવાયું કે સમ્યગ્દષ્ટિ આત્માને બે જ ચીજ સારભૂત ભાસે : એક “મોક્ષ' અને બીજું “સંયમ' - અને તો જ આ છઠ્ઠા અધ્યયનમાં કહેલી વાત હાથમાં આવે. એને દુનિયાનું બીજું બધું જ અસાર લાગે. છઠું અધ્યયન કહે છે કે “સંયમ' જોઈતું હોય તો નિઃસંગ બનો, નિઃસંગ બની સંયમ પાળો અને સંયમ વડે કર્મધૂનન કરી મુક્તિપદને પામો. “સંયમનું સાધન નિઃસંગતા અને મુક્તિનું સાધન કર્મધૂનન ! “લોકસારમાં સાર તરીકે જો સંયમ જોયો તો નિઃસંગ બનો, પછી “સંયમ' પાળી તે દ્વારા ‘કર્મધૂનન કરીને “મુક્તિપદ પામો. છઠ્ઠા અધ્યયનમાં બે જ વાત કહેવાશે કે “સંગરહિત બનો અને કર્મધૂનન કરો.” સંગ છોડી સંયમ લો અને સંયમ દ્વારા થતા કર્મધૂનનથી મુક્તિ મેળવો, એ જ વાત વારંવાર આવશે. પહેલાં તો આત્માને પૌલિક સંગ ખરાબ લાગવો જોઈએ ? ત્યાર પછી સંગરહિત બનવાનો પ્રયત્ન કરાય. દુનિયાના પદાર્થોની સોબત લાભદાયી નથી, એનો સંગ અસાર છે અને એ દુઃખમાત્રનું કારણ છે, - એમ અત્યાર સુધી સમજાવવામાં આવ્યું. હવે સ્પષ્ટ કહેવાય છે કે નિઃસાર ને નુકસાનકારક વસ્તુઓને મૂકો ! શાસ્ત્ર કહે છે કે “કઠિનતા તો સંગ રાખવામાં છે, પણ સંગ છોડવામાં નથી.” જ્ઞાની મહર્ષિઓને એવો અનુભવ થયો છે. સંગ છોડ્યા પછી ઉપાધિ આવતી હોય તો એ તારકો સંગ છોડવાનું કહેત જ નહિ. જ્ઞાની પુરુષો પણ કહે છે કે “એક વખત અમે પણ એવા હતા કે સંગ ન છોડવામાં મોજ માનતા, પણ સંગ છોડ્યો, સ્વાદ જોયો અને લાગ્યું કે સુખની ભાવનાવાળા સંગ છોડ્યા વિના સુખી થવાના જ નથી : માટે ખરું સુખ, ખરો આનંદ અને ખરી મજા સંગ Page #19 -------------------------------------------------------------------------- ________________ 745 – ૧ : ધૂતાધ્યનને મંગળ પ્રારંભ - 51 – – ૫ છોડવામાં જ છે.” આ રીતે જ્ઞાની પુરુષો પોતાનો અનુભવ જ કહે છે. જગતભરના કલ્યાણના અર્થી અને બધાં જ પ્રાણી સુખી જ થાય એવું જ માત્ર ઇચ્છનાર મહાપુરુષો આ પુદ્ગલનો સંગ છોડવાનું કલ્યાણ માટે જ કહે છે : બીજો કોઈ જ ઇરાદો તે તારકોનો નથી. એ તારકો જાણે છે કે કોઈ પણ ભોગે સંગ છૂટે તો જ આત્માને અનંત સુખ પ્રાપ્ત થાય. વિચારો કે નરકતિર્યંચાદિ દુર્ગતિઓ સંગમાં રહે એને માટે કે સંગ તજે એને માટે ? લક્ષ્મી આવે તો હસવું અને જાય તો રોવું : ઇષ્ટ સંયોગે આનંદ અને વિયોગે શોક :' - આ બધું સંગમાં રહે એને માટે કે સંગ તજે એને માટે ? આધિ, વ્યાધિ ઉપાધિ સંગમાં પડેલાને આવે કે સંગ છોડ્યો એને આવે ? વિચારશો તો સમજાશે કે સંગ છોડવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે અને પરિણામે દુર્ગતિ અટકે તથા અનંત સુખ પ્રાપ્ત થાય. - આ બધું આત્મા સાથે નિર્ણાત કરો : જ્ઞાનીએ તો નિર્ણત કર્યું જ છે : જ્ઞાનીએ તો એ જાણ્યું, એને જીવનમાં ઉતાર્યું. એનાથી પોતે સંપૂર્ણ લાભ લીધો અને તેથી જ યોગ્ય લાગ્યું માટે આપણી આગળ મૂક્યું છે. આથી જ સાચા સમ્યગ્દષ્ટિ આત્માને આમાં શંકા હોય જ નહિ. એને મન તો જ્ઞાની પુરુષોના કથન મુજબ “મોક્ષ” અને “સંયમ' એ બે જ ચીજ સારભૂત ભાસે અને બેની સાધના માટે “નિઃસંગતા' મેળવવી જોઈએ અને કર્મધૂનન' કરવું જ જોઈએ, - એમ એના અંતરમાં નિશ્ચિત જ હોય છે. આ દશા ન આવે ત્યાં સુધી સાચી ઉદારતા, ઉત્તમ પ્રકારની સદાચારશીલતા, સાચી સહિષ્ણુતા અને ઉત્તમ વિચારો પ્રાય ન જ આવે : આવે તોય ઢાળ પર પડેલી વૃષ્ટિની માફક સરી જાય : આખર એ તે કોરું ને કોરું ! હવે પાછા આવો મૂળ વસ્તુ ઉપર : આપણે જોઈ ગયા કે “સમ્યગ્દષ્ટિ આત્માને આ લોકમાં સારભૂત વસ્તુ બે જ દેખાય : એક તો “સંયમ અને બીજી સંયમના ફળરૂપ “મોક્ષ.” હવે “સંયમ' સાધવા માટે “નિઃસંગતા'ની જરૂર છે અને મોક્ષ મેળવવા માટે કર્મધૂનન'ની જરૂર છે : અને એ જ બે વસ્તુના પ્રતિપાદન માટે આ છઠું “ધૂત' નામનું અધ્યયન છે. આ સંબંધથી આવેલા આ છઠ્ઠા અધ્યયનની વ્યાખ્યા કરવાનાં ઉપક્રમ, નિક્ષેપ, નય, અને નિગમ' - આ ચાર વારો છે. તેમાં પ્રથમના ઉપક્રમ દ્વારમાં “અર્થાધિકાર છે. “અર્થાધિકાર” બે પ્રકારનો છે : એક “અધ્યયનાર્થાધિકાર" અને બીજો “ઉદ્દેશાર્વાધિકાર' : “અધ્યયનાર્થાધિકાર' એટલે અધ્યયનમાં શું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ કહેવાનું છે તે અને ‘ઉદ્દેશાર્થાધિકાર'માં તે અધ્યયનના ઉદ્દેશામાં શું શું કહેવાનું છે તે : આ બેમાંથી ‘અધ્યયનાર્થાધિકાર' તો પ્રથમ કહી આવ્યા અને ઉદ્દેશાર્થાધિકાર’ને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા દોઢ ગાથાથી ફરમાવે છે કે “पढमे नियगविहणणा, कम्माणं बितियए तइयगंमि । उवगरणसरीराणं, चउत्थए गारवतिगस्स ||१ ।। उवसग्गा-समाणय-1 -વિજ્ઞપ્તિ પંચમમિત્તે !” “આ છઠ્ઠા ‘ધૂત’ નામના અધ્યયનના ઉદ્દેશા પાંચ છે : તેમાંના પ્રથમ ઉદ્દેશામાં ‘સ્વજનધૂન’નો અર્થાધિકાર છે : બીજા ઉદ્દેશામાં ‘કર્મધૂનન’નો અર્થાધિકાર છે : ત્રીજા ઉદ્દેશામાં ‘ઉપકરણ અને શરીરધૂનન’નો અધિકાર છે : ચોથા ઉદેશામાં ‘રસગૌરવ, ઋદ્ધિગારવ અને શાતાગાસ્વરૂપ ‘ગારવત્રિના ધૂનન’નો અર્થાધિકાર છે અને પાંચમા ઉદ્દેશામાં ‘ઉપસર્ગો તથા સન્માનોને કેવી રીતે સાધુઓએ કંપાવી નાખ્યાં' – તેનો અર્થાધિકાર છે.” અર્થાત્ પહેલા ઉદ્દેશામાં સ્વજનોનું ધૂનન કઈ રીતે કરવું તેનું વર્ણન છે, બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન કઈ રીતે કરવું તેનું વિધાન છે, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણો અને શરીર ઉપરની મૂર્છાનું ધૂનન કઈ રીતે કરવું તેનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામા ગા૨વત્રિકનું ધૂનન જે રીતે કરવાનું તેનું વર્ણન અને પાંચમા ઉદ્દેશામાં સાધુઓએ જે રીતે ઉપસર્ગોને અને સન્માનોને કંપાવ્યાં તેનું પ્રતિપાદન કરવામાં આવશે. 746 આ પાંચે પ્રકારના ધૂનનમાં ‘સ્વજનધૂનન’ પહેલું છે અને તે થયા વિના પછીનાં ધૂનનો થઈ શકતાં નથી, - એ કારણે ‘સ્વજનધૂનન' પહેલું મૂક્યું છે. વારુ, તમને એ કેવું લાગે છે ? સહેલું લાગે છે કે કરડું લાગે છે ? જ્ઞાનીની દૃષ્ટિએ બીજાં ધૂનનો કરતાં ‘સ્વજનધૂનન’ સહેલું લાગ્યું માટે પહેલું મૂક્યું : તે પણ જેને ન ગમે અને તે પણ જે ન કરે તે બાકીનાં બધાં શી રીતે કરે ? એકદમ બહારની વસ્તુ જેને મૂંઝવે તેને બીજી ન મૂંઝવે એ કેમ બને ? મુક્તિમાર્ગે જવાની ભાવનાવાળાએ પહેલું ક૨વા યોગ્ય તથા સુખે થાય તેવું ‘સ્વજનધૂનન’ છે. એ ન થાય ત્યાં સુધી બાકીનાં ધૂનનની આશા ફોગટ છે. ‘સ્વજનધૂનન’ પહેલું કેમ ? આત્માને એનો અભ્યાસ છે, અનંતાકાળથી અનંતી વખત આત્મા મને કે કમને એ કરતો આવ્યો છે, સ્વાર્થ માટે મરજી મુજબ પણ કરતો આવ્યો Page #21 -------------------------------------------------------------------------- ________________ 747 – - ૧ : ધૂતાધ્યનનો મંગળ પ્રારંભ - 51 -- - છે ! જન્મના સ્નેહી - સાથે હરનાર ફરનાર છતાં સ્વાર્થમાં વિક્ષેપ પડતાં અલગ પડતા સાંભળ્યા છે કે નહિ ? પાળી-પોષીને પ્રેમથી ઉછેરેલા બાળકને સ્વાર્થમાં વાંધો આવતાં બાપે લાત મારીને કાઢી મૂકતાં સાંભળ્યા છે કે નહિ ? બાપાજી બાપાજી કરનાર બાળકે સ્ત્રી ખાતર બાપાજીને બહાર કાઢી મૂક્યા સાંભળ્યા છે કે નહિ ? આ ધૂનન નહિ ? એ પણ ધૂનન જ છે. માત્ર એમાં હેતુ જ જુદો છે. પણ તમે છોડતા આવ્યા છો, એટલે તમને છોડવાનો અભ્યાસ છે માટે એ કઠિન નથી. એકથી અનેકવાર સંસારમાં પરસ્પર છૂટાપણું થતું આવ્યું છે, થાય છે અને થશે : જેમ ત્યાં ‘સ્વાર્થ સમજાય છે, તેમ આ ધૂનન માટે “પરમાર્થ' પણ સમજાવો જોઈએ. કર્મને આધીન બનીને, સ્વાર્થને આધીન બનીને અને વિષયને આધીન બનીને જેમ અત્યાર સુધી બધાને છોડ્યા, મોહની ખાતર છોડ્યા, અનંતીવાર અને અનંતાને છોડ્યા તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા વિચારી તમારા આત્મા ખાતર તો છોડી જુઓ ! મને કે કમને, આયુષ્યને આધીન થઈને અનંતીવાર છોડ્યા, તો અનંતજ્ઞાની કહે છે તે મુજબ આત્માના ભલા ખાતર એક-બે વાર તો છોડો અને તે પછી જુઓ તો ખરા કે પેલા છોડ્યા એ સફળ કે આ છોડ્યા એ સફળ ? આનો તો અનુભવ કરો ! કર્મયોગે જવું તો પડશેને ? તો જવું પડે તે પહેલાં અનંતજ્ઞાનીના કહેવાથી છોડવામાં વાંધો શો ? જો છોડવા પડે તેવા ન હોત, સાથે જ આવવાના હોત, અગર છૂટું પડવાનું ન હોત, તો તો “સ્વજનધૂનન ની વાત જ્ઞાની કરત જ નહિ, પણ ઇચ્છાએ કે અનિચ્છાએ છોડવું તો પડશે જ, પછી તમે તેમને મૂકો કે તમને એ મૂકે. ગમે તે રીતે પણ મૂકવાનો ધંધો તો ચાલુ જ છે. કહે છે કે મૂકતાં રુવે છે માટે દયા આવે છે. શાસ્ત્ર કહે છે કે જો દયા જ આવતી હોય તો વિચારો કે, એકવાર બે-પાંચ રુવે એ ઠીક કે હરહંમેશ અનંતા રુવે એ ઠીક ? દયાળુઓનું ધ્યેય તો એજ હોય ને કે, રૂવે તે ઠીક નહિ ? તો જ્ઞાનીઓ કહે છે કે, બે-પાંચની દયા ખાતર અનંતાની દયા ન વેચો ! અનંતાને રોવરાવ્યા છે : હવે બે-પાંચની દયામાં મૂંઝાઈ ફરીથી પાછું બીજા અનંતાને રોવરાવવાનું પાપ ન વહોરો ! અનંતા સેતા મટતા હોય અને વર્તમાનમાં કદાચ બે-પાંચ રોતા હોય, તો વાણિજ્યની દૃષ્ટિએ પણ લાભાલાભ ક્યાં ? શું પાંચની ખાતર અનંતા રુવે એ સારું ? આવડત હશે તો એ પાંચ પણ રોતા બંધ થઈ જશે, એ પણ માર્ગે આવશે અને આત્મકલ્યાણ સાધશે, એટલે તમારી સાથે એનાથી પણ અનંતા રોતા બચશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ –– – 748 જ્ઞાનીઓને કહેવું પડ્યું કે શ્રીમતી મરુદેવા જેવા માતા નહિ અને શ્રી ઋષભદેવજી જેવા પુત્ર નહિ. હજાર વરસ સુધી શ્રીમતી મરુદેવા જેવા માતાને જે પુત્રે રોવરાવ્યાં તે પુત્રની પ્રશંસા હોય ? હા, જ્ઞાનીએ કરી. કારણ કે માતાને પુત્રે રોવરાવ્યા નથી, પણ મોહે રોવરાવ્યાં છે. બાકી પુત્રે તો માત્ર એક જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન આપીને મુક્તિપદે પહોંચાડ્યાં છે. પણ જો શ્રી ઋષભદેવસ્વામીજીએ ન રુવે એવી દયા ખાધી હોત તો શું થાત ? પણ તેવા તારકો તેવી દયા ખાય જ નહિ. તે તારકો તો જ્ઞાનમાં જુએ તેમ જ વર્તે, એટલે આપણે તો તે તારકોની આજ્ઞા મુજબ જ ચાલવાનું. આથી જ કહે છે કે રુવે તેની દયા કરવી હોય તો પણ ક્ષણિક રોવા તરફ ન જોતાં એક વાર તો ચાલી નીકળી, જ્ઞાનીના માર્ગે ચાલી એવી છાયા નાખવી કે એ રોનારાં પણ કહે કે “અમે રોતાં હતાં તે ભૂલ હતી. અને એના પરિણામે અજ્ઞાન તથા મોહથી રોનારાં પણ પશ્ચાત્તાપ કરે તથા ધન્યવાદ આપતાં આવે. આ ક્યારે બને ? મોહરૂપ અગ્નિમાં ઘાસલેટના ડબ્બા છાંટનારની હયાતી ઓછી હોય તો ! શ્રી મરુદેવા માતા શ્રી ભરત મહારાજાને રોજ રોજ શ્રી ઋષભદેવજીના કષ્ટની વાતો સંભળાવતાં અને શ્રી ભરત મહારાજા સાંભળી લેતા, પણ એ દુઃખમાં વૃદ્ધિ થાય તેવું કશું જ કહેતા નહિ. ઊલટું એમ માનતા કે અવસર આવ્યે આ મોહનું ઔષધ કરીશ. આ રીતે તે માતાના રાગમાં રાગ ન પૂરતા, પણ આજની તો દશા જ કોઈ ભયંકર છે. આ વિષયમાં જે જે કહેવાનું છે, તે પ્રસંગે કહેવાશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨: સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ : 52 • અનંત શક્તિસંપન્ન ચેતન પણ આજે તો • શ્રાવક મુનિની કઈ ખબર રાખે અને મુનિ કર્મનો ગુલામ બન્યો છે ! શ્રાવકને શું કહે ? • કર્મધૂનન કરવું હોય તો આત્માને લુખ્ખો • સ્નેહસંબંધીનું રુદન છતાંય વિરાધના તો બનાવો ! નહિ જ પરંતુ વધુમાં આરાધના ! - આત્માનો ખ્યાલ આવે એટલે કોને પૂછે છે , શાસનમાં સારભૂત માત્ર બે જ વસ્તુ છે : ને કોની સલાહ લે ? વિષય : ધૂતાધ્યયનના નિક્ષેપા. ભાવધૂતની મહત્તા, ધૂનન માટે જરૂરી વસ્તુ નિયુક્તિકારનો હવાલો આપીને ટીકાકાર મહર્ષિ છઠ્ઠા અધ્યયનના સાન્વર્થક નામ અંગે જે પ્રતિપાદન કર્યું છે તેના આધારે પ્રવચનકારશ્રીજીએ દ્રવ્યધૂત અને ભાવધૂતની વ્યાખ્યાઓ કરી ભાવપૂત એ અત્યંત ઉપયોગી છે એમ જણાવ્યું છે. વસ્ત્ર ઉપર લાગેલ કચરો કાઢવાની ક્રિયા કે વૃક્ષ ઉપરથી ફળો મેળવવાની ક્રિયામાં વસ્ત્રને ધોવાની કે ઝાડને હલાવવાની ક્રિયા દ્રવ્યધૂનન (દ્રવ્યધૂત) કહેવાય, જ્યારે આત્મા ઉપર લાગેલ કર્મનો મળ કાઢવાની ક્રિયા ભાવધૂનન કહેવાય. કર્મ એમ ને એમ જતાં નથી. તે માટે સંયમાદિની ક્રિયાઓને એવી રીતે કરવી પડે કે એ કર્મ ઊંચાં નીચાં થાય અને છેવટે જાય. એ બધી બાબતોને શ્રી અનંતકુમાર ચક્રવર્તીને રૂપ-પરિવર્તન બાદ થયેલા વૈરાગ્ય અને ત્યાગના પ્રસંગની સાથે સુંદર રીતે વર્ણવી છે. મુવાક્યાતૃત • દુનિયાની સાથે શાસનને ભેળસેળ ન કરો ! અલગ હશે તો દુનિયાના અહીં આવશે. આજે તો શાસનના ત્યાં તણાય છે. • કર્મ વીણીને આઘાં કરાય કે કાપીને આઘાં મુકાય તેમ નથી. માટે સ્વયમેવ કર્મોને ઊંચા-નીચાં થવું પડે તેવી કાર્યવાહીની જરૂર છે. • કર્મના આધારે નાચવું, એ નચાવે તેમ નાચવું અને પોતાને સ્વામી કહેવું તે મૂર્ખાઈ ખરી કે નહિ? • સમ્યગ્દર્શન એ એક જાતનો અજબ પ્રકાશ પેદા કરે છે અને એથી આત્માને તે સ્વ અને પરનો ભેદ સમજાવે છે. • સમ્યગ્દષ્ટિ સંપત્તિથી ડરે. સંપત્તિથી ભાગવું એ પહેલું ધૂનન. સંપત્તિનો સદુપયોગ એ પણ આંશિક ધૂનન. • બાહ્ય સંપત્તિ પાસે રાખીને આત્મસંપત્તિને પ્રગટ કરવાની વાત તો મૂર્ખતા જ છે. • જૈનશાસન પામેલાને દુનિયાની કાર્યવાહી તરફ અનુરાગનો છાંટો પણ ન હોય. • આત્મધર્મ બુઝાયો તો સાહ્યબી લાત મારીને ત્રીજે દાડે ચાલી જશે. આત્મધર્મ જાગતો હશે તો અશુભોદયથી દારિદ્રચ આવશે તો પણ એ આત્માને મૂંઝવશે નહિ. મુનિના સંયમની રક્ષા માટે શ્રાવક પ્રાણ પાથરે, તેમજ મુનિની પણ ફરજ કે શ્રાવકને સંસારરૂપમાં પડતા બચાવે. • મરતી વખતે જે કરવું હોય, જે કરવા યોગ્ય હોય તેનો જીવતા અભ્યાસ કરો તો મરતી વખતે જોઈતી સમાધિ આવે અને સમાધિમરણ થાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨: સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ: અનંત શક્તિસંપન્ન ચેતન પણ આજે તો કર્મનો ગુલામ બન્યો છે ! સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ પ્રથમ અંગ તરીકે રચેલા આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનનો, પાંચમાં લોકસાર' નામના અધ્યયન સાથે સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ ફરમાવ્યું કે : “પાંચમા “શ્રી લોકસાર' નામના અધ્યયનમાં લોકને વિષે સાર તરીકે “સંયમ” અને “મોક્ષનું પ્રતિપાદન કર્યું તે “સંયમ'-'નિઃસંગતા' વિના અને “મોક્ષ'-કર્મધૂનન' વિના થઈ શકતું નથી : એ કારણથી તે નિઃસંગતા' અને કર્મધૂનન'નું પ્રતિપાદન કરવા માટે આ છઠ્ઠા ધૂત'ના નામના અધ્યયનનો ઉપક્રમ કરવામાં આવે છે.” આ સંબંધથી આવેલા છઠ્ઠા અધ્યયનનાં પણ વ્યાખ્યાદ્વારો ઉપક્રમ, નિક્ષેપ, નય, અને નિગમ' - આ ચાર છે. આ ચાર દ્વારો પૈકી પ્રથમના ઉપક્રમ' નામના વ્યાખ્યાદ્વારમાં અર્વાધિકાર બે પ્રકારે છે : એક અધ્યયનનો અર્થાધિકાર અને બીજો ઉદ્દેશાઓનો અર્થાધિકાર. આ બે અર્થાધિકારો પૈકીનો પ્રથમ જે અધ્યયનનો અધિકાર, તે તો પ્રથમ જ નિર્યુક્તિકાર શ્રુતકેવળી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહેલો છે : માટે હવે બીજા ઉદ્દેશાઓના અર્થાધિકારને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર મહર્ષિ ફરમાવે છે કે આ પ્રમાણે કહી નિર્યુક્તિની દોઢ ગાથા દ્વારા ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ પાંચ ઉદ્દેશાનો અર્થાધિકાર જણાવતાં ફરમાવ્યું કે : “પહેલા ઉદ્દેશામાં સ્વજનોનું ધૂનન, બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણો અને શરીરનું ધૂનન, ચોથા ઉદ્દેશામાં ગૌરવત્રિકનું ધૂનન અને પાંચમા ઉદ્દેશામાં સાધુઓએ જે રીતે ઉપસર્ગો અને સન્માનોનું ધૂનન કર્યું છે, તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.” આ રીતે ઉદ્દેશાઓના અર્થાધિકારનું પ્રતિપાદન સમાપ્ત કરીને, નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ઉપક્રમ કર્યા પછી નિક્ષેપ કરવા ઇચ્છે છે : તે નિક્ષેપ “ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સૂત્રાલાપક નિષ્પન્ન' - આ ત્રણ પ્રકારે છે : તેમાંના ‘ઓઘનિષ્પન્ન નામના નિક્ષેપોમાં અધ્યયન આવે છે અને Page #25 -------------------------------------------------------------------------- ________________ કા – - ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ – 52 - નામનિષ્પન્ન' નામના નિપામાં તે અધ્યયનનું ધૂત' નામ આવે છે. તે “ધૂત નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ' – આ ચાર પ્રકારે છે : તેમાંના ‘નામધૂત” બને “સ્થાપના ધૂત' - આ બે પ્રકાર સુગમ હોવાથી તે બે પ્રકારનો અનાદર કરીને, એટલે કે એ બે પ્રકારોનું વિવેચન કરવું માંડી વાળીને, ‘દ્રવ્યધૂત અને સાવધૂત આ બે પ્રકારોનું પ્રતિપાદન કરવા માટે આ અડધી ગાથા નિર્યુક્તિકાર મહર્ષિએ ફરમાવી છે.' - આ પ્રમાણે કહીને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા જે અડધી ગાથા રજૂ કરે છે, તેમાં લખ્યું છે કે, પુષં વારૂ, ભાવપુર્વ મૂત્રવિદં ” “વસ્ત્રાદિ એ દ્રવ્યધૂત અને અષ્ટવિધ કર્મ તે ભાવધૂત.” આ અડધી ગાથાની વ્યાખ્યા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે"द्रव्यधूतं द्विधा - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता तत्र चानुपयुक्तः, नोआगमतस्तु शरीर- भव्यशरीर-व्यतिरिक्तं द्रव्यधूतं - द्रव्यं च धूतं च रजोऽपनयनार्थं द्रव्यधूतं, आदिग्रहणाद् क्षादिफलार्थ, भावधूतं कर्माष्टविध तद्विमोक्षार्थं धूयत इति गाथाशकलार्थः ।" “વ્યધૂત “આગમથી’ અને ‘નોઆગમથી' – એમ બે પ્રકારે છે. “આગમથી દ્રવ્યધૂત' તેને કહેવાય છે કે જે “ધૂતનો જ્ઞાતા હોવા છતાં અનુપયુક્ત એટલે ઉપયોગ વિનાનો હોય અને નોઆગમથી દ્રવ્યધૂત' ત્રણ પ્રકારે છે : તેના ત્રણ પ્રકાર ‘શશરીર, ભવ્યશરીર અને શરીર તથા ભવ્ય શરીરથી વ્યતિરિક્ત' - આ છે. “ધૂત'ના જ્ઞાતાનું શરીર અને જાણકાર થવાને લાયક જે આત્મા તેનું શરીર અને એ બંનેથી વ્યતિરિક્ત વસ્ત્ર આદિ : આદિ ગ્રહણથી વૃક્ષ આદિનું ગ્રહણ થઈ શકે. ‘ધૂતના જ્ઞાતાનું શરીર, “ધૂતના શાતા થવા માટે જે યોગ્ય આત્મા તેનું શરીર અને એ બન્નેથી ભિન્ન જે ધૂળ ખંખેરવા માટે હલાવવામાં આવતું વસ્ત્ર અને ફલાદિક માટે હલાવવામાં આવતું વૃક્ષ વગેરે તેનોઆગમથી દ્રવ્યધૂત” કહેવાય છે અને કર્મોના ક્ષય માટે આઠ પ્રકારનાં કર્મને જે હલાવવું તે ભાવપૂત કહેવાય છે.” ‘દ્રવ્યધૂત’ અને ‘ભાવધૂત' - આ બેમાં પણ “ભાવધૂત' એ જ અતિ ઉપયોગી હોવાથી એનું વિશેષથી નિરૂપણ કરતાં શ્રુતકેવલી ભગવાન શ્રી મદ્રબાહુસ્વામીજી મહારાજા નિયુક્તિ દ્વારા ફરમાવે છે કે : જિયસિજુવ, વિવે માજીસે તિરિજી તા. ના વિફ મારું, માધુર્ય તે વિયાગાદિ તારા” “હે ભવ્ય !જે દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને Page #26 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 12 સમ્યક પ્રકારે સહન કરીને સંસારરૂપ વૃક્ષનાં બીજ સમાં કર્મોને દૂર કરે છે, તેને જ તું ‘ભાવધૂત' જાણ.” આ બધા કથન ઉપરથી સહજમાં સમજી શકાશે કે વસ્ત્રાદિ ખંખેરવારૂપ દ્રવ્યધૂનનની માફક ભાવધૂનન એ સહેલું નથી, વસ્ત્રધૂનનરૂપ દ્રવ્યધૂનનની બાબતમાં પણ ઘણું વિચારવાનું છે. કારણ કે કોરા વસ્ત્રને ખંખેરવાથી ધૂળ તરત જ ખસી જાય અને ભીના વસ્ત્ર પર લાગેલી ધૂળ કાઢવા એને ધોવું પડે. તથા ચીકણા વસ્ત્ર પર ધૂળ લાગે તો એને બહુ ધોવું પડે, તેમજ બહુ ચીકણું અને બહુ જ કાળું વસ્ત્ર હોય એના માટે તો એને વળગેલો મેલ કાઢવા એ વસ્ત્રને ખારમાં નાખી ચૂલે ચડાવવું પડે છે : કલાકો સુધી બફાય અને તે પછી મેલ કાઢવા જોગી બધી ક્રિયાઓ એના પર થાય ત્યારે એ મેલ નીકળે છે. આટલું છતાં પણ એ મેલ તો વસ્ત્રથી અલગ છે, એટલે કે અલગપણે દેખાય છે અને કર્મ તો આત્માની સાથે એકમેકરૂપ થયાં છે. વસ્ત્રને લાગેલો મેલ તો દૃષ્ટિમાં આવે છે, કારણ કે વસ્ત્ર અને તેને વળગેલો મેલ એ બન્નેય રૂપી છે : પણ અહીં તો આત્મા અરૂપી છે અને કર્મના અણુ રૂપી છે છતાં સૂક્ષ્મ છે : એવાં સૂક્ષ્મ છે કે જે ચર્મચક્ષુથી દેખાતાં જ નથી : નીર જેમ ક્ષીર સાથે મળી જાય તેમ તે બની ગયાં છે. દુનિયાના વસ્ત્ર ઉપર લાગેલા નહિ જેવા કચરાને અલગ કરવા પણ જેવો કચરો તેવી મહેનત કરવી પડે છે, તો અનાદિકાળથી દૂધ-પાણીની જેમ અગર લોઢામાં અગ્નિની જેમ એકમેક રૂપે મળી ગયેલાં કર્મોને આત્માથી અલગ કરવા આત્માએ કેવી મહેનત કરવી પડશે ? વધુમાં ખૂબી તો એ છે કે ઘણા કાળના પરિચયને લઈને તેમાં જ પાછું આત્મત્વ મનાયું છે : એ કર્મો સાથે રહેવામાં આત્મા ટેવાઈ ગયો છે, કે જેથી ટેવાઈ ગયા પછી સામાન્ય રીતે તો એને એ કાઢવાની ભાવના પણ થતી નથી જ, વ્યવહારમાં પણ જુઓ : જેઓ ગંધાતા પદાર્થોથી ટેવાયેલા છે તેમને તેવા સંયોગોમાં કે તેવા મકાનમાં રહેતાં તકલીફ નથી પડતી. એ તો કોક એમને પકડી જાય, સુગંધીયુક્ત પદાર્થોવાળા મકાનમાં રાખે, પણ એને ત્યાં ગમે તો નહિ પણ ગમે કે ન ગમે છતાં રાખે, પંદર-વીસ દિવસ રાખે અને તે પછી પેલા મકાનમાં લઈ જાઓ તો તે બાદ એ તેમાં ન ઘૂસે. તેવી જ રીતે આત્મા કર્મસત્તાથી ટેવાઈ ગયો છે : અરે, કહોને કે દબાઈ ગયો છે. તે એવો ટેવાયો અને દબાયેલો છે કે દબાયો છતાં તે પોતાને દબાયેલો માનતો નથી. કર્મ આત્મા સાથે એવાં એકમેક થયાં છે - આત્માને કર્મસત્તાએ એટલો દબાવ્યો છે કે કર્મની સત્તા ઉઠાવવા આત્મા વિનયશીલ બન્યો છે. કોઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ – ૨ ઃ સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ – 52 - - ૧૩ પૂછે કે “આમ કેમ ?' તો તરત કહે કે “કર્માધીન.” આવું બોલતાં કોણે શીખવાડ્યું? ઉત્તરમાં કહેવું પડશે કે સ્વયં શીખેલો જ છે. ભાગ્યના આધારે નાચનારને એમ કહેતાં શરમ પણ નથી આવતી, નહિ તો અનંતી શક્તિનો આત્મા “કર્માધીન' એમ કેમ કહે ? પણ સામાન્ય રીતે બધા આત્મા એની - કર્મની સેવામાં ટેવાઈ ગયા છે. આ જ કારણે આ ધૂનન ઘણું કઠિન છે. માટે આ બધી વાત ગ્રંથકાર સૂક્ષ્મતાથી અને વિસ્તારથી સમજાવે છે. બહારનાં બધાં ધૂનન સહેલાં છે, કેમ કે તે વાતો નજરે આવે છે, દૂર કરવાના ઉપાયો જડે છે અને ઉપાયો શીખવનાર શિક્ષકો પણ મળે છે. અહીં તો આત્માનું વાસ્તવિક સ્વરૂપ દેખાડનારા એટલે સમજાવનારા થોડા, એનાથીયે સમજનારા થોડા, તેમાંયે શ્રદ્ધાપૂર્વક સમજનારા થોડા, શ્રદ્ધાપૂર્વક માન્યા પછી કર્મથી આત્માને ખસેડવાની ઘટતી કાર્યવાહી કરનારા એથીયે થોડા, તેમાંયે એ કાર્યવાહી જિગરપૂર્વક કરનારા થોડા, તેમાંયે અપ્રમત્ત થોડા અને તેમાંયે સંપૂર્ણપણે સાધી નિર્મળ બને એવા થોડા જ ! શાથી? વસ્તુ અદશ્ય છે : આત્મા ઊંધી રીતે ટેવાયો છે : સંયોગો, શિક્ષણ તથા વાતાવરણ બધું ઊલટું છે એથીને ? અને એથી જ ભાવધૂનન ઘણું કઠિન છે. જો કહેવામાં આવે કે ‘કર્મની સામા થાઓને !' - ત્યારે શું કહેવાય છે? એ જ કે “શું થવાય ! ભગવાન શ્રી મહાવીરે પણ કર્મ ભોગવ્યોને !” પોતાના આત્માની શિથિલતાનું વર્ણન કર્મ ઉપર નાંખી એને પુરવાર કરવા મહાપુરુષોનાં દૃષ્ટાંતનો ઉપયોગ કરાય છે ! આટલો ગાઢ સંબંધ આત્માને કર્મ સાથે થયો છે. માટે જ ભાવધૂનનની ક્રિયા ભયંકર કઠિન છે. એ ભાસેલી ભયંકરતા નીકળે નહિ, પુરુષાર્થ કર્યા વિના માત્ર પોતાની ઇન્દ્રિયોની વિષયાધીન વૃત્તિને પોષવા ખાતર કર્માધીનતા સ્વીકારી લેવાની કુટેવ નિર્મૂળ ન થાય, અને “કર્મો ગમે તેવાં તોયે જડ અને ગમે તેવો દબાયેલો છતાં હું ચેતન' - આ ભાવના જ્યાં સુધી ન જાગે, ત્યાં સુધી ધૂનન ન થાય, માટે આત્માને આટલું ભાન તો અવશ્ય થવું જ જોઈએ. વ્યવહારમાં પણ ધોબીને ગમે તેવું મેલું, કાળું અને ચીકણું વસ્ત્ર આપો તો પણ એને મન એને સ્વચ્છ બનાવવું એ રમત ! તમે કહો કે “આ વસ્ત્ર તો બહુ ખરાબ છે, નહિ ધોવાય !' પણ ધોબી તરત કહેશે કે “ચિંતા નહિ, હું બરાબર ધોઈશ !” શાથી? મેલ કાઢવાનો અભ્યાસી છે એથી ! આત્માને પણ એ ભાન Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 14 - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - થવું જોઈએ કે “ક” ગમે તેવાં તો પણ જડ છે અને દબાયેલો છતાં હું ચેતન છું.” પોતાના ચૈતન્યનું ભાન તો જોઈએ ને ? અભિમાનની વાત તો દૂર રહી, પણ ભાન ક્યાં છે ? ચેતન તો આજે કહે છે કે “શું કરીએ, કર્મ નચાવે તેમ નાચીએ !” – આવું આજે ડાહ્યા ગણાતા, વિદ્વાન ગણાતા, આગળ પડતો ભાગ લેનારા પણ બોલે છે ! સભા : દુનિયાના ડાહ્યા ગણાતા, શાસનના નહિ! વાત તો એવી જ છે, પણ આજે દુનિયા તથા શાસનને અજ્ઞાનીઓએ ભેળસેળ કરી નાંખ્યું છે ! આથી જ કહેવું પડે છે કે દુનિયાની સાથે શાસનને ભેળસેળ ન કરો ! અલગ હશે તો દુનિયાના અહીં આવશે. આજે તો શાસનના ત્યાં તણાય છે. જે વસ્તુની જેટલી મહત્તા જોઈએ, તેટલી મહત્તા આજે આપણા મનમાં રહી નથી. બાકી વસ્તુમાં તો બધું જ છે. મુદ્દો એ છે કે ભાવધૂનન ઘણું કઠિન છે. કર્મધૂનન કરવું હોય તો આત્માને લુખો બનાવો ! કર્મ જડ અને આત્મા ચેતન છે, એ બે જુદા છે અને એ બેના સ્વભાવ જુદા છે એ સમજવું જોઈએ. આત્માએ જાણવું જોઈએ કે “કર્મના સ્વભાવને આધીન થવું તે મારો ધર્મ નથી અને એમાં મારી શોભા કે પ્રતિષ્ઠા નથી !' અનાદિથી સાથે વળગેલાં અને આત્મા ઉપર અખંડ સત્તા જમાવી બેઠેલાં કર્મ એમ ને એમ જાય ? એ કર્મે તો અનંતી શક્તિના ધણી એવા અનંતાનંત આત્માઓને એવી ભયંકર સ્થિતિમાં મૂક્યા છે કે દુનિયામાં શું થાય છે તે પણ તે જાણતા નથી. રખડે બધે : અરે એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર ભવ કરે છે. એ રખડે છે થોડું ? પણ દબાયેલા એવા કે એને કશી ગમ જ પડતી નથી. આત્મા ઉપર કર્મોએ જેવી તેવી લૂંટ નથી ચલાવી. જો કે કર્મસત્તા ઉપર લૂંટ ચલાવનારા પણ મહાપુરુષો પાક્યા છે, કે જેઓએ એના સામ્રાજ્યમાંથી સંખ્યાતીતને ખેંચ્યા છે ! પણ આ છૂટવાનું અને છોડાવવાનું ત્યારે જ બને, કે જ્યારે આત્મા કર્મથી પોતાની ભિન્નતા સમજે. જીવ-અજીવ એટલે આત્મા અને કર્મના સ્વરૂપના તાત્ત્વિક અભ્યાસ માટે આજે કેટલા મહેનત કરે છે ? સભા મોટી ઉંમરના કરે તો કરે : Page #29 -------------------------------------------------------------------------- ________________ 755 - -- ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 -- - ૧૫ એ પણ ખાતાવહી, પેઢી, ચોપડામાંથી પરવારે ક્યાંથી ? ક્રમ બધો ગોઠવાયેલો જ : બાલ્યકાળમાં રમે, પછી વ્યવહારુ શિક્ષણ લે, પછી ઘર માંડવાનું, પછી ઘર ચલાવવાનું, પછી પુત્રાદિ પરિવારને પંપાળવાનું અને છેવટે લાળ પાડી મરી જવાનું ! આ સ્થિતિમાં ધર્મને અને આગમને કોણ પૂછે? આ વસ્તુ જીવનને જરૂરી મનાય તો ને ? કંઈ ન સમજે તેને આ વસ્તુ લાભ કઈ રીતે કરે ? વિદ્યાર્થી પણ એ બુદ્ધિથી નિશાળે જાય કે “ભણીશ તો મારો વ્યવહાર નભશે :” અને તો જ તે શિક્ષક ઠપકો આપે કે મારે તો પણ સહે. સમજે કે એ અમારા ભલા માટે છે. એવી રીતે અહીં પણ થોડા સંસ્કાર તો જોઈએ ને ? અને એવા સંસ્કારો આત્મા તથા જડના સ્વરૂપને સમજે તો જ આવે ને ? કર્મ વીણીને આઘાં કરાય કે કાપીને આઘાં મુકાય તેમ નથી, માટે સ્વયમેવ કર્મોને ઊંચા-નીચાં થવું પડે તેવી કાર્યવાહીની જરૂર છે. એની મેળે જ એમાં નાસભાગ થાય તેવા પ્રયત્નની જરૂર છે. એ માટે આત્માએ પોતાને વળગેલી ચીકાશને લુખ્ખી બનાવવી પડશે, કે જેથી કર્મપુલ ચોંટી શકે નહિ. કોરા પર કચરો ચોંટે ? ચોંટે તો પણ નીકળી જવું પડે. આત્માને એવો લુખ્ખો બનાવવો જોઈએ કે કર્મને સ્વયમેવ બહાર નીકળવું પડે, નવું કર્મ આવી ન શકે. અને કદી આવે તો ચોંટી ન શકે : પેસી જ ન શકે અને પેસે તો બેસી ન શકે ધૂનનનો રસ્તો જ એ કે ચીકણા આત્માને લુખ્ખો કરવો. આત્માની ચીકાશ કઈ ? રાગ અને દ્વેષ ? રાગદ્વેષની પરિણતિ એ આત્માની ચીકાશ. કેવળજ્ઞાન પછી વેદનીય કર્મનો બંધ ખરો, પણ સામયિક આવે અને જાય. એટલે કે, પહેલા સમયે બંધાય, બીજા સમયે ભોગવાય અને ત્રીજા સમયે નિર્જરા થાય. ચોંટે ક્યાં ? જગ્યા હોય તો ચોંટેને ? અઘાતી કર્મ છે તે પણ સ્થિતિ પૂરી કરવા પૂરતાં ! આયુષ્ય કરતાં બાકીનાં કર્મોની સ્થિતિ અધિક હોય તો કેવળજ્ઞાની મહર્ષિ કેવળી સમુદ્ધાત દ્વારા એને સમાન સ્થિતિમાં મૂકી દે. કર્મના આધારે નાચવું, એ નચાવે તેમ નાચવું અને પોતાને સ્વામી કહેવું તે મૂર્ખાઈ ખરી કે નહિ? સભા : અરૂપી આત્માને કર્મ કેમ લાગે ? લાગે અને એને માટે દષ્ટાંત પણ છે. અરૂપી જ્ઞાન રૂપી મદિરાપાનના નશાથી અવરાય છે. ત્યાં રૂપીએ અરૂપી જ્ઞાનને જે રીતે પરાઘાત કર્યો, તે રીતે અરૂપી આત્માને પણ રાગદ્વેષના યોગે રૂપી કર્મો ચોંટી શકે છે. કર્મના સંગને લઈને એક દૃષ્ટિએ આત્માને રૂપી પણ કહેવામાં આવ્યો છે, પણ વસ્તુતઃ અરૂપી Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 18 છે. જ્યારે આત્મામાંથી બધાં કર્મ ચાલ્યાં જશે ત્યાર પછી કર્મ નહિ લાગે. સિદ્ધના આત્માને કર્મ સ્પર્શી શકતું નથી, કારણ કે ત્યાં ચીકાશ નથી. પૌગલિક ચીકાશના યોગે કર્મરૂપી કચરો લાગુ થાય છે. કર્મસત્તાને આધીન બનવું અને સ્વામિત્વ માનવું એ કેમ જ બને ? પૂર્વની સ્થિતિને લઈ આધીન તો હોય, પણ આત્મા સાવધ બને અને સ્વરૂપને ઓળખે તો ધાર્યું કામ લઈ શકે ! પરંતુ આજે તો એવા ટેવાયા છે કે કર્મની સત્તા પહેલી અને ધર્મની સત્તા પછી ! આત્મા પાસે બે સત્તા ખડી છે; કર્મની સત્તા અને ધર્મની સત્તા. ફાવટ કઈ સત્તાની છે ? વિચારશો તો સમજાશે કે પ્રાયઃ બધે કર્મસત્તાની જ ફાવટ ચાલી રહી છે. સમ્યગ્દષ્ટિ આત્મા ઉપર કર્મ ધારી સત્તા ચલાવી શકતું નથી, કેમ કે એ આત્મા કર્મને પર માને છે, દુશ્મન માને છે અને પોતાને એનાથી ભિન્ન સમજે છે, સમ્યગ્દર્શન એ એક જાતનો અજબ પ્રકાશ પેદા કરે છે અને એથી આત્માને તે વ અને પરનો ભેદ સમજાવે છે એટલું જ નહિ પણ આત્મા અને કર્મનું સ્વરૂપ તથા તેના સ્વભાવની ભિન્નતા સમજાવે છે. તેમજ મારું શું અને પારકું છું તેય ઓળખાવે છે. જેટલાં કર્મ લાગ્યાં છે; તે એ આત્માને હાનિ કરનાર છે, એમ સમ્યગ્દર્શનના યોગે આત્માને ભાસે છે. કર્મ એ તદ્દન અંદરનું પડ છે. પડ ઉપરનાં પડ પણ ઘણાં છે. અંદરનાં કર્મ બાહ્ય કર્મને આધીન છે. અંદરના કર્મના યોગે બાહ્ય કર્મ થાય અને બાહ્ય કર્મના યોગે અંદરનાં કર્મ પોષાય. અશુભ કર્મના ઉદયના યોગે આત્મા અશુભ પ્રવૃત્તિમાં જોડાય, એ બાહ્ય પ્રવૃત્તિથી અંદરનાં અશુભ કર્મો પોષાય અને બહારનાં પુદ્ગલોને અંદર જવાની સામગ્રી મળે. સમ્યગ્દષ્ટિ આત્મા જ્યારે આત્મા સાથે લાગેલાં કર્મોને પાપ માને, પરરૂપ માને અને કેવળ હાનિ જ કરનારાં માને તો તે આત્મા, કર્મયોગે ઊભી થયેલી પરિસ્થિતિને કેવી માને ? સમ્યગ્દર્શન ચેતન અને જડનો વિવેક કરાવે છે : ચેતન તથા જડના ભિન્ન ભિન્ન ધર્મનું ભાન કરાવે છે. તાવ માપવા જેમ થર્મોમિટર છે, તેમ સમ્યગ્દર્શનના આ સ્વરૂપની પ્રગટ પરીક્ષા શી ? સમ્યગ્દષ્ટિમાં શું નિહાળીએ તો આ સ્વરૂપની પ્રતીતિ આવે? બાહ્યમાં લૂખાશ દેખાય તો ખાતરી થાય. “બહારની સારી ચીજ શુભ કર્મોએ આપી છે તે કેમ ન ભોગવું ?” – આવું સમ્યગ્દષ્ટિ કહે ખરો ? નહિ જ. પણ તે તો “શુભ કર્મોએ શુભ ચીજ આપી, અશુભ કર્મોએ અશુભ ચીજ આપી, પણ બેમાંથી એકેયને આધીન ન થાઉં” – એમ જ કહે. સારું કે ખોટું એકેને એ પોતાનું ન માને. “જો હું સાવધ હોઉં તો આ બહારનું સારું કે ખોટું, Page #31 -------------------------------------------------------------------------- ________________ 151 - - ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 – - ૧૭ મારા આત્માને કંઈ કરી શકે તેમ નથી.' - એમ જ સમ્યગ્દષ્ટિ માને. એ તો એમ માને કે “અસાવધ થાઉ તો આ બેય મારે : એક પણ જીવાડનાર નથી.” ખરેખર, બહારના ખોટાં કરતાં બહારનું સારું બહુ મારનારું છે. ખોટા આગળ તો સમ્યગ્દષ્ટિ ઊભો પણ રહે, પરંતુ સારા પાસે ટકવું મુશ્કેલ છે. બીમારી અથવા આપત્તિ આવે તો સમ્યગ્દષ્ટિ “ભલે આવે” એમ કહે, પણ સાહ્યબીને એમ ન કહે ! કઠિનતા ત્યાં જ છે. સાહ્યબી તથા આપત્તિ બેય કર્મો ઊભી કરી, પણ ઊભી થયેલી આપત્તિ વખતે સમ્યગ્દષ્ટિ આત્મા શાંતિથી બેસે, આપત્તિથી જ ઉદ્ધાર માને : પણ સંપત્તિ વખતે સંપત્તિમાં પોતાનો ઉદ્ધાર ન માને. સમ્યગ્દષ્ટિ સંપત્તિથી ડરે. સંપત્તિથી ભાગવું એ પહેલું ધૂનન. સંપત્તિનો સદુપયોગ એ પણ આંશિક ધૂનન. આપત્તિનું ધૂનન તો બધાય ઇચ્છે. પથારીમાં પડેલો એવો કોણ છે, કે જે તેમાંથી ઊઠવા ન ઇચ્છે ? ઊઠે નહિ એ વાત જુદી પણ ઊઠવા ઇચ્છે નહિ ? “નથી છૂટતું, ક્યારે છૂટે ?' - આ ભાવના પણ ન હોય ? ન છૂટી શકવા માટે પશ્ચાત્તાપ કેટલી વાર કરાય છે ? ખસવું તો પછી રહ્યું, પણ ખસવાની ભાવના, ન ખસાય તે માટે પશ્ચાત્તાપ અને ખસે તેને હાથ જોડવા, - આ પણ ન બને ? આ ધૂનન છે. ધૂનનની વાત ચાલે છે. મોં ન બગાડતા. તમારી આ સંપત્તિથી વેગળા ખસો અને આત્માને એનાથી અલગ કરો, તો જ આત્માની સંપત્તિ સાંપડે. એ ન થાય ત્યાં સુધી એક પણ વસ્તુ પરિણામ નહિ પામે. આ સંપત્તિ એ આત્મધર્મ સામે મોટામાં મોટી દીવાલ છે. એને ભૂમિશાયી ન બનાવો ત્યાં સુધી પત્તો ન ખાય. અનંત જ્ઞાનીએ ત્રણે કાળને માટે એકસરખી રીતે જોઈને કહ્યું કે આ સંપત્તિથી અલગ ન થાઓ ત્યાં સુધી આત્માની સંપત્તિ પ્રગટ થવાની નથી. બાહ્ય સંપત્તિ પાસે રાખીને આત્મસંપત્તિને પ્રગટ કરવાની વાત તો મૂર્ખતા જ છે. આત્માનો ખ્યાલ આવે એટલે કોને પૂછે ને કોની સલાહ લે? શ્રી સનત્કુમાર ચક્રવર્તીને સાતસો વરસ સુધી સોળ સોળ રોગોએ પીડા કરી. એ છતાં પણ એ ચક્રવર્તીને એ વિચાર પણ ન આવ્યો કે “ક્યાં હું ચક્રવર્તી ને ક્યાં આ દુર્દશા ?” પહેલાં એ જેટલા રૂપ ઉપર માતેલા હતા તેટલા જ પાછળથી સ્વરૂપ - આત્મા ઉપર માતેલા બન્યા હતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 158 દેવતા જ્યારે રૂપની પ્રશંસા કરે છે, ત્યારે નાહવા બેઠેલા એ ચક્રવર્તી કહે છે કે “અત્યારે રૂપ શું જુઓ છો ? સ્નાન કર્યા બાદ વસ્ત્રાલંકારથી સુસજ્જિત થઈ મુગટ ધારણ કરી સિંહાસન ઉપર બેસું ત્યારે જોજો.” દેવતાઓએ તો એ વખતે પણ રૂપની પ્રશંસા કરી હતી કે “જેવું રૂપ સાંભળ્યું છે. જેવી ઇન્દ્ર પ્રશંસા કરી છે તેવું જ છે !' પણ ચક્રવર્તીને આ વખતે રૂપનો મદ છે. એ ચક્રવર્તી સિંહાસન ઉપર બેઠો, દેવતાએ માથું ધુણાવ્યું, રૂપમાં થયેલું પરિવર્તન બતાવ્યું અને ઘૂંકની પિચકારીમાં જંતુઓને જોયાં. ચક્રવર્તીને પોતાને જ્યાં અનુભવ થયો કે ત્યાં જ લોચ કર્યો. ન પૂછ્યું કે ન ગાડ્યું! એ એકલા હતા કે બેકલા ? એમને ચોસઠ હજાર તો સ્ત્રી, સંખ્યાબંધ સસરાઓ અને સાસુ કેટલી ? જેનો સુમાર નહિ એટલો મોટો વિશાળ પરિવાર ! જેના ઉપર આ બધાનો આધાર ! પણ જે દિવસે એને પોતાના આત્માના સ્વરૂપનો ખ્યાલ આવ્યો તે દિવસે વિલંબ ન કર્યો. પૂછવુંયે નહિ અને ગાળવુંયે નહિ ! એ જ ચક્રવર્તી પાસે સંયમધર અવસ્થામાં એ જ દેવતાઓ ધવંતરિ બની રોગ દૂર કરવા આવે છે અને આ જ ચક્રવર્તી કહે છે કે “ એ રૂપે પ્રગટ કરવા માગું છું તે રૂપ પ્રગટ થાય તેવું ઔષધ હોય તો આપો. આ બહારનું રૂપ સુધારવા - આ બહારના રોગો કાઢવા તો મારા મનમાં પણ તાકાત છે !” – એમ કહી આંગળી પર થૂક ચોપડી એને સોના જેવી બનાવે છે. અને બહારના રોગોને આત્માનું રૂપ પ્રગટ કરવામાં સહાયક માને છે. જૈનશાસન પામ્યા હો તો બહારની ખટપટમાં ન પડો આત્માની ખટપટમાં પડો ! જૈનશાસન પામેલાને દુનિયાની કાર્યવાહી તરફ અનુરાગનો છાંટો પણ ન હોય. દુનિયા વધી કે ઘટી એ એને મન નજીવી વાત - એમ જ હોય. એને તો એક કર્મલીલા માને અને કહે, શુભ અશુભ કારસ્તાનને કર્મજન્ય કહે. બહારની સાહ્યબીની એને બહુ કિંમત ન હોય. આત્મધર્મ પ્રગટ થાય ત્યાં સાહ્યબી તો આધીન છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે : પણ ગળે ઊતરે તો ને ? બહારની મહેનતથી સાહ્યબી ગમે તેટલી મેળવો પણ આત્મધર્મ બુઝાયો તો સાહ્યબી લાત મારીને ત્રીજે દાડે ચાલી જશે. આત્મધર્મ જાગતો હશે તો અશુભોદયથી દારિદ્રવ્ય આવશે તો પણ એ દારિદ્ર આત્માને મૂંઝવશે નહિ. ભગવાનના શાસનમાં જેમ અબજોપતિ હતા તેમ સાડા બાર દોકડાની આવકમાં પણ બધી કાર્યવાહી કરનારા પણ હતા અને તે પણ એવા કે ક્ષાયિક સમ્યકત્વના ધણી શ્રી શ્રેણિક મહારાજા પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ 75g - ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 - -- ૧૯ જેમની પ્રશંસા કરતા. એ આવકમાં પણ કાયમ ત્રિકાલપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, અને આવશ્યક ક્રિયા એમની અખંડપણે ચાલુ હતી. એમાંથી દાન પણ ખરું. દાન અને અન્નપાણી બધું એમાં, અને તે પણ પ્રફુલ્લ ચિત્તે ! આજે બારસો મળે તો પણ શ્યામતા ! એ આનંદ, એ પ્રફુલ્લતા, એ શાંતિ, એ ઉત્તમ વિચારમાંથી કશાયનો પત્તો નથી ! બહારની સંપત્તિ-રંગરાગ ગમે તેટલાં વધારો. પણ આત્માનો આનંદ આપવાની તાકાત એમાં નથી જ ! શ્રાવક મુનિની કઈ ખબર રાખે અને મુનિ શ્રાવકને શું કહે ? શ્રાવક અને મુનિ પરસ્પર ચિંતા કઈ કરે ? પરસ્પરની ફરજ વિચારો. તમે અમારા સંયમની ખબર પૂછો, અમે તમારી ધર્મક્રિયાની ખબર પૂછીએ. તમે આવીને શું પૂછો ? સભા : સુખશાતા. એ તો પછી, પણ પ્રથમ તો સુખ સંયમયાત્રા નિર્વહો છો જી?” - આ પૂછો. એ બરાબર હોય તો જ તમે અમારા સાધુ-ગુરુ ! માટે જ સુખશાતા પૂછવાની ! અને એ માટે જ ભાત પાણીને માટે અમારાં દ્વાર ખુલ્લાં!- એમાં પોલ હોય તો ગુરુ પણ નહિ, સુખશાતા પૂછવાની પણ નહિ અને રોટલા પણ બંધ ! – આ જ તમારું માનવું હોય ને ? અને શ્રાવકને ગુરુ શું પૂછે ? “પેઢી કેમ ચાલે છે ? ભણીને ડિગ્રીબિગ્રી મેળવી કે નહિ ?” - આ નહિ જ. પરમતારક શ્રી જિનેશ્વરદેવના શાસનનો સાધુ શ્રાવકના રંગરાગ કે બંગલા બગીચાને વખાણે નહિ, એ વાત પણ પૂછે નહિ, પણ ધર્મપ્રવૃત્તિની જ પૃચ્છા કરે ! આજ તો સાધુને પૂછે છે કે “તમે કોના આધારે જીવો છો ?” સાધુ તો કહે જ કે “ભગવાનના આધારે અને આ તે તારકના ઓઘાના આધારે જીવીએ છીએ.” કહે છે કે ‘શ્રાવક આપે તો ને?” - આના ઉત્તરમાં સાધુ તો કહે કે “જો ખોખાને આપતા હો તો ન આપો !' શ્રાવક શું આ ખોખાને આપે છે ? નહિ જ. સંયમને આપે છે. આપવામાં નિસ્તાર માને તો આપે, નહિ તો ન આપે ! સાધુ શી રીતે ભિક્ષા માગવા જાય? “દો અન્નદાતા !” – એમ? નહિ. તે તારક તો નીકળે ત્યારથી જ એ ભાવના કે મળે તો સંયમપુષ્ટિ અને ન મળે તો તપોવૃદ્ધિ ! આમાં હાનિ છે જ ક્યાં ? ભગવાન શ્રી મહાવીરદેવ તથા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ V અંતરાયના ઉદયે લાંબા વખત સુધી ભિક્ષા નહોતી મળી. શ્રી ઋષભદેવસ્વામીને તો મહિનાઓ સુધી નથી મળી. છ છ મહિના સુધી પ્રતિજ્ઞા પૂરી ન થવાના યોગે ભગવાન શ્રી મહાવીરદેવ ગામમાં આવીને પાછા જતા અને મજેથી ધ્યાનમાં ઊભા રહેતા. ત્યાંનાં રાજા-રાણીને પણ મૂંઝવણ થતી : ચિંતા થતી કે ભગવાન રોજ ગામમાં આવે છે અને ભિક્ષા ન મળે, આ શું કહેવાય ? આથી જ કહું છું કે સાધુ તમારા આધારે જીવે, તમારા રોટલા પર જીવે, આવું કદી ન માનતા ! માનશો તો પાપ લાગશે ! આવું માન્યું તો આપેલા રોટલા પણ નકામા જશે ! માલનો માલ જશે, બેવકૂફ બનશો અને દેવા છતાં લાભ નહિ મળે ! સંયમ તારક છે, સંયમ નથી લેવાતું, માટે સંયમીને સંયમપુષ્ટિના સાધનની સહાય ક૨વામાં ઉદ્ધાર લાગે તો હાથ જોડી, વિનયથી, બહુમાનથી ન આવતા હોય તો વિનંતિથી ઘેર લઈ જઈને આપજો. જિવાડવાની બુદ્ધિએ આપતા હો તો ન આપજો ! એના આધારે જીવે તે તો રોટલાધર, એ મુનિ નહિ ! આજના નોકરો પણ કહે છે કે ‘આવડત હશે તો શેઠિયા ઘણા. આવડત ન હોય તો ગુલામી કરીએ, માટે તમારા પર નથી જીવતા. પગાર કાંઈ મફત નથી આપતા. અનીતિ નહિ કરું, પાલવે તો રાખો, નહિ તો શેઠ ઘણા.' આવા પ્રામાણિક નોકરો પણ પડ્યા છે. પચાસ-સાઠ રૂપિયાના પગારદાર જો આવું બોલે, તો સંયમના વિશ્વાસુ સાધુ શું બોલે ? જેના હાથમાં ઓઘો તેનું શું પેટ ન ભરાય ? રજોહરણવાળાને રોટલા-પાણી માટે દીનતા કરવી પડે તે સ્વપ્ને પણ ન માનતા. પરિપૂર્ણ ભાગ્યોદય હોય ત્યારે ઓઘો હાથમાં આવે. જ્યાં ચક્રવર્તી શિર ઝુકાવે એવા સંયમ પાસે રોટલાની શી કિંમત ? 760 પ્રભુશાસનને પામ્યા હો તો શાસનનો કાયદો સમજો. તમે લોભી હો કે ગમે તેવા હો, પણ મહેરબાની કરીને તમારી કાર્યવાહીમાં સાધુને ન નાખતા. તમે સાધુને કહેજો કે ‘અમે તો ભોગના કીડા છીએ, પણ તમે જેવા નીકળ્યા છો તેવા નીકળેલા રહેજો ! નીકળ્યા છતાં ભળેલા ન થશો.' આવું કહે તે શ્રાવક સાધુનાં માબાપ, નહિ તો વૈરી. શ્રાવકને શાસ્ત્રકારે બાર પ્રકારના કહ્યા છે. જેમ માબાપ જેવા કે મિત્ર, ભાઈ, વગેરે જેવા કહ્યા છે, તેમ દુશ્મન જેવા પણ કહ્યા છે ! તેઓનો સ્વભાવ છે કે ચાંદાં પાડે. બાકી વિચારો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલો શ્રાવક બંગલા બગીચામાં રહ્યા છતાં પણ ભાવના કઈ ભાવે ? ‘ક્યારે આ બધું છોડી સંયમ લઈ ઘોર અટવીમાં કાયોત્સર્ગધ્યાને રહું અને જંગલનાં પશુઓ મને થાંભલો સમજી નિર્ભયપણે પોતાની ચળ મટાડવા ખણે.' - આવી ભાવના Page #35 -------------------------------------------------------------------------- ________________ 761 – ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 - ૨૧ તો શ્રાવકને હોવી જોઈએ, તો પછી મુનિ એને શું કહે ? એના બંગલા, બગીચા, હાટ, હવેલી, વાડી, વજીફા, વેપાર, રોજગાર અને હૈયાંછોકરાંની ફિકર મુનિ કરે ? મુનિના સંયમની રક્ષા માટે શ્રાવક પ્રાણ પાથરે, તેમ જ મુનિની પણ ફરજ કે શ્રાવકને સંસારકૂપમાં પડતા બચાવે તેમને ખેંચવા પ્રયત્ન કરે તેમને અધઃપાતથી રોકે. તેઓ પૈસાના લોભી બને, એ અધપાત છે ને? સ્નેહી સંબંધીનું રુદન છતાંય વિરાધના તો નહિ જ પરંતુ વધુમાં આરાધના ! કહે છે કે પૂર્વે કેવા હતા ? પણ એ શાથી એવા હતા, એ વિચારતા નથી. ધનાજી લક્ષ્મી મૂકી મૂકીને ભાગતા, પણ જ્યાં જાય અને પગ મૂકે ત્યાં ઢેર નીકળતા, લક્ષ્મી પાછળ પડતી. પણ શાથી? એમને લોભ હતો ? નહિ, તે છતાં પણ લક્ષ્મી એમને વળગતી. કારણ ? પુણ્યનો પ્રભાવ છે. પુણ્ય ન હોય તો ઇચ્છા કરી મરી જાય તો પણ ન મળે. જ્યારે આ સ્થિતિ છે, ત્યારે પૈસા મેળવવા નાહકની ચિંતા, કપટ, પ્રપંચ, દંભ કરવાં તે જાણીબૂઝીને મનુષ્યત્વનો નાશ કરવા બરાબર નથી ? આ સ્થિતિ ક્યારે આવે ? સંપત્તિનું ધૂનન થાય ત્યારે ! એ કયારે થાય ? આત્મા અને જડનો વિવેક થાય ત્યારે ! કોઈ પૂછે કે શ્રી સનતકુમાર ચક્રવર્તીને એટલામાં શું થયું કે રૂપમાં વિકાર થયો ? કહેવું જ પડશે કે એ તો શરીરનો સ્વભાવ છે. તમારા આ લાલચોળ શરીર માટે તમને ભરોસો છે? અરધા કલાક પછી શું થાય તે કંઈ ન કહેવાય. ગમે તેટલું સાચવો. ગમે તેટલી કાળજી રાખો. પણ એનો સ્વભાવ બગડવાનો છે ! ચક્રવર્તીએ ઘૂંકમાં જંતુ જોયાં કે એમને એમ થયું કે “અત્યાર સુધી હું તો પરરૂપમાં લપટાયો હતો, અરીસામાં વારંવાર મુખ, હાથ અને પગનું રૂપ જોતો હતો, પણ આજે સમજાય છે કે એ રૂપ પરકીય છે, એ રૂપ મારું પોતાનું નથી : માટે હવે તો પોતાના રૂપની – સ્વરૂપની સેવા કરવી.' - આ વિચાર થયો કે તરત અમલ. ત્યાં જ લોચ. ન પૂછ્યું, ન ગાડ્યું. ઉત્કટ વૈરાગ્ય થાય ત્યાં પૂછવાનું હોય ? જ્યાં સુધી માત્ર ભાવના હોય ત્યાં સુધી પૂછવાનું. છ ખંડનો માલિક ચક્રવર્તી અચાનક સિંહાસનનો ત્યાગ કરી ચાલવા માંડે ત્યાં ઉત્પાત કેટલો થાય ? પાછળ કોણ થોડી છે ? વ્યવહારમાં પણ કહેવાય છે કે કાણ કરનાર ન હોય તો ઠીક નહિ! જેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 72 રોનાર વધારે તેમ સારાં ! - આ વ્યવહાર રૂઢ છે. એ દુનિયાનો હોં, પણ એ ધર્મનો વ્યવહાર નહિ. એને ધર્મ કહેવાય ? રુવે તો વાંધો નહિ, એ પણ ધર્મ છે, એમ કહેવાય ? નહિ જ, પણ એમ જ કહેવાય કે રોવાથી પાપ લાગે અને કર્મબંધ થાય. રુવે શાથી ? સ્વાર્થ, દંભ, પ્રપંચ અને મોહથી ! કેટલાક સ્વાર્થથી રુવે, કેટલાક પ્રેમથી રુવે અને કેટલાકને રોવું પડે માટે ન છૂટકે રુવે, રડવું પણ ભારે થઈ પડે આંસુ આવે નહિ અને રોવું, આવું ઓઢી બેસે. એ બધી સ્ત્રીઓ વે જ છે એમ ન માનતા, રોવાનો સાદ પૂરે. ભાઈઓ તો ઘણાય હસતાયે આવે છે. શું કરે ? રોવું ક્યાંથી ? આ રોવાને, આ બધી ક્રિયાને વખાણાય તો દુનિયામાં દંભ-પ્રપંચ વધી જાય અને આત્માને કર્મબંધનો પાર જ ન રહે. આત્મઘાતક રૂઢિ કે રિવાજોને ખોટાં કહેતાં સંકોચાવું તે ધર્મબુદ્ધિનું લિલામ છે. અમુક માણસો અમુક સમયે અમુક ક્રિયા કરે છે, માટે તેને વાજબી કહેવી એનો અર્થ તો એ જ કે શ્રી જિનેશ્વરદેવના શાસનના કહેનારમાં સદ્ભાવ નથી. છ ખંડના માલિક શ્રી સનતકુમાર ચાલી નીકળ્યા. રાજ્ય, મંત્રીઓ, સેના અને અંતઃપુર છ મહિના સુધી પાછળ ચાલ્યું. પેલા એવા કે પાછું જુએ નહિ : પરિવારનો વિલાપ એવો કે ઇતરને પણ દયા આવે : અંતઃપુરનું આકંદ એવું કે પક્ષી પણ વિલાપ કરે : પણ ચક્રવર્તી આંખ આડી પણ ન કરે ! સભા : એમણે સમય ન ઓળખ્યો? કરો વિચાર. એવા પુણ્યાત્માઓ એવી રીતે સમય જોતા જ નથી. પશુ સિંહમાં એ ગુણ છે કે ચાલતાં ચાલતાં જરા પાછું વળી જોતો જાય, પણ પુરુષ સિંહ ન જુએ, ચક્રવર્તીએ ન જોયું. આટલો આટલો વિલાપ છતાં દયા પણ ન આવી ! એ તો કહેતા હતા કે મારા વૈરાગ્યધનને તાવવા આ ભયંકર પૂર છે : ગાફેલ બનું તો નાશ પામી જાઉં ! શબ નીકળે ત્યારે દરવાજે તો ઢગલો માણસ આવે, પણ થોડે થોડે વિખરાય અને ત્યાં ગણ્યાગાંઠ્યા ! પછી રાખ થાય એટલે સૌ સૌના ઘેર. બે-ત્રણ દિવસ ચાલે કે અમુક ભાઈ કે અમુક બહેન હતાં. ચોથે દિવસે બધા બોલી નાખે કે “જવાના હતા તે ગયા.' પતી ગઈ વાત. આ ચક્રવર્તી તો જીવતા-જાગતા છે, પણ એક દી, બે દી અને દી વધે તેમ અધકચરા તો પાછા જાય. છ મહિને એમ થયું કે “આ તો કારમો આદમી છે, સામું પણ જોતો નથી, આમને અસર ક્યાં થાય છે ?' બસ પાછા વળે અને આવી મક્કમતા ભાળીને સંખ્યાબંધ રાજાઓ પણ મુકુટ ફેંકી ફંકીને ચાલી નીકળ્યા, એ પણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ : સાચી સ્વતંત્રતાનો સાચોમાર્ગ - 52 બન્યું. છ મહિના ધીરજ ધરી તો એ પરિણામ આવ્યું. છ છ મહિના સુધી આટલું કલ્પાંત કરાવ્યું, ઉત્પાત કરાવ્યો, આર્તધ્યાન કરાવ્યું તો એ આરાધક કે વિરાધક એમ કોઈ પૂછે તો જૈનશાસન કહે છે કે વિરાધકપણાનો ત્યાં અંશ પણ નથી અને સંપૂર્ણપણે એમાં આરાધન જ છે. જો રાજ્યનું મમત્વ રહે તો બંધન લાગે. મરતી વખતે છોડી જાઓ તે ચીજનું પણ પાપ લાગે છે. સભા : વોસરાવી નથી માટે ! એ તો છે જ. સાંજ-સવાર જો બુદ્ધિ છોડવાની જાગે તો તો મરતાં જાગે, પણ જીવતાં જે ભાવના ન જાગે તે મરતાં કેમ જાગે ? સાવધ હોય અને પાંચે ઇંદ્રિયો સારી હોય ત્યાં સુધી ન છોડે તે ઇંદ્રિયો બુઠ્ઠી થાય ત્યારે મરતી વખતે શી રીતે છોડે ? એ વખતે તો પરદેશ ગયેલા કીકાને તાર કરીને બોલાવાય વીલની વાતો ચાલે : એમાં ને એમાં નવકાર અને સ્વાધ્યાય તથા શુભ ધ્યાન એ બધું જ રહી જાય. છેલ્લા ચાર દિવસ તો ૫૨વા૨વાના ! કીકાને પૈસા આપે તો જ કીકો પરલોકમાં કાગળ લખે ને ? જિંદગીમાં જેવો અભ્યાસ હોય તેવો ત્યાં ઉદય આવે ને ? મરતી વખતે જે કરવું હોય, જે કરવા યોગ્ય હોય તેનો જીવતાં અભ્યાસ કરો તો મરતી વખતે જોઈતી સમાધિ આવે અને સમાધિમરણ થાય. શાસનમાં સારભૂત માત્ર બે જ વસ્તુ છે - સંયમ અને મુક્તિ : 763 એક મંત્રી રાજાની સાથે યુદ્ધમાં ગયો છે. પોતે શ્રાવક છે. મંત્રીપદે છે. રાજાનો સેવક છે. એ સ્થિતમાં એ કાર્યવાહી કરવી પડે છે માટે એ યુદ્ધમાં ગયો, પણ એ રાચીમાચીને સેવતો નથી. યુદ્ધમાં પણ એનો એ કાયદો કે સામો પ્રહાર કરે તો જ પ્રહાર કરવો. યુદ્ધમાં સામાનો પ્રહાર મર્મસ્થાને વાગ્યો, ઘાયલ થયો. થયું કે હવે નહિ બચું ! તરત માણસોને કહ્યું કે ‘ઉઠાવો, દૂર લઈ જાઓ, ત્યાં સુવાડો, હવે બીજું કરવાનું કંઈ નહિ. ચાર આહારનો ત્યાગ કરવાનો, કરેલા તથા લાગેલા પાપની આલોચના કરવાની, હૃદયથી બધા પદાર્થોનો પરિત્યાગ કરવાનો, અંતિમ સમયનું આરાધન-અનશન કરવાનું, અને પ્રભુનો સર્વ ત્યાગ આદરવાનો.’ આ બધું કર્યું. કચાં ? યુદ્ધમાં, જંગલમાં ! શાથી ? આત્મા જાગતો હતો, અભ્યાસથી ટેવાયેલો હતો એથી ! બાકી આજ તો તમે આંખ સામે જુઓ મોટા ભાગે ‘ઓ બાપ-ઓ બા' - માં જ પ્રાણ ચાલ્યા જાય છે. સમ્યગ્દષ્ટિ આત્માનું સ્થાન તથા તેની કાર્યવાહી એવી હોય કે હંમેશાં ઉત્તમ ભાવનાઓ હૃદયમાં જીવતી અને જાગતી રહે. જીવનમાં ઉત્તમ ભાવના છો ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- - 7th ઝળકતી રહે તો છેવટે મરણ વખતે પણ જાગતી રહે ! સંપત્તિથી ભાગવાની ભાવના જીવતી અને જાગતી હોય તો જ આ બને ને ? આનું નામ ભાવધૂનન. સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષ તથા સંયમ સિવાય કંઈ સારભૂત ન દેખાય, એવું આ શાસન માને છે. ત્રીજું કંઈ જેને સારભૂત દેખાય તે સમ્યગ્દષ્ટિ નથી. આ સમ્યગ્દષ્ટિની મર્યાદા છે. દેશવિરતિ શ્રાવકની તથા સાધુની મર્યાદા એથી પણ ઊંચી. સમ્યગ્દષ્ટિ આત્માની એક જ ભાવના કે મુક્તિ ક્યારે મળે ? એ ભાવનાવાળાને સંયમ તો રોમરોમ પરિણમે. મુક્તિ તથા સંયમ -એ બે ચીજની સાથે એનાં સાધન તો આવી જ ગયાં. જેને એ ગમે તેને સાધન પણ ગમે જ. જેને સંયમ જોઈતું હોય તેને અસંગ બનવું પડે, અસંગ બનો તો સંયમ મળે અને તથાવિધ સાધો તો મુક્તિ મળે. છઠ્ઠા “ધૂત' અધ્યયનમાં અસંગતા બતાવવાની છે. જે આત્માનું સાધ્ય મોક્ષ હોય તેને તેનું સાધન સંયમ મેળવવા અસંગ પણ બનવું પડે અને કર્મને ત્યાજ્ય માનવું પડે. સમ્યગ્દર્શન બધું જ સમજાવે. કર્મની સત્તા, બળ વગેરે બધું બતાવે; પણ એ જુદું છે, આત્મા જુદો છે, એની સત્તા એનાથી પણ અનેરી છે, - એ પણ બતાવે. અસંગ બને તેની ચીકાશ મટે, ચીકાશ મટે તો કર્મમળ ટળે અને કર્મમળ ટળે તો મુક્તિ મળે ! - કુલચંદજી : સચ્ચી સ્વતંત્રતા યહી હૈ. લોક જો સ્વતંત્રતા કહ રહે હૈ વો ફિજુલ છે. વહી સ્વતંત્રતા સચ્ચી છે. સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, નિર્યુક્તિકાર શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અને ટીકાકાર ભગવાન શ્રી શીલાંકસૂરિજી ત્રણે ભેગા થઈને એ જ સમજાવે છે કે અનાદિકાળથી વળગેલા ભૂતને છોડો. કહો, કેવા ઉપકારી ! કહેવું જ પડશે કે અપૂર્વ ઉપકારી ! હવે એ ત્રણે પરમર્ષિઓ શું શું સમજાવે છે, તે હવે પછી - Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્યઃ 53 • શાસનના સૈનિકનું કર્તવ્ય માત્ર આજ્ઞાપાલન જ હોઈ શકે : • બાહ્યનું મમત્વ એ જ દુ:ખ ! • શ્રી ઉદાયનનું ઉત્તમ હૃદય : • સત્ય કોને કહેવાય ? શાસ્ત્ર સત્યની વ્યાખ્યા શી કરી ? વિષય: કર્મધૂનન કરવા માટે કર્મરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ ચાંપવા અંગે. બાહ્ય સંયોગનો ત્યાગ એ આંતરસંગ ત્યાગ પા. કર્મધૂનન કર્યા વિના મોક્ષ નથી અને કર્મને આત્માથી દૂર ખસેડવા માટે જ્ઞાન અને ચારિત્રની કાર્યવાહી કરવી જરૂરી છે. પણ સમ્યગ્દર્શન એ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. એ જાય તો જ્ઞાન અને ચારિત્ર તો ગયેલાં જ છે. માટે આજના સુધારકો (!)નો હુમલો દર્શન ઉપર છે. એ વાત સમજાવવા માટે જંગલી પશુને વશ કરવાવાળાનું અને સર્પને ગળે વીંટળાવનાર મદારીનું દષ્ટાંત આપ્યું છે. મૂળને સડાવવાથી ઝાડ પડી જાય તેમ બાહ્ય સંયોગોનો ત્યાગ કરવાથી આંતરસંયોગોનો ત્યાગ થઈ શકે. જ્ઞાનાદિ દરેક ધર્મમાં બાહ્ય સંયોગોના ત્યાગની જ વાત આવે છે. ધર્મની રક્ષા માટે તો શાસનસુભટ બનીને યત્ન કરવો જોઈએ એ અંગે એક સૈનિકની ફરજ શું એ દર્શાવવા સાથોસાથ મહામંત્રી ઉદયનનો પ્રસંગ વર્ણવી વાતને પુષ્ટ કરી છે. પ્રવચનના અંતે સત્ય અને અસત્યનો વિવેક દર્શાવ્યો છે. • દર્શનના યોગે શાસન છે પણ દર્શનવિહીન જ્ઞાન-ચારિત્રના યોગે શાસન નથી ! • જીવન અને મરણની દરકાર વગર કર્તવ્યનિષ્ઠ રહેવાય તો જ આ શાસનની સેવા થઈ શકે તેમ છે ! • બાહ્ય સંયોગોનો ત્યાગ એ જ આંતરસંયોગો ઉપર પ્રહારનું કારણ છે. • અધમ દ્રવ્યના ત્યાગ વિના અને શ્રેષ્ઠ દ્રવ્યના આલંબન વગર ભાવની પ્રાપ્તિ પણ થતી નથી. • ધર્મી તો તે, કે જે ધર્મમાં બાધક હોય તેવા વ્યવહારને ઠોકર મારે અને ધર્મના સાધક વ્યવહારને માને. • પ્રભુની આજ્ઞાની આડે જે જે આવે તે તે ન જોઈએ. પછી ભલે તે લક્ષ્મી હોય, મા, બાપ, ભાઈ, સ્ત્રી, પુત્ર કે ગમે તે હોય પણ એ છોડવાનું ! • ઉભયનું હિત હોય તો ધર્મમાં થયેલી માયા એ અમાયા છે. • ઊંધી કોટિના આદમીએ ગમે તેવું સારું લખ્યું હોય પણ વાંચવું નહિ, કારણ કે એ એની છાયા નાખ્યા વિના રહે નહિ. • મિત, પ્રિય અને હિતવિશિષ્ટ તે સત્ય ! • બહુ બોલનાર મૃષાવાદી થઈ જવા સંભવ છે. સ્વ-પરહિત જેમાં સમાયું છે, તેને દુનિયા જો ખોટાના નામે સંબોધતી હોય તો પણ તે ખોટું પણ સાચું છે. • જોયેલું ને જાણેલું બધું બોલાય એમ નહિ, બોલવા જોણું જ બોલાય, બાકીનું ન બોલાય અને એ બોલાય તો સત્ય છતાંય અસત્ય બોલવાનું પાપ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્ય: શાસનના સૈનિકનું કર્તવ્ય માત્ર આજ્ઞાપાલન જ હોઈ શકે ? નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજા ફરમાવી ગયા કે આઠ પ્રકારનાં કર્મોનું ધૂનન કરવું, તે ભાવધૂનન છે. ભાવધૂનન એટલે કે અનાદિ કાળથી લાગેલાં - આત્માની સાથે અનાદિ કાલથી વળગેલાં કર્મોનું ધૂનન ! એ કરવું સહેલું નથી. આત્મા અને કર્મ બેઉ ચક્ષુગમ્ય નથી : જડ પદાર્થોની માફક એ જોઈ શકાતાં નથી માત્ર અનુભવાય છે. અનુભવથી સિદ્ધ કરી શકાય છે કે આત્મા પણ છે : કર્મ પણ છે : સાથે એમ પણ પુરવાર થઈ શકે છે કે બે ભિન્ન છે, છતાં એવી રીતે જોડાએલ છે કે એકમેક સમ ભાસે છે. આ જ કારણે કેટલાક આત્માઓ એમાં એવા ગોંધાઈ ગયા છે કે એઓ આત્માને ‘કર્માધીની માની લે છે અને જીવનમાં જે થતું હોય તે નિરાબાધપણે થવા દે છે. પરિણામે અનાદિના સ્વભાવનો યોગ હોઈને આત્મા પાપવૃત્તિઓમાં પડતો જાય છે અને સત્યવૃત્તિઓથી કમનસીબ રહેતાં દુર્ગતિગામી બને છે. આજે તો કેટલાક જાણકાર પણ પોતાના અનંત શક્તિસંપન્ન આત્માને માટે હસતાં હસતાં ‘કર્માધીન' કહેતાં શરમાતા પણ નથી : જાણે કાદવમાં જ રાચી રહેલો કીડો ! બાકી જીવનનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા પછી તો એણે આત્માને “કર્માધીન' કહેવો પડે ત્યારે હૃદય રુવે, અંગે અંગે કંપારી છૂટે : જાણે એક મહાયોદ્ધો કારાવાસમાં પડ્યો હોય, જંજીરોથી જકડાયો હોય અને સાવ લાચાર બન્યો હોય ત્યારે એને પરતંત્રતા સ્વીકારવી પડે તેમ ! પરંતુ જ્યાં સુધી એ વસ્તુ બરાબર સમજાય નહિ, કર્મથી જ આત્માને ભવભ્રમણ કરવું પડે છે અને કર્મની હયાતી એ જ આત્મનાશ છે, એમ બરાબર હૈયે જચે નહિ તેમજ એ કર્મને કાઢવાની ભાવના ઉછાળા મારવાને બદલે એની આધીનતા સ્વીકારી એમાં જ રાચવામાગવામાં આવે તો પછી ‘કર્મધૂનન' થાય શી રીતે ? અંદરનાં કર્મ આત્માને તે તે પ્રકારના સારા-નરસા સંયોગોમાં મૂકીને મૂંઝવે અને કર્મ કરાવે તેમ કરવું એમ માનીને આત્મા તેમ કર્યું જાય. તો પરિણામ એ આવે કે કર્મની Page #41 -------------------------------------------------------------------------- ________________ –૩: શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૨૭ સત્તા જામતી જાય અને એ જીવતી-જાગતી રહે. આજના વિપરીત વાતાવરણ વચ્ચે તેમજ જડવાદના જોસભેર ફૂંકાતા વાયુને યોગે અપવાદ તરીકે થોડા આત્મા બાદ કરતાં લગભગ બધા આત્માની આજે આ હાલત છે. કર્મથી આત્માને જુદો કરી એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો ક્રમસર આત્માએ એવી કાર્યવાહી કરવી જોઈએ કે કર્મને પોતાની મેળે ખસવું જ પડે ત્યાંથી ખસવા માટે કર્મ પોતે જ ઊંચાં નીચાં થાય : કર્મ રહેવા ધારે તો પણ રહી શકે નહિ. અનાદિ કાળથી સત્તા જમાવી બેઠેલાં કર્મ પર સીધું આક્રમણ કરવાથી એ એકદમ જાય તેમ નથી : એ એકદમ કેમ માને ? માટે જ એ કર્મધૂનન કરવા માટે બીજાં ધૂનનોની યોજના કરી. કર્મના નિકટ સંબંધી કોણ કોણ છે, કર્મને તોડવા ઇચ્છતા આત્માએ ખાસ વિચારવું જ જોઈએ. ડગલે ને પગલે સંસારમાં એના સંબંધીઓ બેઠા છે. જૈનશાસનમાં ત્યાગની પ્રધાનતા છે, તેનો હેતુ જ આ ! અને તેમાં પણ પહેલો બાહ્ય વસ્તુનો ત્યાગ બતાવ્યો, કેમ કે સાધન જાય તો સાધ્ય ટકે ક્યાંથી ? અમુક વસ્તુ કે કાર્ય ન ગમે તો તેની જડ - તેનું સાધન ઉખેડવું જોઈએ. તમે વાંચ્યું હશે કે રેલવે બંધ રાખવાનો ઇરાદો ધરાવનારા પાટા ઉખેડી નાંખે છે. એંજિન ચાલુ હોય, કોલસા ભરેલા હોય, બાહોશ એન્જિનિયર હોય, ટૂંકમાં બધું જ તૈયાર હોય, પણ પાટા વિના રેલવે ચાલે ક્યાં ? જ્ઞાની મહાત્માઓએ પણ જોયું કે કર્મથી આત્માને ખસેડવા માટે એક જ માર્ગ છે અને તે એ કે જે માર્ગે એ જઈ રહ્યો છે તે માર્ગનાં સાધન કાપવાં જોઈએ. મજબૂત મૂળવાળા અને ડાળાં-પાંખડાંથી ફેલાયેલા ઝાડને કાપવા માટે કે ઉખેડવા માટે જાણકાર માણસો ડાળાં-પાંખડાં કાપવાની મહેનત ન કરે : એમાં તો સેંકડો માણસો જોઈએ : મહેનત ઘણી જ પડે અને છતાંયે એની જડ કાયમ રહે. એ તો એના મૂળમાં જ જે રેડવું હોય તે રેડે. મૂળ સડ્યું - મૂળ ઢીલું થયું એટલે વગર મહેનતે ઝાડ પડવાનું જ. દુનિયામાં કળાબાજ આદમી સર્વને પ્રિય વસ્તુનો - એ પોતાને ન ગમે તો પણ ઇન્કાર ન કરે, પણ એ વસ્તુ જેનાથી ખીલે ને વધે તેના મૂળમાં અગ્નિ મૂકે તેમ આજે આપણે ત્યાં પાકેલા કપટબાજ કળાધરો પણ આ શાસનના મૂળમાં અગ્નિ મૂકવા મથી રહ્યા છે ! એ જ્ઞાન તથા ચારિત્રનો ઇન્કાર કરતા નથી. પણ દર્શનને Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- - 768 ઉડાવવા મહેનત કરે છે. એ લોકો કે જે ધર્મજનોની સહાયથી ઊછરી, ધર્માભ્યાસથી વિદ્વાન બનેલા છે, તેઓ બરાબર સમજે છે કે દર્શન, એ જ્ઞાન તથા ચારિત્રનું મૂળ છે. દર્શન ગયું એટલે જ્ઞાન અને ચારિત્ર તો ગયેલાં જ છે. એ લોકોના ખ્યાલમાં એ પણ વસેલું જ છે કે આપણે જો જ્ઞાન તથા ચારિત્રનો ઇન્કાર કરીશું તો દુનિયામાં કોઈ ઊભાય નહિ રહેવા દે, કેમ કે ગમે તેવું જ્ઞાન તો બધાને જ જોઈએ છે અને ચારિત્ર તો પ્રતિષ્ઠાનું કારણ છે જ. નાસ્તિકમાં નાસ્તિક આદિ પણ, દેવ-ગુરુ તથા પુણ્ય-પાપ વગેરેને જરાય માનતો નહિ હોવા છતાંય પણ નીતિ, વ્યાપારિક પ્રમાણિકતા, ને દાંભિક સભ્યતા વગેરેને માને. ભલે જેટલું માને તેટલું પાળે કે ન પાળે, પણ માને ખરો ! શાથી ? દુનિયામાં એ વિના સજ્જનમાં ખપી શકાય તેમ નથી માટે ! વિરોધીઓ પણ જ્ઞાન તથા ચારિત્ર ઊંચામાં ઊંચું જૈનશાસનમાં છે એમ તો કહે છે જ જો એમ ન કહે તો એમને માને કોણ? એ તો માત્ર પ્રહાર દર્શન પર કરે છે ! “જેટલું જેટલું શાસ્ત્રકાર કહે તે જ કબૂલ હોય ?” – આમ પ્રશ્ન ઉઠાવે. “જ્ઞાન તથા ચારિત્રને માનીએ છીએ' - એમ કહે, પણ જેણે જ્ઞાન અને ચારિત્ર બતાવ્યું તેના જ વિરોધી ! પછી જ્ઞાન-ચારિત્ર તો વગર મહેનતે જાય જ ને ? હવે જો કર્મધૂનન કરવું હોય તો તેની જડને મજબૂત કરનારાં સાધનને કાપવાં પડશે. સિંહાદિ જંગલી હિંસક પશુઓને હાથમાં લઈ તે દ્વારા આજીવિકા ચલાવવી અને પ્રાણનાશકને જ પ્રાણપોષક બનાવવાં તે ક્યારે બને ? એની સ્વચ્છંદતા ઉપર કાપ મુકાય તો જ ! એના માટે લોખંડનું પાંજરું બનાવે, ગમે તે રીતે - લાલચથીય આકર્ષીને પણ, એકવાર તેને પાંજરામાં પેસાડવાની તમામ યોજના કરે. જંગલી હિંસક જાનવરોને પણ આ રીતે સહાયક બનાવાય છે. એની સ્વચ્છંદતા ઉપર કાપ મુકાયા વિના કંઈ બને નહિ. પાંજરામાં પેસે અને દરવાજો બંધ થયો એટલે એ જ પશ પાસે ધાર્યું કામ કરાવાય છે, પણ બહાર જ રહેવા દઈ હુકમ કરો તો શું જીવતા ઘેર આવવા દે? પાંજરામાં પેઠા પછી આક્રમણ કરવાની તાકાત હરાઈ ગઈ. પછી તો એટલી જ જગામાં આંટા મારે, પગ પછાડે, પૂંછડું પછાડે, આંખો કાઢે, બૂમરાણ કરે, પણ પછી ? આખરે તો એ બધું ભૂલી એ જ પશુ તાબે થાય. એની બધી ક્રૂરતાનો નાશ કરવા માટે મરજી મુજબ મહાલવાની એની બધી પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને તો જ એની પાસે ધાર્યું કામ કરાવાય. મદારી પણ સર્પને ગળે ક્યારે વીંટે ? સર્પને પકડતાં પહેલું ડાચું પકડે અને Page #43 -------------------------------------------------------------------------- ________________ Tણ -૩ શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૨૯ દાઢમાંથી ઝેર કાઢી લે, પછી એ કમજોર થાય એટલે એને ગળે વીંટે, કારણ કે ભયની ચીજનો નાશ કર્યો ! જ્ઞાનીએ પણ જોયું કે જ્યાં સુધી બહારનું ઝેર ન જાય, ત્યાં સુધી આત્માનું જવાહર બહાર ન આવે? માટે ‘કર્મધૂનન કરવા માટે એની જડ પકડવી જોઈએ. શાસનની જડ (મૂળ) દર્શન છે, જ્ઞાન કે ચારિત્ર નથી ! દર્શનના યોગે શાસન છે, પણ દર્શનવિહીન જ્ઞાન-ચારિત્રના યોગે શાસન નથી ! દર્શનમિશ્રિત હોય તો જ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ટકે. પ્રભુના શાસનની જડ ત્યાં છે. આપણે ચોમેરથી એ જ જોવું જરૂરી છે કે એના ઉપર હલ્લો ન આવવો જોઈએ. કદાચ જ્ઞાન ન હોય તો ચલાવી લેવાય, ચારિત્ર મોડું-વહેલું આવે તોય તે ચલાવી લેવાય, પણ દર્શનની ચોકી કરવી જોઈએ. એની ચોકીમાં જ આત્માનું કલ્યાણ છે. દર્શન એટલે શ્રી જિનેશ્વરદેવ, તેમની આજ્ઞાનુસાર વર્તનારા નિગ્રંથ ગુરુદેવો, અને શ્રી સર્વજ્ઞ દેવોથી ઉપદિષ્ટ-ગણધરદેવોથી ગુંફિત-રચાયેલ અને પૂર્વાચાર્યોથી સુરક્ષિત આગમ તે જ અમારું તારક : એના સિવાય ઉદ્ધાર નથી એમ માનવું તે દર્શન! શ્રી જિનેશ્વરદેવ કહે છે તેમાં જરા પણ ફેરફાર નથી જ, એમ માનવું તે દર્શન ! પણ આજના શાસનવિરોધી પુદ્ગલાનંદી લોકોનો ઘા ત્યાં છે. એ કહે છે કે જૂના કહે તે ન માનવું, માત્ર આપણી બુદ્ધિમાં સૂઝે તે માનવું : એટલે કે માનસિક સ્વચ્છંદતામાંથી જે કાંઈ હુરે તે આચરવું અને તેનું જ નામ એમનું આગમ ! એ લોકો દર્શનરૂપ જડને કાઢવા માગે છે, પણ આ જડ એવી મજબૂત છે કે સમર્થ પૂર્વાચાર્યોએ પણ જ્યાં જ્યાં વાત ન બેઠી ત્યાં એક જ કહ્યું કે તવંતુ નિાખ્યમ્ - તત્ત્વ કેવલિ જાણે.” દર્શનની જડ એવી મજબૂત હોવાના કારણે જ એવા જ્ઞાની પણ પોતાને અમુક વાત ન બેસે કે તરત ત્યાં “જ્ઞાની જાણે' કહેતા. જ્યાં સુધી આ જડ આવી બાઝેલી રહે, ત્યાં સુધી આત્માને આજના મગજના વિષમ ફાંટા અસર ન કરે. બાબાવાક્ય પ્રમાણં' ન જોઈએ એમ કહે, પણ આજે એ “બાબાને નામે તાગડધિન્ના કરે છે અને “એ આમ કહેતા ને એ તેમ કહેતા' - એવી બાંગો પોકારે છે. એક તરફ “બાબાને નામે ચરી ખાવું અને બીજી તરફ એ “બાબા' પણ જેનાથી “બાબા' બન્યા, એમને ઉખેડવાની પેરવી કરવી એ શું કહેવાય ? એવું બોલનારાઓનું એવા અમુક માણસોનું સાધ્ય શું છે તેની કાળજી ન રાખો, તો તમે પણ શાસનમાં શી રીતે ટકી શકો ? Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦. –– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - સૈનિકો પણ સેનાપતિના વાવટા મુજબ વર્તે : તમામ કાર્યવાહી સેનાપતિ કરે સૈનિક દોડવા માગે પણ વચ્ચે ખાઈ હોય તો શું થાય? - એ બધી ખબર રાખી તે મુજબ વાવટો ફેરવવાનું કામ સેનાપતિ કરે. સેના થોડા પરિશ્રમે વિજય કેમ મેળવે, - એ જોવાનું કામ સેનાપતિનું ! આપણે પણ શાસનના સૈનિક છીએ. શ્રી જિનેશ્વરદેવ એ સૈન્યના સેનાધિપતિ : અને આગમ એ આપણો વાવટો. એ વાવટા મુજબ જ આપણે વર્તવાનું. એની હયાતીમાં આપણી હયાતી : એના વિજયમાં આપણો વિજય અને એના નાશમાં આપણો નાશ, - આ બરાબર બચવું જોઈએ ! આ ધ્વજની વિરુદ્ધ વર્તાય જ નહિ, વર્તનાર દ્રોહી ગણાય અને જે કોઈ એ ધ્વજની શત્રુતા કરતું હોય તેની છતી શક્તિએ ઉપેક્ષા કે એનો સહકાર એ પણ દ્રોહ ! લશ્કરનો નિયમ હોય છે કે શા માટે, એમ ત્યાં પુછાય જ નહિ આજ્ઞા ઉઠાવવી એ જ ત્યાં કર્તવ્ય.' એ જ મુજબ અહીં પણ હોવું ઘટે. જીવન ને મરણની દરકાર વગર કર્તવ્યનિષ્ઠ રહેવાય તો જ આ શાસનની સેવા થઈ શકે તેમ છે. અસ્તુ. ચાલો આગળબાહાનું મમત્વ એ જ દુખ ! જેમ શાસનની જડ સમ્યક્ત્વ, તેમ “કર્મધૂનન' કરવું હોય તો કર્મની જડરૂપ બાહ્ય સંયોગોનો ત્યાગ કરવો જોઈએ. બાહ્ય સંયોગોનો ત્યાગ ન થાય, ત્યાં સુધી આંતરસંયોગોનો ત્યાગ કઈ રીતે થાય ? દેવતા પ્રભુની ભક્તિ તો મનુષ્યથી કેટલાય ગણી કરે છે. ક્ષીરસાગરનાં પાણી લાવી અભિષેક કરે, ઉત્તમોત્તમ સુગંધીથી ભરપૂર કમળો લાવે, તેમ જ પ્રભુની સેવામાં જોઈતાં બધાં સાધનો ઢગલાબંધ લાવે અને ઠાઠમાઠથી ભક્તિ કરે એમાંનું મનુષ્યથી કેટલું થઈ શકે તેમ છે ? છતાં જ્ઞાની ફરમાવે છે કે મનુષ્ય જે ભક્તિ કરી શકે છે તે દેવતા પણ કરી શકતા નથી : કારણ કે ભક્તિ સમયે પણ દેવતાને બાહ્ય સંજોગોનો ત્યાગ નથી : મનુષ્ય તો જેટલો સમય ભક્તિ કરે તેટલો સમય બાહ્ય સંયોગોથી આઘા હોય છે, જ્યારે દેવતાઓ ક્ષણ પણ બાહ્ય સંયોગોથી આઘા થઈ શકતા નથી ! એમને શ્રી તીર્થંકરદેવ જેવાનો ઉપદેશ શ્રવણ કરવા મળે, પોતાને ગમે ત્યારે પોતે જ્યાં શ્રી તીર્થંકરદેવ વિરાજતા હોય ત્યાં જઈને દેશના સાંભળે, માત્ર એક ભવમાં પણ અનેક શ્રી તીર્થંકરદેવની દેશના પણ સાંભળે, અને સંખ્યાબંધ મહાપુરુષોના અવર્ય ત્યાગ નજરે ભાળે છે! આપણે શ્રી તીર્થંકરદેવ કેવા હતા, શ્રી ગણધર ભગવાન કેવા હતા, તેમના ઉપદેશની અમૃતધારાનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 પાન કરી ત્યાગના પવિત્ર પંથે વિહરનાર રાજા-મહારાજા કેવા હતા, - એ બધું માત્ર વાંચીએ એટલે જાણીએ, પણ આંખ સામે તો કાંઈ જ નહિ ને ? આપણને તો અત્યારે એ પ્રભુ, એ ગણધરદેવ કે એ ભોગને રોગ માની નીકળતા, ક્ષણવારમાં મોહને થાપ આપતા એ મહાપુરુષોનું સંયમ જોવાની તક ન મળે, પણ દેવતાઓ તો નજરે જુએ છે, શાસ્ત્ર કહેલી ઘણી ઘણી વસ્તુઓ નજરે ભાળે છે, પ્રભુએ કહેલું ઘણું સાક્ષાત્ નિહાળે, ઉત્કટ સંયમ પાળનારને જુએ, પણ એમને વિરતિનાં પરિણામ ન થાય ! થાય શી રીતે ? બાહ્ય સંજોગો પાસે ને પાસે જોય ત્યાં થાય શી રીતે ? દેવતાઓ એ માટે તો સાહ્યબી ને સાધનસંપન્નતા છોડી મનુષ્યભવમાં આવવા ઇચ્છે, પૂજા વખતે કે દેશના સાંભળતી વખતે મનુષ્યથી બાહ્ય સંયોગો આધા હોય છે, પણ દેવતાઓને તેમ નથી હોતું. દેવતાનો ભવ તેવો છે કે વિરતિ ઉદયમાં ન આવે. દેવતા એટલે જાણે ભોગ માટેનો જ ભવ. ચોમેર ભોગ બેઠેલા, વીંટાઈ વળેલા ! શ્રી તીર્થંકરદેવ પાસે અગર ગમે ત્યાં જાય, . તે નવા રૂપે ! મૂળ રૂપ તો ત્યાં જ. ભોગસામગ્રીથી એનાથી ખસાય જ નહિ. ત્તર વિમાનવાસી દેવમાં વિકાર તથા કષાયનું નામ જ નહિ, એમના સુખને બાર મહિનાનું તથાવિધ સંયમ જોઈએ, એવું તો એમનું આત્મિક સુખ અને ષડૂદ્રવ્યના ચિંતવનમાં જેની જિંદગી જાય, શંકા થાય કે તરત શ્રી જિનેશ્વરદેવ અહીં બેઠાં ઉત્તર આપે અને આનંદ આનંદ સિવાય બીજી કશી વાત * નહિ અને તે છતાંય ત્યાં તથાવિધ રાગ નહિ, પરંતુ આટલું આટલું છતાંય વિરતિનાં પરિણામ તો ન જ આવે ! કષાયનાં પરિણામ ગયાં, પણ તે અનંતાનુબંધીનાં ગયાં : બીજા સંયોગો તો બેઠા છે. મનુષ્યને તો વિરતિનાં પરિણામ પણ આવે અને પ્રવૃત્તિ પણ કરી શકે. દેવતાને તો પરિણામ જ ન આવે. માત્ર ભાવના ! મનુષ્ય તો વિરતિનાં પરિણામ વિનાય વિરતિની પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ કરવાની છૂટ અને તે એવી પ્રવૃત્તિ કરે કે વિરતિને ખેંચે. દેવતાને માટે ન તો પ્રવૃત્તિ અને ન તો પરિણામ ! બાહ્ય સંયોગોનો ત્યાગ એ જ આંતરસંયોગો ઉપર પ્રહારનું કારણ છે. 771 એક દૃષ્ટિએ તો ‘ભાવ કરતાં દ્રવ્યની પ્રધાનતા વધારે છે !' મકાનમાં ઉપલા માળે સુખની બધી સામગ્રી છે, પણ ત્યાં જવા માટે નિસરણી જોઈએ. નિસરણી વિના ચાલે જ નહિ. ભાવ શ્રેષ્ઠ છે, પણ અધમ દ્રવ્યના ત્યાગ વિના અને શ્રેષ્ઠ દ્રવ્યના આલંબન વગર ભાવની પ્રાપ્તિ પણ થતી નથી. બહારના ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ સંયોગો જાય તો ત્યાગ રુચેને ? પૈસા દેખીને જેને મોળ છૂટતી હોય તે કોથળીમાંથી શી રીતે કાઢે ? પ્રસંગ આવ્યે બહુ જ ભાવના ચડે તો મૂઠી ભરે, પણ પાછી અંદર જ ઠલવાય અને ખાલી બહાર આવે. એનાથી કેમેય છૂટે નહિ, કદાચ દે તો પણ બળી બળીને દે ! જ્ઞાની કહે કે બાળીને વાવેલું બી મરકી ફેલાવે. જેને ચીજ મૂંઝવતી ન હોય તે પ્રસન્ન ચિત્તે કાઢીને આપે. લક્ષ્મીને ખોટી માન્યા વગર વાસ્તવિક દાન દેવાતું નથી. કદી દેવાય તો પણ એ વસ્તુતઃ દાન નથી હોતું : અનેક રીતે દાન દેવાય છે : અનેક આશયથી દાન દેવાય છે : આપીએ થોડું, મળે ઘણું એવી કંઈ કંઈ ભાવનાઓથી પણ દેવાય છે. લક્ષ્મીને અસાર સમજીને દાન દેવાય તો તે વાસ્તવિક દાન છે. લક્ષ્મીની અસારતાની વાસના જાગ્રત થાય, દાનનું ખરું સ્વરૂપ સમજાય, પછી અરધામાંથી અરધું આપતાં પણ વાંધો નહિ આવે ! ગમે તે હાલતમાં પેટમાં નાખવા પૂરતામાંથી પણ તે અરધું આપે ! પેટમાં નાખવા માટે પણ ઓછું હોય તોય જે હોય તેમાંથી આપે. સુકાઈ ગયેલ નદીના માર્ગમાં ખોદો તો પણ પાણી નીકળે, પણ રેતીના રણમાં ખાડો ઘણોય ઊંડો ખોદો, પણ પાણી ક્યાંથી નીકળે ? ત્યાં કદી બહારના વરસાદનું પૂર આવે તો બે ચાર દી પાણી ટકે, પણ પછી તાપ એવો કે પાણી રહે જ નહિ. દાન, શીલ, તપ, ભાવ સાચાં કોને કહેવાય ? બાહ્ય સંયોગો ખોટા માને તો ! જેના ત્યાગમાં કલ્યાણ એવું મોઢે બોલીએ, છતાં જેનો ત્યાગ કરવાનો તેના પર તો હ્રદયથી રાગ રાખીએ, પછી કલ્યાણ ક્યાંથી થાય ? એ તો પછી અંદર જુદું અને બહાર જુદું થયું ને ? એ કોનો ગુણ ? મન, વચન અને ક્રિયા જુદાં હોય એ તો દંભીનો ગુણ : ત્રણે સમાન અને શુદ્ધ હોય તે સાધુનો ગુણ ! શુદ્ધ મનવાળો વચન શુદ્ધ બોલે અને એની પ્રવૃત્તિની દિશા શુદ્ધ હોય, પ્રયત્ન શુદ્ધિ તરફ જ હોય, બાકી મનથી કંઈ, વચનથી કંઈ, ને કાર્યની જુદી જ દિશા, એ તો દંભ ! 772 દાન એટલે હોય તે દેવું, એટલે બાહ્ય સંયોગોનો ત્યાગ. શીલ એટલે શરીરના સુખનાં સાધનો ઓછાં કરવાં તે ! તપ એટલે શરીરને તપાવવું તે ! ભાવના એટલે ઉત્તમ ગુણો ખીલે તે સિવાય બીજો વિચાર ન કરવો તે ! આ ચારમાં ધર્મ માન્યો અને હૃદયથી શરીર તથા લક્ષ્મીનું મમત્વ ન ઘટે, તો એ દાનાદિ કેવાં કહેવાય ? ખાસ કારણ સિવાય પણ એક ઉપવાસમાં તો ‘તાકાત Page #47 -------------------------------------------------------------------------- ________________ In - ૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્ય - 53– – ૩૩ નથી' કહી ઢીલા થાય : આ શરીરને કંઈ થવું જ ન જોઈએ એની પહેલી કાળજી ! જેના ત્યાગમાં ધર્મ માન્યો તેના રાગને સંઘરવો તે પત્તો કેમ લાગે ? શાની કહે છે કે બાહ્ય સંયોગોને ફેંકતાં શીખો. લાખ્ખો આવે તોય કહો કે મારા નથી, મને શું લાભ ?” જાય તો કહો કે “ભલે ગયા, મારા હતા જ નહિ.' - આવી ભાવના હોય તો તારણહાર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજીના ફાળામાં આંટા ખવરાવાય ? લક્ષ્મી પ્રત્યે જેટલો રાગ તેટલો અહીં છે ? પર લોકના તારક એવા તીર્થની સેવામાં વળી વિચાર શા? તરત જ દેવાય. મિમાં કોણ શાં અને મનામણાં શાં? લ્યો, લ્યો” - કહેવાનું હોય ! “કમભાગ્ય કે વધારે આપવાની તાકાત નથી, આ તો ઓછું છે.' - આપતાં પણ આ ભાવના હોય. હારના સંયોગોથી, એટલે કે લક્ષ્મી વગેરેથી રાતાપીળા ફરો બી એમ ન માનતા : પૂર્વના પુણ્યનો ઉદય છે માટે આ બધું છે, બાકી કેટલાય બુદ્ધિના બળિયા ભીખ માગે છે અને અક્કલ વગરના કેટલાયને માં જાય ત્યાં ગાદી મળે છે ! ત્યાં પુણ્યનો પ્રભાવ છે. દુનિયાના પદાર્થોથી રાણ પોતાને સુખી ન માનતા ! જીવાયનનું ઉત્તમ હદય : - હૃદયથી બાહ્ય વસ્તુનો ત્યાગ નહિ થાય, તો કર્મધૂનન તો દૂર રહ્યું પણ ધર્મક્રિયા પણ બરાબર નહિ થાય ! ધર્મક્રિયાને બાધ કોણ કરે છે? વ્યવહાર, બાહ્ય સાધન. પૈસાની બાબતમાં તો પક્કા છો. ત્યાં વ્યવહારને પણ નેવે મૂકો. ગમે તેટલો પ્રેમ હોય પણ પૈસામાં વાંધો પડ્યો તો ? નીતિકારે પણ કાયદો બાંધ્યો કે મિત્રતા રાખવી હોય તો તેની સાથે પૈસાની લેવડદેવડ ન કરવી, મતલબ એને પૈસા ન ધરવા તથા તેની સ્ત્રી સાથે સંબંધ ન રાખવો. આ બે ચીજ ન હોય તો પ્રેમમાં ઝેર ક્યારે ભળે તે કહેવાય નહિ : માટે પૈસા એને દેવા નહિ તેમજ એના અંગત માણસ (સ્ત્રી) સાથે પરિચય રાખવો નહિ. આડતિયાની સાથે પણ વ્યવહાર ક્યાં સુધી રાખો ? ચોપડા મુજબ સીધા ચાલે ત્યાં સુધીને ? વ્યાજ સાથે બરાબર નાણાં આપે ત્યાં સુધીને ? છૂટ લેવીદેવી એ વાત જુદી છે, પણ વાયદાસર ઠરાવ મુજબ નાણાં ન આપે તે આડતિયાની સાથે વ્યવહાર તોડવામાં વાર કરો છો ? ત્યારે અહીં ધર્મની વાતમાં કેવો વ્યવહાર જોઈએ ? ધર્મ કોણ કહેવાય ? ધર્મી તો તે, કે જે ધર્મમાં બાધક હોય તેવા વ્યવહારને ઠોકર મારે અને ધર્મના સાધક વ્યવહારને માને ! કદાચ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 4 એ વ્યવહાર ધર્મને સાધક ન હોય તે વાત જુદી, પણ બાધક તો ન જ હોય. આ બધું વિચારવું નથી ત્યાં શું થાય ? શાથી નથી વિચારાતું? બાહ્ય સંયોગોમાં ભળ્યા છો અને માત્ર માનપાન અને પૈસાથી ટેવાયા છો માટે ને ? ધર્મક્રિયામાં જોડાવાથી વ્યવહારથી ખુરશી ઊડી જતી હોય તો તમે એમ પણ કહી દે ને કે “વાત સાચી પણ સંયોગો નથી.” “વાત સાચી' – એટલું કહે એટલો ભાગ્યવાન, પણ એથી જે કરવાનું તે તો થાય જ નહિ ને ? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એટલે કહોને કે શ્રી ઉદાયન મંત્રીના ખોળામાં ઊછરેલું બચ્ચું ! નાની પાંચ વરસની ઉંમરે એમને ત્યાં જ એ આવ્યા હતા ને ? એમને લાવવામાં આવ્યા હતા ને ? એમને પાળનાર, દીક્ષા અપાવનાર એ બધું જ કરનાર ઉદાયન મંત્રી ! છતાં એ જ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુમારપાળના સંબંધમાં ખંભાતમાં એ જ ઉદાયન મંત્રીને શું સૂચવે છે અને મંત્રીશ્વરને કેવી અસર થાય છે તે વિચારો ! શ્રી કુમારપાળની પાછળ સિદ્ધરાજના મારા એને મારવા માટે કરે છે. એ કુમારપાળ ભાગીને ખંભાતમાં આવ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિવરે આકૃતિથી ઓળખ્યા છે. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ઉદાયન મંત્રીને બોલાવી સૂચવે છે કે કહીએ તે થશે ?' એમના મનને એમ થાય છે કે “આવો પ્રશ્ન હોય ? ન થાય કેમ ? પૂજ્ય આચાર્યશ્રી આજે એવું કેમ પૂછે છે ?” એમ એમને દુઃખ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા સૂચવે છે કે “કામ મોટું છે. જેમ જેમ અધિક સૂચવાય છે, તેમ તેમ મંત્રીશ્વરનું કાળજું કંપે છે. ઉદાયન મંત્રી પણ સૂચવે છે કે જેની સેવામાં આ મસ્તક છે, ત્યાં અમુક કાર્ય સેવકથી થશે કે કેમ ? - એ પ્રશ્ન હોય ? ઉદાયન મંત્રી આ રાજ્યની સેવા જ કરવા કે મંત્રીપદ સાચવવા જ નથી જીવતો : એને મન ધર્મની કિંમત એથી વધારે છે. ફરમાવો ગુરુદેવ ! ધર્મ માટે માથું પણ આપીશ !” તરત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કુમારપાળને ઓળખાવીને સૂચવ્યું કે “આ કુમારપાળ છે, એનું રક્ષણ થઈ શકશે ?” મંત્રી ચોંક્યો “કુમારપાળ અહીં ?' કુમારપાળ એટલે સિદ્ધારાજનો દુશ્મન અને ઉદાયન એટલે એ જ સિદ્ધરાજનો મંત્રી-સૂબો. સિદ્ધરાજનો હુકમ છે કે “કુમારપાળને પકડવો.” આવી સ્થિતિ વચ્ચે એ ઉદાયન મંત્રીશ્વર જો કુમારપાળનું રક્ષણ કરે અને સિદ્ધરાજ જાણે, તો એને પોતાને તો ગરદન મારે જ પરંતુ એના કુટુંબનેય ગરદન મારે, એનું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય ઃ - 53 નામોનિશાન મિટાવી દે. અને જ્યાં ખુદ રાજાનો હુકમ થયો પછી ત્યાં દાદફરિયાદ કોણ સાંભળે ? સ્થિતિ આટલેથી અટકતી નથી. શ્રી ઉદાયન મંત્રીશ્વરનો પોતાનો દીકરો ચાહડ પણ સિદ્ધરાજના પક્ષમાં હતો અને રાજ્યનો લોભી હતો, એટલે વાત ફૂટતાં વાર લાગે તેમ ન હતું. છતાં એ બધાંય જોખમની કિંમત માત્ર એક સ્મિતમાં જ કાઢી નાંખીને, શ્રી ઉદાયને સૂચવી દીધું કે ‘એમ જ થશે. ઉદાયન જીવતાં કુમારપાળનો વાળ સરખોય વાંકો નહિ થાય !' પોતે કુમારપાળને સાચવ્યા છે. આ ક્યારે બને ? મંત્રીમુદ્રા કરતાં ધર્મમુદ્રા વધારે વહાલી હોય તો ને ? અરે, જીવન કરતાંય ધર્મ વધારે વહાલો હોય તો જ ને ? 775 જ્યારે હેમચંદ્રસૂરીશ્વરજી બાળક તરીકે એમને ત્યાં આવ્યા અને સૂરીશ્વરના સંસારી બાપ એમને ત્યાં લેવા આવ્યા, ત્યારે તે મંત્રીશ્વરે શું કર્યું છે ? એની ખૂબ મહેમાનગતિ કરી છે. પોતાને ઘેર લઈ જઈ, પાટલે બેસાડી, જમાડી, બધી રીતે સન્માન કર્યું છે. આટલા પછી એની પાસે ત્રણ લાખ સોનૈયાની ભેટપૂર્વક માગણી કરી કે ‘તમારા ચાંગદેવનું પ્રભુશાસનમાં સમર્પણ કરો !' મંત્રીશ્વર ઉદાયન જેવા આવે પ્રસંગે ત્રણ લાખ સોનૈયા આપવા તૈયાર થયા, એ કઈ ભાવના ? ચાંગદેવના બાપ કહે છે કે ‘મંત્રીશ્વર ! મારે આ ન જોઈએ, બાકી માનો કે આ પુત્ર આપનો જ છે.' ઉત્તરમાં શ્રી ઉદાયન મંત્રી સમજાવે છે કે ‘માંકડા જેવો બનાવવો હોય તો મને સોંપો અને જગદ્ગુરુ બનાવવો હોય તો શાસનને સોંપો. મારા છોકરાનું સ્થાન સારું ન માનો. એમાં તો ગુલામી ભરી પડી છે : ત્યાં જશે તો જગત એનાં ચરણોની સેવા કરશે.' આવા ઉત્તરથી ચાંગદેવના પિતાએ વિચાર્યુ કે ‘મંત્રીશ્વર જે સ્થાનને આવું પવિત્ર માને ત્યાં સોંપવામાં વાંધો શો ?' તરત સોંપ્યો : સોનૈયા ત્યાં જ રહ્યા : પાઈ પણ ન લીધી : મિથ્યાદૃષ્ટિ હતો છતાં એમાં અહોભાગ્ય માન્યું ! આવા મંત્રીશ્વરો સંસારમાં રહ્યા હોય તો પણ કર્મોદયે કહેવાય, હૃદયના રંગથી એ રહ્યા એમ ન મનાય. મંત્રીમુદ્રાની એમને પરવા જ નહિ. કુટુંબ પણ માત્ર ચાહડને છોડીને એવું ! ચાહડે ઉત્પાત ઘણો મચાવ્યો, પણ મંત્રીશ્વરે કુમારપાળનો પત્તો ન લાગવા દીધો. ધર્મરક્ષા આમ થાય. ‘શું થશે' એમ થાય તો ? ૩૫ જે ધર્મમાં પોલો હોય તે સ્વામીનું શું ઉકાળે ? જે ધર્મરક્ષામાં પ્રવીણ હોય, તે જ સ્વામીની રક્ષામાં પ્રવીણ હોય, આજના સુધરેલા સેવકો તો સ્વામીને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ આગળ ધરે : એ સમજે કે ‘આપણે તો પચાસ રૂપિયાના ગ્રાહક !' દુનિયાના પદાર્થના પ્રેમીથી આ બધાં ધૂનન થાય ? મુઠ્ઠીનું ન વર્ષે તે હૈયાનું વર્ષે ? દુષ્ટ ભાવનાવાળા રાગાંધો નાચે છે તેમાં નવાઈ જેવું શું છે ? ધર્મીઓ પણ ધર્મનાં કૃત્યો વખતેય જો બહારની ચીજના ત્યાગમાં વિલંબ કે સંકોચ કરે, તો આંતરશત્રુથી પીડાતા રાગાંધો નાચે કે કૂદે અને તોફાન કરે તેમાં નવાઈ શી ? બાહ્ય વસ્તુ છૂટે તો અંદરની છૂટે. પૂર્વના જે જે મહાપુરુષો પ્રભાવના કરી ગયા તે શાથી ? પ્રભુમાર્ગમાં સર્વસ્વ સમર્પીને ! એ સમજતા જ હતા કે ‘આ બધું તો માત્ર કર્મજન્ય છે : એ આત્માનું નથી : એના ત્યાગમાં જ આત્માનું કલ્યાણ !' અને માટે જ એ પ્રભાવના કરી શક્યા. બાહ્ય ચીજો ખાતર જ આજ તો આત્મધર્મને કલંક લાગી રહ્યું છે. માટે તો અનંતજ્ઞાનીએ કહ્યું કે બધાં ધૂનનની ભાવનાવાળાઓએ પહેલાં બાહ્ય સંયોગોને ખોટા માનીને છોડતાં શીખવું જોઈએ. પ્રભુની આજ્ઞાની આડે જે જે આવે તે તે ન જોઈએ : પછી ભલે તે લક્ષ્મી હોય, મા, બાપ, ભાઈ, સ્ત્રી, પુત્ર કે ગમે તે હોય, પણ એ છોડવાનું ! આ ક્યારે થશે ? કર્મ અને આત્માનો ભેદ બરાબર સમજાશે ને હૈયે જયશે ત્યારેને ? માન્યું કે કદાચ અમલ ન થાય, પણ ૨ક્ષણ સમયના પ્રસંગે પણ સર્વસ્વ સમર્પવાની ભાવના હોય તોય સમ્યક્ત્વ નિર્મળ થાય અને એ નિર્મળ સમ્યક્ત્વના યોગે આત્મા ધર્મને જરા પણ આઘાત ન પહોંચવા દે. શરીર માટે, લક્ષ્મી માટે, પેઢી માટે અથવા સંસારમાં તમે માનેલી તમારી વસ્તુની રક્ષા માટે જેટલા વિચાર અને પ્રયત્નો કરો છો, તેટલા જ માત્ર પણ જો અહીં કરો તો ધર્મ આજે દીપ્તિમાન થાય : આજે શાસન ઝળકે. સત્ય કોને કહેવાય ? 776 સભા : ધર્મમાં છેતરપિંડી થાય ? જેમ કુમારપાળને બચાવવા સિદ્ધરાજને છેતર્યો અગર દીક્ષાપ્રસંગે બને છે તેમ ? - આવા પ્રશ્નો સામા પક્ષથી થાય છે. આ પ્રશ્ન બહુ જ ગંભીરતાથી વિચારવો પડે તેમ છે, નહિતર એનો અનર્થ થઈ જવાનો પૂરો સંભવ રહે છે. કેટલીક વાર અમુક બાબતોમાં એમ જાણતા હોઈએ કે અમુક થાય, છતાં પણ એની સીધી ‘હા’ ન પાડી દેવાય. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા વિદ્વર્ય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ધર્મબિંદુમાં લખે છે કે ઉભયનું હિત હોય તો ધર્મમાં થયેલી માયા એ અમાયા છે. બિલાડીએ ઉંદર પકડ્યો, હવે ઉંદર એ બિલાડીનું ભક્ષ્ય છે, માટે ન છોડાવાય એવો પણ મત છે ને ? સભા : ભક્ષ્ય કહ્યું કોણે ? Page #51 -------------------------------------------------------------------------- ________________ o – – ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૩૭ ' અરે, માનવા ખાતર માનો કે ભક્ષ્ય ભલે હોય, પણ શાસ્ત્ર કહે છે કે ઉદર જીવતો હોય ત્યાં સુધી ઉંદરની મરજી વિના એને પકડવાનો બિલાડીને હક્ક શો છે ? સામાના જીવન ઉપર તરાપ કયા હક્કે મારે છે ? સમ્યગ્દષ્ટિ આત્મા ઉંદરને છોડાવે તે બેયના હિતની ભાવનાએ - ઉદરના પ્રાણ બચે અને બિલાડી પાપથી બચે ! એકને પણ દુઃખી કરવાની એની ભાવના નથી. જે વસ્તુ ઉભયને હિતકર છે, જે વપરની હિતકર છે, તે દેખાવમાં અયોગ્ય હોય તો પણ તે વસ્તુતઃ સારી છે. બચ્ચે અજ્ઞાનથી સર્પ પકડવા જતું હોય અગર અગ્નિમાં હાથ ઘાલવા જતું હોય, તે વખતે મા એવી જોરથી કારમી રાડ પાડે કે બચ્ચે ગભરાઈ જાય, હેબતાઈ જાય, થંભી જાય. આથી માને નિર્દય કહેવાય ? વખતે ભયના માર્યા બચ્ચાના પ્રાણ પણ નીકળી જાય, તો પણ એ મા ઘાતકની કોટિમાં જઈ શકતી નથી. એની એ ઉગ્રતા કષાયના ઘરની નહોતી, પણ પુત્રપ્રેમના ઘરની હતી. તેમ કલ્યાણ કરવામાં જ રત મહાપુરુષો ઉપર ધર્મના નામે છેતરપિંડી કે કપટ કરતા હતા એવો આરોપ કરી શકાય તેમ નથી. ધર્મી ધર્મ માટે પણ અનીતિ, અન્યાય, પ્રપંચ કરે જ નહિ. ધર્મી એટલું કરે કે આ વ્યક્તિ આ શબ્દોથી ન સમજે તો બીજા શબ્દોથી સમજાવે : સીધું ન માને તો બીજી રીતે કહે. એવી રીતે કહે કે પેલો સમજે. જેવો વિદ્યાર્થી તેવો શિક્ષકનો અભ્યાસક્રમ. એક વિદ્યાર્થીને શબ્દથી દાખલો શીખવાડે બીજા માટે પા કલાક લે : ત્રીજા માટે પાટિયું વાપરે : ચોથા માટે સોટી પણ લે ! સોટી વિના પેલા ધ્યાન આપે નહિ તો કસોટી પણ લેવી પડે. પેલાને ઘડી ઘડી કહે કે પાટિયા સામે જો.” ન જુએ તો સોટી મારે. એવા પણ નઠોર વિદ્યાર્થી હોય કે સોટીને પણ ન માને, તો બે કલાક બહાર ઊભા રાખે : એમ છતાં ન માને તો એના બાપને ચિઠ્ઠી લખી મોકલે : છતાં ન સુધરે તો નિશાળમાંથી ડિસમિસ પણ કરે. શિક્ષક એ જ પણ બધા માટે આવી જુદી જુદી કાર્યવાહી કરે. ઇશારાથી સમજે તેને ઇશારાથી સમજાવે, ઠપકાને યોગ્યને ઠપકો આપે અને સોટીને લાયક હોય તેને સોટી પણ મારે. શા માટે ? વિદ્યાર્થીના હિત માટે ! ત્યાં શિક્ષકનો ગુનો નથી. કોઈ આ શિક્ષકને પક્ષપાતી કહે તો ? એકને અક્ષરથી સમજાવે છે, બીજાને સોટી મારે છે, ત્રીજાને બાંકડે ઊભો રાખે છે, માટે એ શિક્ષક પક્ષપાતી છે એમ કોણ કહે ? જે અક્કલ વગરનો હોય તે જ કહે. અક્ષરમાં સમજી શકે તેવા લાયક વિદ્યાર્થીને નિષ્કારણ સજા કરે કે ડિસમિસ કરે તો એને પક્ષપાતી કહેવાય, બાકી શિક્ષકની બદબોઈ કરવી હોય તે ગમે તેમ બોલે. માટે બદબોઈ કરનારાનો હેતુ તપાસો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - ite વિરોધીઓનો આજે ઘા ક્યાં છે? દર્શન પર તમારા બધામાં એ ભાસ થાય કે પૂર્વાચાર્યો પ્રપંચી હતા તો એ ફાવેને? પૂર્વોચાર્યોને તમે પૂજ્ય માનો ત્યાં સુધી કાંઈ વળે? નહિ, એ મહાપુરુષો પ્રત્યે રહેલી પૂજ્યતાની ઊલટી કરાવવાની આ કાર્યવાહી છે. દરેક સંયોગમાં સાવધ રહેવું જોઈએ કે આ તે સત્ય છે કે ઊલટી કરાવનાર છે ? કોઈ પણ પુસ્તક કે લેખ વાંચતાં પહેલાં લખનાર કોણ છે તે જુઓ ! ખાતાં પહેલાં આ ચીજ પાચક, વિરેચક કે વિકાર કરનાર છે તે જુઓ છો ને ? બચ્ચા ઉપરના ખૂબ પ્રેમથી મા દૂધને બદલે દૂધપાક તેના મોંમાં રેડે તો શું થાય ? તેમ તમે પણ લખનાર કોણ તે તપાસો અને પછી વાંચો, યોગ્ય જણાય તો વાંચો. કર્તા કોણ છે, ત્યાગી કે વિરાગી ? ઘરબારનો ત્યાગી કે ઘરબારી? દાતાર કે કૃપણ ? સંતોષી કે લૂંટારો ? ઊંધી કોટિના આદમીએ ગમે તેવું સારું લખ્યું હોય પણ વાંચવું નહિ, કારણ કે એ એની છાયા નાખ્યા વિના રહે નહિ. વેપારીને ત્યાં એક જ ભાવનાં પાટિયાં હોય, પણ ગ્રાહક સમજે કે “મારા જેવા ભોળાને દુકાનમાં લાવવા માટે આ પાટિયાં છે, બાકી તો બે રૂપિયા કહીને દોઢ કે સવાયે આપવાનો છે ” કંદોઈ તાજો માલ ગોઠવે, ગોઠવણી બહારથી એવી કરે કે રસ્તે ચાલતો લોભાય, પણ આપે પાછળથી. શાસ્ત્રકાર એવા નથી કે દેખાવ જુદો અને વસ્તુ જુદી. બીજા બધાએ તો વસ્તુથી દેખાવ જુદો કરવામાં ફાવટ માની છે ને ? શાસ્ત્રકાર કહે છે કે હિતદષ્ટિએ થતા પ્રયત્નો દેખાવમાં ખોટા દેખાતા હોય, પણ પરિણામે સારા હોય તો તે સારા ! શાસ્ત્ર સત્યની વ્યાખ્યા શી કરી? મિત, પ્રિય અને હિતવિશિષ્ટ તે સત્ય. હિત, મિત અને પ્રિય એવું સત્ય બોલવું એમ કહ્યું. મિત એટલે પ્રમાણમાં બોલવું બહુ બોલનાર મૃષાભાષી થઈ જવા સંભવ છે : ઘડી ઘડી બોલવા જોઈએ તે બોલે શું ? માટે મિત એટલે પ્રમાણમાં બોલવું. શાસ્ત્ર કહે છે કે મિત ન હોય તો પણ ચાલે, પ્રિય ન હોય તો પણ ચાલે, અરે કદાચ તેવા કારણે બાાપેક્ષયા સત્ય ન હોય તે પણ ચાલે, પણ આત્મહિતકારક તો જોઈએ જ. આત્મહિતકારક ન હોય તે ન ચાલે ! આત્મહિત એ જ સત્ય ! રોગીને પથ્ય જ રૂચવું જોઈએ, એ જ ગમવું જોઈએ. ખાવાની રુચિ કરવી તો પણ પથ્થમાં, પણ અપથ્યમાં નહિ ! અપથ્યમાં રુચિ થાય તો તે પણ ખોટી! Page #53 -------------------------------------------------------------------------- ________________ o ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53– – ૩૯ વૈદ્યની દવા ખાવી હોય અને રુચિ થાય તો મગનું પાણી, તે પણ મીઠું, મરચું અને તેલ વિનાનું પીવું પડે, એના ઉપર નિભાવવું પડે, અગર વૈદ્ય કહે તે એક ચીજ ખાઈ ચલાવવું પડે. વૈદ્ય પણ કહે કે “માગે તો આ જ આપજો, બીજું ન આપશો, ભૂખ્યો રહે તો વાંધો નહિ, બે દિવસ ભલે ભૂખ્યો રહેતો, એની મેળે ભૂખ લાગશે ત્યારે ખાશે; પણ બીજું ન આપતા : રુવે તો રોવા દેજો, જો પથારીમાંથી ઉઠાડવો હોય તો રોવા દેજો, પણ મેં કહ્યું તે જ આપજો, એના વગર બીજું કંઈ આપશો નહિ !' આત્મહિતકારી અસત્ય હોય ? એ સત્ય જ હોય. શા માટે ? કોઈ પણ પ્રાણીનો નાશ ન થાય, એને પીડા ન થાય, કોઈનું પણ બૂરું ન થાય એ ભાવના છે માટે ! બધાં વ્રતો અહિંસા વતની વાડ તુલ્ય છે. અહિંસા ન હોય તો સત્ય એ સત્ય નથી. અચૌર્ય એ અચૌર્ય નથી, બ્રા એ બ્રહ્મ નથી અને અપરિગ્રહ એ અપરિગ્રહ નથી. માછલાને ફસાવવા માટેની બગલાની શાંતિ કે સ્થિરતા એ ધર્મ ખરો ? કોઈનું ખરાબ કરવાની બુદ્ધિથી સારી વસ્તુની સેવા પણ ખોટી છે અને બીજાનું ભલું કરવા માટે કડવાશ કરાય તો પણ મીઠું ! સ્વ તથા પરને હિતકર હોય તે ધર્મ અને સ્વ તથા પરનો ઘાત કરે તે અધર્મ ! ઘણીવાર કહેવાયું છે કે હિતકારી ચીજ બાળક જાતે ન પીએ તો મા છાતી પર પગ મૂકી , મોં ફાડી, વેલણ ખોસીને પણ પાય : અંદરનો રોગ કાઢવા માટે ગમે તે રીતે પાય. અંદરથી કાપીને કાઢવા જેવા રોગ માટે બેભાન કરીને પણ કાપવાની ડૉક્ટરને છૂટ આપો છો ને ? માણસ નશાથી મૂઢ બનાવી જેને જોતાં કંપાય તેવાં હથિયાર ખોસી દેવાની છૂટ દેવાય છે ને ? દર્દ મટાડવું હોય ત્યારે વહાલામાં વહાલા દીકરાનું પેટ કાપવાની પણ સર્જનને છૂટ આપો છો કે નહિ? પેટને કાપે અને વળી એમનું માન-સન્માન કરવું પડે તથા માગે તેટલા રૂપિયા થેલીમાંથી કાઢીને આપવા પડે ! એ સર્જને તો પેટ કાપ્યું, પાટા બાંધ્યા અને હરતાફરતાને સૂતો કર્યો તોય ? હા, એને ખાવા પણ પૂછીને અપાય, અરે સંબંધીને મળવા દેવાની એ ના પાડે તો મળવા દેવાય નહિ. મળવા આવે તો દરદીને તાકાત આવ્યા બાદ, ડૉક્ટરને યોગ્ય લાગે તો અમુક મિનિટ વાત કરવા દે, નહિ તો નર્સ કે નોકર છેટેથી કહી દે કે “તમારું કામ નથી, દરદી સારો છે, તમે ચાલ્યા જાઓ !” દીકરો કોનો ? જેણે એનું પેટ કાણું એનો તો નહિ ને ? અરે, લખી પણ આપવું પડે છે કે “મરે તો બાપનો જાય! જીવે તો Page #54 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 780 જશ ડૉક્ટરને અને મને તો બાપનો જાય!- આ બધું શા માટે ? હિત માટે ત્યાં દલીલ કે તકરાર ચાલે છે ? નહિ ! માબાપને જઈને કોઈ કહે કે “વહાલામાં વહાલા છોકરાના પેટ ઉપર ચાકુ મૂકવાનો એને શો અધિકાર ?” સમજુ માબાપ તો કહી દે ‘ભાઈ ! દીકરો મારો છે, તું ફિકર ન કરતો, તારા કરતાં મને કાળજી વધારે ઘણી છે. ડૉક્ટર કંઈ એના દુશ્મન નથી !” તેમ જ્ઞાની કહે છે કે “જ્યાં સ્વ-પર હિત ત્યાં બધુંયે ધર્મરૂપ છે : સ્વપર હિત સધાતું હોય ત્યાં કાંઈ અકરણીય નથી કે અધર્મરૂપ પણ નથી જ! હેમચંદ્રાચાર્ય, ઉદાયન, કુમારપાળ આ બધાના ધર્મ ઇતિહાસમાંથી આજના વિરોધીઓ અનીતિ સાબિત તો કરે ? આજના ધર્મવિરોધી કેટલાક લોકો સારામાં સારી ચીજને ખોટા રૂપમાં મૂકે છે, કારણ કે સાચી વાત પ્રવેશે તો પોતાની લવરી નકામી થાય. એક સંયમની રક્ષા માટે શાસ્ત્ર શી શી વિધિ બતાવી છે તે વિચારો. રાજા ખૂનને ગુનો ગણે છે, પણ ખૂની જો સાબિત કરી આપે કે લેશ પણ ખૂનની બુદ્ધિ નહોતી, ખૂનની કાર્યવાહી પણ નહોતી, માત્ર મરણ થયું એ વાત સાચી, તો રાજાએ ખૂનીને છોડી મૂક્યાના દાખલા નથી સાંભળ્યા શું ? જાન ગયો – પ્રાણ ગયા એ વાત સાચી, પણ ખૂનની ભાવના કે કાર્યવાહી નહોતી એ સાબિત કરવું પડે, પ્રમાણ આપવું પડે. “મને લાગ્યું' - એમ ન ચાલે. ન્યાયાધીશ અને એના મદદનીશો માની શકે તે રૂપમાં કહેવું પડે, સાબિત કરવું પડે. તેમ જ્ઞાની કહે છે કે સ્વપરહિત જેમાં સમાયું છે તેને દુનિયા જો ખોટાના નામે સંબોધતી હોય તો પણ તે ખોટું પણ સાચું છે. જેમાં સ્વપરહિત ન હોય તે સાચું પણ ખોટું ! પચ્ચખાણ પણ શાનું અપાય છે ? જુઠું ન બોલવાનું, પણ સાચું બધું જ બોલવું એમ તો નહિ ? જેટલું સાચું તે બધુંય બોલવાનું હોય જ નહિ. બોલું તો સાચુ જ બોલું, જુઠું ન બોલું - આ નિયમ. જેમાં સ્વપર હિત તે સાચું જે સ્વ-પરઘાતક તે જુઠું! કોઈ કહે કે “નજરે ભાળ્યું છે !” તો પણ શાસ્ત્ર કહે છે “મૂંગો રહે !' પેલો વળી એમ કહે કે “પણ સાચું કહેવામાં વાંધો શો ?” શાસ્ત્ર ઉત્તરમાં કહે છે સત્યાનાશ : જોયેલું ને જાણેલું બધું બોલાય એમ નહિ, બોલવા જોણું જ Page #55 -------------------------------------------------------------------------- ________________ m - ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૪૧ બોલાય, બાકીનું ન બોલાય અને એ બોલાય તો સત્ય છતાંય અસત્ય બોલવાનું પાપ !” કેવળજ્ઞાની દેશના દેવા બેસે તે બેઠેલાના હૈયામાં રહેલી વાત જાણે કે નહિ ? અરે, આખા વિશ્વની વાત જાણે કે નહિ ? જ્ઞાની એ બધું કહે ખરા? જો કહે તો એનું પરિણામ કેવું આવે ? જ્ઞાનીનું હૈયું સાગરના મધ્યભાગ જેવું સ્થિર. ત્યાં પાણી ફરકે નહિ. એમ સજ્જન તથા જ્ઞાનના હૃદયમાં બધું સમાય. સાગરમાં વચ્ચે ગયું તે નીચે !મડદાં બહાર નીકળે : એમાં કચરો પણ ન સમાય. છતાં સાગરનો કદાચ તાગ લેવાય પણ જ્ઞાનીના હૃદયનો તાગ ન લેવાય. જ્ઞાની તો પચાવી જાણે. એનું નીકળેલું પચાવનાર થોડા. સાગરમાંથી નીકળેલાં રત્નો કેટલાની તિજોરીમાં હોય ? કોઈકની ! જ્ઞાનીની વાતો ઘણા ન માને માટે ગભરાતા ના ! છીછરા હૈયામાં એ જાય ? જેવા એ પોતે છે તેવા પૂર્વાચાર્યોને દેખે. કમળાવાળો બધું પીળું દેખે. “જેવા અમે ઉઠાઉગીર તેવા એ કેમ ન હોય?” -એમ એ કહ્યું. સભા સડો કાઢવાનો ડોળ કરે છે. સડેલા સડો કાઢશે ? એમનો સડો તમારા હૈયામાં ઠાંસવા માગે છે એમ કહો ! ડૉક્ટર પણ પોતાનો સડો કઢાવવા બીજા ડૉક્ટર પાસે જાય પણ પોતે ન કાઢે. સીધા ને સાદામાં સડો ભાળે છે શાથી ? જેવો પોતે તેવા બીજા એમ કલ્પી લીધું, માટેને ? એવાઓની યુક્તિમાં ન ફસાય તેવું સમ્યગ્દર્શન જીવતુંજાગતું રહે, એટલા માટે આપણે ઇશારા કરવા પડે છે. એમના ઉપર પણ દ્વેષ નથી. સર્વ જીવો કર્માધીન છે. એમની પણ દયા આવે કે એ પણ મિથ્યાત્વ વમીને સમ્યક્ત પામો ! એ દુર્ગતિમાં જાય તેવી આપણી ઇચ્છા નથી. બીજાઓ એવા ન બને તે માટે પ્રયત્ન હોય : બાકી એ લોકો પણ સુધરે તે જ ઇચ્છા ! એ ટોળું વધે તો ઉત્પાત મચાવે : થોડા બીજે પણ જે કલ્યાણ સાધી રહ્યા છે તે ન સાધી શકે. એમણે કરવા શું માંડ્યું છે? નાશક સાધનો ભેળાં કરવા માંડ્યાં છે અને સાધક સાધનો ખસેડવાની વાતો કરે છે. એવાં પણ ભાષણો થાય છે કે મંદિરોની કૉલેજ કરવી અને ઉપાશ્રયની પાઠશાળા (નિશાળ) કરવી. સભા સાધુઓને દેશવટો દેવો એમ પણ કહે છે ! એ તો એમ જ ઇચ્છે. એ વિના એમનું ધાર્યું ધૂળમાં મળે છે એટલે એમ જ કહેને ? અને મંદિરો સામેય એમની લાલ આંખ છે, કારણ કે ત્યાં જઈ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - ૨ વીતરાગની મૂર્તિનાં દર્શન કરતાં પણ કદાચ શ્રદ્ધા શુદ્ધ થાય એથી એ ડરે છે. એ એમને થવા દેવું નથી, એના જ આ વાંધા! દુનિયાને પાપથી ભડકાવનારી ચીજ બે - મંદિર અને ઉપાશ્રય દેવ અને ગુરુ. જ્યાં સુધી એ ચીજો વિદ્યમાન છે, ત્યાં સુધી એમના વિચારોને સ્થાન નથી, માટે એમની એ કાર્યવાહી એવી છે કે પાપથી ભડકાવનારાં સ્થાન જ ન રહે તો ફાવટ થાય. આપણે એવી કાર્યવાહી કરવી જોઈએ કે પાપથી બચાવનાર આ સ્થાનો જીવતાં અને જાગતાં રહે, ખીલતાં રહે, ઝળકતાં રહે અને વધતાં જ રહે. શાસન જયવંત છે. પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. છતાં એ એમની ઇચ્છા મુજબ કામ કરે, તો આપણે આપણી ફરજમાં વધારે દઢ થઈ કામ કરવાનું! કર્મના ધૂનન માટે બાહ્ય વસ્તુનું ધૂનન કરવું પડશે. મૂળ વસ્તુ એ. સમ્યગ્દષ્ટિએ સંપત્તિથી ભાગવું તે પહેલું ધૂનન. સૂત્રકાર, નિર્યુક્તિકાર તથા ટીકાકાર ત્રણે મહર્ષિઓ આ સમજાવી રહ્યા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ વર્તમાનની દુર્દશાનું કારણ ? 154 ભોગવતાં પણ શીખવું પડે છે! - કંગાલિયતનું મૂળ પાપાચાર! શભમાં ‘અમે' અને અશુભમાં “અરે” શીખ્યા , સજ્જન તરીકે જીવવું છે કે નહિ ? એથી જ દુર્દશા થવા પામી છે ! • ઠેર ઠેર વ્યાપેલી અવિવેકિતા ! ઊંટના અઢારે વાંકાં ! વિષયઃ અશુભોદય અને શુભોદય વખતે કરવાની વિચારણા, વર્તમાનમાં ફેલાયેલો પાપાચાર, તેને દૂર કરવા માટે સાધુની ફરજ. ભાવધૂનન વિના મોક્ષ નહિ અને રાગદ્વેષ ટાળ્યા વિના ભાવધૂનન નહિ. અશુભના ઉદયને શાંતિથી ભોગવીએ, દ્વેષ ન કરીએ તો કર્મો છૂટે ઘણાં અને બંધાય થોડાં જ. તેમજ રોઈ રોઈને ભોગવીએ, દ્વેષ કરીએ તો કર્મો થોડાં જાય અને ઘણાં બંધાય. આ મૂળ વાત સાથે આગળ વધી કેવી કાર્યવાહી કરવી કે જેથી નિર્જરા સાધી શકાય એ વાતને સમજાવવા માટે ધર્મશ્રવણમાં નડતા પ્રમાદદિ કાઠિયા આદિનું વર્ણન કર્યું છે. આજની દુર્દશાનું મૂળ પાપાચાર છે, એ વાત અનેક રીતે રોજિંદી જિંદગીમાં બનતાં દૃષ્ટાંતોનો આધાર લઈ સમજાવ્યું છે. આજના સમાજમાં વ્યાપેલી અવિવેકિતાનું નિદર્શન એઠા પાણીની વાત દ્વારા કરાવ્યું છે. મુવાક્યાતૃત • ભાવધૂનન એ મોક્ષપુરીમાં પહોંચવા માટેની સીધી સડક છે. • સંયમપાલન વિના સંપૂર્ણ ભાવધૂનન થાય જ નહિ ! • ક્ષણે ક્ષણે કર્મનો ભોગવટો ચાલુ છે, માટે કાર્યવાહી એવી કરવી જોઈએ કે જેથી નિર્જરા ઘણી થાય અને બંધ થોડો થાય અને એ બંધ જે થોડો થાય તે પણ એવો થાય, કે જે નિર્જરાની સામગ્રી ઘણી આવે. • અશુભમાં ગભરાયા અને શુભમાં સાવચેત ન રહ્યા તો નાશ ! • પૈસો હોય ત્યારે એને અસાર માની, દાન દેવાની બુદ્ધિ થાય અને દેવાય તે દાન ! • દેવગુરુ તથા આગમ તેનું કલ્યાણ કરે, કે જે પોતાની જાતને હોય તેવી માને ! • શુભાશુભના ઉદયથી પ્રાપ્ત થયેલી સ્થિતિ ભોગવતાં ન આવડે તો આત્મા કંગાળ થાય. • સાધુ શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પોતપોતાની ભૂમિકા મુજબ શ્રી જિનેશ્વરદેવની આશા પ્રમાણે વર્તે, વિરુદ્ધ ન વર્તે, એવું એક દશકો તો કરો : પછી ઉદય ન થાય તો કહેજો. • પોતામાં જ્ઞાન છે નહિ અને અનંતજ્ઞાનીની વાત માનવી નથી ! એ દશામાં સુખ આવે ક્યાંથી? Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪: વર્તમાનની દુર્દશાનું કારણ? ભોગવતાં પણ શીખવું પડે છે ! નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે અનાદિ કાળથી વળગેલ આઠે કર્મોનો નાશ કરવો તે ભાવધૂનન છે અને “સંયમનું પાલન કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આત્માએ આ ભાવધૂનન કરવું જ પડશે. અત્યાર સુધી આપણે ભૂમિકાની શુદ્ધિ કઈ રીતે થઈ શકે, એમ કરવા માટેનાં સાધનો કયાં કયાં અને એ સાધનોનો ઉપયોગ શી શી રીતે થાય, - એ બધું વિચારી ગયા. હવે આપણે સીધી સડક ઉપર આવી પહોંચ્યા છીએ. ગામમાંથી નીકળતો મુસાફર ફળિયું, ગલી, ચૌટું વગેરે વટાવે અને ગામને દરવાજે આવી ઊભો રહે તેમ આપણે પણ આ સંસારરૂપ કારાગારને છોડવા માટે ઘર શી રીતે છોડાય, માર્ગમાં નીકળ્યા બાદ માર્ગમાં નડતાં વિદ્ગો શી રીતે ટળાય, અને ચૌટે ને ચોરે ઊભેલા શત્રુઓને ફાવવા નહિ દેતાં સલામત રીતે ગામને દરવાજે શી રીતે પહોંચાય - એ વગેરે આપણે અત્યાર સુધી જોયું. હવે તો ગામને છોડવાની વાત ચાલી છે. “ભાવધૂનને' - એ મોક્ષપુરીમાં પહોંચવા માટેની સીધી સડક છે, પરંતુ એ સડક પહોંચ્યા પછી ગામના વિચારો, ગામની ચિંતા, ગામનો રાગ અને ગામના સીમાડે ગામની સ્મૃતિઓ તાજી થાય તે ટાળવાની વાત થઈ રહી છે. હવે સીધી જ સંયમની વાત આવીને ઊભી છે. લોકમાં સારભૂત બે વસ્તુ : ૧. સંયમ અને ૨. મુક્તિ : સંયમ એ સાધન અને મુક્તિ એ સાધ્ય. સંયમપાલન વિના સંપૂર્ણ ભાવધૂનન થાય જ નહિ ! અહીં નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ ‘ધૂત” શબ્દની વ્યાખ્યા કરતાં ‘ભાવધૂનનીના સ્વરૂપને સમજાવી દીધું. ધૂત એટલે જ ધૂનન ! દષ્ટાંતથી પણ આપણે જોઈ લીધું કે સામાન્ય રીતે કોરા વસ્ત્રને કચરો લાગે નહિ અને કદાચ લાગે તો પણ એવો લાગે કે જે તરત ખરી જાય : કહોને કે વાસ્તવિક રીતે એ લાગ્યો કહેવાય જ નહિ. જ્યારે ભીના વસ્ત્ર પર કચરો જલદી લાગે, ઘણો લાગે અને એને નીકળતાં-ઊખડતાં વાર પણ લાગે. ચીકાશ પર મેલ ઝટ ચોટે અને ઊખડતાં ઘણી વાર લાગે. જેમ જેમ ચીકાશ વધુ તેમ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ - 54 તેમ મેલ વધારે ચોંટે અને તેમ તેમ એને કાઢવાની કાર્યવાહી પણ વધુ કરવી પડે અને તો જ મળ ખરે. ‘ભાવધૂનન’ સહેલું નથી. યાદ રાખો કે આત્માને અનાદિથી લાગેલ કર્મમળને દૂર કરવો તેનું જ નામ ભાવધૂનન છે ! જેમ મળ વધારે હોય અને જેમ તે વધારે સમયથી લાગેલ હોય, તેમ મહેનત પણ વધારે કરવી પડે. જેમ ચીકાશ વધારે હોય તેમ મેલ વધારે ચોંટે ! આત્માની ચીકાશ તે રાગ અને દ્વેષ છે. એ ચીકાશ ન ખસે ત્યાં સુધી નવાં કર્મ આવતાં અટકે નહિ અને લાગેલાં કર્મ એકદમ સહેલાઈથી ખસે નહિ, માટે એ ચીકાશને ખસેડવી જ જોઈએ . 786 દ્રવ્યધૂનનમાં તો મેલ તથા જેના ઉપર મેલ છે તે બેય ચીજ દેખાય છે અને એના જુદાપણાનો અનુભવ થાય છે, તેમજ કયા પ્રયોગથી મેલ ખસે છે તેય જાણી શકાય છે. પણ અહીં તો આત્મા તથા કર્મ જોઈ શકાતાં નથી ! આત્મા અરૂપી છે માટે દેખાતો નથી : કર્મ રૂપી છતાં એવાં સૂક્ષ્મ છે કે જે આપણી દૃષ્ટિમાં આવી શકે તેમ નથી : આત્માનો સ્વભાવ ચૈતન્યપણાનો છે, ત્યારે પુદ્ગલનો સ્વભાવ જડપણાનો છે. એ સ્વભાવના પ્રમાણમાં ન્યૂનાધિકપણું થાય, પણ સ્વભાવ ન ફરે. સિદ્ધના જીવોના અનંત જ્ઞાનાદિ પરિપૂર્ણ વિકાસને પામ્યાં અને બીજા આત્માનાં દબાયેલાં છે : તેમાં કોઈનાં ઓછાં દબાયાં છે તો કોઈનાં વધારે, પણ ચૈતન્ય ગુણ તો બધા જ આત્માઓમાં છે. આત્માના સ્વરૂપને આવરિત કરનારાં કર્મો એવાં સૂક્ષ્મ છે કે તેને વિશિષ્ટ જ્ઞાનીઓ જ જોઈ શકે છે. ૪૫ આત્મા અરૂપી છે માટે કેવળજ્ઞાની અને કેવળદર્શી સિવાય અન્યથી જોઈ શકાતો નથી : કર્મ રૂપી છે છતાં પણ અતિ સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન વિના જોઈ શકાતાં નથી. આત્મા તથા કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ એકમેક થયેલ છે. એને લઈને તો સંસારી આત્મા પુદ્ગલના ચિહ્ન વિના ઓળખાતા પણ નથી : એકેંદ્રિય-બેઇંદ્રિયાદિથી તો ઓળખાણ અપાય છે, કારણ કે આત્માઓ પુદ્ગલમય બન્યા છે. જ્યાં સુધી પુદ્ગલમય રહે ત્યાં સુધી સંપૂર્ણ આત્મત્વ પ્રગટ ન થાય, મડદું થાય ત્યારે પણ લોકો નાડી તથા છાતી વગેરે જોઈ ખાતરી કરે છે કે હવે ચૈતન્ય નથી. ચૈતન્યની પરીક્ષા બાહ્ય ચેષ્ટાથી થાય છે ! બાહ્યના બધા સંયોગોથી વિખૂટા પડાય ત્યારે મુક્તિમાં જવાય. આ બધાં કર્મોને આત્માથી અલગ કરવા માટે કર્મોનાં બધાં કારણોને ખસેડવાં જોઈએ. જેનાથી કર્મો પોષાય, મજબૂત થાય તથા એની પરંપરા ચાલુ રહે, તે કારણો કાપવાં જોઈએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ કર્મોથી આત્માને અલગ કરવા માટે જે જે સાધનોને ખસેડવાં પડે તે પણ ભાવધૂનનમાં ગણાય. કર્મોનાં જે જે કારણો છે તે તે નિયત છે. અયોગ્ય પ્રવૃત્તિ વખતે આત્મા કર્મને જવાના માર્ગ કરતાં આવવાનો માર્ગ વધુ ખુલ્લો રાખે છે, તથા રસની અધિકતાને લઈને કર્મને મજબૂત બનાવે છે કર્મનાં દળિયાં જો રસહીન હોય, તો જ્યારે ખસવા માંડે ત્યારે ખબર પણ ન પડે : પણ તીવ્ર રસવાળાં હોય તો તે ખસતી વખતે આત્માને આકુળ-વ્યાકુળ કરે છે. અશુભ હોય તો આકુળ-વ્યાકુળ કરે ને અશુભ અનુબંધવાળાં શુભનાં તીવ્ર હોય તો ગાંડો-ઘેલો કરે : એટલે કે મૂંઝવે ! કર્મની કાર્યવાહીનો આધાર આત્માની પરિણતિ ઉપર છે. કર્મ મંદ રસવાળાં પણ હોય અને તીવ્ર રસવાળાં પણ હોય. કર્મનો બંધ તો ચાલુ જ છે. કેવળજ્ઞાનીને પણ એક પ્રકૃતિનો બંધ કાયમ છે, પણ તે કેવો ? આવે અને જાય. એ બંધ નહિ જેવો જ કહેવાય - આપણો બંધ રસમય છે માટે ચોંટે છે. ૪૭ અશુભના ઉદયને શાંતિથી ભોગવીએ તો કર્મો જાય ઘણાં અને આવે થોડાં અને જે થોડાં આવે તે પણ આત્માને ભવિષ્યમાં સારી સ્થિતિમાં મૂકે તેવાં ! રોઈ રોઈને કોઈને ભોગવાય તો જાય થોડાં અને આવે ઘણાં તથા તે પણ વ્યાધિને વધારે તેવાં ! 786 ઉત્સૂત્ર-ભાષણના પરિણામે વધારેમાં વધારે અનંત સંસાર થાય એમ શાસ્ત્રે કહ્યું છે, ત્યાં પ્રશ્ન કર્યો છે કે ‘કોઈ કર્મ એવું નથી કે જે અનંત કાળ પકડી રાખે : મોહનીય કર્મની સ્થિતિ સૌથી વધારે છે અને તે પણ ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી સાગરોપમની છે : તો અનંત સંસાર થાય શી રીતે ?' સમાધાન કર્યું છે કે ‘એ કર્મ બાંધે તેમાં એવો અનુબંધ પડે, કે જેથી એની પરંપરા અનંત કાળ સુધી ચાલુ રહે. એવી જાતના બંધાયેલા કર્મના ઉદય સમયે આત્મા એવા સંયોગોમાં મુકાય કે જૂના કર્મબંધના વિપાકને ભોગવતાં પણ તેવો જ નવો બંધ કરે, તે યાવત્ અનંત કાળ સુધી એવી જ સામગ્રીમાં મુકાય.’ કર્મની આત્મા સાથે બહુ ગાઢતા ન થવા દેવી તે કામ આપણું છે. ક્ષણે ક્ષણે કર્મનો ભોગવટો ચાલુ છે, માટે કાર્યવાહી એવી કરવી જોઈએ, કે જેથી નિર્જરા ઘણી થાય અને બંધ થોડો થાય અને એ બંધ જે થોડો થાય તે પણ એવો થાય, કે જે નિર્જરાની સામગ્રી ઘણી આપે. પુણ્યનો બંધ પણ બે પ્રકારનો છે. પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી Page #61 -------------------------------------------------------------------------- ________________ 7 – ૪ વર્તમાનની દુર્દશાનું કારણ - 54 – – ૪૭ પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય તે કામ કરે કે આત્માને કર્મક્ષયની વધુ સામગ્રીના સ્થાનમાં બેસાડે. કર્મના બંધ એવા નથી કે જે કાતરથી કાપી આઘા મુકાય. કર્મધૂનનની ભાવનાવાળાએ આ બધું જ સમજવું પડશે. શુભમાં “અમે અને અશુભમાં “અરે શીખ્યા એથી જ દુર્દશા થવા પામી છે ! શ્રી તીર્થંકરદેવોને પણ કર્મના ઉદયકાળમાં બંધનો ભોગવટો કરવો પડે, તો તમારી-અમારી શી હાલત ? ભગવાન શ્રી મહાવીરદેવને અશુભનો કેટલો ઉદય! ત્રણ લોકના તારક, જગતના પ્રાણીમાત્રનું એકાંતે ભલું જ ઇચ્છનાર એવા ભગવાનને પણ રસ્તે ચાલતો હેરાન કરી જાય. ગોવાળિયો પણ મારવા ઊઠ્યો. લુહારશાળામાં અપમંગળની બુદ્ધિએ લુહાર પણ મારવા દોડ્યો. અશુભના ઉદયે સામાની બુદ્ધિ એમને મારવાની જ થાય. આવા તીવ્ર અશુભોદયમાં પણ સાડા બાર વર્ષમાં કેવળજ્ઞાન મેળવ્યું. કારણ ? ભોગવતાં આવડ્યું. આપણને તો ભોગવતાં પણ નથી આવડતું અને બાંધતાં પણ નથી આવડતું, એમ જ કહેવાય ને ? સભા : બાંધતાં તો આવડે છે. એવું બાંધતાં નથી આવડતું, કે જે લાભમાં જ ઊતરે. ભગવાને પૂર્વના ત્રીજા ભવમાં એવો નિકાચિત બંધ કર્યો, કે જેના યોગે અનેકનું કલ્યાણ થાય અને એથી એ તારક બન્યા ત્યારે આપણે એવો બંધ બાંધીએ કે સંસર્ગમાં આવનાર માર્યો જાય, કારણ કે શુભના ઉદયમાં ગાંડા-ઘેલા બનીએ છીએ અને અશુભના ઉદયમાં હાય-હાય કરીએ છીએ. તીર્થંકરદેવને દેવતાઓ જમીન ઉપર પગ પણ ન મૂકવા દે, એક પછી એક એમ સુવર્ણકમળો ગોઠવે ! એવા શુભના ઉદયમાં પણ એ જ વીતરાગતા અને ઉપસર્ગ વખતે પણ એ જ પ્રસન્નતા ! શુભમાં “અમે' અને અને અશુભમાં “અરે નહોતું. આપણે તો શુભમાં અમે અને અશુભમાં “અરે' એ શીખ્યા છીએ ને ? પણ અશુભમાં આનંદ અને શભમાં સાવચેતી રાખવાની કળા શીખવી જોઈશે ! અશુભમાં ગભરાયા અને શુભમાં સાવચેત ન રહ્યા તો નાશ ! પુણ્યના ઉદયે બંગલા-બગીચા મળે, પણ તેમાં ફસાવું એ ભયંકર છે. જેટલી ફસામણ તેટલો નાશ ! એને સાચવવા ધર્મ વીસરે તેને સાવચેત કહેવાય ? પોઝીશન, સાહ્યબી વગેરે સાચવવા ધર્મને વીસરી જાય, ધર્મનું ચિંતવન પણ ન થાય, ધર્મનો ખ્યાલ Page #62 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પણ ન આવે, સાચા ખોટાનો વિવેક પણ ન રહે, સાચાની જિજ્ઞાસા પણ ન થાય, તો એને ગાફેલ કહેવાય કે સાવચેત ? શુભોદય વખતે દેવ, ગુરુ, ધર્મ નથી સૂઝતા, પણ પુણ્યનાં પૂર ઓસ૨શે ત્યારે ખબર પડશે. પછી ‘ઓ ભગવાન’ કહેવા માત્રથી નહિ છુટાય : કારણ કે ભગવાને તો કહ્યું હતું કે પુણ્યનાં પૂર વખતે મૂંઝાતા ના. પુણ્યના પૂર વખતે ભગવાનને સંભારો નહિ અને ઓસરે તે વખતે સંભારો તો સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ પણ પાસે ઊભા હોય તો પણ શું કરે ? ધર્મશ્રદ્ધાવિહીન પાખંડીઓને માટે પ્રભુની દેશના પણ નિષ્ફળ થતી. ભગવાનની દેશનામાં એ પણ આવતા, સાંભળતા, બધાની સાથે માથું પણ ડોલાવતા, પરંતુ બહાર જઈને કહેતા કે ગપ્પાં મારે છે ! સૂર્ય આખી દુનિયામાં પ્રકાશ કરે, ત્યારે ઘુવડને અંધકાર થાય : એની આંખ જ એવી ત્યાં સૂર્ય કરે શુ ? ૪૮ શુભનો પણ જો બંધ બાંધતાં ન આવડે તો એ બંધનો ઉદય એવો થાય કે તે વખતે સત્ય ન રુચે. થોડો-ઘણો ખ્યાલ આવે તે પણ થપ્પડ વાગે ત્યારે ! પૈસા હોય ત્યાં સુધી દે નહિ : ગયા પછી થાય કે ભોગવ્યું પણ નહિ અને નામના પણ ન થઈ ! વસ્તુતઃ પછી પણ દાનબુદ્ધિ નથી થતી, પરંતુ નામના પણ ન થઈ એમ થાય છે. પૈસા હોય ત્યારે એને અસાર માની, દાન દેવાની બુદ્ધિ થાય અને દેવાય તે દાન ! આજે તો એ દશા છે કે પોતાને દાન ન કરવું હોય તો બચાવમાં સામાને કલંકિત બનાવે ! પોતે ભલે કૃપણ હોય પણ દાતારના દોષ કાઢે, સ્થળની ખામી બતાવે, ખાતામાં વાંધા કાઢે, પણ ‘આપવું નથી’-એમ ન કહે ! મોઢે તો કહે કે આપવું તો છે પણ...જાણનારાઓ કહે છે કે તારા ‘પણ’ને અમે જાણીએ છીએ ! સાચો દાતાર તો તે કે આંગણે અયોગ્ય પણ માગવા આવે અને પોતાને દેવું યોગ્ય લાગે તો આપતાં પહેલાં કાંઈ ન કહે, પણ આપ્યા પછી યોગ્ય રીતે બધું કહે : અને તો પેલો ફરજિયાતપણે સાંભળે, પણ ઉદારતા હોય તોને ! પણ જ્યાં મૂળમાં જ મીંડું હોય ત્યાં શું થાય ? લક્ષ્મી મેળવવી અને ભેગી કરવી, તથા સાચવવી એ જ એક હેતુ હોય ત્યાં શો ઉપાય ? શુભ કર્મ પણ એવી રીતનું બાંધ્યું છે કે જેથી તેનો સદુપયોગ ન થાય, પણ ઊલટો પુણ્યખાતાને, દાતારોને અને ઉપદેશકોને નિંદે ! આ પણ કાઠિયો છે. 788 ઊંટનાં અઢારે વાંકાં ! ધર્મશ્રવણ દુર્લભ કહ્યું તેમાં આ બધા કાઠિયા છે. આળસ કાઠિયો છે, તેમ કૃપણતા, મોહ, લોભ, માન વગેરે બધા કાઠિયા છે. ધર્મશ્રવણમાં વાત બધું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ - 54 છોડવાની આવે, માટે સાંભળવા જ ન જવું, આ ભાવના તે પણ કાઠિયો. એ ધર્મશ્રવણ ક૨વા જવા જ ન દે. દુનિયામાં જ્યાં જાઓ ત્યાં સામાન્ય રીતે બેસવા ગાદી-તકિયો-ખુરશી મળે, પણ નીચે બેસાડીને ચૂંટી ખણનાર તો અહીં છે. અહીં તો એક જ વાતને ? ‘આવીને નીચે બેસો, શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા અનુસાર જે કાંઈ કહીએ તે સાંભળો, સહન કરો અને બને તેટલા પ્રમાણમાં વિષયની સામગ્રીને મૂકો !' માટે જ આ કેટલાકને કઠિન લાગે છે ને ? ‘ટી’પાર્ટીમાં જવું કઠિન લાગે છે ? નહિ, કારણ કે ત્યાં તો ખુરશી, ટેબલ, માનપાન, ગળામાં ફૂલના હાર અને હાથમાં કલગી મળે ! કમી છે કંઈ ? ત્યાં જવામાં એમને હ૨કત પણ શી ? અહીં તો પોઝીશનને આઘી મૂકવી પડે, કારણ કે અહીં તમને શેઠ માને કોણ ? વધુમાં અહીં તો મમતાને મૂકવાની જ વાત આવવાની. ઘણા એમ કહે છે કે ‘શું જાય ત્યાં, બોલાવે નહિ, ચલાવે નહિ, માનપાન નહિ અને એક ત્યાગની જ વાત કર્યા કરે.’ ખરેખર, આ રીતનું માન એ ભયંકર કાઠિયો છે. એ માન આત્માને આગળ વધવા જ ન દે. અહીં કદી આવે તો પણ માન સાથે જ આવે. 789 શાસ્ત્ર કહે છે કે મોહે પોતાના દૂતોને ધર્મનગરમાં પણ ઘુસાડ્યા છે : માનને તથા બીજા કાઠિયાઓને મોહરાજાનું ફરમાન છે કે તારે આત્માની સાથે રહેવું, અવસરે તેને આધીન પણ થવું અને અવસરે ચાવી પણ ફે૨વવી : એથી અહીં આવે તોય માન વગેરે તો સાથે હોય જ. સાધુ જરા ઉગ્ર જેવા થઈને કંઈક હિતકર કહે, તો પણ પેલો માન ચાવી ફેરવે. ‘જોયું ! સાધુથી આવું બોલાય ?' અરે ગાંડા ! દુનિયામાં ગ્રાહકના, પત્નીના તથા છોકરાના કેવા કેવા શબ્દો સાંભળવા પડે છે તે વિચાર્યું ? એના જેવું ઉપાશ્રયમાં સાંભળવું પડે છે ? સાધુ તમને બહુ બહુ તો લોભી કહે, આસક્ત કહે, દુર્ગુણ છોડી સદ્ગુણી બનવા કહે, કહી કહીને કહે શું ? ગ્રાહકો તો કંઈ એવા કે આવે કે ‘લુચ્ચા’ વગેરે વગેરે પણ કહી દે ! ૪૯ સભા : સાધુથી ન કહેવાય એમ કહે છે. સાધુથી ગાળ ન દેવાય પણ ખામી તો કહેવાયને ? ‘કાણિયા ! અહીં આવ’ – એમ ન કહેવાય, પણ સુધારવા માટે એક આંખમાં રહેલી ખામી તો બતાવાયને ? પાપનો ઉદય છે કે આ આંખે જોઈ શકતો નથી, એમ તો કહેવાય ને ? મારી આંખની ખામી કોઈ જાણતું નહોતું તે સાધુએ જણાવી કેમ ?’- આ વાંધો ! પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪– – 70 એને ક્યાંથી ખબર હોય કે એ માને છે તેવી દુનિયા આંધળી નથી. બાકી સાધુ તો કહી શકે કે “ભાઈ ! મેં એટલા માટે ખામી જણાવી કે, રસ્તે ચાલનાર પણ તારો હાથ પકડે. લોક જાણતા ન હોય ત્યાં સુધી હાથ ન પકડે, હવે તો તારો બચાવ થયો. તું હતો તો કાણો પણ જીવરામ ભટ્ટ જેવી તારી હાલત હતી : માટે તાર કોઈ બચાવ કરતું નહોતું અને તું ટિચાતો હતો અને હવે તો રસ્તે જનારને પણ તારી કાળજી રહેવાની ! જીવરામ ભટ્ટ રતાંધળો હતો. રતાંધળો એટલે રાત્રે દેખે નહિ, પણ પોતે નથી દેખતો' - એમ કહેવું એને ભારે પડતું અને એથી “નથી દેખતો' - એમ કહેવાથી મળતા લાભ એ ન ઉઠાવી શક્યો તથા દેખું છું.' - એમ કહેવામાં પડતી બધી તકલીફો વેઠી. આખરે વાત તો પ્રગટ થઈ, પણ પોતે કબૂલ ન કરી. આવી વાત ઘરની સ્ત્રી કંઈ જાણ્યા વગર રહે ? દેખું છું' - એમ કહે, પણ ચાલતાં ખબર તો પડેને ! હાથ આમતેમ ફાંફાં મારે ત્યારે કોઈ પૂછે તો કહે કે “સહેજ એ તો!” “પગ આમ કેમ પડે છે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં કહે કે “ઇરાદાપૂર્વક'. આખરે ઘરની સ્ત્રીએ બધાને કહ્યું કે છોડોને પંચાત, એ નહિ માને. આ રીતે મિથ્યાભિમાની આત્માઓને પોતાની જે સ્થિતિ હોય તે કોઈ બતાવે તે નથી ગમતું ! એ પણ ભયંકર કાઠિયો છે. ધર્મશ્રવણમાં એ પણ મોટા અંતરાય કરે છે. ઇર્ષ્યા કે શત્રુતાથી ગાળ દેવી અને સુધરે તો તેનું કલ્યાણ થાય એવી હિતબુદ્ધિથી જ ખામી સૂચવવી, એ બેને સરખાં કહેવાય ? દેવાળું કાઢવાની અણી વખતે કોઈ સ્નેહી આવીને કહે કે આબરૂને કલંકિત ન કર, જાત વેચ પણ પાઘડી ન ફેરવ, લેણદારોને કહે કે “આપીશ જરા ધીરજ ધરો' પણ નહિ આપું” એમ ન કહે ! શિખામણ દેવા આવનાર આવા સ્નેહીને “એ ગાળો દેવા આવ્યો છે કે ખરાબ કરવા આવ્યો છે' - એમ કહેવાય ? દેવાળું કાઢવાનું જેણે નક્કી જ કર્યું હોય તે એમ જ કહેને ? પોતાનું રક્ષણ કે નાશ શામાં છે તે નથી દેખાતું એનું જ આ પરિણામ છે. મુદ્દો એ છે કે આત્મા સાથે લાગેલાં શુભ તથા અશુભ બેય કર્મોનું ધૂનન કરવાનું છે. બેય કઢાય ત્યારે જ મુક્તિ મળે. જો શુભમાં રાઆ તો અશુભ આવીને ઊભું રહેશે. બહારની વસ્તુથી આત્માને જેટલો નિર્લેપ બનાવાય તેટલી ધૂનનમાં સરળતા. બેઠાં બેઠાં, ખાતાંપીતાં, રંગરાગ કરતાં કરતાં, કર્મમળથી રહિત થવાય, - એ સ્વપ્ન પણ ન માનતા. કર્મને પોષનારાં, મજબૂત કરનારા Page #65 -------------------------------------------------------------------------- ________________ mn - - ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ - 54 - -- ૫૧ અને કર્મની પરંપરાને વધારનારાં સાધનોથી આત્માને અલગ કરવો જોઈએ. શ્રી તીર્થંકરદેવ આદિ પુણ્યપુરુષોએ શુભને પણ ભોગવ્યાં, અશુભને પણ ભોગવ્યાં, બેયને ભોગવી જાણ્યાં, એકેમાં જરા પણ ન મૂંઝાયા અને બેયમાં એક જ સ્થિતિ રાખી, ત્યારે ઘણુંખરું આપણી હાલત તો બેયમાં કફોડી, એ હદની વાત તો દૂર રહી, પણ પાંચમા આરામાં, હૂંડાવસર્પિણી કાળમાં, વીસમી સદીમાં સધાય તેટલું તો સાધવુંને ? કર્મબંધથી આત્મા ખસે તેવી પ્રવૃત્તિ ન કરવી, એમ તો વીસમી સદી નથી કહેતીને ? સભા એમ જ કહે તો ! પંચાત ઓછી. આત્માને જ ન માને ત્યાં પંચાત શી? આપણે જે વાતાવરણ ફેલાવવું છે એનાથી વિપરીત વાતાવરણ કેટલાય ગણું ચાલી રહ્યું છે. અહીંનું વાતાવરણ તો દોઢ-બે કલાક અને તેમાંય પણ તમે કંઈ ઓછા જ બધું યાદ રાખો? યાદ રહે એટલું સાંભળો પણ નહિ, ઘેર હાજરી ભરી પરસ્પર લેવડદેવડ કરો નહિ, ને મિત્ર સાથે કે બજારમાં એ વાત યાદ પણ કરો નહિ ! જ્યારે સામે તો ઘેર, બજારમાં, બધે એ હવા ચાલુ. સુસંસ્કાર બુઠ્ઠા થવા માંડ્યા છે માટે જ સત્ય હાથમાં નથી આવતું. શુભ, અશુભ, પુણ્ય, પાપ, પુણ્યપાપનાં સાધનો વગેરેને જાણવાની ઇચ્છા સરખી થતી નથી, ત્યાં શું થાય ? માનપાનમાં તેમજ અપમાનમાં બેય વખતે હાલત કફોડી છે. માનમાં ફૂલી જવાય, અપમાનમાં તાકાત હોય તો મારામારી કરાય અને તાકાત ન હોય તો બળી મરાય ! કોઈ સારું કહે કે ખોટું કહે, - બેયમાં ખરાબ દશા ! પૈસા મળે તોયે હાલત કફોડી અને ન મળે તો પણ હાલત કફોડી ! દાન દેવાય તોય હાલત કફોડી અને ન દેવાય તોય કફોડી દેવાય તો કહી કહીને જીભ સુકાઈ જાય અને ન દેવું હોય તો કંઈ ઊઠાં ભણાવાય. ઊંટના અઢારે વાંકાં, એક પણ અંગ સીધું નહિ. કંગાલિયતનું મૂળ પાપાચાર! આથી જ કહું છું કે તમે ઊંધાને સીધું ન માની લેતા. વાંકા કાર્યને સીધું કહેવાથી કહેનારને મૃષાનો દોષ લાગે અને સાંભળનારનું ભંડુ થાય. હિત ન થાય તો તો ધૂળ નાખી, પણ ઊલટું અહિત થાય. જે સ્થિતિ પોતાની છે તે કબૂલ ન કરાય અને જોઈ પણ ન શકાય, તો ઉપકારીઓ કહે છે કે કલ્યાણ કોઈ કાળે થઈ શકતું નથી. દેવગુરુ તથા આગમ તેનું કલ્યાણ કરે, કે જે પોતાની જાતને હોય તેવી માને ! Page #66 -------------------------------------------------------------------------- ________________ પર - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 72 શ્રી તીર્થંકરદેવ અનંત શક્તિના ધણી છે, છતાં છેલ્લી વખતે ઇંદ્ર ક્ષણવાર આયુષ્ય વધારવાનું કહ્યું ત્યારે ભગવાને ના કહી, કહ્યું કે “આયુષ્ય વધારવા તીર્થકરો પણ સમર્થ નથી.' - આમ કહેવામાં શરમ ન આવી. “અનંત શક્તિના સ્વામી શ્રી તીર્થંકરદેવમાં પણ શક્તિ તો નહિને ?' - આમ ઇંદ્રને શંકા આવશે તો ?, - એમ ભગવાને ન વિચાર્યું. વસ્તુ હોય તેવી કહેવામાં વાંધો શો ? એ અનંત શક્તિનો ઉપયોગ થતો હોય ત્યાં થાય, બધે ન થાય. જગતનો નાશ કરે તેટલું બળ તો છે, પણ કોઈ પૂછે કે “એ બળની ખાતરી શી ?' એવો પ્રશ્ન કરનારને ભગવાન એ બળ બતાવવાની તૈયારી ન કરે. સમ્યગ્દષ્ટિ ઇંદ્રોમાં બળ કેટલું? વાયકુમારના ઇંદ્ર એક ફૂંકમાં કંઈનું કંઈ કરી વાળે એક ફૂંક મારે તો કંઈનું કંઈ કરી શકે, પણ એવી ફૂક એ મારે જ નહિ. શાથી? ઇંદ્ર છે માટે. ઇંદ્ર છે માટે કેમ ન મારે ? એ સમજે છે કે બળનો પ્રયોગ હાનિમાં થાય. એવો ઉપયોગ કરનારમાં બહાદુરી પણ નથી જ. પુણ્યશાળીનું બળ પાપીમાં આવે જ નહિ. આજ ને આજ કોઈને સાફ કરવા ઇચ્છે, પણ પોતાના અંગની જ એટલી કાળજી હોય કે એ કરી જ ન શકે. જો પાપીમાં એવું બળ આવે તો દુનિયામાં એક પણ આદમી સારો રહી શકે ખરો? શુભાશુભના ઉદયથી પ્રાપ્ત થયેલી સ્થિતિ ભોગવતાં ન આવડે તો આત્મા કંગાળ થાય. એ કંગાલિયત મટાડવા માટે જ ધૂનન કરવાનું. આજના લોકો કહે છે કે “દુનિયા બેકાર થઈ ગઈ, દુઃખી થઈ ગઈ : તમે સાધુઓ ધરમની વાતો કરો પણ અહીં તો જુઓ.' એમને પૂછીએ કે શાથી?” વધુમાં એ કહે છે કે અમેરિકામાં આટલો પૈસો અને અહીં કેમ નહિ ?” પૂછીએ કે - કારણ ? એ પણ આદમી અને તમે પણ આદમી. એને બે હાથ, બે પગ એક નાક, તમે પણ તેવા. જો કળાહુન્નરના કારણે કહેતા હો તો જર્મનીમાં હુન્નર ઘણા હતા, ત્યાંનાં મકાનોમાં પણ મોટરો ફરતી, તે છતાંય ઘણું સાફ કેમ થઈ ગયું હતું ! એવાં મકાનો પણ જોતજોતામાં પાયમાલ કેમ થઈ ગયાં હતાં? પાપી દિશામાં દશકામાં એક દહાડો એવો આવે કે બધી જ કમાણી ધૂળમાં મળી જાય, માટે વિચારીને કહો કે દુનિયાની કંગાળ અવસ્થાનું કારણ શું? જ્યાં જુઓ ત્યાં પોતાનાં જ રોદણાં શાથી ? કંગાલિયત શાથી ? આટલી ધમાલ, આટલી અનીતિ અને પ્રપંચ છતાંય, એનાં એ રોદણાં શાથી ? સભા: પાપાચાર વધ્યો એથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ 54 એ તો મારે કહેવાનું હતું તે તમે કહ્યું ! ઠીક થયું, પણ આજ તો પાપના અખતરા માટે તૈયાર થવાય છે, પણ ધર્મના અખતરા માટે તૈયાર નથી થવાતું ! પાપનો, આરંભસમારંભનો તો ઘણો અનુભવ કર્યો, તો હવે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત મરતાં સુધી પણ વર્તવું નહિ, એવી અવસ્થાનો અનુભવ કરો. પાપ વગર ન ચાલે, આરંભસમારંભ વગર ન ચાલે, - એવું માનો છો અને એવું તો કરી રહ્યા છો : પણ સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પોતપોતાની ભૂમિકા મુજબ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વર્તે, વિરુદ્ધ ન વર્તે, - એવું એક દશકો તો કરો : પછી ઉદય ન થાય તો કહેજો. સભા : એક વરસની વાત રાખો. એવી ગાંડી વાત ન કહું. બાકી અસ્થિમજ્જા પર્યંત ઘૂસેલી દુર્ભાવના એક વરસે પણ નીકળે તો ભાગ્ય ! એ વાસના કાઢવા તો નેપાળાના દસ્ત (જુલાબ) જોઈશે. દશકો પણ કેવો કે જિનાજ્ઞા એ જ પ્રમાણ. ત્યાં પણ ધ્યેય તો મુક્તિનું જ ! આ દશા આવશે ત્યારે તો પૈસા વગરના પણ સુખી જ હશે એ ખાતરીથી માનજો. સાચા માર્ગની હૈયાથી કબૂલાત જોઈએ. 793 આજે તો એ દશા છે કે પોતામાં જ્ઞાન છે નહિ અને અનંતજ્ઞાનીની વાત માનવી નથી ! એ દશામાં સુખ આવે ક્યાંથી ? શું પૈસામાં સુખ આપવાનો ગુણ છે ? એ માનતા જ ના. એ માન્યતા પણ આખા સમાજની નથી. પૈસાવાળાના સુખનો અનુભવ કરવો હોય તો છૂપી પોલીસ થઈ એમના ઉદ્ગારો એકાંતે સાંભળો : બહારથી ખબર ન પડે. બહાર તો લાલપીળા બનીને જ નીકળવાના, સો જગાએ પથારો પાથર્યો હોય, માટે બહાર તો બરાબર બતાવવું પડે : એમાં જરા ઢીલું બોલાય કે દેખાય તો આ વીસમી સદીમાં ચોથે દી પાઘડી ઊછળે, સગાંસબંધી પણ એ વખતે સતાવે, કાનમાં જરા ફૂંક આવે કે ‘કાં’ક છે, બસ તરત છાતી ઉપર આવીને બેસે કે ‘પૈસા લાવ !' પૈસા કાંઈ રોકડા પેઢીમાં ભર્યા હોય ? બધી રોકડ બેંકમાં પણ ન હોય. આડા-અવળા જ ગોઠવાયા હોય. પેલો કહે કે ‘ભાઈ, વાંધો નથી, ચોપડા વહીવટ બધું મજેનું છે' - પરંતુ સંબંધી પણ કહે કે “ના ! એ કાંઈ નહિ, મેં સાંભળ્યું છે, બસ ! પૈસા લાવ.’ ગળે પડીને પૈસા મૂકી ગયા હોય, આ ન રાખે તોય - ‘રાખવા પડશે, તમારા ઉપર વિશ્વાસ છે' - એમ કહી કહીને મૂકી ગયા હોય, તેઓ પણ અત્યારે એમ જ કહે કે ‘આપો.’ છતી મિલકતે દેવાળું કઢાવે. છતા માલે, છતી સાહ્યબીએ આવી રીતે કેટલાયનાં ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ દેવાળાં નીકળી ગયાં. દુનિયાના પ્રત્યક્ષ અનુભવ ન કબૂલો તો હું શું કરું ? વેપારી કહે કે ‘ભાઈ ! માગવા નહોતો આવ્યો, તું પરાણે મૂકી ગયો હતો, તેમજ વાંધો નથી, મારી પાસે માલ છે, પૈસા પણ છે, અમુક સમય ધીરજ ધર, વ્યાજ સાથે આપીશ.’ - તોય પેલો રોજ ચાના પ્યાલા ગટગટાવનારો ના કહે, એટલું જ નહિ પણ - ‘અબી લાવ' એમ જ કહે, બીજા સો જણને કહેતો ફરે કે - ‘ફલાણો ગયો.’ આવી રીતે છતે પૈસે કેટલાય નાદાર થયા. સજ્જન તરીકેય જીવવું છે કે નહિ ? સભા : દેવાળું પણ છે અને દૂધવાળું પણ છે. એ પણ છે. આથી જ કહું છું કે ભાગ્યવાનો ! તમે જેમાં સુખ કલ્પી રહ્યા છો તેમાં સુખ નથી. સુખની લાલસામાં સડી જઈ મનુષ્યભવ હારી ન જાઓ. સમજદાર બનો, પુણ્ય તથા પાપનો વિવેક કરો, સુખદુઃખનાં કારણોનો વિભાગ કરો, સુખદુઃખ શાથી આવે અને શાથી મળે તેનો વિવેક કરો, આત્માની સાથે આ બધું રોજ બેચાર કલાક વિચારો. ચોવીસ કલાકમાં ઊંઘવા સાતઆઠ કલાક અને ચાવવા બે-ચાર કલાક જોઈએ, તેમ બેચાર કલાક આત્માના વિચાર માટે પણ કાઢો. પરિસ્થિતિ વિચારો. તમારો આત્મા જાગે તો જ આ પ્રવેશે ! ‘ત્યાં જ સુખ' એમ એક વાત માની બેસો, ત્યાં આ વસ્તુ હાથમાં આવે પણ શી રીતે ? રોજ ઘરમાં મીટિંગ ભરી વિચારો કે ‘શાસ્ત્ર સુખ બીજે કહે છે અને આપણે બીજે કહીએ છીએ માટે નિર્ણય કરો, વિચારોની આપલે કરો.' દરિદ્રી શેઠિયો ભલે રોજ ચોપડા ન તપાસે, પણ દિવાળીને એક મહિનો બાકી રહે ત્યારે તો તે પણ તપાસેને ? તમે પણ પત્ની છોકરાં સાથે વિચારો કે ‘શ્રી જિનેશ્વરદેવ, ગુરુમહારાજ તથા આગમ સાચું સુખ બીજે બતાવે છે અને આપણે આમ માનીએ છીએ, માટે સુખ છે ક્યાં ?' આઠ દિવસ તો આમ કરો ! પણ કરો જ નહિને ! અમુક સમય પહેલાં તો શ્રાવકોને ઘેર રાસ વંચાતા અને એની પણ છાયા પડતી. આજે તો એ બધું જ ગયું. દાન, શીલ, તપ, ભાવ બધું ક્યાં ઊડી ગયું ? કયા શબ્દોમાં કહું તો તમને અસર થાય ? વેપારમાં, ખાવાપીવામાં, નાટક-ચેટક-સિનેમામાં બધે તમને ટાઇમ મળે અને ચોવીસ કલાકમાં આત્માના વિચાર માટે કલાક પણ ન મળે ? આવા ભોટ ક્યાં સુધી રહેશો ? ખરું કહું છું. રોજ નિશાળે જાય અને ન આવડે એ ઠોઠ ન કહેવાય ? મહિનાઓથી સાંભળો અને ન 794 Page #69 -------------------------------------------------------------------------- ________________ ms - ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ : - 54 - ૫૫ સમજાય તો ભોટ નહિ ? ઠોઠ કહું તો ખરાબ લાગે, બાકી ઘણાં લક્ષણ ઠોઠનાં છે. ઠોઠનાં લક્ષણ એક દિવસ ગણાવ્યાં હતાં ને ! ટાઈમસર આવવું નહિ, કાળજીપૂર્વક સાંભળવું નહિ, યાદ રાખવું નહિ, લેસન કરવું નહિ – આ બધાં લક્ષણ ઠોઠનાં. વ્યાખ્યાનનો ટાઈમ જે નિયત થયો તે કોના માટે ? સભા : ગુરુ માટે! ગુરુને ગરજ હોય તો બેસે, તમે બધા શેઠ એમ ને ? કેવા ઠંડાગાર આઇસ્કીમ ! આ ચાલે શી રીતે ? આ દશામાં ધૂનન થાય શી રીતે ? વિચારોની આપ-લે કરવા તમને એક કલાક નથી મળતો ? શ્રાવકના દીકરાને હજી તો એ શંકા છે કે રાત્રે ખાવામાં વાંધો શો ? શ્રાવકના સામાન્ય કુલાચારમાં શંકા શી ? રાત્રે ન ખાવું, અભક્ષ્યનું ભક્ષણ ન કરવું, પરસ્ત્રી સાથે વ્યવહાર ન કરવો, - આ તો બધા શ્રાવકના સામાન્ય કુલાચાર ! તેને આજના ઉચ્છંખલો હંબગ કહે છે. અને “બસ, ઇચ્છા મુજબ જ વર્તવું' - એમ ઉપરથી કહે છે. ઠેર ઠેર વ્યાપેલી અવિવેકિતા! સભા: ઇલેક્ટ્રિક થઈ એટલે રાત્રે ખાવામાં વાંધો શો? - એમ કહે છે. શાસ્ત્ર કહે છે કે સૂર્યાસ્ત પછી અનેક સંપાતિમ જીવો ઉત્પન્ન થાય છે અને તે જીવો એવા હોય છે, કે જે સૂર્યનાં કિરણો હોય ત્યારે પણ ન દેખાય, અનાજ સાથે ભળી જાય અને ખવાઈ જાય. અનંતજ્ઞાનીની જોયેલી આ વાત છે. શ્રાવકના સામાન્ય આચારો ઉપર પણ જેને પ્રતીતિ ન થાય, તેને બીજું સમજાવાય શી રીતે ? ધર્મને તથા પુણ્ય-પાપને આઘે રાખો, પણ એ શ્રાવકના સામાન્ય આચારોથી શોભા વધે કે ઘટે ? જોઈને ચાલવું, ઘાસ પર પગ ન મૂકવો, જીવ ન ચંપાઈ જાય તેમ ચાલવું, રાત્રે ન ખાવું, તામસી પ્રકૃતિ પેદા કરે તેવાં કંદાદિ ન ખાવાં, પરસ્ત્રીગમન ન કરવું, નાટક-ચેટક-સિનેમા ન જોવાં, આ બધા સામાન્ય આચારો પાળનારને સભ્ય સમાજ સજ્જન કહેશે કે દુર્જન કહેશે ? સજ્જન જ કહેશે. આ તો વ્યવહારની વાત છે ને ! કોઈ એમ કહે કે હું તો મહિનામાં પાંત્રીસ સિનેમા જોઉં છું - તો સભ્ય સમાજ તો એને પાગલ કહેશે. અને એનો કોઈ જ વિશ્વાસ નહિ રાખે. એનો પગ ઘરમાં પેઠો કે બધા કહેશે કે “સાચવજો.' વ્યસનીને ચોરી કરતાં વાર લાગે ? ખિસ્સાખર્ચા વધી તેમ ચોરી, અનીતિ, પ્રપંચ વગેરે પણ વધે જ. આજે જુઓ, ઘરના ખરચા કરતાં Page #70 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ બજારના ખરચ કેટલા છે ? ચાર કપ ચાહ, સિગારેટ, પાન, એટલે આઠ-દશ આના થાય, રૂપિયો પણ થાય. અનીતિ વિના આ બધું લાવે ક્યાંથી ? પગાર ટૂંકો હોય અને ઘેર સ્ત્રી અને ચાર છોકરાં હોય, તે કરે શું ? તમે વ્યસનો બંધ કરો અને બાળકોને એવાં બનાવો કે ઘરની બહાર ખાય કેમ ? આજે રોગ પણ એથી વધ્યા. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે, ગમે તેટલું ખાવું, પછી રોગ ન વધે ? સારી બુદ્ધિ જાય અને ખોટી બુદ્ધિ આવે ! સંતોષ ગયો, અસંતોષ આવ્યો. શાસ્ત્રની વાત પછી, પણ મનુષ્યજીવનમાં આ વ્યસનો સાધક કે બાધક ? શ્રાવકોથી ઊભા ઊભા પાણી પણ ન પીવાય. લોટેથી પવાલામાં પાણી લઈ પીવાય. લોટામાં પણ જંતુ બરાબર ન દેખાય માટે નીચે બેસી લોટેથી પવાલામાં પાણી લઈ પીએ. પવાલું લૂછી સાફ કરે. એક જ માટલીમાં જે આવે તે એક જ પવાલું બોળે એ સભ્યતા છે ? એ તો રોગ વધારે. એકની લાળ બીજાના ભોગમાં જાય. આજે કેટલા શ્રાવકને ઘેર ડોયા છે ? ડોયા એટલે પીવાના ભાજનમાં પાણી લેવાને માટલીમાંથી પાણી કાઢવાનું જુદું સાધન ! અરે, અહીં દેરાસરમાં પણ નથી. બહારથી પાન ચાવતા ચાવતા આવે અને અહીં કોગળા કરે અને એ ડોલમાં એક જ પવાલું બોળી બધા પીએ. આ ભાજન પણ કોરું કોણ કરે ? અસંખ્યાતા સંમૂર્ચ્છિમ જીવો સમયે સમયે એ લાળથી ઉત્પન્ન થાય ને મરે, તેનું પાપ કોને માથે ? બરાબર લાભ લેવો હોય તો એક નોકર વધારે રાખો. નોકા૨શી કરનાર એંઠા પાણીની શુદ્ધિ ન રાખે, એ શું કહેવાય ? પાણીની પચીસ કોઠી પાસે પચીસ નોકર અગર પચીસ આદમી વધારે રાખવામાં આવે તો શું શુદ્ધિ ન જળવાય ? પાણી લેવા આવે તેને એ જ આદમી ડોયા દ્વારા વિવેકથી આપે. આટલું ન થાય તો પ્રસંગે શ્રાવકપણું પણ વહ્યું જાય. શ્રાવકનું પ્રથમ વ્રત શું ? સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસને મારું નહિ. હવે આમાં ઉત્પન્ન ? થાય છે એ તો ખબર છે, તો સંકલ્પ થયો ને ? ઘરમાં એ ઉપયોગ નહિ અને બહાર પણ નહિ ! શ્રાવકને ત્યાં આ દશા ? એઠું થએલું પાણી બધા ભાજનમાં ભેળાય. પછી અસંખ્યાત સંમૂકિમ ઉત્પન્ન થાય અને મરે : રોજ એ બને. જરા કાળજી રાખો તો કેટલો લાભ થાય ? : ૫૭ અશુભ કાર્યવાહી ચાલુ રહે એનું પરિણામ શું આવે ? પૂર્વનાં પુણ્ય હોય તો આ ભવમાં ફાવી જાઓ, પણ પછી ? આચારો વેચ્યા માટે તો સન્મતિ ગઈ અને એ આવતીય નથી. જ્ઞાનીએ બતાવેલો એક પણ આચાર તમને દુનિયામાં 796 Page #71 -------------------------------------------------------------------------- ________________ – ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ : - 54 - ૫૭ હલકા પાડે એવો છે? તમે બધા જો આચાર બરાબર પાળો તો ઇતર દુનિયા પણ કહે કે “તમારા આચાર તો ઊંચા.” રાત્રિભોજન માટે ઇતર તમારી મશ્કરી શાથી કરે છે ? તમે ખાઓ છો તેથી. તમને રાતે ખાતા જુએ છે એથી. મારી પાસે તમે પોલ ચલાવો, પણ પેલા નજરે જુએ ત્યાં પોલ શી રીતે ચાલે ? અમુક જગ્યાએ જતાં, ત્યાં ખાતાં પણ અને પીતાં પણ રોજ તમને ભાળે, ત્યાં તમારી પોલ કેમ ચાલે ? મોઢે તમે કહો કે “અમે દોષમાં નથી પડેલા, અમે અભક્ષ્ય નથી ખાતા.' - પણ જો કોઈ ફોટો પાડનાર નીકળશે તો ભારે પડશે, માટે સાવધ થાઓ. આચારશુદ્ધિ વિના વિચારશુદ્ધિ શી રીતે આવે ? વિચારશુદ્ધિ વિના વસ્તુ પરિણામ ન પામે, એટલે ધૂનન ન થાય. દીક્ષા જે કડવી લાગે છે તે મિઠ્ઠી ને પથ્ય છે એમ બતાવવી પડશેને ! ધૂનન થાય તો બતાવાય. ધૂનન શાનું ? એક જ. વિષયની સામગ્રીનું. શ્રી જિનેશ્વરદેવના સાધુ પાસે ત્રણ જાતની દીક્ષા છે. ૧. સાધુપણાની દીક્ષા, ૨. શ્રાવકપણાની દીક્ષા અને ૩. સમ્યગ્દષ્ટિપણાની દીક્ષા. સમ્યગ્દષ્ટિ રાતે ખાય તો પણ પાપ માને. કોઈ કહે કે “કેમ ?” એ કહે કે “પામર છું, એનાથી દુર્ગતિમાં જવાય એ જાણું છું, રોજ ટોકજે, ધોલ મારવાની પણ છૂટ આપું છું.” સમ્યગ્દષ્ટિ તો મિત્રને કહે કે “બજારમાં અનીતિ કરતાં જુએ તો કાનપટ્ટી પકડજે !' આ પણ દીક્ષા છે. આ દીક્ષા લેવી છે ? આમાં તો ઓધો નથી ને ? કંઈ ન લો ત્યારે દુર્ગતિની ટિકિટ ન ફાટે તો ક્યાંની ફાટે ? કહે છે કે “સાધુઓએ સ્વર્ગ-નરકના પરવાના રાખ્યા છે. પણ હું કહું છું કે “સાધુઓ નવરા નથી પણ અયોગ્ય વર્તનાર બીજે જવાના ક્યાં ” આવી સાવચેતી આપનારા મિત્રો રાખ્યા છે ? ઘેર મીટિંગ ભરી વિચારોની આપ-લે કરવાનું આઠ દિવસ તો કરી જુઓ ! તમારે ત્યાં સુધારો થશે એટલે પાડોશીને ત્યાં પણ થશે. પછી ધૂનન પણ સહેલું થશે. આત્માને વળગેલાં કર્મનું ધૂનન કરવા માટે - વિષયની તમામ સામગ્રીના ધૂનન માટે પ્રયત્ન કરવો જોઈએ, - એમ સૂત્રકાર, નિર્યુક્તિકાર તથા ટીકાકાર ત્રણે મહારાજાઓ ફરમાવે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા : 55 • બાહ્ય ત્યાગ વિના આંતરત્યાગ સંભવિત જ છેશિક્ષણ કેવું જોઈએ ? નથી ! • સળગતી આગ જેવા સંસારમાં શાંતિ કયાંથી • ભાવ વિના પણ શુદ્ધ આલંબન પકડી રાખો મળે ? • શુદ્ધ દ્રવ્ય ભાવનાને ખેંચી લાવે : • દર્શનની દઢતા એ જ મૂળમાં સુધારો ! વિષય : દ્રવ્યક્રિયાની જરૂર. ભાવનું લક્ષ્ય અને દ્રવ્યમાં પ્રવૃતિ. દેશનાનો હેતુ. દેવ પાસે શક્તિ અચિત્ય, સામગ્રી અમાપ અને જ્ઞાન પણ ત્રણ ત્રણ છતાં એ વિષય સામગ્રી છોડી ન શકે અને માણસ છોડી શકે. માટે જ કર્મધૂનન દેવ માટે તેવું શક્ય નથી એવું માનવ માટે સહજ શક્ય છે. હૃદયનો વિરાગ સ્વયં બાહ્ય ત્યાગ કરાવે. આ વાત કરી ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ અંગે ટૂંકમાં સમજણ આપી છે. ત્યારબાદ વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક અંગે મજાની સ્પષ્ટતા કરી છે. આગળ વધી શુભ ભાવ પ્રાપ્ત કરવાના હેતુથી શુદ્ધ ક્રિયા ચાલુ રાખવાની વાત કરી સંતાનોને એનું જ શિક્ષણ આપવાની સલાહ આપી છે. છેવટે દેશનાનો હેતુ દર્શાવી સાચું સુખ ક્યાં તે સારી રીતે બતાવી વાલ્મટ મંત્રીના ઉદ્ગારો સાથે વ્યાખ્યાન સમાપ્ત કર્યું છે. મુવાક્યાતૃત • જ્યાં સુધી મુક્તિએ પહોંચાય નહિ ત્યાં સુધી પ્રવૃત્તિ તો રહેવાની જ, પણ અશુભને રોકાય તો તે શુભમાં પરિણમતી જાય. • મનુષ્ય જો ધારે તો એના ધર્મકરણને માટે મર્યાદા નથી. • નિશ્ચયનયના ગુણો પણ વ્યવહારનયના ગુણો સેવે તો પ્રગટ થાય. • શુદ્ધ દ્રવ્યનો એ ગુણ છે કે તે ભાવનાને ખેંચી લાવે છે. • શુભ ક્રિયાનો ખૂબ અભ્યાસ કરો. છેવટ કાંઈ નહિ તો જિંદગીમાં એકવાર પણ પરિણામ આવે, તો પણ ઘણું કામ થઈ જાય. ક્ષણ સુખ અને ઘડી પછી બૂમરાણ, ક્ષણમાં હસાવે અને તરત રોવડાવે, ક્ષણમાં કુદાવે અને ક્ષણમાં હઠો પાડે, આવા પદાર્થોના સંસર્ગમાં મૂખ સિવાય બીજું કોણ સુખ કહે ? • હું હોઉં કે બીજા હોય, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતું હોય તો જ સાંભળવાનું, નહિ તો ભરસભામાં “અમે આવું સંસારપોષક સાંભળવા આવ્યા નથી' એમ કહીને ઊઠી જ જવાનું. દર્શન જેટલું શિથિલ થશે, તેટલું જૈનશાસન પણ ઊથલપાથલ થશે. • શાસ્ત્રાનુસાર વર્તવાનો પ્રયાસ અને પ્રભુઆજ્ઞાનું જ કથન એ ચેતન છે, એ વિનાનું સાધુપણું કે શ્રાવકપણું મડદા જેવું છે. • દુનિયામાં અનુભવીની ગુલામી તેમ અહીં જિનાજ્ઞાની ગુલામી સુખ આપે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા : બાહ્યત્યાગ વિના આંતરત્યાગ સંભવિત જ નથી ! નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ‘ધૂત’ શબ્દનું વર્ણન કરતાં ‘ધૂનન’ કેમ કરવું તે સમજાવી રહ્યા છે. આપણે જોઈ ગયા કે દેવતા, મનુષ્ય તથા તિર્યંચો સંબંધી સધળા સાનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહી, આત્માથી ઘાતી તથા અઘાતી કર્મોને દૂર કરવાં, તેનું નામ ભાવધૂનન. આત્મા સાથે અનાદિ કાળથી લાગેલાં કર્મોને વિખૂટાં પાડવાની ક્રિયા સહેલી નથી. જે જે સાધનોથી કર્મોને પુષ્ટિ મળે, તેમ જ કમબંધને જે જે સાધનો સહાય કરે તે બધાં જ સાધનોને આઘાં કરવા સતત પ્રયાસ કરવો જોઈએ અને તો જ સંપૂર્ણ રીતે ભાવધૂનન થઈ શકે. ભાવધૂનન એટલે કર્મધૂનન અને કર્મધૂનન કરવા માટે પહેલું દ્રવ્યધૂનન કરવું જોઈએ, કેમ કે દ્રવ્યથી જ આત્માની કર્મજનક પરિણતિ પોષાય છે. જેમ જેમ દ્રવ્યધૂનન કર્મધૂનનના ઇરાદાપૂર્વક થતું જાય છે, તેમ તેમ આત્માની ગમે તેવી અશુદ્ધ પરિણતિ પણ શુદ્ધ થતી જાય છે. જ્યાં સુધી મુક્તિએ પહોંચાય નહિ ત્યાં સુધી પ્રવૃત્તિ તો રહેવાની જ, પણ અશુભને રોકાય તો તે શુભમાં પરિણમતી જાય : અને શુભમાં જ્યાં આત્મા જોડાયો, ત્યાં પરિણામે આત્માને પણ શુદ્ધ થતાં વાર નહિ લાગે. કર્મને આવવાના હેતુથી એટલે કે કર્મજનક સાધનોથી ખાત્માને વિખૂટો પાડો, એટલે એ આત્મા કર્મથી વિખૂટો પડે ! એટલા માટે પહેલું સ્વજનધૂનન કહ્યું. લોક એટલે સંસાર, તેનું મૂળ કષાય, એનું મૂળ મોહ, એનું મૂળ વિષયાભિલાષા મને એનું મૂળ વિષયસામગ્રી ! દેવોની પાસે ઓછી સામગ્રી છે ? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય : ક્યાંથી આવ્યો ને ક્યાં જશે એનું માન હોય : કેવા પુણ્યના યોગે પોતાને દેવત્વ મળ્યું અને કેવાં પાપોને યોગે ખીજા આત્માઓ દુર્ગતિમાં રખડે છે, એ પણ દેવતા જાણી શકે : તેમ જ શ્રી નીર્થંકરદેવોની દેશના એ સાંભળે : છતાં એને વિરતિનાં પરિણામ નહિ ! કારણ ? હજારો આત્માને સમૃદ્ધિ અને સત્તા છોડી ત્યાગમાં ઝૂલતા નજરે જુએ, Page #74 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 800 છતાં વિરતિનાં પરિણામ ન થાય. કારણ ? એમને વિરતિનો ઉદય ન હોય એ સાચું : પણ કદી એનું કારણ વિચાર્યું ? સ્થિતિ એ હોય છે કે એ સ્વજનધૂનન નથી કરી શકતા : વિષયસામગ્રી તો પાસેની પાસે જ હોય. ખુદ શ્રી તીર્થંકરદેવની વારંવાર દેશના સાંભળે, કેટલાય મહાપુરુષના ત્યાગને નજરે જુએ, અપૂર્વ ત્યાગીઓને ભયંકર ઉપસર્ગોની સામે અડગ ઊભેલા જૂએ, એ અભુત ત્યાગના પ્રતાપે કેટલાયને કેવલજ્ઞાન તથા મુક્તિ પ્રાપ્ત કરતાં નજરે જુએ, અરે કેટલાયના કેવલજ્ઞાન મહોત્સવ તથા દીક્ષા મહોત્સવ જાતે કરે, પણ એ છોડી ન શકે એમને વિષયસામગ્રીથી છૂટા પાડે તેવો વિરાગભાવ ન જાગે ? કારણ કે વિષયની સામગ્રી સાથે આત્મા વીંટાયેલો છે. એનાથી એ છૂટા નથી પડી શકતા. જ્યારે આપણે તો છૂટા પડી શકીએ છીએ, પણ વિષયસામગ્રીથી ઇરાદાપૂર્વક વિખૂટા પડતા નથી. આપણે તો સામગ્રી વિના રહી શકીએ તેમ છીએ, સંજોગવશ રહીએ પણ છીએ. સામગ્રીસંપન્ન હોવા છતાં ધર્મક્રિયા વખતે આપણે એ સંયોગોને અલગ કરી શકીએ છીએ, જ્યારે પેલા તો ધર્મ કરે ત્યારે પણ એ સામગ્રી તો સાથે ખરી જ. ધાર્મિક મહોત્સવાદિમાં એ મૂળરૂપે આવતા નથી. મૂળરૂપ તો ત્યાં ને ત્યાં જ ! બીજું રૂપ વિકર્વીને આવે છે. અને અહીં તો વાત એ છે કે કર્મજનક સાધનો ન ખસે ત્યાં સુધી કર્મધૂનન ન થાય. દેવતા એ સાધનોનું ધૂનન કરી શકતા નથી, માટે સંયમ ગ્રહણ કરી શકતા નથી : અરે, નવકારશીનું પચ્ચખાણ પણ કરી શકતા નથી ! હા, યાત્રા કે મહોત્સવકરણ જેવાં ધર્મકૃત્યો કરે, બાકી મનુષ્યના જેવો ધર્મ તેઓ કરી શકતા નથી. મનુષ્ય જો ધારે તો એના ધર્મકરણને માટે મર્યાદા નથી. શ્રી તીર્થંકરદેવના ઉચ્ચતમ આદર્શ સુધી પણ મનુષ્ય ધારે તો પહોંચી શકે છે. દેવતાઓ જે કાંઈ કરે તેમાં ચલચિત્તતા સ્વાભાવિક રીતે રહેલી છે. આજુબાજુ વીંટાયેલાં સાધનો અસર કર્યા વિના રહે ? જ્યારે મનુષ્ય એકાગ્ર રહી શકે છે : પોતાના આત્માને તત્ત્વરમણતામાં તન્મય કરી શકે છે ! કેટલાક મનુષ્ય આજે કહે છે કે “આંતરત્યાગ આવે તો બાહ્યત્યાગની જરૂર શી?' આ એક દાંભિક બચાવ છે. બાહ્યના ત્યાગની નબળાઈઓમાંથી જ આવો બચાવ ઊભો થાય છે. જરા વિચારો તો ખરા કે અંતરનો ત્યાગી આવું પૂછે ? હૃદયનો વિરાગી હોય તે ગમે તે બોલે ? ગમે તેમ વર્તે ? ગમે તે ખાય-પીએ ? તે દરેક વાતમાં સગવડ શોધ્યા કરે ? પોતાના માનસન્માનમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ i – – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 -- ૬૧ કળ્યો રહે ? નહિ જ, હૃદયનો વિરાગ સ્વતઃ બાહ્યનો ત્યાગ કરાવે જ. પણ એવો બચાવ કરનારાને હૈયે જ જુદું છે, ત્યાં શું થાય ? હજુ એમ કહેવાય તો ઠીક છે કે “વિરાગની ભાવના છે પણ તથા પ્રકારનું પરિણમન નથી !' બાકી આજે તો હૃદયના ત્યાગના નામે બહારના રાગને પોષવાની પ્રવૃત્તિ થાય છે ! એ અંતરના ત્યાગીથી - હૃદયના વિરાગીથી બને ? ઘણી વાર સમજાવાયું છે કે - ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ આ ત્રણે જુદાં છે. “થાય તો સારું' - આ ભાવના : “કયારે એકદમ કરું !' - આ પરિણામ તથા “કરવા માંડ્યું - તે પ્રવૃત્તિ ! ભાવના તો ઘણાને થાય. દરેક સમ્યગ્દષ્ટિને ભાવના તો ઓછી-વત્તી હોય જ : ભાવના તો ઉત્કટ પણ હોય ! પણ પરિણામ આવે ત્યારે કામ થાય. શ્રીકૃષ્ણ મહારાજે મૌન એકાદશીની આરાધના કરી ત્યાં પણ વિરતિનાં પરિણામ નહિ : માત્ર અભ્યાસરૂપ ! ભાવના તો સમ્યગ્દષ્ટિપણાને અંગે છે. સમ્યગ્દષ્ટિ આત્માને ઉત્તમ વિરતિની ભાવના બરાબર હોય. ભાવનામાંથી પરિણામ જાગે અને પ્રવૃત્તિ થાય ત્યારે વિરતિ આવી કહેવાય. સમ્યગ્દષ્ટિ આત્માને વિરતિની ભાવના તો જરૂર હોય. સંયમ આચરણીય છે, એમ તો એ માને જ : પણ એ ભાવના કહેવાય. “એકદમ લઉ' - એમ થાય ત્યારે પરિણામ કહેવાય. મોટે ભાગે દરદીને “કાંઈક ખાઉ' - એ ભાવના તો હોય, પણ એનાં પરિણામ સામાન્યતઃ કુપથ્યનાં હોય છે, પથ્યમાં પ્રાયઃ નથી હોતા. કોઈ દૂર થાય અને મળી જાય તો કુપથ્ય ખાઈ લઉં, એ પરિણામ પ્રાયઃ હોય છે. ત્યાં નજર કુપથ્ય ઉપર છે. ઔષધાદિ પથ્ય માટે સમજદાર હોય તો સમજે ખરો કે એ પથ્યના સેવનથી વ્યાધિ જાય, પણ એની કટુતાને લઈને એના પરિણામ પધ્ધસેવન માટે પ્રાયઃ નથી થતા : ઊલટું અજ્ઞાનને તો એમ થાય કે ઔષધરૂપ પથ્ય ન લેવાય તો ઠીક ! સમજદાર હોય તે એવું તો ન માને, પણ કુપથ્યમાં જેવાં થાય છે તેવાં પરિણામ એનાં અહીં થવાં મુશ્કેલ ! પરિણામ આવ્યા પછી તીવ્ર કર્યાવરણના યોગે પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ સારો લાભ થઈ જાય છે. પરિણામે નજરને ત્યાં જ ટકાવી રાખે છે. માણસને પક્ષાઘાત થઈ ગયો હોય, હાથપગ ચાલી શકે તેમ હોય નહિ, મોઢેથી બોલાય એમ પણ હોય નહિ, છતાં એક હાથ દૂર હીરો પડેલો દેખે, એટલે હૈયે તરવરાટ થાય અને એમ થાય કે ક્યારે દીકરો આવે, ઇશારો કરું Page #76 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 802 ને હીરો તિજોરીમાં પડે ! એની નજર હીરાને જ જોયા કરે મનમાં કોઈ મદદકર્તા આવે ને હીરો મળે એ જ ઝંખના રહે. આ પરિણામ ! આવી રીતે સંસારનાં બંધનોને તોડી નાખવાનાં અને સંયમને ગ્રહણ કરવાનાં પરિણામ આવવાં જોઈએ. આવાં પરિણામ આવ્યા પછી કદાચ પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ પરિણામથી લાભ છે. સંસારમાં દુનિયાના પદાર્થો લેવાનાં પરિણામ કેવાં થાય છે ? સૂત્રકાર મહર્ષિએ ફરમાવ્યું અને આપણે વિચાર્યું કે સમ્યગ્દષ્ટિ સંસારમાં બે જ પદાર્થોને સારભૂત માને : મોક્ષ અને સંયમ ! આમ છતાં એને સંયમ અને મોક્ષ બતાવવામાં આવે અને બીજી બાજુ એની પાસે ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ ને સત્તાસાહ્યબી ધરી દેવામાં આવે, તો મોટે ભાગે એનું હૃદય કઈ તરફ ઢળે ? મોટે ભાગે કહું છું હોં! સંયમ અને મોક્ષની ભાવના થાય અને પરિણામ ચક્રવર્તીનાં ! સમ્યગ્દષ્ટિ છે માટે સંયમ અને મોક્ષને સારભૂત માને છે અને ભાવના એની થાય, પરંતુ પરિણામ ત્યાં ! એવી ભાવના એ પ્રભાવ પણ સમ્યગ્દર્શનનો ! સમ્યગ્દર્શન બેઠું છે એટલે પરિણામ ત્યાં દોડે, તોય ભાવનાને ટકાવે ! સમ્યક્ત્વ ન હોય ત્યાં તો એવી ભાવના પણ નથી હોતી ત્યાં તો ભાવના પણ પૌદ્ગલિક સાધનો માટેની અને પરિણામ તેનાં જ ! માટે ભાવના સાથે પરિણામને સરખાવતાં શીખો. ભાવના તથા પરિણામ માટે ઊહાપોહ કરો. કર્મધૂનન કરવું છે એ નક્કી જ છે. એ ન થાય ત્યાં સુધી દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ ને સ્થાયી સુખ મળતું નથી એમ નક્કી જ છે. અને માટે સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે કર્મધૂનન માટેનાં દ્રવ્યધૂનનો કર્યે જ છૂટકો. મૂળ વસ્તુ કાપવા માટે તેનાં સાધન પહેલાં કાપવાં પડશે. ભાવના તથા પરિણામ જાણનાર, નિશ્ચય તરીકે વસ્તુ જાણનાર સૂત્રકાર મહર્ષિને પણ કહેવું પડ્યું છે કે વ્યવહારનય વિના નિશ્ચયની સિદ્ધિ નથી. નિશ્ચયનયની દશા વ્યવહારનયની દશા સેવ્યા વિના આવતી નથી. નિશ્ચય તો ચોથા, પાંચમા તથા છઠ્ઠા, - એ ત્રણે ગુણ ઠાણાવાળાને મિથ્યાષ્ટિ માને છે અને કહે છે. ચોથાવાળો મુગલમાં પડ્યા રહેવું તેને ખોટું જાણે છે તો પડ્યો રહે છે કેમ ? - માટે એ મિથ્યાદૃષ્ટિ ! પાંચમાવાળો પૌગલિક બધું જ ખોટું જાણે છે તો થોડું શું કામ મૂકે છે ? માટે એ પણ મિથ્યાદૃષ્ટિ અને છઠ્ઠાવાળો ભલે છોડે બધું, પણ એ છોડીને આવ્યા પછી પ્રમાદ શા માટે કરે છે ? – માટે એ પણ મિથ્યાદૃષ્ટિ ! એવી રીતે એ ત્રણે Page #77 -------------------------------------------------------------------------- ________________ eas. - ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - ૬૩ ગુણઠાણાવાળાને પણ નિશ્ચયનય તો મિથ્યાદૃષ્ટિ કહે છે. આ ત્રણ કયાં ગુણઠાણાં એ જાણો છો ? સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ ને પ્રમાદયુક્ત સર્વવિરતિનાં ! પણ ત્રિકાલદર્શી પરમ જ્ઞાની શાસ્ત્રકાર મહારાજા કહે છે કે વ્યવહારનયે કહ્યા મુજબ ચોથું, પાંચમું તથા છઠ્ઠ ગુણઠાણું સેવે તો સાતમું આવે : નહિ તો સાતમું આવે શી રીતે ? જ્ઞાની કહે છે કે નિશ્ચયનય ભલે એમ કહે, પણ વ્યવહારનય તો ચોથે પણ સમ્યકત્વ અને પાંચમે દેશવિરતિ તથા છઠ્ઠું સર્વવિરતિ માને છે. શાસન ચોથે ગુણઠાણેથી છે : એટલે કે વ્યવહારનયથી તો ચોથે, પાંચમે અને છહે ગુણસ્થાનકે પણ શાસન છે. નિશ્ચયનયના ગુણો પણ વ્યવહારનયના ગુણો સેવે તો પ્રગટ થાય. સામાન્ય રીતે જેવું નજરે જુએ તેવાં પરિણામ પ્રગટ થાય. અયોગ્ય સંસર્ગથી શુભ પરિણામ તો કોઈકને આવે અને તે પણ પૂર્વની તીવ્ર આરાધનાના યોગે, એટલે એ પણ પાછું આવ્યું તો મૂળ મુદ્દા ઉપર જ ! હૃદયના ત્યાગવાળાને બહારની ચીજોના ત્યાગની જરૂરત જ નથી – એ વાત ગેરવાજબી છે. જો બહારની વસ્તુઓના ત્યાગની જરૂરત ન હોત તો સૌથી પહેલાં આ વિષયની સામગ્રી તજવાની વાત કરવી પડત નહિ ! ખરાબ પ્રવૃત્તિમાં પડ્યા રહેવા છતાં શુભ ભાવના ને શુભ પરિણામમાં ટકાય ક્યાં સુધી ? કસાઈના લત્તામાં થઈને જતાં દયાનાં પરિણામ કેટલા દિવસ ટકે ? ભાવ વિના પણ શુદ્ધ આલંબન પકડી રાખો ! શ્રી સ્થૂલભદ્રનો દાખલો લઈને કહે છે કે “એ વેશ્યાને ત્યાં રહ્યાને !' પણ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે શ્રી સ્થૂલભદ્ર જેવા તો કોઈક જ ! આમ છતાં જોનારે વેશ્યાને ઘેર રહ્યા એ જોયું, પણ “એ ત્યાં રહ્યા કેવી રીતે ?' એ સાથે સાથે જોયું? ત્યાં રહ્યા રહ્યા પણ અખંડપણે શ્રી જિનેશ્વરદેવનાં તત્ત્વો વિચારતા. વેશ્યા ગમે તેટલું રુદન કરતી, તો પણ આ મહાત્મા એમાં વેશ્યાનો સ્વાર્થ માની અડગ રહેતા : એની આજીજી તથા એના ધમપછાડાને સ્વપરનાશક માનતા : એની લલચાવનારી તમામ કાર્યવાહી સાથે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પૃથક્કરણ કરતા; માટે બચ્યા ! ભૂલ્યા હોત તો શું થાત ? રહ્યા વેશ્યાને ત્યાં પણ સ્મરણ કોનું? ભગવાનની આજ્ઞાનું ! ફસાવાની ઇચ્છા પણ નહિ અને બચવાની ઇચ્છા તો પ્રતિપળે જીવતી ને જાગતી!એ ત્યાં કયા ઇરાદે ગયા હતા ? ગુરુએ કયા ઇરાદે Page #78 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ આજ્ઞા આપી હતી ? શ્રી સ્થૂલભદ્રજી પોતાની પૂર્વપરિચિત વેશ્યાને એક માત્ર સુધારવાના જ ઇરાદે ગયા હતા. જ્ઞાની ગીતાર્થ ગુરુએ પણ જોયું કે એવી પૂર્વપરિચયવાળી વેશ્યા પણ આનાથી સન્માર્ગે આવશે અને ભૂતકાળનાં સ્મરણોમાંનું કે વર્તમાનકાલીન એક પણ પ્રલોભન ત્યાં આ શ્રી સ્થૂલભદ્રને લલચાવી નહિ શકે માટે આજ્ઞા આપી. શ્રી સ્થૂલભદ્રજીએ આવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે પહેલાં તો, યાદ રાખો કે તેમણે જે રીતનું જોઈએ તે રીતનું દ્રવ્યધૂનન કર્યું હતું ! ૭૪ દ્રવ્યધૂનન વિના ભાવધૂનન બને નહિ : ભાવધૂનન કરવા માટે આત્માએ બહારની વિષયસામગ્રીથી પોતાને દૂર કરવો જોઈએ. એ વાતનો લેશ પણ ઇન્કાર નથી જ કે ભાવધૂનન વિના દ્રવ્યધૂનન યથારૂપે ફળે નહિ, પણ સાથે એ જરૂર માનવું જ જોઈએ કે દ્રવ્યધૂનન વિના ભાવધૂનનની સિદ્ધિ પણ નથી ! એ વાત ખરી કે આવક વિનાનો વેપાર નકામો, પણ એ વાત પણ સાથે જ છે ને કે વેપાર વિના આવક થાય ક્યાંથી ? પેઢી ખોલવી પડે, કદાચ શરૂમાં બેચાર મહિના ખોટ પણ આવે, પછી વેપાર જામે અને તેમ તેમ ઘરાકી વધે તો પછી આવક થાયને ? 804 - શાસ્ત્રકાર મહારાજા કહે છે કે કદી ધર્મક્રિયાથી વંચિત ન થાઓ ! ‘ભાવ આવશે તે દિવસે ધર્મક્રિયા કરીશું' – એમ ધાર્યું અને ભાવની જ રાહ જોઈને બેસી રહ્યા તો હારી જશો. ‘ભાવ આવશે ક્યાંથી ? આલંબન હોય તો ભાવ આવવાનો માર્ગ છે. આલંબન વિના આવે ક્યાંથી ? - એ વિચારો. શુભ ભાવ ન આવતો હોય તો પણ શુભ ભાવ આવે એ હેતુથી શુદ્ધ ક્રિયા ચાલુ રાખો. વસ્તુ શુદ્ધ હોય અને એની ક્રિયા ચાલુ હોય તો શુભ ભાવ આજે નહિ હોય તો અમુક સમય પછી પણ આવશે. શુદ્ધ દ્રવ્ય ભાવનાને ખેંચી લાવે : દ્રવ્યધૂનન ૫૨ તો ભાવધૂનનનો મોટો આધાર રહેલો છે. દ્રવ્યધૂનન ન કરે તે તો ઊલટો સંસારમાં ૨ખડે. સૂત્રકાર મહર્ષિને કહેવું પડ્યું કે દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગ સહી આત્માને કર્મથી વિખૂટો પાડે એ ભાવધૂનન ! આ ઉપસર્ગો સહેવાનો વખત ક્યારે આવે ? કોને આવે ? ઘરબારીને આવે ? જે એમાં જ રાચે છે એને વળી ઉપસર્ગ શા ? સડકે ઊભેલાને કાદવની ભીતિ હોય, પણ કાદવમાં પડેલાને હોય ? બાહ્ય સામગ્રી તજી યોગ્ય સ્થાને આત્માને લઈ જવા માટે મથનારને અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ આવે, પરંતુ બાહ્ય સામગ્રીમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ CT3 , – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - - ઉપ જ રાચામાચી રહેલા આત્માને ઉપસર્ગ આવે જ ક્યાંથી ? દુર્ભાગ્યને યોગે બાહ્યનાં પણ ફાંફાં પડે એની ના નહિ ! સભા: ભાવધૂનન સમજ્યા વિના દ્રવ્યધૂનન ફાયદો કરે કે નહિ ? ફાયદો કરે પણ જે ફાયદો થવો જોઈએ તે ન થાય, એટલે વસ્તુતઃ એ ફાયદો ન કહેવાય : પણ એમ બને કે પરિણામે એ ફાયદાને પણ ખેંચીને લાવે ! નિશાળે જતો વિદ્યાર્થી સમજીને જ જાય છે એમ નથી, પણ લાભ થાય છે ને ! વગર સમજે પણ કરેલી સારી સારી ક્રિયા કાંઈક લાભ તો દે જ : કારણ કે વગર ઇચ્છાએ થાય તો પણ હાનિ તો નથી જ અને લાભ સર્વ રીતે સંભવિત છે. સભા: વીરા સાળવીને ફાયદો ન થયો ને! ન થયો એમ તો નહિ જ : હા, જે ફાયદો થવો જોઈએ તે નહિ ! બાકી જેટલો સમય એ શુભ ક્રિયામાં રોક્યો, તેટલો સમય બીજી ક્રિયાથી બચ્યો, એ દેખીતો લાભ જ છે ને ? મતલબ કે મુખ્ય લાભ પાસે ગૌણ લાભની ગણના નથી. વળી વીરો સાળવી તો “સાધુ” કે “ગુણવાન' જાણીને પણ મુનિને નહોતો નમ્યો. પરંતુ તેના સ્વામી કૃષ્ણ મહારાજા નમે માટે નમવું જોઈએ, ન નમે તો કદાચ સ્વામીને ખોટું લાગે, - એમ ધારીને એ નમ્યો. શ્રી કૃષ્ણ મહારાજાને નમ્યા વિના ખાવું નહિ, એવો તો એને નિયમ છે. એ શ્રી કૃષ્ણ મહારાજાનો ભક્ત હતો માટે નમ્યો હતો. શુદ્ધ દ્રવ્યનો એ ગુણ છે કે તે ભાવનાને ખેંચી લાવે છે. આડતિયાની સાથે આવેલા ગાડાવાળાને ખવરાવોને ! શું માનીને ? ન ખવરાવીએ તો આવેલા આડતિયાને ખોટું લાગે એમ માનીને કે બીજા કારણથી ? તોય એના ખોરાકમાં ફેરફાર હોય. વાસ્તવિક રીતે વિચારવામાં આવશે તો જણાશે કે આ ક્રિયા, ક્રિયાના રૂપમાં જ ન ગણાય. છતાં એ પણ સમજવા જેવી બાબત છે કે વીરા સાળવીએ એટલી પણ ક્રિયા ભલે શ્રી કૃષ્ણ મહારાજાના દાક્ષિણ્યના યોગે કરી, તથાપિ જો તેને ભવાંતરમાં જાતિસ્મરણ થાય અને એ આ જુએ તો કદાચ લાભ પણ આપે કે નહિ ? ખોટી ક્રિયા કરતાં સારી ક્રિયા, જો દાક્ષિણ્યતાથી, શરમથી કે દબાણથી પણ આ આત્માથી થતી હોય તો તે ગેરવાજબી નથી. દ્રવ્યક્રિયા ચાલુ હોય તો ભાવ આવવાને અવકાશ છે. ભાવના કાંઈ રોજ ને રોજ આવે છે? એ તો ક્વચિત્ ક્વચિત્ આવે. તેલ મરચાવાળાને ત્યાં ઘડી ઘડી ગ્રાહક આવે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 908 તોય બારે મહિને રોટલા પરાણે મળે અને ઝવેરીને ત્યાં કો'ક દી ઘરાક આવે તોય આવક એવી થાય કે ગાડીધોડા દોડાવે. શાસ્ત્રકાર કહે છે કે શુભ ક્રિયાનો ખૂબ અભ્યાસ કરો. છેવટ કાંઈ નહિ તો જિંદગીમાં એકવાર પણ પરિણામ આવે, તો પણ ઘણું કામ થઈ જાય. માટે ફરી ફરી કહું છું કે ભાવ નથી આવતો એમ ધારીને શુભ અગર શુદ્ધ દ્રવ્યોનું આલંબન છોડો નહિ. એનો ત્યાગ થવાથી તો પરિણામે હવામાં અધમ વાસનાનો વાસ થાય છે અને એ આલંબનને જીરવી રાખવાની તાકાત ચાલી જાય છે, માટે સારાં આલંબન ન છોડો ! શિક્ષણ કેવું જોઈએ? તમારાં બાળકોને, સ્વજનોને કે સ્નેહીઓને પણ શિક્ષણ આનું ઘો. જગતનું સાચું કલ્યાણ પણ આવા જ શિક્ષણમાં છે. આ સિવાય બાકીના શિક્ષણથી સત્યાનાશ વળે તો તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે ? આત્માની ઉન્નતિને નહિ શીખવતા અને પદ્ગલિકતામાં રમણતા લાવતા બહારના શિક્ષણનું પરિણામ તમે આંખ સામે જોઈ રહ્યા છો ! આજે જૈનકુળમાં પાકેલા, જૈન સંસ્થાઓમાં ભણેલા અને જૈનોને પૈસે આગળ (?) વધેલામાંના કેટલાયને મંદિર, આગમ, ઉપાશ્રય, સાધુ વગેરે ધર્મપ્રાપક સ્થાનો રુચતાં નથી, એનું કારણ ? વિચારો કે અનાદિના કર્મબંધનને તોડવાના સાધન તરીકે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલ આ બધાં સાધનો; એ જેને ન રુચે તેને રુચે શું ? સભા : બીજું રુચે એમાં આત્માનું સારું પણ શું થાય? સારું ન થાય તો ધૂળ નાખી, પણ સ્વપર ઉભયના આત્માનું ખરાબ થાય ! શ્રી વીતરાગ પરમાત્માની પ્રશમરસ ઝરાવતી મૂર્તિઓ જોઈને કહે કે “આ ઢગલો શું કામ કર્યો છે ?” પરમ તારક શ્રી વીતરાગદેવની મૂર્તિઓને જોઈ “ઢગલો' કહેતાંયે જે સુધારક કહેવડાવનારને શરમ નથી આવતી, એને દુનિયાભરમાં પેઢી, બંગલા, બગીચા, બાબો, બીબી, એ તો બધું ઘણુંય છે, એ ઢગલો છે એમ નથી લાગતું અને જેનાં દર્શન પામીને નેત્રો ઠરે, હૈયે શુભ ભાવના પ્રગટે અને પૂર્વસંચિત કર્મગણનો નાશ થાય તે ઢગલો ? એ કહે છે કે આનામાં શું આપવાની તાકાત છે ?” એક તાંબાનું ફદિયું જો કંઈક આપી શકે છે, તો આ કાંઈ નહિ આપે ? તાંબાનું ફદિયું સિક્કાવાળું જોઈએ, બનાવટી નહિ. એક રૂપિયાના તરત ચોસઠ પૈસા મળે એવી છાપમાં ગુણ છે કે નહિ ? Page #81 -------------------------------------------------------------------------- ________________ 07 – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - - ૬૭ તો મૂર્તિ ઉપર “વીતરાગતા'ની રહેલી છાપ કાંઈ ગુણ નહિ આપે ? પણ વિચારવું છે કોને ? આજે કેટલેક સ્થળેથી તો એના પર પ્રેમ જાગવાને બદલે, સભાવ જાગવાને બદલે, સેવા ન થાય તો પશ્ચાત્તાપ થવાને બદલે “સેવાની જરૂર શી ?' એમ બોલાય છે ! માત્ર આજના જ શિક્ષણને પામેલા અથવા ધર્મશિક્ષણનેય આની જ જોડે ઘસડી ગયેલા તથા આજની જ હવામાં મશગૂલો તો ધર્મ જેવી વસ્તુને જ હંબગ કહે છે ! ધાર્મિક દૃષ્ટિએ કર્મની નિર્જરાને માટે મુનિ તરફથી ઉપવાસ કરવાનું કહેવાતું, ત્યારે એ કહેતા કે “નાહકનું ભૂખ્યા શું રહેવું ?' અને પાશ્ચાત્ય ડૉક્ટરે કહ્યું કે “પંદર દિવસમાં એક દિવસ ભૂખ્યા રહેવાથી તંદુરસ્તી સારી રહે છે.” તો એ માન્યું. કારણ કે શરીર સુધારવા તરફ જેટલું લક્ષ્ય છે તેટલું આત્માને સુધારવા તરફ નથી. આમ છતાં જો એવાને “પુદ્ગલાનંદીકહેવામાં આવે તોય કહેશે કે અમને ગાળો દે છે ! આ તો અનુભવેલી વાત છે. એક એવો માણસ મળ્યો હતો. ઉપવાસની વાત નીકળી એટલે કહે કે, “એ તો નાહકની લાંઘણ છે.' પણ કદરતને કરવું તે એ જ અરસામાં અમેરિકાના ડૉક્ટરનું ઉપવાસ કરવાથી થતા શારીરિક ફાયદાવાળું લખાણ આવ્યું, એટલે આવીને કહેવા લાગ્યો કે, “સાહેબ ! આપની વાત મળી.' એ ભાઈને પૂછ્યું, “શાથી ?” એ કહે કે, અમેરિકાનો વિદ્વાન ડૉક્ટર કહે છે !' ડોક્ટરે કહ્યું માટે એને મન શ્રી જિનેશ્વરદેવનું કથન સારું થયું. એટલે જે ડૉક્ટરની દવા જીવાડે જ એવું નક્કી નથી, જેની દવા કોઈવાર અનર્થનું કારણ પણ બની જાય. એના ઉપર જેટલો વિશ્વાસ તેટલો વિશ્વાસ પરમ જ્ઞાની શ્રી જિનેશ્વરદેવના ફરમાન ઉપર નહિ ! પંદર દિવસમાં એક ઉપવાસ પ્રાયશ્ચિતરૂપે કરવાનું ધાર્મિક કથન ન મનાય અને શરીરની તંદુરસ્તી ખાતર જો ડૉક્ટર કહે તો તરત મનાય છે ! બોઝે કહ્યું કે વનસ્પતિમાં જીવ છે, એટલે એવા લોકો પણ કહેવા લાગ્યા કે જૈનશાસનમાં વનસ્પતિમાં જીવ હોવાની વાત છે તે વાત સાચી. કેટલાય અખતરા કરી કરીને કેટલીયે વનસ્પતિને પીસી પીસીને, આપણી જેમ થતો ફેરફાર જોઈને, બોઝે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવ છે, નહિતર એવા કેટલાય અખતરા કરનારાને ભાન પણ નહોતું. છતાં એવા અખતરા કરનાર ઉપર વિશ્વાસ રાખે અને જ્ઞાનીએ તો જ્ઞાનથી જોઈને કહ્યું છે, પણ તે ન માને. આ આજના એવાઓની બુદ્ધિ. આ દશામાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પ્રેમ થાય શી રીતે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - દ8 ગૃહસ્થોને દાનધર્મનો ઉપદેશ દેતાં જ્ઞાનીએ ફરમાવ્યું કે પૈસા એવા ખરચો કે પાત્રે પડે. અનુકંપાની વાત જુદી છે. અનુકંપા કરો ત્યાં કાંઈ ન જોવાય, પણ દાન કરતા હો, ત્યાં તો પરિણામ જોવું જોઈએ ! સમય, લાભાલાભ, પાત્ર, ક્ષેત્ર, કાર્યવાહી, બધું જોવું જોઈએ. એમ ન થાય તો દાનનો ઉદ્દેશ ફળે શી રીતે ? જૈનકુળમાં જન્મેલાને ગૂળથૂથીમાં જ એ શિક્ષણ હોય કે શ્રી જિનમૂર્તિને દેખતાં જ શિર ઝૂકે. એ માત્ર આકાર ભલે હોય પરન્તુ આકાર પણ વીતરાગનો છે ને ? જૈનને તો શ્રી વીતરાગદેવની મૂર્તિ. સાધુ, આગમ અને ધર્માનુષ્ઠાન આચરતા પુણ્યવાનોને જોઈને પણ આનંદ થાય. આ શિક્ષણ ખરું, બાકીનું નકામું. એ બધાં પ્રત્યે પ્રેમ હોય તો મૂળ પ્રત્યે પણ પ્રેમ હોય અને તો જ એમના કથન પ્રત્યે પણ પ્રેમ હોય ! પછી કમી શી રહે ? આ કાર્યવાહી થાય તો બધું ફળે. સળગતી આગ જેવા સંસારમાં શાંતિ ક્યાંથી મળે? ધૂનન કરવું હોય, કર્મના વિપાકોથી બચવું હોય, તો કર્મજનક બધી સામગ્રીથી આત્માને ખસેડવો જ જોઈએ. આ “ધૂત' નામના અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સ્વજનધૂનન કરવાનું જ સૂત્રકાર મહર્ષિ કહેવાના છે અને તે પછી બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણ અને શરીરનું ધૂનન, ચોથા ઉદ્દેશામાં ગૌરવત્રિકનું ધૂનન અને પાંચમા ઉદ્દેશામાં ઉપસર્ગો અને સન્માનોનું ધૂનન કહેવાના છે. શ્રી જૈનશાસનમાં “ઉપક્રમ, નિક્ષેપ, નય અને અનુગમ' - આ ચાર અનુયોગ કરવાનાં દ્વાર છે. એ ન્યાયે આ છઠ્ઠા અધ્યયનને પણ એ ચાર દ્વારો લાગુ થાય જ. એટલે પ્રથમ ‘ઉપક્રમ” નામના દ્વારમાં અધ્યયનનો અર્થાધિકાર પ્રથમ કહેવાયો હતો અને ઉદ્દેશાઓનો અર્થાધિકાર નિયુક્તિકાર મહર્ષિએ દોઢ ગાથાથી ફરમાવ્યો. તે પછી “નિક્ષેપ' નામના દ્વારમાં પ્રથમ “ઓઘનિષ્પન્ન' નામના નિક્ષેપમાં અધ્યયન અને “નામનિષ્પન્ન' નામના નિક્ષેપામાં તે અધ્યયનનું નામ જે “ધૂત તેનો નિર્દેશ અને સ્થાપનાથી વર્ણન સુગમ હોવાથી નહિ કરતાં દ્રવ્ય અને ભાવથી વર્ણન કર્યું અને તે આપણે જોઈ આવ્યા. હવે “સૂત્રાલાપકનિષ્પન્ન નામના નિક્ષેપોમાં અસ્મલિતાદિ ગુણોપેત સૂત્ર ઉચ્ચારવું જોઈએ અને તે સૂત્ર આપણે શરૂઆતમાં બોલ્યા તે છે. આ સૂત્રમાં ધર્મ કોને ઉદ્દેશીને કોણ કોણ કહે છે તે અને કોણ પામે છે તથા કોણ નથી પામતા, એ વગેરેનું વર્ણન કરવામાં આવનાર છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ 809 – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 – – ૬૯ ખરેખર, આ સંસારરૂપ કારાગારથી આત્માને બચાવી, સંસારથી અલગ કરી, સ્વર્ગ તથા અપવર્ગનાં કારણોમાં યોજી, પરિણામે મોક્ષે પહોંચાડવો, એ જ એક ધર્મદેશનાનો હેતુ છે : કારણ કે સંસાર દુઃખમય, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો છે. જો કે સંસારના જીવો દુઃખને ઇચ્છતા નથી પણ વાસ્તવિક સુખની તથા તેના ઉપાયની તેઓને ખબર નથી, એ જ કારણે બિચારાઓ જ્યાં ને ત્યાં ફાંફાં મારે છે : આથી તેઓને સુખનાં કારણોમાં જોડવા, એ જ સાચો ઉપકાર છે. આ સંસારવર્તી સૌ કોઈ જીવ સુખ કેવું ઇચ્છે છે ? - આ પ્રશ્નના ઉત્તરમાં કહેવું જ પડશે કે અધૂરું નહિ પણ પૂરું, દુઃખના અંશ વિનાનું અને કાયમનું! દુઃખમિશ્રિત અને આવીને ચાલ્યું જાય તેવું સુખ કોઈ જ ઇચ્છતું નથી. દુનિયાનો કોઈ પણ અનુભવી દુનિયાની એક પણ ચીજમાં આવું સુખ બતાવી શકે તેમ નથી : અને પ્રત્યેક જીવની ભાવના તો એ જ છે કે સુખ એવું મળે. અનંત જ્ઞાનીઓની તો દુનિયાનાં તમામ પ્રાણીઓ પ્રત્યે આ ઉઘાડી ચેતવણી છે. સંસારમાં તેવું સુખ નથી જ ! એ તારકોએ તો પરમજ્ઞાન પામીને જોયું કે દુનિયાના એક પણ પદાર્થમાં તેનું સુખ આપવાની તાકાત છે જ નહિ : અને માટે તો કહ્યું કે એવા પદાર્થોને છોડો ! ક્ષણ સુખ અને ઘડી પછી બૂમરાણ, ક્ષણમાં હસાવે અને તરત રોવડાવે, ક્ષણમાં કુદાવે ને ક્ષણમાં હેઠો પાડે, આવા પદાર્થોના સંસર્ગમાં મૂર્ધા સિવાય બીજું કોણ સુખ કહે? આજે ગાદી અને કાલે ધખો, આજે માનપાન અને કાલે હુરરે, - એવી વસ્તુમાં મૂંઝાનાર જેવો દુનિયામાં બીજો મૂર્ણો કોણ? તમે જાતે જ વિચારી જુઓ કે દુનિયાની કદાચ ક્ષણિક સુખ આપનારી, છતાંય અંતે દુઃખમાં ડુબાવનારી વસ્તુઓમાં સુખ કોણ કહે ? તમે એવી કોઈ ચીજ હોય તો બતાવો, કે જેથી એવું સુખ મળે. એમ થાય તો તરત આ બધી વાતો અમે બંધ કરીએ, અને એમ ન હોય તો એ બધી વાતો તમે બંધ કરો ! સભા : સંસારના પદાર્થોથી સુખ છે એમ આપ કહો તોય એવી વાત હવે તો અમે ન સાંભળીએ ! આ ગુણ આવે તો તો ઉદ્ધાર છે. તમારો કે અમારો જો અનંતજ્ઞાની પ્રત્યેથી વિશ્વાસ ગયો , તો ચોરાશીના ચકરાવામાં વમળે ચડ્યા જ સમજજો ! હું હોઉં કે બીજા હોય, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતું હોય તો જ સાંભળવાનું, નહિ તો ભરસભામાં - “અમે આવું સંસારપોષક સાંભળવા આવ્યા નથી' – એમ કહીને ઊઠી જ જવાનુંઅહીં મુનિ પાસે શરમ, મર્યાદા, બહુમાન, જે રાખો તે Page #84 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મ પ્રભુઆજ્ઞાને અંગે જ ને ? પ્રભુઆજ્ઞાને અનુસરતું જે કાંઈ શક્તિ મુજબ દઈએ છીએ તે માટેને ? હવે જો અમે પ્રભુઆજ્ઞાને વેગળી મૂકીએ, તો પછી તમારે શરમ કે મર્યાદા શા માટે રાખવી અને બહુમાન શા માટે કરવું ? દુનિયામાં મડદાને કોઈ સંઘરે છે ? અહીં શાસ્ત્રાનુસાર વર્તવાનો પ્રયાસ અને પ્રભુઆજ્ઞાનું જ કથન એ ચેતન છે ; એ વિનાની સાધુતા કે શ્રાવકતા મડદા જેવી છે. પણ આજે તો આમાં - આગમમાં ફેરફાર કરવાની વૃત્તિ જાગી છે. અયોગ્ય તો પોતે ડૂબે, પરંતુ આવા તો પોતાની સાથે બીજાને પણ ડુબાડે. ૭૦ : હું કહું છું કે સંસારમાં એક પણ ચીજ એવી હોય તો બતાવો, કે જેનાથી કાયમનું અને દુ:ખના અંશ વિનાનું સંપૂર્ણ સુખ મળે : એવું હોય તો અહીં પણ મોક્ષ મનાય. પુદ્દગલાનંદી જેવાં જેમાં સુખ માને છે તે બંગલાબગીચા, રાતાંપીળાં કે મિષ્ટાન વગેરે અનાદિ કાળથી આ સંસારમાં છે, છતાં એનાથી કોઈને તથાપ્રકારનું સંપૂર્ણ સુખ મળ્યું હોય એમ સાંભળ્યું છે ? નહિ જ, પછી સાચા સુખની અભિલાષા છતાં એ વસ્તુઓ પાછળ જ દોડધામ શા માટે થઈ રહી છે ? એમાં સુખ છે, એમ નથી તો દલીલથી પુરવાર થતું કે નથી અનુભવથી સિદ્ધ ! સમજો કે જે સુખ ઇચ્છો છો તે અહીં નથી પણ મોક્ષમાં છે. અને અનંત જ્ઞાનીઓએ એ જોયું છે, અનુભવ્યું છે અને એ વાત યુક્તિસિદ્ધ પણ છે. બંગલાબગીચાના સુખની પાછળ તો લાહ્ય મોટી છે. એ તો બળતા મકાનમાં બેસીને સાહ્યબી ભોગવવાની છે. ચોમેર સળગતા મકાનમાં શાંતિ ક્યાંથી ભોગવાય ? દર્શનની દૃઢતા એ જ મૂળમાં સુધારો ! સભા : મૂળથી એકડે એકથી સુધારો ! અહીં પણ મૂળમાં પેઠેલા સડાની વાત ચાલે છે. જ્ઞાન તથા ક્રિયામાં કદાચ ઓછપ હોય તો ચાલે, પણ દર્શનમાં તો ઓછપ ન જ આવવા દેવી જોઈએ. આજની લડત દર્શન ઉપર છે, દર્શનની વિઘાતક છે. દર્શન જેટલું શિથિલ થશે, તેટલું જૈનશાસન પણ ઊથલપાથલ થશે. જૈનશાસન દર્શન ઉપર ટકેલું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થોનું ધ્યાન ત્યાં છે. દુનિયાએ નહિ જોયેલ અને નહિ અનુભવેલ જીવોનું સ્વરૂપ, જીવોની વિવિધ ઉત્પત્તિ, વિવિધ જીવોની નાનાવિધ દશાનું વર્ણન આ જ શાસ્ત્રમાં છે. કોઈ કહે કે ‘બતાવો આંખે.’ પણ એમાં કેટલુંય તો એવું છે કે બતાવાય તેમ નથી. ઘણી વસ્તુ એવી છે કે, જો જિનેશ્વ૨દેવને ૫૨મ જ્ઞાની અને તારક માનીએ તો જ જચે. શ્રી ગણધર મહારાજે 810 Page #85 -------------------------------------------------------------------------- ________________ at – – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - ૭૧ પણ એ જ કહ્યું કે “શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું.'-એમ માનો, એમાં જ કલ્યાણ છે. અને સૂચવ્યું કે “અમારા જેવાને પણ એમની પાસે શિર ઝુકાવવાનું તો તમારી શી હાલત ? ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગી બનાવવા છતાં એમના જ્ઞાન પાસે અમારાથી માથું ઊંચું કરી શકાય તેમ નથી. અને ત્યાં જે કોઈ માથું ઊંચું કરશે તે હારી જશે !” શ્રી ગણધર ભગવાન ચાર જ્ઞાનના ધણી છતાં પ્રભુને શરણરૂપ માનતા. આગમમાં તેઓશ્રીએ - “અમે કહીએ છીએ – એમ ન કહ્યું, પણ ભગવાને કહ્યું એમ કહ્યું. આનું નામ દર્શન. જ્ઞાન અને ચારિત્ર તથા તત્ત્વત્રયી આના ઉપર સ્થિર છે. જીવાદિ તત્ત્વોની સ્થિરતા આનાથી છે. દર્શન ગયું તો બધું ગયું સમજવું!મૂળ સુધાર તે આ. જેમ દુનિયાના પદાર્થને ઇચ્છનારો દુનિયાના અનુભવીની ગુલામી કરે છે, તેમ સુખના અર્થીએ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની ગુલામી કરવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જેને ગમી તેનું દાન, શીલ, તપ, ભાવ બધું જ ઉત્તમ. એને દાનમાં મૂંઝવણ ન થાય : દાન દેવા માટે તૈયાર થાય કે રૂવાંટી ઊભી થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગમી એટલે એને બીજું બધું અસાર લાગે. એને તો પ્રભુઆજ્ઞા મુજબ અમલ, એ જ સારરૂપ લાગે. આજ્ઞાનો અમલ કરવામાં ચૂક્યા તેટલું ગયું, એમ માને. એ માને કે કદાચ જાતે ન થાય પણ સામો ઝોળી લઈને દાન કરાવવા આવે ત્યારે તો બને તેટલું દેવું જ જોઈએ : માટે તે ઉલ્લાસથી આપે. એનાથી દેવાય તેટલું દાન દે, છતાં જે આપે તે ઓછું માને. સંપૂર્ણ ન આપી શકવા માટે થવું જોઈએ કે પૂરી મમતા નથી છૂટતી : હજી પ્રભુની આજ્ઞાના આરાધન ઉપર પૂરી મક્કમતા આવી નથી. એક વાર આપ્યા પછી પણ ભાવના થાય તો એ ફરીથી આપે. એમાં બીજાના વાદ ન હોય. તીર્થસેવામાં અપાય તેટલું તીર્થના સેવકે આપવું જ જોઈએ. દાનની ઉદારતા, સદાચાર અને સાચી સહિષ્ણુતા આજે નથી આવતી, એ પ્રતાપ કોનો એ ખૂબ વિચારો ! જ્યાં આજ્ઞા પૂરેપૂરી હૈયામાં જચતી કે છ ખંડને લાત મારીને પણ ચાલી નીકળતું ! તમારાથી એ ન બનતું હોય અને એમની અપેક્ષાની આ કંગાલિયતમાં પણ શેઠાઈ માણવાનુંય ન છૂટતું હોય, તો મૂચ્છ ઉતારીને દાન દેતાં તો શીખો ! થોડું પણ હૈયાને ઠેકાણે રાખીને શુભભાવપૂર્વક આપવાથી કલ્યાણ થાય છે. સાંસારિક વ્યવહારોમાં જે ઉદારતા છે, તેય ધર્મવ્યવહારોમાં ન આવે તો પછી શું સમજવું ? Page #86 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ શ્રી વાગ્ભટ મંત્રીશ્વરે શ્રી સિદ્ધગિરિજી ઉપરના જીર્ણ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો : એ મંદિર તૈયા૨ થયાના ખબર આપવા આવનારને સોનાની બત્રીસ જીભ ઇનામમાં આપી ! આ પછી બીજા પુરુષે કોઈપણ કારણથી તે મંદિર તૂટી ગયાની ખબર આપી. એ ખબર આપનારને વધામણામાં મંત્રીશ્વરે ચોસઠ સોનાની જીભ આપી. આ જોઈને પાસેનાઓએ પૂછ્યું કે આમ કેમ ?' આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્વરે કહ્યું કે ‘આ પ્રાસાદ અમારા જીવતાં તૂટી ગયો એ સારું થયું, કારણ કે ફરીને પણ બીજી વાર ઉદ્ધારનું શુભ કાર્ય થશે.’ આ પછી મંત્રીશ્વરે સૂત્રધારોને પૂછ્યું કે ‘શા કારણે આ મંદિર તૂટી ગયું ?' આ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રધારોએ વિનંતિ કરી કે ‘ભમતીવાળા આ પ્રાસાદમાં પવન પેઠો છે તે નીકળતો નથી : એ જ આ મંદિર તૂટવાનું કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી અને ભમતીહીન પ્રાસાદ બનાવવામાં આવે તો કરાવનારને સંતાનનો અભાવ થાય.' -આ સાંભળીને મંત્રીશ્વરે કહ્યું કે ૭૨ “સંતાન: સુસ્થિર, વત્સ્ય, સ ચ ભાવિ મતે મને ! साम्प्रतं धर्मसन्तान, एवास्तु मम वास्तव: ।।" “સંતાન કોને સુસ્થિર થયેલ છે ? અને તે તો ભવે ભવે થશે, માટે હાલ તો મારે માટે આ વાસ્તવિક ધર્મસંતાન (પ્રાસાદ) જ હો.” આ રીતના આ શાસનમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી તીર્થની રક્ષા માટે કરવામાં આવતા ફાળા માટે કહેવાનું હોય ? અમદાવાદના શ્રીમંતો પોતાનું કામકાજ છોડી, એટલો પણ ત્યાગ કરી અહીં આવ્યા છે. હજારથી ઓછી રકમ હમણાં લેવી હોત, તો તો અમદાવાદથી બહાર નીકળત જ નહિ. બીજાં શહેરોને પણ પુણ્યમાં હિસ્સો આપવાનો એમનો ઇરાદો છે. અત્રેની યંગમેન્સ જૈન સોસાયટીએ શરૂઆતમાં જ આ મંગળ કાર્ય ઉઠાવ્યું છે અને પોતાથી બનતો ફાળો કરવા આરંભ્યું છે. આમાં દરેકે પોતાથી બનતી સહાય કરવી જોઈએ. શ્રી શત્રુંજય એટલે જ્યાં જનારો નાસ્તિક પણ પ્રાયઃ આસ્તિક બની જાય ! એની સેવામાં ન દેવાય તેટલું ઓછું. આ જ રીતે અનેક તીર્થોના ઉદ્ધાર આદિના કાર્યમાં પાછી પાની ન જ કરવી જોઈએ. 812 અસ્તુ. હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ આ સૂત્ર દ્વારા શું શું ફરમાવે છે, તે સઘળું હવે પછી - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬: જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષઃ | 56/ • ધર્મના કથયિતા કોણ ? • “હું, અમે ને અમારું' - એ છોડો ! • શ્રી કુમારપાળ મહારાજાની ગુરુભક્તિનો • જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મુક્તિ : એક મનનીય અનુપમ પ્રસંગ : • ધર્મનો પ્રભાવ તો અનાર્ય દેશના લોકોને પણ • કંકણનો કર્કશ અવાજ ! આંજી શકે ! • મંત્રી મુદ્રા શાના યોગે ? વિષયઃ ધર્મ શા માટે? ધ્યેયની શુદ્ધિ. સંસારના તેમજ મોક્ષના કારર્ણા જુદાં. છઠ્ઠા ધૂતાધ્યયનની શરૂઆત કરતાં પહેલાં, પહેલા જ ઉદ્દેશાના પહેલા જ સૂત્રમાં ગણધર ભગવંતે ધર્મ શા માટે કરવો ? – તે જણાવ્યું છે. લક્ષ્યશુદ્ધિ વિના પ્રગતિ શક્ય નથી માટે, જિનશાસનમાં છોડવાની વાત પછી, પહેલાં નિરૂપણ કોનું સાચું છે ? – એ પરખવાની વાત આવે છે. સંસારનાં કારણોના આસેવનથી કોઈક આત્માને એની વિશિષ્ટ લાયકાતને યોગે મોક્ષ મળે તેમ બને પણ એથી એને મોક્ષનાં કારણ તો હરગિજ ન કહેવાય. આ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાને સમજાવવા આખું વ્યાખ્યાન રોકડ્યું છે અલગ અલગ યુક્તિઓથી આ વાત સમજાવી છે. એને પુષ્ટ કરવા માટે શ્રી કુમારપાળ મહારાજાનો આગમ અને ગુરુની ભક્તિનો પ્રસંગ, નમી રાજર્ષિનો કંકણના નિમિત્તે વેરાગ્યનો પ્રસંગ અને વસ્તુપાળ મંત્રીએ રાજાના મામાનાં આંગળાં કપાવ્યાનો પ્રસંગ અત્રે ખૂબ જ સારી રીતે રજૂ કર્યો છે. મુલાકાત • દુનિયાની વસ્તુ પણ દુનિયાથી તરવાના ઉપયોગમાં કદાચ આવી જાય, તો પણ એ ડુબાવનારી ચીજને તારનારી ન જ કહેવાય ! • માત્ર દર્શન, માત્ર જ્ઞાન, કે માત્ર ચારિત્ર હોવા છતાં તે તો ઘણાને ડુબાવનારાં થયા, માટે મુક્તિનાં કારણોમાં “સમ્યફ’ શબ્દ યોજાયેલો જ છે. 0 તાકાત ન હોય તો તથાવિધ અમલ ન થાય, પણ ધર્મને અધર્મ તથા અધર્મને ધર્મ તો ન જ કહેવાય. 0 શાસનમાં રહેનારે “હું, અમે, અને અમારું' એ છોડવું જ પડશે. દાન એ ધર્મ' - એ ભાવના હશે તો થોડામાંથી થોડું પણ દાન દેવાશે : “લક્ષ્મી એ ધર્મ' - એ ભાવના હશે તો થોડું પણ દાન દેવાનું હશે તેય અટકી જશે ! જનશાસનમાં સ્વર્ગ છે, જૈનશાસનવાળા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. અનેક સ્વર્ગે ગયા, જાય છે અને જશે, પણ બેય સ્વર્ગ નથી. જૈનશાસનનું ધ્યેય તો મુક્તિ જ છે ! જેમાં પૌગલિક ભાવનાનો અંશ પણ નથી તે મુક્તિ એ જ ધ્યેય ! • ધર્મની છાયા અનાર્ય દેશથી આવેલા ઉપર પણ પડે, તો આર્ય દેશમાં જન્મેલા ઉપર કેમ ન પડે? પણ ધર્મી ધર્મી રહે તો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : ધર્મના કથયિતા કોણ? છઠ્ઠા “ધૂત' નામના અધ્યયનની શરૂઆત કરતાં તે અધ્યયનના પહેલા જ ઉદ્દેશાના પહેલા જ સૂત્રની શરૂઆતમાં પરમ ઉપકારી પરમાત્મા શ્રી મહાવીરદેવના પંચમ ગણધરદેવ સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે – "ओबुज्झमाणए इह माणवेसु आघाइ से नरे ।" - આ સૂત્રવાક્યની વ્યાખ્યા કરતાં ટીકાકારમહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પણ ફરમાવે છે કે "स्वर्गापवर्गातत्कारणानिचतथा संसारतत्कारणानि चावबुध्यमानोऽनावरकज्ञान-सद्धावाद् 'इहे तिमर्त्यलोकेमानवेषुविषयभूतेषुधर्ममाख्यातिसनरोभवोपग्राहिकर्म-सद्भावात्मनुष्यभावव्यवस्थितः सन् धर्ममाचष्टे, न पुनर्यथा शाक्यानां कुड्यादिभ्योऽपि धर्मदेशनां प्रादुष्यन्ति, यथा वा वैशेषिकाणामुलूकभावेन पदार्थाविर्भावनम् एवमस्माकंन, कथं ? घातिकर्मक्षयेतूत्पन्ननिरावरणज्ञानो मनुष्यभावापन्न एव कृतार्थोऽपि सत्त्वहिताय सदेवमनुजायांपर्षदि कथयतीति ।।" “આવરણ વિનાનું જે જ્ઞાન એટલે કેવલજ્ઞાન તેના સભાવથી સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસારનાં કારણોને જાણતા શ્રી તીર્થંકરદેવ ભવોપગ્રાહી જે “વેદનીય, આયુ, નામ અને ગોત્ર' આ ચાર પ્રકારનાં કર્મો તેના સર્ભાવથી મનુષ્યભવમાં રહીને આ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે. પરંતુ જે રીતે શાકોની ધર્મદેશનાઓ કુડ્યાદિકમાંથી પ્રગટ થાય છે અથવા વેશેષિકોનું પદાર્થવિષ્કરણ એટલે પ્રકટીકરણ ઉલૂકભાવે કરીને થાય છે, તેમ આપણામાં નથી. કારણ - ઘાતી કર્મોના ક્ષયથી આવરણ વિનાનું જ્ઞાન જેમને ઉત્પન્ન થયું છે એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવ કૃતાર્થ હોવા છતાં પણ મનુષ્યભાવમાં રહીને જ પ્રાણીઓના હિત માટે દેવતા અને મનુષ્યોવાળી પરિષદમાં ધર્મનું કથન કરે છે.” આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનનું પ્રકટીકરણ જેમ શાક્યોનું કુડ્યાદિમાંથી એટલે કે દીવાલ વગેરેમાંથી પ્રગટ થતા અવાજોમાંથી થાય છે અને Page #89 -------------------------------------------------------------------------- ________________ 815 –– ૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૭૫ વૈશેષિકોનું ઉલૂકભાવે કરીને થાય છે તેમ નથી થતું, પરંતુ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવથી થાય છે. અને શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને સંસારનાં કારણો જાણ્યા પછી જ ધર્મનો ઉપદેશ આપે છે, પણ તેની પૂર્વે નહિ ! વધુમાં કેવળજ્ઞાન પામેલા અને તેથી જ કૃતાર્થ થઈ ગયેલા એવા પણ તે તારક શ્રી તીર્થંકરદેવ સત્ત્વોના હિત માટે ધર્મનું કથન કરે છે. આવી અપૂર્વ હિતભાવનાના સ્વામી શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને સંસારનાં કારણો જાણ્યા પછી જ ધર્મનું કથન કરે છે. આથી એ સિદ્ધ જ છે કે જે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણો જાણે, તે જ ધર્મનું નિરૂપણ કરી શકે !” - યદ્યપિ સ્વર્ગ છે સંસારમાં, પણ સંસારની નારકી આદિ ગતિઓ કરતાં સ્વર્ગના હેતુઓ જુદા જ છે, તો પછી મોક્ષના હેતુ તો જુદા હોય તેમાં પૂછવાનું જ શું ? દેવગતિનું આયુષ્ય બધા જ સંસારી બાંધે એમ નથી, પણ જે તેવા પરિણામને પામે તે જ બાંધે. સંસારમાંથી સારામાં સારું સ્વર્ગ પણ મેળવાય તે વાત ખરી પણ તેવું સ્વર્ગ મેળવવાનાં જે સાધનો છે તે સંસારનાં સાધનોથી જુદાં જ છે, તો પછી મોક્ષના હેતુ જુદા હોય, એમાં નવાઈ પણ શી ? આ શાસનનું અસ્તિત્વ વાસ્તવમાં મોક્ષ માટે નિયત ગણાય, નહિ કે સ્વર્ગ માટે ! સ્વર્ગાદિ આપવાનું તો સામાન્યતઃ બધાં દર્શન કહે છે, પણ આ શાસનનું ધ્યેય તો મુક્તિ છે. મોક્ષપ્રાપ્તિના વિલંબના ગાળામાં સ્વર્ગ મળે એ વાત જુદી, પણ સ્વર્ગાદિ મેળવવા પૂરતું જ આ શાસન છે એમ તો નહિ જ. જે આટલો પણ વિવેક ન કરી શકે, તે ધર્મ શી રીતે આપી શકે? સ્વર્ગ તથા અપવર્ગને તથા તેનાં કારણોને તેમજ સંસાર તથા તેનાં કારણોને તે તે રૂપે નિરૂપણ કરે, ભાગ પાડીને કહે અને હેય, શેય તથા ઉપાદેયને પરસ્પર ભેળવે નહિ, તે જ ધર્મદેશનાના અધિકારી છે. આમ કરવાથી સંસાર પ્રત્યે અરુચિ થાય, તથા સંસારના પદાર્થો પ્રત્યેની રૂચિ ઘટે, એટલે મોક્ષ પ્રત્યે આત્માની સદ્ભાવના જાગે અને તેથી મોક્ષનાં સાધનોમાં તે જોડાવા ઉદ્યમશીલ બને. મોક્ષનાં સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - દુનિયાનાં જે સાધન, જે હેતુઓ કે જે કારણો, તેને મોક્ષનાં સાધન, હેતુ ને કારણ તરીકે કહેવાય કેમ ? દુનિયાના ઘણા પદાર્થો મોક્ષમાર્ગમાં આત્માને ઉપયોગી થાય છે : ઘણી ચીજ એવી છે, કે જે મોક્ષમાર્ગમાં જતા આત્માને સહાય કરે : પણ એ તેનાં સાધન ન કહેવાય ! જેમ રત્નત્રયી સાધન કહેવાય તેમ એ સાધનરૂપ ન જ કહેવાય !ષકામાં એક પણ કાય એવી નથી, કે જે મોક્ષમાર્ગમાં સર્વથા જ ઉપયોગી ન થાય. રત્નત્રયી આત્માથી અભિન્ન પણ છે, પણ આપણે હાલ તો સાધનની વાત કરીએ છીએ. શ્રી જિનાગમ વગેરે સાધનોની વાત કરીએ છીએ. દુનિયાની ચીજો ઉપયોગી જરૂર થાય છે, પણ એને સાધન નહિ કહેવાય. જેનાથી સંસારની ભાવના પોષાય તે ચીજો ઉત્તમ આત્માઓને મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં ઉપયોગી થતી પણ હોય, તો પણ તે ચીજોને મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ ન જ કહેવાય ! મુક્તિમાર્ગના આરાધનમાં આરાધક આત્માના સદ્વિવેક રૂપ યોગ્યતાને અંગે દુનિયાની ચીજો ગમે તેટલી ઉપયોગી થતી હોય, છતાં એ ચીજો મોટે ભાગે રાગદ્વેષની પુષ્ટિ કરનારી હોય છે, માટે એ સાધનભૂત તો ગણાય નહિ જ. જેમ શ્રી દ્વાદશાંગી નિમિત્તરૂપ જણાય તેવી રીતે કેટલાય ડૂળ્યા પણ, છતાં તે દ્વાદશાંગીને ડૂબવાનું સાધન ન કહેવાય, તેમ દુનિયાની વસ્તુ પણ દુનિયાથી તરવાના ઉપયોગમાં કદાચ આવી જાય, તો પણ એ ડુબાવનારી ચીજ તે તારનારી ન જ કહેવાય ! મુક્તિમાર્ગમાં ચાલનારો વિવેકી આત્મા દુનિયાની ચીજનો સદુપયોગ કરી લે, - કદાચ એવો સદુપયોગ કરે કે જેથી એ ચીજ હાનિ તો ન કરી શકે પરંતુ સહાયક નીવડે, છતાં પણ એ ચીજનો સ્વભાવ જ ડુબાવવાનો છે માટે વસ્તુ તરીકે ડુબાડનાર ગણાય. દરેક વસ્તુના ભિન્ન ભિન્ન હેત ઓળખવા જોઈએ. એ ઓળખાય તો સાધનામાં સ્વાભાવિક નિર્વિઘ્નતા આવે. વૈરાગ્ય તો ઘણી ઘણી વસ્તુથી થાય છે, માટે બધી જ વસ્તુઓને વૈરાગ્યના કારણ તરીકે ન કહેવાય. મકાન જોઈને પણ વૈરાગ્ય થાય, પણ તેથી એ કંઈ વૈરાગ્યનું કારણ જ છે એમ ન કહેવાય. કંકણના અવાજ પરથી શ્રી નમિ રાજર્ષિને વૈરાગ્ય થયો, તો એ ઉપરથી કંકણના અવાજને વૈરાગ્યનું કારણ ગણી, કંકણવાળી ઘરમાં લાવવી જોઈએ એમ કોઈ કહે તો કેમ ચાલે ? કંકણ કે કંકણવાળી એ કંઈ વૈરાગ્યનું કારણ Page #91 -------------------------------------------------------------------------- ________________ 917 – ૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 – ૭૭ નથી. સામાન્ય રીતે તે કંકણનો અવાજ તો કામનું કારણ છે, કારણ કે એ વિષયવાસનાની વૃદ્ધિનું કારણ છે, એમ તો નિશ્ચિત થયેલું છે ? હા, ક્વચિતું કોઈને પોતાના આત્માની શુદ્ધ દશાના યોગે એવા પણ વિષયવાસનાના કારણથી વૈરાગ્ય થઈ જાય તે વાત જુદી ! દરેક વસ્તુ તથા તેના ગુણને ભિન્ન તરીકે ઓળખી તેને તે જ રૂપે બતાવે તો જ સાચો માર્ગ બતાવી શકાય, માટે તો શ્રી તીર્થંકરદેવ પણ યાવતું કેવળજ્ઞાન સુધી ધર્મોપદેશ નહિ આપતાં મૌન રહે છે. યોગ્ય આત્મા એને સીધા રૂપમાં લે તે વાત જુદી છે, બાકી કંકણવાળીમાં, કંકણમાં કે કંકણના અવાજમાં કંઈ વૈરાગ્ય પેદા કરવાની શક્તિ નથી. કોઈ મારવા આવે તે કાંઈ સુખનું કારણ નથી, પરંતુ જ્ઞાની અને કર્મક્ષયનો હેતુ માની સુખનું કારણ બનાવી લે તે વાત જુદી છે. સોની મળ્યો અને માથે વાધરી બાંધી તથા તેના પરિણામે નસો તૂટવા લાગી, છતાં પણ સમતા ભાવમાં રહેલા શ્રી મેતાર્ય મુનિવરને કેવળજ્ઞાન થયું, માટે જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે આવા ભયાનક ઉપસર્ગમાં ઘસડાઈને જવું એમ ? અને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવું હોય તેની એવી હાલત કરવી એમ કહેવાય ? આને તે શું કેવળજ્ઞાનનું કારણ છે એમ કહેવાય ? શ્રી મેતાર્ય મુનિવરે એ ઉપસર્ગ સમભાવે સહવાથી- આત્મધર્મમાં અડગ રહી શકવાથી કેવળજ્ઞાન મેળવ્યું તે વાત જુદી છે. પણ એ ઉપસર્ગની ક્રિયાને સર્વત્ર કેવળજ્ઞાનપ્રાપ્તિના કારણરૂપ તો ન જ ગણાવાય. કેવળ સંસારનાં કારણો પણ કોઈને ઉદ્દેશીને મુક્તિનાં કારણે થાય તો ભલે, પણ એ મુક્તિનાં કારણરૂપ કહેવાય નહિ ! મિથ્યા જ્ઞાન, મિથ્થા દર્શન, મિથ્યા ક્રિયા એ મુક્તિનાં કારણ નથી. કોઈ એને પણ મુક્તિનાં કારણ બનાવે તે વાત જુદી ! બાકી મોક્ષનાં કારણો તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર જ કહેવાય ! બીજું કહે તો મિથ્યાત્વ જ લાગે અને ઉત્સુત્રભાષિતા આવે. માત્ર દર્શન, માત્ર જ્ઞાન, કે માત્ર ચારિત્ર હોવા છતાં તે તો ઘણાને ડુબાવનારાં થયાં, માટે મુક્તિનાં કારણોમાં “સમ્યક શબ્દ યોજાયેલો જ છે. સંસાર કેવો ? ઉપદેશ દેવાય શાનો ? ઉપદેશ દેવાય શી રીતે ? – આ બધાં તત્ત્વોનો બુદ્ધિપૂર્વક શાસ્ત્રાનુસારી રીતે નિર્ણય ન કરે એ દેશના દે શી રીતે ? પરંપરાએ તો કદાચ બધી વસ્તુ પણ સારી થઈ શકે તેથી શું બધી વસ્તુઓને સારી કહેવાય ? ધર્મશાસ્ત્ર દાનને ધર્મ કહ્યો, પણ લક્ષ્મીને ધર્મ ન કહ્યો : લક્ષ્મીથી દાન થાય Page #92 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ ઃ એ તો શાસ્ત્રકાર પણ જાણે છે ! શિયળને ધર્મ કહ્યો, પણ શરીરને ધર્મ ન કહ્યો ! તપને ધર્મ કહ્યો, પણ ખાવું એને ધર્મ ન કહ્યો ! માસખમણના પારણે બીજું માસખમણ કરવું હોય તો તેવા આત્માને વચ્ચે પારણામાં વાપરવા જોઈએ અને વાપરે તો બીજું માસખમણ થાય એમ શાસ્ત્રકાર જાણે છે, પણ એ પારણાને તપોધર્મ ન કહ્યો ! ધર્મ તો તપ જ ! શરીર હોય તો શીલપાલન થાય, પણ શરીર એ ધર્મ નહિ : ધર્મ તો શિયળ જ. લક્ષ્મી હોય તો દાન થાય, પણ લક્ષ્મી ધર્મ નહિ : ધર્મ તો દાન જ. દાનમાં લક્ષ્મી, શીલમાં શરીર તથા તપમાં ખાવાનું, - એ ત્રણેની આવશ્યકતા જાણવા છતાંયે એને ધર્મ ન કહ્યો, કારણ કે ભિન્ન ભિન્ન પરિણામ ઉપજાવનારાં કારણોને ભેળવી દેવામાં આવે તો કોઈ પણ આત્માનો ઉદ્ધાર થાય શી રીતે ? દાનને ધર્મ કહ્યો તો લક્ષ્મીથી ખસવાના પ્રયત્ન થાય છે, પણ લક્ષ્મી એ જ ધર્મ એમ કહેત તો લક્ષ્મીને કોઈ પણ છોડત ? લક્ષ્મીને ધર્મ ગણ્યો હોત તો તે છોડાય જ નહિ, પણ ભેળી કરાય : કેમ કે લક્ષ્મી જ ધર્મ અને પછી તો દાનની જરૂર જ શી ? ને એમ થાત તો લક્ષ્મીને છોડવાની ભાવના આવત ક્યાંથી ? દાન તો સૂચવે છે કે લક્ષ્મી એ ધર્મ નથી, પણ તેનો સદુપયોગ તે ધર્મ છે ! મૂઠી આમ ને આમ રહી તો તો એ લક્ષ્મી દાબી નાખે. એ મૂઠી મરતાંય ન છૂટે : દાન ધર્મ છે માટે હાથ ધીમે ધીમેય નમે છે અને યોગ્ય અવસરે વસ્તુ પરિણમી હોય તો આખો નમવા વખત પણ આવે ! જેટલા અંશે લક્ષ્મીમાં મમત્વ છે, તેટલા અંશે ધર્મમાં હાનિ થાય છે ! જેટલું લક્ષ્મીમાં મમત્વ તેટલા મમત્વનો ધર્મમાં અભાવ ! ૭૮ શ્રી કુમારપાળ મહારાજાની ગુરુભક્તિનો એક મનનીય અનુપમ પ્રસંગ : શ્રી કુમારપાળ મહારાજાએ દેવભક્તિ તથા ગુરુભક્તિમાં ભાવનાની પરાકાષ્ઠાએ ચડી, અન્નપાણીનો પણ ત્યાગ કર્યો હતો. દેવભક્તિના પ્રસંગની વાત તે ફૂલની આંગીવાળો પ્રસંગ : તે પ્રસંગની વાત તો કહેવાઈ ગઈ છે. ગુરુભક્તિની વાત એ છે કે – 818 શ્રી કુમારપાળ મહારાજાએ એવો અભિગ્રહ અંગીકાર કર્યો હતો કે ‘ગુરુએ રચેલા સઘળા ગ્રંથો મારે જરૂર લખાવવા.' આ અભિગ્રહના પાલન માટે શ્રી કુમારપાળ મહારાજાએ સાતસો લહિયાઓ રાખ્યા હતા અને તે સાતસો લહિયાઓ રોજ ગ્રંથો લખતા હતા. એક દિવસે પ્રાતઃકાળે શ્રી કુમારપાળ મહારાજા Page #93 -------------------------------------------------------------------------- ________________ થાળ – ૯ઃ જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૭૯ પોતાના ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને અને બીજા સર્વ સાધુઓને વંદન કરીને લેખશાળા જોવા માટે ગયા, ત્યાં લેખકોને કાગળના પત્રો ઉપર પુસ્તકો લખતા જોયા, તેથી ગુરુદેવ પાસે આવીને પૂછ્યું કે “પુસ્તકો કાગળો ઉપર કેમ લખવામાં આવે છે ?' ઉત્તરમાં ગુરુદેવે ફરમાવ્યું કે “હાલમાં જ્ઞાનના ભંડારમાં તાડપત્રોની ત્રુટિ છે, એ કારણે પુસ્તકો કાગળ ઉપર લખવામાં આવે છે.” આ ઉત્તર સાંભળીને શ્રી કુમારપાળ મહારાજા લજ્જા પામ્યા અને વિચારવા લાગ્યા કે – "अहो ! गुरूणां नव्यग्रन्थकरणशक्तिरस्खलिता, मम तु तल्लेखनेऽपि न सामर्थ्य, किं मम श्राद्धत्वम् ?" “આશ્ચર્યની વાત છે કે ગુરુદેવની નવીન ગ્રંથો બનાવવાની શક્તિ અસ્મલિત છે અને મારામાં ગુરુદેવે રચેલા તે ગ્રંથોને લખાવવાનું પણ સામર્થ નથી, તો મારું શ્રાદ્ધપણું - શ્રાવકપણું - કેવું?” આ પ્રમાણે વિચાર કરીને પરમહંતુ મહારાજા શ્રી કુમારપાળે ઊભા થઈને ગુરુમહારાજાને કહ્યું કે “ઉપવાસનું પચ્ચખાણ કરાવો !' આ રીતે ઉપવાસનું પચ્ચખાણ કરાવવાની પ્રાર્થના સાંભળીને ગુરુદેવે પૂછ્યું કે “આજે ઉપવાસ શા માટે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં મહારાજા શ્રી કુમારપાળે કહ્યું કે - "अतः परं तदा भोक्तव्यं यदा श्रीताडपत्राणि पूरितानि भवन्ति लेखकानाम्" “આજથી આરંભીને મારે ત્યારે જ ભોજન કરવું કે જ્યારે લેખકોને હું તાડપત્રો પૂરાં પાડી શકું.” આ અભિગ્રહ અંગીકાર કરતાં ગુરુદેવે તથા સામંત આદિએ વારવા છતાં પણ મહારાજા શ્રી કુમારપાળે તો ઉપવાસ કર્યો. આથી શ્રીસંઘે સ્તુતિ કરતાં કહ્યું કે અહો ! ગિનાને પત્તિ-રો ! ગુરુરવા. શ્રીમાળીભર્તુ-રજો ! નિસીમસાહસન્ III” “શ્રી કુમારપાળ મહારાજાની શી જિનેશ્વરદેવના આગમ ઉપર ભક્તિ પણ આશ્ચર્યકારક છે, ગુરુમહારાજ ઉપરનું બહુમાન પણ આશ્ચર્યજનક છે અને સાહસ પણ સીમા વગરનું છે.” આ રીતે શ્રીસંઘથી સ્તુતિ પામતા પરમાઈતું શ્રી કુમારપાળ મહારાજા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 0 પોતાના આવાસના ઉપવનમાં આવીને “ખરતાડનાં વૃક્ષોને ચંદન અને કપૂર આદિથી અર્ચને મંત્રસિદ્ધ પુરુષની માફક કહેવા લાગ્યા કે – "स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । સૂના સર્વેડપિ, શ્રીવાસ્તુતિ તવા II” "कथयित्वेति गाङ्गेय-मयं ग्रैवेयकं नृपः । कस्याप्येकस्य तालस्य, स्कन्धदेशे न्यवीविशत् ।।२।।" “જેમ મારા આત્મામાં મારું મન આદરવાળું વર્તે છે, તેમ જો મારું મન શ્રી જિનેશ્વરદેવના મતમાં આદરવાળું વર્તતું હોય, તો તમે સર્વે પણ શ્રી તાડવૃક્ષપણાને પામી જાવ!” આ પ્રમાણે ખરતાડનાં વૃક્ષોને કહીને મહારાજા શ્રી કુમારપાળે કોઈ પણ એક તાલવૃક્ષના સ્કંધદેશ ઉપર સોનાનું ચૈવેયક સ્થાપન કર્યું. આ પછી શ્રી કુમારપાળ મહારાજા પોતાના મહેલે આવીને ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા અને શાસનદેવતાએ તે “ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડવૃક્ષ બનાવી દીધાં. સવારના પહોરમાં આરામપાલકોએ એ વાત રાજાને નિવેદન કરી. મહારાજાએ પણ ખબર આપવા આવનારાઓને ઇનામ આપવા દ્વારા આનંદ પમાડીને પોતાના ગુરુ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાસે તે તાડપત્ર લાવીને મૂક્યાં અને વંદન કર્યું. આ જોઈ ગુરુએ રાજાને પૂછ્યું કે “આ શું ?' આ પ્રશ્નના ઉત્તરમાં રાજાએ ગુરુ આગળ સર્વ સભા સમક્ષ તે ચમત્કારી વૃત્તાંત કહી બતાવ્યો. આથી ગુરુમહારાજા પણ સભાસદોની સાથે તે ઉદ્યાનમાં ગયા અને ત્યાં બનેલા બનાવને જોઈને દેવબોધિ” આદિ બ્રાહ્મણો અને બીજા પણ લોકો આશ્ચર્યરૂપ બની ગયા. આ ઉપરથી વિચારો કે એ પુણ્યપુરુષો સંયમ નહોતા પામી શકતા તે છતાંય પ્રસંગે ધર્મની સેવા ખાતર રાજ્ય કે શરીર છોડવું પડતું હોય તો તે માટે તેઓ તૈયાર જ રહેતા : એનું કારણ એ જ હતું કે તેઓ દુનિયાનાં અને મોક્ષનાં કારણોને અલગ અલગ માનતા હતા ! આજે તો કેટલાક પુદ્ગલાનંદીઓમાં દુનિયાનાં કારણો મોક્ષનાં કારણો તરીકે મનાય છે અને કમનસીબી તો એ છે કે આજે કેટલેક સ્થળે ધર્મદેશનામાં પણ એણે સ્થાન લીધું છે. સાંભળનાર એ વસ્તુમાં ચોંટેલા તો હતા જ અને એથી એવી “ધર્મદેશનાને નામે દેવાએલી “પાપદેશના'થી વધુ મક્કમ થયા ! એમ Page #95 -------------------------------------------------------------------------- ________________ 821 –– ૬ : જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૧ કહેવાય છે કે “જેણે સંસારની મક્કમતા નથી કેળવી તે સંયમમાં શું કરવાનો ?' એક મત એવો પણ છે, કે જે એમ કહે છે કે “પહેલો ધર્મ ગૃહસ્થાશ્રમ !” શાસ્ત્રકાર કહે છે કે “જો ગૃહસ્થાશ્રમને જ પ્રથમાચરણીય ધર્મ મનાત તો તો પછી સંન્યસ્ત રહેત જ ક્યાંથી ?' વસ્તુ ઉપયોગમાં આવે એની ના નથી, એનો ઇનકાર નથી, પણ તે તેનું કારણ તો નહિ જ!લક્ષ્મી દાનમાં, ધર્મસેવામાં કામ આવે, પણ એ ધર્મ તો નહિ જ ! જો એને ધર્મ મનાય તો મૂળ ધર્મ જ રહેવા ન પામે. સ્વર્ગ તથા અપવર્ગ અને તેનાં કારણો તથા સંસાર તેમજ તેનાં કારણોને બરાબર તે તે રૂપે સમજે, તેની ભિન્નતા સમજે, પછી તેનું તથારૂપે જ ધર્મદેશક નિરૂપણ કરે. સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો માને તો શું થાય ? કંકણનો કર્કશ અવાજ! શ્રી નમિરાજર્ષિ એવા બન્યા કે એમની પાસે સુધર્મા ઇંદ્ર પણ ન ફાવ્યા. તેમનું આખું અંતઃપુર, તેમની આખી નગરી, તેમનું સંસારમાં ગણાતું બધું બળતું બતાવ્યું, પણ આમણે તો કહ્યું કે “મારું કાંઈ બળતું નથી !” આ શાથી ? કંકણના અવાજથી પેદા થએલ વૈરાગ્યથી ! આથી કોઈ કહે કે કંકણના અવાજ ઘેર ઘેર ભેગા કરવા તો ? પોતે સંસારાવસ્થામાં બીમાર પડ્યા છે : દાહવર ઊપડ્યો છે : જેમ જેમ ચંદન ચોપડવામાં આવે છે તેમ તેમ દાહ વધતો જાય છે : તો પણ ઠંડક માટે વખતોવખત રાણીઓ ચંદન ઘસતી, લાવતી અને ચોપડતી ! દાહની હદ એટલી વધી કે ચંદન ઘસતાં થતો કંકણોનો અવાજ પણ ખમાતો નહોતો. શ્રી નમિરાજર્ષિએ આટલા ખખડાટનું કારણ પૂછ્યું. કારણમાં ચંદન ઘસવામાં થતો કંકણોનો અવાજ જણાવવામાં આવ્યો. પોતે ચંદન ઘસવાની “ના” કહી, તો પણ રાણીઓ પતિભક્તા અને કુલીન હતી, એટલે પોતાના કરમાં માત્ર એકેક કંકણ રાખી ચંદન ઘસવા લાગી. આથી અવાજ બંધ થયો. ફરી નમિ રાજાએ પૂછ્યું કે ચંદન ઘસાય છે ?' બધાએ “હા” કહી. “અવાજ કેમ નથી થતો ?” - એમ પૂછ્યું. જણાવવામાં આવ્યું કે હાથે માત્ર એકેક કંકણ રાખવામાં આવ્યું છે. તરત નમિ રાજાએ ત્યાં વિચાર્યું કે “અનેક હોય ત્યાં જ ખખડાટ છે.” આથી પોતે - “વ્યાધિ શમે તો આ બધું છોડીને એકલો ચાલ્યો જાઉં.' - એમ નિશ્ચિત કર્યું. પરિણામે વ્યાધિ પણ શમ્યો : પોતે ચાલી નીકળ્યા : એમણે આ સ્થિતિ ઊભી કરી, પણ બધા માટે આ જ રસ્તો એમ તો નહિ ને ? Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ છે.' સમજદાર એવી સ્થિતિ પણ ઊભી કરી શકે, પણ ‘એ વૈરાગ્યનું જ સાધન એમ કોઈ લખી વાળે તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય શું છે ? આથી જ દુનિયાની ચીજ મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, તો પણ તેને ધર્મનું કારણ ન કહેવાય. આ નિર્ણય થાય તો ગૃહસ્થ પણ, સંસારમાં ડૂબેલો પણ, વિષયાધીન પણ, એવાની પણ એ દશા તો ન જ થાય કે ધર્મને ઠોકરે મારે. આજે વાત વાતમાં ધર્મને ગૌણ બનાવાય છે. આજ એ કહેવાય છે કે ધર્મ ખરો, આગમ ખરું, પણ અહીં દુનિયાદારીમાં વાંધો ન જ આવવો જોઈએ.' શાસ્ત્રમાં તો એવું આવે છે કે પૂર્વે એક એક આત્માનું હિત જોયું ત્યાં બધું છોડ્યું ! એ સમજતા કે છોડવાનું તો છે, છોડું તોય છૂટવાનું છે અને ન છોડું તોય છોડવાનું છે, તો ધર્મરક્ષા માટે કાં ન છોડું ? જેટલા જેટલા શાસનમાં પ્રભાવકો થયા, સાધુ કે શ્રાવક એમને પ્રાયઃ બીજો વિચાર જ નહિ. એક જ વિચાર કે ધર્મનાં સાધનો સેવવાં અને એની સેવા માટે સર્વસ્વ સમર્પવું.' - - - મંત્રીમુદ્રા શાના યોગે ? શ્રી વસ્તુપાળ ગમે તેવા તોયે વીરધવળના તો મંત્રી ને ! ગમે તેવા તોય નોકર. એમની આવડતના યોગે એમના પર વિશ્વાસ એટલો બધો કે ભલે રાજા પણ કંઈ ન કહે, પણ મંત્રી તો ખરા ને ! એક વખત સવારમાં દાતણ કરવા બેઠા છે, હજી પચ્ચક્ખાણ પાર્યું નથી, ત્યાં રાજાના મામાએ પોતાના ધર્મગુરુનું અપમાન કર્યાના ખબર મળે છે. તરત અપમાન કરનારની આંગળી કાપી લાવવાનો હુકમ કરે છે. પચ્ચક્ખાણ પાર્યું નથી : ‘એ આંગળી કાપી લાવો પછી પચ્ચક્ખાણ પાળીશ' - એમ કહે છે. આ કોની આંગળી કાપવાની હતી ? માલિકના મામાની ! ‘શું થશે ?’ – એમ વિચારે તો આ હુકમ થાય ? તો તો એમ થાય કે ગળી જાઓ, ગમે તેવો તોય રાજાનો મામો છે, માટે વિગ્રહ કરવામાં માલ નથી, એમ થાય : પણ એ વિચાર એમને ન જ આવ્યો. એ તો કહેતા કે હું મંત્રીપદ પર જીવતો નથી પણ ધર્મ ઉપર જીવું છું : અગર મંત્રીપદ ઉપર જીવતો હોઉં તો પણ ધર્મને આઘો કરું તો હું ધર્મી નથી. કીમતી તો ધર્મ છે, કે જેથી મંત્રીપદ મને મૂંઝવી શકતું નથી. જો મારામાં ધર્મ ન હોત તો મંત્રીપદ તો મારી નાખત. અત્યારે ઘણાઓની એવી માન્યતા છે કે ‘ધર્મ દુનિયાદારીનાં સાધનોથી છે માટે એ પહેલાં અને પછી – - 822 Page #97 -------------------------------------------------------------------------- ________________ 82૩ – ૬ ઃ જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૩ ધર્મ ! જ્યારે પુણ્યપુરુષો માનતા અને માને છે કે “ધર્મ ખાતર બધું જાઓ. એ શાથી ? એથી જ કે સંસારનાં કારણ તથા મોક્ષનાં કારણને અલગ માનતા અને માને છે. ક્ષત્રિયોનો કાયદો હતો કે શરણાગતને આશ્રય આપતા. ત્યાં શું થશે એનો વિચાર જ ન કરતા. એ કુળસંસ્કાર. પોતામાં પોતાપણું શું જોઈએ તે સમજતા. ઘણા ટેકીલાઓએ ભીખ માગી રખડી મરવાનું પસંદ કર્યું છે, પણ વસ્તુ ગુમાવી નથી. એ સમજતા કે વસ્તુ ગઈ તો બધું ખલાસ ! ચક્રવર્તીને ચક્રવર્તી બનવું હોય તો જે આજ્ઞા ન માને તેની સામે થવું પડે તો જ ચક્રવર્તી બનાય. શ્રી ભરત મહારાજા જાણતા કે નવાણું પોતાના ભાઈઓ છે અને રાજ્ય પણ પિતાએ આપ્યું છે, કાંઈ કહેવાનો હક્ક નથી, પણ ચક્રને આયુધશાલામાં પ્રવેશ કરાવવો હોય અને ચક્રવર્તી બનવું હોય તો દૂત મોકલવા પડે અને ન માને તો સામે પણ જવું પડે તો ચક્રવર્તી બનાય ! જે વસ્તુ જે સ્થાને બેઠી છે તેને મુખ્ય માને તો જ વસ્તુ દેખાય. વિરધવળ રાજાએ જાણ્યું એટલે લડાઈ કરવા તૈયાર થયા : મંત્રી પણ સામે થયા : બધા જઈને રાજાને કહે છે કે “જેના યોગે રાજ્યની આબાદી તેની સામે આ ધાંધલ હોય ? મંત્રીશ્વરે તમારા મામાની આંગળી કાપી શાથી ? કારણ વિના કાપે ?' વિરધવળ કહે કે “એ હું જાણતો નથી. મામાએ ફરિયાદ કરી.” મંત્રીને બોલાવવા મોકલ્યા. મંત્રી કહે - “વગર આમંત્રણ નહિ આવીએ તેમજ શસ્ત્રબદ્ધ આવશું. સભા પીંખીને ઘેર આવવાની પણ તાકાત અમારામાં છે.” રાજાએ એ રીતે બોલાવ્યા. મંત્રીએ જઈને પોતાના ધર્મગુરુના થયેલા અપમાનની વાત જણાવી : રાજા પણ સમજ્યો અને સમાધાન થયું. મંત્રી મુદ્રાની પરવા ન કરી તો આ પરિણામ આવ્યું અને પરવા ન કરી તેનું કારણ એ છે કે તેઓ “મંત્રી મુદ્રા તો ધર્મના પ્રતાપે છે' - એમ માનતા. “હું, અમે ને અમારું - એ છોડો ! આજ તો મોક્ષના અર્થી કહેવરાવવું છે અને સંસારનાં કારણોને મોક્ષનાં કારણો માનવાં છે ! એ દશામાં ધર્મ થાય ? અરે ! થાય તો નહિ પણ ધર્મ હોય તેય જાય જ ને ? સભા : કાળ પ્રમાણે ફેરફાર હોય ને ? Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 82 દર રૌદ્રધ્યાનથી ચોથે આરે નરક મળે અને આજે સ્વર્ગ મળે એમ? સભાઃ એમ માને છે કે ફેરફાર થાય. માને છે એ વાત જુદી. આ બધાને કોઈ ચોટ્ટા માને તો કોઈ રોકતું નથી, સાબિત ન થાય તો એ માનનાર કેવો ? સભા : તાકાત ઓછી તો બને ? તાકાત ઓછી-વત્તી એ બને, પણ તેટલા માટે સાચાને ખોટું તો ન જ કહેવાય. તાકાત ન હોય તો તથાવિધિ અમલ ન થાય, પણ ધર્મને અધર્મ તથા અધર્મને ધર્મ તો ન જ કહેવાય. આજના કાળમાં જિનકલ્પાદિ માટે પ્રભુએ પણ ના પાડી છે. ચારિત્ર એટલે સર્વવિરતિ તથા દેશવિરતિમાં વાંધો આવે, પણ બધા પદાર્થોમાં મારાપણું માની સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મનો ઘાત ન થવા દે. કેટલેક સ્થળે આજ તો એ વાસના ઘૂસી છે કે દુનિયાદારીના પદાર્થો હોય તો જ મોક્ષ સધાય, પણ એ માન્યતા ખોટી જ છે : અને એથી ઉપકારીઓ તો ફરમાવે છે કે “હું, અમે અને અમારું” છોડાય તો જ શાસનપ્રભાવક, - અરે શાસનના એક અદના સેવક પણ તો જ થવાય ! શાસનમાં રહેનારે “હું, અમે અને અમારું' એ છોડવું જ પડશે. તમારે પણ “પહેલું તો શાસન જ' - એમ માનવું પડશે. આજ તો એમ પણ કહેવાય છે કે “સાધુ તો કહે પણ અમારે તો દુનિયાદારી પહેલી : સાધુને તો આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ ! અમારે તો તેલ જોવું, તેલની ધાર જોવી, બધું જોવાનું આ હોય તો ભલે, નહિ તો ગાબચી પણ મારીએ.” આવી જાતની વિચારણાથી કૃષ્ણપક્ષીયાની મોટી સંખ્યામાં તમારો નંબર ન આવે તેની કાળજી રાખજો. દુનિયાદારીને પહેલી માનનારા સેંકડે એંશી ટકા કે એથી પણ અધિક હોવાનો સંભવ છે ! ચોખ્ખું કહેનારા પણ પડ્યા છે કે ધર્મ તો નવરાશે, ફુરસદે, અનુકૂળતાએ, ફાવે તો, ગમે તો, રુચે તો કરીએ, બાકી આ તો છે જ. આ દશા છે માટે જ અણીના સમયે ડૂબકી મરાય તેની ગમ પણ નથી રહેતી. યુદ્ધમાં અણીને વખતે રાજા ક્યાં જુએ ? દુશ્મન રાજા તરફ જ જુએને ? એ વખતે પોતાની જાત ઉપર પડતા પ્રહાર તરફ જુએ ખરો ? નહિ જ : એ તો દુશ્મન તરફ ધસ્યો જ જાય - પાછો ભાગે ખરો ? નહિ જ. એવી Page #99 -------------------------------------------------------------------------- ________________ 925 -૬ ઃ જેનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 - ૮૫ ધગશ હોય ત્યારે રાજા વિજય પામે છે ને ? તેમ સમ્યગ્દષ્ટિ પણ ધર્મસન્મુખ રહેવો જોઈએ. એ ક્યારે બને ? એ બનાવવા માટે બેયનાં કારણોને ભિન્ન ભિન્ન સમજવાં જોઈએ. સંસારનાં કારણોને મોક્ષનાં કારણો માની એની સેવામાં કટિબદ્ધ થવું, એવું માનનાર વીસમી સદીનો સ્વચ્છંદી જમાનો છે. દાન એ ધર્મ' - એ ભાવના હશે તો થોડામાંથી થોડું પણ દાન દેવાશેઃ લક્ષ્મી એ ધર્મ – એ ભાવના હશે તો થોડું પણ દાન દેવાનું હશે તેય અટકી જશે! ધર્મને મૂકી લક્ષ્મી વગેરેને મારું-મારું કરતા મરી ગયા, તો આ લોકમાં પણ બિચારા કહેવાશો અને પરલોકમાં તો દુર્ગતિઓ તૈયાર જ છે ! ધર્મ ખાતર સર્વસ્વ સમર્પનાર, જીવન સમર્પનારની પાછળ આ લોકમાં “એ બહાદુર હતો” - એમ કહેવાશે અને પરલોક તો સારો છે જ – માત્ર મોઢે બોલવાથી શો લાભ થાય ? પ્રભુના શાસનને પામેલો સ્વ-પરનું હિત ચિંતવે, આપત્તિ આવે તેને તેટલી ન ગણકારે ! વ્યાધિ મટાડવો હોય તો કુપથ્થત્યાગ તથા ઔષધ લેવાની વૈદે કહેલી તમામ આપત્તિ સ્વીકારવી પડે. જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મુક્તિઃ મોક્ષનાં કારણ એ પણ સ્વર્ગનાં કારણ તો છે જ, એટલે એ જુદાં કહેવાની જરૂર નથી. મોક્ષનાં કારણ પૂરાં નહિ મળે ત્યાં સુધી સ્વર્ગ અને પૂરાં મળશે ત્યારે મોક્ષ છે ! ધ્યેય મુક્તિનું છે, પણ સ્વર્ગનું નથી. જેનશાસનમાં સ્વર્ગ છે. જેનશાસનવાળા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. અનેક સ્વર્ગે ગયા, જાય છે અને જશે, પણ ધ્યેય સ્વર્ગ નથી. જેનશાસનનું ધ્યેય તો મુક્તિ જ છે ! જેમાં પૌલિક ભાવનાનો અંશ પણ નથી તે મુક્તિ એ જ ધ્યેય ! સમ્યગ્દષ્ટિ સવારમાં આત્માને પૂછે : “શાની ઇચ્છા છે ?' જવાબ “મોક્ષની.” એ જ હોય ! જો અંતિમ ઇચ્છા પણ બીજી હોય, બીજું ધ્યેય ગમે, મુક્તિ કરતાં બીજામાં વધુ રસ હોય, તો એટલી પોલ ! મુનિને આહારની વિધિ છે કે જેમ સાપ દરમાં પેસે તેમ કોળિયો જીભને અડાડ્યા વગર નીચે ઉતારે. રસ લાગે તો આત્મા રસલુબ્ધ થાય. મુનિને અંકુશ અને શ્રાવકને છૂટ એમ નથી. શ્રાવકને વાંધો નહિ એમ નહિ. ગૃહસ્થની તાકાત ઓછી માટે મુનિ જેટલી ફરજ ન મૂકી. જ્ઞાનીએ જોયું કે ફરજ મૂકવામાં આવશે તોયે અશક્ત આત્માઓ અધવચ્ચે નાસવાના છે. શ્રાવકને અમુક ક્રિયા ન લાગે, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૭ – આચાશંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ વિરાધના ન થાય, તો પણ આરાધનાનું શું? આરાધના તો વિરતિપણામાં છે ! ધૂનન કરાવવું છે માટે સૂત્રકાર આ બધું સ્પષ્ટતાથી કહે છે : છોડવાનું કહેતાં પહેલાં કહેનારને ઓળખાવે છે. નિરૂપણ કોણ સાચું કરે તે બતાવે છે. સ્વર્ગ તથા અપવર્ગ તેમજ તેનાં કારણો અને સંસાર તથા તેનાં કારણોને ભેળવે નહિ, ભિન્ન સમજે અને તે તે રૂપે જાણે, તે જ ધર્મનું સાચું નિરૂપણ કરે. મોક્ષ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, - એ ત્રણ કારણ છે. ચોથું એક પણ નહિ ! ચોથામાં સાધનબુદ્ધિ આવે તો સમ્યકત્વ રહે ? કોઈ કહે કે જે પદાર્થોનો ઉપયોગ કરવો તેને સાધન ન માનવાં ? ના, એ જ ખૂબી છે. શુદ્ધ ધ્યેય અને યથાસ્થિત નેમને લઈને તે પદાર્થોને સાધન બનાવાય છે, પણ એ પોતે સાધન નથી. ઝેર એ તો ઝેર છે, પણ એ અમૃત થાય છે એ કારીગીરી વેદની છે, પણ ઝેર તો ઝેર જ. ઝેર વૈદના હાથમાં આવે તો તે તેને અમૃત બનાવે. દરદી ઝેર પણ ખાય, પણ તે કોના હાથનું ? વૈદના હાથનું. વૈદ પણ કહે કે બીજાના એટલે જેના તેના હાથે ખાતો નહિ. એ રીતે જેની પાસે રત્નત્રયી હોય તે દુનિયાના પદાર્થનો ઉપયોગ કરે, તોપણ તેને રત્નત્રયીને અનુકૂળ બનાવીને, એટલે વાંધો ન આવે. આ ત્રણને છોડી ઉપયોગમાં આવે તેને સાધન માનવાની મૂર્ખાઈ ન કરવી. એમ કહ્યું તો ભાંગરો વટાઈ જશે. શાસ્ત્રકાર કહે છે કે “ગાંડા! અહીં તો સંસારપિપાસુઓ ચોંટેલા જ છે, છોડે તેવા નથી, એમાં ક્યાં ચોંટાડે છે ?” હૃદયમાં ન ઊતરે તેવી અનુપમ ચીજ તો આ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર છે. “ફવિ નમુવારથી કલ્યાણ થાય, માટે બીજું શું કામ કરવું ? પણ બીજું કરે તેનું જ એ “વોવિ નમુવારો' કલ્યાણ કરે ! જો દુનિયાદારીના પદાર્થો પણ અમુક અવસ્થામાં જરૂરના હોય, તો પણ તે ક્યારે છૂટે એવી ભાવના તો હોવી જ જોઈએ. નહિ તો એ બધું ક્યારે આવે એવી ભાવના રાખે, કેમ કે એને મોક્ષનાં સાધન માન્યાં ! ધર્મનો પ્રભાવ તો અનાર્ય દેશના લોકોને પણ આંજી શકે ! શ્રાવકના મનોરથો શા ? તમે શું કરો છો તે વાત જુદી, જે બધું કરાય છે તે જાણીએ છીએ, પણ કરવું શું જોઈએ તે નક્કી કરો. આ નિર્ણયમાં એકવાક્યતા આવે તો પછી વાંધો ન રહે. જેવું સાધુ અહીં બોલે તેવું ગૃહસ્થ બજારમાં બોલે, પછી વાંધો ક્યાં ? ઇતર પણ માને કે આ તો બધે એક જ વાત છે, એટલે ત્રીજો લટપટ ન કરી શકે. ઇતર કહે કે તમારા સાધુ તો Page #101 -------------------------------------------------------------------------- ________________ 827 ૬ : જૈનશાસનનું ધ્યેય સ્વર્ગ નહિ પણ મોક્ષ : - 56 છોડીને જના૨ા : ગૃહસ્થ પણ કહે કે સાચી વાત, અમારી પણ એ જ ભાવના છે ! ઇતર પણ કહે કે એમને સતાવાય તેમ નથી. પણ આજ તો દશા જ જુદી છે. વિરોધીની વાત તો જુદી, પણ કોઈ કોઈ ધર્મી ગણાતા પણ કહે કે ‘શું કરીએ ? સાધુ હઠીલા છે, માનતા જ નથી, રોજ ત્યાગની વાત કરે છે, ઘણું કહીએ છીએ પણ માનતા નથી, સમય ઓળખતા નથી !' આથી ઇતર જાણે કે ‘અહીં પોલ છે. જન્મથી માનનારમાં પણ પોલ છે.' આથી નવા પામતા હોય તે પણ ન પામે. શ્રાવકો એવા હતા કે પોતાની પાસે આવના૨ને સીધે માર્ગે લાવતા, કદી ન ફાવે તો પોતાના ગુરુ પાસે આવવાનું કહેતા, પણ કદી ઢીલી દોરી ન મૂકતા. માખણદાસપણું નહોતું. ખોટી ‘હાજી’ ભણવાનું ભૂલી જાઓ. ધર્મની વાત આવે ત્યાં તો શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ ધર્મ હોય. વેપારી સાથે પણ એ જ વાત કે ‘ભાઈ ! વેપારની વાત કર : કામથી કામ : ધર્મની બાબતમાં સમજે નહિ તો એ વાત રહેવા દે !' ધર્મ ખાતર સંબંધ તૂટે એની ૫૨વા ન હોય. 62 શ્રાવકને સામાયિક કરતાં શરમ આવે ? એવા પણ શ્રાવકો છે કે જે ગમે ત્યાં આવશ્યક ન ચૂકે, પણ તેવા થોડા ! બાકી તો પોઝીશનની વાત ! નિયમ રાખે તો પણ ઘર માટે, બહાર ખુલ્લા ! બધા જો બહાર પણ ક્રિયા કરે તો પરિણામ કેવું આવે ? સારો ગૃહસ્થ પણ ક્રિયા કરે તો તે જોઈને ઇતર પણ કહે કે ‘એ તો એ જ.’ રાજ્યમાં નોકરો પણ પૂર્વે આવા હતા. એક સાહેબના હાથ નીચે એક વૃદ્ધ જૈન નોકર હતા. ધર્માત્મા હતા. સાંજે પાંચ વાગે વાળુ ક૨વા જતા. સાહેબ પણ જાણતા એટલે જવા દેતા. નવો સાહેબ આવ્યો એને ખબર નહિ . તેરસની સાંજ હતી. પાંચ વાગે ઊઠ્યા. સાહેબે રોક્યારોકાયા, પણ રાત્રે ખાધું નહિ. બીજે દિવસે ચૌદશ હતી એટલે ઉપવાસ હતો. એટલે તે દિવસે પાંચ વાગે ન ઊઠ્યા ત્યારે સાહેબે કહ્યું કે ‘કાલે તો પાંચ વાગે જમવા જતા હતા, આજ ટાઇમ નથી થતો ?’ તેમણે કહ્યું કે ‘આજ તો ઉપવાસ છે.' સાહેબે જાણ્યું કે ગઈ કાલે પણ ખાધું નહોતું અને ઉપર આજે ઉપવાસ કર્યો ! કે તરત સાહેબે કહી દીધું કે ‘તમારે વખત થાય એટલે ચાલ્યા જવું, પૂછવું નહિ. મારી ભૂલ થઈ કે તમને કાલે રોક્યા.' અમલદારો પણ સમજે. આગલી સાંજે જમ્યા હોત તો આ પરિણામ આવત ? એનો અર્થ તો એ થાત કે વહેલા જવાનો પ્રપંચ છે. અમદાવાદના મોહનભાઈ લલ્લુભાઈની પણ એ જ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 828 ખ્યાતિ હતી કે એમની ક્રિયાના નિયત વખતે એમને અમલદાર પણ ન બોલાવે. ધર્મની છાયા અનાર્ય દેશથી આવેલા ઉપર પણ પડે, તો આર્ય દેશમાં જન્મેલા ઉપર કેમ ન પડે ? પણ ધર્મી ધર્મી રહે તો ! માટે અહીં સૂત્રકાર મહારાજ ફરમાવી રહ્યા છે કે કેવળજ્ઞાનના યોગે સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણ તથા સંસાર અને સંસારનાં કારણોને જાણનાર શ્રી તીર્થંકરદેવ મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે તે તારક કૃતાર્થ છતાં પણ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભાવમાં રહેવા છતાં જ પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે. એટલે આપણાથી તો એ તારકની આજ્ઞાથી એક અણુ પણ ફેરફાર ન બોલાય એ તદ્દન સ્પષ્ટ છે ! Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭: સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક: 157 • ચડતાં પડાય માટે નિસરણી ભંગાય કે • કોણ કહે છે કે જમાનો નથી ફર્યો?પણ ફર્યું શું એને મજબૂત કરાવાય ? એ તો વિચારો ! • સ્વચ્છંદતાના જમાનામાં અંકશ વધારાય કે • સંતતિને કુલદીપક બનાવવી છે ? ઘટાડાય ? ‘મિથ્યાદૃષ્ટિપણું' - “દુર્લભ બોધપણું – “હાડકાંના • અંતર અવાજ કોનો પ્રમાણ? માળાપણું' - વગેરે શબ્દોના તાત્વિક અથા : • યુરોપિયનો ઝળકે ને જૈનો નહિ ? વિષય : સંસારના હેતુ અને મોક્ષના હેતુ અલગ છે. બંનેની ભેળસેળ કરાયું નહિ. સાધન પોલું ન બનાવાય. ગત પ્રવચનમાં છેડેલા વિષયની જ પુષ્ટિ માટે પ્રસ્તુત પ્રવચનમાં અનેક દાખલા અને દલીલો આપવામાં આવ્યાં છે. સાધકને કદાચ સંસારની કોઈ પણ ચીજની જરૂર પડે પણ એટલા જ માત્રથી એ ચીજ પેદા કરવા, સાચવવા, વધારવા આદિનો ઉપદેશ અપાય જ નહિ. સાધના કરતા સાધકે સ્વયં બળવાન બનવું જોઈએ પણ કયારેય સાધનને ઢીલુંપોચું ન બનાવાય. જમાનો બગડ્યો એની ના નથી. એ તો પૂર્વના મહર્ષિઓએ પણ કહ્યું જ છે કે જમાનો બગડ્યો. પણ એ વાતને આગળ કરી સાધનાને ઢીલી ન કરાય.ઊલટાની મજબૂત કરાય.ચોર વધે તેમ તાળાં વધુ મુકાય, ચોકીપહેરો વધારાય તેમ આગળ વધી અંતરનો અવાજ પણ સર્વજ્ઞનો જ મનાય, નહિ તો જેટલા આદમી તેટલા અવાજ નીકળે. આ બધી વાતોનો વિમર્શ કર્યા બાદ અંતે બાળસંસ્કરણ અંગેની કેટલીક વાતો કરી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્ષાગૃત • સંસારમાં ઘણી ચીજો એવી છે, કે જે મોક્ષમાર્ગના આરાધકને સહાયક થાય છે, પણ એટલા માત્રથી એ ચીજોને મોક્ષમાર્ગના કારણરૂપ ન કહેવાય. • સાધન માટે સાધક બળવાન બને, પણ સાધક માટે સાધન ઢીલું ન બનાવાય. • લક્ષ્મીને શાસ્ત્ર સારી કહી હોત તો તો દાન એ ધર્મ જ ન રહેત. ૦ જગતને સ્વચ્છંદી બનાવવાના યત્ન ન કરાય, તેને સ્વચ્છંદી બનાવવાનું પણ ન કહેવાય અને સ્વચ્છંદને પોષણ પણ ન જ અપાય. • ખાતરીથી માનજો કે દુનિયાના પદાર્થો પાછળની દોડધામમાં સુખ નથી જ ! કાળ બગડ્યો, એ નવી વાત નથી, માટે તો સાધુપુરુષો ફરમાવે છે કે રક્ષણનાં સાધનો વધારો ! ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ ચુસ્ત બનો ! • કહેનારે શ્રી જિનાગમને આધીન રહેવું જોઈએ અને સાંભળનારે શ્રી જિનાગમને અનુસરતું જ સાંભળવું જોઈએ. • અમે ગૃહસ્થાઈ માગીએ તેમાં કલ્યાણ કે તમે સાધુતા માગો તેમાં ? બેયનું જેમાં કલ્યાણ તે કામ કરવા યોગ્ય ! બેયનો જેમાં અધ:પાત તે કામ કરવા યોગ્ય નહિ. • બચ્ચાંઓને મોજમજામાં જોડવાં, હોટેલમાં, નાટકચેટક કે સિનેમામાં જતાં કરવાં, એ ઇરાદાપૂર્વક એના આત્મહિતનું ખૂન કરવા બરાબર છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક ચડતાં પડાય માટે નિસરણી ભંગાય કે એને મજબૂત કરાવાય ? સૂત્રકારમહર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં જ ‘અનાવરક (કેવળ) જ્ઞાનના યોગે સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસારનાં કા૨ણોને જાણ્યા બાદ શ્રી તીર્થંકરદેવ આ લોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે.' આ પ્રમાણે કહીને સમજાવે છે કે, ધર્મ કહે કોણ ? અને ધર્મના કહેનારમાં કઈ જાતની યોગ્યતા હોવી જોઈએ ? પરમ તારક અને ત્રણ ત્રણ જ્ઞાનોને સાથે લઈને આવેલા અખંડ ત્યાગની મૂર્તિ સમા શ્રી તીર્થંકરદેવ પણ કેવળજ્ઞાન થયા બાદ, એટલે કે તે જ્ઞાનના યોગે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણોનો તથા સંસાર અને તેનાં કારણોનો સાક્ષાત્કાર થયા પછી જ ધર્મને કહે છે : આથી સ્પષ્ટ જ છે કે સ્વર્ગ, મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણો ન જાણવામાં આવે, ત્યાં સુધી ધર્મનું પ્રતિપાદન ન થાય ! એ કારણોની ભેળસેળ પણ ન થાય, કેમ કે એ અલગ કારણો અલગ જ રહેવાં જોઈએ. સંસારમાં ઘણી ચીજો એવી છે, કે જે મોક્ષમાર્ગના આરાધકને સહાયક થાય છે, પણ એટલા માત્રથી એ ચીજોને મોક્ષમાર્ગના કારણરૂપ ન કહેવાય. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ ચારિત્ર અને તેનાં સાધનો, જેમ કે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને રજોહરણ આદિને જેમ મોક્ષનાં સાધન કહેવાય, તેમ દુનિયાની બીજી ચીજોને મોક્ષના સાધન તરીકે ન લેખાય : અન્યથા જો એમ બધી વસ્તુને સાધન માનીએ, તો સમજો કે રજોહરણનું સાધન ઊન, ઊનનું સાધન ઘેટાં, પછી ? પછી ક્યાં જશો ? વારુ, રજોહ૨ણ માફક ઘેટાનું પણ બહુમાન કરવું ? આજ તો એમ કહેવામાં આવે છે કે “જે ચીજ જોઈએ તેનું વિધાન કેમ ન કરાય ? જે સાધુને આહાર વિના ન ચાલે તે સાધુ રસોઈનું વિધાન કેમ ન કરે ? રસોઈ માટે પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની વિરાધના તથા આરંભસમારંભ પણ કરવો પડે, માટે તે કરવામાં હરકત નથી, એમ પણ સાધુએ : Page #105 -------------------------------------------------------------------------- ________________ as1 – ૭ : સંસારનાં અને મોતનાં કારણોનો વિવેક : - 57 – ૯૧ કહેવું જોઈએ ? કારણ કે તેમને આહારની જરૂર છે. એવી જ રીતે દરેક વસ્તુ !” આજના વિચિત્ર આત્માઓની આ મોટામાં મોટી દલીલ છે, પણ તેવી દલીલ કરનારાઓને ખબર જ નથી કે ઉપયોગમાં આવે છે એ વસ્તુ જુદી છે. અને સાધન એ વસ્તુ જુદી છે. જ્યાં સુધી કારણોની ભિન્નતા અને વસ્તુસ્વરૂપની ભિન્નતા નહિ સમજાય, ત્યા સુધી પ્રભુશાસનનું પરમ સત્ય નહિ પમાય ! જ્ઞાની બહુ ગંભીર હતા અને હોય જ. આ બધા વિના નહીં ચાલે એવું એ જાણતા હતા, નહોતા જાણતા એમ નહિ, પણ એ માનતા, જાણતા, જોતા અને કહેતા કે આ બધું કહેવાની જરૂર ક્યાં છે ? વગર કહ્યું દુનિયા એમાં તો રાચેલી-માચેલી જ છે, પ્રવૃત્ત જ છે, એમાં સ્વયમેવ પ્રવૃત્તિ કરી રહી છે. વળી એ ચીજ એકાંત સાધનરૂપ નથી, તેમજ મોટે ભાગે તો અનર્થની જ કરનારી છે અને વધુમાં પાપજનક પણ છે : માટે એના ઉપદેશની આવશ્યકતા જ નથી. ગઈ કાલે આપણે જોયું કે દાનને ધર્મ કહ્યો પણ લક્ષ્મીને નહિ, શિયળને ધર્મ કહ્યો પણ શરીરને નહિ અને તપને ધર્મ કહ્યો, પણ ખાવાને નહિ ! શાસ્ત્રકાર મહર્ષિ પણ જાણે છે કે જરૂર તો છે, આ વસ્તુઓ ઉપયોગમાં આવે તો છે, કામ આના દ્વારા પણ થાય છે, પરંતુ એ વસ્તુઓને સાધન-મોક્ષના કારણરૂપ તો ન જ ગણાય. સંસાર અને મોક્ષ એ બે વસ્તુ અલગ છે, એ તો સમજો છો ને ? બેય વસ્તુ જુદી, બેયનું સ્વરૂપ જુદું, ત્યારે બેયના હેતુ એક કેમ હોય ? ન જ હોય : મોક્ષમાર્ગે ચાલનાર આત્મા દુનિયાની ચીજો દ્વારા લાભ લેવાય તો લઈ લે, છતાં એને ત્યાજ્ય તરીકે જ માનતો હોય, એટલે જ્યાં એની જરૂર ઓછી થઈ કે તરત પાછો ખસી જાય, પણ એમાં ફસાય નહિ જે સાધન એકાંત સાધ્યની સિદ્ધિ માટે સમર્થ હોય, તેને જ સાધન કહેવાય ! એમાં જરા પણ પોલાણ ન પાલવે. જેટલો મહેલ ઊંચો તેટલી જ નિસરણી મજબૂત હોવી જોઈએ, ગમે તેવી ન ચાલે ! અને એથી કદાચ કોઈ ચડનારા પડે, પણ તેથી નિસરણી ઉઠાવાય છે ખરી ? નિસરણી તો ચડાવનારી છે, એ પાડનારી નથી, છતાં પણ ચડતાં ઘણાય પડેય છે, ચડતાં ન આવડે, જરા પ્રમાદ થાય - દૃષ્ટિ આડી પડે – પગ લપસે તો પડે પણ ખરા, પરંતુ તેથી ગુસ્સો લાવી કોઈ એ નિસરણી જ ભાંગી નાખે તો શું થાય ? તેવા વખતે તો પાસે ઊભેલોય કહે કે હવે નીચે જ ઊભા રહો. પછી તો ફરીથી નિસરણી થાય ત્યાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ ––– – 232 સુધી બધાને નીચે ઊભા રહેવું પડે. એકના યોગે સંખ્યાબંધને ઊભા રહેવું પડે, પાછી બધાની ભાવના થાય, પોતાની ભૂલ સમજાય, નિસરણી કરવાનો મત મળે, નિસરણી તૈયાર થાય, ત્યારે જ મેડે જવાય ! ન મત મળે તો રખડી મરાય ! હાલની હાલત એ છે કે સાધક ઢીલો માટે સાધન ઢીલાં કરો : સાધન ઢીલાં થયાં એટલે સાધકો વધારે ઢીલા થાય : પછી ફરી સાધન ઢીલાં થાય ને સાધક વધારે ઢીલા થાય : આખર દશા એ જ થાય કે સાધનનો નાશ થાય અને નાશક સાધનો વધી પડે. એટલે સાધનનો પણ નાશ જ ને ? માટે જ સાધકે સાધન જેવા બનવું જોઈએ. સાધન માટે સાધક બળવાન બને, પણ સાધક માટે સાધન ઢીલું ન બનાવાય. સીડી પચાસ પગથિયાંની છે તે ચડવાની તાકાત મેળવાય, પણ એમાંથી દશ પગથિયાં કાઢી ન નખાય ! જો તેમ કરવામાં આવે તો ચડનાર અધવચ રહી જાય : રખડી જાય ! શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે કે તમે ઢીલા હો અને પૂર્ણ આરાધવાની તાકાત ન હોય, તો થોડું આરાધાય તો થોડું આરાધો, પણ સાધન ઢીલું ન કરો ! બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરનારો જાણે છે કે ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે એમ જ કહે કે “પામરતા છે કે બેસીને કરીએ છીએ' - તે વાત જુદી, પણ “બેઠાં બેઠાં કરવામાં વાંધો શો ?” – એમ કેમ જ કહેવાય ? જો બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું હોત તો ઊભો કોણ થાત ? ઊભાં ઊભાં કરવાનું કહ્યું છે ત્યાં પણ ગળીઆ બળદ થઈને બેસી જવાય છે, તો બેસીને કરવાનું કહે તો ઊભા થવાનું મન પણ કોને થાય ? લક્ષ્મીને અસાર તથા ખોટી કહે તોયે છૂટતી નથી - તો પછી એને જો સારી કીધી હોત તો શી હાલત થાત ? આ તો “ખોટી ખોટી'નો સજ્જન સાધુજનોનો પોકાર ચાલુ છે માટે આટલીયે દેવાય છે ! પણ જો લક્ષ્મી સારી સાબિત થાત, તો તો કોઈ દાન જ શા માટે કરત ? કેમ કે લક્ષ્મી એ જ ધર્મ એમ થાય. આજે તો લક્ષ્મીવાન પણ ધર્મોસમાજમાં બેઠો છે, એટલે એનાથી એમ નથી કહેવાતું. એ પણ “દાન એ ધર્મ સાંભળે છે, કાંઈક સમજે છે, માટે જે કાંઈ દે છે તે દે છે. લક્ષ્મીને શાસ્ત્ર સારી કહી હોત તો તો દાન એ ધર્મ જ ન રહેત. શ્રી તીર્થંકરદેવો નિર્મળભાવે પૂર્વાવસ્થામાં ભોગ ભોગવતા, છતાં એ એને રોગની ઉપમા આપતા હતા ! ભોગ ભોગવવા જોઈએ એમ કહ્યું હોત તો શું થાત? જેનાથી ભોગ ન છૂટે તે ભોગ ભોગવતો હોય તો તે જાણે, પણ ભોગ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૯૩ એ ધર્મ તો નહિ ? “મરજી મુજબ વર્તવું એ ધર્મ' - એમ કહ્યું હોત તો શું થાત? કહેવામાં આટલો અંકુશ ન હોત તો કોઈ ન છોડત : એવા રાચતમાચત, એવા દુર્ગાનમાં પડત, કે અંત જ ન આવત ! શ્રી જિનેશ્વરદેવનું શાસન અનુપમ છે. એ શાસનમાં આવ્યો કે એને ભોગમાં રોગની જ ભાવના થાય. ઇન્દ્રિયના વિષયોને અને એ વિષયોની સામગ્રીને છોડવાની ઇચ્છા એને જાગ્રત રહે ! આથી સ્પષ્ટ છે કે સાધન તો જે હોય તે જ કહેવાય અને સાધકે મક્કમ રહેવું જોઈએ પણ સાધનને ઢીલું કરવાની વૃત્તિ ન કેળવવી જોઈએ ! સાધન ઢીલાં કર્યો તો ઉદય ન જ થઈ શકે, એ નિશ્ચિત બિના છે ; કારણ કે ઊંચું ધ્યેય ને હલકાં સાધન, એનો મેળ જ શી રીતે મળે ? શ્રી જિનમંદિર અને ઉપાશ્રય, - એ બે તો એવાં મક્કમ અને ચોખ્ખાં હોય કે જે જરા પણ નમતું ન આપે તેવાં જોઈએ. “આ બધું છોડવા યોગ્ય છે' - એવી વારંવાર ફૂંક મારનાર આ બે છે. બીજે તો જ્યાં જાઓ ત્યાં “ખાઓ, પીઓ, મજા કરો, ચહાપાન, ભોજન લ્યો' – એમ જ સાંભળશો : જ્યારે અહીં તો “છોડો, છોડો, છોડાય તેટલું છોડો !” – એ જ સાંભળશો : આ બેમાં, બે સાધનમાં જેટલી નિર્મળતા તેટલો ઉદય : જેટલું પોલાણ તેટલો નાશ ! સભા: સીડી સુધારાય તો ખરીને ? એમાં વાંધો નહિ ! સીડી સુધારાય પણ ભંગાય નહિ. પગથિયાં સાંકડાં હોય તો ભલે પહોળાં કરે, જરૂર જણાય તો પચાસનાં પંચોતેર કરે, બેય બાજુ કઠેડા કરે, સાંકળ રાખે, દોરડાં રાખે, બધું ભલે કરે, પણ ચડવાનું એ નક્કી ! જેને જે રીતે ચડતાં ફાવે તે રીતે ! મોટી નિસરણીમાં ઘણા બે-ત્રણ-ચાર પગથિયાં સાથે ચડે છે ને ? કોઈ પડ્યો માટે નિસરણી ન જોઈએ તે ન ચાલે ! દોરડી, કઠેડા, સાંકળ બધું કરો, ચાહે તેવો સુધારો કરો, પણ એ ચડવાની સુલભતા માટે ! જ્ઞાની ફરમાવે છે કે અહીં ને અહીં ઇન્દ્રિયોના વિષયમાં ભાનભૂલા બની ચડવાનું ન ભૂલો !ને ન ચડાય તો ચડનારની મશ્કરી ન કરો કે ચડનારની નિસરણી ન ભાંગો ! આવીને કહો કે “સાહેબ ! હજી કોઈ કોઈ પડે છે, માટે એ ન પડે એવી નિસરણી મજબૂત બનાવો !' બચ્ચાંને ચાલતાં શીખવવું હોય તો આંગળીએ શીખવાડાય, એથી ન ફાવે તો ઠેલણગાડી વગેરેનો ઉપયોગ કરાય એમાં વાંધો નહિ, પણ બચ્ચાની દયા ખાઈ તેને બેસાડી રાખવામાં આવે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ તો બચ્ચે ચાલતાં શીખે ? તમારો પ્રશ્ન એ તાત્પર્ય કહે છે કે સીડી સુધારવી, મજબૂત કરવી. મજબૂતાઈનાં સાધન વધારવા ! હું કહું છું કે એમાં વાંધો નથી, સંમતિ છે. સ્વચ્છંદતાના જમાનામાં અંકુશ વધારાય કે ઘટાડાય ? યોગ્ય માર્ગે પહોંચવા સાધનરૂપ ક્રિયાઓ વધારાય ખરી, પણ ઘટાડાય નહિ. જમાનો વધુ વિપરીત હોય તો આપણે આપણાં સાધન વધુ મજબૂત કરવાં, સાધન વધારવાં, પણ “આ ધર્મ વિના કેમ ન ચાલે ?' – એમ તો ન જ કહેવાય ! સમય પલટાયો એ વાત સાચી, હું પણ માનું છું કે માનો પલટાયો, પણ એ તો કહો કે હતો એથી જમાનો સારો આવ્યો કે નરસો ? ધર્મની વધુ સામગ્રીવાળો થયો કે ઓછી સામગ્રીવાળો ? આ જમાનામાં ધર્મના રસિયા વધારે છે કે અધર્મના ? આવા કાળમાં તો જો કલ્યાણની અભિલાષા હોય તો અંકુશ વધારે વધારવા જોઈએ કે નહિ ? શાસ્ત્ર વિધિ કહી કે જેમ જેમ સમય પલટાય અને સ્વચ્છંદતા વધુ આવે, તેમ તેમ અંકુશ વધારવા જોઈએ. જે ઘોડો સીધો હોય તેની લગામ સુંવાળી હોય, ચોકઠું વાગે નહિ તેવું હોય, ગોળ હોય, અને સુંવાળું હોય : અને તોફાની ઘોડા માટે ચોકઠું કાંટાવાળું હોય કે નહિ ? એ જ રીતે જે જમાનામાં મનુષ્ય વધુ સ્વચ્છંદી બને, ત્યારે અંકુશ વધારવા જોઈએ ને ? જમાનો બગડ્યો માટે અંકુશ વધારવામાં ધર્મ કે અંકુશ ઘટાડવામાં ધર્મ ? શાસ્ત્ર વિધિ બાંધી છે કે શાસ્ત્રને બાધ ન આવે તેવાં બંધનો વધારવાં. એવાં બંધનો વધારવાની છૂટ છે ! પણ જગતને સ્વચ્છંદી બનાવવાના યત્ન ન કરાય, તેને સ્વચ્છંદી બનાવવાનું પણ ન કહેવાય અને સ્વચ્છંદને પોષણ પણ ન જ અપાય. પૂર્વે આગમના સમર્થ જ્ઞાતા મહર્ષિઓ પણ શ્રી જિનાજ્ઞાને જોરથી વળગી રહેતા, તો આપણા જેવાએ તો જિનાજ્ઞાને વધારે મજબૂત રીતે વળગવાનું કે ઢીલા થવાનું ? તાકાત હોય તેટલું ગ્રહણ કરાય, પણ શ્રી જિનાજ્ઞાને જરાય શિથિલ કરાય ખરી ? વાચકપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા જેવા સમર્થ વિદ્વાન પણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પૂર્વપુરુષો માટે કહેતા કે “ક્યાં છે અને ક્યાં અમે ? ક્યાં એમનું જ્ઞાન અને ક્યાં અમારું ?” આજે તો એવા પણ છે કે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પણ ભૂલ્યા' - એવું કહેતાં આંચકો પણ નથી ખાતા ! વાચકપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજાને તો તમે જાણો છો ને ? એવા સમર્થ પણ પૂર્વાચાર્યોની વાતમાં “ધન્ય !” – એમ કહેતા. એવાઓ જેને પૂજે, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ – ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૯૫ તેને માટે પણ યા તલ્લા બોલતાં આપણને આંચકો ન આવે. આ સ્વછંદતાને અંકુશમાં લેવા પ્રયત્ન કરવા જોઈએ ને ? કોઈ મારી પ્રશંસા કરે અને મારા પરમ પૂજ્ય પૂર્વજોની નિંદા કરે, ત્યારે હું કંઈ પણ ન બોલું , મારી પ્રશંસાથી લોભાઈ મારા પરમ પૂજ્ય પૂર્વજોની નિંદા સાંભળી રહું, તો મારે કહેવું જોઈએ કે તે પરમ જ્ઞાની પિતાનો હું સપૂત તો નહિ જ! એમની પ્રશંસામાં ઘણી પ્રશંસા રહેલી છે કે આપણી પ્રશંસામાં એમની ? એમનામાં આપણે કે આપણામાં એ ? મને તમે સારો કહો માટે જો આને હું દાબી દઉં, તો આ પેઢી પરનો હું લાયક મુનીમ કેમ જ કહેવાઉં ? આ શાંતિથી વિચારો ! વ્યવહારમાં તો એ નિયમ બરાબર પાળતા હો છો. પેઢીના મુનીમથી શેઠના રિવાજને કદી ભૂંસાય છે ? મુનીમે તો માલમાંથી નાણાં પેદા કરવાનાં છે. બધો વહીવટ મુનીમ પોતે કરે, ચોપડા પોતે લખે, પણ જે કંઈ કરે તે શેઠના નામે ! પોતાનાં વખાણ થતાં રહે ને માલિકનું નામ બગડે એ રીતે ગ્રાહક સાથે તે વર્તે તો પરિણામે માલિક પણ રજા આપે, એ શું તમારી જાણ બહાર છે ? સભા : એવા તો માલ કરી જાય ! માલિક ગાફેલ હોય તો માલ કરી જાય, નહિ તો બેડી પહેરીને જાય ! શ્રી યશોવિજયજી વાચકવર વગેરે જેવા સમર્થ પુરુષો પણ પૂર્વના મહાપુરુષોના વચનના અવલંબન વગર એક કદમ પણ ભરતા નહોતા. આ મર્યાદા હતી. આ મર્યાદા પૂરી હતી, પૂરી સચવાતી હતી. આ જમાનામાં તો મર્યાદા લુપ્ત થતી જાય છે : માટે અંકુશ જેમ બને તેમ વધારવા જોઈએ ! “ઇચ્છા મુજબ વર્તવું - એમ કહેવામાં તો પોતાનો અને સામાનો અર્થાત્ - ઉભયનો નાશ છે. લગામ વિનાના તોફાની ઘોડાને બજાર વચ્ચે વહેતો મૂકે તો શું થાય ? એક તો એ ઘોડો તોફાની, વળી પાછો લગામ વિનાનો તથા એને મૂક્યો વહેતો અને તે પણ ભરબજારમાં ! કહો, પરિણામ શું આવે ? વચ્ચે જે આવે તેને માટે કે નહિ ? માટે જેટલી જેટલી ખામી વધારે, એટલા એટલા અંકુશ વધારે જોઈએ ! અંતરઅવાજ કોનો પ્રમાણ? શ્રી સર્વજ્ઞદેવના અનુયાયી સિવાય બીજાનો અંતર અવાજ પ્રમાણરૂપ નહિ, એવો શ્રી જેનશાસનનો કાયદો છે ? કારણ કે તેઓ પોતાના અંતરની ઇચ્છા મુજબ ચાલતા જ નથી પણ જિનાજ્ઞા મુજબ જ ચાલે છે. દરેકના સ્વચ્છંદી અંતર અવાજને ધર્મ માનીએ, તો આદમી એટલા ધર્મ થઈ જાય ? અરે, કલાક Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ એટલા ધર્મ બને ! જેવી ભાવના, જેવી દૃષ્ટિ, જેવા સંયોગો, જેવું વાતાવરણ, તેવા અને તેટલા અંતર અવાજ : તેવા ઉદ્ગાર આ રીતે ફેરવવામાં આવે તો નિયત શું રહે ? પચીસ જ્ગના કુટુંબમાં પણ દરેકની મરજી મુજબ રસોઈ ન થાય, જો એમ કરવા બેસે તો ચાલે જ નહિ. મોટા કુટુંબમાં એક રસોડે બધા જમે. સમજે કે બે ચૂલે બમણો વો. વળી બે આદમીની રસોઈમાં ત્રીજો ન સમાય અને પચીસમાં પાંચ સમાય. બધાની જુદી જુદી ઇચ્છા મુજબ ચાલવા જાય, તો ઘ૨નો કારભાર પણ ન ચાલે. બજારમાં પણ ભાવ તો જે ત્યાં હોય તે જ : સૌ જુદા જુદા ભાવ ન કહે. તમારા બજારના ભાવ પણ તાર, ટેલિફોન કે રેડિયોમાં આવે તેના પર, પણ મરજીના ભાવ તો નહિ ને ? બજારના ભાવ જો દરેકની મરજીને આધીન હોય તો વેપાર ચાલે ? વ્યવહારમાં બધી મર્યાદા સચવાય છે અને ધર્મમાં એટલી પણ મર્યાદા ન સાચવો તો હાલત શી થાય ? મર્યાદા વિના કોઈ કામ સિદ્ધ ન થાય. જે જમાનામાં મર્યાદાનો નાશ થતો હોય તે જમાનામાં મર્યાદાને રાખવાનો પ્રયત્ન હોય કે મર્યાદાને વહેતી મૂકવાનો પ્રયત્ન હોય ? શ્રી ગણધરદેવ જેવા પણ કહેતા કે ‘ભગવાને કહ્યું, પણ ‘અમે કહ્યું’ - એમ નહિ ! છદ્મસ્થનો અંતરઅવાજ શું હોય ? છદ્મસ્થનું અંતર શું કહે ? ‘શ્રી સર્વજ્ઞદેવે તો બધું જોયું અને જાણ્યું, એટલે એ તારકે કહ્યું તે જ સાચું' એમ માનનારા જ્ઞાનીનો જે અંતરઅવાજ હોય તે સાચો જ હોય : કારણ કે તેઓ પોતાના અવાજને માનતા જ નથી, પણ શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞાને જ પોતાનો અવાજ સમજે છે. માટે એ અવાજમાં વિશ્વમાત્રનું કલ્યાણ છે. એમના અંતર અવાજની આધીનતા બધાએ સ્વીકારી, એ મર્યાદા ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પણ કહેવું પડ્યું કે મર્યાદા સચવાઈ તો શાસન ચાલ્યું : ઉત્પાતિયા પાક્યા હોત તો શાસન ન ચાલત. શ્રી સુધર્માસ્વામીજી મહારાજા પણ કહે કે ‘ભગવાને કહ્યું:' શ્રી જંબૂસ્વામીજી મહારાજા પણ કહે ‘ભગવાન શ્રી સુધર્માસ્વામીજી પાસેથી એમ જાણ્યું કે, ભગવાને એમ કહ્યું છે.’ શ્રી પ્રભવસ્વામી મહારાજાએ પણ ફરમાવ્યું કે ‘જંબૂસ્વામી મહારાજાની પાસેથી અમે જાણ્યું કે, તેમણે સુધર્માસ્વામી પાસેથી એ જાણ્યું કે ભગવાને આમ કહ્યું છે.’ બધા માટે આ ક્રમ. ‘ભગવાન આમ કહે છે’ - એમ ગુરુસંપ્રદાયથી જાણ્યું, એમ બધા કહે : માટે તો સિદ્ધાંત નભ્યો, નહિ તો 836 - Page #111 -------------------------------------------------------------------------- ________________ or – ૭ : સંસારમાં અને મોક્ષનાં કારણોનો વિવેક - 57 – ૯૭, નિગોદમાં રહેલા અનંતા જીવોને શ્રી તીર્થંકરદેવ અને કેવળજ્ઞાની સિવાય સાક્ષાત્ કોણે જોયા ? શ્રી ગણધર ભગવાને કહ્યા તે પણ જોઈને તો નહિને ? ભગવાનના કહેવાથી કહ્યાં, એ વાત બધાએ અખંડ ચાલુ રાખી તો ટકાવ થયો. નજરે બતાવો' – એવી બધાએ હઠ લીધી હોત તો શ્રી તીર્થંકરદેવથી જ એ વાત અટકત કે બીજું કાંઈ થાત ? કેટલાક પ્રશ્નો એવા પણ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીજી મહારાજાજીએ પૂક્યા છે કે ભગવાન શ્રી મહાવીરદેવને કહેવું પડ્યું કે “આ વસ્તુ શ્રદ્ધેય છે કે તું પણ અમારા જેવો થઈશ એટલે તદ્રુપે જાણી શકીશ.” અમેરિકાનો મુસાફર અગર અમેરિકા જઈ આવેલો મુસાફર અહીંના જંગલી ભીલને એમ કહે કે “ત્યાં તો છપ્પન માળની હવેલી છે.' પેલો ભીલ કહે કે ન માનું, બહુ તો આટલી ઝૂંપડી હોય, બમણી હોય, પણ છપ્પન માળ શી રીતે હોય ? સાડા ત્રણ હાથનો આદમી છપ્પન માળની હવેલી બનાવે શી રીતે ? એટલે ઊંચે ચડાય પણ શી રીતે ?” પોતાની જેટલી અને જેવી બુદ્ધિ હોય તેમ એ માને. પેલો મુસાફર પોતાની સાથેના સાથીદારને પૂછી ખાતરી કરવાનું કહે, સાથીદારો પણ સમજાવે, તોયે એ ન માને ત્યારે શું થાય ? છેવટે પેલો મુસાફર પોતાની સાથે ખાતરી માટે અમેરિકા આવવાનું કહે તો ત્યાં જવાની પણ એ ના કહે ! એ તો કહે – “આવુંયે નહિ અને માનું પણ નહિ, અહીં નજરે દેખાડ તો માનું.” મુસાફરને પણ એની પાસે હાથ જોડવા પડે ! ન તો કહ્યું માને કે ન જોવા આવે, એને સમજાવાય પણ શી રીતે ? સાકર કેવી ? ગોળ જેવી ! ગોળ કેવો ? સાકર જેવો ! પણ સાકર કેવી ? મિઠી ! મિઠ્ઠી પણ કેવી ? કહેવું પડે કે “સાકરનો ગાંગડો મોંમાં નાખે અને લાગે એવી. એ કહે કે “મોંમાં નાખું પણ નહિ અને કેવી મિઠ્ઠી એ કહો.” તો એને કહેવું પડે કે “પાગલ થા મા ! શ્રી સર્વશદેવોએ સર્વજ્ઞાનથી જે ચીજો જોઈને અનુભવી, તે બીજા કોઈ પણ જ્ઞાનથી શી રીતે અનુભવાય ? અને એમ થાય તો સર્વજ્ઞતાની મહત્તા પણ શી ? સર્વજ્ઞ થવાની જરૂરત જ શી ? દરેક રીતે પૂર્વની સ્થિતિને અનુસર્યા વિના છૂટકો જ નહિ. બધા પોતાની મરજી મુજબ ચાલવાની વાત કરે અને તેને તેમ વર્તવાનું કહેવામાં આવે, તો પરિણામ શું આવે ? આજના અંતરઅવાજ કયા અને કેવા ? સૌના જુદા ! એ મુજબ ચાલવાનું હોય તો ધર્મપ્રાપ્તિ જ દુર્લભ થાય ને ? Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 88 કોણ કહે છે કે જમાનો નથી ફર્યો? પણ ફર્યું શું એ તો વિચાર! સ્વછંદપણું વધે ત્યારે તો વધારે અને મજબૂત અંકુશની જરૂર છે. દાન, શીલ, તપ, ભાવ , પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ,-જ્ઞાનીએ બતાવેલાં આ બધાં અનુષ્ઠાનોમાં કાંઈ હાનિ છે ? હોય તો બતાવો. જ્ઞાનીના માર્ગે ચાલવામાં કંઈ પણ અહિત હોય તો બતાવો ! સભા : પૈસા ઉદ્યમ કરે તો મળેને? પૈસા ઉદ્યમથી મળે છે કે ધર્મથી ? જો ઉદ્યમથી જ મળતા હોય તો ગાડીએ બેસનારા કેટલા અને આંટા મારનારા કેટલા ? દુનિયા દુઃખી શાથી ? નિદાન તપાસો. જિંદગી થોડી બાકી છે, તેને નાહકની ભાગાભાગમાં કાં ગુમાવો છો ? આજની સ્વતંત્રતા એવી છે કે બત્તી કે પાણી કંઈ તમારા હાથમાં નથી. કોઈ બચાવે તો બચાય. રસ્તે ચાલતાં ભૂલ્યા તો મૂઆ. ચારે તરફ જોવું પડે. સડક ઉલ્લંઘવામાં કેટલી સાવચેતી રાખવી પડે ? ભાગ્યના યોગે બચાય એ વાત જુદી. દુનિયા દુઃખી શાથી છે એ વિચારો. સુખી થવાની કામના તો સૌને છે, એ માટે પ્રયત્નો પણ રાતદિવસ ચાલુ જ છે, છતાં દુનિયાનું દુઃખ કેમ ખસતું નથી ? દરદી દરદના દુઃખને સમજે તો વૈદ કહે તેમ વર્તે. હાથ પણ બતાવે, શરીર પર ભૂંગળી પણ મૂકવા દે, છાતી ઉપર ને બરડા ઉપર ટકોરા પણ મારવા દે, દુઃખ થાય તો પણ શ્વાસ લે અને ખોંખારા કે બનાવટી ખાંસી પણ ખાય. કશાની ના ન પાડે. સમજે છે કે દરદનો પરીક્ષક છે. બતાવવાથી જ નિદાન થાય એમ સમજે છે, માટે વૈદને આધીન થાય છે. પૈસા આપે, ખુરશી આપે, માનપાન આપે, અને એ આપે તેવી કડવી દવાના શીશાના શીશા પણ પીએ, છતાં “સાહેબ-સાહેબ' કરે, એનું કારણ ? વિશ્વાસ છે કે આ દરદ મટાડે તેમ છે. ખાનગીમાં ખાનગી વાત પણ ડૉક્ટરને કહેવી પડે. માબાપને ન કહેવાય તેવી વાત પણ ડૉક્ટરને કહેવી પડે. ડૉક્ટર પણ ફરી ફરી પૂછે અને નિદાન કરે. નાડી વગેરે ચિકિત્સક જાણે, પણ એણે બહારના બીજા સંયોગો પણ જાણવા જોઈએ. દરદની ભયંકરતાનો આધાર બહારના દોષિત સંયોગો ઉપર પણ છે. ખરાબ વિચારોથી પણ શરીર બગડે છે. ચિકિત્સક કાંઈ મન:પર્યવ જ્ઞાનવાળો નથી કે એના વિચારો જાણે ! મતલબ, દરદની શારીરિક તપાસ સાથે નિદાન કરનાર વ્યક્તિએ બહારના બધા ચાલુ સંયોગો જાણવા જોઈએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ 0 - ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 - ૯૯ અહીં પણ પાપપ્રવૃત્તિઓ અને પાપવિચારો વગેરે, જે માબાપને પણ ન કહેવાય તે બધા ધર્મગુરુને કહેવા પડે. શરીરના સ્વાસ્થ માટે ડૉક્ટરની બધી આજ્ઞા માનવી પડે, તો અનંતકાળથી સંસારમાં રખડતા આત્મા માટે કાંઈ નહિ ? માટે દુનિયા દુઃખી શાથી છે એ તપાસો. સવળા પાસા પણ ઊલટા કેમ પડે છે ? શાંતિના સ્થાને પણ સળગી મરવાનું કારણ શું ? એ સમજો તો સુખના વાસ્તવિક પ્રયત્નો થાય. ખાતરીથી માનજો કે દુનિયાના પદાર્થો પાછળની દોડઘામમાં સુખ નથી જ ! સ્વાર્થ માટે ગુલામગીરી કરીને લક્ષ્મી મેળવી પણ, મોજ માણી પણ, પાંચ-પચીસ વર્ષ મોટરમાં ફર્યા પણ, પણ પછી શું? વેપારીએ વેપાર કરતાં તિજોરીનું તળિયું કાણું ન થાય તેની કાળજી રાખવી જોઈએ કે નહિ ? એવી કાળજી ન રાખે તો એ જ વેપારીને ધોળે દિવસે કંગાળ થવું પડે. મનુષ્ય તો બહુ સાવધ રહેવું જોઈએ : તેમાં પણ જેને તો કેટલું સાવધ રહેવું પડે ! બીજા બોલે તેમ આપણે પણ કેમ જ બોલીએ ? કાંઈ પણ ભણ્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર, અભ્યાસ વગર, દેવ-ગુરુ-ધર્મ તથા આગમ માટે ગમે તેમ બોલવું ? અંકુશ જ નહિ ? ખરેખર, આજે એ જ હાલત છે. એવાઓ કહે છે કે “અમને અમારા વિચારો કહેવાનો હક્ક છે. તો શું તમારા પૂર્વજોનો હક્ક નહિ ? ખોટી ટીકા કરવી ખરી અને સાચી ટીકા પણ અને તેય કેવળ સુધારણાની બુદ્ધિથી કરાઈ હોય તો તેને સાંભળવી પણ નહિ, એ ચાલે ? તમારી વીસમી સદીનો કહેવાતો કાનૂન તો સ્વીકારો છો કે નહિ ? તમને ગમે તેમ તમે કહો ને બીજાઓને ગમે તે બીજા કહે, - એ પ્રત્યાઘાત સાંભળવા તૈયાર શા માટે નથી રહેતા? પોતે વાત કરે ત્યાં હક્ક અને સામો સ્વાર કલ્યાણના ઇરાદે ટીકા કરે, તો કહે કે “અમારી ટીકા થાય જ નહિ.' આ સ્થિતિમાં વિસ્તાર થાય શી રીતે ? કાં તો વાદી કે પ્રતિવાદી કાંઈ બનો નહિ અને બનો તો બેયના હક્ક સ્વીકારો ! ભવાભિનંદી આત્માઓને જેમ એવાઓ કહે છે કે ભવનાં સંસારનાં વખાણ કરવાનો, વિષયવિલાસ-મોજમજા-રંગરાગનો ઉપદેશ કરવાનો, ધર્મહીન બનાવનારી વાતો કરવાનો એમને હક્ક છે, તેમ આત્માનંદી આત્માને કેવળ આત્મકલ્યાણનો માર્ગ બતાવવાનોય શું અધિકાર નથી ? ઉગ્ર ભવાભિનંદી તરીકે જે એનું જ ગાવામાં કલ્યાણ માનતો હોય તે ભલે તે જ કરી લે, પરંતુ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 0 તે આત્માનંદીનેય એનું કેમ ન બોલવા દે ? પ્રામાણિકતાનાં, ચોખ્ખા માલનાં બોર્ડ ભલે બધા મારે, પણ સારા માલવાળા વેપારીને ભગાડવાના પ્રયત્નો કરવા જેવી નાલાયકી જે કરે તેને શું કહેવું? પોતાના જ હક્કના રાગડા ગાવા અને પારકા હક્કને કચડી નાખવા મથવું, એ કઈ જાતની માણસાઈ અને કઈ જાતનો સુધારો ? જમાનો બગડ્યો, ફરી ગયો, એ વાત ખરી, કબૂલ, પણ થયું શું એ તો કહે ! નિદાન પૂરું કરી નાખો. જમાનો ફરશે એ તો શાસ્ત્રકાર પણ કહી ગયા છે. ભગવાન પોતે કહી ગયા છે કે અવસર્પિણી કાળમાં વસ્તુ હીન હીન ભાવને પામશે ! ઉત્સર્પિણી કાળમાં વધવાનો ક્રમ છે અને અવસર્પિણી કાળમાં ઘટવાનો ક્રમ છે. શાસ્ત્રકાર કહી ગયા કે અમુક વસ્તુ અમુક કાળમાં થાય, પછી ન થાય. જમાનો બગડ્યો એ તમે કાંઈ નવું નથી કહેતા. ભગવાન કહી ગયા છે. પૂર્વાચાર્યો પણ તદનુસાર કહી ગયા છે કે “પતનકાળ આવવાનો અને પાખંડીઓ વધવાના ! આ વાતને માનતા હોઈએ તો આપણે કરવું શું એ વિચારો ! શાસ્ત્ર લખ્યું કે પંચમકાળમાં સમ્યક્તની પ્રાપ્તિ તેમજ રક્ષણ કઠિન છે, માટે મજબૂત બનો, દઢચિત્ત બનો. આ કહેવા યોગ્ય છે કે આજ કાલના વિચારોને આધીન થવાનું કહેવા યોગ્ય છે ? શું કહેવાથી કલ્યાણ ? સ્વપર શાસ્ત્રનિષ્ણાત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું કે “દૂષમ કાળના દોષથી પીડાતા અનાથ એવા અમારે માટે જો આ શ્રી જિનેશ્વરદેવનું આગમ ન હોત તો અમારું થાત શું ?” આ રીતે ચાલુ કાળ ખરાબ છે એ તો એ મહાપુરુષ પણ પ્રગટ કરી ગયા. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “પૂર્વ પણ ગયાં, ગયું ઘણું, રહ્યું થોડું, પણ જે રહ્યું છે તે પણ અમારા માટે બહુ છે : આટલું પણ ન હોત તો અમારું થાત શું ?” ધર્મની સામે વિગ્રહ ઊભો થાય ત્યારે આગમ વિના થાય શું? કાળ બગડ્યો, એ નવી વાત નથી. માટે તો સાધુપુરુષો ફરમાવે છે કે રક્ષણનાં સાધનો વધારો ! ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ ચુસ્ત બનો ! જ્યારે ધાડ પડે ત્યારે જેનામાં શક્તિ હોય તે તો હથિયાર હાથમાં લે, પરંતુ તાકાત ન હોય તો કમાડ વાસી ભરાઈ જાય, કમાડને અંદરથી તાળું મારે અને પાછળ બારણું પણ રાખે કે વખતે નાસવા પણ થાય. મતલબ રક્ષણની તૈયારી તો કરે ને ? Page #115 -------------------------------------------------------------------------- ________________ 941 - ૩ઃ સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૧ તેમ કાળનો પંજો ફર્યો એ વાત સાચી, પરંતુ તેથી એની સામે બચાવ કરવો કે એ પંજામાં દબાઈ મરવું ? ધર્મની દરેક વાતમાં “આ ન ચાલે, આ ન ચાલે !” - આમ કરવામાં આવે એ કેમ ચાલે ? સંતતિને કુલદીપક બનાવવી છે? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “પંચમકાળ એ ફણીધર છે, પણ એના માથા પર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમરૂપ મણિ છે.” એ મણિનો ઉપયોગ કરતાં આવડે, એ મણિની સેવા ને પૂજા કરતાં આવડે, તો એને ફણીધરરૂપ આ પંચમકાળ પણ કાંઈ ન કરી શકે. ખરેખર, તેવા આત્માને વિષધર પણ વિષહર બને. પણ આજ તો એ મણિનો નાશ કરી નાખવાની વાતો ચાલે છે. પણ મૂર્ખાઓને એટલુંય ભાન નથી કે વિષનો નાશ કરાય કે મણિનો ? ફણીધરનું ઝેર મરાય કે ઝેર મારનાર મણિને મરાય ? અહીં ફણીધર એટલે સાપ એમ ઊંધું ન લેતા ! આ પંચમકાળરૂપ ફણીધરની વાત છે. - કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે “મારે તો પાંચમો આરો પણ ચોથા જેવો છે.” પણ શાથી ? શ્રી જિનમુર્તિ અને શ્રી જિનાગમરૂપ મણિ હાથમાં છે તેથી ! મણિ હાથમાં હોય ને ઉપયોગ કરતાં આવડે તો પછી ચિંતા પણ શી ? શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે “બુદ્ધિમાન વક્તા અને શ્રદ્ધાળુ શ્રોતા મળે તો, તે પ્રભુ! તારું શાસન આજ પણ એકછત્રીય થાય !” કહેનારા ગમે તેમ હાંયે રાખે અને સાંભળનાર સ-અસહ્ના વિવેક વિના ઝૂક્યું જાય, તો પરિણામે બેય મરે નહિ તો બીજું થાય પણ શું ? ધર્મના કહેનારે ધર્મશાસ્ત્ર મુજબ જ જોઈને કહેવું જોઈએ અને સાંભળનારે પણ શ્રી જિનાજ્ઞા મુજબ જ કહેવાય છે કે નહિ, એનો વિવેક કરવા જેટલા વિચક્ષણ બનવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. પાપના ઉદયે ભલભલાની મતિ ફરી જાય છે, એટલે સાંભળનારે સ્વાર કલ્યાણ સાધવા માટે વિચક્ષણ થવું જોઈએ. કહેનારે શ્રી જિનાગમને આધીન રહેવું જોઈએ અને સાંભળનારે શ્રી જિનાગમને અનુસરતું જ સાંભળવું જોઈએ. કુંભારને ત્યાંથી ત્રણ પૈસાનો કે ત્રણ આનાનો ઘડો લાવો છો તે પણ ટકોરા મારીને, અને એટલેથી ખાતરી ન થાય તો તેમાં પાણી નાખીને હલાવી પણ જુઓ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 2 છો, તો આટલી આવડત અહીં પણ જોઈએ, નહિ તો ભીખ માગશો !તમે અમારા વેચાણ નથી કે અમે તમારા વેચાણ નથી : સાધુની સાધુતા સાથે તમે વેચાણ છો અને શ્રાવકની શ્રાવકતા પૂરતો જ તમારી સાથે અમારો સંબંધ ! બાકી કાંઈ તમારી ગૃહસ્થાઈ સાથે અમે વેચાણ નથી. તમારે પણ વ્યક્તિ સાથે સંબંધ નથી, પણ વ્યક્તિમાં રહેલી સાધુતા સાથે સંબંધ છે. અમારી સાધુતાની તમને ગરજ છે અને તમારું પણ કલ્યાણ થાઓ એ જ અભિલાષાથી અમારે તમારો આ સંબંધ ! બાકી તમારી ગૃહસ્થાઈની અમને પરવા નથી. અમે ગૃહસ્થાઈ માગીએ તેમાં કલ્યાણ કે તમે સાધુતા માગો તેમાં? બેયનું જેમાં કલ્યાણ તે કામ કરવા યોગ્ય ! બેયનો જેમાં અધ:પાત તે કામ કરવા યોગ્ય નહિ. કાળ બગડ્યો એમ તો બધાએ કહ્યું, પણ કરવું શું ? ડાહ્યો બાપ એમ કદી ન કહે કે “છોકરો હઠીલો છે માટે એ કહે તેમ કરવું, ભલે મરજી મુજબ વર્તે.” છોકરાને ગૃહદીપક કે કુલદીપક બનાવવો હોય તો એની મરજી મુજબ જ ન ચાલવા દેતા ! દીપક એટલે પ્રકાશનાર પણ બાળનાર નહિ ! કલદીપક એટલે કુળને પ્રકાશનાર, પણ કુળને બાળનાર નહિ ! માટે બાળકમાં સંસ્કાર રેડો ! અમુક ધર્મક્રિયા તો કરવી જ જોઈએ એવી આજ્ઞા પણ કરો ! ધર્મની આજ્ઞાઓ બનતી રીતે પળાવો ! જૈનનું સંતાન પૂજા વિના કેમ જ રહે ? “હશે, બાળક છે : હશે, બાળક છે' - એમ કર્યું તો જિંદગી સુધી રોવું પડશે. પછી તો કહેશો કે “એવો પાક્યો કે......પણ પછી તો ડાહ્યા માણસો કહેશે જ કે “પાક્યો નહિ પણ પકવ્યો.” અંકુશ હોય તો એ જ બાળક “બાપાજી-બાપાજી' કરે, મોંમાંથી બોલે તે જાણે મોતી ખરે, વડીલને હાથ જોડે અને આત્મહિતસ્વી વડીલની દરેક આજ્ઞા શિરસાવંદ્ય જ ગણે. બચ્ચાંઓને મોજમજામાં જોડવાં, હોટેલમાં, નાટકચેટક કે સિનેમામાં જતાં કરવાં, એ ઇરાદાપૂર્વક એના આત્મહિતનું ખૂન કરવા બરાબર છે. આજનાં માબાપ તો એવે સ્થળે સાથે લઈને જાય અને વળી રસપૂર્વક વર્ણન કરીને બતાવે. સારું તો યાદ ન રહે, પણ ભાંડચેષ્ટા યાદ રાખે. સામાન્ય રીતે ફારસ અને વિલાસ અભિનય બધાને યાદ રહે અને એ સ્થાનો આખરે જિંદગીની પાયમાલી કરે ! ત્યાં મોટે ભાગે વિષય, વિલાસ ને શૃંગારને ઉત્તેજન હોય. નખરાં, ચાળા, ચટકા જોવા તો સામાન્યતઃ સૌ જાય. જોનારની મોટે ભાગે ભાવના જ ત્યાં ! કેટલાંક ભવાભિનંદી માબાપને તો એ ભય કે “જો આમાં ન જોડીએ અને સારા સ્થાનમાં જોડીએ અને રખે સાધુ બની જાય તો !' Page #117 -------------------------------------------------------------------------- ________________ Aણ - ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 - - ૧૦૩ સભા : નાટકમાં પણ સારા વિચાર હોય. એનો ઇન્કાર નથી, પણ એ કેટલા પ્રમાણમાં ? અને એ સારા વિચારોને લેનાર કેટલા પ્રમાણમાં તથા સારા વિચારોને લેનાર કેટલા? નાટકમાં સારો વિચાર લેવા જવું, એ પથ્થરના ઢગલામાંથી હીરો લેવા જવા જેવું છે. કદાચ કોઈ પથ્થરના ઢગલામાં બે-ચાર હીરા હોય પણ ખરા, પણ એમાંથી હીરો લેવાનું કામ કોઈ સામાન્યનું નહિ પણ ઝવેરીનું! અને એવા ઝવેરી પણ કેટલા ? ઝવેરી સિવાયનો બીજો જો હાથ મારે તો તે પાણો જ લે, અને મજૂરી પણ માથે પડે તથા લોક પણ બેવકૂફ કહે ! જો હીરાના ઢગલામાં જ હાથ મારે, તો તો નાનો કે મોટો પણ હીરો તો હાથ આવે અને કોઈ મશ્કરી પણ ન કરે. હવે જ્યાં ઘણેખરે ભાગે શૃંગાર, મોજમજા, રંગરાગ વગેરે હોય, ત્યાંથી ગુણ લે ? અને જે જાય તે પણ આવા જ ઇરાદે ગુણ લે ? ગુણને માટે ખાસ જનાર તે હજી ગુણ લે એ સંભવિત, પણ એ ભયમાં તો ખરો. અને જેને ગુણ જ જોઈતા હોય, એને વળી એવા ભયસ્થાનમાં-દુર્ગુણથી ભરેલા સ્થાનમાં શા માટે જવું પડે? શું બધા જનારા એ માટે જાય છે ? “ચાલો, ગમ્મત આવશે, અરધી રાત સુધી ચા-પાણી પીવાશે લહેજત આવશે, સરખે-સરખા જોવા જવામાં લહેર પડશે.' - આવી ભાવનાથી તો સામાન્ય રીતે નાટક-સિનેમા વગેરે જોવા જવાય છે. આવાં કુમાર્ગે દોરનારાં સ્થાનોમાં જતાં રોકવા માટે સંતાનને બાપાજી “ના” કહે, તો દીકરો બે દી રએ પણ ખરો, પણ પછી જિંદગીભરનું રોવું મટી જાય ને ? પણ ત્યાં બાપાજીને ‘દયા’ આવે તો ધર્મદષ્ટિએ કહી દેવાય કે એ બાપ “દયાળુ' નહિ, પણ “નિર્દય' છે. ધર્મદ્રષ્ટિએ કહેવાય, બાકી તમારી દૃષ્ટિ તમે જાણો. હું તો ઇચ્છું છું કે તમને બહુ દયાળુ કહેવાનો અવસર આવે, પણ તમે ધર્મહીન બનીને મોટી દયા ખાઈ સંતતિને ઉન્માર્ગે દોરો, ત્યાં દયાળુ શી રીતે કહું ? અને સંતતિના આત્મહિતનો નાશ કરવો, એ તો દેખીતી જ નિર્દયતા છે. તમે નથી જાણતા કે ત્યાં જાય તો દુર્ગુણ આવે ? દુર્ગુણના છાંટા ઊડે ? બાળકને મન તો થાય, કોઈ વાર બાળક તો સાપને પણ રમકડું માની પકડવા જાય, બળતા અંગારામાં પણ હાથ નાખવા જાય, પણ મા બાપ તો રોકે ને ? મોંમાં માટી કે કોલસો નાખે, તો મા આંગળાં નાખી કાઢે છે ને ? ઓકાવીને પણ કાઢે : રડાવીને, અરે મારીને પણ કાઢે ! શરીરમાં ઝેર પેઠું હોય તો ડૉક્ટર પાસે શું કહો ? ખૂબ વોમિટ કરાવો, ભલે નસો ખેંચાતી, પણ ઝેરનો અંશ પણ ન રહે તેમ કરો ! Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - જન્મથી, બાલ્યકાળથી જો બાળકને સુસંસ્કારી બનાવશો, તો બહાર નીકળશે એટલે કે સાધુ બનશે તો તો દિવાકરરૂપ બનશે અને ઘરમાં રહેશે તોય દીવા જેવા કુલપ્રકાશક બનશે. દિવાકર બનનાર જગતને પ્રકાશશે અને દીવો બનનાર કળને પ્રકાશશે. પણ નાટકિયા, ચેટકિયા, સિનેમાના કીડા અને મોજમજામાં જ પડી રહેનારા બનાવ્યા, તો એ કેવા બનવાના ? જગતને ભાંડે અને ઘરને વગોવે તેવા ! દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે અને માબાપની આબરૂ બોળે એવા ! કારણ કે એ સિવાય એને બીજી બુદ્ધિ પણ કઈ જાગે ? અપવાદ હોય. અયોગ્ય સંસર્ગમાંથી કોઈ પુણ્યયોગે બચી જાય અને સારો પણ પાકે તેની “ના” નહિ, પણ તેથી કાંઈ તે સંસર્ગ સારો તો ગણાય જ નહિ આ જ કારણે આજનો પ્રાયઃ કોઈ પણ દેશનેતા હાલની કેળવણીને વખાણવા તૈયાર નથી. પણ એવાઓને તો જગતના ચોગાનમાં શું બોલાય છે તે પણ ક્યાં જવું છે ? જેની પાછળ ચાલ્યા તેની સામે પણ થતાં તેઓને વાર ક્યાં છે ? દેશનેતાઓ પણ પોકાર કરીને કહે છે કે હાલની કેળવણી તથા હાલની ઘણી કાર્યવાહી ભયંકર છે : છતાં જે કોઈ સારા થયા તે પોતાના આત્માની યોગ્યતાએ થયા. દુનિયાની દૃષ્ટિએ તથા આર્યભૂમિની દૃષ્ટિએ જે ભયંકર હોય તે ધર્મદૃષ્ટિએ ભયંકર હોય તેમાં નવાઈ પણ શી હોય? દેશનેતાઓએ તો અનુભવથી, થપ્પડ ખાઈને કહ્યું : અને જ્ઞાનીઓએ તો પહેલેથી જ કહ્યું છે. ‘મિથ્યાદષ્ટિપણું - દુર્લભબોધીપણું - હાડકાંન માળાપણું – વગેરે શબ્દોના તાત્ત્વિક અર્થો જે કેળવણી કેવળ જડવાદ શીખવે, તેનાથી આત્માનું કલ્યાણ થાય પણ શી રીતે ? આત્મવાદી-તત્ત્વજ્ઞાની બધા દર્શનકારો જડવાદથી ભાગે છે. ઘણા આત્મવાદ અધૂરા છે, માટે જ્યાં પૂરો આત્મવાદ છે ત્યાં તે વસ્તુને બરાબર જાણો, બચાવો, ને જીવનમાં ઉતારો : પછી બધે નજર ફેરવો તો પણ ગબડો નહિ. નિસરણીથી પડી જાય છે, પણ નિસરણી પાડનારી નથી! એને મજબૂત બનાવો. પગથિયાં ભલે પહોળાં કરો : ભલે બે બાજુ કઠેરા નાંખો : ભલે સાંકળ-દોરડાં વગેરે બાંધો પણ નિસરણીનો ભુક્કો કદી ન કરતા. સાધક માટે સાધન પોલું ન બનાવાય સુસાધન દ્વારા સુસાધ્યની સુસિદ્ધિ કરવા માટે સાધકે મજબૂત બનવું જોઈએ. સુસાધનને પોલાં બનાવનાર તો દુનિયાનું સત્યાનાશ વાળનાર છે. પચાસ Page #119 -------------------------------------------------------------------------- ________________ પક – ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૫ પગથિયાં ચડવાની તાકાત ન હોય તે મેળવજો. તે મેળવવા પ્રયાસ સેવજો, પણ નિસરણીમાંથી પાંચ પગથિયાં ઓછાં ન કરતા. સંસારમાં પડેલાએ પણ મોક્ષમાર્ગમાં જરા પણ બાધ આવે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. વિચાર કરો કે એક વાર મરવું તો છે જ ને ? નિરાંત તો નથી ને ? ક્યારે જવાનું એ પણ નક્કી નથી ! ક્યાં જવું એ તો જાણતા જ નથી ! પણ તમારી બુદ્ધિ એટલું તો કબૂલે છે ને કે ક્યાં જવું તેનો આધાર સારી-નરસી કાર્યવાહી પર છે? દેવ-ગુરુ-ધર્મની નિંદા કરો તો ભયંકર દુર્ભાગ્ય સાથે દુર્લભબોધીપણું પણ પામો. દેવ-ગુરુ-ધર્મ જેવાં તારક સાધનોની નિંદા કરવી, અને એણે “દુર્લભબોધી' કે “કમભાગી' જેવા “ચાંદ'થી ગભરાઈ જવું એ કેમ ચાલે ? એ “ચાંદ' તો અનંતજ્ઞાનીએ આપ્યા છે. એ તો એની વાસ્તવિકતા સમજાવનાર વિશેષણો છે : કાંઈ ગાળ નથી ! એવા બધા શબ્દોના તાત્વિક અર્થ સમજો. મિથ્યાત્વ એટલે મિથ્યાષ્ટિપણું, તથા દુર્લભબોધીપણું અને હાડકાંના માળાપણું,-એ કાંઈ ગાળો નથી ? પણ એ માત્ર વસ્તુસ્વરૂપની ઓળખાણ છે. દુખે કરીને સમજ્યની પ્રાપ્તિ થાય એવી અયોગ્યતા આત્મામાં સંપાદન કરવી, એનું નામ દુર્લભબોધીપણું અને સુખે કરી સખ્યત્વની પ્રાપ્તિ થાય એવી યોગ્યતા આત્મામાં કેળવવી, તેનું નામ સુલભબોધીપણું ! ધર્મરૂપ ચૈતન્યહીન બનવું તે હાડકાંના માળાપણુંઃ જેમ રોગથી ખવાઈ ગયેલા દરદી પ્રત્યે જોનારને દયા આવે અને દયાથી કહે - “આ બિચારામાં લોહીનું નામોનિશાન નથી, નર્યા હાડકાં દેખાય છે, જાણે હાડકાંનો માળો !' - તેમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચેતન્યાહીનને જોઈ સાચા જ્ઞાનીઓ પણ એમની દયા ચિતવતાં એમને હાડકાંનો માળો કહે છે; માટે એ ગાળ નથી. એવા શબ્દોથી ગભરાઓ મા, પણ સાંભળીસાંભળીને સાવધ થાઓ. એ શબ્દો ગાળ આપનારા નથી, પણ ચાનક આપનારા છે. જેનામાં આ સ્થિતિ હોય તે દૂર કરે અને ન હોય તે એવી સ્થિતિ રખે ન આવી પહોંચે એની કાળજી રાખે,-એ માટે ચેતાવનારા આ શબ્દો છે. માસ્તર વિદ્યાર્થીને “મૂખ' કહે એ ગાળ છે? નહિ, પણ એ વિદ્યાર્થીને વિષયમાં ડાહ્યો બનાવવાના હેતુએ કહે છે ! જો એ શબ્દથી વિદ્યાર્થી ખોટું માને, તો જિંદગી સુધી મૂર્ખા રહે કે બીજું કાંઈ થાય ? “નાપાસ થાય તો મારે પણ બદનામ થવું પડે-એમ માસ્તરને લાગણી છે, માટે “મૂર્ણા' કહે છે. માસ્તરનું તાડન તે તાડન નથી, તર્જન તે તર્જન નથી અને ઉપાલંભ તે ઉપાલંભ નથી. દોષો જોવા છતાં ન કહે, ન સૂચવે, એ દોષો કાઢવાના પ્રયત્નો ન કરે, તો તે સાચાં માબાપ પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ 3 નથી અને તે સાચા શિક્ષક પણ નથી ! જે ધર્મગુરુ અધર્મના માર્ગે જતા જોઈને જે શબ્દથી ચેતવવા જોઈએ, તે શબ્દથી ન ચેતવે તો તે ધર્મગુરુ પણ નથી. કૂવામાં પડવા માટે ગાંડો આદમી આવેશમાં ચડીને આવે, દોડ્યો આવે તો કિનારે ઊભેલો ડાહ્યો માણસ છું કરે ? બૂમ મારે કે “પડતો ના, કૂવો ઊંડો છે : પડવા માટે આવેશ ચડ્યો તો છે, પણ પડ્યા પછી પસ્તાવો થશે : હાડકું એક પણ આખું નહિ રહે.' ડાહ્યો આ રીતે રોકે પણ પેલો માને ? પેલો ડાહ્યો બીજાને બૂમ મારે, પેલો ગાંડો ડાહ્યાને પણ ઢસડી જાય, ડાહ્યો ભલે ઢસડાય પણ ખરો, પણ જુએ કે હવે આ પડે છે એટલે પોતે એને બચાવી ન શકે તો પોતાનો હાથ ખેંચી લે, પણ એને ધક્કો તો ન મારે ને ? “તારે પડવું છે માટે પડ ભલે'-એમ તો ન કહેને ? એમ કહીને ધક્કો મારે ? અને એમ કહે અગર કહી ધક્કો મારે અને એ વાતના સાક્ષી મળી જાય, તો કર્મદષ્ટિની વાત તો પછી, પણ રાજ્યસત્તા પણ ગુનેગાર ગણે, સજા કરે ! ધક્કો મારે તો તો બેવડો ગુનેગાર : ખૂનનો જ આરોપ આવે, છતાં કદાચ સાક્ષી વગેરેના અભાવે કિંવા બીજી કોઈ રીતે ત્યાં બચી જવાય, પરંતુ કર્મસત્તાથી તો છુટાય જ નહિ ? એ તો કર્યું એનું ફળ ભોગવ્યું જ છૂટો ! યુરોપિયનો ઝળકે ને જેનો નહિ? મરજી મુજબનો ધર્મ થાય તો તો ઘર પણ નહિ ચાલે. દરેક વાતમાં મરજીને વજન ન આપતાં. ઘરમાં પણ નાયકની મરજીને આધીન થવું પડે છે, થવું જોઈએ : મર્યાદા માનવી જોઈએ, મર્યાદા વિના છૂટકો જ નહિ ! કોઈ પણ ધર્મક્રિયાને આત્મસાધક બતાવો તો અમે પણ તમારી સાથે જ ઊભા રહીએ. બાકી પેલું તો સિદ્ધ જ છે કે એ ક્રિયા જડતાની તો ઘાતક જ છે! જડના ઉપર તો એ ઘા કરે છે, એટલે જડતાની તો એ ઘાતક જ છે, અર્થાત્ ધર્મક્રિયા જડની લાલસા કાપે છે, એ તો કબૂલ જ છે. એમ કહીએ છીએ કે દુનિયાની કોઈ પણ ચીજમાં વાસ્તવિક સુખ હોય તો બતાવો : જડમાં સુખ હોય તો બતાવો આજ તો બધે રોદણાં છે કે બાર બાર મહિના પેઢી ઉપર પ્રવૃત્તિ કર્યા જ કરીએ છીએ, તોય કંઈ મળતું નથી; આ હાલત શાથી? બુદ્ધિ ઘટી કે ઉદ્યમ ઘટ્યો ? ઉદ્યમમાં તો ભાગાભાગ કરો છો : આજની બુદ્ધિ માટે પૂછવાનું જ શું? દસકા-વીસકા પૂર્વે શેઠિયાઓ ધર્મક્રિયા પણ કરતા અને શાંતિથી વેપાર પણ કરતા, અને પરિણામે આવક મોટી થતી. આજ Page #121 -------------------------------------------------------------------------- ________________ 47 – ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૭ તે પૂજા કે સામાયિકનો પણ ટાઇમ નથી : ભાગાભાગ પૂરી છે છતાં પરિણામે મીંડું ! આ હાલત શાથી? -આ બધું નક્કી કરો ! આ બધું છોડીને જવું એ તો નક્કી છે ને ? પરલોક છે એમ તો માનો છો ને ? પરલોકને પણ ન માને એવા કોઈ જૈન હોય ? અને કદાચ એવો કુળથી જૈન હોય તોય એને જૈન કહેવાય ખરો ? જૈનકુળમાં જન્મેલો પરલોક ન માને ? પુણ્ય, પાપ, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ,-આ બધું ન માને ? અરે ઊલટું માનનારની ઠેકડી કરે ? એ બધું હોય તો શરમાવનારું નથી ? કોઈ કદાચ મોઢે “હાજી હા” કહે, પણ કાર્યવાહી જડની જ માત્ર કરે, તે પણ શરમાવનારી જ વાત છે ને ? જડની કાર્યવાહી કોઈ ચાલુ રાખે તો કદાચ નભે, પરંતુ એનો ધર્મરૂપે પ્રચાર કરે તે ઓછી શરમની વાત છે ? બત્રીસ કરોડની વસ્તીમાં એક લાખ યુરોપિયન ઝળકે છે એ શાથી ? પોતાપણું નથી મૂકતા માટે ને ? એમણે ધોતિયું પહેર્યું ખરું? અને તમે તો ઝટ પાટલૂન પહેર્યું અને સાહેબની નકલમાં અક્કલ ખોઈ ! એ કદી હાથે નથી જમતા અને તમે ઝટ કાંટે જમવાનો શોખ કરો છો ને ? અરે, હાથમાંથી પણ અમી આવે છે એ જાણો છો ? બાળકને માતા વાત્સલ્યપૂર્વક પીરસે : માતાના હાથનું સ્પર્શેલું અનાજ બાળક ખાય તો એને લોહી વધે-અમુક વયમાં અમુકના હાથનું ભોજન આનંદ આપે છે : તેવી ભાવનારૂપે એના અણુઓ પરિણામ પામે છે. આગળ રાજાઓને પણ રાણીઓ જાતે પીરસતી, નોકર નહિ ! નોકર બહુ તો બહુમાન કરે, પણ રાણીના હૈયાની હિતભાવના એ લાગે ક્યાંથી ? મુનિને પણ અત્રાદિનું દાન માલિક કરે, રસોઇયા નહિ. “અમારા તારક છે' - એમ માની માલિક તો દાન દે ! આજ તો શેઠ-શેઠાણીનો પત્તો ન હોય રસોઇયાને ભળાવી દે. વિધિ ગઈ, નીતિ-રીતિ પલટાણી એટલે સંસ્કાર બદલાયા. યુરોપિયનો જેમ પોતાનું સ્થાન નથી ભૂલતા માટે બત્રીસ કરોડમાં પણ એક લાખ ઝળકે છે, તેમ અબજની વસ્તીમાં મૂઠીભર જેનો પણ ઝળકે! પરંતુ પોતાના ધર્મસંસ્કારો સાચવે તો ઝળકે કે આઘા મૂકે તો ઝળકે ? ભોગના વિરાગથી ઝળકે કે ભોગના સંસર્ગની પુષ્ટિથી ? આમ પણ થાય, તેમ પણ થાય, જમાનો કહે તેમ થાય' - એમ કહે અને વર્તે તો ઝળકે કે ધર્મજ્ઞા મુજબ કહે અને વર્તે તો ઝળકે? જ્યાં પોતે પાપથી ડરે ત્યાં સામો પણ જુએ કે આમાં કાંક છે, પણ પોતાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - અ૭ શાસ્ત્રની પોતે જ અવગણના કરે, ત્યાં શું થાય ? ભોગની લીનતા આધિક ન કરવી એ તો ઇતર પણ સમજે છે. યુરોપમાં અમુક દેશમાં કહે છે કે જમીન પર થુંકાય નહિ. કાયદાને કેટલા આધીન ! જેટલા સ્વતંત્રતાવાદી તેટલા જ કાયદાને આધીન ! એ જ રીતે, અરે એથી કેટલાય ગણી વધારે સુંદર રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આધીન થાય તો જૈનો પણ ઝળકે ! અસ્તુ. હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મને શ્રી જિનેશ્વરદેવો જ કહે કે અન્ય પણ કોઈ કહે ? આ વાતને સૂત્રકાર મહર્ષિ તથા ટીકાકાર મહર્ષિ કેવી રીતે સ્પષ્ટ કરે છે, તે હવે પછી - Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? 58 • સાધનનો સદુપયોગ પણ સુસાધનવાળો - ધર્મસાધન કહી એને અધર્મનું સાધન બનાવવું આત્મા જ કરી શકે : એ ભયંકર દંભ છે ! • કોનું શરીર ધર્મસાધન કહેવાય ? • જીભની લોલુપતાના પરિણામે : • દાનનું કારણ લક્ષ્મીનથી, પરંતુ લક્ષ્મીની તેટલા પ્રમાણમાં મૂર્ધાનો અભાવ એ કારણ છે ! વિષયઃ સંસાર અને મોક્ષનાં સાધન અંગેની વિચારણા. સાધકની યોગ્યતા. ગત પ્રવચનોમાં ચાલુ કરેલો આ વિષય અહીં પણ યથાવત્ આગળ વધે છે. થોડાંક વધુ દિષ્ટાંતો ને થોડીક વધુ દલીલો સાથે વિષયને ખૂબ જ મજાની રીતભાતથી પ્રવચનકારશ્રીએ એને ખીલવ્યો છે. ભગવાનનો રથ પણ વરઘોડામાં વપરાય, શેઠની મોટર પણ વરઘોડામાં વપરાય. બંનેનો ત્યાં વપરાશ વરઘોડામાં થાય છતાં રથ મોક્ષનું સાધન જ્યારે મોટર તો સંસારનું જ સાધન. કારણ રથ વપરાય તો વરઘોડામાં જ, બીજે નહિ. જ્યારે મોટર તો વરઘોડામાં કોકવાર વપરાય બાકી બારે માસ સંસાર માટે જ દોડે. હા, વાપરનાર એની આવડતના યોગે એનો ધર્મમાર્ગે ઉપયોગ કરી દે તેમ બને. પણ તેટલા માત્રથી જ એ સાધન તો ધર્મ-મોક્ષનું ન જ કહેવાય. આ વિવેક દર્શાવતું આ પ્રવચન દરેક સાધકે જરૂર મનનપૂર્વક વાંચવું જ રહ્યું. અત્રે, આનંદ, કામદેવ, કૃષ્ણ મહારાજા તેમજ અભયકુમારનાં પ્રાસંગિક વર્ણનનો ઉપયોગ પણ સુંદર થયો છે. મુવાક્યાતૃત • એકાંતે મુક્તિનાં કારણ હોય તેને જ મુક્તિનાં સાધન મનાય. • સ્વ સાથે, બને તેટલું પરનું હિત સાધવા માટે તો મનુષ્યજન્મ છે, કારણ કે સ્વ અને પરનું હિત સાધવામાં જ મનુષ્યપણાની મહત્તા છે. જેનું શરીર કેવળ સંયમની સાધનાના કામમાં જ નિયત થાય અને બીજી પ્રવૃત્તિ કરે તે પણ એને અંગે જ તો તેનું શરીર, કહોને સંયમીનું શરીર ધર્મસાધન ગણાય. ૦ સંસારમાં મોક્ષ નથી અને મોક્ષમાં સંસાર નથી. જ્યાં જડનો યોગ તે સંસાર, તે મોક્ષ નથી. જેને મોક્ષ જોઈએ તેને જડનો યોગ ઇષ્ટ ન જ હોય. એ જડનો સંયોગ ઇચ્છે, તેને મુક્તિનો ઇચ્છનાર ન કહેવાય. • તમારી પાસે આવેલી લક્ષ્મીને મોક્ષની સાધનામાં ઉપયોગી બનાવવાની અમારી ભાવના છે, પણ સાધના માટે લક્ષ્મી મેળવવા અને તે ખાતર આરંભ, સમારંભ અને પરિગ્રહ કરાવવાની ભાવના નથી. • જેમ વ્રતરક્ષા વધુ તેમ ધર્મમાં સ્થિરતા વધુ. • બધા માર્ગાનુસારી બની જાય તોય દુનિયામાં થતા ગુનાઓ બંધ થઈ જાય. • ઇરાદાપૂર્વક મિથ્યાત્વ સેવે ત્યાં શ્રાવકપણું રહે જ નહિ. દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે, પૂર્વાચાર્યોને નિંદે, તે તો ઘોર મિથ્યાદૃષ્ટિ ! એમનો તો સહવાસ પણ સારો નહિ, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? કુસાધનનો સદુપયોગ પણ સુસાધનવાળો આત્મા જ કરી શકે? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશામાં સ્વજનધૂનન સમજાવતાં પહેલાં, ધર્મનું નિરૂપણ કોણ અને ક્યારે કરે છે તે સમજાવે છે તથા તે સમજાવતાં ફરમાવ્યું કે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણોને સમ્યક્ પ્રકારે જે જાણે તે ધર્મનું નિરૂપણ કરી શકે. સંસાર આદિનાં કારણો યથાસ્થિત ન જણાય, ત્યાં સુધી સદ્ધર્મનું યથાસ્થિત સ્વરૂપ કહી ન શકાય, માટે જ શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન પૂર્વે ધર્મની દેશના દેતા નહોતા કેવળજ્ઞાન પછી જ શ્રી ધર્મતીર્થની સ્થાપના કરતા. સંસાર અને મોક્ષ એ બે જેમ ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે, તેમ તેનાં કારણો પણ ભિન્ન છે : છતાં સંસારની ઘણી ચીજો મોક્ષની સાધના માટે ઉપયોગી થતી હોય છે, પણ એથી એ ચીજોને મોક્ષના સાધનની કોટિમાં લઈ જવાય નહિ. તેમજ એ ચીજોને મોક્ષના સાધનની બુદ્ધિથી સેવાય નહિ ! એ કારણે એ ચીજ ક્યારે છૂટે એ ભાવના મુમુક્ષુ આત્માને હોવી જ જોઈએ. એ ચીજો વિના નભાવી લેવા જેવી તાકાત ન હોય માટે એનો ઉપયોગ કદાચ થાય. પરંતુ એ ચીજો છોડવાની તાકાત ક્યારે આવે, એ ભાવના તો હોવી જ જોઈએ. તાકાત નથી માટે સેવવી પડે છે એમ મુમુક્ષુ આત્મા માને. શરીરને છોડવાની તાકાત નથી માટે એને ધર્મ સાધવાના ઉપયોગમાં આવે એ ઇરાદે સાચવે છે. શરીરને છોડવાની તાકાત એટલે આપઘાત નહિ : પરંતુ ફરી તે વળગે નહિ તેવું છોડવું તે ! શરીર જાય ત્યારે જરા પણ ગભરામણ ન થાય અને ઇચ્છિત મળ્યું એમ થાય તે ! આબરૂ માટે કે બીજાં કારણો માટે પણ ઝેર પીનારા ઘણા છે, પરંતુ એને શરીર છોડ્યું ન કહેવાય. આ શરીર છોડ્યું પણ પછી ? પછી શરીર નથી ? શરીર તો છે, આ નહિ ને બીજું ! જો એમ શરીર છોડાતું હોય તો તો બધા જ મુમુક્ષુઓ આપઘાત કરીને જ મોક્ષ ન મેળવે ? એમ ન કરતાં તે શા માટે સંયમાદિ વહન કરે છે ? કારણ એક જ કે Page #125 -------------------------------------------------------------------------- ________________ (ા ૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૧ આપઘાત કરવાથી પણ તે છોડાતું નથી. શરીર છોડવાનું કહેવાનો ઇરાદો તો એ છે કે એ એવી રીતે છોડવું જોઈએ કે ફરી વળગે જ નહિ. અને એ અવસ્થા તે મુક્તાવસ્થા. આથી સ્પષ્ટ જ છે કે દુનિયાનાં સાધનને મોક્ષનાં સાધનમાં ગણી શકાય નહિ. એકાંતે મુક્તિનાં કારણ હોય તેને જ મુકિતનાં સાધન મનાય. શરીરથી કેટલાક મુક્તિને પણ સાધે છે અને કેટલાક નરકને પણ સાધે છે, માટે એ મુક્તિનું જ સાધન ન કહેવાય : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર, એ જ મુક્તિનાં સાધન કહેવાય. સંસારના તથા મુક્તિનાં સાધન અલગ છે, માટે તેને નિરાળાં જ રાખવાં જોઈએ : એની ભેળસેળ ન કરાય : કારણ કે ભેળસેળ કરવાથી એક પણ ન સધાય, બેય બગડે. સ્વર્ગ તથા અપવર્ગ મોક્ષ તથા તેનાં કારણો, તેમ જ સંસાર અને તેનાં કારણોને આવરણ વિનાના જ્ઞાનથી એટલે કેવળજ્ઞાનથી જે સમ્યફ પ્રકારે જાણે, તે જ ધર્મનું નિરૂપણ કરી શકે અને તો જ એ નિરૂપણ વાસ્તવિક થાય. પ્રભુએ તીર્થસ્થાપના કરી અને ધર્મદેશના દીધી, પણ તેમાં કહ્યું શું? સંસાર ત્યાજ્ય છે , માટે સંસારનાં સાધનોથી બચો અને મોક્ષ પર પ્રીતિ કરો તથા મોક્ષનાં કારણોમાં યોજાઓ અને તે માટે સંયમમાં આવો. સંસારમાં સુખ નથી પણ દુઃખ છે, એટલું જ નહિ પણ સંસાર દુઃખમય છે, દુઃખનાં ફળરૂપ છે અને દુઃખની પરંપરાવાળો છે, માટે મોક્ષની ઇચ્છાવાળાએ હૃદયથી સંસારને ખસેડવો જ જોઈએ. સંસારનાં જેટલાં સાધન હોય તેટલાંથી આઘા જ રહેવું જોઈએ અને દૃષ્ટિ મોક્ષ તરફ જ વાળવી જોઈએ તથા આત્માને મોક્ષના સાધનોમાં જોડી દેવો જોઈએ. આ જ કારણે અનંતજ્ઞાનીઓએ પણ દાનને જ ધર્મ કહ્યો છે, પણ લક્ષ્મીને ધર્મ નથી કહ્યો : શીલને કહ્યો છે, પણ શરીરને ધર્મ નથી કહ્યો : તપને ધર્મ કહ્યો છે, પણ ખાવાને ધર્મ નથી કહ્યો. ઉપવાસ કરવાને આગલા દિવસે માલ અને તે પણ ખૂબ ખાવો, એ તો કોઈ જુદી જ કોટિની વાત છે. પણ અહીં તો એ મુદ્દો છે કે માસખમણ, કે બે માસ કે ચાર માસનો તપ કરનારને પણ, વચ્ચે પારણાનો ટેકો તો ખરો જ ને ! છતાં ધર્મ તો તપ જ, પણ આહાર તો ધર્મ નથી જ. શીલ તથા સદાચાર માટે શરીરમાં કૌવત જોઈએ, પણ ધર્મ તો શીલ જ. શરીરની સેવા એ તો ધર્મ નહિ જ. લક્ષ્મી વિના તેનું દાન પણ ન થાય, તે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – કa છતાંય ધર્મ તો દાન જ : પણ લક્ષ્મી એ તો ધર્મ નહિ જ. શાસ્ત્ર દાન, શીલ તથા તપને ધર્મ કહ્યો, પણ લક્ષ્મી શરીર તથા ભોજનને ધર્મ ન કહ્યો. જો એ ત્રણને જ ધર્મ કહેવામાં આવે, તો તો આજે જે કાંઈ દાન વગેરે થોડું ઘણું પણ થઈ રહ્યું છે, થોડો ઘણો પણ સદાચાર, શીલ તથા સંયમ સચવાય છે અને થોડો ઘણો પણ જે તપ થાય છે, એમાંનું કશું જ ન થાય. જગતના જીવો વગર કહ્યું પણ લક્ષ્મીને સારી તો માની જ બેઠા છે, કહ્યા વિના પણ શરીરને નવરાવી, ધોવરાવી અને એની શુશ્રુષા કરી રહ્યા છે અને ખાવાની બાબતમાં કેટલીય ચીજોનો, ભક્ષ્યાભઢ્યનો પણ વિવેક કર્યા વિના, ઉપયોગ કર્યો જ જાય છે. હવે દાનની માફક લક્ષ્મીને પણ ધર્મ અગર મુક્તિનું સાધન કહ્યું હોત, તો મૂઠી મજબૂત વળત કે પોલી થાત ? લક્ષ્મી એ મુક્તિનું સાધન નહિ, પણ એનો ત્યાગ એ મુક્તિનું સાધન છે. શરીર એ જ કેવળ મુક્તિનું સાધન નથી, પણ એના યોગે સેવાતું સંયમ એ જ મુક્તિનું સાધન છે, આહાર એ મુક્તિનું સાધન નથી, પણ આહારના ટેકે અણાહારી થવાની જે પ્રવૃત્તિ તે જ મુક્તિનું સાધન છે. આજ તો કહે છે કે “જો સંસારની ચીજો મુક્તિમાર્ગના આરાધકને પણ જરૂરી હોય, ખપમાં આવતી હોય, તો તેનો નિષેધ કેમ જ થાય ? તેના તરફ અરુચિ કેમ હોય ? સાધુને પણ વસ્તી, વસ્ત્ર, આહાર, પાત્ર આદિ જોઈએ તો છે. તો પછી તેના તરફ અરુચિ કેમ ? સામગ્રી વિના મુક્તિમાં કોઈ પણ જાય ? નહિ જ, એને જોઈએ તો બધું જ, આલંબન બધાનું અને એ બધું મળે લક્ષ્મીથી, તો લક્ષ્મીની અવગણના કેમ ?' - આવી જાતના મોટા પ્રશ્નો આજ સામે ધરાય છે, તેની સામે શાસ્ત્ર કહે છે કે એ જ ખૂબી છે અને વાત પણ ખરી છે, કારણ કે કોક વખતે દુશ્મન પાસે પણ કામ લેવું પડે છે : કોઈ કોઈના પંજામાં ફસી પડ્યો હોય અને સલામ ભર્યું છૂટાતું હોય તો તેમ પણ કરવું પડે, તે છતાંય હૃદયમાં માનવાનું શું ? સભા : એમાં દંભ તો નહિ ને ? સામાનું ભૂંડું કરવાની ભાવના થાય તો દંભનું આરોપણ થાય, પણ સામાના ભંડાની ભાવના નથી ત્યાં દંભનું આરોપણ નથી થઈ શકતું. જ્યાં પોતાનું અને બને તો સામાનું પણ હિત સાધવું એ જ એક ભાવના હોય, ત્યાં દંભનું આરોપણ ન હોય. સ્વ સાથે બને તેટલું પરનું હિત સાધવા માટે તો Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૮ઃ સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૩ મનુષ્યજન્મ છે, કારણ કે સ્વ અને પરનું હિત સાધવામાં જ મનુષ્યપણાની મહત્તા છે. સ્વ-પર હિતસાધના માટે મનુષ્ય બધું કરી શકે, પણ અહિત માટે કાંઈ ન કરી શકે. હિત માટે છાતી ઉપર પગ પણ મુકાય અને મોઢામાં લાકડું નાખીને પણ દવા પવાય, પણ હૃદયમાં હિતની જ ભાવના હોવી જોઈએ એ ગેરંટી. અહિત કરવા માટે કશી પણ છૂટ નહિ જ. આત્મા સંસારમાં ફસ્યો છે, અને સંસારમાં કોઈ ચીજ એવી નથી કે જે સીધી રીતે મુક્તિનું સાધન થાય. આત્મા જો ચીજના ગુણદોષને કળી જાય, એના દોષમાં ન ફસાય અને ગુણ મેળવી લે, તો તે ગુણના બળે મુક્તિનાં એકાંત સાધનો મેળવી, તે દ્વારા મુક્તિએ જાય એ બને. આથી સ્પષ્ટ જ છે કે પદ્ગલિક સ્વાર્થ માટે સામા સાથેનું એવું વર્તન તે દંભ ગણાય, પણ કેવળ છૂટવા માટે જ સ્વ અને પરહિત માટેના વર્તનમાં દંભ ન આરોપાય. જેનાથી છૂટવું છે તે તો બાંધવા માગે છે. માટે તેનાથી છૂટવા માટે સઘળું જ કરવું પડે, કારણ કે દુનિયાની બધી જ ચીજો આત્માને બાંધનારી છે. બાંધનાર પાસેથી છૂટવું હોય તો સાવધ તો બનવું જ પડે. છૂટવાની બધી કરામત તો કરવી જ જોઈએ. એ કરામત તે કપટ નથી, કારણ કે એમાં આપણું અને આપણા સહવાસમાં આવનારાઓનું પણ કલ્યાણ સમાયેલું છે. આથી જ આહારની મુનિને જરૂર હોય માટે મુનિ આહાર લે, પણ આહારના પુદ્ગલથી થતા ફેરફારને આધીન ન થાય : એટલે કે સ્વાદલુબ્ધ ન બને. તે સ્થિતિમાં ન આવે. અર્થાતુ-સ્વાદલુબ્ધ બનાય તે રીતે મુનિવરો આહાર ન લે જીભને સ્વાદ ન લગાડે, કેમ કે એ એમ માને છે કે, આહારનાં પુદ્ગલ ડુબાડનારાં છે. જે રીતે લેવાથી એ સંયમનાં સાધનભૂત છે તે રીતે ન લેવાય, ન લેવાય તો તે ભયંકર છે. આહારનાં પુદ્ગલો કાંઈ સંયમનાં સાધનભૂત નથી, પણ લેતાં આવડે તો તે તેવાં બની શકે છે. જે વસ્તુ તમને રોગરૂપ, તેને વૈદ્ય ઔષધરૂપ બનાવે છે. ત્રણ-ચાર ચીજ જુદી જુદી છે, જેમાંની એક વાયુ કરે છે, એક પિત્ત કરે છે અને એક કફ કરે છે : વૈદ્ય અમુક પ્રમાણમાં એ ચીજોની એવી મેળવણી કરે છે એ જ ચીજો સર્વ ઉપદ્રવ હરે. વૈદે શું કર્યું ? એ ચીજમાં રહેલો દોષ દૂર કરવા, એ દૂર થાય એટલા પ્રમાણમાં એમાં બીજી ચીજ મેળવી દોષ કાઢ્યો અને ગુણ સ્થાપ્યો. સુંઠ પિત્ત કરે છે અને ગોળ કફ કરે છે, જો અલગ હોય તો, અલગ એકલાં લેવાય તો, પણ એ બેય ચીજને રીતસર પ્રમાણમાં ભેળાં કરીને લેવાય તો ફાયદો થાય છે. એવી જ રીતે સંસારની બધી સામગ્રી છે એવી, પણ જો એને યોગ્ય રીતે ઉપયોગમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - કચ્છ લેવાય તો ધાર્યું ફળ મળે, અને તેવી કોઈ ચીજ પણ આત્માને દબાવે નહિ. વસ્તુના દોષમાં લેપાઈ ન જાય તો એ જ ચીજ મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, પણ તેથી એ મોક્ષમાર્ગના આરાધનામાં એકાંતે સાધનરૂપ નથી જ!મોક્ષનાં એકાંત સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર જ છે સંસારની બીજી ચીજો મોક્ષનાં સાધન તો નથી જ. સાધનરૂપ બનાવો તો બની શકે, બનાવી શકાય અને તે પણ ત્યારે જ બને, કે જ્યારે એમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફચારિત્રની આરાધના હોય ! કોનું શરીર ધર્મસાધન કહેવાય ? સભા : “શરીરમાં ઉનુ ધર્મસાધનમ્” એમ કહ્યું છે ને ! બસ એટલું જ યાદ રહ્યું, પણ પછી આગળ કાંઈ વિચારવાનું ખરું કે નહિ ? જે શરીરને ધર્મનું સાધન કહેવાય તે સાધન માટે ધર્મનું બલિદાન અપાય ? અને ધર્મનું સાધન શરીર, પણ તે કોનું શરીર ? બધાનું શરીર ? નહિ, પશુને પણ શરીર તો છે કે નહિ ? સભા : ધર્મ કરતો હોય તેનું. તે પણ કેટલો ધર્મ કરતો હોય તેનું ? સમજી લો કે બની શકે એટલો ધર્મ કરે. એનું નહિ ? કારણ કે ચોવીસે કલાક ધર્મ જ કરતો હોય, તેનું જ શરીર ધર્મસાધન રૂપ કહેવાય છે. જેનું શરીર કાયમ ખાતે ધર્મસાધન સિવાય બીજા ઉપયોગમાં ન આવતું હોય, તેનું જ શરીર ધર્મસાધન રૂપ ગણાય. દાખલા તરીકે સમજો કે મંદિરનો રથ બાર મહિનામાં બે-ચાર વાર પ્રભુના વરઘોડામાં નીકળે અથવા જેટલી વાર વરઘોડો નીકળે તેટલી વાર નીકળે અને શ્રીમંતની ઘોડાગાડી વગેરે પણ કદાચ વરઘોડામાં કેટલી વાર નીકળે, પણ રથ એ ધર્મક્રિયાનું સાધન છે અને ગાડી વગેરે ધર્મનું સાધન નથી ! બાર મહિનામાં એટલા દિવસ આવી એ ઠીક, પણ એથી કાંઈ એ ધર્મનું સાધન જ છે એમ નથી કારણ કે બાકીના દિવસોમાં તો તે સંસારની જ સાધનામાં ફરે છે. ને રથ તો એકાંતે જ્યારે પણ નીકળે ત્યારે પ્રભુના વરઘોડા માટે જ નીકળે. એથી ગાડી એ સાધન તો આશ્રવનું અને રથ એ સાધન સંવરનું તથા નિર્જરાનું ! ત્યારે કહો કોનું શરીર ધર્મનું સાધન ! પા કલાક પ્રભુને ચાંલ્લા કરી જાય અને વખતે પા કલાક અહીં પણ બેસી જાય તેનું ? નહિ જ, “શરીર ધર્મનું સાધન' - એ તો યાદ રાખ્યું, પણ એનો ભાવ ક્યાં એ વિચારશો તો સમજી શકાશે કે સંયમીનું શરીર ધર્મનું Page #129 -------------------------------------------------------------------------- ________________ 855 ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? - 58 ૧૧૫ સાધન, પણ અસંયમીનું શરીર ધર્મસાધન નથી. ક્વચિત્ થાય, પણ એની કિંમત ન અંકાય. જેનું શરીર કેવળ સંયમની સાધનાના કામમાં જ નિયત થાય અને બીજી પ્રવૃત્તિ કરે તે પણ એને અંગે જ તો તેનું શરીર, કહોને સંયમીનું શરીર ધર્મસાધન ગણાય. જેનું શરીર થોડું - ઘણું ધર્મના ઉપયોગમાં આવે છે તે પણ, જેનું બિલકુલ ધર્મના ઉપયોગમાં નથી આવતું, તેના કરતાં સારું એમાં વાંધો નહિ, પણ ધર્મનું સાધન તો સંયમીનું જ શરીર. સંયમીનો આહાર પણ શા માટે ? સંયમની પુષ્ટિ માટે જ ! કારણ કે સંયમી દરેક પ્રવૃત્તિ, દરેક કાર્યવાહી સંયમને ઉદ્દેશીને જ કરે, માટે તેનું જ શરી૨ સંયમનું સાધન કહેવાય : પણ બાકીનાનું શરીર સંયમનું સાધન ન કહેવાય. હા ! બાકીનામાં પણ જેનું શરીર ભોગને તજી સંયમની લાલસામાં તત્પર હોય, તેને માટે કદાચ તેમ કહેવામાં આવે તો અમુક અંશે વાંધો નહિ : પણ વિચારો કે એ દશાવાળો આત્મા શરીરને સાચવે કઈ રીતે ? ભગવાનની આજ્ઞાને સાચવીને કે ઊંચી મૂકીને ? આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તાય એની કાળજી તો રાખે યા નહિ ? આટલી લાયકાત એનામાં આવવી જ જોઈએ. આ ત્યારે જ સમજાશે કે જ્યારે સંસાર તથા મોક્ષ અને તે બેયનાં કારણોને નોખાં પાડશો ! સંસારમાં મોક્ષ નથી અને મોક્ષમાં સંસાર નથી : જ્યાં જડનો યોગ તે સંસાર, તે મોક્ષ નથી. જેને મોક્ષ જોઈએ તેને જડનો યોગ ઇષ્ટ ન જ હોય. જે જડનો સંયોગ ઇચ્છે, તેને મુક્તિનો ઇચ્છનાર ન કહેવાય. મુક્તિના ઇચ્છનારે જડના સંયોગને ન ઇચ્છતાં એના વિયોગને જ ઇચ્છવો જોઈએ. આથી જ શ્રી જિનેશ્વરદેવના મુનિઓ અણગાર હોય છે. અણગાર એટલે ઘર વિનાના. જ્યાં ઘર જાય ત્યાં ૨હે શું ? ઘર હોય ત્યાં બધું જ હોય ને ? ધર હોય ત્યાં ગામ હોય. ગામ ત્યાં દેશ અને એને લગતી બધી સામગ્રી હોય. આ બધું અગાર પર છે. જ્યાં ઘર બનાવ્યું ત્યાં બધી કાર્યવાહી હોય જ ને ? અગાર અને અણગારમાં ભેદ જ આ. ઘર નહિ ત્યાં ગામ, નગર, દેશ કંઈયે નહિ અને ઘરવાળાને બધું જ. સમજદાર આદમી મર્યાદાશીલ હોય તો જ બચે. જેટલી મર્યાદા ખુલ્લી મૂકે તેટલો બંધાય. દાનનું કારણ લક્ષ્મી નથી, પરંતુ લક્ષ્મીની તેટલા પ્રમાણમાં મૂર્છાનો અભાવ એ કારણ છે ! રથ અને ગાડીનું દૃષ્ટાંત જોયું. એ બેમાં જેટલો ફેર તેટલો અગાર અને અણગારમાં ફેર છે. જે મોક્ષનાં સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર છે એમ માને, તે દુનિયાના બીજા પદાર્થને કઈ રીતના માને ? ‘આ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - પણ ઠીક અને આ પણ ઠીક' –એ સમ્યગુદૃષ્ટિને ન જ પાલવે. બેય ઠીક તો એક પ્રત્યે અરુચિની દૃષ્ટિ અને એક પ્રત્યે રુચિની દૃષ્ટિ એમ કેમ ? જે આત્મા મોક્ષને માને, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્યારિત્રને મોક્ષનાં સાધન તરીકે સ્વીકારે, તેની દુનિયાના પદાર્થો તરફ દૃષ્ટિ કઈ હોય ? સાધન કે સાધ્ય દૃષ્ટિ ન જ હોય, કારણ કે તેને મન તો સાધ્ય એ મુક્તિ છે અને સાધન તો એક રત્નત્રયી જ છે. તો પછી વિચારો કે મોક્ષમાર્ગના આરાધક આત્માની સંસારના પદાર્થો તરફ કઈ દૃષ્ટિ હોય ? સમ્યગ્દષ્ટિ આત્મા ઇચ્છે શું ? એ તો એ જ ઇચ્છે કે જોઈએ તો કંઈ નહિ. દેશ, નગર, ગામ, કુટુંબ, પરિવાર, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય કંઈ પણ જોઈએ તો નહિ જ. છતાંય કદાચ પુણ્યયોગે મળી જાય તો આર્યદેશ મળજો, જોઈતો તો નથી પણ દેશ જો મળવા નિર્માયો હોય તો આર્યદેશ મળજો, સ્નેહી વગેરે મળવાના હોય તો ધર્મમાં સહાયક મળજો, શરીર મળે તો ભોગમાં ન લેવાય તેવું મળજો, અને હૃદય મળે તો વાતવાતમાં આકુળ-વ્યાકુળ ન થાય તથા પાપવાસનાઓ તરફ પણ ન દોરવાઈ જાય તેવું મળજો. મતલબ કે સાધન મળો તો મુક્તિમાં વિદન ન કરે, પણ સહાય કરે તેવાં જ મળજો. આ બધું મગાય ? કારણ કે તેમાં માગવાની ભાવના તો મુક્તિની જ છે. પણ આજે તો ભાવના જ કોઈ જુદી છે, કારણ કે સંસાર તથા મોક્ષની ભિન્નતા, એના સ્વરૂપની ભિન્નતા અને એને લઈને એના હેતુ તથા કારણોની ભિન્નતા સમજાઈ નથી. કોઈ પાંચ હજારનું દાન કરે એ જોઈને આજ એમ થાય છે કે “આની પાસે લક્ષ્મી હતી તો પાંચ હજાર દાન કર્યું, માટે હું પણ તેટલી લક્ષ્મી મેળવું.” પણ એમ નથી થતું કે “એની પાસે એટલી લક્ષ્મી હતી તો પાંચ હજાર આપ્યા, તો મારી પાસે હોય તેના પ્રમાણમાં હું પણ આપું.' લક્ષ્મી અધિક મેળવવાની ભાવના થાય છે, પણ પેલો પાંચ હજાર મૂકે છે એ જોઈને પોતાથી મુકાય તેટલું પણ મૂકવાની ભાવના થતી નથી. અહીં જ ગોટાળો છે. દાન મુક્તિનું સાધન કેમ છે તે જ સમજાતું નથી. અને એથી જ દાન જોઈને લક્ષ્મી ઉપરથી મૂચ્છ ઊતરવાને બદલે ઊલટી લક્ષ્મી મેળવવાની ભાવના થાય છે. એ થયું એટલે આરંભ - સમારંભ અને પરિગ્રહની માત્રા વધે છે. અને એ વધ્યું એટલે ગબડ્યો. સંસાર તથા સંસારનાં કારણો અને મોક્ષ તથા મોક્ષનાં કારણોની ભિન્નતા ન સમજવાથી જ આ ગરબડ થાય છે. દાન જેવા ધર્મના નિમિત્તે પણ જેને આમ થાય, તેનું થાય શું? દેનારને Page #131 -------------------------------------------------------------------------- ________________ કા ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? – 58 ૧૧૭ દેતી વખતે તો જરા શુભ ભાવના પણ હોય. એ વખતે તો લક્ષ્મી મેળવી કાં'ક કરું એમ થાય, પણ કાં'ક માટે લક્ષ્મી મેળવવામાં પડીને રાંક થાય છે. કારણ કે પરિગ્રહ એ દાનનું કારણ નથી.' - એ વસ્તુનો તેને ખ્યાલ નથી રહેતો. અને એથી તે એ પણ ભૂલી જ જાય છે કે “ત્યાગીનો ઉપદેશ દાન જ કરાવે.' એ જ કારણે ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે ઘાલીને સમજપૂર્વક ગોટાળો કરવામાં આવે છે. ધર્મસાધન કહી એને અધર્મનું સાધન બનાવવું એ ભયંકર દંભ છે ! જે વસ્તુ જેનું નિમિત્ત, તેને ભૂલવાથી જ ગોટાળો થાય છે. શાસ્ત્ર તો કહે છે કે બહુ આરંભી, સમારંભી અને બહુ પરિગ્રહવાળો નરકે જાય. વારુ, ત્યારે આરંભ સમારંભ વિના લક્ષ્મી આવે ક્યાંથી ? - આના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે અમારે એ પંચાત કરવી જ નથી. તમારી પાસે આવેલી લમીને મોક્ષની સાધનામાં ઉપયોગી બનાવવાની અમારી ભાવના છે, પણ સાધના માટે લક્ષ્મી મેળવવા અને તે ખાતર આરંભ, સમારંભ અને પરિગ્રહ કરાવવાની ભાવના નથી. આરંભ, સમારંભ અને પરિગ્રહમાં એ પ્રતાપ છે કે અહીં ચિત્તને ચોંટવા જ ન દે. આરંભી, સમારંભી અને પરિગ્રહનું મન તો બહાર જ ફર્યા કરે, કારણ કે જેટલી ઉપાધિ વધારે એટલી ચિંતા વધારે. એક પેઢીવાળા કરતાં ચાર પેઢીવાળાને ચિંતા વધારે : બહારગામ પેઢી હોય તેને વળી એથીયે વધારે ચિંતા : રોજ ટપાલ ને તાર જોવાં પડે. જેમ જેમ આરંભ ને પરિગ્રહ વધે, તેમ તેમ સ્થિરતા વધે કે ઘટે ? ધર્મકાર્યમાં, પૂજામાં સ્થિરતા વધે કે ઘટે ? શ્રી આનંદ અને શ્રી કામદેવ વગેરેએ જ્યારે પ્રભુના ઉપદેશથી જોયું કે આ ખોટું છે કે તરત આરંભ પરિગ્રહ ઉપર કાબૂ મેળવી તેને કમી કર્યા. અમુક વર્ષે તો એ હાલતમાં આવ્યા કે પહેલાં તો લક્ષ્મીનું પૂર આવતું હતું અને પછી તો પાળ બાંધી, કે આથી આગળ નહિ. અભ્યાસથી એવા બન્યા કે પૌષધક્રિયામાં પોતાના કુટુંબને નાશ પામતું જોયું, તોય હૃદય ન કંપ્યું. આરંભ, પરિગ્રહની સ્થિતિ ઘટી ત્યારે જ એ બન્યું, સર્વથા ત્યજાય ત્યારે સાધુધર્મ અને શ્રાવકપણામાં જેટલા પ્રમાણમાં ત્યજે તેટલા પ્રમાણમાં ધર્મ થાય. હવે વિચારો કે શ્રાવકમાં જેમ જેમ વ્રતપર્યાય વધે તેમ તેમ આરંભપરિગ્રહ વધે કે ઘટે ? વ્રત ધારણ કર્યા પછી રોજ ચૌદ નિયમ ધરાય છે તે શા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ --- ૩૩ માટે ? જિંદગીના વ્રતમાં તો મોકળાશ મોટી હોય ? એનો એ આ ચૌદ નિયમથી રોજ સંક્ષેપ કરે. સમજે છે કે સંસારમાં ફસાયો છું, વખતે લોભના પ્રસંગે નિયમભંગ થવાનો પ્રસંગ આવે, માટે તેવું ન થાય તે માટે જિંદગીના વ્રતમાં મોકળાશ રાખી છે, પણ તે છતાં રોજ સંક્ષેપ કરવો જોઈએ. જિંદગીના વ્રતમાં વ્રતભંગના પાપથી બચવા માટે આટલી પોલાણ રાખેલ છે. પણ એટલું વાપરવું જ જોઈએ એ નિયમ નથી. પચાસ લાખના પરિમાણવાળાને જિંદગી સુધી પાંચ લાખ હોય તેથી નિયમ ન ભાંગે, જ્યારે પચાસ લાખનો એક થાય ત્યારે નિયમ ભાંગે, આથી સ્પષ્ટ છે કે પચાસ લાખનો પરિગ્રહ રાખનારે પચાસ લાખ ભેગા કરવા જ જોઈએ એમ નથી જ ! વખતે પુણ્ય સંયોગો આવી જાય તો નિયમભંગ ન થાય, માટે વધુ પરિમાણ રાખેલ છે, પણ એ રાખવા જોગ છે એ બુદ્ધિ તો ન જ હોવી જોઈએ. ઊલટો એ તો માને અને કહે કે “પામર છું કે વધુ પરિમાણ રાખું છું.” આ બધું સમજીને વિચારો કે શ્રાવકનો ધર્મ શો ? આરંભ પરિગ્રહમાં રત રહેવું છે કે વિરક્ત રહેવું તે ? શ્રી કૃષ્ણ મહારાજ વ્રતધારી નહોતા, પણ એ અભિગ્રહ કરતા કે ચોમાસામાં બહાર જવું નહિ. અને શ્રી કુમારપાળ મહારાજનો પણ અભિગ્રહ હતો કે મંદિર અને ઉપાશ્રય સિવાય ચોમાસામાં ગામમાં પણ ફરવું નહિ. જેમ વતરક્ષા વધુ તેમ ધર્મમાં સ્થિરતા વધુ. સાધુવ્રતની વાતો સાંભળવી ભારે પડે છે, પણ શ્રાવક તો બનવું છે ને ? બધા શ્રાવક શ્રાવકેય બની જાય, તો કંઈ જ પંચાત ન રહે. અરે, રાજ્યને પણ ઘણી ડખલ ઓછી થાય. ગુના થાય ત્યારે ડખલ થાય ને ? શાસ્ત્ર કહે છે કે બધા માર્ગાનુસારી બની જાય તોય દુનિયામાં થતા ગુનાઓ બંધ થઈ જાય. માર્ગાનુસારી ગુણો પૈકીના ત્રણ ગુણ. ૧. “ન્યાયસંપન્નવિભવ, પાપભીરુપણું, અને જિતેંદ્રિયપણું.' – આ ત્રણ ગુણો દરેકમાં આવી જાય તો રાજ્યને પણ ધાંધલ મટે. અન્યાય પાપપ્રવૃત્તિ અને ઇંદ્રિયોની આધીનતાના યોગે જ બધી મારામારી છે. ગુના માત્ર આના યોગ થાય છે. આ છૂટી જાય તો પોલીસ શું કામ જોઈએ ? પોલીસ કોના માટે ? પાંચે ઇંદ્રિયો ખુલ્લી હોય તેને માટે. ઇંદ્રિય ઉપર અંકુશ હોય અને પાપનો કંપ હોય તો ગુના થાય ? અનીતિથી ડરે તો ગુના થાય ? આ ત્રણ દુર્ગુણ આવે તો ગુના થાય. હવે સમજો કે શ્રાવકજીવન કેવું હોય ? દુનિયાના મનુષ્યોના જીવનથી શ્રાવક જીવનમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૯ વિશિષ્ટતા શી છે તે વિશ્વને બતાવો. કોઈ સંતોષી ઇતર તમને કહે કે “ભલે તમે શ્રાવક છો, પણ તમારા કરતાં અમે લોભિયા ઓછા છીએ.' - તો એને તમે કહો શું? આજના ઉચ્છુખલો તો એમ જ સમજે છે કે “શ્રાવકજીવન એટલે ગમે તેમ કરીએ તોયે વાંધો નહિ. પૂજા ફાવે તો કરીએ, ન ફાવે તો ન પણ કરીએ, દેવગુરુ-ધર્મને મરજીમાં આવે તો માનીએ, નહિ તો ન પણ માનીએ, શાસ્ત્રને માનવું હોય તો માનીએ, નહિ તો ન પણ માનીએ, અમે તો ગૃહસ્થ છીએ. કારણ કે સંસારીને બધી જ છૂટ.” -પણ એ સમજ અજ્ઞાનભરી છે. શ્રાવકજીવનની મર્યાદા શી છે ? તે ત્યારે જ સમજાય, કે જ્યારે સંસાર અને મોક્ષનાં કારણો ભિન્ન ભિન્ન છે એમ સમજાય. પણ હજુ તો દુનિયાદારીની વસ્તુ મોક્ષે કેમ ન લઈ જાય, આવી ભાવના વર્તી રહી છે ત્યાં શું થાય ? માટે ખૂબ વિચારો કે મોક્ષે લઈ જનારી ઇચ્છા, ભાવના તથા પ્રવૃત્તિ કઈ હોય ? અને જેનું સાધન જે હોય તેને તે તરીકે જીવવા દો પણ ઉપરછલ્લે શરીરને ધર્મસાધન માની, તેની ખાતર બધી જ પાપક્રિયાઓ કરવામાં મશગૂલ ન બનતા. “શરીર ધર્મનું સાધન છે માટે એ શરીર માટે રાત્રે દૂધ પીવામાં વાંધો નહિ, કૉડલીવર ઑઇલ લેવામાં વાંધો નહિ.' - એવી એવી ભાવનાઓ કાઢી નાંખો. ગણાવવું, મનાવવું અને બનાવવું છે ધર્મનું સાધન, અને એ તેમાં ચીજો એવી નાખવી છે કે જેના યોગે ધર્મ રહેવા જ ન પામે. આજે તો ધર્મના સાધનના નામે ગમે તેવી અનીતિ કરવી અને અભક્ષ્યનું ભક્ષણ આદિ કરવું, એમાં વાંધો જ નહિ એમ મનાય છે અને મનાવાય છે. ખરેખર, વેશ્યાઓએ ધર્મના બહાને બુદ્ધિના નિધાન અભયકુમારને ઠગ્યા હતા, એ વાત યાદ આવે છે. ધર્મસાધનના નામે બધી જ પોલ ચાલે એમ ? આથી જ કહેવું પડે છે કે એક વસ્તુને ધર્મસાધન કહી તેના માટે ધમધોકાર અધમ પ્રવૃત્તિ કર્યો જવી તે ભયંકર દંભ છે. સાચા ધર્મના સાધનમાં તો પ્રથમ પણ ધર્મ, મધ્યમાં પણ ધર્મ અને પછી પણ ધર્મ હોય. પણ આજે તો ધર્મના સાધનના નામે બધી પ્રવૃત્તિ જુદી ચાલી પડી છે અને પ્રાયઃ બનાવટી વસ્તુનો આડંબર પણ ઘણો જ હોય છે. અને એનાં બોર્ડ પણ જુદાં જ. જીભની લોલુપતાના પરિણામે શ્રી અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પણ કૃત્રિમ શ્રાવિકા બનનાર વેશ્યાથી ફસાયા, કારણ કે દેખાવ, રીતભાત વગેરે બધું જ જુદું. સ્તવનમાં એવો સંવેગ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 80. રેલાવે કે સાંભળનારને છેક કરે. શ્રી અભયકુમારે પણ જાણ્યું કે આ તે કેવીક હશે ! શ્રી અભયકુમારે ભોજનનું આમંત્રણ આપ્યું, ત્યારે કહે છે કે “જે ગામમાં જે દિને તીર્થયાત્રા કરવા પેસીએ છીએ, તે દિવસે ઉપવાસ કરવાનો નિયમ છે. આ બે વિધવા પુત્રવધૂઓ સંયમની ભાવનાવાળી છે અને તેથી મારી પણ સંયમની ભાવના છે, માટે તીર્થયાત્રાએ નીકળ્યાં છીએ, બાદ સંયમ લેવાનાં છીએ.' હવે આમાં શંકા શી પડે ? ચાલ પણ એવી કે જાણે પાક્કી ઇર્યાસમિતિ પાળે છે. સાચા શ્રાવકને તો પ્રમાદ પણ થાય, પણ આ બનાવટી શ્રાવિકાને પ્રમાદ પણ ન થાય ! એ તો મુનિથી પણ દેખાવમાં વધે તેવી ઇર્યાસમિતિ પાળે. એની કાર્યવાહી જોઈને શ્રી અભયકુમારને પણ કહેવું પડ્યું કે આવું શ્રાવિકારત્ન દુનિયાભરમાં ન જોયું, કારણ કે વેશ્યાને તો ધર્મના નામે શ્રી અભયકુમાર જેવા મંત્રીશ્વરને ઠગવો હતો અને વેશ્યા સમજતી હતી કે એની ચારે બુદ્ધિ અંજાઈ જાય તેવી કાર્યવાહી કરવી જોઈએ : અર્થાતુ - એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની ફરજ જ ન પડે એવી કાર્યવાહી કરવી જોઈએ. બાકી સાચા ધર્મના સાધનના નામે આશ્રવનાં દ્વાર ખોલવાનો અધિકાર ક્યાંથી મળે ? ધર્મના પૂરા સાધનમાં આશ્રવની છાંટ પણ ન હોય. શ્રાવક તો નિરંતર વિચારે કે પાપમાં તો હતા જ, માટે મર્યાદિત થવાય એટલું જ શ્રાવકજીવન અને જેટલું ખુલ્લું જીવન તેટલું ઇતર જીવન. દરેક કરણીમાં શ્રાવક જીવન જળવાય, પણ જો જાળવવું હોય તો ! ચૂલા પાસે પણ જળવાય અને દુકાનમાં પણ જળવાય, પરંતુ શ્રાવકજીવનનો મર્મ સમજો તો ! દરેક ક્રિયામાં જો નાખવા માગો તો શ્રાવકજીવનના અંશ નાખી શકો છો અને તે રીતે જો અંશ નાખો તો બંધ અલ્પ પડે. આ વિશેષણવિશિષ્ટ ક્રિયા કરો તો બંધ અલ્પ પડે. જ્ઞાનીની આજ્ઞા વિશેષણમાં છે, પણ વિશેષ્યમાં નથી. વાક્ય વાક્ય વિધાન સમજાતું નથી, વિધાનમાં કરણીનો ભેદ પડતો નથી, એની જ બધી પંચાત છે. પહેલી વાત તો એ કે શ્રાવક અઢારે પાપસ્થાનકને પાપસ્થાનક તો માનેને ! ક્રિયા ઓછી કે વધતી. પણ પાપસ્થાનકને પાપસ્થાનક તો માનેને ! પાપથી મુક્તિ મળે એમ તો કોઈ શ્રાવક માને નહિ ને ! અઢારેને પાપ માનો તો તે છોડવાનાં તો ખરાં જ ને ! અઢારમું તો મિથ્યાત્વ શલ્ય : એ તો શ્રાવકને ન જ હોય અને બાકીના સત્તરને કદી સેવવાં પણ પડે, તો પણ તે કંપતે હૃદયે સેવે : કારણ કે પાપસ્થાનકને ખરાબ તથા નુકસાનકર્તા તો તે માને જ છે. પાપ Page #135 -------------------------------------------------------------------------- ________________ શકા ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૨૧ કરતી વખતે પણ મર્યાદા સચવાય, તે પણ શ્રાવકપણું. શ્રાવિકા ચૂલો પૂંજે, પૂંજણી ફેરવે, દૃષ્ટિ ફેરવે, લાકડાં તપાસે, પછી ચૂલો સળગાવે, તો પણ શ્રાવિકા એ ભાવના ભાવે કે “શું કરું ! હજી ત્યાગ આવતો નથી માટે આ ક્રિયા કરવી પડે છે, પણ ક્યારે છૂટે !! આનું નામ શ્રાવકપણું. રોજ આ દશા હોય. જો શ્રાવકપણું આવ્યું હોય તો એઠાં પાણી પીવાય છે તે પીવાય ? ચૂલો, રસોડું રસોઇયાને જ સોંપી દેવાય છે તે સોંપી દેવાય ? ચૂલો ક્યારે સળગાવાય છે તેની ખબર નથી પડતી તે બને ? પાશેર પાણીની જરૂર હોય ત્યાં પાંચ મણ પણ વપરાય છે તે બને ? પાપની ક્રિયાનો ડર લાગે તો લોભ પણ ઘટે. દરેક ક્રિયા મંદ પડે. બચાવની કાળજી રાખે. શ્રાવકને છયે કાયની વિરાધના લખી તો છે જ. રોજ જીભના સ્વાદ ખાતર દશ વનસ્પતિ ખાનારો પણ શ્રાવકપણું આવે એટલે સંકોચ કરે અને કરતાં કરતાં એવો થાય કે એક આવે અને પછી એનો પણ ત્યાગ કરે, એ વિચારે કે “શા માટે ન ચાલે ?” દશથી એકે આવે અને તે એક પણ જાય, પણ કરતાં કરતાં છાયા પડે તોને ! પેટ ભરવા માટે ભોજન જોઈએ એ તો કબૂલ, રોટલી પાંચ, દશ, ડઝન, બે ડઝન જે ખોરાક હોય તે જોઈએ, પણ ચાર શાક કે શાક વગેરે વાનગીઓનો ઢગલો, એ પેટ ભરવા માટે જરૂરી છે ? એ બધું શા માટે ? ભૂખ્યા નથી રહેવાતું માટે આ બધું ખવાય છે, એ વાત તો ઊડી. શ્રાવક ધારે તો પ્રિય વસ્તુને આઘી મૂકે, એ પણ તપ છે. આવો તપ તો રોજ થાય. એ રષ્ટ તત્ ત્યાન્, - જે ઇષ્ટ તે તજવું, આ ટેવવાળો એવો બની જાય કે પછી લખું પણ મજેથી ખાય. આયંબિલમાં જે મોં બગડે છે તે ન બગડે. આયંબીલમાં પણ દશ-બાર ચીજ જોઈએ, એ ભાવના સ્વાદે કરાવી. બેશક, ચીજ ગમે તેટલી, પણ લુખ્ખી તો ખરી. ઉત્કટ આયંબીલ તો તે છે કે બધી વસ્તુ ભેળી કરી, તેમાં તેના પર ચાર આંગળ ઊંચું રહે તેટલું પાણી નાખી, એ ખાઈ જવું તે ! આયંબીલમાં ચીજ ગમે તેટલી પણ ઉત્તેજક તો નહિ ને ! ખાય કેટલું ? ખવાય તેટલું. ગરમાગરમ ભજિયાં હોય તો સાંજે પેટ ભરીને વાળુ કરવા છતાં રાતના બાર વાગે હોટલમાં જઈને ખવાય, તે પેટના કારણને લીધે ? ભૂખને લીધે ? નહીં જ, પત્તરવેલી, આલુ, બટાકાની કાતરી, શિખંડ વગેરે ખાય તે ભૂખ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 982 માટે ? નહિ જ, કુટેવ પડી તે માટે ! ટેબલખુરશી પર બેસી ખાવું, પાનના ડૂચા મારવા, સિગારેટ ફૂંકવી, આ શોખ વધી ગયો ! આ બધું કુટેવ વધી ગઈ એથી, બાકી આદમીને ખાવાનું કેટલી વાર ? આદમી તે આદમી કે ઢોર ? ઢોર પણ વાગોળે ભલે, પણ આખો વખત ખા-ખા તો ન કરે : આખી રાત ખા-ખા ન કરે. પણ જ્યાં શોખ લાગ્યો હોય અને કુટેવ પડી હોય, ત્યાં ચીજ કેવી છે અથવા સમય રાતનો છે કે દિવસનો, તે જોવાનું ક્યાંથી હોય ? સભાઃ આ બધું જાણ્યું ક્યાંથી ? આ બધું જાણનારે ત્યાં જવું જ પડે એવું કાંઈ નથી. રસના ઇંદ્રિયની લાલસાના યોગે કાર્યવાહી શી શી થાય છે, તે તો આગમે જણાવી છે અને શું કરો છો તે તો તમે અનુભવી છો એટલે જાણો છો. તમારામાંથી કોઈ સુધરે, એમાંથી નીકળે તે કહે કે “અમે પણ આવા હતા, આ ખાતા, તે ખાતા.” હવે કોઈ પૂછે કે મનુષ્યની આ બધી ક્રિયાઓ તથા ચાહ , બીડી, સિગાર, પાન એ પેટ માટે જરૂરી છે ? કહો છો ને કે “કંગાલ થયા, માંદા થયા-' ન થાઓ તો જાઓ ક્યાં ? શેરને બદલે સવાશેર પેટમાં નાખો, તો લોટો ભરવો જ પડે. ને ? પછી પેટ ચડે, હીંગ ભરવી પડે અને જાજરૂમાં પણ વારંવાર જવું જ પડે. આજ તો ભલેને મહિને સોનો પગાર મળે, વધીને આવક બાવીસોની થાય, તો પણ ખિસું તો ખાલી જ રહે. પૈસો અનીતિનો, પ્રપંચનો, પાપનો તે ત્યાં જ જાય. સન્માર્ગે ન જાય. બુદ્ધિ બગાડે, નાસ્તિક બનાવે ને આચારહીન બનાવે. એને ઘરમાં ખાવાની મજા ન આવે. ખરાબ ચીજો હૃદયને ગમાડીને ખાય : હૃદયને ફાવે તે રીતે ખાય. ચાહ, દૂધ સાથે પીએ, ઉપર શિખંડ ખાય, કૈક કચરો ખાય, એ બધું પચે ક્યાં ? પેટ તો આટલું ને ! પછી રોગી થાય. એને દેવ, ગુરુ, ધર્મ ન ગમે ? એનું ચિત્ત તો ત્યાં જ ભટકે. એક સંવત્સરીનો ઉપવાસ થાય તે દિવસે એમ થાય કે હોટલ બંધ થઈ. વગર ઉપવાસના પણ પૂછે કે પડિકમણામાં પચ્ચખાણ ન કરીએ તો ચાલે ને ! આ સ્વતંત્રતા છે ? તમારામાં શ્રાવકજીવન આવે તોય તમે નમૂનેદાર બનો, અને દુનિયા અનુકરણ કરે, પણ એ બને ક્યારે ? સંસારની લાલસાવાળા મટી મોક્ષની લાલસાવાળા બનો ત્યારે ! બાકી સંસાર ઉપરથી રુચિ ન ઘટે ત્યાં સુધી પાપક્રિયા કેમ ઘટે ? આ જ કારણે તમે જ્યાં ચોંટ્યાં છો એ ખોટું છે, એ તો બતાવવું જોઈએ ! ધૂનન કરાવવું છે માટે આ સમજાવ્યા સિવાય છૂટકો જ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ Dછ ૮: સંસારનાં સાધનોને મોતનાં સાધનો કોણ બનાવી શકે? – 58 ૧૨૩ કલ્યાણની ઈચ્છા હોય તો સમજો. સાધુજીવન ન ગળાય તો શ્રાવકજીવન ગાળો, એ પણ ન બને તો સમ્યગ્દષ્ટિપણાનું જીવન ગાળો-એ રીતે જે આત્મા મર્યાદિત બને તે ખાય, પણ એ કે બોલે તે પણ કઈ રીતે ? એ આત્માને બધામાં જ મર્યાદા આવે. વાસી, દ્વિદળ વગેરે તો માનો ને ! હોટલમાં બધું આવું હોય કે નહિ ? આત્મદષ્ટિએ તો એ ચીજો નુકસાનકારક છે જ, પણ શરીરની દૃષ્ટિએ પણ એ ચીજો ખાવા યોગ્ય નથી. એવી ચીજો ખાવાથી બુદ્ધિ પણ બગડે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પણ બુદ્ધિ બગડે. આ બધો ખાનપાનનો પ્રતાપ છે, કારણ કે આહાર તેવો ઓડકાર. આ દશામાં શ્રી વીતરાગદેવ પ્રત્યે પ્રેમ આવે શી રીતે? આ દેવ અને આ ગુરુ સાથે મેળ ખાય શી રીતે ? આ દેવ-ગુરુ સાથે મેળ મેળવવો હોય તો આચાર, વિચાર અને પ્રવૃત્તિમાં પલટો કરવો જ પડશે. આજ તો કહે છે કે “સાધુ જેને પાપ માને તેને આપણે પાપ માનીએ શું કામ ? પાપ ન માનો અને પુણ્ય માનો, તો પરિણામ શું આવે ? એને પાપ માનો તો સાધુતા પણ ઉદયમાં આવે : આ ભવે નહિ તો ભવાંતરે પણ ઉદયમાં આવે. સભાઃ લક્ષ્મી વધુ મળે તે માટે દાન દે તો કેવું ગણાય ? એ દાન નહિ પણ સટ્ટો છે. વસ્તુને ત્યાજ્ય માન્યા વિના દેવાય, તે વસ્તુતઃ દાન નથી. આગળ આવવા માટે, કીર્તિ માટેનાં દાન તે વસ્તુતઃ મોક્ષસાધક દાન નથી, પણ સટ્ટો છે. જે લક્ષ્મી જેવી છે તેવી તેને ન માને, તો દે કઈ રીતે ? દાનનું કંઈ ધ્યેય તો ખરું ને ! આપનારની લક્ષ્મી ઉપરની મમતા ઓછી થાય અને બીજાનું ભલું થાય, એ કેવો શુભ ઉદ્દેશ છે? પ્રભુની ભક્તિ, ગુરુની સેવા તથા સાધર્મિકની ભક્તિમાં જે દાન દેવાય, તે તારક જાણીને ! અનુકંપાદાનમાં કેવળ દયા-ત્યાં કંઈ જોવાનું નહિ. દેવ, ગુરુ તથા સાધર્મિકને તારક માનીને આપવું, તરવાની બુદ્ધિએ આપવું. પ્રભુ તો આપણા તારક. કેવળજ્ઞાન પામી આખા જગતના તારક એવા પ્રભુની સેવામાં જેટલું સમર્પીએ તેટલું ઓછું : સાધુ તો જીવે ત્યાં સુધી ષટ્કાયના અભયદાતા અને સહવાસીઓનું હિત કરનાર : એમની પણ થાય તેટલી ભક્તિ કરવી. સાધર્મિકની શિખામણથી તો કૈક શિથિલ થયેલા માર્ગમાં આવશે અને દઢ બનશે, માટે એમની પણ ભક્તિ કરવાની. સાધર્મિક સાધર્મિકને ધર્મમાં સ્થિર કરે કે પતિત કરે ? સંયમનો અર્થી સલાહ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો લેવા આવે, તો સાધર્મિક શું કહે ? ‘હે ગાંડા તું ક્યાં ભોળવાયો !' -એમ કહે ? નહિ જ. સાધર્મિક તો સ્વયં પ્રેરણા કરે, તો તો પછી સલાહ માગવા આવે ત્યારે તો કમાલ જ કરે. જેના યોગે ધર્મના વિચારો સ્થિર થાય તે સાધર્મિક, પણ વિચારોમાં મલિનતા લાવે તે સાધર્મિક ખરો ! સભા : નહિ. તમે કહો છો ને ! - ૪ સભા : હા. સંયમધર્મનાં પરિણામ જેના યોગે સુદૃઢ થાય તે ગુરુ કે જેના યોગે સંયમધર્મના પરિણામ પતિત થાય તે ગુરુ ? એ ગુરુ તથા સાધર્મિક પરિણામ ઊંચાં બનાવે, પણ નીચાં તો ન જ બનાવે : સંસા૨ને ઢીલો કરાવે, પણ સંસારની જડને મજબૂત તો ન જ કરે : માટે જ એ ત્રણની તો ભક્તિ હોય ! અનુકંપા તો ગુણહીનની !! આમની અનુકંપા કરીએ તો પાપ લાગે. આમની તો ભક્તિ જ હોય. ‘બેસ, ખાઈ લે’-એમ તો નોકરને કહેવાય, આડતિયાને કે રાજાને ન કહેવાય. એને માટે તો પાટલા માંડવા પડે, મોટા ત્રાટ મૂકવા પડે, ન હોય તો માગી લાવીને પણ મૂકવા પડે. જાડો અને લુખ્ખો રોટલો તો ગાડીવાળાને અપાય. આડતિયાને આપો તો એ શું કરે તે જાણો છો ને ? કહે કે ‘રોટલા ભાળ્યા છે ! સભ્યતા તથા વિવેક સાચવવાં જોઈએ.' તેવી જ રીતે જો ત્રણમાં અનુકંપા બુદ્ધિ થઈ કે નાશ, કારણ કે એ તો ભક્તિનાં પાત્ર છે. સ્થાન-સ્થાનનો વિવેક કરતાં શીખો. સમ્યગ્દષ્ટિ હાથ ધરે કે દુ:ખ થાય. એ વખતે ‘પધારો’ કહો, એટલે તરત હાથ આપોઆપ ખસી જાય. એનું અપમાન ન થાય. એવા આત્માને ચાર પૈસા આપીને હાંકી કાઢો એ દાન નહિ, પણ અવગણના છે. 864 સભા : અઢારમું પાપસ્થાનક આપ તો છોડી દેવાનું કહો છો : આપે કહ્યું કે સત્તર પાપસ્થાનક સેવવાં પડે તો પણ કંપતે હૃદયે સેવે, પણ અઢારમાનું શું ? આજે એનો—મિથ્યાત્વનો તો પ્રચાર થાય છે. અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વ છે. તે શ્રાવકમાં હોય જ નહિ. અને જો હોય તો તે વાસ્તવિક શ્રાવક નહિ. સભા : એની આલોચના કેમ ? પ્રમાદથી, ભૂલથી થયું હોય, સેવાયું હોય તેની આલોચના : ઇરાદાપૂર્વક મિથ્યાત્વ સેવે ત્યાં શ્રાવકપણું રહે જ નહિ. દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે, પૂર્વાચાર્યોને Page #139 -------------------------------------------------------------------------- ________________ 865 ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? - 58 ૧૨૫ નિંદે, તે તો ઘોર મિથ્યાદૃષ્ટિ ! એમનો તો સહવાસ પણ સારો નહિ. બહારના મિથ્યાર્દષ્ટિ તો હજી પામ્યા નથી, પણ આ તો પામીને અવગણના કરે છે, માટે એમનો સહવાસ પણ યોગ્ય નથી. બહારના દુશ્મન એ રીતે તો સારા, કે જેના માટે કમાડ પણ વસાય. આમને માટે શું ? આ તો બહુ બૂરા કે કમાડ પણ ન વસાય. અસ્તુ. હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન એકલા શ્રી જિનેશ્વરદેવ જ કરે કે અન્ય પણ કોઈ કરે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯: પ્રભુની દેશના અને તેના અધિકારી 59 • પ્રભુની દેશના કોને ઉદ્દેશીને હોય ? શ્રી તીર્થંકરદેવના અતિશયો : • લોક શબ્દના ભિન્ન ભિન્ન અર્થો : • “સવિ જીવ કરૂં શાસનરસી'ની ભાવના : • પાપમાં કલ્યાણ માનનાર તરે ? • “મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય.” વિષય : પ્રભુની દેશનાનો ઉદ્દેશ. અતિશય. જૈનશાસનની દેશનાનો પ્રાદુર્ભાવ કેવળજ્ઞાનમાંથી થાય છે. જ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકરો પણ પ્રાયઃ દેશના ન દે. ભવ્યજીવોનું હિત કરવું છે, એ હિત કરવામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય એ જ હેતુ. દેશનામાં દેવ અને તિર્યંચો આવે પણ મુખ્યત્વે દેશના માનવોને ઉદ્દેશીને જ અપાય છે, કારણ દેવ વધુમાં વધુ સમ્યક્ત પામી શકે, તિર્યંચ બહુ તો દેશવિરતિ જ પામી શકે જ્યારે એક માનવ જ એવો છે કે વધુમાં વધુ સર્વવિરતિ પામી શકે, “સર્વવિરતિ વિના શાસન નહિ માટે એની જ મુખ્યતા. આ વાતને સમજાવતાં સાથે તીર્થંકરોના અતિશયો પણ અયોગ્ય ઉપર કામ ન કરે એ મુદ્દો સમજાવવા “સાબ કોલસાને ઊજળો ન કરી શકે' એ દૃષ્ટાંત રજૂ કરાયું છે. તીર્થકરની વાણી પણ યોગ્ય જીવોને જ પરિણમે. ઉદાયન મંત્રી, આર્ય કાલકસૂરિ ને વિનયરત્ન તેમજ જેબૂકુમાર અને પ્રભવ ચોરના ટૂંકા પ્રસંગો અવસરચિત ઘટાવ્યા છે. મુવાક્યાdg1. • અતિશય પણ પુણ્યવાનને ફળે, પાપી માટે તો અતિશય પણ નથી ફળતા. • ઉપકારીની ઉપકારભાવના પણ અયોગ્ય આત્માને ફળે નહિ. • અચેતન પાટિયાને તારક કહેવાય તો સંપૂર્ણ જ્ઞાની શ્રી તીર્થંકરદેવને તારક કહેવામાં વાંધો જ શો છે ? ૦ સાધુનાં કપડાંમાં રહી વિપરીત વર્તે એ વિશ્વાસઘાતી છે. • દુઃખથી, મોહથી પણ સંયમ લઈને, પાછળથી વર્ષોલ્લાસ પામીને અનંતા આત્માઓ મુક્તિએ ગયા, પણ મરે તોય પોતાનું ન મૂકે, દોરડી બળે તોય વળ ન મૂકે, એવા આત્માઓ માટે મુક્તિ નથી. • દુર્ગુણ એ મિથ્યાત્વ નથી, પણ દુર્ગુણને સારા માનવા એ મિથ્યાત્વ છે. • પાપી તરે પણ પાખંડી ન તરે. પાખંડી તો પાખંડને પોષવા જ માગે. પાપીને તો નિમિત્ત મળે એટલે તરે ! • પાપને સારું માનવું એ ભયંકર નશો છે. તેથી તો મૂર્ખની પદવી આપવી પડે છે. • ધર્મીની ધર્મક્રિયાને વખોડવી, એ દુર્જનનું લક્ષણ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯: પ્રભુની દેશના અને તેના અધિકારી મની દેશના કોને ઉદ્દેશીને હોય? અનંત ઉપકારી સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ સૂચવ્યું કે સ્વર્ગ તથા અપવર્ગ મોક્ષ અને તેનાં કારણો, તેમજ સંસાર તથા તેનાં કારણોને આવરણ વિનાના જ્ઞાનથી સમ્યક્ પ્રકારે જાણનાર એવા શ્રી તીર્થંકરદેવ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભવમાં રહેવા છતાં, મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. ચારે ઘાતકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય તે છતાંય, બાકીનાં સાર અઘાતી કર્મ જાય નહિ ત્યાં સુધી, તે પણ આ સંસારથી મુકાતા નથી. ઘાતી કર્મ જેમ સ્વતઃ આત્માના મૂળ ગુણને હણનારા છે, તેવી રીતે અઘાતી કર્મ મૂળ ગણને એટલે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્ર અને અનંતવીર્યને હણનારાં નથી : તે છતાંય તે ચાર અઘાતી કર્મ ન જાય ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવના આત્માને પણ સંસારમાં રહેવું પડે છે. અને એથી શ્રી તીર્થંકર-નામકર્મને વેદવા માટે મનુષ્યભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવો મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. જો કે સમવસરણમાં દેવતાઓ પણ આવે છે, તિર્યંચો પણ આવે છે, છતાંય મુખ્યતયા મનુષ્યોને ઉદ્દેશીને કહે એમ શાસ્ત્ર કહ્યું, એનું કારણ એ છે કે પ્રભુપ્રણીત ધર્મની આરાધના માટે મુખ્યતા મનુષ્યની છે. મુખ્ય ધર્મનો સ્વીકાર મનુષ્ય સિવાય બીજા કોઈ જ કરી શકતા નથી. પ્રભુની પહેલા નંબરની દેશનાનો સ્વીકાર મનુષ્ય જ કરી શકે છે. દેવતા તો અવિરતિ છે : તિર્યંચોમાંથી કદી કોઈ વિરતિ પામે તો પણ તે દેશથી, પણ સર્વથી નહિ જ : માટે દેશના મનુષ્યોને જ ઉદ્દેશીને કહેવાય. સમવસરણના દેખાવથી તિર્યંચો પણ આવે. સમવસરણની રમણિકતાથી ખેંચાઈને પણ પ્રવેશે. પ્રભુના અતિશયથી જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ પરસ્પર સંમિલિત થાય છે, તેઓના વૈરનું ઉપશમન થાય છે. વળી ભગવાનનો એ પણ અતિશય છે કે દેશના સૌને પોતપોતાની ભાષામાં સમજાય. તિર્યંચો પણ પોતપોતાની ભાષામાં સમજે. એ પણ સમજે કે અમને પણ કહે છે. એ આત્માને પણ એ વાણી લાભ તો આપનારી છે. વધુ નહિ તો જ્યાં સુધી વાણીને સાંભળે છે ત્યાં સુધી તો, એ પણ અપૂર્વ શાંતિ પામે છે : Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પરંતુ મુખ્યતયા દેશના મનુષ્યને ઉદ્દેશીને છે. તિર્યંચો ઘણું પામે તો દેશવિરતિ પામે અને દેવતાઓ બહુ તો સમ્યકત્વ પામે અગર મેળવેલું હોય તો નિર્મળ કરે, પણ મનુષ્યો તો જો શુદ્ધ ધ્યેયથી પ્રભુની વાણી સાંભળે, સદહે અને પોતાની સઘળી શક્તિનો ઉદ્યમ કરે તથા તેવી જાતનું કોઈ નિકાચિત કર્મ અંતરાયરૂપ ન હોય, તો જરૂર સર્વવિરતિરૂપ પરમ ધર્મને પણ પામી શકે. આ જ કારણથી પ્રભુ શ્રી જિનેશ્વરદેવોની દેશનાના મુખ્ય અધિકારી મનુષ્યો છે. પ્રભુના ઊંચા આદર્શને પામવા શક્તિ, સામગ્રી અને સાધન જે રીતનાં મનુષ્ય પાસે છે, તે રીતનાં બીજાઓ પાસે નથી. આથી મનુષ્ય ધારે તો પ્રભુના ઊંચામાં ઊંચા આદર્શને પહોંચી શકે. શ્રી તીર્થંકરદેવના અતિશયો : વધુમાં ટીકાકાર મહર્ષિએ એ પણ સમજાવ્યું કે “શાક્યોની ધર્મદેશના કુડી' આદિમાંથી પ્રગટ થાય છે અને વૈશેષિકોના પદાર્થોનું પ્રકટીકરણ ઉલૂક ભાવથી થાય છે, તેમ આપણા શાસનમાં નથી : કારણ કે આપણા શ્રી જિનેશ્વરદેવો તો ઘાતકર્મોના ક્ષયથી નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી કૃતાર્થ હોવા છતાં પણ, મનુષ્યભાવમાં રહેવા છતાં પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે છે. આથી સ્પષ્ટ છે કે શ્રી તીર્થંકરદેવો સ્વયં દેશના દે છે, અને એમના પ્રભાવથી દેવતાઓ બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિદુર્વે છે, જે એમના જેવા જ લાગે. વર્તમાનમાં તો કેટલાકોએ એમ પણ ઊલટું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે “તીર્થકર દેશના શું કામ દે? કારણ કે એ તો વીતરાગ છે. કોઈનું ભલું કરવાની કે ભૂંડું કરવાની, અર્થાત્ કોઈ પણ જાતની ઇચ્છા જેને ન હોય તે વીતરાગ.' પણ આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરનારા સમજતા નથી કે શ્રી જિનેશ્વરદેવો દે છે, તે પોતે જે “તીર્થંકર-નામકર્મ નિકાચ્યું છે તેને વેદવા માટે દે છે. તીર્થંકર-નામકર્મનો ઉદય થાય ત્યારે આ બધી કરણી થાય જ. તીર્થકર-નામકર્મનો એ પ્રભાવ છે. દેવલોકથી વે કે દેવતાઓ મહોત્સવ કરે, જન્મે કે તરત ઇંદ્ર નીચે આવે, પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જાય અને ચોસઠે ઇંદ્રો મળી સ્નાન-પૂજનાદિ ભક્તિ કરે. આ બધું કોઈ કહેવા જાય છે ? નહિ જ. પણ “શ્રી તીર્થંકર-નામકર્મના પ્રભાવે થાય છે. ત્યાર પછી સંયમ લે કે ઇદ્રો મહોત્સવ કરે. કેવળજ્ઞાન થાય કે ઇંદ્રો અને દેવતાઓ સમવસરણ રચે અને વિનવે કે “હે નાથ ! પધારો અને સંસારથી તારનારી દેશના દો.' તથા નિર્વાણ Page #143 -------------------------------------------------------------------------- ________________ છ00 – – ૯ઃ પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 –– ૧૨૯ થાય ત્યારે પણ ઇંદ્રાદિ આવે અને મહોત્સવ કરે. આ બધું તીર્થકર-નામકર્મના યોગે આપોઆપ જ થાય છે. બધા જ અતિશયો એ તીર્થકર નામકર્મનો પ્રભાવ છે. વાણી પણ કેવી મહિમાવંતી ! પ્રભુની વાણી એક યોજન સુધી સરખી રીતે પ્રસરે છે, એટલે કે સરખી રીતે સંભળાય છે. દેવતાઓ પણ તેમાં વાજિંત્રના સૂર પૂરે અને તે પણ એવી રીતે પૂરે, કે જેથી વાજિત્રના સૂર અને વાણી એકરૂપ બની જાય. તે તારકની વાણી અવિચ્છિન્નપણે એકસરખી રીતે સંભળાય. એ તારક તીર્થકર-નામકર્મ રહે ત્યાં સુધી રોજ બે પ્રહર અવિચ્છિન્નપણે દેશના આપે. પહેલી પોરસી અને ચોથી પોરસી પ્રભુ દેશના દે. એ જોજન સંભળાય તેવો સૂર કાઢે. દરરોજ બે પ્રહર એ રીતે નિયમિત બોલવું અને તે પણ વર્ષો સુધી, એ દશામાં સામાન્ય આદમી કેટલું જીવે ? પણ તે તારકમાં તે તાકાત છે. શ્રી જિનેશ્વરદેવો દેશના દે છે, તે તીર્થંકર-નામકર્મને વેદવા માટે દે છે. આ વાત સમજાઈ જાય તો બધા જ આજના કુવિકલ્પો આપોઆપ શમી જાય. સભા: તે વખતે તોફાની આવતા હશે ? એ વખતે પણ તોફાની એવા આવતા કે ભગવાન ખુદને શ્રી ગૌતમસ્વામીજી આદિને આઘા ખસેડવા પડતા. જ્યારે ગોશાળો આવ્યો ત્યારે ભગવાને બધાને આઘા ખસવાનું કહ્યું. ગોશાળો સમવસરણમાં આવી ભગવાન સમક્ષ યદ્રા તા બોલ્યો, ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કરતા “સર્વાનુભૂતિ' અને “સુનક્ષત્ર” એ બે મુનિવરોને તેણે બાળી પણ મૂક્યા. સભા તે વખેત કોઈએ રોક્યો નહિ ? કોણ રોકે ? સામાના અશુભના ઉદય વખતે એવી છાયા પડે છે કે સમકાલે સર્વની બુદ્ધિ સરખી જેવી થઈ જાય. પોતાની તેજોલેશ્યા પોતાને બાળવાની છે, તીવ્ર અશુભનો ઉદય આવી લાગ્યો છે, એ જો કોઈ રોકે તો બને શી રીતે ? ગોશાળાને એ રીતે સાત દિવસ હેરાન થવાનું હતું. ભગવાનના અતિશય પણ ત્યાં અસર ન કરે. અતિશય પણ પુણ્યવાનને ફળે. પાપી માટે તો અતિશય પણ નથી ફળતા. પ્રભુનો એ અતિશય છે કે જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ શાંત થાય અને વૈર ભૂલી જાય,તથા “માર માર' કરતો આવેલો પણ શાંત થાય, પણ ગોશાળો શાંત ન થયો, કારણ કે ભારેકર્મી આત્મા માટે તો અતિશય પણ ન ફળે. શ્રી તીર્થંકરદેવની વાણી ગ્રંથિભેદ કરે, પણ અભવી કાયમ આવે તોયે તે ન થાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ 40 સભા : તો પછી અતિશય કેમ કહેવાય? કોલસાની કાળાશ ન જાય માટે સાબુમાં ધોળા કરવાનો ગુણ નથી એમ મનાય ? સૂર્ય ઘુવડને દેખતો ન કરી શકે, માટે સર્વપ્રકાશક ન કહેવાય ? દુર્જનને સજ્જન બનાવે તો જ તે સજ્જન કહેવાય, નહિ તો નહિ એમ ? લોક શબ્દના ભિન્ન ભિન્ન અર્થો ભગવાનનો અતિશય છે કે સવાસો જોજનમાં કોઈને દુઃખ ન થાય, પણ રાજગૃહીમાં પધાર્યા ત્યારે મહારાજા શ્રેણિકના પુત્ર મૃગાલોઢાને કેવું દુઃખ હતું ? એ જન્મ્યો ત્યારથી માંસના લોચા જેવો હતો. દુર્ગધ એટલી છૂટતી કે ભોંયરામાં રાખવો પડતો. નાક બાંધી આહાર અપાતો. એ લોચા પર આહાર મૂકે, પરુ થઈને બહાર નીકળે. આથી સ્પષ્ટ છે કે જ્યાં નિકાચિત કર્મનો ઉદય હોય, ત્યાં ભગવાનના અતિશય પણ કામ ન કરે. ભગવાન જેમ જેમ હિતકર વાત કહેતા ગયા, તેમ તેમ ગોશાળાનો ગુસ્સો વધવા લાગ્યો, કારણ કે તેને તીવ્ર પાપનો ઉદય હતો. એથી તેણે પરમહિતૈષી એવા ભગવાનની ઘોર આશાતના કરી, અને ભગવાનને બાળી નાખવાની નીચ ભાવનાએ પણ ચડી ચૂક્યો. આટલી હદની નીચ કાર્યવાહી થાય, ત્યાં ભગવાનના અતિશય પણ શું કરે ? ઉપકારીની ઉપકારભાવના પણ અયોગ્ય આત્માને ફળે નહિ. “નમુત્થણમાં અનેક સ્થળે “લોક' શબ્દથી ભિન્નભિન્ન લોક ગ્રહણ કરેલ છે. લોકમાં ઉત્તમ કહ્યા ત્યાં ભવ્ય લોકમાં ઉત્તમ એવો અર્થ કર્યો અને લોકના નાથ કહ્યા; ત્યાં જે આત્માનું ભગવાન યોગ અને ક્ષેમ કરી શકે તેના નાથ એમ કહ્યું છે. યોગ એટલે નહિ પામેલાને રત્નત્રયી પમાડવી અને પામેલાની રત્નત્રયીનું રક્ષણ કરવું તેનું નામ ક્ષેમ. લોકનું હિત કરનાર ત્યાં લોક એટલા બધા જ, કારણ કે તે તારકની પ્રવૃત્તિ બધાના હિતને જ માટે છે, પણ નાથ શબ્દ તો ત્યાં જ લાગુ થાય કે જ્યાં યોગ અને ક્ષેમ કરી શકાય. સભા: તો ત્રણ લોકના નાથ કેમ કહ્યા? હા, યોગ અને ક્ષેમ કરી શકાય તેવા જીવો ત્રણેય લોકમાં છે ને ! બાકી ત્રણ લોકના બધા જીવોના નાથ' એમ નહિ. અને હોય તો કહો કે ભગવાન સંગમના નાથ ખરા ? નહિ જ, પણ સંગમના હિતેચ્છુ તો ખરા જ. આથી જ સ્પષ્ટ છે કે ભગવાન સર્વના હિતચિંતક ખરા, પણ નાથ નહિ ? કારણ કે રત્નત્રયી પમાડે અને રક્ષા કરે તે નાથ, માટે રત્નત્રયી પામવાની યોગ્યતા Page #145 -------------------------------------------------------------------------- ________________ sri - ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 -- ૧૩૧ વગરનાના નાથ થઈને ભગવાન કરે શું ! દુનિયાના દાતાર પણ દાતાર થાય કોના ? યાચકના કે અયાચકના ? દેવાની ભાવના તો એવી કે દરેકને દઉં, પણ યાચક સિવાયનાને દેવાય શી રીતે ? તો હવે વિચારો કે ભગવાન નાથ કોના બને ? સભા : ભવ્યના. સઘળા ભવ્યના પણ નહિ, કારણ કે ભવ્યોમાં પણ દુર્ભવ્યાદિ હોય તેના ઉપર યોગક્ષેમ ન થાય. અલ્પ સંસારી હોય તેના ઉપર થાય. લોકપ્રદીપ ત્યાં લોક શબ્દમાં વિશિષ્ટ જ્ઞાની એવો અર્થ. લોકપ્રદ્યોતકર ત્યાં ચૌદપૂર્વી – તેમાં પણ વિશિષ્ટ એવા ગણધરદેવોને એ અર્થ વધુ લાગુ પડે. ત્રણ પદમાં દ્વાદશાંગી કોને આવડે ? તમને અને અમને આવડે ? નહિ, એ તો એમને જ આવડે. લોક શબ્દના બધે જ અર્થ જુદા. શબ્દ એક છતાં અર્થ પ્રસંગે પ્રસંગે ભિન્ન ભિન્ન. આપણામાં તો અત્યારે દ્વાદશાંગી સાંભળવાની પણ તાકાત ન આવે, તો બનાવવાની તાકાત આવે જ ક્યાંથી ? શ્રી ભદ્રબાહુસ્વામી પાસે વાચના લેવા પાંચસો સાધુ ગયા હતા. એમણે વાચના દેવા માંડી કે ચારસો નવાણુ ખસી ગયા અને એક માત્ર શ્રી સ્થૂલભદ્રજી રહ્યા. જેની વાચના લેવી પણ કઠિન એવી દ્વાદશાંગી શ્રી ગણધરદેવે તો બનાવી દીધી. એવી તાકાતવાળાને પ્રભુ પ્રદ્યોતકર કેમ કરીને થઈ શકે ? “દૂધપાક પોષક છે'-એ વાત સાચી, પણ કોને ? નાનાં બચ્ચાંને આપે તો પચે નહિ અને વખતે એ પોષક દ્રવ્યથી જ મરી પણ જાય, કારણ કે એને તો પ્રાયઃ માતાનું સ્તનપાન જ સારી રીતે જિવાડે. ગાય-ભેંસનું દૂધ પણ ઘણાં બાળકોને પચતું નથી. એટલા માટે તો મા મૂઆ પછી બચ્ચાંને જિવાડવાં પણ ભારે થઈ પડે છે. ભાગ્યવાન હોય એ જીવે એ વાત જુદી ! આથી સ્પષ્ટ છે કે સારામાં સારી ચીજ, પૂરતો લાભ તો યોગ્ય આત્માને જ આપે. ભગવાનના અતિશયો, એ તારકનો મહિમા, એમની શક્તિ, એ બધાનો લાભ યોગ્ય પાત્રને જ થાય. એ વાણી પાત્રાનુસાર પરિણમે. ગણધર ભગવાનને જુદી રીતે પરિણમે, બીજાને બીજી રીતે પરિણમે : કોઈને કોઈ રૂપે પરિણમે તો કોઈને કોઈ રૂપે પરિણમે. શ્રી તીર્થકરદેવો દેશના શા માટે દે છે? ભગવાન દેશના દે છે તે તીર્થંકર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ 972 નામકર્મનો વિપાક વેદવા માટે. એ વિપાક એટલે શું? ગ્લાનિ વિના ધર્મદેશનાનું દાન, તીર્થંકર-નામકર્મના વિપાકનો એ સાચો ભોગવટો છે. નિશ્ચય નય તો કહે છે કે વિહાર કરતી વખતે પણ એ દ્રવ્યતીર્થંકર કહેવાય, પણ જ્યારે સમવસરણમાં બેસી દેશના દેતા હોય, ત્યારે જ ભાવતીર્થકર કહેવાય ! દેશના વખતે કોઈનું ભલું કરવાની ભાવના ખરી ? નહિ, કારણ કે વીતરાગ થયા પછી કોઈ જાતની ભાવના જ રહી નથી. ત્રીજા ભવથી આરંભી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ભાવના સીંચીસીંચીને આત્માને તરબોળ બનાવ્યો છે. તીર્થકરના ભવથી ત્રીજા ભવથી લઈને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી “સવિ જીવ કરું શાસનરસી” - એ ભાવના ખૂબ કેળવી, એટલે કે આત્મામાં ઠાંસી ઠાંસીને એ ભાવના ભરી. એ ભાવનામાં આત્મા તન્મય બન્યો, એકતાર બન્યો અને તેથી કેવળજ્ઞાન થયા પછી હવે ભાવનાની જરૂર રહેતી નથી. એ તારકની દેશના કલ્યાણ કરે એ વાત સાચી, વસ્તુ ઉપકારની ભાવનામય બની જાય એ વાત સાચી, પણ વિતરાગને એવી પણ ઇચ્છા હોય જ નહિ : ઇચ્છા વિના એ તારકની દેશનાથી કંઈકનાં કલ્યાણ થઈ જાય ! આથી સ્પષ્ટ છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવ દેશના ઇરાદાપૂર્વક નથી દેતા, પણ તીર્થંકર-નામકર્મ દેશના દેવરાવે છે. તીર્થંકરનામકર્મનો ગુણ એ કે ધર્મતીર્થની સ્થાપના કરવી. સવિ જીવ કરું શાસનરસી-એ ભાવનાના યોગે તીર્થંકર-નામકર્મ નિકાચિત કર્યું, હવે એ કર્મના વિપાકમાં સ્વયમેવ એ ભાવનાનો પ્રચાર થાય છે. કેવળજ્ઞાનીને ઇચ્છા ન હોય, વિચાર પણ ન હોય, કારણ કે એવા વિચાર તો અધૂરા જ્ઞાનીઓને કરવા પડે છે. સંપૂર્ણ જ્ઞાનીને વિચાર કરવાની જરૂર જ નથી રહેતી. આ વસ્તુ કેવી છે અને કેવી નહિ ?' -આ બધું કોને જોવું પડે ? અધૂરા જ્ઞાનીને. સર્વજ્ઞને તો ત્રણે કાળના સઘળા પદાર્થોનું – થયા તે, થાય છે તે અને થશે તે બધા પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન એકીસાથે જ થાય. આટલા બનાવો બન્યા, આટલા બની રહ્યા છે (બને છે) અને આટલા બનનાર છે, તે બધાનું એક સમયમાં જ્ઞાન થાય. આ જ્ઞાનીને વિચારવાનું શું ? “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને એવી કેળવી છે કે, હવે ઉપકાર કરવાની ઇચ્છાની જરૂર જ રહેતી નથી. આ તારકોએ પ્રથમથી જ ક્ષમાને એવી કેળવી છે કે જેથી છદ્મસ્થ કાળમાં પણ સ્વાભાવિક રીતે ગુસ્સો આવે જ નહિ. ક્ષમા બહુ રીતે થાય છે. ભયથી, Page #147 -------------------------------------------------------------------------- ________________ a – ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 – ૧૩૩ દબાણથી અને ભવિષ્યના ભયના વિચારથી પણ ક્ષમા થાય છે. એવી પણ ક્ષમા થાય છે કે વગર વિચારે, વગર ભયે ગુસ્સો આવે જ નહિ. ભાણું આવ્યું કે કોળિયો સીધો મુખમાં જ જાય છે એ શાથી ? આંધળો હોય તો પણ ત્યાં જ જાય એ શાથી? અભ્યાસ થઈ ગયો એથી. શીખતાં ભલે વાર પણ લાગી હોય, પણ પછી તો સીધી રીતે કામ ચાલે. માખી બેસે કે હાથ ઊઠે જ. તેવી જ રીતે અહીં વગર વિચાર પણ ઉપકાર થાય. એમને ઉપકારી કહી શકાય : ઉપકાર કરે છે એમ કહેવામાં વાંધો નથી. એ તારે છે, એ તારક છે એમ કહેવામાં જરા પણ વાંધો નથી. પાટિયામાં એ ગુણ કે જહાજમાંથી પડેલાને કિનારે લઈ જાય. પાટિયું કઈ બુદ્ધિએ લઈ જાય છે ? પાટિયું તો જડ છે, પણ એનામાં એ જ ગુણ કે પાણીમાં જે કોઈ એને વળગે તેને બહાર મૂકી આવે. એમાં કોઈ પ્રેરક ન જોઈએ, પણ પાટિયું બરાબર પકડવું તો જોઈએ અને તો જ ડૂબતો પણ બહાર આવે. પાટિયું ઇરાદાપૂર્વક નથી લઈ જતું, પણ એનો એ સ્વભાવ છે. તીર્થંકર નામકર્મનો એ સ્વભાવ છે કે એના યોગે તીર્થકર દેશના દે, અને સંખ્યાબંધ આત્માઓને ઉપકાર થાય જ. પેલા અચેતન પાટિયાને તારક કહેવાય તો સંપૂર્ણજ્ઞાની શ્રી તીર્થંકરદેવને તારક કહેવામાં વાંધો જ શો છે ? ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના : પરમ તારક શ્રી જિનેશ્વરદેવોના આત્માની “સવિ જીવ કરું શાસનરસી” – આ ભાવનામાં જરા પણ સંકોચ ન રહે. નિર્ભાગ્ય આત્માઓનું હિત થતું નથી એ ખરું, પણ ભાવના તો સર્વના હિતની હોવી જ જોઈએ. પાલખીમાં બેઠેલો દાતાર તો ફેંક્ય જ જાય. કોઈ લે કે ન લે પણ તો ફેંક્ય જ જાય. પોતે ફેંકેલ કાદવમાં પણ રગદોળાય, ધૂળમાં રહી રગદોળાઈ ધૂળ જેવા થાય, પણ દાતાર તો પૈસા ફેંક્ય જ જાય, અને એથી એને તો દાનનો લાભ મળે છે. તે જ રીતે ભલું કરવાની ભાવના પણ સર્વની જ જોઈએ અને એથી “સર્વે સુખી થાઓ' - એ જ ભાવના. પછી કર્મવશાત્ દુઃખી થનારા દુઃખી થાય ત્યાં તો ઉપાય જ નથી ! આપણે તો ઘણુંયે સામાનું ભલું ઇચ્છીએ, પણ પૂર્વે અશુભ બાંધીને આવ્યા હોય એ ભોગવે ત્યાં શું થાય ! બાકી જો હિતની ભાવના સંકુચિત થાય, તો એ ભાવના ટકે નહિ. નિગોદિયા ઉપર તે રૂપમાં ઉપકાર થવાનો છે? નહિ જ. નિગોદમાંથી નીકળ્યા પછીની વાત જુદી. એના પર એટલો ઉપકાર થાય કે બીજાને એમ કહે કે નિગોદિયાની પણ દયા પાળો, કારણ કે એ પણ સુખી થાઓ એ ભાવના તો ખરી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - એકેંદ્રિય, બેઇંદ્રિય આદિ જીવો ઉપર ઘણીયે ભલાની ભાવના આવે, અને હાથમાં લઈને કહે કે “ધર્મ પામો' પણ એ પામે ? દુર્ભાગ્ય યોગે એ એવો છે કે એનામાં વાણી જ ન પ્રવેશે અને સાંભળે તો પામેને ! છતાંય એ પણ સુખી થાઓ એ ઇરાદો તો ખરો જ. એને પણ મારવો નહિ એમ બીજાને કહે એટલો ઉપકાર એના માટે થાય. ચાલે તોયે ઘાત ન થાય તેવી કાળજી રાખે, તેમ કરવા બીજાને પણ કહે. એ રીતે હિતૈષીપણું બધામાં જ હોય. બધાંય સ્વરૂપ પ્રાપ્ત કરી સુખી થાઓ એ જ ભાવના. ઘણા ન પામે માટે એ ભાવનામાં સંકોચ ન જ થાય. જમાડનાર કોઈને માંદા પાડવા ઇચ્છે છે ? નહિ જ. તો શું માંદા પડે છે માટે ડૉક્ટર બેસાડવા; કે નાડ જોઈ પચે એવું લાગે તેને જ જમાડવા એમ ? અને જો એમ જ કરવું પડે તો તો પછી જમતી વખતે પણ ડૉક્ટર ફેરવવા પડશે. પણ તે શક્ય જ નથી, કારણ કે માંદા પડે છે એ દોષ જમાડનારનો નથી, પણ જમનારનો છે. જમાડનારે તો કોઈને હાનિ ન કરે તેવી સારી અને કીમતી ચીજ વાપરવી જોઈએ, નહિ તો ખરાબ ચીજ, ખોરી ચીજ લાવે તો એ પણ ગુનેગાર. વસ્તુ સારી અને પ્રમાણોપેત વાપરે, કે જેથી કોઈને નડે નહિ, એ કાળજી રાખવાનું કામ જમાડનારનું છે. કેટલું ખાવું, જે ખાય છે તે પોતાને અનુકૂળ કે પ્રતિકૂળ, પોતા માટે તે પાચક છે કે નહિ, તે જોવાનું કામ તો જમનારનું છે. એ ખ્યાલ ન રાખવાથી જમનાર માંદા પડે તેનું પાપ જમાડનારને નથી. બધાનું ભલું થાય, બધા ધર્મી થાય, એ ભાવના જમાડનારની. અહીં પણ સર્વનું ભલું થાઓ એ જ ઇચ્છા - એ ભાવના બધા જ માટે એકસરખી. કોઈનું ભલું ન પણ થાય, પણ તેના ભલાની ઇચ્છા નહિ એમ નહિ. એવી એકસરખી ભાવના ન હોય, તો એકસરખી વાણી ન નીકળે. સત્ય ધર્મ બહુ જ થોડાને રુચે છે. “કોને રુચે અને કોને ન રુચે' –આ જોવા જ બેસી જાય, તો બોલતાં આંચકો આવ્યા જ કરે. “આને જ રુચે અને આને ન જ રુચે' - એની છબસ્થ માટે પરીક્ષા પણ શી ? સર્વજ્ઞદેવને તો ખાતરી પણ હોય, પણ બીજાની હાલત શી ? “કોઈને ન રુચે તો ?' આમ જ થયા કરે તો તો બોલતા બંધ જ થવું પડે. સર્વજ્ઞ તો જાણે પણ કે આને રુચતું નથી, પણ કહ્યું જાય અને જેને ન રુચે તેને પણ ઉઠાડાય નહિ, કારણ કે એમ ઉઠાડે તો તો ધાંધલ જ ચાલે : અનેક આવે અને અનેક જાય એટલે દેશના દેશનાને ઠેકાણે રહે. ફાવે તે લે અને ન ફાવે તે મૂકીને વહ્યા જાય, એમાં ગભરામણ પણ શી ? ભગવાનની દેશનામાં સંખ્યાબંધ પાખંડી આવતા અને ભગવાન જાણતા Page #149 -------------------------------------------------------------------------- ________________ ors - ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 –– ૧૩૫ પણ હતા કે “આ ધૂર્તના ધૂર્ત છે. બહાર જઈ “ગપ્પાં મારે છે' -એમ કહેનાર છે. તે છતાંય તેવાઓને ઉઠાડવામાં આવ્યા નથી કે ભગવાને સન્માર્ગની દેશના બંધ કરી નથી. નિદ્ભવ થનારાને પણ ભગવાને દીક્ષા આપી છે. જમાલિ એ નિદ્ભવ થયા કે નહિ ? જમાલિ કોણ ? ભગવાનનો ભાણેજ ને જમાઈ. એને પણ ભગવાને દીક્ષા આપી. એમની દીક્ષાનો મહોત્સવ પણ ઘણો જબરો : દીક્ષાના વરઘોડાઓમાં દાખલો પણ એનો દેવાય છે. “એ નિદ્ભવ થનાર છે' - એમ ભગવાનને ખબર તો હતી, છતાંય દીક્ષા કેમ આપી ? નિદ્ભવ ભંડો તો ખરોને ? એવો આગમનો જ્ઞાતા, ગીતાર્થ પણ પડ્યો, માટે એને દીક્ષા આપી એ ખોટું તો ખરુંને ! આજના અજ્ઞાનીઓનો મત તો આ છે ને ! ચડ્યો એની આજના અજ્ઞાનીઓને કિંમત નથી. ઘણા પડી ગયા માટે ચડવુંય નહિ અને ચડાવવુંય નહિ, એવો આજનો મત છે ને ? “દીક્ષા ન આપી હોત તો નિહ્નવ થાત ? અને નિદ્ભવ ન થાત તો વેષમાં રહી જેટલાને પતિત કર્યા તેટલાને પતિત કરત ?” –આજનો આ પ્રશ્ન છે ને ? આ કપડામાં રહીને ઘણાને પતિત કરાય એ વાત ખરી કેમ કે જનતાએ ત્યાં વિશ્વાસ મુક્યો છે. સાધુનાં કપડામાં રહી વિપરીત વર્તે એ વિશ્વાસઘાતી છે, એ વાત પણ સાચી છે ને ? ખુદ ભગવાનને જુઠ્ઠા કહેનાર એ જમાલી હતો. કારણ કે-“ભગવાન પણ ભૂલ્યા” - એવું એણે કહ્યું ! “ભગવાન સર્વજ્ઞ ખરા પણ અહીં ભૂલ્યા'-આવું કહેનાર એ જમાલી. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ એને પ્રશ્નાદિક કરી પાછો હઠાવ્યો, તોય બહાર જઈને પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો. આવાને ભગવાને દીક્ષા કેમ આપી ? ઉસૂત્રભાષી થનાર મરિચીને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ દીક્ષા કેમ આપી ? રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ અને શિવભૂતિ નિદ્ભવ થયા. ભગવાન જાણતા હતા કે આ નિદ્ભવ થનારા છે, તો એવાઓને દીક્ષા ન આપતા એવું કેમ ન કહી ગયા ? જૈનશાસનમાં સાત નિદ્ભવ નાના થયા છે અને એક નિહ્નવ મોટો થયો છે. તે પછી જે પાક્યા છે તે તો કોઈ ભયંકર જાતના જ પાક્યા છે. પેલા તો સંયમ રાખતા, માત્ર અમુક વિચારમાં જ વાંધો, પણ બીજું તો બધું જ રાખ્યું અને આજ તો બધું જ ઊંધું કરનારા પાક્યા. “આ જમાનામાં આવું કાંઈ નભે જ નહિ' - એમ કહેનારા થયા છે. અને પોતાના તે કથનની પુષ્ટિને માટે કહે છે કે “પૂર્વાચાર્યો સ્વાર્થી અને પ્રપંચી હતા' “આગમને આઘાં મૂકો' - એમ કહેનારાઓ પૂર્વાચાર્યો માટે આટલે સુધી કહે છે. જેઓ પરમ ઉપકારી પૂર્વાચાર્યો Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ----- - Se માટે આ પ્રમાણે બોલે છે, તેઓનાં માબાપને એ ખબર નથી કે પૂર્વાચાર્યોને સ્વાર્થી અને પ્રપંચી કહે છે તે અવસરે અમારી શી હાલત કરશે ! એ ઉન્મત્તો અવસરે માબાપને પણ લાત ન મારે એમ માનતા જ નહિ. માબાપ પાસે કાંઈ લાગતું-વળગતું હશે, માટે જ બાપાજી-બાપાજી કરતા હશે. બાકી જે દિવસે એ માબાપ “આ નહિ થાય' - એમ કહેશે કે ઝટ “નોનસેન્સ' કહીને ઊભા રહેશે. આજના યુવકોને માબાપથી કંઈ જ નહિ કહેવાય. મહાજ્ઞાનીઓ કે જેમનાં પુસ્તકો વાંચતાં મોટા મોટા પંડિતોનાં પણ શિર ઝૂકે છે, તેમને મૂર્ખ, સ્વાર્થી, પ્રપંચી અને દંભી કહેનારાઓ એ, પોતાનાં માબાપને શું ન કહે ? એક કવિએ કહ્યું છે કે : "एते सत्पुरुषाः परार्थघटकाः, स्वार्थान् परित्यज्य ये । सामान्यास्तु परार्थमुद्यमभृतः, स्वार्थाऽविरोधेन ये ।। तेऽमी मानवराक्षसाः परहितं, स्वार्थाय निघ्नन्ति ये । ये तुघ्नन्ति निरर्थकं परहितं, ते के न जानीमहे ।।१॥" જેઓ પોતાના સ્વાર્થોનો પણ પરિત્યાગ કરીને અન્ય આત્માઓનું હિત કરે છે, તે સત્પષ છે જેઓ પોતાના સ્વાર્થોને બાધ ન આવે તે રીતે પરહિત સાધે છે, તે સામાન્ય પુરુષ છે અને જેઓ પોતાના સ્વાર્થ ખાતર પરહિતને હણે છે, તે માનવરૂપે રાક્ષસી પુરુષ છે. પરંતુ જે આત્માઓ માત્ર સ્વાર્થ વિના પણ પારકા હિતને હણે છે, તેવા અધમાધમ આત્માઓ માટે તો આ કવિ પણ કહે છે કે તેમને માટે કઈ ઉપમા આપવી તેનીય સમજણ પડતી નથી ! એટલે કે જે લોકો ઇરાદાપૂર્વક જ વિના સ્વાર્થે પરહિતને હણવામાં મજા માણે છે, એને કેવી ઉપમા આપી શકાય? આપણો મુદ્દો એ છે કે શ્રી જિનેશ્વરદેવે જાણવા છતાં આવાને દીક્ષા કેમ આપી ? જ્ઞાની કહે છે કે તમે પડી ગયાની બૂમ ન મારો. ચડીને ઘણા પડ્યા, પણ સર્વે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં મુક્તિએ જનારા નિયત થયા : પણ પડવાની બીકે જે ચડ્યા જ નથી, તેનો તો પત્તો જ નથી. એક દિવસ પણ સંયમનાં પરિણામ આવી જાય, એનો લાભ જાણો છો ? આત્માને ગુણ સ્પર્શી જાય એનાથી થતો લાભ જાણતા નથી, એનું જ પરિણામ આજની ધમાલ છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ એ આત્માને ઉત્કટ કર્મબંધ પણ પડે નહિ. પણ આ બધી ખબર કોને પડે ? જરાયે અનુભવ કરે તેને ને ! દેવાળિયાને શાહુકારીના સુખની શી ખબર પડે ? “અબી બોલ્યા અને અબી ફોકવાળાને એ ખબર કેમ જ પડે ? તે જ રીતે ગુણપ્રાપ્તિનું સુખ અને એનું પરિણામ અપૂર્વ જ હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ m –– ૯ પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 – ૧૩૭ આ જ કારણે શાસ્ત્રકાર કહે છે કે મિથ્યાષ્ટિને પણ દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા દેવી અને તેમ કરવામાં એક જ ઇરાદો છે કે આ ગુણનો અનુભવ કર્યા પછી તીવ્ર અશુભ કર્મના ઉદયે આત્માનો અધ:પાત થઈ જાય તો પણ તે ગુણના આનંદને ભૂલે નહિ, કારણ કે એ મજા એને જરૂર મોડાં-વહેલાં પણ ખેંચશે જ. જંગલનો ભીલ જાણે નહિ ત્યાં સુધી નજરે પડેલા સાકરના ઢગલાને પણ ઉવેખે, પણ ચાખ્યા પછી સાકરના ગાંગડા ગોતે અને વિણે. પથ્થરમાં પડેલા હીરાને પણ પરખનાર જ્યાં હીરો ભાળે, ત્યાં એની આંખ તો ખેંચાય જ. પણ હીરાને જે જાણતો જ ન હોય તે શું કરે ? નિદ્ભવ થયા તો થયા, પણ વસ્તુને પામ્યા તે જરૂર જ તરવાના અને પ્રાયઃ બીજાને પણ તારનારા થવાના. પહેલા તો છે પણ ચડેલા છે ક્યાં ? પડવાની બીકે ચડાવાય નહિ તો પછી ચડશે કોણ ? ચડે નહિ તો અનુભવ પણ શી રીતે થાય ? અને તો પછી સ્વપર-હિત થાય જ કયાંથી ? એક પણ અતિચાર ન લાગે તેવાને જ દીક્ષા આપવી, એવું જો ભગવાન ફરમાવે તો તો ભગવાનની સાથે જ શાસન સાફ થાય, પણ તેમ નથી થતું કારણ કે શાસન બકુલ અને કુશીલથી ચાલે છે. શ્રી તીર્થંકરદેવ તો અમુક કાળ રહે, પછી શ્રી ગણધરદેવો પણ અમુક કાળ રહે, ચૌદ પૂર્વીઓ અને ચોવીસ પૂર્વીઓ પણ અમુક કાળ રહે, અને પછી તો જે હોય તે જ ને? શ્રી ઉદાયન મંત્રીને નિર્ધામણા કરાવનાર વંઠ મુનિનું દૃષ્ટાંત પણ આપણે જોઈ ગયા છીએ. અટવીમાં અંતિમ સમયે એ મંત્રીશ્વરની નિર્ધામણા (આરાધના) કરાવવા સારુ એક વંઠને મુનિનો વેશ પહેરાવી લાવવામાં આવેલ છે. જો મંત્રીશ્વરને બનાવટ છે, એમ ખબર પડે તો આરાધના બરાબર ન થાય, માટે એને બરાબર શીખવવામાં આવેલ છે. કેમ બોલવું, કેમ ચાલવું તે બતાવેલ છે. એને જોઈને મંત્રીશ્વરે એને ભાવપૂર્વક ગૌતમની જેમ વાંદ્યા છે. એ સમજતા કે “મારે તો જે મુનિ મળ્યા તે ગૌતમ. મુનિ હોં ! એ યાદ રાખો, પણ પતિત નહિ. રીતસર આરાધના થઈ ગઈ. મંત્રીશ્વર સ્વર્ગવાસ પામ્યા પછી બીજા મંત્રીઓએ વેષ ઉતારવાનું કહ્યું, પરંતુ પેલો વંઠ પણ વેષ ઉતારવાની ના કહે છે એમ કહે છે કે જેને ગુજરાતનો મંત્રીશ્વર નમે, ગુજરાતનો મંત્રીશ્વર જેને નમવામાં પોતાના આત્માનો ઉદ્ધાર માને, તે સંયમ અનાયાસે સાંપડ્યું, હવે તો યાવજીવિત રાખવાનું, અને માવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ.” એ રીતે સંયમ પાળ્યું. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - સમકિત શું એનું પણ એને ભાન ન હતું. એ તો વંઠ હતો. આજે આ વાત કહીએ એટલે કહે છે કે એ તો પોતાના મતની પુષ્ટિ માટે કહે છે, પણ આ મારો મત નથી પરંતુ તમારા તારકનો મત છે. મારા અને તમારા બેયના તારકનો મત છે, એટલે કે ખુદ શ્રી તીર્થંકરદેવનો આ મત છે. હવે એમાં ના પાડ્યું કાંઈ વળે ? એણે નિષેધેલ હોય તો તે સ્થાપવાની અમને શી સત્તા છે? એ ના કહે તો આગ્રહ ન હોય, પણ પોતે જ કહી ગયા છે. એમ કહી ગયા છે કે ઘટતી પરીક્ષા કરો. પરીક્ષા તો થાય છે અને થવાની જ. ભગવાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા સમર્થ જ્ઞાની હતા. એમને પરીક્ષા કરતાં ન આવડે એમ કોણ કહી શકે તેમ છે? એમને પણ માથાનો મળ્યોને ? બાર બાર વર્ષ સુધી દેખાવમાં ઉત્તમ પ્રકારનું સંયમ પાળ્યું. એના વિનયથી ખુશ થઈ આચાર્ય ભગવાને એને “વિનયરત્નની પદવી આપી, પણ એ પાપાત્મા તો ઓઘામાં છરો છુપાવી રાખતો હતો અને લાગ તપાસતો હતો તેથી બાર વર્ષે રાજાનું ખૂન કરીને નાઠો. એટલા માટે જ આવ્યો હતો. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા પણ ઓળખી ન શક્યા. માટે પરીક્ષા તો અમુક રીતની થાય, પણ સર્વજ્ઞ યા તેવા વિશિષ્ટ જ્ઞાની વિના આવી ઊંડાણ પોલ હોય તેવી ખબર પણ શી પડે? પાપમાં કલ્યાણ માનનાર તરે? સભા : એને આ સંયમ વગેરેનો લાભ ખરો ? નહિ. કેવળ બૂરી ભાવના માટે જ આ બધું હતું. આટલું છતાં ભાવના ફરી હોત અને છરો ફેંકી દઈ પસ્તાવો કર્યો હોત તો કામ થાત. આ તો અભવી હતો એટલે એમ થાય જ નહિ, બાકી ખોટી ભાવનાથી આવે અને આવ્યા પછી પણ ભાવના ફરે તો કલ્યાણ થવામાં વાંધાસે નથી. દુઃખથી, મોહથી પણ સંયમ લઈને, પાછળથી વર્ષોલ્લાસ પામીને અનંતા આત્માઓ મુક્તિએ ગયા, પણ મરે તોય પોતાનું ન મૂકે, દોરડી બળે તોય વળ ન મૂકે, એવા આત્માઓ માટે મુક્તિ નથી. અમુક વિચાર કે હેતુથી વિરુદ્ધ ભાવ આવે તે સુધરે, પણ જે વિરોધમય જ બને ત્યાં શું થાય ? એને તો શ્રી તીર્થંકરદેવની દેશના પણ અસર ન કરે. એણે તો પાખંડ પોષવાનું જ નક્કી કરેલું હોય છે. હિંસક, પાપી, જુઠા, ચોટ્ટ, ઇર્ષાળુ, કજિયાખોર એ બધા સુધરે પણ તે પાપને સારું માનનાર કઈ રીતે સુધરે ? આ શાસનમાં હિંસક, ચોટ્ટા, વ્યભિચારી વગેરે બધા સારા નિમિત્ત Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 પામી, પ્રભુપ્રણીત સંયમને આરાધીને તરી ગયા છે. શ્રી દઢપ્રહારી અને શ્રી અર્જુનમાલી એ હિંસક હતા, રોહિણિયો, પ્રભવ એ ચોર હતા. જુઠ્ઠા પણ કહેવાય. એ પણ તરી ગયા તથા વ્યભિચારી અને પરિગ્રહી પણ ઘણા તરી ગયા. એ બધા મુનિ કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. બદમાશમાં બદમાશ, ઘોર પાપાત્મા, ભયંકર ચોટ્ટા પણ સુધરે. એમનામાં દુર્ગુણો ભલે છે, પણ એ સારા છે એવી એમની માન્યતા નથી. દુર્ગુણ એ મિથ્યાત્વ નથી, પણ દુર્ગુણને સારાં માનવા તે મિથ્યાત્વ છે. ચોરોમાં અને હિંસકો વગેરેમાં મિથ્યાત્વ હતું, પણ એ ગાઢ નહોતું. અણસમજ્યું હતું, અજ્ઞાનના જ પ્રતાપે હતું. માત્ર અજ્ઞાનનું પડળ ખેંચાવાની જરૂર હતી. ચોરી, હિંસા, વ્યભિચાર એ બધાને એ સારું નહોતા માનતા. 079 પ્રભવ ચોર શ્રી જંબુકુમારના એક વચનથી સ્થિર થઈ જાય છે. શ્રી જંબુકુમાર કહે છે કે “તારી અવસ્વાપિની નિદ્રા મને લાગુ થઈ નથી, હું જાણું છું, આ બધા મારા વિશ્વાસે સૂતેલા છે, માટે હું છું ત્યાં સુધી તો એમણે મા૨ા ઉપર મૂકેલા વિશ્વાસને સફળ કરવો જોઈએ, માટે તને રોકું છું. બાકી તું ન જાણતો હોય તો જાણ કે હું તો સવારે જ આ બધી લક્ષ્મી તથા દેવાંગના જેવી આ આઠે સ્ત્રીઓને પણ તજીને ચાલી નીકળવાનો છું.” પ્રભવ ચોર સ્થિર થાય છે. પોતે ક્ષત્રિય હતો. એને વિચાર થાય છે કે “છે તેને આ છોડી દેવા તૈયાર થાય છે અને હું એ જેને છોડવા માગે છે તેને લેવા આવ્યો છું તો ક્ષત્રિય હું કે એ ?” એ આખી વાત તમે સાંભળી છે. શ્રી જંબુકુમારની સાથે જ એ પ્રભવ પોતાના સાથી ચોરો સાથે દીક્ષા લે છે. પ્રભવ એ ચોર હતો, પણ ચોરીને સારી નહોતો માનતો. ૧૩૯ હિંસકમાં, જુઠ્ઠામાં, ચોરમાં, વ્યભિચારીમાં, સંગ્રહીમાં, ક્રોધી, માની, માયી, લોભીમાં, ઇર્ષ્યાળુમાં, કજિયાખોરમાં – એ બધાંમાં જૈનશાસનનો ઇન્કાર નથી, હોય પણ ! આ બધું કરવા યોગ્ય માને, સારું માને, તેમાં ન હોય ! એમાં જૈનશાસન ન હોય, ન જ હોય ! પ્રભુનું શાસન પામીને હિંસકો તરી ગયા. દૃઢપ્રહારી પાપી હતો પણ પાખંડી નહોતો. પાપી તરે પણ પાખંડી ન તરે. પાખંડી તો પાખંડને પોષવા જ માગે. પાપીને તો નિમિત્ત મળે એટલે તરે. પાખંડી પાસે સેંકડો નિમિત્ત હોય તો પણ એને અવળું જ ભાસે. પાખંડીની પાસે નમીને ચાલો તો કહે કે ‘કેવા ડરે છે !' તમે ન બોલો તો કહે કે ‘શેના બોલે ! તાકાત ક્યાં બળી છે !' જો રીતસર બોલો એમ કહેવામાં આવે તો કહે કે ‘શેના છાના ૨હે !' કારણ કે ધાંધલ જ કરવું છે ને ! વળી ઉપરથી Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 0 પોતાના ધાંધલનો આરોપ બીજા ઉપર મૂકે. આવી બુદ્ધિ વિના આવી અને આટલી હદે નાદાનિયત ન હોઈ શકે. સજ્જનોની ઊંચી, ઊંચામાં ઊંચી ક્રિયાને પણ દુર્જનોએ કંઈ ને કંઈ કલંકોથી દૂષિત કરી જ છે. દાતાર દાન દે તો દુર્જન કહે કે “એને આગળ આવવું છે માટે દે છે. આવી રીતે એ પોતાની કૃપણતાને ઢાંકે. આ દુર્ગણ ન હોય તો એ પણ જ ન રહે ! એને ત્યાં કોઈ માગનાર આવે તો હસીને સાંભળે, પણ ગુસ્સે તો થાય જ નહિ. સમજે કે ગુસ્સો આવશે તો લપ કાઢવા કંઈક દેવાનું મન થઈ જશે. હસીને કહે કે “મારે નથી આપવું.” પેલો દાખલો આપે કે ફલાણા શેઠે આપ્યું.' તરત આ કહે કે “એને તો સારી રીતે ઓળખું છું, એને આગળ આવવું છે, એ તો આપે, આપણે આગળ નથી આવવું. માટે આપણે તો નથી આપવાનાં”. ઠંડે કલેજે આ જવાબ આપી દે. દુર્જનોને આ ગુણો કોણે શીખવ્યા ? શીખીને જ આવેલા. સજ્જનના ગુણો શીખવા પડે, પણ દુર્જનના ગુણો ખાસ શીખવા ન પડે. એનો તો અભ્યાસ ચાલુ છે જ. બાળક રુવે, એની આંખમાં આંસુ નહિ, હૈયે દુઃખ પણ નહિ, પણ સ્તનપાન કરવું હોય કે રડે, અને એવું ટેવાઈ જાય કે પા કલાક આગળથી ઉઉઉ કરે : જાણે કે એ વિના મા આવવાની નથી. મા લે એટલે બધું ચૂપ - ન આંસુ, ન લેવા, ન દેવા. કોણે શીખવ્યું ? શીખેલું જ છે-અને એનો અભ્યાસ છે. અયોગ્ય કરણી કંઈ લેવા જવી પડે છે ? એ તો આત્માની સાથે એકતાર બનાવેલી જ છે. સજ્જનની શાંતિ, ક્ષમા, અને એના સર્વ સદ્ગણો દુર્જનને ઊંધા જ ભાસે અને ઊંધા જોવામાં જ એ ખીલે. શાસ્ત્રકાર કહે છે કે એવાઓની તો ઉપેક્ષા જ કરવી, કારણ કે એમની ખિલવટમાં જ એમનો નાશ છે. ખીલે નહિ તો ઓળખાય નહિ. આક્રમણબળ મિથ્યાષ્ટિનું છે. સમ્યગ્દષ્ટિને એ બળ પાલવે નહિ. સમ્યગ્દષ્ટિનું બળ તો સજ્જનતાનું, નીતિના અમલનું, ધર્મનું રક્ષણ કરે. હલ્લ, વિહલ્લ ચેડા મહારાજાને ત્યાં શરણે ગયા. એમના ભાણેજ હતા. ચેડા રાજાએ શરણાગતને આશ્રય આપ્યો. કોણિક રાજાએ પાછા સોંપવાનું કહેવરાવ્યું ત્યારે ચેડા રાજાએ કહેવરાવ્યું કે “તું પણ ભાણેજ છો, એ પણ ભાણેજ છે, તારા ભાઈ છે, મારા શરણે આવ્યા છે. મેં એમને આશ્રય આપ્યો છે-એમનું રક્ષણ કરવાની મારી ફરજ છે. તું જો સામે આવીશ તો મારે સામું આવવું પડશે.” ચેડા રાજાને યુદ્ધની ભાવના નહોતી. કોણિક રાજા લડવા Page #155 -------------------------------------------------------------------------- ________________ 981 - ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 - ૧૪૧ આવ્યો ત્યારે એ સામે ગયા, હવે કોઈ એમ કહે કે ચેડા રાજા પોતે લડવા ગયા હતા એ ચાલે ? બે આદમીને સાચવવાની હઠ શી, આમ કહેવાય ? કદાચ વાણિયો વિચારે. વણિકમાં એ ગુણ (!) ખરો, પણ ક્ષત્રિયમાં હોય ? ભયંકર દુશ્મન પણ મોંમાં તરણું લે કે ક્ષત્રિય એના પર હાથ ન ઉઠાવે. આ દયાભાવ ત્યાં હતો. દયાભાવ સાથે અજ્ઞાન ન જોઈએ. ચેડા મહારાજાનું સાહસ ખોટું નહોતું. એમણે તો એમના સમ્યક્તને છાજતું કામ કર્યું. હલ્લ અને વિહલ એ બે તો શરણે આવ્યા હતા. એ તો કહેતા કે “જિવાડવા હોય તો જિવાડો, મારવા હોય તો મારો.” ચેડા રાજાથી શરણાગતને બીજાને સોંપાય નહિ જ. તમને કહું કે શેઠ બનો. સર્વમાં શ્રેષ્ઠ તે શ્રેષ્ઠી (શેઠ). બધી સ્થિતિ જોઈ પારકાને સાચવવા આખી શ્રીમંતાઈ જવા દે તે શ્રેષ્ઠ. શ્રીમંતાઈ સાચવવા બીજું બધું જતું કરે તે શેઠ કહેવાય ? તો હવે વિચારો કે ધર્મરક્ષા માટે શું શું મૂકવું પડે ? ધર્મ જાય ને બીજું બધું રહે તો જીવાય ? નાક ન હોય તો નાક નથી એટલું જ, પણ ધર્મ જાય તો ? સજ્જનના સગુણને દુર્જન દુર્ગુણ તરીકે ન જુએ તો ફાવે ? સજ્જન બ્રહ્મચારી હોય તો દુર્જન એને વીર્યહીન કહે, બોલે નહિ તો બાયલો કહે, દાતાર હોય તો ઉડાઉ કહે, અને સામે ન થાય તો સત્ત્વહીન કહે. દુર્જન કહે કે “સાચું હોય તો કેમ કહેતા નથી ?' એને કહેવું જોઈએ કે સાચું પણ ગાંડા આગળ ન કહેવાય. સમજે તેને કહેવાયને ! વગર નશે નશાવાળા બને તેને કહેવાય ? તેને કહેવાથી હાલત શી ? પાપને સારું માનવું એ ભયંકર નશો છે. તેથી તો મૂર્ખની પદવી આપવી પડે છે. આથી જ એક કવિને પણ કહેવું પડ્યું કે - મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય.” મૂરખની આ ઓળખાણ છે. ધર્મીની ધર્મક્રિયાને વખોડવી, એ દુર્જનનું લક્ષણ છે. ધર્મી પૂજા કરે, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરે, તો દુર્જન કહે કે નાદાન છે, મૂર્ખ છે, પણ એ આટલું પણ કરે છે એનો એને ખ્યાલ નથી. એની ક્રિયામાં ભૂલ પણ હોય તો ભૂલને આગળ ધરવી કે વસ્તુને આગળ ધરવી ? શાસ્ત્ર જમાલિના નિર્નવપણાની નિંદા કરી પણ ભગવાને શું કામ આવાને દીક્ષા આપી એમ ન કહ્યું. જ્યાં ત્યાં એમ કહ્યું કે મહામુનિ, મહાસંયમી, એણે ઘણું કર્યું, પણ આખરે પડ્યો અને ભગવાને પણ કહ્યું કે પામી ગયો અને તેની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - ૨ પંદર ભવે મુક્તિ નિયત થઈ ગઈ. નિહ્નવપણું હતું, પણ જે આરાધ્યું તે એવું કે પાછું એને ઝટ મળવાનું. સભા: ઉસૂત્રભાષીને માત્ર પંદર જ ભવ? ઉસૂત્રભાષીને અનંત સંસાર જ હોય એવો એકાંત કાયદો નથી. સંખ્યાતા ભવ પણ હોય, અસંખ્યાતા ભવ પણ હોય અને અનંતા ભવ પણ હોય. આથી પાપી આત્માઓને પણ તારવાની આજ્ઞા શ્રી તીર્થંકરદેવોની છે અને એ તારક આત્માઓ પણ ઘાતકર્મક્ષય થયા બાદ, આવરણ વિનાના જ જ્ઞાનથી-કેવળજ્ઞાનથી, મનુષ્યભવમાં હોવા છતાં, કૃતાર્થ હોવા છતાં જેમને કાર્યવાહી એક પણ બાકી રહી નથી એવા પણ શ્રી તીર્થંકરદેવો, મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. અસ્તુ. હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન એકલા શ્રી જિનેશ્ર્વરદેવ જ કરે કે અન્ય પણ કોઈ કરે ? Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦: તીર્થકર નામકર્મનું વેદનઃ 60 કર્મોદય વેદવો એ શું પરાધીનતા છે ? • મહાપુરુષો ભોગી છતાં પરતંત્ર નહિ ! • નાગાથી પાદશાહ પણ આઘા! • દુર્ભાગીને સારું પણ ઊંધું ભાસે ! • મિથ્યાત્વનો જબરો પ્રભાવ ! • શાસ્ત્રાર્થોની ચર્ચામાં કલ્યાણ જ હોય ! • શાસનસેવા ક્યારે થઈ શકે ? • પડવાના ભયે માર્ગ બંધ ન કરાય : • પ્રતાપ રાણો ને ધર્મટેક ! વિષય: તીર્થંકરની પ્રવૃતિ ઈચ્છાથી કે સહજથી ? પૂર્વનાં કેટલાક પ્રવચનોથી દેશનાનો ઉદ્દેશ અને અધિકારી વગેરે બાબતો સમજાવ્યા બાદ આ પ્રવચનમાં તીર્થકરો દ્વારા અપાતી ધર્મદેશના ઇચ્છાથી અપાય કે સહજ રીતે અપાય એ પ્રશ્નનો શાસ્ત્રાધારે છણાવટ કરી જવાબ આપ્યો છે. એ સાથે પરાધીનતા અને સ્વાધીનતા કોને કહેવાય એ સમજાવતાં શુભમાં હસીને ભોગવવું અને અશુભમાં રોઈને ભોગવવું એ પરાધીનતા છે. આ મજાની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. “સવિ જીવ કરું શાસનરસીની ઇચ્છા તીર્થકરે ખૂબ કરેલી પણ વીતરાગ સર્વજ્ઞ બન્યા કે ઇચ્છા ગઈ પરંતુ પૂર્વાભ્યાસથી ભાવિત આત્મા વડે સહજપણે પરોપકારની પ્રવૃત્તિ થયા કરે. પ્રવચનમાં પ્રસંગોપાત્ત શ્રી ભદ્રબાહુસ્વામીજી તેમ શ્રી સ્થૂલભદ્રસ્વામીજી તેમજશ્રી ભદ્રગુપ્તસૂરિ, શ્રી વજસ્વામીજી અને શ્રી આર્યરક્ષિત સૂરિજીની વાત રજૂ કરી છે. મુક્તિ જોઈતી હોય તો આગમે સમજાવેલ વસ્તુ હૃદય પર કોતરાઈ જવી જોઈએ. આ પ્રવચનનો આ જ સાર છે. મુવાક્યાતૃત • પ્રાપ્ત સામગ્રીના ભોગવટાની ભાવના તે પરાધીનતા છે, પણ તેના સદુપયોગની ઇચ્છા તે તો વસ્તુતઃ સ્વાધીનતા જ છે. • ન કરવા જેવું થતું હોય ત્યાં જ પરાધીનતા છે. ૦ આત્મા ઉપરનાં આવરણો ખસે તો ગુણો આપોઆપ જ પ્રગટ થાય. • જો શ્રી તીર્થંકરદેવ પણ લોકોની વાર્તા સાંભળવા બેસે તો એમને પણ કેવળજ્ઞાન ન થાય. મિથ્યાત્વનો પ્રભાવ જ કોઈ જબરી છે. એનાથી બચવા માટે સઘળું જ કરી છૂટવા જેવું છે. અને એથી બચવા માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજવામાં જ સઘળી શક્તિ ખર્ચવા જેવી છે. • જે જિનાજ્ઞા કબૂલ કરે તે જ જિનના પૂજનનો અધિકારી. ૦ જેટલી બુદ્ધિ વ્યવહારમાં ખરચો છો, તેટલી બુદ્ધિ અહીં ખરચો તો જરૂર શાસનનો પરમપ્રભાવ ફેલાવી શકો. તનધારી તનની સેવા, બુદ્ધિધારી બુદ્ધિની સેવા, અને લક્ષ્મીવાળા લક્ષ્મીની સેવા આપે, તો શાસનસેવા સુંદરમાં સુંદર થાય. • દેવગુરુનો કદી જ “ક્ષય' નથી, પણ સદાય જય જ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦: તીર્થકર નામકર્મનું વેદનઃ કર્મોદય વેદવો એ શું પરાધીનતા છે? સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ આ શ્રી “આચરાગ' સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના પહેલા “સ્વજનધૂનન' નામના ઉદ્દેશાની શરૂઆતમાં જ ફરમાવ્યું કે “સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણોને અનાવરક કેવળજ્ઞાનના યોગે જાણતા એવા શ્રી તીર્થકરદેવ આ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે.' ઘાતકર્મના ક્ષય થકી આવરણ વિનાનું જ્ઞાન કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે, તેવા શ્રી તીર્થંકરદેવ મનુષ્યભાવને પામેલા અને કૃતાર્થ બનેલા હોવા છતાં પણ, પ્રાણીગણના હિતની ખાતર દેવતા, મનુષ્ય આદિની પર્ષદામાં ધર્મને કહે છે. તમામની પર્ષદા છતાં મનુષ્યોને ઉદ્દેશીને કહ્યું, તેનાં કારણમાં મુખ્યતા મનુષ્યની છે, એમ આપણે જોઈ ગયા છીએ : કારણ કે પ્રભુની દેશનાના ઊંચામાં ઊંચા ધ્યેયને તેઓ જ પામી શકે છે. “કૃતાર્થ થયા પછી ધર્મદેશના દેવાનું કારણ શું ?' - આ પ્રશ્નના સમાધાનમાં પણ આપણે જોઈ ગયા છીએ કે શ્રી તીર્થંકર-નામકર્મને વેદવા માટે શ્રી તીર્થંકરદેવો દેશના દે છે, કારણ કે તે વિના “શ્રી તીર્થંકર નામકર્મ' વેદાતું જ નથી. કારણ કે શ્રી તીર્થંકર-નામકર્મનો ગુણ જ એ છે કે એ શ્રી તીર્થંકરદેવો પાસે જગતના હિતની પ્રવૃત્તિ કરાવ્યા વિના રહે જ નહિ, કારણ કે શ્રી તીર્થંકરદેવોના આત્માએ “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને ખૂબ ખૂબ પોપેલી છે. સર્વ પ્રાણીના હિતની ભાવના એવી પોષેલી છે કે જે ભાવનાના યોગે “શ્રી તીર્થંકર-નામકર્મ' નિકાચિત થયું અને એ કર્મ પોતાના ઉદયમાં સર્વ પ્રાણીના હિતની પ્રવૃત્તિ કરાવ્યે જ જાય. તે છતાંય જે યોગ્ય હોય તેનું જ હિત થાય, કારણ કે જે જીવદળ વાસ્તવિક હિતને માટે યોગ્ય જ ન હોય, લાયક જ ન હોય, તેવા માટે શ્રી તીર્થંકરદેવ પણ શું કરે ? કાષ્ઠની ગાંઠો ઉપર કુહાડો મારવામાં આવે તો વખતે કુહાડો પણ ખંડિત થઈ જાય. એથી હોશિયાર કાષ્ઠ ચીરનાર ગાંઠોને તો આવી જ કરે, પણ કુહાડાથી એને ચીરવાનો પ્રાયઃ પ્રયત્ન કરે જ નહિ. આ ઉપરથી કુહાડ કે કારીગર ખામીવાળા નથી, તેવી જ રીતે જે જીવો એવા છે કે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : 60 ૧૪૫ સન્માર્ગે આવે જ નહિ અને એ જ કારણે જે જીવો સાચા સુખી થવાને લાયક જ નથી, અર્થાત્ કલ્યાણને માટે જે આત્માઓ પાત્ર જ નથી, તેઓ માટે શ્રી તીર્થંકરદેવની દેશના પણ નિષ્ફળ થાય, એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. પ્રભુ તો સર્વ પ્રાણીના હિતને માટે દેશના દે, પણ હિત થવું કે નહિ તે, તે તે આત્માઓની યોગ્યતા ઉપર જ આધાર રાખે છે 885 સભા : ‘તીર્થંકર-નામકર્મ'ને આધીન થઈ દેશના દે તો શ્રી તીર્થંકરદેવ સ્વતંત્ર કહેવાય કે પરતંત્ર ? તે કર્મ ન ખપે ત્યાં સુધી મોક્ષમાં ન જઈ શકે તેટલી તો પરતંત્રતા ખરી જ, કારણ કે સંપૂર્ણ સ્વતંત્રતા તો સિદ્ધાવસ્થામાં જ છે. બાકી જેમ પ્રાપ્તસામગ્રીના ભોગવટાની ભાવના તે પરાધીનતા છે, પણ તેના સદુપયોગની ઇચ્છા તે તો વસ્તુતઃ સ્વાધીનતા જ છે તેવી જ રીતે અહીં પણ સમજી શકાય તેમ છે. સભા : પણ પ્રભુની ભાવના તો કશી છે જ નહિને ! ભાવના નથી, પણ કેળવેલી અને ખૂબ મજબૂત બનાવેલી ભાવનાના યોગે થતી પ્રવૃત્તિ તો ઇષ્ટ છે જ અને એ રીતે સ્વયમેવ પ્રવૃત્તિ થયે જાય, તે કાંઈ પરાધીનતા નથી. ન કરવા જેવું થતું હોય ત્યાં જ પરાધીનતા છે. અહીં તો જે થાય છે તે તો ઇષ્ટ જ છે. કારણ કે પોષેલી ભાવનાને અનુરૂપ છે. એટલે વર્તમાનમાં ઇચ્છાનો અભાવ છતાં પણ જે ક્રિયા થાય છે તે ઇષ્ટ જ છે. કર્મના ભોગવટામાં આત્મા સ્વતંત્ર પણ હોઈ શકે : શુભના કે અશુભના ઉદયનો ભોગવટો કરવો તેનું જ નામ પરાધીનતા નથી, પણ હસીને કે રોઈને ભોગવવું તેનું નામ પરાધીનતા છે : જ્યારે સમભાવપૂર્વક કર્મના વિપાકને સમજીને તે ઉદયને ભોગવી લેવો, તે તો સ્વાધીનતા જ છે ઃ કારણ કે સંપૂર્ણ સ્વાધીનતા મેળવવાનો તે રાજમાર્ગ છે. અશુભના ઉદયે શરીરાદિકની વિષમતા થાય એનું નામ પરાધીનતા નથી, પણ તે ઉદયમાં તન્મય બનવું, દુ:ખી થવું, આર્તધ્યાન વગેરે કરવું, એનું નામ પરાધીનતા : કારણ કે અશુભના ઉદય વખતે નિર્જરારૂપ ઇચ્છિત કામ સધાય તો પરાધીનતા શાની ? અનેક મહાપુરુષોએ અશુભોદયના યોગે અનેક ઉપસર્ગો અને પરીષહો સહ્યા, પણ સ્વાધીનપણે સહ્યા અને એથી જ ધાર્યું કામ સાધ્યું. એ જ કારણે કર્મજન્ય તકલીફને સમાધિપૂર્વક સહેવી એનું નામ પરાધીનતા ન જ ગણાય, કારણ કે કર્મજન્ય તકલીફને સહેતાં નવી તકલીફ ઊભી થાય એવી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૩ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો કરણી કરવી, એનું જ નામ પરાધીનતા કહેવાય છે. બાકી આનંદપૂર્વક કર્મજન્ય તકલીફને ભોગવવી તે તો ચાલી ગયેલી સ્વાધીનતાને પ્રાપ્ત કરવાનો અનુપમ ઉપાય છે. આ વસ્તુસ્વરૂપના જ્ઞાતા મુનિ ઉપર, અશુભના ઉદયનાં આક્રમણો આવે ત્યારે તે મુનિ શું ચિંતવે ? એ સમજવા માટે એક કુરૂદત્તસુતર્ષિ મહામુનિની ભાવના ખાસ વિચારવા જેવી છે. ભયંકર અશુભોદયનો ભોગવટો કરતા આ મહામુનિએ, પોતાના આત્માને હિતશિક્ષા આપતાં જે કહ્યું છે, તેનો ઉલ્લેખ કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં શ્રી ભાવિજયજી મહારાજ લખે છે કે, · ૪ " सह कलेवरदुःखमचिन्तयन् स्ववशता हि पुनस्तव दुर्लभा । बहुतरं च सहिष्यसि जीव है, परवशो न च तत्र गुणोऽस्ति ते । । १ । । " “હે જીવ ! કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જ તું આ શરીરના દુઃખને સહન કર, કારણ કે ફરી ફરીને આવા પ્રકારની સ્વાધીનતા તને મળવી એ દુર્લભ છે; અન્યથા દુર્ગતિ આદિમાં પરવશ પડેલો તું ઘણું ઘણું સહન કરશે તે છતાંય, ત્યાં તને કશા જ ગુણની પ્રાપ્તિ નહિ થાય.” આથી સ્પષ્ટ કે મહામુનિઓ અશુભ કર્મના ઉદયે આવી પડતી વ્યાધિ આદિને મહોત્સવરૂપ જ માનતા. કર્મખજાનો ખાલી થાય, ઉદયમાં આવેલાં જાય, દેવું પતે, બંધન છૂટે, એને મહોત્સવ કોણ ન માને ? પારકે પૈસે શ્રીમંત દેખાવું એ શાહુકારી કે જાત ઉપર જીવવું એ શાહુકારી ? સભા : સાધુ દવા કરે કે નહિ ? સાધુ વ્યાધિથી મૂંઝાય તો નહિ જ અને આર્તધ્યાન ન જ થતું હોય તો જરૂર દવા પણ ન કરે. 886 મહાપુરુષો ભોગી છતાં પરતંત્ર નહિ ! એ તો સ્પષ્ટ જ છે કે કર્મયોગે આત્મા બંધાય છે. એમાંથી છૂટવાના સમયે મૂંઝવણ તો ખરેખર મૂર્ખાને જ થાય. એવા સમયે મૂંઝવણ થાય તેનું જ નામ પરતંત્રતા છે. બાકી કર્મજન્ય પ્રવૃત્તિ માત્રથી જ પરતંત્રતા ન જ મનાય. અને તેમ છતાંય સામાન્ય રીતે કર્મજન્ય પરતંત્રતા માનવાને હરકત નથી, કેમ કે આત્માની સંપૂર્ણ સ્વતંત્રતા તો સિદ્ધાવસ્થામાં જ છે : બાકી તો સંયોગાધીન થઈ પોતાનું ગુમાવે તે જપરતંત્ર છે. એથી જ શ્રી તીર્થંકરદેવ આદિ પણ ઘણાયે સંયોગોને આધીન થયા, અનેક ઉપસર્ગો અને અનેક પરીષહો સહ્યા, પણ તે Page #161 -------------------------------------------------------------------------- ________________ 907 – ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 – ૧૪૭ બધું જ સ્વેચ્છાથી પણ પરતંત્ર દશાથી નહિ ! અને એ જ કારણે તે મહાપુરુષો પરતંત્ર ન કહેવાય. આપત્તિને પણ હસતાં હસતાં ભોગવવી, એનું નામ સ્વતંત્રતા છે અને રોતાં રોતાં ભોગવવી એનું નામ પરતંત્રતા છે. તાવથી સૂવું પડે એનું જ નામ પરતંત્રતા નથી, પણ મૂંઝાવું એનું નામ પરતંત્રતા છે. કોઈ પૂછે કે કેમ સૂતા ?' તો એમ કહેવાય કે “શરીરનો સ્વભાવ.' પણ “કેમ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં તો હૃદયપૂર્વક એમ જ કહેવાવું જોઈએ કે “મજા છે, કારણ કે સારું થયું કે જેથી આવા સમયે આ લેણદાર આવી પહોંચ્યો, કે જેથી હું એને સારામાં સારી રીતે દૂર કરી શકીશ.” જેમ જાતે દસ્ત લે અને પચીસ વાર જવું પડે તોયે મૂંઝવણ ન થાય અને વગર દસ્ત લીધે પાંચ વાર જવું પડે તોયે મૂંઝવણ થાય ! કેમ કે ત્યાં તો કાર્યવાહી જ જવાની કરી છે, એટલે જાય તો જ સુખ થાય એમ માની દસ્ત લીધેલો છે. તેવી જ રીતે અશુભના ઉદય સમયે એમ જ થવું જોઈએ કે “ઉદયથી કર્મ જાય છે ત્યાં ગભરામણ શી ?' અનંતજ્ઞાનીઓ કહે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા શુભ કે અશુભ ઉદયના ભોગવટા વખતે સ્વતંત્ર રહી શકે છે : કારણ કે તે આત્મા તે તે ઉદયને ભોગવે છે ખરો, પણ તે તેનો એ ભોગવટો એવો કે તેમાંથી પણ તે આત્મા લાભ જ લે. એનું કારણ એ છે કે તે વસ્તુને વસ્તુ તરીકે ઓળખીને, લેપાયા વિના ઉપભોગ કરે છે. પરમ તારક શ્રી તીર્થંકરદેવો અને બીજા પણ તેમના જેવાઓ ભોગાવલી કર્મોને ભોગવે ખરા, પણ તે તારકો એવી રીતે ભોગવે કે એ ભોગમાંથી નવા ભોગોને ઊભા ન કરે. બીજા સામાન્ય આત્માઓને તો ભોગવટો થોડો અને નવું ઊભું થાય ઘણું, માટે જ તેઓ પરાધીન ગણાય, બાક મહાપુરુષો તો પરાધીન નથી જ હોતા : કારણ કે શુભ તેમ જ અશુભ બેય ઉદયના ભોગવટામાં મહાપુરુષોનો આત્મા તો ઊંચો જ ચડતો જાય છે. શ્રી તીર્થંકરદેવો પણ ગૃહસ્થપણામાં શુભ કર્મના ઉદયે આવી પડેલા ભોગોને તો ભોગવે, પણ તે ભોગને આધીન બન્યા વિના જ ભોગવે. ખોટા માનીને, ખોટા કહીને અને ખોટા છે એમ જાહેર કરીને જ ભોગવે. તે પ્રકારનાં કર્મ લાગ્યાં છે તે ભોગવવાથી જ જાય તેથી ભોગવે, પણ આધીન બનીને નહિ જ. ભોગો સારા અને સેવવા જેવા' - એવી ત્યાં વાસના પણ નથી : એવું વચન Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- - ૩૭૩ પણ નથી ! ઊલટા તે મહાપુરુષો ભોગને રોગ જ માને છે. પરિણામે ભોગાવલીનો ઉદય પૂરો થાય કે સંયમની સાધના માટે વર્ષોલ્લાસ થાય. અને સામાન્ય આત્માઓ તો ભોગવતાંયે નવા ભોગની જાળ એવી બાંધે, કે જે મરતાંયે ન છૂટે. આજે કેટલાય ગૃહસ્થને સંયમની ભાવના ખરી, પણ “આટલું સમેટીને જાઉં' - એ જ નડે અને સમેટે એવું કે ઊલટી જાળ ફેલાતી જ જાય, કારણ કે જે સમેટે છે તેના ઉપર પરકીય ભાવના નથી આવતી. સમેટાય તેટલું સમેટવું અને ગૂંચ આવે ત્યાં કાપી નાંખવું જોઈએ તો જ સમેટાય. સૂતરનું ગૂંચવાયેલું કોકડું સીધું ઊકલે જ નહિ, વધારે જ ગૂંચાય, કાતર લઈને બેસવું પડે, જ્યાં ગૂંચ આવી કે કાતર મૂકે તો જ એ ઊકલે, પણ કૃપણતાથી કાપતાં જીવ જ ન ચાલે તો એ કોકડું ઉકેલાય નહિ. જે સમેટવા જાય છે તેની તરફનું જે રીતે ઊતરવું જોઈએ તે રીતે મમત્વ ઊતરતું નથી માટે સમેટાતું નથી. ભાવના હોય પણ ભાવનાને અનુકૂળ જીવન નથી, એનું જ એ પરિણામ છે. સ્વ તથા પરનો વિવેક થાય તો, પરમાં ગૂંચાયેલા આત્માને સમેટતાં, તેવા તીવ્ર કર્મના ઉદય વિના વાર લાગે જ કેમ ? આથી સ્પષ્ટ છે કે મહાપુરુષોના ભોગવટા જ કોઈ જુદા હોય છે. આથી તેઓ પરતંત્ર કહેવાય જ નહિ. હવે એ વિચારો કે શ્રી તીર્થંકરદેવ શ્રી તીર્થંકર-નામકર્મના વિપાકોદયથી દેશના દે છે, તે ઇષ્ટ છે કે અનિષ્ટ ? બીજું બોલાવવા કોઈ માગે તો એ બોલે ખરા ? ગોશાળો ઘણોયે ધમધમ્યો પણ પ્રભુ બીજું કંઈ બોલ્યા ? ભગવાન જાણતા હતા કે “જેટલું સાચું કહેવાશે તેટલી જ આપત્તિ, અને છેવટે મારી પોતાની ઉપર પણ એ તેજલેશ્યા મૂકશે’ - તોપણ ભગવાને તો હતું તે જ કહ્યું. એથી ગોશાળો તો લાલ-પીળો થઈને બોલ્યો કે તમારો શિષ્ય ગોશાળો તો મરી ગયો, હું તો જુદો આત્મા છું, શરીર એ છે, કારણ કે એ શરીરને પરીષહ સહેવા યોગ્ય જાણી મેં મારા આત્માને એમાં સંક્રમ્યો છે, માટે શરીર ઉપરથી ભ્રમણામાં ન પડો.” ઊલટો એ ભગવાનને કહે છે કે “ભ્રમણામાં ન પડો !' તોયે ભગવાન તો એ જ કહે છે કે તે તું જ છો. તરણું આડું ધરવાથી જેમ ચોર ન છૂપાય, તેમ આવી રીતે પોતાની જાતને ન જ છુપાવી શકાય ! ભગવાન પોતે આ રીતે સત્યને સ્પષ્ટ પણ કહે છે. આપણો મુદ્દો તો એ છે કે તે તારકો વીતરાગ છે માટે ઇચ્છા નથી અને ઇચ્છાની જરૂર પણ નથી, તે છતાંય જે થાય છે તે ઇચ્છા વિરુદ્ધ છે ? માનો Page #163 -------------------------------------------------------------------------- ________________ 889 – – ૧૦ : તીર્થકર નામકર્મનું વેદન: - 60 – – ૧૪૯ કે સર્વજ્ઞદેવ ઇચ્છા કરે તેમ હોય તો આ કાર્ય ઇચ્છાવિરુદ્ધ હતું ? નહિ જ, કારણ કે “સવિ જીવ કરું શાસનરસી' -આ ભાવના તો તે તારકે પોતે એવી જ પોષી હતી, અર્થાતુ-પોતે જે ભાવના પોષી હતી તેનો જ એ અમલ છે. જો કે હવે તો ઇચ્છા જ નથી, બધું સ્વાભાવિક જ થાય છે, પણ માનો કે ઇચ્છા થાય તોય આ પ્રવૃત્તિ જે ભાવના પોષી હતી તેને અનુકૂળ છે કે પ્રતિકૂળ ? ઇચ્છાનુસારી પ્રવૃત્તિ કરે તે સ્વતંત્ર છે, પરતંત્ર નથી : અને જે ક્રિયાઓ શુભ પરિણામ ન લાવે તે ક્રિયાઓમાં ઇચ્છા પણ થાય, તો પણ તે પરતંત્રતા છે, આ વાત સહજમાં સમજી શકાય તેમ છે, બાકી કર્મબંધનની પરતંત્રતા માન્ય છે, કેમ કે સંપૂર્ણ કર્મક્ષયજન્ય જે સંપૂર્ણ સ્વતંત્રતા તે તો મુક્તિમાં જ છે ! સભા: ‘સવિ જીવ કરું શાસનરસી' - આ ભાવના ભાવવા લાયક કોણ ? લાયક બધા. બધાથી ભાવી શકાય. જેનામાં તે ભાવના પરિપૂર્ણ આવે તે જ શ્રી તીર્થકર થાય. નાગાથી પાદશાહ પણ આઘા! જેમ કમનસીબ આત્માઓને રોગ આદિ વગર ઇચ્છાએ આવે છે, તેમ શ્રી તીર્થંકરદેવોને ભોગની ઇચ્છા નથી છતાંય ભોગો સામે ધસી આવે છે. આવી સ્થિતિમાં પણ જ્યાં સુધી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તો તે તારકોને “સવિ જીવ કરું શાસનરસી'-એ ભાવના જોરશોરથી હોય છે ને કેવળજ્ઞાન થયા પછી તે ભાવનાનું ફળ રહે છે. કેવળજ્ઞાન થયા પછી ભાવના તો તૃપ્ત થઈ ગઈ, કારણ કે એ ભાવનાને અંગે જે સામગ્રી જોઈતી હતી તે બધી જ મળી ગઈ, એટલે હવે ઇચ્છા શમી ગઈ પછી તો બધું જ સ્વયમેવ થઈ શકે છે. વગર ગોખે ન આવડે ત્યાં સુધી ગોખવાનું, પણ ક્ષયોપશમ થાય અને વગર ગોખે આવડે તો ગોખવાની જરૂર પડે ? નહિ જ, કારણ કે આત્મા ઉપરનાં આવરણો ખસે તો ગુણો આપોઆપ જ પ્રગટ થાય. બાર વરસ સુધી “મા રુષ" અને “તુષ” જે મહાત્માને આવરણના યોગે ન આવડ્યું, તે જ મહાત્માને આવરણક્ષયે તે પણ આવડ્યું અને કેવળજ્ઞાન પણ થયું કારણ કે “મારુષ” અને “મા તુષ” આવડવા માટે એવી ક્રિયા કરી કે એનું પણ આવરણ ગયું અને બીજાં બધાં પણ આવરણ પરિણામે નાશ પામ્યાં. આથી સિદ્ધ જ છે કે ઇચ્છાની જરૂર જ્યાં સુધી સામગ્રી નહોતી ત્યાં સુધી હતી. “ક્યારે એવી સામગ્રી મળે કે જેથી “સર્વને શાસનરસી બનાવું' –એ ઇચ્છા સામગ્રી ન Page #164 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ મળે ત્યાં સુધી જ રહે અને સામગ્રી મળી પછી તો અમલ જ ક૨વાનો રહ્યો, અગર થવાનો રહ્યો ‘અબજ આવે તો આમ કરું' -એ ઇચ્છા અબજ આવે ત્યાં સુધી હોય, પણ અબજ આવ્યા પછી તો ધારેલું હોય તે કરવાનું જ રહ્યું, અગર થવું જ રહ્યું. અબજનો તો દાખલો દઉં છું. વસ્તુ સમજાવવા દૃષ્ટાંતરૂપ છે, પણ ધર્મ કરવા માટે અબજ મેળવવાના ઉપાયો કરવા જોઈએ એવું ન માનતા ! ૧૫૦ ‘સવિ જીવ કરું શાસન૨સી' - એ ભાવનાના યોગે શ્રી તીર્થંકરદેવને સામગ્રી બધી જ તથાપ્રકારની મળી. કેવળજ્ઞાન, સમોસરણ, અતિશયો - આ બધી સામગ્રી મળી. ઇચ્છા ફળી : હવે ઇચ્છાની જરૂર જ નથી. સમોસરણ વગેરે માગ્યું નહોતું પણ એ બધી જ સામગ્રી આવીને મળી, અર્થાત્ દેવતાઓ વગર બોલાવ્યે પણ ભક્તિભર હૃદયથી આવીને બધું જ તૈયાર કરે અને કેવળજ્ઞાન થયા પછી તો બધી સ્થિતિ જ ફરી જાય છે. અરે, એ દેખાવ જ એવો હોય છે કે જે દેખે તે ઝૂકે, પણ સિવાય પાખંડી હોં ! કારણ કે પાખંડીને જેટલા ગુણ એટલા દુર્ગુણ ભાસે. સારામાં સારી ચીજ પણ સારા તરીકે એને ન પરિણમે. ગુણને ગુણ તરીકે એ જુએ જ નહિ. એને ગુણ ગુણ તરીકે દેખાય જ નહિ. એટલું જ નહિ પણ ગુણ એને દોષ તરીકે જ દેખાય. હિતકર વસ્તુ પણ હિતકર તરીકે તેના હૃદયમાં ઊતરે જ નહિ, કારણ કે મિથ્યાત્વના ઉદયે બધું જ ઊંધું ભાસે. જમાલી જેવા પણ મિથ્યાત્વના ઉદયે ‘ભગવાન ભૂલ્યા’ - આ પ્રમાણે બોલ્યા અને એમ જમાલીએ કહ્યું તો એની પાછળ બીજા પણ તેવા અજ્ઞાનીઓ એમ બોલતાં શીખ્યા. મૂર્ખાઓમાં એક મોટા અને સારા પુરુષને ખરાબ કહેવરાવવામાં વાર કેટલી ? બજારના સારા આબરૂદારને પણ મૂર્ખાઓમાં બદનામ કરતાં વાર કેટલી ? ચાર નાગા ઊભા કરો એટલી. અને એથી કહેવત પણ છે કે પાદશાહ પણ આઘા. કોનાથી ? 890 સભા : નાગાથી. કેમ કે પાદશાહે બધું પહેરેલું છે પણ ત્યાં શું છે ? એથી એ પલાળે પણ શું ને નિચોવે પણ શું ? એને કોઈ નાલાયક કહે તોયે વાંધો શો ? કારણ કે હતું શું ? કોઈ શ્રીમાન આબરૂદાર ફરિયાદી માંડીને પાંચ લાખનું એના ઉપર હુકમનામું પણ કરાવે, છતાંય બજાવે ક્યાં ? કારણ કે જેને ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ, તેના ઉપર શી રીતે દાવો થાય ? અને કદાચ કોઈ ભૂલથી કરે તો દુનિયા પણ હસે કે ‘આના ઉપર દાવો ‘ આથી એવાઓની સાથે વાત કરવી કે બાંધ-છોડ કરવી, એ બધું જ ભયંકર. Page #165 -------------------------------------------------------------------------- ________________ – ૧૦ : તીર્થકર નામકર્મનું વેદન :- 60 – ૧૫૧ વ્યવહાર કહે છે કે વ્યવહાર કરવો જ પડે તો સમાન શીલકુળવાળા સાથે જ રાખવો જોઈએ , પણ દુઃશાલિયા, કુશીલિયા સાથે વ્યવહાર ન જ રાખવો જોઈએ. કારણ કે તેવાઓની સાથે વ્યવહાર રાખવામાં મોટી પંચાત છે. એવાની પાસે ઊભા રહેવામાં, એવાને ઘેર બોલાવવામાં અને એવાને ઘેર જવા વગેરેમાં, અર્થાત્ બધી જ રીતે સારા માણસો જ કલંકિત થાય કારણ કે કાળામાં ડાઘ ક્યાં પડે ? ધોળામાં જરા પણ મેલ હોય તો પણ દેખાય.. કાળો કહે કે “મારામાં ડાઘ છે ?” તો ઉત્તરમાં કહેવું જ પડે કે ભાઈ ! ડાઘ તો ધોળામાં હોય, કારણ કે તું તો પૂરેપૂરો કાળો છે જ, એ યાદ રાખવું,' કોઈ કોઈ વાતમાં અપવાદ હોય, પણ એની કિંમત ન હોય. એથી શ્રી તીર્થંકરદેવના બધા અતિશય પાખંડીને ન રુચે,આ પ્રમાણે સામાન્ય રીતે કહી શકાય. જેમ જેમ બહુ જુએ તેમ તેમ એના અંતરનો ઉન્માદ વધે અને માટે જ તે સંસારમાં રખડે : વગર કારણે, વગર પ્રયોજને પણ તે આત્માઓ અખંડપણે પાપ બાંધી સંસારમાં રખડે, કારણ કે પાપી આત્માઓનો સ્વભાવ જ એવો હોય છે. સંગમ માટે ભગવાન શ્રી મહાવીરદેવને પણ એમ જ થયું હતું કે “આખા જગતને તારવાની ભાવનાવાળા એવા અમારા સહવાસમાં આવીને પણ આ આત્મા સંસારમાં રુલ્યો.” ખરેખર, પાપી આત્માઓની દશા જ કોઈ વિલક્ષણ હોય છે. અન્યથા સંગમને એવું શું કારણ હતું, કે જેથી ત્રણ લોકના નાથ ભગવાનને ભયંકર ઉપસર્ગો કરવા આવે ? શુદ્ધ સમ્યગ્દષ્ટિ “શ્રીસુધર્મા' નામના ઇંદ્ર મહારાજા પોતાના અને પરના હિત માટે ત્રણ લોકના નાથ ભવોદધિતારક શ્રી મહાવીર પરમાત્માના અનુપમ ગુણોની પ્રશંસા કરે, એમાં સંગમને શું થયું કે જેથી તે પાપાત્મા નાહક પાપ કરી ગયો ? શ્રી સુધર્મા ઇંદ્ર ભગવાનના ગુણોનું ગાન કર્યું, અસંખ્ય દેવોએ સાંભળ્યું, કંઈકે પોતાનું સમ્યક્ત્વ નિર્મળ કર્યું અને એને જ શું થયું ? કોઈના ગુણ કોઈ ગાય તેમાં બીજાને બળતરા શી ? “અમુકને બધા ગુણવાન કેમ કહે !' એમ કહેનારને કહો કે, અરે ભાઈ ! તું તેવો થા. પણ ઉત્તમ આત્માને ઉત્તમ સ્થાનથી ગબડાવવાની ભાવના કેમ ? સભા : એનું નામ સ્પર્ધા ન કહેવાય ? એનાથીય સારો કાં ન થાઉં એનું નામ સ્પર્ધા છે, પણ એને ગબડાવું એનું Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 892 નામ સ્પર્ધા નથી. પરિણામે તે પાપાત્માએ છ છ મહિના સુધી અખંડપણે ઉપસર્ગ કર્યા. તે પછી એ પાછો ગયો. શાથી? સદ્ભાવનાથી નહિ, પણ એણે જોયું કે “આ ચલાયમાન થાય એમ નથી અને જેમ જેમ ઉપસર્ગ વધારે કરું છું, તેમ તેમ ઇંદ્રનો ગુસ્સો વધારે વહોરું છું.” આથી પાછો ગયો. આ ન બોલે અને બધું જ સહે એવા છે, પણ પેલો બાપ (ઇદ્ર) છોડે એવો ઓછો જ છે ? આ કારણે નમ્યા વિના છૂટકો ન હતો માટે નમ્યો. નમે તો ઇંદ્ર સુખે રહેવા દે માટે નમ્યો, પણ નમવા માટે નહોતો નમ્યો. આથી “એવા પણ આત્મા હોય છે કે જેને સારામાં સારી ચીજ પણ ખોટાપણે પરિણમે.” -આ વાત સમજાવવી પડે તેમ નથી. દુર્ભાગીને સારું પણ ઊંધું ભાસે ! ખરેખર, શ્રી તીર્થંકરદેવના રૂપરંગ, સાહ્યબી અતિશય, વગેરે બધું જ અનુપમ હોય છે. પ્રભુ વિહાર કરે ત્યારે વૃક્ષો પણ નમે, પવન પણ અનુકૂળ થઈ પ્રદક્ષિણા દે, પક્ષીઓ પણ આકાશથી નીચે ઊતરી પ્રદક્ષિણા દઈ નમી નમીને જાય, કાંટા પણ અધોમુખ થાય, છત્ર-ચામર-સિંહાસન સાથે ને સાથે આકાશમાં ચાલે, જ્યાં બેસવાનું દેખાય કે સિંહાસન આપોઆપ જ ગોઠવાઈ જાય, છત્ર માથા પર ગોઠવાઈ ગયેલું જ હોય, ચામરો તો વીંઝાતાં જ હોય, ધર્મચક્ર આગળ ચાલતું જ હોય, દેવદુંદુભી બજતી જ હોય, પાણી સીંચાતું જ હોય, વનરાજી ખીલેલ હોય, જમીન પર દેવતા પગ પણ ન મૂકવા દે, પગલે પગલે સુવર્ણકમળો ગોઠવાતાં જ જાય, જ્યાં જાય ત્યાં તરત સમોસરણ મંડાય, ચક્રવર્તીને પણ ન હોય તેવું સિંહાસન હોય, અનેક ઇંદ્રો અને ચક્રવર્તી રાજાઓ સેવા કરી રહ્યા હોય, અને અબજોના માલિક ક્ષણમાં ત્યાગ કરી ભિક્ષુક બનતા હોય ! આ બધું પાખંડી નજરે ભાળે તોય કહે કે “કરામતી જબરો !” જો શ્રી તીર્થકરદેવ પણ લોકોની વાર્તા સાંભળવા બેસે તો એમને પણ કેવળજ્ઞાન ન થાય. શ્રી વીતરાગદેવના પણ વૈરીઓ હોય. શાથી? એ તારકનું ન ખમાય એથી! સભા : એવાને કોઈ બહાર ન કાઢે ? એ ક્રિયા કરે તો દેશનાનાં દ્વાર જ બંધ થાય. પોતે વીતરાગ તો કહે નહિ. વારુ, એમ કહેવા બેસે કે દેશના દે? ઇંદ્ર પણ અવધિજ્ઞાની છે, ઉપયોગ મૂકે તો એ ઓળખે, પણ ઇંદ્ર એ કામ કરે કે સાંભળે ? કેટલાને કાઢે ? વળી એમને Page #167 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 – – ૧૫૩ કાઢવાથી સારા ઉપર પણ ખોટી અસર થાય. “આમને સમજાવી શકતા નથી માટે કાઢે છે અને જરૂર આ બધું ભોળાને ફસાવવા માટે છે” –એમેય થાય. પાખંડીઓ આવે તો જરૂર કલાકો સુધી સાંભળે, પણ લે કંઈ નહિ. વિરુદ્ધ બોલવાનું મળે એવું લેવા પણ આવે, અને એવું પોતાના મનથી કંઈ માની એના ઉપર કિલ્લા ચણે. ભગવાનના અતિશયોને પણ કોઈ કોઈ ઢોંગ કહે. કોઈ કાળે સત્ય સામે અસત્ય ન હોય એમ હોય જ નહિ. શ્રી તીર્થંકરદેવ જેવા સર્વોત્તમ આત્મા. સર્વ સામગ્રી સમેત, ત્રણ લોકમાં એકસરખી રીતે પૂજિત, આવી સામગ્રી બીજા કોઈને ન હોય, સામાન્ય કેવળીને હોય ખરી-એને પણ દેવો ને ઇંદ્રો પૂજે પણ આટલી સામગ્રી નહિ, એવા આત્માની ઉત્તમ સામગ્રીને પણ ઊંધી રીતે જોનારા, ઓળખાવનારા તે કાળમાં પણ હતા, પણ તે વખતનો મહિમા અને બીજી સામગ્રી એવી હતી કે એ તેટલા દીપ્તિમાન દેખાતા નહોતાથતા નહોતા. એને એમનામાંથી પણ કહેનારા મળતા કે “જપને હવે ! આને ક્યાં પહોંચીશ !' શ્રાવક પણ એવા હતા કે ભરબજારમાં કાન પકડાવતા. મુદ્દો એ છે કે તે વખતની સ્થિતિ જુદી હતી. ગુરુનિશ્રામાં રહેલા ગીતાર્થો પણ કહેતા કે આજ્ઞા વગર એક કદમ પણ ન ભરાય. શ્રી તીર્થંકર નામકર્મના યોગે સામગ્રીની તૈયારી એની મેળે થાય છે. શ્રી તીર્થકર-નામકર્મના યોગે સઘળી પુણ્ય પ્રકૃતિ ભેગી થાય અને એના યોગે અપૂર્વ સામગ્રીઓનો તે સ્વામી થાય, છતાં તે તે કાર્યવાહીને પાખંડી માને પણ ઇંદ્રજાળ, સદ્હે પણ ઇંદ્રજાળ ને બધાને કહે પણ ઈંદ્રજાળ. આ જ કારણે આજે કેવળી આવે તો લાભ થાય ?' આ પ્રશ્નના ઉત્તરમાં હું કહું છું કે નથી આવતા તેમાં જ એવો પ્રશ્ન કરનારા ઉજ્જૈખલ આચરણખોરોને લાભ છે. આવત તો આજના ઉચ્છંખલ જમાનાવાદીઓ એ તારકની પણ આશાતના કરત. અશુભોદય હોય ત્યારે જ્ઞાનીની સારી વાત પણ ઊંધી પરિણમે. એક સમયે કાયોત્સર્ગમાં રહેલા એક અવધિજ્ઞાની મુનિએ એક દુઃખી આત્માને જોયો તો તે કોઢિયો હતો, તેના શરીરમાંથી પરુ નીતરતું હતું, તેના માથે લાકડાંનો ભારો હતો, ગરમી સખત હતી, ગરમીના યોગે થતા પસીનાથી તે નીતરતો હતો. એવી અવસ્થામાં એને જોઈને કરુણાસાગર મુનિવરે ઉપયોગ મૂકી તેના પૂર્વભવ જોયા. અને જ્ઞાનથી જોયેલા પૂર્વભવોને એ મુનિએ ગાથામાં ગૂંથીને સંભળાવ્યા. પોતાના ભવો સાંભળીને પેલાને જાતિસ્મરણ જ્ઞાન થયું. Page #168 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ ઘણી પરિચિત વસ્તુ સામે મુકાય અને ક્ષયોપશમ હોય તો જાતિસ્મરણ થાય. આજે પણ થાય. જાતિસ્મરણ થવામાં આજે કાંઈ વાંધો નથી, પણ તે પછી શ્રદ્ધા થવી કઠણ છે. ૧૫૪ એણે પૂર્વભવ જોયા, પોતાની હાલત જોઈ, પણ તે પછી એણે વિચાર્યું કે ‘આ તો આ મુંડિયાએ મારા ઉપર ઇંદ્રજાળ કરી છે, પણ એ જાળમાં ફસાય તે બીજો : હું નહિ.' - એમ કહી ઊલટો મુનિને મારવા દોડ્યો. આવા ઉન્મત્ત આત્માઓને ઉપકાર શી રીતે થાય ? 894 સભા : આ મારવા આવશે એમ એ મુનિએ ન જાણ્યું ? એ ઉપયોગ ન મૂક્યો. આ કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન છે. એ ઉપયોગ મૂકત તો જાણત. જ્ઞાનીની વાત જ જવા દો, કારણ કે જાણે તોય પરિણામે લાભ દેખે તો જ્ઞાની કરે, કારણ કે જ્ઞાની તો જેમ સમુચિત દેખે તેમ વર્તે. સભા : બુદ્ધિ કર્માનુસારિણી ખરીને ? બુદ્ધિ કર્માનુસારિણી ખરી, પણ ખરી જ એમ નહિ. ઘણા આત્મા માટે એમ ખરું, પણ કેટલાક એવા પણ આત્મા છે કે ઉદય અશુભનો હોય પણ શુભ વિચારમાં લીન રહે. નિમિત્ત મળે એટલે ફરી જાય. આપણે પાંચ કારણને માનનાર છીએ. જુદી જુદી વખતે જુદી જુદી વ્યક્તિને જુા જુદા કારણની મુખ્યતા હોય એમાં વાંધો નહિ. પાંચમાંથી કોઈ વખતે કોઈ મુખ્ય, તો કોઈ વખતે કોઈ મુખ્ય હોય. ‘આ કાળમાં અમુક ઉત્તમ વસ્તુ નહિ તેનું કારણ શું ?’ એનો ઉત્તર એ જ કે, હોય તો પણ પચે નહિ એવી યોગ્યતાવાળા જીવો છે. શ્રી સ્થૂલભદ્રજી જેવા મહાત્માને પણ પૂર્વનું જ્ઞાન પચ્યું ? ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીમાં ચૌદ પૂર્વનું જ્ઞાન પૂરું હતું છતાંય ઉત્કર્ષ ન આવ્યો અને ભગવાન શ્રી સ્થૂલભદ્રજીમાં દશ પૂર્વ આવ્યાં હતાં ત્યાં, તો અપચો થયો. એથી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે ખલાસ, હવે નહિ પચે. ભલે પછી સ્થૂલભદ્રજીને શ્રીસંઘના આગ્રહથી બાકીનાં ચાર માત્ર મૂળથી શીખવાડ્યાં, પણ તે પણ બીજાને નહિ આપવાની શરતે જ. જેમ જેમ યોગ્યતા ઘટી તેમ તેમ મહાપુરુષો શ્રુતને પણ સંકેલતા જ ગયા. આની સામે કોઈ પૂછે કે એમ કેમ ? તો કહેવું કે આપણા જ ભલા માટે. એટલે કે આપણી ખરાબ ગતિ ન થાય તે માટે. બાકી એ મહાપુરુષો કાંઈ કૃપણ Page #169 -------------------------------------------------------------------------- ________________ » –– ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 – – ૧૫૫ નહોતા. આપવા તો એવા તૈયાર હતા કે ન પૂછો વાત. એ સંબંધમાં એક વાત જણાવેલી છે, છતાં ફરી યાદ કરવા જેવી છે. મિથ્યાત્વનો જબરો પ્રભાવ ! ભગવાન શ્રી વજસ્વામીજી મહારાજા દશ પૂર્વધર હતા. એમની પાસે શ્રી આર્યરક્ષિતના ગુરુએ શ્રી આર્યરક્ષિતને ભણવા મોકલ્યા. પોતે જવા નીકળ્યા. રસ્તામાં ભગવાન શ્રી ભદ્રગુપ્ત કે જેઓ શ્રી વજસ્વામીના પણ ગુરુ હતા તેઓ એમને નિર્ધામણા માટે રોકાવાનું કહે છે. એના ઉત્તરમાં “મારે તો જવાની ઉતાવળ છે' - એમ એમને ન કહ્યું. ગુરુ બીમાર રહેતા હતા. ગુરુએ આશીર્વાદ સાથે એ પણ ભલામણ કરી છે કે શ્રી વજસ્વામી પાસે ભણવું ખરું પણ રહેવું. ૬. ગુરુના સ્વર્ગવાસ બાદ પોતે શ્રી વજસ્વામી છે ત્યાં ગયા છે. બીજે ઊતરીને શ્રી વજસ્વામી પાસે જાય છે. એ જ રાતે શ્રી વજસ્વામીને પણ સ્વપ્ન આવેલ છે કે “મારી પાસે પડેલા ખીરના પાત્રમાંથી થોડું રાખી બાકીનું કોઈ આવીને પી ગયો.' સ્વપ્નનો અર્થ વિચારી આનંદ પામે છે કે આજે જરૂર જ્ઞાનનો ગ્રાહક આવશે, ઘણું લઈ જશે, થોડું બાકી રહેશે. શિષ્યોને પણ સવારમાં કહે છે કે આજે જ્ઞાનનો ગ્રાહક આવશે. વિચારો કે જ્ઞાન આપવા તેઓ તૈયાર હતા કે કૃપણ ? શ્રી વજસ્વામી પૂછે છે – “ઉપાધિ ક્યાં ?” આરક્ષિત કહે છે – “બીજે.” ભણવું અહીં અને ઉપધિ બીજે કેમ ?” – એમ પૂછે છે. આર્યરક્ષિત કહે છે કે “શ્રી ભદ્રગુપ્ત ગુરુની આજ્ઞાથી એમ કર્યું છે.” તરત શ્રી વજસ્વામી કહે છે કે “વાજબી કર્યું, કેમ કે ગુરુ કહે તેમાં ફેરફાર ન હોય.' શ્રી ભદ્રગુપ્ત તે વજસ્વામીના પણ ગુરુ. પરસ્પરની બહુમાન દશા કેવી ? ગુરુએ વજસ્વામી સાથે ઊતરવાની કેમ ના પાડી હતી ? વાત એવી હતી કે જે સોપક્રમ આયુષ્યવાળો શ્રી વજસ્વામીજીની સાથે એક પણ રાત્રિ રહે, તેનું આયુષ્ય વજસ્વામીના આયુષ્ય સાથે જ ખલાસ થાય. કર્મના એવા પણ ઉદયો હોય છે કે એકનો અશુભોદય બધાને મારે અને એકનો શુભ ઉદય બધાને બચાવે. શ્રી તીર્થંકરદેવોનાં કલ્યાણકો વખતે ક્ષણ વાર નારકીને પણ શાંતિ થાય Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ છે, કારણ કે એમનું કર્મ એવું છે કે એના ભોગવટાની શરૂઆત થઈ કે બધાને શાંતિ આપે. એકનું નામ સાંભળતાં અશાંતિ થાય અને એકનું નામ સાંભળતાં શાંતિ થાય, કારણ કે નામ સાથે યોજાયેલા કર્મનો એ પ્રભાવ છે. શ્રી તીર્થંકરદેવો ચ્યવે, જન્મે, દીક્ષા લે, કેવળજ્ઞાની થાય અને નિર્વાણ પામે ત્યારે દેવલોકમાં સ્વયમેવ ઘંટા વાગે એનું કારણ ? વગાડ્યા વગર વાગે. ઇંદ્રોનાં સિંહાસન એની મેળે કંપે આનું કારણ ? આ બધું કોનું કામ ? શ્રી તીર્થંકર-નામકર્મનું જ આ બધું કામ છે. એનો જ એ સર્વ પ્રતાપ માત્ર છે ! એ તારકનાં રૂપ, રંગ, કાંતિ, ક્રિયા, બધું જ જુદું, છતાં ભારેકર્મી આત્માને એનાથી પણ લાભ ન થાય. જે તારકની પાસે ઇંદ્રો સેવામાં ઊભા રહે, જ્યાં બેસતાં અપૂર્વ શાંતિ મળે, વિષય-કષાય જ્યાં ઉપશમે, તે તા૨કની હયાતીમાં પણ અસર્વજ્ઞને સર્વજ્ઞ કહેવરાવવાનો લોભ થાય એ શું ? શું એ ઓછી કમનસીબી છે ? પણ જ્યાં ગાઢ મિથ્યાત્વ હોય ત્યાં શું થાય ? બાકી જ્યાં શંકા થતાં જ સ્વયમેવ સમાધાન થાય અને બધાની શંકાનું સમાધાન એકીસાથે થાય એવો તો એ તારકની વાણીનો અતિશય છે, શ્રી તીર્થંકર-નામકર્મની આ બધી સામગ્રી છે, તે છતાંય પણ હીનભાગી પર ઉપકાર ન થાય. મગમાં કોયડું જેવા આત્માઓ ઉપર ઉપકાર ન થાય એમાં આશ્ચર્ય પણ શું ? જે સ્થળે આત્માને અહંભાવ ન આવે તેવી સામગ્રી ન હોવા છતાંય પ્રભુના જ શિષ્ય અને પ્રારંભમાં પૂરેપૂરી શ્રદ્ધાવાળા જમાલીને મિથ્યાત્વના યોગે થયું કે ‘સર્વજ્ઞ હું.' આથી સ્પષ્ટ જ છે કે મિથ્યાત્વનો પ્રભાવ જ કોઈ જબરો છે. એનાથી બચવા માટે સઘળું જ કરી છૂટવા જેવું છે. અને એથી બચવા માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજવામાં જ સઘળી શક્તિ ખર્ચવા જેવી છે. શાસ્ત્રાર્થોની ચર્ચામાં ક્લ્યાણ જ હોય ! આથી જ વખતોવખત કહું છું કે શ્રી જિનેશ્વરદેવને તથા તે તારકના સર્વોત્તમ માર્ગને સારી રીતે સમજો : કારણ કે એને સમજો નહિ ત્યાં સુધી સીધી અને સારી રીતે શાસનસેવા નહિ થાય. શાસનસેવા કરનારે પોતાની બુદ્ધિ આઘી મૂકીને, આગમાનુસા૨ી બુદ્ધિને જ સ્વીકારવી પડશે : એટલે કે પોતાની બુદ્ધિને આગમને અનુકૂળ બનાવવી પડશે, અને સમજવું જ પડશે કે આમની સામે કુતર્કો કરવામાં બુદ્ધિનો ઉપયોગ ન જ થાય. શાસનસેવક બનવું હોય તો પોતાની બુદ્ધિનો જરા પણ ઉપયોગ, આ આગમની સામે કુતર્ક કરવામાં ન જ 890 Page #171 -------------------------------------------------------------------------- ________________ - - ૧૦ : તીર્થકર નામકર્મનું વદન : - 60 – ૧૫૭ થવો જોઈએ. આગમપ્રણીત બાબતોની વિરુદ્ધમાં “અમને આમ લાગે છે' - એમ બોલવાનું સર્વથા ભૂલી જાઓ. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ આગમને શ્રદ્ધાપૂર્વક માનશો તો જ સમકિત આવશે. શુદ્ધ દેવની આજ્ઞા મુજબ આગમમાં ગોઠવાયેલી નીતિ-રીતિ મુજબ ચાલે તે જ શુદ્ધ ગુરુ છે, કારણ કે શાસનમાં રહેવું અને મતિ મુજબ ચાલવું, એ કોઈ પણ રીતે ન ચાલે. આ વાત તમને કઈ રીતે સમજાવવામાં આવે તો તમે એ સમજો ? – એ વિમાસણનો પ્રશ્ન છે. ભલે તમને તેમ ન લાગે, પણ મને તો એમ જ લાગે છે કારણ કે અનેકાનેક આધિ, વ્યાધિ અને ઉપાધિથી લદાયેલા અને સંસારના ભયંકર સંતાપથી સંતપ્ત થઈ રહેલા તમે તમારી બુદ્ધિ મુજબ વર્તે તો થાય પણ શું ? કંઈક વિચારો તો ખરા, ખરેખર, મરજી મુજબ વર્તવું એ જ એક પાખંડ છે. પાખંડીની ધમાલ પણ એના જ યોગે છે. સભા: પાખંડીને દૂર કરવાનો ઉપાય ? અરે ભાઈ ! તમે તો પાખંડીથી દૂર થાઓ. એમની સામે જઈ એમને દૂર કરવાની વાતો તો પછીની છે. તેના પરિચયથી તો તમે બચો, તમે પોતે ક્યાં સુસ્થિત છો ? તમને પોતાને પણ હજી પોતાની જાતનો અને બુદ્ધિનો ઘમંડ છે, ત્યાં શું થાય ? પાખંડીઓને દૂર કરી પાખંડથી બચવું હોય તો તમારે હજુ પ્રભુશાસનના સાચા અનુયાયી બનવું પડશે. સૈનિક તો સેનાપતિના વાવટા મુજબ વર્તે : એ ભગાડે તો ભાગે, બેસાડે તો બેસે અને સુવાડે તો સૂઈ જાય. સામેથી છૂટેલો ગોળો બરાબર કપાળે આવીને વાગશે એ ગમ સૈનિકને નથી, પણ સેનાપતિ જાણે છે માટે સુવાડે. સૈનિક પૂછવા રહે કે “શું કામ સુવાડે છે ?” - ત્યાં તો ગોળો આવે ને એ સાફ થઈ જાય. તમે જુઓ, પંદર કે વીસ રૂપિયાની નોકરી કરતો પોલીસ હુકમ નીકળે ત્યારે કેવી રીતે ઊભો રહે ! બરાબર સૂર્યનો તાપ પડતો હોય તો પણ જરાય ખસે નહિ. ગવર્નમેન્ટનો સાત રૂપિયાનો માણસ જે કામ કરે છે, તે સાતસોવાળો નથી કરી શકતો, તો શું ત્યાં બુદ્ધિ કે સત્તા વધારે છે ? નહિ, બુદ્ધિ કે સત્તા તો સાતસોવાળામાં વધારે છે, પણ ત્યાં આજ્ઞાપાલકતા – આજ્ઞાપાલન છે, માટે એ વધારે કરી શકે છે. અહીં એ આજ્ઞાપાલનવૃત્તિ કેમ નથી ? સુયોગ્યની છાયા નીચેના આજ્ઞાપાલનથી કુદરતી રીતે સીધું જ થાય, ઊંધું થાય જ નહિ. જેનું Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ — Bes જીવન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી તન્મય બન્યું હોય એને અંતરાય નડે જ નહિ, પરંતુ હોય તેનો પણ નાશ થાય ! સભા: પોલીસને આજ્ઞાભંગની સજા ભયંકર છે. અહીં પણ ભવિષ્યમાં ભારે ભયંકર સજા છે. સભા: પણ તે પ્રત્યક્ષથી નથી ને! આ કથન જ શ્રદ્ધાની ખામી સૂચવે છે. અસ્તુ. આપણે પાખંડીઓની દશાનો વિચાર કરી રહ્યા છીએ. શ્રી તીર્થંકરદેવોની શ્રેષ્ઠતા, ત્યાંના દેખાવ, સામગ્રી, સંયોગને અને અતિશય આદિ વિચારીએ તો બુદ્ધિ કામ ન કરે એવું છે. તે તારક સંશય તો ટકવા જ ન દે : પાખંડીના પણ સંશયો છેદાય, તે છતાં પણ એ કહે અગર માને “કેવો યુક્તિબાજ ! ભલભલાને હા પડાવ્યા વિના કે મૌન કરાવ્યા વિના રહે જ નહિ !' કારણ કે એની મનોવૃત્તિ જ એવી હોય છે, એટલે તેઓ અવસરે બહાર જઈને કબૂલ રાખે કે “અજબ છે, ન માલૂમ શું છે, ઘણુંયે બોલીએ પણ બોલવા બારી રાખે તો ને !' કોઈ પૂછે છે “ત્યારે માનતા કેમ નથી ?' - આ પ્રશ્નોના ઉત્તરમાં પાખંડી ખાસો મજાનો જવાબ આપે કે “માને શેનું ! ત્યાં જ પ્રપંચજાળ છે ને !' સંશય છેદવાની શક્તિ પણ એવાઓને પ્રપંચજાળ લાગે. ખરેખર, સજનની સાચી શાંતિમાં પણ દુર્જનને હીનવીર્યતા જણાય, સજ્જનની ઉદારતામાં પણ દુર્જન “આગળ આવું છે માટે' - વગેરે કંઈક તુકકા ગોઠવે, કારણ કે તે બધાયમાં ઊંધું જ શોધે. એમાં ને એમાં બિચારો ધર્મીમાત્રની નિંદા કરી કરી, કર્મની જાળમાં આત્માને ફસાવી, દુર્ગતિમાં ઘસડાઈ જાય. પછી બૂમ મારે કે મરી ગયો !! - પણ પછી શો ઉપાય ? ગીતાર્થોએ જમાવીને કહ્યું છે કે “ભગવાનમાં શંકા ! જો શંકા હતી તો એ તારકના વચનથી રાજ્ય કેમ છોડ્યું ? જેનાથી તમે આ બધું પામ્યા અને હવે આ દશા !” છતાં પણ મિથ્યાત્વના યોગે જમાલીએ ન માન્યું. ગીતાર્થોએ એની બધી યુક્તિઓ તોડી, તોયે તેણે ન માન્યું તે ન જ માન્યું. સમવસરણમાં પણ ગયો, ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજાએ પ્રશ્નોથી એની અજ્ઞાનતા બતાવી : ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નનો ઉત્તર જમાલી ન આપી શક્યો. ભગવાને સમજાવ્યો કે “એ પ્રશ્નનો ઉત્તર આ.” તો પણ જમાલીને Page #173 -------------------------------------------------------------------------- ________________ to – – ૧૦ : તીર્થંકર નામકર્મનું વેચન : - 60 – ૧૫૯ અસર ન થઈ. મોઢું ચડાવી લાલ આંખ કરી બહાર નીકળ્યો અને હું સર્વજ્ઞ” - એમ કહેવરાવવા લાગ્યો. ઉત્તર તો અપાણો નહિ અને પોતાની જાતને સર્વજ્ઞ કઈ રીતે મનાવાય ? પણ તે શું કરે ? મિથ્યાત્વનો ગાઢ ઉદય છે. આથી સ્પષ્ટ જ છે કે જ્ઞાની પણ યોગ્ય આત્મા ઉપર જ ઉપકાર કરી શકે છે, માટે અયોગ્ય ઉપર ઉપકાર ન થાય તેનું કલંક જ્ઞાની ઉપર ન મૂકતા. ઉન્મત્તોની આગળ શાસ્ત્ર ધરવામાં આવે છે, ત્યારે તેઓ બોલી ઊઠે છે કે શાસ્ત્રની વાત આ જમાનામાં ન ચાલે, હવે તો નવાં શાસ્ત્રો રચવાં પડશે.” આવાઓનું કલ્યાણ શી રીતે થાય ? શાસ્ત્રાધારે સાબિત કરવાની ચેલેન્જ કરવામાં આવે છે, ત્યારે આજના ગપ્પીદાસો - જમાનાવાદીઓ કહે છે કે શાસ્ત્રને આઘાં મૂકો. શાસ્ત્રાર્થોની ચર્ચાએ કોઈનું કલ્યાણ કર્યું નથી.' આવાઓને પૂછો કે જ્યારે શાસ્ત્રાનુસારી ચર્ચાઓમાં કલ્યાણ નથી, ત્યારે શામાં છે ? શાસનસેવા ક્યારે થઈ શકે? જે રાજ્યની સામે આજે ધમાધમ ચાલે છે, તે રાજસત્તાની નીતિ, રીતિ અને પદ્ધતિ તો જરા જુઓ ! સેંકડો જણા એક ઑફિસમાં કે ખાતામાં કામ કરે, પણ એ બધાની માહિતી ઉપરીને હોય. કાયદો આવે ત્યાં બધા એક સરખી જ રીતે ઊભા રહે, માટે રાજતંત્ર ચાલે છે. જેને અમલદારી સોંપી એને અંગે પછી બીજું કાંઈ નહિ, અને એ પણ કાયદાને તો શિર તો ઝુકાવે જ; અને એથી જે કાંઈ કરે તે કાયદો સાચવીને જ અને તેમાંય અંકુશ બધાને માટે. વાઇસરોય એટલે શહેનશાહનો પ્રતિનિધિ, પરંતુ તે પણ અંકુશમાં ! યોજના કેવી મજેની ! નિર્ણય ત્યાંથી થાય. નિર્ણય થાય તે બધા જાણે અને સાવધાન જ હોય. સાત રૂપિયાના પોલીસને પણ અમુક વખતે સાવધાન રહેવાની સૂચના મળી જાય. એ પણ સમજે કે “કાંક છે. જ્યારે કંઈ બનાવ બને ત્યારે એ કહે કે “મને ખબર હતી,' આવી સુંદર યોજના છે, માટે તંત્ર ચાલે છે. અને એમાં પણ જ્યારે ગેરવ્યવસ્થા કિંવા બિનકાયદેસર પ્રવૃત્તિઓ થવા પામે છે, ત્યારે કેવી ભયંકરતા જન્મે છે એ વિચારી શકાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર વ્યવસ્થા જ નહિ, પરંતુ સર્વત્ર સુવ્યવસ્થા જોઈએ. અને સુવ્યવસ્થા તો જ થાય કે જો યોગ્ય કાયદા હોય અને એ કાયદાઓનું નાનાથી મોટા દરેક બરાબર પરિપાલન કરતા હોય ! એવી રીતે જૈનશાસનના તંત્રની પણ આ સ્થિતિ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 900 શાસનની પ્રણાલિકા એકેએક સાધુ, એકેએક સાધ્વી, એકેએક શ્રાવક તથા એકેએક શ્રાવિકા જાણે : જાણવી જ જોઈએ ! ન જાણે તે જાણકારને પૂછીને જ ચાલે. એમાં એક પણ ન મૂંઝાય અને તે જ શ્રીસંઘ. બાકી જે એમાં ડખો કરે તે શ્રીસંઘમાં નહિ જ. એ તો હાડચામનો માળો જ. ગમે કે ન ગમે પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આગમે સમજાવેલી વસ્તુ હૃદયપટ ઉપર લખવી જ પડશે. આજે નહિ માનો તો પાપનાં પરિણામ ભોગવીને પણ માનવી પડશે : કારણ કે એ માન્યા વિના મુક્તિ નથી મળવાની એ નિયત છે. મુક્તિ ન જોઈએ તે ન માને એ વાત જુદી, પણ જેને મુક્તિ ન જોઈએ તે શ્રી જિનેશ્વરદેવના શ્રીસંઘમાં પણ નથી જ. મુક્તિ ન ગમે અને વર્તમાન વાયુ ગમે તો, તમે કે હું ગમે તે હોઈએ, પણ પ્રભુના શ્રીસંઘમાં ન જ ગણાઈએ ! તમારી છાપથી મારાથી કે મારી છાપથી તમારાથી મોક્ષમાં જવાય, એ કાયદો અહીં નથી જ. મુક્તિ જોઈએ તો સાધુ અને શ્રાવક બેયનાં શિર ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની છાપ જોઈએ જ. એ છાપ તે આ ધર્મધ્વજ-રજોહરણ (ઓશો) અને ચાંલ્લો. ચાંલ્લો કચારે સચવાય ? ઓથાને માનો તો ! અને ઓઘો ક્યારે સચવાય? આગમને મનાય તો ! સભા : તિલક ન કરે તો ? કરાવવા આવ્યું કોણ ? સત્તર વખત ગરજ હોય તો આવે અને તિલક કરે. પ્રભુની સામે જોઈ અનુજ્ઞા લઈ તિલક કરે. કપાળે તિલક કર્યા પછી જ પ્રભુને તિલક કરવા જવાય : કપાળમાં તિલક ન કરો ત્યાં સુધી પ્રભુને તિલક કરવા જવાનો અધિકાર નથી, કારણ કે વિધિ ના પાડે છે. કપાળે તિલક કરી આજ્ઞા શિરે ચડાવ્યાની કબૂલાત કર્યા પછી પૂજનનો અધિકાર છે. એમ ન થાય તો અહીં કંઈ જ કામ નથી, શંભુમેળો કરવાની શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ના છે. માટે શંભુમેળો કરવાનો મોખ નથી. જે આજ્ઞા કબૂલ કરે તે જ પૂજનનો અધિકારી ! વિધિમાર્ગ એવો મજેનો છે કે જરા પણ પોલ ચાલે તેવી નથી. માટે અમારી ગરજે તિલક ન કરતા, કે ભગવાન શ્રી મહાવીરદેવને સારું મનાવવા તિલક ન કરતા, કારણ કે વીતરાગ હોવાથી તે તારક એમ માનતા જ નથી. વ્યવહારમાં પણ પગચંપી કરનાર કરતાં બજારમાં બાપનું માન રાખનાર Page #175 -------------------------------------------------------------------------- ________________ – – ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 – ૧૬૧ દીકરો સારો ગણાય છે, પણ જે ઘરે પગચંપી કરે અને બજારમાં બાપનું અપમાન કરે, એ તો કજાત જ ગણાય છે. બહાર અપમાન કરનાર અને ઘરમાં બાપાજી બાપાજી' કરનારને બાપાજી પણ કહે કે “ધૂળ પડી તારા બાપાજી કહેવામાં ! તારા જેવા પુત્ર કરતાં તો વગર પુત્રના હોત તો પણ સારું !” તો પછી આ શાસનમાં પણ ઉદ્ધત બનીને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવી નહિ અને તિલક કરવું, એ કેમ જ નભે ? ભગવાન તમારા તિલક ઉપર નથી જીવતા. ભગવાનનું જીવન તથા એમની ક્રિયા એવાં અજબ છે કે જે કોઈ સાંભળે તે શિર ઝુકાવે. દુનિયા પાસે બરાબર ધરવામાં આવે તો ઇતર પણ કહે, અરે સારી દુનિયા પણ કહે કે “દેવ તો આ.' તમારે મન ઘરના દેવ તે ગળેથી પણ પકડો અને પગથી પણ પકડો : ઇતર તો એમના ગુણ તથા કાર્યવાહી સાંભળે કે નમી પડે, પણ સાંભળે શી રીતે ? આપણામાંના જ પણ ઉન્મત્ત થઈ ગયેલાઓ ભગવાનના આગમને ઇતર પાસે ખોટાં કહી આવે ત્યાં શું થાય ? પેલા જાણે કે આવા ભણેલાગણેલા, ડાહ્યાડમરા અને ડિગ્રીવાળા ગણાતા પણ, આમ કહે છે, માટે ત્યાં પોલ હશે. પછી એને પણ સમજાવવું કઠિન. આથી જ કહું છું કે તમે પરિસ્થિતિ સમજો. શાસનના પ્રચારના દરવાજા બંધ કરવાની કાર્યવાહીઓ આજે ઠેર ઠેર થાય છે. પણ તમને તેની કિંમત નથી. ‘હશે-હશે” કરો છો, પણ તારક વસ્તુનું જ પ્રકાશન બંધ થાય છે કે અનેક ભવ્ય જીવોને આવવાનાં દ્વાર બંધ થાય છે. એનું શું ? કહેશો કે “શું કરીએ !' પણ હું તમને ધીરેથી એમ કહું છું કે લાખોની મિલકત સાચવનારા તમે : સ્થળે સ્થળે પેઢી સાચવનારા તમે : લાખોનો વહીવટ હાથે કરનારા તમારામાં બુદ્ધિ નથી એ કેમ મનાય ? બુદ્ધિ તો બહુ ભરી છે, પણ જેટલી દરકાર ત્યાં છે તેટલી અહીં દરકાર નથી. જેટલી બુદ્ધિ વ્યવહારમાં ખરચો છો, તેટલી બુદ્ધિ અહીં ખરચો તો જરૂર શાસનનો પરમપ્રભાવ ફેલાવી શકો. મરણ માથે છે તોય વિચાર નથી આવતો? ખોખાં - શરીર - ની સેવા ક્યાં સુધી કરશો ? આયુષ્ય બહુ તો સો વરસનું, તેય તમારાં સો, એ તો નક્કી નહિને! સંયમની વાત દૂર રહી, પણ ત્યાં રહીને બને તેટલી સેવા કરવાની તૈયારી છે ? તમને સંયમ અકારું થઈ પડ્યું હોય ને અશક્તિના યોગે સાધુતા ન જ સ્વીકારી શકતા હો, તો હું કહું છું કે શ્રાવક તો બનો. તમે શ્રાવક નથી જ એમ નથી કહેતો. શ્રાવક તો છો પણ સંપૂર્ણ બનો. બનવું બાકી છે, હજી Page #176 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ બહુ બાકી છે. શ્રાવકજીવન કેમ જિવાય, એ નિશ્ચય કર્યો છે ? શ્રાવકને ઊંઘ ન આવે, કોળિયો ગળે ન ઊતરે, એવો આક્રમણકાળ શાસન ઉપર છે. આવા સમયે ખાવું ભાવે કેમ ?, ઊંઘ આવે કેમ ? એ સમજાતું નથી. તમે ભૂખ્યા રહો એમ હું નથી કહેતો, પણ હૃદયમાં વસ્તુ વસે, તો સમય કહે છે કે આજે આનંદ ન હોય, ખાનપાનમાં એ રાચે જ નહિ. જે જે ધર્મપ્રવૃત્તિ ઢીલી પડી છે, અટકી છે તે શરૂ કરે, એને સહાય કરે. સાધનના અભાવે સહાયયોગ્ય ધર્મસંસ્થાઓ શિથિલતા ભોગવી રહી છે, એનો પાયો મજબૂત કરે. પાયો મજબૂત હોય તો પ્રહારની પંચાત ન હોય. પ્રહાર નડે જ નહિ. પ્રહાર કરનાર જ ભટકાઈને પાછા પડે. સામગ્રી તો એવી છે કે એક આદમીથી માત્ર એક આંગળીથી ભય નસાડાય. પણ ખામી જ જુદી જાતની છે. ૧૬૨ તનધારી તનસેવા, બુદ્ધિધારી બુદ્ધિની સેવા અને લક્ષ્મીવાનો લક્ષ્મીની સેવા આપે, તો શાસનસેવા સુંદરમાં સુંદર થાય. શરીરાદિકની સેવામાં કાપ ન પડે, તેની મમતા ન છૂટે, તો શાસનસેવા થવી એ કઠિન જ છે. 902 આજે જેઓને શાસનની લગની છે, તેઓ તો ઊંઘતા પણ નથી. હું તમને પૂછું છું કે તમારી પેઢી ડૂબવા માંડે ત્યારે તમને ઊંઘ આવે છે ? ખાવું ભાવે છે ? નહિ, તો શું આજે શાસન ઉપર આક્રમણ કેમ છે ? આક્રમણ સામે આક્રમણ નહિ, પણ બચાવની સેવા તો બરાબર કરવી જ પડે ને ! કર્મના અશુભ ઉદય વખતે કર્મની તાકાત નથી કે સમ્યગ્દષ્ટિને પરતંત્ર બનાવે, અને જો પરતંત્ર બનાવે તો એ સમ્યક્ત્વની મહત્તા પણ શી ? શાસન રોમરોમ વસે, તો પરતંત્રતા આવે જ શાની ? બાકી ઇચ્છાપૂર્વકનો સ્વચ્છંદી આત્મા એ સમ્યગ્દષ્ટિ શી રીતે મનાય ? એનાથી ચારિત્રમોહનીયના ઉદયે વિરતિ ન થાય તે કાંઈ નહિ : કાંઈ નહિ એમ કહેવાય હોં ! પણ માનો કે કાંઈ નહિ, પણ જે કાંઈ અવિરતિ આદિનું સેવન કરો છો તેને અયોગ્ય માનતાં અને ધર્મને, ધર્માનુષ્ઠાનને યોગ્ય અને આરાધ્ય માનતાં શીખો તો પણ કંઈક પામ્યા એમ ગણાય. જો આ સ્થિતિ આવે તો સાચાના પક્ષ માટે ઘરબાર છોડતાં ગભરામણ પણ કેમ થાય ? શું ઘરબારને તજવાની વાત થાય ? હા, શાસનસેવા માટે ઘરબાર છોડવામાં પણ હરકત પણ શી છે ? જૈનશાસનના સેવકે તો નિરંતર શાસનની સેવા કરતી સંસ્થાઓની તપાસ કરવી જોઈએ અને સંસ્થાઓ ના પાડે Page #177 -------------------------------------------------------------------------- ________________ | 008 – ૧૦ તીર્થંકર નામકર્મનું વેદન - 60 – ૧૬૩ તોય, તેને ભંડારો ભરી આવવા જોઈએ. વગર નામે ચેકો આપી આવવા જોઈએ. આ સિવાય કેવળ તાળી પાડ્યું કે જય બોલ્યુ કાંઈ રક્ષા થાય? નમસ્કાર પાછળ શું જોઈએ તે તો કહો. ચૈત્યવંદનના ખમાસમણ પહેલાં અગ્રપૂજાની વિધિ છે. તેમાં આવતી અક્ષત પૂજામાં સાથિયો કરોને ? અક્ષત અને સાથિયો એ તો નિમિત્ત છે, વિચારનું આલંબન છે, પણ એની પાછળ શું? સભા : ચાર ગતિને ચૂરવાનું વિચારવાનું. એક ગતિમાં મળેલા કૂકા તો ચૂરાતા નથી, તો અક્ષતના સાથિયાથી ચાર ગતિ ચૂરાવાનું વિચારવા માત્રથી કાંઈ ચારે ગતિ ચૂરાઈ જાય ? સાથિયો તે તો કબૂલાત છે, એ યાદ રાખવાનું ને ! પણ રોજ જૂઠી સહી અને બનાવટી દસ્તાવેજ કરવાનું ઇરાદાપૂર્વક જ ચાલુ રહે ત્યાં શું થાય ? નમસ્કારની પાછળ શું જોઈએ એ જાણો છો ? જોવું, પૂજવું, પ્રમાર્જવું અને તે પછી ખમાસમણ. એની પાછળ જે જોઈએ તે જોઈશે કે નહિ ? “ભગવાન શ્રી મહાવીરદેવની જય.” તે “જય' તો છે જ. એમની તો રોજ જય જ છે, કારણ કે દેવગુરુનો કદી જ “ક્ષય' નથી, પણ સદાય જય જ છે : પણ જય બોલનારા પાસે જય કરવાની તૈયારી છે કે નહિ ? કે જય બોલનારા જ ક્ષય કરનારા છે ? સલ્તનત શબ્દ બોલે એની પાછળ બળ છે. વાઇસરૉય કહે કે “ભારે પડશે' કારણ કે તેની પાછળ બળ છે. સામગ્રીની ચોમેર તૈયારી હોય જ. આથી સ્પષ્ટ જ છે કે “મારું ઘર ને મારી પેઢી, મારું ઘર ને મારી પેઢી' -કર્થે ચાર ગતિ ન જ ચૂરાય. સભા : પૂરી વિધિ પણ જાણતા નથી. ભાઈ ! રહેવા દો ને ! કેટલાક જાણે છે પણ તાણે એવા છે. હવે વિચારો કે આવાઓ પાસે સ્વજનધૂનન કરાવવું છે, તે થાય શી રીતે ? સ્વજન તો ઘેર રહ્યાં, પણ થોડા ફૂકાનું પણ ધૂનન ક્યાં થાય છે? છેવટે સ્વજનની સાથે રહીને થાય તેટલું તો કરવું જોઈએ કે નહિ ? સ્વજનધૂનન અમથું નહિ થાય. કાચા સૂતરના તંતુનો અવાજ સહેજ, દોરીનો વધારે, જાડી દોરી તોડવી હોય તો તેથીય વધારે અને લોઢાની સાંકળનો અને તેમાં પણ જાડી સાંકળનો અવાજ કેવો ? ભયંકર અને તેમાંથી તણખાય ખરે. પડવાના ભયે માર્ગ બંધ ન કરાય ? સ્વજનધૂનનમાં સ્વજનને આઘાં બેસાડવાં જ પડશે. સ્વજનોને તજીને દીક્ષા કેમ લેવાય છે અને દેનારાઓ તરફથી કેમ દેવાય છે એ જાણતા હોત, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – મ. જાણીને વાત કરતા હોત, તો લહેજત આવત : એ વાતમાંયે કેટલાયની નિર્જરા થાત. સભ્યતાથી, માણસાઈથી સામે આવી બોલતો હોત, તો એ વાતોમાંથી હજારો સત્ય વસ્તુને પામત : એ વાતો પણ એવી છે કે ઇતરનું પણ શિર નમી જાય. નવાને પણ નવું જાણવાનું મળે ! “દીક્ષા આવી ને તેવી, ગાંડી ને ઘેલી' - એ પણ જાણ્યું ક્યાંથી ? સમજ્યા ક્યાંથી ? એક એક દીક્ષિતના ઇતિહાસ વાંચો અને વિચારો. દીક્ષા શું, કેમ થાય, કેમ અપાય, એ તો જાણે પણ નહિ, અને આજનાઓ તો શાહી લઈને કાગળ કાળા કરતાં જ શીખ્યા છે ! ચેલેંજ આપી તો કહે કે એ તો જન્મથી વળગેલી છે. પણ તેમાંની ચોખ્ખી, સીધી અને સાદી વાતને પણ સમજી શકતા નથી. તેમાં મજેની, ચોખ્ખી અને ચટ્ટ વાત છે કે સામે આવો એટલે નિર્ણય કરીએ. આગમ મોજદ છે. આની સામે મશ્કરી તથા ઠેકડી અને હો-હો આનું કારણ ? શાંતિ-અશાંતિની વાતો કરનારા આવોને ! ઇતરને પણ કહ્યું હતું કે “આવો અને સમજો - લેભાગુના લેખોથી મુંઝાઓ નહિ. જૈન દીક્ષા શું છે, કેમ લેવાય છે અને કેમ અપાય છે તે જુઓ, પૂછો, અને વિચારો - બાકી પુણ્યવાન ચડે અને પાપી ગબડે, પણ તેથી કાંઈ વસ્તુ ખોટી ઠરતી નથી. જે વેપારી હજારોનાં પેટ ભરે છે, તે જ વેપારથી સેંકડો ભીખ માગતા થયા, એ કાંઈ વેપારની ખામી છે ? શું એથી વેપારી વેપાર નહિ કરે ? આ પ્રશ્નના ઉત્તરમાં નહિ જ બોલો ? વારુ, જે વાહન તારે તે જ આવર્તમાં ભરાય તો ડુબાડે, પણ એથી વાહન તજાય કે વાહન આવર્તમાં ન ભરાય એવી કાળજી રખાય ? સ્ટીમરો કેટલી ડૂબે ? ઘણીયે, છતાં બંધ કેમ ન થઈ ? બંધ તો ન જ થઈ પણ તેમાં જેને જેને જરૂર છે તે બધાયે બેસવા જાય છે અને સગાં-વહાલાં મૂકવા પણ જાય છે, કારણ કે જરૂર છે. તેમ અહીં પણ સમજો. અસ્તુ. પ્રતાપ રાણા ને ધર્મટેક! શ્રી તીર્થંકરદેવો પરતંત્રતાથી દેશના નથી દેતા. સામાન્યત: યા કર્મજન્ય પરતંત્રતા માનવામાં વાંધો નથી, કેમ કે સંપૂર્ણ સ્વતંત્રતા તો મુક્તિમાં જ છે. એ તારકોની દેશનાથી અનેકાનેક આત્માઓ તરી ગયા, તરે છે અને તરશે, પણ અયોગ્ય આત્માઓ ડૂળ્યા, ડૂબે છે અને ડૂબશે. આથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “એ રાંકડો શું ધર્મ કરી શકશે, કે જે પૈસા પણ ન છોડી શકે ?” આ તો સૌને પગ તળે રેલો ન આવે એ જ સાચવવું છે એ દશામાં શાસનની સેવા થાય શી રીતે ? એ ભાવના આવે કે “મરીએ તો Page #179 -------------------------------------------------------------------------- ________________ ----૧૦ : તીર્થંકર નામકર્મનું વદન : - 60 – ૧૬૫ હા, પણ જીવીએ તો જય પામીને, જીતીને જ.” તો જય થાય. હારીને ઘેર જવા કરતાં રણભૂમિમાં જ માથું મૂકવું, એ ઉચ્ચકોટિના ક્ષત્રિયોની માન્યતા હતી. બહાદુર રાજાઓને અણીને વખતે બચાવવા માટે પાછા વાળતાં મંત્રીઓને નવ નેજે પાણી ઊતરતું. રાજાઓ કહેતા કે “મંત્રી ! આવી સલાહ આપી અમારા કુળને કલંકિત ન કર !” રાણા પ્રતાપ, મેવાડના મહારાણા પ્રતાપ, ધર્મટેકની ખાતર જંગલમાં રખડે છે. એનો દીકરો ભૂખ્યો થયો છે, રુએ છે. એની ભૂખનું દુઃખ ન જોઈ શકાવાથી રાણા પ્રતાપ આઘે જઈને રુએ છે. ત્યાંથી એક બાઈ વટેમાર્ગુ જાય છે, તે છોકરાને રોતો જોઈ રોટલો આપવા માંડે છે. રાણાનો દીકરો નથી લેતો. એ કહે છે કે “હું પ્રતાપનો દીકરો, હાથ ન ધરું, ભીખ માંગીને હું ન ખાઉં.” બાઈ પણ કહે છે કે “જાતવાનના દીકરા આવા જ હોય - ટેકીલાના દીકરા ટેકીલા જ હોય !” આ સંસ્કાર હતા. પ્રતાપે રાજપાટ કેમ કર્યું ? વનમાં કેમ રહેતો ? ત્યાં પણ કઈ દશા ? જમતા હોય અને ખબર મળે કે મુગલો આવે છે કે ભાગે. એક જ હેતુ કે ધર્મટેક સચવાય. આ ટેક સમ્યગ્દષ્ટિમાં આવી જાય, તો ધાર્યું થાય. પણ વચ્ચે તોંતેર મણનો “તો' છે. જાતે એ “તો' ઉપાડવા મથો તો તલ જેવો અને ઓકી બીજા ઉપર ફરજ મૂકો તો તોંતેર મણનો છે. જો એ “તો' નીકળી જાય, તો કાલે સવારે પ્રભાત, અને થોડા જ સમયમાં મધ્યાહ્નકાળ. મધ્યાહ્ન પણ એવો તપે કે ન પૂછો વાત : પણ એ “તો' ન જાય ત્યાં સુધી શાસનની પ્રભાવના ન થાય. શાસન તો પ્રભાવવંતુ છે માટે આટલું દીપ્તિમાન છે, પણ આપણે કાંઈ ન કરીએ તો નિર્જરા વગેરે કંઈ જ લાભ ન મળે. એ બધું જોઈએ તો શાસનને સેવો. સાચો સુરતરુ એ જ છે. થોડી જિંદગી ચાલી જશે અને જેમ ઘણા ગયા તેમ કાળના ગર્ભમાં ગબડાઈ જવાનું છે, માટે થાય તે કરી લેવું એ જ યોગ્ય છે. અસ્તુ. હવે આપણે એ જોવાનું છે કે શ્રી તીર્થંકરદેવો સિવાય અન્ય કોઈ ધર્મનું કથન સ્વતંત્રપણે કરે યા નહિ ? Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વઃ 61 • પ્રશ્નો અને ઉત્તરો : • આરાધનામાં વિધિનું મહત્ત્વ શા માટે ? એ સાધનો સંસારનાં અને મોક્ષનાં સમજો ! • જ્ઞાનીની ધર્મદેશનામાં સંસારપુષ્ટિની વાત ન • પાંચ અનુષ્ઠાનોમાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક: હોય. • પ્રભુઆજ્ઞા માટે એકલા પડીએ તો પણ શું? • જિનપૂજા શા માટે ? • એવાથી આઘા રહેજો ! વિષયઃ દેશના કોણ દઈ શર્ટ ? જિનપૂજાદિમાં વિધિ-અવિધિ કોની કેટલી ચલાવાય? પાંચ અનુષ્ઠાન. આજ્ઞા માટે સર્વસ્વત્યાગ એ જ કર્તવ્ય. પ્રસ્તુત પ્રવચનમાં પૂર્વના કેટલાક પ્રવચનમાં કહેવાયેલી વાતોનો ઉપસંહાર કર્યા બાદ વિધિઅવિધિ અંગે અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. વિધિ સ્થાપવાની તાકાત ન હોય તેણે અવિધિ-દોષથી ક્રિયાનો ઉચ્છેદ ન કરવો' કારણ કે નવા નિશાળિયા જેવા આરાધકોમાં અવિધિ છતાં હૃદયમાં ભક્તિ હોય તો એ ભક્તિ મુક્તિની દૂતી છે. ત્યાર બાદ વિષાદિ પાંચ અનુષ્ઠાન અંગે પણ સુંદર વિવેચન કર્યું છે. પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ સમજાવી પ્રભુઆજ્ઞા માટે એકલા પડીએ તો પણ શું ? એ વાત જણાવતાં ખૂબ જ ખુમારીભર્યા શબ્દોની શ્રેણી પૂજ્યશ્રીએ પીરસી કમાલ કરી છે. શાસનની આગળ બધું જ ગૌણ. એક આજ્ઞા જ પ્રધાન એ જ આ પ્રવચનનો પ્રમુખ સૂર છે. | ଏsଯାଏ । • જેને પોતાની કદર્થના ન જોઈતી હોય, તેણે સામાની કદર્થના કરવી જોઈએ નહિ. • આજ્ઞા ન હોય ત્યાં દેખાતી અહિંસા પણ હિંસા છે. • કેવળજ્ઞાની કેવળજ્ઞાનના બળે, શ્રુતકેવળી શ્રુતજ્ઞાનના બળે અને અન્ય જ્ઞાનીઓ આગમને અનુસરીને જ ધર્મનું કથન કરે. • ધર્મના પ્રતાપે લાખો મળે તેનો વાંધો નથી, કારણ કે ધર્મનો પ્રભાવ છે કે મળે, પણ “એ મળે' એવી બુદ્ધિ ન હોવી જોઈએ. • જે આત્માને દેવ, ગુરુ અને ધર્મ કરતાં અર્થકામની કિંમત વધારે લાગે છે, તે આત્મા પૂજા દેવ, ગુરુ કે ધર્મની નહિ પણ અર્થકામની જ કરે છે. • બહારનો કચરો લઈને મંદિરની અંદર આવે એ અંદર આવીને કરે પણ શું ? મોક્ષનાં સાધનો તે પોતાનાં અને સંસારનાં સાધનો તે પારકાં લાગે : આનું નામ આજ્ઞા પ્રેમ, શાસનરક્ષા માટે અશાંતિની સગડીમાં સળગવામાં જ આત્મશ્રેય છે અને પ્રપંચીઓએ ઊભા કરેલા શાંતિના ડરથી બચવા માટે મુડદાલ શાંતિનું શરણ લઈ શાસનના શ્રેયનો નાશ થવા દેવો, તેના જેવું એક પણ ભયંકર પાપ નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વઃ પ્રશ્નો અને ઉત્તરો : સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજીએ તથા ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકસૂરિજીએ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં “સ્વજનધૂનન'ની પીઠિકા કરતાં ફરમાવ્યું કે અનાવરક જ્ઞાનના યોગે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તેમ જ સંસાર અને તેનાં કારણોને સમ્ય પ્રકારે જાણતા એવા શ્રી તીર્થંકરદેવ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે. અર્થાતુ-ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ નિરાવરણ જ્ઞાન (કેવળજ્ઞાન)ના સ્વામી શ્રી તીર્થંકરદેવ, મનુષ્યભાવમાં રહ્યા છતાં જ, પોતે કૃતાર્થ થયા છતાં પણ પ્રાણીગણના હિત માટે, દેવ અને મનુષ્યોની સભામાં ધર્મની દેશના આપે છે. “કૃતાર્થ થયા છતાં ધર્મદેશનાની આવશ્યકતા શી ?' - આ પ્રશ્નના સમાધાનમાં પણ આપણે જોઈ ગયા કે “શ્રી તીર્થકર નામકર્મને વેચવા માટે શ્રી તીર્થંકરદેવો પણ દેશના આપે છે. જગતના શ્રેય માટે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું છે, તે કારણથી એ નામકર્મના યોગે જગતના શ્રેય માટે શ્રી તીર્થકર ભગવાનો પણ ધર્મદેશના આપે છે. હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ બન્નેય મળીને આપણને “જેમ સ્વતંત્રપણે શ્રી તીર્થંકરદેવ દેશના આપે છે; તેમ બીજા પણ કોઈ આપે છે યા નહિ ? - આ વાત સમજાવતાં ફરમાવે છે કે "किं तीर्थंकर एव धर्ममाचष्टे उतान्योऽपि ?, अन्योऽपि यो विशिष्टज्ञान: सम्यक्पदार्थपरिच्छेदी सधर्माविर्भावनं करोतीति दर्शयितुमाह "जस्स इमाओ जाइओ सव्वओ सुपडिलेहियाओ भवंति ।" यस्यातीन्द्रियज्ञानिनः श्रुतकेवलिनो वा 'इमाः' शस्त्रपरिज्ञायां साधितत्वात् प्रत्यक्षवाचिनेदमऽभिहिताः 'जातयः' एकेन्द्रियादयः 'सर्वतः' 'सर्वेः प्रकारैः सूक्ष्मबादरपर्याप्तकापर्याप्तकरूपैः सुष्ठु-शङ्कादिव्युदासेन 'प्रत्युपेक्षिताः' प्रति उप-सामीप्येन ईक्षिताः ज्ञाता भवन्ति स धर्ममाचष्टे नापर इति ।" “શું શ્રી તીર્થંકરદેવ જ ધર્મનું કથન કરે છે કે કોઈ બીજા પણ ધર્મનું કથન કરે છે?' - આ પ્રકારનો પ્રશ્ન કરી આગળના સ્ત્રાવયવની અવતરણિકા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 90€ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “જે સમ્યક પ્રકારે પદાર્થોને જાણનાર વિશિષ્ટ જ્ઞાની હોય તે તેમનું પ્રકટીકરણ કરે છે.' - એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – “જેમણે આ બધી જાતિઓ દરેક પ્રકારે સારી રીતે જાણેલી હોય છે.” જે અતીદ્રિયજ્ઞાનીને અથવા ગ્રુતકેવલીને “શસ્ત્રપરિણા' નામના પહેલા અધ્યયનમાં સિદ્ધ કરેલી હોવાથી પ્રત્યક્ષવાચિ પર' શબ્દ દ્વારા કહેલી એકેન્દ્રિયજાતિઓ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્ત રૂપ સર્વ પ્રકારોએ કરીને શંકાદિરહિતપણે સારી રીતે જ્ઞાન થયેલી છે, તે અતિક્રિયાની અથવા શ્રુતકેવલી ધર્મનું કથન કરે છે પણ અન્ય નહિ.” આ જ વસ્તુને સ્પષ્ટ કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – “ગાથા સે” ‘માધ્યત્તિ' તથતિ “સ' તીર્થદાનાकेवली इयरो वाऽतिशयज्ञानी श्रुतकेवली वा ।' “તે કહે છે? “તે શ્રી તીર્થંકરદેવ, સામાન્યકેવલી અથવા અતિશયશાની કે શ્રુતકેવલી કથન કરે છે.” “શું કથન કરે છે?' - આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે - નામનિસં” "ज्ञानं' ज्ञायन्ते परिच्छिद्यन्ते जीवादयः पदार्थाः येन तदज्ञानं - मत्यादि पञ्चधा, किम्भूतं ज्ञानमाख्याति ?- 'अनीदृशं' नान्यत्रेदशमस्तीत्यनीदृशं, यदि वा सकलसंशयापनयनेन धर्ममाचक्षाण एव स आत्मनो ज्ञानमनन्यसदृशमाख्याति ।" “બીજે નથી તેવું જ્ઞાન' “બીજા કોઈપણ દર્શનમાં જેવું નથી તેવું, એટલે કે જેનાથી “જીવ' આદિ સઘળા પદાર્થો જાણી શકાય છે, તે “મતિજ્ઞાન' આદિ પાંચે પ્રકારના જ્ઞાનને કથન કરે છે! અથવા સઘળા સંશયોને દૂર કરવાપૂર્વક ધર્મનું કથન કરતાં કરતાં જ પોતાના જ્ઞાનને અસાધારણ તરીકે ખ્યાપિત કરે છે.” આ ઉપરથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે ધર્મદેશનાના દાતા, જીવોની એક એક જાતિના અને તેના પૂરેપૂરા સ્વરૂપથી સુજ્ઞાત હોવા જોઈએ, કારણ કે તે વિના ધર્મનું નિરૂપણ કરવું એ શક્ય નથી. એનો હેતુ એ છે કે ધર્મ એ, અહિંસાની સિદ્ધિ માટે છે. ધર્મનિરૂપણ દ્વારા એ સ્થિતિ ઉત્પન્ન કરવી છે કે આપણો આત્મા જે અનેક રીતે હણાઈ રહ્યો છે, તે રીત નાબૂદ થઈ જાય. જે આત્માને પોતાને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 કદર્શના ન જોઈતી હોય, તેણે સામાની કદર્શના કરવી જોઈએ નહિ. આથી એ સ્પષ્ટ છે કે જીવોના સ્વરૂપને જે બરાબર જાણે તે જ અહિંસાની સિદ્ધિ કરી શકે અને તે જ સ્વતંત્રપણે સામાને ધર્મ કહી શકે. શ્રી તીર્થંકરદેવો તથા અતીન્દ્રિય જ્ઞાનીઓ તો જીવોના સ્વરૂપને પ્રત્યક્ષપણે જાણે અને શ્રુતજ્ઞાનીઓ શ્રુત દ્વારા જાણે. આના વિના બીજાઓ તે જાણે કે જેઓને શ્રુત ઉપર શ્રદ્ધા હોય. જીવોના સ્વરૂપને જાણવા માટે આસ્તિક્ચ ખાસ જોઈએ. જ્યાં સુધી આસ્તિક્ય ન આવે ત્યાં સુધી તેનાથી ધર્મ ન જ પમાય તો ધર્મદેશના તો કેમ જ દેવાય ? શંકારહિતપણે જીવાદિકના સ્વરૂપને જાણે તે જ ધર્મ કહેવાને સમર્થ: બીજો નહિ : કારણ કે બીજો કહે તો કાંઈનું કાંઈ કહે. સાધનો સંસારનાં અને મોક્ષનાં : હિંસા અને અહિંસામાં પણ સંસારનું સાધન કયું અને મોક્ષનું સાધન કર્યું, તે નક્કી કરવું પડશે, નહિ તો ત્યાં પણ ગોટો વળે : માટે અહિંસા પણ અનંતજ્ઞાનીની આજ્ઞામાં જ ! આજ્ઞા ન હોય ત્યાં દેખાતી અહિંસા પણ હિંસા છે. આપણી દૃષ્ટિએ અહિંસા પણ જ્ઞાનીની દૃષ્ટિએ હિંસા હોય તો તે હિંસા છે. જીવાદિકનું સ્વરૂપ અને તેના પરિણામ વગેરે સમ્યક્ પ્રકારે જ્ઞાની જાણે, માટે જ્ઞાનીની આજ્ઞાને આધારે જ બધું સમજવું જોઈએ, નહિ તો હિંસા-અહિંસાની ખબર પડે જ શી રીતે ? અનુપમ જ્ઞાનીઓએ ફરમાવેલા શાસ્ત્રનો આધાર ન હોત, તો હિંસા અહિંસાના ભેદ જાણવા જ કઠણ હતા. સામાન્ય રીતે સૌ કોઈ ધર્મ તો કરે છે : સૌ પોતપોતાની ક્રિયાને ધર્મ તો કહે છે : કુળની ક્રિયાને પણ દુનિયા ધર્મ કહે છે : મનુષ્ય તરીકે આમ કરવું ને તેમ કરવું તે પણ આજકાલ, ઇતરમાં પણ ધર્મ કહેવાય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનને સમજ્યા પછી તમે જો એમ કહો તો ઘણા જ ગુનેગાર છો. જે ધર્મ હોય એ સંસારનું કારણ ન હોય ઃ મુક્તિનું કારણ હોય તો જ ધર્મરૂપ બને. ધર્મ શા માટે કરવો એનો હજી પત્તો નથી. એની જ બધી ઉપાધિ છે. અન્યથા જો એ નક્કી થાય તો વાતચીતમાં દરેક ક્રિયાને ‘ધર્મ’ એ ઉપનામ અપાય છે તે ન અપાય. 909 સંસારનાં બંધનોથી બંધાયેલા હોઈ, એનાથી મુક્તિ પામવા માટે ધર્મ, એ નક્કી થાય તો જ્યાં-ત્યાં ‘ધર્મ' બોલતાં અટકી જવાય. આજે અજ્ઞાનીઓ તરફથી ઘણી ક્રિયાને ‘ધર્મ’ નામથી સંબોધાય છે. ‘ધર્મ’ એ શબ્દ કઈ ક્રિયાને લાગુ થઈ શકે એ અને તેના હેતુ તથા તેનું ધ્યેય સમજાય ત્યારે જ બરાબર ૧૩૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ સમજાય. આથી એ જ નિશ્ચિત થાય છે કે સંસાર અને મોક્ષના સ્વરૂપની તથા તેનાં કારણોની ભિન્નતા જે જાણે તે જ ધર્મ બતાવી શકે, પણ જેને એમાં જ શંકા હોય તે ન બતાવી શકે. જ્ઞાનીએ સંસાર તથા મોક્ષનાં કારણોને અલગ વહેંચ્યાં છે. સંસારી ચીજો મોક્ષગામી આત્માને કદાચ સહાયક થઈ જાય, ઉપયોગી બની જાય, પણ તેથી તે ચીજો મોક્ષમાર્ગમાં સહાયક મનાતી નથી અને જો એમ મનાય તો ધર્મને ન જ આરાધાય. સંસારનાં કારણોને ધર્મના હેત તરીકે મનાય તો વિપર્યાસ જ થાય : વિપર્યાસ થયો ત્યાં મિથ્યાત્વ આવ્યું અને મિથ્યાત્વ હોય ત્યાં બધી જ કરણી નિષ્ફળ થાય : એ જ કારણે જ્ઞાનીએ એ કહ્યું કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાન, તપ અને ચારિત્ર પણ સફળ ન થાય. જે જ્ઞાન, જે ચારિત્ર અને જે તપ મુક્તિનું સાધન છે, તે જ મિથ્યાત્વના યોગે સંસારનું સાધન બને છે. આથી અમુક ચીજ ઉપયોગમાં આવી જાય માટે તે મોક્ષમાર્ગમાં જરૂરી જ છે, એમ ન જ મનાય. માટે સૌથી પ્રથમ જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું કે ધર્મના ઉપદેશ માટે સ્વતંત્રપણે શ્રી તીર્થંકરદેવ, સામાન્ય કેવલી અને શ્રુતકેવલી જ અધિકારી છે, પણ બીજા નહિ. આથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે એકલા તીર્થંકરદેવ જ દેશના નથી દેતા, પણ તે તારક, સામાન્ય કેવલી અને શ્રુતકેવલી ભગવાનો પણ, સ્વતંત્રપણે ધર્મનું કથન કરે છે : કારણ કે શ્રુતકેવલી ભગવાનો પણ શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં કેવલજ્ઞાની જેવા કહેવાયા છે. તે સિવાયના બીજા શ્રુતજ્ઞાનીઓ, કે જેઓ પોતાની યોગ્યતાના યોગ ગુર્નાદિથી દેશનાનો અધિકાર મેળવી ચૂક્યા છે, તેઓ તો પ્રભુઆગમને અનુસરીને જ ધર્મનું કથન કરે. આ રીતે કેવલજ્ઞાની મહર્ષિઓ કેવલજ્ઞાનના બળે અને શ્રુતકેવલી ભગવાન શ્રુતજ્ઞાનના બળે જાણીને ધર્મનું કથન કરે અને અન્ય વાતો અન્ય જ્ઞાની મહર્ષિઓ આગમને અનુસરીને જ ધર્મનું કથન કરે. જ્ઞાનીની ધમંદશનામાં સંસારપુષ્ટિની વાત ન હોય ? જે સમ્યપ્રકારે જીવાદિક પદાર્થોને જાણી શકે, તે દેશના દે ત્યારે લોકોને થાય કે આવું જ્ઞાન બીજે કોઈ જ સ્થળે નથી. તે તારકોની વાતવાતમાં લોકોત્તરતા જ જણાય. આવા લોકોત્તર શાસનના ધર્મોપદેશકો જો લોકોની ભેગા ભળી જાય, તો શ્રોતાઓને તેમાં લોકોત્તરતા ન જણાય. “ઇતરમાં નથી તે અહીં છે'-એમ ત્યારે જ જણાય કે જ્યારે વસ્તુને વસ્તુ તરીકે પ્રકાશિત Page #185 -------------------------------------------------------------------------- ________________ $11 ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ ઃ - 61 કરવામાં આવે : જેમ લોક જેમાં આરંભ-સમારંભ વગેરેની પુષ્ટિ કે વૃદ્ધિ થતી હોય, તેને પણ ‘ધર્મ’ તરીકે માનવા તૈયાર હોય છે, તેમ અહીં ચાલે તેમ નથી : અહીં તો ‘ધર્મ' તે છે કે જેની આગળપાછળ હિંસા, આરંભસમારંભ અને વિષયકષાયની પરંપરાની પુષ્ટિ કે વૃદ્ધિ ન હોય. ધર્મકરણીનાં સાધન તે નથી કે જે પામીને આત્મા પાપની ક્રિયામાં વધુ રત થાય. છતી વસ્તુનો સદુપયોગ તે ધર્મ, પણ ધર્મ માટે વસ્તુ પેદા કરવી તે અધર્મ, એ આપણે કહી ગયા છીએ તે અહીં બરાબર ઘટે છે. ધર્મના હેતુથી જો વસ્તુ પેદા કરવાની હોય, તો ધર્મ તો આવશે ત્યારે આવશે, પણ તે માટે વસ્તુ પેદા કરતાં આરંભ-સમારંભમાં અને એ જ વિચારોમાં આત્મા ચાલ્યો જાય તો એટલે કે ખતમ થઈ જાય તો શું થાય ? ૧૭૧ નાશવંત પદાર્થો મેળવવાની ભાવના એ કયું ધ્યાન ? કહેવું જ પડશે – આર્તધ્યાન. એના એ જ ધ્યાનમાં આત્મા મૃત્યુ પામી જાય તો દુર્ગતિ જ થાય ને ? આથી જ હોય તેનો સદુપયોગ કરવો એ ધર્મ. પુણ્યયોગે, સહેજે વ્યવહારક્રિયામાં બેઠા છો અને મળ્યું હોય અગર મળી જાય તો સદુ૫યોગ કરો તો અહોભાગ્ય, પણ દુનિયાની ક્રિયા અમે ધર્મને માટે કરીએ છીએ, એમ ન જ કહેવાય. ધર્મને માટેની ચીજ તે કહેવાય કે જે અધર્મને માટે વપરાતી જ ન હોય. દુનિયા પાસે એવી કઈ ચીજ છે કે જે કાયમ માટે ધર્મમાં જ વાપરે ? જેની જેટલી ઉદારતા તેટલા પૂરતી તે ચીજને ધર્મ માટે વાપરે, બાકી તો સંસાર માટે છે જ. એને ધર્મ માટેની ચીજ કહેવી તે કૃષાભાષણ છે અને તે પણ માયાતૃષા છે. દશ હજાર મળે એમાંથી બે હજાર ધર્મમાં વાપરી આઠ હજાર તિજોરીમાં મૂકે, અને પછી ધર્મ માટે મેળવતો હતો એમ કહેવાય ? જો ધર્મ માટે મેળવતો હોય તો આઠ હજાર તિજોરીમાં મુકાય ? આજે સર્વત્ર લોકોત્તર મિથ્યાત્વ ઘૂસવા લાગ્યું છે. વેપારમાં પા આની, અરધી આની ધર્માદાની રાખીએ તો બાકીની સાડી પંદર આનીમાં પણ ધર્મયોગે ઠીક લાભ મળે, એ ભાવના આજે થઈ છે. સભા : ત્યારે વેપારની આવકમાંથી પા-અરધી આનીનો વ્યય ધર્મમાં ન થાય ? જરૂર થાય. અરધી આની શા માટે ? બાર આની કરોને ! બધો જ કરોને ! ના કોણ પાડે છે ? જેટલો ધર્મમાં વ્યય કરો તેટલો ઉત્તમ જ છે, પણ આપણો તો મુદ્દો એ છે કે એ પા-અરધી આની રાખીએ તો સાડી પંદર આનીમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ – – આચારાંગસૂત્રના વ્યાખ્યાન - ૪ - 92 પણ ઠીક લાભ થાય, આ જે ભાવનાની મલિનતા છે, તે લોકોત્તર મિથ્યાત્વ છે તે ન હોવું જોઈએ. આવકમાંથી આપવું એ તો ત્યાગ છે અને ત્યાગની તો ના અહીં હોય ? હોય જ નહિ. મંદિરમાં ભક્તિ કરો અને એ ધર્મના પ્રતાપે લાખો મળે તેનો વાંધો નથી ? કારણ કે ધર્મનો પ્રભાવ છે કે મળે, પણ એ મળે' એવી બુદ્ધિ ન હોવી જોઈએ. મુદ્દો એ છે કે દેવ, ગુરુ, ધર્મ અગર કોઈ પણ શુભ ખાતાની, શુભ કાર્યની ભક્તિમાં ઇરાદો ધનનો ન જોઈએ. ધર્મની આરાધના માત્રમાં મુક્તિની ભાવના જોઈએ, પણ ધન વધે તે ભાવના ન જોઈએ, તે છતાં પણ તમે જુઓ તો જણાશે કે એ ભાવના લગભગ સર્વત્ર પ્રવેશ પામતી જાય છે. કોઈ કોઈ સમજદારમાં, એટલે કે વસ્તુતત્ત્વના જ્ઞાતામાં એ ભાવના ન હોય તે વાત જુદી છે, પણ એ સમજ ક્યારે આવે ? આ વસ્તુ પ્રત્યે-ધન વગેરે દુનિયાદારીની વસ્તુ પ્રત્યે મમત્વ ઘટે તો જ એ સમજ આવે. મમત્વ હોય ત્યાં સુધી તો ધર્મક્રિયામાં પણ એ ઘૂસે. દરેક ક્રિયામાં શાસ્ત્ર બંધન બાંધ્યાં કે એવા દઢ નિશ્ચયવાળા થાઓ કે ત્યાં બીજો વિચાર જ ન આવે. બહારની વાસના ખસે તો જ એ સ્થિતિ આવે. જ્ઞાનીએ ધર્મ તેને કહ્યો છે કે જ્યાં પેલી વાસના ન હોય. જિનપૂજા શા માટે: શ્રી જિનપૂજામાં પણ અર્થકામની વાસના આવે, તો પૂજા એ ધર્મ પણ અધર્મરૂપ થાય. કોઈ કહે કે વાંધો શો ? વાંધો એ કે ધર્મ ધર્મરૂપે મટી અર્થકામરૂપ થઈ જાય એ ! જે આત્માને દેવ, ગુરુ અને ધર્મ કરતાં અર્થકામની કિંમત વધારે લાગે છે, તે આત્મા પૂજા દેવ, ગુરુ કે ધર્મની નહિ પણ અર્થકામની જ કરે છે. એવા આત્માની સામે પ્રભુની મૂર્તિ તો માત્ર નામની જ રહે છે, કારણ કે મૂર્તિ સામે પણ એની ભાવના એ જ હોય કે “તું મહા પ્રભાવવંતી છે, એટલે તારી સેવાથી મને લીલાલહેર થાય.' એ રીતે મૂર્તિની પૂજા કરતાં ઘર સળગ્યાના સમાચાર આવે કે મૂર્તિને પડતી મૂકીને તરત જ ભાગે, કેમ કે ત્યાં પણ તેની મમતા તો બેઠી જ છે. જો મમતા છૂટી હોય તો ન ભાગે. વિચારો કે ભક્તિમાં મમતાવાળો ટકે કે મમતા વગરનો ? ક્રિયામાં જે તન્મયતા આવવી જોઈએ, તે બાહ્ય પદાર્થોની મમતા ઘટે ત્યારે જ આવે. મંદિરમાં પેસતાં બોલાતી “નિસીહિ'નું સ્વરૂપ સમજાય તો હમણાં પ્રેમ જાગે : જરૂર એને એમ થાય કે આટલા સમય માટે તો, પા કલાક કે બે કલાક Page #187 -------------------------------------------------------------------------- ________________ ૩ - ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 - ૧૭૩ જે નિયત હોય તે માટે તો, બીજો વિચાર જ નહિ. પૂજા, ભક્તિના એ વખતમાં દુનિયાની કાર્યવાહીનો નિષેધ છે, માટે “નિસહિ' કહી એ સમજાય તો હમણાં ચિત્ત ચોંટે અને ખોટી માગણી પણ ન થાય, કિંતુ સાચી જ માગણી થાય, પણ ભાવના સારી જોઈએ. જો ભક્તિમાં બરાબર સારી ભાવના જામે, તો ત્યાંથી ગયા પછી પણ પેલી દુનિયાદારીની ચીજો દબાવી શકે જ નહિ. એ બે કલાક એવા થાય કે પછીના કલાકોમાં પણ દુનિયાદારીની ચીજ સતાવી શકે નહિ. પણ હજી “નિસીહિબોલવામાં જ પોલાણ હોય ત્યાં શું થાય ? આજે બોલનારા ‘નિસાહિ-નિસાહિ-નિશીહિ' એમ ત્રણ વાર સાથે બોલી જાય, કારણ કે બોલવામાં વાંધો શો છે? કોને ખબર કે કેટલીવાર ક્યાં ક્યાં બોલાય ? રાજદ્વારમાં જેમ દ્વારપાળ હોય તેમ મંદિરમાં નિશીહિ' એ દ્વારપાળ છે. રાજદ્વારમાં જેમ પ્રથમ હુકમ જોઈએ અને તે પછી પેસાય, તેમ અહીં પણ “નિસીહિ' બોલ્યા પછી પેસાય. ‘નિસીહિ' એ દુનિયાદારીની ચીજોના વિચારના ત્યાગની કબૂલાત છે. બહારનો કચરો લઈને અંદર આવે એ અંદર આવીને કરે પણ શું ? આરાધનામાં વિધિનું મહત્ત્વ શા માટે? એ સમજો ! સભા : ત્યારે અવિધિથી કરવા કરતાં તો ન કરવું એ જ સારું ને ? નહિ જ. એમ કદી જ નહિ. અવિધિ ન થાય એની કાળજી રાખવી જોઈએ, બાકી વિધિના રસિયા માટે શાસ્ત્ર અવિધિદોષને પણ ગૌણ લેખ્યો છે. બધાયે શરૂથી સંપૂર્ણ વિધિપૂર્વક ક્રિયા કરી શકે તેમ હોતું જ નથી. કેટલાક કહે છે કે “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું. પણ એ કથન ઠીક નથી. જો એમ જ કહેવામાં આવે તો તો વસ્તુનો જેને ખપ જ નથી તેવાને ખસતાં વાર પણ ક્યાં છે ? આજના આત્માઓને સારી ક્રિયાઓથી ખસી જતાં વાર લાગે તેવું છે પણ ક્યાં ? આ જ કારણે પરમોપકારી ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કહે છે કે “જેનામાં વિધિ સ્થાપવાની તાકાત ન હોય તેણે અવિધિદોષથી ક્રિયાનો ઉચ્છેદ ન કરવો અને એવી રીતે જે ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરે તો તે શાસનનો જ ઉચ્છેદ કરનાર છે.” આજ કાલના જ નહિ પરંતુ મોટે ભાગે પ્રાયઃ મહામુશીબતે તો શુભ ક્રિયા કરવા આવે. પૂજા , સામાયિક વગેરે કરવાની બહુ બહુ ભલામણો અને પ્રેરણા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 914 થાય ત્યારે તો આવે. એને એમ કહેવામાં આવે કે “અવિધિએ કરીએ તો તો પાપ જ લાગે અને પુણ્ય કરતાં પાપ જ બંધાય' - તો તો તરત જ પેલાને થાય કે વિધિ તો કઠણ છે, એ આપણાથી થાય એમ નથી, આપણે એટલા નવરા પણ નથી અને અવિધિથી તો ઊલટું પાપ જ લાગે છે, માટે કાંઈ નહિ, કરવું જ નહિ.' એમ વિચારીને તે નાસવા જ માંડે. આથી જ ઉપકારીઓ ફરમાવે છે કે “ક્રિયામાં અવિધિ હોય છતાંયે હૃદયમાં ભક્તિ હોય તો એ ભક્તિ મોક્ષની દૂતી છે.' પણ આટલી શરત કોને માટે? જે આત્મા અવિધિથી ડરે અને વિધિને ઇચ્છે તેને માટે, પણ અન્યને માટે નહિ ! એવા આત્માને કોઈ કહે કે “આ અવિધિ' તો તે તરત જ ડરે અને પસ્તાય. કોઈ બતાવે કે “વિધિ આ તો “હા” કહે, પણ સામે “ના” ન કહે. કારણ કે એના હૃદયમાં વિધિની ભાવના જીવતી અને જાગતી હોય છે. અને તે ક્યારે વિધિ પળાય' – એવું ઇચ્છે. આથી-હાંક્ય રાખો-એવું ન કરતા હોં ! આપણો મુદ્દો એ છે કે કોઈ એમ કહે કે “અવિધિ નીકળી જ જાય અને વિધિ આવડે ત્યારે જ ધર્મ કરું.' - એને શાસ્ત્ર કહે છે કે તું કરી રહ્યો ભાઈ !' નાચતાં આવડે પછી જ ધૂઘરા બાંધું અને પગ ઉપાડું, એમ માને એને નૃત્યકળા આવડે જ નહિ. પ્રથમ તો પગ પડે, આખડે, વાંકોચૂંકો પણ પડે, ત્યારે અમુક કાળે નૃત્યકળા આવડે. શરૂઆતથી જ એમ કહે કે આવડે ત્યારે જ પગ ઉપાડું'—એને સંગીતશાસ્ત્રી પણ ઘેર પાછા જવાનું જ કહે. તે જ રીતે શુદ્ધ ભાવનાથી અવિધિપૂર્વક ક્રિયા કરનાર પણ કરતાં કરતાં વિધિને મેળવશે, પણ નહિ કરનારો ક્યાંથી પામશે?અભ્યાસકાળની, શરૂઆતની ક્રિયાની અવિધિ એ એવો દોષ નથી, કે જેવો અને જેટલો ગુણ ભક્તિમાં રહ્યો છે. દષ્પદોષ શૂન્યદોષ એ તો જબરા : એ દોષો હોય ત્યાં પ્રાયઃ ધર્મ નથી, હતો. દગ્ધ હૃદયવાળો એટલે બળેલો શૂન્ય દોષવાળો એટલે એને વિચાર જ નહિ. સંમૂર્શિમ જેવો. પંચેદ્રિય છે એટલે સંમૂર્છાિમ તો ન કહેવાય, પણ એના જેવો. શૂન્યતાના બે પ્રકાર પાડી શકાય. એક તો વસ્તુ પ્રત્યે પ્રેમ જ નહિ તેથી શૂન્યતા આવે છે. પ્રેમ જ ન હોય ત્યાં ધર્મ ક્યાંથી હોય ? બીજો વસ્તુ પ્રત્યે પ્રેમ તો હોય, પણ એનું મન ધારી શકે તેવું ન હોય એને લઈને શૂન્યતા આવે છે. આ બીજા દોષને અવિધિ દોષમાં લઈ જવાય, કેમ કે એને પ્રેમ તો છે, પણ તથા પ્રકારના મનની ખામી છે. જેમ એક વિદ્યાર્થી એવો છે કે જેને ભણવાની ઇચ્છા જ નથી, એને ભણવું જ નથી. બીજો એક એવો છે કે એને ભણવું જરૂર Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 ૧૭૫ છે, પણ મતિનો ક્ષયોપશમ એવો મંદ કે ધારણા થાય જ નહિ. માસ્તર ગમે ઘેટલી મહેનત કરી સમજાવે પણ એનાથી સમજાય જ નહિ, યાદ ન રહે. એ છે મહેનતુ, ગોખે, પણ મગજ શૂન્ય : ત્યાં મગજશૂન્યતા ખરી, પણ જેને ભણવું જ નથી એ વિદ્યાર્થી જેવી નહિ. માટે તે પ્રકારની શૂન્યતાને અવિધિ દોષમાં લઈ જવાય, તેવી શૂન્યતાને માફ કરી શકાય. તદ્દન બેદરકાર હોય, ધર્મક્રિયા પ્રત્યે જેને બિલકુલ પ્રેમ નથી, તેની વાત કરવી નકામી છે. તેની વાત કરવી પાલવે જ નહિ, પાંચ અનુષ્ઠાનોમાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક : આપણે પ્રથમ વિચારી ગયા છીએ કે ક્રિયા પાંચ પ્રકારે થાય છે : ૧- વિષ ક્રિયા, ૨- ગરલ ક્રિયા, ૩- અનનુષ્ઠાન ક્રિયા, ૪- તદ્ભુતુ ક્રિયા અને ૫- અમૃત ક્રિયા. ‘આમાં પહેલાં ત્રણ અનુષ્ઠાન મિથ્યાદ્દષ્ટિને હોય. ત્રીજું અનનુષ્ઠાન એટલે લોકહેરી, ગાડરિયો પ્રવાહ, એટલે મિથ્યાક્રિયા. મિથ્યાક્રિયા પ્રભુશાસનમાં નથી. ભલે પ્રભુશાસનમાં એ ક્રિયા થાય, થતી હોય, પણ એ જાય મિથ્યાત્વમાં. આ લોકની પૌલિક સાહ્યબી માટે ધર્મક્રિયા કરાય, તે ધર્મક્રિયા છતાં વિષક્રિયા. સામાયિક, પૂજા વગેરે છે ધર્મક્રિયા, પણ એમાં આ લોકની સુખસાહ્યબીની અભિલાષા આવી, એટલે એ વિષક્રિયા થઈ ગઈ. વિષ અને ગરલ એ બેય ઝેર, પણ એમાં ફેર એ કે વિષ તરત મારે જ્યારે ગરલ રિબાવી રિબાવીને મારે. એથી પરલોકના પૌદ્ગલિક સુખની ઇચ્છાએ થતી ધર્મક્રિયા તે ગરલ ક્રિયા. ‘બધા કરે છે અને હું ન કરું તો સારું નહિ.' આ રીતે થતી ક્રિયા તે અનનુષ્ઠાન ક્રિયા : સંમૂર્ચ્છિમ જેવી ક્રિયા : ગાડર ક્રિયા. આ ત્રણ મિથ્યાદૃષ્ટિને હોય. દગ્ધ દોષ તથા શૂન્ય દોષ, આ ત્રણ અનુષ્ઠાનમાં આવી જાય. પૌદ્ગલિક સાહ્યબીની ઇચ્છાથી કરાતી ક્રિયા થાય છે, કેમ કે તેના અંતરમાં પૌદ્ગલિક સુખની ચાહના જીવતી ને જાગતી છે. અનનુષ્ઠાન ક્રિયા તો એ કે ‘ઠીક ન લાગે' માટે કરે. કેટલાય એવા છે કે મંદિર તથા ઉપાશ્રયને માને નહિ, પણ સંવત્સરીને દિવસે તો આવે. ‘ન જાઉં તો ખરાબ દેખાય' - એમ ધારીને આવે. મહાવીરશ્રીના જન્મવાંચન દિવસે ગમે ત્યાં હોય તો પણ આવે. ન આવે તો કોઈ કહે કે ‘આજ પણ નહોતો ગયો !' માટે આવે. કુલાચારરૂપ થઈ ગયું. સંવત્સરી પડિક્કમણું કરે તો સંતાઈ રહે. મૂંઝાય કે ‘કોઈ જોઈ જાય તો હાંસી થાય !' પડિક્કમણું Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 916 કરવા આવે તો ભેગાભેગો બેસે. કટાસણું કેમ પાથરવું કે મુહપત્તિ કેમ પડિલેહવી કે ચરવળો કેમ રાખવો કે કાઉસગ્ગ કેમ ગણવો, એ કશી ખબર ન હોય. મરજી આવે ત્યાં એક ખૂણે આવીને બેસે. સૌની સાથે હાથપગ હલાવે. સૌ કરે તેમ કરે. સમજે કાંઈ નહિ. સૌ કરે તેમ કરવું' એમ કહેવામાં આવે તો લાગ આવે તો કોઈ ઝોકાં ખાય, તો એ પણ ઝોકાં ખાય. બાર મહિને એકવાર જવું પડે માટે ઉપાશ્રયમાં પેસે. પેસે ત્યારથી જ ક્યારે પૂરું થાય એ કાળજી, એ ચિંતા. આનું નામ અનનુષ્ઠાન. આ રીતે ક્રિયા કરનારને સારી ક્રિયા જોઈતી છાયા ન પાડે, છતાંય જેઓ એટલી પણ મર્યાદા નથી ધરાવતા, તેઓના કરતાં આ સારા છે. ૪ - તહેતુ ક્રિયા અને ૫ - અમૃતક્રિયા : સમ્યગ્દષ્ટિ આત્માને તહેતુ ક્રિયા હોય. આત્મા પરિણત થાય, તન્મય થાય ત્યારે અમૃતક્રિયા આવે. ધ્યેય ઉપર આત્મા એવો રત બને કે અંતિમ કોટિએ આવે ત્યારે તે મુક્તિને પણ ભૂલી જાય અને “ભવે મોક્ષે સો પુનઃ" આ દશાનો પણ અનુભવ કરે. એ ક્રિયા વખતે મુક્તિની પણ ઇચ્છા નહિ. આ તન્મયતા ન આવે ત્યાં સુધી મુક્તિની ઇચ્છા જોઈએ. ક્રિયા અને આત્મા એકાકાર બની જાય, ભેદ માલુમ ન પડે એવી ક્રિયા તે અમૃતક્રિયા. આત્માને એવો તરૂપ બનાવવા માટે તહેતુ ક્રિયા છે. તહેતુમાં દોષો આવવા ન જોઈએ. તહેતુ ક્રિયા સમજવી જોઈએ. તેમાં જ બધા ગોટાળા છે. ક્રિયા એકની એક જ પણ હેતુ ભૂલ્યા તો કાં તો એ ક્રિયા અનનુષ્ઠાનમાં જાય અને કાં તો વિષ કે ગરલમાં જાય. તહેતુ ક્રિયા તન્મયતાપૂર્વક થાય તો ધાર્યા મુજબ સફળ થાય. મોક્ષનો હેતુ ધ્યાનમાં રાખી ક્રિયા કરવી, એ પણ પરમ ધ્યાન છે. એ દૃષ્ટિએ જ ચોથે, પાંચમે તથા છઠ્ઠ ગુણસ્થાનકે ધર્મધ્યાન કહેવાય, બાકી વાસ્તવિક રીતનું ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે છે; ચોથે-પાંચમે-છઠુંગૌણ પણ ધર્મધ્યાન શાથી? આત્મા મુક્તિના હેતુમય બન્યો એથી !મોક્ષનો હેતુ ધ્યાનમાં રાખી ક્રિયા કરનારને ગૌણપણે ધર્મધ્યાની કહેવાય. બાકી વાસ્તવિક રીતે તો ધર્મધ્યાન સાતમે ગુણસ્થાનકે જ આવે. ધર્મધ્યાનનો પહેલો પાયો આજ્ઞાવિચય છે, પણ જ્યાં આજ્ઞા જ મંડાતી હોય ત્યાં આજ્ઞાવિચયની વાત જ શી? જ્યાં આજ્ઞા પ્રત્યે જ પ્રેમ ન થાય, ત્યાં તદૂતક્રિયા લાવવી ક્યાંથી ? સભા : ક્ષાયિક સમકિતીને તો તતક્રિયા ખરીને ! કોણ ના પાડે છે? આજ્ઞારુચિ થઈ એટલે એ ખરું કે જેટલી શુભ કિયા આવે તેટલી તહેતુમાં જ જાય એની ક્રિયા વિષ, ગરલ કે અનનુષ્ઠાનમાં ન જાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ IT ––– ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 – – ૧૭૭ આજ્ઞારુચિ જાગવી જોઈએ, પછી તરત સંસાર અસાર અને મોક્ષ સાર લાગે : સંસાર ખોટો અને મોક્ષ સાચો લાગે : મોક્ષનાં સાધનો તે પોતાનાં અને સંસારનાં સાધનો તે પારકાં લાગે ? આનું નામ આજ્ઞાપ્રેમ. મોક્ષ મારો લાગે અને સંસાર પારકો લાગે, પછી મારા માટે પારકું મૂકતાં વાર પણ કેટલી? પણ આટલું નક્કી થવું જોઈએ. જે ‘પારકામાં મારું મનાય છે' - એ જ મોટો ગોટાળો છે ! ચોથા ગુણઠાણાવાળો આત્મા આસક્તિના યોગે વિરતિધર ન પણ થાય, પણ વિરતિ અને વિરતિધરની રક્ષાપ્રસંગે, વિરતિ અને વિરતિધર તથા વિરતિરસિક ઉપરની આફત પ્રસંગે, રક્ષા કરવા માટે અવિરતિનાં સાધનોને છોડતાં એને વાર ન લાગે. દેવ, ગુરુ અને ધર્મતત્ત્વ હણાઈ રહ્યું હોય અને તેની રક્ષા માટે ઘરબાર છોડવાની જરૂર લાગે, ત્યારે એને ઘરબાર છોડતાં પણ વાર ન લાગે. સાધુપણું ન આવે એ બને, લક્ષ્મી છોડવાનું મન ન થાય એ બને પણ આવા વખતે તો જરૂર તે છોડે ? એ પૂરું સાધે એ ન બને પણ સાધવા જેવી ચીજની રક્ષા માટે નાશવંત ચીજ છોડતાં એને વાર ન જ લાગે. સભા: આવા પ્રસંગે લક્ષ્મી ન વાપરે ત્યાં સમ્યક્ત ખરું કે નહિ ? તમે સહેજ આડા ગયા. સમ્યક્ત હોય પણ જતાં વાર કેટલી ? નાણાં તિજોરીમાં ન રાખતાં છૂટો ઢગલો રાખ્યો હોય તો રહે કે જાય એ પ્રશ્ન છે ? એ જાય એમ નહિ, ચાર દિવસ રહી પણ જાય, પણ જતાં વાર લાગે ? ચોથે દિવસે બુમ મારે કે નાણાં ગયાં. એ ચીજ જ એવી કે તણાઈ જ જાય. સાચવવા લાયક ચીજ માટે સાચવવાજોગી સામગ્રી ન કરીએ અને એ માટે કોઈ કહેવા આવે તેને ન ગણકારીએ, એનો અર્થ એ કે તે વસ્તુની કિંમત અંતરમાં જચી નથી, પાઈપૈસા ખીસામાં નખાય, પણ ગીની તો પાકીટમાં નંખાય અને તેમાં પણ ખાનાં ઘણાં હોય, એ લે તેમાં પણ નાનામાં નાના ખાનામાં નંખાય, કેમ કે ગીનીનો માલિક તેની કિંમત સમજે છે. પાકીટમાં ન મૂકે અને જેમ તેમ મૂકે તે ભલે ન પણ જાય, પણ એને કોઈ ડાહ્યો ન કહે. કોઈ કહે કે “હું ભરઅટવીમાં હીરો ઉછાળતો ચાલ્યો આવ્યો.-તો તરત એને બધાં કહે કે “પાકો ગધેડો. કોઈ મળ્યું નહિ, નહિ તો હીરો અને જાન બેય જાત. એ તો છુપાવીને જ લવાય. માટે એવી રીતે લાવે એ ડહાપણ ન કહેવાય.” આપણે મળેલી સામગ્રી સફળ નથી કરવા માટે બહાનાં બહુ કાઢીએ છીએ. જ્ઞાની કહે છે કે સમ્યક્ત તથા વિરતિ એ દુર્લભ ગુણો છે : ક્વચિત્ આવે : Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ --- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 918 એને નાશ કરનારા પદાર્થો આઘા રાખવાની, એવા પદાર્થોથી આઘા રહેવાની, એ ગુણોને બચાવવાની ભાવના ન જાગે, એનો અર્થ એ કે એ ગુણની કિંમત નથી. ગુણને સાચવવા તો થાય તેટલું કરવું જોઈએ, રાજાને દીકરા ઘણા હોય, પણ સાચવવો કોને પડે? પાટવીને, બીજાને કોઈ પ્રાયઃ મારે નહિ. મારે તો ગાદીપતિને મારે તેમ આત્માના સમ્યક્ત-વિરતિ આદિગુણોને નાશ કરવા દુનિયાની સામગ્રીઓ તૈયાર છે, ચોટ્ટાઓ તૈયાર છે. તમારું સમ્યક્ત્વ બીજાને પણ ન ગમે. મિથ્યાત્વ દુર્ગુણ એવો છે કે એને લઈને એ આત્મા પોતે ગુણ ન પામે અને બીજાને પામવા ન દે : પામ્યો હોય તેની પાસે રહેવા ન દે. કોઈની આત્મલક્ષ્મી જોઈને એને ઇર્ષ્યા આવે. એ એવો નાદાન બને કે હરીફાઈમાં ન ઊતરે પણ ઇર્ષામાં ઊતરે. ‘એ ક્યારે પડે ?' આવું જ એ ચિંતવ્યા કરે. ઇર્ષાનો એ પ્રભાવ છે. મિથ્યાત્વના અણુમાંથી એ જન્મે છે. કોઢિયામાં એક દુર્ગુણ હોય છે. એ ઇચ્છે કે બધા આવા જ થાય. એ બધાને જાણીને અડે. છાનામાના પણ અડે ત્યારે એને ચેન પડે. ડૉક્ટર કોઈને અડવાની ના કહે તોયે અડે. જેમના કહો તેમ ખાસ અડે. “આ સારા કેમ?' આવી દુર્બુદ્ધિ તેનામાં થઈ જાય છે. આપણામાં પણ કેટલાક એવા કોઢિયા પાક્યા છે. અધર્મી એ કોઢિયા ન કહેવાય, પણ ધર્મવિરોધી એ તો કોઢિયા જ કહેવાય ને? “અમને ન રુચે તે આમને કેમ રુચે ?' આવો ઘમંડ એ એક જાતનો કોઢ છે. વીસમી સદીનો સ્વતંત્રવાદ પોતાના માટે, પણ પારકા માટે નહિ એ શું? કોઈ અમને કહે કે “અમને માનવા દો, અમને ઠીક લાગે છે' - તોય પેલો કહે કે તમને સારું લાગે કેમ ? તમે પણ ન માનો. એ તો કહે કે તમે પણ અમારી સાથે ભળો, ન ભળો તો ખોટાં કલંકો ચડાવું. પણ કનડ્યા વિના ન રહું.” હવે આ દશામાં મક્કમ ન રહેવાય તો શરણે જવું પડે ને ? તમે શરણે જાઓ, તમે એમના જેવા થાઓ, તો તરત શાંતિ : એમ કહો, ઍફલેટ કાઢો કે “મહાવીર, એનું આગમ, પૂર્વાચાર્યો એ બધા નહિ પણ તમે અમારા મહાવીર' - તો તરત શાંત થાય. આવી શાંતિ કરવી છે ? એવું જાહેર કરો કે “અમે ભૂલ્યા, આજ સુધી અંધશ્રદ્ધાળુ હતા, પણ હવે અમને તમારી વાતો માન્ય છે” તો કાલે શાંતિ ! પછી આ મકાન તરફ આંખ નહિ કરે : શેઈમ-શેઈમને બદલે એના એ “જય' “જય” બોલશે. એવી જય' બોલાવવી છે ? જરા સમજો તો ખરા ! શાંતિ, શાંતિ, પણ શાંતિ શી રીતે થાય ? પ્રભુઆણા માટે એકલા પડીએ તો પણ શું? આજની લડતનું મૂળ તમે સમજતા નથી. મૂળ તો સમજો. અમુક આક્ષેપ તો બહાનું છે. ધાંધલનું નિશાન છે. કોઈ આવે તો ખરો, દલીલ તો કરે. મુદ્દો Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 એ છે કે યેન કેન પ્રકારેણ કંઈ કરવું : “ખૂબ કનડીએ તો સીધા થાય અને આપણામાં ભળે.' પણ એમને કહી દઈએ કે ‘આભ અને પાતાળ એક થાય તોયે તમારામાં નહિ ભળીએ. ગમે તેટલાં કલંક ચડાવો કે ગમે તેટલા કનડો, દુનિયાની નજરે કલંકિત ભલે ઠરીએ, પણ પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ એક કદમ પણ નહિ ભરીએ અને તમારા ભેગા તો નહિ જ ભળીએ. ખરાબ રીતે હેરાન હેરાન થઈને ભલે મરીએ, પણ પ્રભુમાર્ગના વિરોધીઓના પગમાં માથું મૂકીને તો નહિ જ જીવીએ.’ આ ખુલ્લી ચેલેંજ છે. તમારાં કલંકોની અમારે મન એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. અમારું સંયમ હશે, પ્રભુ ઉપર અને પ્રભુઆજ્ઞા ઉપર અમારા હૃદયમાં રાગ હશે, તો અમને મૂંઝવણ પણ શી છે ? પ્રભુઆજ્ઞા માટે અમે એકલા પડી જઈએ તો પણ શું ? 919 “ોદું નત્યિ મે જોડ્, નામન્નલ્સ સફ્ ।” આ ભાવના એ અમારા માટે જેવું તેવું શરણ નથી. પ્રભુએ અમને ઉત્તમોત્તમ ઉપાયો બતાવ્યા છે, એથી અમને મૂંઝવણ થાય જ નહિ. ‘શાંતિ સ્થાપો, શાંતિ સ્થાપો.’ - એમ બોલવા માત્રથી શાંતિ સ્થપાય જ નહિ . મહીં જ્વાળા હોય તો બહાર શાંતિ થાય પણ ક્યાંથી ? અંદરનો સડો કાપ્યા વિના બહારથી રૂઝાય પણ શી રીતે ? બહારનું ગૂમડું સારું કે દબાવીને કચરો કાઢી નાખીએ, પણ મહીંનું (અંદરનું) ગૂમડું (સડો) કાપ્યા વિના રૂઝવીએ તો આખું શ૨ી૨ સડી જાય. એવી થીગડાની શાંતિ મરતાંય કબૂલ ન કરતા. મહાપુરુષો તો કહેતા ને કહે છે કે શાસનરક્ષા માટે અશાંતિની સગડીમાં સળગવામાં જ આત્મશ્રેય છે અને પ્રપંચીઓએ ઊભા કરેલ અશાંતિના ડરથી બચવા માટે મુડદાલ શાંતિનું શરણ લઈ શાસનના શ્રેયનો નાશ થવા દેવો, તેના જેવું એક પણ ભયંકર પાપ નથી. ૧૭૯ તમે મને માનો અને મારા પૂર્વજોને ભાંડો અને તે હું સાંખું તો મારા જેવો દુષ્ટ કોઈ નથી. મારાં વખાણ ખાતર પૂર્વજો તથા આગમોને ભાંડવામાં આવે એ જોયા કરું, તો મારા જેવો કપૂત કોણ ? મરચા-મીઠાની પેઢીવાળો પણ આવું પાપ તો ન કરે. બે ગ્રાહકને રાજી રાખવા માટે બાપને ગાળો સપૂત તો ન જ ખવરાવે. જો કોઈ ગાળ દે તો તરત સામે થાય અને કહે કે ‘જા, જા, ભિખારી, મારા બાપને ગાળો દે છે તો તારા જેવા ગ્રાહકની મને પરવા નથી.’ પૂર્વજને તથા આગમને ન માનો અને અમને માનો તે શું કામના ? અમે ઘરબાર છોડીને નીકળ્યા છીએ, તો એમને મનાવવા. તમને આગમ મનાવવા તો નીકળ્યા છીએ, અમને સારું લાગ્યું માટે ગ્રહણ કર્યું અને તમે પણ લો, એ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ------- 920 ભાવનાએ આપીએ છીએ અને એ માટે જો તમે અમને માનો તો ઠીક, નહિ તો મનાવવાની પરવા પણ શી છે ? જેમ દુનિયામાં ભયંકર રોગ કોઢ છે અને કોઢિયાને બીજાને અડવાનું મન થાય છે, એવાઓનો અમને અનુભવ પણ થયો છે. “ન અડાય’ કહીએ તોયે અડે. શાસ્ત્ર અડવાની ના કહી છે, એમ કહીએ તોયે અડે. આ દોષ છે. કર્મનો તે જાતનો ઉદય છે. તે જ રીતે જેને શાસન પ્રત્યે વિરોધભાવ થાય, ત્યારે તે આત્માને પણ એમ જ થાય છે કે “અમે જે માનીએ તે બીજા કેમ ન માને ? અમે જે કરીએ તે બીજા કેમ ન કરે ?' પણ તેવાઓએ સમજી લેવું ઘટે કે શાસનને ખાતર અમે ઘરબાર છોડ્યાં છે, પણ તમારી ખાતર ઘરબાર છોડ્યાં નથી. ભગવાન શ્રી મહાવીરદેવ તથા તે તારકનાં આગમ અમને ઠીક લાગ્યાં તે ખાતર અમે ઘરબાર છોડ્યાં છે, માટે તે સિવાયનું બધું જ ભલે જાય, પણ એ અખંડ રહે તો જ અમને શાંતિ અને એની સામે વિપ્લવ હોય તો અશાંતિ ભલે જીવે. ભલે કનડ્યું જાય અને ભલે આ ખોખાનો નાશ થાય. તમારે અને મારે બેયને આમ માનવું પડશે, આમ વર્તવું પડશે. આટલી ભાવના આવે તો સમ્યક્ત્વ ટકે. ઉપાધ્યાયજી મહારાજા તો ત્યાં સુધી કહે છે કે - “કોડી કપટ જો કોઈ દાખવે, તોય નવિ તજું તુજ ધર્મ રે.” શ્રી ઉપાધ્યાયજી મહારાજાના સમયની સ્થિતિ કેવી હતી, એ વિચારો. ભયંકર સમયમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે હે પ્રભુ! કરોડો કપટ કોઈ તરફથી થાય તોયે, તારો ધર્મ હું નહિ તજું.” શાસનના પ્રભાવકો તો આવા જ હોય. આજ તો વાતવાતમાં આગમ આવું મૂકો'-એમ કહેવાય છે. એમ કહેનારને કહી દો કે આગમ આવું થાય તો તે પણ કયો જીવતો છે ? તારો જન્મ ક્યાંથી ? - આગમથી કે બહારથી ? મનુષ્ય તરીકે યોનિથી જભ્યો, પણ જૈનત્વ ક્યાંથી આવ્યું ? યુગલિયાના ક્ષેત્રમાં જૈનત્વ કેમ નહિ ? ત્યાં શાસન નહિ, આગમ નહિ, માટે યુગલિયાને કદી સમ્યક્તપ્રાપ્તિ હોય કે થાય, તોય તે પૂર્વના આરાધનના સ્મરણયોગે : કંઈ જોવાથી જાતિસ્મરણ યોગ : પૂર્વના આરાધનના સ્મરણે થાય. નારકીને પણ સમ્યકત્વ હોય, પણ તે પણ પૂર્વના સ્મરણથી. એ સમ્યક્ત ક્યાંથી ? આગમથી. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આગમને આઘાં મૂકી રહે ક્યાં ? અનાર્ય દેશમાં આદ્રકુમારને મૂર્તિ દેખી સમ્યકત્વ થયું. Page #195 -------------------------------------------------------------------------- ________________ મ - ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 – – ૧૮૧ પ્રભુની મૂર્તિથી થયું. પૂર્વની આરાધના યાદ આવી. એ શાસનનો પ્રભાવ. એ આગમનો પ્રભાવ. એને આઘાં મૂકી રહો ક્યાં ? સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ - એ બધું આગમને આભારી. શાસનને આભારી. સમ્યગ્દર્શન, એ શાસનરૂપી મહેલનો પાયો છે : ધર્મનગરમાં પેસવાનો દરવાજો છે, મૂળ ગુણ તથા ઉત્તર ગુણ સાચવવાનો એ ભંડાર છે. બધાનો આધાર સમ્યકત્વ! બધાનો આધાર જેમ પૃથ્વી, તેમ સર્વ ગુણોનો આધાર સમ્યગ્દર્શન છે. હે ભગવન્! તું અને તારી આજ્ઞા પહેલી.' - આનું નામ જ સમ્યગ્દર્શન છે. આ આજ્ઞાને ચોથે, પાંચમે તથા છઠું ગુણઠાણે ખૂબ આરાધે, ત્યારે સાતમે ધર્મધ્યાનનો પહેલો “આજ્ઞાવિચય' નામનો પાયો આવે. આજ્ઞાનુસાર અનુષ્ઠાનને એવા હૃદયરંગથી સેવે, આત્મામાં એવો ટેવાય કે જેને પરિણામે “આજ્ઞાવિચય' આવે અને એ આવે એટલે બધું કામ ચાલ્યું. ચોથે, પાંચમે તથા છદ્દે ગુણઠાણે કરવાનું એ જ ! શ્રી ઉપાધ્યાજી મહારાજા તો ફરમાવે છે કે“તુજ વચનરાગ-સુખ આગળ, નવિ ગણું સુરનર-શર્મ રે.” (૧૨૫ ગાથાનું સ્તવન) - “પ્રભુ ! તારી આજ્ઞાના રાગના સુખ આગળ હું દેવતાઈ મનુષ્યના સુખોને પણ ગણકારતો નથી.' “તુજ વચનરાગ-સુખ સાગરે હું ગણું, સકળ સુર મનુજ સુખ એક બિંદુ” (૩૫૦ ગાથાનું સ્તવન) - “પ્રભુ ! તારી આજ્ઞાના રાગરૂપી સુખસાગરની આગળ હું દેવતાઈ અને મનુષ્યના સઘળાય સુખોને માત્ર એક બિંદુ સમાન માનું છું.” આથી પણ આગળ વધીને તે મહર્ષિ ફરમાવે છે કે“લોકસંજ્ઞા થકી લોક બહુ બાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણશું જેહ રાતા રહે, તેને એહ નિજ મિત્ર દેખે.” (૩૫૦ ગાથાનું સ્તવન) હે નાથ ! તારી આજ્ઞામાં જે રત હોય, તેને જ આ તારો સેવક મિત્ર માને, પણ લોકહેરીથી બાવરા બનેલા લોકને આ તારો દાસ પાસે પણ ન રાખે. આ વાત શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે અને સૂચવે છે કે ભગવાનને, તેની Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ – – 9 આજ્ઞાને, આગમન, શાસનને માને તે બાપ, મા, ભાઈ, મિત્ર, પુત્ર, સ્નેહી, બધું એને ન માને તે બાપ નહિ, મા નહિ, ભાઈ નહિ, મિત્ર-પુત્ર-સ્નેહી કશું નહિ. આ બધું હું જ નથી કહેતો : લખાણ માગશો તો આપીશ, ગભરાવું નહિ. હાથમાં પાનું એક હોય પણ કહેવાય છે તે ઘણે સ્થાને જોયેલું, પણ મારા ઘરનું નહિ ! હું તો મારા તે બાપનો માલ વેચું છું કે મારા અને તમારા તે બાપનો માલ વેચું છું. અમારું કાંઈ નથી. આ જે કાંઈ કહીએ તે એમનું. એ શાસન ન હોત તો અમે ક્યાંય સબડતા હોત. એને લઈને આટલું બોલતા થયા. અમને એ લાભદાયી લાગ્યું તો લીધું અને તમને લાભદાયી છે માટે આપીએ છીએ : ઠીક લાગે તો લો, ન લાગે તો તમારી મરજી : પરાણે અપાતું નથી. માબાપ તો પરાણે પણ આપે, પણ એવાં માબાપ બનવાની હજી વાર છે. તેમાંયે તમારે તેવાં માબાપ જોઈતાં નથી : છોકરો તો રોઈને રહે, પણ બહાર જઈને માને ‘કુમા તો ન કહે. તમે બહાર જઈને શું કહો ? તમને આપવાની ભાવના જરૂર છે : આપીએ છીએ : લેવાય તો લો. દીક્ષાનું કહ્યું, ઓઘો બતાવું, પણ બગલમાં ઘાલ્યો ? બતાવું તો ખરો ! ઇચ્છા વિના બળાત્કાર અપાય ? યોગ્યને તો બળાત્કાર આપવાનું પણ શાસ્ત્ર તો કહે છે. એવાથી આઘા રહેજે ! મારા માટે વિરોધિઓ કહે છે કે “જાદુ, મેસ્મરીઝમ કરે છે.' વારુ, એ પણ સારી વસ્તુને માટે ને! વસ્તુ ખોટી હોય તો ન થાય. બાળક પાપમાર્ગે જતું હોય તો માબાપ લલચાવીને પણ રોકે, મારે પણ, ધોલ પણ મારે, દોરડી પણ બાંધે, ઓરડીમાં પણ પૂરે, બધી સજા કરે, પણ માબાપ બાળકને પાપમાર્ગે ન જવા દે, માબાપ માબાપ હોવાં જોઈએ, ભાવના સુધારવાની. બાળકને દવા પણ ગમે તે રીતે માબાપ પાય. સાકરનો ગાંગડો આપીને પણ પાય, વેલણ ખોસીને પણ પાય, પણ છોકરો મોટો થાય પછી માબાપ તો દવા પીવાનું કહે. છોકરો ન માને તો બેપાંચ વાર આગ્રહથી કહે, છતાં ન માને તો માબાપ શું કરે ? પણ એ તો સગા બાપ. અમને (ગુરુને) સગા બાપ માનવા ક્યાં છે ? તોય અમારે તો દેવું છે. જે સારું લાગ્યું તે સમજાવવાના : ઠીક લાગે તો લો : જેને કલ્યાણની કામના હોય તે લે ! ભગવાનની આજ્ઞાનો વિરોધરૂપ કોઢ તમને ન વળગે માટે કોઢિયાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. એવા સંસર્ગથી બચો માટે તમને ચેતવવામાં આવ્યા છે. જો કોઢ વળગ્યો તો રિબાઈ રિબાઈને મરવું પડશે, માટે તમને જણાવવું પડે છે કે તમે એવાથી આઘા રહેજો કે જેથી તમને એ ચેપી દરદ, એ કોઢ ન વળગે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ? ૦ શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશકો પણ ધર્મદેશના કોની સમક્ષ કરે ? ૭ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મની પ્રાપ્તિ ને આચરણા કરી કોણ શકે છે ? • અવિધિ દોષથી ક્રિયા છોડાય ? જ્ઞાનવાન 62 ક્રિયાહીન અને ક્રિયાવાન જ્ઞાનહીન ક્યારે આરાધક ? ભાવના લાવવા માટેય ક્રિયા જરૂરી છે : • અતિ-પરિણત-દોષ એટલે ? મુનિ ને રાજપુત્રમાં વધુ વિનયી કોણ ? • આગમ કહે તે સાચું ! વિષય : ધર્મ માટે ભાવથી સમુપસ્થિત થયેલા જીવોને માટે ધર્મદેશના, મૂલકાર તેમજ ટીકાકાર મહર્ષિના ચીલે ચાલીને પ્રવચનકારશ્રીએ શરૂઆતમાં જ ભાવથી સમુપસ્થિત-ઉત્થિત થયેલા જીવોને તીર્થંકરદેવો તેમજ ગણધ૨દેવો દેશના આપે છે એમ જણાવ્યું. અન્ય પણ કેટલાક જીવો એ દેશના સાંભળે પણ લાભ તો ભાવોત્થિતને જ પ્રાયઃ થાય. આ વાત સાથોસાથ, સાચો ઉપકાર કેવો ? એ કોણ કરી શકે ? ઇન્દ્રિય અને કર્મરૂપ શત્રુઓ ઉપર આક્રમણ કોણ કરી શકે ? લઘુકર્મી અને ભારે કર્મી આત્માઓની દશા કેવી હોય ? અજ્ઞાની ક્રિયાકારને જોઈ જ્ઞાનીની ફરજ શી ? નવાને ધર્મમાં કઈ રીતે જોડવો ? ક્રિયા પણ મોક્ષાર્થે જ શું કામ ? અતિપરિણત એટલે શું ? આ અને આવા કેટલાક પાયાના પ્રશ્નોનાં શાસ્ત્રીય સમાધાનો કર્યાં છે. મુનિ અને રાજપુત્રનું વિનય ઉપરનું દૃષ્ટાંત આપી છેવટે પૂ. શ્રી આત્મારામજી મહારાજનો એક પ્રસંગ કહી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુલાકાતૃત • આત્માના લઘુકર્મીપણાનું એ ચિહ્ન છે કે સાચી વસ્તુ સંભળાય તો તરત હૃદયમાં ખટકો થાય. એનાથી કદાચ આચરણ ન થાય, પણ ‘આ થાય તો ઠીક’ – એમ તો એને જરૂર જ થાય. અપવાદનો જ્ઞાતા કોઈને પડતો ભાળી, ત્યાં અપવાદ લગાડી એનો ‘બચાવ’ કરે, પણ જો એ પોતે અપવાદમાં પડે તો એ અજ્ઞાની ! ૭ ક્રિયા કરનારને નમે, હાથ જોડે, એની પ્રશંસા કરે અને એને માર્ગસ્થ કરે તે જ્ઞાની. ♦ પોતાનું ડહાપણ ડહોળી, અન્ય આત્માને પતિત કરવાના પ્રયત્નો કરે, એટલું જ નહિ પણ પતિત કરે તે અજ્ઞાની. હીનગુણી પર અનુકંપા ન આવે ત્યાં સુધી ધર્મના અંકુરા ફૂટતા નથી. બહુગુણીને હીનગુણી પર દયા જ હોય. એનાથી એનું અપમાન ન જ થાય. મોક્ષની હેતુભૂત બધી ક્રિયા મોક્ષનું જ ધ્યેય ધ્યાનમાં રાખીને કરવાની. ♦ કર્મના ઉદય વિના આસક્તિ પણ નથી, પણ આસક્તિ તોડવા પ્રયત્ન કર્યા બાદ ન તૂટે તો ઉદય કહેવાય. ભાવના ન આવતી હોય તોય અભ્યાસ પાડવા માટે પણ ધર્મક્રિયા કરો, પ્રેમ જગાડવા માટે પણ ધર્મક્રિયા કરો. આગળ આચાર્યોએ પરિવર્તન કર્યાં છે, પરંતુ તે પણ ગીતાર્થોની સંમતિથી, આગમને અનુસરીને, એ પરિવર્તનો શાસ્ત્રાનુસારી હતાં. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ? શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશકો પણ ધર્મદેશના કોની સમક્ષ કરે ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, દ્વાદશાંગી પૈકીના આ ‘શ્રી આચારાંગ’ નામના પ્રથમ અંગસૂત્રના ‘ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના ‘નિજક ધૂનન’ નામના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં જ ફરમાવ્યું કે ‘જેમ શાક્યોની ધર્મદેશના ‘કુડી’ આદિમાંથી પ્રગટ થાય છે અને વૈશેષિકોનું પાવિર્ભાવન ઉલૂક ભાવે પ્રગટ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં નથી : શ્રી જિનેશ્વરદેવનાં દર્શનમાં તો શ્રી જિનેશ્વરદેવ પોતે જ ઘાતી કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પામી, તે દ્વારા સ્વર્ગ તથા અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસા૨નાં કારણોને જાણી, પોતે કૃતાર્થ હોવા છતાં, પણ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યલોકમાં રહ્યા છતાં, મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે છે. એવી રીતે અન્ય કેવલજ્ઞાની મહર્ષિ અને શ્રુતકેવલી મહર્ષિ પણ ધર્મનું કથન કરે, પણ તે સિવાયના અન્ય કોઈ પણ સ્વતંત્ર રીતે ધર્મનું કથન કરી શકે નહિ.’ હવે પરમાત્મા શ્રી મહારવીરદેવના પાંચમા ગણધરદેવ સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા એમ ફરમાવે છે કે ‘શ્રી તીર્થંકરદેવ અને ગણધરદેવ આદિ ધર્મનું કથન કરે કોની સમક્ષ ?’ અને ‘એ ધર્મનું શ્રવણ કરીને એનું આચરણ કોણ કરે ?' આ વસ્તુનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે - " से किढ्ढइ तेसिं समुट्ठियाणं निक्खित्तदंगडाणं समाहियाणं पत्राणमंताणं इह मुत्तमग्ग | " આ સૂત્રવાક્યના ભાવને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે - 44 " 'स' तीर्थकृद्गणधरादिः 'कीर्त्तयति' यथावस्थितान् भावान् प्रतिपादयति 'तेषां' धर्म्मचरणाय सम्यगुत्थितानां, यदि वा उत्थिता द्रव्यतो भावतश्च तत्र द्रव्यतः शरीरेण भावतो ज्ञानादिभिश्च, Page #199 -------------------------------------------------------------------------- ________________ 5 - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૮૫ स्त्रियः समवसरणस्था उभयथाप्युत्थिताः श्रृण्वन्ति, पुरुषास्तु द्रव्यतो भाज्या:, भावोत्थितानां अमावेदयति उत्तिष्ठासूनां च देवानां तिरश्चां च, येऽपि कौतुकादिना श्रृण्वन्ति तेभ्योऽप्याचष्टे । भावसमुत्थितान् विशेषयिषुराह निक्षिप्ताः-संयमिता: मनोवाक्कायरूपाः प्राण्यपमर्दकारित्वाहण्डा इव दण्डा यैस्ते तेषां निक्षिप्तदण्डानां तथा समाहिताणं सम्यगाहिता: तपः संयम उद्युक्ता समाहिता अनन्यमनस्कास्तेषां, तथा प्रकर्षण ज्ञायतेऽनेनेति प्रज्ञानं तद्वतां सश्रुतिकानां 'इह' अस्मिन्मनुष्यलोके 'मुक्तिमार्ग' शानदर्शनचारित्रात्मकं कीर्तियतीति सम्बन्धः ।" “આ મનુષ્યલોકમાં જે જીવો ધર્મનું આચરણ કરવા માટે સમ્યક પ્રકારે સજ્જ થયા છે, તે જીવોને ઉદ્દેશીને શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ યથાવસ્થિત ભાવોનું યથાર્થપણે પ્રતિપાદન કરે છે.” હવે – જીવો દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે ઉસ્થિત હોઈ શકે છે : શરીરથી ઊભેલા તે દ્રવ્યથી ઉસ્થિત કહેવાય છે અને જ્ઞાનાદિકથી સજ્જ થયેલા ભાવથી ઉસ્થિત કહેવાય છે.” તેમાં - સમવસરણમાં રહેલી સ્ત્રીઓ બન્ને પ્રકારે ઉસ્થિત હોઈ શકે છે અને પુરુષો દ્રવ્યથી ઉસ્થિત હોય પણ ખરા અને ન પણ હોય.' આથી : ભાવથી ઉસ્થિત થયેલા મનુષ્યોને અને ઉસ્થિત થવાની અભિલાષા રાખતા દેવોને અને તિર્યંચોને તથા જેઓ કૌતુકાદિકથી પણ, સાંભળે છે તેઓને પણ ભગવાન શ્રી તીર્થંકરદેવ આદિ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગ કહે છે.” ભાવથી સમુસ્થિત થયેલા આત્માઓને વિશેષણોથી વિશિષ્ટ કરતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે –” પ્રાણીઓનું ઉપમર્દન કરનારા હોવાથી દંડ જેવા મન, વચન અને કાયારૂપ દંડોને સંયમમાં રાખનારા, તપ અને સંયમની આરાધનામાં અનન્ય મનવાળા અને વસ્તુસ્વરૂપને સારામાં સારી રીતે જાણી શકાય એવા પ્રકારના જ્ઞાનવાળા.' એવા - ભાવથી ઉસ્થિત થયેલા મનુષ્યોને ઉદ્દેશીને ભગવાન શ્રી તીર્થંકરદેવ તથા શ્રી ગણધરદેવ આદિ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગનું કીર્તન કરે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ આથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન કરનારા પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવ, બીજા પણ અતીંદ્રિય જ્ઞાનીઓ એટલે કેવલજ્ઞાનને ધરનારા પરમર્ષિઓ અને ભગવાન શ્રી ગણધરદેવ આદિ શ્રુતકેવલી ભગવાનો, પરીષદમાં સાંભળવા આવેલા આત્માઓને ધર્મનું શ્રવણ કરાવે. શ્રવણ કરવા આવનારાઓમાં દ્રવ્યથી અને ભાવથી ઉત્થિત પણ હોય, કેવળદ્રવ્યથી અને કેવળભાવથી ઉત્થિત પણ હોય તથા ભાવથી ઉત્થિત થવાની અભિલાષાવાળા પણ હોય અને કુતૂહલાદિકથી સાંભળવાવાળા પણ હોય. આવા સઘળાની સમક્ષ પરમ ઉપકારી પરમર્ષિઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગનું કથન કરે. ૧૮૭ ખરેખર, ઉ૫કા૨પ૨ાયણ પરમર્ષિઓની ઉપકારક પ્રવૃત્તિ કોઈ અજબ પ્રકારની જ હોય છે. સાચા ઉપકારીઓનો પ્રયત્ન પ્રાણીમાત્રને મુક્તિના જ માર્ગે વાળવાનો હોય. દુનિયાદારીના માર્ગે તો પોતાની રસિકતાથી અને કર્મની પરાધીનતાથી જીવો સારી રીતે વળેલા જ છે અને એ માર્ગે વાળનારા ઉપકારીઓ તો આ દુનિયામાં અળસિયાંની માફક ફૂટી નીકળે છે, એટલે એ માર્ગે વાળવાના પ્રયત્નને ઉપકાર તરીકે ઓળખાવવો, એ તો ‘ઉપકાર’ શબ્દનો દુરુપયોગ કરવા બરાબર છે. ‘ઉપકાર’ શબ્દ કોઈ એવો શબ્દ નથી કે એ શબ્દનો યોગ જે તે પ્રવૃત્તિ સાથે થઈ શકે, પણ અજ્ઞાન દુનિયાએ કયા સુયોગ્ય શબ્દનો દુરુપયોગ નથી કર્યો ? અજ્ઞાન દુનિયા તો સુંદરમાં સુંદર શબ્દનો પણ દુરુપયોગ કરતી જ આવી છે અને કરે છે, એથી જરાયે દુ:ખી થવાનું કારણ નથી : પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની મનાવતા આત્માઓ પણ ‘ઉપકાર' અને એના જેવા સુંદરમાં સુંદર શબ્દોનો દુરુપયોગ કરવા જેવી વિચારણાઓ, વાગરણાઓ અને આચરણાઓ આચરે, ત્યારે તો જરૂર દરેકે દરેક સજ્જનના હૃદયને ભાવદયાથી ભરેલો આધાત થાય જ. એવા આઘાતના યોગે પરમ કરુણારસથી ભરેલા એક મહર્ષિએ પોતાના હૃદયદુઃખનો પોકાર કરતાં કહ્યું છે કે - " न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतराः त्वच्छासने ते कलौ । बिभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियं, पुत्कुर्मः किमराजकेऽपि हि तला रक्षा न किं दस्यवः || १ || " “હે શ્રી વીર ભગવન્ ! પૂર્વે તે જેઓને મુક્તિપથના વાહકપણાએ સ્થાપ્યા હતા, તેમાંના ઘણાબધા તારા અભાવે કલિકાળમાં શાસનને લૂંટનારા થયા તે યતિનામને 926 Page #201 -------------------------------------------------------------------------- ________________ – ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! ... 62 - - ૧૮૭ ધરનારા તેઓઅલ્પબુદ્ધિવાળા આત્માઓની એટલે ભોળાઓની પુણ્યલક્ષ્મીને ચોરી લે છે. આમાં અમે પોકારશું કરીએ ? કારણ કે રાજા વિનાના રાજ્યમાં શ કોટવાળો ચોરોનથી થતા ?અર્થાત થાય છે જ તેવી જ રીતે હે નાથ!તારા શાસનમાં પણ તેં જેઓને ભક્તિમાર્ગના વાહકપણે સ્થાપ્યા હતા, તેઓ જ અત્યારે તારા અભાવે તારા શાસનને લૂંટનારા થયા છે અને તે જ પવિત્ર થતિનામનેધરીને તેઓતારા શાસનમાં રહેલા ભોળા આત્માઓની પુણ્યલક્ષ્મીને લૂંટી રહ્યા છે, ત્યાં અમારાથી પોકાર પણ શું થાય?” આ એક પરમર્ષિના ગંભીર પોકારની ગંભીરતાને સમજીને, પ્રભુશાસનના રસિયાએ પોતાની જાતને પ્રભુશાસનમાં સ્થિર બનાવવી જોઈએ અને તેવી ઇચ્છા ન જ હોય તો પોતાની જાતને પ્રભુશાસનથી અલગ કરી દેવી જોઈએ, પણ કોટવાળના વેષમાં રહીને કે તેનું નામ ધરાવીને લૂંટારાનું કામ કરવા જેવી નીચામાં નીચી હદે પોતાની જાતને ન જ મૂકી દેવી જોઈએ : અન્યથા તેનું પરિણામ આ લોકમાં પણ ભયંકર જ આવે છે. કદાચ પૂર્વના પુણ્યના પ્રતાપે આ લોકમાં ભયંકર પરિણામ નહિ આવે, તો પરલોક તો જરૂર ભયંકર છે જ. જો આ ભયંકર પરિણામથી બચવું જ હોય, તો પરમ ઉપકારીઓના જીવનનો, તે ઉપકારીઓની સર્વના જ આત્મકલ્યાણને કરવા ચાહતી મનોદશાનો અને તે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓનો અભ્યાસ કાળજીપૂર્વક શુદ્ધ દૃષ્ટિથી કરવો જોઈએ : તે સિવાય શ્રી જિનેશ્વરદેવનો, શ્રી જિનેશ્વરદેવના શાસનનો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલા પુણ્યાત્માઓનો આછો આછો પણ ખ્યાલ થતો નથી અને તે ખ્યાલ નહિ થાય ત્યાં સુધી આત્મા કે આત્માની શુદ્ધ દશા તરફ કદી જ ધ્યાન ખેંચાતું નથી. એ તરફ ધ્યાન ખેંચાયા વિના આજ સુધી કોઈ પણ આત્માએ પોતાનું આત્મશ્રેય સાધ્યું નથી, માટે આત્મશ્રેયના અર્થી આત્માઓએ ઉપકાર અને ઉપકારીઓના સ્વરૂપને સમજીને, પોતાનું સમગ્ર જીવન ઉપકારીઓના ચરણે સમર્પ દઈને, પોતાનો આત્મિક ઉપકાર સાધવા દ્વારા, વિશ્વના ઉપકાર માટે આત્મિક ઉપકારને સિદ્ધ કરનારી સઘળી પ્રવૃત્તિઓ આદરવી જોઈએ. એવી પ્રવૃત્તિઓના પરિણામે જ પોતાનો આત્મા આરાધક દશામાંથી આરાધ્યદશાને પામશે. શ્રી જિનેશ્વરદેવના શાસનનો આ જ મર્મ છે. આ મર્મથી અજ્ઞાત આત્માઓ ચાહે તેટલો આડંબર રચે, તે છતાંય તેઓ પોતાનો ઉદય કદી જ સાધી શકવાના નથી : ઊલટા આ ભયંકર સંસાર રૂપ અટવીમાં અટવાઈ મરશે અને પરિચયમાં આવતા આત્માઓને અથડાવી મારશે. અસ્તુ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 928 શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશક પરમષિઓ ધર્મનું કથન કોની કોની સમક્ષ કરે ?' - આ પ્રશ્નનું સમાધાન કર્યા પછી, સૂત્રકાર મહારાજા એ બતાવવા માગે છે કે “શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ કયા આત્માઓ ધર્મની આચરણા માટે ઉદ્યમશીલ થાય છે અને બીજાઓનું શું થાય છે ?' શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મની પ્રાપ્તિ ને આચરણા કરી કોણ શકે છે? હવે સૂત્રકાર મહારાજા એમ ફરમાવવા ઇચ્છે છે કે “સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેવા પણ, ધર્મનું નિરૂપણ કરનારા હોવા છતાં પણ તે તારકના કથન પ્રમાણે તો કોઈ લઘુકર્મ આત્માઓ જ અંગીકાર કરે છે અને અંગીકાર કરીને ધર્મની આચરણા માટે ઉદ્યમશીલ બને છે. આ વસ્તુને સમજાવતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે પર્વ ને મહાવીરા વિવિનંતિ" આ સૂત્રાવયવનો ભાવ સ્પષ્ટ કરતાં, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે "एवं च तीर्थकृताऽऽवेदिते सत्येके-लब्धकर्मविवरा विविधं संयमसङ्ग्रामशिरसि पराक्रमन्ते, परान् वा इन्द्रियकर्मरिपून् आक्रमन्ते पराक्रमन्त इति ।" શ્રી તીર્થંકરદેવ જેવા પણ ધર્મના જણાવનાર હોવા છતાં, જે આત્માઓને કર્મના વિવરની પ્રાપ્તિ થઈ હોય છે, એટલે કે જે આત્માઓ કર્મથી લઘુ બન્યા હોય છે, તે જ આત્માઓ સંયમસંગ્રામના શિર ઉપર આરૂઢ થઈ, પોતાની સઘળી શક્તિઓ એ સંગ્રામમાં વિજય પામવામાં ખર્ચે છે અથવા આત્માથી પર છે ઇન્દ્રિયો અને કર્મરૂપ શત્રુઓ છે તેઓ ઉપર આક્રમણ કરે છે, એટલે કે એ શત્રુઓને મારી હઠાવવાના પ્રયત્નો કરે છે.” આથી સ્પષ્ટ જ છે કે આત્મા જ્યાં સુધી કર્મલઘુ ન બને, ત્યાં સુધી પરમતારક એવા તીર્થપતિની દેશનાનો પણ લાભ નથી લઈ શકતો. લઘુકમી આત્માઓને જ તારક તીર્થપતિઓના ઉપદેશ રુચે છે : તેવા જ આત્માઓ તે ધર્મનો સ્વીકાર કરે છે ? અને તેવા જ આત્માઓ સ્વીકારેલા ધર્મને આચરવા માટે અવિરત ઉદ્યમ કરે છે તેમજ એ દ્વારા આત્માને પાયમાલ કરી નાખનાર કર્મશત્રુઓનો તથા તે શત્રુઓને પુષ્ટ કરનારા ઇંદ્રિયો અને કષાયરૂપ શત્રુઓનો સંહાર કરવા માટે, પોતાના સઘળા બળને વાપરવાના દઢ નિશ્ચયવાળા બને છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ 20 - ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૮૯ ભારેકર્મોની દશા : “જ્યારે લઘુકમ આત્માઓની આ દશા હોય છે, ત્યારે ભારેકર્મી આત્માઓની દશા કેવી હોય છે ? એ બતાવતાં સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામી મહારાજા ફરમાવે છે કે પસંદ અને મવસીયના મUપ” એ સૂત્રાવયવને સમજાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા લખે છે કે "साक्षात्तीर्थकरे सकलसंशयच्छेत्तरि धर्ममावेदयति सत्येकान् प्रबलमोहोदयावृत्तान् संयमेऽवसीदतः पश्यत यूयं, कथम्भूतानित्याह-नात्मने हिता-प्रज्ञा येषां ते अनात्मप्रज्ञास्तानिति" “હે ભવ્ય જીવો! તમે સકલ સંશયોને છેદનારા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ ધર્મના સમાવનાર હોવા છતાં, પ્રબલ મોહોદયથી ઘેરાયેલા, આત્માને હિતકારી પ્રજ્ઞા-બુદ્ધિથી રહિત અને સંયમથી સિદાતા આત્માઓને જુઓ.” આથી સ્પષ્ટ જ છે કે કેટલાક લઘુકમ આત્માઓ જ પ્રભુ કહે તેવી આચરણા આચરવા, એટલે કે ધર્મની સાધના માટે પ્રયત્નશીલ થાય : કર્મરૂપી શત્રુની સામે રણસંગ્રામમાં ઊતરે : અને કર્મશત્રુઓને દૂર કરવાના પણ પ્રયત્ન કરે ! પણ જેઓ ભારેકર્મી છે, તેઓ તો સકલ સંશયને છેદનારા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવની દેશના સાંભળે, તે છતાંયે સંયમને સાધી શકતા નથી. તે બિચારાઓ તો પ્રમાદી બની, મોહને આધીન બની, સંયમ લઈ શકતા જ નથી કારણ કે એમના હૈયામાં દેશના રીતસર પ્રવેશ ન પામે. એવાને માટે શ્રી તીર્થંકરદેવની દેશના પણ કામ ન કરે. હવે વિચારો કે શ્રી તીર્થંકરદેવની દેશના તારે કોને ? કહેવું જ પડશે કે તરવા યોગ્ય હોય તેને ! ડૂબવાની જ ઇચ્છાવાળા, સ્વયં ડૂબવાની જ પ્રવૃત્તિ કરી રહેલાને તે તારકની દેશના પણ શી રીતે તારે ? આત્માના લઘુકમપણાનું એ ચિહ્ન છે કે સાચી વસ્તુ સંભળાય તો તરત હૃદયમાં ખટકો થાય. એનાથી કદાચ આચરણ ન થાય, પણ “આ થાય તો ઠીક' - એમ તો એને જરૂર જ થાય. ભારે કર્મી આત્માને પહેલાં તો ધર્મ રુચતો નથી અને કદી રુચે તો બીજી વાસનાના યોગે રુચે છે. ધર્મ એવો છે કે મુક્તિ પણ આપે અને બીજું પણ આપે એનું વર્ણન હોય ત્યાં વાત બધી આવે : બધી સારી ચીજો ધર્મના યોગે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ -- 90 જ મળે : શરીર-કુટુંબ-પરિવાર-સાહ્યબી-ધન વગેરે બધું મળે તે ધર્મથી જ મળે : ધર્મના વર્ણનમાં કહેનાર આ બધું જ કહે છે. આથી ધર્મ, ધર્મનું રહસ્ય કે ધર્મનું સાધ્ય સમજ્યા વિના જ, કેટલાક આ દુનિયાદારીની સુખસાહ્યબી માટે પણ ધર્મની રુચિવાળા થાય. આપણો મુદ્દો એ છે કે માત્ર મુક્તિના ધ્યેયથી ધર્મ તરફ રુચિ થવી કઠિન છે અને જ્યાં સુધી એવી રુચિ ન થાય, ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવોએ કહેલો ધર્મ ફળે પણ નહિ. મોહનું આવરણ એવું જબરું છે, એટલા બધા પ્રમાણમાં બળવાળું છે, એવું તેજ છે કે આત્મા ધર્મ તરફ વળે નહિ અને કદાચ વળે તો પેલી દુનિયાદારીની સુખ સાહ્યબીથી લેપાય, પરિણામે એમાં ને એમાં રૂલે. દુનિયાદારીની ચીજોને ઇચ્છતો ઇચ્છતો એવો તીવ્ર પરિણામી થાય કે પરિણામે એ દુર્લભબોધિ પણ થાય. ખરેખર, મોહની સત્તા જબરી છે. મોહની પ્રબળતા અંગે શ્રી સીતાજીનું દૃષ્ટાંત યાદ રાખવા જેવું છે. સીતાજી સંયમ લઈ સંયમનું બરાબર પરિપાલન કરતાં કાળધર્મ પામીને બારમા દેવલોકમાં ઇંદ્ર થયાં છે. કાળક્રમે શ્રી રામચંદ્રજી પણ સંયમ લે છે. સંયમમાં રત એવા તે મહર્ષિ ધ્યાનારૂઢ થયા છે : ક્ષપકશ્રેણી પર ચડ્યા છે કેવળજ્ઞાનની તૈયારી છે : તે વખતે સીતાજીનો આત્મા જે ઇંદ્ર થયો છે, તેમને એમ થાય છે કે “જો શ્રી રામચંદ્રજી કેવળજ્ઞાન પામશે તો મુક્તિએ જશે અને એમ થશે તો અમારો સંબંધ નહિ થાય : માટે જો ક્ષપકશ્રેણિથી ચળે તો સંસારમાં રહી જાય : અને તો અમારો સંબંધ થાય : માટે ક્ષપકશ્રેણિમાં રહેલા એમને અનુકૂળ ઉપસર્ગથી ઉપદ્રવ કરું, કે જેથી તે મારા મિત્ર દેવ થાય.' - આ પ્રમાણે વિચારી એમણે શ્રી રામચંદ્ર ઋષિને ધ્યાનથી ચલાયમાન કરવા અનુકૂળ ઉપસર્ગો કર્યા. સમ્યગ્દષ્ટિ છે, ઇંદ્ર પણ છે, છતાં પણ એમની પાસે આવી પ્રવૃત્તિ કરાવનાર મોહની સત્તા કેવી અજબ છે એ વિચારો. અનુકૂલ ઉપસર્ગ એવા કે ભલભલા પણ ચલાયમાન થાય, પણ જેમ એ ઇંદ્ર બળવાન હતા તેમ અહીં શ્રી રામ પણ બળવાન હતા : ધ્યાનમાં અડગ રહ્યા અને કેવળજ્ઞાન પામ્યા. પછી તો એ જ ઇંદ્ર મહોત્સવ કર્યો અને આશાતના કર્યા બદલ માફી માગી પણ એકવાર તો મોહે બધી કાર્યવાહી કરાવી. એ કાર્યવાહીમાં રામ દુઃખી થાય એવી એમની ભાવના નહોતી, પણ એ મોક્ષે જાય તો ફરી સંબંધ ન થાય એ જ ભાવના હતી : સંયમ પ્રત્યે દ્વેષ નહોતો : મુક્તિ જવાની તો પોતાને પણ ભાવના છે. પણ સાથે જવાય તો ઠીક, એ જ એક મોહના ઘરની ભાવનાએ આવી પણ Page #205 -------------------------------------------------------------------------- ________________ 1 - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૯૧ કાર્યવાહી કરાવી. “સમ્યગ્દષ્ટિને આવો વિચાર આવે ?” –આવો પ્રશ્ન જરૂર થાય, પણ એનો ઉત્તર એ છે કે “મોહના તીવ્ર ઉદયે આવે. પરંતુ એક વાત બરાબર યાદ રાખવાની કે એ આત્માને મોક્ષ કે સંયમ પ્રત્યે અરુચિ નહોતી : માત્ર મોહવશ રામચંદ્રજીને પકડી રાખવાની ભાવના છતાં યોગ્યતા જણાયા વગર ન રહી. એકવાર મોહે વિશુદ્ધ વિચારશક્તિને હણી નાખી, પણ સ્થિતિ ફરી કે મહોત્સવ ને ક્ષમા પણ માગી ત્યાં સમ્યગ્દર્શનના યોગે મોહની સ્થિતિનું તરત ભાન થયું ! મુદ્દો એ છે કે મોહ ભલભલાને મૂંઝવે છે. “અમુક આમ કેમ ? “અમુક પડ્યો કેમ ? અમુક ઢળ્યો કેમ ?' - એ જોવાય નહિ : અર્થાત્ એવા પતન તરફ દૃષ્ટિ કરીને પોતે શિથિલ થવું કિવા જે ચડવા તૈયાર થયા હોય તેમનો ઉત્સાહભંગ કરવો એ યોગ્ય નથી. અશુભનો ઉદય તથા મોહની ઉગ્રતા એવી છે કે એ ક્યારે ગબડાવે તે કહેવાય નહિ. ગબડતાં ગબડતાં પણ સ્થાને રહેવાય તો ચડાય. “પડ્યો' તેની ચિંતા ન કરવી, પણ “ટકે કેમ એ ચિતા કરવી. શ્રી ટીકાકાર મહર્ષિ એટલા માટે કહે છે કે સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ વિદ્યમાન છતાં, પ્રબળ મહોદયથી વીંટાયેલા આત્માઓ સિદાયા કરે છે, સંયમ લઈ શકતા નથી, અગર સંયમમાં પણ સિદાયા કરે છે. એ જોઈ એ જ વિચારવાનું કે મોહનું જોર અજબ-ગજબ છે. આથી પોતાની જાતનો બચાવ ન કરતા અને એવા બચાવથી ઢીલા ન થતા : અપવાદનો જ્ઞાતા કોઈને પડતો ભાળી, ત્યાં અપવાદ લગાડી એનો “બચાવ' કરે, પણ જો એ પોતે અપવાદમાં પડે તો એ અજ્ઞાની ! કાયદાનો જાણ, કાયદાથી અજાણ આદમી કાયદાની ચુંગાલમાં ફસાયો હોય તો તેને બચાવે, પણ પોતે કાયદાની ચુંગાલમાં આવે તો એનો ગુનો વધુ ગણાય : એને શિક્ષા મોટી : કાયદાનો અજાણ કહી દે કે “આ કામમાં ગુનો છે એવી મને ખબર નહોતી અને જો એનો એકરાર કોર્ટને બરાબર યોગ્ય લાગે તો કોર્ટ પણ એને કંઈક લાભ આપે : પણ ધારાશાસ્ત્રી એમ કહે તો કોર્ટ ન માને : એને જુઠ્ઠો અને પ્રપંચી માને : કેમ કે એ જાણે છે. અપવાદનો જ્ઞાતા પોતાની જાત માટે અપવાદની થિયરી ઊભી કરે તે કેમ ચાલે ? જ્ઞાની ધારે તો બારી બધી કાઢી શકે, પણ એ રીતે વર્તવા માંડે તો કલ્યાણ કેમ થાય ? મોહના ઉદયના નામે જાતનો Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ – – 932 બચાવ ન થાય. કોઈ પડે ત્યાં એમ થાય કે “કર્મની ગતિ વિચિત્ર છે : મોહનું જોર જબરું છે : સંભવિત છે કે એમ પણ બને.” પણ એ પર માટે : પોતે જાતે ગબડીએ ત્યાં તો કહેવાનું કે “આ કર્યું શું ?' ખૂબ પશ્ચાત્તાપ કરવાનો : હિતશિક્ષાની ઝડીઓ વરસાવવાની : પર માટેની દયા કે વિચાર પોતા માટે થાય તો ચડાય જ નહિ. અવિધિ દોષથી ક્રિયા છોડાય ? જ્ઞાનવાન ક્રિયાહીન અને ક્રિયાવાન જ્ઞાનહીન ક્યારે આરાધક ? આપણો મુદ્દો એ છે કે શ્રી તીર્થંકરદેવની હાજરીમાં પણ જો આ સ્થિતિ હોય, તો ગેરહાજરીમાં શું ન થાય ? એ કથન દ્વારા સૂત્રકાર મહર્ષિ એમ સૂચવે છે કે એક તો ધર્મ પામવો કઠિન છે, પામ્યા પછી સાચવવો કઠિન છે, અને પછી સ્થિરતાથી આરાધવો કઠિન છે. ધર્મ મેળવવામાં, સાચવવામાં અને સ્થિરતાથી આરાધવામાં કઠિનતા છે. અધર્મથી ભરેલી દુનિયામાં, ધર્મીએ ધર્મની આરાધના કરવી તે નાનીસૂની વાત નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એટલે મન-વચન-કાયાના અશુભ વ્યાપારથી ભરેલી દુનિયામાં રહેવું અને એમાંથી સમ્યક્ત્વ, વિરતિ, કષાયત્યાગ, અને મન-વચન-કાયાના અશુભ વ્યાપારનો ત્યાગ મેળવી, ત્રણે યોગોને શુભમાં યોજી, મિથ્યાત્વાદિથી આત્માને બચાવી મુક્તિએ જવું સહેલું છે ? નહિ જ, એમાં ઘણી મુશ્કેલી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને અશુભ યોગના સામ્રાજ્યમાંથી આત્માના એ ગુણો (સમ્યકત્વ. વિરતિ આદિ) મેળવવા અને સાચવવા એ બહુ કઠિન છે. મેળવે તે ભાગ્યવાન : મેળવીને સાચવે તે એથીએ ભાગ્યવાન : અને એ ગુણોની આરાધના દ્વારા સંસારસાગરથી નિસ્તાર પામે તે પૂરો ભાગ્યવાન. જ્ઞાનીએ કહ્યું કે મહામુશીબતે સારી ચીજ આત્મા પાસે આવી હોય અને તે સેવતાં તેનાથી સહેજ અવિધિ થતી હોય, તો તે ચીજને અવગણાય નહિ : કારણ કે શરૂઆતની ક્રિયા, અભ્યાસકાળની ક્રિયા જેવી રીતે જોઈએ તેવી રીતે સામાન્યતઃ આરાધી શકાતી નથી, અને જો એની અવગણના કરાય, ઉપેક્ષા કરાય, તો એ આવેલી ખસી જાય : એ ટકી ન શકે. અવિધિ દોષને લઈને આરાધવાની ભાવનાવાળાને ગભરાવવો નહિ. પહેલાં આપણે જોઈ ગયા છીએ કે - "जानन्ति केचिन्नतु कर्तुमीशा:, । कर्तुं क्षमा ये न च ते विदन्ति ।। जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति ।।१।।" Page #207 -------------------------------------------------------------------------- ________________ 933 ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 “જ્યારે કેટલાક આત્માઓ જાણે છે પણ કરવાને શક્તિમાન નથી અને જેઓ કરવાને સમર્થ છે તેઓ જાણતા નથી; ત્યારે તે આત્માઓ તો લોકમાં કોઈક વિરલા જ હોય છે, કે જેઓ તત્ત્વને જાણે છે અને તેને જાણ્યા મુજબ આચરવા માટે પણ શક્તિમાન થઈ શકે છે.” આથી ખુલ્લું જ છે કે તત્ત્વને પૂરું જાણે અને જાણ્યા બાદ આરાધવા સમર્થ હોય, જાણે પણ પૂરું અને કરે પણ પૂરું તે આત્મા ઊંચામાં ઊંચી કોટિનો ગણાય : એના આરાધકપણામાં તો શંકા જ નહિ, પણ એવા હોય કેટલા ? કહેવું જ પડશે કે વિરલા. કેટલાક એકલા જાણનાર પણ કરે નહિ અને કેટલાક જાણે નહિ પણ ક્રિયા કરે, આ બે પણ આરાધક. એ રીતે ત્રણે આરાધક, પણ પછીના બે આરાધક ક્યારે ? જાણનાર ક્રિયાને ન ઉવેખે અને ક્રિયા કરનારને હાથ જોડે તો ! ક્રિયા કરનાર પણ જ્ઞાનને ન ઉવેખે અને જ્ઞાનીનું માન કરે તો ! જાણે છે પણ ક૨વા સમર્થ નથી તે પણ આરાધક ખરા, કારણ કે એ ક્રિયાને ઇચ્છે જરૂર, પણ તાકાતના અભાવે જ કરતો નથી. તાકાત વિનાનો જ્ઞાની, ક્રિયા ક૨ના૨ને જુએ-જ્ઞાન વિના અવિધિથી પણ ક્રિયા કરનારને જુએ, તો પણ એને શું થાય ? અને એ બોલે શું ? અજ્ઞાન આત્માઓને પ્રેમપૂર્વક ઉત્તમ ક્રિયાઓ કરતા જોઈને જ્ઞાની ‘શું કર્યું તમે ! સમજો નહિ અને ક્રિયા કરવા બેઠા, ઊલટા વિરાધક થાઓ છો.’ - આ પ્રમાણે બોલે ? નહિ જ અને જો એમ બોલે તો એમ બોલનારો જ્ઞાની આરાધક નથી, એટલું જ નહિ પણ ઊલટો વિરાધક બને છે અને બીજાને વિરાધનામાં જોડે છે. આજકાલ આવા જ્ઞાની (?) બહુ છે : અસલ તો એ જ્ઞાની છે જ નહિ. એ વસ્તુતઃ જ્ઞાની જ નથી. વિરાધક કોટિના જ્ઞાની એવા જ હોય. એ પોતાને સમજદાર માને અને પોતે ક્રિયા ન કરતા હોય તેના બચાવમાં ક૨ના૨ની ખામી જુએ : જરા ભૂલ ભાળે તો ઉપર ચડી બેસે : ઊલટા એ કહે કે ‘આમ મોક્ષ મળતો હોત તો તમે દુનિયામાં રહ્યા જ ન હોત.’ સામાન્ય આદમી આથી માર્ગથી ખસી જાય. ૧૯૩ શાસ્ત્રદૃષ્ટિએ સાચા જ્ઞાનીને તો એમ થાય કે ‘મારા કરતાં તો આ સારા છે : કારણ કે હું લાભ જાણું છું પણ પામર એવો છું કે ક્રિયા કરતો નથી : આ તો બહુ સારા કે વગર જાણ્યું કે વગ૨ ભણ્યે પણ શુભ ક્રિયામાં રત છે ! જાણીને જે મેળવવું જોઈએ તે એ વગર જાણ્યે મેળવી રહ્યા છે.' તરત એ ક્રિયા કરનારાને હાથ જોડે : તેમ કરતા સંકોચાય નહિ. ‘હું પાંગળો, જાણ્યા છતાં પણ આઘો ઊભો છું’-એમ વિચારી એ જ્ઞાની ક્રિયા કરનારને તરત હાથ જોડે. આ જોઈ ક્રિયા કરનારની ભાવના કેટલાય ગુણી ચડે. સમજદાર પણ આટલું Page #208 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો * સન્માન કરે એ ક્રિયા કેટલી ઊંચી, એમ એને પણ એ ક્રિયા માટે બહુમાન થાય અને એથી ક્રિયામાં એ બહુ સ્થિર થાય. આરાધક જ્ઞાનીનો આ નમૂનો. એ જ્ઞાની હાથ જોડીને ક્રિયા કરનારને વિનવે કે “તમે એવા પુણ્યવાન છો કે સાધવાનું સાધી રહ્યા છો : હું જાણું છું પણ પામર એવો છું કે કરી શકતો નથી : તમે ધન્ય છો કે કરી રહ્યા છો : પુણ્ય જાગે અને મારામાં પણ શક્તિ આવે એ ઇચ્છું છું પણ તમારી ક્રિયામાં જો આટલો વિવેક ભળે તો ધાર્યું કામ થાય : અમે રહી જઈએ અને તમે પહોંચી જાઓ.” આ રીતે સંભળાવે તો પેલા પ્રેમથી અને બહુમાનથી સાંભળે. એમને પણ એમ થાય કે ‘જ્ઞાની હો તો આવા હોજો કે જેના યોગે નિસ્તાર થાય.' ૧૯૪ જૈનશાસનમાં જ્ઞાનીનું સ્થાન આ છે. ક્રિયા કરનારને નમે, હાથ જોડે, એની પ્રશંસા કરે અને એને માર્ગસ્થ કરે. જ્ઞાની તે નહિ કે જે પોતાનું ડહાપણ ડહોળી, અન્ય આત્માને પતિત કરવાના પ્રયત્નો કરે : એટલું જ નહિ પણ પતિત કરે ! 934 જ્ઞાન, જ્ઞાન તરીકે આજ પરિણમતું નથી, જ્ઞાનીએ કહેલી વાત ઉપરથી હૃદયવૃત્તિ ક્ષણે ક્ષણે પલટાતી જાય છે, એના પર ક્રોધ, માન, મત્સર, ઇર્ષ્યાદિ વધતાં જ જાય છે, એનું કારણ ? અક્ષરજ્ઞાન થાય છે પણ જ્ઞાન પરિણમતું નથી એનો હેતુ શો ? સમજદારનું કામ એ નથી કે અજ્ઞાનીનાં છિદ્ર શોધી એને હેરાન કરવા : એથી તો પરિણામે એ વધુ અજ્ઞાન બને. એ છિદ્રો કેમ પુરાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. જૈનશાસનના જ્ઞાની તો કલ્પવૃક્ષ જેવા : એ કંટક વૃક્ષનું કામ ન કરે. એ કલ્પવૃક્ષની છાયાથી તો શાંતિ જ હોય, પણ અનુભવ કરે તેને શાંતિ હોય. એ કલ્પવૃક્ષની સુગંધી ત કોને બનાવે ? નાકમાંથી કચરો કાઢે તેને, પણ નાકમાં વિષ્ટાની ગોળી રાખી મૂકે તેને નહિ. જૈનશાસનના જ્ઞાનીમાં તો જેમ જેમ જ્ઞાન વધે, સ્વ-પર વિવેક વધે, તેમ તેમ આત્માની હાલત ઊંચી થાય. અમુક ક્રિયા પોતાથી ન બને એ સંભવિત, પણ ક્રિયાના કરનારા પ્રત્યે સન્માનની ભાવના એને જીવતી-જાગતી રહે. કોઈ મોક્ષગામી આત્મા એવો નથી થયો કે શરૂઆતથી જ એની ક્રિયામાં અવિધિ ન હોય ! પહેલેથી જ એકડો સીધો ન ઘૂંટાય : વાંકોચૂંકો ઘૂંટતાં ઘૂંટતાં દિવસો જાય ત્યારે એકડો સીધો નીકળે. હવે વિચારો કે કોઈની અવિધિ દેખીને ગુસ્સો કરાય ? નહિ જ, તો પછી નવો સામાયિક કરવા આવે એની આજના Page #209 -------------------------------------------------------------------------- ________________ ess – ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 – ૧૯૫ જૂનાઓ પત્તર ખાંડે, એ કેમ જ યોગ્ય ગણાય ? ‘હજી બેસતાંય નથી આવડતું, હજી કટાસણું પાથરતાંય નથી આવડતું' - એમ કર્યા કરે : પણ – ભલા આદમી ! તને પણ પહેલાં ક્યારે આવડતું હતું ? એને આવડતું હોત તો આગળ ન બેસત ? એ તને પૂછત પણ શું કરવા ?' આ જાતના વિચાર કરવાને બદલે, ઊલટા જૂના સામાયિક કરનારાઓ એની મશ્કરી કરે તો પેલો ફરીને આવે ? હીનગુણી પર અનુકંપા ન આવે ત્યાં સુધી ધર્મના અંકુરો ફૂટતા નથી. બહુગુણીને હનગુણી પર દયા જ હોય. એનાથી એનું અપમાન ન જ થાય. એ નવા સામાયિક કરનારને એમ કહે કે “આવ ભાઈ બસ, મને પણ પહેલાં નહોતું આવડતું, પણ હવે આવડે છે : તને પણ ધીમે ધીમે આવડી જશે : ગભરાવું નહિ, શરમાવું નહિ.' આથી પેલાનો ઉમંગ વધે અને કહે કે “રોજ આવીશ.' રોજ આવે પણ ખરો : પણ મશ્કરી કરે તો ફરી આવે જ નહિ ને ? મશ્કરી કરનારા જાણકાર પણ વિરાધક કહેવાય. નવા આવેલા ન જાણે માટે મશ્કરી ન હોય. નવા આવ્યા એટલે એ તો નક્કી છે કે નથી આવડતું : આવડતું હોત તો પૂછત પણ શું કામ અને પાછળ બેસત પણ શું કામ ? પરંતુ શ્રી જિનેશ્વરદેવના શાસનના રહસ્યની જેને ખબર નથી, એવા શુષ્ક જ્ઞાનીના હૃદયમાં આ વાતો બેસતી નથી, જચતી નથી. શ્રી ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે “અવિધિના નામે ક્રિયાનો નાશ કરનારા - ક્રિયાના નાશનો પ્રયત્ન કરનારા, ક્રિયાના ઉચ્છેદક છે અને એથી શાસનના પણ ઉચ્છેદક છે. કારણ કે અવિધિ એ સંભવિત દોષ છે. શાસ્ત્રકાર જ્ઞાનીએ કહ્યું કે “વ્રત નિરતિચાર પાળવાં.' નિરતિચાર પાળવા એમ લખ્યું, છતાં અતિચાર અને એની આલોચના તથા પશ્ચાત્તાપ એ વગેરે વગેરે શું કામ લખ્યું ? એ વાત ખરી કે મુક્તિ તો ત્યારે જ મળે કે જ્યારે વ્રત નિરતિચાર પળાય, પણ વ્રત લે ત્યારથી અતિચાર ન આવે એ બને જ નહિ : અતિચાર આવે જ : માટે તો વ્રત લેતાં પહેલાં અતિચારની વિધિ સમજાવવી પડે : અતિચારનાં પ્રાયશ્ચિત્ત લેવાં પડે એમ પણ સમજાવવું પડે. જો આમ ન થાય તો એ આત્મા નિર્દોષ બને પણ નહિ ! ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં ચાર પ્રકારના સંઘને ઉભય ટંક આવશ્યક (પડિક્કમણું) નિયત. શ્રી ગણધરદેવ પણ પ્રતિક્રમણ કરે. અતિચારની આલોચના માટે પ્રતિક્રમણ છે. શ્રી ગણધર ભગવાનને પણ અતિચાર લાગે, તો Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - તમને-અમને લાગે એમાં નવાઈ શી ? અતિચાર લાગે એ ક્રિયા અવિધિવાળીને ? આત્મા જ્યાં સુધી અપ્રમત્ત ન બને, ત્યાં સુધી નાનો કે મોટો અતિચાર લાગ્યા વિના રહે નહિ માટે વ્રત જ નહિ એમ ? અવિધિ તો કાયમ રહે છે : પરિપૂર્ણ વિધિ આવે એટલે તો અમૃતક્રિયા થાય : એ ક્રિયા થાય એટલે કામ થઈ જાય : તહેતુ વિના અમૃતક્રિયા ન આવે અને ત્યાં સુધી કર્મમળ ન જાય અને કર્મમળ ન જાય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય : મુક્તિ ન પમાય. તમારે અને અમારે તહેતુ ક્રિયા કરવાની. મોક્ષની હેતુભૂત બધી ક્રિયા મોક્ષનું જ ધ્યેય ધ્યાનમાં રાખીને કરવાની. મોક્ષમાર્ગમાં જેટલી ક્રિયા સાધક તેટલીનું જ આ શાસ્ત્રમાં વિધાન અને જેટલી ક્રિયા બાધક તેટલીનો નિષેધ. આખી દ્વાદશાંગમાં વિધાન મોક્ષની સાધક ક્રિયાનું છે અને બાધક ક્રિયાનો નિષેધ છે. ભૂમિકા મુજબ વિધાન અને નિષેધના ઉપયોગનું પ્રમાણ ઓછું વધતું ખરું યોગ્યતા મુજબ પાત્રભેદ વિધિનિષેધમાં ભેદ ખરો : સામાન્યતયા મોક્ષમાર્ગની સાધક ક્રિયાનું વિધાન અને બાધક બધી ક્રિયાનો નિષેધ !મોક્ષસાધક ક્રિયામાં અતિચાર લાગે તો અતિચારનો નિષેધ હોય પણ ક્રિયાનો નહિઃ ક્રિયા કરવાની જ બને તેટલી નિરતિચાર? પરંતુ અતિચાર ખાતર ક્રિયા ન જ છોડાય. જો એમ ક્રિયા છોડવાનું જ્ઞાની ફરમાવે તો વ્યવહાર અને નિશ્ચય નયમાં ભેદ ન રહે તે માટે અવિધિના દોષથી ડરી જઈને કે ડરાવીને કોઈ વિહિત ક્રિયાથી ચુકાવે તો ચેતજો. ભાવના લાવવા માટે ક્રિયા જરૂરી છે? નિશ્ચય નય તો કહે છે કે “જાણકાર છે કે જે અમલ કરે : જે અમલ ના કરે તેનામાં જાણપણું નથી.” નિશ્ચય નયના હિસાબે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણઠાણાની કિંમત નથી. એનું શાસન સાતમે ગુણઠાણેથી. અને વ્યવહાર નય કહે છે કે “કદાચ પાપક્રિયા કરવી પડે, પણ પાપને પાપરૂપ માને તો તેનું જ્ઞાન સાચું છે. જાણ્યા બાદ બધુ સારું અને સાચું જ લે અને બધું ખોટું છોડે જ એ બનતું નથી, કેમ કે તેમ કરવામાં કૌવત જોઈએ છે. સમ્યગ્દષ્ટિ આત્મા મોટે ભાગે શક્તિને ગોપવે નહિ : ગોપવે તો પણ એને અતિચાર લાગે. વિર્યાચારના અતિચારમાં આવે છે ને કે “છતુ બળ વીર્ય ગોપવ્યું. માન્યતા અવળી થાય તો સમ્યક્ત જાય. હેયને હેય માને, કરણીયને કરણીય માને, ઉપાદેયને ઉપાદેય માને તો સમજ્ય નિયત છે. હેયને તજવાની તથા કરણીયને કરવાની શક્તિ Page #211 -------------------------------------------------------------------------- ________________ psi – ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૯૭ ઉપયોગમાં લીધી નથી માટે અતિચાર લાગે, પણ એના સક્તવને બાધ ન લાગે. ઘણા જીવો એવા છે કે “શક્તિ છે પણ આસક્તિમાં એવા લીન કે શક્તિનો ઉપયોગ મોક્ષમાર્ગની આરાધનામાં નથી કરી શકતા. શ્રી કૃષ્ણ મહારાજનું દૃષ્ટાંત વિચારો.એમના વખતમાં શ્રી તીર્થંકરદેવ વિના એમના જેવું બળવાન કોઈ નહોતું. સૌથી અધિક બળવાન એ હતા; છતાં નાનાં બાળક સંયમ લેતાં અને પાળતાં પણ કૃષ્ણજીથી સંયમ નહોતું લેવાતું તો શું તેમનામાં બળ નહોતું? હતું જ, કારણ કે તેમણે કેટલાય રણસંગ્રામો ખેલ્યા હતા. લાખો દુશ્મનોને પગની ઠોકરે ધ્રુજાવતા. આથી બળ નહોતું એમ નહિ, પણ આસક્તિનો અભાવ નહોતો. વિષય પ્રત્યેની લીનતા એનું નામ આસક્તિ. સભા : એમાં કર્મ ઉદય કારણ ખરુંને ! એમને કર્મ ઉદય હતો પણ ઉદય કહી બચાવ કરવાનો તમને અધિકાર નથી : આસક્તિ તોડવાનો પ્રયત્ન કર્યા પછી ન તૂટે તો ઉદય કહેવાનો અધિકાર છે. “અમુકને ઉદય એ કારણ છે એમ જ્ઞાની કહી શકે. તમે શી રીતે કહો ? પ્રયત્ન કર્યા છતાં ઉલ્લાસ ન આવે તો કહી શકાય કે ઉદય તીવ્ર. ઓટલે બેસી કહે કે “પાપનો ઉદય માટે પૂજા કરવા નથી જવાતું' અને ચાર કલાક ગપ્પાં મારે, એને ઉદય કહેવાનો અધિકાર છે ? હા, ઊઠે, પૂજા કરવા જાય ને મંદિરમાં પેસતાં ચક્કર આવે, તો કહેવાય કે અંતરાયનો ઉદય ! કૃપણ એ કહે કે “દાન તો કેવું છે પણ કોઈ આવતું નથી, દઉં કોને ?” - તો કહેવું પડે કે ‘પાત્ર શોધીને દાન દે : પાત્રની તપાસ કરતાં ન મળે તો કર્મોદય માન !” “જીરણ શેઠને અંતરાયનો ઉદય હતો” – એમ કહેવું એ વાજબી, કેમ કે પ્રયત્ન પૂરો હતો. મુનિની ચિંતા નહિ અને કહેવું કે “અંતરાયનો ઉદય કે વહોરવા નથી આવતા' - એ કેમ ચાલે ? ભાવ હોય તો વિનંતિ કરે - લઈ જવાના પ્રયત્નો કરે, તેવી જ રીતે આસક્તિ પણ છે તો કર્મના ઉદયથી, પણ ઉદય કહેવામાં તમારો બચાવ નથી ! “રાત્રે ખાવું કેમ છોડતા નથી ?' ત્યાં પાપનો ઉદય કહો એ બચાવ, પણ “ટેસ્ટ નથી છૂટતો' – એમ કહો તો ? આસક્તિ બતાવવામાં પોલાણ બતાવવી પડે છે. સામો સમજી જાય કે “આ તો પોલો છે' અને એ સહન થાય તેમ નથી! ‘પાપનો ઉદય' - એમ તો સૌ કહે ! ઉદય વિના આસક્તિ પણ નથી પણ આસક્તિ તોડવા પ્રયત્ન કર્યા બાદ ન તૂટે તો ઉદય કહેવાય. Page #212 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ આપણો મુદ્દો એ છે કે અતિચાર તો લાગે જ. સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,-એ બધામાં અતિચાર તો લાગવાના, લાગવાના ને લાગવાના. તીવ્ર પરાક્રમી ને મહાન સંયમી પણ અતિચારની આલોચના કરે. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા : એમને પણ અતિચાર લાગતા અને અતિચાર લાગે ત્યારે પ્રતિક્રમણ નિયત હતું. આથી સમજી શકાય એમ છે કે ‘અતિચાર લાગે માટે ક્રિયા છોડાય નહિ.' ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવાની શક્તિ ન હોય તો બેઠાં બેઠાં પણ ક૨વું : જોકે એમ કરવું એ પણ અતિચાર છે, તે છતાં એમ પણ કરવું : પરંતુ ન કરવું એમ નહિ. બીમારીમાં, ભયંકર બીમારીમાં સૂતાં સૂતાં પણ ક૨વું, એ અતિચાર છે, તે છતાં પણ એમ પણ ન કરવું એમ નહિ. તદ્દન ન કરે તેના કરતાં એમ કરનાર સારો. ૧૯૮ શાસ્ત્રકાર કહે છે કે ‘ભાવના ન આવતી હોય તોય અભ્યાસ પાડવા માટે પણ કરો : પ્રેમ જગાડવા માટે પણ કરો !' કેટલાક કહે છે કે ‘હૃદયમાં ભાવના ન હોય, અને રૂઢ ક્રિયા માટે મંદિરમાં ગયા અને આવ્યા : ઉમળકો છે નહિ તો ફાયદો શો ?' શાસ્ત્રકાર કહે છે કે ‘જતાં જતાં, ક્રિયા કરતાં કરતાં ભાવના જાગશે, માટે ભાવના લાવવા માટે પણ ક્રિયા કરવી. અતિ-પરિણત-દોષ એટલે ? 938 સભા : અતિપરિણત દોષ કોને કહેવાય ? શાસ્ત્રકારે જે ક્રિયાની આજ્ઞા કરી તેમાં મનઃકલ્પિત દોષનું આરોપણ કરી વિચારવું તે અતિ પરિણત દોષ. જ્ઞાનીએ અમુક ક્રિયા મુનિ કે શ્રાવક માટે કરવાની કહી, એ ક્રિયા કરતી વખતે સ્વમતિકલ્પનાથી દોષની સંભાવના કરવી, તેનું નામ અતિપરિણત દોષ. એનાથી ક્રિયા કરવાં છતાં દોષ લાગે. શિષ્ય ગુરુની આજ્ઞામાં રહેવું એ ધર્મ. ગુરુ કોણ ? - એ ઘણી વખત કહેવાયું છે. સામાન્ય વ્યાખ્યા એ કે ‘પ્રભુની આજ્ઞા મુજબ ચાલનારા : ગુરુ તે કે જે પાંચે મહાવ્રતોને ધારણ કરે, તે પાંચેને પાળવામાં ધીર બને, નિર્દોષ ભિક્ષા માગીને જ નિર્વાહ કરે, સદા સામાયિકમાં જ રહે અને ધર્મનો જ ઉપદેશ કરે.' કારણ પામીને ગુરુએ શિષ્યને આજ્ઞા કરી કે ‘ઝાડ પર ચડી જા.’ શિષ્ય ના તો ન પાડી શકે અને ચડે પણ, પરંતુ ચડતાં ચડતાં વિચાર કરે કે ‘ગુરુએ આવી આશા કેમ કરી ? ઝાડ તો સચિત્ત છે, સંઘટ્ટો થાય, માટે આ આજ્ઞા બરાબર Page #213 -------------------------------------------------------------------------- ________________ અ - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 – ૧૯૯ નહિ.' - આવી ભાવના મનમાં કરે, તે એની અતિપરિણતાવસ્થા કહેવાય છે ! શાસ્ત્રકાર કહે છે કે શિષ્યને દઢતા હોય તો તો વિચારે કે, ઝાડ સચિત્ત છે અને સંઘટ્ટો થશે એ બધું મારા કરતાં ગુરુ મહારાજ અધિક જાણે છે કે ઓછું? ગુરુ મહારાજ પોતે સંઘટ્ટો કરાવવા ઇચ્છે ખરા? નહિ. છતાં આજ્ઞા કરી માટે ગુરુએ કંઈ હિત ભાળ્યું હશે. આ રીતે એવો શિષ્ય તો સુગુરુની આજ્ઞા માથે ચડાવી નિર્વિચારપણે ચાલ્યો જાય, સભા: ગુરુથી શિષ્ય ડાહ્યો હોય તો ? અહીં જ ભાંગરો વટાય છે. ગુરુની વ્યાખ્યા તો આપણે કરી ગયા. પહેલાં ગુરુની પરખ કરો : પરખ કર્યા પછી બીજો વિચાર નહિ. ઝવેરી હીરો લેતાં પહેલાં બરાબર પરખ કરે, પરખ કરી લાખનું મૂલ્ય આપીને લે, પછી કોઈ કહે કે “આ તે લાખનો હોય ?' એટલે શું સાચો ઝવેરી મૂંઝાય ? જેને પોતાને પરખ છે તે બીજાનું માને ? દેવ, ગુરુ અને ધર્મની પરખ કર્યા પછી ડહાપણ ન ડોળાય. શિષ્યને એ ભાવના આવે કે “કહેનાર ગુરુ મહારાજ બધું જાણે છે : પ્રતિકાર પણ જાણે છે, હિતેષી છે, ઉપકારી છે, સકળ જંતુના પાલક છે, એમણે કરેલી આજ્ઞામાં જરૂર હેતુ હશે.” - તો શિષ્યની એ ક્રિયા નિર્દોષ થઈ જાય. માટે સમજો, વિનય તો જૈન સાધુનો જ હોય. આ વાત દૃષ્ટાંત દ્વારા સમજાશે. મુનિ ને રાજપુત્રમાં વધુ વિનયી કોણ? એક વખત એક રાજા ગુરુ પાસે વંદન કરવા આવ્યા છે. વાત પર વાત નીકળતાં વિનય સંબંધી વાત ચાલે છે : ત્યારે રાજા કહે છે કે “જેણે વિનય શીખવો હોય તેણે રાજપુત્ર પાસે જવું જોઈએ, કેમ કે ભાવી ગાદીપતિ અતિ વિનીત હોય.” ગુરુ : “રાજન ! જૈન સાધુ જેવો વિનય ક્યાંય ન હોય : રાજપુત્રને જેમ ગાદી માટે વિનય કરવો પડે છે, તેમ જૈન સાધુને મુક્તિપદ માટે વિનય કરવો પડે છે. ગાદી માટે જો એટલા વિનયની જરૂર હોય, તો મુક્તિપદ માટે તો એથી કેટલાય ગુણો વધુ વિનય જોઈએ ને ! રાજા : “હું ન માનું : મને રાજપુત્રનો અનુભવ છે.” ગુરુ : “મને પણ સાધુઓના વિનયન અનુભવ છે.” Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ – –– T બેઉની પરીક્ષા કરવાનું નક્કી થયું. ગુરુ : “તમારો પાટવી કુંવર અને મારો ક્ષુલ્લક એટલે નૂતન દીક્ષિત સાધુ, એ બેઉના વિનયની પરીક્ષા કરીએ.' પ્રશ્ન પણ સાદો શોધી કાઢવામાં આવ્યો : ખુદ પરીક્ષા આપનારાઓ પોતે પણ જાણતા હોય તેવો કાઢ્યો. રાજાએ ચરપુરુષની પણ ગોઠવણી કરી, કે જે છૂપી તપાસ રાખે. સાદા પ્રશ્નનો હેતુ એટલો જ માત્ર હતો કે “અપાયેલી આજ્ઞાનો રીતસર અમલ થાય છે કે નહિ તેટલું જ જોવું છે.' એ ગામ ગંગાના કિનારે હતું. પાટવી કુંવરને બોલાવી રાજાએ હુકમ કર્યો કે “જાઓ, તપાસ કરો કે ગંગા કઈ દિશામાં વહે છે ?” રાજપુત્ર વિનીત હતો એટલે જવાનો નિષેધ તો ન કર્યો, પણ એના મનમાં વિચાર થયો કે “બાપુજીની બુદ્ધિ બગડી. ગંગાના કિનારે વસનારા બધા જાણે છે કે, ગંગા કઈ દિશામાં વહે છે, તો પછી આ પ્રશ્ન જ શો ?' આ રીતે વિચાર કરતો કરતો તે રાજકુમાર મહેલમાંથી બહાર નીકળી થોડે દૂર ગયો, ત્યાં એને એના મિત્રો મળ્યા. મિત્રોએ ખબર પૂછતાં પાટવીકુંવરે વાત કરી. મિત્રોએ જણાવ્યું કે “એમાં ત્યાં જવાની શી જરૂર ? અમુક દિશામાં વહે છે એ નક્કી છે, માટે જઈને કહી દો.' કુંવરે આવીને એ મુજબ કહ્યું, પણ પેલા ચરપુરુષોએ થોડીવાર પહેલાં જ આવીને ખબર આપી દીધી હતી કે “કુંવરે આવી રીતે તપાસ કરી છે.' પછી નાના સાધુને બોલાવીને “ગંગા કઈ દિશામાં વહે છે' - એની તપાસ કરી આવવાનું ગુરુએ કહ્યું. એ સાધુએ વિચાર્યું કે “ગંગા કઈ દિશામાં વહે છે' એ તો બધા જાણે તેમ ગુરુ પણ જાણે જ : છતાં આજ્ઞા કરી માટે જરૂર કાંઈક હેતુ હશે !' એટલે તરત ‘તહત્તિ” કહીને ચાલ્યો. રસ્તામાં જેને-તેને પૂછે સામો મળે તેને પૂછે કે “ગંગા કઈ દિશામાં વહે છે?' પૂછી પૂછીને ખાતરી કરે : લોકો હસે : મશ્કરી કરે પણ તેની એને પરવા નહિ. “ગુરુની આજ્ઞામાં કાંઈક હેતુ છે.' - એ જ વિચાર : અનેકને પૂછતો પૂછતો ગંગાકિનારે આવ્યો : ત્યાં પણ ઊભેલાને એ જ પૂછવા લાગ્યો : બધા કહે કે “જોતા નથી ! જે દિશામાં વહે છે તે દેખાય છે.' તોય પૂછી ખાતરી કરે : આંખે જોઈને ખાતરી કરી એમાં તરતાં તરણાં જોઈને ખાતરી કરી અને જતાં જતાં પણ પુછાય તેટલાને પૂછીને ખાતરી કરી. પેલા ચરપુરુષોએ અગાઉથી આવીને રાજાને બધી વાત કહી અને કહ્યું કે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ‘એ સાધુ આટલી આટલી રીતે ખાતરી કરી ચાલ્યા આવે છે !’ રાજા પણ ખુશ થયો : સાધુના વિનય માટે એને બહુમાન જાગ્યું. આ ક્યારે થયું ?સુગુરુની આજ્ઞાથી મુક્તિ - ગળણ્ ધો, એમ શિષ્ય સમજતો હતો માટે ! ૨૦૧ સુગુરુ ગાંડી લાગતી પણ આજ્ઞા કરે, તો પણ ત્યાં કંઈ હેતુ હોય જ એમ શિષ્ય માને. ત્યાં શિષ્યમાં ફેરફાર થાત, તો રાજાને શાસન પ્રત્યે આટલો સદ્ભાવ ન થાત. એ સાધુ આવીને પણ કહે છે કે મેં આટલી આટલી રીતે તપાસ કરી જાણ્યું છે કે, ગંગા અમુક દિશામાં વહે છે : લોકોને પૂછીને, આંખે જોઈને, તથા તરણાં તરતાં જોઈને મારાથી બનતી ખાતરી કરી છે, છતાં તત્ત્વ તો આપ જાણો.' આ વિનય ! હજી ગુરુને કહે છે કે ‘છતાં તત્ત્વ આપ જાણો.’ ‘આમ જ' - એમ નહિ ! રાજા પણ વિચારે છે કે ‘જો રાજપુત્ર ગાદી માટે વિનય કરે, તો મુક્તિ માટે સાધુ આટલો વિનય કરે એમાં નવાઈ શી ?' સુગુરુએ બતાવેલી ક્રિયામાં શંકા, મૂંઝવણ તેનું નામ અતિપરિણત દોષ. ગૌતમ મહારાજા એક એક ક્રિયાનું રહસ્ય સમજતા હતા : અસંખ્યાતા ભવો જોઈ શકે એવું અવધિજ્ઞાન હતું : ચાર જ્ઞાનના ધણી હતા : પણ ભગવાનની આજ્ઞા વખતે એક પણ વખત વિચાર કરવા થોભ્યા છે ? ભગવાને એમને ખેડૂતને પ્રતિબોધ કરવા મોકલ્યા ત્યારે પોતે ધારત તો ઉપયોગ મૂકી શકત, પણ નહિ, ગુરુઆજ્ઞામાં વિચાર જ નહિ. સંપૂર્ણ શ્રદ્ધા ત્યાં ઉપયોગ મૂકવાની જરૂર જ શી ? એમાં તો વગર વિચાર્યે જ આજ્ઞાપાલન જ કરાય. ખેડૂતને હળ ખેડતાં ખેડતાં સંસારની અસારતાનો ઉપદેશ કર્યો ; ત્યાં જ ઓધો આપ્યો : તે પણ ત્યાં જ હળ મૂકીને હાલ્યો. ઘર ઘરને ઠેકાણે રહ્યું. રસ્તામાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. રસ્તામાં ભાવના ભાવતાં એ ખેડૂત સમ્યકૃત્વ પામ્યો. સમવસરણ આવ્યું અને જ્યાં ભગવાનને જોયા ત્યાં પૂર્વભવનું વૈર ઊછળ્યું અને ગૌતમ મહારાજાને કહ્યું કે ‘આ તમારા ગુરુ ?' ગૌતમ મહારાજાએ ‘હા’ કહી, એટલે ઓધો મૂકીને નાઠો. ગૌતમ મહારાજા વિચારે છે કે ‘ભગવાને મોકલ્યો ત્યાં આમ કેમ ?’ ભગવાનને પૂછે છે કે ‘ભગવન્ ! આમ કેમ ? હારી ગયો ?' ભગવાન કહે છે : ‘ગૌતમ ! એ પામી ગયો : એ પામે માટે મેં તને મોકલ્યો હતો.' જાણ્યા પછી અજીર્ણ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રભુની આજ્ઞા આગળ વિચાર જ નહિ. આજ્ઞાની યોગ્યતા કોને જોવાની હોય ? આજ્ઞા કરનારને કે આજ્ઞા ઉઠાવનારને ? Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ આજ્ઞાની યોગ્યતા વિચારવાની શક્તિ વધુ કોની ? જ્યાં આજ્ઞા કરનાર ‘સર્વશ’ હોય અને જ્યાં એ આજ્ઞાને સમજાવનાર ‘આજ્ઞાનુસારી નિગ્રંથ ગુરુ' હોય, ત્યાં એવો વિચાર એ પણ એક પ્રકારની આશાતના જ ગણાય. જ્યાં યોગ્યતા માની, જ્યા શ્રેય માન્યું ત્યાં તો એવા પરિણત થવું જોઈએ કે ત્યાં પછી આજ્ઞાની સામે દોષની સંભાવના ઊભી ન થાય. જ એ જ રીતે આતુરતા એટલે ચાપલ્ય, એ પણ દોષ છે. કાર્ય આરંભ્યું કે એ આતુરતા એટલે ઉતાવળ ન જોઈએ. ઉત્સાહ જોઈએ, મહેનત જોઈએ, બળવીર્યનો ઉપયોગ જોઈએ : ઉતાવળથી કામ બગડે. અમુક લોગસ્સનો કાઉસ્સગ કરવો, એવી આજ્ઞા હોવા છતાંય,-‘વધુ ગણીએ તો ઠીક'-એમ વિચારીને વધુ ગણે તે અજ્ઞાનતા કહેવાય : પણ ‘આટલો જ કેમ ? વધુ કેમ ન ગણાય ?' - આમાં અતિપરિણત દોષ છે. પહેલામાં અજ્ઞાનતા છે પણ આજ્ઞાથી ઉપરવટપણું નથી, જ્યારે અહીં આજ્ઞા ઉલ્લંઘન (ઉપરવટપણું) છે. રસોઈ કરતાં સ્ત્રી જાણે કે ખીચડીમાં રૂપિયાભાર મીઠું નખાય, પણ રૂપિયાભારથી આટલી મિઠ્ઠી થાય તો દશ રૂપિયાભારથી વધુ થાય, એમ ત્રિરાશી માંડે અને નાખે તો, જેટલાને પીરસે તેટલાને થૂથુ જ કરાવે. ક્રિયામાં જે વિધિ હોય તેમ થાય. અમુક કાઉસગ્ગમાં આટલા જ લોગસ્સ, તે તેટલા જ કરવા જોઈએ. સામાન્ય રીતે વધુ કરીએ તો ઠીક' - એમ ધારી કરે તો અજ્ઞાન દોષ કે અવિધિ દોષમાં લઈ જવાય, પણ ‘વધુ કરવામાં હ૨કત શી ?' - એ ભાવના થાય તો અતિપરિણત દોષ. 942 આગમ કહે તે સાચું ! સ્વર્ગત પરમારાધ્ય ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજાએ, શ્રી વિશનચંદજીને એક જ યુક્તિથી બોધ કર્યો હતો. ‘મૂર્તિને ન માનવી' - એ માન્યતા ત્યાં હતી. એમાં આરંભસમારંભ છે માટે ન માનવી આવી માન્યતા હતી : એ કઈ રીતે સમજે ? ગુરુને ખબર મળી હતી કે ‘શ્રી આત્મારામજી મૂર્તિને માનનાર થયા છે અને જેને-તેને બગાડે છે.’ એ પરથી વિશનચંદજીને પણ ગુરુએ નિયમ કરાવ્યો હતો કે ‘તારે આત્મારામજીને મળવું નહિ, એની પાસે જવું નહિ.’ એક ગામમાં બે ભેગા થયા. ‘વિશનચંદજીને નિયમ કરાવ્યો છે' એની ખબર શ્રી આત્મારામજી મહારાજાને પડી હતી. શ્રી આત્મારામજી મહારાજાએ વિચાર્યું કે ‘એમને નિયમ છે, મને નથી.’ - એમ ધારી પોતે ત્યાં ગયા. ગયા એટલે બોલાવવા તો પડે ને ? ‘પધારો, પધારો’ - કહ્યું. Page #217 -------------------------------------------------------------------------- ________________ મ - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 – ૨૦૩ શ્રી આત્મારામજી મહારાજાએ કહ્યું કે “તમારે નિયમ છે, મારે નથી.” પછી મૂર્તિની વાત કાઢી. વિશનચંદજીએ કહ્યું કે “એમાં આરંભ-સમારંભ છે, માટે મૂર્તિને કેમ મનાય ?' શ્રી આત્મારામજી મહારાજાએ એક જ વાત કહી કે “પાપ અને પુણ્ય તથા આરંભસમારંભ એ વગેરે તમે અને હું વધુ જાણીએ કે આગમના કહેનાર વધુ જાણે ? એમાં આપણી મતિકલ્પના ચાલે ?' વિશનચંદજી શું કહે છે? સરલ આત્માની દશા જુઓ : વિશનચંદજી કહે છે કે “આગમમાં હોય તે સાચું મારા કરતાં એ વધુ ભવભીરુ હતા માટે એ કહે તે સાચું. આગમને ન માને તો ઓઘો શું કામ રાખું? તમે આગમમાંથી બતાવો તો તરત મારી માન્યતાનો ત્યાગ કરી મૂર્તિને માનું.” (આ વિશનચંદજી તે જ મુનિશ્રી લક્ષ્મીવિજયજી મહારાજ.) આજ્ઞાના રાગનું આ પરિણામ. શાસ્ત્રમાં શંકા હોય તેની વાત જુદી છે. આપણે તો શાસ્ત્રને આંખ સામે રાખીને જ ચાલવાનું છે. આપણું જૈનશાસન અને આપણે વાયુકાયમાં જીવ માનીએ છીએ. હાથ હાલે તો વાયુકાય હણાય કે નહિ ? હણાય, છતાં નમસ્કાર એ ધર્મ છે કે અધર્મ છે ? ખમાસમણ દેવું એ ધર્મ કે અધર્મ ? ત્યાં હિંસા કલ્પાય ખરી કે? શાસ્ત્ર જ્યાં હિંસા માની છે ત્યાં જ મનાય. નહિ તો છતે આગમે અને છતે જ્ઞાને કલ્યાણમાર્ગનો નાશ જ થાયને ? આ સ્થિતિ ભગવાન નહોતા જાણતા ? છતાં વિધિ કેમ કહી ? હિંસાનાં પરિણામ નથી, હિંસાની પ્રવૃત્તિ નથી અને સામાને હિંસક વૃત્તિ ઉત્પન્ન કરે તેવી પણ ક્રિયા નથી. ક્રિયા કરનાર હિંસક છે તેનો પણ ભાસ સામાને થાય તેમ નથી. અંદરનો અને બહારનો દેખાવ બધું શુદ્ધ છે. પરિણામ શુદ્ધ છે. ક્રિયામાં પણ હિંસા નથી. સામાને હિંસાનો ભાસ થાય તેવી ક્રિયા પણ નથી. એવી એક પણ ક્રિયા જ્ઞાનીએ વિહિત કરી નથી. આથી નિશ્ચિત છે કે શ્રી જિનાજ્ઞાને કોરાણે મૂકી દઈને જે દિવસ પોતાની જ મતિકલ્પનાએ ચાલ્યા, તે દિવસે ધર્મ, ધર્મ નહિ રહે. આગમની વાત ઘટાવવા - મગજમાં ઉતારવા - હૃદયસ્થ બનાવવા, મતિનો ઉપયોગ થાય, પણ આગમની વાત ખોટી ઠરાવવા મતિનો ઉપયોગ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ----- - w ન થાય! જો એ રીતે હિંસા જ લાગતી હોય, તો મુનિ મુનિપણું ન પાળી શકે અને શ્રાવક શ્રાવકપણું ન પાળી શકે ! મુનિ પણ ચાલે હરે ફરે : આહારપાણી કરે : એમ છતાંય મુનિ ષકાયના રક્ષક ખરાને ? શાથી ? વિહાર કરે, ઊઠે, બેસે, બધી ક્રિયા ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક કરે તો મુનિ હિંસક કે અહિંસક ? શાસ્ત્ર કહે છે કે “અહિંસક'. વિધિ છે કે “ઇર્યાસમિતિપૂર્વક, ઉપયોગ રાખીને, કોઈ જીવ ન મરે એ ભાવનામાં લીન રહી ચાલતા મુનિના પગ નીચે જંતુ આવી જાય અને કદાચ મરી જાય, તોય તે મુનિ અહિંસક છે અને બેદરકારપણે ચાલે, ઇર્યાસમિતિ ન પાળે, અને એના પગ નીચે જીવ ન મરે, તો પણ તે મુનિ હિંસક છે. અર્ણિકાપુત્ર આચાર્યને નદી ઊતરતાં દેવે ઉછાળ્યા : ભાલા ઉપર ઝીલ્યા : એમની કાયામાંથી નીકળતા લોહીની ધારાથી નીચેના અપ્લાય વગેરે જીવોની વિરાધના થતી હતી, છતાં આચાર્યને કેવળજ્ઞાન થયું. શાથી ? એ વખતે એમની ભાવના એ હતી કે “અરેરે ! મારા કાયયોગથી અકાયાદિ જીવોની વિરાધના થઈ રહી છે : અરે એ કાયા ક્યારે છૂટે !' પણ “ઓ બાપરે ! ભાલો વાગ્યો' - એ ભાવના ન થઈ. એ થાત તો હિંસા લાગત. આ તો સપક શ્રેણિએ ચડી કેવળ પામી મુક્તિએ ગયા. અરે, કેવળજ્ઞાની ઊભા હોય ત્યારે પણ, એમની કાયા સાથે અથડાઈ ને કેટલાય જીવો મરે એને હિંસા મનાય ? એ હિંસા થાય છે પણ એના પાપના ભાગીદાર એ નથી. પરિણામ, ભાવના એમનાં ઊંચા છે : એમની ક્રિયા જોઈને પણ દેખનારને થાય કે “ધન્ય મહર્ષિ !” એટલે શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલી ક્રિયા, આજ્ઞાસિદ્ધ ક્રિયામાં પ્રશ્ન જ ન હોય. શ્રી આત્મારામજી મહારાજે ત્યાં આગમમાંથી બતાવ્યું, કે તરત શ્રી વિપ્નચંદજી મહારાજે સત્યનો સ્વીકાર કર્યો. આજ તો કહે છે કે “આગમની વાત આ કાળમાં યોગ્ય છે કે કેમ ?' ત્રણ લોકના નાથ , ત્રણે કાળના એકસરખા જ્ઞાનીની વાતમાં પોતાની બુદ્ધિનો આ ઉપયોગ હોય ? એમ કરે એ આત્મા આજ્ઞાથી અપરિણત થયો ગણાય. આજ્ઞા ન મળે તે બને, પણ એને શ્રદ્ધાપૂર્વક માને અને પાળે તેને ધન્ય' – એમ માને તે આત્મા આજ્ઞાથી પરિણત. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વાજબી કે ગેરવાજબી, એ ન્યાય આપનાર તું કોણ? તારી શક્તિ શી? વાદી-પ્રતિવાદીનો ન્યાય કોણ ચૂકવે ? જજ; તે પણ મધ્યસ્થ જોઈએ. નહિ જેવા ઝઘડા માટે આવે તો શ્રી Page #219 -------------------------------------------------------------------------- ________________ As ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62–- ૨૦૧૫ જિનેશ્વરદેવની આજ્ઞાને વાજબી કે ગેરવાજબી, ઊઠાં સુધી ભણેલા ઠરાવવા બેસે ? અને અમુક કૃત્ય જિનાજ્ઞા મુજબનું છે કે નહિ, તે સંસારના લોલુપ, આગમના અજાણ ને ટૂંકી તથા તુચ્છ બુદ્ધિના નક્કી કરે ? અને તેને આગમ વિરુદ્ધ છે, એમ આગમના જાણકાર કહે તો એમનીય ઠેકડી કરવાની અધમતા સેવે, એવા નાલાયકો જિનાજ્ઞા જેવી વસ્તુને તોળી શકે ? ગીતાર્થો ભેગા થશે, સંઘ ભેગો થશે ત્યારે બધું થશે. એ જે થશે તે આગમને જોઈને થશે. આજ્ઞા કઈ રીતે વધુ પળાય, તેવા પ્રયાસો બધા કરી શકીએ. આ ભાઈને મનાવવા હોય તો જે રીતે મનાવાય તે બધી રીતે મનાવીએ. તેવી રીતે આજ્ઞા કઈ રીતે પાળી શકાય તેના ઉપાયો બધા લઈએ. પણ આજ્ઞાની સામે આક્રમણ ન હોય. આજ્ઞા દીપાવવાના વિચારો હોય. આજ્ઞાને હૈયામાં ઉતારવી કઈ રીતે, રાખવી કઈ રીતે તે વિચારો. જ્ઞાનીને જરૂરની ન લાગી હોત તો રાખત શું કરવા ? જરૂરનું ન લાગ્યું તે તો સાથે લઈ ગયા. ચૌદ પૂર્વ ગયા, દૃષ્ટિવાદ ગયું, માત્ર રાખવાજોનું રાખી ગયા. જે રાખ્યું તે આ જમાના માટે તો શું પણ રહેશે ત્યાં સુધીના જમાના માટે કરવા યોગ્ય જ એમાં શંકા નહિ. જિનકલ્પ, ક્ષપકશ્રેણિ વગેરેનો નિષેધ કર્યો. જેનાથી વસ્તુનો દુરુપયોગ થાય તે ગયું. મહિમાવંતા સ્તોત્રોમાંથી અક્ષરો કાઢી લીધા. દેવતા આવતા રાખ્યા હોત તો સટ્ટાની ખોટ પુરાવત ! તમે દેવતા પાસે કરાવત શું ? આગળ આચાર્યોએ પરિવર્તન કર્યા છે, પરંતુ તે પણ ગીતાર્થોની સંમતિથી, આગમને અનુસરીને ? એ પરિવર્તનો શાસ્ત્રાનુસારી હતાં. સભા : વિધિસૂત્ર નિષેધમાં અને નિષેધસૂત્ર વિધિમાં લઈ જવાય? નહિ. જો લઈ જાય તો બધું જ બગડી જાય. એ તો આજ્ઞાનો અપલાપ. એમ કરે તો તે નિહ્નવ કોટિમાં જાય. ચોપડામાં જમાના ઉધાર અને ઉધારનું જમા થાય ? આખો વિપર્યાસ થાય ! જમાનું ઉધાર અને ઉધારનું જમા કોણ કરે? મૂ પણ એવું ન કરે. વિધિસૂત્રને નિષેધમાં કે નિષેધસૂત્રને વિધિમાં લઈ જનાર જેનશાસનનાં સાધુ-સાધ્વી-શ્રાવક કે શ્રાવિકા મનાય નહિ, પણ ઘૂસણખોર મનાય. એવાથી તો બચવા પ્રયત્ન કરવો જોઈએ. હવે - “સંયમના અનુષ્ઠાનમાં પણ આત્માઓ ખેદ શાથી પામે છે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર મહારાજા કયાં કયાં દૃષ્ટાંતો દ્વારા શાં સમાધાન આપે છે” - વગેરે વર્ણન આપણે જોશું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩: શાસનના શગુને, સ્વભક્ત બનાવાય નહિ | 63 • ધર્મ ક્યારે પરિણમે ? • પરિણામભેદે ધર્મ પણ અધર્મ ! " • ઘર બાળીને તીરથ ન થાય ! • સાવઘ-યોગનું પચ્ચખાણ શા માટે ? • આદર્શ જીવનમાંથી લેવાનું શું ? • માત્ર ધર્મદાનમાં જ વરસ ખરાબ ? • ધર્મ ક્યારે ટકે ? ૦ કરતા નથી કે કરી શકતા નથી ? • સારા સંજોગોના સેવનથી સારાં પરિણામ : • અભવી ધર્મ કઈ ઇચ્છાથી કરે ? • પ્રભુના દુશ્મન અને સાધુના ભક્ત ? ૦ સામાયિકથી પણ સંયમની જ ભાવના ! • ધર્મવિરોધીઓની તલવાર અને આપણી ઢાલ : વિષયઃ પાંચ અનુષ્ઠાનોન ભેદ - અલગ પરિપ્રેક્ષ્યમાં આદર્શ શા માટે ? સારા સંયોગોનો અભ્યાસ ચાલુ રાખ - શાસનના વિરધી પ્રત્યે વર્તાવ. પૂર્વનાં અનેક પ્રવચનોનો ટૂંકમાં ઉપસંહાર કરી બીજા અનેક નવા વિષયોને અત્રે ચાલના આપી છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિની સમજ શું શું હોય છે ? તીર્થંકરદેવ માટે પણ પચ્ચકખાણની જરૂર ? આદર્શભૂત મહાપુરુષોના જીવનમાંથી પણ કઈ વસ્તુ લેવા યોગ્ય તેનો વિવેક, ધર્મ વિનાના લક્ષ્મીવાનોની દશા, ધર્મ કરવાની ઇચ્છા છતાં ન કરી શકનારની ભાવના, ત્રણ અનુષ્ઠાન તો મિથ્યાત્વીનાં વગેરે બાબતોને સારી રીતે સ્પર્શી મુખ્યતઃ શાસનનો, પ્રભુનો વિરોધી હોય તેને ભક્ત મનાય - બનાવાય કે નહિ અને એવાને ભક્ત માનવા-બનાવવામાં પ્રભુશાસનનો, પરિણામે સ્વનો પણ દ્રોહ કઈ રીતે થાય તે વાત વિસ્તારથી ચર્ચા છે. મુલાક્ષાગૃત • ધમ બનવામાં કે બનાવવામાં સાધન તો શ્રી વીતરાગની વીતરાગતા છે અને નિગ્રંથની નિગ્રંથતા છે. આ બે મુક્તિનાં સાધન છે. ૦ આદર્શનું અનુસરણ તો એનું નામ કે એમાંથી શુદ્ધ પકડાય ને અશુદ્ધ તજાય. • ધર્મ ન પામેલા લક્ષ્મીવાનો છતી લક્ષ્મીએ પણ દુઃખી જ છે. • ભાગ્યશાળી આત્માને ઉત્તમનો સહવાસ તો જેમ જેમ વધુ, તેમ તેમ વધુ જ લાભ ! તેનામાં ઉત્તમતાના જ રંગ વધે ! • સારાં પરિણામ ટકવાં કઠિન છે, માટે તો સારાં પરિણામ ટકે તેવા સંજોગોને રોજ સેવવા જોઈએ, વારંવાર સેવવા જોઈએ. બહુમાનપૂર્વક સેવવા જોઈએ. • સમવસરણની સાહ્યબીની કે પૂજાવાની ભાવના આવી કે મુક્તિ અટકી એમ સમજો ! • શ્રોતા પ્રત્યેની શરમ અને પરવા ઘટે તો જ ધર્મ કહેવાય. • જેને પ્રભુ ન ગમે, જેને પ્રભુનો માર્ગ જ ન ગમે અને જેને પ્રભુનાં આગમ જ ન ગમે, તને અમે શી રીતે ગમીએ ? • જેમ ધર્મવિરોધીથી અલગ રહેવાનું કહું છું, તેમ અમે પણ જો પ્રભુના માર્ગથી વિપરીત જતા કે કહેતા જણાઈએ, તો અમારાથી પણ આઘા જ રહેવાનું કહું છું. બે ઘડીનાં સામાયિકમાં આત્મકલ્યાણ માનનારો જિંદગીનાં સામાયિકને કેમ ન ઝંખે ? અને જિંદગીનાં સામાયિક પ્રત્યે લાલ આંખ કરનારમાં બે ઘડીનું સામાયિક હોય જ ક્યાંથી ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શાસનના શત્રુને સ્વભક્ત બનાવાય નહિ : ધર્મ ક્યારે પરિણમે ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ શ્રી ‘આચારાંગ’ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના ‘સ્વજનધૂનન’ નામના પહેલા ઉદ્દેશાની પીઠિકા કરતાં સમજાવી ગયા કે ધર્મ કહે કોણ ? ધર્મ કહે ક્યારે ? - કોને કોને કહે ? અને શ્રી તીર્થંકરદેવોએ પણ કહેલો ધર્મ કયા જીવોને રીતસર પરિણમે ?' અને આપણે એ પણ જોયું કે ‘શ્રી તીર્થંકરદેવો, શ્રી અતીન્દ્રિય જ્ઞાનીઓ એટલે કેવળજ્ઞાનીઓ અને શ્રી શ્રુતકેવળી ભગવાનો, એ ત્રણ જ પ્રકારના આત્માઓ સ્વતંત્રપણે ઉપદેશ દઈ શકે : બીજાઓ સ્વતંત્રપણે ધર્મ કહી શકતા નથી, કારણ કે બીજાઓ સ્વતંત્રપણે જીવાજીવાદિકનું સ્વરૂપ જાણી શકતા નથી.' બીજાઓ એમનું કહેલું કહે માટે એ સ્વતંત્ર ઉપદેશક કહી શકાય નહિ, આથી સ્પષ્ટ છે કે ‘સમ્યક્ પ્રકારે જીવાજીવાદિકનું સ્વરૂપ ન જણાય ત્યાં સુધી ધર્મદેશના દઈ શકાય નહિ.’ ધર્મદેશના, એ આત્માને સંસા૨થી મુક્ત કરવા માટે છે. જ્યાં સુધી આત્મા સ્વહિંસાથી બચવા માટે પરહિંસાથી ન બચે, ત્યાં સુધી મુક્ત થઈ શકે તેમ પણ નથી. માટે પ્રથમ તો એ જ વિચારવાનું કે ‘એ હિંસા ક્યારે રોકાય ?' ‘ત્યારે જ કે જ્યારે જીવાજીવાદિનુ સ્વરૂપ સમ્યક્ પ્રકારે સમજાય અને સમજપૂર્વક એનો અમલ કરવામાં આવે.’ કારણ કે ‘જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી એને હિંસાથી, મૃષાથી, ચોરીથી, મૈથુનથી કે પરિગ્રહથી પાપ લાગે છે એમ પણ ન સમજાય.' હિંસાથી સામાનો પ્રાણ જાય છે, એને દુઃખ થાય છે, મૃષાથી તથા ચોરીથી પણ સામાને દુઃખ થાય છે, મૈથુનથી પણ જીવોનો વિનાશ થાય છે અને પરિગ્રહથી પણ હજારોને પીડા થાય છે, - આ બધું સમજાય ક્યારે ? જીવાજીવાદિનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાય ત્યારે જ. આ હિંસાદિક તજવાનું શા માટે ? એટલા જ માટે કે બધી ક્રિયાઓ સામાને પીડા કરનારી છે માટે ! જે પ્રાણીને જ ન માને, જે જીવના સ્વરૂપને જ ન સમજે અને જ્યાં સુધી તેવા જ્ઞાનીના કથન ઉ૫૨ જેને સાચો પ્રેમ ન થાય Page #222 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - ત્યાં સુધી તેને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ ઉપર વાસ્તવિક પ્રેમ પણ શી રીતે થાય ? ઘણાને હિંસા પણ યોગ્ય લાગે છે અને મૃષા વગેરે પાપોથી ટેવાઈ ગયા છે એટલે એમાં પણ પાપ જેવું કાંઈ લાગતું જ નથી, કારણ કે એ આત્માઓને જીવોના સ્વરૂપની વાસ્તવિક માહિતી નથી. અથવા તો એમને માહિતી હોવા છતાં પણ એના ઉપર જોઈતી શ્રદ્ધા નથી. આથી એ જ સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનીઓના કથન ઉપર પૂર્ણ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી આત્મા સામાને અગર પોતાને પણ ધર્મમાં પરિણત કરી શકતો નથી.' “શ્રી તીર્થંકરદેવો પરના ભલાને માટે દેશના આપે છે.' - આ સાંભળીને કેટલાકો એમ કહે છે કે “તે તો વીતરાગ છે, એટલે પરના ભલાની પણ ભાવના ન હોય : માટે તીર્થકરને તીર્થ ન હોય, એ ઉપદેશ પણ ન આપે અને એમને ઉપદેશ આપવાના પણ ન હોય તેમજ એમને સમુદાય કે સંઘ કંઈ ન હોય !” પણ આ સંબંધમાં આપણે સમાધાન કરી ગયા છીએ કે “એ બધું શ્રી તીર્થંકર નામકર્મના વિપાકને લઈને થાય છે. એ વાત ખરી કે “કેવળજ્ઞાન થયા પછી ઇચ્છા નથી હોતી” – છતાંય શ્રી તીર્થંકર નામકર્મના વિપાકને લઈને એ બધું થાય જ. નદીનું પૂર જોશભેર ચાલ્યું આવતું હોય અને એના માર્ગની વચ્ચે આડા પહાડ હોય તોપણ, જો વેગ ચાલુ રહે તો પાણી પોતાનો માર્ગ પોતાની મેળે કરી જ લે : પાણી બહાર ઊછળીને પણ આવે : અરે, પહાડને ભેદીને પણ આવે ! તેવી રીતે તે તારકોએ “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને એવી મજબૂત બનાવેલી હોય છે કે એના યોગે શ્રી તીર્થકર નામકર્મને નિકાચિત કર્યું ત્યારથી કેવળજ્ઞાન થયું ત્યાં સુધી જે ભાવનાથી તીર્થંકર નામકર્મ નિકાગ્યું તે જ ભાવનાને પણ ખૂબ ખૂબ સીંચી : એવી સીંચી કે કેવળજ્ઞાન થયા પછી એમાંથી ઉપકારકતાના પ્રવાહો સ્વાભાવિક જ વહ્યા કરે છે. એ ઉત્કૃષ્ટ પુણ્યના યોગે સમવસરણ રચવાની તથા તમામ દિવ્ય સામગ્રી ખડી કરવાની દેવોને પણ બુદ્ધિ થાય છે. કર્મક્ષયથી થતા અતિશયો તો જુદા, પણ દેવતાઓ એમની મેળે સ્વયં આ બધી સામગ્રી ઊભી કરે ! એ અતિશય પણ એ તીર્થકર નામકર્મ (પુણ્ય)ને યોગે જ ! દેવતાઓ એવી અનુપમ સામગ્રી ખડી કરે કે લઘુકર્મી આત્મા ત્યાં આવીને પામ્યા વિના રહે જ નહિ : છતાં એવા પણ આત્માઓ હતા કે જે Page #223 -------------------------------------------------------------------------- ________________ 949 - ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63 - અતિશયોને પણ પાખંડરૂપ માનતા. સકલ સંશયને છેદનાર સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશના આપનાર છતાં, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓને ધર્મ પરિણમે નહિ. ૨૦૯ પરિણામભેદે ધર્મ પણ અધર્મ ! શ્રી તીર્થંકરદેવોના અતિશયોમાં મુખ્ય અતિશય તો એ છે કે ‘દરેકના સંશય એકીસાથે છેદે : સકળ સંશયો એકીવખતે છેદે : સાંભળતી વખતે કોઈ શંકિત ન થાય : શંકા થતાં તરત વગર પૂછ્યું સમાધાન : અને સૌ પોતપોતાની ભાષામાં સમજે એટલે કોઈ ન સમજે એમ પણ ન બને. શ્રી તીર્થંકરદેવ પોતે તો ત્યાગની મૂર્તિ છે : એમને રાગ કે મમત્વ કાંઈ નથી : કેમ કે વીતરાગ થયા છે. એવા પ્રભુ દેશના દે તો પણ મોહથી વીંટાયેલા આત્માને ધર્મ પરિણામ પામતો નથી. પરિણામભેદે ધર્મ એ પણ અધર્મ થાય. આથી જ જ્ઞાનીએ ક્રિયાને પાંચ અનુષ્ઠાનમાં વહેંચી છે. જે અનુષ્ઠાન મુક્તિનાં સાધન તે જ અનુષ્ઠાન આ લોકની કે પરલોકની પૌદ્ગલિક સુખની ઇચ્છાથી કરવામાં આવે તો એ ક્રિયા વિષક્રિયા કે ગરલક્રિયા થઈ અને તેથી તે જ અનુષ્ઠાન મોક્ષને બદલે સંસારનાં સાધન બની જાય. ‘બધા કરે માટે કરવું.’ - એ ગાડરક્રિયા તે અનનુષ્ઠાન. એ ત્રણે મિથ્યાદૃષ્ટિને હોય : સમ્યગ્દષ્ટિને આ ત્રણ અનુષ્ઠાન ન હોય : આ ત્રણ હોય તો સમ્યક્ત્વ ન ટકે. મિથ્યાદષ્ટિને તો આ ત્રણથી પણ ક્વચિત્ લાભ થાય : લાભ થવો સંભવિત છે એટલે થવો હોય તો થાય. અધિકારી ભેદ અને અધિકાર ભેદ તો ઊભો રહેવાનો. સ્વયં મિથ્યાદ્દષ્ટિ હોય તેને ઓઘદૃષ્ટિ ન જ હોય અગર સર્વથા પૌદ્ગલિક લાલસા ન જ હોય એ ન બને, હોય અને એ રીતે આવ્યા બાદ સ્વરૂપ જણાતાં એનો ત્યાગ કરે. એટલે એથી પણ તેને લાભ થવો સંભવિત ! પણ સમ્યગ્દષ્ટિને એ લાલસા થાય તો સમ્યકૃત્વ કેમ રહે ? સમ્યગ્દષ્ટિ હોવા માત્રથી જ એવાં અનુષ્ઠાનોનો નિષેધ છે, કારણ કે પુદ્ગલનાં સુખોને સારાં મનાય ત્યાં સમ્યકૃત્વ આવેય ક્યાંથી ને ટકેય ક્યાંથી ? ‘પૌદ્ગલિક સુખો ક્ષણિક છે, બનાવટી છે, પરિણામે દુઃખને લાવનારાં છે' - આવી સમ્યગ્દષ્ટિની સમજ હોય છે. પૌદ્ગલિક સુખ સંયોગજન્ય છે, જેનો સંયોગ તેનો વિયોગ નક્કી છે, સંયોગની સેવા વખતે પણ કર્મબંધ થાય છે અને અશુભ કર્મનો વિપાક ભયંકર છે.' - એમ સમ્યગદૃષ્ટિ સમજે છે. પૌદ્ગલિક સુખને સારાં Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 950 માનવાં, એને સેવવામાં આનંદ માનવો, એ પણ મિથ્યાત્વ જ છે. જો એમ ન હોત તો મિથ્યાત્વ રહેત ક્યાં ? છતાંય ખૂબી તો એ છે કે “પાછું ધર્મના ફળ તરીકે પણ એ જ !” આ તો માત્રા વધી ગણાય. જે ધર્મ મુક્તિનું સાધન તે જ દ્વારાએ આ મગાય, તો સમ્યકત્વ શી રીતે રહી શકે ? ભગવાનને કહેવા વીતરાગ અને રાગની સામગ્રી આપો' - એમ એમની પાસે રાગની સામગ્રી માગવી, એના જેવી ભયંકર દુર્દશા બીજી કઈ હોય? સાધુને કહેવા નિગ્રંથ અને – “અમારી ગાંઠો તમે વાળી આપો, અમને પરિગ્રહ મળે તેવું કાંક કહી બતાવો.' - એમ કહેવું ઓછું અજ્ઞાન છે ? આનો અર્થ તો એ કે “વીતરાગના વીતરાગપણ' તથા નિગ્રંથના નિગ્રંથપણા પ્રત્યે સાચી પ્રીતિ જાગી નથી.' ઘર બાળીને તીરથ ન થાય ! સભા : લાભાલાભ જોવાય ને ? તમે વ્યવહારમાં કહો છો ને કે “ઘર બાળીને તીરથ ન થાય' - એનો આશય અહીં લાગુ કરો ! એવી ભાવનાથી પરિણામે અહીં તો વસ્તુ જ નાશ પામે છે : બીજ બળી જાય છે. બીજ રહે તો વાત જુદી. બીજ શેકીને ફળની (લાભની) આશા કેમ રખાય ? લાભની આશાવાળાએ બીજને નહિ શેકવું શેકાઈ જવું પડે તો પોતે શેકાઈ જવું પણ બીજ નહીં શેકવું. ધર્મી બનવામાં કે બનાવવામાં સાધન તો શ્રી વીતરાગની વીતરાગતા છે અને નિગ્રંથની નિગ્રંથતા છે. એ બે મુક્તિનાં સાધન છે. આ મુદ્દો જો ન સમજાય અને લાભાલાભના બહાને બીજ બાળે, તો એ શ્રી વીતરાગદેવની અને નિગ્રંથ ગુરુદેવોની ભક્તિ કરવાને બદલે વખતે ઊલટી આશાતના કરે છે. “પદ્ગલિક સુખ અનિત્ય છે. અસાર છે, ગમે ત્યારે વિના પૂછયે પણ ચાલ્યું જવાનું છે અને રહે તો પણ પરિણામે દુઃખરૂપ છે.” - આ વાત સમ્યગ્દષ્ટિની સમજ બહાર હોય ? પૌદ્ગલિક સંયોગની રસિકતાથી વર્તમાનમાં પણ સુખ છે કે નહિ, - તે તમારા આત્માને જ પૂછો. ખરેખર, થોડા સુખની લાલસાએ પારિણામિક ઘણા દુઃખને ભુલાવ્યું છે. વ્યવહારમાં લાખની લાલસાવાળાને આઠ આઠ દશ દશ કલાકની કે તેથીય વધુ મહેનત પણ મહેનતરૂપ લાગતી નથી : લાગે તો છે પણ એ ગણતો નથી. અવસરે કહે પણ કે “લાખ કેમ કમાવા તે અમે જાણીએ. સાધુ તો ખરચવાનું કહે પણ લાખ કેમ મળે તેની સાધુને શી Page #225 -------------------------------------------------------------------------- ________________ 98ા – ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : - 63 – ૨૧૧ ખબર? એ તો જે કમાય જ જાણે : ખરચવાનું તો કહે પણ લાખ કમાવામાં પડતી મહેનત એ ક્યાં જાણે છે ?” સભા : ગુરુ ચમત્કાર બતાવે તો? હજી ચમત્કાર ન ભૂલ્યા. તમે લેપાઓ તેમ નથી અને તરશો એવી ખાતરી થશે તો ગુરુ તેમ પણ કરશે, પણ જેની પાસેથી ચમત્કાર જોઈએ તેના પર શ્રદ્ધા તો જોઈએ ને ? ચમત્કાર પણ પાત્ર ઉપર, કપાત્ર ઉપર નહિ. ભવિષ્યમાં તમને સુખી બનાવવા કે દુઃખી એ કહો. પહેલી તો વાત એ છે કે ધર્મની ઇચ્છાને બદલે ચમત્કારની ઇચ્છા કરનારમાં સમ્યક્ત્વ રહે ? પૈસા ચમત્કારથી કે ગમે તેમ આપ્યા પછી ગૃહસ્થ નિરારંભી થવાનો છે ? લાખ લઈને પણ છકાયની વિરાધનાથી અટકવાનો છે ? સાવધ-યોગનું પચ્ચકખાણ શા માટે? આ પ્રસંગે એક ભાઈ તરફથી કોઈ એક વાતનું નામ લઈને પ્રશ્ન પુછાયો, ત્યારે પૂજ્ય પ્રવચનકાર મહાત્માએ ઉત્તરમાં ફરમાવ્યું કે વાત આખી લાવો. આજકાલ વાતોમાંથી અમુક વાતોને ઊલટા રૂપમાં લઈ જવામાં આવે છે એ સમજો. આખી વાત પ્રમાણ સાથે લાવો, એટલે તરત એ વાતમાંથી જ સમાધાન મળી શકે. ઊલટું જ કાઢનારા આજે તો શ્રી કલ્પસૂત્રમાંથી પણ અખાડા તથા નાહવું-ધોવું, એ વગેરે વગેરે કાઢે છે ને ? ભગવાન શ્રી મહાવીરદેવના આખા જીવનમાંથી પણ વળગનારા વળગ્યા કોને ? અભિગ્રહને ને ? આથી કથા આપનાર તથા લેનારની દૃષ્ટિ શદ્ધ હોવી જ જોઈએ. ગૃહસ્થ જીવન, એ નિરારંભી જીવન નથી, એ વાત સર્વથા સત્ય છે. શ્રી તીર્થંકરદેવ જેવા પણ અણગારિતાનો સ્વીકાર કરતાં સર્વ સાવઘયોગનું જાવજીવનું પચ્ચકખાણ કરે છે. જો ગૃહસ્થ જીવન નિરારંભી હોત, તો શ્રી તીર્થંકરદેવને આ પચ્ચકખાણની જરૂર જ નહોતી. શ્રી તીર્થંકરદેવ તો ગૃહસ્થપણામાં પણ વિરાગી હતા. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગ પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું કે “વા રાજકી-સર્વથા નાથોજપુન્યા અત્ર તત્ર રતિ, વિરત્વે તજ તે પાર” “હે નાથ ! જે લક્ષ્મીના ભોગવટામાં જ્યાં-ત્યાં રતિનો અનુભવ છે, તે દેવલમી અને નરેન્દ્રની લક્ષ્મીને આપ જ્યારે ભોગવતા હતા, ત્યારે પણ આપનું વિરક્તપણું જ હતું, એટલે કે એવી લક્ષ્મીના ભોગવટામાં પણ આપ તો વિરક્ત જ હતા.” Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 992 આ રીતે જે તારકનો આત્મા જ વિરાગી, કેવળ શુદ્ધ હૃદયવાળો, ભોગને પણ રોગ માનીને જ ભોગવે, તે શ્રી તીર્થંકરદેવ પણ પચ્ચકખાણમાં સર્વ સાવઘયોગનો ત્યાગ કરે છે : એ એ જ સૂચવે છે કે “અત્યાર સુધીનું જીવન સાવદ્ય હતું, માટે જ સર્વ સાવદ્યયોગનું પચ્ચખાણ કરું છું. કારણ કે ગૃહસ્થજીવનને કોઈ પણ પ્રકારે નિરવઘ ઠરાવી શકાય તેમ નથી. એ જીવન જ એવું છે કે જેમાં આરંભ, પરિગ્રહાદિક સાવદ્ય તો બેઠું જ છે, એટલે ગૃહસ્થ જીવનને નિરારંભી કે નિરવદ્ય કહેવું, એના જેવી ભયંકર અજ્ઞાનતા બીજી એક પણ નથી. આદર્શ જીવનમાંથી લેવાનું શું? આનંદ-કામદેવ શ્રાવક, એ આજના શ્રાવકો માટે તો આદર્શ ખરાને ? એમના જેવું જીવન જિવાય તો તરાય એ તો ખરું ને ? વારુ, એમના જીવનમાંથી શ્રાવકો શું લે તો તરે ? એમના જીવનમાંથી શું લઈ પોતાના જીવનમાં ઉતારાય તો શ્રાવકોથી એમના જેવા આદર્શ બનાય ? એમના ભંડારમાં અઢળક લક્ષ્મી હતી, એમને ત્યાં દશ હજાર ગાયોના પ્રમાણવાળાં ગોકુળો હતાં, - એવું બધું મળે તો એમના જેવા બનાય એમ ? એમના જીવનમાંથી આ લેવાનું હોય કેમ ? એટલા મળે તો ઉપાશ્રયે આવવાનું ભૂલી જાઓ કે યાદ રહે ? ભાગ્યશાળીઓ! એ પુણ્યશાળી પુરુષોનું જીવન તો ઘણુંય મજેનું છે, પણ એમાંથી લેવાનું શું ?, એ જ સમજવા જેવું છે. દરેક જીવનચરિત્ર વાંચતાં પહેલાં નક્કી કરો કે શા માટે વાંચવું?' જો એ નક્કી ન થાય તો પુણ્યવાનના જીવનમાંથી પણ પાપની કરણી ઉપાડાય. આજે શ્રી આનંદ અને કામદેવ જેવા પરમ શ્રાવકોના જીવનમાંથી પણ શું લેવાય છે? એમની કેટલી ઋદ્ધિ-સિદ્ધિ ? આટલી બધી તો લક્ષ્મી, આવો તો જંગી વેપાર, પાંચસો પાંચસો હળ ખેડે એટલી તો જમીન, આટલું કરવા છતાંયે એમની મુક્તિ થવાની છે, તો આપણે આટલો થોડો આરંભ-સમારંભ કરીએ તેમાં આપણી મુક્તિ કેમ અટકી જાય ? અર્થાત્ ન જ અટકે.” આજે એમના જીવનમાંથી આ લેવાય છે. એમણે પરિગ્રહનું પરિમાણ કર્યું, લાલસા પર કાપ મૂક્યો, પ્રતિમા ધારી બન્યા, દેવોના ઉપસર્ગમાં પણ અડગ રહ્યા – એ બધું લેવાની તો શું, પણ એ તરફ જોવાની પણ બાધા હોય, એવો આજનો વર્તાવ છે. શ્રી આનંદ અને કામદેવ વગેરે શ્રાવકો એકાવતારી છે અત્યારે દેવલોકમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ 953 - ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63 છે : ત્યાંથી સીધા મહાવિદેહમાં જઈ મુક્તિ જવાના છે : પણ એ પુણ્યશાળીઓના જીવનમાંથી પણ ઉપર બતાવ્યો તેવો સાર લેનારા આજનાઓ કહે કે ‘અમને સાધુઓ નાહક હાઉ બતાવે છે. આનંદાદિ શ્રાવક તો ભગવાન મહાવીરના શ્રાવક હતા, છતાંય આટલો પરિગ્રહ રાખે અને એમની મુક્તિ ન અટકે, તો અમારે તો સામાન્ય પરિગ્રહ અને અમે તો સામાન્ય મુનિના શ્રાવક, તોય અમારી મુક્તિ કેમ અટકે ? અર્થાત્ ન જ અટકે.' આવું એ માને છે અને કહે છે. -‘પણ એ ભગવાન શ્રી મહાવીરદેવના શ્રાવક આદર્શ તથા એકાવતારી બન્યા શાથી ?’ - એનો તો નિર્ણય કરો ! કોઈને આદર્શ માનો તો બધું નક્કી કરો. કેટલાક કહે છે કે ‘ભગવાન શ્રી મહાવીરદેવના પિતા આદર્શ ખરાને ?' પરંતુ આદર્શ નક્કી કરીને કરવાનું શું ? એમની પાપક્રિયાને પકડવાની કે ધર્મક્રિયાને ? આદર્શનું અનુસરણ તો એનું નામ કે એમાંથી શુદ્ધ પકડાય ને અશુદ્ધ તજાય. દરેક માણસ મોટે ભાગે અમુક અમુક ગુણ માટે આદર્શ હોય, તો તે ગુણ લેવાય પણ એની બધી જ ક્રિયાનું અનુકરણ કરવાનું હોય ? શ્રી સિદ્ધાર્થ મહારાજને આદર્શ જીવનવાળા કહીને પછી એમણે ભોગવેલી રાજઋદ્ધિ વગેરે કાર્યવાહી તમે કરશો, તો એક પણ જીવને લાભ નહિ આપે. એમને છોડો, પણ જે ચરમશરીરી આત્મા હોય છે તે પ્રાયઃ સહેજે પુણ્યશાળી હોય અને એથી તે જન્મે પણ સારા ઘરે : એટલે કે જ્યાં ખૂબ ઋદ્ધિ-સિદ્ધિ-સાહ્યબી વગેરે સુંદર સુંદર હોય ત્યાં જન્મે. પુણ્યવાન એટલે એક માગે ત્યાં લાખ મળે : ઘર મૂકીને ભાગે તો રસ્તે મળે : એવાના જીવનના વર્ણનમાં રૂપ-રંગ-સાહ્યબી-વગેરેનું પણ વર્ણન તો હોય : એમનું જીવન વાંચવા હાથમાં લઈએ તો એ વર્ણન તો આવે : પણ જો એ રૂપ, રંગ અને સાહ્યબી તરફ આંખ ઢળી, તો એમના વિરાગ તરફ નજ૨ ન જાય, શ્રી શાલિભદ્ર, શ્રી ધન્નાજી વગેરે આત્મા તો ઉત્તમ, પણ એમના જીવનમાંથી સાહ્યબી તથા સામગ્રીને આદર્શ બનાવીએ તો શું થાય ? માત્ર ધર્મદાનમાં જ વરસ ખરાબ ? ૨૧૩ આજે બે, પાંચ કે દશ લાખની સાહ્યબીવાળાને પૂજા કરવાને ટાઇમ નથી મળતો : સાધુ પાસે જવાને ફુરસદ નથી. વ્યાખ્યાનશ્રવણ તથા સામાયિકનું તો સ્વપ્નેય નથી : એમ એ જેમની સાહ્યબીની વાત કરે છે તેવી સાહ્યબી મળે તો થાય ? એ રહે ક્યાં ? સન્નિપાત થાય કે બીજું કંઈ ? બે-પાંચ લાખવાળા બધા પૂજા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - નથી કરતા એમ નહિ હોં ! અપવાદ તો બધે જ હોય : મોટાભાગની વાત છે જેની સાહ્યબીની વાત કરવામાં આવે છે, એ તો ત્રિકાલ પ્રભુપૂજા કદી ન ચૂકતા અને આજ તો ત્રિકાલ પ્રભુપૂજાને બદલે ત્રીસ કાલ પેટપૂજા કરે એ વાત ખરી ! લક્ષાધિપતિએ બજારમાં કેવી રીતે નીકળવું, પાઘડી કેમ પહેરવી, દુપટ્ટો કેવો નાંખવો, રીતસર પહેરવેશ - મોટરગાડી વગેરે પોઝીશન કેમ રાખવું, એ બધી એને ખબર પડે : પણ એ લક્ષાધિપતિ મંદિરમાં ગમે તેવે ધોતિયે આવે એમાં એને શરમ ન આવે કેસર ગમે તેવું હોય તો ચાલે પૂજાની સામગ્રી ઓછી-વધતી હોય તોયે અહીં વાંધો ન આવે ! ધર્મના કામમાં ઓછા રૂપિયા ભરતાં આંચકો ન લાગે, પણ લગ્ન આવે તો પાંચને બદલે દશ ખરચે ત્યાં પોઝીશન સાચવે અને અહીં રૂપિયા ભરવાના વખતે કહે કે “વરસ સારું નથી' જેને ધર્મક્રિયામાં ‘વરસ સારું નથી' તેને કર્મક્રિયામાં પણ સારું વરસ શી રીતે આવે ? પ્રાયઃ ન જ આવે. જ્યારથી ધર્મક્રિયામાં – “વરસ સારું નથી' - એમ થવા માંડ્યું છે, ત્યારથી પ્રાયઃ વરસ સારાં આવતાં નથી. જ્યારથી વૃત્તિ ફરી છે ત્યારથી પુણ્યોદય પણ પરવારી જવા જ બેઠો છે ને ? કોઈ સારાના અપવાદની વાત જુદી, પણ પ્રાયઃ ઠામ ઠામ એ જ બૂમ છે કે “મહેનત કરીને મરી ગયા પણ કમાણી નથી અને વરસ સારું આવતું નથી. વ્યવહારમાં પણ કહેવત છે કે શકુનથી શબ્દ આગળ!' આથી કહું છું કે ઉત્તમ સ્થાનમાં તો એવા અયોગ્ય શબ્દો ન જ બોલો ! ન જ આપવું હોય તો કૃપણ છીએ, આસક્તિ નથી છૂટતી' - એમ કહો !' નહિ તો વરસ સારું નથી; તો મોટું લાલ કેમ ? વરસ ખરાબ જ હોત તો મોટું કાળું ન પડત? અને વરસ ખરાબ છે તો પાટલે બેસીને ખાવા શી રીતે મળે છે? વરસ ખોટું ક્યારે કહેવાય ? શું જાય તો વરસ ખોટું ? ધર્મ ક્યારે ટકે? ધર્મીમાં, સમ્યગ્દષ્ટિમાં કઈ માન્યતા વાસ કરે, તો એ ધર્મ કે સમ્યગ્દષ્ટિ થઈ શકે એ વિચારો. ખરે જ, ઊંધી માન્યતાઓમાં ધર્મ નથી. કોઈ કહે કે “સહેજ પૌદ્ગલિક વાસના ઇચ્છી તેમાં થયું શું?’ થયું એ કે “સુકામ તે જ કુકામ થવા લાગ્યાં સારી ક્રિયા ખોટા રૂપે પરિણમવા માંડી અને ધર્મ પણ પ્રાયઃ અધર્મની કોટિમાં જવા લાગ્યો.' જ્યાં પોલિક સુખોને ખોટાં, અસાર, અનિત્ય, તુચ્છ, ક્ષણિક, બનાવટી અને જો લીન થઈને ભોગવાય તો પરિણામે દુઃખને આપનારાં, દુઃખની પરંપરાને Page #229 -------------------------------------------------------------------------- ________________ 955 ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63 ૨૧૫ પેદા કરનારાં અને અશુભ વિપાકને લાવનારાં માન્યાં, ત્યાં પછી એનાથી છૂટવા માટે જ કરાવી જોઈતી શ્રી વીતરાગદેવની ભક્તિના બદલામાં પણ એની જ પ્રાપ્તિની ઇચ્છા કેમ થાય ? આ વાત જો ગળે ન ઊતરે, તો ધ્યેય તરફ દૃષ્ટિ ઢળે નહિ. જો કે ધર્મના યોગે ઇચ્છાઓ ફળે ખરી, કારણ કે ધર્મ તો કલ્પતરુ છે, પણ એ, તે તે ઇચ્છિતને આપીને ખસી જાય, પણ પછી ઊભો નહિ રહે. એનું કારણ એ છે કે ‘જેઓને ધર્મની કિમત નથી પણ પૌદ્ગલિક સુખોની, એટલે કે રાજ્યઋદ્ધિ, મોજશોખ, વિષયવિલાસ અને યથેચ્છચારિતાની જ કિંમત હોય, તેવા આત્માઓ પાસે ધર્મ, ધર્મરૂપે ટકી શકતો નથી ! તમને સ્નેહી કયો ગમે ? તમારા પૈસાનું સન્માન કરે તે કે તમારું સન્માન કરે તે ? ક્યો સ્નેહી ઠેઠ સુધી તમારી સાથે રહે ? પૈસાને લઈને તમને સલામ ભરે તે કે તમારું મોં જોઈને સલામ ભરે તે ? પૈસા જોઈને સલામ ભરનારો પૈસા જશે ત્યારે આંગળી કરશે, કારણ કે વસ્તુતઃ એ તમારો સ્નેહી જ નથી. પૈસાવાળાને તો રસ્તે ચાલનારો પણ સલામ ભરે, કારણ કે કો'ક વખત કામનો છે એમ એ માને, પણ પૈસા હોય ત્યાં સુધી સલામ ભરે, પણ પૈસા જાય ત્યારે એના એ આંગળી કરે, ગાળ દે અને ન સંભળાવવાનું પણ સંભળાવે ! આથી સાચો સ્નેહી તો તે જ કે જે ગમે તે હાલતમાં પણ સાથ આપે. આ બધું તમે સમજો કે નહિ ? જ્યારે તમે આટલા ડાહ્યા તો મુક્તિને આપનારો ધર્મ કંઈ ગાંડો-બાંડો છે કે જેની તેની પાસે રહે ? તમે પૌદ્ગલિક સુખ માગો ત્યારથી જ એ તમને ઓળખે કે ‘આ તો અર્થકામનો રસિયો છે : એને મારી લગની નથી.' એટલો ઉદાર ખરો કે આપે, પણ આપ્યા પછી ખબર ન લે : સામું જોવા પણ ન આવે : મળ્યા પછી પણ એની દૃષ્ટિ ખસી તો એ મળ્યું શા કામનું ? એની દૃષ્ટિ ગઈ તો એ લક્ષ્મી પણ સુખ નહિ આપે. કર્યો લક્ષ્મીવાન સુખી ? ધર્મી ! ધર્મ ન પામેલા લક્ષ્મીવાનો છતી લક્ષ્મીએ પણ દુઃખી જ છે : એમની ચિંતા ઓછી હોતી નથી. કોઈ દેવાળું કાઢે ત્યારે બધાને ખબર પડે કે -‘આ તો દેવાળિયો છે' પણ એને પોતાને તો વરસો કે મહિનાઓ પહેલાં ખબર હોય : વેપાર પાંચ લાખનો ફરતો હોય ને ત્રિજોરીમાં બે લાખનુંય ઠેકાણું ન હોય એ તે જાણતો હોય, પણ જરાયે ખબર ન પડવા દે : વાયદા પૂરા સાચવે : અહીંના લાવીને તહીં નાખે અને તહીંથી લાવીને અહીં આપે : પાંચનું ચૂકવીને સાતનું કરજ કરે : સાતનું ચૂકવીને દશનું એ બધું કરે, પણ મોભામાં ફેર ન પડવા દે : પાઘડી, દુપટ્ટો, મોટર, ન કરે : Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ - - - - - - આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 986 રીતરિવાજ કે ખરચમાં જરાયે ઢીલું ન બતાવે : વ્યવહાર બધો બરાબર સાચવે અને પોલ છુપાવ્ય જ જાય : પણ દર વરસે ખાડો વધે ત્યાં થાય શું ? સરખું થાય ત્યારે બેસે. વિચારો તો સમજાશે કે “એવા સંયોગોમાં એ કેવો સંતાપ અનુભવતો હોય !” ધર્મહાન આત્માઓ દુનિયાના સંયોગોથી સુખી દેખાતા હોય તો પણ તે વસ્તુતઃ દુઃખી છે; જરાયે સુખી નથી. ધર્મ ચાલ્યો જાય તો સુખ પણ ચાલ્યું જ જાય ? ધર્મ હોય તો જ સુખ! - આટલું સમજો તો શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુદેવની પાસે પોલિક સુખ માગવાની વૃત્તિ નહિ રહે ! જેનાથી સાચું અને શાશ્વત સુખ મળે તેમ હોય, તેનાથી જાય એવું સુખ મગાય ? સમ્યગ્દષ્ટિ આત્માને, વીતરાગ પાસે તથા નિગ્રંથ ગુરુદેવ પાસે તુચ્છ સુખો માગવાની ઇચ્છા જ ન થાય. જો એવી ઇચ્છા થાય તો કાં તો સમ્યકત્વ નથી અગર હોય તો તે જવા બેઠું છે. કરતા નથી કે કરી શકતા નથી? જેમ વિષ તથા ગરલક્રિયા સમ્યગ્દષ્ટિને ન હોય, તેમ અનુષ્ઠાન (ગાડરક્રિયા) પણ એને ન હોય. જે ક્રિયાને પોતાની તારક માને, તેને માટે‘બધાં કરે છે માટે કરવી' - એમ સમ્યગ્દષ્ટિ માને ? એમ કદી ન માને. “કરવી જોઈએ’ - એમ માને. “કરવી જોઈએ માટે કરું છું' - એમ માને. આ પ્રથમની ત્રણ ક્રિયા મિથ્યાદૃષ્ટિને હોય. એ કદાચ આ ક્રિયાથી લાભ પામે પણ ખરો. એને લાભ કદાચ સંભવ છે. એ પૌદ્ગલિક સુખને ઇચ્છે અગર ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે, કારણ કે એણે હજી શ્રી વીતરાગદેવને તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખ્યા નથી : એ તો એ રીતે પણ આવે તો આવતાં આવતાં શ્રી વીતરાગદેવને તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખે અને ઓળખી જાય એટલે તેનું કામ થાય : પછી તો એ પણ એવી ક્રિયાનો ત્યાગ કરે. શ્રી વીતરાગદેવ તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખનારને એમના પ્રતિ જે સદ્ભાવ જાગે તે અપૂર્વ જ હોય જેમ જેમ એ તારકોનો પરિચય વધતો જાય, સહવાસ વધતો જાય તેમ તેમ આત્મામાં અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ પ્રેમ ને અપૂર્વ સદ્ભાવ પેદા થતો જ જાય. Page #231 -------------------------------------------------------------------------- ________________ on – ૧૩ : શાસનના શત્રુને. સ્વભક્ત બનાવાય નહિ ? - 63 – ૨૧૭ સભા સાહેબ ! 'અત્તરવયવ' એ ઉક્તિ શું લાગુ ન થાય? એ તો હરકમ આત્મા માટે : બાકી ભાગ્યશાળી આત્માને ઉત્તમનો સહવાસ તો જેમ જેમ વધુ, તેમ તેમ વધુ જ લાભ ! તેનામાં ઉત્તમતાના જ રંગ વધે. આથી જ પંડિતવર્ય શ્રી પાવિજયજી મહારાજા, શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કહે છે કે જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ' સારા સંજોગોના સેવનથી સારાં પરિણામ : આપણે ગઈકાલે જોઈ ગયા કે “તત્ત્વ જાણે અને અમલ કરે તે તો આરાધક અને જાણે પણ કરે નહિ એટલે કરી શકતો ન હોય, કરવા સમર્થ ન હોય, તે પણ જો કરવાની ભાવનાવાળો હોય તો આરાધક.” વારુ, હવે તમે બધા વ્રતધારી નથી બનતા, તે બની શકતું નથી માટે કે બનવાની ઇચ્છા નથી માટે ? પરિણામની વાત પછી રાખો, પરંતુ અભ્યાસરૂપ તો ક્રિયા કરો ! શ્રી કૃષ્ણ મહારાજાને ભગવાન શ્રી નેમિનાથસ્વામીએ કહ્યું હતું કે “તમારે અવિરતિનો ઘોર ઉદય છે' - તો પણ એકાદશીનું વ્રત અભ્યાસ માટે કર્યું હતું ને ? તમને અવિરતિની છાપ તો નથી ને ? ત્રિકાલ પૂજા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ અને ઉભય ટંક આવશ્યક વગેરે વગેરે તમે કરી શકો કે નહિ ? હા, તો કેમ નથી કરતા ? કરવું નથી માટે ને ? એની પ્રેરણા કરે એવું કોઈ છે? એવું સાધન રાખો તો ધીરે ધીરે પણ ઠેકાણે આવશે. સારાં પરિણામ ટકવાં કઠિન છે, માટે તો સારાં પરિણામ ટકે તેવા સંજોગોને રોજ સેવવા જોઈએ ? વારંવાર સેવવા જોઈએ : બહુમાનપૂર્વક સેવવા જોઈએ. જો પરિણામ એમ ને એમ આવતાં હોત અને ટકતાં હોત, તો રોજ આ સંભળાવવાની મહેનત શું કામ ? અરે, અહીંની ભાવના બહાર જાઓ કે ખલાસ, તો સારા સંજોગોના સતત સેવન સિવાય શુભ પરિણામ ટકે શી રીતે ? સારાં પરિણામ એમ ને એમ કાયમ ટકે તો જોઈએ શું ? અર્થાતુ ન જ ટકે : આથી એને ટકાવવા સારી સામગ્રી પાસે રાખવી જ જોઈએ. અસ્તુ. તમે ક્રિયા કરી નથી શકતા કે કરતા નથી? એમ ને એમ ન કહી દેતા કે “અમે નથી કરી શકતા ' કારણ કે છતી શક્તિએ ન કરો અને છતાં એ વાતને છુપાવો તેમાં કાંઈ કલ્યાણ થવાનું નથી. તમારા અંતરાત્મા પાસે જવાબ માગો કે “તમે કરતા નથી કે કરી શકતા નથી ?' Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 958 સભા સાહેબ! ટાઇમ નથી મળતો. તમારું ટાઇમટેબલ લાવો. ગપ્પાં મારવામાં, હરવા-ફરવામાં, મોજ-મજામાં, રંગ-રાગમાં, ખાવામાં, ચાલવામાં, ઊંઘવામાં, અને રમત-ગમત વગેરેમાં કેટલો કેટલો ટાઇમ રોક્યો છે, એ તો ખબર પડે. ટાઇમટેબલ લાવો તો તમને બતાવું કે ત્રિકાલપૂજન વગેરે વગેરે કરવા છતાં ફુરસદનો ટાઇમ મળે એટલો ટાઇમ તમારી પાસે ફાજલ રહે છે અથવા બીજા માર્ગે ફોકટ વહ્યો જાય છે : માટે અમે નથી કરી શકતા' - એમ ન કહો, પણ - “હજી તે જાતની ભાવના અને તેનો અમલ કરવાનાં પરિણામ જાગ્યાં નથી' એમ કહો. અભવી ધર્મ કઈ ઇચ્છાથી કરે? સભા : સાહેબ ! ઇચ્છા તો હોય પણ પ્રમાદ થાય તો ? પ્રમાદ એ પાપ છે ને ? વેપારમાં, ખાવા-પીવામાં અને રંગ-રાગ વગેરેમાં પ્રમાદ થાય છે ? ના, તો અહીં પ્રમાદ કેમ ? વસ્તુની ઓળખાણ થઈ નથી માટેને ? ઇચ્છા નથી થતી અને ઇચ્છા નથી થતી માટે જ પ્રેમ નથી થતો, અને એથી જ પ્રમાદ પણ આવે છે. આથી અમુક સમય ભલે તમને વસ્તુ ન ઓળખાય, પણ વસ્તુના ઓળખનારને ઓળખો અને એ કહે તેમ તો વર્તો. ઝવેરી ઝવેરી બન્યા તે જન્મ્યા ત્યારથી ? નહિ. પહેલાં તો મોતી પરોવવા કે વીંધવાનું જુએ, શીખે, પછી એની જાત વગેરે જોતાં શીખે અને જોતાં જોતાં છેવટે ઝવેરી બને. બાપની પાસે બેસીને જોતાં તો શીખવું પડેને ? તે મુજબ પણ છ, બાર મહિના તો અભ્યાસ કરો. ત્રિકાલપૂજન, ઉભય ટેક આવશ્યક, નિરંતર વ્યાખ્યાનશ્રવણ, વગેરે વગેરે છ બાર મહિના તો કરી જુઓ ! આટલાં વર્ષો વ્યવહાર માટે ગાળ્યાં, તો એક વરસ તો આ માટે ગાળો ! જુઓ તો ખરા કે “પ્રેમ જાગે છે કે નહિ ?' ગપ્પાં મારવા ટાઇમ મળે અને આ માટે ટાઇમ નથી ? એના કરતાં તો એમ જ કહોને કે “કરવાની વાસના નથી !-'કરી શકતા નથી' એમ વિના પ્રયત્ન કહેવું એ ખરે જ ખોટું છે : અકલ્યાણકારી છે. કોઈ માટે અપવાદ હોય તો એ વાત જુદી છે. આપણી ક્રિયા તહેતુ હોવી જોઈએ. તેમાં જોઈ ગયા કે “જાણે અને કરે તે તો આરાધક છે જ, પણ જાણે છે અને કરવા સમર્થ નથી તે, તથા કરે છે પણ જાણતો નથી તે, એ બેઉ આરાધક છે !' પણ ક્યારે ? જાણનારો પણ કરવાને ઇચ્છે : ક્રિયા પ્રત્યે તથા એ ક્રિયા કરનાર પ્રત્યે એની પ્રીતિ ભારોભાર Page #233 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : - 63 ૨૧૯ હોય : કરનાર પ્રત્યે સન્માન હોય : કરનાર પ્રત્યેના પ્રેમમાં અને બહુમાનમાં જરા પણ પૂછવાપણું ન હોય ? અને તે ક્રિયા કરનારાને ક્રિયાની ખામીનો હાઉ ન બતાવે, પણ તેની આગળ ક્રિયાનાં વખાણ કરે, ક્રિયા કરનારાને ભાગ્યવાન ! હું નિર્ભાગી છું' –એમ પણ કહે, અને પછી વિનયથી કહે કે “આ ક્રિયામાં જરા આટલો વિવેક થાય તો કામ થાય.' તો પેલો પણ સાંભળે : એને હાથ જોડે. આ રીતે વર્તે તો એ જ્ઞાની જાણકાર) આરાધક : પણ જો જ્ઞાની ગણાતો તે એથી ઊલટો વ્યવહાર કરે, તો તે વિરાધક! એ જ રીતે જ્ઞાની નહિ છતાં જ્ઞાનની ઇચ્છા રાખી, જ્ઞાન માટે પ્રયત્ન કરતો, અને જ્ઞાની તરફ પૂરેપૂરું સન્માન અને પૂજ્યબુદ્ધિ રાખનાર ક્રિયાવાળો આરાધક, પણ જો પોતાની ક્રિયાની શેખાઈમાં જ્ઞાનીની મશ્કરી કરે તો એ પણ વિરાધક !” સભા : જાણે છતાં ન કરે તે ભવી કે અભવી ? ભાઈ! નવા લાગો છો. અભવી તો વસ્તુને સાચી રીતે જાણતો જ નથી. બાકી જાણે છતાં નહિ કરનાર કેવળ ભવી જ નહિ, કિંતુ અલ્પસંસારી પણ હોય : એકાવતારી પણ હોય : અરે, વધુમાં વધુ સંસારમાં રહે તો તે પણ અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર જ, પણ એથી ઉપર તો નહિ જ. અત્યારે નથી કરતો પણ જ્યારે તે કરે ત્યારે તો કમાલ જ કરે. બાકી અભવની વાત જ જુદી છે. અભવી તો સાચી રીતે જાણતો જ નથી, કારણ કે અભવીને તો શ્રદ્ધા જ નથી થતી અને એથી તે સાચું જાણી કે સમજી ન શકે. જે જાણે તેટલું કરે એ સંસાર માટે એનામાં દર્શન ન હોય : દર્શન વિના જ્ઞાન પણ નહિ અને એથી એનું ચારિત્ર પણ સંસારવર્ધક ! અભવી છે કે જેનામાં મુક્તિની યોગ્યતા જ નથી. મગમાં કોરડું જેવો. ગમે તેટલા લાકડાં બાળો, પાણી ગમે તેટલું બાળો, છતાંય કોરડું બળે ભલે પણ પાકે નહિ એની રાખ થાય તો ભલે, પણ એ પાકે નહિ ? એ ખાવાજોગો ન થાય. એ કોરડું મગનો દાણો તો જાણે કહે છે કે “બળી જાઉં. રાખ થાઉં, પણ તમને ખાવાજોગો થાઉ જ નહિ ! પાણી તથા લાકડાંને આધીન ન થાઉં : સાથેના પાણીને બાળી નાખું, લાકડાં ખુટવાડું, પણ પોચો મજેનો ન થાઉ : તમે બહુ જુલમ કરીને મને અંગારા પર મૂકો તો રાખ થાઉં ભલે, પણ તમને સ્વાદ આપવા જેવો તો ન જ થાઉં !' અભવી પણ આ કોરડુ જેવો. શ્રી તીર્થંકરદેવ મળે, એ તારકનું સમવસરણ ઋદ્ધિ-સિદ્ધિ જુએ, સંખ્યાબંધ છેદ્રો તથા દેવતાઓ તે તારકની અનિર્વચનીય ભક્તિ કરે તે નજરે જુએ, પરંતુ Page #234 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો એથી એને મુમુક્ષુભાવ ન થતાં, એ જોઈને - ‘હું પણ આવો થાઉં - મને પણ સમવસરણ મળે, ઇંદ્રો પૂજે' - એવી ભાવના થાય અને એ માટે એ ધર્મ કરે ! દેશનામાં સાંભળે કે ‘ધર્મથી આ બધું મળે’ - એટલે એટલા માટે એ સંયમ પણ લે : સાડા નવ પૂર્વ ભણી પણ શકે : સંયમ દેખાવમાં એવું પાળે કે ન પૂછો વાત : ઘણાય આત્માને મોક્ષમાર્ગમાં સહાયક બને : પણ એ અહીં જ રહે, કેમ કે એની ઇચ્છા સમવસરણ વગેરે સાહ્યબીની તથા પૂજાવાની હોય છે. શ્રી તીર્થંકરદેવે આવી ભાવનાથી તીર્થંકર નામકર્મ નિકાચ્યું હતું ? નહિ જ, તે તારકે ‘સવિ જીવ કરું શાસનરસી' એ ભાવનાના યોગે શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી : પછી ભલે મળ્યું આ બધું, પણ ભાવના કઈ ? સર્વ જીવોને શાસનરસી જ કરવાની, પણ બીજી નહિ. સમવસરણની સાહ્યબીની કે પૂજાવાની ભાવના આવી કે મુક્તિ અટકી એમ સમજો ! ૨૨૦ · ૪ પ્રભુના દુશ્મન અને સાધુના ભક્ત ? સભા : આવું સાચું અને સ્પષ્ટ કહેનાર મળવા જોઈએ. સાચું કહેનારા મહાત્માઓ ઘણા છે અને તે તારકો સાચું જ કહે છે. એમ બને કે પંચમ કાળ, ડૂંડાવસર્પિણી, તેમાં પણ કૃષ્ણપક્ષીયાનું ટોળું મોટું, એટલે ઉત્પાત થાય : સાચું કહેનારને ખમવું પણ પડે : અને કોઈ વખત સાચું કહેનાર કદાચ દબાઈ પણ જાય અને તેને મૌન પણ રહેવું પડે : પણ તે ઊલટું તો ન જ કહે. ઊલટું એ તો મહા હીનભાગી.. શ્રોતા પ્રત્યેની શરમ અને પરવા થટે તો જ ધર્મ કહેવાય. તમારી શરમ પડે, ‘તમારા વિના અમે નહિ’ - એવું થાય, તો તો તમારા જેવા જ અમારે થવું પડે. સભા : પછી તો અમારા જેવા પણ ન રહો ! 960 ખરી વાત છે. એવા પણ ન રહેવાય. એક મહિને બસો-પાંચસો કમાનારો હોય અને એક જણ મહિને લાખ બે લાખ કમાનારો હોય : હવે એ લાખ-બે લાખ કમાનારો જો સાચે જ દેવાળું કાઢે તો એની પાસે કોઈ ન બેસે, એને કોઈ ન ધીરે અને પેલો બસો-પાંચસોવાળો તો ગમે તેવો તોયે શાહુકાર કહેવાય અને એથી જ એને સામાન્ય રીતે બધા ધીરે અને એ બજારમાં બેસે, કારણ કે જે પાંચ લાવીને પાંચ આપે છે એને આંચ શી ? આથી સ્પષ્ટ છે કે જેણે પોતાના ધાર્મિક અને આત્મકલ્યાણકારી સ્થાન પર રહેવું હોય, તેણે આ આગમ જોવાનું, પણ તમારી સામે જોવાનું નહિ : તમારી સામે જોવાનું હોય તો, તે શી રીતે પામે એ Page #235 -------------------------------------------------------------------------- ________________ 951 ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ ઃ - 63 જ માટે, પણ તમે અમારા અંગત ભક્ત બનો એવા આશયે નહિ. વારુ ! ઢોંગની વાત જવા દો, પણ તમે સાધુના ભક્ત ક્યારે બની શકો ? પ્રભુ પ્રત્યે-પ્રભુના માર્ગ પ્રત્યે-પ્રભુના આગમ પ્રત્યે પ્રેમ હોય તો જ ને ? પ્રભુનો માર્ગ પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત કરેલા એ પ્રભુમાર્ગને જચાવવાની તથા તે મુજબ વર્તવાની અભિલાષા હોય તો જ સાધુ અને સાધુતા પ્રત્યે સાચી ભક્તિ પેદા થાય. જેને પ્રભુ જ ન ગમે – જેને પ્રભુનો માર્ગ જ ન ગમે અને જેને પ્રભુનાં આગમ જ ન ગમે, તેને અમે શી રીતે ગમીએ ? અને એના ગમતા થઈએ તો, એટલે કે એને ગમતા બનવા મથીએ તો અમારામાં પણ પોલ જ સમજવી. એવા પોતાને જેન કહેવડાવતા હોય તો તેવા જૈનને પણ અમે ન ગમીએ એમાં અમારી ઉત્તમતા છે. એવાને અમે ગમતા થવાનું ધ્યાન રાખીએ, તો તો અમારી દુષ્ટતા છે. અમે તો ભિખારી : અમારી પાસે છે શું ? અને કાંઈ હોય તે પણ પ્રભુમાર્ગના યોગે જ અમે પામ્યા. પ્રભુનો માર્ગ ન મળ્યો હોત તો અમે ક્યાંયે રખડતા હોત. જેને પ્રભુ ન ગમે, પ્રભુનાં આગમો ન ગમે અને પ્રભુના આગમાનુસાર ચાલનારા પૂર્વાચાર્યો ન ગમે, તેને અમે ગમી ગયા અને એને ખુશ રાખવામાં પડ્યા તો માને કે ‘અમે પણ બધું વેચી ખાધેલ હોવું જોઈએ !' અમે તો ઇચ્છીએ કે એવાને અમે ન જ ગમીએ : એવાને ગમવાની અમે ચેષ્ટા ન જ કરીએ : જો એમને અમે ગમીએ તો જરૂર કાંક ભેદ. ઊલટું અમારે તો કહેવું પડે કે ‘તમારે જો અમને ચાહવા હોય - અમને નમવું હોય, તો પ્રભુને, પ્રભુના માર્ગને, આગમને, તેમજ પૂર્વાચાર્યો વગેરે બધી જ ધાર્મિકતાને નમવું પડશે ! એમને ન નમવું હોય તો અમને નમવાથી ફાયદો શો ? અમે જેને તારક માનીએ તેના તમે શત્રુ છો એટલે તમારે અને અમારે બને નહિ.’ પ્રભુને ગાળ દે, આગમને તથા પૂર્વાચાર્યોને ગાળ દે અને પ્રભુના પવિત્ર માર્ગ માટે એલફેલ બોલે, એ આવીને અમારા માટે સારું બોલે અને અમે ચલાવ્યે જઈએ, તો નક્કી અમારામાં ખામી છે ! અહીં આવીને એ કહે કે ‘આ શા ઢોંગ ? આચાર્ય-બાચાર્ય આધા મૂકો તો તમને ખમાસમણ દઉં !'-આમ કહેનારને અમારે તો એમ કહેવું જ જોઈએ કે ‘એ ખમાસમણ ન જોઈએ : આઘો રહે. તારા ખમાસમણથી લોભાઈએ તો તો અમારે પ્રાયશ્ચિત્ત લેવું પડે : અને અમારું જે કાંઈ હોય તે પણ ગુમાવી બેસીએ.' જેને અમે તારક માનીએ તેને જે નિંદે તે અમને માને તેનું કારણ શું ? કેટલાક કહે છે કે ‘સાધુ પ્રત્યે અપ્રીતિ થઈ છે :' પણ એવાને થાય જ ને ? ભગવાન પ્રત્યે અપ્રીતિ થઈ તો સાધુ તો – ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ––– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - --- 982 ભગવાનના, એટલે એમના ઉપર પણ અપ્રીતિ થાય એમાં નવાઈ નથી. જે ભગવાનનો વેશ પહેરે, તેણે ભગવાનની આજ્ઞા મૂકીને કોઈ જ વાત ન કરવી જોઈએ. પેઢીનો મુનીમ પેઢીથી વિપરીત વાત કરે અને પેઢીના દુશ્મન જોડે દોસ્તી બાંધી પેઢી ઉપર ચડાવે, તો શેઠ એ મુનીમને ઘેર જ બેસવાનું કહે કે બીજું કાંઈ ? મુનીમ કદી ગ્રાહકની દયા ચિંતવે, પણ પેઢીની ખોટ તો ન જ ઇચ્છે ! ભગવાન શ્રી મહાવીરદેવની શાસનરૂપ પેઢીના મુનીમને, પ્રભુશ્રી મહાવીરદેવ વિના એક ક્ષણ પણ ચાલે ? આગમ એ અમારા ચોપડા : એ જ ખાતાવહી : લેવડદેવડ બધું એમાં. આગ લાગે ત્યારે તમે પહેલાં શું કાઢો ? મિલકત પછી પણ ચોપડા તો પહેલાં કાઢોને ? તે જ રીતે અમારે આગમ સાચવવાનાં ! પૂર્વપુરુષોએ પણ જ્યારે જોયું કે “હવે કંઠે રહે તેમ નથી' - કે તરત જ ઝટ બધાએ ભેગા થઈને લખ્યું તો જીવતું અને જાગતું રહ્યું. આથી સાધુના ભક્ત બનતાં પહેલાં પ્રભુના ભક્ત બનવું પડશે. પ્રભુના માર્ગના પ્રેમી બનો, આગમના રસિયા બનો અગર તો પ્રભુ પર પ્રેમ જાગે તે માટે તેમ જ પ્રભુનો માર્ગ સમજાય-લેવાય અને પ્રભુના આગમનો બોધ થાય તે માટે સાધુના ભક્ત બનો ! આ સિવાયના હેતુ માટે ભક્ત થાય એનો અહીં સ્વપ્નેય ખપ નથી. તમારાથી અમારી નામના કે શોભા વધે એમ માનવું એ મૂર્ખતા છે. જેમ ધર્મવિરોધીથી અલગ રહેવાનું કહું છું, તેમ અમે પણ જો પ્રભુના માર્ગથી વિપરીત જતા કે કહેતા જણાઈએ, તો અમારાથી પણ આવા જ રહેવાનું કહું છું. બેય વાત કહું છું. જેમાં વિરોધી સાથે વ્યવહાર ન પાલવે, તેમ ઊંધું સમજાવનાર સાથે પણ વ્યવહાર ન પાલવે. તમારો અને અમારો નાતો કઈ જાતનો, એ વિચારો. સામાયિકથી પણ સંયમની જ ભાવના ! જેમ જ્ઞાની ક્રિયા કરનારને હાથ જોડે, તેમજ ક્રિયા કરનારો પણ જ્ઞાનીના જ્ઞાનને હાથ જોડે , વખાણે અને કહે કે “તમે તો જ્ઞાનવાન છો : અમે અજ્ઞાની છીએ તો પણ અમને ક્રિયામાં રસ આવે છે કે તમને તો ઘણો રસ આવે. તમે આવો તો અમને પણ વધુ આનંદ થાય ? અમારી ક્રિયામાં પણ રહેલી અગર રહેતી ખામી સુધરેઃ માટે પધારો, કહો તો બોલાવવા આવું.' - આવી રીતે જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન કરે, તો એ ક્રિયા કરનાર એનામાં તથાવિધ જ્ઞાનનો અભાવ હોવા છતાં પણ આરાધક છે. પરંતુ એને બદલે ક્રિયા કરનારો જો એમ કહે કે “જાયું જાણ્યું હવે, ક્રિયા તો કરતો નથી. અમે કેવી કરીએ છીએ !”. Page #237 -------------------------------------------------------------------------- ________________ s - ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ ? – 63 – ૨૨૩ તો એ વિરાધક, જ્ઞાનહીન ક્રિયા કરનારો આરાધક “આપણે તો કરીએ એટલું જાણીએ” – એમ ન કરે અને જાણવાની ઉપેક્ષા ન કરે : જાણવાની ઇચ્છા અને કાળજી રાખે. જાણકારને જ્ઞાન છે અને ભાવ (અંતર)માં ક્રિયા છે માટે આરાધક : અને કિયાવાળાને હૃદયમાં જ્ઞાન પ્રત્યે પ્રેમ છે માટે આરાધક ! અને જાણે ને કરે તે તો આરાધક છે જ. પેલા બે જણા જો એક એક પાયો ખંડે તો વિરાધક જ થાય. આથી જ વિચારવાનું કે ધર્મના અર્થી આત્મામાં ભાવના કઈ હોય ? મમતા ક્યારે છૂટે, અસદુભાવ ક્યારે જાય અને સદૂભાવ ક્યારે જાગે એ જ ભાવના હોયને? સમ્યગ્દષ્ટિ ઘરબાર કે રાજઋદ્ધિ ઇચ્છે ? એક સામાયિકમાં, પૂજામાં, પૌષધમાં, પ્રતિક્રમણમાં કે વ્યાખ્યાનશ્રવણમાં જે સુખ છે, તે ચક્રવર્તીની ગાદી પર છે ? ચક્રવર્તીના કરતાં તે સુખ કેટલાય ગણું વધારે છે અને કેટલાય ગણું શુદ્ધ છે. ચક્રવર્તીને તો છ ખંડની ચિતા પણ હોય, પરંતુ સામાયિકમાં બેસે એને કાંઈ ચિંતા છે? ઘરને-પૌદ્ગલિક વસ્તુઓના મમત્વને હૈયાથી બહાર કાઢી મૂકીને, સામાયિક કરનારના સુખની વાત છે હોં ! એવા નિર્ણયથી સામાયિક કરવા બેઠેલાને કદાચ એવા સમાચાર મળે કે “ઘરબાર-કુટુંબપરિવાર વગેરે ચાલ્ય' - તોય એને કષ્ટ ન થાય, કેમ કે ઘરનો તો હૃદયથી ત્યાગ ઇચ્છાયેલો જ છે. આ બે ઘડીની વાત છે. બે ઘડીનાં સામાયિકમાં આત્મકલ્યાણ માનનારો જિંદગીના સામાયિકને કેમ ન ઝંખે ? અને જિંદગીનાં સામાયિક પ્રત્યે લાલા આંખ કરનારમાં બે ઘડીનું સામાયિક હોય જ ક્યાંથી ? બે ઘડીનાં સામાયિકવાળાને તો એમ થવું જોઈએ, થાય જ કે – “ક્યારે જાવજીવનું સામાયિક આવે !” પચ્ચકખાણમાં “જાવનિયમ' આવે ત્યારે એમ થાય કે “રોજની આ ભાંજગડ ક્યારે મટે અને ક્યારે જાવજીવનું પચ્ચખાણ થાય !” આવો ઉમળકો આવે. જો એક દિવસ પણ આવો ઉમળકો ન આવે, તો એ સામાયિકમાં પોલ સમજો. એવી ભાવના થાય ત્યારે પરિણામ પણ જુદું જ આવે. શ્રીકૃષ્ણ મહારાજાએ દાંડી પિટાવી હતી કે કોઈ પણ સંયમ લો, સંસારસમુદ્રમાંથી તારવા માટે ભગવાન શ્રી નેમનાથ સ્વામી મોટી સંયમરૂપ સ્ટીમરના કપ્તાન રૂપ છે, માટે એ સ્ટીમરમાં જેને જવું હોય તે નીકળો, પાછળની અગવડો હું દૂર કરીશ !' આથી હજારો નીકળ્યા. સભાઃ તે વખતે સંધ નહિ હોય ? તે વખતે પણ સંઘ હતો જ. “ આખી દ્વારિકા સળગી ત્યારે જે શ્રી નેમનાથ સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છે તે બચી શકતા હતા અને બાકી જે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 9A જીવવા માટે નાસતા તેને તો બળી મરવું જ પડતું' - આ રીતનો બળી મરવાનો ભય હતો, છતાં પણ સંયમ લેનાર કેટલા નીકળ્યા ? ગણ્યાગાંઠ્યા. જ્યાં આ દશા છે ત્યાં ભોળવ્યા આવે ? શ્રીકૃષ્ણજીએ દાંડી પિટાવી ત્યારે શ્રી નેમિનાથ સ્વામી હયાત હતા ને ? ભગવાને રોક્યા કેમ નહિ ? એમ પણ કેમ ન કહ્યું કે “બધા સંબંધી રજા આપે એ જ દીક્ષા લેવા આવે ?” ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, તીર્થ સ્થાપ્યા પછી અને ભગવાનની દેશના સાંભળ્યા પછી, શ્રી કૃષ્ણ મહારાજાએ આ દાંડી પિટાવી છે. થાવસ્યા પુત્ર હજારો સાથે નીકળ્યા છે. માટે ભાગ્યવાન ! વસ્તુને લાંબી દષ્ટિએ વિચારતાં શીખો. સભા : સમયનો ફેર ને ? પણ તેથી શું ? શું ધર્મ ફરી ગયો ? તે સમયે અઢાર પાપસ્થાનકો ડુબાડનારાં હતાં અને આ સમયે અઢાર પાપસ્થાનકો બચાવનારાં છે એમ ? શ્રી નમનાથ સ્વામીના વખતમાં જે અઢાર પાપસ્થાનકો મારે, તે જ પાપસ્થાનક અત્યારે જિવાડે એમ ? એ વખતે તો શ્રી નેમિનાથ સ્વામીના પ્રભાવે પાપસ્થાનકો, પ્રભુના સહવાસમાં આવેલાઓમાં જોરશોરથી નહોતાં અને ઘરમાં રહેનારા પણ પાપથી કંપતાં, ત્યારે આજે તો એ પ્રભુના નામે પણ કેટલેક સ્થળે પાપસ્થાનકો સેવવાની વાતો થાય છે, આજ્ઞા અપાય છે, ઉપદેશ અપાય છે. પાપથી બચાવનારાના લેબાશમાં પણ પાપમાં ડુબાડનારા પાક્યા છે અને તે તમને અનુભવાયું પણ છે, માટે આ વખતે તો એનાથી બચવાના વધુ પ્રયત્નો કરવા જોઈએ. પાપસ્થાનક તો દરેક કાળમાં પાપજનક જ રહે. જો તમે સમયના ફેરને માનો છો, તો તો અત્યારે તે વખત કરતાં પણ બંધન વધારવાં જોઈએ : અને તે વખતે કૃષ્ણજી એક હતા તે આજે અનેક નીકળવા જોઈએ. “અમારાથી ન લેવાય પણ કોઈ પુણ્યવાન નીકળે તો તેના ખાતર દરેક પ્રકારનો ભોગ આપીએ' એવી ભાવના થવી જોઈએ. કર્યું, કરાવ્યું અને અનુમોઘુ, ત્રણે સરખું કહેવાય છે : પણ એમ ક્યારે બને ? વિરોધીઓ પણ એ તો કહે છે ને ? જેમ તેવાઓ દીક્ષા નહિ લેવામાં પુણ્ય માને છે, દીક્ષા નહિ લેવા દેવાની ક્રિયામાં પણ પુણ્ય માને છે અને એ દીક્ષાવિરોધની ક્રિયાને અનુમોદવામાં પણ પુણ્ય માને છે, તેમ આપણે દીક્ષામાં કર્મનિર્જરા અને પુણ્ય માનીએ તો દીક્ષા લેતાને સહાય કરવામાં તથા Page #239 -------------------------------------------------------------------------- ________________ – ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિઃ - 63 – ૨૨૫ તે મુમુક્ષુને અનુમોદવામાં પણ પુણ્ય માનીએ જ ને ? રોકવા પ્રયત્ન કરે, તો આપણે પ્રચાર કરવા પણ પ્રયત્ન કરવાનો જ ને ? ધર્મવિરોધીઓની તલવાર અને આપણી ઢાલ : જીત મેળવવી હશે તો માર્ગસ્થ રહેવું પડશે : ટીકા, ટિપ્પણ કે ધાંધલ ભલે ગમે તેટલાં થાય - આકાશપાતાળ એક થાય તો પણ જય તો આનો એટલે આ શાસનનો જ છે. શાસન હજુ આ અવસર્પિણીમાં એકવીસ હજાર વરસ સુધી રહેવાનું છે. આપત્તિ વખતે સેવકને દુઃખ તો થાય જ. શાસનરક્ષાનો પ્રયત્ન કરવો તે અનિવાર્ય ફરજ છે. જીવતાં છતાં છતી શક્તિએ શાસનરક્ષાનો પ્રયત્ન ન કરીએ તો વિરાધક. શાસન તમારા ને મારાથી નથી જીવવાનું, એ તો જીવતું જ છે, પણ યથાશક્તિ પ્રયત્ન ન કરીએ અને ફરજ ન બજાવીએ, તો શાસન જીવતાં છતાં પણ આપણે તો વિરાધક કોટિમાં જ ગણાઈએ. આરાધકે પોતાની શક્તિ શાસનના બચાવ માટે ખરચવી જ જોઈએ. આરાધકથી બેસી ન જ રહેવાય. પાપક્રિયાને ફેલાવવા જેમ એ લોકો યોજનાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે, તે જ રીતે ધર્મક્રિયાને ફેલાવવા માટે યોજનાપૂર્વકની પ્રવૃત્તિ આપણે કરવાની. ધાંધલ, હલ્લા, તોફાન, ઉશ્કેરણી, એ બધું એમને મુબારક : એ આપણે ન જોઈએ. અનીતિથી ભરેલી જેની લડત છે, તેની કદી જીત નથી. દુશ્મન પણ ડાહ્યો સારો : દાના દુશ્મન સામે ઊભા રહેવામાંયે શોભા : નાદાન દુશ્મન સામે ઊભા રહેવામાંયે શરમ. એ લોકો જે રીતે ખોટાં પ્રપંચો કરે છે તેમ આપણે ન કરવું : હલકટતાથી ભરેલા હલ્લા કરે તો ઝીલવા, પણ સામી તરાપ ન મારવી : એનો એ ધંધો છે. તલવાર એની છે, ઢાલ આપણી છે. બદમાશો જ્યારે તલવાર લઈ ફરતા હોય, ત્યારે શાહુકારોએ ઢાલ તો રાખવી જ જોઈએ. અને ઢાલ પણ મજબૂત રાખવી જોઈએ. આપણે સાવધ હોઈએ અને ઢાલ મજબૂત હોય તો સેંકડો ઘા ભલે કરે, પણ કંઈ વળે નહિ. અનાડી આત્માઓ કાયદો હાથમાં લે ત્યારે બધું કરે : ધર્મનું પણ અપમાન કરે : કાયદાનું પણ અપમાન કરે : પણ એ પોતાની જ પાયમાલીને નોતરે છે. દરેક કાળમાં એવા બનાવનાં દૃષ્ટાંત તૈયાર છે. તમારામાં અનીતિ કે અન્યાયની બુદ્ધિ ન આવે તે માટે સાવધ રહી, આત્મકલ્યાણકારી પ્રભુમાર્ગના બચાવ માટે તનતોડ પ્રયત્ન Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ કરજો. એ બચાવ કરતાં કરતાં મરી જવાય તો પણ એમાં આત્માનું કલ્યાણ જ થવાનું છે, કારણ કે શાસન પ્રત્યેની ફરજ બજાવવી એ પણ તદ્ભુતુ ક્રિયા છે. તદ્ભુતુ ક્રિયા થાય તો જ પરિણામે અમૃતક્રિયા આવે અને એના યોગે જ પરિણામે કેવળજ્ઞાન પણ થાય તેમજ અનંત સુખનાં ધામરૂપ મુક્તિ મળે અને એ મળે તો જ આપણી તો ઇચ્છા ફળે, કારણ કે એ સિવાયની બીજી તો આપણી ઇચ્છા જ નથી : ન જ હોવી જોઈએ. 966 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪ઃ ધ્યેયશુદ્ધિની આવશ્યકતા 64 • પુદ્ગલવાસનાની ભયંકરતા : • મહત્ત્વપાત્ર “આવા' શબ્દ ક્યાં વપરાય ? • તમે ભગવાનના છો ? ૦ લોકરીમાં પડ્યા કે ડૂળ્યા ! ૦ મુદ્દાને પકડતાં શીખો ! • કુસંપ કે સાચો સંપ ? • તટસ્થ ક્યારે કહેવાય ? વિષય: અમૃતક્રિયામાં અસાધારણ કારણરૂપ તહેતુ અનુષ્ઠાન લાવવા માટે શું શું કરવું જરૂરી ? ધર્માનુષ્ઠાનમાં ધ્યેય મોક્ષનું જ હોવું ઘટે, એના બદલે સંસારની મોજમજાદિનું લક્ષ્ય આવી જાય તો ધર્મક્રિયા વિષ-ગરલરૂપ બની જાય અને ધ્યેય બદલાવાથી અનર્થને કરનાર બની જાય છે. આ વાતની પ્રતીતિ માટે બ્રહ્મદત્ત ચક્રવર્તીના દષ્ટાંતમાં પૂર્વભવના ભાઈ મુનિશ્રીએ આપેલ સદુપદેશ છતાં બ્રહ્મદત્તની ભોગમૂચ્છ અને એનાં પરિણામ દર્શાવ્યા છે. ત્યાર બાદ સંસારના કાકા-મામાદિના સંબંધોને તિલાંજલિ આપ્યા વિના ધર્મરક્ષા કે આરાધના વાસ્તવિક કેમ થતી નથી તે વિસ્તારથી સમજાવ્યું છે. લોકહેરીમાં પડવાથી તો પ્રાપ્ત શાસન જાય. દરેક સ્થળે કહેવાતી વાતના હાર્દને પકડતાં શીખવું જોઈએ, તપનું ધ્યેય અણાહારી પદ, ઝઘડાનું મૂળ શું ? અને આવા પ્રસંગે માધ્યસ્થ કોણ અને કેવી રીતે રહી શકે ? વગેરે બાબતોનો ખૂબ જ સારો પરામર્શ કરી વ્યાખ્યાન પરિપૂર્ણ કર્યું છે. • સમ્યગ્દષ્ટિની ધર્મક્રિયામાં ધ્યેય મોક્ષ જ હોય. • લોકરીમાં પડવાથી શાસન પમાયું હોય તો તે ન ટકે. • દાન છે કે જે દેવાય તેના પ્રત્યેની મમતા ઘટે. • વ્યાધિ કર્મજન્ય છે, એનું નિમિત્ત તપ કહેવાય જ નહિ. • તપમાં જો તપનું ધ્યેય ઇચ્છાનિરોધ ન રહે, તો એ બાહ્યતામાંથી તાપણું ઊડી જાય છે. • “બાહ્ય પદાર્થોમાં મમતા ઘટ્યા વિના, બાહ્ય પદાર્થોને આત્માથી પર માન્યા વિના, બાહ્ય પદાર્થો રાખ્યા રહે તેવા નથી - રહે તોયે હાનિ કરે તેવા છે ?' એવા નિશ્ચય વિના ધર્મ પ્રત્યે સાચો રાગ જ આવવાનો નથી. • જ્યાં આગમમાં પણ મતિકલ્પના ધુસાડવાની વૃત્તિ ત્યાં ઝઘડો. • સાચા અને ખોટા વચ્ચે તટસ્થ રહે છે તે તો વસ્તુતઃ મૂર્ખ છે. ન સમજે ત્યાં સુધી તટસ્થ રહે એવાત જુદી પણ સમજ્યા છતાંય તટસ્થ રહે એ તો મૂર્ખ ! એવા તટસ્થ વધુ વિખવાદ કરાવે. એવા વચલા સમાધાન ન કરી શકે. એ તો નાશ પમાડે.. • સિદ્ધાંત વિરોધીથી અલગ થવું, એ કુસંપ કરાવવાની ક્રિયા નથી, પણ કુસંપથી બચવાની ક્રિયા છે. • દુનિયાના મિત્ર ગણાતા પણ ધર્મમાં વિઘ્ન કરે, તો તે આપણા અમિત્ર. ૦ વ્યવહારમાં દુશ્મન દેખાતા પણ જો ધર્મમાં સહાય કરે તો એ મિત્ર, ભાઈ, સંબંધી, બધું. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૪ઃ ધ્યેયશુદ્ધિની આવશ્યકતા પુદ્ગલવાસનાની ભયંકરતા : સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે “સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવો ધર્મદેશના દે તે છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મને આરાધી શકતા નથી, કેમ કે મોહના યોગે આત્મા શું છે અને આત્માના ગુણો કઈ રીતે પ્રગટ થાય છે તેને તેઓ બિલકુલ સમજતા નથી. આથી એ સ્પષ્ટ જ છે કે “ધર્મક્રિયામાં અપ્રશસ્ત મોહને બિલકુલ સ્થાન મળવું જોઈએ નહિ!' એ મોહ એવો છે કે પ્રથમ તો ધર્મને આવવા જ ન દે અને કદાચ ધર્મ આવી જાય તો ત્યાં પણ એ પ્રવેશીને એને ખસેડવાની બધી કાર્યવાહી કરે; મિત્ર બનીને પણ શત્રુનું કાર્ય કરે : માલુમ ન પડે એ રીતે એ આત્માને ધર્મથી પરામુખ કરે, પતિત કરે ! માટે જ્ઞાની કહે છે કે “ધર્મ મેળવવાની ઇચ્છાવાળાએ જેમ તેવા મોહથી અલગ થવું જોઈએ, તેમજ ધર્મ પામ્યા પછી પણ મોહને પ્રવેશવા દેવો જોઈએ નહિ : ધર્મક્રિયામાં મોહને જરા પણ મચક આપવી નહિ!” એથી તો કહ્યું કે “સમ્યગ્દષ્ટિ આત્માને તદ્હેતુ ક્રિયા હોય.' અમૃતક્રિયાને લાવનાર તહેતુ ક્રિયા છે. તહેતુ એટલે મોહેતુ. સમ્યગ્દષ્ટિની ધર્મક્રિયામાં ધ્યેય મોક્ષ જ હોય. તહેતુ ક્રિયાના પ્રયોગ વિના અમૃતક્રિયા આવી શકતી નથી, માટે ધર્માનુષ્ઠાનમાં વિષપણું, ગરલપણું કે સંમૂચ્છિકપણું ન આવી જાય તેની ખાસ કાળજી અને ચીવટ રાખવી જોઈએ : જો એ વિષપણું વગેરે આવે તો આવેલું સમ્યકત્વ જાય અને મિથ્યાત્વ આવે : એટલે કે આવેલો ધર્મ પણ ચાલ્યો જાય ! કેટલીક વખત તો એના યોગે દુર્લભબોધિપણું પણ આવે. આ વસ્તુ સમજવા માટે શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત ખાસ જાણવા જેવું છે. પૂર્વભવના ભાઈ અને મુનિ એવા મુનિએ શ્રી બ્રહ્માદા ચક્રવર્તીને ઉપદેશ આપતાં ફરમાવ્યું કે-” "राजन्नसारे संसारे, सारमन्यन्त्र किंचन । सारोऽस्ति धर्म एवैकः सरोजमिव कर्दमे ।।१।। शरीरं यौवनं लक्ष्मीः, स्वाम्यं मित्राणि बान्धवाः । सर्वमप्यनिलोधूत,-पताकाञ्चलचञ्चलम् ।।२।। Page #243 -------------------------------------------------------------------------- ________________ :: – ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64 – ૨ ૨૯ बहिरङ्गान् द्विषोऽजैषी,-यथा साधयितुं महीम् । अन्तरङ्गाञ्जय तथा, मोक्षसाधनहेतवे ।।३।। गृहाण यतिधर्मं तत्, पृथक्कृत्य त्यजापरम् राजहंसो हि गृह्णाति, विभज्य क्षीरमम्भसः ।।४।।" હે રાજન્ ! આ અસાર સંસારમાં બીજો કશો જ સાર નથી ? માત્ર કાદવમાં જેમ એક કમળ સારભૂત છે, તેમ આ સંસારમાં એક ધર્મ જ સારરૂપ છે.' શરીર, યોવન, લક્ષ્મી, સ્વામીપણું અને બાંધવો' - આ સઘળુંય પવનથી ઊડેલી પતાકાના છેડાની માફક ચંચલ છે : અર્થાત્ શરીરાદિ એક પણ વસ્તુ સ્થિર નથી. માટે જેવી રીતે તેં આ પૃથ્વીને સાધવા માટે બહારના શત્રુઓને જીત્યા, તેવી જ રીતે હવે મોક્ષની સાધના માટે તું અંતરંગ શત્રુઓને જીત.” “જેમ રાજહંસ પાણીથી અલગ કરીને ક્ષીરને ગ્રહણ કરે છે અને પાણીનો ત્યાગ કરે છે, તેમ હે રાજન તું પણ પૃથ્વીનાં સાધન અને મોક્ષનાં સાધનોને અલગ કરી યતિધર્મને ગ્રહણ કરી અને તે સિવાયની વસ્તુઓને તજી દે.” આવા અનુપમ ઉપદેશને સાંભળવા છતાં પણ તે ચક્રવર્તીને કશી જ અસર થતી નથી : ઊલટા તે ચક્રવર્તી ઉપરથી મુનિને એમ કહે છે કે "ब्रह्मदत्तस्ततोऽवादि,-द्दिष्टया दृष्टोऽसि बान्धव ! इयं तवैव राज्यश्री,-भुक्ष्व भोगान् यथारुचि ।।१।। तपसो हि फलं भोगाः, सन्ति ते किं तपस्यसि । ૩૫મે કો નામ, સ્વત: સિદ્ધ કનને રા” “હે બાંધવ! મેં તને મારા ભાગ્યથી જ જોયો છે અર્થાત્ તારું દર્શન અને ભાગ્યના યોગે જ થયું છે. ભાઈ ! જોઆ રાજ્યલક્ષ્મીતારી જ છે, માટે તું તારી રુચિ પ્રમાણે ભોગને ભોગવ!” કારણ કે“તપનું ફળ પણ ભોગો છે અને તે ભોગો તો વિદ્યમાન છે ? તો તું શા માટે તપ કરે છે ? પ્રયોજન પોતાની મેળે જ સિદ્ધ થઈ ગયું હોય, તો કોણ એવો મૂર્ખ હોય કે જે ઉપક્રમ કરે ? અર્થાત્ કોઈ જ નહિ.” ચક્રવર્તીના આ કથનને સાંભળીને પરમ ઉપકારી તે મુનિપુંગવે તેના કલ્યાણના હેતુથી ભલભલાનું હૃદય પીગળાવે એવા શબ્દોમાં ફરમાવ્યું કે - Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ “मुनिरुचे ममाप्यासन्, धनदस्येव सम्पदः । यातास्तृणवत् त्यक्ता, भवभ्रमणभीरुणा ।। १ ।। सौधर्मात् क्षीणपुण्यो- स्मित्रागतोऽसि महीतले । इतोऽपि क्षीणपुण्यः सन् राजन् मागा अधोगतिम् ॥२॥ आये देशे कुले श्रेष्ठे, मानुष्यं प्राप्य मोक्षदम् । साधयस्यमुना भोगान्, सुधया पादशौचवत् ।।३।। स्वर्गाच्च्युत्वा क्षीणपुण्यो, भ्रान्तावावां कुयोनिषु । યથાતથા સ્મરન્ રાખજ્ !, જિ વાત વ મુઘસિ ।૧૪।।" “જેમ કુબેરની પાસે અઢળક સંપદા ગણાય છે, તેમ મારી પાસે પણ અઢળક સંપદાઓ હતી, પણ ભવભ્રમણથી ડરતા એવા મેં તે સંપદાઓને તરણાની માફક તજી દીધી. ખરેખર, સંપદાઓ સંસારમાં રખડાવનારી છે, એમ જાણીને મેં એ છતી સંપદાઓનો પણ ત્યાગ કરી દીધો છે.” અને - “હે રાજન્ ! ક્ષીણપુણ્ય થયેલો તું સૌધર્મ દેવલોકથી આ મહીતલ ઉપર આવ્યો છે અને અહીંથી પણ હે રાજન્ ! હવે ક્ષીણપુણ્ય થઈને તું અધોગતિએ ન જા !” વળી “આર્ય દેશમાં અને શ્રેષ્ઠ કુલમાં મોક્ષને આપનાર મનુષ્યપણાને પામીને, એ જ મનુષ્યભવદ્વારા તું જે ભોગોની સાધના કરે છે, તે ખરેખર સુધા-અમૃતથી પગ ધોવા જેવું કામ કરે છે.” - અને “હે રાજન્ ! સ્વર્ગથી ચ્યવીને આપણે બન્ને જે રીતે કુયોનિઓમાં ભટક્યા છીએ, તે રીતે તારા સ્મરણમાં હોવા છતાં પણ તું એક બાળકની માફક કેમ ભૂંઝાય છે ?' ખરેખર, આવી દશામાં એટલે કે વસ્તુસ્વરૂપને જાણવા છતાં પણ આ રીતે મૂંઝાવું, એ ભયંકર બાળપણું એટલે અજ્ઞાનપણું છે !” આ રીતનો હ્રદયને હચમચાવી નાખે તેવો ઉપદેશ સાંભળવા છતાં પણ અને પોતાના પૂર્વજન્મોને પોતે જાતિસ્મરણના યોગે જાણવા છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીના હૃદય ઉપર કશી જ અસર નીવડી નહિ અને એ મુનિપુંગવને પણ એમ માનવું પડ્યું કે આ આત્મા અબોધ્યતમ છે અને એમ માની તેને ઉપદેશ આપવો માંડી વાળવો પડ્યો. 970 શું કોઈ એમ કહી શકે તેમ છે કે શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીમાં સમજશક્તિ ન હતી ? નહિ જ, કારણ કે સમજશક્તિ તો હતી જ, પણ તેમના આત્માની સ્થિતિ એવી પલટાઈ ગઈ, કે જે બોધિબીજને પ્રાપ્ત થવા જ ન દે. એવી Page #245 -------------------------------------------------------------------------- ________________ 971 – –– ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64 -- - ૨૩૧ રીતની સ્થિતિ પલટાઈ શાથી ? તો એનો ઉત્તર એ જ છે કે પૂર્વભવમાં મોહને આધીન થઈને સંયમને વેચ્યું. પૂર્વભવમાં પોતે મુનિ હતા અને સનતકુમાર વર્તીના સ્ત્રીરત્ન તેમને વંદના કરી : વંદતાં વંદતાં એ સ્ત્રીરત્નના વાળનો પર્શ દેવયોગે થઈ ગયો : એ વાળના સ્પર્શથી મોહોદય જાગ્યો અને એના પરિણામે સંયમની તથા તપની કિંમત ઘટી તથા એક વાળના સ્પર્શ માત્રની મત વધી ; સંયમ તથા તપ એ બધાંને એ મહાત્મા ભૂલી ગયા : એટલું જ નહિ પણ કરેલું બધું વેચી માર્યું ! “આ મારા દુષ્કર તપનું જો ફળ હોય, તો આવા સ્ત્રીરત્નનો હું પતિ થાઉં.” – એવું માગી લીધું. આ રીતે સંયમ તથા તપનું વેચાણ કર્યું. વાળના સ્પર્શથી વૃત્તિ એવી ફરી કે એની પાસે સંયમ તથા તપ એ કાંઈ જ નથી એમ એને લાગ્યું ! જો એમ ન લાગે તો આવી માગણી શી રીતે કરાય ? પૌગલિક લાલસા આત્માનો કેટલો અધ:પાત કરે છે તે વિચારો ! જુઓ પૌગલિક વસ્તુની કિંમત વધી એટલે મૂળ વસ્તુ વેચાઈ ગઈ. પછી એ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ થાય એમાં આશ્ચર્ય શું ? કેમ કે વસ્તુ ઉપર અભાવ થયો. શું ગમતી વસ્તુ વેચાય ? વેચાય ક્યારે ? જ્યારે તેના ઉપર અભાવ થાય ત્યારે અથવા એના કરતાં બીજી વસ્તુની વધુ કિંમત અંકાય ત્યારે ! મોક્ષના સુખ આગળ આ સ્પર્શસુખ તો તુચ્છ જ છે ને ? એવા તુચ્છ સુખની ખાતર નિયાણું કરનાર એ મુનિ જેવા તેવા નહોતા, પણ તત્ત્વજ્ઞાની હતા : પણ કામરૂપ મોહના યોગે એ તત્ત્વજ્ઞાન ઊડી ગયું અને સંયમ તથા તપ વેચાઈ ગયું. પુદ્ગલવાસનાની આ જેવી તેવી ભંયકરતા છે ? અને એથી એ વાત સ્પષ્ટ જ છે કે દુનિયાના સુખની લાલસાથી આવા મહાપુરુષો પણ ધર્મને ભૂલે, તો જેને ધર્મની ખબર જ ન હોય તેવા રખડતા આત્માઓ ધર્મ વિસરી જાય, એમાં પૂછવું જ શું? નહિ જેવા સંસર્ગથી આવા મહામુનિ ભૂલ્યા, તો રખડેલ આત્માઓ ભાન ભૂલી ધર્મને ઠોકર મારે તેમાં નવાઈ જેવું પણ શું છે ? એક તો ધર્મ ગમે થોડાને અને તે પછી એ ધર્મને મેળવવો, રાખવો, સાચવવો અને સંઘરવો, એ કાંઈ સહેલું નથી : ઘણું જ કઠિન છે. મહત્વપાત્ર આવા' શબ્દ ક્યાં વપરાય ? આજે દુનિયાદારીના આદમીઓને અંગે જ્યાં ત્યાં – “આવા - આવા - શબ્દ લગાડી વાતો કરાય છે, પણ આવા” તે કેવા ? જેવા છે તેવા ! જ્યાં ત્યાં “આવા, આવા' શબ્દથી વાત ન કરો. બાહ્ય સંજોગોમાં ગમે તેવા સારા દેખાતા હોય, તો પણ ઉતાવળ કરીને “આવા, આવા' કહી વાત ન કરો ! આવા !' એ સંબોધન જ્યાં-ત્યાં વાપરી, એ સંબોધનની અવદશા ન કરો ! Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – 92 દુનિયાના સારામાં ‘આવા શું? આના યોગે ધર્મીનાં ચિત્ત પણ ચલ-વિચલ થઈ જાય છે. કેવળ “લોકવ્યવહારમાં પડેલો ધર્મ ન સાધી શકે : “લોકવ્યવહારકહું છું હોં ! શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. અધૂરું ન સાંભળતા અગર અધૂરું ન પકડતા ! આ મારા મામા, આ મારા કાકા, આ મારા સંબંધી, - એમ જ જો કર્યા કરે તો તો ચોથે દા'ડે ધર્મને છોડી દેવાનો જ વખત આવે ને ? કાકા અને મામા કર્યાથી ધર્મ નહિ રહે. ધર્મને કીમતી માનો તો ત્યાં આગળ બીજું કાંઈ નહિ. કોઈ ધર્માત્મા કર્મના યોગે યા કોઈ બીજાના યોગે ખરાબ થઈ જાય, તો તેવા આત્મા માટે એમ વિચારાય કે “આવા ધર્મની પણ આ હાલત ?' પરંતુ એટલા માત્રથી જ “અમુક આવા અને અમુક તેવા” એવી વાતો ન કરાય : જૈનકુળમાં જન્મવા માત્રથી જ ધર્મી કહેવાતા હોય એમની અયોગ્ય કરણીથી જ “અમુક આવા” – એવી વાતો ન કરાય, ધર્મ જેને પરિણમ્યો છે તેવો ધર્મી પ્રાયઃ ધર્મમાં સ્થિર રહી શકે, પરંતુ કર્મોદયે કદાચ તેવો ધર્મપરિણત આત્મા પણ પડે ત્યારે આશ્ચર્ય થાય અને “આવા પણ પડ્યા' એમ થાય, તેમજ બોધ દેવાય કે “આવા આવા પણ પડી જાય છે, માટે આપણે તો બહુ સાવચેત રહેવું જોઈએ.' પણ જે કેવળ ઉપલકિયા છે – ધર્મ શું ચીજ છે એ જેને સમજાયું જ નથી, તેના માટે આવા એ શબ્દ ન હોય : યાદ રાખો કે જે અર્થમાં “આવા' વપરાય છે, તે અર્થમાં ન હોય : એમ તો “આવા પાપી” એ અર્થમાં પણ આવા” કહેવાય ત્યાં અર્થબાધ નથી પણ જે અર્થમાં વપરાય છે તે અર્થ માટે આ વાત છે. આજે શબ્દ ઉપર મારામારી બહુ છે અને વાત જ આડી ચલાવાય છે ! - વ્યવહારમાં શિક્ષક કોને કહો ? શિક્ષક, અધ્યાપક, વિદ્યાર્થી, શેઠ, વેપારી એ બધું કહો કોને ? તે તે કળા, ગુણો જેનામાં હોય તેને ને ? ભણાવતાં ન આવડે એને શિક્ષક કહેવાય ? ડિગ્રી હોય અને બોલતાં ન આવડે તો ? વગર પ્રેક્ટિસે ઘણાય મૂંગા મરી ગયા. ભણ્યા ખરા પણ વકીલાત ન આવડીને ? વ્યવહારમાં બધું સમજો છો, તે રીતે સંઘ-શ્રાવક એ શબ્દ જ્યાં વપરાયે, ત્યાં તેનું વસ્તુત્વ જોવાનું કે નહિ ? સભા: સાહેબ ! મૂળ દૃષ્ટિ જ ફરી ગઈ છે. તો ધર્મની કાર્યવાહી થાય શી રીતે ? કોઈ પૂછો તો ખરા કે જે ઉપનામ વાપરો છો તે તત્ત્વ ત્યાં છે ? અર્થ વિનાના શબ્દો તથા વાક્યોનો ઉપયોગ શો ? જેમાં ભાવ ન હોય તે શબ્દ કે વાક્ય કહેવાય ? કાળો બગલો એમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત 64 કહ્યે સંબંધ મળે ? એમાંથી અર્થ નીકળે ? આ વાક્ય તો ખરુંને ? બગલો કાળો હોય ? ન હોય, પણ ‘કાળો બગલો' એ વાક્યમાંના શબ્દો તો ખરા ને ? પણ એ વાક્ય બોલનાર ડાહ્યો કે ગાંડો ? વાક્ય અર્થવાળું હોય કે અર્થ વિનાનું ? શબ્દ પણ જો યોગ્ય સ્થાને યોજાય તો અર્થ થાય, નહિ તો એ શબ્દ અથડાવી જ મા૨ે : અર્થ જ ન થાય. એ માટે તો વિધિ બાંધવી પડી કે ‘અર્થને સંલગ્ન ક૨ના૨ શબ્દો પણ એકીસાથે બોલવા.' જો એમ બોલાય તો અર્થ નીકળે. છૂટા છૂટા અમુક સમયના અંતરે બોલાય તો અર્થ નીકળે ? ઘોડો મગાવવાની ઇચ્છાવાળો શેઠ ‘ઘોડો' એમ હમણાં બોલે અને કલાક રહીને ‘લાવ’ બોલે તો નોકર શી રીતે લાવે ? શું લાવે ? ‘પથરા ખા અને રોટલી ફોડ' આ પણ વાક્ય છે ઃ એનો અર્થ કરો. શબ્દ બરાબર, પણ મૂકવાની આવડત જોઈએ, નહિ તો સાંભળનારો મૂંઝાય. શબ્દ તો અર્થવાળા, પણ એ શબ્દોને ઘટતી રીતે યોજાય તો લાભદાયી થાય. બધા શબ્દના અર્થ અનેક : એક એક શબ્દના અનેક અર્થ : સંયોગ ફરે તેમ અર્થ પણ ફરે : એક શબ્દના અનેક અર્થ : એક વાક્યના અનેક અર્થ : યોજના ભિન્ન તેમ અર્થ ભિન્ન ! દ્વાદશાંગી આખીમાં એના એ ક, ખ, ગ, છે ને ? એ જ બારાખડી કે બીજી ? એ સિવાય બીજું ખરું ? નહિ જ, પણ શબ્દ જોડતાં આવડે તો જોડાય ને ? અસ્તુ. એ જ રીતે મહત્ત્વ સૂચવનારા ‘આવા’ એ શબ્દ, જેને વસ્તુ પરિણત થઈ હોય તેને માટે વપરાય, આ તો ‘આવા' સંબોધનનું ઉપહાસ્ય છે. તમે ભગવાનના છો ? : 973 ધર્મી તે કે જે પૌદ્ગલિક પદાર્થોમાં સદ્ભાવવાળો ન બને : ધર્મક્રિયામાં એ લાલસા આવે અને ‘આ મારું અને આ મારું' થાય, તેમજ ‘આ મામા અને આ કાકા’-એમ થાય તો ધર્મની રક્ષા પ્રસંગે ઊભા કેમ રહી શકો ? શું કરો તો ધર્મ થઈ શકે ? તમે ધર્મી ક્યારે કહેવાઓ ? જેની સેવા, પૂજા અને ઉપાસના કરો છો, તેના બનો તો ધર્મી ! વારુ, કહો કે તમે કોના ? ૨૩૩ સભા : ભગવાનના. કોણે કહ્યું ? બાપના દીકરા, કાકાના ભત્રીજા અને મામાના ભાણેજ, પણ ભગવાનના તો કાંઈ નહિ ! ભગવાનના થાય તે ભગવાનનું કે ભગવાનના માર્ગનું અપમાન સહે ? ભગવાનના હોય તે એવે પ્રસંગે માબાપને કે સંબંધીને Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – 94 કોઈને પણ એનાથી વધારે ન ગણે. જ્યાં સુધી એ બધા ભગવાનને માને ત્યાં સુધી સંબંધી ખરા : ભગવાનને તથા એની આજ્ઞાને ઠોકર મારે કે ખલાસ : સંબંધ પછી ન જ પાલવે. આ જ કારણે શ્રી આનંદઘનજી મહારાજા કહે છે કે “કપટરહિત થઈ આતમ અરપણા રે.” આવી રીતે આત્મસમર્પણ થાય ત્યારે જ આનંદઘન પદની ઝાંખી થાય : બાકી એમનાં પદ ગોખીને ગમે ત્યાં દુરુપયોગ કરાય તેથી ફાયદાને બદલે ગેરફાયદો થાય : અમૃત ઝેરરૂપે પરિણમવા જેવું બને. સ્તવન તથા સક્ઝાય ગાનાર જો બરાબર ગાય, પૂજા ભણાવનારા જો બરાબર ભણાવે, તોય આત્મસમર્પણ થાય. આગમમાં તો બધું લખ્યું જ છે; પણ પૂર્વપુરુષોએ એ વાતો સ્તવન, સન્ઝાય તથા પૂજામાં પણ ઉતારી છે. તમે સુંદર સ્તવનો રોજ બોલો, સક્ઝાય બોલો ને સાંભળો, આટલું છતાં પણ એ પરિણામ પામતા નથી અને તમે એના એ રહો : એનું કારણ ? એ જ કે તમે ભગવાનના બનતા નથી. ભગવાનના બનો તો તો કામ થઈ જાય. ભગવાનના છો ક્યાં ? જેના છો તેના છો અને એમની ચિંતામાં આ બધી વસ્તુ રહી જાય છે. સભાઃ લૌકિક રીઝને લઈને. લૌકિક રીઝમાં જ પડેલા સમૂહોને સંઘ શી રીતે કહેવાય ? લૌકિક રીઝ માટે જ એકત્રિત થયેલ ટોળાને સંઘ કેમ કહેવાય ? સંઘ રીઝવે કોને ? લોકને કે તીર્થપતિને ? માર્ગને કે ઉન્માર્ગને ? જિન-પ્રવચનનો આધાર તે સંઘ કે બીજો ? જિન-પ્રવચનનો આધારભૂત શ્રીસંઘ કેવળ લોકને જ રીઝવવા મથે ? શબ્દથી ભડકો મા, મૂંઝાઓ નહિ. ખોટા શબ્દોથી જરાય ન મૂંઝાઓ. “ધનપાલ' નામથી મૂંઝાઓ નહિ, પણ પૂછો કે “છે કંઈ?” નામ તો ઉમદા હોય પણ અંદર કંઈ ન હોય તો તેની સાર્થકતા શી ? મારવાડમાં ભિખારીને લખપતિ કહે છે. ત્યાં જઈને વગર તપાસે એ લખપતિને શ્રીમાન ધારી ધીરો તો શું થાય? ભીખ માંગવી પડે કે બીજું ? માટે ખોટા શબ્દથી, શબ્દોની ખોટી યોજનાથી મૂંઝવણમાં ન પડો ! ગમે તેવો મોટો શબ્દ મુકાય તો પણ પૂછજો કે “એમાં છે શું ?' એવું એવું સાંભળીને આકળવિકળ થવાય નહિ. સમજાતું નથી કે આમાં અકળામણ શી ? હજી તો કંઈ નથી. પૂર્વે પણ ઉન્માર્ગીઓના જોર વખતે સંવ સાધુઓને તથા સુશ્રાવકોને ખૂણે પેસવું પડતું ઃ સંતાઈ રહેવું પડતું? ગીતાર્થોને અમુક નગરીમાં પેસવા દેવાની મના હતી : ગીતાર્થોનો બોયકોટ હતો પણ એ સ્થિર Page #249 -------------------------------------------------------------------------- ________________ 975 - - ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - ૨૩૫ રહા તો પેલા બધાને ઠેકાણે આવવું પડ્યું, પણ સ્થિર બનાય તો ને? પરિણામે તો સત્યનો જય જ હોય, માટે આબરમાં ન મૂંઝાઓ : “લોકવ્યવહારની પરવા કરવામાં રહી ધર્મને ન છોડો : શબ્દો યાદ રાખજો. લોકવ્યવહાર' હોં ! લોક તો બધુંયે કહે. લોક શું કહે ? આથી જ લોકહેરી તજો . લોકહેરીમાં ભળ્યા તો વસ્તુ ગઈ સમજો. ત્રિશંકુ ન બનો. અહીં અને તહી ન કરો. દહીં-દૂધિયા ન બનો ! તહેતુ ક્રિયા તો પ્રભુની આજ્ઞામાં બનશે અને એ બનાવવા માટે ધર્મનો વિરોધી આપણામાં પ્રવેશે નહિ એવી ચિંતા તો આપણે કરવી જ પડવાની એ ચિંતાનો બોજો સામો પક્ષ ઉઠાવી લેતો હોય તો વાંધો પણ શો છે ? સંઘને એ ફિકર રાખવી પડતી કે આપણા સમુદાયમાં આગમનો વિરોધી પ્રવેશે નહિ તે માટે તપાસ રાખતા અને એવું કાંઈ જણાય તો ઝઘડા વેઠીને પણ નિહ્નવને, ઉન્માર્ગગામીને ઊંચકીને બહાર (સંઘ બહાર) ફેંકી દેતા. એ હેતુ સામો પક્ષ તમને સાધી આપતો હોય તો તો આનંદ : તમને ખબર પણ પડે કે નંગ કેટલાં છે ! શાહુકારને ઉઠાઉગીરોથી ચેતવાનું હોય, પણ માનો કે એમની એવી બુદ્ધિ થઈ અને એ શાહુકારોનો જ બોયકોટ કરે તો શાહુકારોને તો સારું. તાળાં વાસવાં મટે : પાપ ઓછું પંચાત ઓછી, ઉઠાઉગીર પોતાની મેળે આવતા બંધ થાય તો તો શાહુકારને આનંદ જ થાય. ઉઠાઉગીરનો રોટલો શાહુકારોમાં છે એટલે એવું કરે જ નહિ, પણ માનો કે કરે તો શાહુકારને દુઃખ શું? એને તો પાંચ શેર લોહી ચડે, કારણ કે વગર જોઈતી આફત હતી તે ટળી, પણ આ સ્થિતિમાં ટકવા માટે મક્કમતા ઘણી જોઈશે. મક્કમતા નથી જ એમ નથી કહેતો, પણ જે છે તેનાથી કેટલાય ગણી વધારે જોઈશે. મક્કમતા ન હોય એ બને ? એકવીસ હજાર વર્ષ શાસન ચાલશે તે આવા મક્કમોથી જ. એવા આત્માઓ લૌકિક રીઝમાં ન પડે અને મુખ્યપણે ભગવાનના ધર્મના જ બને. લોકcરીમાં પડ્યા કે ડૂળ્યા ! હીણભાગી આત્માને તો શ્રી તીર્થંકરદેવની દેશના પણ લાભ નથી કરી શકતી. અસ્તુ. જો આપણે જાગતા થઈએ, જાગતા રહીએ તો એવો સુયોગ્ય મળે તો લાભ લઈ શકીએ. માટે વાતવાતમાં મૂંઝાયે કામ ન થાય. આપત્તિ વખતે સમ્યગ્દષ્ટિ આત્મા મુંઝાય નહિ. મૂંઝાય તેનામાં સમ્યક્ત્વ નથી, એટલે કે એનું Page #250 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ સમ્યક્ત્વ શુદ્ધ નથી. આપત્તિ શાથી આવી તે વિચારે અને આપત્તિ તથા સંપત્તિનો વિવેક કરે, તો મૂંઝવણ આપોઆપ મટી જાય ને ધાર્યું કામ થાય. ધાર્યું કામ ન થાય તો પણ સમ્યગ્દષ્ટિ મૂંઝાય નહિ, કારણ કે મૂંઝાય તો નાશ થાય. માટે મૂઝવણ ટાળવાનું નક્કી કરવું પડશે. લોકને અને શાસનને જુદું રાખવું પડશે. લોકહેરીમાં પડવાથી શાસન પમાયું હોય તો તે ન ટકે. ૨૩૬ પૌદ્ગલિક લાલસા એવી ભયંકર છે કે ધર્મક્રિયામાં ભળીને પણ એ ક્રિયાને ઝેર કે ગરલ રૂપ બનાવી દે. આપણે તદ્ભુતુ ક્રિયા કરવી છે : અને તદ્ભુતુ ક્રિયા કરવા માટે તો પરિવાર-કુટુંબ બધું છોડી દેવું પડશે : ‘મારું તો આ’ - એવી દઢ ભાવના કેળવવી પડશે આ એટલે ધર્મ, આગમ, પ્રભુની આજ્ઞા એ સચવાય ત્યાં સુધી સંબંધી વગેરે સાચા, પણ એમાં વિઘ્ન કરે તો એ સંબંધી નહિ ! 976 શ્રી લલિતાંગકુમારના દૃષ્ટાંતમાં આપણે પહેલાં જોઈ ગયા છીએ કે એ કુમાર દાનનો વ્યસની હતો : એ દાનમાં શ્રેયઃ સમજતો : દાન વિના એને ચેન પડતું નહોતું. કોઈ દુર્જને એના પિતાને ભંભેરણી કરી કે ‘કુમાર જો આમ દાન દેશે તો ભંડાર ખાલી થઈ જશે.' રાજાને આ ઠીક લાગ્યું અને તેથી કુમારને કહ્યું કે ‘આવી રીતે દાન દેવાથી તો ભંડાર ખાલી થશે : રાજનો માલિક તો તું જ છે, માટે ભંડાર ખાલી થયેથી રાજ્ય ન ચાલે.’-આ સાંભળી શ્રી લલિતાંગકુમાર વિચારે છે કે ‘પિતાના કાનમાં આવું ઝેર કોણે રેડ્યું ?' અને એ પછી એ દાનના કારણે જ એ રાજકુમારનો દેશનિકાલ થયો, ત્યારે એને સુખ થયું કે દુઃખ ? વળી એ દાનધર્મની ખાતર રાજઋદ્ધિ-માબાપ-કુટુંબ છોડી ચાલી નીકળ્યો ને ? ‘જ્યાં દાનધર્મ ન સચવાય, ત્યાં રાજ્ય હોય તો પણ શું કામનું ?’ -એમ માનીને દાનધર્મની ખાતર એ રાજપુત્ર બધું છોડ્યું અને ચાલી નીકળ્યો. ખ્યાલ રાખજો કે એ રાજકુમાર સાધુ નહોતો ! સાધુ થવાની ભાવનાવાળો પણ નહોતો ! છતાં રાજઋદ્ધિ ને કુટુંબપરિવારાદિ છોડ્યું ને ? સભા : એવી શક્તિ ન હોય તો ? એ વાત જુદી. ‘અલ્પ શક્તિવાળો આદમી - ચાર આના કમાય ને ખાય તેવો આદમી, હજી સાધુ થવાની તાકાત નથી, વિષયકષાય પર જીત મેળવી નથી તેવો આદમી, એ ચાર આના આપી દે ?' - આવો પ્રશ્ન છે ને ? એ આપે એ શક્તિનો અતિરેક, શક્તિના અતિરેકથી ધર્મપાત થઈ જાય. મુનિ ભિક્ષા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત 64 લેવા આવે ત્યારે શ્રાવકે ઊંધું વાળીને દેવું એમાં વાંધો નહિ, ભાવના ઊંચી, પણ એવું દેવું ક્યારે કે પશ્ચાત્કર્મ ન કરવું હોય તો ! ફરીને એ માટે નવો ચૂલો ફૂંકવો હોય તો તેમ ન થાય. 977 શ્રી શાલિભદ્રના પૂર્વભવમાં એ રબારીએ ખીર બધી વહોરાવી, પછી થાળી ચાટી એ હા, પણ નવી કરાવી નહિ ! આપ્યા પછી ભાવના ટકાવી રાખવી અને એના વિના ચલાવી લેવું એ ફરજ. જો પશ્ચાત્કર્મ કરે તો મુનિને પણ દોષ લાગે. કેમ કે - એવી સ્થિતિ ઊભી ન થાય તેવી રીતે મુનિએ આહાર લેવાનો છે. મુનિની ગોચરીના દોષોના સોળ, સોળ અને દશ મળી બેંતાળીસ ભેદ છે : એકલા મુનિને લઈને, એકલા ગૃહસ્થને લઈને તથા બેયને લઈને એમ બેંતાળીસ દોષ છે. શ્રાવક એ વખતે તો ફરી આરંભની ક્રિયામાં ન જ ઊતરે એવી વિધિ છે. ધર્મ એવી ચીજ છે કે જેમાં પરિણામે આરંભ ન વધે. હોય તેનો સદુપયોગ થાય, પરંતુ સદુપયોગ માટે અવિહિત આરંભાદિ કરવાનું નહિ : આ જૈનશાસનની એ ચાવી છે. જેટલા અંશે એ ચાવી હાથમાં આવે, તેટલા અંશે જાગૃતિ રહે. દાન તે કે જે દેવાય તેના પ્રત્યેની મમતા ઘટે. મુદ્દાને પકડતાં શીખો ! નૈવેદ્ય પૂજામાં પણ ભાવના કઈ ? ખાઓ તેટલી બધી ચીજ મુકાય, પણ તેમાંય ભાવના એ કે ‘આ બધી ચીજમાં મૂંઝાયો છું : એની આસક્તિ છૂટે માટે મૂકું છું.' ભગવાન કાંઈ ભૂખ્યા નથી, પણ દ્રવ્ય વિના ભાવ ન આવે. દ્રવ્ય આલંબન છે માટે તે મૂકી ધ્યેય ઉપર દૃષ્ટિ રાખે, તો તે પ્રકારની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય અને પુદ્ગલની રસિકતા ઘટે. ૨૩૭ આજ કેટલાક એવો નિયમ રાખે છે કે ‘નવી ચીજ દેરે મૂકીને ખાવી.’ દેરે મૂકવાની પાછળ ખાવી ક્યાંથી આવ્યું ? ‘નવી ચીજ ખાવા માટે દેરે મૂકવી' - એ તો લોકોત્તર મિથ્યાત્વ. ‘નવી ચીજ દેરે મૂકું નહી ત્યાં સુધી ખાઉં નહિ’ - એ તો અભિગ્રહ થયો, કારણ કે વસ્તુ ફરી ગઈ. અને એથી જ્યાં સુધી ન મુકાય ત્યાં સુધી તો એ ત્યાગ થયો. ‘મૂકીને ખાઉ’-એમાં તો ખાવાની ભાવાનાની મુખ્યતા રહે છે અને ‘મૂકું નહિ ત્યાં સુધી ન ખાઉં’ તો આ ચીજ ખાવી તો ખોટી છે' - એમ સૂચન થાય છે. મુદ્દો એ છે કે દેરે મૂકવું એ વાત જુદી છે, પણ ખાવા તરફ દૃષ્ટિ ન હોવી જોઈએ. જો ખાવાની દૃષ્ટિએ દેરે મુકાય, તો લોકોત્તર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ --- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ - મિથ્યાત્વ લાગે : કારણ કે એના યોગે એ ખાવાની વસ્તુ ઠીક ઠીક મળે એ ભાવના હોય છે. લોકોત્તર મિથ્યાત્વ એવું છે કે એ શાસન સાથે એકમેક થઈ ગયેલું એટલે એકદમ સહુને ખબર ન પડે તેવું છે. લૌકિક મિથ્યાત્વનો તો ત્યાગ કર્યો કે કુદેવ, કુગુરુ અને કુધર્મ ન માનવા : પણ હવે અહીં આવ્યા પછી લોકોત્તર મિથ્યાત્વ પ્રવેશે તેને ભિન્ન કરવું મુશ્કેલ, એ તો મહા ઝેર : લૌકિક મિથ્યાત્વરૂપી ઝેર તો ઝટ ઓળખાય, પણ આને તો ઓળખવુંય ભારે આનાથી બચવાની બહુ જરૂર છે. ખાવાની દૃષ્ટિ એવી હોય કે નવી ચીજ આવે તે છોકરાને દેરે મૂકવા મોકલે અને છોકરો તો પહોંચે ત્યારે ખરો, પણ અહીં ખાવા માંડે. પારણાં વખતની ભાવના જુઓ અને તપ વખતની ભાવના જુઓ : તપ તપની જગાએ રહે અને પારણું રાજા બને. અંતરપારણું, પછીનું પારણું અને તપ એ ત્રણેને ભેળાં કરી આત્માને પૂછો કે મજા ક્યાં આવી ? બે પારણામાં કે ઉપવાસમાં ?' શાસ્ત્ર વિધિ બાંધી કે પચ્ચખાણ પૂરું થાય પછી પાંચ-દશ મિનિટ બાદ પારણું કરવું. પાંચ-દશ મિનિટ વધુ તપનો સ્વાદ ચાખવો. પારણું કરતી વખતે પણ વિચારે કે “પાછા હતા ત્યાં ને ત્યાં આવ્યા. પણ આજે તો લહેજત જ પારણામાં હોય ત્યાં શું થાય ? વારુ, કહો કે “પારણાં માટે તપ કે તપ માટે પારણું ?' સભા : તપ માટે પારણું? હોય એમ, પણ મોટા ભાગે આજે પારણાં માટે તપ થઈ જવા લાગ્યો છે અને એમ થાય તો એ તપ આગળ શી રીતે વધે ? આજે તપમાં મંદતા એનું કારણ જ આ છે. વ્યાધિની વાત જવા દો, પણ વિના કારણ તપમાં શિથિલતા આવી એનું કારણ પારણાની મુખ્યતા છે. શરીર બગડે તો કલંક તપને શિરે ! પજુસણમાં અઢાઈ કરી હતી માટે ગરમી થઈ'- એમ કહે અને તપને વગોવે; પણ એવા શબ્દોથી તો સંસાર વધી જાય. વ્યાધિ કર્મજન્ય છે. એનું નિમિત્ત તપ કહેવાય જ નહિ. | ક્રિયાનો હેતુ ન જળવાય તો ક્રિયા ફળતી નથી. વ્યવહારમાં હેતુ વિનાની પ્રવૃત્તિ એક પણ કરતા નથી અને અહીં હેતુ જ નહિ ? હેતુની પરવા જ નહિ ? શાથી ? મૂળ વસ્તુ સમજ્યા નથી એથી ! પજુસણમાં તપ કરવો તે અગિયાર મહિના ન કરવા માટે એમ ? જરા હેતુ સમજો. કાયમ તપ કરનારને એ વખતે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત તપ કરે તો કેટલો આનંદ આવે ? રોજ તપ કરે તેનો તપ વિશુદ્ધ થાય. કાયમ તપ ન કરે તેને એ વખતે તપમાં આનંદ કેવોક આવે ? આટલા તપમાં મુક્તિ મળી જાય ? રસનાની લાલસા છૂટે એ તપ : ઇચ્છાનિરોધ એ તપ : અને એ માટે બાહ્યતપ. બાહ્યતપની પ્રશંસા એ માટે છે. રસનાની લાલસા ઉપર કાપ મુકાય તથા ઇચ્છાનિરોધ થાય એનું સાધન બાહ્યતપ છે, માટે એની પ્રશંસા ! દુનિયાના કેટલાય ભિખારી દિવસો સુધી ભૂખે મરે છે, પણ એ તપસ્વી નહિ અને તમે તપસ્વી કેમ ? તપમાં જો તપનું ધ્યેય ઇચ્છાનિરોધ ન રહે, તો એ બાહ્યતપમાંથી તપપણું ઊડી જાય છે. ફરજિયાતપણે ઘણા જીવોને બાહ્યતપ કરવો પડે છે. તિર્યંચો બિચારા, માલિક નાખે તો ખાય, નહિ તો લાંઘણ. ઘણા જીવોને લાંઘણ કરવી પડે છે. એ ફરજિયાત. મરજીથી કરે તો બાહ્યતપ ખરો. બાહ્યતપ એ સમ્યગ્દષ્ટિના તપની કોટિમાં ક્યારે આવે ? ઇચ્છાનિરોધનો હેતુ હોય તો ! એ હેતુ ન હોય તો એ તપ નહિ પરંતુ એક કાયકષ્ટ ! હેતુ એ હોય તો વખતે લાલસા થઈ પણ જાય પણ તેની ગભરામણ નહિ, કેમ કે એ અભ્યાસ અનાદિ કાળનો છે : પણ ધ્યેય તે હોય એટલે તરત એમ ભાવ થાય કે ‘અહો ! હજી ઇચ્છા રોકાતી નથી.’ એટલે એ સુતપ. યાદ રાખો કે બધી જ ક્રિયા તહેતુ કરવાની છે. 979 - 64 સભા : પ્રભુ પાસે ફળ મૂકીએ તો ફળ મળે, નૈવેદ્ય મૂકીએ તો ઉત્તમ ભોજન મળે. આવી ભાવના આજે હોય છે તેનું શું ? ૨૩૯ ફળ મૂકીને મોક્ષફળ તથા નૈવેધ મૂકીને અણાહારી પદ ઇચ્છવાનું છે. આજે એથી વિપરીત દૃષ્ટિ પ્રવેશી તેનું તો આ પરિણામ છે. ‘બાહ્ય પદાર્થોમાં મમતા ઘટ્યા વિના, બાહ્ય પદાર્થોને આત્માથી પર માન્યા વિના, બાહ્ય પદાર્થો રાખ્યા રહે તેવા નથી - રહે તોયે હાનિ કરે તેવા છે' એવા નિશ્ચય વિના ધર્મ પ્રત્યે સાચો રાગ જ આવવાનો નથી. સ્વાર્થી; સાચો અહિંસક બને, એ સાચો સત્યવાદી બને, એ હૃદયથી પૂરેપૂરી ચોરી છોડી દે, એનાથી શુદ્ધ નિષ્ઠાવાળું બ્રહ્મચર્ય પળે અને પરિગ્રહથી એ દૂર રહે એવી આશા જ ન રાખતા. એ અહિંસા પાળે તો પણ પુદ્ગલના સુખની લાલસા માટે ! એ સાચું બોલે કે સારો એટલે કે નીતિમય વર્તાવ રાખે તો પણ તેટલા જ માટે ! એ પુદ્ગલરંગી બ્રહ્મચર્ય ક્યારે પાળે ? હાડકાં ન ચાલે ત્યારે અથવા તો ભવિષ્યમાં સારું મળવાની ભાવનાએ ! ઘાંચીના બેલની જેમ મહેનત કરે પણ ત્યાંનો ત્યાં ! બેલ (બળદ) તો ડાહ્યો કે પાટા બાંધે તો ચાલે, નહિ તો એક ડગલું પણ ન ચાલે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 020 ઉઘાડી આંખે એમ ન ચાલે. એને એમ થાય કે “અહીં ને અહીં ફરવાનું? નહિ ફરું. એને એમ ગોળ ચલાવવા માટે પાટા બાંધવા પડે : પાટા પણ એવા બાંધે, એવી રીતે બાંધે કે એને એમ લાગે કે હું આગળ ચાલું છું, પણ એ તો હોય ત્યાં ને ત્યાં ! સભા: અમારી માફક ! તમે તો છતી આંખે તેમ કરો છો એટલે બેલથીયે ગયા. તમારાં તો વિવેકચક્ષુ ખોલવામાં આવે છે તોય ત્યાં ને ત્યાં. એ બેલ ઉઘાડી આંખે કદી એમ ન ફરે. એના પાટા એવા કે એને “સીધો જાઉં છું' - એમ લાગે એટલે લહેરપૂર્વક ચાલે, પણ કૂંડાળું એવું કે એ ગમે તેટલું ચાલે પણ ત્યાં ને ત્યાં ! કુસંપ કે સાચો સંપ? આપણે બધી ક્રિયા તદ્દત કરવાની છે. તહેતુ એટલે મોક્ષનો હેતુ. એ હેતુ ધ્યાનમાં રાખીને ક્રિયા કરાય તો જ એ સમ્યગ્દર્શનની ક્રિયા કહેવાય. આ સમજાય તો દુનિયાનો કોઈ પણ સંબંધ ધર્મકાર્યની આડે ન આવે. સમ્યગ્દષ્ટિએ કાકામામાના સંબંધો છોડવાની ઇચ્છા રાખવાની છે કે જોડવાની ? વારુ, દેવ, ગુરુ અને ધર્મ માટે એ સંબંધ છોડવા પડે તે કુસંપ કહેવાય ? એ તો મહાસંપ. તંબોળી કાતર લઈને પાનને કાતર્યા કરે : એને પાનની કિંમત નથી એમ કહેવાય? કાતર તો એના હાથમાં જ હોય : સામાન્ય રીતે કાતર વિના એનો હાથ હોય જ નહિ. તંબોલી કાતરથી પાનનો સડેલો ભાગ કાતર્યા કરે : ગ્રાહક આવે ત્યારે પટ્ટી બનાવે અને જાય ત્યારે વળી કાતર લઈ કાપવા મંડે એમ કરે તો જ કરંડિયામાંથી કમાય, પણ “મારા માલ પર કાતર ન મુકાય' – એમ ધારી કંઈ ન કરે તો પાન સડી જાય ને કરંડિયો ઉકરડે ફેંકી દેવો પડે : ગ્રાહક પણ પાછા જાય અને જે જવે તે એને બેવકૂફ કહે. તો પછી બાધકને અલગ કરાય તેના જેવો સંપ ક્યો? વારું, કુસંપનું કારણ તો કહો ! વસ્તુની સમજણમાં ભેદ થાય અને બેયના હેતુ ફરે તો કુસંપ થાય ને? હેતુ ફરે તે પહેલાં અલગ થવું એ કુસંપ કે જાણ્યા છતાં ભેગા ને ભેગા ભળ્યા રહેવું તે ખરો કુસંપ ? જ્યાં બેઠા હોઈએ, જે સ્થાનમાં કે જે સંસ્થામાં હોઈએ, ત્યાંના ઉદ્દેશ ગળે ન ઊતરે તો સંપનો અર્થી તો રાજીનામું આપી અલગ થાય. એ તો સંપવાળો કહેવાય - એને ધન્યવાદ ઘટે. એક સંસ્થામાં કે ખાતામાં બે મિત્રો હોય, પણ મંતવ્ય ફરે કે સંપની ઇચ્છાવાળો તો લખી મોકલે Page #255 -------------------------------------------------------------------------- ________________ ગ - ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64 – ૨૪૧ કે તમારા ઉદ્દેશ મને માન્ય નથી અને તમારી સાથે બેસવા-ઊઠવાનો જે કાંઈ સંબંધ છે તે બન્યો રહે તે માટે હું અલગ થાઉં છું.” આ સંપ કરનારો કે કુસંપ ? વ્યવહાર પણ કહે છે કે “મિત્રાચારી રાખવી હોય તો મિત્રની સાથે કંચનકામિનીનો વ્યવહાર ન રાખવો. જો મિત્ર સાથેની મિત્રાચારીમાં પણ એ વ્યવહાર ન રખાય, તો ધર્મ સાથે સંબંધ રાખવો હોય તો કંચન-કામિનીથી રસપૂર્વક વ્યવહાર રાખવો એ કેમ પાલવે ? જ્યાં જે ચીજ મૂકવી જોઈએ ત્યાં તે ન મુકાય તે કેમ નભે ? આનો અર્થ કુસંપ નથી પરંતુ કુસંપનો સમય ન આવે એની તૈયારી છે. વસ્તુની સમજણનો ભેદ છે, માટે કુસંપનો વખત ન આવે તે પહેલાં અલગ થવું, તે સંપ કે કુસંપ ? હિસાબ કરતી વખતે આડતિયા મનઃકલ્પિત વાત ન કરે. આડતિયો ગમે તેવો તર્કશાસ્ત્રી હોય, પણ હિસાબ વખતે તો એ ચોપડાનાં પાનાં કાઢે, ખાતું કાઢે, ચોપડા કહે તે લેણું-દેણું-વ્યાજ વગેરે સમજે ત્યાં મોઢે બોલ્યું કામ ન આવે. કોર્ટમાં કેસ ચાલે તે કેસને લગતા કાગળોના આધારે કે મતિકલ્પનાથી ? એ કાગળિયાંના પુરાવા ચાલે કે નવા બુટ્ટા ઉઠાવાય ? જેમ ત્યાં કેસને લગતા પુરાવા જોઈએ, તેમ આગમમાં પણ પ્રતિકલ્પના ન ચાલે. જ્યાં આગમમાં પણ પ્રતિકલ્પના ઘુસાડવાની વૃત્તિ ત્યાં ઝઘડો. આગમના માનવાવાળા આગમ તરફ અને મતિને માનવાવાળા તે તરફ, એમ અલગ થાય તો કુસંપ થાય? એકબીજા ભેળા રહી પરસ્પર દબાણ કરે તો કુસંપ, એવા કુસંપથી અલગ રહેવું એ તો સંપ જ છે. તટસ્થ ક્યારે કહેવાય? સભા : કોઈ તટસ્થ રહે તો? જેને સાચા-ખોટાની માહિતી ન હોય તેને તટસ્થ રહેવાની છૂટ છે : તે તટસ્થ રહી શકે ? પણ જે જાણી શકતો હોય તે તટસ્થ રહે એ તો ભયંકર છે. એ તો દહીં-દૂધિયો. એ જ વધુ વિખૂટા પડાવે. “અહીં પણ હા અને તહીં પણ હા' - એનો અર્થ શો ? “કાકા-મામા' બેય પક્ષમાં હોય. આ આવે તો એને પણ કહે હું તો તમારો છું, અને પેલાને પણ એમ જ કહે ! બેય ઠેકાણે ખવાય એવું રાખે. આવા માણસને કેવો કહેવો ? ખરેખર, સાચા અને ખોટા વચ્ચે તટસ્થ રહે છે તે તો વસ્તુતઃ મૂર્ખ છે. ન સમજે ત્યાં સુધી તટસ્થ રહે એ વાત જુદી, પણ સમજ્યા છતાય તટસ્થ રહે એ તો મૂર્ખ ! એવા તટસ્થ વધુ વિખવાદ કરાવે. એવા વચલા સમાધાન ન કરી શકે. એ તો નાશ પમાડે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ –––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ - 982 સમાધાનમાં મધ્યસ્થ જોઈએ એમ કહેવાય છે. એ મધ્યસ્થ કયા? મધ્યસ્થનો અર્થ સમજો. જજ મધ્યસ્થ ક્યાં સુધી રહે ? જજમેન્ટ લખવા ન બેસે ત્યાં સુધી. લખવા માંડે પછી મધ્યસ્થ બને ? જજમેન્ટ લખવા જેવી સ્થિતિ ન આવે, ત્યાં સુધી તો બેય પક્ષને પ્રેમથી જુએ. એકસરખી રીતે સાંભળે. ત્યાં સુધી બરાબર મધ્યસ્થ. વાદીને, પ્રતિવાદીને, વકીલોને અને સાક્ષીઓને બરાબર સાંભળે, શાંતિપૂર્વક સાંભળે, બનતાં સુધી એ વચ્ચે બોલે નહિ, મરજી હોય તો થોડું પૂછે પણ મોટી કોર્ટોમાં તો બહુ મહત્ત્વનું લાગે તો જ જજ પૂછે : તે પણ ભયંકર આરોપીને પણ રીતસર જ પૂછે, કેમ કે હજી એ મધ્યસ્થ છે. પણ વકીલો કહે કે “બોલી રહ્યા, તમામની જુબાનીઓ પૂરી થઈ,' પછી જજમેન્ટ લખવા બેસે ત્યારે એ મધ્યસ્થ બને ? આરોપીએ તલવાર ઉગામી અને માથું સામાએ ફેરવ્યું, એવો ન્યાય આપવાની મધ્યસ્થતા કરે ? વાદીનું લાખનું લેણું સાચું છે એમ ખાતરી થાય તો પચાસ હજાર તારા જાય અને પચાસ હજાર એના જાય, એવી મધ્યસ્થતા કરી પચાસ હજારનું હુકમનામું કરે એમ બને ? અરે, જજમેન્ટ વખતે તો જજ એવા શબ્દો લખે કે જે સાંભળી ગુનેગારને ધ્રુજારી છૂટે આરોપ સાબિત થયા પછી મધ્યસ્થતા નહિ. જજમેન્ટ એકતરફી હોય કે બેય તરફનું ? આરોપ સાબિત થયા પછી તો ઝાંઝરિયાં, બેડી, જેલ, દંડ જે યોગ્ય હોય તે સજા જજ કરે. તેમ અહીં પણ સમજ્યા પછી મધ્યસ્થ ન રહેવાય. સમજ્યા પછી મધ્યસ્થ રહે તો માનવું કે ભયંકર ધૂની પેદા થયો. મોટા જજ તો એવા હોય છે કે બને ત્યાં સુધી લોકોના પરિચયમાં પણ બહુ ન આવે. આવા મધ્યસ્થ રહે, છતાં ટેબલ પર પડેલા રેકર્ડના આધારે ન્યાય તો હોય તેવો ચૂકવે, પણ ત્યાં મધ્યસ્થ ન રહે અને જો ત્યાં મધ્યસ્થ રહે તો એ ન્યાયાસનની ખુરશી પર બેસવા લાયક ખરો ? કહેવું જ પડશે કે નહિ જ. તેમ અહીં પણ સમજાયા પછી તટસ્થ ન રહેવાય : ન સમજાય ત્યાં સુધી રહે. સમજવા અભ્યાસ કરે, ક્યાંય રાગદ્વેષ ન કરે, પણ સમજાયા પછી તો સત્ય લાગે તેનો સ્વીકાર કરવો જોઈએ. પછી તટસ્થ ન જ રહેવાય. સભા: એ રીતે તટસ્થ રહેનાર તો આજે શાણા કહેવાય છે ! ગાંડાઓ તો થોડા પણ ફેવરમાં આવતા હોય તેને શાણા જ કહે ને ? હવે મધ્યસ્થ કોને કહેવાય એ તો સમજ્યા ને? આ ન્યાય છે. વ્યવહારમાં આ ન્યાય પ્રત્યક્ષ છે. એ ન્યાય સ્વીકારો છો, પણ જીવનમાં નથી ઉતારતા. સિદ્ધાંત Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત વિરોધીથી અલગ થવું, એ કુસંપ કરાવવાની ક્રિયા નથી, પણ કુસંપથી બચવાની ક્રિયા છે ઃ છતાં તમે પણ એવા કે બહાર જઈ ફસાઈ પડો છો. પેલા તમને કહે : 983 - 64 કે ‘જુઓને કુસંપ થાય છે’ – તો તમે ‘હાએ હા' કરો, પણ પેલાને સમજાવો નહિ કે ‘એ કુસંપ નથી.' તમે બહાર જઈને આવું ન સમજાવો તો અનર્થ થાય જ ને ? ભાઈ-ભાઈ કે બાપ-દીકરાને લડવા-વઢવાનું હું કહું છું ? ૨૪૩ સભા : નહિ જ. તમારો ૫૨સ્પ૨નો માર્ગ વાંકો હોય માટે લડાઈ થાય તેમાં મને શું ? ચોપડો સાચો છતાં બે આડતિયા ન માને અને વઢે, તેમાં ચોપડો શું કરે ? ચોપડાને માને તો લડત શી ? પેલો કહે કે ‘ચોપડો ભલે કહે, પણ મારે ઓછા આપવા છે.’ પેલો કહે કે ‘મારે એથીયે વધારે લેવા છે !' – આમાં લડાઈ થાય, ત્યાં ‘ચોપડો ક્યાં વચ્ચે આવ્યો કે મારામારી થઈ' - એમ કહેવાય ?સાંભળનારમાં ગ્રહણબુદ્ધિ ન હોય, સાચા-ખોટાનો વિવેક કરવાની શક્તિ ન હોય, તો હું તો શું પણ શ્રી તીર્થંકરદેવ પણ એને સમજાવી ન શકે અને તારી પણ ન શકે. શ્રી તીર્થંકરદેવ પણ સંભળાવે કોને ? સંજ્ઞી પંચેન્દ્રિયને. વાણી તો જોજનગામિની. અવાજ કેવો હશે ? પણ ચઉરિંદ્રિય સાંભળી શકે ? નહિ, કારણ કે જેને સાંભળવાનું સાધન નથી એને કહે શું ? બૂમ મારે તોય એને લાભ શો ? અસંજ્ઞી સાંભળે તો પણ નકામું. જેનામાં સાંભળવાની શક્તિ નથી, વિચારવાની શક્તિ નથી, સાચા-ખોટાનો વિવેક ક૨વાની શક્તિ નથી, એને શ્રી તીર્થંકરદેવ પણ તારી ન શકે. સાંભળતાં શીખવું પડશે : વિચારતાં શીખવું પડશે : સાચા-ખોટાનો વિવેક કરતાં શીખવું પડશે : અને તો જ શ્રી તીર્થંકરદેવ પણ તારક બને, આગમ પણ તારક બને અને સાધુ પણ તા૨ક બને. શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સાચો, સારો અને સ્વીકારવા યોગ્ય લાગે તો આવો, નહિ તો બંધાયેલા છો ? સ્ટીમર ગમે તેવી રૂપાળી હોય, પણ તળિયે કાણી હોય તો શા કામની ? કશા જ કામની નહિ, કારણ કે એ તળિયાનું કાણું તો બેસનારને ડુબાડે. એ જોવાનું કામ બેસનારનું છે. યોગ્ય લાગે તો બેસો. અહીં કે તહીં જ્યાં યોગ્ય લાગે ત્યાં બેસો, પણ જ્યાં બેસો ત્યાં સીધા બેસોને ! સ્ટીમર સારી લાગ્યા પછી એમાં બેસાય ક્યારે ? મૂકવા આવેલાં સગાંવહાલાં રોતાં હોય એને મૂકીને પગ ઉપાડવાની હામ હોય તો ને ? ગામ છોડી, ગાડીમાં બેસી ઠેઠ બંદર પર આવે. એ વખતે બાપાજી વગેરે રુએ તો ખરા, પણ સ્ટીમર ચાલવાનો વખત Page #258 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ થાય તે પહેલાં ચડી જાય ને ? રોતાં મૂકીને ચડે ને ? પછી પણ હાથથી આવજો કરી લે. એમાં જો ‘હાય બાપરે ! રુએ છે, મારાથી કેમ જવાય ?' - એમ થાય અને ચક્કર આવે તો ગબડેને ? સ્ટીમર માટે પણ એ કાયદો તો ધર્મ-સ્ટીમર માટે પણ બધું જ હૈયાથી કાઢવું પડશે ને ? એકલી દીક્ષાની જ વાત નથી હોં ! દીક્ષા તો સર્વોત્તમ છે, પણ હજી તો ધર્મની વાત છે. ધર્મરક્ષા વખતે કાકા-મામા ન કરાય. દુનિયામાં મિત્ર ગણાતા પણ ધર્મમાં વિઘ્ન કરે, તો તે આપણા અમિત્ર અને વ્યવહારમાં દુશ્મન દેખાતા પણ જો ધર્મમાં સહાય કરે, તો એ મિત્ર, ભાઈ, સંબંધી, બધું. ‘ધર્મ સચવાવે તે અમારા સંબંધી અને ધર્મ કરતાં સતાવે તે અમારા સંબંધી નહિ, પણ એ અમારા હિતશત્રુ' - આ ભાવના જોઈએ. સિદ્ધાંતવિરોધીથી અલગ રહેવું એ વસ્તુતઃ કુસંપ જ નથી. એને કુસંપ કહેનારાઓમાં મિથ્યાત્વની ભાવના જીવતી અને જાગતી જ છે, એમ માન્યે જ છૂટકો છે ઃ અને અમૃતક્રિયામાં અસાધારણ કારણરૂપ તદ્ભુતુ ક્રિયા કરવા માટે આ બધું સમજ્યા વિના કોઈ ઉપાય જ નથી. ૨૪૪ 984 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લોકોતર મિથ્યાત્વથી બચો. 65 ૦ લોકોત્તર મિથ્યાત્વ : • લાલસા ફેર તો અમૃત તે ઝેર : અધર્મ પ્રત્યેની દયા તે ભાવદયા : • શાસ્ત્રકાર જાણતા હતા કે : ૦ આશ્રવ હેય અને સંવર ઉપાદેય એ જ જિનાજ્ઞા : ૯ પાપક્રિયા કરતાં આત્માને રોકો ! • પ્રવૃત્તિનો વિરોધ કે ચાલબાજી ? • અપવાદ શા માટે ? • એમ તે જવાબદારી જાય ? • કેટલીક શંકાઓ ને સમાધાનો! વિષયઃ લૌકિક કરતાં લોકોત્તરમિથ્યાત્વવધુભૂંડું. એના ત્યાગવિના ધર્મનઆરાધાય. અમૃતક્રિયા લાવવા તદૂતક્રિયા કરવી અનિવાર્ય છે, પરંતુ અર્થ-કામની અર્થાત્ સંસારની લાલસા, વાસના ધર્મકિયાને તદૂત બનવા દેતી નથી. મોક્ષ માટે જ ધર્મ સ્થાપનાર પરમાત્મા કે મોક્ષાર્થે જ સંયમ સાધતા સાધુ પાસે સંસાર માંગવો એ લોકોત્તર કોટિનું મિથ્યાત્વ છે. આ વાતના અનુસંધાનમાં દ્રવ્યદયા અને ભાવદયાનો વિવેક, આશ્રવ હેય અને સંવર ઉપાદેય આ જ જિનાજ્ઞા અને બાકી બધો એનો જ વિસ્તાર, દરેક ક્રિયાની મૂળગામી તપાસ કરી, વિચાર કરી વિવેક કરાય તો જ સારી પણ ક્રિયા ફળે, એક પાપ સેંકડો પાપ કરાવે, મૂળને પોષે તે અપવાદ, સાવદ્ય અને નિરવદ્ય ક્રિયા એટલે શું અને પરિણામનું મહત્ત્વ આદિ બાબતો સમજાવતાં એક સ્થળે ખૂબ જ મજાની વાત કરી પ્રવચન પૂર્ણ કર્યું છે: “ત્યાગ માટે હજી રાગ કરવાની છૂટ છે પણ રાગ માટે ત્યાગની છૂટ નથી.” મુવાક્ષાવૃત • પૂજા વીતરાગની અને ફળ માગવું રાગનું ? સેવા નિગ્રંથની અને ઇચ્છા ગ્રંથિની ? એ જ લોકોત્તર મિથ્યાત્વ ! • પ્રભુએ દુનિયાનાં પાપને ઘટાડવા માટે જ ધર્મ સ્થાપ્યો છે. • દુનિયાનો કસાઈ પણ જો કહે કે “ઘાત એ આશ્રવ છે અને ઘાતથી છૂટવું તે સંવર છે, તો તે પણ અમારો તો મિત્ર છે, કારણ કે દુનિયાના કસાઈ, ઘાતકી કે લૂંટારા સાથે પણ અમને અપ્રેમ (દ્રષ) નથી. • જેનાથી આશ્રવ ઘટે, આશ્રવના પંજામાં ફસેલા જેનાથી છૂટે અને સંવર આદરે તેવું શિક્ષણ, તેવી કેળવણી અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર કરવાની સમ્યગ્દષ્ટિ માત્રની ફરજ છે. • આત્માની મુક્તિ માટે તન, મન અને ધન એ ત્રણે છોડી દેવાં જોઈએ. એ ત્રણમાંથી એક પણ રહે ત્યાં સુધી મુક્તિ આવી. • દેવ, ગુરુ અને ધર્મની સેવા, ઉપાસનાના પરિણામે પદ્ગલિક સુખની ઇચ્છામાં આત્મા ફસ્યો, એટલે એ સંવરથી ખસી આશ્રવમાં ફસ્યો અને બચવાની બારી બંધ થઈ. • મંદિરથી બહાર નીકળ્યા પછી જ તમે જેવા હતા તેવા ને એવા જ રહો, તો માનું કે એ ક્રિયા કાં તો વિષ, ગરલ કે અનનુષ્ઠાન થઈ પણ તદ્હેતું નહિ. • સારામાં પણ એક દુર્ગુણ આવ્યો, પછી ગબડતાં વાર કેટલી ? ૦ આત્માને માને, પાપને માને, પરલોકને માને, સ્વર્ગ અને નરકને માને, ને ઇરાદાપૂર્વક પાપનો ઉપદેશ કરે તે નાસ્તિક નહિ પણ મહાનાસ્તિક ! • સાવઘપુષ્ટિ માટે થતી નિરવદ્ય ક્રિયા પણ સાવદ્ય નિરવઘ પુષ્ટિ માટે થતી સાવદ્ય ક્રિયા પણ નિરવઘ. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો! લોકોત્તર મિથ્યાત્વ : સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સમજાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ પણ સ્વર્ગ, અપવર્ગ તથા તેનાં કારણોને અને સંસાર તથા તેનાં કારણોને જાણ્યા પછી જ ધર્મનું કથન કરે છે. વળી શ્રી તીર્થંકરદેવો, સામાન્ય કેવળજ્ઞાની મહર્ષિઓ તથા શ્રુતકેવળી ભગવાનો, કે જેઓએ ‘શસ્ત્રપરિજ્ઞા' અધ્યયનમાં કહેલા જીવાદિકના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણેલ છે, તેઓ જ સ્વતંત્રપણે ધર્મનું નિરૂપણ કરી શકે છે, પણ બીજા નહિ : બીજાઓને જો કરવું હોય તો તે તારકના કથનને અનુસરીને જ કરી શકે છે. વધુમાં પરમ ઉપકારી સૂત્રકાર મહારાજ એ પણ સમજાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશના દેનાર છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મ પામી શકતા નથી. દેશના દેનાર ખુદ શ્રી તીર્થંકરદેવ, એ તારકના અતિશયમાં જરા પણ મણા નહિ, તે છતાંય મોહાધીન આત્માઓ ધર્મને આરાધી શકતા નથી. ખરેખર, મોહનો મહિમા બળવત્તર છે. મોહના યોગે ધર્મની પ્રાપ્તિ જ કઠિન છે, તો એ જ મોહ જો ધર્મની સેવામાં (ક્રિયા પ્રસંગે) પ્રવેશે, તો અનર્થ કેમ ન મચાવે ? ધર્મક્રિયા કરતી વખતે જો મોહ બળવાન થાય, તો તે વખતે મોક્ષસાધક ક્રિયા પણ તદ્ભુતુ મટી, કોઈ જુદા જ હેતુ માટે થઈ જાય છે. આથી ધર્મક્રિયા કરતાં એના ફળ તરીકે પૌદ્ગલિક લાલસા ન જ હોવી જોઈએ, એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો એ વખતે એ લાલસા થાય, તો એ લાલસા - મોહ, આત્માના સમ્યક્ત્વને દૂષિત પણ કરે અને પરિણામે વિનાશ પણ કરે. જે પૌદ્ગલિક સંયોગોને સમ્યગ્દષ્ટિ આત્મા, પોતાથી ૫૨ માને - અનિત્ય માને - અસ્થિર માને અને પરિણામે અહિત કરનારા માને, તે જ પૌદ્ગલિક સંયોગોને, તે આત્મા ધર્મના ફળ તરીકે મોહનું બળ વધ્યા વિના કેમ ઇચ્છે ? પૌદ્ગલિક પદાર્થોને પોતાના માને અને હિતકર માને તો સમ્યકૃત્વ રહી શકે ખરું ? આત્મા સ્વ અને પુદ્ગલ પર જણાય, એ તો સમ્યક્ત્વનો ગુણ છે અને તો જ સમ્યક્ત્વ ફળે : આ સ્થિતિ છતાં પોતાને સમ્યગ્દષ્ટિ મનાવતો આત્મા, પૌદ્ગલિક સંયોગોને પોતાના અને ન Page #261 -------------------------------------------------------------------------- ________________ 1 - : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 -- - ૨૪૭ હિતકર માની ધર્મના ફળ તરીકે ઇચ્છે, તો તો જુલમ જ થઈ જાય ને? પૂજા વીતરાગની અને ફળ માગવું રાગનું? સેવા નિગ્રંથની અને ઇચ્છા ગ્રંથિની ? એ જ લોકોત્તર મિથ્યાત્વ છે ને ? અધર્મી પ્રત્યેની દયા તે ભાવદયા : સભા પ્રશસ્ત કોટિમાં એ ન આવે? આમાં પ્રશસ્તપણું છે ક્યાં? આમાં તો તદ્દન વિપરીતતા છે. શ્રી વીતરાગદેવની મૂર્તિ પ્રત્યે રાગ એમાં પ્રશસ્તપણું ખરું, કારણ કે એ વીતરાગતાનું કારણ છે : એ જ રીતે આગમ પ્રત્યેના, મુનિવરો પ્રત્યેના રાગને પ્રશસ્ત રાગ કહેવાય, કારણ કે એ રાગ પણ આત્મગુણોને પ્રગટ કરવામાં હેતુભૂત છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરે બધું જ પ્રશસ્ત હોઈ શકે, પણ એનું સ્વરૂપ સમજાય તો જ! ધર્મી નિર્ણય કરે કે કુદેવ, કુગુરુ અને કુધર્મને ન નમું : એ જો માન ગણાતું હોય તો તે પ્રશસ્ત માન છે, કારણ કે હું નમું તો સુદેવ, સુગુરુ અને સુધર્મને જ નમું પણ બીજે તો ન જ નમું : એ દેખાતું અભિમાન છે, પણ તે પ્રશસ્ત છે. એ જ રીતે જો પૌગલિક પદાર્થોનો સંયોગ યોગ્ય હોત, કલ્યાણકર હોત, તો તો તેને પણ પ્રશસ્ત કહેત, પણ તે યોગ્ય નથી અને કલ્યાણકર પણ નથી ! માટે પરમવીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા તથા નિર્ગથ ગુરુદેવોની સેવામાં એની લાલસા આવે, તો મિથ્યાત્વ ઘર કરી જાય અને મિથ્યાત્વયોગે તહેતુ ક્રિયા થઈ શકતી નથી તથા એ ક્રિયા ન આવે ત્યાં સુધી ધર્મક્રિયા વાસ્તવિક રીતે ફળતી નથી. “વાત વાતમાં પૌગલિક ઇચ્છા કેમ થાય છે ?' - આ પ્રશ્નનો એ જ ઉત્તર છે કે ‘ક્રિયાના હેતુ તરફથી દષ્ટિ ખસી ગઈ છે, એનું જ આ પરિણામ છે.” ખરેખર, મોટે ભાગે ધર્મક્રિયામાં પણ વ્યવહાર (લોકવ્યવહાર) મુખ્ય મનાઈ જવા લાગ્યો છે. ધર્મક્રિયા કરતાં જે હેતુ તરફ દૃષ્ટિ જોઈએ તે હેતુ નથી આવ્યો, માટે જ આજના ધર્મ ગણાતા એવા પણ મોટા ભાગને, ધર્મક્રિયા કરતાં વ્યવહારક્રિયામાં રસ બહુ આવે છે. મોઢે કહે કે “ધર્મ જ સાર.” કોઈ મરી જાય તો કાગળમાં પણ લખે છે કે પાંચમો આરો ઘણો કઠણ છે, ધર્મ કરશે તે જ સુખી થશે' - આ રીતે વાતો બધી કરે, પણ ચોવીસે કલાકની પ્રવૃત્તિમાં ધર્મનો છાંટોયે ન હોય, કેમ કે હેતુ ફરી ગયો છે : નહિ તો પાંચમા આરાએ કઠણ તથા ધર્મને સાર માનનાર આત્મા, ધર્મ પાછળ કેટલા પ્રેમથી પડ્યો હોય ? Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ – ૩ જેઓ આજે દયાના નામે ધર્મ અને ધર્મક્રિયાઓ સામે વિરોધ કરે છે, તેઓ દુનિયાના પાપીને બચાવવા માટે એક પણ પ્રયત્ન કરતા નથી એટલે જ કહેવું પડે છે કે “આજના એ દયાળુ એટલે એ વાસ્તવિક દયાળુ નથી, પણ દયાનો ડોળ કરનારા છે : અન્યથા દયાની લાંબીચોડી વાતો કરનારા ધર્મનો વિરોધ કરે ? નહિ જ, પણ તેઓ તો દયાના બહાને પોતાની ખોટી પણ વાતોને સાચી બનાવવાનો દંભ કરે છે, પણ તેમ કરતાં તેઓ ભૂલી જાય છે કે ઠેઠ સુધી દંભનો જય કોઈ પણ કાળે ન જ હોય અને એથી જ એમની દયા એમને જ ખાય છે અને એમના પંજામાં જે ફસે તેઓને પણ ખાય છે. કહેવત છે કે “દયા ડાકણને ખાય'તે આવી જ દયાને માટે હોવું જોઈએ. અરે, ડાકણ પણ એક ઘર તો છોડે, પણ આ લોકની દયાએ તો તે પણ ન છોડ્યું. પ્રભુના શાસનને પણ ન છોડ્યું. દુનિયામાં ચાલી રહેલ અનીતિ, અન્યાય, પ્રપંચ, પાપ એ બધાને રોકવા એ દયાળુઓએ, દયાનો ડોળ કરતી સંસ્થાઓએ, એક પણ પ્રયત્ન કર્યો છે ? એ બધાની કાર્યવાહીઓ સ્વર્ગગામિની અને માત્ર નરકગામિની ક્રિયા જ અહીં છે એમ ? એ કમનસીબોને એટલી પણ ખબર નથી કે “જ્ઞાનીએ શાસન સ્થાપ્યું શા માટે ?” સમજવું હોય તો સમજે કે દુનિયાના ચોટ્ટાઓને શાહ બનાવવા, હિંસકોને અહિંસક બનાવવા, મૃષાવાદીઓને સત્યવાદી બનાવવા ને અનાચારીઓને સદાચારી બનાવવા તથા એ રીતના બનાવી, સંસારથી છોડાવી, મુક્તિમાં પહોંચાડવા માટે જ એ પરમ ઉપકારી જ્ઞાનીઓએ આ શાસન સ્થાપ્યું છે. એટલે આ શાસનમાં જે જે આવે છે તે અહિંસક બને અને એના પરિણામે એનામાંથી હિંસા, મૃષા વગેરે વગેરે સઘળાય અનાચારો ચાલ્યા જાય. કોઈ હીણભાગીની વાત જુદી છે અને એ માટે સૂત્રકાર મહારાજા કહી પણ ગયા કે એવાને તો પ્રભુની દેશના પણ ફળતી નથી. આથી સમજાશે કે પ્રભુએ દુનિયાનાં પાપને ઘટાડવા માટે જ ધર્મ સ્થાપ્યો છે. જે ધર્મ દુનિયાને પાપથી બચાવે, પ્રાણીઓને પાપથી પાછાં હઠાવે, તે ધર્મની સામે વિરોધ એ દયા કેવી?દયાને બરાબર ઓળખો! દુનિયાના દુઃખીની દયાને શાસ્ત્ર દ્રવ્યદયા કહી અને અધર્મ આચરતા આત્માને જોઈ તે દુર્ગતિમાં ન જાય તેવા પ્રયત્ન કરવા, તેને ભાવદયા કહી. આ બધી વસ્તુને બરાબર વિચારો અને સમજો. આશ્રવ હેય અને સંવર ઉપાદેય એ જ જિનાજ્ઞા : સભા : એ વિરોધીઓ કહે છે કે “અમને સિદ્ધાંત સામે વિરોધ નથી, પણ પ્રવૃત્તિ સામે અમારો વિરોધ છે ! Page #263 -------------------------------------------------------------------------- ________________ શe – ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 – ૨૪૯ તેઓ એમ કહે છે' - એમ તમે કહો એમાં ફાયદો શો ? એ તો તમે પારકું બોલ્યા. એમ કહેનાર આવે તો વાત કરવામાં પણ વધુ રસ આવે. આ તો તમે પારકું બોલો તે પાછા ખસી પણ જાઓ. વારુ ! સિદ્ધાંતાનુસારી પ્રવૃત્તિ સામે વિરોધ છે ? જો સિદ્ધાંતથી વિપરીત પ્રવૃત્તિ સામે વિરોધ હોય, તો તો અમે પણ એમાં સંમત જ છીએ, પણ આ પ્રશ્નકાર ભાઈને હજી ખબર નથી કે “પ્રવૃત્તિ એમ લખીને તો એ લોકો ભ્રમમાં નાખવા માગે છે. અરે, તેઓ તો એમ પણ કહે છે કે “અમે ભગવાનની આજ્ઞા ક્યાં નથી માનતા?” પણ તેઓને એમ પૂછો કે “પ્રભુની આજ્ઞા શી હોઈ શકે ?” એ જાણવાનો આજ સુધી અભ્યાસ કર્યો છે?” આ પ્રશ્નના ઉત્તરમાં કશો જ વાજબી જવાબ નહિ મળે. આથી તમે સમજો કે ભગવાનની મુખ્ય એક જ આશા છે કે “આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય છે.' શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એવી મજાની છે કે એ સમજાઈ જાય તો બધું જ સમજાઈ જાય. અને એ રીતે સમજાવવા માટે જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતાં કહે “ગતિબિયની તે, વિનોદરા. આવઃ સર્વથા ય, સાવ સંવરઃ III आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । તમાહતીબુષ્ટિ રચવા પ્રાર્થનમ્ પારા” “ભગવન્! હેય-ઉપાદેયનો વિષય કરનારી સદા કાળ માટેની તારી આશા છે આશ્રય સર્વથા હેય છે, અને સંવર ઉપાદેય છે.” “આશ્રય' એ સંસારનું કારણ છે અને “સંવર' એ મોક્ષનું કારણ છે. આ જ શ્રી અરિહંત ભગવાનની મુખ્ય આશા છે અને બીજું જે કાંઈ છે, તે એ આશાનો જ વિસ્તાર છે.” હે ભગવન્! ત્રણે કાલને માટે આપની આજ્ઞા હેય અને ઉપાયેદનો જ વિષય કરનારી છે , એટલે કે આપની આજ્ઞા બે પ્રકારની છે : એક તો હેય વસ્તુનું પ્રતિપાદન કરનારી, અને બીજી ઉપાદેયનું પ્રતિપાદન કરનારી અર્થાત્ આપે હેયનું અને ઉપાદેયનું પ્રતિપાદન કરતાં ફરમાવ્યું છે કે “કષાય, વિષય, દુષ્ટ યોગો, પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વરૂપ આશ્રવ સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે અને ક્ષમા, માદવ, આર્જવ, સંતોષ, સંયમ, ગુપ્તિત્રય, અપ્રમાદ, વિરતિ, સમ્યકત્વ અને શુભ ધ્યાનરૂપ સંવર સર્વથા અંગીકાર કરવા યોગ્ય છે.” Page #264 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 8 કારણ કે ‘આશ્રવ’ એ સંસારનું કારણ છે અને ‘સંવર’ એ મોક્ષનું કારણ છે. આથી જ શ્રી જિનેશ્વર ભગવંતોએ આ બે આજ્ઞા મુખ્યરૂપે બતાવી છે. અને આ બે આજ્ઞાને સમજાવવા જ બીજો બધો વિસ્તાર વર્ણવ્યો છે. ૨૫૦ 990 આથી સમજી શકાય તેમ છે કે શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એક જ છે કે ‘સંસારમાં રખડાવનાર મિથ્યાત્વ આદિ આશ્રવનો સર્વ પ્રકારે, એટલે મનથી, વચનથી અને કાયાથી ‘ક૨વો, કરાવવો કે અનુમોદવો' - એ ત્રણે રૂપે ત્યાગ જ કરવો જોઈએ અને મોક્ષમાં લઈ જનાર સમ્યક્ત્વ આદિ સંવરનો સર્વ પ્રકારે એટલે મનથી, વચનથી અને કાયાથી ‘ક૨વો, કરાવવો કે અનુમોદવો’ - એ ત્રણે રૂપે અંગીકાર કરવો એ જ યોગ્ય છે.’ પ્રવૃત્તિનો વિરોધ કે ચાલબાજી ? હવે વિચારો કે ‘આશ્રવોનો ઉપદેશ, એટલે જેનાથી સંસારમાં રખડાવનાર આશ્રવની પ્રવૃત્તિ વધે અને આત્મા એવા જ આશ્રવની પ્રવૃત્તિમાં રત થાય, એવો ઉપદેશ આપનાર ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાના આરાધક ગણાય કે વિરાધક ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, - એ આશ્રવ કે સંવર ? એ પાંચેયને છોડવાનું કહેવાય કે લેવાનું ? એ પાંચમાંથી એકને પણ લેવાનું કહે તે કેવો ? એ પાંચેયને અગર પાંચમાંથી એકને પણ પોષણ આપે અને પાંચેયને અથવા એ પાંચમાંથી એકને પણ કહેનારને જે સારા કહે તે કેવો ? આજ્ઞાનો આરાધક કે વિરાધક ?' એ પાંચના અગર પાંચમાંના એકના પણ પોષણમાં જિનાજ્ઞા છે એમ જે કહે, તે તો આપોઆપ જ બહાર નીકળી જાય છે. માટે જ એમના બોલો તમે અહીં કહો એમાં મજા ન આવે. તમે તો પાછા ખસી જાઓ. એ બોલનારા આવે તો વાત કરવાની મજા આવે. ‘પ્રવૃત્તિનો વિરોધ’ અને એવી યુક્તિઓ તો તમને ભરમાવવાની ચાલબાજી છે, પણ જો તમે અભ્યાસી બનો, તો તમારાથી પણ તેઓ ભાગશે. જો એ લોકો આશ્રવને આશ્રવ અને સંવરને સંવર કહેતા હોય, તો પછી વિરોધ જ ક્યાં છે ? અરે, દુનિયાનો કસાઈ પણ જો કહે કે ઘાત એ આશ્રવ છે અને ઘાતથી છૂટવું તે સંવર છે, તો તે પણ અમારો તો મિત્ર છે, કારણ કે દુનિયાના કસાઈ, ઘાતકી કે લૂંટારા સાથે પણ અમને અપ્રેમ (દ્વેષ) નથી. એ એમ કહે કે ‘પાપાત્મા છું, કારણ કે મારાથી આ હિંસાથી કે લૂંટ વગેરેથી છુટાતું નથી, ક્યારે સમય આવે ને આ દુષ્ટ ધાંધલોથી છૂટું' - તો હું તો એને પણ કહું કે ‘તું પણ શુદ્ધ Page #265 -------------------------------------------------------------------------- ________________ (1 - - ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 – – ૨૫૧ કિષ્ટિવાળો છો? કારણ કે એ કદી ને કદી બચી જવાનો. પણ આજના વિરોધીઓની તો દશા જ કોઈ જુદી છે. તેઓ આજે કહી દે કે “અમે મહાવીરને પણ નથી માનતા અને આગમને પણ નથી માનતા' - તો કોઈ એમને ઊભા પણ રહેવા દે તેમ છે કે ? જો કે હવે તો તેઓએ પૉલિસીથી એ પણ કહેવા માંડ્યું છે. જો હૃદયથી તેઓ આજ્ઞા માનતા હોત, આગમ માનતા હોત, તો પૂર્વાચાર્યોને સ્વાર્થી, દંભી, મૂર્ખ, પ્રપંચી, અમિદ્ર, એવા એવા કહેત ખરા કે ? વારુ ! વર્તમાનના કોઈ સાધુ કહેવાતાને માને અને પૂર્વજોને ન માને, એનું કારણ શું? એ ખૂબ વિચારો. એમ તે જવાબદારી જાય? સભા : સાહેબસમજાયું કે યુવકસંઘનું આખુંયે ટોળું જિનાજ્ઞાને કે આગમને વસ્તુતઃ માનતું નથી, પણ કોઈ જગ્યાએ ઊભા રહેવાનું સ્થાન ન મળે માટે જ માનવાનો ડોળ કરે છે, પણ તેઓ ક્રાંતિની લેખમાળા માટે જવાબદારી લેખકની પોતાની છે.' આ પ્રમાણે કહીને છટકવા માગે છે તેનું શું? પેઢીના નામે પેઢીનો નોકર કરજ કરે તે શેઠને ભરવું પડે, એ શું તમે નથી જાણતા ? કંપનીના હજાર ભાગીદાર ભલે ઘેર મોજ કરતા હોય, પણ કંપનીના નામે થતા સોદામાં આવતી હાનિની જોખમદારી એમને શિરે બેઠી જ છે. એમાંથી છટકાય જ નહિ. નીતિ તથા ગવર્નમેન્ટ કોઈ ન છોડે. આ તો જવાબદારીમાંથી છટકવાનો રસ્તો છે, પણ નીતિ, ન્યાય તથા કાયદાથી એ છટકી શકતા નથી. પેઢી કાઢીને પેઢીના નામે થતા સોદામાં લાભના પોતાના અને ખોટના પારકા કહે, એ કેમ જ ચાલે ? ખોટ ન ભરે તો પોલીસ પકડી જાય. જીદ કરે તો હાથકડી કરીને લઈ જાય. કંપની એટલે માત્ર દુનિયાને લૂંટવા જ નીકળતી હશે એમ ? લાભ પોતે લે અને ખોટ કોણ દીવાલો કે ભીંતો આપે ? બોલો ! ખોટ ભીંત ભરે કે આદમી ? માટે આ તો બધી ચાલબાજી છે. ખસી જવાની પેરવી છે. એમાં તમે ન ફસો અને એવી ગાંડી વાતોને બહાર ન મૂકો. જેનાથી આશ્રવ ઘટે, આશ્રવના પંજામાં ફસેલા જેનાથી છૂટે અને સંવર આદરે તેવું શિક્ષણ, તેવી કેળવણી અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર કરવાની સમ્યગ્દષ્ટિ માત્રની ફરજ છે, પણ જેનાથી આશ્રવ પેસે, ખીલે અને સંવરનો નાશ થાય, તેવી કેળવણી, તેવું શિક્ષણ અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર સમ્યગ્દષ્ટિથી કઈ રીતે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ થાય ? તમે આશ્રવમાં બેઠા છો એ વાત ખરી છે, પણ આશ્રવને મીઠો માનો છો ? જો આશ્રવને મીઠો મનાય, તો તો વસ્તુનો વિપર્યાસ જ થાય. બંધન લાભપ્રદ ક્રિયાઓનાં હોય કે અનર્થકારી ક્રિયાઓનાં હોય ? વસ્તુ સમજાતી નથી માટે પ્રવૃત્તિ ઊંધી થાય છે અને માટે જ ધાર્મિક પ્રવૃત્તિમાં દિલ ચોંટતું નથી. એનું ખરું કારણ જ ‘પૌલિક સંયોગો પર છે, અનિત્ય છે, અસ્થિર છે અને અહિત કરનારા છે' - એવો હજી નિશ્ચય થયો નથી, - આ છે. લાલસા ફરે તો અમૃત તે જ ઝેર : સભા : ભૂલ થતી હોય તો તે અંતવ્યને ? ભૂલ પણ એક, બે કે ચાર નભે. રોજ ભૂલ હોય ? બાર મહિનામાં બે-ચાર વાર ચોપડામાં ભૂલ થાય કે મેળ ન મળે તો શેઠ સમજે કે હોય, કોઈવાર એમ પણ બની જાય, પણ દિ’ ઊગ્યે રોજ ને રોજ મેળમાં ગોટાળો થતો હોય તો શેઠ શું કહે ? ચોર કે કંઈ બીજું ! ધર્મી રોજ અધર્મમાં પડ્યો રહે એ તો કદાચ ચાલે, પણ અધર્મને સારો કહ્યા કરે અને એમ ભૂલ કહી છૂટી જાય એ ચાલે ? જે પૌદ્ગલિક પદાર્થોને ૫૨, અનિત્ય, અસાર, અસ્થિર અને અહિતકર માન્યા, તેની ધર્મનાં ફળ તરીકે રોજ ને રોજ ઇચ્છા થાય ? દુકાન પર બેઠા છો ત્યાં તો એ ઇચ્છા કરો એ વાત જુદી છે, કેમ કે ત્યાં તો એ માટે બેઠા છો : પણ જો મંદિરમાં પણ એ ઇચ્છો તો એનો અર્થ તો એ જ કે હજી વીતરાગને ઓળખ્યા જ નથી : ઓળખીને માન્યા નથી : અને એ તારકનાં ફરમાનોને તથાપ્રકારે અમલમાં મૂક્યાં નથી કે મૂકવા ઇચ્છતા જ નથી ! જો શ્રી વીતરાગ પરમાત્માને ઓળખી લેવાય, ઓળખ્યા મુજબ મનાય, તારક પ્રત્યે શુદ્ધ શ્રદ્ધા જાગૃત થાય અને શ્રદ્ધા મુજબનો અમલ થાય, તો ત્યાં શું મગાય ? ત્યાં પૌદ્ગલિક સંજોગો ન જ મગાય. ધર્મક્રિયા જો પૌદ્ગલિક સંયોગોની લાલસાવાળી થઈ, તો એ ક્રિયા વિષ અને ગરલ થઈ જાય. ધર્મ એ ઝેર થાય. અમૃત પોતે ઝેર બને. અમર બનાવનાર તે મારનાર બને. જે ક્રિયાથી આત્મા સર્વગુણસંપન્ન સિદ્ધિપદને પામે, તે જ ક્રિયામાં આ લોક કે પરલોકના પૌદ્ગલિક સુખની લાલસારૂપ વિષ કે ગરલ ભળે, તો આત્મા સંસારમાં રૂલે. આપણે જોઈ ગયા કે વિષક્રિયા, ગરલક્રિયા અને અનનુષ્ઠાન એટલે ગાડર ક્રિયા, - એ ત્રણે મિથ્યાદૃષ્ટિને હોય, તમે તો સમ્યગ્દષ્ટિ ખરાને ? વ્યવહારથી પરસ્પર પૂછો, એના કરતાં આત્માને એકાંતે પૂછી નિશ્ચય કરો. એ ક્યારે બનશે ? વિપરીત વાતાવરણના ભોગ 992 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ -૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 - ૨૫૩ નહિ થાઓ તો ! અને એના ભોગ ક્યારે નહિ થવાય ? હૃદયમાં પ્રભુની આજ્ઞા નિશ્ચલપણે સ્થિર થશે તો ! થોડા પણ વિચક્ષણ અને વિવેકી બનો તો એ થાય. જ્યાં જાઓ ત્યાં હાજી-હાજી” ન કરો : ન સમજાય તો અહીં પણ “નાજી' કહેતાં શીખો : જ્યાં જચે, સત્ય લાગે, ત્યાં જ હા કહેવાનું : ન જચે, સત્ય ન લાગે ત્યાં ના કહેવાનું. આટલી હામ આવે તો મિથ્યાત્વ વળગી ન શકે. સમ્યગ્દષ્ટિ ચકોર હોય. ઇષ્ટ હોય તો જચે તો જ “હા'ભણે સારી વાતમાં જ હા'ભણે વિરોધ લાગે ત્યાં “હા તો ન જ ભણે. તમને હજી માર્ગ પ્રત્યે ખ્યાલ નથી આવતો, નહિ તો ગમે તેવો જાલી માણસ મૂંઝાવે કઈ રીતે ? વેપારીનું જેમ કમાવાનું એક જ ધ્યેય નિશ્ચિત હોય, તેમ ધર્માનું એક ધ્યેય તો નિશ્ચિત થવું જોઈએ ને ! વેપારી ખોટથી તો દૂર જ ભાગે. તો કહો કે ધર્મીનું ધ્યેય શું ? રખડાવનાર આશ્રવ છૂટે અને તારનાર સંવર મળે એ જ કે બીજું ? એ જ હોય તો જ્યાં આશ્રવ જાય અને સંવર પોષાય, ત્યાં જ તન-મન અને ધન, - એ ત્રણે સમર્પણ કરે અને જ્યાં આશ્રવ પોષાય અને સંવર જાય ત્યાં ધર્મીનું તન પણ ન નમે, મન પણ ત્યાં ન જાય અને ધનની ફૂટી કોડી પણ ધર્મીની ત્યાં ન હોય. તમે આ વાત નહિ સમજો તો કોણ સમજશે ? શાસ્ત્ર કહ્યું કે આત્માની મુક્તિ માટે તન, મન અને ધન એ ત્રણે છોડી દેવાં જોઈએ. એ ત્રણમાંથી એક પણ રહે ત્યાં સુધી મુક્તિ આથી, પણ સાથે એ કહ્યું કે એ ત્રણ છોડવામાં, સમર્પણ કરવામાં સાવચેતી રાખવી. તેને તેવી જગ્યાએ મૂકજો, કે જેનાથી મુક્તિ અનુકુળ થાય પણ તેવી જગ્યાએ ન મૂકતા કે જેનાથી મુક્તિ પ્રતિકૂળ થાય. તન, મન અને ધન તમારાં, એનો તમે ત્યાગ કર્યો અને તેમ કરવા છતાં પણ જો મુક્તિ દૂર જાય, તો એ ત્યાગ કર્યો કહેવાય કે લુંટાઈ ગયા કહેવાય ? મુક્તિ નિકટમાં આવે તો તો ત્યાગ કર્યો કહેવાય, પણ મુક્તિ આઘી જાય તો તો લૂંટાઈ ગયા જ કહેવાઓ. થોડી થોડી પણ મુક્તિ થતી જાય તો પરિણામે મુક્તિ આવે. કૃપણ બનવાનું કે મનમોજી બનવાનું ધમેં કહ્યું નથી. શાસ્ત્ર તો તન, મન અને ધન, – એ ત્રણેને તજવાનું કહે છે. એકનો પણ સંગ કે આશંસા ન રહે તેની કાળજી રાખવાનું આ શાસ્ત્ર ફરમાવે છે. મરતી વખતે ત્રણેની આશંસા છોડીને મરવાનું છે. આશંસા રાખવાનો કે કૃપણ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ - --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ બનવાનો આદેશ કે ઉપદેશ છે જ નહિ, પણ ભેળો એ પણ ઉપદેશ છે કે એવી જગ્યાએ ખર્ચજો કે લેવાના દેવા ન થાય. લોભિયા વેપારી ચોરીનો માલ લે અને પછી હાથે કડી પડે એવું ન થાય, તેની કાળજી રાખવી જોઈએ. માટે લોકોત્તર મિથ્યાત્વને તજવાની જરૂર છે. એણે જ આ બધું ઝેર રેડ્યું છે. દેવ, ગુરુ અને ધર્મ પાસે પૈસા-ટકાની ઇચ્છા, એનાથી જ આ બધું પાપ ! દેવ, ગુરુ અને ધર્મની સેવા, ઉપાસનાના પરિણામે પૌદ્ગલિક સુખની ઇચ્છામાં આત્મા ફસ્યો, એટલે એ સંવરથી ખસી આAવમાં ફસ્યો અને બચવાની બારી બંધ થઈ. કહેવાય છે કે “તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે.” શાથી ? નિર્જરાના સ્થાનમાં બંધક્રિયા એટલે પરિણામની ભયંકર દુષ્ટતા. એવી જ રીતે દુકાને કમાવાની ઇચ્છા થાય, એના કરતાં મંદિરે એ ઇચ્છા થાય તે ભયંકર ઇચ્છા છે. જ્યાં જે મૂકવા આવ્યો, ત્યાં તે કેમ ઇચ્છાય? આથી મંદિર આવવાનું બંધ ન કરતા હોં ! તમે અવળું પકડો એ ભય બહુ રહે છે. પેલી દુષ્ટ ઇચ્છાનો ત્યાગ કરવાનું કહું છું, પણ મંદિર આવવાનો ત્યાગ કરવાનું નથી કહેતો ! પણ વિચારો કે જે સ્થાને મૂકવાનું છે ત્યાંથી જ લેવાની ઇચ્છા થાય. એ આત્માની કેટલી અધોગતિ છે ? “વીર મને તારો, મહાવીર મને તારો” એમ કહેવું અને મનમાં ઇચ્છવું કે “આપો.” આ કેવું કહેવાય ? ભાર વધે તો તરાય કે ડબાય ? કહેવું કાંઈ અને ઇચ્છવું કાંઈ, - એ હૃદયની ચોરી શ્રી સર્વજ્ઞદેવ પાસે કેમ ચાલે ? સ્તવનો બોલો છો, પણ બહાર નીકળ્યા પછી એની ખુમારી નથી રહેતી એનું કારણ? કાં તો એમાં લક્ષ્ય જ નહોતું એટલે એ અનનુષ્ઠાન હતું અને કાં તો એમાં બીજા પદાર્થોની લાલસા ભળી હતી : અન્યથા એમ થાય જ નહિ. મંદિરથી બહાર નીકળ્યા પછી જો તમે જેવા હતા તેવા ને એવા જ રહો, તો માનું કે એ ક્રિયા કાં તો વિષ, ગરલ કે અનુષ્ઠાન થઈ, પણ તહેતુ નહિ. વાસ્તવિક રીતે તો મંદિરથી ઘેર જતાં પગ ન ઊપડવા જોઈએ. ઊલટું એમ થાય કે “વળી પાછો પાપમાં ક્યાં જાઉં છું ” શાસ્ત્રકાર જાણતા હતા કે : સભાઃ ન કરે તે કરતાં સારું ને ? આ વાત સમ્યગ્દષ્ટિની ચાલે છે. ત્યાં પોલ ન ચાલે. મિથ્યાદષ્ટિ માટે ખુલાસો કરી ગયો છું. મંદિરે આવતાં સમ્યગ્દષ્ટિના પગ જોરથી ઊપડે અને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 ૨૫૫ જતાં ઢીલા ઊપડે. એમ ન ચલાય અને આનંદ આવે તો માનો કે વિષ, ગરલ કે અનુષ્ઠાન, એ ત્રણ ક્રિયામાંની કોઈક થઈ છે. બાર મહિને પરીક્ષા થઈ અને રિઝલ્ટ નાપાસનું આવ્યું, તો એમ જ કહે કે ‘વાંચ્યું નહિ હોય, વાંચ્યું હશે તો કાળજી નહિ રાખી હોય.' જેમ નાપાસ રિઝલ્ટના શબ્દ ૫૨થી આ અર્થ નીકળે, તેમ તમે મંદિરની બહાર નીકળો અને રાચ્યામાચ્યા દેખાઓ, તો માની લો કે ‘ક્રિયા તદ્ભુતુ નથી થઈ : પહેલી ત્રણ ક્રિયા કે જે મિથ્યાદૃષ્ટિની છે તે પૈકી થઈ છે.' આ વિચાર કદી કર્યો છે ? સામાયિક પારતી વખતે આત્માને પૂછ્યું કે ‘મજા ક્યાં આવે છે ?' કટાસણું પાથર્યું, બેઠા, ઊઠ્યા અને વાળીને મૂક્યું એ ઠીક છે, તદ્દન નહિ કરનાર કરતાં સારા : બાકી વાત તો એ છે કે એના રહસ્યને સમજીને નહિ આદરો ત્યાં સુધી સંપૂર્ણ કલ્યાણ નહિ થાય. અસ્તુ. 995 ધૂનન કરાવવું છે, પણ બે ઘડીના ધૂનનમાં ઠેકાણું નહિ હોય, તો ચોવીસે કલાકનું - જિંદગીભરનું ધૂનન ક્યાંથી થશે ? આજ તો ધૂનન પ્રત્યે જ અરાગ થયો છે ને ? આજના લોકો ‘સિદ્ધાંતાનુસાર પ્રવૃત્તિને વખોડે છે,' તેને પણ શાસ્ત્રકાર તો જાણી ગયા છે. આજના લોકોની પ્રવૃત્તિ પણ એમનાથી અજાણ નથી. આગમમાં બધું લખી ગયા છે. એક આત્મા મોહનો ત્યાગી બને તો મોહના સેવકો એને માટે શું શું કરે તે બધું આ શાસ્ત્રકાર જાણી ગયા છે અને કહી ગયા છે. આ કહેવાતા સ્નેહીઓ, જેના વિયોગને નથી ઇચ્છતા એવો ડોળ કરે છે તે પણ, એની મારફત પોતાને કંઈ મળતું હોય તો વિયોગ કરાવવા શું શું કરે છે, તે પણ આ શાસ્ત્રકાર સારી રીતે જાણે છે. પેલો કેવળ આત્માનું શ્રેયઃ કરવા નીકળે છે અને આમનું કંઈ જ વળતું નથી એની ધાંધલ છે, પણ પોતાનો સ્વાર્થ સરતો હોય ત્યાં પેલો ન જતો હોય તો મોકલવાના કેવા કેવા પ્રયત્નો એ સ્નેહીઓ કરે અને કેવી રીતે મોકલે ત્યારે જ જંપે, એ જાણો છો ને ? જ્ઞાનીઓ તો કહી ગયા છે, પણ તમને અનુભવ તો છે ને ? ‘તારા વિના ન ચાલે’ – એ કથનના આશયને જ્ઞાનીઓ સારી રીતે જાણે છે, તમે પણ અનુભવી છો ને ? પેલો એકલા આત્માનું કરે તેમાં આમને શું ? એ સ્નેહીઓ તો કહે કે ‘અમે ઇચ્છીએ તે કરે.' આ હેતુ જાણનાર ફસાય ? નહિ જ. અસ્તુ. પાપક્રિયા કરતાં આત્માને રોકો ! જે પ્રવૃત્તિ સામે વિરોધ છે, તે વિરોધનો હેતુ બતાવો. બધી ક્રિયા તદ્ભુતુ કરવાની છે, માટે ક્રિયા કરતી વખતે શરૂઆતમાં, ક્રિયામાં અને પછી, આત્માને Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - -- 90s પૂછો કે “લાભ થયો ?” ક્રિયા સારી છે, મજાની છે, પણ સાથે કહું છું કે તપાસ નહિ કરો, વિચાર નહિ કરો, વિવેક નહિ રાખો, તો ક્રિયા નહિ ફળે. મંદિરથી ઘેર જતાં આત્માને પૂછો કે “કઈ કઈ ભાવનાઓ આવી હતી ? મમત્વ ઘટ્યું કે વધ્યું? ભક્તિમાં આત્મા તન્મય બન્યો હતો કે નહિ ?' બહાર નીકળ્યા પછી એવું જ મમત્વ રહે તો માનો કે કિયા તહેતુ થઈ નથી. તદુહેતુ ક્રિયા થઈ છે કે નહિ, તેની પરીક્ષા કરવાનું આ થર્મોમિટર છે. વિચાર કરો કે તરત ખબર પડે. શ્રાવક જાગે ત્યારે આંખ ખૂલતાં પહેલાં એને યાદ શું આવે? જો જ્ઞાનીઓએ કહી છે એ ભાવનાએ જાગતા હોત, તો આજે જેવી દયા ફાટી નીકળી છે તેવી ન ફાટી નીકળત. એ આચારો ગયા તેથી જ આવી જાતની નાશક દયા ફાટી નીકળી છે. જો લાભદાયી ક્રિયા કરવી હોય તો ઘણા આત્માઓ દુર્ગતિમાં જઈ રહ્યા છે એમને બચાવો : એ માટે ધુમો : લોક ધર્મ કેમ બને એવા પ્રયત્નો કરો : પુણ્યવાન કેમ બને, પાપ કરતાં કેમ અટકે, વ્યસનોથી મુક્ત કેમ થાય, એવા પ્રયત્નો માટે પત્રિકાઓ અને હેન્ડબિલો કાઢ્યાં ? હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર એ ખોટાં છે માટે એનાથી બચવું, દુરાચારોથી દૂર રહેવું, આવાં હેન્ડબિલ કાઢ્યાં ? એવા દંભી ઉપકારીઓને કહોને કે વેપારમાં થતા અન્યાય, પ્રપંચોથી પ્રજાને બચાવવા કંઈ કર્યું ? એવું પ્રચારકામ કેમ નહિ ? ચોટ્ટાને ચોરીથી, હિંસકને હિંસાથી, વ્યભિચારીને વ્યભિચારથી, જુગારીને જુગારથી અને વ્યસનીને વ્યસનથી ખસેડવાને કાંઈ કર્યું ? અનીતિ, જૂઠ, દુરાચાર, હિંસા વગેરે પાપમાં પડી કેટલાંય પ્રાણીઓ દુર્ગતિમાં જાય છે, એને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો ? દુનિયામાંથી કાઢવા જોગાં પાપ કાઢવા પ્રયત્ન કર્યો ? એ વિચારો ને કરો પ્રયત્ન. દુનિયા ઘેર ગઈ, મનમાં પૂછોને ! પોતાનાં પાપ માટે કાંઈ ચિંતા છે કે નહિ ? ખાનગીમાં કહે પણ ખરા કે “ખોટું તો બહુ એમ જાણીએ છીએ, પણ કરીએ શું? છોડીએ તો નાક જાય છે. દુનિયાના ખોટા મોહમાં, બનાવટી નાક માટે આટલો પ્રપંચ ? ઘણા કહે છે કે “પડ્યા' પણ ઊભા થાઓને ! પાપનો તો સ્વભાવ છે કે જે આત્મા એના પંજામાં આવ્યો તેને ન છોડે. પાપના પંજામાંથી છૂટવું મુશ્કેલ. એક પાપ સેંકડો પાપ નવાં કરાવે. ચીકણી જગ્યામાં એક પગ ખસ્યો, તો સાડા ત્રણ મણની કાયા ગુમ. પગ મૂકતાં અને ઉપાડતાં સાચવવાનું. પોલી નિસરણી પરથી પગ ખસ્યો પછી તો જમીન એ જ Page #271 -------------------------------------------------------------------------- ________________ gar - ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! – 65 - ૨૫૭ શરણ. સાચવવાનું શરૂઆતમાં. પાપની ક્રિયા કરતાં જ આત્માને રોકો. પાપ થયું પછી તો ચાલ્યું : એને પોષવા બીજું પાપ : એને સાચવવા, ખીલવવા અને એને ફૂલ-ફળ લાવવા અનેક પાપ કરવાં પડે!વધતાં વધતાં અનેક પાપ કરનારો થાય. “વટલેલી બ્રાહ્મણી તરકડીથીયે ભૂંડી' - એ કહેવત લાગુ પડી જાય. જાત ઉમદા, પણ ન બગડે ત્યાં સુધી ! સારામાં પણ એક દુર્ગુણ આવ્યો, પછી ગબડતાં વાર કેટલી? કપડું મજાનું, પણ કાણું પડ્યું એટલે ખલાસ ! કાણું ન પડે એ કાળજી રાખવી. કદાચ પડે તો સાંધવું જરૂર હોય તો થીગડું દેવું પણ જો કાણું રાખ્યું તો છ મહિને ફાટનારું કપડું થોડે દિવસે ફાટશે. આત્મામાં પાપરૂપ છિદ્ર પડવા ન દો. તમે પાપને માનનારા, પરલોકને માનનારા, સ્વર્ગ-નરકને માનનારા, પાપથી નિર્ભય બનો તો નાસ્તિકની વાત શી કરવી ? નાસ્તિક તો પાપને માનતો જ નથી, નરકને માનતો જ નથી, આત્માને માનતો જ નથી, એટલે એને ભય ન લાગે, પણ જે આત્માને માને, પાપને માને, પરલોકને માને, સ્વર્ગ અને નરકને માને, ને ઇરાદાપૂર્વક પાપનો ઉપદેશ કરે તે નાસ્તિક નહિ પણ મહાનાસ્તિક. નાસ્તિક તો મોઢે કહે કે “આત્મા નથી, પાપ નથી, નરક નથી. એટલે એ તો ઠીક કે એમાં કોઈ ફસાય તો નહિ ! પણ પાપને માનું છું કહીને પાપને પોષે, વધારે અને ખીલવે તે કેવો ? પાપને કબૂલવા છતાં પાપનો ઉપદેશ એ કઈ દશા ? એક જ ભાવ કહી બે ભાવ લે તે સારો કે વગર પાટિયે લેવું હોય તે લે એ સારો ? જે એક જ ભાવનું પાટિયું મારી ફાવતા ભાવ કરે તે સારો કે વગર પાટિયે ફાવતા ભાવ કરનારો સારો ? એક જ ભાવનું પાટિયું મારી ફાવતા ભાવમાં રમનારો તો સારો નહિ ને ? એ તો પેલાથીયે નીચ ! અપવાદ શા માટે? તહેતુપણું ક્રિયામાં લાવવું હોય તો દરેક ક્રિયાની તપાસ કરો. તહેતુ ક્રિયા વિના અમૃતક્રિયાની આશા ન રાખો. ક્રિયાને અમૃત બનાવા માટે તહેતુ બનાવવી અનિવાર્ય છે, એ વિના અમૃત ન આવે. સભા : અપવાદને સ્થાન હોય? અપવાદ મૂળની રક્ષા માટે કે મૂળના નાશ માટે ? પુલ પર ટ્રેન ધીમી ચાલે તે નભે, બે ડબ્બા ઓછાવત્તા કરે તે નભે, પણ પુલ પરથી ખસી જાય તો નભે ? સેકન્ડ ક્લાસના ડબ્બા વધારે કે થર્ડ ક્લાસના વધારે એવી બધી ઘાલમેલ કરે, Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ પણ પાટા પરથી ઊતરે એ બને ? પાટા પર રહીને થતા અપવાદ ચાલે, પણ પાટા પરથી ટ્રેન ખસી પછી શું થાય ? સભા : અપવાદનો અર્થ ? મૂળને પોષે તે અપવાદ. નિરવદ્ય ક્રિયાના રક્ષણ માટે બધા અપવાદ સેવાય, પણ સાવદ્ય ક્રિયાના રક્ષણ માટે એક પણ અપવાદ ન સેવાય. શાસનરક્ષા માટે જ્ઞાનીએ દર્શાવેલ અપવાદ સેવાય, કેમ કે ધ્યેય એ કે નિરવઘ ક્રિયાની પુષ્ટિ છે. જે ક્રિયાથી નિરવઘ ક્રિયાને પુષ્ટિ મળે તે કરાય. નિરવઘ ક્રિયાને ખીલવવા અપવાદ સેવાય. નિરવધ ક્રિયાનું રક્ષણ કરતાં અવિધિ થાય તો પણ એનું પ્રાયશ્ચિત્ત પ્રાયઃ મિચ્છા મિ દુક્કડં. સાવઘની પુષ્ટિ કરે તે અપવાદ નહિ. 998 અર્થકામના ઇરાદાથી કરાતી ધર્મક્રિયાથી થતા પાપને પાપમાં ગયું. જ્યારે અર્થકામના ત્યાગ માટે થતી ધર્મક્રિયામાં સાવધનો થોડો અંશ હોય તો પણ શાસ્ત્ર એને નિરવઘ કોટિમાં ગણ્યું છે. સાવદ્યપુષ્ટિ માટે થતી નિરવદ્ય ક્રિયા પણ સાવધની કોટિમાં ગણાય. હજાર વિદ્યા સાધવા માટે રાવણનું ધ્યાન, - એ ક્રિયા તો નિરવદ્ય હતી, પણ હેતુ સાવઘ હોઈ - એ પણ ક્રિયા સાવદ્ય ગણી. બગલાના ધ્યાનની ઉપમા ક્યાં ? પ્રપંચી ક્રિયામાં બગલો નેત્રો મીંચીને ઊભો રહે : એ ક્રિયા તો સાચી, પણ બગધ્યાન ખોટું કેમ ? એનું ધ્યાન અને એની એ ક્રિયા એટલા માટે છે કે એના દ્વારા માછલાં પંજામાં આવે : માટે જ એ બધું પાપમય. એનો હેતુ પાપનો છે. શ્રી વિષ્ણુકુમાર નામના મુનિવરે જે કાર્યવાહી કરી તેમાં ઇરાદો પાપનો નહોતો. ત્યાગ માટે કદી રાગ સેવવો પડે તો તે સેવવાની છૂટ, પણ રાગને માટે ત્યાગ સેવવાની છૂટ નહિ. ત્યાગ માટે - ત્યાગની પ્રાપ્તિ માટે કદાચ રાગ કરવો પડે તો એ હજી નભે, એ જરૂરનો પણ છે, પ્રશસ્ત તરીકે એને વખાણાય પણ છે, કારણ કે એ ત્યાગના હેતુભૂત છે : પણ રાગપ્રાપ્તિ માટે ત્યાગ ખોટો. અભવીનો ત્યાગ એ રાગપ્રાપ્તિ માટે હોય છે, એથી સંયમના પાલન છતાં પણ તેનો સંસા૨ ઘટતો નથી અને ભગવાન શ્રી ગૌતમસ્વામીજીનો ભગવાન પ્રત્યેનો રાગ એ આત્મકલ્યાણ માટે હતો. એથી જ એ રાગના પરિણામે ભક્તિ થઈ. ભક્તિયોગે નિર્જરા થઈ, નિર્જરાયોગે કેવળજ્ઞાન થયું અને મુક્તિપદે પહોંચ્યા. Page #273 -------------------------------------------------------------------------- ________________ 09 – ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બએ ! - 65 - ૨૫૯ - અભવીએ રાગને માટે કરેલા ત્યાગના યોગે રૈવેયક મળે, પણ સંસાર તો કાયમ ! ગુરુને વંદન કરવા જાઓ તે જતાં-આવતાં દોષ લાગે, પણ એ જ્યિા નિરવદ્ય કે સાવદ્ય ? તમે કહો કે “અમુક ગામે જઈ ગુરુવંદન કરી આવ્યા – તો એને પાપ કહેવાય કે પુણ્ય ? કેટલીક શંકાઓ ને સમાધાનો ! સભા: આશયને લગતા પ્રશ્ન ! અરે આશય તથા પરિણામ બધું તપાસોને ! એકલા આશયને ન વળગો. કોઈ પૂછે કે “કયા ગુરુને વાંદી આવ્યો!?' એના જવાબમાં એ કહે કે “જે ગુરુ વેપારના ભાવતાલ કહે છે તેને : અર્થકામના ઉપાયો બતાવે છે તેને !” – તો શું ભાવના, આશય, પરિણામ, પ્રવૃત્તિ બધું જોવાનું ! દરેક ક્રિયાના પરિણામમાં ધર્મની પુષ્ટિ છે કે નહિ તે નક્કી કરો. જે આશય બતાવાય તે પ્રવૃત્તિથી ફળ છે કે નહિ તે જુઓ. જે ગુરુ પાસે જતાં એકાંત હિત છે, તારી શકે એવા છે, ત્યાં વંદન કરવા ગયા ત્યાં તો વચલી સાવદ્ય ક્રિયા પણ બાતલ થાય, એટલે કે લાભહેતુ થાય, પણ જે ગુરુ પાસે ગયા તે પણ બગલા જેવા હોય તો શું થાય ? શુભ આશયવાળી ક્રિયાનું પરિણામ એકાંત શુભ જોઈએ. તમે લાખોની મિલકત બેંકમાં ગોઠવો છો, કારણ કે પરિણામ જાણો છો કે બાર વરસે બમણા થવાના છે : પણ જો તમને જરા શંકા પડે કે કાં'ક પોલ છે તો ? સભા : પરિણામમાં રહેતી ખામી પૂરી કરો. ખાડો ખોદો તમે, અને હું પૂરું એમ ? ‘તમે ખાડો ખોઘા કરો અને હું પૂર્યા કરું' એમ ? અરે, એમ સહી. ચાલો. પણ તો પછી કહ્યું તો માનવું પડશે ને ? તમે તો આ પારકું બોલો છો. તમે થોડાક અહીંના એટલે ખામી કબૂલ કરો છો, પણ “ખામી છે' એવું એ કહે છે ? ખામી કબૂલે તો હું ખામી પૂરવાના રસ્તા બતાવું એટલે તરત મેળ થાય, પણ લડનાર સાથે મેળ ન મળે. સાંધનાર સાથે તો મળે. કપડું વાંકું ફાટે તો વાંકું સાંધીએ, પણ સોય દોરો લેવા દે તો ને ! કપડું જ હાથમાં ન આપે તો ? ફાટેલું તૂટેલું બધુ આખું થાય, પણ ફાટેલું માને છે કોણ ? જે કહે એને તમે જરા લાવો તો ખરા ! શાસ્ત્રકાર કોઈની શરમ ન રાખે. એ તો બધું જ કહે. આ ટીકાકાર મહર્ષિએ આગળ ગૃહસ્થાવાસને નરકના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાવ્યો છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ - – 1000 પણ એ સાંભળીને તો તેઓ બૂમ મારશે કે “અમને નારકી કહ્યા' - પણ માને કે ના માને, ટીકાકાર મહર્ષિ તો સ્પષ્ટપણે ગૃહસ્થાવાસને નરકના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાવે છે. સાચી વાતને પણ નહિ માનનારા તો નહિ જ માનવાના. મેં એક વાર કહ્યું હતું કે ધર્મી તો વિચારે કે- “પુણ્યોદયે શ્રી જિનેશ્વરદેવનું શાસન મળ્યું, શ્રી વીતરાગ દેવ મળ્યા, નિગ્રંથ ગુરુ ટકોર કરનારા મળ્યા, અને પ્રેરણા ચાલુ હોવા છતાં પણ અમારા કુટુંબપરિવારમાંથી સંયમ લેનારો એક પણ ન પાક્યો, એક પણ વિરાગી ન પાક્યો, ખરેખર અમો ઘરમાં મડદા જેવા છીએઃ ચૈતન્ય હોત તો આટલા આટલા સંયોગો મળવા છતાં એક પણ વિરાગી ન પાકે ? અને જો એમ જ હોય તો પછી ઘરમાં અને સ્મશાનમાં ફેર શો ?” આવી વિચારણા કરવાથી કદાચ ચૈતન્ય જાગે અને વૈરાગ્ય પેદા થાય પરંતુ એવી વાતને પણ ઊંધા રૂપમાં લેવા માંડીને અજ્ઞાનીઓએ ઘોંઘાટ કર્યો હતો. આવા માણસો જો મહાપુરુષોએ સંસારને આપેલી ઉપમાઓ વાંચે, તો તો ગભરાઈ જ જાય ને ? શાસ્ત્રોમાં સંસારને સ્મશાનની ઊપમા પણ આપી છે, પણ એ બધું એ લોકોને જાણવુંય ક્યાં છે અને વિચારવુંય ક્યાં છે ? સભા : કેટલાક કહે છે કે સાધુને આવું કહેવાની આવશ્યક્તા શી ? કહેનારની પ્રશ્નમાળાની વાત જવા દો. અન્ય શાસ્ત્રોમાં પણ કહે છે કે “પાણિયારું, ચૂલો , સાવરણી અને ખાંડણિયો વગેરે હિંસાનાં સ્થાન છે. આ સંબંધમાં કોઈ પૂછે કે “શા માટે કહ્યું ?” તો તેઓ પણ કહે કે “એમાં ફસાયેલા આત્માઓ છૂટવાના પ્રયત્ન કરે તે માટે ! બાકી દરેક વાતો સામે ગાંડાઓની પ્રશ્નાવલી થયા જ કરે છે. એવાઓની તો શંકાઓ નીચે પ્રમાણે ચાલ્યા જ કરે. શંકા: સાધુને કહેવાની જરૂર શી? સમાધાન : આ બધી વાતો આ ગ્રંથકારો લખી ન ગયા હોત અને વગર લખેલી તરંગી વાતો કેવળ કલ્પીને જ સાધુઓ કહેતા હોત તો તમારો પ્રશ્ન વાજબી હતો. શંકા ગ્રંથકારોને અને તીર્થકરોને પણ કહેવાની જરૂર શી ? સમાધાનઃ જે બધા હિંસાદિ કરી રહ્યા છે એ અહિંસાપ્રેમી બને, અહિંસક બને, એ પરિણામે ટકે, આશ્રવથી ખસે, સંવર સેવે અને એ રીતે સાચા અહિંસક બની નિર્જરા કરી મુક્તિએ જાય તે માટે ! આ ટીકાકાર મહર્ષિએ ગૃહસ્થાવાસને નરકનો પ્રતિનિધિ પણ કહ્યો, તેનો હેતુ એ જ કે ગૃહસ્થાવાસમાં પડી રહ્યો છે તે Page #275 -------------------------------------------------------------------------- ________________ 1091 – ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 - ૨૭૧ સમજે, ચોંકે અને મમતા છોડી ત્યાગ કરે તો મુક્તિ પામે ! આ જ એક માત્ર હેતુ! શંકા ટીકાકારે કહ્યું શું કામ ? સમાધાનઃ બધા લખી ગયા માટે. શંકા : બધા લખી ગયા શું કામ ? સમાધાન : ત્રિલોકનાથે કહ્યું માટે. શંકાઃ ત્રિલોકનાથે કહ્યું શું કામ ? સમાધાન : તીર્થકર નામને સફળ કરવા માટે. શંકા : તીર્થંકર નામકર્મ શું કામ બાંધે ? સમાધાન : બધા જીવોને સુખી કરવા. શંકા સુખી શું કામ કરવા? સમાધાનઃ દુઃખમાં રિબાઈ રહ્યા છે અને રાડો પાડે છે માટે. આવી આવી જ્યાં માત્ર શંકાઓ જ કરવી હોય, ત્યાં અંત શી રીતે આવે ? અરે, હજી પણ કહે કે “ભલેને રિબાતા, ભલે રાડો પાડે, સુખી શું કામ કરવા ?” કારણ કે જેને સીધું ન બોલવું હોય એને માટે કંઈ ઉપાય હોય ? ત્રિલોકનાથે દુઃખથી છોડાવવા માટે કહ્યું, શ્રી તીર્થકરદેવે કહ્યું તે ગણધર ભગવાને ગૂંચ્યું, નિર્યુક્તિકારોએ અને ભાષ્યકારોએ વિશદ કર્યું અને ટીકાકારોએ ખીલવ્યું, આમાં વાંધો ક્યાં? કેટલા ગરણે ગળાઈ આવેલું હું તો કહું છું, એટલે પછી મને સંતાપ શો ? ફરિયાદ કરવી હોય તો એ ત્રિલોકનાથ પાસે ફરિયાદ કરો. આને મૂકીને જેને બોલવું હોય તેને ચિંતા. ખીલો મજબૂત હોય તેને વાંધો શો ? ખીલે બરાબર બંધાયેલું પશુ કદી ખાડામાં ન પડે, તેવી રીતે આજ્ઞારૂપ ખીલે વળગીને કહીએ ત્યાં સુધી છૂટા. સભા : ગૃહસ્થો તો સહુના આધારભૂત છે ને ? કાદવમાં કમળ ઊગે છે માટે કાદવને પણ ખિસ્સામાં મૂકવો કે મોઢે લગાડવો? મહાનુભાવ! જરા સમજો. તેઓ જે રૂપમાં કહે છે એમ તો ઇતરો પણ નથી કહેતા. પાતંજલિ પણ ઇતર જ છે ને ? ઇતરમાં પણ ઉત્કટ કોટિના છે તે એમ નથી કહેતા. અને ઊલટું કહે છે કે “પહેલાં અમારી ભ્રમણા હતી.” Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ આપણામાં પણ ઇતરો આવ્યા છે ને ? અગિયારે ગણધરો ઇતર, શ્રી પ્રભવસ્વામી પણ ઇતર, શ્રી શય્યભવસ્વામીજી પણ ઇતર, શ્રી ભદ્રબાહુસ્વામીજી પણ ઇતર અને શ્રી હરિભદ્રસૂરિજી વગેરે પણ ઇતર. એ બધાએ પણ અહીં આવ્યા પછી જે હતું તે જ કહ્યું ને ? સભા : શ્રી કમલસૂરિજી પણ ઇતર. હા, તેઓ પણ ઇતર હતા. હમેશાં વાંચો અને સાંભળો ત્યાં વિચારો કે એ કહેલું કોનું ? જ્યારે શ્રી સર્વજ્ઞદેવનું અને તે તા૨કોના અનુયાયીઓએ કહેલું પૂરું હોય, ત્યારે અસર્વજ્ઞનું અધૂરું હોય. આ દર્શનનો અભ્યાસ કરી પછી ઇતર શાસ્ત્રો પણ વાંચો તો સમજાય, નહિ તો ભણ્યાને બદલે કંઈક બીજું જ કર્યું કહેવાય. પણ ખરે જ, મોહની દશા જ કોઈ વિચિત્ર છે. આથી જ સૂત્રકાર મહારાજાએ પણ ફરમાવ્યું કે સાક્ષાત્ શ્રી તીર્થંક૨દેવ જેવા ધર્મદેશક છતાં પણ મોહાધીન આત્માઓ ધર્મને આરાધી શકતા નથી. 1002 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૬: મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા 66 • સાચા ઉપદેશક : - સાધુની દયા : • મુનિની શુદ્ધ દયા : • મર્યાદાની મહત્તા : ૦ પ્રાત:કાળની વિચારણાઓ : • સમાધાન કયારે થાય : - નિંદા ક્યાં અને ક્યારે ? • લોકવિરોધથી ડરો નહિ! • બૂરા સંસ્કારને પરિણામે : વિષય : મુનિ અને શ્રાવકની દયામાં ભૂમિકાનુસાર ભેદ. શાસનવિરોધી અને સમાધાન. જનશાસનની સ્થાપના પુલનો સંગ છોડી સ્વભાવસુખ મેળવવા માટે જ કરાઈ છે, છતાં આના બદલે પુદ્ગલનો જ સંગ મળે એવી દેશના આપવી એ પાપદેશના છે. આ વાત કહેતાં જનશાસનના સાચા મુનિના હેયે કેવી દયા હોય ? શું એ દ્રવ્યદયા કરી શકે ? શ્રાવકની કે ગૃહસ્થની ખાણીપીણી, ધંધા રોજગાર, શરીર-સ્વાચ્યદિની ચિંતા કરી શકે કે માત્ર ભાવ અનુકંપારૂપ આત્મચિંતા જ કરી શકે ? એ વાત ખૂબ જ સારી રીતે સમજાવી છે. એની સાથે સાથે શ્રાવકના પણ વાસ્તવિક મનોરથ કયા હોય ? એની સાધુ પાસે કઈ અપેક્ષા હોય ? એ વાતોનો પણ સરસ ખુલાસો કર્યો છે. ધમજનોએ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ હરગિજ ન કરવી પણ લોક જે જે વાતનો - પ્રવૃત્તિનો વિરોધ કરે તે બધી પ્રવૃત્તિનો જો ત્યાગ કરવાનો થાય તો તો કોઈ જ ધર્મ ન કરી શકે એ પૂર્વે વિગતથી કહેવાયેલી વાત પણ ફરીથી પ્રસંગ પામી અસરકારક રીતે કહેવાઈ છે. શાસનવિરોધી સાથે સમાધાન ન જ હોય એ આ વ્યાખ્યાનનો સાર છે. મુવાક્યાતૃત પૌલિક સુખની ઇચ્છાને પોષે તે તો વસ્તુતઃ પાપદેશના છે. • દુનિયા માગે તે દેવું હોય તો સાધુ અને અસાધુમાં ફેર શો ? આચાર થોડો પળાય તેથી માર્ગ બહાર નહિ ગણાય પણ માન્યતા જાય એટલે તો એ ગુમાવનાર માર્ગની બહાર જ ગયો એમ જ ગણાય. • કોઈ પણ ગ્રંથ વગેરે વાંચવા લો તો તેના લખનારને પ્રથમ તપાસો પછી હાથમાં લો. • ગૃહસ્થને દ્રવ્ય તથા ભાવ બે પ્રકારની અનુકંપા હોય અને મુનિને તો મુખ્યતયા ભાવાનુકંપા હોય. • અશુભના ઉદયને રોકાય તો નહિ, માટે એને નીકળી જવા દેવો જોઈએ. પંચાંગી સહિત શ્રી જિનાગમો અને તેમાંની પ્રત્યેક આજ્ઞા માનવા તૈયાર થાય તો સમાધાન હથેળીમાં છે. સત્યનો જ વિરોધ હોય ત્યાં સમાધાનનો સંભવ જ નથી. o સત્યનો વિરોધ કરનાર તો સદાય હોય છે, માટે એથી મૂંઝાવાને કશું કારણ નથી. સ્વપરનાહિતૈષીને લાખોગણા વિરોધની પણ સત્ય માટે પરવા નહોય.તાકાતવાળો આત્મા ત્યાં પણ જોરશોરથી સત્યનું જ સમર્થન કરે, અને એ નિંદા નથી જ પરંતુ સન્માર્ગની-સત્યની સેવા છે. • જો ધર્મોપદેશક પણ ખોટે માર્ગે તણાય, તો તેને માટે પણ ખાડા તૈયાર છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા સાચા ઉપદેશકઃ સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના “સ્વજનધૂનન' નામના પહેલા ઉદ્દે શામાં સ્વજનધૂનન'નું નિરૂપણ કરતાં પહેલાં સ્વતંત્ર ધર્મદેશના કોણ આપે તે સમજાવી ગયા અને ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ પણ સંસાર તેમજ મોક્ષને તથા તેનાં કારણોને બરાબર જાણ્યા પછી જ ધર્મનું નિરૂપણ કરે : એ જ ન્યાયે સામાન્ય કેવળજ્ઞાનીઓ અને શ્રુતકેવલીઓ સ્વતંત્રપણે ધર્મ કહે અને બાકીના જે કહે છે એમને અનુસરીને જ કહે ! સાથે એમ પણ ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મોપદેશક છતાં પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મને સાધી શકતા નથી. ખરેખર, ધર્મ પામ્યા પછી પણ પૌગલિક લાલસા આવી જાય અગર કાયમ રહી જાય, તો પામેલો ધર્મ પણ હારી જવાય. ધર્મક્રિયા તદૂત તરીકે હોય તો નિયમ કલ્યાણકારી નીવડે. સમ્યગ્દષ્ટિ આત્મા જે ધર્મક્રિયા કરે, તે મોક્ષને હૃદયમાં રાખીને કરે. આ લોકની કે પરલોકની પૌગલિક લાલસાથી થતી ધર્મક્રિયા; અગર બધા કરે છે માટે કરવું પડે, એ રીતે થતી ધર્મક્રિયા સમ્યગ્દષ્ટિની નથી પણ એ ક્રિયા મિથ્યાદૃષ્ટિની છે. પૌદ્ગલિક સુખો કરતાં આત્મિક સુખની કિંમત સમ્યગ્દષ્ટિ આત્મા અનંતગણી માને છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા, પૌદ્ગલિક સુખને પર, અસ્થિર તથા અનિત્ય માને અને પરિણામે અહિતકર માને, તે આત્મા ધર્મનાં ફળ તરીકે એ સુખને માગે ? ઇચ્છે પણ નહિ તો માગવાની તો વાત જ શી ? જો એમ ઇચ્છે કે માગે, તો પરિણામે સમ્યક્ત્વ કેમ જ રહે ? ન જ રહે. આથી ધર્મીએ ધર્મની ક્રિયા કરતાં પૌગલિક સુખની આશા ન જ રાખવી જોઈએ અને એ જ પ્રકારે અમારે પણ કહેવું જોઈએ. પૌલિક સુખની પ્રાપ્તિ માટે ધર્મદેશના છે જ નહિ. ધર્મની દેશના તો પૌદ્ગલિક સુખોને છોડાવવા માટે છે, પણ સ્વીકારવા માટે નથી. પોલિક Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : મુનિની દયા ઃ દ્રવ્યયા અને ભાવદયા સુખની ઇચ્છાને પોષે તે તો વસ્તુતઃ પાપદેશના છે. દેશના દેનારને માથે જોખમદારી ઓછી નથી. દુનિયા માગે તે દેવું હોય તો સાધુ અને અસાધુમાં ફેર શો ? દુનિયા માગે તે સાધુ દે, તો તો બેય સરખા ભેગા થયા, કારણ કે પેલાને એટલે શ્રોતાને ધર્મીપણાની કિંમત નથી અને સાધુને સાધુપણાની કિંમત નથી ! તમે પોતે ઊંચે માર્ગે ન આવી શકો એ કદી બને, પણ જ્યાં છો તે સ્થાન સારું અને સુખદ છે, એમ તો તમે ન જ માનોને ? અને એમ તો તમને ઉપદેશક પણ ન જ કહે ને ? 1005 - 66 સભા : ‘સંસારમાં રહેવું' એને સારું કહેનાર ઉપદેશકનું ગુણઠાણું કયું ? જ્યાં સમ્યક્ત્વ જ નહિ ત્યાં તેનું ગુણઠાણું કયું ? સાધુ તો તજીને આવેલ ? છે અને તમે તો હજી તજ્યા વિનાના, છતાં તજવા યોગ્ય માનો તો તમારું ચોથું અથવા પાંચમું ગુણઠાણું ટક્યું ૨હે, જ્યારે તજ્યા છતાં સાધુ થઈ તે ચીજને ઉપાદેય કહે, તો તો પહેલું ગુણઠાણું હોય ને ? સભા : વેષ હોય તોય ? વેષ તો ભાંડ પણ પહેરે છે. બેશક, વેષ કીમતી છે : ભૂલતાને બચાવે તેવો છે : પણ જેને વેષની કિંમત હોય તેને, પણ જેને વેષની કિંમત જ ન હોય તેને શું ? વ્યવહા૨માં જેમ કહેવાય છે કે ટોપીવાળા ગમે તેમ ચાલે પણ પાઘડી પહેરનારાથી એમ ન જ ચલાય ! પણ જેને પાઘડીની પણ કિંમત ન હોય તેને શું ? તે તો ગમે તેમ બોલે ને ચાલે પણ ! એવી જ રીતે વેષના યોગે હજારો બચી ગયા, પણ લજ્જા મૂકી વેષની દરકાર ન કરે, તેને વેષ મુક્તિએ શી રીતે લઈ જાય ? સારામાં સારી ચીજની જો કિંમત ન સમજાય, તો તે મુક્તિ આપે નહિ. માન્યતાભેદ એટલે માર્ગભેદ : આચારભેદ એટલે માર્ગભેદ નહિ. આચાર થોડો પળાય તેથી એ માર્ગ બહાર નહિ ગણાય, પણ માન્યતા જાય એટલે તો એ ગુમાવનાર માર્ગની બહાર જ ગયો એમ જ ગણાય. માર્ગને નહિ આચરી શકનાર પણ જો માન્યતા મજબૂત હશે, તો એ આજે નહિ તો કાલે પણ સુધ૨શે : થોડા દિવસ પછી પણ એને સુધરવાની તક છે. દુર્ગુણને ખરાબ માને તે મોડો-વહેલો પણ સુધરે, અરે ભવાંતરે પણ સુધરે : પણ દુર્ગુણને જ સારા માને તેનું શું થાય ? પંચમ કાળ છે એટલે તેવો ત્યાગ, તપ, સંયમ ન થાય તે મનાય, પણ માન્યતા તો અખંડ રહેવી જ જોઈએ. ‘સંસાર અસાર છે, ભોગસુખ ત્યાજ્ય છે, એને તજ્યા વિના શ્રેયઃ થાય તેમ નથી, અઢાર પાપસ્થાનકો એ ૨૭૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ ––– – 1008 પાપનાં જ કારણો છે, ગમે તે રીતે સેવીએ તો પણ પાપનો જ બંધ થાય, એને છોડ્યા વિના મુક્તિ જ નથી.' - આ માન્યતામાં વાંધો શો છે ? આ માન્યતા હોય તો પાપમાં જોડાયેલાને પણ પાપનો બંધ ઓછો પડે. શ્રાવક પોતે પણ પદ્ગલિક સુખને અયોગ્ય માને તો સાધુ માને એમાં નવાઈ શી? જો કોઈ સાધુ પૌલિક સુખને સારાં કહે, તો તમારે પૂછવું જોઈએ કે “તમે કેમ છોડીને આવ્યા ? અગર છોડવામાં ભૂલ કરી હોય તો તેમ કહો અને પાછા આવો અમારામાં, પણ તમે તો તજીને આવ્યા છો અને અમે જે ફસાયેલા તો છીએ જ તેને વધુ કેમ ફસાવો છો ?' ફસાયેલાને સાધુ વધુ ફસાવે ? ફસાયેલાને વધુ ફસાવે એ કામ કોનું ? તમે એમને કહો કે “અમે ફસ્યા છીએ તેને આપ સારું શી રીતે કહો છો ? અમે જ્યાં બેઠા છીએ તે સારું હોત તો સારા માનીને તમને અમે નમવા શું કામ આવત ?' આથી વધારે પ્રશ્નોની જરૂર જ નથી. આવા બેપાંચ પ્રશ્નો એવા પુછાય કે કાં તો કપડાં કાઢવાં પડે અને કાં તો સીધું આધીન થવું પડે, પણ તમે જેમાં ફસ્યા છો તેને એવું પોતાનું માની બેઠા છો કે તમને ત્યાં એ વિચાર જ રહેતો નથી. શાસ્ત્ર કહે છે કે જે ગુરુ ગણાતા પાસેથી, તમે જ્યાં બેઠા છો તે જ મળતું હોય તો કહી દેવું કે “તમે અમારા ગુરુ નથી, કેમ કે - તમારી પાસે પણ એ; તો અમે બેઠા છીએ તે ખોટું શું છે ?” સભા ઉપદેશક એવો કારીગર હોય કે જેવો સાંભળનાર આવે તેવું કહે અને જેવો સામે આવે તેવો સ્વાંગ પોતે ધરી લે તો ? કારીગર જેવો હોશિયાર હોય તેવા હોશિયાર ગ્રાહકે બનવું જોઈએ, પણ એ યાદ રાખવું કે ધ્યેય ચૂકેલો કારીગર કદી ખુલ્લો પડ્યા વિના રહે જ નહિ. ગમે તેમ છુપાવે, પણ “હૈયે તે હોઠે આવ્યા વિના રહે જ નહિ. લખે વૈરાગ્યનાં ઝરણાં, ભલેને પચાસે પાનાં એવાં લખે, પણ એક-બે ઠેકાણે – એક-બે પાનામાં બીજાં છાંટણાં આવી જ જાય. હૈયામાં હોય તે કલમમાં નીતરે. પચાસ પાનાંમાં બે જગ્યાએ પડેલા ઝેરને ઓળખવું જોઈએ. કોઈ પણ ગ્રંથ વગેરે વાંચવા લો, તો તેના લખનારને પ્રથમ તપાસો પછી હાથમાં લો. સાધુની દયા : સભા સમાજની દુર્દશા જોઈને સાધુને દયા ન આવે? સાધુને દયા કેમ ન આવે ? અવશ્ય આવે જ, કારણ કે સાધુ તો દયાની મૂર્તિ. પણ એ દયા એવી આવે કે ફરી ડબલ હિંસા ન થાય, કારણ કે એ તો Page #281 -------------------------------------------------------------------------- ________________ 1007 –- ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૭ દુઃખી શાથી ?' એ જ પ્રથમ તપાસે. એ ઊંટવૈદ્યની જેમ ન વર્તે. અજીર્ણમાં દરદીને ભૂખ બહુ લાગે, પણ ખાય તો ઝાડા થાય અને પ્રાણ પણ જાય, માટે ડાહ્યો વૈદ્ય તો ભૂખ છતાંય ખાવાની સાફ ના જ પાડે. એ વૈદ્ય દયાળુ ખરો કે નહિ ? ઊંટવૈદ્ય દરદીને રાજી રાખે, કેમ કે એને તો માત્ર ખિસ્સાં તર કરવાં છે. એવા ઊંટવૈદ્ય વધારે તેટલો વ્યાધિ વધારે : એ તો ઘરેઘરે ખાટલા પથરાવે : એ વૈદ્યોનું ધ્યેય જ એક કે સામાનું દરદ લંબાય તો ઠીક ! આથી સાચો વૈદ્ય તે કે જે દરદીને ગમે કે ન ગમે, પણ જેવું હોય તે કહે. દરદીને આધીન થઈને દવા આપે તે વૈદ નહિ પણ ઊંટવૈદ્ય, કારણ કે વૈદે દુઃખનું નિદાન અવશ્યમેવ કરવું જોઈએ અને તે મુજબ ઉચિત ઔષધ આપવું જોઈએ. એમ પરદયાળુ સાધુને અનુકંપા કઈ ? કહેવું જ પડશે કે ભાવાનુકંપા. ગૃહસ્થને દ્રવ્ય તથા ભાવ બેય પ્રકારની અનુકંપા હોય અને મુનિને તો મુખ્યતયા ભાવાનુકંપા હોય. મુનિવરો દ્રવ્ય અનુકંપાનો ઉપદેશ દે, પણ ત્યાંયે હૃદય તો ભાવનુકંપામય જ હોય. શ્રાવક દ્રવ્યાનુકંપામાં પણ ભાવાનુકંપાની કાળજી રાખે. ભાવાનુકંપા સમજ્યા વિના દ્રવ્યાનુકંપા વાસ્તવિક રીતની હોય નહિ. માટે તો ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્ય પહેલું કહ્યું અને પછી અનુકંપા કહી. આસ્તિકય એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર અખંડ શ્રદ્ધા, અખંડ પ્રેમ ! એ ન જાગે ત્યાં સુધી સાચી અનુકંપા, સાચો સંવેગ, સાચો નિર્વેદ કે સાચો ઉપશમ થાય નહિ, માટે પહેલું આસ્તિક્ય મજબૂત થવું જોઈએ. “આ સાચું અને આ ખોટું, સાચું તે સાચું અને ખોટું તે ખોટું' - આ દૃઢ માન્યતા એ સમ્યક્ત્વ! આવી દઢ માન્યતા હોય તો જ સાચી અનુકંપા પ્રગટે છે અને એ જરૂર દુઃખીને સુખને માર્ગે લઈ જાય છે તથા જો એ ન હોય તો વખતે સામાને બમણા દુઃખમાં નાખે છે. રોતાને તરત છાનો રાખવા જાઓ તો ડબલ રુએ, માટે રોઈને થાકે ત્યારે છાનો રાખવો. ઊભરો નીકળી જાય, રોવાનો વેગ ઘટે એટલે તરત છાનો રહે. અશુભના ઉદયને રોકાય તો નહિ, માટે એને નીકળી જવા દેવો જોઈએ. એની પાસે બેસી શુભ ભાવનાનાં વહેણ વહેતાં કરવાં. બીમાર પાસે જઈને શું કહેવાય ? “અરરર ! આવું શરીર થયું ? સાવ સુકાઈ ગયો, બહુ લેવાઈ ગયો” - આમ કહો તો દરદી ગભરાય. હબક ખાય અને એને દુર્બાન થાય, માટે એને કહેવું જોઈએ કે “વ્યાધિ તો ભલભલાને આવે, વ્યાધિ વખતે સમતા અને શાંતિ રાખે તો કામ થઈ જાય, વ્યાધિ વખતે તો કઈ આત્મા કર્મક્ષય કરી કેવળજ્ઞાન Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ –––– –– 1008 પામી ગયા : વ્યાધિ એ શરીરનો સ્વભાવ છે અને આત્માનો ધર્મ સમતાપૂર્વક વેદવાનો છે. આ રીતે કહો તો દરદીની અરધી બીમારી શમી જાય. આથી જ કહેવું પડે છે કે અશુભ કર્મના ઉદયના મર્મને સમજો. દુનિયામાં કોઈ કોઈને દુઃખી કે સુખી કરવા સમર્થ નથી. અનંતજ્ઞાનીઓએ પણ એ જ કહ્યું કે “અમે પણ કોઈને સુખી કે દુઃખી કરવા સમર્થ નથી, પણ દુઃખનાં સાધનો તથા સુખનાં સાધનોને ભિન્ન ભિન્ન પાડી મૂકી દઈએ - બતાવીએ, જે જેવાં સાધન લે તે તેના આધારે સુખી કે દુઃખી થાય. મુનિની શુદ્ધ દયા : પણ આજ સ્વર્ગ અને નરકનાં સાધનો બતાવનાર તારક મુનિ-પુંગવો માટે ઘણા કહે છે કે “સાધુઓએ સ્વર્ગ-નરકની ચાવી હાથમાં રાખી છે.' એવાઓએ સમજવું જોઈએ કે “સાધુઓ એવી ચાવી રાખવા નવરા નથી. એ દરવાજા ઉઘાડ કે બંધ કરવાનું કામ સાધુઓએ નથી રાખ્યું. બાકી એ વાત ખરી છે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્વર્ગ-નરકનાં સાધનોને સાધુઓ પ્રગટપણે બતાવે અને કહે કે આ સાધનો નરકનાં તથા આ સાધનો સ્વર્ગનાં, યાવતું મોક્ષનાં !” અશુભનો ઉદય થયો શાથી ? કોઈ રોતો આવે તો, રોવાનું કારણ પૂછીને પછી જો સહાય કરવામાં આવે, તો તે સહાયમાં એ લેવાશે નહિ. ખરો ઉપકારી પણ તે કે જે રોવાનું કારણ જાણી માર્ગ બતાવે : દુઃખથી દૂર થવાનું અને સુખને માર્ગે સંચરવાનું બતાવીને સહાય કરે. કોઈ મરવા પડે ત્યારે નવકાર દે કે સોનૈયા ? મરનારને તો સૌનેયાની હાયવોય હોય, પણ સાચો સંબંધી તો એ વખતે એ બધું આવું કરી નવકાર દે. પેલો મોહમાં ફસ્યો હોય, એટલે એને તો ધન વગેરેની વાતો સારી લાગે અને પોતે એવી વાતો કરવા મંડી પડે, પણ એ વખતે એવી વાતો ન કરવા દેવી એનું નામ તો દયા છે. સાધુને દયા નથી આવતી એવું માનશો મા; જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની પણ દયા પાળે તે મુનિને પંચેન્દ્રિય મનુષ્યની અને તેમાં પણ શ્રી જિનેશ્વરદેવના શાસનના શ્રાવકની દયા ન હોય ? અધમ કોટિના આત્મા પ્રત્યે પણ દયા રાખનાર મુનિને, શ્રાવક ઉપર દયા ન હોય એ બને ? દયા જરૂર છે, પણ એ દયાનો અર્થ એ નથી કે મુનિ પણ દ્રવ્યદયામાં પડે : પોતે પોતાની ભૂમિકા ઉપર જ રહે : પોતે પોતાના સ્થાનમાં રહે : તો જ એ સારી દયા કરી શકે. તમારું પોતાનું પણ ધ્યેય કયું હોય ? Page #283 -------------------------------------------------------------------------- ________________ 1009 ૧૩ : મુનિની દયા ઃ દ્રવ્યદયા અને ભાવદયા - 66 મર્યાદાની મહત્તા : સભા : શ્રાવકને ભણવાનું ખરું કે નહિ ? રોજ ભણવું. છ મહિને અરધી ગાથા આવડે તો તેટલું પણ ભણે. ન ભણે તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય, પણ ભણવું તે કે જેથી આત્મહિત સધાય. પણ ‘જ્ઞાન’ નામથી મૂંઝાવું ન જ જોઈએ, કે જેથી એના નામે જ અજ્ઞાનનું પોષણ થઈ જાય ! ――――――――――――――――― સભા : સાહેબ ! આજે ત્યારે ‘સંઘ' નામની જ મૂંઝવણ છે ને ? આથી તો કહેવું પડે છે કે ‘આજે ઘણાઓ શબ્દની ભ્રમણામાં પડ્યા છે.’ અન્યથા સંઘનું સ્વરૂપ, સત્તા, અને ફરજ, એ બધું સમજાઈ જાય તો મૂંઝવણ રહે પણ શાની ? જેમ વ્યવહારમાં, ન્યાતમાં અને કાયદામાં પ્રવીણ છો અને જેમ ત્યાં એની રક્ષા માટે કાયદા-કાનૂન રાખ્યા છે, તેમ શ્રી જિનેશ્વરદેવોએ શ્રીસંઘ માટે અને શ્રીસંધની રક્ષા માટે પણ, તેવા તેવા કાયદા અને કાનૂનો રાખ્યા છે. ન્યાતને સાચવવા તમારા કાયદા- કાનૂનો છે, તેમ આગમને સાચવવા, સંઘનું બંધારણ સાચવવા કાયદા-કાનૂનો છે. એને અનુસરીને રહે તે થોડા પણ હોય તો ઘણા. પચાસ ઘરની નાત પણ જો કાયદામાં હોય, તો તે નાત પણ કાયદા બહારના વધારે તેઓને પણ ઠોકરે મારે છે. પણ એ ક્યારે બને ? મર્યાદાને માને તો. આજના લોકોને તો મર્યાદા જ નથી ગમતી. સામાન્યતયા મર્યાદાના વિષયમાં શ્રી લક્ષ્મણજીનું દૃષ્ટાંત વિચારવા જેવું છે. શ્રી લક્ષ્મણજીની કહેવાતી આ વાત ઇતરોને પણ માન્ય છે. ૨૬૯ શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીને વડીલ બંધુ તરીકે પિતાને સ્થાને માનતા અને શ્રી સીતાજીને માતા તરીકે માનતા. વનમાં કાયમ સાથે રહ્યા છે. ઝૂંપડી બાંધવાનું અને બીજું ફળ-ફૂલ લાવવાનું તમામ કામકાજ પોતે કરતા. “વુડને નાભિનાનામિ, નામિનાનામિ જો । નુપૂર ડ્વ જ્ઞાનામિ, નિત્યં પાવાભિવન્તનાત્ ।।।।।” જ્યારે શ્રી સીતાજીનું અપહરણ થયું અને શ્રી રામચંદ્રજી વિલાપ કરે છે, એ અરસામાં સીતાજીને શોધતાં શોધતાં માર્ગમાંથી એક કંકણ હાથ આવ્યું છે, ત્યારે તેને દેખાડી જ્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને પૂછે છે કે ‘આ કંકણ સીતાજીનું હોય ?' ત્યારે ઉત્ત૨માં શ્રી લક્ષ્મણજી કહે છે કે - Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1010 હું તો શ્રીમતી સીતાદેવીનાં કુંડલોને પણ નથી જાણતો અને કંકણોને પણ નથી જાણતો માત્ર હંમેશાં તે દેવીનાં પાદોનું વંદન કરતો હોવાથી, તે દેવીના પગમાં રહેલાં ઝાંઝરોને જ માત્ર જાણું છું.' ભાગ્યશાળીઓ ! વિચારો કે કેવી મર્યાદા ? પરમ કલ્યાણકર શિયળની અભિલાષાવાળા આત્માઓની મર્યાદા આવી હોય. શીલરક્ષક આત્મા નીચી આંખે જાય અને નીચી આંખે આવે. ક્વચિત્ નજર ફેંકાઈ જાય તો સ્વરૂપનો ખ્યાલ પણ ન રહે, એવી રીતે તરત પાછી ખેંચી લે. કુટુંબમાં પણ મર્યાદાને લીધે જ શિયળ ટકે, અન્યથા આંખ ઊંચી થાય પછી બોલવાનું શરૂ થાય, પછી શેઈકહેન્ડ થાય અને પછી પશ્ચિમના રિવાજ પ્રમાણે નવું નવું થાય. આજે બ્રહ્મચારીનાં પૂતળાં એવાં છે કે એવી ભયંકર દશામાંયે શીલસંપન્ન રહી શકે ? જે આત્માઓ જોતા ચળવિચળ થાય, વિકારી થાય, તેમની આ સંયોગોમાં દશા શી ? અનાચાર વધ્યા શાથી? બધે પોકાર તો એ જ છે કે “અનાચાર વધ્યા !” વિચારો કે “શાથી ?' કહેવું જ પડશે કે “મર્યાદા ગઈ તેથી'. મહાવ્રતધારી મુનિઓ ક્યાં વસે ? સ્ત્રી-પશુ-નપુંસક વગેરેનો વાસ ન હોય તેવા સ્થાનમાં. મુનિ માટે પણ મર્યાદા. આકસ્મિક સંયોગમાં મુનિ હસે તો બચે. એ વાત જુદી, પણ એવા સ્થાનમાં મુનિ ન રહે : તો પછી ગૃહસ્થ માટે મર્યાદા કેવી હોય ? સ્વસ્ત્રી-સંતોષ પણ કયારે સચવાય ? મર્યાદા હોય તો ! જોવાઈ જાય તો લેપાયું નહિ, પણ એ પછી જોવાની જરૂર જ શી ? પૂર્વપુરુષોમાં એ મર્યાદા હતી. કુટુંબમાં મોટા પુરુષો હોય, નાનાં વહુ વગેરે આવે જાય, પણ મોટાની નજર ન હોય : પણ આજના ઉછુંખલોને એવી મર્યાદા ગમતી નથી. પરંતુ જૈનશાસનમાં રહેવું હોય તો શાસનની સઘળી જ મર્યાદાઓ પાળવી જોઈએ. સંઘની, મુનિની, શ્રાવકની, ગૃહસ્થની, આ બધાની મર્યાદા તો સમજો ! પોતપોતાની ભૂમિકાની મર્યાદા સહુએ સાચવવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવોની પૂજા તથા નિગ્રંથ ગુરુદેવોની સેવામાં, અર્થકામની લાલસા ન આવવી જોઈએ, એ આવે તો ઘર તથા ઉપાશ્રય અને મંદિરમાં ફેર શો ? સાધુ પણ અર્થ-કામની વાત કરે તે આજના કેટલાક ગૃહસ્થોને પ્રિય થઈ પડી છે. મતલબ તેવાઓ અર્થકામના ઘણા જ રસિયા થયા છે. સર્વથા મોહ ન છૂટ્યો હોય અને તેથી એમાં રહેવું પડે એ એક વાત છે અને એ જ અર્થકામની ભયંકરતામાંથી ઉગારી લેવાના જ પ્રયત્નમાં રત એવા તારક મુનિવરો પાસેથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા 66 અર્થકામની પોષક વાતો સાંભળવાની દુર્લાલસા એ બીજી વાત છે. એમ કરનાર સાધુ સાધુપણું ગુમાવે અને શ્રાવક શ્રાવકપણું ! અને અંતે બેઉ મિથ્યાદૃષ્ટિ પણ બને ! 1011 પ્રાતઃકાળની વિચારણાઓ : હંમેશાં પ્રાતઃકાળમાં જાગૃત થતાંની સાથે જ અનેક પ્રકારની નિર્વેદ, સંવેગ, અનુકંપા અને આસ્તિકવર્ધક વિચારણાઓ કરવા સાથે શ્રાવકોને જે મનોરથો કરવાના છે, તે વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે - जिनधर्मविनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यपि । ત્યાં ચેટોડપિ રિોપિ, નિનયર્માધિવાતિઃ ।।૪૦|| त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिनकलेवरः । भजन माधुकरीं वृत्तिं मुनिचर्यां कदा श्रये । । १४१ ।। त्यजन् दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगमभ्यस्यन्, प्रभवेयं भवच्छिदे ।।१४२ ।। महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराद् बहिः । સમ્બવત્ સ્વધર્ષળ, તૃષા: ગુડું: વવા મયિ ।।૪રૂ।। वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽग्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथयाः । । १४४ ।। शत्री मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ।। १४५ ।। अधिरोढुं गुणश्रेणि, निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् । । १४६ ।। ‘શ્રી જિનેશ્વરદેવોના ધર્મથી વિનિર્યુક્ત એવો ચક્રવર્તી પણ હું ન થાઉં અને શ્રી જિનેશ્વરદેવોના ધર્મથી અધિવાસિત એવો હું દાસ પણ થાઉં ને દરિદ્ર પણ થાઉં.’ અર્થાત્ ‘જ્યાં શ્રી જિનેશ્વરદેવના ધર્મની અને પ્રાપ્તિ ન થાય, તેવું ચક્રવર્તીપણું મને ઇષ્ટ નથી અને જ્યાં શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થાય ત્યાં દાસપણું કે દરિદ્રપણું મને ઇષ્ટ છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ વિનાનું ચક્રવર્તીપણું જ્યારે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે ત્યારે ૨૭૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1012 શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિવાળું દસપણું અને દરિદ્રપણું પણ આત્માને સદ્ગતિમાં લઈ જનારું છે. હું સંગરહિત, જીર્ણ વસ્ત્રોનો ધરનાર, મેલથી વ્યાપ્ત શરીરવાળો અને માધુકરી વૃત્તિને ભજનાર થઈને, મુનિચર્યાનો આશ્રય કયારે કરીશ? દુઃશીલો એટલે ખરાબ આચારવાળાઓ, તેઓના સંગને તજતો અને સદ્ગરની ચરણરજને સ્પર્શ કરતો હું યોગનો અભ્યાસ કરીને આ ભવનો છેદ કરવા માટે શક્તિમાન કયારે થઈશ ?' હું મહાનિશામાં નગરની બહાર કાયોત્સર્ગ કરીને રહ્યો હોઈશ અને તે વખતે બળદો જેમ સ્તંભની સાથે પોતાના સ્કંધનું ઘર્ષણ કરે છે, તેવી રીતે મારા શરીરે ઘર્ષણ કયારે કરશે?” અર્થાતુ ‘બળદો મને જ સ્તંભ માનીને મારા શરીરે ઘર્ષણ કરશે તે છતાં પણ હું મારા ધ્યાનમાંથી ચલાયમાન નહિ થાઉં એવી દશા મારી કયારે આવશે ?” હું પવાસન લગાવીને બેઠો હોઈશ અને જે વખતે હરણિયાનાં બચ્ચાં આવીને મારા ખોળામાં બેઠાં હશે, તે વખતે હરણિયાનાં ટોળાનાં ઘરડાં રક્ષક મૃગો આવીને મારા મુખને સુંઘશે, એવી દશા મારી કયારે આવશે? હું શત્રુ ઉપર અને મિત્ર ઉપર, તૃણ ઉપર અને સ્ત્રીઓના સમૂહ ઉપર, સોના ઉપર અને પથ્થર ઉપર, મણિ ઉપર અને માટી ઉપર, તેમજ મોક્ષ ઉપર અને સંસાર ઉપર નિર્વિશેષ બુદ્ધિવાળો એટલે સમાન બુદ્ધિવાળો ક્યારે થઈ શકીશ?” “પરમ આનંદરૂ૫ લતાના કંદસમા મનોરથોને શ્રાવક, મોક્ષરૂપ મહેલની નિસરણી સમી ગુણશ્રેણી ઉપર ચડવા માટે, દરરોજ સવારના નિદ્રાના છેદની સાથે જ મનોરથો કરે.' આવા પ્રકારના મનોરથોને કરનાર શ્રાવકો, મુક્તિમાર્ગ છોડી અન્ય માર્ગની વાતો કરનાર મુનિને કહી શકે છે કે “અમે રોજ આવી ભાવના ભાવીએ છીએ, તો પછી આપ વળી અમારી બીજી પંચાત કયાં માંડી બેઠા છો ?” માનો કે કદાચ સાધુઓ તમને પોતાના બનાવવા ભૂલે, પણ શ્રાવકોએ તેમને રોકવા જ જોઈએ: પણ જ્યાં શ્રાવક ગણાતાઓની જ ઇચ્છા જુદી હોય ત્યાં શું થાય ? મહારાજ વાંચે એમાંથી અર્થ-કામનો કોઈ નુસ્મો મળી જાય તો ફાવ્યા, એ જ જેઓને ગમતું હોય તેઓનું શું થાય? આથી જ કહેવું પડે છે કે જ્ઞાનીઓએ સિદ્ધ કરેલી નિશ્ચિત કરેલી મર્યાદાને બરાબર વળગી રહેવાય તો જ સાચો ઉદય થાય.” Page #287 -------------------------------------------------------------------------- ________________ 118 – ૧૯ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૩ સભા પણ સાહેબ ! મર્યાદા સાચવવામાં લોકગણ વિરુદ્ધ હોય તેનું શું? લોકવિરુદ્ધ તથા લોકવિરોધનો ભેદ અત્રે સમજાવાઈ ગયેલ છે. એ ઉપર ઘણું જ કહેવાયું છે. લોકવિરુદ્ધ વર્તન એ અયોગ્ય, પણ સારી પ્રવૃત્તિ કરતાંય લોકવિરોધથી ડરવું એ તો મૂર્ખાઈ જ છે. લોકવિરુદ્ધ વર્તન ન થાય તેની કાળજી પૂરેપૂરી રાખીએ, પણ જો વાતવાતમાં લોકના વિરોધથી મૂંઝાઈએ તો માર જ ખાઈએ. લોકવિરુદ્ધનો અને લોકવિરોધનો ભેદ સમજી લોકવિરુદ્ધ કાર્યોથી બચીએ, પણ અજ્ઞાન લોકના વિરોધથી, એટલે કે એવાઓના અજ્ઞાનતાભર્યા ધર્મવિરોધથી તો ન જ ડરીએ. સભા: આપણે વરઘોડો કાઢવો હોય અને મુસલમાનો ના કહે તો એ લોકવિરુદ્ધ ગણીને ન કાઢીએ એ બને, પણ આવા ઘરના જ વિરોધીઓને સમજાવવા કેમ? એવાઓને પણ સમજાવવાનો એક જ રસ્તો છે કે આપણે આપણી શભ ક્રિયાઓને એવા વેગથી વધારવી, કે જેથી તેઓમાં રહેલું ઝેર નીકળી જાય. અગર તો પછી તેઓ અકિંચિકર બની જાય. સમાધાન ક્યારે થાય ? સભા: “પણ સાહેબ ! એ લોકોએ બેશરમપણે તોફાન કરવા માંડ્યું છે, માટે હવે સમાધાન થાય તો સારું.” આ વસ્તુ આપણે અનેક વાર વિવિધ દષ્ટિબિન્દુએ વિચારી ગયા છીએ. સમાધાન, શાંતિ, એકતા, પરસ્પર મંત્રી અને ધર્મસહકાર, - એ વગેરે એવી વસ્તુઓ જ છે કે જેની હરહંમેશ ધર્મી માત્રને ચાહના હોય. ક્લેશ, કંકાસ, વિરોધ, ધમાલ, વગેરે કોને પસંદ હોય? હું તો ફરી ફરીને કહું છું કે આપણે આત્મશાંતિના અર્થ છીએ? આપણે જીવનને સાત્વિકતાથી ભર્યું બનાવવું છે : આપણને વ્યક્તિવેષ નથી પરંતુ આજની ધમાલો જુદા જ પ્રકારની છે. જેઓ શાંતિ ને સમાધાન ઇચ્છતા હોય, તેઓ કદી જ શાંતિ ને સમાધાનને નામે પ્રતિવ્યક્તિની પ્રતિષ્ઠા સામે કાદવ ન ઉડાડે. પરંતુ જેઓ આ અશાંતિ ને અસમાધાનનાં મૂળિયાં છે, તેઓ પોતાની તે વિકૃત હાલતને, આ શાંતિની ને સમાધાનની સફેદ ચાદર નીચે છુપાવવા મથી રહ્યા છે. તમે જ કહોને કે આજે સાધુઓમાં શા માટે આ દશા છે ? નથી છોકરા-છોકરી પરણાવવાનાં, નથી પૈસા કમાવાના, કે નથી લક્ષ્મીના વારસા લેવાના : નથી વ્યાપાર-રોજગાર કે નથી કોઈ પણ જાતની લેવડ-દેવડનો સંબંધ ! ત્યારે અત્યારે જેને અશાંતિ, અસમાધાન, વિરોધ કે ક્લેશ કહેવામાં આવે છે એની જડ કઈ? કોઈ પણ સુશ વિચારક કબૂલશે કે “આનો હેતુ જુદો જ હોવો જોઈએ. જો હેતુ જુદો ન હોય, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- 1010 તો આ શાસન જ એવું છે કે સમાધાન ઇચ્છનારા સહેજે સમાધાન કરી શકે ? કારણ કે દરેકની ઉપર જિનાજ્ઞાનો અંકુશ તો રહેલો જ છે. આજે જો બધા જ એમ કબૂલ કરી લે કે પંચાંગી સહિત જિનાગમાં અમને શિરસાવંદ્ય છે અને એ રીતની કબૂલાત પછી, જો દરેક વસ્તુને શ્રી જિનાજ્ઞાની કસોટીએ કસાય, તો સહેજે શાંતિ સ્થપાય. પરંતુ આજે તો દશા એ છે કે એમની સ્વેચ્છાભરી વાણીને શ્રી જિનાગમનો અંકુશ પરવડતો નથી : ઉસૂત્રકથનને સુસૂત્ર મનાવવું છે ? અને એના ઉપર સમાજપ્રીતિ ને સમાજોન્નતિના ઓપ ચડાવવા છે, પરંતુ વિચારતાં તમને ખ્યાલ આવશે કે પુણ્યાત્માઓના સદ્ભાગ્યે એ મોહક ઓપ નીચે છૂપેલી ભયંકરતા ખુલ્લી પડી જવા પામી છે અને એથી અનેક આત્મકલ્યાણના અભિલાષી આત્માઓ પોતાના આત્મહિતનું સંરક્ષણ કરી શક્યા છે. છતાં શ્રાવકપણાની ભાવના ને સંસ્કારથી અજાણ ને રહિત શ્રાવકો, હજુ વ્યક્તિમોહના પ્રતાપે એવાઓનાં હથિયાર બની રહેલ છે અને આજના ઝઘડાની જડ તો ત્યાં છે. જો આ ગેરસમજ દૂર થાય તો સમાધાન કયાં છેટું છે ? ક્યાં લેવા જવું પડે તેમ છે ? આજે એવાઓને સમાધાનની વાતો કરવી પડે છે, તેનું કારણ પણ સ્પષ્ટ જ છે કે એમનું આંતસ્વરૂપ ભેદી આડ ચીરી ડોકિયાં કરી રહ્યું છે અને એના પ્રતાપે આવી વાતોનો આશ્રય શોધવો પડે છે : છતાં તમે જો તમારાપણું કેળવી લો, સાચા શ્રાવક બની જાવ, સંસારરાગને સ્થાને સંયમરાગને મહત્તા આપતાં શીખો અને પ્રભુપ્રવચનની પ્રત્યેક આશાના પાલનની તમન્ના જાગે, પાલન ન થાય તો પણ વિચાર ને વાણીમાં જો એની તન્મયતા આવી જાય, તો પછી આવા પ્રશ્નોને માટે લેશ પણ અવકાશ નથી જ રહેતો. તમે સમાધાન ને શાંતિને નામે મૂંઝાઓ નહિ. સમાધાન ને શાંતિના જાપ કરનારાઓને કહો કે પૂછો કે “તમને પંચાગી સહિત શ્રી જિનાગમો માન્ય છે ? તેમાંની પ્રત્યેક આશા સ્વીકારવા તૈયાર છો ?” અને તમે એમ પણ પૂછો કે “અત્યારના દરેક વિચારભેદનો અંત શ્રી જિનાજ્ઞાને શરણે રહી લાવવો કબૂલ છે?” જો તેઓ “હા' કહે તો અને એ કહેલી ‘હા’ જો સાચી જ હોય, તો હું તમને કહું છું કે સમાધાન તો હથેલીમાં પડ્યું છે. ખરો વિરોધ તો ઉસૂત્રપ્રરૂપણાનો છે, પરંતુ એ વાતને છુપાવનારાઓ બીજી બીજી ભળતી વાતને ભેળવી, સમાજને ભરમાવે છે. જૈનશાસનના સેવકને, સાધુની કે શ્રાવકની સમાધિની ને શાંતિની આતુરતા હોય જ અને ઉપરની શરતોએ આપણે સદેવ સર્વથા સમાધાન કરવા તૈયાર જ છીએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ 1015 –-- ૧૭ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૫ બાકી ગમે તે રીતે કરવામાં આવેલું સમાધાન, ચાર દિવસથી અધિક ટકે નહિ અને તો પછી તોડવું કોને પડે ? પેલાને તો વાંધો જ શો હતો? હતુંય શું ને ગયુંય શું? એ તો જ્યારે શ્રી જિનાગમ વિરુદ્ધ બોલતાંય ન ગભરાય, તો સમાધાનનો ભંગ કરતાંય શાનો ગભરાય ? બાકી આ વસ્તુ જ એવી છે કે હૃદયપલટો જ એનું સમાધાન લાવી શકે. નહિતર સમાધાન થયા બાદ એની એવી જ પ્રવૃત્તિ કાયમ રહે, તો પરિણામે સત્યના પૂજારીને જ એ સમાધાન તોડવું તો પડે જ અને તે વખતે એના માથે એ જ આરોપ આવે કે “ધંધો જ એ છે'. આ તો બીજા પણ માને કે “તૂટ્યું છે તે સંધાતું નથી, માટે કાંઈક કારણ હોવું જોઈએ.' આથી જો તૂટેલાને ગેરરીતે જોડાય, તો કાળ ફરી તોડ્યા વિના છૂટકો થવાનો જ નથી અને સુરીતે જોડવાની વાત તો એકથી અનેક વાર કહેવાઈ જ ગઈ છે. બાકી જે લોકો ધર્મની મર્યાદાથી અને અનુષ્ઠાનોથી જ ઊભગ્યા છે અને વર્તમાન વાયુની જેમને પૂરી અસર થઈ છે, તથા એથી આ બધી વસ્તુઓ જેમને હંબગ રૂપ લાગે છે, તેમજ “મંદિર અને ઉપાશ્રયની જરૂર શી?' - એમ પણ કહેનારા છે, એમ તો આ પ્રશ્નકાર ભાઈ પણ એક વખત કહેતા હતા અને કહે છે, તો હવે કહો ને બતાવો કે એવાઓની સાથે સમાધાનનો ઉપાય જ શો ? ચાલો આગળ. વીતરાગ તો નથી બોલતાને ? તો પછી ભગવાનની સાથે પણ ધમાધમ કેમ ? સભા: પણ આજે ભગવાન ચૂપ બેઠા છે તેમાં માને છે, જો એ બોલતા હોત તો એમને પણ માને તેમ નથી. તો હવે કહો કે જેઓ ભગવાનની સામે પણ એલફેલ બોલવા તૈયાર થયા, તેઓને માટે રસ્તો શો ? એક જ રસ્તો છે કે શુદ્ધ હૃદયથી સત્ય બતાવવું કે જેથી ભાગ્યવાન આત્માઓ એ માર્ગે વળે. શ્રી વીતરાગ પરમાત્મા તો સર્વજ્ઞ હતા, દરેક આત્માનું સ્વરૂપ સમજતા હતા અને જાણતા હતા કે અમુક આત્મા તો સુધરવાનો જ નથી, છતાં એનું સ્વરૂપ સમજાવ્યા વિના બીજા પણ ડૂબે તેમ છે, તો તે ઉધમતિયા-ઉત્પાતિયાના નિરર્થક વિરોધો સહીને પણ, ભવ્ય જીવોને ભગવાને ચેતવ્યા. ચેતવતી વખતે ભગવાનને ખબર હતી કે આટલો આટલો ઉત્પાત થશે, સામાને વિરોધ થશે, ગુસ્સો આવશે અને અમુક તોફાન કરશે, છતાં કહ્યું : વીતરાગ હતા છતાંય કહેવાજોગું કહ્યા વિના ન રહ્યા. અન્યો માટે પણ શાંતિના સાગર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા તો ફરમાવે છે કે “પા રુસવા તુસરવા, દિયા મા મસિયા !” સામો રોષ પામો યા તોષ, પરંતુ હિતકારી ભાષા અવશ્ય બોલવી.” Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ જો મહાત્માઓ એવી કોઈના રોષની જ ભીતિમાં પડી જાય અને સત્ય ન કહે, તો અનેક પુણ્યવાન આત્માઓ સત્યથી વંચિત રહે અને કંક આત્માઓ ઉન્માર્ગે ઢળી પડે તથા જો એમ બને તો તો ભયંકર પાપ થાય, માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજા ફરમાવે છે કે “રોષ વહોરીને પણ હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી ?' કારણ કે કેવળ ઉપકારબુદ્ધિથી હિતકર કહેનાર આત્માને એકાંતે લાભ જ છે. બાકી તો એવો કોઈ કાળ જ નથી અને ન હતો કે સત્યનો વિરોધ કરનાર હયાત જ ન હોય : સાક્ષાત શ્રી તીર્થંકરદેવ, એક ક્ષણમાં સઘળાના સઘળા સંશય એકીસાથે છેડી શકે એવા છતાં અને જેની વાણી એકસરખી છતાં દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે એવી છતાં, સર્વજ્ઞ ને સર્વદર્શી છતાં, ખુદ પોતે ઉપદેશક છતાં, એવા પણ પ્રબળ મોહથી વીંટળાયેલા ઘણા જીવો હતા, કે જે પ્રતિપક્ષમાં ઊભા રહેતા. પોતે વીતરાગ છે : એમને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી : ગણધર ભગવાન જેવાને પણ શ્રાવકના નામે ઉપદેશ દેતા કે “સંસારના કીચડમાં પડેલા છતાં આનંદાદિ શ્રાવક આવા અડગ છે, તો તમે તો મુનિ:તમારી અડગતા વધારે જોઈએ.” શુભ ગુણની પ્રશંસા, એ વીતરાગ પ્રભુ પોતે કરતા સમવસરણ વચ્ચે સમ્યકત્વ માટે સતી સુલસાની પ્રશંસા ભગવાને પોતે કરી છે તેમ આનંદકામદેવની પણ સમવસરણ વચ્ચે પ્રશંસા કરી છે. કોઈ પણ પ્રાણીના ભૂંડાની તો ઇચ્છા જ નહિ. એ જીવદળ જ એવું કે પહેલેથી એ આત્માને એવી ભાવના થાય જ નહિ; એવા પ્રભુના પણ વિરોધી હતા અને એમનું પણ ખરાબ કરવા ઇચ્છનારા હતા, તો પછી બીજાની તો વાત જ શી ? સત્યનો વિરોધ કરનારા તો સદાય હોય છે જ, માટે એથી મૂંઝાવાને કશું કારણ નથી. એવાઓની સાથે કદી જ સમાધાન થયાં નથી અને થાય પણ નહિ? કારણ કે સત્યના જ વિરોધી સાથે સમાધાન શાનું ? સત્યનો વિરોધ અને સમાધાની, એ બેનો મેળ જ નથી. ખરેખર, જ્યાં સત્યનો જ વિરોધ હોય છે, ત્યાં સમાધાનનો સંભવ જ નથી. કારણ કે ત્યાં તો સત્યને સમજાવનાર તરફ પણ વિરોધ જ છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી સ્કંદસૂરિજી મહારાજાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. શ્રી કુંદકસૂરિજી ગૃહસ્થાવાસમાં “કંદક' નામના રાજપુત્ર હતા. તેમના પિતા “શ્રી જિતશત્રુ' નામના રાજા, એક દિવસ શ્રી અરિહંતદેવના ધર્મની ગોષ્ઠિમાં રત હતા. રાજકુમાર શ્રી સ્કંદક પણ ત્યાં હાજર હતા. તે વખતે “શ્રી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 જિતશત્રુ' રાજાના જમાઈ ‘દંડક’ નામના રાજાનો પ્રધાન ‘પાલક’ ત્યાં આવેલો હતો અને તે દુર્બુદ્ધિવાળો હતો, તેથી તે શ્રી અરિહંત પરમાત્માના ધર્મને દૂષિત કરવા લાગ્યો. પ્રભુના સત્ય ધર્મને દૂષિત કરતા મિથ્યાર્દષ્ટિ અને દુરાશયવાળા તે પાલકને સ્કંદકુમારે સત્યસંવાદપૂર્વક યુક્તિથી નિરુત્તર કર્યો. તે જ કારણથી વિરુદ્ધ થયેલા તે પાલકે દીક્ષિત થઈ, સૂરિ બની, પાંચસોના પરિવાર સાથે આવેલા તે પુણ્યાત્મા સ્કંદકાચાર્ય ઉપર ઘોર ઉપસર્ગ કર્યો; એટલે કે એ સૂરિજી સાથે બધાય મુનિવરોને યંત્રમાં નાખીને પીલી નાખ્યા. 1017 વિચારો કે સત્યના વિરોધીઓની દશા કેવી હોય છે અને સત્યમાર્ગના પ્રેમીની પણ દશા કેવી હોય છે ? રાજકુમાર જેવા પણ સત્યના વિરોધીઓને સત્યનો વિરોધ કરવા નહોતા દેતા અને અસત્યના ખંડનથી આવી પડતી આપત્તિઓને સહવા માટે સજ્જ રહેતા : જ્યારે ધર્મી ગણાતા ગૃહસ્થો પણ અસત્યના ખંડનને પોતાની ફરજ સમજતા, તો પછી આજના નામાંકિત ગણાતા આચાર્ય પણ પોતાની સ્પષ્ટ ફરજ નથી સમજતા એનો હેતુ શો છે, એ વિચારો ! એ વિચારતાં સમજી શકશો કે બીજો કોઈ જ હેતુ સંભવિત લાગતો નથી, પણ એક જ હેતુ સંભવિત લાગે છે કે ‘સહુમાં સારા કહેવરાવવું છે !' આવા તુચ્છ હેતુની ખાતર શાસનના વિરોધીઓની પીઠ થાબડવી, એના જેવો ભયંકર ગુનો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બીજો એક પણ નથી. સમર્થ આચાર્ય તરીકે પૂજાએલા અને પૂજાતાઓ જ શાસનના આવા ભયંકર સમયે પણ કામ ન લાગે, તો પછી શાસનના અનુયાયીઓને હૃદયમાં સહેજ રીતે પ્રશ્ન ઊઠે જ કે ‘તેઓનું આપણે કામ પણ શું છે ?' અને ઉત્તરરૂપે તેમનું અંતર પોકારે કે ‘કશું જ નહિ'. આથી જ આજે વિરોધ વધતો જાય છે. જો દરેક વ્યક્તિ જે પ્રભુશાસનને પામીને ઉચ્ચપદારૂઢ થયેલ છે, તે પ્રભુશાસનની વફાદારીના પાલનમાં પોતે અને પોતાનું સર્વસ્વ પણ ફના કરતાં શીખે, તો આજની પરિસ્થિતિ સહેજે પલટો લે તેમ છે, તેમજ સ્વેચ્છાચારીઓની ભયંકર ઉદ્દંડતા સહેજે શમે તેમ છે. 66. કોઈ ડાહ્યા ગણાતો શ્રી સ્કંદકસૂરિજી મહારાજા જેવા માટે એમ બોલી ઊઠે કે ‘પૂર્વાવસ્થામાં એવું ખંડન ન કર્યું હોત, તો ઇર્ષ્યા ન થાત અને તો યંત્રમાં પીલાવાનો પ્રસંગ પણ ન આવત' - તો શું એ વાજબી છે ? નહિ જ, કારણ કે બીજા હજારો જીવો ઉન્માર્ગે જાય તેઓનું શું ? આથી શાસ્ત્ર તો લોકવિરુદ્ધ કાર્યો કરવાની ના પાડી છે, પણ અજ્ઞાન લોકોના વિરોધથી સત્યને સાચવી Page #292 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો રાખવાની ના નથી જ પાડી. એટલું જ નહિ, પણ સત્યની રક્ષા માટે સઘળું જ ઉચિત હોય તે કરવાનું કહ્યું છે. આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રે લોકમાં ગણાતાં વિરુદ્ધ કાર્યો કરવાની ના કહી છે, પણ લોકવિરોધથી ડરવાનું નથી કહ્યું. લોકવિરુદ્ધ કાર્યો તો શાસ્ત્રમાં ગણાવ્યાં છે અને અહીં એ કહેવાઈ પણ ગયાં છે, - માટે લોકવિરુદ્ધ અને લોકવિરોધનો ભેદ બરાબર સમજો અને પછી દરેક વસ્તુનો વિચાર કરો ! નિદા ક્યાં અને ક્યારે ? લોકવિરોધ અને લોકવિરુદ્ધ, – એ બેનો સમન્વય ન થાય અને એ બેની વચ્ચે રહેલ ભયંકર અંતરની ઓળખ ન થાય, ત્યાં સુધી એવો અજ્ઞાન આત્મા - ‘જ્યાં જ્યાં લોકોનો વિરોધ, તે તે લોકવિરુદ્ધ' – આમ માની લઈને ઊંધે રસ્તે દોરાઈ જઈ, ગુણીજનના ગુણજનક કાર્યની પણ નિંદા કરી, પોતે ડૂબવા સાથે બીજાઓને પણ ડુબાવે છે. બાકી આપણે લોકવિરુદ્ધ કાર્યો કોને કોને કહેવાય, એ વિચારી ગયા છીએ. એમાં નિંદા પણ છે. પરંતુ નિંદા અને હિતાર્થે અપાયેલ કટુ જેવો લાગતો ઉપદેશ, એ બેની આજે ભેળસેળ થાય છે. ૨૦૮ . સભા : નિંદા એટલે શું ? સામાનું ભૂંડું કરવાની બુદ્ધિએ અથવા તો એને ઉતારી પાડવાને માટે એના છતા કે અછતા દોષો કહેવા, તે નિંદા છે. પણ આપણામાં અમુક વ્યક્તિનું હિત કરવાની ભાવના છે, એ ઉન્માર્ગે જઈ રહેલ છે, ઉન્માર્ગથી એ ન ખસે તો એની હાનિ નિશ્ચિત છે, અને જો એને એના દોષો કહેવાય તો સુધરે તેમ લાગે છે અથવા તો એનાથી અંજાઈને બીજાઓ પણ ઉન્માર્ગે દોરવાતા હોય તે અટકે તેમ છે, તેવા વખતે એક કલ્યાણભાવનાથી એના દોષોનું બને તેટલી રીતે વર્ણન કરવું, એ નિંદા નથી જ. એટલું જ નહિ પણ જો સુધારનાર આત્માને બધાય સંજોગો તપાસતાં એમ લાગે કે ‘પચાસ જણ વચ્ચે કહેવાથી એ સુધરશે’ - તો તેમ કહેવામાં પણ નિંદા નથી. જો એને નિંદા કહેવાય, તો બધાં જ શાસ્ત્રો પણ કદાચ નિંદામય ગણાય. ઘણી જગ્યાએ સુદેવ અને કુદેવના વર્ણનમાં, સુદેવનું તો વર્ણન થોડું અને કુદેવનું વર્ણન ખૂબ આવે છે. કારણ કે કુદેવ ઉપરથી શ્રદ્ધા ખસેડવાની મહેનત મોટી, સુદેવના વર્ણન કરતાં કુદેવનું વર્ણન જોરશોરથી ગ્રંથકાર કરે છે, એ નિંદા નથી. 1018 વ્યવહારમાં વસ્ત્ર સીવનાર દરજી પણ કાતર પહેલી ચલાવે છે અને તે પછી સોય દોરો ચલાવે છે. એટલે કે વેતર્યા બાદ સીવે છે. તે આખા તાકામાં Page #293 -------------------------------------------------------------------------- ________________ 1019 –– ૧૭ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 –– ૨૭૯ સોય દોરો ચલાવે તો? કપડા પહેરવા જોણું બનાવવું હોય તો દરજીએ પહેલી કાતર ચલાવવી જોઈએ તેમજ જનતાને સન્માર્ગે વાળવા માટે કુમાર્ગને ખોદવા કોશ, કોદાળી અને પાવડો, દાડીઆ સાથે જોઈએ અને ખોદવાનું કામ ખૂબ ખૂબ કરવું જોઈએ. કુમાર્ગ ઊડ્યો, એટલે સુમાર્ગની વાસના આપોઆપ જાગ્રત થાય : પછી સુમાર્ગે સ્થાપવામાં વાંધો ન આવે. ખેડૂતને મહેનત જમીન ખોદવામાં છે પણ બીજ વાવવામાં તેવી મહેનત નથી. બીજ વાવવાનું કામ તો થોડા વખતનું : બીજ વાવવા જોગી જમીન બનાવવામાં જ ખરી મહેનત છે. સો વીઘા જમીનમાંથી ભલે પાંચ વીઘાં જમીન એવી બને, પણ એ પાંચ વીઘાં જમીન જે કામ આપે તે કામ સો વીઘાં ન આપે. રસાળ ભૂમિ આપણી અને ઉખર ભૂમિ પારકી. કોઈ કહે કે “બસ, બધી ભૂમિ મારી, માટે બધે જ બી વાવું' - તો ડાહ્યો આદમી કહે કે “ગમાર ! રહેવા દે, બી તો જશે પણ મરકી ફેલાશે અને રાજ્ય જાણશે તો ગુનેગાર ગણશે.” આ જ રીતે અહીં પણ સમજવું ઘટે. આખી દુનિયા પ્રભુનો માર્ગ પામે, એના જેવો આનંદ પણ બીજો કયો? બધા જ ધર્મ પામો' –એ જયાં ભાવના હોય, ત્યાં પોતાના જ, એટલે જેનશાસનમાં ગણાતા શ્રાવકો પણ ધર્મ ન પામે, એવી ભાવના કયા પાપાત્માને હોય ? એવું ઇચ્છે, એ તો ખરે જ ભયંકર પાપાત્મા છે. આથી જ આખી દ્વાદશાંગીમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાના અશુભ વ્યાપારરૂપ યોગનું પણ ખૂબ ખૂબ વર્ણન કર્યું છે, કેમ કે મેલ કાઢવાની પ્રથમ જરૂર છે; અને પછી તો સાબુ થોડો હોય તો પણ ચાલે. મેલ જાય એટલે ધોળાશ સહેલાઈથી આવે. ઘણા મેલા કપડાને પ્રથમ ખારમાં - ઉકાળવું પડે, તે પછી ડફણું લઈને ફૂટવું પણ પડે, ત્યારે મેલ જાય તેમ અહીં પણ મિથ્યાત્વ કાઢવામાં મહેનત ઓછી નથી. આથી સ્વપરના હિતેષીને લાખો ગણા વિરોધની પણ સત્ય માટે પરવા ન હોય. તાકાતવાળો આત્મા ત્યાં પણ જોરશોરથી સત્યનું જ સમર્થન કરે. અને એ નિંદા નથી જ, પરંતુ સન્માર્ગની – સત્યની સેવા છે. લોકવિરોધથી ડરો નહિ! હવે અહીં આવનારા એટલે ક્રિયાદિ કરનારાઓની ક્રિયામાંથી મિથ્યાત્વ કાઢવાનો મુદ્દો ચાલે છે. એ પણ ક્રિયામાં પૌદ્ગલિક સંયોગો માગે તેનું શું ? પૌદ્ગલિક લાલસાથી અમૃત જેવી ક્રિયા પણ વિષ, ગરલ કે ગાડરિયા થઈ જાય Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ – આચારાંગસુત્રનાં વ્યાખ્યાન - ૪ –– – 1020 છે. પછી સમ્યત્વ ટકે નહિ. તહેતુ ક્રિયામાં તન્મય બનેલા એવા થોડામાં આનંદ, પણ વિપરીત ઘણા હોય તો પણ વિપત્તિ. આ જ કારણે લોકમાં પણ કહેવત છે કે – “પર: રવિષ્ટ: યુરો વિના” પ્રવેશેલો પારકો વિનાશ કરે છે.' આપણે આ બધી વાતો એક જ કારણથી કરીએ છીએ કે આપણે સાવધ થવું જોઈએ અને પારકાઓને તેઓ પારકા જ હોય ત્યાં સુધી પોતામાં સમાવવાની કે રાખવાની ઇચ્છા ન જ કરવી જોઈએ. જેઓ હદયથી પ્રભુશાસનને નથી માનતા, તેવાઓથી અલગ જ રહેવું જોઈએ અને સર્વત્ર સત્ય ધર્મ કે જે શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યો છે, તેનો જ પ્રચાર કરવો જોઈએ. કારણ કે સંસારમાં સાચી શાંતિ અને પરિણામે આત્માની મુક્તિ એ જ ધર્મના પ્રતાપે છે બીજી કોઈ જ વસ્તુના પ્રતાપે નથી. આથી જ આપણે તો એમ માનીએ છીએ કે “જેના હાથમાં ધર્મ તેના હાથમાં મોટું રાજ્ય !' ધર્મી રાજાને મળેલા રાજ્યની પણ પરવા ન હોય અને ધર્મી પ્રજાને રાજ્યનો લોભ પણ ન હોય. શ્રી શ્રેણિક મહારાજા તથા શાલિભદ્રજીનું દૃષ્ટાંત વિચારો. શ્રી શ્રેણિક મહારાજા શ્રી શાલિભદ્રજીને ત્યાં ગયા અને શ્રી શાલિભદ્રજીનાં પશુઓને બાંધવાનું સ્થાન જોયું, ત્યારે વિચાર્યું કે “આવું તો મારું વિલાસભુવન પણ નથી. આ પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહેલા પુણ્ય પ્રકારોમાંનો જ એક પ્રકાર છે. પણ ઇર્ષ્યા ન થઈ, આટલું જ નહિ પણ ઊલટું “આવા શ્રીમાનો મારા રાજ્યમાં વસે, એ મારા રાજ્યની શોભા છે.' - એમ જ થયું. વળી જ્યારે રાજાએ રત્નકંબલ મંગાવી, ત્યારે શ્રી શાલિભદ્રજીની માતાએ કહ્યું છે કે “આ બધું આપનું છે અને અમે પણ આપનાં છીએ.' એ રાજા અને એ પ્રજા, બેય આનંદ ભોગવતાં. આજ તો એક નીકળે તેને પહેરો અને તમારે હાય બાપ ! ધર્મ રાજાને પ્રજાનો કે પ્રજાને રાજાનો ભય નથી હોતો. માટે બધી જ બાબતોમાં તમે સમ્યપણું લાવતાં શીખો. બધે “સુ” ભેળવો. “કુથી જરા પણ મૂંઝાઓ નહિ. “હુંથી કે “'માં મૂંઝાયા તો સમ્યક્ત ગયું જ સમજજો. યોગ્ય સ્થાનમાં એવા સ્થિર રહો કે કોઈ ચસાવે નહિ. શ્રાવક તરીકે બહાર આવો : Page #295 -------------------------------------------------------------------------- ________________ તારા - ૧૩ મુનિની દયા દ્રવ્યદયા અને ભાવદયા - 66 – ૨૮૧ વિરોધ સહો, પણ શ્રાવકપણું ન જવા દો : વિરુદ્ધ વર્તન ન કરો, પણ વિરોધથી ન કરો. વિરોધથી ડરી વિરુદ્ધ વર્યા તો ધર્મીપણું ગયું અને ધર્મ પણ ગયો સમજો. લોક કેવો છે, તે તો દૃષ્ટાંતથી સમજાવાઈ ગયેલ છે. પોઠિયાનું દૃષ્ટાંત પણ કહેવાયું છે. એક પણ ધર્મક્રિયા એવી નથી કે જેને વિરોધીઓએ નિદી ન હોય અથવા તો અત્યારે પણ તેઓ નિંદતા ન હોય. હજારો ખરચીને જમાડનારના જમણવારમાં તેલ-મરચાંની પણ ખામી કાઢે ! કારણ કે અજ્ઞાનોમાં એ બુદ્ધિ જ નથી કે જેથી એમ વિચારે કે હજાર વાપરનારને શું સારું તેલ કે મરચાં ન મળે ?” પણ એઓ તો ઠામ ઠામ જમણવાર કરનારને વગોવે. આવા લોકના વિરોધ તરફ જોઈએ, તો તો માર્યા જઈએ. ધર્મીની ચોવીસ કલાકની ધર્મક્રિયાને ન જુએ, પણ એક જરા ભૂલ દેખાય કે તેને પહોળી કરી કરીને બતાવે. પોતાનાં સો ચાંદાં ન જુએ, પણ સામામાં કલ્પીને પણ એક ચાંદું ઊભું કરે. આ સ્વભાવ કોનો ? કાગડાનો. કાગડો ન હોય તોયે ત્યાં ચાંદું પાડે અને પછી ચૂંથે. કાગડામાં એ કુટેવ છે. એ લોકના વિરોધ સામે જોઈને શુભ ક્રિયા અટકાવી દઈએ, તો તો હાલત કફોડી જ થાય. એ લોકો પણ ધર્મ અધિક પામે તો આપણને અધિક આનંદ, માટે ધર્મ પામવાની અભિલાષાવાળા દેખાય તો પમાડવામાં કમી ન રાખવી, પણ જિનાજ્ઞાને વળગી રહેવું જોઈએ. જો ધર્મોપદેશક પણ ખોટે માર્ગે તણાય, તો તેને માટે પણ ખાડા તૈયાર છે : એ પણ સામા પર દ્વેષબુદ્ધિ કરે, તો એના માટે પણ મોટા ખાડા તૈયાર છે. માટે વસ્તુને બરાબર તપાસો અને પ્રભુમાર્ગના સેવક બની યોગ્ય પ્રયત્નો કરો તો ફળીભૂત થાઓ : ન કરો તો નાસીપાસ થાઓ : અયોગ્ય પ્રયત્ન નાશ પણ થાય. બૂરા સંસ્કારને પરિણામે સંતાન સુસંતાન બને તો સારાં, નહિ તો વાંઝિયાપણું સારું. “દીવા પાછળ અંધારું” અને “દેવતા પાછળ કોલસા' જેવાં સંતાન સારાં નહિ, જેમ દેવ, ગુરુ અને ધર્મમાં “સુ” છે, તેમ બધી જ વસ્તુમાં “સુપણું નાંખો. એટલે સંતાનોને પણ આજ્ઞાનુસારીપણું શીખવો ને તે માટે તમે પણ આજ્ઞાનુસારી બનો. તમે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનો અને “એ માનવાનું કર્તવ્ય છે' - એવું શીખવો, તો એ સંતાન જિંદગી સુધી તમારી આજ્ઞા માનશે અને તમને પૂજશે, પણ તમે પ્રભુના પૂજારી રહેશો તો ! તમે જ વિપરીત વર્તન કરશો તો એ પણ એવું જ Page #296 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો * શીખી એવું જ વર્તન કરશે. સંસ્કાર પહેલેથી જ ખરાબ પાડો ત્યાં શું થાય ? નિશાળે જાય ત્યારે ગજવામાં ખઉખઉ (નાસ્તો) આપે અને કહે કે ‘આપણે ખૂણે બેસી આપણું ખાઈએ અને પારકામાં ભાગ પડાવીએ.' આ સંસ્કાર પડ્યા, મોટો થયો, પરણ્યો, એટલે એ પોતે પોતાનું કરવાનો અને તમારી પાસે ભાગ માગવાનો : પછી તમે કહેશો કે ‘આવો ફાટ્યો ?' પણ ફટવ્યો તમે ને ? પરંતુ જો એને નિશાળે જતી વખતે કહીએ કે ‘આપીએ પણ લઈએ નહિ’ - તો કેવા સંસ્કાર પડે ? ૨૮૨ ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા વગેરે સંસ્કાર પાડશો અને એ સંસ્કારના યોગે દીકરા સાધુ થશે તો શાસનને દીપાવશે અને શ્રાવક હશે તોયે તિલક દીપાવશે. એ પરમ શ્રાવક બનવાનો. જો ઊંધા સંસ્કાર પાડશો તો અહીં તો આવવાનો નથી જ અને આ તિલક પણ કદાચ ભૂંસી નાખવાનો. આજે આવો અનુભવ થઈ રહ્યો છે, નહિ તો જૈનકુળમાં જન્મેલા આ રજોહરણની, આગમની, સાધુની, પૂર્વાચાર્યોની, મંદિરની, ઉપાશ્રયની અને ધર્માનુષ્ઠાન વગેરેની મશ્કરી કરે ? જેના યોગે જૈન કહેવરાવાય તેની મશ્કરી પોતાનું સંતાન કરે, તો આંખોમાંથી શું વરસવું જોઈએ ? લોહીનાં આંસુ આવવાં જોઈએ કે નહિ ? પછી તો બાપ કહે કે ‘વાંઝિયા સારા' - પણ હવે વળે શું ? ‘છટ નોનસેન્સ’ - કહીને ઊભા રહે છે ને ? 1022 જેને તારક મનાય તેના પર હલ્લા થાય ? આગમ પર અને પૂર્વાચાર્યો પર પ્રહાર, હલ્લા અને અસભ્ય વાપ્રદાન, આ બધું પોતાનાં સંતાન કરે ત્યારે એ જૈનને શું થાય ? આપણા જ ઘરમાં આવા કુલાંગારો પાક્યા છે અને ધર્મની સામે ઊંધો પ્રચાર કરે છે, છતાં પોતાના જૈનત્વની ચાદર ઓઢે છે, માટે વાતાવરણ આટલું બગડ્યું છે. એ વાતાવરણને તાબે થયા તો વધુ બગડશે. એવા વાતાવરણથી મક્કમપણે વિરુદ્ધ બનો. પ્રભુશાસનના પૂજારી હો તો ખોટા વિરોધથી ન ગભરાઓ. દશકા પછી પણ એ લોકોને પ્રભુશાસનના પૂજારી બનાવવા હોય, તો વિરોધને તાબે ન થાઓ. મક્કમ રહેશો તો ઠીક છે, તાબે થશો તો દશકા પછી હજી બગડશે. પહેલાં માર્ગ વિરુદ્ધ બોલનાર અમુક હતા અને આજે ? એવાની સાથે ખોટી લે-મૂકનો સંબંધ રાખ્યો તો આથી બૂરી દશા જ થવાની છે. સાવ બગડ્યું ત્યાંથી કાપ મૂકો, ભલે બુઠ્ઠું દેખાય. સાપ કરડે એ આંગળી કાપી જ નાખવી જોઈએ. હાથ ચાર આંગળીનો બને તેની પરવા નહિ, ન Page #297 -------------------------------------------------------------------------- ________________ 1023 - ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 – ૨૮૩ પણ આંગળીના મોહમાં પડાય તો ઝેર ચઢ, નસો ખેંચાય અને નાશ પણ થાય. એના કરતાં એક આંગળી જાય તો વાંધો શો ? તેવી જ રીતે અહીં પણ બીજો ખ્યાલ ન કરતાં વિરુદ્ધ વર્તન ન થાય તેની કાળજી રાખો અને વિરોધથી નિર્ભીક બનો. વાજબી વિરોધને શરણે થઈએ, પણ ગેરવાજબી વિરોધને શરણે ન થવાય. ઘોંઘાટથી શરણે થઈએ, એ તો ન જ બનવું જોઈએ. સઘળા જ શાસનરસિકો મક્કમ થયા તો જતે દિવસે બધું જ ઠીક થઈ જશે. છેવટે સત્યનો જય છે. શાસન જયવંત છે. માટે શાસનને શોભાવનારી તહેતુ ક્રિયાને બરાબર સમજો અને તે તદ્હેતુ ક્રિયામાં જ રત બનો, તો પરિણામે અમૃતક્રિયા આવશે, કેવળજ્ઞાન પણ પમાશે અને મુક્તિપદે પણ જવાશે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : મોહની ભયાનકતા 67 - સાક્ષાત્ શ્રી તીર્થંકરનો ઉપદેશ છતાં સંયમ નહિ: માતાપિતાદિનો મોહ અને વિષયોની છે તે સાધુવેશમાં રહી શતાનિયત કરનારા : લાલસાના પાપે • તીર્થકરોપદેશ છતાં સંયમપ્રાપ્તિ નહિ તેમાં પ્રથમ • પ્રમાદ એ મહાશત્રુ : દૃષ્ટાંત : વિષય : દાદષ્ટાંત દુર્લભ મનુષ્યપણું- કાચબાનું દષ્ટાંત સૂત્ર અને ટીકાધારે સમજ, ધર્મોપદેશ કોણ અને કેવો કરી શકે તેમજ કોને કરી શકાય એ બધી વાતો પૂર્વે સમજાવ્યા બાદ અત્રેના પ્રવચનમાં માયાવી ધર્મોપદેશકોથી બચી સત્યનો જ પ્રમાર પ્રસ્તાર કરનાર મહાત્માના ચરણો વળગીને બેસવું જોઈએ. આ પ્રમુખ સૂર રજૂ કર્યા બાદ તીર્થંકરદેવ જેવા પ્રધાન કોટિના ધર્મોપદેશક છતાં પણ જીવો પોતાની અયોગ્યતાવશ સંયમાદિ ધર્મને પામી શકતા નથી એ અંગે સૂત્રકાર ભગવંત અને વૃત્તિકારશ્રીજીએ રજૂ કરેલ ગ્રંથના આધારે પ્રવચનકારશ્રીએ કાચબાનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. અહીં જીવની અયોગ્યતા એટલે માતાપિતાદિકનો મોહ અને વિષયાદિકની લાલસા છે. હાથમાં આવેલ ધર્મરૂપી ફળનો ત્યાગ કરી જીવો મોહાધીન બની, પ્રમાદવશ બની સ્વકલ્યાણમાર્ગને જ રૂંધે છે, એ વાત વાંચતાં કંપારી ઊઠે તેમ છે. અવાક્યાત. • શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને - તેને અને જે તે રીતે ધર્મદેશક બનવાની આજ્ઞા નથી અને શ્રી તીર્થંકરાદિ સિવાયના ધર્મદેશકોને પણ આગમને દૂર રાખી સ્વતંત્રપણે ધર્મદેશના દેવાનો અધિકાર નથી. • સૂત્રનાં પાંચ અંગોને અખંડિતપણે માનનારા જ સૂત્રના યથાસ્થિત ભાવને પામી શકે છે. • માતાપિતાદિકના મોહથી અને વિષયોપભોગની લાલસાથી આત્મા સર્વોત્તમ સંયમાનુષ્ઠાનને નથી સાધી શકતો અને ઊલટું પ્રાપ્ત થયેલા મનુષ્યપણાદિકને પણ હારી જાય છે. સમ્યગ્દષ્ટિ માટે વિષયાદિકની અભિલાષાથી શ્રી જિનેશ્વરદેવની પૂજા પણ પ્રમાદરૂપ થઈ જાય છે. વિષય કષાય મેળવવાની મહેનત, ભોગની લાલસા, ભોગ મેળવવાની મહેનત, ભોગનો ભોગવટો, ભોગને આપવાની કાળજી, ભોગનો ત્યાગ થાય તો રોવું એ બધો પ્રમાદ છે. • પ્રમાદ એ આત્માનો ભયંકરમાં ભયંકર શત્રુ છે. આજ્ઞાપૂર્વક નદી ઊતરતા મુનિ પણ અહિંસક છે અને કાળજી વિના ઉપયોગહીનતાથી નાના ખાબોચિયામાં આંગળી નાંખે એ મુનિ હિંસક છે. • ધર્મપ્રવૃત્તિ પણ વિસ્તારની બુદ્ધિથી કરાય તો અહિંસા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : મોહની ભયાનકતા સાક્ષાત્ શ્રી તીર્થંકરનો ઉપદેશ છતાં સંયમ નહિ? અત્યાર સુધીમાં સૂત્રકાર મહર્ષિએ અને ટીકાકાર મહર્ષિએ આપણને એમ સમજાવ્યું કે “સ્વતંત્રપણે ધર્મની દેશના શ્રી તીર્થંકરદેવો, સામાન્ય કેવળજ્ઞાની મહર્ષિઓ, અન્ય અતિશય જ્ઞાનીઓ અને શ્રી શ્રુતકેવલી ભગવાનો આપી શકે, પણ અન્ય નહિ અન્ય તો તે જ આપી શકે કે જે અનંતજ્ઞાનીઓ ફરમાવી ગયા છે અને તે પણ તેવા જ દઈ શકે કે જેમણે અનંત જ્ઞાનીઓની આજ્ઞામાં રહી ધર્મદેશક થવાની યોગ્યતા સદ્ગુરુની નિશ્રામાં મેળવી હોય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને-તેને અને જે-તે રીતે ધર્મદેશક બનવાની આજ્ઞા નથી અને શ્રી તીર્થંકરાદિ સિવાયના ધર્મદેશકોને પણ આગમને દૂર રાખી સ્વતંત્રપણે ધર્મદેશના દેવાનો અધિકાર નથી. તે પરમ તારકો પણ તે તે આત્માઓને આ મનુષ્યલોકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ મુક્તિમાર્ગનો જ ઉપદેશ આપે છે, પણ અન્ય વસ્તુનો નહિ ! આથી એ સ્પષ્ટ જ છે કે “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મુક્તિમાર્ગ સિવાયની વસ્તુનો ઉપદેશ આપવાનું વિધાન જ નથી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાય અન્ય વસ્તુને મુક્તિ માર્ગ તરીકે ઓળખાવી શકાય તેમ પણ નથી.” આ જ કારણે કોઈ પણ સુવિહિત ગુરુઓએ એ રત્નત્રયી સિવાયનો ઉપદેશ આપ્યો નથી, એટલું જ નહિ પણ પ્રમાદથી પણ તેવો ઉપદેશ આપનાર મોટામાં મોટા જ્ઞાનીઓને પણ એ વસ્તુમાં ભૂલ કરનાર તરીકે ઓળખાવ્યા છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના આત્માએ મરિચિના ભવમાં માત્ર વિત્ના રૂલ્ય પર્યાપ' - આટલા જ શબ્દો કહ્યા હતા અને એટલા જ શબ્દો બોલવાથી, તે તારકના આત્માએ કોટાકોટિસાગર પ્રમાણ સંસાર વધાર્યો, એમ શાસ્ત્ર કહે છે. આથી એ સ્પષ્ટ છે કે “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મુક્તિમાર્ગ એટલે સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ રત્નત્રયી સિવાયના ઉપદેશને સ્થાન જ નથી ને એ જ કારણે શ્રી તીર્થકરાદિ સિવાયના ધર્મદેશકોને આગમના અવલંબન સિવાય સ્વતંત્રપણે ધર્મદેશના આપવાનો અધિકાર જ નથી.' Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ – – doY8 તે સાધુવેશમાં રહી શતાનિયત કરનારા આ જ કારણે - જેઓ આજે આગમની નિશ્રા આથી મૂકીને જમાનાની નિશ્રાનો સ્વીકાર કરે છે અને આગમને આધીન દેશના દેવાને બદલે જમાનાને આધીન દેશના દઈ રહ્યા છે, તેઓ ખરે જ શ્રી જિનેશ્વરદેવના શાસનને નામે જીવવા છતાં, તે જ પરમતારક શાસનનો ભયંકર દ્રોહ કરી રહ્યા છે અને એવાઓને ખુલ્લી અગર તો છૂપી પુષ્ટિ આપી રહેલાઓ, એવા દ્રોહીઓ જે દ્રોહ કરી રહ્યા છે, તેના કરતાંય ભયંકર દ્રોહ આચરી રહ્યા છે. આવાઓથી સાવધ રહેવું અને અન્ય મોક્ષના અર્થીઓને સાવધ રાખવા, એ પ્રત્યેક પરોપકારરસિક આત્માની અનિવાર્ય ફરજ છે. એ પવિત્રમાં પવિત્ર ફરજની અવગણના કરનારાઓ, ખરે જ બહુલસંસારી અથવા તો ગુરુકર્મી આત્માઓ છે, એમાં કશી જ શંકા નથી. વળી - જેઓ આજે નિર્ભયતાથી, માનપાનાદિના ભોગે અને અમુક વર્ગનો ખોફ વહોરી લઈને પણ તથા પોતાની થતી ખોટી નિંદાદિકની પણ દરકાર કર્યા વિના, શાસ્ત્રાજ્ઞા મુજબની પોતાની પવિત્રમાં પવિત્ર ફરજ બજાવી રહ્યા છે, તેવા પુણ્યાત્માઓ તરફ ધૃણાની દષ્ટિએ જોનારા , તેવા તારક આત્માઓ તરફ તિરસ્કારની વૃષ્ટિ વરસાવનારાઓ અને તેવા ઉપકારરસિક આત્માઓ માટે એલફેલ બોલવાની ધૃષ્ટતા સેવનારાઓ તો ખરે જ નીતિના એક શ્લોકના - “તુત્તિ નિરર્થ પરહિત, તે જ નાનીમો?” જેઓ વગર કારણે પારકાઓના હિતનો નાશ કરે છે તેઓ કોણ છે? તે અમે જાણતા નથી.' - આ ચોથા પદને યાદ કરાવે છે ! અને એવા પુરુષોની નિંદા કરનાર પામરોની પીઠ થાબડનારાઓ જો કદાચ સાધુના વેષમાં હોય, તો પણ તેઓ ખરે જ સાધુના વેષમાં રહીને જૈનશાસન પ્રત્યે અજ્ઞાનતાભરી શેતાનિયત ખેલનારા છે ! અને આખાયે જેનસમાજને ધોખો દેનારા હોઈ, નામ લેવાને પણ લાયક નથી ! એવા દંભીઓ માટે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવર શ્રી અધ્યાત્મસાર” નામના ગ્રંથમાં ફરમાવે છે કે – “થર્ટીતિ તિલ્લોપેન, પ્રતિનિનાવડા तृणाय मन्यते विश्वं, हीनोऽपि धृतकैतवः ।।१।। आत्मोत्कर्षात्ततो दम्भी, परेषां चापवादतः । વાતિ નિર્મ, વાય યોનિન્મનઃ રા" Page #301 -------------------------------------------------------------------------- ________________ 1027 ૧૭ : મોહની ભયાનકતા ! 67 ‘કપટને ધરનારો આત્મા ‘ધર્મી પણાની ખ્યાતિના લોભથી પોતાના આશ્રવને ઢાંકીને, પોતે હીન હોવા છતાં પણ જગતને તરણા જેવું માને છે.’ ‘તે કારણથી દંભી આત્મા પોતાનો ઉત્કર્ષ કરીને અને પારકાના અપવાદ બોલીને, યોગજન્મને બાધ કરનારા કઠિન કર્મને બાંધે છે.’ આ વિશ્વમાં માયાવી અને પ્રપંચી આત્માઓના પંથ ન્યારા જ હોય છે ! અને એથી એવા આત્માઓ પોતાના પરિચયમાં આવતા આત્માઓનું જેટલું અહિત ન કરે એટલું ઓછું ! તથા વિશ્વના ઉપકારીઓને હલકા પાડવાની નફ્ફટાઈ ભરેલી જેટલી કાર્યવાહી ન કરે તેટલી ઓછી ! એવા આત્માઓ દ્વારા કોઈ પણ સારું કાર્ય કરવાની આશા સરખી પણ રાખવી, એના જેવી ભયંકર મૂર્ખાઈ બીજી એક પણ નથી. આથી એકેએક કલ્યાણના અર્થી આત્માની તો એ જ ફરજ છે કે ‘એવા શાસનના સત્યને અને એ સત્યનો પ્રચાર કરનારા આત્માઓની ખોટી રીતે હલકાઈ કરનારા, કરાવનારા અને કરતાને ઇરાદાપૂર્વક ટેકો આપનારા પાપાત્માઓથી સર્વ પ્રકારે પોતાની જાતને બચાવવી જોઈએ.’ એવા પાપાત્માઓના તો સહવાસથી બચવામાં જ કલ્યાણ છે. - અસ્તુ. સૂત્રકાર મહર્ષિ તથા ટીકાકાર મહર્ષિ - સ્વતંત્ર ધર્મદેશક કોણ હોઈ શકે અને તે તારકો ધર્મનો ઉપદેશ કોને આપે ?' – એ સમજાવ્યા પછી એમ ફરમાવ્યું કે - - ૨૮૭ ‘સકલ સંશયોને છેદનાર શ્રી તીર્થંકરદેવ જેવા પણ ધર્મદેશક છતાં, તે જ આત્માઓ સંયમરૂપ સંગ્રામ ખેલવાને સજ્જ થાય છે અને ઇંદ્રિયો તથા કર્મરૂપ શત્રુઓ ઉપર આક્રમણ કરે છે કે જેઓ લઘુકર્મી હોય ! બાકી જેઓ ગુરુકર્મી છે અને જેઓમાં આત્માને હિત કરનારી પ્રજ્ઞા નથી, તેઓ તો તેવા પરમ તારક શ્રી તીર્થપતિ જેવા પણ ધર્મદેશક છતાં, સંયમાનુષ્ઠાનમાં ઉદ્યમશીલ થઈ શકતા નથી : એટલે કે ધર્મ વસ્તુને પામતા નથી અને પામે છે તો પણ પ્રમાદવશ થઈને આરાધતા નથી.’ તીર્થંકરોપદેશ છતાં સંયમપ્રાપ્તિ નહિ તેમાં પ્રથમ દૃષ્ટાંત : ‘શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ સંયમાનુષ્ઠાનમાં સીદાવાનું શું કારણ છે ?' તે યુક્તિપૂર્વક દૃષ્ટાંત દ્વારા સમજાવતાં, તે પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે - Page #302 -------------------------------------------------------------------------- ________________ २८८ - आयसंगसूत्रन व्याभ्यानो - ४ - 1028 "से जहावि (सेवि) कुंभे हरए विणिविट्ठचित्ते पच्छन्नपलासे उम्मग्गं से नो लहइ" से शब्दस्तच्छब्दार्थे, अपिशब्दश्चत्तार्थे, स च वाक्योपन्यासार्थः, तद्यथा च कूमो महाहदे विनिविष्टं चित्तं यस्यासो विनिविष्टचित्तो-गाद्धर्यमुपागतः पलाश:-पत्रेः प्रच्छन्नः पलासप्रच्छन्नः, सूत्रे तु प्राकृतत्वाद्वयत्यय: 'उम्मग्गति विवरं उन्मज्यतेऽनेनेति वोन्मज्यम्, उर्द्ध वा मार्गमुन्मार्ग, सर्वथा अरन्ध्रमित्यर्थः, तदसौ न लभत इत्यक्षरार्थः । भावार्थस्त्वयम् - कश्चिद् हृदो योजनशत विस्तीर्ण: प्रबलशेवालघनकठिनविताना च्छादितो नानारूपकरिमकरमत्स्यकच्छपादिजलचराश्रयः, तन्मध्ये चैकं विस्त्रसापरिणामापादितं कच्छपग्रीवामात्रप्रमाणं विवरमभूत्, तत्र चैकेन कूर्मेण निजयूथात् प्रभ्रष्टेन वियोगाकुलतयेतस्ततश्च शिरोधरां प्रक्षिपता कुतश्चितथाविधभवितव्यतानियोगेन तद्रन्ध्र ग्रीवानिर्गमनमाप्तं, तत्र चासो शरच्चन्द्रचन्द्रिकया क्षीरोदसलिलप्रवाहकल्पयोपशोभितं विकचकुमुदनिकरकृतोपचारमिव तारकाकीर्ण नभस्तलममीक्षाञ्चक्रे, तदृष्ट्वा चातीव मुमुदे, आसीच्चास्य मनसि, यदि तानि मद्वाणये तत्स्वर्गदेश्यमदृष्टपूर्वं मनोरथानामस्यविषयभूतं पश्यन्ति ततः शोभनमापद्यत इत्येतदवधार्य तूर्णमन्वेषणाय बन्धूनामितश्चेतश्च बभ्राम, अवाप्य च निजान् पुनरपि तद्विवरान्वेषणार्थ सर्वतः पर्यटति, न च तद्विवरं विस्तीर्णतया हृदस्य प्रचुरतया यादसामीक्षते, तत्रैव च विनाशमुपयातीति। अस्यायमर्थोपनयः-संसारहदे जीवकूर्मः कर्मशेवालविवरतो मनुष्यार्यक्षेत्रसुकुलोत्पत्तिसम्यक्त्वावसाननभस्तलमासाद्य मोहोदयात् ज्ञात्यर्थं विषयोपभोगाय वा सदनुष्ठानविकलो न सफलतां नयति, तत्त्यागे कुतः पुनः संसारहन्तर्वर्तिनस्तदवाप्तिः ? तस्मादवाप्य भवशतदुरापं कर्मविवरभूतं सम्यक्त्वं क्षणमप्येकं तत्र न प्रमादवता भाव्यमिति तात्पर्यार्थः ।" “से जहावि कुंमे हरए विणिविट्ठचित्ते पच्छत्रपलासे उम्मग्गं से नो लहइ" – આ સૂત્રના અવયવનો ટીકાકાર મહર્ષિ શીલાંકસૂરિજી મહારાજાએ - પ્રથમ અક્ષરાર્થ કર્યો, તે પછી ભાવાર્થ ખોલ્યો અને તે પછી તેનો ઉપનય કાઢીને બતાવ્યો. ખરેખર, ઉપકારી મહાપુરુષોએ વસ્તુને સમજાવવામાં કશી જ કમી નથી રાખી. જો ઉપકારી મહર્ષિઓએ આવી જાતનો ઉપકાર ન કર્યો હોત, તો આપણે તો અર્થગંભીર સૂત્રો દ્વારા કશું જ ન પામી શકત. ઉપકારી પુરુષોએ સૂત્રો ઉપર રચેલી નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાને નહિ માનનાર, મૂળ સૂત્રોના ભાવને ન પામી શકે એમાં શું આશ્ચર્ય છે? સૂત્રનાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : મોહની ભયાનકતા ! - 67 ૨૮૯ પાંચ અંગોને અખંડિતપણે માનનારા જ સૂત્રના યથાસ્થિત ભાવને પામી શકે છે. ખરે જ, ઉપકારીઓએ ઉપકાર કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. અસ્તુ. એ ૫૨મોપકારી પરમર્ષિઓના અનુપમ ઉપકારને હૃદયપટ ઉપર સ્થાપી, આપણે જોઈએ કે ૫૨મોપકારી આ ટીકાકાર મહર્ષિ આપણને અક્ષરાર્થ દ્વારા, ભાવાર્થ દ્વારા અને અર્થોપનય દ્વરા, એ સૂત્રના અવયવને કેવી રીતે સમજાવે છે ! 1029 અક્ષરાર્થ : ‘સે' શબ્દ ‘તત્' શબ્દના અર્થમાં છે, ‘અવિ’ ‘શબ્દ વ'ના અર્થમાં છે અને તે ‘વ' વાક્યના ઉપન્યાસને અર્થે છે. તે કારણથી જેમ કાચબો મહાÇદમાં વિનિવિષ્ટ છે, ચિત્ત જેનું તેનું નામ 'વિનિવિજચિત્તા' એટલે ગૃદ્ધિને પામેલો, ‘પત્તાશો’ એટલે પત્રો તેણે કરીને ઢંકાયેલો, સૂત્રમાં પ્રાકૃત હોવાથી ‘પ્રભાશપ્રચ્છન્ન'ને બદલે ‘પચ્છવલાલે’ એ પ્રમાણે વ્યત્યય એટલે ‘પચ્છન્ન' શબ્દ છેલ્લો આવવાને બદલે પહેલો આવ્યો છે અને ‘પલાસ' શબ્દ પહેલો આવવાને બદલે છેલ્લો આવ્યો છે. ‘મન' એટલે વિવર અથવા જેનાથી ઊંચે અવાય તે ‘ઉન્મત્ત્વમ્’ અથવા ઊંચો માર્ગ એનું નામ ‘ઇન્નાર્ન’ એટલે કે સર્વથા છિદ્રનો અભાવ એ એનો અર્થ છે, તેને આ ન પામે.” આ પ્રમાણે સામાન્યતયા અક્ષરોનો અર્થ છે. ભાવાર્થ : “એક સો યોજનના વિસ્તારવાળો, પ્રબળ શેવાળના ગાઢા અને સ્તબ્ધ વિસ્તારથી ઢંકાયેલો અને વિવિધ પ્રકારના જળહસ્તી, મગર, મત્સ્ય અને કાચબા આદિ જલચર જીવોનો આધાર કોઈ જલદ હતો : તે જલદની મધ્યમાં સ્વાભાવિક પરિણામે ઉત્પન્ન કરેલું અને એક કાચબાની ડોક માત્ર જેટલા જ પ્રમાણવાળું એક છિદ્ર ઉત્પન્ન થયું : તે દ્રહમાં પોતાના સમુદાયથી ભ્રષ્ટ થયેલા અને વિયોગની આકુળતાથી આમ-તેમ પોતાની ગ્રીવાને ફેંકતા એક કાચબાએ, કોઈક સ્થાનેથી તેવા પ્રકારની ભવિતવ્યતાના નિયોગ-પ્રયત્નથી તે વિવર દ્વારા પોતાની ડોકને બહાર કાઢી : ત્યાં તે કાચબાએ ક્ષીરસાગરના પાણીના પ્રવાહ જેવા શરદઋતુના ચંદ્રની ચંદ્રિકાથી શોભતા અને જાણે વિશ્ર્વર કમળોના સમુદાયથી સેવા જ ન કરી હોય તેમ તારાઓથી વ્યાપ્ત એવા આકાશતલને જોયું : જોઈને તે અતિશય હર્ષ પામ્યો અને તેના મનમાં થયું કે ‘જો મારાં સંબંધીઓ સ્વર્ગસદેશ, અદૃષ્ટપૂર્વ અને મનોરથોને પણ અવિષયભૂત એવા આ દૃશ્યને જુએ તો સારું થાય.' આ પ્રમાણે નિશ્ચય કરીને ઉતાવળથી તે બંધુઓને શોધવા માટે આમ-તેમ ભમવા લાગ્યો : પોતાના બંધુઓને પામીને ફરીથી પણ તે કાચબો તે વિવરની શોધ માટે સર્વ બાજુએ ફરે છે, પરંતુ તે જલદ વિસ્તારવાળો : Page #304 -------------------------------------------------------------------------- ________________ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 10 હોવાથી અને તે જલહદમાં જ જંતુઓ ઘણાં હોવાથી તે કાચબો તે વિવરને જોઈ શક્યો નહિ અને તે જલહૃદમાં જ વિનાશને પામી ગયો. એટલે કે મરણને શરણ થઈ ગયો.” અર્થાપનયઃ ઉપરના દૃષ્ટાંતનો અર્થોપનય કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “સંસારરૂપ જલહદમાં જીવરૂપ કાચબો, કર્મરૂપ શેવાળના વિવરથી મનુષ્યપણું, આર્યક્ષેત્ર અને સુકુલમાં ઉત્પત્તિથી-આરંભીને સમ્યકત્વ છે અંતે જેમાં તે રૂપ આકાશતલને પામીને, મોહના ઉદયથી જ્ઞાતિને માટે તથા વિષયોના ઉપયોગ માટે ઉત્તમ અનુષ્ઠાનોથી વંચિત રહીને, તે ઉત્તમ વસ્તુઓને સફળ નથી કરી શકતો તો પછી તે વસ્તુઓનો ત્યાગ કર્યા બાદ, આ સંસારરૂપ હદની અંદર વર્તતા એ જવરૂપ કાચબાને ફરીથી તે મનુષ્યપણાદિકની પ્રાપ્તિ કયાંથી થઈ શકે? અર્થાતુ ન જ થઈ શકે. તે કારણથી ‘સેંકડો ભવે કરીને પણ દુઃખથી મળી શકે તેવા કર્મના વિવરરૂપ સમ્યકત્વને પામીને એક ક્ષણ પણ તેની આરાધનામાં પ્રસાદી ન થવું જોઈએ' - એ આ કથાનો વાસ્તવિક ભાવ છે. આ ઉપરથી હવે ઘણી જ સહેલાઈથી સમજી શકાય તેમ છે કે આ મહાપુરુષો સંસારને એક મહાહદની ઉપમા આપે છે, જીવને કાચબાની ઉપમા આપે છે, મનુષ્યપણાદિકને ચંદ્રિકાથી વ્યાપ્ત અને તારાઓથી પરિમંડિત સુંદર આકાશતલની ઉપમા આપે છે અને જ્ઞાતિ તથા વિષયોપભોગના મોહને પ્રમાદની ઉપમા આપે છે તથા ફરમાવે છે કે “એ પ્રમાદને વશ પડેલો આત્મા અવશ્ય એ બધી મળેલી ઉત્તમ વસ્તુઓને હારી જાય છે અને ફરીથી તે વસ્તુઓની પ્રાપ્તિને દુર્લભ બનાવી મૂકે છે.” આથી જ - ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “સેંકડો ભવોએ કરીને પણ દુઃખે મળી શકે તેવા કર્મવિવર રૂપ સમ્યક્ત્વને પામીને, એક ક્ષણ પણ તેની આરાધનામાં પ્રમાદી ન બનવું જોઈએ.' માતાપિતાદિનો મોહ અને વિષયોની લાલસાના પાપે. ખરે જ ઃ આ સંસારરૂપ હદમાં જીવરૂપ કાચબાને કર્મરૂપ શેવાળની આધીનતાના યોગે, સુંદર આકાશતળ જેવા મનુષ્યપણાદિની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે અને કદાચ પરમ પુણ્યના ઉદયે મનુષ્યગતિ, તે પણ આર્યક્ષેત્રમાં અને તેમાંય સુકુલની પ્રાપ્તિ થઈ જાય, તેમાં વળી અતિ ભાગ્યોદયે સદ્દગુરુનો યોગ મળે અને કર્મના ક્ષયાદિકથી સમ્યવરત્નની પ્રાપ્તિ થઈ જાય છે, છતાં પણ Page #305 -------------------------------------------------------------------------- ________________ 1091 - ૧૭: મોહની ભયાનકતા ! - 67 – - ૨૯૧ શાતિઓના એટલે કે માતાપિતાદિકના મોહથી અને વિષયોપભોગોની લાલસાથી, આત્મા સર્વોત્તમ સંયમાનુષ્ઠાનને નથી સાધી શકતો અને ઊલટું પ્રાપ્ત થયેલા મનુષ્યપણાદિકને પણ હારી જાય છે. એ મોહ અને એ લાલસા એટલાં બધાં ભયંકર છે કે જેના યોગે શ્રી તીર્થંકર પરમાત્મા જેવા સકલસંશયછેદી ધર્મદેશક છતાં, પણ પોતાના વાસ્તવિક હિતને જોવાની બુદ્ધિ નહિ ધરાવનારા આત્માઓ, સંયમાનુષ્ઠાનને પામી શકતા નથી. પ્રમાદ એ મહાશત્રુ: આ જ કારણે સમ્યકત્વને પામેલા આત્માને ઉદ્દેશીને શ્રી ટીકાકાર મહર્ષિ, એક ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું ફરમાવે છે : કારણ કે પ્રમાદ, એ આત્માનો ભયંકરમાં ભયંકર શત્રુ છે એનાથી બચવાનો ઉદ્યમ કરનારાઓ જ મુક્તિપદને સાધી શકે છે : બાકી પ્રમાદીઓ તો સંસારમાં રખડ્યા જ કરે છે. પ્રમાદને જ આધીન બનેલા આત્માઓ જેમાં ને તેમાં પ્રમાદને જ મુખ્ય બનાવે છે ને એથી સારામાં સારી પણ ક્રિયાઓનો લાભ લેવાને બદલે ઊલટી હાનિ ઊભી કરે છે. પ્રમાદમાં વિષય અને કષાય, એ મુખ્ય ભાગ ભજવે છે. વિષય અને કષાયમાં જ રત બનેલા આત્માઓને નિદ્રા તો વળગેલી જ છે અને અવસર પામીને મઘ તથા વિકથારૂપ પ્રમાદ પણ એ આત્મા ઉપર સવારી કરી દીધા વિના રહેતા જ નથી. પાંચેય પ્રમાદો જીવવિશેષને પામીને પોતાનો મુખ્ય ભાગ ભજવે છે. વિષયાદિકની લાલસાથી કરાતી ધર્મક્રિયા પણ એના પરિણામે અધર્મરૂપ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ માટે વિષયાદિકની અભિલાષાથી શ્રી જિનેશ્વરદેવની પૂજા પણ પ્રમાદરૂપ થઈ જાય છે. વિષયકષાય મેળવવાની મહેનત, ભોગની લાલસા, ભોગ મેળવવાની મહેનત, ભોગનો ભોગવટો, ભોગને સાચવવાની કાળજી, ભોગનો ત્યાગ થાય તો રોવું, એ બધો પ્રમાદ જ છે. સભા ભોગ આવ્યાથી આનંદ થાય એ? એ પણ મહાપ્રમાદ. સમ્યગ્દષ્ટિ આત્મા તરફથી વિષયકષાયની ભાવનાએ કરાતી ધર્મપ્રવૃત્તિમાં પણ હિંસા છે, પ્રમાદ છે. ધર્મપ્રવૃત્તિ પણ વિસ્તારની બુદ્ધિથી કરાય તો અહિંસા. ઉપયોગપૂર્વક ચાલતા, સંયમની રક્ષાપૂર્વક ચાલતા મુનિના પગ તળે સૂક્ષ્મ જંતુ આવે અને કદાચ મરી પણ જાય તો પણ એ મુનિ હિંસક નથી, પણ અહિંસક છે : અને ઉપયોગ વિના, બેદરકારીથી ચાલે એના Page #306 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પગ તળે જીવ ન પણ મરે છતાં એ હિંસક છે. જૈનશાસનની હિંસા-અહિંસાની આ વ્યાખ્યા છે. ૨૯૨ આશાપૂર્વક નદી ઊતરતા મુનિ પણ અહિંસક છે અને કાળજી વિના ઉપયોગહીનતાથી નાના ખાબોચિયામાં આંગળી નાખે એ મુનિ હિંસક છે. 1032 કોઈને બચાવવાની જ એક ભાવનાએ ધોલ મારો અને કદી સામાને ખોટું પણ લાગે અને કદાચ દુર્દેવના યોગે મરી પણ જાય, તોયે એ ધોલ મારનાર અહિંસક છે, પણ મારવાની બુદ્ધિએ આંગળી અડાડો અને કદાચ ગબડીને મરે અથવા ન પણ મરે, તો પણ આંગળી અડાડનાર હિંસક છે. તમે સામાની આંખ ફોડવા આંગળી ખોસવા ગયા, સામો સાવધ થયો અને મોં ફેરવ્યું તો એની આંખ ન ફૂટી, પણ તમે તો આંખ ફોડનારાને ? તમારી ભાવના કઈ હતી ? મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રમાદો આત્માને હાનિકર્તા છે, માટે ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો જોઈએ, એવો વારંવાર મુનિ સમ્યગ્દષ્ટિના કાનમાં મંત્ર ફૂંકે. અસ્તુ. હવે આગળ શું આવે છે, તે હવે પછી – Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : પ્રમાદનો પરિહાર ૦ ક્ષણ પણ પ્રમાદ ન કરો ! • સમ્યક્ત્વ અને આચારનો સંબંધ : ♦ બળનો ઉપયોગ નિર્બળ સામે ન હોય : ૭ અજ્ઞાની અને અનંતજ્ઞાનીની દયા વેગળી : ♦ દાનનું સ્વરૂપ : ♦ ઇર્ષ્યાળુના પાડોશમાં ન વસાય ૭ ખરો સામ્યવાદ સિદ્ધિસ્થાનમાં જ : ♦ દેવ-ગુરુ-ધર્મની દૃષ્ટિ સમજો ! વિષય : પ્રમાદનો ત્યાગ, માન્યતા સાથે આચારની સમતુલા, બળનો ઉપયોગ ક્યાં કરાય, દયા અને દાનનું સ્વરૂપ. 68 આ એક ખૂબ જ મનનીય પ્રવચન છે. પ્રથમ પ્રમાદનો પરિહાર કરવાનું જણાવ્યા બાદ સભામાંથી ઊઠેલા એક પ્રશ્નના જવાબમાં વિગતથી સમ્યગ્દષ્ટિ આત્માના આચારો અંગે વાત કરી છે. ધર્મ સાંભળવાની ઇચ્છા-પ્રયત્ન, ધર્મરાગ અને દેવગુરુની સેવાનો આચાર એમાં હોય જ. આ માટે શ્રેણિક અને શ્રીકૃષ્ણજીના દાખલા આપીને બળવાન આત્મા પોતાનું બળ ચાં વાપરે અને ચાં ન વાપરે એ વાતના અનુસંધાનમાં કુમારપાળ મહારાજાનું દૃષ્ટાંત આપી અજ્ઞાનીની અને અનંતજ્ઞાનીની દયાનું સ્વરૂપ પણ વિશદ કર્યું. અનુકંપા અને ભક્તિદાનનો ફરક બતાવી બંનેમાં હોવો જોઈતો વિવેક ખૂબ જ ધારદાર ભાષામાં સ્પષ્ટ કર્યો છે. જ્ઞાનીની દૃષ્ટિ જીવોને પાપથી બચાવવાની હોય છે, તેની પાછળ હેતુ એક કે જીવો ૨ખડવા - દુઃખી થવા ચાલ્યા ન જાય એ મુદ્દાની છણાવટ સાથે પ્રવચનની પૂર્ણતા કરાઈ છે. સુવાક્યાતૃત ઉપયોગ કરતાં આવડે તો મનુષ્યજીવન કામનું છે અને પ્રમાદમાં ગુમાવી દેવાય તો નકામું છે. ♦ પ્રમાદ એવો ભયંકર છે કે જે બધા સદ્ગુણોને આચ્છાદિત કરે છે. અરીસો સાફ હોય એની સામે જે ધરાય તે બધું એમાં પ્રતિબિંબિત થાય, તેમ સમ્યક્ત્વ આવ્યું કે યોગ્ય રુચિ જાગ્રત થાય જ ! નિર્બળની રક્ષા માટે બળ છે પણ દુર્બળોને મારવા માટે નથી. નાદાન અને લોભિયા ફૂટે પણ ગંભીર સ્વામી એનું જ નામ કે જે સેવકના યુદ્ર દોષો ન જુએ. અજ્ઞાનીને કેવળ ભૂખ્યા તરસ્યાની જ યા આવે કારણ કે તેઓ તો અનાજના કીડા અને પાણીનાં માછલાં, પણ એના નિદાન સુધી જ્ઞાની પહોંચે. અનુકંપામાં દેવું એ પુણ્ય, પણ આરંભાદિકમાં ‘આમ કરજે’ - એમ કહેવું એ પાપ ! દરેક માણસ કેવો છે એ જોવા બેસો તો અનુકંપાદાન ન થાય. દુ:ખીનું દુઃખ દૂર કરવું એટલી જ ત્યાં ભાવના છે. • દીક્ષા લેનાર આત્મા પાલખીમાંથી લક્ષ્મી ઉછાળે, એને કોણ લેશે એ નક્કી નથી, પણ એ ન જોવાય. ત્યાં તો શાસનની પ્રભાવના માટે અને લક્ષ્મીની અસારતા જાહેર કરવા માટે દાન બુદ્ધિ જ રાખવાની ! જ્યાં લેવું-દેવું બેઉ છે ત્યાં સામ્યવાદ કહેનારા મૂર્ખા છે ! Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : પ્રમાદનો પરિહાર ક્ષણ પણ પ્રમાદ ન કરો ! સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મ પામી શકતા નથી અને મળેલી એવી સુંદર ધર્મસામગ્રીને હારી જાય છે, કે જે ફરી મળવી દુર્લભ છે : એના ઉપર સૂત્રકા૨ મહર્ષિએ ફરમાવેલું કાચબાનું દૃષ્ટાંત આપણે જોઈ આવ્યા. એક લાખ યોજનનું ગાઢ શેવાલથી છવાયેલ સરોવર હોય, એમાં પવનના ઝપાટાના યોગે છિદ્ર પડે, તે જ વખતે કાચબાનું મોં બહાર આવે અને આ બનાવો પણ આસો સુદી પૂનમની મધ્યરાત્રે બન્યા હોય, વળી તે દિવસે પણ વાદળાં ન હોય, ચંદ્ર ખીલ્યો હોય, તે વખતે કાચબાને અપૂર્વ આનંદ આવે, પણ પરિવારના મોહથી એ બધાને લાવવા પાછો અંદર પેસે તો ફરી શેવાળ ફરી વળે : આસોની પૂનમ પણ ચાલી જાય અને એ કાચબો એ જ સરોવરમાં ફર્યા કરે ! એ જ રીતે કર્મવિ૨થી આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં મળેલું માનવજીવન, વિષયાદિથી હારી જનારને ફરી મળવું દુર્લભ છે : એ જ માટે આ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સેંકડો ભવોએ મુશીબતે કર્મવિવરથી મળેલા સમ્યક્ત્વને પામીને, વિવેકી આત્માએ ક્ષણવાર પણ પ્રમાદી ન બનવું જોઈએ. ઉપયોગ કરતાં આવડે તો મનુષ્યજીવન કામનું છે અને પ્રમાદમાં ગુમાવી દેવાય તો નકામું છે. સમ્યક્ત્વની પ્રાપ્તિવાળું માનવજીવન સૌથી ઊંચું : ઉત્તમ દેશ ઉત્તમ જાતિ, ઉત્તમ કુળમાં જન્મ અને તેમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ, છતાં પ્રમાદ આવે તો એ બધું જ હારી જવાય. પ્રમાદ એવો ભયંકર છે કે જે બધા સદ્ગુણોને આચ્છાદિત કરે છે. વિષય અને કષાયની માત્રા એટલી બધી જબરી છે કે જે બધા સદ્ગુણને દાબી દે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો તો ખુલ્લા અને એને સાચવવા ક્રોધ, માન, માયા તથા લોભ બધું જ આવે : આ બધાનું જ્યાં જોર હોય, ત્યાં આત્માની શી ગુંજાશ કે પોતે પોતાનું ધાર્યું કામ કરે ? વિષયો વળગ્યા છે એને સાચવવા ક્રોધ પૂરો, માન તો જોઈએ જ, માયામાં તો પૂછવું જ શું અને લોભનો તો તાગ જ નથી ! આ દશામાં આત્મા આ માનવજીવનને સફળ શી રીતે કરી શકે ? Page #309 -------------------------------------------------------------------------- ________________ 108s -- -- - ૧૮ : પ્રમાદનો પરિહાર - 68 - ૨૯૫ ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજા કે જેઓ વિષયકષાયથી એકદમ દૂર હતા, બધું છોડીને આવ્યા હતા, અપ્રમત્ત જેવું સંયમ પાળતા હતા, છતાં પણ ભગવાન શ્રી મહાવીરદેવ એ તારકને પણ વારંવાર એમ જ ફરમાવતા કે : સમનોકામા મા " હે ગૌતમ! એક ક્ષણ પ્રમાદ ન કર !” ભગવાન શ્રી ગૌતમ મહારાજ જેવા માટે પણ ચેતવણીની જરૂર, તો, આપણી શી દશા ? પ્રમાદ એવો ભયંકર છે કે જેનાથી બહુ સાવધ રહેવાની જરૂર છે : કારણ કે એ પ્રમાદ ક્ષણે ક્ષણે આત્માને કનડે છે. વિરતિધર તેમજ સમ્યગ્દષ્ટિ આત્માએ પ્રમાદથી બચવાની બહુ જ જરૂર છે. નિશ્ચયનય તો એમ માને છે કે પ્રમાદ હોય ત્યાં વિરતિ તથા સમ્યક્ત પણ નથી. નિશ્ચયનયનું સમ્યક્ત પણ સાતમે ગુણસ્થાનકે હોય છે. નિશ્ચયનય તો કહે છે કે જેને ખોટું માને તેને સેવે જ કેમ ? સેવે છે માટે ખોટું માનતો જ નથી ! પણ વ્યવહારનય એમ નથી કહેતો : એ કહે છે કે ચોથેથી છઠ્ઠા સુધી પ્રમાદ તો હોય, છતાં સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ હોય. પ્રમાદથી દોષ લાગે એ વાત ખરી : છઠ્ઠા ગુણઠાણાવાળા કરતાં પાંચમાવાળાને તથા પાંચમા કરતાં ચોથાવાળાને પ્રમાદ વધારે. અપ્રમત્તાવસ્થા તો સાતમે ગુણસ્થાનકે છે. ચોથાથી છઠ્ઠા ગુણઠાણા સુધી પ્રમાદ હોય એ વાત ખરી, પણ જો એ પ્રમાદને પોષવાના જ પ્રયત્ન રહે, એ પ્રમાદમાં આસક્તિ થાય - પ્રમાદ કરવો ઠીક એમ થાય, તો એ આત્મા સમ્યક્વા ગુણને હારી પહેલે ગુણઠાણે આવે. માટે જ ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે મહામુશીબતે મળેલા સમ્યક્ત્વયુક્ત માનવજીવનમાં વિવેકી આત્માઓએ પ્રમાદથી દૂર જ રહેવું જ જોઈએ અને એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ. જીવન એવું જીવો કે પ્રમાદને આધીન ન થવાય અને એવા જીવન વડે વિરતિ પણ આવશે : પણ પ્રમાદની આધીનતાથી તો સમ્યકત્વને પણ ગુમાવશો. કષાયો સોળ છે તેમાં કષાયની એક ચોકડી જાય, એટલે કે અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ આદિ થાય ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય : આઠ કષાયોના ક્ષયોપશમથી દેશવિરતિપણે પમાય : બાર કષાયોના ક્ષયોપશમથી સર્વવિરતિ પમાય અને સર્વ કષાયો ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. આ સ્થિતિ ક્યારે આવે ? કષાયથી દૂર રહે તો એ સ્થિતિ આવે, પણ પરિચયમાં રહે તો આવે ? નહિ જ. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ - - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1038 સમ્યકત્વ અને આચારનો સંબંધ : સભા : સમ્યકત્વ માત્ર મંતવ્યમાં કે એને માટે કરણી પણ હોય ? સમ્યગ્દષ્ટિ માટે કરણી ન હોય એ વાત જ ખોટી છે. સમ્યગ્દષ્ટિ આત્મા શુદ્ધ એટલે સમ્યકત્વને ટકાવનારા, ખીલવનારા અને શુદ્ધ કરનારા આચારોમાં તે અવશ્ય પ્રવૃત્તિમાન થાય, ન થાય તો સમ્યકત્વ જાય ? પણ શું સમ્યગ્દષ્ટિ આત્મા કુદેવના ત્યાગ પછી સુદેવની ભક્તિ ન કરે એ બને ? તે આત્મામાં વ્રત ન હોય એ બને, પણ એ આત્મામાં શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની વૈયાવચ્ચની કરણી તો ખાસ હોય. સમ્યક્ત્વની એ તો કરણી છે. ઇતર આત્મામાં પણ યોગ્ય સામગ્રી લઈને જૈનત્વ પ્રગટે, પછી એ શુદ્ધ આચારમાં અવશ્ય પ્રવૃત્ત થાય. અરીસો સાફ હોય એની સામે જે ધરાય તે બધું એમાં પ્રતિબિંબિત થાય, તેમ સમ્યકત્વ આવ્યું કે યોગ્ય રુચિ જાગ્રત થાય જ ! શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી કૃષ્ણમહારાજાને અવિરતિનો ઉદય હતો જેથી વિરતિ લઈ શક્યા નહોતા, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજામાં, સરુઓની સેવામાં, શ્રી જિનવાણીના શ્રવણમાં, વિરતિની પ્રેરણા કરવામાં, વિરતિધર થવા ઇચ્છનારને સહાય કરવામાં, તેઓ કદી પણ આંચકો ખાતા હતા ? નહિ જ, કારણ કે અવિરતિના ઉદયથી કદાચ સમ્યગ્દષ્ટિ આત્મા પોતે પચ્ચખાણ ન લઈ શકે, હું સાધુ થાઉં, શ્રાવક થાઉં, એટલે કે સર્વવિરતિ કે દેશવિરતિ થાઉં એમ કદાચ ન થાય, પણ બનું તો સારું, નથી બનાતું એ ખામી છે, અને એને ધન્યવાદ છે, એમ તો તે આત્માઓને અવશ્ય થાય. અને એથી જ તેઓ જે બને તેને અવશ્ય સહાય કરે. પોતાને વ્રત લેવાનાં પરિણામ ન થાય, પણ લેવું જોઈએ અને ક્યારે લેવાશે, એવી ભાવના તો તે આત્માઓને પણ રહે : પણ પરિણામ ન થાય. તેવા આત્માઓને દેવગુરુની સેવામાં અને ધર્મ સાંભળતાં એટલો ઉલ્લાસ થાય કે રૂંવાટે રૂંવાટે ધર્મ પરિણમે. કોઈને ધર્મી બનાવવા, કોઈ બનતો હોય તો સર્વ પ્રકારે સહાય કરવાની તે આત્માની તૈયારી હોય, કારણ કે પોતે નથી પામી શકતો, તેથી તે આત્મા પોતાને મહા પામર સમજે છે. આથી સમજી શકાશે કે સમ્યક્ત્વની કરણી કેટલીક વખત એવી હોય કે મુનિને પણ આશ્ચર્ય પમાડે : એટલે કે વ્રત ન હોય પણ કોઈ વ્રતાદિક લે એની પાછળ એની સેવા જોઈને મુનિને પણ આશ્ચર્ય થાય. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : પ્રમાદનો પરિહાર ૨૯૭ સમ્યક્ત્વ વિના ચારિત્ર નકામું છે અને ચારિત્રરુચિ વિનાનું સમ્યક્ત્વ હોતું પણ નથી. સમ્યક્ત્વ વગરના ગમે તેવા તપ તથા ત્યાગ નકામા છે, એટલે વાસ્તવિક ફળના આપનારા નથી : તેમ તપ અને ત્યાગની રુચિ વગરનું સમ્યક્ત્વ પણ હોઈ શકતું નથી. 1037 - 68 સમ્યક્ત્વ એ બીજ છે. એમાંથી ચારિત્ર જન્મી શકે છે. અને ચારિત્ર સફળ ચારે થાય ? ત્યારે જ કે જ્યારે સમ્યક્ત્વ હોય ! ઇતરમાં પણ એવા એવા તપસ્વીઓ થઈ ગયા છે કે જેઓ છટ્ઠને પારણે છટ્ઠ ક૨તા અને સૂકી લીલફૂલથી પારણું કરતા, ખાબોચિયાના ગરમ અને નિરસ પાણી પર રહેતા તથા ભયંકર અગ્નિથી દેહને તપતા, છતાંય તેઓનું તે બધું નિષ્ફળ શાથી ? એથી જ કે સમ્યક્ત્વ ન હતું ! જે સમ્યકૃત્વના યોગે તપાદિ સફળ થાય તે સમ્યકૃત્વની કરણી ન હોય એમ બને જ કેમ ? અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી સમ્યકૃત્વની કરણી પણ અનુપમ છે. શ્રીસંઘમાં એનો પણ છેલ્લો નંબર છે. સમ્યક્ત્વ હોય ત્યાં સુધી એ શ્રીસંઘમાં નભે, પછી નહિ : જેમ સર્વવિરતિને અને દેશવિરતિને સંઘમાં સ્થાન છે તેમજ સમ્યગ્દષ્ટિને પણ સંઘમાં સ્થાન છે, કેમ કે સમ્યગ્દષ્ટિ પણ હૃદયથી તો વિરતિનો પૂજારી છે. જેના દ્વારા વિરતિ આવતી હોય, તેની સેવા કરવામાં એ કમી ન જ રાખે. લક્ષ્મીના અર્થી લક્ષ્મીના સાધનને સેવવામાં કદી કમી રાખે છે ? ભલે દુર્ભાગ્ય યોગે પામે નહિ, છતાં પણ પ્રવૃત્તિ તો લક્ષ્મીવાનની માફક કરે, દોડધામ બધી કરે, લક્ષ્મી કાં મળે તે સાધન એ શોધે છે, તેમ સમ્યગ્દષ્ટિને અવિરતિના ઉદયે વિરતિ ન મળે, પણ વિરતિમાર્ગની પ્રાપ્તિ જેનાથી થાય તેવી પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ રાખે ! પણ દુ:ખ અને ખેદની વાત છે કે આજે તો અવિરતિનો ઉદય કહેનારાઓ કેટલાક વિરતિના સાધનથી પણ આઘા જાય છે. અવિરતિનો ઉદય છે અને સમ્યક્ત્વ છે, એવું ત્યારે જ મનાય કે જ્યારે દેશવિરતિ તથા સર્વવિરતિનાં સાધનો પ્રત્યે અવિહડ રાગ હોય અને યથાશક્તિ પ્રવૃત્તિ હોય. બળનો ઉપયોગ નિર્બળ સામે ન હોય : પાપના ભીરુ મોહાદિકના યોગે યુદ્ધમાં જાય, પણ એમનામાં પાપભીરુતા તો અવશ્ય દેખાય. ચેડા મહારાજા યુદ્ધમાં ગયા હતા ત્યાં પણ બાણને પૂંજતા. કારણ કે નિ૨૫૨ાધી ત્રસજીવને સંકલ્પપૂર્વક ન મારવાનો નિયમ કાયમ તેમના Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ---- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ---— 1038 સ્મરણપથમાં રહેતો હતો. સામો અપરાધી છે માટે એને શિક્ષા કરવી પડે છે, ત્યાં એ લાચાર છે એમ માનતા, પણ એટલા માટે કાંઈ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક ન મારવાનો નિયમ ભૂલે ? જ્યાં પંચેન્દ્રિય જીવોની કતલ ચાલે ત્યાં પણ બાણ પૂંજવાનું યાદ રહે, એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી જ. સભા: આજ તો મશ્કરી થાય સાહેબ! શ્રી કુમારપાળ મહારાજાની પણ મશ્કરી કરી છે. એમના લશ્કરના તમામ ઘોડાના પલાણે પૂંજણી બંધાતી : દરેક ઘોડેસ્વાર પૂંજીને જ ચડે એ કાયદો હતો. આથી મશ્કરી કરી છે કે “કીડી મંકોડીને પૂંજનાર આ રાજા શી રીતે જીત મેળવશે !” કુમારપાળે એ સાંભળ્યું છે અને મશ્કરી કરનારને પોતાની પાસે બોલાવીને પોતાનું બળ બતાવ્યું અને તે પછી કહ્યું કે “બળનો ઉપયોગ તો થતો હોય ત્યાં થાય. નિરાધાર અને નિરપરાધી જીવો પર એ બળનો ઉપયોગ ન જ થાય. નિર્બળની રક્ષા માટે બળ છે પણ દુર્બળોને મારવા માટે નથી. અપરાધી માટે બળનો ઉપયોગ કરવો પડે એ વાત જુદી છે !” જેટલું સાચું બળ એટલી જ ક્ષમા, અને નિર્બળતા ત્યાં ગુસ્સો. જેનામાં વાસ્તવિક બળ વધારે તેનામાં ક્ષમા પણ વધારે. શક્તિહીન હોય તે તો વાત-વાતમાં ગાળ દે. ચર્ચા કરતાં લડી મરે કોણ ? જેને ન આવડે છે. જેની પાસે દલીલ ન હોય, યુક્તિ ન હોય તે ગપ્પાં મારે, એમાં ન ફાવે તો ગાળ દે, એથી ન ફાવે તો પથરા ફંકે અને છતાંય જો ન ફાવે તો નાગાઈ કરે. પણ સત્યનો પૂજારી તો તેવા સમયે પણ પોતાનું સત્ય પ્રકાશિત કર્યા જ કરે. તેવી જ રીતે સાચા બળવાનને ગુસ્સો ન આવે. શ્રી તીર્થંકરદેવ જેવાને નાનામાં નાના જંતુ હેરાન કરી જતા, ગોવાળિયા જેવા મારી જતા, છતાં ન બોલ્યા. એ અનંત બળવાન છતાં કેમ ન બોલે ? આનો ઉત્તર એ જ કે “એ જ ખૂબી છે.” સાચા બળવાન ન જ બોલે. જંગલના સિંહ પાછળ ઘણાં શિયાળિયાં ફરે, પણ એ સામે પણ ન જુએ : કેમ કે એ નિર્ભય હોય. એ પોતાના બળ પર જીવે છે. ધડાકાથી પણ એ ન ભડકે : કારણ કે એને પોતાના બળનો વિશ્વાસ છે. બધાથી ડરે એ તો બાયેલા કૂતરું ભસે તથા નળિયું ખસે એનાથી પણ ડરે, એ બળવાન કેમ કહેવાય ? જે ગુણ પ્રગટ થાય તેની છાયા આવવી જોઈએ. આજે વાસ્તવિક સંપૂર્ણ બળ એકમાં પણ નથી, એથી જ આજે ઘોર પાપ અને અનાચારને પેદા કરનારી પ્રવૃત્તિઓ ધર્મના નામે ચાલી રહી છે! સાચા બળવાનના હૃદયમાં નિરપરાધીને મારવાની ઇચ્છા જન્મ જ નહિ. Page #313 -------------------------------------------------------------------------- ________________ . . . . . . TITH 'T - ૧૮ : પ્રમાદનો પરિહાર - AB = ૨૯૯ શ્રી કુમારપાળ મહારાજા યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા, બેય સેનાનો ભેટો થયો, સામે સેનાએ હથિયાર ઊંચક્યાં, પોતે પોતાની સેનાને હુકમ કર્યો પણ કોઈએ હથિયાર ઊંચકવું નહિ, કારણ કે શત્રુરાજા દ્વારા સેના ફૂટેલી હતી. સેનાએ આજ્ઞા ન માની. અણીના વખતે એમને ખબર પડી. મહાવતે જણાવ્યું કે “બધા ફૂટટ્યા છે, આપના પુણ્યનો યોગ કે આજે આપ પટ્ટહસ્તિ પર નથી બેઠા, નહિ તો એ તથા એનો મહાવત પણ ફૂટેલ છે. હું, આપ તથા આ હાથી ત્રણ ફૂટેલા નથી.” શ્રી કમારપાળ મહારાજા બળવાન હતા. આ વાત પ્રથમ કહેવાઈ ગઈ છે. પોતે હાથી ચલાવવા હુકમ આપ્યો અને સામી સેનાને જીતી પણ. બેય સેનામાં શ્રી કુમારપાળ મહારાજાના નામનો જયજયકાર થયો. બધા સૈનિકો, મંત્રીઓ અને સામંતો ધારતા હતા કે રાજા જુલમ કરશે. પણ જીવ્યા ત્યાં સુધી એકને પણ ફૂટવાનું કારણ પૂછ્યું નથી : એટલું જ નહિ પણ એ વાત પણ સંભારી નથી. કેમ કે એ માનતા કે “નાદાન તથા લોભિયા ફૂટે પણ ગંભીર સ્વામી એનું જ નામ કે જે સેવકના શુદ્ર દોષો ન જુએ.' પેલા બધાનાં જિંદગી સુધી મોં નીચાં રહ્યાં. બધાને એમ થયું કે સ્વામી મળો તો આવા મળજો કે જે આવા ભયંકર દોષોને પણ ગળી જઈ શકે છે! એમના પોતામાં બળ હતું : એવા પુણ્યાત્માઓ કેવળ સેનાના બળે જ જીવતા નહોતા. રાજા સેનાની સહાય લે, પણ સેનાની સહાયે જીવનારા રાજા, એ વસ્તુતઃ રાજા જ નથી. ચક્રવર્તી આદિ રાજાઓ ભૂજાબળ પર જીવે છે. ચક્રવર્તીના હાથમાં સ્વાભાવિક રીતે રહેલી સાંકળને, એની આખી સેના, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા તથા છશું કરોડ પાયદળ વગેરે બધા જ ભેગા થઈને ખેંચે તો પણ સહેજ પણ ન ખસેડી શકે. આથી સેના પણ સમજે કે આ સ્વામી રૂક્યો તો ભૂંડો એટલે કોપ થાય એવી કાર્યવાહી જ કોઈ ન કરે. એ પુણ્યાત્માઓનું પુણ્ય એવું તપે અને કપાળ એવું તેજ કરે કે સી એની સામે હાથ જોડીને ઊભા રહે ! એવાઓ ગંભીર એવા કે વાત વાતમાં મારવાના હુકમ ન છોડે અને જો હુકમ છૂટ્યો તો એનો અમલ થયા વિના પણ ન રહે. અજ્ઞાની અને અનંતજ્ઞાનીની દયા વેગળી : આજના અજ્ઞાની કહે છે તે મુજબ “નાના જીવોને પાળનારા મોટા જીવોને મારનારા” હોતા નથી. વળી નાના જીવોને મારનારા મોટાને બચાવનારા છે એમ માનવું, એ પણ ખોટું છે : કદી બચાવતા હોય તો પણ પ્રાયઃ નામના ખાતર Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 1040 જ ! જેને દુઃખી એવા પ્રાણી પર દયા નથી આવતી. તેને સુખી પ્રાણી પર દયા શી રીતે આવે ? માંકડ જેવા નાના જંત, બિચારા કરડવાની બુદ્ધિએ નથી કરડતાં – એમનાથી કરડાઈ જાય છે, એવાને પણ મારે એ મોટા પર દયા કેવીક કરશે ? જેને મૂંગાની દયા નથી, તેને બોલતાની દયા કેવીક આવે ? જેને એકેન્દ્રિયાદિની દયા નહિ, તેને વાસ્તવિક રીતની પંચેન્દ્રિયની દયા આવે એ ઘણું જ કઠિન છે. જેઓ એકેન્દ્રિયાદિ જેતુને સાચવી કાળજીપૂર્વક પગ મૂકે – પોતે ખસીને ચાલે, તેઓ તો માણસને જગા આપે, પણ જંતુ ઉપર પગ મૂકે એ તો જગા માટે માણસ સાથે પણ લડે જ ને ? જેને ગાઢ દુઃખી પ્રત્યે દયા નથી આવતી, તેને બીજા માટે સાચી દયા શી રીતે આવે ? કદી કલ્પો કે ત્યાં દયા છે, તો એ અધૂરી છે. એ ઓઘકરણી છે. નાના જીવોનાં જીવતરને નહિ ઓળખનારા તથા એમની દયા નહિ પાળી શકનારા, મોટા જીવોની દયા કરે જ નહિ એ કાયદો નથી, પણ જેવી નાના પ્રત્યે દયા કરનારા મોટા પ્રત્યે કરી શકે, એવી દયા તો એ નહિ જ કરી શકે એ નક્કી. આ ફરક જેવો-તેવો નથી. શ્રી તીર્થંકરદેવોને, મનુષ્યોને જ નહિ પણ દેવોને જોઈનેય દયા આવે છે : કારણ કે તે તારકો જોઈ રહ્યા છે કે “આ બિચારા મહામુશીબતે અનંતકાળે અહીં આવ્યા છે એ ગબડીને ગયા તો પાછા બહુ દુઃખી થશે.” દુનિયાની દયા જુદી છે, ત્યારે ભગવાનની દયા જુદી છે. ફરીને ગબડી ન જાય માટે ભગવાન ત્યાગનો ઉપદેશ આપે છે. તે તારકો ખાવા, પીવા, પહેરવા કે ઓઢવાનો ઉપદેશ નથી આપતા, કારણ કે પાંચ-પચાસ વરસ ખાધું પીધું, પણ એનો વિપાક અનંતકાળ ભોગવવો પડશે, તે એ તારકો જોઈ રહ્યા છે, માટે દાન, શીલ, તપ તથા ભાવનો જ ઉપદેશ આપે છે. તમારા પૈસા એ તારકને ખટકતા નહોતા : ગમે તેમ તમે ખાઓ અને ગમે તેમ વર્તા, એમાં એ તારકનું કશું જ બગડતું નહોતું: તમે તપ ન કરો અને અનાજના કીડા થાઓ, એમાં એ તારકનું જાય શું? પણ “મહામુશીબતે માનવજીવન મેળવીને બિચારા ગબડી ન જાય' - આવી ઉત્તમ દયાને લઈને જ એ ભગવાન ત્યાગનો ઉપદેશ આપે છે. વિચારો કે કેવી ઊંચી દયા ! અજ્ઞાનીઓને તો કેવળ ભૂખ્યા તરસ્યાની જ દયા આવે, કેમ કે તેઓ તો અનાજના કીડા અને પાણીનાં માછલાં પણ ભૂખ તથા તરસના નિદાન સુધી આ જ્ઞાની પહોંચે, એટલે એમની દયા પણ ત્યાં પહોંચે ? વગર અનાજે અને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : પ્રમાદનો પરિહાર વગર પાણીએ પણ સમતા રાખી શકે, એવી દયા કરવા સુધી આ જ્ઞાની પહોંચ્યા. જ્ઞાનીની આ દયા તથા અજ્ઞાનીઓની ક્ષુલ્લક દયામાં જમીન-આસમાન જેટલો તફાવત છે, માટે જ્ઞાનીના આશયને સમજો. 1041 → 68 જ્ઞાની જોઈ રહ્યા છે કે અહીં ખાવાપીવામાં લેપાનારની પરિણામે એ દશા છે કે નતીજા વખતે ચીસો પાડ્યે પણ પેટ નહિ ભરાય. આવું ભવિષ્ય જોઈને જ જ્ઞાનીઓને દયા આવે છે. ચોરને ચોરી કરવા જતો જોઈ શાહુકારને દયા આવે કે ‘જાય છે તો ખરો, પણ ઘેર આવે તો ભાગ્ય ! બને તો એને ન જવા સમજાવે. એમ કહે કે ‘ભાઈ ! ભીખ માગ પણ ચોરીનું પાપ ન કર.’ ૩૦૧ સભા : ભીખ માગવાનું કહે ત્યારે હલકો ધંધો કરવાનું ન કહે ? કારણ શાહુકારનો હેતુ એ છે કે ચોરી ન કર, પાપ ન કર, પછી જોઈએ તે કર કે ભીખ માગ, પણ પાપ ન કર. શાહુકારે તો પોતાને યોગ્ય લાગે તે કહ્યું, પણ મુદ્દો એ છે કે ચોરી ન કર. હલકો ધંધો કરવાનું પણ એમ તો ન કહેવાય, કે જે ધંધાથી આરંભ વધે તે પણ સમજદારીથી ન કહેવાય. પણ અહીં એ વિષય નથી : અહીં તો મુખ્ય મુદ્દો એ કે ચોરી ન કર : ભીખ માગ પણ ચોરી ન કર. શું આ સલાહને ચોર માને ? એ તો સામે કહે કે ‘મારી કળાથી લાખ લાવીશ.’ આમ કહેનાર અજ્ઞાનીને ‘લાખમાં બાદશાહી નથી' - એવું સજ્જન શાહુકાર સમજાવે, પણ ચોરને એ ન રુચે ! જેમ ચોર કરતાં શાહુકારની દૃષ્ટિ ઊંચી ગઈ, તેમ જ્ઞાનીની દૃષ્ટિ તેઓ કરતાં કંઈક ગણી અધિક છે. એ તારકની દયા ઊંચી છે માટે જ અજ્ઞાનીઓને કહીએ છીએ કે તમે તમારા ભલા ખાતર પણ તમારી દૃષ્ટિના દોષને લીધે અનંતજ્ઞાનીઓની દૃષ્ટિને દોષ ન દો ! આ અજ્ઞાનીઓ તો કહે છે કે ‘જ્ઞાનીપુરુષો તો જ્યાં ત્યાં કીડા બતાવે છે.' પણ તેઓ એ નથી સમજતા કે ‘તમે એવા કીડાઓની અવસ્થામાં ન આવી પડો માટે જ એ બધી વાતો જ્ઞાનીપુરુષો બતાવે છે.’ ન દાનનું સ્વરૂપ : બોલવામાં પણ વિવેક જોઈએ, નહિ તો કેટલીક વાર લેવાના દેવા થાય. આપણી ભાષા આપણને ભારે થાય. આપણું હથિયાર આપણને મારે. અનુકંપામાં દેવું એ પુણ્ય, પણ આરંભાદિકમાં ‘આમ કરજે.’ - એમ કહેવું એ પાપ ! અનુકંપાદાન એ ધર્મબીજને પોષનારું છે, પણ આરંભાદિકથી પ્રવૃત્તિમાં ‘આમ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1049 કર, આમ કર' - એ બતાવવામાં પડ્યા તો એની બધી ક્રિયાની અનુમોદનાના ભાગીદાર થયા સમજજો. અનુકંપાથી દેવામાં વાંધો નથી. સમ્યગ્દષ્ટિને ઘરે આવેલો યાચક પાછો ન જાય. તેમને મળેલ સાધનસામગ્રીના ત્યાગથી બીજાઓ પણ, દુઃખી પણ સુખી થાય એવું ઇચ્છે. શ્રી તીર્થંકરદેવે કેટલું દાન દીધું? ઘણુંય. અનુકંપાદાનનો દેનાર સામો સુખી થાય એ ભાવનાએ દાન દે, પણ એ સામાના વ્યવસાયમાં ન પડે. જો પડે તો પોતે પોતાના માટે હજારો આશ્રવનાં દ્વાર ઊભાં કરે છે. સુપાત્રમાં ગુણાનુરાગ છે, માટે ત્યાં અનુમોદના હોય. કૂતરું આખો દિવસ માખી ખાય છે, પણ મૂછિત થાય તો પાણી નાખો કે નહિ ? અથવા સામાન્ય રીતે પણ રોટલાનો ટુકડો વગેરે નાખો કે નહિ ? કહોને કે નાખીએ જ, કારણ કે એ જીવીને માખો ખાશે એ વગેરે ત્યાં ન જોવાય. દરેક માણસ કેવો છે એ જોવા બેસો તો અનુકંપાદાન ન થાય. દુઃખનું દુઃખ દૂર કરવું એટલી જ ત્યાં ભાવના છે. અનુકંપાદાન દેનારા પણ એવા હતા કે ચાલુ દાન લેવા આવનારા અધર્મી પણ ધર્મી થઈ જાય. નીચ પણ એવા થઈ જાય કે એના ઘરનું મળે તો ખાય, નહિ તો ભૂખ્યા રહે એની અને એના ધર્મની પ્રશંસા કરે. એને ત્યાંથી મળે એ ખાય, બાકી નિભાવે : આધાર એને માને. દેનારમાં કલા હોય તો સામો પણ સુધરે. વિધિ ગઈ અને અવિધિ પ્રવેશી, એની જોખમદારી ક્રિયાને માથે કે શાસ્ત્રને માથે ન નખાય! શાહ લખાવનારા બધા શાહ નથી હોતા, પણ માનવા પડે છે : એ રીતે માગવા આવે તેમાં સોમાં પાંચ લુચ્ચા પણ આવે, તે માટે પંચાણુને ન દેવાય એ ન બને ! પાંચે આંગળી સરખી ન હોય, પાંચને પણ તમે તો દુઃખી માનીને સુખી જ કરવા માટે દીધું છે. એનું ભાગ્ય એની પાસે. અનુકંપાદાન દેનાર જો દરેકને જોવા બેસે, તો દાન તો રહી જાય દૂર અને કપાળ કૂટતો રહે. જમવા આવનારમાંથી કોઈ માંદા પણ પડે, માટે એ ન કરાય? માંદા પણ ખાવા આવે છે, માટે એને ના પાડવી ? જમનારાને ભાન ન હોય ને એકના ત્રણ ખાય ત્યાં જમાડનાર શું કરે ? પીરસવાની કૃપણતા કરે તોયે જમનારમાં ભળી ગયેલા અયોગ્ય આત્માઓ તરફથી થાળીઓ પણ ઊડે ! અને એવા આત્માઓ ભાન ભૂલીને વધુ જમે તો માંદા પણ પડે ! પણ એવાઓ ખાતર કાંઈ ડૉક્ટર પણ ૨ખાય ? ડૉક્ટર રાખે તો એવા ઉન્મત્ત આત્મા તો ડૉકટરને પણ મારવા ઊઠે ને કહે કે “ડૉક્ટર રાખવો હતો તો જમણ શું કામ કર્યું ? જમાડવું નથી અને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : પ્રમાદનો પરિહાર - 68 ખોટો દંભ કરવો છે.' સૌ જાણે છે કે તેલ-મરચું હાનિ કરે, પણ જો તેલ મરચું નીતરે નહિ તો પણ તેવા અયોગ્ય જમનારા, જમાડનારને ભાંડે : પણ આપણો મુદ્દો એ છે કે જમાડનાર જો આ બધું જોવા જાય તો જમાડી ન શકે : એણે તો ભક્તિપૂર્વક જમાડવાની જ ભાવના રાખવી રહી : બાકી દુર્દશાવાળાઓને તો કોઈ જ સુધારી શકતું નથી. 1043 દીક્ષા લેનાર આત્મા પાલખીમાંથી લક્ષ્મી ઉછાળે, એને કોણ લેશે એ નક્કી નથી, પણ એ ન જોવાય : ત્યાં તો શાસનની પ્રભાવના માટે અને લક્ષ્મીની અસારતા જાહેર કરવા માટે દાનબુદ્ધિ જ રાખવાની ! લેનારને જેવો આત્મા તેવું તેને પરિણમે ! માનો કે મુનિને કોઈએ ભક્તિથી અમુક સારામાં સારી ચીજ વહોરાવી, ભાગ્યયોગે મુનિને એ ચીજ ન પચી અને એ ચીજના નિમિત્તે જ વ્યાધિ થયો તથા પરિણામે મુનિ સ્વર્ગસ્થ પણ થઈ ગયા, તો તેથી કાંઈ દાતારને પાપ ઓછું જ લાગે ? નહિ જ, કેમ કે એની ભાવના તો સુપાત્રની ભક્તિ જ કરવાની હતી. ૩૦૩ શાસ્ત્રકારે કહ્યું કે ‘દ્રવ્યાનમાં શુભ પરિણામની ભજના છે, માટે પરિણામશુદ્ધિ અનુસાર એનું ફળ છે.’ જીર્ણ શેઠે દાન ન દીધું અને પૂરણ શેઠે દીધું. જ્ઞાનીએ ફળ કોને વધુ કહ્યું ? જો જીર્ણ શેઠની ભાવનામાં સ્ખલના ન થઈ હોત, તો કેવળજ્ઞાન થાત એવી દશા પામ્યા તે, કે પૂરણ શેઠને લાભમાં સોનૈયા આદિ વરસ્યા તે ! કેમ કે શ્રી તીર્થંકરદેવ જેવા ઉત્તમ આત્મા આહાર લે, ત્યાં સૌનૈયા આદિ તો વરસે જ. આથી સ્પષ્ટ છે કે અનુકંપાદાન તો ‘સર્વ સુખી થાઓ', એ બુદ્ધિથી દેવાય. ત્યાં બીજું કાંઈ ન જોવાય. સુપાત્ર દાનમાં ભક્તિ જોઈએ. મુનિને દાન દેવાનું તે ભક્તિથી, કેમ કે કર્મની નિર્જરા માટે એ દાન છે. સમ્યગ્દષ્ટિને, દેશવિરતિને, પ્રભુશાસનના પ્રશંસકોને પણ ભક્તિથી જમાડવાનું : ત્યાં પાછું પાંચ લાખવાળા સામે કે પચીસ લાખવાળા સામે ન જોવાય : જો જુઓ તો સાધર્મિક વાત્સલ્ય જ શ્રીમંતવાત્સલ્ય થાય ! ઇર્ષ્યાળુના પાડોશમાં ન વસાય : સમ્યગ્દષ્ટિમાં સમ્યક્ત્વ ગુણ ખીલવો જોઈએ કે જેથી વિરતિ આવે : પરિણામે વિરતિ ઝળકે. એ આત્મા વિરતિનો વેરી તો ન જ હોય. પોતે વિરતિ લઈ શકતો નથી માટે બીજાને લેવા પણ દેતો નથી અને જે પાછો પોતાની તેવી Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 10 ક્રિયાને સારી માને છે, તે સમ્યગ્દષ્ટિ નથી. દાન નહિ કરી શકનારો માત્ર કૃપણ, પણ બીજાને દાન દેતાં જોઈ બળે તો એ કેવળ કૃપણ જ નથી, પરંતુ ભયંકર પાપાત્મા છે. દરિદ્રીના પાડોશમાં વસાય, પણ ઇર્ષાળુના પાડોશમાં ન વસાય. દરિદ્રી પોતે ઝૂંપડામાં રહે, પણ ઇર્ષાળુ તો પોતાના ઝુંપડા જેવું પાડોશીનું પણ ઇચ્છે. પાડોશીની હવેલી જોઈને એ બળે. મળે એવું પુણ્ય કરવાનું સુઝતું નથી, આવડતું નથી, માટે સામાની હવેલીને બદલે એને પોતાના જેવું ઝૂંપડું કેમ થાય એવું ઇચ્છે અને એવા પ્રયત્નો કરે. એક આદમીને પોતાના પાડોશીને સારો જોઈ ઇર્ષ્યા આવી : પોતે દેવીને આરાધી : દેવી આવી : પોતે પોતાના પાડોશી જેવા થવાની માગણી કરી : ત્યારે દેવીએ કહ્યું કે “તું એવો પાપાત્મા છે કે તને કોઈ રીતે લાભ થાય એમ નથી : તારે જોઈએ તો હાનિ ભાગ : હાનિ વેઠી શકે તેમ હોય તો હું એટલું કરું કે તારા પાડોશીને બમણી હાનિ થાય.” પેલાએ કહ્યું – “એમ તો એમ.’ નાક કાપીને પણ સામાને અપશુકન કરવાની ભાવનાવાળા હોય છે. પોતે પોતાની એક આંખ ફૂટવાની માગણી કરી અને સામાને આંધળો કરવા પોતે કાણો થવા તૈયાર થયો ! ખરો સામ્યવાદ સિદ્ધિસ્થાનમાં જ: સભા બધા સરખા બને તે સામ્યવાદ ખરો કે નહિ ? બધા” અને “સરખા બને' - એ સંભવિત છે ? હા, તેમ કરવાનો શ્રી જિનેશ્વરદેવે કહેલો એક માર્ગ છે. કચરો કાઢો તો થવાય. સિદ્ધિસ્થાનમાં બધા સરખા છે. કચરો રાખીને સરખા થવાય, પણ એ ન ભૂતો ન ભવિષ્યતિ. આજના સામ્યવાદમાં પણ લીડર એક : ત્યાંયે સ્થિતિ કઈ ? “વક્તા હું અને શ્રોતા તમે.” ફેલાવવો સામ્યવાદ, પણ વક્તા પોતે ! પ્રમુખ તો અમુક જ, બાકીના બધા શ્રોતા. બીજો બોલે તો પ્રમુખ રોકે. આ તે સામ્યવાદ કે વિષમવાદ ? વાત સામ્યવાદની ને વર્તાવ વિષમવાદનો ! વહેંચણી સરખી કરવી પણ ખુરશી કોને ? ડાહ્યાને. મૂર્ખાઓને વહેંચણી કરવા બેસાડશો તો ? પાંચસો જણાને એક પલંગ આપ્યો હતો. પોતે બધા સરખા એટલે એ પલંગમાં સૂવે કોણ ?બધા માય નહિ. આખરે પલંગ તરફ પગ કરીને બધાય સૂતા. મૂર્ખાઓ તો વાસ્તવિક વહેંચણી પણ ન કરી શકે. જ્યાં લેવું-દેવું ન હોય ત્યાં સામ્યવાદ અને લેવું-દેવું Page #319 -------------------------------------------------------------------------- ________________ 1Aડ – – ૧૮ : પ્રમાદનો પરિહાર - 68 ૩૦૫ ત્યાં તો વિષમવાદ છે. જ્યાં લેવું-દેવું બેઠું છે ત્યાં સામ્યવાદ કહેનારા મૂર્ખ છે. જ્યાં લેવું દેવું નથી ત્યાં સામ્યવાદ છે. કયાં ? મુક્તિમાં ! એકને બધું જ લેવું છે અને બીજાને દેવું નથી, ત્યાં સામ્યવાદ બને જ નહિ. અનાદિકાળથી આ અનંત સંસારમાં સમાનતા બની જ નથી. સમાનતા હોય તો માણસો પશુને ખાય છે, તેમ પશુઓ માણસોને ખાય તેવી છૂટ તેમને આપો. સમાનવાદ છે ક્યાં? સામ્યવાદ હોય ત્યાં રાજા, પ્રજા, મંત્રી, કાયદો કાંઈ ન જોઈએ. કાં તો બધા શાહ બને, કાં તો બધા ચોટ્ટા બને. થોડા શાહ અને થોડા ચોટ્ટા બને તો તો કાયદો જોઈએ, નહિ તો ચોટ્ટાઓ શાહને ખાઈ જાય. જ્યાં બે વર્ગ ત્યાં સમાનવાદ બને, એ સંભવિત નથી. દેવ-ગુરુ-ધર્મની દૃષ્ટિ સમજો ! શ્રી જિનેશ્વરદેવોની દયા જુદી કોટિની છે. એ તમે તમારી દૃષ્ટિએ ન જુઓ. તમે ખાવાપીવામાં ઉન્નતિ માની છે, એ ન માનતા. જ્ઞાની ના પાડે છે. આર્ય દેશમાં જૈનશાસન પામીને પથરામાં આત્માની ઉન્નતિ માનવી, એના જેવી મૂર્ખતા દુનિયામાં બીજી કઈ છે? આવી મૂર્ખતાને આધીન ન થતાં, સદ્ગુરુઓની નિશ્રામાં રહીને જ્ઞાનીની દયાને સમજો. નાનામાં નાના જંતુ પ્રત્યે પણ જ્ઞાનીની દયા છે. એ જોઈ રહ્યા છે કે “આ જંતુ બિચારા એવા છે કે આપત્કાળમાંથી ખસી શકે તેમ નથી ! વાત પણ એ જ છે. ઘાસમાં અગ્નિ સળગાવો તો ક્યાં જાય ? શેકાય. મનુષ્ય તો બાળનારને તથા જિવાડનારને સમજી શકે છે. માટે મનુષ્યપણું પામ્યા છતાં પણ જેઓ જ્યાં-ત્યાં ગબડ્યા કરે છે, એ જોઈને શ્રી જિનેશ્વરદેવના આત્માને દયા આવે છે અને જગતને અનાદિ બંધનથી છૂટવાનો ઉપદેશ આપે છે. એના બદલામાં એમના અવર્ણવાદ બોલાય ? દેવ, ગુરુ, ધર્મની દૃષ્ટિ ઊંડી છે, માટે તે દૃષ્ટિને જરા સમજો. તમારી દૃષ્ટિ પાસે દેવ, ગુરુ અને ધર્મને રમકડાં ન બનાવો. પરલોકનો ભય રાખ્યા વિના અને “હું હું કર્યું કલ્યાણ થતું હોત, તો બધા જ મુક્તિએ પહોંચી ગયા હોત. શાસ્ત્ર કહે છે કે પરમધર્મી થવા માટે ચક્રવર્તીએ ચક્રવર્તીપણું છોડવું પડશે અને હુંપણું કાઢીને જ્ઞાનીઓની આજ્ઞામાં ઝૂકવું પડશે. આજ્ઞાનો રંગ ન જાગે - એનો રંગ ન જામે, ત્યાં સુધી ઓઘાથી કે તિલકથી કલ્યાણ થવાનું નથી. તમને કે અમને એડ્રેને શાસ્ત્ર છોડ્યા નથી. સઘળાને માટે કાયદો એક જ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 15 ઓઘાવાળાને પણ જો તેઓ સ્વસ્વરૂપને ભૂલી ઉન્માર્ગે ચડી ગયા, તો સાતમી નરકે મોકલ્યા છે ? એ આ શાસન છે. બધાની મર્યાદા છે. તમે ખાઓ-પીઓ એમાં શ્રી તીર્થંકરદેવને કઈ હાનિ ? તમે સોનાના પાટલે રત્નના થાળમાં જમો, એમાં એ તારકનું શું જાય ? કંઈ નહિ ! નહિ, પણ એ તારક જ્ઞાની અને દયાળુ છે. એટલે એમાં તમારું ભવિષ્ય ખરાબ દેખે છે. દેવતાઓ ત્યાંની વાવડીમાં ને રત્નાદિકમાં લીન થાય, તે મરીને ત્યાં એકેંદ્રિય તરીકે પણ ઉત્પન્ન થાય. રત્નોના જીવ તરીકે ઊપજે. દેવતા પણ ચેતનાહીન જેવા થાય. જેટલા લીન થાય એની હાલત એ ! દુનિયાના રંગરાગમાં રાચ્યા તે બધાની એ દશા ! એક શ્રાવકને મરતી વખતે નિર્ધામણા કરાવનાર શ્રી ગૌતમસ્વામી મહારાજ હતા, છતાં એનો જીવ સ્ત્રીમાં રહ્યો તો એ સ્ત્રીના માથામાં ઘા હતો ત્યાં કીડાપણે ઉત્પન્ન થયો માટે જ પરમ હિતકારી જ્ઞાનીઓ ફરમાવે છે કે લીન થવું રહેવા દો અને તમારી ક્ષુલ્લક દૃષ્ટિએ શાસ્ત્રનું માપ ન કાઢો. જ્ઞાની દયાળુ હતા પણ નિર્દય નહોતા. એ તારકને તમારા ભોગની ઇર્ષ્યા નથી. ધનધાન્યનો સદુપયોગ કરો, પણ એને વળગો નહિ. તમારી લક્ષ્મી છોકરાં જ ખાશે એ નિયમ નથી, કારણ કે તમારા દુશ્મન પણ ખાય ! સભા : નજરે દેખાય છે, છતે છોકરે દુશ્મનો પણ ખાય છે. માટે મળેલાનો સદુપયોગ કરતાં શીખો. તિર્યંચોની જેમ મનુષ્ય પણ કરે તો બેમાં ફેર શો ? જ્ઞાનીએ મનુષ્યને ઊંચા માન્યા, લાયક માન્યા, એથી જ તેઓને ઉદ્દેશીને ખાસ કહ્યું : લાયક બનીને સાચું સાંભળે તો લાભ થાય ને ? પણ જેને સાચું સાંભળતાં જસન્નિપાત થાય તેને શું થાય ? પૈસાટકાની, ખાનપાનની અને માનપાનની જ વાત રુચે અને સંયમ આદિની વાત ન રુચે ત્યાં શું થાય? દુનિયાના પદાર્થો એવા છે કે ભલભલાને મૂંઝવે. કર્મોદયે સંયમીઓ પણ હારી ગયા છે તો અર્થ-કામમાં ફસેલાનું તો પૂછવું જ શું? માટે અર્થ-કામની લાલસાને છોડવાનો અભ્યાસ કરો. ક્રિયામાત્ર, પૌલિક મમતા છોડવાનો જ અભ્યાસ છે. માનવજીવન એ અભ્યાસ માટે છે. મંદિર આવવાનું મન ન હોય તો પણ આવો, વગર મને પણ ધર્મક્રિયા કરો. પ્રયત્ન કરવા છતાં ન થાય ત્યાં પાપના ઉદયનું બહાનું ચાલે, પણ પોતે નવરો છતાં - પોતાને પ્રેરક છતાં - મંદિરે ન જાય કે ક્રિયા ન કરે અને પાપના ઉદયનું બહાનું કાઢવું, એ વસ્તુતઃ દંભ છે. સભા : સમજવા છતાં ન કરે તેના કરતાં ન સમજે એ સારા ને? Page #321 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ : પ્રમાદનો પરિહાર - 68 - ૩૦૭ કદી જ નહિ. કારણ કે જે સમજશે તેને વૃત્તિ થશે, પશ્ચાત્તાપ થશે, એ આજ નહિ તો કાલ કરશે, પણ ન સમજે તે તો ખોટું ! વ્યાધિને ખોટો માને એ કદી કડવી દવા એક-બે દિવસ ન પીએ, પણ આખરે પીએ : કેમ કે પથારીને ખોટી માને છે : સાકરનો ગાંગડો લઈને પણ કડવી દવા પીએ : અડધી કાઢી નાખે તો પણ પીએ, બીજે દિવસે બધી દવા પીએ, ફાયદો દેખાય તો દવા મંગાવવાની કાળજીયે રાખે અને દવા માગીને પણ પીએ. પરંતુ જે રોગી પથારીમાંથી ઊઠવા જ ન માગે તેવો એદી હોય, એનો ઉપાય જ નહિ. જન્મના નફફટ કેદીને કેદથી છૂટવું ન ગમે એને શરમ પણ નહિ. એ તો કેદને જ ઘર માને. પોલીસ બહાર કાઢે ત્યારે બેડીને અલંકાર માને, અને આગળ પાછળ પોલીસ છે એવી બાદશાહી માને તથા ઊલટા મૂછે હાથ ફેરવે ! આવા નફફટ કેદી માટે ઉપાય હોય ? પોલીસ મારે તોયે બરડો હલકો થયો માને. આવાને તો પોલીસ પણ મારી મારીને થાકે, પણ એને અસર ન થાય. માટે એવા નહિ બનતાં સમજદાર થઈને તમે પણ જ્ઞાનીએ કહેલી ક્રિયા કરો, સમજો, પછી તમારી મેળે કરવાનું મન થશે. તમને ત્યાગના માર્ગે વાળવાનો શાનીનો હેતુ એ છે કે તમે રખડતા જ ન રહી જાઓ ! સભા : અહીં સાંભળીએ ત્યાં સુધી તો ખુમારી રહે છે, પણ બહાર ગયા પછી જતું રહે છે. કંઈ ફિકર નહિ એ બે કલાકની ખુમારી પણ કાયમ રહે એવી કરવા માટે તો હું રોજ બેસું છું કે વિરોધીઓ ના કહે છે તોયે બેસું છું. કેટલાક કહેતા હતા કે મોહમયીમાં વસનારાઓને તો ત્યાગનો ઉપદેશ ગમશે જ નહિ, પણ યોગ્ય આત્માઓને શ્રી જિનેશ્વરદેવના ત્યાગની ઊંચી માત્રા ન ગમે એ બને જ કેમ ? નફફટ કેદી જેવાની વાત જવા દો. નઠોર વિદ્યાર્થી તો ગમે તેવા પ્રોફેસરને પણ અયોગ્ય કહે, પણ હોશિયાર વિદ્યાર્થી તો વિદ્વાન પ્રોફેસરથી રાજી થાય અને એનાથી લેવાય તેટલા લાભ લે. તમે કર્મરોગને તો ખોટો માનો છો, એટલે આજે ઔષધ ખાતા નથી પણ જો તેના સ્વરૂપથી સારી રીતે વાકેફ થશો તો ખાશો. બધા આ ભવમાં જ દીક્ષા લે એમ નથી, પણ ભવાંતરે પણ દીક્ષા ઉદયમાં આવે એવા બનો, એવી ઇચ્છા તો મારી ખરી. સભાઃ જાણીને પાપ કરે એને વધારે પાપ કે અજાણને ? જે ઝેરને જાણીને ખાય તેને માટે બચવાનો રસ્તો છે, પણ મૂર્ખા ઝેર ખાય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1049 તેને બચવાની બારી નથી. જ્ઞાનીને વધારે પાપ કહ્યું છે તેવા જ્ઞાની માટે, કે જે જ્ઞાની ઇરાદાપૂવક નફફટ બનીને અને સત્યની અવગણના કરીને પાપ કરે : કેમ કે તેવાની વૃત્તિ બહુ જ મલિન ને બહુ જ દૂર થાય ત્યારે જ બને. બાકી અજ્ઞાની તો મરી જ રહ્યો છે, કેમ કે એ તો પાપને પાપ સમજે જ નહિ, એટલે આંખો મીંચીને જ કરે. જાણકાર તો આબરૂ જવાના કારણે ઝેર પીએ, પછી તાર આવે કે આબરૂ રહે એમ છે તો ડૉક્ટરને બોલાવીને ઝેર કઢાવે અને નાચે, પણ મૂર્ખા ખાય તો એ તો કાંક થાય છે, એમ કહી કહીને જ આખરે મરી જાય : તેવી જ રીતે મરી જ જવું છે એવો નિર્ણય કરીને જાણનાર પણ ઝેર ખાય, એને પણ બચવાનો ઉપાય નથી. જાણીને પણ લાચારીથી ન ચાલ્યું પાપ કરવા છતાં સમ્યગ્દષ્ટિને અલ્પ બંધ, એનું કારણ એ જ છે કે એ જાણકાર છે અને પાપથી ડરનાર પણ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એક જ ચીજ એક જ સાથે ખાય, પણ એક સમ્યકત્વના યોગે નિર્જરા કરે અને બીજો મિથ્યાત્વના યોગે કર્મબંધ કરે, કારણ કે એક જ્યારે પુદ્ગલને ભાડું આપવાનું છે એમ સમજે છે, ત્યારે બીજો આનંદપૂર્વક જમે છે. આથી જ અનંત ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સમ્યકત્વ પામીને વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ? 69 • દયાનું વાસ્તવિક સ્વરૂપ : • તો હિંદુસ્તાન ઝળકે : • અનુકંપાદાનમાં શું વિચારાય ? • સંતાનને ધર્મકુશળ બનાવો ! • પરમ ઉદાર પેથડશા : • પ્રતાપના ગુણ શાથી ગવાય છે? • લેવાની વૃત્તિએ દેવું તે દાન નથી ! ૦ વિધવાઓનો વિરોધ : • ધર્મ, અધર્મી અને વિરોધી ! ૦ આજ્ઞાભંજકની ભયંકરતા : • ચોકીદારનું કર્તવ્ય : • ચોથું મહાવત : • પરીષદ વિચારે શું ? આપણો મુદ્દો : વિષયઃ દાનની પાછળનો આશય, પ્રભાવનાની રીત, જૈનસંઘ વિષથર્ન વધારનારા ઠરાવ કરે કે ઘટાડનાર ? જૈન નામધારીઓ પણ જે કાળમાં “મંદિર-મૂર્તિ જોઈએ નહિ, ધર્મમાં દાન એ ધુમાડો છે માટે બંધ કરો, દિીક્ષા અને બાળદીક્ષાને બંધ કરો અને વિધવાઓના સંસાર ફરીથી સજાવો (પુનર્લગ્ન કરો)' આ રીતના ઠરાવો કરતા થયા હતા અને જૈન સાધુના વેષમાં રહેનારા કેટલાક એવાઓની પરિષદોમાં હાજરી આપી ‘હા એ હા' કર્યા કરતા હતા તે કાળ ને તે સમયને વિશે ‘રામવિજયજી' નામના એક વાવાઝોડાએ એમના એ સર્વ કુતર્કોને પત્તાના મહેલની જેમ ધારાશાયી કરી દીધા હતા. એ સમયે કહેવાતું કે મડદું જીવતું થઈ ગયું હોય તો નક્કી એના કાને ‘રામવિજયજી'નું વ્યાખ્યાન પડ્યું હશે. એ તોફાની છતાંય તદ્દન શાસ્ત્રાનુસારી પ્રવચનોની ઝલક આ પ્રવચનમાં આબાદ ઝડપાઈ છે. એમાં શું છે એ લખવા કરતાં વાંચવાની જ અલગ મજા છે. આમાંનો કેટલોક ભાગ તો ગોખીને વારંવાર મમળાવવા જેવો મધમીઠો છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ માટે કે સમ્યગ્દર્શનના ઇચ્છુક માટે જ. મુલાકાdji • ખુલ્લી મુઠ્ઠીએ દેનારની શરમ એવી પડે કે લૂંટારો પણ શાહ બને ! • પ્રભાવના મૂઠીથી ન દેવાય, પણ ખોબે દેવાય. • જિનધર્મની સાક્ષાત્ યા પરોક્ષ વાસના વિનાનો ગૃહસ્થાવાસ પણ એક રીતનો નરકાવાસ છે. • જ્યાં જૈન ધર્મનું નામ પણ ન હોય ત્યાં પણ શ્રી જિનમંદિર બંધાય, તો એ બહાને પણ હજારો લોકોના મોંમાં “શ્રી જિન' શબ્દ પ્રવેશે. ૦ જેઓ દેવ, ગુરુ અને ધર્મને પોતાને આધીન માને છે, તેઓ ખરે જ સ્વ-પરનાશક છે. • શ્રી જિનેશ્વરદેવનો ધર્મ દુનિયાના ધર્મથી જુદો છે. એ ધર્મમાં લેવા માટે દેવાનું વિધાન નથી. લેવા માટે દેવું એ તો વેપાર છે. • પુદ્ગલમાં મૂંઝવનારી ચીજને છોડવી તે ધર્મ, આદેશથી થતી અસરમાં કારણ શરમ છે અને ઉપદેશથી થતી અસરમાં કારણ ધર્મ છે. ૦ જેટલા પ્રયત્નો વિષયો વધારવાના થાય છે, તેટલા ઘટાડવાના કરવામાં આવે તો આજે હિંદુસ્તાન ઝળકે. • બીજાને પરમાર્થી બનાવતા પહેલાં તમે બનો, કે જેથી સામા ઉપર છાયા પણ પડે. • અટવીમાં ભીખ માગી ખાવી સારી, પણ આજ્ઞાભંજક એવા ભયંકર કતલખાનાનો આશ્રય લેવો એ સારું નથી. • આજ તો હજી આનંદપૂર્વક બેસવાનાં સ્થાન આપણે માટે છે, પણ જો એવો વખત આવે કે ઊભા રહેવાની પણ જગ્યા ન હોય અને એ વખતે પણ આપણે જો ધર્મમાં ટકીએ તો જ આપણે સપૂત, નહિ તો કપૂત. “મારું ઘર, મારું ઘર કર્યા કરશો તો ભીખ માગશો. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ? દયાનું વાસ્તવિક સ્વરૂ૫ : પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના પહેલા ઉદ્દેશામાં ઘણી વાતો ફરમાવી રહ્યા છે અને સૂત્રકાર મહર્ષિના આશયને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ પણ ઘણી વાતો ફરમાવી ગયા તથા હવે કાચબાના દૃષ્ટાંતનો ઉપનય કરતાં ફરમાવે છે કે “સેંકડો ભવે મહામુશીબતે મળે એવું સમ્યક્ત્વ પામ્યા પછી વિવેકી આત્માઓએ એક ક્ષણ પણ પ્રમાદી ન થવું જોઈએ, કારણ કે પ્રમાદ એ મહાભંયકર છે અને આત્માને ભયંકર હાનિ કરે છે ? એના જેટલી હાનિ દુનિયામાં બીજું કોઈ જ કરતું નથી !' ભોગસુખમાં પડીને અમનચમન કરતા દુનિયાના આત્માઓને મુખ્યતયા ત્યાગ માર્ગે જવાનું જ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું : કારણ કે એ તારકમાં “આ બધા બિચારાઓ પ્રમાદથી ગબડી પડશે તો મળેલી ઉત્તમ સામગ્રીને હારી જશે અને તેથી ભયંકર સંસારમાં ચિરકાળ સુધી આથડ્યા કરશે, તો અનિચ્છાએ પણ તેઓને અનંત યાતનાઓ ભોગવવી પડશે માટે આ બિચારાઓ એવી ભયંકર દુર્દશામાં ન મુકાય તો સારું' - આ પ્રકારની અનુપમ ભાવદયા હતી. પણ આ વાત કોણ સમજે ? તે જ, કે જે પ્રમાદના સ્વરૂપને, તેના ભયંકર પરિણામને અને એના વિપાકને સમજી શકે છે ! એ ન સમજાય એને શ્રી જિનેશ્વરદેવની એ ભાવદયા વાસ્તવિક રીતે પરિણામ પામતી નથી. નાનામાં નાના પ્રાણી પ્રત્યે પણ દયા રાખવાનું, એ દેવાધિદેવે વિધાન કર્યું કેમ કે કોઈ પણ પ્રાણી દુઃખને ચાહતો નથી. દુનિયાનાં બીજાં બધાં પ્રાણીઓ કરતાં મનુષ્યો વધુ યોગ્ય છે, કારણ કે તેઓ ધારે તો વિવેક મુજબનું વર્તન પણ મેળવી શકે : માટે અનંત ઉપકારીઓએ મનુષ્યોને ઉદ્દેશીને એકસરખી રીતે ત્યાગ ઉપદેશ્યો : કારણ કે સાચા ઉપકારીઓની દયા એ જાતની છે અને તે નિર્દેતુક નથી જ. એ દયાળુઓ જોઈ રહ્યા છે કે “મહામુશીબતે મળેલા માનવજીવનમાં દુર્લભાતિદુર્લભ એવું શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં પણ જો આ બિચારા પ્રમાદમાં પડશે, તો પાછા ગબડી જ Page #325 -------------------------------------------------------------------------- ________________ 1051 -- - ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 – ૩૧૧ જશે : અને ગબડીને એવી જગ્યાએ જશે, કે જ્યાં દુનિયાનાં અનેક પ્રમાદવશ પ્રાણીઓ અનેક જાતની યાતનાઓ ભયંકર રીતે સહી રહ્યાં છે. પરિમિત વર્ષોના પરિમિત ભોગો માટે એવી ભયંકર દશા પામવા જેવી પ્રવૃત્તિ કરવી, એ મનુષ્યપણાની વિટંબણા છે. એવી વિટંબણા કરીને બિચારાઓ દુઃખમય સંસારમાં ન આથડે તો સારું, એ જાતની દયાને લઈને શ્રી જિનેશ્વરદેવોએ અને તે તારકના શાસનને પામેલા પુણ્યપુરુષોએ દુનિયાની બધી વસ્તુને ગૌણ કહી અને ત્યાગને પ્રાધાન્ય આપ્યું. કારણ કે સુખી થવાનો અને સુખી કરવાનો ધોરી રાજમાર્ગ એ છે. સાચા ત્યાગીઓના ત્યાગથી થોડાક સ્નેહીઓ રુએ પણ, કારણ કે મોહના વશથી અને સ્વાર્થના નાશથી સ્નેહીઓનું રોવું એ સહજ છે : માટે ઉપકારીઓએ તેની દરકાર નહિ કરતાં ઉપેક્ષા કરવાનું જ ફરમાવ્યું છે ? કારણ કે સ્વપર હિતકારી અને એકાંતે સુંદર પરિણામ લાવનારી વસ્તુની સાધના સામે યુદ્ર વસ્તુઓ તરફ લક્ષ્ય ન જ આપવું જોઈએ. જો કે ત્યાગ સહેલો નથી, કારણ કે ત્યાગ માટે મન મારવું પડે, આત્માને દમવો પડે, અનેક તકલીફો વેઠવી પડે, પણ પરિણામે કંઈ સુખ પણ ઓછું નથી! જ્યારે થોડા પણ ત્યાગના પરિણામે અપૂર્વ ને અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે, ત્યારે અલ્પકાલીન ભોગસુખના પરિણામે ચિરકાલ સુધી ભયંકર દુઃખ થાય છે. આ વાત જો સમજમાં આવે તો ત્યાગ સહેલો બની જાય. અનુકંપાદાનમાં શું વિચારાય? હવે વિચારો કે જે ભવિષ્યના દુ:ખનો વિચાર કરીને વર્તે તે વિવેકી કે વર્તમાન સુખમાં ભવિષ્યને ભૂલે એ વિવેકી ? દરેકે ભવિષ્યને જોવું જોઈએ. પણ ક્યારે જોવાય ? ત્યારે જ જોવાય, કે જ્યારે આત્માને એ સ્વરૂપનો ખ્યાલ થાય. શ્રી જિનેશ્વરદેવના આત્મામાં સ્વરૂપનો આવિર્ભાવ થયો હતો અને એ તારકના અનુયાયીઓને આત્માના મૂળ સ્વરૂપનો ખ્યાલ થયો હતો, માટે એ ઉપકારીઓએ ત્યાગ સિવાય બીજું કંઈ ન કહ્યું. દુનિયાને માત્ર ભૂખ્યાતરસ્યાની દયા આવે, ત્યારે એ તારકોને કોઈ જુદી જ દયા આવે : આથી એ તારકોને ભૂખ્યા-તરસ્યાની દયા નથી આવતી એમ નહિ, પણ એ તારકોની દયા ત્યાં જ અટકતી નથી, કિંતુ અને તારકોની દયા ઘણી જ ઊંચી અને ઊંડી છે. કેવળ ભૂખ્યા-તરસ્યાની દયા કરનારાની દયા, એ વાસ્તવિક દયા નથી : કારણ કે એવા દયાળુઓને ભૂખ્યા અને તરસ્યા શાથી ?' એ વાતનો તો Page #326 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ વિચાર જ કરવો નથી : માટે એ દયા દૂધના ઊભરા જેવી છે : આવે અને શમી જાય : તેમજ દયાનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાયાથી હૃદયમાં કેટલાય કુવિકલ્પો ઊઠ્યા જ કરે ! ૩૧૨ સભા : કેટલાકો એવું વિચારે છે કે પૈસા આપીને કસાઈના હાથમાંથી ગાયને છોડાવીએ તો એ પાછી બીજી લાવીને મારશે, તેથી એવો બચાવ શું કામનો ?, - આ વિચાર વાજબી છે ? 1052 એ વિચાર તદ્દન ખોટો છે. જો એવું વિચારશો તો બચાવવાનો માર્ગ જ નહિ રહે અને એના પરિણામે દયાનો પણ નાશ થશે : માટે કુવિકલ્પો તજી દયાના સ્વરૂપને સમજો. જે પ્રાણીને બચાવવો હોય-જેનું દુઃખ દૂર કરવું હોય, ત્યાં બીજા આવા વિચાર જ ન હોય. હૃદયમાં એવી ઉત્તમતા કેળવો અને એવી ઉત્તમ ભાવના તથા ઉત્તમ દેખાવથી દયા તથા દાન વગેરે કરો કે એ જોઈને હિંસક પણ અહિંસક થાય. જો યોગ્ય રીતની પ્રવૃત્તિ કરવામાં આવે, તો જરૂર સામા ઉપર છાયા પડે. કોઈ અભવી કે દુર્ભાવી હોય અને એવા ઉપર છાપ ન પડે એ વાત જુદી છે. એવા ૫૨ છાપ ન પણ પડે : પણ શુદ્ધ હૃદયથી દયા કે દાન થાય, તો યોગ્ય એવા સામા ઉપર છાયા પડ્યા વિના ન જ રહે. અનુકંપાને શાસ્ત્રકારે ધર્મપ્રભાવનાનું બીજ કહ્યું છે : પણ એ કચારે થાય ? કહેવું જ પડશે કે મુઠ્ઠી ખુલ્લી હોય તો ! મુઠ્ઠી બંધ હોય તો ન થાય. ખુલ્લી મુઠ્ઠીએ દેનારની શરમ એવી પડે કે લૂંટારો પણ શાહ બને ! ગુનેગાર પણ એની સામે નીચું જુએ ! જ્યારે બાંધી મૂઠીવાળાને કોઈ ન ગણે ને મુઠ્ઠી ખૂલે ક્યારે ? લક્ષ્મીની મૂર્છા ઊતરે તો ને ? એ મૂર્છા નથી ઊતરતી એના આ બધા કુવિકલ્પો છે. દુનિયાને છોડવાનું ગમતું નથી, એની જ આ ઉપાધિ છે. દયામાં, દાનમાં, બીજાં ધર્માનુષ્ઠાનોમાં બધે જ વાણિયાવૃત્તિ આવી કચાંથી ? હિસાબ ગણીને આપવાનું સૂઝયું ક્યાંથી ? લાભ અને અલાભમાં આત્મા ડોલતો હોય ત્યાં તો હિસાબ ગણાય, પણ જ્યાં લાભનો નિશ્ચય જ હોય ત્યાં હિસાબ ગણવાનો હોય ? પ્રભાવના મૂઠીથી ન દેવાય, પણ ખોબે દેવાય. વ્યવહારમાં કહેવાય છે કે મહેમાનને ઘીની વાઢીથી ધીમે ધીમે થી ન પીરસાય : એ વાઢી તો ઊંધી જ વળવી જોઈએ : મહેમાન ભલે ના કહે, પણ જો પીરસનાર એમાં ઢીલાશ કરે તો આબરૂ જાય : એ ગૃહસ્થનું ઘર ન કહેવાય. એ જ રીત અનુકંપા દાન માટે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ 105s - ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 - -- ૩૧૩ પરમવીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવના ધર્મની સાક્ષાત્ યા પરોક્ષ વાસના વિનાનો ગૃહસ્થાવાસ, એ ગૃહસ્થાવાસ નથી : પણ એક રીતનો નરકાવાસ છે. કારણ કે જૈન ગૃહસ્થના ઘરનું ખરું ભૂષણ, ખરી સમૃદ્ધિ ને ખરી ખ્યાતિ એ જ છે. તેમ જ એનો પ્રભાવ પણ એવો છે કે જેના યોગે ઘરનાં સ્વજનો તો ઠીક, પરંતુ નોકરો પણ એવા બની જાય છે કે દરેક રીતે ગૃહસ્થને શાંતિનું કારણ મળ્યા કરે. ધર્મ આવ્યા વિના તો શેઠ શેઠાઈ પણ નથી કરી શકતો. તિજોરીની ચાવી કેડે ને હૈયામાં હોળી, એ દશા થાય છે : જ્યારે યોગ્ય આત્માઓ સંસ્કારોને લીધે બીજાને કેળવી નોકરોથી પણ નિશ્ચિત બની શકે છે. આથી સાધુ ન બનાય તો સાચા સદ્ગુહસ્થ પણ બનો. સાચો સદ્ગુહસ્થ તો તે છે કે સાધુ થવાની ઇચ્છામાં રમતાં શક્તિ મુજબ પ્રભુકથિત ધર્મનું પાલન કરે અને પ્રભુની આજ્ઞામાં દઢ રહે. પરમ ઉદાર પેથડશાઃ પેથડશાએ દુશ્મનના રાજ્યમાં, પણ ત્યાંના રાજ્યનાં માણસોને પોતાનાં બનાવ્યાં. ત્યાંના રાજ્યની ખાનગી વાત એ જાણે : ત્યાંના સારા પણ ગણાતા એ પેથડશાને આધીન : બધા એનું ભલું ઇચ્છે. શાથી ? લાંચથી નહિ હોં, કારણ કે એ તો અનીતિ ગણાય. ઉદાર પેથડશા જેને-તેને આપતા એ વાત ખરી, પણ “અમુક કામ કર’ એ વાત નહિ ! જે આવે તેને આપતા. એમણે એવી ઉદારતા વાપરી કે પરરાજ્યનાં માણસોને પણ વશ કર્યો. એ રાજા તથા રાજ્ય આખું મિથ્યાદષ્ટિ હતું : ત્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવાની પેથડશાની ઇચ્છા થઈ : “જ્યાં જૈન ધર્મનું નામ પણ ન હોય ત્યાં પણ શ્રી જિનમંદિર બંધાય, તો એ બહાને પણ હજારો લોકોનાં મોંમાં “શ્રી જિન' શબ્દ પ્રવેશે' એ ભાવના એમની હતી : “આવું આલંબન હોય તો કોઈક દિવસ પણ અનુયાયી બને' - એવા એ પુણ્યશાળીના વિચારો હતા. આજે તો હોય તેને પણ ઉખેડી નાખવાની વાતો થાય છે, કારણ કે વૃત્તિ જ કોઈ જુદી થઈ ગઈ છે ! “આપણા આધારે એ નભે છે' - આ માન્યતાએ જુલમ કર્યો છે. એવી પામર ભાવનાના સ્વામીઓને પૂછો કે દેવ, ગુરુ, ધર્મ અને આગમ વગેરે શું તમારા આધારે જીવે છે? કારણ કે આજના એ લોકો એ બધાને પોતાના આધારે જીવતા માને છે ! જો એમ ન હોય તો વિષયના કીડાઓ ધર્મગુરુઓ પાસે પોતાની માર્ગવિરુદ્ધ અજ્ઞાન વાતો કબૂલ કરાવવાની ભાવના રાખે ? “આ જમાનામાં આ ઠીક નથી' વગેરે ભાવના Page #328 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ આવે ? જેને ખાવાનું પૂરું જ્ઞાન નથી, એક વેપારમાં દશ વાર તો ખોટ ખાય, જે કહેલી એક પણ વાતને સફળ ન કરી શકે, એવા વિષયમાં રાચેલામાચેલાઓ પોતાના વિચારો ધર્મગુરુઓ ઉપર લાદવાના પ્રયત્નો કરે, એના જેવી અધમતા બીજી કઈ હોય ? એ ભયંકર અધમતા છે : પછી સુખ ક્યાંથી મળે ? ‘વેપાર નથી, વેપાર નથી’ એ બૂમ મારો છે ને ? વેપાર કચાંથી હોય ? બીજ બળ્યું કે જમીન બળવાની જ ! બજારમાં લાલપીળાં દેખાય તે મોંને લઈને કે પુણ્યને લઈને ? પુણ્ય પરવાર્યું કે લાલપીળાં આપોઆપ શ્યામ થવાનાં ! જેઓ દેવ, ગુરુ અને ધર્મને પોતાને આધીન માને છે, તેઓ ખરે જ સ્વ-પરનાશક છે. ૩૧૪ પેથડશાની ભાવના તો એ હતી કે ‘શ્રી જિનેશ્વરદેવનું મંદિર હશે તો હજારો લોકોનાં મોંમાં ‘જિન’ શબ્દ પેસશે : પરિણામે આજે નહિ તો ભવાંતરે પણ એ શબ્દના યોગે એ બિચારાઓને જૈનધર્મની પ્રાપ્તિ થવાનો સંભવ છે. અને એ જ કારણે પારકા રાજ્યના મંત્રી હેમાદિના નામે પોતે ધર્મશાળા ખોલી અને એમાં ત્રણ વરસમાં સવા કરોડ સોનૈયાનો ખર્ચ કર્યો. વ્યવસ્થા એવી સુંદર રાખી કે એ ધર્મશાળાના મુસાફરો ગામેગામ પ્રશંસા કરે : આવે તેને લેવા જવા, મૂકવા જવા અને સાચવવા : ખાતર-બરદાસ્ત કરવી : એમાં કમી ન રાખી. નામ હેમાદિનું અને ખર્ચ પોતાનો ! આ પ્રશંસા કેટલેક દિવસે હેમાદિને કાને પહોંચી : એ તો કૃપણનો કાકો હતો : એણે વિચાર્યું કે ‘આ છે શું ?’ પોતે તપાસ કરાવી તો વાત સાચી લાગી : બધા નોકર-ચાકર-મુસાફર હેમાદિનું જ નામ દે : પોતે જાતે તપાસ ક૨વા ગયો પણ કોઈ હેમાદિ સિવાય બીજું ન કહે : એ મંત્રી અજાયબ થયો : આખરે ધર્મશાળાના ઉપરી પાસે જઈને દબાવીને કહ્યું કે હેમાદિ તો હું છું, માટે સાચું કહો કે આ ધર્મશાળા કોની છે ?' ત્યારે વખત જોઈને એ અધિકારીએ કહ્યું કે ‘આપના નામથી આ ધર્મશાળા પેથડશા મંત્રી ચલાવે છે.’ એ હેમાદિ મંત્રી ત્યાંથી પોતાની મેળે એ રાજ્યની રાજધાનીમાં પેથડશાને ઘેર ગયો. શું પેથડશા બોલાવવા ગયા હતા ? નહિ જ, પણ એ ઔદાર્યના યોગે વગર બોલાવ્યે સામાને આવવું પડ્યું. શાથી ? મૂઠી ખુલ્લી હતી માટે ! હેમાદિનો સત્કાર કર્યો : આતિથ્ય કર્યું : હેમાદિએ પેથડશાની પ્રશંસા કરીને કહ્યું કે ‘હું આપ કહો તેમ કરવા તૈયાર છું : આપની ઇચ્છા વ્યક્ત કરો !' પેથડશા કહે છે કે ‘કરવું હોય તો કરો, હું કહેતો નથી : આપથી થાય તો હા પાડો !' 1054 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 : હેમાદિએ કહ્યું કે ‘જે હશે તે બધું થશે, માટે જે ઇચ્છા હોય તે જણાવો !' પેથડશાએ એની રાજધાનીના મધ્યભાગમાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવા જગ્યાની માગણી કરી. જો કે એ મંત્રી પણ મિથ્યાદ્દષ્ટિ હતો, પણ કરે શું ? પેથડશાની માગણી સ્વીકાર્યા વિના ચાલે ? હેમાદિએ કહ્યું કે ‘જુલમ કર્યો.’ પેથડશા કહે છે કે ‘ગભરાશો નહિ, તમારાથી થાય તો કરો.’ હેમાદિએ કહ્યું કે ‘કર્યા વિના ચાલે ? પણ આપ ત્યાં પધારો, અવસરે સઘળું સારું થશે.' પેથડંશા ત્યાં જઈને રહ્યા છે ઃ ત્યાં પણ દાન ચાલુ રાખ્યું છે : મંદિર તો બને ત્યારે ખરું, પણ સોનૈયા ખર્ચી રહેલ છે : સૌ પેથડશાને ઓળખે એવી રીતે દાન દે છે. કારણ ? લક્ષ્મીની મમતા છૂટી છે. શ્રી જિનેશ્વરદેવનું મંદિર ઊભું થતું હોય, મિથ્યાદૃષ્ટિના મોંમાં પણ ‘જિન’ શબ્દ પ્રવેશતો હોય, ત્યાં લક્ષ્મીની કિંમત શી ? હૈયામાં તારક તારક તરીકે મનાય, તો એને માટે ખર્ચાયલી લક્ષ્મીને તે સાર્થક સમજે. એ તો ધર્મની પ્રભાવના કરવા આવ્યા હતા. આજ તો ભોજકને દાન દેવામાં પણ રૂપિયાની એકસો બાણું પાઈ લાવે. કૃપણતાથી તો લક્ષ્મી નિષ્ફળ જવાની. છતી સામગ્રીએ કૃપણતાના યોગે દારિત્ર્યને માગી લેવા જેવી પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી. 1055 લેવાની વૃત્તિએ દેવું તે દાન નથી ! સભા : આપવાથી લક્ષ્મી વધે ? નક્કી છે. સભા : ખાતરી શી ? વેપાર કરો છો ત્યાં લાભની શી ખાતરી ? સભા : આપ્યું તે ગયું ને ? આપ્યું એ ગયું માનો છો ત્યાં જ વાંધો છે : આનું જ નામ શ્રદ્ધાની કચાશ ! બીજી વાત : દાન આપતી વખતે થતી હૃદયશુદ્ધિ એ ઓછો લાભ છે ? તેમજ અસાર એવી લક્ષ્મીની મૂર્છા ઉતારતાં શિખાય, એ જેવું તેવું ફળ છે ? માટે આત્મિક ફળને ઓળખો. ખરે જ, લક્ષ્મી મૂર્છા ઊતરવી જોઈએ. મૂર્છા ઊતર્યા વિના સાચા દાતાર થવાતું જ નથી. જ્યાં સુધી અસારને સાર માનો, ત્યાં સુધી તમારો અને અમારો મેળ ખાય શી રીતે ? લક્ષ્મી સાર કે અસાર ? સ્થિર કે અસ્થિર ? છોડવાની કે નહિ છોડવાની ? એ તો નક્કી કરો ! એ નહિ જાય ૩૧૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - તોયે તમારે તો છોડવી પડશે કે નહિ ? ખરેખર, શ્રી જિનેશ્વરદેવનો ધર્મ દુનિયાના ધર્મથી જુદો છે. એ ધર્મમાં લેવા માટે દેવાનું વિધાન નથી. લેવા માટે દેવું એ તો વેપાર છે, પણ એને ધર્મ કેમ કહેવાય ? ધર્મ દુન્યવી વેપાર માટે નથી ! દુનિયાના પાપ-વ્યાપારોને છોડવા માટે ધર્મ છે. પુદ્ગલમાં મૂંઝવનારી ચીજને છોડવી તે ધર્મ. આ સમજાય તો ત્યાગ ગમે. લેવા માટે છોડવાની વૃત્તિ, એ દયા કે દાન ખરાં નથી ત્યાં હિંસા છે, કે જે પરિણામે હિંસાને પોષે છે. જ્ઞાની કહે છે કે લોભીની દયા અને લોભીનું દાન હિંસામય છે. લોભી એ જ ઇચ્છે કે આ દયાથી તથા દાનથી ઘણું મળે, પછી આરંભ-સમારંભ વધે અને ખૂબ સાહ્યબી ભોગવાય ! આથી જ મિથ્યાષ્ટિની સુંદર પ્રવૃત્તિ પણ પરિણામે અસુંદર છે અને મિથ્યાષ્ટિના દેખીતાં સુંદર પરિણામ પણ તાત્વિક દૃષ્ટિએ અસુંદર છે. માટે મિથ્યાષ્ટિની ક્ષમા એ પણ મોહની મૂચ્છ છે તથા એની શાંતિ એ પણ પરિણામે અશાંતિ છે કેમ કે એનું ધ્યેય જ જુદું છે. લોભી દાન આપે તે લેવાની ઇચ્છાએ આપે. વિદ્યાની સાધના વખતે શ્રી રાવણનો તપ તથા ત્યાગ કમ હતાં ? છ-છ મહિના સુધી ભયંકર ઉપસર્ગ સહ્યા હતા, પણ હેતુ કોઈ વિલક્ષણ જ હતો. એ વિદ્યાના યોગે શત્રુનો સંહાર કરી મોટી સાહ્યબી મેળવવાનો હેતુ હતો. આ ભાવના હિંસક છે. લોભીના દાનમાં પણ આવી ભાવના હોય. સાચા ધર્મીઓથી દાનમાં કૃપણતા ન થાય, પણ પુદ્ગલવાસિત વસ્તુઓમાં કૃપણતા થાય. શ્રાવક જમવા બેસે ત્યાં ત્યાગ કરે : આ ન ખાઉં, આ ન ખાઉં - એમ ત્યાગ કરે : પણ દેવા બેસે ત્યાં - “આ ન દઉં, આ ન દઉં” એમ ન કરે. પોતે ખાવામાં ત્યાગભાવનાથી પાંચ જ ચીજ વાપરે તે ધર્મારાધન કહેવાય, પણ સાધર્મિકને જમાડવા બનતી બધી ચીજો ભાવપૂર્વક કરે, કેમ કે ત્યાં ભક્તિનો હેતુ છે. પોતે જમવામાં દ્રવ્ય એટલે પદાર્થ ઓછા કરવા, એ ધર્મવૃત્તિ અને સાધર્મિકને જમાડવામાં ઓછા કરવા, એ લોભવૃત્તિ એટલે પાપવૃત્તિ ! લક્ષ્મી મેળવવામાં કૃપણતા હોય, પણ દેવામાં તો ઉદારતા હોય. રોજ બહુ કમાય ઉદાર કે બહુ વાપરે તે ઉદાર ? બહુ લેવાની વૃત્તિવાળો ઉદાર કે બહુ દેવાની વૃત્તિવાળો ઉદાર ? પુણીઓ શ્રાવક સાડા બાર દોકડા કમાતો અને એમાં ચલાવતો : એને બહુ સંતોષી કહ્યો : પણ દેવામાં જે કમી કરે તે તો કૃપણ જ કહેવાય. જ્યાં કૃપણ થવું જોઈએ ત્યાં ઉદાર બનો છો અને ખાવાપીવાદિમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ 1057 - ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 - - ૩૧૭ પાંચને બદલે પચીસ ચીજ ખાઓ-પીઓ છો. દેનાર કેમ ન આવે એની ચિંતા નહિ, પણ લેનાર કેમ ન આવે એની ચિંતા કરો છો ? ઉપાશ્રયમાં ટીપ કરવા રોજ આવે અને દબાણ થાય તો પાઘડીઓ ખસવા માંડે. ધર્મના હૃદયને પરખીને ધમ પ્રવૃત્તિ કરે, પણ જ્યાં હૃદયથી ધર્મ આઘો જ હોય ત્યાં શું થાય ? ધર્મી, અધર્મી અને વિરોધી ! સભા : પેથડશાએ વિરોધીને સંતોષીને કામ લીધું એમ આજે ન થાય? ભાગ્યશાળીઓ ! એ વિરોધી અને આ વિરોધી જુદા. પેલા તો શ્રી જિનેશ્વરદેવને, તે તારકના સાધુઓને અને તે તારકનાં આગમપ્રણીત અનુષ્ઠાનોને માનતા નહોતા, તેમ ગાળો પણ નહોતા દેતા ! પેલા શ્રી જિનેશ્વરદેવાદિને ઓળખતા નહોતા, પણ તેની સામે આંખોય નહોતા કાઢતા. નિષ્કારણ આંખો કાઢનારા વશ થાય ? નહિ જ, કારણ કે એ તો વૈરી. એને વશ કરવા જઈએ તો ગુસ્સો ફાટી નીકળે. આવાને વશ કરવા જઈએ તો ધર્મ ઉપર ડબલ પગ મૂકે ! દુશ્મન પણ બે જાતના હોય. એક તો એવા કે નમવાથી તોષ પામે અને બીજા એવા કે નમવાથી રોષ પામે. દુશ્મનને ઓળખ્યા પછી માથું નમાવો. કજાત આગળ માથું ન નમાવાય. જો ત્યાં નમાવો તો માથું કાપી પણ નાખે. અસહકાર પણ સ્નેહી સાથે હોય, કૂર સાથે ન હોય. વિવેકી આગળ બધું થાય. છોકરો પણ સગી માથી રિસાય, પણ ઓરમાનથી ન રિસાય. સગી માથી રિસાય તો એ ન ખાય ત્યાં સુધી માને ખાવું ન ભાવે અને અંતે મનાવીને પણ ખવરાવે : જ્યારે ઓરમાન માને તો એટલું જ જોઈતું હતું. દુશ્મનને પણ ઓળખ્યા પછી માથું નમાવજો. ઘરના તો તે, કે જે તારકની આબરૂ સાચવે : આ તો તારકની આબરૂની ફજેતીમાં જ રાજી છે. જે છોકરાને બાપની આબરૂની દરકાર ન હોય, તે ઘરમાં કેમ પાલવે ? એ બાપ તો કહે કે આથી વાંઝિયો હોત તો ઠીક એ બાપ નોટિસ આપીને પણ એ છોકરાને બહાર કાઢે પછી એ બોલે તો દુનિયા પણ સમજે કે બહાર કાઢેલો બોલે છે. એવા દીકરાને ઘરમાં રાખવાનો લોભ કરવાથી પરિણામે તે વધારે ફજેતી કરશે. ચાર દિવસ મોડું દેવાળું નીકળતું હશે તો વહેલું નીકળશે. પોતાના તો તે જ કે જે પોતાનાને માને. સભા : એકવારના “આદેશ'ની અસર થાય, છતાં અનેક વારના ‘ઉપદેશની અસર કેમ નહિ ? આદેશથી થતી અસરમાં કારણ શરમ છે અને ઉપદેશથી થતી અસરમાં Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1051 કારણ ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવે સંવરની ક્રિયામાં પણ આદેશ ન રાખ્યો, કિંતુ ઉપદેશ જ રાખ્યો. આદેશ તો ક્વચિત્ : આદેશથી કદાચ કોઈ કરે પણ, પણ હૈયામાં નહિ : અને ઉપદેશ ચ્યા પછી કરે તે જુદું જ કરે ! પેથડશાના વિરોધી કેવા હતા ? શ્રી જિનેશ્વરદેવને નહોતા માનતા, પણ આડા નહોતા. એ તો ઓળખતા નહોતા. આ તો અમુક રીતે ઓળખે છે ખરા, પણ શ્રી જિનેશ્વરદેવાદિ દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહે અને આમને ત્યાગ રુચે નહિ માટે માનતા નથી. પેલા તો ઓળખતા જ નહોતા. આ તો અમુક રીતે ઓળખે છે, પણ સમજે છે કે એમને માનીએ તો છોડવા વખત આવે ! આવી ભાવનાવાળા વશ ન થાય. કોઈ પણ આત્મા પ્રભુમાર્ગમાં આવે, એ તો આપણો મનોરથ : પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન બોલે એ ઇચ્છીએ : વશ થઈ શકે એના માટે પ્રયત્ન કરાય : પણ વશ ન થાય એવા માટે પ્રયત્ન કરવો, એ નકામો જ ને ? હું પ્રથમ સમજાવી ગયો છું કે ત્રણ વર્ગ છે : ધર્મ, અધર્મ અને વિરોધી. ધર્મીનો તથા વિરોધીનો વર્ગ નાનો : અધર્મીનો વર્ગ મોટો : એ વચલો વર્ગ જ્યાં ચમત્કાર દેખે ત્યાં એ ઢળે. વચલો વર્ગ વિરોધીને આધીન ન થાય, માટે એ વર્ગને ચેતવવાની ધર્મીની ફરજ. જો એ કામ આપણા માથે ન હોત, તો વિરોધીની દલીલોની વાત પણ આપણે ન કરત. વિરોધીની દલીલ તોડવી પડે છે, એનું કારણ કે વચલો વર્ગ ટિપાઈ ન જાય એ આપણી ભાવના છે ! વિરોધીને તો આ વસ્તુ જચવાની જ નથી. જચે તો પણ અધ્ધરથી કાઢી નાખે એવા એ છે. મોંમાં આંગળાં નાખી ઊલટી કરે એવા છે. અમુક તો એવું પણ કહે છે કે “ગમે તેવું સારું અમારી પાસે ધરો, પણ એમાંથી સો સગુણમાંથી એક પણ નહિ લેવાના, એ તરફ જવાના પણ નહિ, પરંતુ ચાંદુ દેખાઈ આવે તો એનો ધજાગરો કરવાના અને ચાંદું ન જડે તો ગીધ પક્ષીની માફક ચાંચ મારીને પણ ચાંદું પાડવાના.' ગીધનો એ ગુણ છે કે મડદાં ન જડે તો છેવટે જીવતા પર પણ બેસે, માટે એવાઓથી ગભરાવું જોઈએ નહિ. પેથડશાને ત્યાંની પ્રજા પણ આધીન થઈ ગઈ અને રાજા પણ તુષ્ટમાન થયો. રાજાએ પણ ઇચ્છાનુસાર માગવાનું કહ્યું. પેથડશાએ કહ્યું કે “મારે કંઈ કામ નથી. આપની ઇચ્છા હોય તો કહું, પણ કદાચ તમારાથી નહિ બને : આપને નહિ ગમે.' રાજાએ કહ્યું કે “સંકોચ વગર કહો : તમારા માટે બનાવીશ.' પેથડશાએ જિનમંદિર માટેની રાજધાનીના મધ્યભાગમાં જગ્યા માગી : રાજા કબૂલ થયો અને જગ્યા પસંદ કરવાનું કહ્યું : પેથડશાએ જગ્યા પસંદ કરી : Page #333 -------------------------------------------------------------------------- ________________ 1059 - ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ?- 69 – ૩૧૯ રાજાએ જગ્યા આપી : ત્યાં ખોદાણકામ શરૂ થયું કે વિરોધીઓ ચોંક્યા કે “જે જગ્યામાં આપણું મંદિર નહિ ત્યાં એનું થાય ?' એ ગામમાં બધે ખારું પાણી નીકળે, પણ ભાગ્યયોગે ત્યાં મીઠું પાણી નીકળ્યું. વિરોધીઓ રાજા પાસે ગયા અને સમજાવવા લાગ્યા કે “મહારાજા સાહેબ ! આપણા નગરમાં બધે પાણી ખાર નીકળે છે, પણ આપે જે જગ્યા પેથડશાને આપી છે ત્યાં મીઠું પાણી નીકળ્યું છે, તો એ જગ્યા આપણા મંદિર માટે રાખી એમને બીજી જગ્યા આપો.' રાજાએ વિચાર પર વાત રાખી એમને પાછા વાળ્યા. રાત્રે એ વાત રાજા કરી રહ્યા હતા, ત્યારે પગચંપી કરતા હજામે પણ આ વાત સાંભળી. હજામ પણ પેથડશાનો જ હતો. આખી પ્રજા દાનને આધીન થઈ હતી. થોડા વિરોધી પણ હોય. હજામને પણ ચટપટી થઈ કે ક્યારે અહીંથી ઊઠું અને પેથડશાને આ વાત જણાવું. ખુલ્લી મૂઠીનો આ પ્રભાવ છે. હજામ પણ ત્યાંથી ઊઠ્યો એવો મધ્યરાત્રે પેથડશાને ત્યાં ગયો અને બધી વાત કરી. પેથડશાએ એને પણ એ વખતે દાન આપ્યું. હજામ ગયા બાદ પોતે બહાર નીકળ્યો. પેથડશાને કોઈ પૂછે જ નહિ, એવી એની આબરૂ થઈ ગઈ હતી. રાત્રે દરવાજો ખોલાવ્યો. દ્વારપાલ પણ પેથડશાનું નામ આવે ત્યાં બીજો વિચાર કરે જ નહિ. “મારે કામ છે માટે દરવાજો ખુલ્લો રાખજો' એમ કહી પેથડશા બહાર ગયા. પેથડશાને સિપાઈ કે કોઈ કંઈ પણ પૂછે જ નહિ. પેથડશા પોતે જાતે બહાર જઈ મીઠાના કોથળા લાવ્યા અને પેલું પાણી નીકળ્યું હતું એ પાયામાં નાખ્યા : પછી ઘરે જઈને સૂઈ ગયા. સવારે રાજાએ પેથડશાને બોલાવ્યા અને મીઠા પાણીને લઈને પ્રજાના વિરોધની વાત જણાવી. પેથડશાએ ક્યું કે “જેવી આપની મરજી, પધારો અને ખાતરી કરો કે પાણી મીઠું છે કે કેવું છે?” પેથડશા પોતે અજાણ થયા. રાજાએ ત્યાં જઈ તપાસ કરી તો પાણી ખારું જણાયું. ખબર આપનારાઓને ધમકાવ્યા કે “આવી ખોટી ખબર આપો છો ? જાઓ, તમારું કાંઈ સાંભળવા નથી માગતો” એ વખતે પણ પેથડશાએ વિરોધી સામે સોનૈયા ઉછાળ્યા. વિરોધીઓ પણ કહેવા લાગ્યા કે “ધર્મ તો એનો જ સાચો છે. મંદિર તો બને ત્યારે ખરું, પણ કાર્યસિદ્ધિ માટે કરોડોનો પણ હિસાબ ન ગણ્યો. ત્યાં એવું મંદિર બંધાવ્યું કે જેવું રાજાનું પણ નહોતું ! નગરમાં પેસતાં જ દેખાય તેવું! છેટેથી દેખાય તેવું! જિનમંદિરવાળું ગામ એ રીતે ઓળખાય એવું જિનમંદિર બંધાવ્યું ! “મારા આધારે મંદિર નભે છે' એમ માને તો આ રીતે થાય ? Page #334 -------------------------------------------------------------------------- ________________ ३२० - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – 1080 તારકને તારક તરીકે ઓળખો. મંદિર શા માટે ? નામના માટે કે પાટિયાં ચિતરાવવા માટે ? નહિ જ, મંદિર એ તારક છે : જગતના જીવોને પ્રમાદથી બચાવનાર છે : મંદિર એ જગતના જીવોને વિષયકષાયમાં જોડે કે પાછા પાડે ? જગતમાં વિષયકષાય વધે તો સારું કે ઘટે તો સારું ? મનુષ્ય તો બધાથી ઊંચા ખરાને ? મનુષ્યો પ્રમાદમાં વધે એવી પ્રવૃત્તિ કરે કે ઘટે તેવી ? એક ગાંડા માણસને નિભાવાય. પણ એ પોતાને કૂવે નાખવા આવવાનું કહે તો કૂવે નાખવા જવાય ? કૂવે પડતાં બચાવવાનું કામ આપણું છે કે કૂવે ફેંકવા જવાનું કામ આપણું છે? દુનિયાના કૂવા ખરાબ અને સંસારરૂપ કૂવો સારો હશે કેમ ? શ્રી જિનેશ્વરદેવનો સંઘ કોઈને પણ સંસારરૂપ કૂવામાંથી કાઢવાના પ્રયત્ન કરે કે કૂવામાં ફેંકવાના ? જૈન સંઘ ડૂબતાને બચાવે કે ધક્કો મારે ? આજના જે મોહવિકલો પોતાને સંઘ તરીકે પૂજાવવા બહાર પડ્યા છે, તે જૈન સંઘની હાલત તપાસો ! અને એવાને કહો કે “ખોટી કાર્યવાહીથી સંઘના નામને બદનામ ન કરો ! લક્ષ્મીના મદે ચડી ભાન ન ભૂલતા!' શાસ્ત્ર કહે કે છે કે “ઉગ્ર પુણ્ય તથા ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. આ શ્રાપ નથી પણ શાસ્ત્રકારે આપેલી ચેતવણી છે. ઉગ્ર પુણ્યપાપનાં ફળ આ લોકમાં પણ મળે અને પરલોકમાં મળવાનું તો નિર્માયેલું છે જ! મળ્યું તો સદુપયોગ કરો, પણ ઉન્મત્ત બની ગાંડા ન બનો. નહિ જેવી નામના માટે તારકને પોતાના આધીન ન માનો અને પોતાના આધીન બનાવવાની કે મનાવવાની મૂર્ખાઈ ન કરો તથા વસ્તુસ્વરૂપને સમજીને પછી બોલો. ચોકીદારનું કર્તવ્ય : ઘણા મને પણ સલાહ આપે છે કે “સામા આટલું આટલું ઊંધું-ચતું કરે છે, એની સામે આપ કેમ કંઈ કરતા નથી ?' સામા તો એની જાતને છાજે તેવું કરે, પણ આપણાથી કેમ કંઈ જ અઘટિત થાય ? આપણે તો આપણી જાતમાં, મર્યાદામાં સધ્ધર રહેવું જોઈએ. અયોગ્ય આત્માઓ પાસેથી યોગ્ય કાર્યની આશા કેમ જ હોય ? એ તો બિચારા એવા અજ્ઞાન છે કે “એમની તો દયા જ ચિંતવવી ઘટે કે એ આ પાપથી જશે ક્યાં ?' જન્મથી કુસંસ્કારમાં ઊછરે અને ટેવાય, એની પાસેથી સભ્યતાની આશા રખાય? જેવું શિક્ષણ, જેવા વાતાવરણમાં રહ્યા હોય તેવા ઉદ્ગાર નીકળે ને ? Page #335 -------------------------------------------------------------------------- ________________ 1061 -- ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 - ૩૨૧ બધાને સત્તાવાળા બનવાની ઇચ્છા છે, પણ બધાને સત્તા નીચે ચગદાવું પડે છે. સત્તાનો જાપ કરતાં કરતાં, ગુલામી કરતાં કરતાં ગુલામીમાં કેટલાય મરી ગયા. જોઈએ તો બધું પણ પુણ્ય ક્યાં છે ? પુણ્ય વિના કાંઈ મળતું નથી. બચવા ઇચ્છનારને બચાવવાનું કામ આપણું, પણ ડુબાડવાનું કામ આપણું નથી. પૈસા લઈને પોતાની સ્ટીમરમાં બેસાડનાર કપ્તાન પણ તોફાન થાય તે વખતે ઉતારુને બચાવવા તમામ પ્રયત્નો કરે, વાયરલેસથી બીજી સ્ટીમરોને મદદે બોલાવે અને ઉતારુને પણ ચેતવે. એનામાં પણ એટલો વિવેક છે : સ્વાર્થીમાં પણ પરમાર્થબુદ્ધિ છે : તો પછી જેઓને જ્યાં તારવાની જ ભાવના હોય, તેઓ સ્વયં ડુબાડનાર કેમ બને ? તરવાની સ્ટીમર સાજી રાખવી કે કાણી કરીને ડુબાડી દેવી ? સ્ટીમર કાણી હોય અને એમાં કોઈ સ્વાર્થી માણસ મુસાફરોને લઈ જતો હોય, અગર લોકો જતા હોય, ત્યારે આપણે કાણી સ્ટીમરને બાળવામાં પાપ માનીએ, પણ એ સ્ટીમર કાણી છે એમ કહી ત્યાં જતા લોકોને રોકએ તો ખરાને ? આપણે ભલે ચાર જણા હોઈએ, પણ કાણી સ્ટીમરમાં જતાં રોકીએ એમાં વાંધો શો છે ? રોન મારનારાની ફરજ છે કે બૂમ માર્યા કરે : ઊંઘણશી શેઠિયા ન જાગે તો એમનું ભાગ્ય, પણ પેલા તો બૂમ ન મારે તો ગુનેગાર છે જ ને ? કાણી સ્ટીમરમાં જઈએ એવા આપણે મૂર્ખ નથી તો બીજાને પણ કેમ જવા દેવાય ? પરીષદ વિચારે શું? અમે પણ બૂમ મારીએ અને તે છતાંયે તમે ન જાગો અને ડૂબા, એનું જોખમ અમારે માથે તો નહિને ? માટે વિચારો કે પ્રભુઆજ્ઞાવર્તી શ્રી જૈનસંઘોથી શું ઠરાવ થાય ? અને આજે નામધારી સંઘો તરફથી કેવા અને કયા ઠરાવો થઈ રહ્યા છે ? મનુષ્યોની પરીષદ ઠરાવ શું કરે? મનુષ્યરૂપે પશુ જેવાની વાત નથી કરતો હોં ! મનુષ્યો અને તે પણ ભણેલા, સુધારક, પ્રગતિ કરનાર કહેવાતાઓની પરીષદ કયા ઠરાવો કરે ? જેનાથી જીવન કાળું થાય એવા ઠરાવો કરે કે ઉજ્જવલ થાય એવા કરે ? પાપના માર્ગને પહોળા કરવા એ શું સુધારો છે ? આ બધી વાતો મનુષ્યની પરીષદની કરું છું, પણ મનુષ્યની આકૃતિમાં ફરનારાઓની વાત નથી કરતો. મનુષ્યની આકૃતિમાં ફરતા તો હરણના જેવા મૂર્ખ પણ હોય, Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 102 રાસભ જેવા અક્કલહન પણ હોય, ઊંટ જેવા અઢારે વાંકાં અંગવાળા પણ હોય એવી રીતે જ્ઞાનીઓએ બધીયે ઉપમા આપી છે, પણ જેનામાં મનુષ્યપણું ખીલ્યું હોય, એ કઈ વાતો કરે ? લોક ઉદાર, સદાચારી અને સહિષ્ણુ બને એવા વિચારો કરે કે દુરાચારી, લોભી અને અનાચારી બનાવવાના વિચારો કરે ? વિષયાળીનો તો વિષયના ટુકડાના ગુલામ હોય છે. કૂતરાને ચાર ઇંડા મારો, પણ તુ તુ કરો તો ટુકડા રોટલા માટે પાછો આવે, તેમ વિષયના અર્થીની પણ કૂતરા જેવી હાલત હોય. ડફણાં પડે તો પણ જાય. જ્યાં ડફણાં પડે ત્યાં આદમી જો આદમી હોય તો ન જાય, પણ જે વિષયને વશ હોય તે તો કૂતરાની જેમ જાય. વિષયના ટુકડા જ્યાં મળે ત્યાં ગમે તેવી ખરાબ હાલત હોય તો પણ જાય. આપણે નાદાનોને એ કહે ત્યાં મૂકવા ન જ જઈએ, પણ બચાવાય તો બચાવીએ, નાદાન છોકરો પોતાના બાપને કહે કે “મને વેશ્યાવાડે મૂકવા આવો - તો સાચો બાપ ત્યાં મૂકવા જાય ? નહિ જ, પોતાથી રોકાય તો રોકે, પણ બેવકુફ બનીને ત્યાં મૂકવા ન જ જાય. છોકરામાં માણસાઈ ૨હી શકે - સજ્જનતા રહી શકે તેવી સામગ્રી આપે, પણ વેશ્યાવાડે મૂકવા ન જ જાય: કારણ કે બાપનું એ કામ નથી. ચોર, જુગારી કે લુચ્ચો બનવાની સલાહ બાપથી દીકરાને અપાય ? નહિ, તો પછી વિવેકી આદમીઓ વિષયાધીનોને કઈ સલાહ આપે ? તો હિંદુસ્તાન ઝળકે : જેટલા પ્રયત્નો વિષયો વધારવાના થાય છે, તેટલા ઘટાડવાના કરવામાં આવે તો આજે હિંદુસ્તાન ઝળકે ? એનો આજે ઉદ્ધાર થાય. સભા : પણ બાપ જ એવો હોય તો ? તો ભાગ્ય ! બેય રુએ. ઊંટના વિવાહમાં વેદપાઠક ગધેડા ! બેય પરસ્પરનાં વખાણ કરે. એકનું રૂપ અને એકનો ધ્વનિ, એકેમાં ખામી છે ? એક વાંકો અને બીજો ભૂકે. આવો સંયોગ હોય ત્યાં હાથ જોડીએ : ‘કુર્બનં પ્રથમં વ’ એ ન્યાયે નમસ્કાર કરીએ, જેથી આપણને છાંટા ન ઉડે. આજકાલ ચાલી રહેલી કાર્યવાહી ઉદ્ધાર કરનારી છે કે અધ:પાત કરનારી છે ? પ્રજા (પુરુષવર્ગ કે સ્ત્રીવર્ગ) અંકુશમાં રહેશે તો સારું કે સ્વચ્છંદી થશે તો સારું ? આગળના સુશ્રાવકોની પ્રવૃત્તિઓ સમજો. પ્રથમ કોઈ રાજા પણ અયોગ્ય કાયદા કરે, તો રાજ્યના રેકર્ડ દ્વારા પણ Page #337 -------------------------------------------------------------------------- ________________ 108૩ – ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 - ૩૨૩ તેને યોગ્ય રીતે સમજાવતા. “આ દેશમાં બીજા દેશોની માફક વારંવાર ધરતીકંપ નથી થતા - જ્વાળામુખી નથી ફાટતા, એનું કારણ ? એ જ કે આ દેશમાં ઉત્તમ આચારોનો પ્રભાવ છે. આજે પણ થોડો ઘણો ઉત્તમ આચાર જળવાઈ રહ્યો હોય, તેને લઈને જ એ નથી બનતું. યુરોપ વગેરે બહારના દેશોમાં જુઓ. એક દશકો ગમે તેવા ઉદયની ગયો હોય. પણ એક પ્રલય એવો આવે કે બે દશકા જેટલું ગુમ થાય, માઈલો લાંબી સંસ્થા બનાવી હોય, પણ એક આંચકે ગુમ. પૈસા ગમે એટલા વધ્યા હોય પણ આવા તોફાને ચાલ્યા જાય. પાપથી સુખ હોય જ નહિ. સ્વાર્થ માટે જ્યાં જીવઘાત થાય, ત્યાં એવું થયા જ કરે.' હિંદુસ્તાનમાં ઉશ્રુંખલ જુવાનિયાઓ ધર્મની સામે થઈ રહ્યા છે, પણ તેઓએ સમજવું જ જોઈએ કે તેઓ પણ ધર્મના પ્રભાવથી જ જીવે છે. સંતાનને ધર્મકુશળ બનાવે ! સભા : નવું સર્જન થાય છે ને? નવા સર્જનના પાયા પોલા હોય કે મજબૂત ? પાયા તો પોલા છે. પાપવાસના વધારવાથી જો લાભ હોત, તો જ્ઞાની બધું તજત નહિ. ઉત્તમ આચારો વધારવા પ્રયત્ન કરતા હોત, તો પાયા મજબૂત ગણાત. શહેરનાં બાળક ગામડાનાં બાળક કરતાં હોશિયાર, એનું કારણ કે ગામડાનાં બાળકને સ્થાન, સામગ્રી, સાધન વગેરે મળતાં નથી : એ ભણી શકતાં નથી. તો પછી વિષયવાસનાની સામગ્રીથી વિષયી બને અને વૈરાગ્યની સામગ્રીથી વૈરાગી બને, એ માનવામાં કેમ આંચકો આવે છે ? સુખી થવું હશે તો કુટેવો છોડવી જ પડશે. એ છોડતાં ચાર દિવસ દુઃખ પણ થાય. નિશાળે મોકલતાં બાળક રડે પણ ખરું, પરંતુ એને રોવા સામું જોઈ ન મોકલ્યા હોત તો આજે મોટા ડિગ્રીધરો બન્યા છે તે બનત ખરા ? બાળક રુએ ખરું, તો પણ એના રોવા સામું જોઈ ન મોકલ્યા હોત, તો બી.એ., એલ.એલ.બી. વગેરે વગેરે બનત ? એવા બનાવવા જેટલી કાળજી રાખી, તેટલી જ કાળજી પાછા એ બેવકૂફ ન બને એ માટે રાખી હોત, તો એ આવા પણ ન બનત. કપડાં અપાવતાં, ખાવાનું અપાવતાં કે પૈસા આપતાં કદી એ કહ્યું કે “આ બધું જેમ કુળદીપક બનવા માટે આપીએ છીએ, તેથી પણ વધારે ધર્મદીપક બનાવવા માટે આપીએ છીએ. કુળદીપક સાથે ધર્મદીપક બનો', એમ કદી પ્રેરણા કરી ? “અમે તે માત્ર ભણેલો થાય તે જોવા નથી માગતાં, પણ ઊંચા કુળના સંસ્કાર તારામાં આવે અને ધર્મમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 104 રસ લેતો તું થાય, એ જોવા ઇચ્છીએ છીએ,’ એમ કદી કહ્યું ? “બાપનો માલ ખાઓ છો તો ખરા પણ શા માટે ? કેવા બનવા માટે ?' - એ કદી પૂછ્યું ? હજી પૂછો. હજી નાના ન બગડે તેની સંભાળ રાખો. દુનિયાના કુશળ બને એની સાથે ધર્મકુશળ બને, એવી કાર્યવાહી કરો. “મંદિરે રોજ જવું પડશે, સાધુ પાસે જવું પડશે, ધર્મને હંબગ નહિ કહેવાય, અભક્ષ્ય નહિ ખવાય, અહિંસા એ ધર્મ છે, કોઈ પણ બહાને હિંસા ન થાય.' - આ બધું રોજ કહો. પ્રતાપના ગુણ શાથી ગવાય છે? સભા : બાપ જ ખોટા હોય ત્યાં ? ફરીને એ વાત આવી. મારે તો સારા બાપને તથા સારા છોકરાને કહેવાનું છે. સારા ન હોય તેને કહેવાનું પણ શું ? જે માબાપ કેવળ પૈસા ખાતર છોકરાને ભણાવે છે, એ માબાપને તો એ છોકરા પણ પ્રાયઃ જૂતાં જ મારે છે. એવા તો ઘણા કહે છે કે આવો કયાંથી પાક્યો ? જેટલા વિષયવાસનાના લોભી અને ઇચ્છાનુસાર વર્તવાની ભાવનાવાળા, એટલા પ્રાયઃ પરિણામે સર્વઘાતક બને છે. જેને ઇચ્છાનુસાર વર્તવાનું શિક્ષણ મળ્યું છે, તે બાપની આજ્ઞા પણ કચડ્યા વિના ન રહે. જે દેશ પાસેથી અત્યારે કહેવાતી “સ્વતંત્રતા' શબ્દ શીખ્યા છો તે દેશ પણ કાયદાને કેટલો માને છે ? તમે તો “સ્વતંત્ર અને સ્વતંત્રતા” શબ્દના જ લૂંટારા છો કે બીજું કાંઈ છે ? એ દેશનો ગમે તેવો અમલદાર પણ કાયદા પાસે ટોપો ઉતારે : હિંદી પ્રધાન પણ દાવો માંડી શકે અને એ યુરોપિયન કોર્ટમાં આવે : ગમે તેવા મોટા અમલદારને કોર્ટમાં દંડ થાય તો તરત ભરે અને એ પાંચ હજારના પગારવાળો અમલદાર પણ સો રૂપિયાના પગારવાળાને એ દંડ માનપૂર્વક આપે. આ બધું શું સમજવા લાયક નથી ? આપણે એના કાયદાની યોગ્યતા કે યોગ્યતાનો અત્રે વિચાર કરતા નથી, પરંતુ જે કાયદો બાંધ્યો તેના પાલનમાં તેઓ કેટલા મક્કમ રહે છે તે જાણો છો ? શબ્દો પકડવા કે અંધ અનુકરણ કરવું એમાં ઉદ્ધાર નથી. માટે કહું છું કે સ્વતંત્ર અને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદને ન પોષો ! તમારા જીવનનો ખ્યાલ કરો ! આર્યદેશમાં ઉત્પન્ન થયેલા પાસેથી શી આશા રખાય ? અને તેમાંય જૈન કુળમાં જન્મેલા કેટલા બધા સંસ્કારી જોઈએ ? આ તો બીજાની ટીકા કરવા તૈયાર અને પોતે કરવું કાંઈ નહિ: તે શી રીતે નભે ? તમારા જીવનને કેળવો અને જુઓ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 ૩૨૫ કે એની સ્વ ને પર ઉપર કેવી અસર થાય છે ! બીજાને પરમાર્થી બનાવતા પહેલાં તમે બનો, કે જેથી સામા ઉપર છાયા પણ પડે. જ્યાંથી આજનો કહેવાતો સ્વતંત્રવાદ લાવ્યા, એ દેશવાળા પણ કાયદાની સામે કદી થયા ? હિંદી આગળ પણ કાયદો આવે ત્યાં યુરોપિયન તરત ટોપી ઉતારે. હવે વિચારો કે આજના જૈન સુધારકો શાસ્ત્રીય કાયદાને કેટલું માન આપે છે ? શાસ્ત્રીય કાયદા પર જે પગ મૂકે છે, તે ઉન્નતિ કેવીક કરશે ? શ્રી જૈન સંઘના કાયદા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અમલ કરાવવાના હોય કે ઠોકરે મારવાના હોય ? આજ્ઞાને ઠોકરે મારવાના કાયદા કરીને જૈન તરીકે જીવવું એ અશક્ય છે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ખાતર ઘરબાર તારાજ કરાય તે હા, પણ આજ્ઞાને ઠોકરે મારવાના તો કાયદા ન જ હોય ! આજ્ઞાને ઠોકરે મારનારા અને એવા કાયદા કરનારા તો સ્વપરના હિતનો નાશ કરનારા છે : એવાઓને શરણે થવામાં પાપ છે. અટવીમાં ભીખ માગી ખાવી સારી, પણ આજ્ઞાભંજક એવા ભયંકર કતલખાનાનો આશ્રય લેવો એ સારું નથી. આજ તો હજી આનંદપૂર્વક બેસવાનાં સ્થાન આપણા માટે છે, પણ જો એવો વખત આવે કે ઊભા રહેવાની પણ જગ્યા ન હોય અને એ વખતે પણ આપણે જો ધર્મમાં ટકીએ, તો જ આપણે સપૂત, નહિ તો કપૂત. ‘મારું ઘર, મારું ઘર' કર્યા કરશો તો ભીખ માગશો. 1065 રાણો પ્રતાપ વન વન ભટક્યો : એની રાણી તથા બાળબચ્ચાંને રોતાં જોયાં : રોવા દીધાં : પોતે રોયો : પણ પોતે ટેક ન મૂકી. ભલે એ ગમે તે ધર્મી હોય, પણ એ ધર્મટેકને લઈને આજે એનાં ગુણગાન ગવાય છે. ઘણા ક્ષત્રિયો એને કહેતા પણ કે ‘આવા મોટા બાદશાહની સાથે હઠ હોય ? એની આધીનતા સ્વીકારવી, એમાં જ લાભ છે.’ એના ઉત્તરમાં કહેતા કે ‘એ તમને કુલાંગારોને મુબારક. મને તો મારી ટેકની કિંમત છે.' પ્રતાપ રાણાનાં આજે ગુણગાન એથી ગવાય છે. તમારે કુળદીપક બનવું છે કે કુળના દેવતા ? અગ્નિ તો બેયમાં, દીપક શું કરે અને દેવતા શું કરે ? પણ સભા : દેવતા તો બાળે. આ અહીં બેઠા છે એટલા દીપક બને તો હિંદુસ્તાન આજ ઝળકે. વાવાઝોડામાં સ્થિર રહે એવા, બુઝાય નહિ એવા દીપક બનવું જોઈએ. વાયરા એવા પ્રલયકાળના વાય છે કે શક્તિ છતાંય મૂંઝાયા તો નિર્વાણ તો ધબોધબ ! તો બીજા ડૂબશે એનું પાપ તમને લાગશે, કારણ કે જે છતી શક્તિનો ઉપયોગ ન Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1088 કરે તેને માટે એ જ હોયને ? આથી વિચારી વિચારીને નિશ્ચિત થાવ કે શ્રી જૈન સંઘ વિષયને વધારનારા કાયદા કરે કે રોકનારા ? વિધવાઓનો વિરોધ : પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જોઈએ : બને તો જિંદગીભર એની ના નથી, પણ પચીસ વર્ષની મર્યાદા તો અવશ્ય બાંધવી જ ! એવા એવા કાયદા ઘડોને ! પણ એ કાયદાને બદલે તો આજે કયા કાયદા થાય છે ? સભા : દીક્ષાને રોકવાના અને પુનર્લગ્ન કરવાના, કારણ કે તેઓએ માનેલી વસ્તી વધે ને ? હિંદી નેતાઓ તો કહે છે કે ગુલામ પ્રજા ન વધારો અને દેશસેવા માટે સર્વ સમર્પ દેવું ! શું એ ઠરાવો તેઓને માન્ય નથી ? અને માન્ય છે તો પછી ધર્મના વિષયમાં વિરોધ કેમ ? જો કે જાતવાનોનો તો બધાં જ અયોગ્ય કામોમાં વિરોધ છે જ. કારણ કે જે નાતમાં પુનર્લગ્ન છે, ત્યાં પણ ખાનદાન તો નહિ જ કરે. જે નીચ કરે તે પણ પેલા ખાનદાનને ગાદી પર બેસાડે અને એમને પોતાથી ઊંચા માને. એવા ઊંચા રહી ગાદી-તકિયે બેસવાનું આજનાને નથી ગમતું ? બોલવા ઊભા થાય ત્યારે પચીસ વાર તો પાણી પીવું પડે, કારણ કે પાપનો પ્રભાવ છે. પ્રભુમાર્ગના સાધુ કલાકો બોલે તોયે પ્રાયઃ પાણી ન જોઈએ, કેમ કે શ્રી જિનેશ્વરદેવે કહેલા ગુણની છાયા છે. વળી આજનાઓને તો ક્ષણે ક્ષણે ભય છે કે વાત ઊડી ન જાય ! આજે. ઠરાવો પસાર પણ કેવી રીતે કરાવાય છે ? વિરોધમાં બોલવા કોઈ ઊભો થાય તો હુર્રે હુર્રે કરી બેસાડી દેવાય : એને બોલવા ન દેવાય : આનું નામ સ્વતંત્રવાદીઓ ! એવાઓ વળી આજે વિધવાઓ માટે પુનર્લગ્નની વાતો કરી રહ્યા છે અને વિધવાઓનો જ વિરોધ તો એમની સામે પડેલો છે જ ! પુનર્લગ્નના વિચારો કયા ભેજાનાં છે, એ પણ જૈન કુળની વિધવાઓએ સ્પષ્ટ કહ્યું છે. દરેક બાબતમાં કોઈ ગમે તેમ કહે, પણ તમે મક્કમ થશો તો વિરોધીઓ પણ પગે પડતા આવશે. સભા : અન્ને સામાજિક બંધનને લગતો પ્રશ્ન નીકળ્યો હતો. પતન કાળના પડઘા આવ્યા હોય ત્યાં થોડા ટેકીલા પણ હોય. સામાજિક બંધન ક્યાં સુધી ? ધર્મની રક્ષા થાય ત્યાં સુધી. ધર્મઘાત થાય ત્યાં એ પણ છોડી દેવાય. વ્યાપાર જીવવા માટે કે મરવા માટે ? દુનિયાની પ્રવૃત્તિ માટે જિંદગી કે જિંદગી માટે પ્રવૃત્તિ ? આત્મધર્મ સચવાય એવા સામાજિક બંધનની જરૂર Page #341 -------------------------------------------------------------------------- ________________ 1057 - ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? – 69 - ૩૨૭ કે જેથી મર્યાદા સચવાય. મર્યાદા માટે સામાજિક બંધન. હાથી પણ ચગદે નહિ, માટે એના માથે પણ અંકુશ. મદારી પણ ધાર્યું કામ લેવું હોય તો માંકડાના ગળામાં સાંકળ નાખે. સાંકળ કાઢી નાખે તો એ જ વાંદરો કરડે અને નાસી પણ જાય. ધર્મની ઘાત થાય ત્યાં કહી દેવાનું કે એવાં સામાજિક બંધન પરવડે નહિ. હજી તો તમારે ગામમાં ઘર છે, પણ ન હોય તો પણ સાવધ રહેવાનું છે : માનો કે કાલે એ પણ ઝૂંટવી લે. આજ્ઞાભંજકની ભયંકરતા : સભા : આ રાજમાં હજી એવું બને એમ નથી. બનવાનું તો નથી, પણ કહેવાનો આશય એ છે કે પાપ માટે વિરોધીઓ આટલો ત્યાગ કરે, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે એથી પણ અધિક ત્યાગ ન થાય ? આ સમજાઈ જાય તો એ પણ સમજાઈ જાય કે સંઘ કયા કાયદા કરે ! સંઘ પ્રમાદ ઘટાડે પણ વધારે નહિ ! જે સંઘ હાડકાંનો ઢગલો કહેવાય છે, તે પ્રમાદને પોષનાર છે તેને પણ બીજાને નહિ. પ્રમાદને પોષનાર, પ્રમાદને પોષાય તેવા કાયદાઓ કરનાર સંઘ હાડકાંનો ઢગલો છે, એમ કહેવામાં હરકત પણ શી છે ? જે સંઘ પ્રમાદ ઘટાડનાર છે અને તેવા પ્રયત્નો કરે છે, તે શ્રીસંઘ તો આજે પણ શ્રી તીર્થકરની જેમ પૂજ્ય છે. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય, પણ તે જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તો તે સંઘ છે, એ સેવ્ય છે, પૂજ્ય છે : પણ સામે જો લાખ સાધુ, લાખ સાધ્વી, લાખ શ્રાવક અને લાખ શ્રાવિકા હોય અને તે આજ્ઞાથી વિરુદ્ધ હોય તો તે હાડકાંનો ઢગલો છે. આગળ કહ્યું કે જે શ્રીસંઘ પૂજ્ય, એ જ જો ઊલટો થાય તો સર્પ જેવો બહુ ભયંકર. વ્યવહારમાં પણ સાપણ જેવી મા ન જોઈએ, એ કહેવત છે. સાપણ મા તો બચ્ચાંને પણ ખાવા જ માંડે. એટલે જે ભાગે તે જ બચે ત્યાં તો બચે એનું ભાગ્ય. જે સંઘ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પગ મૂકે તે સર્પ જેવા છે, એમ સમજી જ લેવું. એવાઓની સાથે વાતના પ્રસંગમાં બીજું બોલાય જ નહિ. “પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં' આટલું કહેવું એટલે Page #342 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મ સમજી જશે. જ્યાં ખાજાં અને ભાજી એક ભાવે મળતાં હોય એવી અંધેરી નગરી હોય, નાયક ગંડુ હોય અને ટોળું જાવસોઈ કરનારું હોય, ત્યાં કમી શી ? ૩૨૮ આપણે જો ભગવાન શ્રી મહાવીરદેવના દીકરા જ છીએ, આગમનું આપણને શરણ છે અને એના કહેલા માર્ગે જ ચાલનારા સેવક છીએ, તો પછી ભય કોનો ? 1068 ચોથું મહાવ્રત : જ્યાંથી પુનર્લગ્નના પયગામ પાઠવાય, ત્યાં પાંચ મહાવ્રતને ધારણ કરનારાની હાજરી હોય, તો એ કલિકાળનું ભયંકર લક્ષણ છે. આ આત્માના નાશનું બારણું ખૂલે છે. પાંચ મહાવ્રતો પૈકીના ચોથા મહાવ્રતનો પાઠ શું છે એ જાણો છો ? ‘દ્રવ્યથી રૂપ અને રૂપના સહગત પદાર્થો, ક્ષેત્રથી ઊર્ધ્વ, અધો અને તિńલોક, કાળથી દિવસ અને રાત્રીએ અને ભાવથી રાગ અને દ્વેષથી, મૈથુન સેવું નહિ, સેવરાવું નહિ અને સેવતાને સારો જાણું નહિ :' આ ચોથું મહાવ્રત. જ્યાં લગ્ન તો દૂર, પણ પુનર્લગ્નની વાતો, ત્યાં મહાવ્રતધારીની હાજરી એ કેવો ગજબ ? કોઈ દીક્ષા લે ત્યારે જેઓ એમ કહેવા આવે કે પત્નીને મૂકીને પતિને દીક્ષા લેવાનો હક શો ? તેઓ જ વિધવા કે જે પતિની મર્યાદા પાળે છે, એને પુનર્લગ્નના પયગામ પાઠવે છે : આમને મોઢાં કેટલાં ? જગ્યા એવું બોલવું. ફાવ્યું એમનું કૂટવું. જેવો નીકળે એવો જ અવાજ કાઢવો એમ જ કે બીજું કાંઈ છે ? સભા : કહે છે કે પુરુષોને કેમ છૂટ ? પુરુષોને છૂટ કોણે આપી ? થાઓ ઊભા અને કરો નિયમ ! સભા : કહે છે કે બાળલગ્નાદિના ઉપદેશ કેમ નથી અપાતા ? જ્યાં લગ્નની જ ના કહેવાય ત્યાં બાકી રહ્યું શું ? ઉપદેશ બધા દેવાય છે, પણ ફાવે તેમ બોલે એનો ઉપાય ન હોય. પુરુષો પચીસ વરસ સુધી પરણે જ નહિ, અને વળી જિંદગી સુધી બ્રહ્મચારી રહે તો ઘણું જ ઉત્તમ તથા ન બને તો એકથી વધારે વાર ન પરણે એવો કાયદો કોને ! આ તો એમ કે ‘અમે નાકકટ્ટા અસતા, અને સ્ત્રીઓ સતી કેમ બને ?' Page #343 -------------------------------------------------------------------------- ________________ 10:. - ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? – 69 - - ૩ ૨૯ સભા : અનુકંપાથી એવાં દાન ન દેવાય ? મદિરાનાં દાન હોય ? માંસનાં દાન હોય ? ચોરીનાં હથિયારનાં દાન હોય? ખરે જ, આ બધી ભયંકર વાતો છે. એવા વિચારો પણ ન હોવા જોઈએ, ત્યાં પ્રવૃત્તિઓની વાત જ શી ? કુલીન સ્ત્રીઓએ પણ ‘પુનર્લગ્નના વિચારો ક્યા ભેજાના છે ?' – એ પ્રશ્નનો ઉત્તર આપતાં સંભળાવી દીધું કે વિષયાધીન ગુલામોના એ વિચારો છે, પણ બ્રહ્મચર્યપ્રેમી મનુષ્યોના એ વિચારો નથી : હોય જ નહિ !” સંયમીને તો કરું નહિ, કરાવું નહિ અને કરે એને સારો માનું નહિ, એ પચ્ચકખાણ હોય : એની એવી સભાઓમાં હાજરી તથા સંમતિ ? લગ્ન તો દૂર પણ પુનર્લગ્નની વાતો હોય કે જેની સામે વિધવાનો પોકાર જીવતો-જાગતો પડ્યો છે, એ સ્થાનમાં હાજરી હોય ? આજે એ વર્તાવ થાય છે ને ? વારુ, તમે લગ્નની કંકોત્રી લખો તો સાધુ આવી શકે ? સભા: નહિ. કેમ ? લગ્ન ઉમદા નીતિ છે, એમ કહો છો ને ! સભા સંયમીને ત્યાં નિસ્બત જ નથી. આટલું તમે પણ જાણો છો ! સંસારીઓ આટલું જાણે અને સંયમી પોતે આવો વર્તાવ કરે છે ? વાડ ચીભડા ગળે છે : રક્ષક ભક્ષક થાય છે : તારક નાશક થાય છે : તમારામાં બુદ્ધિ હોય તો સમજો. શાણાને આટલું બસ છે. નઠોરની વાત જુદી છે. ધર્મમાં સ્થિર થાઓ. હવે તો સ્વાર્થનો ભોગ નહિ આપો તો વાયરા ભયંકર વાઈ રહ્યા છે. શ્રી જિનેશ્વરદેવ તથા સાધુ તથા આગમ તારક લાગે, સંસાર ખોટો લાગે, વિષયકષાય હાનિ કરે છે એ બરાબર લાગે, તો મક્કમ થાઓ. આવી ભાવનાવાળા માટે ભયંકર વખત નથી, ન આવે એ ઇચ્છીએ, પણ કદી કર્મોદયે એ વખત આવે તો પણ મક્કમ રહેવાય, તો શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા તે સફળ થાય. કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારાઓને પણ મરણાંત કષ્ટ આવ્યાં છે. આપણો મુદ્દો શ્રી ગજસુકુમાલને સસરાએ માથે અંગારા ભર્યા. પોતાના જમાઈને અંગારાથી બાળ્યો. એ વખત ન આવો, કેમ કે આપણામાં એ બળ નથી, પણ કદી કંઈક Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 1070 આપત્તિઓના પ્રસંગો આવે તો સહેવા શૂરવીર બનો. થેલી-ઘરબારનો મોહ ઓછો કરો તો ધર્મ સચવાશે : નહિ તો ધોળે દિવસે લુંટાશે. ધર્મનો ઘાત કરે એની સાથે કટ્ટી હોય તો નમતા આવે. તમે પણ આગમને ન માનો તો તમારાથી પણ અમારે કટ્ટી : આગમને નમતા ન આવો ત્યાં સુધી કદી રાખીએ. અમે પણ ન નમીએ તો તમારે અમારાથી જ્યાં સુધી અમે નમતા ન આવીએ ત્યાં સુધી કટ્ટી રાખવાની. અમે પણ જો આગમને ન માનીએ અને તમે વેષ જોઈને નમો, તો હું તો તમને પણ મિથ્યાદષ્ટિ કહીશ : ઉન્માર્ગે ગયેલા કહીશ. જે આગમને નએ, તેને નમે તે સમ્યગ્દષ્ટિ. ગાંડાના ગુરુ થવા માગતા પણ નથી. જેને ત્યાગ ન ગમે, એટલું જ નહિ પણ ત્યાગનો જે વિરોધ કરે, તેના ગુરુ થવામાં લાભ નથી કેમ કે એ એને ફાવે તેમ બોલે. એવાની સાથે અમારે મેળ ન હોય, કેમ કે ત્યાગના વિરોધી રાગીને તો ત્યાગીને ગાળ દીધા વિના છૂટકો નથી. એવાઓ તો અમને ખરાબ કહે એ જ સારું. એવાની નજરે અમે સારા દેખાઈએ એ સારું પણ નહિ. ત્યાગ અને ત્યાગીને ગાળો દેવી, એ તો ત્યાગના વિરોધી રાગીનો ધર્મ છે. આખરે આ બધી વાતનો એક જ મુદ્દો છે. અને તે એ છે કે વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : ♦ પ્રમાદત્યાગ શા માટે ? • નિવૃત્તિ એટલે ? ♦ સંયમધરની કક્ષામાં : ♦ શાહ કે લૂટારા ? ૭ વાસનાને દબાવો ! ૦ સડેલાને કાપો ? ♦ પડે દુ:ખ અને માને સુખ ? • ત્રણ પ્રકારના પુરુષો એક દૃષ્ટાંત : ♦ પૂરમાં તણાવાનું નહિ, સામે તરવાનું ! મહાજન કોણ ? • એવા ટોળાને હાડકાંનો માળો કહેવામાં વાંધો શો ? વિષય : પ્રમાદ (વિષય-કષાય)ની કાર્યવાહી વધારે તે સંઘ, કે ઘટાડે તે સંઘ ? વિ. સં. ૧૯૮૫ની એ સાલમાં જૈનશાસનમાં એક ભયાનક ઘમસાણ મચ્યું હતું. સુધારાવાદના રૂપાળા નામે એક ઝેરી વાવાઝોડું સર્વત્ર ફરી વળ્યું હતું અને એમાં કેટલાય જૈન નામધારી અને શ્રાવક-સાધુ વેષધારીઓ પણ આબાદ ફસાયા હતા. આવા જ એક સુધારા (કુધારા) વિધવાવિવાહના સમર્થન માટે કહેવાતા જૈનોની એક પરિષદ મળી હતી જેને, જૈનાચાર્ય ગણાતા એકે ટેકો આપેલો. તે પરિપ્રેક્ષ્યમાં, સંઘ કેવા ઠરાવો કરી શકે ? મુનિની શેમાં સંમતિ હોય ? ધ્યાન માટે - અધિકારી કોણ ? અસંયમીનું ધ્યાન ધ્યાન કેમ નહિ ? વ્યવહારને સુધારવા માટેય ધર્મ જ જરૂરી કેમ ? મૂર્ખાઓનાં ટોળાંઓ તાળી પાડે અને સજ્જનોનાં શરમથી માથાં ઝૂકે તે સુધારો કઈ રીતે ? બળવો તો વિષય કષાય સામે જ કરવાનો વગેરે બાબતોના હૃદયસ્પર્શી સમાધાને, પ્રવાહી ભાષા અને પ્રવાહી શૈલીમાં પૂજ્યપાદશ્રીજીએ સમાર્યા છે. 70 સુવાક્યાતૃત આરંભ-સમારંભથી દૂર ખસવું અને આત્મહિતકર પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ સાચી નિવૃત્તિ છે. નિવૃત્તિ એટલે પ્રમાદથી પાછા ફરવું. • દુનિયાદારીની ક્રિયા નાશ પામે અને સુક્રિયાઓમાં આત્મા તલ્લીન થાય ત્યારે જ ક્વચિત્ ક્વચિત્ શુભ ધ્યાન આવે. ધ્યાન પામવાની યોગ્યતા માટે પ્રથમ જ સંયમમાં સ્થિરતા જોઈએ. ગૃહસ્થની પ્રતિષ્ઠા ‘લાવ્યા એવું દેવું' અને મુનિની પ્રતિષ્ઠા એ કે ‘અખંડિત રીતે સંયમને સાચવવું !' જ્યાં આત્મવૃત્તિ ન મળે ત્યાં ભેગા રહેવાનો લોભ એ મૂર્ખાઈ છે. કોઈ આપણી ખામી કહે - એ સહેવાય નહિ તો ઉદ્ધાર શી રીતે થાય ? - ♦ સારું ન બને તો એની હરકત નહિ, પણ ખોટું તો ન જ થાય. જેને આત્મકલ્યાણ જ ન જોઈતું હોય, તેને સુધારક જ કેમ કહેવાય ? ♦ સુધારો તો તે કે જે જોઈને સજ્જનનું પણ માથું નમે. પાપીને બચાવવા યત્ન કરાય, પણ પાપના રસ્તા પહોળા ન કરાય. વિષયનાં સાધનો પૂરાં પાડવાથી તો લાલસા વધતી જ જાય. ઇચ્છા રોકાય તો લાલસા ઘટે. મોહરાજાની રાજધાનીને ખેદાનમેદાન કરવા માટે તો આ શાસન છે. પાપોદયે સારા માણસ પણ ખરાબ કામ કરે, તો એથી એ ખરાબ કામ સારું ન જ કહેવાય. ♦ જ્યાં મુનિપણું નથી અને વેષ છે, એ તો ભવૈયાનો ડોળ છે. જ્યાં સંઘત્વ નથી અને ટોળું છે એ તો હાડકાંનો ઢેર છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૦: એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો: પ્રમાદિત્યાગ શા માટે? સૂત્રકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે સેંકડો ભવે પણ દુઃખથી મળે તેવું સમ્યકત્વ પામીને વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદી ન થવું જોઈએ. પ્રમાદ એટલે મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સરોવરના કાચબાનું દૃષ્ટાંત કહી ગયા. એ શેવાળની જાળથી છવાયેલા એક લાખ યોજનના સરોવરમાં પડેલ છિદ્ર દ્વારા કાચબાની ડોક બહાર નીકળી હોય, તે દ્વારા તે, તે વખતે શરદઋતુના ચંદ્રની ખીલી ઊઠેલી ચાંદનીથી શોભતું આકાશતલ જુએ અને જોઈને પોતાના કુટુંબને લેવા પાછો જાય અને એને જેમ ફરી તક મળવી એ અસંભવિત છે, એથી પણ અતિશય દુર્લભ સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. ખરે જ, સમ્યક્ત્વ પામ્યા પછી પ્રમાદી થનારને ફરીથી એની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. અપૂર્વકરણાદિકના યોગે સમ્યક્ત્વ રત્ન સાંપડે અને પ્રમાદ આવે તો પાછા મિથ્યાત્વે જવું પડે, માટે પ્રમાદી (વિષયી-કષાયી) ન થવું જોઈએ, એવો ઉપદેશ પરમ ઉપકારી જ્ઞાનીઓએ વિહિત કર્યો છે. એથી સ્પષ્ટ જ છે કે જેનાથી આત્મા વિષયકષાયાદિ પ્રમાદમાં જડાય તેવો ઉપદેશ મુનિએ ન જ આપવો જોઈએ. વિવેકીનો એ જ ધર્મ છે કે પોતે પ્રમાદી ન બને ને બીજાને પ્રમાદી બનવાની સલાહ ન જ આપે. શ્રી જૈનશાસનને પામેલો કહે શું?, સાંભળે શું?, અને માને શું ? એ જ કે પ્રમાદ (વિષયકષાયાદિ), ન સેવવા ! શ્રી જૈનશાસનમાં દરેક આત્માથી પ્રમાદ છોડવાની ક્રિયા જ આનંદપૂર્વક થાય, પણ પ્રમાદ સેવવાની તો ન જ થાય. કદાચ દુર્ભાગ્યના યોગે પોતાને પ્રમાદોનું સેવન કરવું પડે, તો તેથી તે પોતાની પામરતા માને, પણ બીજો સેવે તો સારું એવી ભાવના તો એને ન જ થાય એટલું જ નહિ પણ બીજો પ્રમાદી ન થાય એવી બનતી કાળજી પોતે રાખે. આ અધ્યયન દ્વારા ધૂનન કરાવવું છે અને પ્રમાદની આધીનતા હોય ત્યાં સુધી ધૂનન થાય નહિ, એટલું જ નહિ પણ પ્રમાદ ખસે એટલે કે વિષયકષાયની રસિકતા ઓછી થાય તો ધનન થાય. આથી જ્ઞાનીઓ મુખ્યતયા એ જ ઉપદેશ Page #347 -------------------------------------------------------------------------- ________________ 10T3 --- ૨૦: એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો - 70 – ૩૩૩ આપે છે કે પ્રમાદી ન બનવું જોઈએ. ભગવાન શ્રી મહાવીરદેવનો શ્રી ગૌતમસ્વામીજી પ્રત્યે તેમજ બીજા બધાય પ્રત્યે પ્રમાદી ન બનવાનો જ ઉપદેશ હતો, એ આપણે ક્યાં નથી જાણતા ? નિવૃત્તિ એટલે? સભા : પ્રમાદનો ત્યાગ એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ ? નિવૃત્તિનો અર્થ સમજો. આરંભ-સમારંભથી દૂર ખસવું અને આત્મહિતકર પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ સાચી નિવૃત્ત છે. નિવૃત્તિ એટલે પ્રમાદથી પાછા ફરવું. એકલી નિવૃત્તિથી આત્મા રહે કયાં ? શરીર ન છૂટે ત્યાં સુધી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તો રહેલી જ છે. એ અટકે નહિ - એ પ્રવૃત્તિને અયોગ્યમાંથી ખેંચી યોગ્યમાં રોકવી જોઈએ, જો એમ ન કરો, એટલે કે અયોગ્યમાંથી ખેંચી યોગ્યમાં ન રોકો તો તે અયોગ્યમાં જાય : વચન-કાયાના યોગો તો ચાલુ છે જ. અયોગ્ય સ્થાનથી ખેંચી યોગ્ય સ્થાને ન રોકો, તો તે અયોગ્ય સ્થાને તો જવાના જ. સભા : અધ્યાત્મમાં પણ ક્રિયા ખરી ? ક્રિયા બેઠેલી જ છે. વસ્તુના સ્વરૂપને સમજો તો એ બધું જ સમજાય. ધ્યાનનો અધિકાર કોને ? જો બધાયે એમ ધ્યાનમાં મગ્ન થઈ શકતા હોત તો દુનિયામાં કોઈ જ ન રહેત. દુનિયાદારીની ક્રિયા નાશ પામે અને સુક્રિયાઓમાં આત્મા તલ્લીન થાય ત્યારે જ ક્વચિત્ ક્વચિત્ શુભ ધ્યાન આવે. ચૈત્યવંદનાદિ સુંદર ક્રિયાઓમાં જેનું મન નથી ચોંટતું, તેનું મન કોરા (લુખ્ખા) આત્મામાં શી રીતે ચોંટી જાય ? સભા : એકાંતમાં જાય તો ? એકાંત એ ધ્યાનનું જ કારણ છે, એમ ના માનતા. એકાંત તો ભયનું પણ કારણ છે. એકાંતથી તો આદમી ગાંડ પણ થઈ જાય. એકાંતથી તો સન્નિપાત પણ થાય. મોટા મકાનમાં એકલા બેસો તો ભય જ લાગે ને ? સભા : ક્લોરોફોર્મ સુંઘાડે ત્યારે યોગની ક્રિયાઓ ચાલુ હોય છે? ક્રિયા ચાલુ છે : ભલે ખબર ન પડે. કેટલીક વાર આપણે પોતે આપણી ક્રિયાને પણ સમજી શકતા નથી. રભસવૃત્તિથી કોઈવાર એવાં વચનો નીકળી જાય કે એના અર્થ પણ કાઢી શકાતા નથી. અમુક પીડા થાય છે. ત્યારે શું થાય છે, એ કહી શકાતું નથી. મન-વચન-કાયાને અયોગ્ય ક્રિયાથી રોકી યોગ્યમાં જોડીએ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - ત્યારે ધ્યાન આવે. ધ્યાન પામવાની યોગ્યતા માટે પ્રથમ જ સંયમમાં સ્થિરતા જોઈએ, એટલે કે પ્રાણાંતે પણ સંયમમાં અસ્થિર ન થવાય. પ્રાણના ભોગે પણ સંયમને સાચવવાની ભાવનાવાળો આત્મા જ સાચો ધ્યાની બની શકે છે. હવે વિચારો કે સંયમ ખાતર પ્રાણ આપવા તૈયાર હોય એને ખોટાં માનાપમાન નડે ? સંયમધરની કક્ષામાં : સભા ઃ સંયમનો અર્થ શો ? 1074 “પંચમ: આશ્રવધારોપરમઃ” ‘આશ્રવનાં દ્વારોથી પાછા ફરવું એનું જ નામ સંયમ.’ આથી મહાવ્રતોને પણ સંયમ કહી શકાય છે અને ઇંદ્રિયો તથા મનનો નિગ્રહ, એને પણ સંયમ કહી શકાય છે. આત્મહિતના ઉદ્દેશથી એવા સંયમને ધરનાર આત્મા પોતાના સંયમને સાચવવા પોતાના પ્રાણોને ગુમાવવા પણ તૈયાર હોય.. એવા આત્માને તુચ્છ માનાપમાન કેમ જ નડે ? કેમ કે એ તો સંયમને જ તારક માને છે. ‘હું તે આ જ’ એમ માને. પોતે અને સંયમ એક છે એમ માને, પણ જુદા ન જ માને. એવા આત્મા સંયમના અપમાનમાં પોતાનું સન્માન કઈ રીતે જોઈ શકે ? અને ‘સંયમનું અપમાન ભલે થાઓ પણ મારું અપમાન ન થાઓ' આવી ભાવનાવાળાને સંયમ ઉપર પ્રેમ છે, એમ પણ કેમ જ કહેવાય કે મનાય ? દુનિયાદારીમાં પણ પ્રતિષ્ઠિત ગણાતો આદમી એમ કહે છે કે ‘અમે ભલે મરીએ પણ અમારી પ્રતિષ્ઠા તો જીવો જ.' એવા આદમી મરતી વખતે આબરૂ ગયાનું સાંભળે તો એને દુઃખ થાય અને આબરૂ રહ્યાનું સાંભળે તો કાંઈ નહિ. એ રીતે પ્રતિષ્ઠિત આદમી પ્રાણ કરતાં પણ પ્રતિષ્ઠાને કીમતી ગણે છે, એટલે દુનિયાની પ્રતિષ્ઠા માટે દુનિયાનો આદમી પ્રાણ આપવા પણ તૈયાર થાય છે, તો પછી સંયમધર પોતાની પ્રતિષ્ઠા માટે સંયમ કેમ જ જવા દે ? અને સંયમ જવા દે તો સંયમધરપણું કેમ જ રહે ? ગૃહસ્થની પ્રતિષ્ઠા ‘લાવ્યા એવું દેવું' અને મુનિની પ્રતિષ્ઠા એ કે ‘અખંડિત રીતે સંયમને સાચવવું !' પ્રતિષ્ઠાનો પ્રેમી પ્રતિષ્ઠા સાચવવા ઘર વેચે કે નહિ ? ગાડી-ઘોડા કાઢી નાખેને ? આ વાત પ્રતિષ્ઠિતની થાય છે, પણ દેવાળિયાની નહિ : કારણ કે પ્રતિષ્ઠિત આત્માઓને મન પ્રતિષ્ઠા ગયા પછી જીવવામાં મજા જ નથી. તે જ રીતે સંયમધર આત્મા પણ સંયમનો નાશ થવા દેવા કરતાં મરવું વધારે પસંદ કરે છે અને ધ્યાતા પણ તે જ બની શકે છે કે જેને સંયમ ખાતર Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : - 70 ૩૩૫ પ્રાણ જાય તેની પણ ૫૨વા ન હોય. એવા આત્માને તુચ્છ માનાપમાન નડતાં જ નથી અને જ્યાં માનાપમાનનો અંશ જાગ્યો, ત્યાં સમજવું કે સંયમનો તથાવિધ પ્રેમ જાગ્યો નથી. શીત કે ઉષ્ણ ગમે તે કાળમાં એનું ચિત્ત વિહ્વળ ન થાય : ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગોને એ શાંતિથી સહે : એના હૈયામાંથી જગત પ્રત્યે કેવળ કરુણાના ઝરા જ વહે : એ કોઈનું પણ ભૂંડું ન જ ઇચ્છે : આવા તો કેટલાયે ગુણ આવે ત્યારે ધ્યાનમાં ચિત્ત સ્થિર થાય. 1075 ચોથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલાનું કામ તો એક જ કે જેથી સાતમું ગુણઠાણું આવે એવી કાર્યવાહી કરવી : પ્રમત્તાવસ્થા જાય અને અપ્રમત્તાવસ્થા આવે એવું ક૨વું. જે પ્રમાદ વધવાની ક્રિયા કરે તેને સાતમું ન આવે, એટલું જ નહિ પણ પમાયું હોય તે પણ જાય. છઠ્ઠા ગુણઠાણાવાળો પ્રમાદની વિષયકષાયાદિની રસપૂર્વક વાત પણ ન કરે અને પાંચમા તથા ચોથાવાળો પણ પ્રમાદની પ્રશંસા ન કરે. સર્વવિરતિ ધરનાર, દેશવિરતિ ધરનાર તથા સમ્યગ્દષ્ટિ પ્રમાદના પોષક તથા પ્રશંસક ન જ હોય. પ્રમાદ થઈ જાય અગર કરવો પડે તો પણ એનો પશ્ચાત્તાપ જ કરે, પણ એવા બને એવી ભાવના એને ન જ હોય : એટલું જ નહિ પણ બીજા પ્રમાદ તજે એવી જ ભાવના એને હોય : અને પ્રમાદ તજનારને સહાય કરવાની તેનામાં સદાય તત્પરતા હોય. છઠ્ઠા ગુણસ્થાનકવાળા, પાંચમા ગુણસ્થાનકવાળા અને ચોથા ગુણસ્થાનકવાળા પણ સંઘમાં છે, પણ ક્યાં સુધી ? પ્રમાદ (વિષયકષાયાદિ)ના પોષક તથા પ્રશંસક ન હોય ત્યાં સુધી. પ્રમાદ વધે, એવી કાળજીવાળા એ ન હોય. જેમ પોતાના તેમ પરના પણ પ્રમાદ ન વધે, એવી કાળજી એ આત્માઓને હોય. પોતાના સહવાસમાં આવનારને પ્રમાદ ઘટાડવાનું કહે પણ વધારવાનું ન કહે. ચેડામહારાજાનો અભિગ્રહ શો હતો ? પૂજા યાદ છે ને ? કન્યાદાન નિવાર્યું ને ? શ્રી કૃષ્ણ મહારાજાનું વૃત્તાંત પણ જાણો છો ને ? એને બદલે આજે તો વિધવાદાનની વાતો થાય છે, ત્યારે આ શાસનમાં કન્યાદાનની પણ વાત નથી. ૫૨મઉપકારી શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ વ્યંગમાં કલિકાલના જીવોને ઉદાર કહ્યા છે, તે મુજબ પેલા કન્યાદાન નિવારતા ત્યારે આ વિધવાદાન માટે તૈયાર થયા છે, શું આ ઉદારતા ઓછી છે ? શ્રી કૃષ્ણ મહારાજા કોણ ? ત્રણ ખંડના માલિક, સોળ હજાર સ્ત્રીના સ્વામી, પણ કન્યાને પરણાવે નહિ પણ શ્રી નેમનાથ સ્વામી પાસે મોકલે : Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 106 એટલે કે સંયમધર બનાવે. હવે વિચારો કે કન્યાદાન ધર્મક્રિયા હોય તો ધર્મક્રિયા કદી બંધ થાય ? એ બંધ કરે ? શાહ કે લૂંટારા? સભા : એ લોકો કહે છે કે બહુ શુદ્ધ થવા જશો તો એકલા રહેવું પડશે ! તો વાંધો શો છે? એકલા રહેવામાં પણ મજા છે. ભાણાં ખડખડ થાય એવા એકલા રહેવામાં મજા પણ શી છે? રોજ ખખડાટ થાય ત્યાં રહેવું ન જ પાલવે. બેકલા થવું તો તેવા સાથે કે જ્યાં આત્મવૃત્તિ મળે : જ્યાં આત્મવૃત્તિ ન મળે ત્યાં ભેગા રહેવાનો લોભ એ મૂર્ખાઈ છે. આપણી વૃત્તિને આધીન ન હોય ત્યાં પડી પડીને એને ભેગો રહેવાનું કહેવું, એ મૂર્ખાઈ છે. એવા દીન આપણે ઓછા જ છીએ ? એકલા ન રહી શકીએ ? જવાનું એકલા, આવ્યા એકલા, જેવા આવ્યા તેવા જવાનું, તો તેવા રહેવામાં ગભરામણ પણ શી ? કમને એકલા જવું પડે તેના કરતાં મનથી એકલા થઈને જઈએ તો સારું ને કે પાછળ કોઈ રૂએ તો નહિ !મુદ્દો એ છે કે ધર્મ કહેવરાવવું છે પણ બનવું નથી એટલે કે ધર્મના કાનૂન અંગીકાર કરવા નથી. જુઠું બોલતાં આંચકો ન ખાય અને કોઈ જૂઠ્ઠો કહે તો મારામારી કરે, એ સુધરે શી રીતે ? આગળના જીવો તો કહેતા કે ભૂલ થઈ. પૂર્વે વિષયાધીનોને વિષયાધીન કહેતા તો એ પોતાની પામરતા કબૂલતા, ત્યારે આજના વિષયાધીનો કહે છે “અમને આવું કેમ કહો છો ?'ખરે જ ખામીને સેવવી છે અને સાંભળવાની સહનશીલતા રાખવી નથી. આ એક મોટામાં મોટી ખરાબી ઊભી થઈ છે. શાસ્ત્ર કહે છે કે “સુખી થવું હોય તો સામાને સુખી ઇચ્છવો જોઈએ અને સામા તરફથી તિરસ્કાર ન સહેવો હોય તો સામાનો તિરસ્કાર ન કરવો જોઈએ ?' પણ એ ભાવના જ ઊડી ગઈ છે. આ રીતે કોઈ આપણી ખામી કહે એ સહેવાય નહિ, તો ઉદ્ધાર શી રીતે થાય ? જે જૈનશાસનમાં કન્યાદાન નિવાર્યાની વાતો છે, ત્યાં વિધવાદાન નીકળ્યાં ક્યાંથી ? કહેવું જ પડશે કે મનોવૃત્તિ બગડી છે. ધર્મીએ ધર્મ સાચવવો હોય અને શ્રી સંઘે સંઘત્વની રક્ષા કરવી હોય, તો ડગલે ને પગલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સામે રાખવી પડશે. સંઘ તે જ છે કે જે વાત વાતમાં આગમની આજ્ઞાને સામે રાખે. શક્તિના અભાવે કદાચ સુપ્રવૃત્તિ ન થાય એ ચાલે, પણ ઊંધી પ્રવૃત્તિ તો ન જ થવી જોઈએ. જેમ વ્યવહારમાં કોઈ દાન ન આપે તેથી શાહ કહેવાતા મટી ન જાય, પણ કોઈનું ઝૂંટવી લે તો તે શાહ મટી લૂંટારા જ કહેવાય. સારું ન બને એની હરકત નહિ, પણ ખોટું તો ન જ થાય. સાથીને સુધારવાની વાત તો આઘી રહી, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો ઃ - 70 પણ બગાડવાની વાત કેમ જ થાય ? જે માણસને જેમાં સુધારા લાગતા હોય તે તે માટે દલીલ કરે, શાસ્ત્રદૃષ્ટિએ, પરિણામદષ્ટિએ અને આત્મકલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા, તો ખબર પણ પડે અને નિર્ણય પણ થાય. 1077 સભા : આત્મકલ્યાણ ન જોઈતું હોય તો ? જેને આત્મકલ્યાણ જ ન જોઈતું હોય, તેને સુધારક જ કેમ કહેવાય ? આ અસાર સંસારનો પણ સુધારો કોને આધીન છે એ જાણો છો ? ન જાણતા હો તો જાણો કે એ પણ ધર્મને જ આધીન છે. બજારમાં બેઠેલા વેપારીને પ્રામાણિક તથા નીતિમાન બનાવવો હોય, એટલે કે એવો બનાવવો હોય કે એની આજીવિકા ચાલે અને ગ્રાહકને વાંધો ન આવે, તો એનામાં કઈ ભાવના રેડવી જોઈએ અને રિબાતા વિષયાધીનોને સુખી કરવા શું બતાવવું પડશે એ ખૂબ વિચારો : અને વિચારશો તો સમજાશે કે ધર્મની જ ભાવના રેડવી પડશે અને ધર્મ જ બતાવવો પડશે. સભા : આ તો તૈયાર ભાણાથી શાંતિ માને છે. બીમાર તો તૈયા૨ કુપથ્યને પણ ખાઈ જાય અને પથ્યાપથ્યના વિવેકને કદાચ બીમાર ન માને, પણ એ વાતમાં વૈદ્ય કેમ જ હા કહે ? સભા : પણ આજનાઓ તો આપ સૂચવવા માગો છો તેવા વૈદ્યને પણ ગણવા ક્યાં તૈયાર છે ? ત્યારે તો કહોને કે તમે જણાવો છો તેવા માણસો માણસપણામાં જ રહેવા નથી માગતા. દરદને ન માને, વૈદ્યને ન માને, એને માટે તો વૈઘ પણ કહી દે કે ‘આ તે માણસ છે કે કોણ ?' માટે એવાઓની વાતો છોડીને સમજો કે વ્યવહારશુદ્ધિ પણ ધર્મશુદ્ધિથી થાય છે. ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ થતી નથી. જે આદમીમાં થોડી પણ સાચી ઉદારતા ન હોય, ત્યાં ક્લેશ શી રીતે મટે ? દીકરાની વહુ ખાય તો ખરી, આટલું માનવા જેટલી પણ જે સાસુ ઉદાર ન હોય ત્યાં શું થાય ? ભલે સારું ખાવા ન આપે, પણ પોતે ખાય તે રીતે ખાવા તો આપે ને ? કે તાળાં જ વાસે ? જો સાસુ ન આપે તો વહુ ચોરી કરતાં શીખે એમાં નવાઈ શી ? વધુ તાળાં ભાળે કે ઘેરથી નવી કૂંચી લાવે અને ડબલ ખાય તથા ઢોળે એ નફામાં : પછી એકના બે ચૂલા થાય, ખરેખર, હૃદયમાં થોડી પણ ધર્મપરિણતિ નથી ત્યાં સંસારસુધારો પણ શી રીતે થાય ? આત્મા સુધર્યા વિના સંસાર કેમ કરીને સુધરે ? જ્યાં હૃદયમાં ધર્મ નથી, ત્યાં કુટુંબમાં અને સંસારમાં સુધારા શી રીતના થાય ? એવા ઉન્મત્તો તો જેમ જેમ સુધા૨ા મૂકે તેમ તેમ લાહ્ય લાગે, ભડકા થાય, કેમ કે સુધારાઓના નામે સળગાવવાની જ વાત છે. સુધારો Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો * તો તે કે જે જોઈને સજ્જનનું પણ માથું ઝૂકે. મૂર્ખાઓ તો બધી વાતમાં તાળી પાડે. એમને તો ગાળ દો તો પણ તાળી પાડે. એમને મહામૂર્ખ કહીને હસાવવા હોય તો પણ હસાવાય, કારણ કે એમને સત્યાસત્યનું ભાન ન હોય. એમને તો ભણાવેલા કે આવા શબ્દો બોલે તો બૂમ પાડવી. મૂર્ખાને આગેવાન કરી પ્રજાપતિના ઘોડે બેસાડતાં પણ વાર કેટલી ? હોળીના રાજા પણ બને છે ને ? બજા૨ વચ્ચે ગધેડે બેસી ફરે, માથે સૂપડું ધરે, આ બધું કરે છે ને ? એમના હાથે કોઈ એમનાં ગળાં કપાવે એમાં મુશીબત શી ? આથી જ કહેવું પડે છે કે સુધારો તો તે કે જે વાંચી સજ્જન પણ સંતોષ પામે. ધ્યાન રાખો કે પાપીને બચાવવા યત્ન કરાય, પણ પાપના રસ્તા પહોળા ન કરાય. ધર્મીની ફરજ છે કે તેણે પાપની વાસના વધે તેવી સામગ્રી ન મળે એવા જ સુધારા કરવા. વાસનાને દબાવો ! સભા : ભલે પુણ્યને બદલે પાપને વધારનારા સુધારા હોય, પણ ઘણા સંમત થાય તો ? મૂર્ખ ઘણા કે ડાહ્યા ? આજના ભણેલા પણ કહે છે ને કે ભણેલા થોડા. જૈનશાસનમાં ઘણાની કિંમત નથી, પણ ડાહ્યાની કિંમત છે. વ્યવહારમાં કહે છે કે સો શાણાનો એક મત પણ સો ગાંડાના એકસો ને એક મત : ઊલટો એક મત વધે. જો કે એ ન બને, સોના સો મત, પણ કદી એકસો એક મત પણ થાય. કોઈ ગાંડો બે મત પણ કહે. ત્યાં મતની કિંમત નથી, કારણ કે ગમે તેવું પણ બોલવું ત્યાં મતની કિંમત શી ? અને સો શાણા તો વિચાર કરીને જ મત બાંધે : ત્યાં બે મત ન થાય : ગાંડા ભેગા થાય ત્યાં કાર્ય સીધું થાય જ નહિ ! ચાર ગાંડા વાત કરે ત્યાં ઊભા રહેજો અને સાંભળજો. નિંદા કરવા ચડે ત્યારે માબાપની નિંદા પણ કરે અને પાછા ઉઘાડી રીતે ! એમ કહી દે કે ‘હું એવો કે માબાપને પણ ન ગણું.’ ત્યાં સુધી કહે કે ‘શાસ્ત્ર આડે આવે તો પણ ફિકર નહિ.’ એ રીતે ઠેઠથી ઊતરે. આજના ઉચ્છંખલો તરફથી જેટલા સુધારા પ્રસિદ્ધ થાય છે તેના શબ્દે શબ્દે શાસ્ત્રવચનની મશ્કરી છે ને ? ધારાશાસ્ત્રી અસીલનો ભલે ખોટો બચાવ કરતો હોય અને એ માટે ધા૨ાબદ્ધ બોલે, પણ કાયદાથી તસુભર આઘે ન જાય. જ્યારે આજના તેવાઓના એક પણ સુધારામાં શાસ્ત્રકાયદાને અનુસરવાની વાત જ નથી. આથી જ કહેવાય છે કે દાનો પણ દુશ્મન સારો. એ પોતાની વાત રીતસર ગોઠવે, કે જેથી સાંભળનારને પણ કંઈક ઠીક લાગે. આ તો સાંભળનારને પણ થાય કે ચાર દિવસ ચાલશે ને એમાં જ એમનો નાશ થશે. એવા ચારને લડાવવા હોય તો એકનો પક્ષ ક૨વો અને એના મોઢેથી ત્રણને ન ગમે એવું 1078 Page #353 -------------------------------------------------------------------------- ________________ 1079 – ૨૦: એ. સંઘ નહિ પણ હાડકાંનો માળો: - 70 – ૩૩૯ બોલાવવું. એ ફૂટ થઈ : તરત એ ચારના ત્રણ થાય અને ત્રણના બે થાય એ બે પેલા બેને મારે. પણ એવું કામ કરવા કયો ડાહ્યો તૈયાર હોય ? ખરે જ, સાધુઓ દુનિયાની ધાંધલમાં પડવા નવરા નથી, બાકી આજે દુનિયાની ઘણી વાતો તદ્દન ગાંડી થઈ રહી છે. પ્રશ્નોના કોઈ સીધા ઉત્તર નહિ આપે. ઉત્તર એવો અપાય કે બીજા પ્રશ્નો પણ એ ઉત્તરથી આપોઆપ શમી જાય. આ તો ઉત્તર એવો આપે કે નવા કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા કરે, કારણ કે ધ્યેય નિશ્ચિત નથી. સુધારો પણ શાનો એ ખબર નથી. જે વાત બોલે છે એનું નિદાન તો પરખો. તાવ આવ્યો એ ખબર છે, ત્યારે નાડી વૈદ્યના હાથમાં દેવી પડે, કેમ કે તાવ શાનો છે એ ખબર નથી. વાયુનો તાવ હોય અને ઔષધ બીજું કરીએ તો પરિણામે પીડાવું પડે, તેમાં સુધારાની વાત કરનારાને “સુધારો શાનો ?' એની પણ ખબર નથી. વિષયવાસના વધી પડી હોય ત્યાં સુધારો કરવા વિષયવાસના ઉપર અંકુશ હોય કે વિષયની સામગ્રી મેળવી આપવાની હોય ? અગ્નિ સળગતો હોય ત્યાં લાકડાં નખાય, ઘાસલેટ રેડાય અને ભૂંગળીથી ફૂંકાય, એથી અગ્નિ વધે કે બુઝાય ? અગ્નિ લાગે ત્યારે પાણી ન મળે તો લાકડાં ખેંચાય, ધૂળ નખાય, પણ લાકડાં નખાય અને ઘાસલેટ રેડાય ? નહિ, તો પછી વિષયવાસના ઘટાડવા વિષયની સામગ્રી ઘટે તેવી કાર્યવાહી હોય કે વિષયને વધારનારી સામગ્રીનાં દાન હોય ? આપણી અને એમની મારામારી ત્યાં છે. ઘણા કહે છે કે સમજાવો, પણ દિશા પર આવ્યા વિના સમજે જ શી રીતે ? વિષયનાં સાધનો પૂરાં પાડવાથી તો લાલસા વધતી જ જાય. ઇચ્છા રોકાય તો લાલસા ઘટે. એક વાત આવે છે ને કે એક બાવાએ રહેવા માટે મઠ અને દૂધ પીવા માટે બકરી રાખી. પછી એ બધા માટે વાત કેટલી વધી ? મઠ અને બકરી વિના ચલાવ્યું હોત તો વાંધો આવત ? જૈનશાસનના મુનિઓને અપમાન ધર્મ હોય. પકાવવાનું આવ્યું કે તાંબાની તોલડી તેર વાનાં માગે, પછી પાછા પાઘડીવાળાનો ખપ પડે, એટલે પાછા હતા ત્યાં ને ત્યાં જવું પડે. વિષયની વાસનાને તો દાળે જ છૂટકો. સભા : વિષયવાસનાની સામે થવું, એ કુદરત સામે બળવો નથી ? એ બળવા માટે તો ભગવાન મહાવીરદેવે આ ધર્મ સ્થાપ્યો છે. મોહરાજાની રાજધાનીને ખેદાનમેદાન કરવા માટે તો આ શાસન છે. ભગવાને તો મોહરાજાને જીત્યો પણ મોહરાજાને જીતે તેવા માટે શાસનની સ્થાપના છે. સડેલાને કાપો ! સભા: શું તેઓના કહેવા પ્રમાણે વિધવા-વિવાહમાં જીવદયા નથી ? Page #354 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો એકવારના મૈથુનસેવનમાં અસંખ્યાતા સંમૂર્છિમ જીવો અને બેથી નવ લાખ જેટલા ગર્ભજ જીવો મરે છે. ૩૪૦ - સુખી કોણ ? ૪ સભા : બાળહત્યા વગેરે થાય છે, તેનું શું ? માન્યું કે હીણકર્મી આત્મા એમ કરે પણ એથી શું ? સારી ચીજ બધા ન સ્વીકારે, માટે કાંઈ એની કિંમત ઘટે ? શિથિલ થાય એને બચાવાય, પણ ન પડતા હોય એને હોમાય નહિ. પાપસ્થાનકની પણ હજી તેમને ખબર નથી. સંસારની જડ શી છે એ પણ નથી જાણતા. એની આ દુર્દશા છે. કોઈ પણ આત્માને વિષયોમાં રત બનાવવો અગર વિષયની સામગ્રીમાં યોજવો અથવા તો વિષયની સેવામાં જોડાવાનો ઉપદેશ કરવો, એમાં દયાની સંભાવના પણ કેમ જ થઈ શકે ? અસંભવિત સંભાવનાઓના પ્રતાપે અયોગ્ય ઠરાવ કરનારાઓ એવા વિષયવર્ધક ઠરાવો ક૨શે અને કદાચ તેઓના તીવ્ર પાપોદયના પ્રતાપે એવા ઠરાવોનો અમલ થશે, તો તેવાઓ માટે આ ભવમાં પણ સુખે જીવવાનો વખત નથી આવવાનો. માટે એવાઓની વિચારણા તરફ ખેંચાવા કરતાં પરમ ઉપકારી જ્ઞાનીપુરુષોએ સ્ત્રી-પુરુષની મર્યાદા વર્ણવી છે તે સમજો, કા૨ણ કે એવા ઠરાવો અને તે ઠરાવોના અમલથી શાંતિ ભોગવો છો તે પણ નહિ ભોગવાય. આજના અજ્ઞાનીઓને સમાનતાની બાંગ પોકારવી છે, પણ સમાનતા કાં છે એનો વિચા૨ ક૨વો નથી. સાધક અને બાધક સંયોગો ન વિચારાય, જ્ઞાનીએ કહેલી વાત ન વિચારાય, તો આ વાત ગળે ન જ ઊતરે. વિષયથી હાનિ છે પણ લાભ નથી. વિષયથી લાભ માનનારા વિદ્વાનો કેવા, એ જ નથી સમજી શકાતું ! દુર્જનો ન સુધરે માટે સજ્જને સજ્જન મટી જવું, એમ કોણ કહી શકે ? દુર્જન દુર્જનતા ન મૂકે માટે સજ્જને પોતાની સજ્જનતાનો નાશ કરવો ? ન જ કરવો જોઈએ. માટે અયોગ્ય આત્માઓ સુધરે તો ઠીક, નહિ તો પોતાને જ સુધારવાના પ્રયત્નો કરો. સડેલાને કાપો : સડેલું ન કપાય તો સારાને કાપવું, એવો ન્યાય ન જ હોય. વિષયવાસના ખરાબ છે, એમાં શંકા હોય તો બોલો. 1080 સભા : જૈનસાધુ આ ક્રિયામાં ભાગ લે તો ? એ આડી વાત છે. કાલે એ વિષયમાં કહેવાયું પણ છે. જમાલિએ ખોટી વસ્તુ પકડી તો એ બાતલ થયા કે સારી વસ્તુ બાતલ થઈ ? કહેવું જ પડશે કે એ બાતલ થયા. તો પાપોદયે સારા માણસ પણ ખરાબ કામ કરે, તો Page #355 -------------------------------------------------------------------------- ________________ 1091 –– ૨૦ઃ એ. સંઘ નહિ; પણ હાડકાંનો માળો - 70 - ૩૪૧ એથી એ ખરાબ કામ સારું ન જ કહેવાય. શાહુકાર દેવાળું કાઢે એટલે એ શાહુકાર રહેતો જ નથી. સારો માણસ કદી ચોરી કરે, તો ચોરી સારી એમ ઓછું જ કહેવાય ? માનો કે સારા માણસે કોઈનું ખૂન કર્યું, તો પણ એ ખૂની ખરો કે નહિ ? સારા માણસો પાપસ્થાનક સેવે, એથી કાંઈ એ પુણ્યસ્થાન ઓછાં જ કહેવાય ? ઉપાશ્રય અને મંદિરમાં આવીને કોઈ અયોગ્ય ક્રિયા કરે, તો એની કિંમત ઘટે કે સ્થાનની કિંમત ઘટે ? શાહુકાર પણ અભક્ષ્ય મળે એવા સ્થાનમાં જઈને અભક્ષ્ય ખાય, તો એ સદાચાર ઓછો જ ગણાય ? વેશ્યાને ત્યાં સારા માણસ જાય, તેથી તે મકાન તથા જનારા ખરાબ નહિ એમ કેમ કહેવાય વારુ ! અને વેશ્યા પણ સારા ઘરમાં આવે તો સારું ઘર પણ ખરાબ થાય, માટે ખોટા સંસર્ગથી બચો. પાપથી બચો : પાપસામગ્રીથી બચો : પ્રમાદથી બચો. પહેલાં હૈયું સુધારો તો બીજા સુધારા તો આપોઆપ થશે. લક્ષ્મીવાન મોટો કહેવાય, પણ સુખી કોને કહેવાય ? કહેવું જ પડશે કે સંતોષી લક્ષ્મીવાન પણ અકળાય ત્યારે ઉદ્ગાર કાઢે કે “આ મોટી ઉપાધિ છે.” એ એકલો બેઠો હોય ત્યારે આવા ઉદ્ગાર સાંભળવા. પોતે પોતાને ખરાબ ન કહે, પણ એમ કહે કે અમે અમારું જાણીએ. પડે દુઃખ અને માને સુખ? સભા : દુ:ખ ભોગવે છતાં સુખ માને ? એ તો ખૂબી છે. મોહનો એ જ પ્રભાવ છે કે ભોગવે દુઃખ અને માને સુખ. જો એમ ન હોત તો સંસારમાં કોઈ રહ્યા ન હોત. કૂતરું ચાર ડફણાં મારો તો ભાગે, પણ પાછું તુ તુ' કરો કે ઝટ આવે : એ ચાર ડફણાંને ભૂલી જાય. ગધેડામાં અક્કલ કેટલી ? ચાર મણનું છાલકું માથે હોય તો ભાર માનીને ન ચાલે, પણ પેલો હાંકનારો એના માથા પર બેસે એટલે ભાર થાય સાડાસાત મણ, પછી થોડીવાર બાદ ઊતરે એટલે ગધેડું પોતાને હલકું માનીને ચાલે. આ એની અક્કલ. મોહમગ્ન આત્માને આવી ઉપમાઓ આપી શકાય. ભડકશો નહિ. ગધેડા કે કૂતરા નથી કહ્યા, પણ એવા સ્વભાવવાળા કહ્યા છે. મોહની એ કાર્યવાહી કે મૂર્ખને રાજી રાખવા ચાર જણા સલામ ભરે અને શેઠ-શેઠ કહે એટલે બસ પછી ઘરમાં લાહ્ય લાગે તો પણ વાંધો નહિ : કોઈને શેઠ, રાજા, મહારાજા, અમુક ડિગ્રી, વગેરે પદ મળે એટલે ફૂલે અને વિટંબણા ભૂલે, લક્ષ્મીવાન લક્ષ્મીને ગમે તેટલી સારી માને અને સાચવે, પણ કરામતવાળો ધૂળ નાખીને લઈ જાય. તમને “પધારો, પધારો Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 108 કહે. “શેઠ! તમે આવા, તમે આવા, તમારા વગર ચાલે ?' આવું કહે. એટલે મોમાંથી પાણી છૂટે. “હું આવો !” એમ થાય કે તરત કોથળી છોડો, પણ પુણ્યકાર્યમાં કોઈ છોડવાનું કહે તો ન છોડો! પક્કા છો ને ? મંદિર-ઉપાશ્રયની ટીપમાં “અવસર સારો નથી” કહી દે, પણ રમણી પાસે બધું કબૂલ : કારણ કે ત્યાં મોહ છે. શાસ્ત્ર તમને શેઠ શેઠ' કહીને પૈસા કઢાવવાની અમને ના પાડી છે. સભા : અપવાદ નહિ ? સામાં આત્માનું નિકંદન વળી જાય ત્યાં અપવાદ શાનો ? “હું શેઠ થાય, પોતાને મહારાજનો પણ શેઠ માને. એવી રીતે દાન આપે એ આપ્યું ન કહેવાય : એ તો “શેઠશબ્દ સાંભળી મોં પહોળું થઈ જાય, એટલે નીકળી જાય. દાનનો પ્રભાવ છે કે નિષ્ફળ નહિ માટે કીર્તિ મળે. લોભથી, સ્વાર્થથી, પ્રેમથી, માનથી પૈસા ખરચાય ત્યાં નજર કરો. લગ્નાદિ વખતે પાઘડી, ખેસ, અંગરખો બધું નવું. શાથી ? ઉદારતા આવી ? ના, પણ “અમારું, હું આવો” આ ભાવના એટલે મોહનો માર્યો મૂંઝાય છે. ત્યાં કૃપણતા નડતી નથી. એવા પણ આત્મા હોય કે જે ન દે, ન ખાય, ન ભોગવે : એવાને દૂર રાખો. ખામી તરફ બહુ ધ્યાન પહોંચાડો. મોહમાં તાકાત છે કે દુઃખી છતાં તમે ત્યાં રોકાઓ. ત્રણ પ્રકારના પુરુષો : એક દષ્ટાંત પુરુષો “મર્દ, નામર્દ અને અર્ધમર્દ' - આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહને કાબૂમાં રાખે. કાબૂમાં રાખવા છતાં લટું બની જાય તે અર્ધમદ અને ગુલામ થાય તે નામર્દ. આ વિષયમાં એક દૃષ્ટાંત છે અને તે વિચારણીય છે. કોઈ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે હું તેવો કોઈ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે - તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઈ પણ અપરાધ ઊભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે લાત મારવી અને તે પછી તે જે કંઈ કરે તે તારે મને જણાવવું.” એ મોટી પુત્રીએ પોતાની માતાના કહેવા પ્રમાણે વાસભુવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોપાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો - Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : - 70 ‘હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઈ હશે !' આ પ્રમાણે કહીને તેણે તો પોતાની પત્નીના ચરણની સેવા કરવા માંડી. 1083 આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઈની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણે પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે ‘પુત્રી ! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે તારો પતિ તારા વચનથી જરા પણ વિરુદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે તને આધીન થઈને જ વર્તશે, માટે તારે જરાય ડરવાનું કારણ નથી.’ ૩૪૩ આ પછી - પોતાની બીજી પુત્રીને પણ તેણે તે જ પ્રમાણેની શિખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાદપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે - ‘આ પ્રમાણે કરવું એ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી.’ ઇત્યાદિ કહીને એક ક્ષણવાર સહજ રોષ કરીને પછી તે શાંત થઈ ગયો. આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભળીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે ‘હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ ક૨, કારણ કે તારો પતિ પ્રસંગ પડ્યે એક ક્ષણવાર ગુસ્સે થઈને પછી આપોઆપ શાંત થઈ જશે. તે પછી – તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવા જ પ્રકારની શિખામણ આપી : તેથી તેણે પણ પોતાના પતિ પ્રત્યે તેવો જ વર્તાવ કર્યો : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઈ ગયો અને કોપાયમાન થઈને તેણે - ‘નક્કી તું અકુલીન છો, એથી જ આવી રીતે વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટા કરે છે.’ આ પ્રમાણે કહીને અને ખૂબ ફૂટીને ઘરથી બહાર કાઢી મૂકી. આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણે પોતાના જમાઈ પાસે જઈને કહ્યું કે ‘વહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' એવી અમારી કુળસ્થિતિ છે. આ પ્રમાણે સમજાવીને જમાઈને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે ‘હૈ પુત્રી ! તારો પતિ દુઃખે ક૨ીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પ૨મદેવતાની માફક આરાધના કરવી.’ આ દૃષ્ટાંત ઉપરથી - સમજી શકાય તેમ છે કે સંસારમાં પણ સાચો પુરુષ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1024 તે છે કે જે વિષયને આધીન થઈને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઈ પણ કાળે સ્વપરનું હિત સાધી નથી શકતા. પૂરમાં તણાવાનું નહિ, સામે તરવાનું! સભા: આજ તો પત્નીના બૂટની દોરી બાંધે એવો પતિ, સુધારક એ ખરો પતિ કહેવાય ! એમ ? ચાલો જવા દો એ વાત. શ્રીમાન કોણ કહેવાય ? ફાવે ત્યારે દાન દે. દાન દેતાં એને કોથળીને પૂછવું ન પડે. “શ્રી' જેની સત્તામાં હોય તે શ્રીમાન પણ જે “શ્રી'ની સત્તામાં હોય તે શ્રીમાન નહિ. ધન્નાજી લક્ષ્મીને છોડીને ચાલ્યા જતા તોયે લક્ષ્મી પાછળ જતી, જ્યારે આજના લક્ષ્મીની પાછળ જાય છે છતાં હાલત કઈ છે ? લક્ષ્મી જાય ત્યારે આંખ ચોળે. કેટલાય લક્ષાધિપતિ ભીખ માગતા થયા, એ દેખાયા છતાં લક્ષ્મીના મોહમાં કાં મૂંઝાઓ ? લક્ષ્મીનો નાશ તો છે જ. મોહરાજા આત્માની સાચી માલિકી છીનવી લે છે અને મોટા કહેવરાવી મૂંઝાવે છે. મોટાઈથી તો મોહ બધાને મૂંઝવે છે. તમારે બહાર નીકળવું હોય તો તરત નીકળો, પણ રાજાને કે હિંદુસ્તાનના વાઇસરોયને નીકળવું હોય તો એકલા નીકળે ? નહિ, પહેરો જોઈએ. સુખી કોણ ? છતાં એ શું માને ? “હું કોણ ?' આ ભાવનાથી પેલો પહેરો એને બંધન નથી લાગતો. “હું અને મારું' એ મંત્રથી મોહે જગતને આંધળું કર્યું છે. મોહથી આત્મા દુઃખને પણ સુખ માને. મોહના ચાળામાં મૂંઝાયા એની વાત પર વજન ન મૂકવું જોઈએ. લક્ષ્મીની ચંચળતા જો તમારા હૈયામાં વસે તો ધાર્યું થાય. શ્રાવક એટલે શું? મુનિપણાનો ઉમેદવાર. સંસાર પણ જ્યારે સુધરે ? ધર્મ આવે ત્યારે : અને ધર્મ કયારે આવે ? તો કહેવું પડે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા રૂચે ત્યારે ! કુદરતની સામે બળવો કરવાની ભાવના તો જાગે તો કૂતરાના જેવું સ્વાર્થીપણું અને રાસભ જેવી મૂર્ખતા ન જ સેવાય. સભા : ચાલતા પૂરે સામે પડાય ? ચાલતા પૂરે સામા પડવામાં જ જૈનશાસનની મહત્તા છે. સંસારની સામે ન પડો તો મુક્તિ પણ નથી. ચાલુ ચીલે ચાલ્યા તો અનંતકાળ ગયો અને બીજો જશે. સંસારનું પૂર ચાલુ છે તમારે જ્યાં જવું છે એથી ઊલટી દિશામાં ચાલુ છે હવે એમાં તણાયે જાઓ તો શું થાય ? માટે સામે પૂરે તરવું જ જોઈએ. પણ એ તરવાનું બળ જોઈએ અને જોઈએ તો એ બળ તો છે જ, પણ તેને કેળવવું જોઈએ. Page #359 -------------------------------------------------------------------------- ________________ 1085 -- ૨૦ : એ. સંઘ નહિ; પણ હાડકાંનો માળો :- 70 - ૩૪૫ મહાજન કોણ? સભા: ‘મરીનનો વે ત સ પચા:' એ તો ખરું ને ? ખરું, એમાં ના કોણ કહે છે ? અનંત શ્રી તીર્થપતિઓ જે માર્ગે મુક્તિને પામ્યા અને વિશ્વના હિત માટે જે માર્ગની સ્થાપના કરતા ગયા તે જ માર્ગ, સભા એ નહિ, હું તો હાલના મહાજનની વાત કરું છું. મહાજન કહેવાતા મહાજન, મહાજન રહે ત્યાં સુધી તો કશી જ હરકત નથી, પણ તે મહાજનપણું મૂકે તે પછી કાંઈ નહિ. આજે તો જે-તે મહાજન કહેવાવા લાગ્યા છે, તે તો ન જ ચાલે. શ્રેષ્ઠ તે જ કહેવાય કે જે સૌથી સારા હોય : માટે મહાજનનું પણ લક્ષણ બાંધો. જેમ દેવ કોણ ? તો કહે જેણે સર્વથા રાગદ્વેષ જીત્યા તે : ગુરુ કોણ ? તો પંચ મહાવ્રતોને ધરનારા, એ વગેરે જે વ્યાખ્યા છે તે મુજબ હોય છે અને ધર્મ ક્યો ? તો કહે દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે છે. તેમ જ શેઠ કોણ ? તો કહે તે જ કે જે દીન, અનાથને સહાય કરે, પાપથી પાછો પડે અને ઉત્તમ ક્રિયામાં સહાય કરે ! એવી રીતે સુધારકની પણ વ્યાખ્યા બાંધશો ને ? એવા ટોળાને ભડકાનો માળો કહેવામાં વાંધો શો? આજે હિંદુસ્તાન રાજા સાથે શા માટે લડે છે ? સ્વરાજ્ય માટે એ વાત ખરી, પણ એમ કહે કે “રાજા રાજધર્મ નથી પાળતા માટે : એ રક્ષક નથી લાગતા માટે.' આ રીતે સુધારક પણ સુધારાની ઢબમાં ન હોય, તો એની સામે પણ બંડ થવું જોઈએ ને ? જે શબ્દ બોલો એમાં એનો અર્થ રાખો. શાખ વિના શાહ કહેવરાવ્ય કોઈ નહિ ધીરે. શાખવાળી પેઢી મરેલાના નામની હોય તો પણ સૌ ધીરે. માલિક જીવતો હોય પણ શાખ મરેલી હોય તો નકામું. શેઠાઈના ગુણ વિનાનો શેઠ તો કંગાલ છે. જ્યાં મુનિપણું નથી અને વેષ છે, એ તો ભવૈયાનો ડોળ છે. જ્યાં સંઘત્વ નથી અને ટોળું છે એ તો હાડકાંનો ઢેર છે. જેનામાં ચૈતન્ય નથી એ રૂપાળું પણ શરીર મડદું છે. જીવતાં ભલે સલામો ભરાતી હોય, ખુરશી અપાતી હોય, પણ મરે એટલે બાંધીને કાઢે. આગળ હાંલ્લી ફૂટેલી, કેમ કે કરમ ફૂટ્યું. હાંલ્લીવાળો પાછું વાળીને ન જુએ, કેમ કે રખે એ પાછું આવે ! બંધ પણ મજબૂત બાંધે અને છાતી પર લાકડાની ગાંઠ મૂક્યા પછી છોડે. રાજાના મરેલા શરીરને પણ મડદું કહેવામાં ગુનો નથી થતો. ભાંગેલી હવેલીને ખંડિયેર કહેવામાં વાંધો છે ? નહિ, તો પછી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ભાંગનાર હોવા છતાં પોતાને સંઘ મનાવનાર ટોળાને હાડકાંનો ઢગલો કહેવામાં પણ શો ગુનો છે ? Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ - 10 સભા : કશો જ નહિ. એ તો હાડકાંનો ઢગલો જ છે. મુંબઈને મોટી નગરી કહેવાય છે. શાથી ? માણસોની વસ્તી ઘણી છે માટે ! માણસો ન હોય તો આ જ નગરી ઉજ્જડ પણ કહેવાય. એ નગરીથી આઘા રહેવાનો પણ ઉપદેશ અપાય. સમાચાર આવે કે પાણી ફરી વળવાનું છે, તો “ભાગો ભાગો'ની બૂમ પણ મરાય. તો પછી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઊલટા ચાલનાર, એટલું જ નહિ પણ આજ્ઞાને ઠોકર મારનાર, તે છતાંય પોતાને સંઘ મનાવવાના તનતોડ પ્રયત્નો કરનાર ટોળાને હાડકાંનો ઢગલો કહેવામાં કોઈ કાળે ગુનો નથી અને એને ગુનો કહેનારા પોતે જ ગુનેગાર છે. કેટલાક કહે છે આવા શબ્દો સાધુના મોંમાં હોય ? તો એનો ઉત્તર એ છે કે આ શબ્દો અમારા નથી પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પ્રાયઃ સર્વમાન્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના આ શબ્દો છે. એમાં ભાષાસમિતિનું ખરું પાલન છે, પણ ખંડન નથી. એ મહાત્માએ જો આ શબ્દોનો પ્રયોગ ન કર્યો હોત, તો તમે અને અમે જીવી શક્યા ન હોત. એ મહાત્માએ કહેલા શબ્દાનુસાર જરૂર પડે ત્યાં ઓળખાણ આપવા – હૃદયની શુદ્ધ બુદ્ધિથી એ શબ્દોનો ઉપયોગ કરવો, એ ગુનો નથી પણ ફરજ છે, કારણ કે પરમતારક પ્રભુની આજ્ઞાથી દૂર ચાલનાર હાડકાંના ઢગલાથી દૂર રહેવામાં અને અન્યને દૂર રાખવામાં જ લાભ છે. પૂર્વે તો શાસ્ત્રની આજ્ઞા ભાંગે એને બહાર કાઢતા, પણ આજે તો એથી ઊલટી જ પ્રવૃત્તિ શરૂ થવા માંડી છે : પણ વાતેય ખરી છે કે એવી પ્રવૃત્તિ જો ન થાય તો વીસમી સદી પણ શાની ? ચત્તાનું ઊંધું ન થાય તો વીસમી સદી શાની ? રાજ્યમાંથી પણ કાયદાનો અમલ કરનારને બહાર કાઢ્યા સાંભળ્યા ? જ્યાં આજ્ઞા હોય, પ્રભુપ્રેમ હોય, ત્યાં ભાષાસમિતિનું ખંડન તથા અજ્ઞાનનું પ્રદર્શન કહેનારા, ખરે જ પોતાની બુદ્ધિનું લિલામ કરી રહ્યા છે. અસ્તુ. આપણે તો જ્ઞાનીઓના કથન મુજબ જ વર્તવું જોઈએ, કારણ કે એમાં જ કલ્યાણ છે : અને માટે જ પરમ ઉપકારી જ્ઞાની પુરુષો ફરમાવે છે કે સેંકડો ભવે મુશીબતે મળે તેવું સમ્યક્ત પામીને એક ક્ષણ પણ પ્રમાદ ન જ કરવો જોઈએ. (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ચતુર્થ ભાગ સમાપ્ત Page #361 -------------------------------------------------------------------------- ________________ परम यस्पात પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિકમની ૧૯૫૨મી સાલના ફાગણ વદ શોશા શુ। મુછ્યુ દહેવાણમાં જન્મેલા મા સમરથ અને પિતા છોટાલાલના લાડકવાયા ત્રિભુવનકુમારે ૧૯૬૯) પોષ સુદ ૧૪ દિને સંદ્યાતીર્થમાં દોક્ષા લઈ પૂજ્ય સુ.શ્રી.રામવિજયજી 1.બની પૂ.આ.શી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્ય બન્યા, એ જ વર્ષે ફા. સુદ ૨ તા વડોદરામાં વહીદીક્ષાને પામી જ્ઞાનઘ્યાન પ્રવથત શાસનરક્ષાનાં ઉત્તરોત્તર થડતાં કાર્યો કર્યાં. પૂજ્ય ગુરૂવર્યોના હાથે ૧૯૮૭ના કા.વ. 3 મુંબઈમાં મણિપંન્યાસપદે તથા વ્યાખ્યાન વાથપતિ પદે, ૧૯૯૧ના વે.સુદ૧૪ રાધનપુરમાં ઉપાધ્યાયપદે અને ૧૯૯૨ા હૈ.સુ. ૬ મુંબઈ લાલબાગમાં મહામહોત્સવ સાથે આશાર્યપદે સ્થપાયેલા પૂજ્યશ્રીએ જૈન શાસનની અપ્રતમ પ્રભાવના કરી, સુવિશાળ ગચ્છના અશ્વિતિ તરીકે પ્રાણી સકળ જૈન સંઘનું અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં ૦૪૭માં અ.સ. ૧૪ ના દિવસે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મને પામ્યા. અભૂતપૂર્વ અંતમ યાત્રા સાથે અ.વ.)) + શા.સુ.૧ ના દિવસે સાબરમતીના તીરે એમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો. જ્યાં નિર્માણાધીન ભવ્યતા મારક પૂજાણીતી યશોગાથાને ગાઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓથી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશ્રીજીનું વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈને મુક્તિમાર્ગો રાહ ચીંધી રહ્યું છે. Pisciaffatall વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર ઃ રતનબા દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ગુરુદેવ Birt પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.ફૂ.મ.સા. જીવનઘડતર • પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા. do G Page #362 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (114 તilli Usilo Multy Graphics 022) 387322213884222 ISBN 'ISBN - 81 - 87163 - 30 - 5