________________
વાળીને બેસે ત્યારે ગમે ત્યાંથી માપ લેવામાં આવે તે ચારેય તરફનું માપ સરખું થાય છે એટલે તેનું નામ સમચઉરસ સંઠાણ છે.
દેવલોકમાં પુણ્યનો જ ભેગવટો કરવાનો હોય છે. જ્યારે પુણ્ય અને પાપને ક્ષય કરી કર્મની નિર્જર કરવા માટે એક માનવભવ છે. નરક અને તિયન્ચ ગતિમાં વધ બંધનના દુઃખ ભોગવવાના છે. મુખ્ય વાત એ હતી કે પહેલા બીજા દેવલોકના દે અવીને પાંચ દંડકમાં જાય છે. તમે વીરવાણી સાંભળતી વખતે ખૂબ ઉપયોગ રાખજે. સાંભળવામાં જે ઉપગ ચૂકશે તે યથાર્થ ભાવને પકડી શકશે નહિ. અને સત્ય હકીકત નહી સમજવાથી કેવી અવ્યવસ્થા ઉભી થાય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું.
એક માણસને સંગ્રહણીનું દર્દ થયું. ઘણી દવાઓ કરી, પણ મટતું નથી. છેવટે શૈદરાજની દવા લાગુ પડી. છ મહિના દવા લીધી અને શરીર ત્રાંબા જેવું થઈ ગયું. એક વખત તેની જ્ઞાતિમાં જમણવાર થયો. જમણમાં શીરે બનાવવાને હતા. પેલા દહીંને થયું કે આજે જમણવાર છે. મારાથી શીરે ખવાય કે નહિ? લાવ. શૈદરાજને પછી આવું. તે શૈદરાજને પૂછવા આવ્યું કે મારી તબિયત સાવ સાજી છે. દર્દીને મટયા પણ બાર મહિના થઈ ગયા. હવે હું શીર ખાઉં કે ન ખાઉં ? વૈદરાજ કહે છે ભાઈ, તને ગમે તેવું સારું હોય પણ તારા માટે શીરે ઝેર છે. ચાર જણ બહાર બેઠેલા તેમણે તારા માટે શબ્દ ન સાંભળે પણ શીરે ઝેર છે, એટલે શબ્દ સાંભળે. આગળ પાછળની ન સાંભળે તે વાતને વેડ થઈ જાય. પૂરી વાત જાણી નહિ અને ચાર જણાએ બધે વાત ફેલાવી કે શીરો ઝેર છે. જમણવારમાં કાવત્રુ છે. ચાર જણના મેથી ચોત્રીસ જણાએ વાત જાણી. એમ કરતાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ આ જગ્યાએ કઈ ધર્મ દલાલીની વાત હોય તે આટલી જલદી જાહેરાત ન થાય.
આખી જ્ઞાતિના માણસોએ નિર્ણય કર્યો કે જમણવારમાં કાવત્રુ છે. શીરામાં ઝેર નાખ્યું છે. માટે આપણે કેઈએ જમવા જવું નહિ. જમવાનો સમય થયે. પણ કઈ જમવા આવતું નથી. ત્યારે જમણવાર કરનાર તપાસ કરાવે છે કે ટાઈમ થઈ ગયે છતાં કઈ જમવા કેમ આવતું નથી ! તપાસ કરતાં ખબર પડી કે આવી અફવા ઉડી છે. પૂછતાં પૂછતાં પેલા ચાર જણ પકડાય છે. તેમને પૂછયું કે તમને આવી વાત કોણે કરી! ત્યારે તેઓ કહે છે કે આપણે ગામમાં જે મોટા શૈદરાજ છે તે કહેતા હતા. શૈદરાજ કહે કે હું તે કાંઈ જ જાણતું નથી. ત્યારે પેલા ચાર જણ કહે છે કે અમે બહાર બેઠાં હતાં અને પેલા રમણલાલના મઢે તમે કહેતા હતા કે શીરે ઝેર છે. ત્યારે શૈદરાજ કહે છે કે એ રમણલાલ તે સંગ્રહણીને દર્દી છે. તે મને પૂછવા આવ્યું હતું કે શી ખવાય ! ત્યારે મેં તેને કહ્યું હતું કે “તારા માટે શીરે ઝેર છે.” સત્ય હકીકત સમજાઈ ગઈ તે ઠીક થયું. નહિ તે જમણુ કરનારને બધે શીરે ઉકરડે નાખવે