SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- - ૩૭૩ પણ નથી ! ઊલટા તે મહાપુરુષો ભોગને રોગ જ માને છે. પરિણામે ભોગાવલીનો ઉદય પૂરો થાય કે સંયમની સાધના માટે વર્ષોલ્લાસ થાય. અને સામાન્ય આત્માઓ તો ભોગવતાંયે નવા ભોગની જાળ એવી બાંધે, કે જે મરતાંયે ન છૂટે. આજે કેટલાય ગૃહસ્થને સંયમની ભાવના ખરી, પણ “આટલું સમેટીને જાઉં' - એ જ નડે અને સમેટે એવું કે ઊલટી જાળ ફેલાતી જ જાય, કારણ કે જે સમેટે છે તેના ઉપર પરકીય ભાવના નથી આવતી. સમેટાય તેટલું સમેટવું અને ગૂંચ આવે ત્યાં કાપી નાંખવું જોઈએ તો જ સમેટાય. સૂતરનું ગૂંચવાયેલું કોકડું સીધું ઊકલે જ નહિ, વધારે જ ગૂંચાય, કાતર લઈને બેસવું પડે, જ્યાં ગૂંચ આવી કે કાતર મૂકે તો જ એ ઊકલે, પણ કૃપણતાથી કાપતાં જીવ જ ન ચાલે તો એ કોકડું ઉકેલાય નહિ. જે સમેટવા જાય છે તેની તરફનું જે રીતે ઊતરવું જોઈએ તે રીતે મમત્વ ઊતરતું નથી માટે સમેટાતું નથી. ભાવના હોય પણ ભાવનાને અનુકૂળ જીવન નથી, એનું જ એ પરિણામ છે. સ્વ તથા પરનો વિવેક થાય તો, પરમાં ગૂંચાયેલા આત્માને સમેટતાં, તેવા તીવ્ર કર્મના ઉદય વિના વાર લાગે જ કેમ ? આથી સ્પષ્ટ છે કે મહાપુરુષોના ભોગવટા જ કોઈ જુદા હોય છે. આથી તેઓ પરતંત્ર કહેવાય જ નહિ. હવે એ વિચારો કે શ્રી તીર્થંકરદેવ શ્રી તીર્થંકર-નામકર્મના વિપાકોદયથી દેશના દે છે, તે ઇષ્ટ છે કે અનિષ્ટ ? બીજું બોલાવવા કોઈ માગે તો એ બોલે ખરા ? ગોશાળો ઘણોયે ધમધમ્યો પણ પ્રભુ બીજું કંઈ બોલ્યા ? ભગવાન જાણતા હતા કે “જેટલું સાચું કહેવાશે તેટલી જ આપત્તિ, અને છેવટે મારી પોતાની ઉપર પણ એ તેજલેશ્યા મૂકશે’ - તોપણ ભગવાને તો હતું તે જ કહ્યું. એથી ગોશાળો તો લાલ-પીળો થઈને બોલ્યો કે તમારો શિષ્ય ગોશાળો તો મરી ગયો, હું તો જુદો આત્મા છું, શરીર એ છે, કારણ કે એ શરીરને પરીષહ સહેવા યોગ્ય જાણી મેં મારા આત્માને એમાં સંક્રમ્યો છે, માટે શરીર ઉપરથી ભ્રમણામાં ન પડો.” ઊલટો એ ભગવાનને કહે છે કે “ભ્રમણામાં ન પડો !' તોયે ભગવાન તો એ જ કહે છે કે તે તું જ છો. તરણું આડું ધરવાથી જેમ ચોર ન છૂપાય, તેમ આવી રીતે પોતાની જાતને ન જ છુપાવી શકાય ! ભગવાન પોતે આ રીતે સત્યને સ્પષ્ટ પણ કહે છે. આપણો મુદ્દો તો એ છે કે તે તારકો વીતરાગ છે માટે ઇચ્છા નથી અને ઇચ્છાની જરૂર પણ નથી, તે છતાંય જે થાય છે તે ઇચ્છા વિરુદ્ધ છે ? માનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy