________________
તરીકે ઓળખતા આવ્યા છે. દિગંબર પરંપરામાં પણ તેમને “બુતશિૌ ’ કહ્યા છે.
એમનો તત્ત્વાર્થ ગ્રંથ એમના અગિયાર અંગવિષયક શ્રુતજ્ઞાનની તે પ્રતીતિ કરાવી જ રહ્યો છે. એટલે એટલી
ગ્યતા વિષે કશો જ સંદેહ નથી. એમણે પોતાને વારસામાં મળેલ આતશ્રુતના બધા પદાર્થોને સંગ્રહર તત્ત્વાર્થમાં કો છે; એક પણ મહત્ત્વની દેખાતી બાબત તેમણે વણકહે છેડી નથી. તેથી જ આ હેમચંદ્ર સંગ્રહકાર તરીકે ઉમાસ્વાતિનું સ્થાન સર્વોત્કૃષ્ટ અંકે છે. ૩ એ જ ગ્યતાને લીધે તેમના તત્ત્વાર્થની વ્યાખ્યા કરવા બધા જ તાંબર, દિગંબર આચાર્યો પ્રેરાયેલા છે. પરંપરાનું જે પૂર્વકાલીન કૃત ભ૦ મહાવીરને અગર તેમના શિષ્યોને મળ્યું, તે પૂર્વશ્રત. આ કૃત ક્રમે ક્રમે ભ૦ મહાવીરના ઉપદિષ્ટ શ્રતમાં જ મળી ગયું, અને તેના જ એક ભાગ તરીકે ગણાયું. જેઓ ભ૦ મહાવીરની દ્વાદશાંગીના ધારક હતા, તેઓ એ પૂર્વશ્રુતને તે જાણતા જ હોય. કંઠે રાખવાને પ્રઘાત અને બીજા કારણોને લીધે ક્રમે ક્રમે પૂર્વશ્રુત નાશ પામ્યું અને આજે ફક્ત પૂર્વગતગાથારૂપે નામમાત્રથી શેષ રહેલું નેધાયેલું મળે છે.
૧. નગર તાલુકાના એક દિગંબર શિલાલેખ નં. ૪૬માં તેમને “શ્રુતકેવલિદેશીય” કહ્યા છે. જેમકે,
"तत्त्वार्थसूत्रकर्तारमुमास्वातिमुनीश्वरम् ।
श्रुतकेवलिदेशीयं वंदेऽहं गुणमन्दिरम् ॥" ૨. તત્વાર્થમાં વર્ણવાયેલા વિષયોનું મૂળ જાણવા માટે જુઓ ઉ૦ આત્મારામજી સંપાદિત “તાવાર્થસૂત્ર-જૈનાગમસમન્વય”.
: “વોમાાતિ સંગ્રહીતર” - સિદ્ધહેમ, ૨, ૨, ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org