Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪] લંકાપતિ વૈશ્રવણને પરાભવ
[ પર્વ ૭ મું. વીરમાની અને દુર્મદ બાળકે પાતાળલંકામાં રહેવાથી કુવાન દેડકાની જેમ પોતાની અને બીજાની શક્તિને જાણતા નથી. તેઓ મત્ત થઈ વિજય મેળવવાની ઈચ્છાએ છળ કરી મારી નગરીને ઉપદ્રવ કર્યા કરે છે, પણ ચિરકાળ મેં તેમની ઉપેક્ષા કરી છે. હે સુદ્ર! જે હું તેમને સમજાવીશ નહી તે તારી સાથે તેમને માળીને માર્ગે મોકલી દઈશ, તું તે અમારૂં બળ જાણે છે.” આવાં દૂતનાં વચન સાંભળી મહામનસ્વી રાવણ ક્રોધથી બે -“અરે! એ વૈશ્રવણ કેણુ છે? જે બીજાને કર આપનારે છે અને બીજાના શાસનથી જે લંકા પર શાસન ચલાવે છે, તે છતાં આવું પિતે બેલતાં કેમ લજવાત નથી? અહા! કેવી મોટી ધીઠતા ! તું દૂત છે માટે તને મારતા નથી, તેથી તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે હતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધું વૃત્તાંત કહ્યું. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પિતાના સહદને અને સૈન્યને લઈ મોટા ક્રોધથી લંકા સમીપે આવ્યો. આગળ મોકલેલા દૂતે તેને ખબર આપ્યા, એટલે વૈશ્રવણ યુદ્ધ કરવાને માટે મોટી સેના લઈને લંકાપુરીની બહાર નીકળ્યો. થોડા વખતમાં અનિવારિત પ્રસરત પવન જેમ વનભૂમિને ભંગ કરે તેમ રાવણે તેની સેનાનો ભંગ કરી નાંખે. જ્યારે રાવણે તેની સેનાને ભંગ કર્યો ત્યારે પિતાને ભંગ થયેલે માનનારા વૈશ્રવણને ક્રોધાગ્નિ બુઝાઈ ગયે; અને તે વિચાર કરવા લાગે કે-“કમળો છેદાતાં સરોવરની જેમ, દંતભંગ થતાં દંતીની જેમ, શાખાચ્છેદ થતાં વૃક્ષની જેમ, મણિરહિત અલંકારની જેમ, જ્યોત્સનારહિત ચંદ્રની જેમ અને નિર્જળ થયેલા મેષની જેમ શત્રુઓએ માનભંગ કરેલા માની પુરૂષની સ્થિતિને ધિક્કાર છે! પરંતુ તે પુરૂષ જે મુક્તિને માટે યગ્ન કરે તે જરૂર વાસ્તવ સ્થાનને પામે છે. “ડું છેડી દઈ તેના બદલામાં બહુની ઈચ્છા કરનાર પુરૂષ લજજાનું સ્થાન થતું નથી.” માટે અનેક અનર્થને આપનારા આ રાજ્યની મારે જરૂર નથી, હવે હું તે મોક્ષમંદિરના દ્વારરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. આ કુંભકર્ણ અને વિભીષણ જે કે મારા અપકારી થયેલા હતા, પણ તે કારણે આવા માર્ગનું દર્શન થવાથી તેઓ મારા ઉપકારી થયા છે. આગળ પણ મારી માસીને પુત્ર હોવાથી રાવણ મારો બંધું છે અને અત્યારે કર્મથી પણ બંધુ છે, કારણ કે તેના તરફથી આ ઉપક્રમ થયા વગર મારી આવી બુદ્ધિ થાત નહિ.” આ વિચાર કરી વૈશ્રવણે શઆદિક છોડી, તત્વનિષ્ઠ થઈ પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ ખબર જાણી રાવણે તેમની પાસે આવી નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કે “તમે મારા જયેષ્ઠ બંધુ છે, માટે આ અનુજના અપરાધને ક્ષમા કરો. હિ બાંધવ! તમે નિઃશંક થઈ આ લંકામાં રાજય કરો. અમે અહીંથી બીજે જઈશું. કારણકે પૃથ્વી ઘણું વિશાળ છે.” આ પ્રમાણે રાવણે કહ્યું, તથાપિ તેજ ભવમાં મેક્ષે જનાર તે મહાત્મા વૈશ્રવણ પ્રતિમા ધરી રહ્યા હતા તેથી કાંઈ પણ બોલ્યા નહિ. વૈશ્રવણને નિસ્પૃહ જાણી રાવણે તેમને ખમવી પ્રણામ કરીને લંકાપુરી અને પુષ્પક વિમાન ગ્રહણ કર્યું. પછી વિજયલહમીરૂપ લતામાં પુષ્પ જેવા તે પુષ્પક વિમાનમાં બેસી રાવણ અહંત પ્રતિમાને વાંદવા માટે સમેતગિરિ પર ગયે. ત્યાં પ્રતિમાને વંદના કરીને નીચે ઉતરતાં રાવણે સેનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org