SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 કદર્શના ન જોઈતી હોય, તેણે સામાની કદર્શના કરવી જોઈએ નહિ. આથી એ સ્પષ્ટ છે કે જીવોના સ્વરૂપને જે બરાબર જાણે તે જ અહિંસાની સિદ્ધિ કરી શકે અને તે જ સ્વતંત્રપણે સામાને ધર્મ કહી શકે. શ્રી તીર્થંકરદેવો તથા અતીન્દ્રિય જ્ઞાનીઓ તો જીવોના સ્વરૂપને પ્રત્યક્ષપણે જાણે અને શ્રુતજ્ઞાનીઓ શ્રુત દ્વારા જાણે. આના વિના બીજાઓ તે જાણે કે જેઓને શ્રુત ઉપર શ્રદ્ધા હોય. જીવોના સ્વરૂપને જાણવા માટે આસ્તિક્ચ ખાસ જોઈએ. જ્યાં સુધી આસ્તિક્ય ન આવે ત્યાં સુધી તેનાથી ધર્મ ન જ પમાય તો ધર્મદેશના તો કેમ જ દેવાય ? શંકારહિતપણે જીવાદિકના સ્વરૂપને જાણે તે જ ધર્મ કહેવાને સમર્થ: બીજો નહિ : કારણ કે બીજો કહે તો કાંઈનું કાંઈ કહે. સાધનો સંસારનાં અને મોક્ષનાં : હિંસા અને અહિંસામાં પણ સંસારનું સાધન કયું અને મોક્ષનું સાધન કર્યું, તે નક્કી કરવું પડશે, નહિ તો ત્યાં પણ ગોટો વળે : માટે અહિંસા પણ અનંતજ્ઞાનીની આજ્ઞામાં જ ! આજ્ઞા ન હોય ત્યાં દેખાતી અહિંસા પણ હિંસા છે. આપણી દૃષ્ટિએ અહિંસા પણ જ્ઞાનીની દૃષ્ટિએ હિંસા હોય તો તે હિંસા છે. જીવાદિકનું સ્વરૂપ અને તેના પરિણામ વગેરે સમ્યક્ પ્રકારે જ્ઞાની જાણે, માટે જ્ઞાનીની આજ્ઞાને આધારે જ બધું સમજવું જોઈએ, નહિ તો હિંસા-અહિંસાની ખબર પડે જ શી રીતે ? અનુપમ જ્ઞાનીઓએ ફરમાવેલા શાસ્ત્રનો આધાર ન હોત, તો હિંસા અહિંસાના ભેદ જાણવા જ કઠણ હતા. સામાન્ય રીતે સૌ કોઈ ધર્મ તો કરે છે : સૌ પોતપોતાની ક્રિયાને ધર્મ તો કહે છે : કુળની ક્રિયાને પણ દુનિયા ધર્મ કહે છે : મનુષ્ય તરીકે આમ કરવું ને તેમ કરવું તે પણ આજકાલ, ઇતરમાં પણ ધર્મ કહેવાય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનને સમજ્યા પછી તમે જો એમ કહો તો ઘણા જ ગુનેગાર છો. જે ધર્મ હોય એ સંસારનું કારણ ન હોય ઃ મુક્તિનું કારણ હોય તો જ ધર્મરૂપ બને. ધર્મ શા માટે કરવો એનો હજી પત્તો નથી. એની જ બધી ઉપાધિ છે. અન્યથા જો એ નક્કી થાય તો વાતચીતમાં દરેક ક્રિયાને ‘ધર્મ’ એ ઉપનામ અપાય છે તે ન અપાય. 909 સંસારનાં બંધનોથી બંધાયેલા હોઈ, એનાથી મુક્તિ પામવા માટે ધર્મ, એ નક્કી થાય તો જ્યાં-ત્યાં ‘ધર્મ' બોલતાં અટકી જવાય. આજે અજ્ઞાનીઓ તરફથી ઘણી ક્રિયાને ‘ધર્મ’ નામથી સંબોધાય છે. ‘ધર્મ’ એ શબ્દ કઈ ક્રિયાને લાગુ થઈ શકે એ અને તેના હેતુ તથા તેનું ધ્યેય સમજાય ત્યારે જ બરાબર Jain Education International ૧૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy