________________
२३
સૂત્રગ્રંથને જ લક્ષી લખાયેલી ભાસે છે; તેમ જ ભાષ્યના અંતમાં રહેલી પ્રશસ્તિ પણ મૂળ સૂત્રકારની માનવામાં કાંઈ ખાસ અસંગતિ નથી. તેમ છતાંય એ પ્રશ્ન ઊભો જ રહે છે કે જે ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન હોય, અને તેમની સામે સૂત્રકારની રચેલી કારિકાઓ તથા પ્રશસ્તિ હોય, તે તેઓ પિતે પિતાના ભાષ્યના પ્રારંભમાં અને અંતમાં કાંઈ ને કાંઈ મંગલ, પ્રશસ્તિ જેવું લખ્યા વિના રહે ખરા? વળી એમણે પિતા તરફથી આદિ કે અંતમાં કશું જ નથી લખ્યું એમ માની લઈએ તોયે, એક સવાલ રહે જ છે કે, ભાષ્યકારે જેમ સૂત્રનું વિવરણ કર્યું, તેમ સૂત્રકારની કારિકાઓ અને પ્રશસ્તિગ્રંથનું વિવરણ કેમ ન કર્યું કે શું તેઓ સૂત્રગ્રંથની વ્યાખ્યા કરે અને તેના આદિ તથા અંતના ગંભીર મનહર અને મહત્વપૂર્ણ ભાગની વ્યાખ્યા કરવી છેડી દે, એમ બને ખરું ? આ સવાલ આપણને એવી નિશ્ચિત માન્યતા ઉપર લઈ જાય છે કે, ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન નથી અને તેથી જ તેમણે ભાષ્ય લખતી વખતે શરૂઆતમાં પિતાના સૂત્રગ્રંથને લક્ષી કારિકાઓ રચી તેમજ મૂકી, અને અંતમાં સૂત્ર તેમજ
મુદ્રિત “રાજવારિકને અંતે તે પદ્યો જોવામાં આવે છે. દિગંબરાચાર્ય અમૃતચંદ્ર પણું પોતાના “તત્વાર્થસારમાં એ જ પદ્યો નંબરના થોડાક ફેરફાર સાથે લીધાં છે.
આ અંતનાં પદ્યો ઉપરાંત ભાષ્યમાં વચ્ચે વચ્ચે મારી જીં ' ઇત્યાદિ નિર્દેશન સાથે અને ક્યાંઈક કશા જ નિદેશ વિના કેટલાંક પદ્યો આવે છે. એ પડ્યો ભાષ્યના કર્તાનાં જ છે કે બીજા કેઈનાં છે. એ જાણવાનું કાંઈ વિશ્વસ્ત સાધન નથી. પણ ભાષા અને રચના જોતાં તે પદ્ય ભાષ્યકારનાં જ હોવાનો સંભવ વિશેષ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org