Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009114/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હદ ter (પરમકૃપાળુદેવને સાક્ષાત્ મળેલા મુમુક્ષુઓએ જણાવેલ) શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (સચિત્ર) સંયોજક પારસભાઈ જૈન પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણિયા eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee ecceeeee ceeeeee COGGLE - d u દ . દિ. િ વિવિધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ધ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી “તત્ત્વાર્થની પ્રરૂપણા કરનાર શાસ્ત્રોનો પોતે અભ્યાસ કરો, કરાવો અને આત્મકલ્યાણને અર્થે તેવાં શાસ્ત્રોનું દાન કરો. પોતાના સંતાનોને જ્ઞાનદાન દો. અન્ય ઘર્મબુદ્ધિવાળા, રુચિવાળા, શુભેચ્છા સંપન્ન હોય તેમને શાસ્ત્રનું દાન કરો. જ્ઞાન પ્રત્યે પ્રેમ જેમને જાગ્યો છે તે સજ્જનો જ્ઞાનદાન માટે પાઠશાળાઓ સ્થાપે છે. કારણ કે ઘર્મનો સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં ઘર્મ રહેશે; તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરો. જ્ઞાનદાનના પ્રભાવથી નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.” સમાધિસોપાન (પૃ.૩૦૨) ૧,૨૫,૦૦૦/- શ્રી રમણભાઈ ભુલાભાઈ અને શ્રી મંજુબેન રમણભાઈ તથા શ્રી પ્રમોદભાઈ રમણભાઈ અને શ્રી રોશનીબેન પ્રમોદભાઈ તથા જીનાલી અને આજ્ઞા આસ્તા ૫૧,૦૦૦/- શ્રી પ્રભાબેન અને શ્રી અરવિંદભાઈ મોહનભાઈ પટેલ પૂણા ૫૦,૦૦૦/- શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ સેનફ્રાન્સિસકો, યુ.એસ.એ. ૨૫,૦૦૧/- શ્રી ભીખાભાઈ ગોકળભાઈ પટેલ વછરવાડ ૨૧,૦૪૨/- શ્રી લતાબેન અને શ્રી ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ હસ્તે શ્રી અમીષાબેન કમલેશભાઈ પટેલ ગોજી ૧૨,૬૪૨ - શ્રી જાગૃતિબેન અને શ્રી દિલેશભાઈ નગીનભાઈ પટેલ કોઠમડી ૫,૦૦૧/- શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન અગાસ આશ્રમ ૫,૦૦૧/- શ્રી કોકીલાબેન પ્રવીણભાઈ મોદી અગાસ આશ્રમ ૪,૨૪૨/- શ્રી રુખીબેન અને શ્રી રામભાઈ પટેલ આફવા ૪, ૨૪૨/- શ્રી તારાબેન અને શ્રી બાબુભાઈ મકનભાઈ પટેલ ધામણ ૪,૨૪૨ - શ્રી કુણાલભાઈ દિપકભાઈ શાહ અમદાવાદ ૨,૧૪૨ - શ્રી ગોકળભાઈ કાળાભાઈ પટેલ આસ્તી ૨,૧૪૨/- શ્રી ઉષાબેન અને શ્રી હસુભાઈ માધવભાઈ પટેલ બારડોલી પ્રાપ્તિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ : પ્રમુખ, શ્રી ભરતભાઈ મ. મોદી : - આકાશવાણી રોડ, આર.બી.મેતા રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન રાજકોટ વવાણિયા-૩૬૩ ૬૬૦ ઘાટકોપર (ઈસ્ટ) (ગુજરાત) : તાલુકામાળીયા મિંયાણા, મુંબઈ–૪૦૦ ૦૭૭ પીનકોડ ૩૬૦ ૦૦૧ જિલ્લો-રાજકોટ દ્વિતીયાવૃત્તિ, પ્રત ૩૦૦૦, ઇસ્વી સન્ ૨૦૦૮ કૉપીરાઈટ રિઝર્વડ વેચાણ કિંમત રૂા. ૨૦/ (૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન આ ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના બોધદાયક પ્રેરક પ્રસંગો છે. આ પ્રસંગો પરમકૃપાળુદેવને સાક્ષાત્ મળેલા મુમુક્ષુ ભાઈઓ દ્વારા લખાવેલ કે સ્વયં લખેલ ઘટનાઓની નોંઘ છે. આ વાસ્તવિક ઘટનાઓ હોવાથી પરમકૃપાળુદેવની અદ્ભુત અંતર આત્મદશાની ઓળખાણ કરાવે છે. એ અંતર આત્મદશા પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ ઉપજાવે છે અને તેમના પ્રત્યે શ્રદ્ધાનું બળવાન કારણ બને છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહે છે કે-આ ભવમાં એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરી લો. ગમે તેમ કરીને પણ શ્રદ્ધા કરી લો, શ્રદ્ધા એ સમકિત છે. એ વ્યવહાર સમકિત તે નિશ્ચય સમકિત એટલે આત્મ-અનુભવનું કારણ થાય છે. અને આત્મઅનુભવ જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. માટે આ ભવમાં સૌથી પ્રથમ સમકિત કરવા યોગ્ય છે. “સમકિત નવી લહ્યું રે, એ તો રુલ્યો ચતુર્ગતિ માંહે.” સમકિત એટલે શ્રદ્ધા વગરનું ગમે તેટલું જ્ઞાન કે ચારિત્ર જીવને મોક્ષ આપનાર નથી. માટે પરમકૃપાળુદેવના સર્વ પ્રેરક પ્રસંગોને એકત્રિત કરી અત્રે આપવામાં આવ્યા છે. જેથી પરમકૃપાળુદેવની સમગ્ર આત્મચર્યાનો સંપૂર્ણ ખ્યાલ મુમુક્ષુને આવી શકે અને તેમના પ્રત્યે ભક્તિ પ્રગટે. “ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાનશુન્ય જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૩) માટે આ ગ્રંથમાં ઈડરથી મળેલા પરમકૃપાળુદેવના પ્રસંગો, વવાણિયાથી પ્રકાશિત “આપ્તપુરુષોની જીવનરેખા”ના પ્રસંગો, બ્ર.શ્રી મોહનભાઈની નોટમાં લખેલા પ્રસંગો, શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી તથા શતાબ્દી સ્મારક ગ્રંથમાંના પ્રસંગો, જીવનકળામાંના પ્રસંગો અને સત્સંગ સંજીવની'માંના પ્રસંગો; એ સર્વને એકત્રિત કરી અત્રે આપવામાં આવ્યા છે. આ સર્વ પ્રસંગોના ફકરાઓનો આશય સરળતાથી સમજાય અને નવીન નવીન ભાવ જાણવાની ઉત્સુકતા બની રહે, તે માટે દરેક ફકરાની ઉપર તેના મથાળારૂપે શીર્ષક આપવામાં આવેલ છે. તથા આ ગ્રંથમાં કુલ ૫૬ રંગીન અને શેપીયા કલરના ચિત્રો છે. જેમાં પરમકૃપાળુદેવની સર્વ મુદ્રાઓ, પ્રસંગને અનુરૂપ રંગીન ચિત્રો તથા પરમકૃપાળુદેવને મળેલા મુમુક્ષુઓના રંગીન તથા શેપીયા કલરના ફોટાઓ પણ આમાં મુકવામાં આવેલ છે. આ સર્વ પ્રસંગોનો યથાવત્ ભાવ છપાવવા પ્રયત્ન કર્યો છે. છતાં ક્યાંય ભાવ જાણવામાં મુમુક્ષુને મુશ્કેલી પડે ત્યાં તે ભાવને સુધારીને મૂકવામાં આવેલ છે. પરમકૃપાળુદેવના આ સર્વ પ્રસંગો મુમુક્ષુઓને અદ્ભુત પ્રેરણા આપી શ્રદ્ધાનું પ્રબળ કારણ બનો તથા પરમકૃપાળુદેવ પ્રત્યે પરમપ્રેમ પ્રગટો એવી શુભેચ્છા સહ વિરમું છું. -આત્માર્થ ઇચ્છક પારસભાઈ જૈન Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નંબર ૨૫૬ * 8 * , * , * S ૨૭૭ જેતપુર ૨૮૧ " ) P ને " ૩૩૦ ૮૨ ૬૫ ૩૩૧ ૩૩૯ પ્રસંગ ગામ |પૃ.નં. નંબર પ્રસંગ ગામ |પૃ.નં. શ્રી રત્નકુક્ષી – મા દેવબાઈ વિવાણિયા | ૧| ૪૭ |શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠા શ્રી પ્રાણજીવન જસરાજ દોશી વવાણિયા ૪૮ | શ્રી કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પટેલ કાવિઠા ૨૫૯ | શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વિવાણિયા શ્રી ઝવેરભાઈ શંભુદાસ કાવિઠા | શ્રી જવલબાનાં સંસ્મરણો વવાણિયા શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠા | શ્રી જગુભાઈ વ્હોરા વવાણિયા શ્રી રતનચંદભાઈ લાધાજી કાવિઠા શ્રી નકુભાઈ દોશી વિવાણિયા શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ ભાદરણ ૨૬૬ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મેહતા| વવાણિયા શ્રી માણેકબેન કાવિઠા શ્રી છગનભાઈ રાજચંદ્ર મેહતા વવાણિયા શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર વસો ૨૬૯ શ્રી દામજીભાઈ વવાણિયા શ્રી ભાઈલાલ જગજીવનદાસ વસો શ્રી ચત્રભુજ બેચર શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદ શ્રી ધારશીભાઈ કુશલચંદ મોરબી શ્રી મંગુબેન નડિયાદ | શ્રી વિનયચંદ પોપટભાઈ દફતરી મોરબી શ્રી સુખલાલભાઈ જયમલ સાણંદ શ્રી મનસુખભાઈ કિરતચંદ મેહતા મોરબી શ્રી હીરાલાલ નરોત્તમદાસ અમદાવાદ ૨૯૯ ૧૪ | શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસ મોરબી શ્રી પોપટભાઈ મહોકમચંદ અમદાવાદ ૩૦૩ | શ્રી છોટાલાલ રેવાશંકર અંજારીયા મોરબી શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદ | શ્રી જગજીવનદાસ મોરબી શ્રી જેસંગભાઈ ઉજમસીભાઈ અમદાવાદ ૩૨૨ | શ્રી મલુકચંદભાઈ મોરબી શ્રી ગોપાલદાસ તથા નગીનભાઈ અમદાવાદ |૩૨૮ | શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈ અમદાવાદ શ્રી નગીનદાસ ઘર્મચંદ અમદાવાદ | શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ સાયલા શ્રી હરકોરબેન અમદાવાદ ૩િ૩૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાત શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ લીંબડી શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી આશ્રમ શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડી શ્રી શ્રીમદ્ અને ગાંધીજી પોરબંદર શ્રી મનસુખભાઈ દેવસીભાઈ લીંબડી ૩૫૭ શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ બેરાજા શ્રી ખીમચંદભાઈ લખમીચંદ લીંબડી ૩૬૨ શ્રી નાનચંદભાઈ ભગવાનભાઈ પૂના શ્રી હિમ્મતભાઈ ધ્રુવ લીંબડી ૩૬૪ | શ્રી મણિલાલ સોભાગભાઈ સાયલા. શ્રી મણિલાલ રાયચંદ ગાંધી બોટાદ શ્રી મોતીચંદ ગિરઘરભાઈ કાપડિયા શ્રી રાયચંદ રતનચંદ ગાંધી બોટાદ શ્રી પંડિત લાલન મુંબઈ | શ્રી હેમચંદભાઈ છગનલાલ માસ્તર ઈડર શ્રી મુંબઈમાં બનેલ પ્રસંગો | શ્રી ભગુભાઈ ગોધાવી ૩૮૫ | શ્રી રણછોડભાઈ ઘારશીભાઈ ઘરમપુર શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ ૩૮૯ | શ્રી વડવાના સંસ્મરણો વિડવા શ્રી મંગળદાસભાઈ ભરૂચ ૩૯૧ શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ શ્રી સુખલાલ છગનલાલ સંઘવી વીરમગામ શ્રી છોટાલાલ માણેકચંદ ૩િ૯૧ ખંભાત શ્રી ભગવાનભાઈ રણછોડભાઈ ઘરમપુર | શ્રી કીલાભાઈ ગુલાબચંદ ખંભાત ૩૯૨ શ્રી આત્મારામજી મહારાજ શ્રી પોપટલાલ ગુલાબચંદ ૩૯૩ ખંભાત || શ્રી નગીનભાઈ ગુલાબચંદ શ્રી ડૉ. કાપડીયા સાહેબ ૩૯૪ ખંભાત શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈ ખંભાત શ્રી મફાભાઈ કલ્લોલ ૩૯૪ શ્રી દિવાળીબેન શ્રી ગાંડાભાઈ ભાઈચંદ ખંભાત ૩૯૫ શ્રી છોટાલાલ છગનલાલ શ્રી જલુબેન કીલાભાઈ ખંભાત ૩૯૫ | શ્રી છોટાલાલ કુશળચંદ ખંભાત શ્રી અનુપચંદભાઈ મલકચંદ ભરૂચ શ્રી છોટાલાલ વર્ધમાન શાહ ખંભાત છૂટક પ્રસંગો શ્રી લલ્લુભાઈ ઝવેરચંદ ખંભાત શ્રી લઘુરાજસ્વામી કૃત પ્રશસ્તિ શ્રી જ્ઞાનવિમલસૂરિ ખંભાત શ્રી યાચના (કાવ્ય) શ્રી મુનદાસ પ્રભુદાસ સુણાવ શ્રી વવાણિયા જન્મભૂમિ મહિમા શ્રી કાવિઠાના સંસ્મરણો કાવિઠા શ્રી જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ શ્રી કસ્તુરચંદ મણિલાલ શાહ કાવિઠા શ્રી અંતર્લીપિકા સસક (કાવ્ય) ૪૬ | શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત કાવિઠા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું અંતિમ કાવ્ય છે મુબંઈ ૩૭૨ છે કે છે કે * મુંબઈ ખેડા છે આ ખંભાત Ꭾ ૪ 6 ૦ Ꮘ Ꮘ ૨ ૨ Ꮘ થનારા Ꮘ ખંભાત Ꮘ છે ૨ ૨ જી * Ꮘ છે S # જ છે S # 9 # જે 8 '૨૪૨ ૯૦ ૪૦૩ -૪૦૪ ૨૪૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઘર્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર “જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આ કળિકાળમાંજો લો; રહે ન જેને દેહથારી ફૅપ ભાન જો, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાંજે લો.” આ કાળમાં સર્વ દર્શનનું સ્વરૂપ તલસ્પર્શીપણે વિચારી સત્ય ઘર્મ જેણે પ્રગટ કર્યો, યથાર્થ આત્મભાવે જીવ્યા એવા પ્રાતઃસ્મરણીય ઘર્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રનું ટૂંકું જીવન અત્રે આપીએ છીએ. જન્મા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સંવત ૧૯૨૪ની દેવદિવાળીને દિવસે કાર્તિક સુદ ૧૫, રવિવારે કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. કોઈ સંતે તેમના પિતાને આગળથી જણાવેલું કે જગત વિખ્યાત પુત્રનો જન્મ તમારે ત્યાં થશે. તેમના પિતાનું નામ શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતા અને માતાનું નામ શ્રી દેવબાઈ હતું. તેમના નાના ભાઈનું નામ મનસુખભાઈ હતું. તેમને ચાર બહેનો હતી. તેમનું બાળપણનું નામ લક્ષ્મીચંદ કે અભેચંદ હતું. પરંતુ પોતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ રાયચંદ રખાવ્યું હતું. મરણ એટલે શું? શ્રીમદ્દ જ્યારે સાત વર્ષના હતા ત્યારે તેમની સાથે પ્રેમથી વર્તતા અમીચંદ નામે પાડોશીનું સર્પ કરડવાથી મરણ થયું. મરણની વાત પહેલવહેલી સાંભળી તેથી તે દાદાને પૂછવા લાગ્યા કે મરણ એટલે શું? તત્ત્વજ્ઞાનની ટોચે પહોંચનારનો તત્ત્વ વિષે આ પ્રથમ પ્રશ્ન છે. તેમના દાદાએ તો બાળકને સમજાય એવો સરળ ઉત્તર આપ્યો કે હવે તે ખાશે નહીં, પીશે નહીં, બોલશે નહીં. પણ તેટલાથી તેમને સંતોષ ન થયો અને તેમણે પૂછ્યું કે હવે તેમને શું કરશો? વૃદ્ધે કહ્યું કે બાળી મૂકશું. આ સાંભળી શ્રીમદ્ એટલી નાની ઉંમરમાં પણ માનવામાં ન આવ્યું અને વિચારવા લાગ્યા કે માણસને તે બાળી મુકાય? છોકરાને પટાવવા કહેતા હશે એમ લાગ્યું. પણ કુતૂહલવૃત્તિ જાગી કે આપણે જોયું કે અમીચંદનું શું કરે છે? તેને કોઈ કાઢી ન મૂકે માટે બધાની પાછળ રહી સ્મશાન સુધી ગયા અને એક નાના બાવળના ઝાડ પર ચઢીને જોવા લાગ્યા. ચિતા ખડકી શબ મૂકી અગ્નિસંસ્કાર કર્યો. તે જોઈ તેમને અત્યંત ખેદ અને આશ્ચર્ય પ્રગટ્યાં કે જેમ કહેતા હતા તેમ અમીચંદને બાળી જ મૂક્યા. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર જાતિસ્મરણાના સાત વર્ષની વયે તે ત્યાં જ અંતર્મુખ વૃત્તિ થતાં "જાતિસ્મરણજ્ઞાન પામ્યા અને પોતાના પર પૂર્વભવોના અનેક જન્મમરણ સ્પષ્ટ જોઈ શાંત થઈ ગયા. સ્મૃતિ પરનું આવરણ ટળતાં પૂર્વભવના તત્ત્વવિચારો તાજા થયા. તેથી બાળરમતોને બદલે હવે કાવ્યો રચવા લાગ્યા. કયો ઘર્મ સર્વોત્તમ છે તેના વિચાર કરવા લાગ્યા. જ્યાં પ્રમાણોથી આત્માનું, જગતનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે વગેરેના મહાન વિચારોમાં લઘુવયથી લીન રહેવા લાગ્યા. બે ચાર વર્ષમાં ગામની નિશાળે ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી તે વખતના માસિકપત્રોમાં તેમના કાવ્યો છપાતાં. બુદ્ધિપ્રકાશ, ઘર્મદર્પણ આદિ પત્રોમાં શૌર્ય, સુઘારો, ઘર્મ વગેરે વિષયો ઉપર તેમના કાવ્યો છપાયેલાં છે. ઘર્મમંથનકાળ તેરમાં વર્ષથી શ્રીમદ્ગ, કયો ઘર્મ પૂર્ણ સત્ય હશે એવો ઘર્મમંથનકાળ પ્રાપ્ત થયો. તેથી એકાદ વર્ષમાં તેઓ મુખ્ય મુખ્ય ઘર્મને તપાસી લઈ સર્વજ્ઞ-પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે, એવા નિર્ણય પર આવ્યા. તેઓ જે પુસ્તકનાં પાના ફેરવી જાય તે વાંચ્યા તુલ્ય થઈ જતું અને જે પુસ્તક વાંચી જાય તે કંઠસ્થ થઈ જતું. એકાદ વર્ષમાં જૈન આગમો તે જોઈ ગયેલા, પણ સાંભળ્યું છે કે સૂત્રકૃતાંગનું પારાયણ તો તેમણે બે હજાર વખત કરેલું. અવઘાનની આશ્ચર્યકારક શક્તિ મોરબી શહેરમાં તેમના સગાંને ત્યાં ગયેલા ત્યારે શાસ્ત્રી શંકરલાલે કરેલો અષ્ટાવઘાનનો એક પ્રસંગ તેમના જોવામાં આવ્યો. બીજા બધા તે જોઈને માત્ર નવાઈ પામ્યા, પણ શ્રીમ લાગ્યું કે એ મોટી વાત નથી. તેમના મિત્રમંડળમાં તેમણે આઠ, બાર અને બાવન અવઘાન કરી બતાવ્યા. તેથી બોટાદ આદિ બીજા શહેરોમાંથી તેમને તે અર્થે આમંત્રણ આવવા માંડ્યાં. મોક્ષમાળા સર્જન સંવત ૧૯૪૧માં, ૧૬ વર્ષ અને ૫ માસની ઉંમરે તેમણે “મોક્ષમાળા” માત્ર ત્રણ દિવસમાં રચી ત્યારે તેઓ અપૂર્વ વૈરાગ્યમાં ઝીલતા હતા. એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે “મોક્ષમાળા” રચી તે વખતે અમારો વૈરાગ્ય, “યોગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીનો વૈરાગ્ય વર્ણવેલો છે તેવો હતો અને તમામ જૈન-આગમો સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતા. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતો હતો. તે એટલા સુધી કે અમે ખાવું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં. જ્યોતિષજ્ઞાન લોકોમાં પ્રસિદ્ધ થયા છતાં તેમના પિતાને તો કમાય નહીં ત્યાં સુધી એકલી કીર્તિનું શું કામ છે એમ * કોઈ પ્રસંગે કલ્યાણજીભાઈને કહેલું કે, અમને નવસો ભવનું જાતિ સ્મરણજ્ઞાન હતું. (૬) Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર લાગતું. તે જાણી મુંબઈ જવાનો વિચાર કર્યો. મુંબઈ જતાં પહેલાં જેતપુરના પંચોળી નામના પ્રખ્યાત જોષીને મળ્યા. તેમણે મુંબઈમાં કીર્તિ થશે, ઘન મળશે આદિ બાબતોનું ભવિષ્ય ભાખ્યું. તેમાંથી એક સિવાય બધું ખરું પડ્યું. તેથી તેની ભૂલ જાણવા ટૂંક સમયમાં મુંબઈમાં જ્યોતિષનો અભ્યાસ કર્યો અને હિંદુસ્તાનના જોષીઓમાં જે દુર્ગમ્ય વિષય ગણાતો હતો તે પણ તેમણે સાધ્ય કર્યો. જન્મતિથિ જાણ્યા વિના પણ તે જન્મકુંડળી કરતા. માત્ર કોઈનું કપાળ દેખીને તેનો જન્મદિવસ જાણી જતા. દિવસે દિવસે આત્માની નિર્મળતા વધતી ગઈ તેમ તેમ શક્તિઓનો વિકાસ થવા લાગ્યો. મુંબઈમાં હાઈકોર્ટના જજના પ્રમુખપણા નીચે ગંજાવર સભા ભરાઈ હતી. ત્યાં સો અવઘાનનો પ્રયોગ કરી બઘા પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બઘાં હિંદના છાપાંમાં વિવિઘ ભાષામાં તેનાં વર્ણન અને પ્રશંસા પ્રગટ થયાં. જજે તેમને વિલાયત જઈ, આવા પ્રયોગો દર્શાવવાથી ઘન અને કીર્તિનો લાભ થશે એમ જણાવ્યું, પણ ઘર્મને બાદ કરનાર અનાર્ય વાતાવરણમાં જવાની તેમણે ના પાડી. ગૃહસ્થાશ્રમ પ્રવેશ | વિ. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨ના રોજ ૨૦ વર્ષની વયે શ્રીમદ્ભા શુભ વિવાહ ઝવેરી રેવાશંકર જગજીવનદાસ મહેતાના મોટાભાઈ પોપટલાલની મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે થયા. તેમને છગનલાલ અને રતિલાલ નામે બે પુત્રો અને જવલબહેન અને કાશીબહેન નામે બે પુત્રીઓ હતી. શ્રીમદ્ જી ગૃહવાસમાં રહેવા છતાં પણ અત્યંત ઉદાસીન હતા. સંવત ૧૯૪૭ કારતક સુદ ૧૨ના પત્રમાં સ્વયં લખે છે- “નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” (પત્રાંક ૧૬૭) વ્યવસાયમાં પણ આત્મલક્ષ જાગૃત શ્રીમદ્રજી ૨૧ વર્ષની વયે વવાણિયાથી મુંબઈ આવ્યા અને શેઠ રેવાશંકર જગજીવનદાસની દુકાનમાં ભાગીદારીમાં ઝવેરાતનો વેપાર કરવા લાગ્યાં. વેપાર કરતાં છતાં પણ તેઓ આત્માનો લક્ષ ચૂક્તા નહીં. વેપારમાં જેવો અવકાશ મળે કે તેઓ આત્મવિચારમાં લીન થઈ જતા અને વર્ષમાં બે-ચાર મહિના ઈડર, કાવિઠા, ખંભાત, વડવા, રાળજ, વસો, નડિયાદ કે ઉત્તરસંડા જેવા ક્ષેત્રમાં નિવૃત્તિ અર્થે જતા. તેમનામાં જ્ઞાનયોગ અને કર્મયોગ બન્નેનો યથાર્થ સમન્વય હતો. સંવત ૧૯૪૭ના ફાગણ સુદ પના પત્રમાં તેઓ લખે છે : “આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” (પત્રાંક ૨૧૪) સંવત ૧૯૪૯માં મુંબઈમાં શ્રી દેવકરણજી મુનિને કહે છે :“અમે હીરામાણેકને કાળકૂટ વિષ દેખીએ છીએ.” શ્રીમદ્ વિષે મહાત્મા ગાંધીજીના ઉદ્ગાર મહાત્મા ગાંધીજી તેમના સંબંઘમાં ‘આત્મકથામાં લખે છે :“જે વૈરાગ્ય એ “અપૂર્વ અવસર”ની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.... ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.... - આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી... ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમ)ના જીવનમાંથી છે. દયાઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું...ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડા ભરીને પાન કર્યું છે.... તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું..... તેમના લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ લખ્યો નથી. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મલ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમદ્ભા લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હો કે અન્યઘÍ.” -(રાયચંદભાઈના કેટલાક સંસ્મરણો) આત્મસિદ્ધિશાસ્ત્ર સર્જન સંવત ૧૯૫રના ચૈત્ર સુદ ૧૩ના અંગત પત્રમાં તેઓ લખે છે : “વઘારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ઘામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” (પત્રાંક ૬૮૦) સંવત ૧૯પરના આસો વદ એકમના દિવસે તેઓએ આ કાળના જીવો પર નિષ્કારણ કરુણા કરી ચૌદ પૂર્વના સાર રૂપ આત્મસિદ્ધિ રચી. પૂ.શ્રી બ્રહ્મચારીજી ચૈત્ર સુદ ૧૩ના અંગત પત્ર અને આત્મસિદ્ધિ અંગે લખે છે કે, આ પત્ર ચૈત્ર મહિને લખ્યો, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડ સ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજ સ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બઘાથી મુકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંઘ છે.” “આત્મસિદ્ધિમાં બધા શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કપાળદેવે આ ગ્રંથ રચ્યો છે એમાં છ દર્શનનો સમાવેશ છે.” (૮) Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર સ્વયં પ્રકાશેલ અંતર્યાત્મદશા સં. ૧૯૫૪માં ખેડા સ્થિતિ દરમ્યાન કૃપાનાથ પોતે પોતાને કહે છે :- “અડતાલીસની સાલમાં (સંવત ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાથિમાં રહેતા હતા અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.” એમ શ્રી દેવકરણજી મુનિ શ્રી લઘુરાજ સ્વામીને પત્રમાં જણાવે છે. સંવત ૧૯૫૭માં અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યાં છે; અને સર્વસંગ-પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું, “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો, જેથી કૃપાળુદેવ (શ્રીમ) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.” માતુશ્રી બોલ્યા : “મને બહુ મોહ છે, તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” એક વાર શ્રી દેવકરણજીએ શ્રીમને પૂછ્યું : આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું? શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે શરીરની સામે પડ્યા છીએ.” કૃપાળુદેવને કોઈએ પૂછ્યુંતમારો દેહ કેમ સુકાઈ ગયો? કૃપાળુદેવે કહ્યું કે, અમારે બે બાગ છે. તેમાંથી એકમાં પાણી વઘારે ગયું તેથી બીજો બાગ સુકાઈ ગયો. આગાખાનને બંગલે શ્રી લલ્લજી અને શ્રી દેવકરણજીને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું : “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.” અમદાવાદથી શ્રીમદ્ધ વઢવાણ જવાનું થયું, ત્યાં ખંભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ દર્શને ગયેલાં. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે સમાગમમાં શ્રીમદે કહ્યું કે, “ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.” પરમશ્રુત પ્રભાવક મંડળ'ની યોજના વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન “પરમકૃત પ્રભાવક મંડળ”ની યોજના શ્રીમદે શરૂ કરી હતી. સંવત ૧૯૫૬ના ભાદરવામાં એક પત્રમાં તેનો ઉલ્લેખ પોતે કર્યો છે : “પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યોજના ઘારી છે તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવબોઘ' ભાગ “મોક્ષમાળા'ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે સ્થળોએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થોડો વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ (ફોટા) ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકોટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણા ખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત હોવાને કારણે Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર દાક્તરોએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રો લખાવવા પડે તો એક-બે લીટીના જ લખાવતા. રાજકોટના છેલ્લા પત્રો અત્રે આપ્યા છે : સંવત ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સોમ ૐ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો.” | સંવત ૧૯૫૭, ચૈત્ર સુદ ૨, શુક્ર “ૐ અનંત શાંતિમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમોનમઃ” વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક શો? ૐ શાંતિઃ” હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું ભાઈ મનસુખભાઈએ શ્રીમી આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે મનદુઃખ!તું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંઘ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહ ત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાઘિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂઘ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીઘા પછી હંમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આઘીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંઘ છૂટ્યો..... પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ઘારશીભાઈ અને નવલચંદભાઈની (૧૦) Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર પાસે છે. પોતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યોગ્ય ઘાર્યું હતું. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીના વચનામૃતોનું અને તેમનાં સદ્ : વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” અંતિમ સમયનું અદ્ભુત સ્વરૂપ શ્રીમના દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અભૂત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.” સંવત ૧૯૫૭નાં ચૈત્ર વદ પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ૩૩ વર્ષને ૫ માસની ઉંમરે આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ તેમને લાગ્યો હતો. અનેક શક્તિઓના ઘારક જન્મજાત યોગી શ્રીમદ્ રાજચંદ્ર જન્મયોગી હતા. બાલ્યવયથી તેમને અદ્ભુત શક્તિઓ પ્રગટી હતી. તેમ છતાં શ્રીમદ્ માં એવો અદ્ભૂત સંયમ હતો કે તેઓ પોતાની શક્તિઓને સંપૂર્ણપણે અંતરમાં શમાવી શકતા. તેમનો પ્રતાપ એટલો બધો પડતો કે કોઈ તેમને તે વિષે પૂછવાની ભાગ્યે જ હિંમત કરી શકતું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી તેમણે સર્વ ચમત્કારિક શક્તિઓને મૌનપણે શમાવી, આત્માનુભવને જ મહત્ત્વ આપ્યું. તેમાં તેઓ રાતદિવસ જાગૃત રહી પુરુષાર્થ કરતા. કુટુંબીઓ વગેરેને ઐહિક રીતે સંતોષી જગતનું ઋણ અદા કરતા. તેમની મહત્તાને ઓળખી ન શકે તેને તેઓ સાદા ભલા માણસ તરીકે જણાતા. જેઓ તેમની મહત્તાને ઓળખતા તેઓ તેમની આગળ નમી પડતા, અને સ્વાત્માના ઉદ્ધાર માટે તેમનું શરણ સ્વીકારતા. શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વેષે યોગી હતા, જ્ઞાની હતા, ભૂતભાવિને જાણી શકે એવી તેમની વિશાળ પ્રજ્ઞા હતી. દેહના પર્યાયની પાર એક આત્મા જોવાની તેમની જ્ઞાનવૃષ્ટિ હતી. તેમની બાહ્ય પ્રવૃત્તિ અને આત્યંતર દશાનો ખ્યાલ મુખ્યપણે તેઓશ્રીએ શ્રી સોભાગભાઈ પર લખેલા પત્રોમાંથી મળી આવે છે. જ્ઞાનાવતાર યુગપ્રધાન પુરુષના કૃપાપાત્રા આ જ્ઞાનાવતાર યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની કૃપાપ્રસાદીને પામી તેમણે દર્શાવેલ સનાતન વીતરાગ મોક્ષમાર્ગની ઉપાસના કરનાર અનેકાનેક સત્સાઘકોમાંથી અત્યંત કૃતાર્થરૂપ બનેલા શ્રીમદ્ લઘુરાજ સ્વામી, શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ એ ચાર મુમુક્ષુવર્ય મહાભાગ્ય સજ્જનો આત્મજ્ઞાનરૂપ અમોલો જ્ઞાનવારસો શ્રીમદ્ પાસેથી પામવા ભાગ્યવંત બન્યા હતા; તેમાં શ્રીમદ્ લઘુરાજ સ્વામી ૮૨ વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ગાળવા ભાગ્યશાળી બન્યા તે મુમુક્ષુઓનાં અહોભાગ્ય! (૧૧) Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર શ્રીમદે લઘુરાજ સ્વામીને કહેલું તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે. બહાર જોવા જશો તો વિક્ષેપનો પાર નથી; અંતરંગમાં જોશો તો પરમ શાંતિ અનુભવશો. દુષમ કાળ છે, માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે, તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે. કડકાઈ સહન કરી શકે તેવા નથી. તેથી લઘુતા ઘારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે. શ્રી લઘુરાજ સ્વામી અંગે શ્રીમદે ડૉકટર પ્રાણજીવનદાસને કહેલું કે, “આ મુનિ ચોથા આરાના મુનિ સમાન છે. ચોથા આરાની વાનગી છે.” પૂ.શ્રી બ્રહ્મચારીજી લખે છે—“મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તો ઘણા જીવન ચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય.” જેની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે.” પરમકૃપાળુદેવની ભકિતથી જીવોનું કલ્યાણ કૃપાળુદેવ સ્વાત્મવૃત્તાંત કાવ્યમાં લખે છે - યથા હેતુ જે ચિત્તનો, સત્ય ઘર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરઘાર રે. ઘન્ય રે દિવસ આ અહો!” તેમજ શ્રાવણ વદ ૧૪ ,સંવત ૧૯૪૮ના પત્રમાં લખે છે– ““ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમથકી એમ પણ અત્ર માનીએ છીએ.” તેનો અર્થ પૂ.શ્રી બ્રહ્મચારીજી નીચે પ્રમાણે કરે છે - “વર્તમાનમાં પણ સર્જિત-દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ અમ થકી'= પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી.” (પત્રસુઘા પત્રાંક ૯૯૨) પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહીં; પરશાંતિ અનંત સુથામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” (ઉપરનું ટૂંકું જીવનચરિત્ર પ્રવેશિકા, અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ અને જીવનકળા ઉપરથી સંકલન કરવામાં આવ્યું છે.) (૧૨) Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર PAGE 13 Page #14 -------------------------------------------------------------------------- ________________ II શ્રીમદ રાજચંદના પૂજ્યમાતુશ્રી દેવબાઇ PAGE 14 Page #15 -------------------------------------------------------------------------- ________________ રત્નકુક્ષી - મા દેવબાઈ વવાણિયા શ્રી પરમકૃપાળુદેવના માતુશ્રી દેવબાઈ શ્રી વવાણિયાથી સંવત્ ૧૯૭૦ના કારતક સુદ તેરશના મંગળવારે સાંજની ગાડીમાં અત્રે શ્રી ખંભાત પધાર્યા હતા. તેઓશ્રીના મુખથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું ચરિત્ર સાંભળ્યું તે નીચે મુજબ છે – તમને મહાન ઘર્મિષ્ઠ અને પ્રતાપી પુત્ર થશે શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા પછી મને એક યોગી મળેલ. તેમણે એવું કહ્યું કે તમોને એક પુત્ર થશે. તે મહાન શર્મિષ્ઠ અને પ્રતાપી થશે. તે તમારી એકોતેર પેઢી તારશે. તે ફકીર તળાવની પાળ ઉપર રહેતા હતા. તેમની મનસુખભાઈના પિતાએ સેવાભક્તિ બહુ કરી હતી. તેઓ ગર્ભમાં આવ્યા પછી ઉત્તમ ભાવના શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા બાદ કોઈપણ માઠી વાસના મને થઈ નથી. સં.૧૯૨૪ના કારતક સુદ પુનમના દિવસે જન્મ હોવાથી આખા ગામમાં દેવ દિવાળીને લઈને ઉત્સવ ઘણો હતો. નવ માસની ઉંમરે તેઓ ચાલવા માંડ્યા હતા. બાર-તેર મહિનાની ઉંમરે બોલતા શીખ્યા હતા. પૂર્વભવના ઘાર્મિક સંસ્કાર બાળપણમાં બે વર્ષની વયમાં નાના છોકરાઓ સાથે માટીના દેહરા કરી પછી છોકરાઓને કહે કે : આ મહાદેવનું દહેરું છે. આ રામનું દહેરું છે, એમ દેહરાના આકાર કરી બતાવતા હતા. ભગવાનની પ્રતિમાની જેમ બેસી રહે શ્રી પરમકૃપાળદેવ ત્રણ વર્ષના હતા ત્યારે તેડીને હું નકુ દોશીને ત્યાં જતી. ત્યાં હું જ્યાં બેસાડું ત્યાં સ્થિર બેસી રહેતા. એક કલાક જાણે ભગવાનની પ્રતિમાની જેમ બેસી રહેતા, શાંત યોગી જેવા લાગતા. પાંચ વર્ષની ઉંમરે પોતાની બહેનને તેડવા સારું કચ્છમાં પિતાશ્રીની સાથે અંજાર ગયા હતા. શ્રી પરમકૃપાળુદેવને જમણી આંખે ભમર ઉપર તરવારનું મૂઠ સાથે ચિન્હ હતું અને પગના અંગૂઠે લાલ રેખા' હતી. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો મા તમે મોક્ષે આવશો? મને વારંવાર કહેતા મા! તમે મોક્ષે આવશો ? મેં કહ્યું—ભાઈ મોક્ષ કેવો હોય? ત્યારે કહેતા—હું તમને મોક્ષ બતલાવનારો છું. શ્રી પરમકૃપાળુદેવની ઉંમર બહુ નાની હતી ત્યારે તેમની દાદીએ કહેલું કે તું મને ચેહ મૂક્યું. (મડદાની ચિતા સળગાવવી તે ચેહ કહેવાય છે) દાદી ગુજરી ગયા. પોતે સ્મશાનમાં ગયા. ત્યારે ડાઘુઓએ કહ્યું – તમે ખસી જાવ, નાના બાળક છો, એટલે તેમણે કહ્યું કે મારી દાદીએ ચેહ મૂકવા મને ભલામણ કરી છે માટે હું ચેહ મૂકીશ. પછી અગ્નિ સંસ્કાર પોતે કર્યો હતો. મારા સસરા ગુજરી ગયા ત્યારે પણ રાયચંદભાઈ ૧૦ વર્ષની ઉંમરના આશરે હશે. ૨ યાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિથી વધારે પુણ્ય કૃપાળુદેવની ઉંમર ૧૦ વર્ષની હતી તે વખતે મેં કહ્યું કે ભાઈ, તમે આટલું બધું જાણો ને મને કાંઈ આવડે નહીં. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમોને કાંઈ ન આવડે તો સાસુની ભક્તિ કર્યા કરો; એ જ વધારે છે. જાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિ કરશો એ વધારે પુણ્ય છે. કારણ કે ઘરમાં તેઓ સો વર્ષની ઉંમરના અને અશક્ત છે તો તેની ભક્તિ કરવાથી વધારે ફળ છે. પરમકૃપાળુદેવે મને સ્મરણમાં પ્રભુના નામની માળા ફેરવવા કહ્યું હતું. ઘરમાં ઘાત પરમકૃપાળુદેવને મેં કહ્યું કે તમારે સાસરેથી લગન જોવડાવવાનું છે. ત્યારે પોતે કહ્યું કે—‘આજે ઘરમાં ઘાત છે, તેથી શી રીતે લગન જોવડાવાય?’ તે જ દિવસે મનસુખભાઈ ગ્યાસતેલનો દીવો સળગતો હતો તેનાથી પણુ જ છાતીએ દાઝ્યા હતા. એમ મનસુખભાઈની પાત અગાઉથી જાણીને કહ્યું હતું. તે વખતે પરમકૃપાળુદેવની ઉંમર ૧૯ વર્ષની હતી. આ કારણથી બાર માસ પછી તેમના લગ્ન થયા હતા. પરમકૃપાળુદેવની અલિપ્ત દશા સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં હતા. ત્યારે માતુશ્રીને પોતે કહ્યું કે – “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મો કરે છે તેટલો આખી ઉમરમાં અમે કર્યો નથી." અને મને (માતુશ્રીને) કહ્યું કે—આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ઘારણ કરું. પછી બાર વ્રત સંક્ષેપમાં લખી આપી મુનિઓ પાસે અંબાલાલભાઈની સાથે મોકલ્યા હતા અને જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા મુનિઓને કહ્યું હતું. તે પ્રમાણે વહુ ઝબકને મુનિએ સંભળાવ્યું હતું. રજા આપો તો વનવાસ લઈએ સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવે વનવાસ જવાની આજ્ઞા માંગી. 'મા, અમને રજા આપો તો અમે વનવાસ જઈએ.' મેં કીધું – હું રજા આપું નહીં. અને જો તમે વનમાં જાઓ તો મારા પ્રાણ ત્યાગ થાય. ભાઈએ કહ્યું – મા, તમે અમને વનવાસની રજા આપો તો અમને સુવાણ થઈ જાય. તેથી ભાઈને જો સુવાણ થતું હોય તો ભલે વનવાસ જાય એમ સમજી મેં રજા આપી હતી. ડૉ. પ્રાણજીવને શ્રી પરમકૃપાળુદેવને રંગુન લઈ જવા માટે મને કહ્યું, ત્યારે મેં કહ્યું કે હવે મંદવાડ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને માતુશ્રી દેવબાઈ ગયો છે અને રંગૂન મોકલું તો કહેશે કે નાણા માટે રંગૂન મોકલ્યા છે. માટે રંગૂન મોકલવા મારે વિચાર નથી. મારાથી પરમકૃપાળુ દેવનો મોહ મૂકાતો નથી હું પરમકૃપાળુદેવને જેટલી આજ્ઞા કરું તેટલી ઉઠાવે. કોઈપણ દિવસ આખી ઉંમરમાં પોતે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. જેટલું કહ્યું તેટલું પોતે કરતા. મને મુનિશ્રી લઘુરાજસ્વામીએ કહ્યું કે તમોને મા, પરમકૃપાળુદેવ ઉપર મોહ ઘણો છે, ખરું? ત્યારે બીજા મુનિએ કહ્યું કે લલ્લુજી મહારાજે તો સાહ્યબી હતી તે છોડી દીધી. ત્યારે મેં કહ્યું કે મારાથી પરમકૃપાળુનો મોહ નથી મૂકાતો. મૂક જીવોની દયા પાળવાથી જીવનું ઉર્ધ્વગમન વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવે મને કહ્યું કે ગાડીની અંદર બેઠા હોઈએ તો તેને જલ્દીથી હાંક એમ ગાડીવાળાને ન કહેવું. તળાવમાં ન્હાવું નહીં, ઘોવું નહીં, વાસણ લઈને પાણી ગાળીને ન્હાવું. લીલોતરીમાં ચાર લીલોતરી મોકળી રાખીને બીજીનો સર્વથા ત્યાગ કરાવ્યા પછી મઘ, માખણ વિગેરે સર્વ અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો હતો. જૂઠ બોલ્યા વિના જેવું હોય તેવું કહેવું ઘરમાં કોઈથી જૂઠું તો બોલાય જ નહીં. કૃપાળુદેવ કહે કે જેવું હોય તેવું જ કહી દેવું. જેનાથી જે વાંક થયો હોય તે તરત કહી દેવું. નોકરને પૈસા વાપરવા આપે અને તે પૈસા પોતાના માટે વાપરે તો તરત કહી દે કે ફલાણામાં પૈસા વાપર્યા છે. અમારા સહુ કુટુંબમાં કોઈ પ્રકારનો અવિશ્વાસ જેવું નહોતું. ચોરીની તો વાત જ નહીં. નોકરો પણ તેવા કે જે લીધું હોય તે તરત કહી દે. વાસી ખાવું નહીં પરમકૃપાળુદેવ ઘરમાં સર્વેને કહેતા કે વાસી ખાવું નહીં. તેમના કહ્યા બાદ કોઈ વાસી ખાતું નહીં. ભાઈ (કૃપાળુદેવ) નડિયાદ હતા ત્યારે મને મંદવાડ વિશેષ રહેતો હતો. તેથી તાર કરાવી મેં તેમને બોલાવેલ. ભાઈ આવ્યા. ખાટલે બેસી ઘર્મની વાતો કરી શાંતિ પમાડતા અને સેવા ઘણી સારી કરી હતી. જ્ઞાનદાનથી મહાપુણ્યા સંવત્ ૧૯૫૬માં, જો કે મને તો બરાબર સમજણ નહી પણ ભાઈએ (પરમકૃપાળુદેવે) સમજણ પાડી કે આ સૂત્ર (નામ ખબર નથી) તમારા ખર્ચથી મંગાવેલ છે. તે તમે મને વહોરાવો. તે ઉપરથી મેં તે સૂત્ર ભાઈને વહોરાવ્યું. તે વખતે શ્રી માંકુભાઈ વિગેરે હાજર હતા. પછી પરમકૃત ખાતામાં રૂપિયા મંડાવાનું ભાઈએ મને પૂછ્યું ત્યારે મેં રૂા.૨૫/- મંડાવ્યા અને વહુએ રૂ.૫૦/- મંડાવ્યા હતા. પરમકૃપાળુ દેવની સ્વસ્વરૂપમાં લીનતા પરમકૃપાળુદેવને મંદવાડમાં હું પૂછતી કે ભાઈ કેમ છે? ત્યારે કહેતા કે - “અમને સુખે નથી અને દુઃખે નથી.” સંવત ૧૯૫૬ની સાલમાં જે છેલ્લી અવસ્થાનો ફોટોગ્રાફ પડાવેલો તે સર્વેને કહેલું કે માતુશ્રીને તે ફોટો બતાવશો નહીં. કારણ કે શરીર ક્ષીણ થઈ ગયેલું છે. વઢવાણ કેમ્પમાં ભાઈની (પરમકૃપાળુદેવની) તબિયત નરમ હતી ત્યારે લીંબડી દરબારના ઉતારામાં Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો અમે (દેવમાં વગેરે) હતા. એક વખત રાતે પરોઢિયાને વખતે મને એવું સ્વપ્ન આવ્યું કે - ખોળામાં એક પુત્ર છે અને ઘાવણ છૂટું છે. મેં (દેવમાએ) સ્વપ્નમાં “વહુ વહુ” એમ હાકલ કરી અને પછી હું જાગી. ખોળામાં પુત્ર હતો તે અલોપ થઈ ગયો. ત્યાર પછી મેં જોયું તો ઘાવણ છૂટ્યું અને ભીનું જણાતું હતું. આ સ્વપ્ન લાધ્યું ત્યારે જાગૃતિ વિશેષ હતી અને ઊંઘ ઓછી હતી. દિવસ ઉગ્યા પછી આ વાત મેં ભાઈને (પ.ક.દેવને) કરી હતી. અમુક મહિના પછી પરમકૃપાળુનો દેહ છૂટ્યો હતો. વઢવાણ અમે મહિનો સવા મહિનો રહ્યા. પછી અમે ઘેર ગયા અને ભાઈ અમદાવાદ તરફ ગયા હતા. સંવત્ ૧૯૭૦ના કારતક વદી એકમના રોજ સ્થળ ખંભાતમાં શ્રી છોટાલાલ માણેકચંદની મેડી ઉપર સવારના પ્રથમ પહોરમાં પરમકૃપાળુદેવના સંબંધી તેમના માતુશ્રીને હકીકત પૂછતાં દેવામાતાએ મુખથી જે જે વાત કરી હતી તે અહીં લખવામાં આવી છે. શ્રી પ્રાણજીવન જસરાજ દોશી વવાણિયા (જન્મભૂમિ વવાણિયાથી મળેલી વિગતો) પરમકૃપાળુદેવના પિતામહ પંચાણભાઈ શ્રીમદ્ રાજચંદ્રના પિતામહ પંચાણ મહેતા મૂળ માણેકવાડા (મોરબી પાસે) ના રહીશ હતા. ત્યાંથી ભાઈઓથી જાદા થઈ સં. ૧૯૮૨માં વવાણિયા રહેવા આવ્યા હતા. તેમના બીજા ભાઈઓ તો હજી માણેકવાડામાં છે. છૂટા થયા ત્યારે તેમની સારી સ્થિતિ હતી. ભાઈઓની મિલકતની વહેંચણી વખતે રોકડ રકમ જે હતી તેના કાંસાની તાંસળી (કાંસાના મોટા પહોળા વાટકા) થી કોરીના ભાગ પાડ્યા હતા. તે વખતે કોરીનું ચલણ હતું. કોરી એટલે અર્થાથી જરા નાના ચાંદીના ગોળ સિક્કા. પંચાણભાઈનો વ્યવસાય વવાણિયા આવ્યા પછી મકાન અમુક કોરીમાં ખરીદ કર્યું હતું. જે મકાન પરમકૃપાળુદેવની જન્મભૂમિ છે તે. વવાણિયા આવી પંચાણદાદા વહાણ બંઘાવી વહાણવટાનો ધંધો કરતા તથા વ્યાજવટાવનો ઘંઘો પણ સારા પ્રમાણમાં કરતા હતા. પરમકૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈ પંચાણદાદાની મોટી ઉંમર થતાં એકે દીકરા જીવ્યા નહીં. ત્યારે કોઈના કહેવાથી રવીચીમાતાની આસ્થા રાખી. પછી રવજીભાઈનો જન્મ સં.૧૯૦૨ના માહ માસમાં થયો. રવીચીદેવીના નામ ઉપરથી રવજીભાઈ નામ પાડ્યું હતું. આ રવીચીદેવીનું સ્થાન વવાણિયાથી આશરે એક માઈલ છેટું છે. - રવજીભાઈ ૧૪ વર્ષના થયા ત્યારથી વવાણિયામાં તથા ચમનપર આદિ આજુબાજુના ગામોમાં કરકાવરનો ધંધો એટલે વ્યાજવટાવનું કામ કરતા. તેથી દર વખતે રવજીભાઈને ગામડે જવાનું થતું. તેમને ઘેર ગાયભેંસના દુઝાણાં કાયમ હતાં. રવજીભાઈ વવાણિયાના ઠાકોરના દેવમંદિરના ચોરામાં હરવખત તેમની ઉંમરવાળા સાથે બેસતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પ્રાણજીવન દોશી ત્યાંના રાવળભાટ વાર્તાઓ કરે ત્યારે બધા ભેગા થતા, તેને ડાયરો કહેતા. ડાયરામાં રવજીભાઈ જતા. ગરાશિયાની ડેલીએ પણ ડાયરો થાય. તેમાં રવજીભાઈ જાય. ત્યાં પણ ભાટચારણ, વાર્તાઓ – દંતકથાઓ કહેતા. શ્રી રવજીભાઈમાં સાધુસંતો તથા ગરીબોની સેવાનો ભાવ રવજીભાઈ સાધુસંતની સેવા બહુ કરતા. ગરીબોને અનાજ કપડાં પણ આપતા. સાધુ ફકીરો ઉપર તેમની બહુ આસ્થા હતી. વવાણિયામાં એક ઓલિયા ફકીર હતા. રવજીભાઈ તેમની સેવા બહુ કરતા. તેમની પાસે દરરોજ જમવાનું તથા ગાંજો લઈ જતા. ગાંજાની ચલમ ભરીને રવજીભાઈ તે ફકીરને આપતા. આમ ઘણા વખત સુધી જતા આવતા. ઘણી વખત સારી વસ્તુ જમવાની કરીને ફકીરબાવાને માટે લઈ જતા. ફકીરબાવાની ભવિષ્યવાણી એક વખત ફકીરબાવાએ રવજીભાઈને કહ્યું કે રવજી, કલ સવારમેં તુમ જલદી આના. રવજીભાઈએ કહ્યું કે, બાપુ, જલદી-વહેલો આવીશ. પણ બીજે દિવસે રવજીભાઈને ત્યાં મહેમાન આવ્યા. રવજીભાઈ ખૂબ મૂંઝાણા. મહેમાનને જમાડ્યા વિના કેમ જવાય? જમાડીને જઈશ તો બહુ મોડું થઈ જશે. મહેમાનને જેમ તેમ જમાડીને રવજીભાઈ ફકીર પાસે ગયા. મહેમાન માટે ચૂરમું કરેલ હતું તે ફકીરબાવા માટે સાથે લઈ ગયા. ફકીરબાવા પાસે જતાં તેમણે કહ્યું કે, “રવજી, તુમ બહોત મોડા આયા. અચ્છા રવજી, તેરેકું દો લડકા હોગા. એક બડા નામ નીકાલેગા એસા હોગા. દુસરા ભી ઠીક હોગા. દોનું લડકા તમારા ઔર ઈનકા બોત અચ્છા નામ નીકાલેગા. પણ રવજી! તુમ બહોત મોડા આયા. વખત ચલા ગયા. ઈનકા આયુષ્યમેં ફેર પડેગા. ઐસા માલુમ હોતા હૈ. રવજી, હમ અબ ઈસ દુનિયાસે ચલે જાતા હું. તુમ અબ તમારા ઘર પર જાવ. તેરા ભલા હોગા.” પછી રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરતાં ફકીરદાદા હતા નહીં. રવજીભાઈને બહુ અફસોસ થયો હતો કે હું બહુ મોડો ગયો. ૭૫ વરસનું આયુષ્ય કહ્યું હતું હવે કેટલા વર્ષનું થશે? તેનો અફસોસ બહુ કરતા હતા. પછી રવજીભાઈને ત્યાં ઉપરની હકીકત પ્રમાણે પુત્રોના જન્મ થયા હતા. આ બધી હકીકત રવજીભાઈ ઘણાને કહેતા. રવજીભાઈના ખૂબ જૂના અનુભવી વવાણિયાના વોરા અભેચંદ તારાચંદ જે કૃપાળુદેવના મામા સસરા થતા તે ઘણા વખત પહેલાં વાત કરતા અને ગામમાં પણ કહેતા. તે વખતે મારી આટલી સમજણ હતી નહિં. પણ મારા માતુશ્રી ઝબકબાઈ તે શ્રીમદ્ભા બહેન થાય તેઓ આ વાત થોડી થોડી કરતા. બીજી ઘણી હકીકત ગામના માણસો પાસેથી મળેલ છે. બીજા સંસ્મરણો દેવમાતાની સેવાથી મળેલ આશીર્વાદ રવજીભાઈને ત્યાં એક આડતિયા વૃદ્ધ ઉંમરના આવતા. એક વખત તે બહુ બિમાર પડ્યા. ત્યારે દેવમાતાએ તેમની સેવા ચાકરી બહુ કરી હતી. તેમને માટે શીરો બનાવી દેવમાતાજી પોતાના હાથે તેમને શીરો ખવરાવતાં હતાં. તે બહુ અશક્ત હતા. તેમણે દેવમાને કહ્યું કે તમે મારી ચાકરી બહુ કરો છો, પ્રભુ ! તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાનો જન્મ થાવ. આ મારો, બેટા દેવ!તને આશીર્વાદ છે. આ વાત મારા માતુશ્રી કહેતાં હતાં. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬ તમારે છ મહિના સુધી પરણવું નહીં વવાણિયામાં દેસાઈ વીરજી રામજી કરીને હતા. એક વખત તે વીરજી દેસાઈ અને કૃપાળુદેવ સાથે ફરવા ગયા ત્યારે વીરજી દેસાઈને કૃપાળુદેવે પૂછ્યું કે, વીરજીકાકા મારી કાકીને કાંઈ થાય તો તમે બીજીવાર પરણો ખરા? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો ન હતો. થોડા દિવસ થયા ત્યાં વીરજી દેસાઈના વહુ ગુજરી ગયાં. બીજી વખત કૃપાળુદેવને વીરજી દેસાઈની સાથે ફરવા જવાનો જોગ મળ્યો. ત્યારે કૃપાળુદેવે પૂછ્યું કે, વીરજીકાકા તમે હવે પરણશો? તેઓ બોલ્યા નહિ પણ મોટું મસક્યું. તેથી કૃપાળુદેવે કહ્યું કે તમારે છ મહિના પછી પરણવું. છ મહિના થયા. શ્રાવણ વદ ૬ રાંધણછઠના દિવસે વીરજીભાઈ ઉપાશ્રયથી રાત્રે દસ વાગતાના સુમારે ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને કરડ્યો. ઉતારવાની ઘણી મહેનત કરી. ત્યારે વીરજી દેસાઈએ કહ્યું કે મારો ચોવિહાર ભંગાવશો નહીં, મને કહેનારે કહી દીધું છે. શૂળની પીડા કેમ ખમાણી? પંચાણદાદા સં.૧૮૩૬માં જન્મ્યા હતા. અને સં.૧૯૩૪માં એટલે ૯૮ વરસની ઉંમરે ગુજરી ગયા. કૃપાળુદેવના દાદીમાં પણ ૯૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. પંચાણદાદા ગુજરી ગયા ત્યારે કૃપાળુદેવ ૧૦ વરસના હતા. સ્મશાને જતાં કૃપાળુદેવે નનામીના મોઢા આગળ ચાલીને છાણી (અગ્નિ) ઉપાડી હતી. તે લઈને ચાલતા હતા. પગમાં કંઈ પહેર્યું ન હતું. તે વખતે રિવાજ પગમાં પહેરવાનો ન હતો. રસ્તામાં જતાં કૃપાળુદેવને પગમાં લાંબી શૂળ વાગી. નનામીને-શબને ફરતા ચાર ફેરા દઈ અગ્નિદાહ પ્રથમ કૃપાળુદેવે આપ્યો. પછી બીજા ભાઈઓએ અગ્નિદાહ દીઘો. જ્યાં સુધી મડદું બળી રહ્યું ત્યાં સુધી બઘા બેઠા હતા. પછી તળાવે જઈ નાહીને બધા ઘેર આવ્યા. ત્યાં સુધી પણ પગમાં શૂળ હતી. કૃપાળુદેવના માતુશ્રી ઓશરીમાં બેઠા હતાં. ત્યાં કૃપાળુદેવને અચકાતા અચકાતા આવતા જોઈ ઊઠીને પૂછ્યું કે ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ અચકાય છે? પછી માતુશ્રીએ પગની પાની જોઈ તો તેમાં લાંબી શૂળ હતી. તેને પગમાંથી કાઢી પછી પૂછ્યું, “ભાઈ ક્યાંથી શૂળ લાગી?” “મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં લાગી?” “ત્યાં કોઈને કેમ વાત કરી નહિ ને શૂળ કઢાવી નહિ? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી?” આ વાત કપાળુદેવના બેન ઝબકબેનને માતુશ્રીએ કરી હતી કે ત્યારે પણ ભાઈને દેહ પ્રત્યે મમતા નહોતી. એ વાત તેમની પાસેથી અમે સાંભળી હતી. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા. ત્યારે કૃપાળુદેવે કહ્યું, “બાપા તમે આજે ચમનપર ન જાવ તો?” છતાં રવજીભાઈ ગયા. સાંજે બત્તીને સમયે મનસુખભાઈને રસોડમાં જતાં દીવાની ઝાળ લાગી ને પહેરણ બળવા માંડ્યું. ત્યારે ઝબકબેન હાજર હતાં. તેમણે એકદમ છાશનું દોણું મનસુખભાઈના શરીર ઉપર રેડ્યું. મનસુખભાઈની છાતી દાઝી ગઈ. પછી રવજીભાઈને ચમનપર તેડવા મોકલ્યા હતા. ચેતાવ્યા છતાં ન માનવાનું ફળ મૃત્યુ વવાણિયામાં એક ગરાશિયા એક શિવુભા બાપુ છે. તેમણે મને એકવાર વાત કરેલી તે આ મુજબ હતી. મોમીયાજી હરદાસજીના લગ્ન હતા. તેમના ભાઈ શ્રી ભૂપતસિંહ લખમણજી ગરાસિયા અવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પ્રાણજીવન દોશી નવાર પ્રભુ પાસે આવતા હતા. ભૂપત બાપુને પ્રભુએ કહ્યું –બાપુ, તમે આજે સામૈયામાં જશો નહીં. અને જાઓ તો ઘોડે ચડશો નહીં. તેમણે કહ્યું કે નહીં જાઉં. પણ પછીથી તેઓ ઘોડે ચઢી સામૈયામાં ગયા. ઘોડો દોડાવતાં તે ભડક્યો અને વરરાજાના ગાડા સાથે અથડાતાં ભૂપતસિંહ બાપૂને કપાળમાં ગાડાનું ડાગળું વાગ્યું અને જ્ઞાનમંદિરે જતાં મિયાણાવાસ પાસે અત્યારે જે ઝાંપો છે ત્યાં પડ્યા અને થોડીવારમાં મરણ પણ પામી ગયા. બઘા પુસ્તકો હૈયામાં છે મેઘજીભાઈ સ્વામીનારાયણનો ઘર્મ માનતા હતા. એક વખત મેઘજી પટેલ અને બીજા ચમનપરના પટેલ, રવજીભાઈને ઘેર આવ્યા હતા. રાયચંદભાઈ બેઠકમાં હતા. ત્યાં બધા જઈને તેમની સામે બેઠા. પછી મેઘજીભાઈ પટેલે કહ્યું કે, રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સ્વામીનારાયણની વચનાવલીમાં વચનામૃત ૨૬૨ છે. ત્યારે રાયચંદભાઈએ કહ્યું કે ના ૨૭૨ છે. પછી મેઘજી પટેલે કહ્યું આટલા બઘાં ઘર્મના પુસ્તકો તમે વાંચી લીધાં હશે? ત્યારે રાયચંદભાઈએ કહ્યું કે બઘા અમારા હૈયામાં છે. રાયચંદભાઈ જ્યારે બોલે ત્યારે એની વાણી મીઠી એટલી બધી કે એવી મીઠી વાણી હજી સાંભળી નથી. હજી બોલે તેવું મને બહું થતું, એમ મેઘજીભાઈ કહેતા હતા. માતાજીને સુખ ઊપજે તેમ પ્રવર્તન માતાજી અને કૃપાળુદેવ એક વખત ફળિયામાં ખાટલા ઉપર બેઠાં હતાં. કૃપાળુદેવે માતાજીને કહ્યું, “માતાજી અમને તમો રજા આપો તો જંગલમાં જઈને સાધુ થવું છે.” માતાજીએ કહ્યું, “ભાઈ અમે તમને રજા કેમ આપીએ? કાંઈ સાધુ થઈ જવાય? ભાઈ તું એવું કેમ કરે છે?” માતાજીની આંખમાંથી આંસુ પડ્યાં. પછી કૃપાળુદેવે કહ્યું કે, મા જીવતો જોગી.......કોઈ દિવસ તેનું મોઢું જોવા મળશે ને તમારા બારણે આવશે. પછી કોઈ રાજાનું કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું. શું આપ્યું તે મળ્યું નથી. માતાજીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી કૃપાળુદેવે કહ્યું કે, મા તમને જેમ ઠીક લાગે તેમ. હવે હું બોલીશ નહીં. તમારે દુઃખ ન લગાડવું. માતાજી કૃપાળુદેવના દેહત્યાગ પછી અમુક વખતે કહેતાં હતાં કે મેં ભાઈને સાધુ થવાની રજા આપી હોત તો ભાઈની ઉંમર વઘારે હતી, એમ ભાઈ કોઈક વખત કહેતા. ઘરમાં વાત કરી હશે. પણ આ વાત કૃપાળુદેવનાં બેનના મોઢે માતુશ્રીએ કરી હતી. આત્માર્થે એકાંત સેવન વિવાણિયામાં કપાળદેવ ફરવા જતા. ત્યારે દેસાઈ પોપટ મનજી, રાયચંદ મનજી તથા ભાટિયા કાકુભાઈ, કોઈક વખત કાળીદાસ મનજી, વીરજી રામજી – આ ભાઈઓ તેમની સાથે સાંજના ફરવા જતા ત્યારે બજારમાંથી બે પૈસાના ચણા (દાળિયા) કૃપાળુદેવ લેવાનું કહેતા. પછી ગામ બહાર જઈને બધાને એક ઠેકાણે બેસાડતા ને કહેતા કે, દાળિયા રેતીમાં નાખો ને એક એક બઘા વીણીને ખાતા રહેશો ત્યાં સુધી હું આવી જઈશ. આમ કૃપાળુદેવ બઘાને બેસાડી પોતે એકલા તેમનાથી આઘે જતા. જ્યારે દાળિયાના દાણા પૂરા થાય ત્યાં કૃપાળુદેવ આવી જતા હતા. એકાંતમાં ધ્યાન વવાણિયામાં આજાબાજુ અઢાર તલાવડી છે. કૃપાળુદેવ દરરોજ એક એક તલાવડીએ ફરવા જતા અને ધ્યાન કરતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો તલાવડીનાં નામ : ૧. ગંગાય, ૨. વીરાસરી, ૩. ઘવલાસરી, ૪. ચાંપાસરી, ૫. ખોજાસરી, ૬. કાળી તલાવડી, ૭. સોનાસરી, ૮, દેવલાસરી, ૯. રૂપાસરી, ૧૦. સુતારસરી, ૧૧. વડવાઈ, ૧૨. સોહનસરી, ૧૩. જોગરણસરી, ૧૪. રેંટિયાસરી એમ ચૌદ તલાવડીનાં નામ મળ્યાં છે. બે તળાવ ૧. વાણિયાસર, ૨. માંડાસર. આ બઘા વવાણિયાથી પા, અર્થો, એક કે દોઢ માઈલને આશરે ગામની ચારે બાજુ આવેલાં છે. વવાણિયામાં સાધ્વીજીને સમજાવેલ મોક્ષમાળા વવાણિયામાં એક વખત કચ્છમાંથી સ્થાનકવાસીનાં મહાસતીજી ઠાણાં ૩ કૃપાળુદેવનું નામ સાંભળીને આવ્યાં હતાં. તેમણે કૃપાળુદેવને ત્યાં બીજા શ્રાવકની સાથે કહેવરાવ્યું કે “અમે રાયચંદ કવિને મળવા માટે આવ્યાં છીએ, અહીંયા ઉપાશ્રયે આવશે?” પછી સાધ્વીજી રવજીભાઈને ઘેર વહોરવા ગયાં ત્યાં કૃપાળુદેવને જોયા. તેમને ઉપાશ્રયે આવવાનું કહ્યું. કૃપાળુદેવ ત્યાં ગયા. મહાસતીજીની સામે નીચે જમીન ઉપર બેઠા. મહાસતીજી પાટ ઉપર બેઠાં હતા. પછી કૃપાળુદેવે કાંઈ વાત કરી ત્યાં તો સાધ્વીજી મહારાજ એકદમ પાટ ઉપરથી નીચે ઊતરી હાથ જોડીને કૃપાળુદેવની સામે નીચે બેસી ગયા. કૃપાળુદેવે જે વાત કરી તેથી તેમને એકદમ બહુ જ આનંદ થયો. પછી કૃપાળુદેવને સાધ્વીજી કહે – કવિરાજ અમને તો કાંઈ ખબર પડતી નથી. અમે દીક્ષા લીધી પણ જૈનનાં સૂત્રો માગથી ને સંસ્કૃત ભાષામાં છે. અને અમે એટલું ભણ્યાં નથી. ગુજરાતી ભણ્યાં છીએ. સામાયિક વગેરેના પાઠમાં કાંઈ સમજણ પડતી નથી. અમને સમજ પડે એવું કાંઈ કરો. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, તમને લખીને મોકલશું. પછી કૃપાળુદેવે મોરબીમાં જે મોક્ષમાળા ત્રણ દિવસમાં રચેલ તેના પાઠ દરરોજ મોકલતા. બીજે દિવસે તે પાઠ સમજાવતા અને પાછા લઈ આવતા. આમ અહીંના શેઠ દલીચંદભાઈ વ્રજલાલભાઈ કહેતા હતા. આયુષ્યનો અંત જાણી ફરી લગ્નની મનાઈ દલીચંદભાઈના પિતાશ્રીને એક વખત કૃપાળુદેવે કહ્યું કે તમારે ફરી લગ્ન કરવાં નહીં, ત્યારે દલીચંદભાઈનાં માતુશ્રી ગુજરી ગયાં હતાં. પછી તુરતમાં દલીચંદભાઈના પિતાશ્રી વ્રજલાલભાઈ પણ ગુજરી ગયા. આ હકીકત દલીચંદભાઈ પાસેથી સાંભળી હતી. ધ્યાનમાં કે શયન સમયે મોઢા પર તેજ કપાળુદેવના મોટાબેન શિવકુંવરબેન માતાજીના કહેવાથી કૃપાળુદેવને જમવા બોલાવવા કે જોવા જતા ત્યારે ઘણીવાર કૃપાળુદેવ ધ્યાનમાં હોય કે સૂતા હોય અને તેમના મોઢા પર તેજ દેખાતું. તે જોઈ માને કહેતા કે, ભાઈના મોઢા પર જાણે વિજળી જેવું ગોળ તેજ પ્રકાશે છે. માતાજી કહે, ઘણીવાર ભાઈ સૂતા હોય ત્યારે એવું તેજ હોય છે. બુદ્ધિપ્રકાશનું લવાજમ જવલબેનના નામે કૃપાળુદેવે તેમનાં પુત્રી જવલબેનના નામથી બુદ્ધિપ્રકાશ'નું લવાજમ ભર્યું હતું. બુદ્ધિપ્રકાશ'નું લવાજમ એક વખત ભરે તો જ્યાં સુધી હયાતી હોય ત્યાં સુધી તેનો માસિક અંક મળે. એ ઉપરથી કૃપાળુદેવે પોતાના કુટુંબના કોઈના નામનું લવાજમ કેમ ભર્યું નહીં અને જવલબેનના નામનું જ ભર્યું! જવલબહેનનું આયુષ્ય તેમના કુટુંબી બીજા બધા કરતાં વઘારે છે એમ તેમણે જાણ્યું હશે. જવલબહેનને Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ ત્યાં હજુ સુધી એટલે કરાંચી હતા ત્યાં સુધી તો ‘બુદ્ધિપ્રકાશ'ના અંકો તથા તેના ભેટના પુસ્તકો આવતા અને હાલમાં પણ મુંબઈ આવતા હશે. કૃપાળુદેવે જવલબહેનના સગપણ બાબત રવજીબાપાને કહ્યું હતું કે રણછોડભાઈના બે દીકરા છે. આટલી વાત કરી હતી. આ વાત મારાં માતુશ્રી ઝબકબાઈ કરતા હતા. શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયા બંદર શ્રી વવાણિયા બંદર નિવાસી ભાઈશ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ, ઉંમર વર્ષ ૪રની આશરે, તે શ્રી પરમકૃપાળુદેવ “શ્રીમાનું રાનવંદ્ર કેવ’ના સમાગમમાં આવેલા. તે પ્રસંગે જે કાંઈ વાતચીત થયેલ તથા જે કાંઈ સાંભળવામાં આવેલું તે સંબંધી તેમને સ્મૃતિમાં રહેલ તે સર્વ હકીક્ત અત્રે જણાવે છે : - પરમકૃપાળુદેવ પાસે શંકા સમાઘાન અર્થે અનેક વિદ્વાનોનું આગમન પરમકૃપાળુદેવ સાથે મારે બાળપણથી જ સંબંધ જોડાયો હતો તથા તેઓ અમારા સગાં-સંબંધી પણ હતા. તેઓશ્રી બાળપણથી જ ગામ આખામાં હોશિયાર, તીવ્ર બુદ્ધિશાળી અને ડાહ્યા ગણાતા હતા. જેથી તેઓશ્રી પ્રત્યે સઘળા લોકોને સહેજે ઘણો જ પ્રેમ આવતો હતો. કેટલાક તેઓશ્રી પ્રત્યે ઘણા જ પ્રેમમાં આવી જવાથી મીઠડાં (વાયણાં) લેતા હતા અને ચુંબન કરતા હતા. બાળપણથી જ મહાશાંત હતા. લઘુવયમાં પણ તેઓશ્રીનું નામ સાંભળી ઘણા ઘણા વિદ્વાન પુરુષો શંકાઓનું સમાધાન કરવાથું, પ્રશ્નોત્તર કરવા અર્થે, વિદ્વતા જોવા અર્થે તેમજ વાદવિવાદ કરવા અર્થે તેઓશ્રીની પાસે આવતા હતા; અને આવેલા પુરુષો પોતાના મનનું સમાધાન થવાથી શાંતિ પામતા હતા અને સાહેબજીને દંડવત્ પ્રણામ કરતા હતા. સ્કૂલમાં પ્રથમ દિવસે ચોપડીનું વાંચન સાહેબજી જે સ્કૂલમાં ભણવા માટે જતા હતા તે સ્કૂલના માસ્તર એક મુમુક્ષુભાઈને મળ્યા હતા. તેઓ સાહેબજીના સંબંધમાં અલૌકિક ચમત્કારિક બાળપણની વાતો જણાવતા હતા. તે હકીકત સાંભળવામાં આવવાથી નીચે પ્રમાણે જણાવું છું : સાહેબજીની અલૌકિક દશાનો અનુભવ આજે મને સ્મરણ કરાવે છે કે, જ્યારે તેમને મારી ક્લાસમાં ભણવા માટે પ્રથમ બેસાડ્યા ત્યારે મેં તેમને એકડે એક લખીને શીખવા માટે આપ્યા, પછી એકથી દસ સુઘી અને ત્યારબાદ જેમજેમ હું આગળ બતાવતો ગયો તેમ તેમ તેઓ જણાવતા કે આ તો મને આવડે છે. પછી ચોપડીમાંથી પાઠ વાંચવા માટે જણાવ્યું ત્યારે તે પાઠ એકદમ વાંચી સંભળાવ્યો. પછી બીજા આગળ-પાછળના કેટલાક પદો વંચાવ્યા. ચોપડી મૂકી દીધા બાદ અનુક્રમે જેટલા પાઠ વાંચી ગયા હતા તે સઘળા પાઠ એકપણ ભૂલ વિના મુખપાઠ બોલી સંભળાવ્યા હતા. આ હકીક્તથી મને ચમત્કાર ભાસ્યો કે આજરોજથી ભણવા માટે આવ્યા છે અને આ શું? આ છોકરાને શું ભણાવું? તમારો છોકરો દેવપુરુષ જણાય છે. ભણાવવામાં મારી એક ભૂલ થઈ હતી. તે ભૂલ સાહેબજીએ જણાવી કે આ ઠેકાણે આ પ્રમાણે હોવું જોઈએ, અને તમો આ પ્રમાણે કેમ કહો છો? તેની મેં તપાસ કરી તો તેમના કહેવા પ્રમાણે મારી ભૂલ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦ ( 1) ૩ સાક નીકળી. તેથી મને ચમત્કાર લાગ્યો કે આ છોકરો મહાઉત્તમ પુરુષ જણાય છે. તેથી હું તેમના પૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પાસે ગયો અને સઘળી હકીકત વિદિત કરી જણાવ્યું કે તમારા છોકરાને હું શું ભણાવું? જે જે કહું છું તે સઘળું કહે કે મને આવડે છે, ચોપડીના પાઠ વંચાવ્યા તો તે મુખપાઠ થઈ ગયા. માટે મને તો એમ જ ખાતરી થઈ છે કે આ છોકરો દેવપુરુષ હોય એમ જણાય છે. વગેરે જણાવ્યું હતું. સર્વ છોકરાઓનું લેશન લેતાં બાળ મહાત્મા સ્કૂલમાં ભણતી વખતે તમામ છોકરાઓનું લેશન સાહેબજી એકલા લેતા અને દેતા. માસ્તર તો ફક્ત બેસી જ રહેતા. સાહેબજી જ્યારે સ્કૂલમાં ભણવા માટે જતા ત્યારે એક વખતે સ્કૂલના માસ્તરે સાહેબજીને સહજ ઠપકો આપ્યો હતો. જેથી બીજે દિવસે સ્કૂલે ગયા નહીં. તેમના ક્લાસમાં આશરે સાઠ વિદ્યાર્થીઓ હતા. સાહેબજી (રાયચંદભાઈ) આજ રોજ સ્કૂલે આવ્યા નથી તેવું જાણવાથી સ્કૂલના તમામ છોકરાઓ સાહેબજી પાસે આવ્યા. સાહેબજી બઘા છોકરાઓને સાથે લઈ ખેતરોમાં કેટલેક દૂર ગયા. ત્યાં સાહેબજી પાસે બોર હતા. તે તમામ છોકરાઓને વહેંચી આપ્યા, બાદ પોતે ખાઘા હતા. થયેલી ભૂલની ક્ષમા સ્કૂલમાં માસ્તરે વિચાર કર્યો કે આજ રોજ કોઈપણ છોકરાઓ કેમ આવ્યા નથી? પછી વિચાર કરતાં જણાયું કે ગઈ કાલે રાયચંદભાઈને મેં ઠપકો આપ્યો હતો. તેથી તે નહીં આવવાથી કોઈપણ છોકરાઓ આવ્યા નથી. પછી માસ્તર, સાહેબજી પાસે આવ્યા અને નમસ્કાર કરી જણાવ્યું કે હવેથી હું કોઈપણ દિવસે કાંઈપણ કહીશ નહીં. તેમ થયેલી ભૂલને માટે ક્ષમા માગી હતી. તેઓ જન્મથી જ કવિ હતા. ઘણી નાની ઉંમરે તેઓશ્રી કવિતાઓ બનાવીને છોકરાઓને આપતા અને તે મોઢે કરાવતા હતા. મહાવીર પ્રભુને તમારી દ્રષ્ટિમાં ઉતારો સાહેબજી નાના બાળકોને પોતાની પાસે બોલાવી કહેતા કે તમો ધ્યાનમુદ્રા પ્રમાણે આમ હાથ નીચે હાથ રાખી શ્રી મહાવીરને તમારી દ્રષ્ટિમાં ઉતારો. ત્યારે કેટલાકોએ તેમ કર્યું અને કેટલાક પલાંઠી વાળી ન શક્યા તેમને ભીંત ના ઓઠે ઊભા રાખ્યા હતા અને સાહેબજી પોતે ગાથાઓ બોલતા જાય. ઠાકોર સાહેબના પ્રશ્નનો ઉત્તર કેવળ શ્રીમદ્ જ આપી શક્યા. શ્રી મોરબી સ્વસ્થાનમાં ઠાકોર સાહેબ સર વાઘજી એક વખત શ્રી વવાણિયાની નિશાળની મુલાકાતે આવેલ, તે વખતે તેઓશ્રી ગુજરાતી છઠ્ઠા ધોરણમાં હતા. એક પ્રશ્ન ઠાકોર સાહેબ તરફથી નિશાળીયાઓને પૂછવામાં આવ્યો. કોઈ નિશાળીયો ઉત્તર આપી શક્યો નહીં, મોટા માસ્તર તેમજ તેની નીચેના માસ્તરો પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે શ્રીમદે આજ્ઞા માગી કે મને રજા આપો તો તેનો જવાબ હું આપી શકીશ. ઠાકોર સાહેબે રજા આપી એટલે તેઓશ્રીએ ઘણા જ સંતોષપૂર્વક તે પ્રશ્નનો ખુલાસો કર્યો. તેથી ઠાકોરસાહેબ ઘણા ખુશી થયા અને તે દિવસે પોતાની મુલાકાત માટે હાથ-અક્ષરની રાખવામાં આવેલ ચોપડીની અંદર ઘણો જ સારો શેરો (લખાણ) કર્યો હતો. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ શ્રીમન્ની નિસ્પૃહતા કચ્છ દેશના તે વખતના દીવાનસાહેબ મણિભાઈ જશભાઈ જ્યારે જ્યારે ગુજરાતમાંથી કચ્છમાં જતા અને કચ્છમાંથી ગુજરાતમાં આવતા ત્યારે ત્યારે વવાણિયા મુકામે કચ્છના ઉતારામાં શ્રીમદ્ બોલાવતા અને પ્રસંગોપાત વાતચીત કરતા તેમજ ચર્ચા પણ કરતા અને શ્રીમદ્ભી બુદ્ધિથી ઘણા ખુશી થતા હતા. અને માંગણી કરતા હતા કે તમો કચ્છમાં આવો તો હું તમને વર્ષાસન કચ્છ દરબાર તરફથી બંધાવી આપીશ, પણ શ્રીમન્ની ઇચ્છા નહીં હોવાથી તે બંધ રહેલ. બાળવયમાં ઘર્મસંબંઘી માર્મિક વ્યાખ્યાન એક વખતે મણિભાઈ જશભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. કચ્છ દેશ તરફ પઘારવા માટે ઘણા આગ્રહપૂર્વક સાહેબજીને વિનંતી કરી. જેથી સાહેબજી કચ્છ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં સાહેબજીએ ઘણા લોકો મધ્યે ઘર્મસંબંધી વ્યાખ્યા કરી ભાષણ આપ્યું હતું. જેથી કચ્છના લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં આવા કાર્યો કરે છે તો આગળ પર મહાપ્રતાપી તેમજ યશવાન નીવડશે. બાળવયમાં રામાયણ અને મહાભારતની સમજાવટ રામાયણ અને મહાભારત વાંચવાનો તેઓશ્રીને બાળવયથી જ શોખ હતો. તે કારણને લીધે તેઓશ્રી વજાભગતની મઢીમાં જતા અને તે ભગત પાસેથી રામાયણ અને મહાભારતની ચોપડી લઈને વાંચતા અને ભગતને તેનો અર્થ સમજાવતા હતા. ઉંમર આશરે ૧૧-૧૨ વર્ષની હતી. તમારો દીકરો દૈવી પુરુષ એક વખતે મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયા હતા. સાહેબજી પણ ત્યાં હતા. તે સમયે તેમની ઉંમર નાની હતી. ત્યાંના કેટલાક લોકોએ ઘણા જ આગ્રહપૂર્વક વિનંતી કરી કે અમોને અવઘાન કરી બતાવો, જેથી સાહેબજીએ અષ્ટાવઘાન કરી બતાવ્યા હતા. આ ચમત્કૃતિ જોઈને મારા પિતાશ્રી તો તાજુબ બની ગયા હતા. રાત્રે જ્યારે શ્રી વવાણિયા બંદરે આવ્યા કે તુરત જ પરમકૃપાળુદેવના પિતાશ્રી પાસે ગયા. મકાન બંઘ હતું, જેથી સાંકળ ખખડાવી બારણું ઉઘડાવ્યું અને તેમને કહ્યું કે તમારો દિકરો તો કોઈ એક દેવપુરુષ જાગ્યો, મોરબીમાં ગજબ કરી નાખ્યો વગેરે અનેક વાતચીત કરી હતી. અવઘાનની જોયેલ અદ્ભુત ચમત્કૃતિ સાહેબજી જ્યારે લઘુવયના હતા ત્યારે એક વખતે મોરબીથી અવઘાન કરીને શ્રી વવાણિયા બંદરે પધાર્યા ત્યારે મેં સાહેબજીને કીધું કે તમો બીજે ઠેકાણે ચમત્કૃતિ બતાવો છો અને મને તો કાંઈપણ બતાવતા નથી, માટે આજે તો જોવા ઇચ્છા છે. ત્યારે સાહેબજી સહજ હસમુખે બોલ્યા કે તેમાં શું આશ્ચર્ય છે? તમે તમારા મનમાં ગમે તેટલા આંકડા ઘારો અને તેના તમામ આંકડાઓ ગમે તે પ્રકારે ત્રુટક ત્રુટક બોલી જાઓ. જેથી હું એક વખત સત્તાવીસમો અને એકવખત સત્તરમો, બીજી વખત પિસ્તાલીસમો તો ત્રીજી વખત આઠમો એવી રીતે દરેક આંકડાઓ બોલી ગયો. સાહેબજી તુરત જ તમામ આંકડાઓ અનુક્રમે ગોઠવણીથી બોલી ગયા જેથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું અને સાહેબજીમાં અદ્ભુત ચમત્કૃતિ છે એમ થયું, પણ સાહેબજી જ્ઞાનીપુરુષ છે તેવી ઓળખાણ મને ત્યારે થઈ નહોતી. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદ્દ્ની આગાહી શ્રી પાનાચંદભાઈની પત્ની ગુજરી જવાથી ફરી લગ્ન કરવાનો તેમનો વિચાર હતો. તેથી સાહેબજીને પૂછવા માટે અવારનવાર આવતા. એક્વાર તેઓના વગર પૂછ્ય સાહેબજીએ જણાવ્યું કે તમે જે હકીકત પૂછવા ઘારો છો, તે સંબંધી હવે અમો તેવા કામ કરતા નથી. પછી પાનાચંદભાઈ શ્રી રવજીભાઈના મિત્ર હોવાથી પિતાશ્રીના આગ્રહથી સાòબજીએ પાનાચંદભાઈને જણાવ્યું કે હાલ તમો બે મહિના સુધી લગ્ન કરશો નહીં અને તમારા છોકરા સંબંઘી જે પૂછવાનું ઘારો છો તે બઘી વાર્ત પુરો થશે. બે મહિના બાદ શ્રી પાનાચંદભાઈ ગુજરી ગયા હતા અને તેમનો છોકરો બધી વાતે પૂરો નીવડ્યો હતો. ૧૨ શ્રીમદે કરેલ માતુશ્રીની સેવા એક વખત પરમપુજ્ય માતુશ્રી દેવબાઈને ઘણો જ સખત મંદવાડ હતો, અને આખર સ્થિતિ જેવું હતું. બધાએ આશા મૂકી દીધી હતી. તે વખતે રાત્રિના અગિયાર વાગતાના સુમારે મને હાક પાડી બોલાવરાવ્યો. સાહેબજી પોતે ઓશીકે ખાટલા પર માતુશ્રીની પાસે બેઠા હતા. અને મને પાંગોઠીએ બેસવાનું કહ્યું હતું. સાહેબજી ગાથાઓ બોલતા જાય અને માતુશ્રીના ડીલ પર હાથ ફેરવતા જાય. લગભગ બે કલાક પછી માતુશ્રીને ભાન આવ્યું અને બોલ્યા કે કોણ ભાઈ? ત્યારે સાહેબજીએ કીધું કે હાજી, મા કેમ છે? ઠીક છે ને ? ત્યાર પછી લગભગ બે કલાક સુધી ફરી તેમ કર્યું અને સાહેબજીએ જણાવ્યું કે, મા સારું થઈ જશે. પછીથી સવારે સારી પેઠે આરામ થઈ ગયો હતો. પરમકૃપાળુદેવના પ્રતાપે કાર્ય સિદ્ધિ સાહેબજી એકવાર મોરબીમાં રેવાશંકરભાઈને ત્યાં ઊતર્યા હતા. ત્યાં રાત્રે દશ-અગિયાર વાગે મુંબઈથી તાર આવ્યો કે સાઠ હજાર રૂપિયા બેંકમાં આવતી કાલે ચાર વાગતા દરમીયાન ભરવા જોઈએ, પણ ઠુકાનની સિલકમાં તેટલા રૂપિયા ન હોવાથી ભાઈ શ્રી રેવાશંકરભાઈ મુંઝાયા. તે સમયે સાહેબજીએ તુરત જ ભાઈશ્રી રેવાશંકરભાઈને જણાવ્યું કે લો, આ તારનું ફોર્મ અને અમુક ઠેકાણે તાર કરો. ત્યારે ભાઈશ્રી દેવારાંકરભાઈ છે કે આમ તે કંઈ ઘણી આપતા હશે? પણ બીજે જ દિવસે જવાબ આવ્યો કે રૂપિયા ભરાઈ ગયા છે. પરમકૃપાળુદેવની કૃપાએ વ્યાધિનો વિનાશ ... એક વખત મને મહિનાથી લાગુ પડેલ તાવ ૧૦૨-૧૦૩ ડીગ્રી રહેતો હતો. તેવામાં સાહેબજી મુંબઈથી પધાર્યા અને તુરત જ મને જોવા માટે આવ્યા. સાહેબજી ખાટલા પર બેઠા અને મારા શરીર પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે કેમ છે? મેં કીધું કે તાવ વિશેષ રહ્યા કરે છે. સાહેબજીએ જણાવ્યું કે, કેમ, કંઈ ખાવું છે? ત્યારે મેં કહ્યું કે જો આપ દાડમ લાવ્યા હો તો તે ખાવા ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ દાડમ મંગાવ્યું અને ભાંગીને દાણા કાઢી મને આપ્યા તે મેં ખાધા. સાહેબજી મારા શરીર પર ફરી હાથ ફેરવતા જાય અને મને પૂછ્યું કે કેમ છે? મેં કીધું કે સારું છે, તે વખતે સાહેબજીએ જણાવ્યું કે ફરવા ચાલો. મેં કહ્યું હજી બરાબર શિક્ત નથી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ચાલો, આવી શકાશે. પછી હું સાહેબજી સાથે ફરવા માટે ગયો હતો. ત્યાં મને કાંઈપણ વ્યાધિ કે દુઃખ થયું નહોતું, પણ ઘણો જ આનંદ થયો હતો. Page #27 -------------------------------------------------------------------------- ________________ PAGE 27 પરમકૃપાળુદેવની કૃપાએ પોપટભાઈ મનજીના વ્યાધિનો વિનાશ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ સાહેબજીએ મને જણાવ્યું કે મોરબી ચાલો. મેં કીધું; હજુ બરાબર શક્તિ આવી નથી. ત્યારે સાહેબજીએ મને જણાવ્યું કે કાંઈ હરક્ત નહીં આવે, ચાલો. પછી હું સાહેબજીની સાથે મોરબી ગયો હતો. અને સારી પેઠે મને આરામ થયો હતો. શ્રીમદ્ભા ખુલાસાથી શાંતિ એક પ્રસંગે એમના વહીવટદાર શ્રી લક્ષ્મીચંદ લવજી સાથે મારે બોલાચાલી થતાં તેણે મારી પાસે લેણી થતી બંદરની જકાતની રકમ રૂા.૭૦૦/-ના આશરે ચોવીસ કલાકમાં ભરી દેવા હુકમ કર્યો. અથવા ન ભરું તો કાયદા પ્રમાણે મારી સામે પગલાં ભરવા જણાવ્યું. મારી પાસે તે વખતે તેટલી રકમ હાજર નહોતી. તેમજ પરગામથી મંગાવીને ભરી દેવા જેટલો વખત નહોતો. તેથી ભયભીત થઈ હું શ્રીમદ્ પાસે ખુલાસો કરવાની અભિલાષાએ ગયો. શ્રીમદે મારા બોલવા અગાઉ જ મને જણાવી દીધું કે આજે તમોને અવેજની (રકમની) ઘણી જરૂર જણાય છે. તેથી મને તેઓશ્રીની જ્ઞાનશક્તિનો અચંબો થયો. અને ત્યારબાદ જે બનેલ હકીકત હતી તે તેઓશ્રી પાસે વિદિત કરી. તેઓશ્રીએ જણાવ્યું કે રાજકોટ તિજોરી ઉપરની હુંડી અથવા ચેક આપવાથી તે કાર્ય પતવું જ જોઈએ, છતાં તે વહીવટદાર ન માને તો પછી ડરવા જેવું નથી. મેં વહીવટદારને હૂંડી લેવા કહ્યું તેણે હા પાડી, જેથી શ્રીમદ્ પાસેથી રાજકોટવાળા શેઠ કરસનજી મૂલચંદની હૂંડી લખાવી મેં વહીવટદારને આપી. જે તેણે કબૂલ રાખી. સત્ય હશે તે જ કહેવાશે એક વખતે મુંબઈ તથા મોરબીવાળા ઢંઢકપંથના શેઠીયા લોકોએ સાહેબજી સાથે ખાનગીમાં વાતચીત કરી જણાવ્યું હતું કે તમો અમારો માર્ગ દીપાવો; તમે કહો તે પ્રમાણે અમો તમને સારી રીતે માનપાન આપીએ વગેરે ઘણા પ્રકારથી લાલચ બતાવી વાત કરી ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જે સત્ય હશે તે જ કહેવાશે; અમોને કંઈ મતભેદ કે કોઈપર રાગદ્વેષ નથી. તમે જે લાલસાઓ બતાવી તેને અમે તુચ્છ ગણીએ છીએ. આ પુરુષ ઘર્મને દીપાવી શકે મોરબીમાં જેઠમલજી નામના ઢુંઢીયાપંથના એક સાધુ હતા. તેઓ વિદ્વાન ગણાતા હતા. તેમણે એકવાર સાહેબજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે પ્રશ્નોના સાહેબજીએ એવા ખુલાસા કર્યા કે જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે આ પુરુષ આપણી સાથે રહે તો ઘણો જ આનંદ થાય, અને ઘર્મને દીપાવી શકે. તેથી થોડા દિવસ પછી ફરીથી સાહેબજી પાસે આવ્યા અને જણાવ્યું કે તમો આ ઢંઢકપંથને દીપાવો. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે સત્ય વસ્તુ હશે એ જ અમારાથી કહેવાશે. અજ્ઞાનના કારણે જીવ ભયભીત એક વખતે સાહેબજી તથા મૂલજીભાઈ ભાટીયા ફરવા માટે ગયા હતા. સ્મશાન ભૂમિકાથી કેટલેક દૂર ઊભા રહ્યા હતા. ત્યાં સ્મશાન તરફ એક માણસ હાથમાં સળગતી મશાલ લઈને જતો હતો, તે જોવામાં આવ્યું. થોડીવાર પછી બે દેખાયા, ચાર દેખાયા, છ દેખાયા, દશ દેખાયા, વીશ દેખાયા અનુક્રમે એમ જતાં જોવામાં આવ્યા. એ જોઈ ભાઈ મૂલજીભાઈ ભય પામ્યા. ત્યારે સાહેબજીએ મૂલજીભાઈને જણાવ્યું કે ચાલો, આપણે તેની તપાસ કરીએ. અમારા જાણવામાં છે પણ તમારું ચિત્ત ભયાકુલ છે, જેથી Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪ પ્રત્યક્ષ જોવામાં આવે તો સમાઘાન સહેજે થાય અને ભય ટળે. સાહેબજીએ કીધું કે ચાલો, કંઈપણ તમોને બાઘ આવે તો તેનો વીમો અમે ઉતારીએ છીએ. આ પ્રમાણે સાહેબજીએ ઘીરજ આપી છતાં ભયાકુલ ચિત્તે સાહેબજી સાથે ગયા. તે લોકોથી થોડે દૂર ઊભા રહ્યા. ત્યાં થઈને એક માણસ જતો હતો તેને પૂછ્યું કે આ શું છે? ત્યારે તે માણસે કહ્યું કે એક મુસલમાન ગુજરી ગયો છે. તેને કબ્રસ્તાનમાં લાવેલા છે. તેની સાથે અંધારું હોવાથી આ બધા મશાલચીઓ છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કેમ, જોયુંને? નહિ તો આમને આમ ભય પામત. શ્રીમનું અદ્ભુત જ્યોતિષજ્ઞાન . . એક વખતે મારા કાકાને ત્યાં દીકરાનો જન્મ થયો. ઘડિયાળ ન હોવાથી કયા ટાઈમે જન્મ થયો તે ખબર નહોતી. છતાં મેં સાહેબજીને જન્મકુંડળી કરી આપવા જણાવ્યું. ત્યારે સાહેબજીએ આકાશના તારાઓ તરફ દ્રષ્ટિ કરી મને જણાવ્યું કે તમો જોઈ આવો કે તે ગર્ભિત બાઈ પાસે અમુક અમુક આટલી બાઈઓ બેઠેલી છે? તે ગર્ભિતબાઈનો ખાટલો અમૂક દિશા તરફ છે? તે સ્થાનકે દીવો અમુક જગા પર છે? જન્મ થયેલ દિકરાનું મસ્તક અમૂક દિશા તરફ છે? આટલી તપાસ કરીને આવો. તેથી હું તપાસ કરવા માટે ગયો અને ઉપર જણાવેલ સઘળી બાબતો પૂછી તો બધું એ જ પ્રમાણે હતું. સાહેબજીને મેં આવીને કહ્યું કે બધું એમ જ છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ઠીક તમો સવારે આવજો. સવારે હું સાહેબજીની પાસે ગયો ત્યારે મને કુંડળી કરી આપી હતી. શ્રીમદ્ભા ઉત્તરથી ઊતરી ગયેલ જોગીનો મદ એક દિવસ રામદાસજી નામના જોગી ગામના અખાડામાં ઊતર્યા હતા. તેઓએ વાત સાંભળી હશે કે આ ગામમાં “રાયચંદભાઈ'નામના મહાત્મા છે અને ઘણા જ ચમત્કારિક છે. તેથી મારી દુકાન પર આવ્યા અને પૂછ્યું કે અત્રે “રાયચંદભાઈ” નામના પુરુષ છે કે? મારે મળવાની ઇચ્છા છે. મેં કીધું કે ચાલો. તે જોગીને હું સાહેબજી પાસે લઈ ગયો. સાહેબજી પોતે ગાદી પર બિરાજ્યા હતા. તે પરથી તુરત ઊભા થઈ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરી તે જોગીને ગાદી પર બેસાડ્યા અને પોતે એક પડખા પર બેઠા. તે જોગીએ સાહેબજીને કહ્યું કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા ઇચ્છા છે. આપÉ સબ લોક મહાત્મા તરીકે માને છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “કાંઈ નહીં, ફરમાવો. યોગ્યતા પ્રમાણે ખુલાસો કરીશ.” પછી તે જોગીએ સાહેબજીને અમુક દર્શનવાલે જીવને કર્મનો કર્તા કહતે હૈ ઔર વેદ દર્શનવાલે આ પ્રમાણે કહતે હૈ. વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. સાહેબજીએ સર્વ હકીકત સાંભળી જણાવ્યું કે “હવે બીજું કાંઈપણ પૂછવાનું બાકી રહ્યું છે? હોય તો જણાવો. ત્યારે તે જોગીએ જણાવ્યું કે બીજાં નથી. પછી સાહેબજીએ તેમના પ્રથમ પ્રશ્નનો એવો ખુલાસો કર્યો હતો કે જેથી તેમનો તમામ મદ ગળી ગયો. એ પ્રમાણે અનુક્રમે સર્વે પ્રશ્નોનો ખુલાસો કર્યો. જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને જોગીજી તુરત જ ગાદી પરથી ઊભા થઈ સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજીને જણાવ્યું કે હું તો આપકા દાસ છું. આપકે સન્મુખ બેસવા લાયક છું. મારી ઘણી જ ભૂલ થઈ છે, મારાથી આપશ્રીકી અશાતના થઈ છે જેથી હું ક્ષમા માગું છું. એમ કહી એકદમ સાહેબજીના સન્મુખે ઊભા રહી વારંવાર સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે સાહેબજીએ તેમ કરતાં અટકવા જણાવ્યું. પરંતુ જોગીજી ઘણા જ ઉત્સાહમાં અટક્યા નહીં. લગભગ ત્રણ કલાક બેઠા હતા. બાદ ફરીથી આવ્યા હતા ત્યારે એક કલાક સુધી બેઠા હતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫. શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ શ્રીમો ઉત્તર શેઠના જન્માક્ષર સાથે મળતો આવ્યો કચ્છ માંડવીના રહીશ શેઠ પુરુષોત્તમ ઉમરશી અને કલીકોટ બંદરના મોટા વેપારી એક વખત કચ્છ જતા વવાણિયા આવેલ અને શ્રીમનું નામ અને ખ્યાતિ સાંભળી એક પ્રશ્ન નીચે મુજબ પૂક્યો હતો મારો કઈ સાલ, કયો મહિનો, કયા દિવસ અને કેટલા કલાકે, કેટલી પળે જન્મ થયેલ? તે જણાવો.” જેનો ઉત્તર શ્રીમદે આકાશમંડળ તરફ ધ્યાન આપી કાગળ પર લખી આપ્યો કે જે તે શેઠના જન્મ વખતે લીધેલા જન્માક્ષરની સાથે બરાબર મળતો આવ્યો હતો. આરજાજીને શ્રીમદ્ પાસે સૂયગડાંગ સૂત્ર સાંભળવાની ઇચ્છા એક વખત ત્રણ આરજાજી મોંઘીબાઈ, જડાવબાઈ વિગેરે વવાણિયા આવ્યા હતા અને ઉપાશ્રયમાં ઊતર્યા હતા. આરજાજી પાસે હું એક વખત ગયો હતો ત્યારે તેમણે મને કીધું કે અમોએ એવી વાત સાંભળી છે કે “રાયચંદભાઈ” મહાજ્ઞાની પુરુષ છે. તેઓની પાસે અમારે સાંભળવાની ઇચ્છા છે. માટે જ્યાં સુધી અત્રે છીએ ત્યાં સુધી હમેશાં અત્રે આવે તો ઘણું સારું. તે વાત મેં સાહેબજીને વિદિત કરી. સાહેબજીએ જણાવ્યું કે સૂત્ર સાંભળવું છે? ત્યારે હું આરજાજીને પૂછવા ગયો. આરજાજીએ જણાવ્યું કે સૂયગડાંગ સૂત્ર સાંભળવા ઇચ્છા છે. તે વાત મેં સાહેબજીને વિદિત કરી. ત્યારે સાહેબજીએ કબાટમાંથી તે પુસ્તક કાઢીને મને આપ્યું અને જણાવ્યું કે લ્યો, આપી આવો.ત્યારે મેં સાહેબજીને કીધું કે આપ પધારો તો ઠીક. આપની પાસે સાંભળવા ઇચ્છા છે. સાહેબજીએ જણાવ્યું કે આવતીકાલે બપોરે બે વાગે જઈશું, તમો પણ આવજો. હું બીજે દિવસે બપોરે એક વાગે સાહેબજી પાસે ગયો. સાહેબજીએ જણાવ્યું કે કેમ, ગઈ કાલે જણાવ્યું હતું તે લક્ષમાં છે કે બે વાગે જવાનું છે. મેં કીધું હાજી. સાહેબજી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે બે વાગ્યા. તેઓશ્રી આગળ ચાલતા હતા અને હું તેમની પાછળ ચાલતો હતો. ઉપાશ્રય નજીકમાં હતો. સાહેબજી ઉપાશ્રયમાં પધાર્યા. હું પણ સાથે જ હતો. આરજાજી પાટ પર બેઠા હતા. અને સાહેબજી નીચે બિરાજ્યા. સાહેબજીએ સૂયગડાંગ સૂત્રમાંથી બે ગાથાઓ વાંચીને તે ગાથાઓનું સવિસ્તર વર્ણન એવું તો સ્પષ્ટ રીતે કર્યું કે જે સાંભળી આરજાજી તો ચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા. અને સાહેબજી પ્રત્યે બોલવા લાગ્યા કે અહો! અમોએ તો આ પ્રમાણે કોઈ સ્થાને સાંભળ્યું નથી. તેમજ કોઈપણ સાધુ મહારાજ કે સાધ્વીજીએ સમજાવ્યું નથી. આપે અમારા ઉપર મહંત ઉપકાર કર્યો છે. એમ કહી બધા આરજાજીઓ પાટ પરથી ઊભા થઈ ગયા. ત્યારે સાહેબજી બોલ્યા કે આમ કાં કરો છો? ત્યારે આરજાજી બોલ્યા કે અમો પાટ ઉપર બેસવા લાયક નથી, અમારી ઘણી જ ભૂલ થઈ છે, તેથી આપની આશાતના થઈ છે. એક માસ આપેલ લાભ ત્યારપછી આરજાઓએ મને કીધું કે હાલમાં લગભગ એક માસ સુધી અમારી સ્થિરતા થવાની છે. ત્યાં સુધી હમેશાં એકાદ કલાક પઘારે તો ઘણો જ લાભ મળી શકશે. આ હકીકતને મેં સાહેબજીને વિદિત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ભલે, તેમ કરીશું. તમો હમેશાં હાજર રહેજો. આ પ્રમાણે સાહેબજી હમેશાં ઉપાશ્રયે પધારતા અને સાથે હું પણ જતો હતો. સાહેબજી જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા કે તુરત જ આરજાઓ પાટ પરથી ઊભા થઈ જતા અને નીચે બેસતા હતા. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૬ (આવી રીતે મોક્ષમાળાના પાઠો પણ આરજાજીઓને સમજાવ્યા હતા.) ગ્રંથોના પાના ફેરવી જણાવેલ સહજાનંદસ્વામીનો અભિપ્રાય એક વખત સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ સાહેબજી પાસે આવ્યા. તે સાધુઓ પાસે તેમના ઘર્મસંબંઘી ગ્રંથો હતા. તે ગ્રંથો તેઓએ સાહેબજી પાસે મૂક્યા. તે ગ્રંથો હાથમાં લઈ ફક્ત પાનાઓ ફેરવી સાહેબજીએ જણાવ્યું કે સહજાનંદસ્વામીએ જે નિરૂપણ કર્યું છે તે આ પ્રમાણે છે. તેમણે મત ચલાવ્યો તેનો હેતુ આ પ્રમાણેનો હતો, પરંતુ તમે તો આ પ્રમાણે વર્તો છો. તેનો કાંઈપણ જવાબ તેઓ આપી શક્યા નહીં અને થોડો વખત બેસી ચાલ્યા ગયા. અમારે ભગવાન મહાવીરથી વિરુદ્ધ કંઈ કહેવું નથી –ચિત્ર નંબર ૧ કેટલાક લોકો અજાણપણામાં તેમજ સાહેબજીના સમાગમમાં નહીં આવેલ હોવાથી એમ ઘારતા હતા કે એ તો કંઈ બઘાથી જુદી જ વાત કરે છે. એકવાર તે લોકો સાહેબજી પાસે આવ્યા હતા. ત્યારે સાહેબજીએ તેઓના વગર કીઘે જણાવ્યું કે તમારું અમારા માટે જે ઘારવું છે, તે ભૂલ ભરેલું છે. શ્રી મહાવીરે જે માર્ગ દર્શાવેલ છે એજ પ્રમાણે ચાલવાનું છે. તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાનો નથી. અમારે કાંઈ શ્રી મહાવીરે દર્શાવેલ માર્ગથી વિરુદ્ધ દર્શાવી અનંતો સંસાર વઘારવો નથી, વિરુદ્ધતાથી કહેવાનું કાંઈ પ્રયોજન નથી. શ્રીમદ્ સોળે ભાષા બોલી, વાંચી અને લખી શકતા હતા –ચિત્ર નંબર ૨ સાહેબજી પોતે સવારમાં હંમેશ નાહીને લગભગ બે ત્રણ કલાક સુધી સૂત્રજીના પાના વાંચતા હતા. તે એવી રીતે વાંચતા હતા કે એક પાનું લીધું કે બીજાં ફેરવ્યું, એમ અનુક્રમે પાના ફેરવી જતા. સાહેબજીએ ફક્ત ગુજરાતીનો જ અભ્યાસ કર્યો હતો, પરંતુ તમામ ભાષામાં-સોળે ભાષામાં બોલી શકતા, વાંચી શકતા અને લખી શકતા હતા. તે તે ભાષાઓનો જેઓએ અભ્યાસ કરેલો હોય તેઓની થતી ભૂલો પણ સુધારી આપતા કે આ ઠેકાણે તમારી આટલી ભૂલ થાય છે. તે જાણી મને ઘણું આશ્ચર્ય લાગતું હતું. સપુરુષ પાસે ઋદ્ધિ સિદ્ધિ માટે આવવાથી સંસાર વૃદ્ધિ –ચિત્ર નંબર ૩ કેટલાક લોકો સાહેબજી પાસેથી ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે, તેવા હેતુથી આવતા હતા. તેઓ તરફ સાહેબજી બિલકુલ લક્ષ આપતા નહોતા. એક વખતે સાહેબજીએ જણાવ્યું કે તમો અમારી પાસે જે ઇચ્છાએ આવો છો તેવી ઇચ્છાએ અમારી પાસેથી તમોને પરમાર્થલાભ નહીં થાય, તેવી ઇચ્છાઓ ભવવૃદ્ધિના હેતુ છે, માટે તેવી ઇચ્છાએ આવશો નહીં. મુસલમાનોને જણાવેલ મહંમદ પેગંબરનો આશય –ચિત્ર નંબર ૪ એક વખત મુસલમાન ખોજા મેમન વગેરે સાહેબજી પાસે આવ્યા હતા. તેઓની સાથે સાહેબજી મજીદમાં પધાર્યા હતા. હું પણ સાથે હતો. ત્યાં સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમારા મહંમદ પેગંબરે આ પ્રમાણે કહ્યું હતું, અને તમો આ પ્રમાણે વર્તો છો તે ભૂલ છે. તેઓનો હેતુ આ પ્રમાણેનો હતો, નમાજનો અર્થ આ પ્રમાણે છે વગેરે કેટલીક વાતચીત કરી હતી. પછી તે લોકો માંહેથી એક જણ બોલ્યો કે – આપકા કહના સબ સચ્ચા હી હૈ, પરંતુ અનસમજ કે કારણ બરાબર સમજમેં નહીં આયા ઈસલિયે ફેરફાર વર્તતે હૈ વગેરે બોલ્યા હતા. ત્યારબાદ સાહેબજી મુકામે પધાર્યા હતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીમદ્ સોળે ભાષા બોલી, વાંચી અને લખી શકતા હતા (૧) અમારે ભગવાન મહાવીરથી વિરુદ્ધ કંઈ કહેવું નથી (૩) સન્દુરુષ પાસે ઋદ્ધિ સિદ્ધિ માટે આવવાથી સંસાર વૃદ્ધિ (૪) મુસલમાનોને જણાવેલ મહમદ પયગંબરનો આશય PAGE 33 Page #33 -------------------------------------------------------------------------- ________________ 3 Rel શ્રીમદ્ કહેતા–માર્ગની ખોટી પ્રરૂપણા કરશો તો અનંત સંસારની વૃદ્ધિ થશે PAGE 34 Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ આત્મલાભ મેળવવો જોઈએ તે લીઘો નહીં સાહેબજી જ્યારે વવાણિયા બંદરેથી બીજે સ્થાને પધારવાના હતા ત્યારે છેલ્લી વખતે મને જણાવ્યું કે ભાઈ પોપટ, તું અમારી પાસેથી જોઈએ તેવો પરમાર્થલાભ મેળવી શક્યો નહીં. ત્યારે મેં કીધું કે – મેં આપની સેવા બજાવી છે એટલે હું માનું છું કે મને લાભ મળી શક્યો છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જે લાભ મેળવવો જોઈતો હતો તે લાભ બિલકુલ મેળવી શક્યો નથી. બીજાઓ સમાગમમાં આવી છે તે પ્રમાણમાં લાભ મેળવી શક્યા છે, પણ તેં લીધો નહીં. ત્યારબાદ સાહેબજીએ જણાવ્યું કે અમો આવતીકાલે આ ક્ષેત્ર છોડી બીજા ક્ષેત્રે જવાના છીએ માટે ટૂંકપેટી તૈયાર કરી રાખજે. તે પ્રમાણે મેં ટૂંકપેટીમાં સાહેબજીનાં કપડાં મૂક્યાં અને બે પુસ્તકો મૂક્યાં. પછી સાહેબજીને જણાવ્યું કે ટૂંકપેટી તૈયાર છે. ટ્રેન રાત્રિના બે વાગતાના સુમારે વવાણિયાથી ઊપડતી હતી. સાહેબજી અગિયાર વાગે તૈયાર થઈ બહાર પધાર્યા અને મારા મોટાભાઈ પાસે ગયા અને તેમને ઉઠાડ્યા. મારા મોટાભાઈએ સાહેબજીને કીધું કે પોપટને ઉઠાડું? સાહેબજીએ ના પાડી અને જણાવ્યું કે રાત્રે અમોને મળ્યો છે. પછી સાહેબજી અમારી દુકાન પાસે કંદોઈના દુકાનની પાટ ઉપર બિરાજ્યા. ત્યાં ટપાલ વાંચી, બાદ ગાડી આવી. મારા ભાઈ વળાવીને આવ્યા. ઉપર જણાવેલી હકીકત મારા ભાઈ રાયચંદભાઈએ જણાવી હતી. શ્રીમનું કારણ વગર મોન, બોલે તો પણ ટૂંકામાં સાહેબજીનું આતાપબળ ઘણું હતું. તેમની પાસે કોઈ દશ વાત પૂછવા ઘારીને આવ્યા હોય અથવા હું દશ વાતો પૂછવા ઘારીને ગયો હોઉં તો માંડ માંડ બે વાતો પૂછી શકતો. પરંતુ સાહેબજી ગમે તેટલા પ્રશ્નો હોય તે સઘળાનું સમાઘાન એકી સાથે જ કરી લેતા. સાહેબજી પોતે કારણ સિવાય બોલતા નહોતા અને બોલતા ત્યારે પણ ટૂંકમાં બોલતા હતા. પુત્રના લક્ષણ પારણામાં રાઘવજીભાઈ નામના એક ગૃહસ્થ હતા. તેઓ સાહેબજીની જ્યારે બાળવય હતી ત્યારે તેમને સારું ખવરાવીને આનંદ પામતા. એક વખતે તે રાઘવજીભાઈએ રવજીભાઈને કીધું કે રવજીભાઈ, તમારો દીકરો તો તમારું દલદર કાઢી નાખશે, ઘણો જ હોશિયાર નિવડશે. અત્યારથી જ તેના લક્ષણો જણાય છે. ચિત્ર નંબર ૧ માર્ગની ખોટી પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ સાહેબજીને ત્યાં કોઈ સાધુઓ વહોરવા જાય ત્યારે સાહેબજી પોતે પાસે ઊભા રહીને વહોરાવતા. તેમને જણાવતા કે ખોટી રીતે પ્રરૂપણા કરશો તો અનંત સંસારની વૃદ્ધિ થશે, માટે સત્ય પ્રરૂપણા કરજો. શ્રીમદ્ભા ધ્યાન કે વિચાર સમયે બીજા પણ મોના સાહેબજી જ્યારે ધ્યાનમાં કે વિચારમાં હોય ત્યારે કોઈથી કાંઈપણ બોલી શકાય નહીં. જ્યારે નીચી દ્રષ્ટિથી ઊંચી નજર કરતા ત્યારે જે કાંઈ કહેવું હોય તે કહી દેતો. મને સાહેબજી ‘વવાણિયા સમાચાર' કહેતા હતા. જેવી જોઈએ તેવી સારી સ્થિતિ થશે. સાહેબજી જ્યારે નાની ઉંમરના હતા ત્યારે પણ એકલા જ બેસી વાંચતા. તે વખતે માતુશ્રીએ તથા Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮ /ETી પિતાશ્રીએ કીધું કે ભાઈ, આપણી સ્થિતિ જોઈએ તેવી નથી માટે કાંઈક ઉદ્યમ કરો તો ઠીક પડે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જેવી જોઈએ તેવી સારી સ્થિતિ થશે, તે વિષે કાંઈ પણ ઉચાટ રાખશો નહીં, સારી રીતે નિભાવ થઈ શકે તેમ થશે. અસભ્ય વર્તનનો પશ્ચાત્તાપ એક સમયે એક સંન્યાસી વવાણિયા બંદરમાં આવેલ અને રામબાઈની જગ્યામાં ઊતરેલ. તેણે શ્રીમદ્ભી ખ્યાતિ સાંભળી પ્રશ્નો પૂછવાનો ઈરાદો રાખેલ અને અનાયાસે મારી (પોપટલાલ) પાસે આવી ચઢ્યો અને તેથી હું તે સંન્યાસીને શ્રીમદ્ પાસે લઈ ગયો. શ્રીમદે યથાયોગ્ય સત્કાર આપ્યો અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે સંન્યાસીએ તેમને લગભગ ૧૩ પ્રશ્નો પૂછયા. પ્રથમ તેનું વર્તન શ્રીમદ્ પ્રત્યે ઉન્માદવાળું અને અસભ્ય હતું. પણ શ્રીમદે ૪-૫ પ્રશ્નનો ખુલાસો કરતાંની સાથે જ તે સંન્યાસી ઊભા થઈ ત્રણ વખત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બોલ્યા કે મારો જે ખોટો મદ હતો તે આજે ઊતરી ગયો. પછી થયેલ દોષોની શ્રીમદ્ પ્રત્યે માફી માંગી. તે સંન્યાસી ત્રણ-ચાર દિવસ વવાણિયામાં રહેલ. હમેશાં શ્રીમદુના દર્શનાર્થે આવતા અને ચર્ચા કરી પોતાના દોષ સુઘારતા હતા. જિજ્ઞાસુઓનું રોજ આગમન તેઓશ્રી વવાણિયામાં હોય ત્યાં સુધી તેમની પાસે રોજ લગભગ ૧૫-૨૦ માણસો જિજ્ઞાસુ તરીકે આવ જાવ કરતા. કલાક દોઢ કલાક એકાંતમાં વાસ તેઓશ્રીની સાથે હું ફરવા જતો ત્યારે મને અને બીજા સોબતીઓને નિર્ભય રહેવા જણાવતા તથા મને અને બીજા સોબતીઓને ગામથી થોડે દૂર બેસાડી પોતે જંગલમાં દૂર જતા અને ત્યાં કલાક-દોઢ કલાક શાંતિમાં ગાળી પાછા ફરતા. તેઓશ્રી જ્યારે દૂર ચાલ્યા જતા ત્યારે એક પ્રશ્ન અમારી પાસે ખુલાસો કરવા મૂકી જતા. પ્રશ્ન એવો હોય કે અમો તેનો અર્થ ભાગ્યે જ કરી શકીએ. દૂરથી આવ્યા બાદ તેઓશ્રી પ્રશ્નનો ખુલાસો કરતા અને અમારી સાથે કલાક-અર્ધો કલાક ગાળી, બઘા મોડી રાત્રીએ ઘેર પાછા ફરતા હતા. બીજા કોઈને પોતાના દોષ કહેવાય એવો પુરુષ નથી. પરમકૃપાળુદેવે છેલ્લે રાજકોટ જતી વખતે મને કહેલું કે – “પોપટ, કંઈ ન મળે તો કાળી જારના રોટલા ખાજો પણ અનીતિ કરશો નહીં.” વળી એક વખત કહેલ કે કોઈ દોષ મોટો થઈ જાય અને ખેદ થયા કરતો હોય તો એકાંતમાં જઈ મારી અજ્ઞાનતાથી આ દોષ થયો છે તેની હે પ્રભુ! આપની સાક્ષીએ માફી માંગુ છું. આપ દયા કરીને મને ક્ષમા આપો. બાકી બીજા કોઈને દોષ કહેવાય એવો પુરુષ નથી. - શ્રી વવાણિયા બંદર, તા. ૩-૬-૧૯૧૫ને ઉતારો કરેલ છે. ઉપર જણાવ્યા પ્રમાણે મારી સ્મૃતિમાં રહેલ તે લખેલ છે. ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગુ છું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પૂજ્ય જવલબાનાં સંસ્મરણો વવાણિયા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કુળપરંપરા અને જીવન વિષે જાણવાની સૌની ઇચ્છાથી પૂ.શ્રી જવલબાએ તેમના પૂ.દાદીમા અને વડીલો પાસેથી સાંભળેલી અને પ્રત્યક્ષ જોયેલી હકીકતો નીચે પ્રમાણે જણાવી છે : મહાપુરુષના જન્મથી વવાણિયા તીર્થધામ બન્યું સૌરાષ્ટ્રમાં આવેલું વવાણિયા બંદર, પૂર્વે તેની જાહોજલાલી અને વેપાર-રોજગાર માટે સુવિખ્યાત હતું. વસ્તી અને વસ્તુ બન્ને દ્રષ્ટિએ જે આજે છે તેના કરતાં અનેકગણું સમૃદ્ધ હતું. સમયના વહેણ સાથે આજે આ સ્થળ પૂર્વે હતું તેવું રહ્યું નથી. પણ એ મહાપુરુષનો જન્મ આ નાનકડા ગોકુળિયા જેવા ગામમાં હોઈને આજે એ પવિત્ર તીર્થધામ બન્યું છે. દેવમાની સેવાથી સાસુ સસરા પ્રસન્ન આ મહાપુરુષનો જન્મ શા. દામજી પીતાંબરના કુટુંબમાં થયો હતો. એમના પિતામહનું નામ પંચાણભાઈ હતું. તેઓ મોરબી પાસે આવેલા માણેકવાડા ગામના મૂળ રહીશ હતા. તેઓ પાંચ ભાઈઓ હતા. તેમની સંપત્તિ એટલી વિપુલ હતી કે તેના ભાગ ગણતરીએ નહીં પાડતાં તાંસળીએ (મોટા વાડકા) પાડ્યા હતા. પંચાણભાઈને દીકરો નહીં હોવાથી તેમને ઓછો ભાગ આપ્યો તેથી માઠું લાગતાં પોતાનું વતન છોડી તેઓ વવાણિયા આવીને રહ્યા. (સંવત્ ૧૮૯૨માં વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું અને એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો.) અને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. રવીચી માતાની તેમણે માનતા રાખી. ત્યારબાદ પુત્રનો જન્મ થયો. તેથી તેમનું નામ રવજીભાઈ પાડ્યું. ઉંમરલાયક થતાં માળિયામાં રાઘવજી શાહની દીકરી શ્રી દેવબાઈ સાથે શ્રી રવજીભાઈનાં લગ્ન થયાં. દેવબાઈ સ્વભાવે સરળ દેવી સમાન હતા. તેમના પૂ.સાસુજી ભાણબાઈને તથા સસરાજી પૂ.પંચાણભાઈને આંખની તકલીફ હોવાથી પૂ.દેવમાં તેમની સુશ્રુષા અને ઘરનું કામકાજ ખૂબ ઊલટથી કરતાં. વહુની આવી એકનિષ્ઠ સેવાચાકરીથી તેઓ બહુ પ્રસન્ન રહેતાં પૂ.દેવમાને ત્યારે બાળક નહોતું. એકવાર સાસુએ આશિષ આપી કે : “વહુ બેટા! ફૂલની જેમ ફૂલજો.” પૂ.રામબાઈમા પવિત્ર બાળબ્રહ્મચારિણી અત્રેની રામમંદિરની જગ્યામાં ત્યારે પૂ.રામબાઈમા આવી રહ્યાં હતાં. પૂ. રામબાઈમા પવિત્ર બાળબ્રહ્મચારી હતાં. ઘણા દયાળુ હોઈ તેમણે અનાથ અને સાધુસંતોની સેવાનું વ્રત આદર્યું હતું. તેમની જગ્યા સૌ અભ્યાગતોને માટે સદા ખુલ્લી હતી. તેમનું ચરિત્ર વિસ્તારથી ‘રામબાઈ મા’ નામના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલું છે. રામબાઈમાની પાસે દેવમાનું પ્રસંગોપાત્ત જવાનું થતું. વવાણિયા આવી પૂ. રામબાઈમા સેવા ભક્તિમાં તત્પર થયા પૂ.રામબાઈમાના લગ્ન નાની ઉંમરમાં થયા હતા. સાસરિયાં તેમને આણું તેડવા આવેલા ત્યારે દુષ્કાળને કારણે ભૂખ્યાં બાળકોનાં ટોળેટોળાં તેમને ગામ વાંટાવદર આવ્યા હતાં. લોકો નિર્દયપણે તેમને મારી મારીને હાંકી કાઢતા હતા. આ જોઈ પૂ.રામબાઈમાને અત્યંત દયાભાવ સ્ફર્યો. સૌ બાળકોને પોતાને Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦ શરણે લીધા ને સાસરે ન ગયા. અનાથ બાળકોને લઈ પિયર છોડી ચાલી નીકયા અને વવાણિયા આવી, આજે જ્યાં રામમંદિર છે ત્યાં આવીને રહ્યા અને પોતાનું સમગ્ર જીવન અનાથ, દીનદુઃખીયાં અભ્યાગતોની સેવામાં તેમજ પ્રભુભક્તિમાં ગાળ્યું. સૌને તેમનાથી શાંતિ મળતી. પૂ.દેવમાનો પણ તેઓ એક ઉત્તમ વિસામો હતા. તેમણે પૂ.દેવમાને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે એમ કહ્યું હતું અને એ ભવિષ્યવાણી ખરી પડી. પરમકૃપાળુદેવના પિતાશ્રી સ્થાનકવાસી જૈન મારા પિતામ૰ (રવજી અદા) સ્થાનકવાસી જૈન હતા. તેમનામાં ગરીબો પ્રત્યે બહુ દયાભાવ હતો. ગરીબોને અનાજ, કપડાં વગેરે આપતા. સાધુ સંત, ફકીર પર પણ તેમને બહુ આસ્થા હતી. તેમની સેવા, ભક્તિ કરે અને જમાડે પણ ખરા, વવાણિયામાં ત્યારે કોઈ ઓલિયા ફકીર આવેલા. તેમની સેવા તેમણે બાહુ કરી હતી. તેમની પાસે દ૨૨ોજ ભોજન વગેરે લઈને જતા. એક વખત તે ઓલિયાએ મારા પૂ.દાદાને કહ્યું : ‘વજી, કલ સર્બરે તુમ જલ્દી આના.' તેમણે કહ્યું “બહુ સારું, બાપજી, વહેલો આવીશ.' બીજે દિવસે ઘરે મહેમાન આવેલા, તેમની સરભરા કરવામાં બાપજી પાસે જતાં મોડું થયું. મહેમાનો માટે ચૂરમું કર્યું હતું તે બાપજીને જમાડવા માટે લઈને ગયા, ફકીર બાવા પાસે પહોંચતા જ તેમણે કહ્યું : “૨વજી, તુમ બહુત દેરસે આયે. અચ્છા! રવજી, તેરેકો દો લડકે હોંગે, એક તો બડા નામ નિકાલનેવાલા હોગા, ઔર દૂસરા ભી અચ્છા હોગા. દોનોં લડકે તુમ્હારા નામ રોશન કરેંગે. મગર બડા લડકા સબકો વંદનીય હોગા. લેકિન રવજી, તુમ બહુત દેરસેં આયે, વક્ત ચલા ગયા. ઈનકે આયુષ્યમેં ફેર પડેગા ઐસા માલૂમ હોતા હૈ. તુમ અબ ઘર પર જાઓ, તુમ્હારા ભલા હોગા.’ . પૂ. દેવમા પ્રત્યે તેમના સાસુજીને બહુ વહાલ હતું. અને તેઓ કહેતા : દેવ!તું તો મારે ત્યાં દેવી જેવી છે. તારા જેવી ભલી વહુ કોઈકને જ ત્યાં હશે. બેટા, સૌ સારું થશે. સંવત્ ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમાએ પરમકૃપાળુદેવનો જન્મ આમ સાધુસંતોની સેવા અને સાસુ-સસરાના આશીર્વાદ પૂ.દેવમાને ફળ્યા, અને સંવત્ ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાને વાર રવિની પાછલી રાત્રિએ (રાત્રે બે વાગ્યે) દેવદિવાળીના દિવસે પૂ.દેવમાએ પુત્રરત્નને જન્મ આપ્યો. જેમનું નામ તે દિવસથી ‘રાયચંદભાઈ' રાખવામાં આવ્યું. (તેમનું હુલામણાનું નામ ‘લક્ષ્મીનંદન’ હતું. સંવત્ ૧૯૨૮માં તે બદલીને ‘રાયચંદ’ પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે પ્રસિદ્ધ થયા.) સાત વર્ષની વયે નિશાળે બેસાડ્યા પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, એમ આ ભવ્ય વિભૂતિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય જેવા તેજસ્વી પોતાના બાળકને તેડીને પૂ.દેવમા રામમંદિરે પૂ.રામબાઈની પાસે જતાં. પ્રભુ સાત વર્ષના થયા ત્યારે રવજી અદા તેમને નિશાળે બેસાડવા લઈ ગયા. વવાણિયાની નિશાળમાં લાવ્યા ને ત્યાં મોટા માસ્તરને વિનંતી કરી કે મારા આ એકના એક દિકરાને બરાબર ભણાવજો; એને મારશો નહીં કે લડશો નહીં. આવી ભલામણ કરી મોટા માસ્તરને સોંપી તેઓ ઘરે આવ્યા. સાહેબ, આ તો મને આવડે છે. પ્રભુની અપૂર્વ તેજસ્વિતાએ મુખ્ય શિક્ષકના અંતરમાં પ્રેમ જગાડ્યો અને તેમના હાથ નીચેના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન શિક્ષકને બોલાવીને કહ્યું, ‘લવજીભાઈ, આને પ્રેમ રાખી ભણાવજો. જરા પણ ખિજાતા નહીં કે મારતા નહીં.” લવજીભાઈના મનમાં થયું કે મોટા માસ્તરના સંબંઘીનો પુત્ર હશે તેથી આમ ભલામણ કરતા હશે. લવજીભાઈ તો પોતાના વર્ગમાં બાળ રાજચંદ્રને લઈ ગયા. એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું, “રાયચંદ, જા ક્લાસમાં બેસીને ઘૂંટી લાવ.” પ્રભુ પાટી તરફ એક નજરે જોઈ રહ્યા અને વિચારમગ્ન થયા, તરત જ શિક્ષકને જઈને કહ્યું કે સાહેબ, આ તો મને આવડે છે. એમ કહી પાંચે આંકડા લખી બતાવ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં તેને શીખવ્યા હશે. બીજે દિવસે પ્રભુએ સો સુથી લખી બતાવ્યું. (શ્રી સ્થૂલભદ્રજીના ચરિત્રમાં તેમની બહેનો સંબંધી એવું વર્ણન આવે છે, કે પ્રથમ બહેનને એક વખત સાંભળે ત્યાં જ યાદ રહી જતું, બીજી બહેનને બે વાર સાંભળતા ને ત્રીજી બહેનને ત્રણ વાર સાંભળતા યાદ રહેતું. તેઓ એક પાઠી, બે પાઠી, ત્રણ પાઠી એમ કહેવાતાં.) પ્રભુ જન્મથી જ એક પાઠી હતા. તેમની સ્મૃતિલબ્ધિને લીધે તેમને એક વખત જોતાં કે સાંભળતાં બધું યાદ જ રહી જાય. આ બાળક પૂર્વજન્મનો આરાઘક દેવાંશી પુરુષ છે. પ્રભુ થોડા દિવસ નિશાળે ગયા ત્યાં તો તેમના શિક્ષક પ્રભુની અપાર શક્તિ જોઈ નવાઈ પામી ગયા. એકવાર ગુજરાતી પહેલી ચોપડીના પાઠ વંચાવ્યા તે પ્રભુ બરાબર એક પણ ભૂલ વિના વાંચી ગયા. તે જોઈને શિક્ષક શ્રી લવજીભાઈ તો તાજુબ થઈ ગયા. મોટા માસ્તર પાસે રાયચંદને લઈ ગયા અને કહ્યું કે સાહેબ, આ વિદ્યાર્થી મારા ક્લાસનો નથી, ઉપરના ઘોરણનો છે. આ બાળકને મારે શું ભણાવવું? ગમે તે કવિતા, પાઠ, અર્થ, ગણિત જે કહીએ તે બધું જ જરા પણ ભૂલ વિના તે જ પ્રમાણે બોલી તથા લખી જાય છે. મુખ્ય શિક્ષક આ જાણી આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાર્થીને મોકલી રવજીભાઈને બોલાવી પૂછ્યું કે ‘તમારા આ બાળકને તમે ઘરે કંઈ અભ્યાસ કરાવો છો?” રવજીભાઈ અદાએ કહ્યું કે, “સાહેબ, પાટીને પેન નિશાળે તેને બેસાડ્યો ત્યારે જ લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી મોટા માસ્તરને બરાબર સમજાઈ ગયું કે આ બાળક પૂર્વજન્મનો કોઈ આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજી ગયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા. શ્રીમનું વિવેકજ્ઞાન સર્વને આશ્ચર્યકારક પ્રભુના બાળમુખે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. પ્રભુએ એક જ વર્ષમાં ચાર ઘોરણનો અભ્યાસ કરી લીધો હતો. ચોથા ઘોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર સાહેબ શ્રીયુત પ્રાણલાલભાઈ વવાણિયા આવેલા. સમા અને વિચક્ષણ પુરુષો કોઈના પરિચયમાં આવતાં જ તેમને મળી જાય છે. પરીક્ષા લેતી વેળાએ જ પ્રભુની લાક્ષણિકતાનું ઈન્સપેક્ટર પ્રાણલાલભાઈને ભાન થયું. તેમણે શાળા શિક્ષકને પૂછ્યું: “આ વિદ્યાર્થી કોણ છે?” મુખ્ય શિક્ષકે કહ્યું: “સાહેબ, દેખાય છે તો નાનકડો બાળક, પણ પૂર્વના સંસ્કાર લઈને આવેલો કોઈ બાળયોગી છે એમ અમે તેને સમજીએ છીએ. એક વર્ષમાં જ તેણે ચાર ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો છે.' આ સાંભળી પરીક્ષક સાહેબ બાળપ્રભુની સાથે વાતોએ વળગ્યા. તેમ કરતાં કંઈક લંબાણ થતાં તેમાંથી ઘર્મ વિષયની ચર્ચા નીકળી. તે પરત્વે આ બાળકનું વિવેકયુક્ત અને ગંભીર ભાવનિરૂપણ થતાં પ્રભુ પર ઈન્સપેક્ટર સાહેબને બહુ પ્રેમ આવ્યો અને ઉલ્લાસમાં આવી તેઓ પોતાની સાથે તેમને જમવા તેડી ગયા. