________________
૧૮
ભાષ્ય, અન
બૌદ્ધસતમ પગલાં
આવ્યાં છે, એ સવાલ વિચારવા જેવો છે. તેમાં પહેલે ઉલ્લેખ જૈનમત પ્રમાણે નરકભૂમિઓની સંખ્યા બતાવતાં બૌદ્ધસમ્મત સંખ્યાનું ખંડન કરવા માટે આવેલ છે. તે આ પ્રમાણે-“પ ર તન્ત્રાન્તરીયા વંત્યેષુ ધાતુસાદ થવસ્તારા રૂત્વવ્યવસિતાઃ” તસ્વાર્થભાષ્ય, અ. ૩, સૂ૦ ૧.
બીજો ઉલ્લેખ પુદ્ગલનું જૈનમત પ્રમાણે લક્ષણ બતાવતાં બૌદ્ધસમ્મત પુદ્ગલ શબ્દના અર્થનું નિરાકરણ કરતાં આવેલ છે. “પુનિત તન્ત્રાન્તરીયા નીવાન પરિમાન્ત” | અવ ૫, સૂ૦ ૨૩ નું ઉત્થાન ભાષ્ય.
ઉમાસ્વાતિના પૂર્વવતી જૈનાચાર્યોએ સંસ્કૃત ભાષામાં લખવાની શક્તિ કેળવી ન હતી, અને તે ભાષામાં લખવાને
પ્રઘાત શરૂ કર્યો ન હોત, તે ઉમાસ્વાતિ થતા આટલી સરળ અને પ્રસન્ન સંસ્કૃત શૈલીમાં
પ્રાકૃત પરિભાષામાં રૂઢ સાંપ્રદાયિક વિચારોને આટલી સફળતાપૂર્વક ગૂંથી શક્યા હોત કે નહિ, એ એક
૧. અહીં એક બાબત ખાસ નેધવા જેવી છે તે એ કે, ઉમાસ્વાતિ બૌદ્ધસમ્મત “પુદ્ગલ’ શબ્દના “છ” અથને માન્ય ન રાખતા હોય તેમ તેને મતાંતર તરીકે ઉલ્લેખ કરી પછી જ જૈનશાસ્ત્ર પુદ્ગલ શબ્દને શો અર્થ માને છે એ સૂત્રમાં બતાવે છે. પરંતુ ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશક ૧૦; અને શ૦ ૨૦, ૯૦ રમાં “પુદ્ગલ” શબ્દને ‘જીવ ” અર્થ વર્ણવાયેલે દેખાય છે. જે ભગવતીમાં વર્ણવાયેલ પુગલ શબ્દને જીવ અર્થ જૈન દૃષ્ટિએ જ વર્ણવાયો છે એમ માનીએ, તે ઉમાસ્વાતિએ એ જ મતને બૌદ્ધમતરૂપે કેમ અમાન્ય રાખ્યો હશે, એ સવાલ છે. શું તેઓની દષ્ટિમાં ભગવતીમાંને પુગલ શબ્દને જીવ અર્થ એ બૌદ્ધમતરૂપે જ હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org