________________
855 ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? - 58 ૧૧૫
સાધન, પણ અસંયમીનું શરીર ધર્મસાધન નથી. ક્વચિત્ થાય, પણ એની કિંમત ન અંકાય. જેનું શરીર કેવળ સંયમની સાધનાના કામમાં જ નિયત થાય અને બીજી પ્રવૃત્તિ કરે તે પણ એને અંગે જ તો તેનું શરીર, કહોને સંયમીનું શરીર ધર્મસાધન ગણાય. જેનું શરીર થોડું - ઘણું ધર્મના ઉપયોગમાં આવે છે તે પણ, જેનું બિલકુલ ધર્મના ઉપયોગમાં નથી આવતું, તેના કરતાં સારું એમાં વાંધો નહિ, પણ ધર્મનું સાધન તો સંયમીનું જ શરીર. સંયમીનો આહાર પણ શા માટે ? સંયમની પુષ્ટિ માટે જ ! કારણ કે સંયમી દરેક પ્રવૃત્તિ, દરેક કાર્યવાહી સંયમને ઉદ્દેશીને જ કરે, માટે તેનું જ શરી૨ સંયમનું સાધન કહેવાય : પણ બાકીનાનું શરીર સંયમનું સાધન ન કહેવાય. હા ! બાકીનામાં પણ જેનું શરીર ભોગને તજી સંયમની લાલસામાં તત્પર હોય, તેને માટે કદાચ તેમ કહેવામાં આવે તો અમુક અંશે વાંધો નહિ : પણ વિચારો કે એ દશાવાળો આત્મા શરીરને સાચવે કઈ રીતે ? ભગવાનની આજ્ઞાને સાચવીને કે ઊંચી મૂકીને ? આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તાય એની કાળજી તો રાખે યા નહિ ? આટલી લાયકાત એનામાં આવવી જ જોઈએ. આ ત્યારે જ સમજાશે કે જ્યારે સંસાર તથા મોક્ષ અને તે બેયનાં કારણોને નોખાં પાડશો ! સંસારમાં મોક્ષ નથી અને મોક્ષમાં સંસાર નથી : જ્યાં જડનો યોગ તે સંસાર, તે મોક્ષ નથી. જેને મોક્ષ જોઈએ તેને જડનો યોગ ઇષ્ટ ન જ હોય. જે જડનો સંયોગ ઇચ્છે, તેને મુક્તિનો ઇચ્છનાર ન કહેવાય. મુક્તિના ઇચ્છનારે જડના સંયોગને ન ઇચ્છતાં એના વિયોગને જ ઇચ્છવો જોઈએ. આથી જ શ્રી જિનેશ્વરદેવના મુનિઓ અણગાર હોય છે. અણગાર એટલે ઘર વિનાના. જ્યાં ઘર જાય ત્યાં ૨હે શું ? ઘર હોય ત્યાં બધું જ હોય ને ? ધર હોય ત્યાં ગામ હોય. ગામ ત્યાં દેશ અને એને લગતી બધી સામગ્રી હોય. આ બધું અગાર પર છે. જ્યાં ઘર બનાવ્યું ત્યાં બધી કાર્યવાહી હોય જ ને ? અગાર અને અણગારમાં ભેદ જ આ. ઘર નહિ ત્યાં ગામ, નગર, દેશ કંઈયે નહિ અને ઘરવાળાને બધું જ. સમજદાર આદમી મર્યાદાશીલ હોય તો જ બચે. જેટલી મર્યાદા ખુલ્લી મૂકે તેટલો બંધાય. દાનનું કારણ લક્ષ્મી નથી, પરંતુ લક્ષ્મીની તેટલા પ્રમાણમાં મૂર્છાનો અભાવ એ કારણ છે !
રથ અને ગાડીનું દૃષ્ટાંત જોયું. એ બેમાં જેટલો ફેર તેટલો અગાર અને અણગારમાં ફેર છે. જે મોક્ષનાં સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર છે એમ માને, તે દુનિયાના બીજા પદાર્થને કઈ રીતના માને ? ‘આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org