SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬: મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા 66 • સાચા ઉપદેશક : - સાધુની દયા : • મુનિની શુદ્ધ દયા : • મર્યાદાની મહત્તા : ૦ પ્રાત:કાળની વિચારણાઓ : • સમાધાન કયારે થાય : - નિંદા ક્યાં અને ક્યારે ? • લોકવિરોધથી ડરો નહિ! • બૂરા સંસ્કારને પરિણામે : વિષય : મુનિ અને શ્રાવકની દયામાં ભૂમિકાનુસાર ભેદ. શાસનવિરોધી અને સમાધાન. જનશાસનની સ્થાપના પુલનો સંગ છોડી સ્વભાવસુખ મેળવવા માટે જ કરાઈ છે, છતાં આના બદલે પુદ્ગલનો જ સંગ મળે એવી દેશના આપવી એ પાપદેશના છે. આ વાત કહેતાં જનશાસનના સાચા મુનિના હેયે કેવી દયા હોય ? શું એ દ્રવ્યદયા કરી શકે ? શ્રાવકની કે ગૃહસ્થની ખાણીપીણી, ધંધા રોજગાર, શરીર-સ્વાચ્યદિની ચિંતા કરી શકે કે માત્ર ભાવ અનુકંપારૂપ આત્મચિંતા જ કરી શકે ? એ વાત ખૂબ જ સારી રીતે સમજાવી છે. એની સાથે સાથે શ્રાવકના પણ વાસ્તવિક મનોરથ કયા હોય ? એની સાધુ પાસે કઈ અપેક્ષા હોય ? એ વાતોનો પણ સરસ ખુલાસો કર્યો છે. ધમજનોએ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ હરગિજ ન કરવી પણ લોક જે જે વાતનો - પ્રવૃત્તિનો વિરોધ કરે તે બધી પ્રવૃત્તિનો જો ત્યાગ કરવાનો થાય તો તો કોઈ જ ધર્મ ન કરી શકે એ પૂર્વે વિગતથી કહેવાયેલી વાત પણ ફરીથી પ્રસંગ પામી અસરકારક રીતે કહેવાઈ છે. શાસનવિરોધી સાથે સમાધાન ન જ હોય એ આ વ્યાખ્યાનનો સાર છે. મુવાક્યાતૃત પૌલિક સુખની ઇચ્છાને પોષે તે તો વસ્તુતઃ પાપદેશના છે. • દુનિયા માગે તે દેવું હોય તો સાધુ અને અસાધુમાં ફેર શો ? આચાર થોડો પળાય તેથી માર્ગ બહાર નહિ ગણાય પણ માન્યતા જાય એટલે તો એ ગુમાવનાર માર્ગની બહાર જ ગયો એમ જ ગણાય. • કોઈ પણ ગ્રંથ વગેરે વાંચવા લો તો તેના લખનારને પ્રથમ તપાસો પછી હાથમાં લો. • ગૃહસ્થને દ્રવ્ય તથા ભાવ બે પ્રકારની અનુકંપા હોય અને મુનિને તો મુખ્યતયા ભાવાનુકંપા હોય. • અશુભના ઉદયને રોકાય તો નહિ, માટે એને નીકળી જવા દેવો જોઈએ. પંચાંગી સહિત શ્રી જિનાગમો અને તેમાંની પ્રત્યેક આજ્ઞા માનવા તૈયાર થાય તો સમાધાન હથેળીમાં છે. સત્યનો જ વિરોધ હોય ત્યાં સમાધાનનો સંભવ જ નથી. o સત્યનો વિરોધ કરનાર તો સદાય હોય છે, માટે એથી મૂંઝાવાને કશું કારણ નથી. સ્વપરનાહિતૈષીને લાખોગણા વિરોધની પણ સત્ય માટે પરવા નહોય.તાકાતવાળો આત્મા ત્યાં પણ જોરશોરથી સત્યનું જ સમર્થન કરે, અને એ નિંદા નથી જ પરંતુ સન્માર્ગની-સત્યની સેવા છે. • જો ધર્મોપદેશક પણ ખોટે માર્ગે તણાય, તો તેને માટે પણ ખાડા તૈયાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy