________________
३२०
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
–
1080
તારકને તારક તરીકે ઓળખો. મંદિર શા માટે ? નામના માટે કે પાટિયાં ચિતરાવવા માટે ? નહિ જ, મંદિર એ તારક છે : જગતના જીવોને પ્રમાદથી બચાવનાર છે : મંદિર એ જગતના જીવોને વિષયકષાયમાં જોડે કે પાછા પાડે ? જગતમાં વિષયકષાય વધે તો સારું કે ઘટે તો સારું ? મનુષ્ય તો બધાથી ઊંચા ખરાને ? મનુષ્યો પ્રમાદમાં વધે એવી પ્રવૃત્તિ કરે કે ઘટે તેવી ? એક ગાંડા માણસને નિભાવાય. પણ એ પોતાને કૂવે નાખવા આવવાનું કહે તો કૂવે નાખવા જવાય ? કૂવે પડતાં બચાવવાનું કામ આપણું છે કે કૂવે ફેંકવા જવાનું કામ આપણું છે? દુનિયાના કૂવા ખરાબ અને સંસારરૂપ કૂવો સારો હશે કેમ ?
શ્રી જિનેશ્વરદેવનો સંઘ કોઈને પણ સંસારરૂપ કૂવામાંથી કાઢવાના પ્રયત્ન કરે કે કૂવામાં ફેંકવાના ? જૈન સંઘ ડૂબતાને બચાવે કે ધક્કો મારે ? આજના જે મોહવિકલો પોતાને સંઘ તરીકે પૂજાવવા બહાર પડ્યા છે, તે જૈન સંઘની હાલત તપાસો ! અને એવાને કહો કે “ખોટી કાર્યવાહીથી સંઘના નામને બદનામ ન કરો ! લક્ષ્મીના મદે ચડી ભાન ન ભૂલતા!' શાસ્ત્ર કહે કે છે કે “ઉગ્ર પુણ્ય તથા ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. આ શ્રાપ નથી પણ શાસ્ત્રકારે આપેલી ચેતવણી છે. ઉગ્ર પુણ્યપાપનાં ફળ આ લોકમાં પણ મળે અને પરલોકમાં મળવાનું તો નિર્માયેલું છે જ! મળ્યું તો સદુપયોગ કરો, પણ ઉન્મત્ત બની ગાંડા ન બનો. નહિ જેવી નામના માટે તારકને પોતાના આધીન ન માનો અને પોતાના આધીન બનાવવાની કે મનાવવાની મૂર્ખાઈ ન કરો તથા વસ્તુસ્વરૂપને સમજીને પછી બોલો. ચોકીદારનું કર્તવ્ય :
ઘણા મને પણ સલાહ આપે છે કે “સામા આટલું આટલું ઊંધું-ચતું કરે છે, એની સામે આપ કેમ કંઈ કરતા નથી ?' સામા તો એની જાતને છાજે તેવું કરે, પણ આપણાથી કેમ કંઈ જ અઘટિત થાય ? આપણે તો આપણી જાતમાં, મર્યાદામાં સધ્ધર રહેવું જોઈએ. અયોગ્ય આત્માઓ પાસેથી યોગ્ય કાર્યની આશા કેમ જ હોય ? એ તો બિચારા એવા અજ્ઞાન છે કે “એમની તો દયા જ ચિંતવવી ઘટે કે એ આ પાપથી જશે ક્યાં ?'
જન્મથી કુસંસ્કારમાં ઊછરે અને ટેવાય, એની પાસેથી સભ્યતાની આશા રખાય? જેવું શિક્ષણ, જેવા વાતાવરણમાં રહ્યા હોય તેવા ઉદ્ગાર નીકળે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org