SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 : હેમાદિએ કહ્યું કે ‘જે હશે તે બધું થશે, માટે જે ઇચ્છા હોય તે જણાવો !' પેથડશાએ એની રાજધાનીના મધ્યભાગમાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવા જગ્યાની માગણી કરી. જો કે એ મંત્રી પણ મિથ્યાદ્દષ્ટિ હતો, પણ કરે શું ? પેથડશાની માગણી સ્વીકાર્યા વિના ચાલે ? હેમાદિએ કહ્યું કે ‘જુલમ કર્યો.’ પેથડશા કહે છે કે ‘ગભરાશો નહિ, તમારાથી થાય તો કરો.’ હેમાદિએ કહ્યું કે ‘કર્યા વિના ચાલે ? પણ આપ ત્યાં પધારો, અવસરે સઘળું સારું થશે.' પેથડંશા ત્યાં જઈને રહ્યા છે ઃ ત્યાં પણ દાન ચાલુ રાખ્યું છે : મંદિર તો બને ત્યારે ખરું, પણ સોનૈયા ખર્ચી રહેલ છે : સૌ પેથડશાને ઓળખે એવી રીતે દાન દે છે. કારણ ? લક્ષ્મીની મમતા છૂટી છે. શ્રી જિનેશ્વરદેવનું મંદિર ઊભું થતું હોય, મિથ્યાદૃષ્ટિના મોંમાં પણ ‘જિન’ શબ્દ પ્રવેશતો હોય, ત્યાં લક્ષ્મીની કિંમત શી ? હૈયામાં તારક તારક તરીકે મનાય, તો એને માટે ખર્ચાયલી લક્ષ્મીને તે સાર્થક સમજે. એ તો ધર્મની પ્રભાવના કરવા આવ્યા હતા. આજ તો ભોજકને દાન દેવામાં પણ રૂપિયાની એકસો બાણું પાઈ લાવે. કૃપણતાથી તો લક્ષ્મી નિષ્ફળ જવાની. છતી સામગ્રીએ કૃપણતાના યોગે દારિત્ર્યને માગી લેવા જેવી પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી. 1055 લેવાની વૃત્તિએ દેવું તે દાન નથી ! સભા : આપવાથી લક્ષ્મી વધે ? નક્કી છે. સભા : ખાતરી શી ? વેપાર કરો છો ત્યાં લાભની શી ખાતરી ? સભા : આપ્યું તે ગયું ને ? આપ્યું એ ગયું માનો છો ત્યાં જ વાંધો છે : આનું જ નામ શ્રદ્ધાની કચાશ ! બીજી વાત : દાન આપતી વખતે થતી હૃદયશુદ્ધિ એ ઓછો લાભ છે ? તેમજ અસાર એવી લક્ષ્મીની મૂર્છા ઉતારતાં શિખાય, એ જેવું તેવું ફળ છે ? માટે આત્મિક ફળને ઓળખો. ખરે જ, લક્ષ્મી મૂર્છા ઊતરવી જોઈએ. મૂર્છા ઊતર્યા વિના સાચા દાતાર થવાતું જ નથી. જ્યાં સુધી અસારને સાર માનો, ત્યાં સુધી તમારો અને અમારો મેળ ખાય શી રીતે ? લક્ષ્મી સાર કે અસાર ? સ્થિર કે અસ્થિર ? છોડવાની કે નહિ છોડવાની ? એ તો નક્કી કરો ! એ નહિ જાય Jain Education International ૩૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy