SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પણ ન આવે, સાચા ખોટાનો વિવેક પણ ન રહે, સાચાની જિજ્ઞાસા પણ ન થાય, તો એને ગાફેલ કહેવાય કે સાવચેત ? શુભોદય વખતે દેવ, ગુરુ, ધર્મ નથી સૂઝતા, પણ પુણ્યનાં પૂર ઓસ૨શે ત્યારે ખબર પડશે. પછી ‘ઓ ભગવાન’ કહેવા માત્રથી નહિ છુટાય : કારણ કે ભગવાને તો કહ્યું હતું કે પુણ્યનાં પૂર વખતે મૂંઝાતા ના. પુણ્યના પૂર વખતે ભગવાનને સંભારો નહિ અને ઓસરે તે વખતે સંભારો તો સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ પણ પાસે ઊભા હોય તો પણ શું કરે ? ધર્મશ્રદ્ધાવિહીન પાખંડીઓને માટે પ્રભુની દેશના પણ નિષ્ફળ થતી. ભગવાનની દેશનામાં એ પણ આવતા, સાંભળતા, બધાની સાથે માથું પણ ડોલાવતા, પરંતુ બહાર જઈને કહેતા કે ગપ્પાં મારે છે ! સૂર્ય આખી દુનિયામાં પ્રકાશ કરે, ત્યારે ઘુવડને અંધકાર થાય : એની આંખ જ એવી ત્યાં સૂર્ય કરે શુ ? ૪૮ શુભનો પણ જો બંધ બાંધતાં ન આવડે તો એ બંધનો ઉદય એવો થાય કે તે વખતે સત્ય ન રુચે. થોડો-ઘણો ખ્યાલ આવે તે પણ થપ્પડ વાગે ત્યારે ! પૈસા હોય ત્યાં સુધી દે નહિ : ગયા પછી થાય કે ભોગવ્યું પણ નહિ અને નામના પણ ન થઈ ! વસ્તુતઃ પછી પણ દાનબુદ્ધિ નથી થતી, પરંતુ નામના પણ ન થઈ એમ થાય છે. પૈસા હોય ત્યારે એને અસાર માની, દાન દેવાની બુદ્ધિ થાય અને દેવાય તે દાન ! આજે તો એ દશા છે કે પોતાને દાન ન કરવું હોય તો બચાવમાં સામાને કલંકિત બનાવે ! પોતે ભલે કૃપણ હોય પણ દાતારના દોષ કાઢે, સ્થળની ખામી બતાવે, ખાતામાં વાંધા કાઢે, પણ ‘આપવું નથી’-એમ ન કહે ! મોઢે તો કહે કે આપવું તો છે પણ...જાણનારાઓ કહે છે કે તારા ‘પણ’ને અમે જાણીએ છીએ ! સાચો દાતાર તો તે કે આંગણે અયોગ્ય પણ માગવા આવે અને પોતાને દેવું યોગ્ય લાગે તો આપતાં પહેલાં કાંઈ ન કહે, પણ આપ્યા પછી યોગ્ય રીતે બધું કહે : અને તો પેલો ફરજિયાતપણે સાંભળે, પણ ઉદારતા હોય તોને ! પણ જ્યાં મૂળમાં જ મીંડું હોય ત્યાં શું થાય ? લક્ષ્મી મેળવવી અને ભેગી કરવી, તથા સાચવવી એ જ એક હેતુ હોય ત્યાં શો ઉપાય ? શુભ કર્મ પણ એવી રીતનું બાંધ્યું છે કે જેથી તેનો સદુપયોગ ન થાય, પણ ઊલટો પુણ્યખાતાને, દાતારોને અને ઉપદેશકોને નિંદે ! આ પણ કાઠિયો છે. 788 ઊંટનાં અઢારે વાંકાં ! ધર્મશ્રવણ દુર્લભ કહ્યું તેમાં આ બધા કાઠિયા છે. આળસ કાઠિયો છે, તેમ કૃપણતા, મોહ, લોભ, માન વગેરે બધા કાઠિયા છે. ધર્મશ્રવણમાં વાત બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy