SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ આપણામાં પણ ઇતરો આવ્યા છે ને ? અગિયારે ગણધરો ઇતર, શ્રી પ્રભવસ્વામી પણ ઇતર, શ્રી શય્યભવસ્વામીજી પણ ઇતર, શ્રી ભદ્રબાહુસ્વામીજી પણ ઇતર અને શ્રી હરિભદ્રસૂરિજી વગેરે પણ ઇતર. એ બધાએ પણ અહીં આવ્યા પછી જે હતું તે જ કહ્યું ને ? સભા : શ્રી કમલસૂરિજી પણ ઇતર. હા, તેઓ પણ ઇતર હતા. હમેશાં વાંચો અને સાંભળો ત્યાં વિચારો કે એ કહેલું કોનું ? જ્યારે શ્રી સર્વજ્ઞદેવનું અને તે તા૨કોના અનુયાયીઓએ કહેલું પૂરું હોય, ત્યારે અસર્વજ્ઞનું અધૂરું હોય. આ દર્શનનો અભ્યાસ કરી પછી ઇતર શાસ્ત્રો પણ વાંચો તો સમજાય, નહિ તો ભણ્યાને બદલે કંઈક બીજું જ કર્યું કહેવાય. પણ ખરે જ, મોહની દશા જ કોઈ વિચિત્ર છે. આથી જ સૂત્રકાર મહારાજાએ પણ ફરમાવ્યું કે સાક્ષાત્ શ્રી તીર્થંક૨દેવ જેવા ધર્મદેશક છતાં પણ મોહાધીન આત્માઓ ધર્મને આરાધી શકતા નથી. Jain Education International 1002 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy