SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ i – – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 -- ૬૧ કળ્યો રહે ? નહિ જ, હૃદયનો વિરાગ સ્વતઃ બાહ્યનો ત્યાગ કરાવે જ. પણ એવો બચાવ કરનારાને હૈયે જ જુદું છે, ત્યાં શું થાય ? હજુ એમ કહેવાય તો ઠીક છે કે “વિરાગની ભાવના છે પણ તથા પ્રકારનું પરિણમન નથી !' બાકી આજે તો હૃદયના ત્યાગના નામે બહારના રાગને પોષવાની પ્રવૃત્તિ થાય છે ! એ અંતરના ત્યાગીથી - હૃદયના વિરાગીથી બને ? ઘણી વાર સમજાવાયું છે કે - ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ આ ત્રણે જુદાં છે. “થાય તો સારું' - આ ભાવના : “કયારે એકદમ કરું !' - આ પરિણામ તથા “કરવા માંડ્યું - તે પ્રવૃત્તિ ! ભાવના તો ઘણાને થાય. દરેક સમ્યગ્દષ્ટિને ભાવના તો ઓછી-વત્તી હોય જ : ભાવના તો ઉત્કટ પણ હોય ! પણ પરિણામ આવે ત્યારે કામ થાય. શ્રીકૃષ્ણ મહારાજે મૌન એકાદશીની આરાધના કરી ત્યાં પણ વિરતિનાં પરિણામ નહિ : માત્ર અભ્યાસરૂપ ! ભાવના તો સમ્યગ્દષ્ટિપણાને અંગે છે. સમ્યગ્દષ્ટિ આત્માને ઉત્તમ વિરતિની ભાવના બરાબર હોય. ભાવનામાંથી પરિણામ જાગે અને પ્રવૃત્તિ થાય ત્યારે વિરતિ આવી કહેવાય. સમ્યગ્દષ્ટિ આત્માને વિરતિની ભાવના તો જરૂર હોય. સંયમ આચરણીય છે, એમ તો એ માને જ : પણ એ ભાવના કહેવાય. “એકદમ લઉ' - એમ થાય ત્યારે પરિણામ કહેવાય. મોટે ભાગે દરદીને “કાંઈક ખાઉ' - એ ભાવના તો હોય, પણ એનાં પરિણામ સામાન્યતઃ કુપથ્યનાં હોય છે, પથ્યમાં પ્રાયઃ નથી હોતા. કોઈ દૂર થાય અને મળી જાય તો કુપથ્ય ખાઈ લઉં, એ પરિણામ પ્રાયઃ હોય છે. ત્યાં નજર કુપથ્ય ઉપર છે. ઔષધાદિ પથ્ય માટે સમજદાર હોય તો સમજે ખરો કે એ પથ્યના સેવનથી વ્યાધિ જાય, પણ એની કટુતાને લઈને એના પરિણામ પધ્ધસેવન માટે પ્રાયઃ નથી થતા : ઊલટું અજ્ઞાનને તો એમ થાય કે ઔષધરૂપ પથ્ય ન લેવાય તો ઠીક ! સમજદાર હોય તે એવું તો ન માને, પણ કુપથ્યમાં જેવાં થાય છે તેવાં પરિણામ એનાં અહીં થવાં મુશ્કેલ ! પરિણામ આવ્યા પછી તીવ્ર કર્યાવરણના યોગે પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ સારો લાભ થઈ જાય છે. પરિણામે નજરને ત્યાં જ ટકાવી રાખે છે. માણસને પક્ષાઘાત થઈ ગયો હોય, હાથપગ ચાલી શકે તેમ હોય નહિ, મોઢેથી બોલાય એમ પણ હોય નહિ, છતાં એક હાથ દૂર હીરો પડેલો દેખે, એટલે હૈયે તરવરાટ થાય અને એમ થાય કે ક્યારે દીકરો આવે, ઇશારો કરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy