SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 780 જશ ડૉક્ટરને અને મને તો બાપનો જાય!- આ બધું શા માટે ? હિત માટે ત્યાં દલીલ કે તકરાર ચાલે છે ? નહિ ! માબાપને જઈને કોઈ કહે કે “વહાલામાં વહાલા છોકરાના પેટ ઉપર ચાકુ મૂકવાનો એને શો અધિકાર ?” સમજુ માબાપ તો કહી દે ‘ભાઈ ! દીકરો મારો છે, તું ફિકર ન કરતો, તારા કરતાં મને કાળજી વધારે ઘણી છે. ડૉક્ટર કંઈ એના દુશ્મન નથી !” તેમ જ્ઞાની કહે છે કે “જ્યાં સ્વ-પર હિત ત્યાં બધુંયે ધર્મરૂપ છે : સ્વપર હિત સધાતું હોય ત્યાં કાંઈ અકરણીય નથી કે અધર્મરૂપ પણ નથી જ! હેમચંદ્રાચાર્ય, ઉદાયન, કુમારપાળ આ બધાના ધર્મ ઇતિહાસમાંથી આજના વિરોધીઓ અનીતિ સાબિત તો કરે ? આજના ધર્મવિરોધી કેટલાક લોકો સારામાં સારી ચીજને ખોટા રૂપમાં મૂકે છે, કારણ કે સાચી વાત પ્રવેશે તો પોતાની લવરી નકામી થાય. એક સંયમની રક્ષા માટે શાસ્ત્ર શી શી વિધિ બતાવી છે તે વિચારો. રાજા ખૂનને ગુનો ગણે છે, પણ ખૂની જો સાબિત કરી આપે કે લેશ પણ ખૂનની બુદ્ધિ નહોતી, ખૂનની કાર્યવાહી પણ નહોતી, માત્ર મરણ થયું એ વાત સાચી, તો રાજાએ ખૂનીને છોડી મૂક્યાના દાખલા નથી સાંભળ્યા શું ? જાન ગયો – પ્રાણ ગયા એ વાત સાચી, પણ ખૂનની ભાવના કે કાર્યવાહી નહોતી એ સાબિત કરવું પડે, પ્રમાણ આપવું પડે. “મને લાગ્યું' - એમ ન ચાલે. ન્યાયાધીશ અને એના મદદનીશો માની શકે તે રૂપમાં કહેવું પડે, સાબિત કરવું પડે. તેમ જ્ઞાની કહે છે કે સ્વપરહિત જેમાં સમાયું છે તેને દુનિયા જો ખોટાના નામે સંબોધતી હોય તો પણ તે ખોટું પણ સાચું છે. જેમાં સ્વપરહિત ન હોય તે સાચું પણ ખોટું ! પચ્ચખાણ પણ શાનું અપાય છે ? જુઠું ન બોલવાનું, પણ સાચું બધું જ બોલવું એમ તો નહિ ? જેટલું સાચું તે બધુંય બોલવાનું હોય જ નહિ. બોલું તો સાચુ જ બોલું, જુઠું ન બોલું - આ નિયમ. જેમાં સ્વપર હિત તે સાચું જે સ્વ-પરઘાતક તે જુઠું! કોઈ કહે કે “નજરે ભાળ્યું છે !” તો પણ શાસ્ત્ર કહે છે “મૂંગો રહે !' પેલો વળી એમ કહે કે “પણ સાચું કહેવામાં વાંધો શો ?” શાસ્ત્ર ઉત્તરમાં કહે છે સત્યાનાશ : જોયેલું ને જાણેલું બધું બોલાય એમ નહિ, બોલવા જોણું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy