________________
૧, બુદ્ધિ-ભકિત અને ધર્મ
દુનિયામાં હરામખોર કોણ ગણાય ? વગર હકકની મિલકતને જે માલિકી–કબજે કરે તે.
ખેડુત જેવું બીજ વાવશે તેવું ઉગશે, પુણ્ય કર્યું હોય, સારાં કાર્યો કર્યા હોય તેને કોડ મળ્યા માટે તેને હક્ક, પણ કર્મ નહિ માનનારાને શું ? કયા પુણ્યના ઉદયે મનુષ્યપણું, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયું ? કેને આધીન ગર્ભમાં આવ્યા? પહેલાં કઈ નિશાળમાં ભણ્યા હતા કે નાક આમ બનાવવું, તેને આમ બેઠવવું, મેટું આમ બનાવવું, તેને અમુક જગ્યા પર ગોઠવવું, કાન, નાક, જીભ ને આંખ આવી જ બનાવવી અને આ જ જગ્યા પર ગોઠવવી? તે આ બન્યું તેના પ્રતાપે ? તે કહેવું પડશે કે પુણ્યના પ્રતાપે. તે સિવાય બીજે રસ્તે નથી. ગયા ભવના પુણ્યનો વિચાર કરીને આવતા ભવને વિચાર કર જોઈએ.
જૈન અને જૈનેતરની માન્યતામાં ભેદ જૈનેતરે આ જીવને સુખને મેળવવામાં અને દુઃખ આવે તેને નિવારવામાં પરાધીન ગણે છે. અને આવતે જન્મ લેવાની તેનામાં તાકાત નથી એમ માને છે. એટલે આ જીવ તે મૂર્ખ છે; ઈશ્વર તેને સ્વર્ગે લઈ જાય તે સ્વર્ગે જવાનું અને નરકે લઈ જાય તે નરકે જવાનું. ઈશ્વરથી બધું થાય તે માન્યતા જનેતરની છે.
ત્યારે જૈનેની માન્યતા કઈ ?
જીવ જ પોતાના કરેલાં કૃત્યોને અંગે જવાબદાર છે અને તેના ફળ ભેગવવાને અંગે જવાબદાર છે. દુનિયામાં પણ કહેવાય છે ને કે માલ લેવો હોય ત્યારે આપનાર જણાવે કે “તમારા નામે અને તમારા જોખમે તેમ જીવે જે પુણ્યનાં કાર્યો કર્યા હોય તેનાં ફળ ભોગવવાની જવાબદારીને જોખમદારી જીવની. તેવી જ રીતે પાપનાં કાર્યો કર્યા હોય તે તેની જવાબદારી અને જોખમદારી પણ જીવની જ. માટે પુણ્ય કર્યું હોય તે તેના ફળરૂપે સુખ પિતે મેળવે અને પાપ કર્યું હોય તે દુઃખ પણ પોતે જ પામે. જીવને જવાબદાર અને જોખમદાર