________________
933
૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62
“જ્યારે કેટલાક આત્માઓ જાણે છે પણ કરવાને શક્તિમાન નથી અને જેઓ કરવાને સમર્થ છે તેઓ જાણતા નથી; ત્યારે તે આત્માઓ તો લોકમાં કોઈક વિરલા જ હોય છે, કે જેઓ તત્ત્વને જાણે છે અને તેને જાણ્યા મુજબ આચરવા માટે પણ શક્તિમાન થઈ શકે છે.”
આથી ખુલ્લું જ છે કે તત્ત્વને પૂરું જાણે અને જાણ્યા બાદ આરાધવા સમર્થ હોય, જાણે પણ પૂરું અને કરે પણ પૂરું તે આત્મા ઊંચામાં ઊંચી કોટિનો ગણાય : એના આરાધકપણામાં તો શંકા જ નહિ, પણ એવા હોય કેટલા ? કહેવું જ પડશે કે વિરલા. કેટલાક એકલા જાણનાર પણ કરે નહિ અને કેટલાક જાણે નહિ પણ ક્રિયા કરે, આ બે પણ આરાધક. એ રીતે ત્રણે આરાધક, પણ પછીના બે આરાધક ક્યારે ? જાણનાર ક્રિયાને ન ઉવેખે અને ક્રિયા કરનારને હાથ જોડે તો ! ક્રિયા કરનાર પણ જ્ઞાનને ન ઉવેખે અને જ્ઞાનીનું માન કરે તો ! જાણે છે પણ ક૨વા સમર્થ નથી તે પણ આરાધક ખરા, કારણ કે એ ક્રિયાને ઇચ્છે જરૂર, પણ તાકાતના અભાવે જ કરતો નથી. તાકાત વિનાનો જ્ઞાની, ક્રિયા ક૨ના૨ને જુએ-જ્ઞાન વિના અવિધિથી પણ ક્રિયા કરનારને જુએ, તો પણ એને શું થાય ? અને એ બોલે શું ? અજ્ઞાન આત્માઓને પ્રેમપૂર્વક ઉત્તમ ક્રિયાઓ કરતા જોઈને જ્ઞાની ‘શું કર્યું તમે ! સમજો નહિ અને ક્રિયા કરવા બેઠા, ઊલટા વિરાધક થાઓ છો.’ - આ પ્રમાણે બોલે ? નહિ જ અને જો એમ બોલે તો એમ બોલનારો જ્ઞાની આરાધક નથી, એટલું જ નહિ પણ ઊલટો વિરાધક બને છે અને બીજાને વિરાધનામાં જોડે છે. આજકાલ આવા જ્ઞાની (?) બહુ છે : અસલ તો એ જ્ઞાની છે જ નહિ. એ વસ્તુતઃ જ્ઞાની જ નથી. વિરાધક કોટિના જ્ઞાની એવા જ હોય. એ પોતાને સમજદાર માને અને પોતે ક્રિયા ન કરતા હોય તેના બચાવમાં ક૨ના૨ની ખામી જુએ : જરા ભૂલ ભાળે તો ઉપર ચડી બેસે : ઊલટા એ કહે કે ‘આમ મોક્ષ મળતો હોત તો તમે દુનિયામાં રહ્યા જ ન હોત.’ સામાન્ય આદમી આથી માર્ગથી ખસી જાય.
૧૯૩
શાસ્ત્રદૃષ્ટિએ સાચા જ્ઞાનીને તો એમ થાય કે ‘મારા કરતાં તો આ સારા છે : કારણ કે હું લાભ જાણું છું પણ પામર એવો છું કે ક્રિયા કરતો નથી : આ તો બહુ સારા કે વગર જાણ્યું કે વગ૨ ભણ્યે પણ શુભ ક્રિયામાં રત છે ! જાણીને જે મેળવવું જોઈએ તે એ વગર જાણ્યે મેળવી રહ્યા છે.' તરત એ ક્રિયા કરનારાને હાથ જોડે : તેમ કરતા સંકોચાય નહિ. ‘હું પાંગળો, જાણ્યા છતાં પણ આઘો ઊભો છું’-એમ વિચારી એ જ્ઞાની ક્રિયા કરનારને તરત હાથ જોડે. આ જોઈ ક્રિયા કરનારની ભાવના કેટલાય ગુણી ચડે. સમજદાર પણ આટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org