________________
971
–
–– ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64 --
-
૨૩૧
રીતની સ્થિતિ પલટાઈ શાથી ? તો એનો ઉત્તર એ જ છે કે પૂર્વભવમાં મોહને આધીન થઈને સંયમને વેચ્યું. પૂર્વભવમાં પોતે મુનિ હતા અને સનતકુમાર
વર્તીના સ્ત્રીરત્ન તેમને વંદના કરી : વંદતાં વંદતાં એ સ્ત્રીરત્નના વાળનો પર્શ દેવયોગે થઈ ગયો : એ વાળના સ્પર્શથી મોહોદય જાગ્યો અને એના પરિણામે સંયમની તથા તપની કિંમત ઘટી તથા એક વાળના સ્પર્શ માત્રની
મત વધી ; સંયમ તથા તપ એ બધાંને એ મહાત્મા ભૂલી ગયા : એટલું જ નહિ પણ કરેલું બધું વેચી માર્યું ! “આ મારા દુષ્કર તપનું જો ફળ હોય, તો આવા સ્ત્રીરત્નનો હું પતિ થાઉં.” – એવું માગી લીધું. આ રીતે સંયમ તથા તપનું વેચાણ કર્યું. વાળના સ્પર્શથી વૃત્તિ એવી ફરી કે એની પાસે સંયમ તથા તપ એ કાંઈ જ નથી એમ એને લાગ્યું ! જો એમ ન લાગે તો આવી માગણી શી રીતે કરાય ? પૌગલિક લાલસા આત્માનો કેટલો અધ:પાત કરે છે તે વિચારો ! જુઓ પૌગલિક વસ્તુની કિંમત વધી એટલે મૂળ વસ્તુ વેચાઈ ગઈ. પછી એ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ થાય એમાં આશ્ચર્ય શું ? કેમ કે વસ્તુ ઉપર અભાવ થયો. શું ગમતી વસ્તુ વેચાય ? વેચાય ક્યારે ? જ્યારે તેના ઉપર અભાવ થાય ત્યારે અથવા એના કરતાં બીજી વસ્તુની વધુ કિંમત અંકાય ત્યારે ! મોક્ષના સુખ આગળ આ સ્પર્શસુખ તો તુચ્છ જ છે ને ? એવા તુચ્છ સુખની ખાતર નિયાણું કરનાર એ મુનિ જેવા તેવા નહોતા, પણ તત્ત્વજ્ઞાની હતા : પણ કામરૂપ મોહના યોગે એ તત્ત્વજ્ઞાન ઊડી ગયું અને સંયમ તથા તપ વેચાઈ ગયું. પુદ્ગલવાસનાની આ જેવી તેવી ભંયકરતા છે ? અને એથી એ વાત સ્પષ્ટ જ છે કે દુનિયાના સુખની લાલસાથી આવા મહાપુરુષો પણ ધર્મને ભૂલે, તો જેને ધર્મની ખબર જ ન હોય તેવા રખડતા આત્માઓ ધર્મ વિસરી જાય, એમાં પૂછવું જ શું? નહિ જેવા સંસર્ગથી આવા મહામુનિ ભૂલ્યા, તો રખડેલ આત્માઓ ભાન ભૂલી ધર્મને ઠોકર મારે તેમાં નવાઈ જેવું પણ શું છે ? એક તો ધર્મ ગમે થોડાને અને તે પછી એ ધર્મને મેળવવો, રાખવો, સાચવવો અને સંઘરવો, એ કાંઈ સહેલું નથી : ઘણું જ કઠિન છે. મહત્વપાત્ર આવા' શબ્દ ક્યાં વપરાય ?
આજે દુનિયાદારીના આદમીઓને અંગે જ્યાં ત્યાં – “આવા - આવા - શબ્દ લગાડી વાતો કરાય છે, પણ આવા” તે કેવા ? જેવા છે તેવા ! જ્યાં
ત્યાં “આવા, આવા' શબ્દથી વાત ન કરો. બાહ્ય સંજોગોમાં ગમે તેવા સારા દેખાતા હોય, તો પણ ઉતાવળ કરીને “આવા, આવા' કહી વાત ન કરો ! આવા !' એ સંબોધન જ્યાં-ત્યાં વાપરી, એ સંબોધનની અવદશા ન કરો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org