SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ “मुनिरुचे ममाप्यासन्, धनदस्येव सम्पदः । यातास्तृणवत् त्यक्ता, भवभ्रमणभीरुणा ।। १ ।। सौधर्मात् क्षीणपुण्यो- स्मित्रागतोऽसि महीतले । इतोऽपि क्षीणपुण्यः सन् राजन् मागा अधोगतिम् ॥२॥ आये देशे कुले श्रेष्ठे, मानुष्यं प्राप्य मोक्षदम् । साधयस्यमुना भोगान्, सुधया पादशौचवत् ।।३।। स्वर्गाच्च्युत्वा क्षीणपुण्यो, भ्रान्तावावां कुयोनिषु । યથાતથા સ્મરન્ રાખજ્ !, જિ વાત વ મુઘસિ ।૧૪।।" “જેમ કુબેરની પાસે અઢળક સંપદા ગણાય છે, તેમ મારી પાસે પણ અઢળક સંપદાઓ હતી, પણ ભવભ્રમણથી ડરતા એવા મેં તે સંપદાઓને તરણાની માફક તજી દીધી. ખરેખર, સંપદાઓ સંસારમાં રખડાવનારી છે, એમ જાણીને મેં એ છતી સંપદાઓનો પણ ત્યાગ કરી દીધો છે.” અને - “હે રાજન્ ! ક્ષીણપુણ્ય થયેલો તું સૌધર્મ દેવલોકથી આ મહીતલ ઉપર આવ્યો છે અને અહીંથી પણ હે રાજન્ ! હવે ક્ષીણપુણ્ય થઈને તું અધોગતિએ ન જા !” વળી “આર્ય દેશમાં અને શ્રેષ્ઠ કુલમાં મોક્ષને આપનાર મનુષ્યપણાને પામીને, એ જ મનુષ્યભવદ્વારા તું જે ભોગોની સાધના કરે છે, તે ખરેખર સુધા-અમૃતથી પગ ધોવા જેવું કામ કરે છે.” - અને “હે રાજન્ ! સ્વર્ગથી ચ્યવીને આપણે બન્ને જે રીતે કુયોનિઓમાં ભટક્યા છીએ, તે રીતે તારા સ્મરણમાં હોવા છતાં પણ તું એક બાળકની માફક કેમ ભૂંઝાય છે ?' ખરેખર, આવી દશામાં એટલે કે વસ્તુસ્વરૂપને જાણવા છતાં પણ આ રીતે મૂંઝાવું, એ ભયંકર બાળપણું એટલે અજ્ઞાનપણું છે !” આ રીતનો હ્રદયને હચમચાવી નાખે તેવો ઉપદેશ સાંભળવા છતાં પણ અને પોતાના પૂર્વજન્મોને પોતે જાતિસ્મરણના યોગે જાણવા છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીના હૃદય ઉપર કશી જ અસર નીવડી નહિ અને એ મુનિપુંગવને પણ એમ માનવું પડ્યું કે આ આત્મા અબોધ્યતમ છે અને એમ માની તેને ઉપદેશ આપવો માંડી વાળવો પડ્યો. 970 શું કોઈ એમ કહી શકે તેમ છે કે શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીમાં સમજશક્તિ ન હતી ? નહિ જ, કારણ કે સમજશક્તિ તો હતી જ, પણ તેમના આત્માની સ્થિતિ એવી પલટાઈ ગઈ, કે જે બોધિબીજને પ્રાપ્ત થવા જ ન દે. એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy