________________
મ - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 – ૨૦૩
શ્રી આત્મારામજી મહારાજાએ કહ્યું કે “તમારે નિયમ છે, મારે નથી.” પછી મૂર્તિની વાત કાઢી.
વિશનચંદજીએ કહ્યું કે “એમાં આરંભ-સમારંભ છે, માટે મૂર્તિને કેમ મનાય ?'
શ્રી આત્મારામજી મહારાજાએ એક જ વાત કહી કે “પાપ અને પુણ્ય તથા આરંભસમારંભ એ વગેરે તમે અને હું વધુ જાણીએ કે આગમના કહેનાર વધુ જાણે ? એમાં આપણી મતિકલ્પના ચાલે ?'
વિશનચંદજી શું કહે છે? સરલ આત્માની દશા જુઓ : વિશનચંદજી કહે છે કે “આગમમાં હોય તે સાચું મારા કરતાં એ વધુ ભવભીરુ હતા માટે એ કહે તે સાચું. આગમને ન માને તો ઓઘો શું કામ રાખું? તમે આગમમાંથી બતાવો તો તરત મારી માન્યતાનો ત્યાગ કરી મૂર્તિને માનું.” (આ વિશનચંદજી તે જ મુનિશ્રી લક્ષ્મીવિજયજી મહારાજ.)
આજ્ઞાના રાગનું આ પરિણામ. શાસ્ત્રમાં શંકા હોય તેની વાત જુદી છે. આપણે તો શાસ્ત્રને આંખ સામે રાખીને જ ચાલવાનું છે.
આપણું જૈનશાસન અને આપણે વાયુકાયમાં જીવ માનીએ છીએ. હાથ હાલે તો વાયુકાય હણાય કે નહિ ? હણાય, છતાં નમસ્કાર એ ધર્મ છે કે અધર્મ છે ? ખમાસમણ દેવું એ ધર્મ કે અધર્મ ? ત્યાં હિંસા કલ્પાય ખરી કે? શાસ્ત્ર જ્યાં હિંસા માની છે ત્યાં જ મનાય. નહિ તો છતે આગમે અને છતે જ્ઞાને કલ્યાણમાર્ગનો નાશ જ થાયને ? આ સ્થિતિ ભગવાન નહોતા જાણતા ? છતાં વિધિ કેમ કહી ? હિંસાનાં પરિણામ નથી, હિંસાની પ્રવૃત્તિ નથી અને સામાને હિંસક વૃત્તિ ઉત્પન્ન કરે તેવી પણ ક્રિયા નથી. ક્રિયા કરનાર હિંસક છે તેનો પણ ભાસ સામાને થાય તેમ નથી. અંદરનો અને બહારનો દેખાવ બધું શુદ્ધ છે. પરિણામ શુદ્ધ છે. ક્રિયામાં પણ હિંસા નથી. સામાને હિંસાનો ભાસ થાય તેવી ક્રિયા પણ નથી. એવી એક પણ ક્રિયા જ્ઞાનીએ વિહિત કરી નથી. આથી નિશ્ચિત છે કે શ્રી જિનાજ્ઞાને કોરાણે મૂકી દઈને જે દિવસ પોતાની જ મતિકલ્પનાએ ચાલ્યા, તે દિવસે ધર્મ, ધર્મ નહિ રહે. આગમની વાત ઘટાવવા - મગજમાં ઉતારવા - હૃદયસ્થ બનાવવા, મતિનો ઉપયોગ થાય, પણ આગમની વાત ખોટી ઠરાવવા મતિનો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org