________________
સવાલ જ છે. છતાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન વાડમયને ઇતિહાસ તો એમ જ કહે છે કે, ઉમાસ્વાતિ જ જૈનાચાર્યોમાં પ્રથમ સંસ્કૃત લેખક છે. તેમના ગ્રંથોની પ્રસન્ન, સંક્ષિપ્ત અને શુદ્ધ શૈલી તેમના સંસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વની સાક્ષી પૂરે છે. જૈન આગમમાં આવતી જ્ઞાન, ય, આચાર, ભૂગોળ, ખગળ આદિને લગતી બાબતોને સંગ્રહ જે સંક્ષેપથી તેમણે તત્વાર્થાધિગમસૂત્રમાં કર્યો છે, તે તેમના વાચકવંશમાં થવાની અને વાચકપદની યથાર્થતાની સાક્ષી પૂરે છે. તેમની તત્ત્વાર્થના પ્રારંભની કારિકાઓ અને બીજી પદ્યકૃતિઓ સૂચવે છે કે, તેઓ ગદ્યની પેઠે પદ્યના પણ પ્રાંજલ લેખક હતા. તેમનાં ભાષ્ય સૂત્રોનું બારીક અવલોકન તેમના જૈન આગમ સંબંધી સર્વગ્રાહી અભ્યાસ ઉપરાંત વૈશેષિક, ન્યાય, ગ અને બૌદ્ધ આદિ દાર્શનિક સાહિત્યના તેમના અભ્યાસની પ્રતીતિ કરાવે છે. તત્ત્વાર્થભાષ્ય (૧, ૫, ૨, ૧૫) માં ટાંકેલાં
વ્યાકરણનાં સૂત્રો એમના પાણિનીય વ્યાકરણના અભ્યાસની પણ સાક્ષી પૂરે છે.
જો કે તેમની પાંચસો ગ્રંથના કર્તા તરીકે પ્રસિદ્ધિ શ્વેતાંબર સંપ્રદાયમાં છે, અને અત્યારે કેટલાક ગ્રંથો તેમની કૃતિ તરીકે જાણીતા છે; છતાં એ વિષે આજે ખાતરી લાયક કાંઈ પણ કહેવાનું સાધન નથી. એવી સ્થિતિમાં
૧, જંબુદ્વીપસમાપ્રકરણ, પૂજા પ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર, પ્રશમરતિ સિદ્ધસેન પિતાની વૃત્તિમાં [૭, ૧૦, પૃ. ૭૮, ૫, ૨] તેમના ચપ્રકરણ, નામના ગ્રંથને ઉલ્લેખ કરે છે, જે અત્યારે ઉપલબ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org