SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (1 - - ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 – – ૨૫૧ કિષ્ટિવાળો છો? કારણ કે એ કદી ને કદી બચી જવાનો. પણ આજના વિરોધીઓની તો દશા જ કોઈ જુદી છે. તેઓ આજે કહી દે કે “અમે મહાવીરને પણ નથી માનતા અને આગમને પણ નથી માનતા' - તો કોઈ એમને ઊભા પણ રહેવા દે તેમ છે કે ? જો કે હવે તો તેઓએ પૉલિસીથી એ પણ કહેવા માંડ્યું છે. જો હૃદયથી તેઓ આજ્ઞા માનતા હોત, આગમ માનતા હોત, તો પૂર્વાચાર્યોને સ્વાર્થી, દંભી, મૂર્ખ, પ્રપંચી, અમિદ્ર, એવા એવા કહેત ખરા કે ? વારુ ! વર્તમાનના કોઈ સાધુ કહેવાતાને માને અને પૂર્વજોને ન માને, એનું કારણ શું? એ ખૂબ વિચારો. એમ તે જવાબદારી જાય? સભા : સાહેબસમજાયું કે યુવકસંઘનું આખુંયે ટોળું જિનાજ્ઞાને કે આગમને વસ્તુતઃ માનતું નથી, પણ કોઈ જગ્યાએ ઊભા રહેવાનું સ્થાન ન મળે માટે જ માનવાનો ડોળ કરે છે, પણ તેઓ ક્રાંતિની લેખમાળા માટે જવાબદારી લેખકની પોતાની છે.' આ પ્રમાણે કહીને છટકવા માગે છે તેનું શું? પેઢીના નામે પેઢીનો નોકર કરજ કરે તે શેઠને ભરવું પડે, એ શું તમે નથી જાણતા ? કંપનીના હજાર ભાગીદાર ભલે ઘેર મોજ કરતા હોય, પણ કંપનીના નામે થતા સોદામાં આવતી હાનિની જોખમદારી એમને શિરે બેઠી જ છે. એમાંથી છટકાય જ નહિ. નીતિ તથા ગવર્નમેન્ટ કોઈ ન છોડે. આ તો જવાબદારીમાંથી છટકવાનો રસ્તો છે, પણ નીતિ, ન્યાય તથા કાયદાથી એ છટકી શકતા નથી. પેઢી કાઢીને પેઢીના નામે થતા સોદામાં લાભના પોતાના અને ખોટના પારકા કહે, એ કેમ જ ચાલે ? ખોટ ન ભરે તો પોલીસ પકડી જાય. જીદ કરે તો હાથકડી કરીને લઈ જાય. કંપની એટલે માત્ર દુનિયાને લૂંટવા જ નીકળતી હશે એમ ? લાભ પોતે લે અને ખોટ કોણ દીવાલો કે ભીંતો આપે ? બોલો ! ખોટ ભીંત ભરે કે આદમી ? માટે આ તો બધી ચાલબાજી છે. ખસી જવાની પેરવી છે. એમાં તમે ન ફસો અને એવી ગાંડી વાતોને બહાર ન મૂકો. જેનાથી આશ્રવ ઘટે, આશ્રવના પંજામાં ફસેલા જેનાથી છૂટે અને સંવર આદરે તેવું શિક્ષણ, તેવી કેળવણી અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર કરવાની સમ્યગ્દષ્ટિ માત્રની ફરજ છે, પણ જેનાથી આશ્રવ પેસે, ખીલે અને સંવરનો નાશ થાય, તેવી કેળવણી, તેવું શિક્ષણ અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર સમ્યગ્દષ્ટિથી કઈ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy