________________
૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59
પામી, પ્રભુપ્રણીત સંયમને આરાધીને તરી ગયા છે. શ્રી દઢપ્રહારી અને શ્રી અર્જુનમાલી એ હિંસક હતા, રોહિણિયો, પ્રભવ એ ચોર હતા. જુઠ્ઠા પણ કહેવાય. એ પણ તરી ગયા તથા વ્યભિચારી અને પરિગ્રહી પણ ઘણા તરી ગયા. એ બધા મુનિ કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. બદમાશમાં બદમાશ, ઘોર પાપાત્મા, ભયંકર ચોટ્ટા પણ સુધરે. એમનામાં દુર્ગુણો ભલે છે, પણ એ સારા છે એવી એમની માન્યતા નથી. દુર્ગુણ એ મિથ્યાત્વ નથી, પણ દુર્ગુણને સારાં માનવા તે મિથ્યાત્વ છે. ચોરોમાં અને હિંસકો વગેરેમાં મિથ્યાત્વ હતું, પણ એ ગાઢ નહોતું. અણસમજ્યું હતું, અજ્ઞાનના જ પ્રતાપે હતું. માત્ર અજ્ઞાનનું પડળ ખેંચાવાની જરૂર હતી. ચોરી, હિંસા, વ્યભિચાર એ બધાને એ સારું નહોતા માનતા.
079
પ્રભવ ચોર શ્રી જંબુકુમારના એક વચનથી સ્થિર થઈ જાય છે. શ્રી જંબુકુમાર કહે છે કે “તારી અવસ્વાપિની નિદ્રા મને લાગુ થઈ નથી, હું જાણું છું, આ બધા મારા વિશ્વાસે સૂતેલા છે, માટે હું છું ત્યાં સુધી તો એમણે મા૨ા ઉપર મૂકેલા વિશ્વાસને સફળ કરવો જોઈએ, માટે તને રોકું છું. બાકી તું ન જાણતો હોય તો જાણ કે હું તો સવારે જ આ બધી લક્ષ્મી તથા દેવાંગના જેવી આ આઠે સ્ત્રીઓને પણ તજીને ચાલી નીકળવાનો છું.” પ્રભવ ચોર સ્થિર થાય છે. પોતે ક્ષત્રિય હતો. એને વિચાર થાય છે કે “છે તેને આ છોડી દેવા તૈયાર થાય છે અને હું એ જેને છોડવા માગે છે તેને લેવા આવ્યો છું તો ક્ષત્રિય હું કે એ ?” એ આખી વાત તમે સાંભળી છે. શ્રી જંબુકુમારની સાથે જ એ પ્રભવ પોતાના સાથી ચોરો સાથે દીક્ષા લે છે. પ્રભવ એ ચોર હતો, પણ ચોરીને સારી નહોતો માનતો.
૧૩૯
હિંસકમાં, જુઠ્ઠામાં, ચોરમાં, વ્યભિચારીમાં, સંગ્રહીમાં, ક્રોધી, માની, માયી, લોભીમાં, ઇર્ષ્યાળુમાં, કજિયાખોરમાં – એ બધાંમાં જૈનશાસનનો ઇન્કાર નથી, હોય પણ ! આ બધું કરવા યોગ્ય માને, સારું માને, તેમાં ન હોય ! એમાં જૈનશાસન ન હોય, ન જ હોય ! પ્રભુનું શાસન પામીને હિંસકો તરી ગયા. દૃઢપ્રહારી પાપી હતો પણ પાખંડી નહોતો. પાપી તરે પણ પાખંડી ન તરે. પાખંડી તો પાખંડને પોષવા જ માગે. પાપીને તો નિમિત્ત મળે એટલે તરે. પાખંડી પાસે સેંકડો નિમિત્ત હોય તો પણ એને અવળું જ ભાસે. પાખંડીની પાસે નમીને ચાલો તો કહે કે ‘કેવા ડરે છે !' તમે ન બોલો તો કહે કે ‘શેના બોલે ! તાકાત ક્યાં બળી છે !' જો રીતસર બોલો એમ કહેવામાં આવે તો કહે કે ‘શેના છાના ૨હે !' કારણ કે ધાંધલ જ કરવું છે ને ! વળી ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org