SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ – – 9 આજ્ઞાને, આગમન, શાસનને માને તે બાપ, મા, ભાઈ, મિત્ર, પુત્ર, સ્નેહી, બધું એને ન માને તે બાપ નહિ, મા નહિ, ભાઈ નહિ, મિત્ર-પુત્ર-સ્નેહી કશું નહિ. આ બધું હું જ નથી કહેતો : લખાણ માગશો તો આપીશ, ગભરાવું નહિ. હાથમાં પાનું એક હોય પણ કહેવાય છે તે ઘણે સ્થાને જોયેલું, પણ મારા ઘરનું નહિ ! હું તો મારા તે બાપનો માલ વેચું છું કે મારા અને તમારા તે બાપનો માલ વેચું છું. અમારું કાંઈ નથી. આ જે કાંઈ કહીએ તે એમનું. એ શાસન ન હોત તો અમે ક્યાંય સબડતા હોત. એને લઈને આટલું બોલતા થયા. અમને એ લાભદાયી લાગ્યું તો લીધું અને તમને લાભદાયી છે માટે આપીએ છીએ : ઠીક લાગે તો લો, ન લાગે તો તમારી મરજી : પરાણે અપાતું નથી. માબાપ તો પરાણે પણ આપે, પણ એવાં માબાપ બનવાની હજી વાર છે. તેમાંયે તમારે તેવાં માબાપ જોઈતાં નથી : છોકરો તો રોઈને રહે, પણ બહાર જઈને માને ‘કુમા તો ન કહે. તમે બહાર જઈને શું કહો ? તમને આપવાની ભાવના જરૂર છે : આપીએ છીએ : લેવાય તો લો. દીક્ષાનું કહ્યું, ઓઘો બતાવું, પણ બગલમાં ઘાલ્યો ? બતાવું તો ખરો ! ઇચ્છા વિના બળાત્કાર અપાય ? યોગ્યને તો બળાત્કાર આપવાનું પણ શાસ્ત્ર તો કહે છે. એવાથી આઘા રહેજે ! મારા માટે વિરોધિઓ કહે છે કે “જાદુ, મેસ્મરીઝમ કરે છે.' વારુ, એ પણ સારી વસ્તુને માટે ને! વસ્તુ ખોટી હોય તો ન થાય. બાળક પાપમાર્ગે જતું હોય તો માબાપ લલચાવીને પણ રોકે, મારે પણ, ધોલ પણ મારે, દોરડી પણ બાંધે, ઓરડીમાં પણ પૂરે, બધી સજા કરે, પણ માબાપ બાળકને પાપમાર્ગે ન જવા દે, માબાપ માબાપ હોવાં જોઈએ, ભાવના સુધારવાની. બાળકને દવા પણ ગમે તે રીતે માબાપ પાય. સાકરનો ગાંગડો આપીને પણ પાય, વેલણ ખોસીને પણ પાય, પણ છોકરો મોટો થાય પછી માબાપ તો દવા પીવાનું કહે. છોકરો ન માને તો બેપાંચ વાર આગ્રહથી કહે, છતાં ન માને તો માબાપ શું કરે ? પણ એ તો સગા બાપ. અમને (ગુરુને) સગા બાપ માનવા ક્યાં છે ? તોય અમારે તો દેવું છે. જે સારું લાગ્યું તે સમજાવવાના : ઠીક લાગે તો લો : જેને કલ્યાણની કામના હોય તે લે ! ભગવાનની આજ્ઞાનો વિરોધરૂપ કોઢ તમને ન વળગે માટે કોઢિયાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. એવા સંસર્ગથી બચો માટે તમને ચેતવવામાં આવ્યા છે. જો કોઢ વળગ્યો તો રિબાઈ રિબાઈને મરવું પડશે, માટે તમને જણાવવું પડે છે કે તમે એવાથી આઘા રહેજો કે જેથી તમને એ ચેપી દરદ, એ કોઢ ન વળગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy