________________
ખ્યા
બુદ્ધિ-ભક્તિ અને ધર્મ
:30
8838%82%83%8BBBBBBBA BEBIUSDE वचनाराधनया खलु धर्मस्तद्बाधयाः त्वधर्म इति । इदमत्र धर्मगुह्य सर्वस्वं चैतदेवास्य ॥ पो २-१२ ॥
- વર્તમાનનું સુખ ગૌણ કે ભવિષ્યનું? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે આ સંસારમાં બુદ્ધિમાન કેણ ગણાય? કેટલાક વર્તમાન કાળના સુખમાં સંતોષ માનનાર તે કેટલાક વર્તમાન સુખને ગૌણ કરીને ભવિષ્યના સુખને પ્રધાનપદ આપીને વર્તનારા હોય છે, વર્તમાનના સુખમાં પ્રવર્તવાવાળા જીની મૂળ જડ શાસ્ત્રકાર ક્યાં ગણે છે? વિકલેન્દ્રિયમાં, જેએને મનવિચારશકિત નથી તે માત્ર વર્તમાન સુખને દેખનારા છે. ભવિષ્ય ન જેવું તેમજ ભવિષ્ય ઉપર દૃષ્ટિ ન કરવી, પણ વર્તમાનની દષ્ટિ રાખવી તેની જડ મનની શક્તિ વગરની ઇન્દ્રિયની ન્યૂનતાને આભારી છે. - મનની શક્તિવાળાનું કાર્ય ભવિષ્યને વિચારવાનું છે. “રાના: પ્રાઇમ મતિમતpp બુદ્ધિશાળીઓ ફળના જ અનુસારે કિયામાં પ્રવૃત્તિ કરે. અર્થાત્ વર્તમાનની સુંદરતા અસુંદરતા ન જુએ. બુદ્ધિશાળી જે પ્રયત્ન કરે તેમાં તત્કાલ શું તે દેખવાનું નહિ, પણ તેનું ફળ અને તેનું પર્યાવસાન યાને પરિણામ કયાં આવે છે તે વિચારવાનું હોય છે. તેને દેખીને તે કરનારાને બુદ્ધિશાળી ગણીએ છીએ. ૩૯ બુદ્ધિશાળી નહતા. જગતમાં ડાહ્યા પુરુષ–અક્કલવાન મનુ ભવિષ્યનું કુળ-પર્યવસાન અને પરિણામ મણે તેને આધારે પ્રવૃત્તિ કરે અને તેને બુદ્ધિશાળી ગણે.