________________
951 ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ ઃ - 63
જ માટે, પણ તમે અમારા અંગત ભક્ત બનો એવા આશયે નહિ. વારુ ! ઢોંગની વાત જવા દો, પણ તમે સાધુના ભક્ત ક્યારે બની શકો ? પ્રભુ પ્રત્યે-પ્રભુના માર્ગ પ્રત્યે-પ્રભુના આગમ પ્રત્યે પ્રેમ હોય તો જ ને ? પ્રભુનો માર્ગ પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત કરેલા એ પ્રભુમાર્ગને જચાવવાની તથા તે મુજબ વર્તવાની અભિલાષા હોય તો જ સાધુ અને સાધુતા પ્રત્યે સાચી ભક્તિ પેદા થાય. જેને પ્રભુ જ ન ગમે – જેને પ્રભુનો માર્ગ જ ન ગમે અને જેને પ્રભુનાં આગમ જ ન ગમે, તેને અમે શી રીતે ગમીએ ? અને એના ગમતા થઈએ તો, એટલે કે એને ગમતા બનવા મથીએ તો અમારામાં પણ પોલ જ સમજવી. એવા પોતાને જેન કહેવડાવતા હોય તો તેવા જૈનને પણ અમે ન ગમીએ એમાં અમારી ઉત્તમતા છે. એવાને અમે ગમતા થવાનું ધ્યાન રાખીએ, તો તો અમારી દુષ્ટતા છે. અમે તો ભિખારી : અમારી પાસે છે શું ? અને કાંઈ હોય તે પણ પ્રભુમાર્ગના યોગે જ અમે પામ્યા. પ્રભુનો માર્ગ ન મળ્યો હોત તો અમે ક્યાંયે રખડતા હોત. જેને પ્રભુ ન ગમે, પ્રભુનાં આગમો ન ગમે અને પ્રભુના આગમાનુસાર ચાલનારા પૂર્વાચાર્યો ન ગમે, તેને અમે ગમી ગયા અને એને ખુશ રાખવામાં પડ્યા તો માને કે ‘અમે પણ બધું વેચી ખાધેલ હોવું જોઈએ !' અમે તો ઇચ્છીએ કે એવાને અમે ન જ ગમીએ : એવાને ગમવાની અમે ચેષ્ટા ન જ કરીએ : જો એમને અમે ગમીએ તો જરૂર કાંક ભેદ. ઊલટું અમારે તો કહેવું પડે કે ‘તમારે જો અમને ચાહવા હોય - અમને નમવું હોય, તો પ્રભુને, પ્રભુના માર્ગને, આગમને, તેમજ પૂર્વાચાર્યો વગેરે બધી જ ધાર્મિકતાને નમવું પડશે ! એમને ન નમવું હોય તો અમને નમવાથી ફાયદો શો ? અમે જેને તારક માનીએ તેના તમે શત્રુ છો એટલે તમારે અને અમારે બને નહિ.’
પ્રભુને ગાળ દે, આગમને તથા પૂર્વાચાર્યોને ગાળ દે અને પ્રભુના પવિત્ર માર્ગ માટે એલફેલ બોલે, એ આવીને અમારા માટે સારું બોલે અને અમે ચલાવ્યે જઈએ, તો નક્કી અમારામાં ખામી છે ! અહીં આવીને એ કહે કે ‘આ શા ઢોંગ ? આચાર્ય-બાચાર્ય આધા મૂકો તો તમને ખમાસમણ દઉં !'-આમ કહેનારને અમારે તો એમ કહેવું જ જોઈએ કે ‘એ ખમાસમણ ન જોઈએ : આઘો રહે. તારા ખમાસમણથી લોભાઈએ તો તો અમારે પ્રાયશ્ચિત્ત લેવું પડે : અને અમારું જે કાંઈ હોય તે પણ ગુમાવી બેસીએ.' જેને અમે તારક માનીએ તેને જે નિંદે તે અમને માને તેનું કારણ શું ? કેટલાક કહે છે કે ‘સાધુ પ્રત્યે અપ્રીતિ થઈ છે :' પણ એવાને થાય જ ને ? ભગવાન પ્રત્યે અપ્રીતિ થઈ તો સાધુ તો
–
Jain Education International
૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org