________________
eas.
- ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55
-
૬૩
ગુણઠાણાવાળાને પણ નિશ્ચયનય તો મિથ્યાદૃષ્ટિ કહે છે. આ ત્રણ કયાં ગુણઠાણાં એ જાણો છો ? સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ ને પ્રમાદયુક્ત સર્વવિરતિનાં ! પણ ત્રિકાલદર્શી પરમ જ્ઞાની શાસ્ત્રકાર મહારાજા કહે છે કે વ્યવહારનયે કહ્યા મુજબ ચોથું, પાંચમું તથા છઠ્ઠ ગુણઠાણું સેવે તો સાતમું આવે : નહિ તો સાતમું આવે શી રીતે ? જ્ઞાની કહે છે કે નિશ્ચયનય ભલે એમ કહે, પણ વ્યવહારનય તો ચોથે પણ સમ્યકત્વ અને પાંચમે દેશવિરતિ તથા છઠ્ઠું સર્વવિરતિ માને છે. શાસન ચોથે ગુણઠાણેથી છે : એટલે કે વ્યવહારનયથી તો ચોથે, પાંચમે અને છહે ગુણસ્થાનકે પણ શાસન છે. નિશ્ચયનયના ગુણો પણ વ્યવહારનયના ગુણો સેવે તો પ્રગટ થાય.
સામાન્ય રીતે જેવું નજરે જુએ તેવાં પરિણામ પ્રગટ થાય. અયોગ્ય સંસર્ગથી શુભ પરિણામ તો કોઈકને આવે અને તે પણ પૂર્વની તીવ્ર આરાધનાના યોગે, એટલે એ પણ પાછું આવ્યું તો મૂળ મુદ્દા ઉપર જ ! હૃદયના ત્યાગવાળાને બહારની ચીજોના ત્યાગની જરૂરત જ નથી – એ વાત ગેરવાજબી છે. જો બહારની વસ્તુઓના ત્યાગની જરૂરત ન હોત તો સૌથી પહેલાં આ વિષયની સામગ્રી તજવાની વાત કરવી પડત નહિ ! ખરાબ પ્રવૃત્તિમાં પડ્યા રહેવા છતાં શુભ ભાવના ને શુભ પરિણામમાં ટકાય ક્યાં સુધી ? કસાઈના લત્તામાં થઈને જતાં દયાનાં પરિણામ કેટલા દિવસ ટકે ? ભાવ વિના પણ શુદ્ધ આલંબન પકડી રાખો !
શ્રી સ્થૂલભદ્રનો દાખલો લઈને કહે છે કે “એ વેશ્યાને ત્યાં રહ્યાને !' પણ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે શ્રી સ્થૂલભદ્ર જેવા તો કોઈક જ ! આમ છતાં જોનારે વેશ્યાને ઘેર રહ્યા એ જોયું, પણ “એ ત્યાં રહ્યા કેવી રીતે ?' એ સાથે સાથે જોયું? ત્યાં રહ્યા રહ્યા પણ અખંડપણે શ્રી જિનેશ્વરદેવનાં તત્ત્વો વિચારતા. વેશ્યા ગમે તેટલું રુદન કરતી, તો પણ આ મહાત્મા એમાં વેશ્યાનો સ્વાર્થ માની અડગ રહેતા : એની આજીજી તથા એના ધમપછાડાને સ્વપરનાશક માનતા : એની લલચાવનારી તમામ કાર્યવાહી સાથે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પૃથક્કરણ કરતા; માટે બચ્યા ! ભૂલ્યા હોત તો શું થાત ? રહ્યા વેશ્યાને ત્યાં પણ સ્મરણ કોનું? ભગવાનની આજ્ઞાનું ! ફસાવાની ઇચ્છા પણ નહિ અને બચવાની ઇચ્છા તો પ્રતિપળે જીવતી ને જાગતી!એ ત્યાં કયા ઇરાદે ગયા હતા ? ગુરુએ કયા ઇરાદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org