SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - દ8 ગૃહસ્થોને દાનધર્મનો ઉપદેશ દેતાં જ્ઞાનીએ ફરમાવ્યું કે પૈસા એવા ખરચો કે પાત્રે પડે. અનુકંપાની વાત જુદી છે. અનુકંપા કરો ત્યાં કાંઈ ન જોવાય, પણ દાન કરતા હો, ત્યાં તો પરિણામ જોવું જોઈએ ! સમય, લાભાલાભ, પાત્ર, ક્ષેત્ર, કાર્યવાહી, બધું જોવું જોઈએ. એમ ન થાય તો દાનનો ઉદ્દેશ ફળે શી રીતે ? જૈનકુળમાં જન્મેલાને ગૂળથૂથીમાં જ એ શિક્ષણ હોય કે શ્રી જિનમૂર્તિને દેખતાં જ શિર ઝૂકે. એ માત્ર આકાર ભલે હોય પરન્તુ આકાર પણ વીતરાગનો છે ને ? જૈનને તો શ્રી વીતરાગદેવની મૂર્તિ. સાધુ, આગમ અને ધર્માનુષ્ઠાન આચરતા પુણ્યવાનોને જોઈને પણ આનંદ થાય. આ શિક્ષણ ખરું, બાકીનું નકામું. એ બધાં પ્રત્યે પ્રેમ હોય તો મૂળ પ્રત્યે પણ પ્રેમ હોય અને તો જ એમના કથન પ્રત્યે પણ પ્રેમ હોય ! પછી કમી શી રહે ? આ કાર્યવાહી થાય તો બધું ફળે. સળગતી આગ જેવા સંસારમાં શાંતિ ક્યાંથી મળે? ધૂનન કરવું હોય, કર્મના વિપાકોથી બચવું હોય, તો કર્મજનક બધી સામગ્રીથી આત્માને ખસેડવો જ જોઈએ. આ “ધૂત' નામના અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સ્વજનધૂનન કરવાનું જ સૂત્રકાર મહર્ષિ કહેવાના છે અને તે પછી બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણ અને શરીરનું ધૂનન, ચોથા ઉદ્દેશામાં ગૌરવત્રિકનું ધૂનન અને પાંચમા ઉદ્દેશામાં ઉપસર્ગો અને સન્માનોનું ધૂનન કહેવાના છે. શ્રી જૈનશાસનમાં “ઉપક્રમ, નિક્ષેપ, નય અને અનુગમ' - આ ચાર અનુયોગ કરવાનાં દ્વાર છે. એ ન્યાયે આ છઠ્ઠા અધ્યયનને પણ એ ચાર દ્વારો લાગુ થાય જ. એટલે પ્રથમ ‘ઉપક્રમ” નામના દ્વારમાં અધ્યયનનો અર્થાધિકાર પ્રથમ કહેવાયો હતો અને ઉદ્દેશાઓનો અર્થાધિકાર નિયુક્તિકાર મહર્ષિએ દોઢ ગાથાથી ફરમાવ્યો. તે પછી “નિક્ષેપ' નામના દ્વારમાં પ્રથમ “ઓઘનિષ્પન્ન' નામના નિક્ષેપમાં અધ્યયન અને “નામનિષ્પન્ન' નામના નિક્ષેપામાં તે અધ્યયનનું નામ જે “ધૂત તેનો નિર્દેશ અને સ્થાપનાથી વર્ણન સુગમ હોવાથી નહિ કરતાં દ્રવ્ય અને ભાવથી વર્ણન કર્યું અને તે આપણે જોઈ આવ્યા. હવે “સૂત્રાલાપકનિષ્પન્ન નામના નિક્ષેપોમાં અસ્મલિતાદિ ગુણોપેત સૂત્ર ઉચ્ચારવું જોઈએ અને તે સૂત્ર આપણે શરૂઆતમાં બોલ્યા તે છે. આ સૂત્રમાં ધર્મ કોને ઉદ્દેશીને કોણ કોણ કહે છે તે અને કોણ પામે છે તથા કોણ નથી પામતા, એ વગેરેનું વર્ણન કરવામાં આવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy