________________
૧૭
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
18
છે. જ્યારે આત્મામાંથી બધાં કર્મ ચાલ્યાં જશે ત્યાર પછી કર્મ નહિ લાગે. સિદ્ધના આત્માને કર્મ સ્પર્શી શકતું નથી, કારણ કે ત્યાં ચીકાશ નથી. પૌગલિક ચીકાશના યોગે કર્મરૂપી કચરો લાગુ થાય છે. કર્મસત્તાને આધીન બનવું અને સ્વામિત્વ માનવું એ કેમ જ બને ? પૂર્વની સ્થિતિને લઈ આધીન તો હોય, પણ આત્મા સાવધ બને અને સ્વરૂપને ઓળખે તો ધાર્યું કામ લઈ શકે ! પરંતુ આજે તો એવા ટેવાયા છે કે કર્મની સત્તા પહેલી અને ધર્મની સત્તા પછી ! આત્મા પાસે બે સત્તા ખડી છે; કર્મની સત્તા અને ધર્મની સત્તા. ફાવટ કઈ સત્તાની છે ? વિચારશો તો સમજાશે કે પ્રાયઃ બધે કર્મસત્તાની જ ફાવટ ચાલી રહી છે. સમ્યગ્દષ્ટિ આત્મા ઉપર કર્મ ધારી સત્તા ચલાવી શકતું નથી, કેમ કે એ આત્મા કર્મને પર માને છે, દુશ્મન માને છે અને પોતાને એનાથી ભિન્ન સમજે છે, સમ્યગ્દર્શન એ એક જાતનો અજબ પ્રકાશ પેદા કરે છે અને એથી આત્માને તે વ અને પરનો ભેદ સમજાવે છે એટલું જ નહિ પણ આત્મા અને કર્મનું સ્વરૂપ તથા તેના સ્વભાવની ભિન્નતા સમજાવે છે. તેમજ મારું શું અને પારકું છું તેય ઓળખાવે છે. જેટલાં કર્મ લાગ્યાં છે; તે એ આત્માને હાનિ કરનાર છે, એમ સમ્યગ્દર્શનના યોગે આત્માને ભાસે છે. કર્મ એ તદ્દન અંદરનું પડ છે. પડ ઉપરનાં પડ પણ ઘણાં છે. અંદરનાં કર્મ બાહ્ય કર્મને આધીન છે. અંદરના કર્મના યોગે બાહ્ય કર્મ થાય અને બાહ્ય કર્મના યોગે અંદરનાં કર્મ પોષાય. અશુભ કર્મના ઉદયના યોગે આત્મા અશુભ પ્રવૃત્તિમાં જોડાય, એ બાહ્ય પ્રવૃત્તિથી અંદરનાં અશુભ કર્મો પોષાય અને બહારનાં પુદ્ગલોને અંદર જવાની સામગ્રી મળે.
સમ્યગ્દષ્ટિ આત્મા જ્યારે આત્મા સાથે લાગેલાં કર્મોને પાપ માને, પરરૂપ માને અને કેવળ હાનિ જ કરનારાં માને તો તે આત્મા, કર્મયોગે ઊભી થયેલી પરિસ્થિતિને કેવી માને ?
સમ્યગ્દર્શન ચેતન અને જડનો વિવેક કરાવે છે : ચેતન તથા જડના ભિન્ન ભિન્ન ધર્મનું ભાન કરાવે છે. તાવ માપવા જેમ થર્મોમિટર છે, તેમ સમ્યગ્દર્શનના આ સ્વરૂપની પ્રગટ પરીક્ષા શી ? સમ્યગ્દષ્ટિમાં શું નિહાળીએ તો આ સ્વરૂપની પ્રતીતિ આવે? બાહ્યમાં લૂખાશ દેખાય તો ખાતરી થાય. “બહારની સારી ચીજ શુભ કર્મોએ આપી છે તે કેમ ન ભોગવું ?” – આવું સમ્યગ્દષ્ટિ કહે ખરો ? નહિ જ. પણ તે તો “શુભ કર્મોએ શુભ ચીજ આપી, અશુભ કર્મોએ અશુભ ચીજ આપી, પણ બેમાંથી એકેયને આધીન ન થાઉં” – એમ જ કહે. સારું કે ખોટું એકેને એ પોતાનું ન માને. “જો હું સાવધ હોઉં તો આ બહારનું સારું કે ખોટું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org