SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 1051 -- - ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 – ૩૧૧ જશે : અને ગબડીને એવી જગ્યાએ જશે, કે જ્યાં દુનિયાનાં અનેક પ્રમાદવશ પ્રાણીઓ અનેક જાતની યાતનાઓ ભયંકર રીતે સહી રહ્યાં છે. પરિમિત વર્ષોના પરિમિત ભોગો માટે એવી ભયંકર દશા પામવા જેવી પ્રવૃત્તિ કરવી, એ મનુષ્યપણાની વિટંબણા છે. એવી વિટંબણા કરીને બિચારાઓ દુઃખમય સંસારમાં ન આથડે તો સારું, એ જાતની દયાને લઈને શ્રી જિનેશ્વરદેવોએ અને તે તારકના શાસનને પામેલા પુણ્યપુરુષોએ દુનિયાની બધી વસ્તુને ગૌણ કહી અને ત્યાગને પ્રાધાન્ય આપ્યું. કારણ કે સુખી થવાનો અને સુખી કરવાનો ધોરી રાજમાર્ગ એ છે. સાચા ત્યાગીઓના ત્યાગથી થોડાક સ્નેહીઓ રુએ પણ, કારણ કે મોહના વશથી અને સ્વાર્થના નાશથી સ્નેહીઓનું રોવું એ સહજ છે : માટે ઉપકારીઓએ તેની દરકાર નહિ કરતાં ઉપેક્ષા કરવાનું જ ફરમાવ્યું છે ? કારણ કે સ્વપર હિતકારી અને એકાંતે સુંદર પરિણામ લાવનારી વસ્તુની સાધના સામે યુદ્ર વસ્તુઓ તરફ લક્ષ્ય ન જ આપવું જોઈએ. જો કે ત્યાગ સહેલો નથી, કારણ કે ત્યાગ માટે મન મારવું પડે, આત્માને દમવો પડે, અનેક તકલીફો વેઠવી પડે, પણ પરિણામે કંઈ સુખ પણ ઓછું નથી! જ્યારે થોડા પણ ત્યાગના પરિણામે અપૂર્વ ને અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે, ત્યારે અલ્પકાલીન ભોગસુખના પરિણામે ચિરકાલ સુધી ભયંકર દુઃખ થાય છે. આ વાત જો સમજમાં આવે તો ત્યાગ સહેલો બની જાય. અનુકંપાદાનમાં શું વિચારાય? હવે વિચારો કે જે ભવિષ્યના દુ:ખનો વિચાર કરીને વર્તે તે વિવેકી કે વર્તમાન સુખમાં ભવિષ્યને ભૂલે એ વિવેકી ? દરેકે ભવિષ્યને જોવું જોઈએ. પણ ક્યારે જોવાય ? ત્યારે જ જોવાય, કે જ્યારે આત્માને એ સ્વરૂપનો ખ્યાલ થાય. શ્રી જિનેશ્વરદેવના આત્મામાં સ્વરૂપનો આવિર્ભાવ થયો હતો અને એ તારકના અનુયાયીઓને આત્માના મૂળ સ્વરૂપનો ખ્યાલ થયો હતો, માટે એ ઉપકારીઓએ ત્યાગ સિવાય બીજું કંઈ ન કહ્યું. દુનિયાને માત્ર ભૂખ્યાતરસ્યાની દયા આવે, ત્યારે એ તારકોને કોઈ જુદી જ દયા આવે : આથી એ તારકોને ભૂખ્યા-તરસ્યાની દયા નથી આવતી એમ નહિ, પણ એ તારકોની દયા ત્યાં જ અટકતી નથી, કિંતુ અને તારકોની દયા ઘણી જ ઊંચી અને ઊંડી છે. કેવળ ભૂખ્યા-તરસ્યાની દયા કરનારાની દયા, એ વાસ્તવિક દયા નથી : કારણ કે એવા દયાળુઓને ભૂખ્યા અને તરસ્યા શાથી ?' એ વાતનો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy