SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભાષ્ય, અન બૌદ્ધસતમ પગલાં આવ્યાં છે, એ સવાલ વિચારવા જેવો છે. તેમાં પહેલે ઉલ્લેખ જૈનમત પ્રમાણે નરકભૂમિઓની સંખ્યા બતાવતાં બૌદ્ધસમ્મત સંખ્યાનું ખંડન કરવા માટે આવેલ છે. તે આ પ્રમાણે-“પ ર તન્ત્રાન્તરીયા વંત્યેષુ ધાતુસાદ થવસ્તારા રૂત્વવ્યવસિતાઃ” તસ્વાર્થભાષ્ય, અ. ૩, સૂ૦ ૧. બીજો ઉલ્લેખ પુદ્ગલનું જૈનમત પ્રમાણે લક્ષણ બતાવતાં બૌદ્ધસમ્મત પુદ્ગલ શબ્દના અર્થનું નિરાકરણ કરતાં આવેલ છે. “પુનિત તન્ત્રાન્તરીયા નીવાન પરિમાન્ત” | અવ ૫, સૂ૦ ૨૩ નું ઉત્થાન ભાષ્ય. ઉમાસ્વાતિના પૂર્વવતી જૈનાચાર્યોએ સંસ્કૃત ભાષામાં લખવાની શક્તિ કેળવી ન હતી, અને તે ભાષામાં લખવાને પ્રઘાત શરૂ કર્યો ન હોત, તે ઉમાસ્વાતિ થતા આટલી સરળ અને પ્રસન્ન સંસ્કૃત શૈલીમાં પ્રાકૃત પરિભાષામાં રૂઢ સાંપ્રદાયિક વિચારોને આટલી સફળતાપૂર્વક ગૂંથી શક્યા હોત કે નહિ, એ એક ૧. અહીં એક બાબત ખાસ નેધવા જેવી છે તે એ કે, ઉમાસ્વાતિ બૌદ્ધસમ્મત “પુદ્ગલ’ શબ્દના “છ” અથને માન્ય ન રાખતા હોય તેમ તેને મતાંતર તરીકે ઉલ્લેખ કરી પછી જ જૈનશાસ્ત્ર પુદ્ગલ શબ્દને શો અર્થ માને છે એ સૂત્રમાં બતાવે છે. પરંતુ ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશક ૧૦; અને શ૦ ૨૦, ૯૦ રમાં “પુદ્ગલ” શબ્દને ‘જીવ ” અર્થ વર્ણવાયેલે દેખાય છે. જે ભગવતીમાં વર્ણવાયેલ પુગલ શબ્દને જીવ અર્થ જૈન દૃષ્ટિએ જ વર્ણવાયો છે એમ માનીએ, તે ઉમાસ્વાતિએ એ જ મતને બૌદ્ધમતરૂપે કેમ અમાન્ય રાખ્યો હશે, એ સવાલ છે. શું તેઓની દષ્ટિમાં ભગવતીમાંને પુગલ શબ્દને જીવ અર્થ એ બૌદ્ધમતરૂપે જ હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy