________________
૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : - 70
૩૩૫
પ્રાણ જાય તેની પણ ૫૨વા ન હોય. એવા આત્માને તુચ્છ માનાપમાન નડતાં જ નથી અને જ્યાં માનાપમાનનો અંશ જાગ્યો, ત્યાં સમજવું કે સંયમનો તથાવિધ પ્રેમ જાગ્યો નથી. શીત કે ઉષ્ણ ગમે તે કાળમાં એનું ચિત્ત વિહ્વળ ન થાય : ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગોને એ શાંતિથી સહે : એના હૈયામાંથી જગત પ્રત્યે કેવળ કરુણાના ઝરા જ વહે : એ કોઈનું પણ ભૂંડું ન જ ઇચ્છે : આવા તો કેટલાયે ગુણ આવે ત્યારે ધ્યાનમાં ચિત્ત સ્થિર થાય.
1075
ચોથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલાનું કામ તો એક જ કે જેથી સાતમું ગુણઠાણું આવે એવી કાર્યવાહી કરવી : પ્રમત્તાવસ્થા જાય અને અપ્રમત્તાવસ્થા આવે એવું ક૨વું. જે પ્રમાદ વધવાની ક્રિયા કરે તેને સાતમું ન આવે, એટલું જ નહિ પણ પમાયું હોય તે પણ જાય. છઠ્ઠા ગુણઠાણાવાળો પ્રમાદની વિષયકષાયાદિની રસપૂર્વક વાત પણ ન કરે અને પાંચમા તથા ચોથાવાળો પણ પ્રમાદની પ્રશંસા ન કરે. સર્વવિરતિ ધરનાર, દેશવિરતિ ધરનાર તથા સમ્યગ્દષ્ટિ પ્રમાદના પોષક તથા પ્રશંસક ન જ હોય. પ્રમાદ થઈ જાય અગર કરવો પડે તો પણ એનો પશ્ચાત્તાપ જ કરે, પણ એવા બને એવી ભાવના એને ન જ હોય : એટલું જ નહિ પણ બીજા પ્રમાદ તજે એવી જ ભાવના એને હોય : અને પ્રમાદ તજનારને સહાય કરવાની તેનામાં સદાય તત્પરતા હોય. છઠ્ઠા ગુણસ્થાનકવાળા, પાંચમા ગુણસ્થાનકવાળા અને ચોથા ગુણસ્થાનકવાળા પણ સંઘમાં છે, પણ ક્યાં સુધી ? પ્રમાદ (વિષયકષાયાદિ)ના પોષક તથા પ્રશંસક ન હોય ત્યાં સુધી. પ્રમાદ વધે, એવી કાળજીવાળા એ ન હોય. જેમ પોતાના તેમ પરના પણ પ્રમાદ ન વધે, એવી કાળજી એ આત્માઓને હોય. પોતાના સહવાસમાં આવનારને પ્રમાદ ઘટાડવાનું કહે પણ વધારવાનું ન કહે.
ચેડામહારાજાનો અભિગ્રહ શો હતો ? પૂજા યાદ છે ને ? કન્યાદાન નિવાર્યું ને ? શ્રી કૃષ્ણ મહારાજાનું વૃત્તાંત પણ જાણો છો ને ? એને બદલે આજે તો વિધવાદાનની વાતો થાય છે, ત્યારે આ શાસનમાં કન્યાદાનની પણ વાત નથી.
૫૨મઉપકારી શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ વ્યંગમાં કલિકાલના જીવોને ઉદાર કહ્યા છે, તે મુજબ પેલા કન્યાદાન નિવારતા ત્યારે આ વિધવાદાન માટે તૈયાર થયા છે, શું આ ઉદારતા ઓછી છે ?
શ્રી કૃષ્ણ મહારાજા કોણ ? ત્રણ ખંડના માલિક, સોળ હજાર સ્ત્રીના સ્વામી, પણ કન્યાને પરણાવે નહિ પણ શ્રી નેમનાથ સ્વામી પાસે મોકલે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org