________________
108s
--
--
- ૧૮ : પ્રમાદનો પરિહાર - 68 -
૨૯૫
ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજા કે જેઓ વિષયકષાયથી એકદમ દૂર હતા, બધું છોડીને આવ્યા હતા, અપ્રમત્ત જેવું સંયમ પાળતા હતા, છતાં પણ ભગવાન શ્રી મહાવીરદેવ એ તારકને પણ વારંવાર એમ જ ફરમાવતા કે :
સમનોકામા મા "
હે ગૌતમ! એક ક્ષણ પ્રમાદ ન કર !” ભગવાન શ્રી ગૌતમ મહારાજ જેવા માટે પણ ચેતવણીની જરૂર, તો, આપણી શી દશા ? પ્રમાદ એવો ભયંકર છે કે જેનાથી બહુ સાવધ રહેવાની જરૂર છે : કારણ કે એ પ્રમાદ ક્ષણે ક્ષણે આત્માને કનડે છે. વિરતિધર તેમજ સમ્યગ્દષ્ટિ આત્માએ પ્રમાદથી બચવાની બહુ જ જરૂર છે. નિશ્ચયનય તો એમ માને છે કે પ્રમાદ હોય ત્યાં વિરતિ તથા સમ્યક્ત પણ નથી. નિશ્ચયનયનું સમ્યક્ત પણ સાતમે ગુણસ્થાનકે હોય છે. નિશ્ચયનય તો કહે છે કે જેને ખોટું માને તેને સેવે જ કેમ ? સેવે છે માટે ખોટું માનતો જ નથી ! પણ વ્યવહારનય એમ નથી કહેતો : એ કહે છે કે ચોથેથી છઠ્ઠા સુધી પ્રમાદ તો હોય, છતાં સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ હોય. પ્રમાદથી દોષ લાગે એ વાત ખરી : છઠ્ઠા ગુણઠાણાવાળા કરતાં પાંચમાવાળાને તથા પાંચમા કરતાં ચોથાવાળાને પ્રમાદ વધારે. અપ્રમત્તાવસ્થા તો સાતમે ગુણસ્થાનકે છે. ચોથાથી છઠ્ઠા ગુણઠાણા સુધી પ્રમાદ હોય એ વાત ખરી, પણ જો એ પ્રમાદને પોષવાના જ પ્રયત્ન રહે, એ પ્રમાદમાં આસક્તિ થાય - પ્રમાદ કરવો ઠીક એમ થાય, તો એ આત્મા સમ્યક્વા ગુણને હારી પહેલે ગુણઠાણે આવે. માટે જ ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે મહામુશીબતે મળેલા સમ્યક્ત્વયુક્ત માનવજીવનમાં વિવેકી આત્માઓએ પ્રમાદથી દૂર જ રહેવું જ જોઈએ અને એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ.
જીવન એવું જીવો કે પ્રમાદને આધીન ન થવાય અને એવા જીવન વડે વિરતિ પણ આવશે : પણ પ્રમાદની આધીનતાથી તો સમ્યકત્વને પણ ગુમાવશો. કષાયો સોળ છે તેમાં કષાયની એક ચોકડી જાય, એટલે કે અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ આદિ થાય ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય : આઠ કષાયોના ક્ષયોપશમથી દેશવિરતિપણે પમાય : બાર કષાયોના ક્ષયોપશમથી સર્વવિરતિ પમાય અને સર્વ કષાયો ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. આ સ્થિતિ ક્યારે આવે ? કષાયથી દૂર રહે તો એ સ્થિતિ આવે, પણ પરિચયમાં રહે તો આવે ? નહિ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org