________________
કપડાંની અને ત્રીજી આરસની. જો તમે સાકરની પૂતળી જેવા હશો તે તે પીરસાતાં વીરવાણી રૂપી દૂધથી આ વીરાણી હોલ દૂધના કુંડાં સમે બની જશે. અને જેમ સાકરની પૂતળી દૂધમાં ઓગળી ગઈ તેમ વિતરાગવાણી સાંભળીને તમારું હૃદય પીગળી જશે. તમે તે ભાગ્યવાન અને બુદ્ધિશાળી શ્રાવકે છે. આ રાજકોટના શ્રાવકે કંઈ જેવા તેવા નથી. સંતોને પણ લાગે કે આ શ્રાવકો જાણકાર છે.
એક ગામમાં ઘણા વર્ષે સંતના પગલાં થયાં. વર્ષોથી જેમણે સંતના દર્શન કર્યા નથી, જૈનશાળા શું કહેવાય તે ખબર નથી. સંતને ચમાસી પાખીને દિવસ આવી ગયો. બીજે કયાંય પહોંચી શકાય તેમ નથી. એટલે પૂછે છે ભાઈ! હું તમારા ગામમાં ચાતુર્માસ કરૂં? શ્રાવકે કહે, બાપજી, ખુશીથી રહો. ઘણાં આનંદની વાત છે. બીજે દિવસે શ્રાવકે પૂછે છે કે બાપજી ! કયું સિદ્ધાંત વાંચશો ! સંત વિચાર કરે છે કે હું તે સમજ હતું કે આ ગામના શ્રાવકો તે અબુધ છે. પણ આ તે સારા જાણપણાવાળા લાગે છે. બેલે શ્રાવકજી! તમે કહો તે વાંચીએ. શ્રાવકો કહે છે કે અમારે ભગવતી સૂત્ર સાંભળવું છે. મહારાજ કહે, ભલે, પણ ભગવતી સૂત્ર સાંભળતા પહેલાં હું આપને પ્રશ્ન પૂછું છું કે હાથીને કેટલી ઇન્દ્રિય હાય! તે કહે છે પાંચ. કારણ તેને ચાર પગ અને એક સુંઢ છે, માટે હાથી પંચેન્દ્રિય છે, તે પૂછે ઘેડાને કેટલી ઈન્દ્રિય? શ્રાવકે કહે છે તેને ચાર પગ છે માટે ઘડો ચૌરેન્દ્રિય કહેવાય. શ્રાવકો, તમને કેટલી ઈન્દ્રિય છે તે કહે છે અમારે બે પગ ને માથે પાઘડી છે, માટે અમે તેઈન્દ્રિય. અને બાપજી! આપને બે પગ જ છે માટે તમે બેઈન્દ્રિય....(હસાહસ). મહારાજે શ્રાવકેના જાણપણાનું માપ કાઢી લીધું. સાંજ પડી ને શ્રાવકે પ્રતિક્રમણ કરવા આવ્યા. મહારાજ પૂછે છે તમને પ્રતિકમણ આવડે છે? તો કહે કે અમને કઈને આવડતું નથી. મહારાજ કહે છે ભલે તે હું કરું તેમ તમે કરજે. હવે મહારાજ વંદણ કરે ત્યારે શ્રાવકે વંદણા કરે. સંત ખમાસમણ લે છે તેમ શ્રાવકે પશુ છે. કાઉસગ કર્યો ત્યારે શ્રાવકેએ પણ ધ્યાન કર્યું. હવે વાત એવી બની કે મહારાજને લઈને રેગ હતે. અધું પ્રતિક્રમણ થયું અને મહારાજને વઈ આવી. મહારાજ પડી ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા. મોઢ ફીણ આવી ગયા ત્યારે પેલા શ્રાવકે પણ મહારાજની જેમ ભેંય આળોટવા લાગ્યા. હાથ-પગ પછાડવા લાગ્યા, પણ મહારાજની જેમ મોઢે ફીણ આવતા નથી. ત્યારે પેલા કહે છે કે સાબુ લાવે એટલે ફીણ થશે. તેઓ મેઢામાં સાબુ નાંખીને ફીણ લાવવા મહેનત કરે છે, ત્યાં મહારાજને વઈ ઉતરી ગઈ. અને આ બધાને આળોટતાં જઈ કહે છે, તમે આ શું કરે છે? તે કહે છે તમે કહ્યું હતું ને કે હું જેમ કરૂં તેમ કરજે. અરે ભાઈ! મારા પાપકર્મના ઉદયે મને તે આ રોગ થયે છે. તમે શું કરવા મંડી પડયા છે! એ તે અબુધ હતા. આ તે રાજકોટ નગરીનાં શ્રાવકે સાકરની પુતળી જેવા છે, ઓછામાં ઓછું બાર વતમાંથી એક વ્રત તે અંગીકાર કરવું જ જોઈએ. હવે ચૌદમા