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૨ પ્રભુએ તે વયમાં રચેલી કવિતાઓ-જેમાંથી કેટલીક તો છાપામાં પણ મોકલી હતી તે તેમને બતાવી. તે સઘળું જોઈને અને સાંભળીને તેમને બહુ જ આશ્ચર્ય ઉત્પન્ન થયું અને પ્રભુને કહ્યું કે, “જ્યારે મોરબી આવવાનું થાય ત્યારે જરૂર મને મળવાનું રાખજો.” શ્રીમદ્ભા અક્ષર સરસ અને શુદ્ધ પ્રભુ તેર વર્ષના હતા ત્યારે તેમને વવાણિયામાં આવેલ કચ્છ દરબારના ઉતારે (તેઓના અક્ષર સરસ અને શુદ્ધ હોવાથી) નકલો કરવા બોલાવતા હતા. (આ વાત લવજીભાઈ મોતીચંદ પાસેથી પૂ.જવલબાને જાણવા મળી છે.) સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન બાળવયમાં જ પ્રભુની આવી અદ્ભુત શક્તિ અને જ્ઞાનપ્રભાવ ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. એમનું જીવન જ પૂર્વજન્મની, કર્મની અને આત્માની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એવું છે. એમણે પોતે જ આ સંબંધે એક કાવ્યમાં દર્શાવ્યું છે કે, લઘુવયથી અભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ?... જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?... જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત..... કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર..... આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મઘર્મનું મૂળ..... (શ્રીમને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયેલું અને વૈરાગ્યભાવ વઘવા લાગેલો તે સંબંધી આ કાવ્ય તેઓશ્રીએ સંવત્ ૧૯૪૫માં લખેલું.) અવઘાનોની અદ્ભુત સ્મરણશક્તિા પ્રભુએ કરેલ અવઘાનોની વાત સાંભળતા જ આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. શી અભુત સ્મરણશક્તિ! બાવન અવઘાનો સંબંધમાં તેમણે પોતે જ લખ્યું છે તે વાંચવાથી તેમના અદભુત માહાભ્યનો અને ભક્તિ પ્રસન્નતાનો ખ્યાલ આવશે. આ અવઘાન પ્રયોગો વિષે પોતે જણાવે છે કે આ “આત્મ-શક્તિનું કર્તવ્ય છે. તેઓના તે વચનો પણ સહજ તેમ જ અભુત આત્મસામર્થ્યનું ભાન કરાવે છે. પ્રખર વિદ્વાનો અને રાજ્યાધિકારીઓ પણ મુંબઈમાં તેઓશ્રીના અવઘાનપ્રયોગો જોઈ આશ્ચર્યમુગ્ધ થયા હતા. છતાં તેઓ પોતે તે સિદ્ધિઓથી પોતાના ધ્યેયમાંથી વિચલિત થયા નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન સ્વરૂપસ્થ થવાનો લક્ષ હોવાથી અવઘાનનો ત્યાગ તેમનું લક્ષ્ય આત્મસ્થ થવા પ્રત્યે હોવાથી આ પ્રકારના પ્રયોગના મોહમાંથી તેઓશ્રી વિરક્ત થયા હતા. એ જ એમનો અપૂર્વ વૈરાગ્ય સૂચવે છે. ભક્ત કવિ પ્રીતમદાસે કહ્યું છે : “જન્મ મરણમાં આવે નહીં, જેનું મન વસિયું હરિમાંહી.” પ્રભુની કથાવાર્તાના શ્રવણ-મનનમાં, એટલે કે તેમના બાહ્યાંતર ચરિત્રને સાંભળવામાં ને સમજવામાં આપણું ચિત્ત રહ્યા કરે એ જ ઇષ્ટ છે, એ જ આત્મશ્રેયરૂપ છે. પ્રભુએ પણ કહ્યું છે કે, “સ-ઉલ્લાસિત ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંતકર્મનો ક્ષય થાય છે.” પ્રભુતુલ્ય પિતા મારો જન્મ સંવત્ ૧૯૫૦ના કાર્તિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ના રોજ થયો છે. બાળવયમાં પ્રભુતુલ્ય પિતાની છાપ, તેમની પ્રતિભા અંતરમાં દ્રઢમૂલ કોરાઈ રહી છે અને જાણે એ જ મારા મનની સમગ્ર પ્રેરણા બની રહી છે. અંતરમાં તેમના પ્રતિ સતત ભક્તિભાવ ઊભર્યા કરે છે. એ ખરેખર પ્રભુનો અનુગ્રહ છે. પરમકૃપાળુદેવની પ્રતિભાની સ્મૃતિ વિવાણિયાના મૂળ ઘરમાં પૂ.બાપુજીની જ્યાં બેઠક હતી ત્યાં એક દફતરપેટી (ઢાળિયું) હતું. તેની સામે પોતે ગાદી પર બિરાજતા. બહારગામથી મુમુક્ષુભાઈઓ દર્શન-સમાગમ અર્થે આવતા, ત્યારે તેઓ સૌ ત્યાં એમની સન્મુખ બેસતા. આ દ્રશ્ય જોઈને એ બાળવયમાં કોઈ અનેરો ભાવ અંતરમાં જાગી ઊઠતો, અને પૂ. પિતાજીની પ્રતિભાની આછેરી ઝાંખી થતી. શ્રીમદ્ની સુમધુર અને ગંભીર વાણી બેઠકનો ખંડ લાંબો હતો. ત્યાં આંટા મારતા તેઓને ઘણીવાર મેં જોયા છે. તે દ્રશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં તાજાં છે. તે વખતની તેમની મુદ્રા, પાછળ રાખેલા હાથ અને ગંભીર ગતિએ ગાથાની ધૂનમાં ભરતાં ડગ–આ બધું આબેહૂબ સ્મૃતિ પર તરવરે છે. ગાથાની જે ધૂન તેઓશ્રી ઉચ્ચારતા તે નીચે મુજબ હતી તેવું સ્મરણ છે : ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે.” ઘાર તરવારની આ ગાથા બહુ જોરથી અને ભારપૂર્વક બોલતા. એ દ્રશ્ય હજા પણ મારા અંતરમાં રમી રહ્યું છે. બીજી ગાથા : “ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે' (સ્વાત્મવૃત્તાંત) આ પદ પણ તેઓશ્રી ઉલ્લાસપૂર્વક ઉચ્ચારતા. એ રણકાર હજીયે જાણે કાનમાં ફરી ફરીને ગુંજ્યા કરે છે. એવી સુમધુર, ગંભીર વાણી બીજે ક્યાંય હજી સાંભળવા મળી નથી. પ્રભુ ધૂન લગાવતા. “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ,” તથા “ઘાર તરવારની Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૪ સોંલી, દોકલી ચૌદમા જિનતણી ચરણ સેવા.’ અને ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.' આ ધૂનોના ભણકારા આજે પણ મને સંભળાયા કરે છે અને તેના સ્મરણથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે, કાકા આઘા રહો, અંદર સાપ છે મારા કાકા પૂ.મનસુખભાઈ મારા પૂ.પિતાજી કરતાં નવ વર્ષ નાના હતા. એકવાર બન્ને ભાઈઓ સાંજના બહારથી ફરીને ઘરે આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી ને ડેલી બંધ હતી. તે ખખડાવી એટલે અદા ખોલવા માટે આવ્યા, ત્યારે મારા બાપુજીએ બહારથી બૂમ મારીને કહ્યું કે, “કાકા, આઘા રહો, અંદર સર્પ છે.'' રવજી અદા ડેલીથી આઘા ખસી ગયા ને જોયું તો ખરેખર ત્યાં સર્પ હતો. પૂ.દેવમાએ મને આ વાત કરી હતી. બંન્ને ભાઈઓ વચ્ચે ઘણો જ મેળ હતો. લોકો કહેતા કે રામ અને લક્ષ્મણની જોડી છે. લીલોતરીના જાવો ઉપર કરુણા પૂ.દેવમા કહેતા કે પ્રભુ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. પ્રભુ શાક સમારતા જાય અને અશ્રુધારા વહેતી જાય. પૂ.દેવમાએ આ જોયું. તે દેવા લાગ્યા : “આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે?” પ્રભુ શું કરે ? તેમના અંતરમાં તો લીલોતરીના જીવો પર કરુણા વરસી રહી હતી. તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરર્વેદના કોંન્ન સમજે? મોરબીમાં અવધાન પ્રયોગ મારા માતામહ (નાના)નું નામ મહેતા પોપટલાલ જગજીવન. મુંબઈમાં ઝવેરી રેવાશંકર જગજીવનના નામથી જે પેઢી ઓળખાતી તેમના તે મોટાભાઈ થાય. બીજા પણ બે ભાઈઓ હતા. જેમના નામ ડૉ.પ્રાણજીવનદાસ મહેતા અને ભાયચંદ જગજીવન, પ્રભુનું સગપણ થયા પહેલાં સોળ વરસની વયે તેમનું મોરબી પધારવું થયેલું ત્યારે સંધવી જનોના આગ્રહથી અવધાનો કરવાનું ત્યાં થયેલું. તે અવધાનપ્રયોગો રેવાશંકરભાઈએ જોયા. તેમને ઘણું આશ્ચર્ય થયું. પ્રભુ પર સ્નેહ ઊભરાતાં તેમણે પોતાને ત્યાં પ્રભુને આમંત્રણ આપ્યું, ઘરમાં તેમના ભાઈ પોપટલાલનાં પુત્રી ચૌદ વર્ષના હતા. નાસ્તા પાણીની સરભરા તેમણે કરી હતી. તેમને જોઈ પરમકૃપાળુદેવશ્રીએ રેવાશંકરભાઈને પૂછ્યું : 'આ પોપટભાઈનાં પુત્રી છે? એનું નામ ઝબક છે ? ત્યાર પછી પોપટલાલભાઈ વગેરેને યોગ્ય લાગતાં તેમણે ઝબકબાનું સગપણ પ્રભુ સાથે કર્યું. પ્રભુએ કહ્યું છે : ‘કર્મગતિ વિચિત્ર છે.’ વિશેષમાં જણાવ્યું છે : ‘અહોહો! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે ? જેને સ્વપ્ને પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે; એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે,' (વયનામૃત પત્રાંકે ટલ જ ત્યારપછી રેવાશંકરભાઈ તથા પોપટલાલભાઈને શ્રી પરમકૃપાળુદેવ સાથે ઝબકબાઈના સગપણનો વિચાર થયો, અને પૂર્વ પ્રારબ્ધાનુસાર તેમ થતાં મારા માતુશ્રી આ મહાત્મા સાથે સં.૧૯૪૪ના મહાસુદી બારસના દિને લગ્નગ્રંથિથી જોડાયા. ઝબકબા સત્યપરાયણ, સરળ અને કોમળ આ સત્પુરુષના પ્રતાપે મારા માતુશ્રીમાં ઘણી રૂડી સંસ્કારિતા પ્રાપ્ત થઈ. તેમનું જીવન સત્યપરાયણ, સરળ અને સ્વભાવે કોમળ હોઈ પક્ષપાત વિનાનું હતું. અમારા અને મારા ફઈબાના બાળકોમાં તેઓ કદી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન ભેદભાવ રાખતા નહીં. આથી મારા માતુશ્રી સૌને પ્રિય થઈ પડ્યા હતા. સંવત્ ૧૯૪પના મહાવદ સાતમે પરમકૃપાળુદેવ લખે છે : “ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંઘાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે;.....(વચનામૃત પત્રાંક ૫૦) કર્મગતિ જાણે તે જાણે. જ્ઞાનીની વાત. કર્મોદય સમજવો વિકટ છે.” પરમકૃપાળુ દેવનું જીવન સાધુ જેવું પરમકૃપાળુદેવનું જીવન સંસારમાં વિરક્તભાવે હોઈ ઉદાસીનભાવે રહેતા. તે મારા માતુશ્રી સમજતા હતા. પણ શાંતિથી અને સંતોષથી રહી આનંદ માનતા ને પરમકૃપાળુદેવના કાર્યમાં ક્યારેય પણ અવરોધરૂપ થતા નહીં. મારા પૂ.માતુશ્રી ઝબકબાએ કોઈને વાત કરી હતી કે તેમનું મારા પિતાજીનું) સમગ્ર જીવન સાધુ જેવું જ હતું. તત્ત્વ સમજવા દિવસે લોકોનું આગમન, રાત્રે પણ સ્વાધ્યાયમાં લીન મારા માતુશ્રી ઝબકબાને મોરબીમાં પાડોશી પૂછતા કે “તમારા વરમાં એવું શું છે કે આટલા લોકો પાછળ ફર્યા કરે છે? તમને કંઈ વાત કરે છે? ઝબકબાએ કહ્યું –એન, મને તો કંઈ સમજણ પડતી નથી. રાત સુધી માણસો તેઓને છોડતા નથી. રાત્રે ઓરડામાં આવે ત્યારે પણ કંઈ વાંચ્યા કરે કે વિચાર કરતા હોય. પરમકૃપાળુદેવ પોતે ચાખ્યા વગર જ ચીભડાં કડવાં છે કે મીઠાં તે કહી દેતા તેથી પૂ.માને બહુ જ આશ્ચર્ય થતું. જમાઈના ઉલ્લાસમાં ઘાણી ફટે એકવાર તેઓ મોરબી મારે મોસાળ પઘાર્યા હતા. આવીને ઓટલા પર બેસી ગયા. સામે પાડોશમાં રહેનાર બાઈએ કહ્યું : “તમારા જમાઈ આવ્યા છે, બહાર તો આવો. તે સાંભળી જલુબાઈ એવા ઉલ્લાસમાં આવી ગયાં કે ચૂલે હાંડલું મૂકેલું હતું તેમાં આંઘણનું પાણી મૂકવાનું ભૂલી જઈ ઘોયેલા ચોખા ખાલી હાંડલીમાં ઓરી દઈ બહાર આવ્યા. એટલે પરમકૃપાળુદેવશ્રીએ કહ્યું : “જમાઈ આવે એટલે ઉલ્લાસમાં ઘાણી ફૂટે.’ કહેવાનો આશય એ હતો કે રસોડામાં ચોખાની ઘાણી ફુટે છે. ઘરના કાર્ય કરવામાં શરમ શું? વવાણિયામાં મારાં માતુશ્રી ઝબકબા એકવાર કમોદ ખાંડતા હતા ત્યારે પ્રભુ થોડે દૂર બિરાજ્યા હતા અને ગાથાઓ બોલતા હતા. મેં પાંચથી સાત વર્ષની વયે જોયેલી આ વાત છે. તે હજુ પણ યાદ આવ્યા જ કરે છે. મારાં માતુશ્રીને કોઈએ વિનોદમાં કહ્યું કે તમે પૈસાવાળા ઝવેરી કહેવાઓ અને છતાં હાથે કમોદ ખાંડો છો? આ વાત મારાં માતુશ્રીએ બાપુજીને કરી. બાપુજીએ તેમના માતુશ્રી દેવમાને કહ્યું: “કામ કરવા માટે માણસ રાખી લઈએ તો?” પૂ.દેવમા કહે : “ઘરનું કામ કરવામાં ખોડખાંપણ નહીં. ગામનાં નગરશેઠનાં ઘરનાં પણ કરે અને આપણે પણ કરીએ. મારા માતુશ્રીને સમાધાનકારક જવાબ મળી ગયો. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬ ઝબકબાનો મળેલો ફોટો મારા પૂ.માતુશ્રી સરળ, વિનયવાન અને સેવાભાવી હતાં. વડીલોની આજ્ઞાનુસાર વર્તતાં. તેમની છબી ઉપલબ્ધ નથી. તે વખતમાં છબી પડાવવાનો રિવાજ નહોતો. મારા પૂ.માતુશ્રીનો દેહ છૂટ્યા બાદ પૂ.દેવમાં ખંભાત ગયાં હતાં. ત્યાં પૂ.બાપુભાઈએ મારા પૂ.માતુશ્રીનો ફોટો પાડી લીધેલો, જે તેમની પાસેથી મળેલ છે. “અપૂર્વ અવસર'નું સર્જન જ્યારે નડિયાદમાં મારા પૂ.માતુશ્રી અને પરમકૃપાળુદેવશ્રી હતા ત્યારે વવાણિયાથી પૂ.દેવમાં બિમાર થયાના સમાચાર મળવાથી બન્ને વવાણિયા પઘાર્યા હતાં. પ્રભુએ પૂ.દેવમાની ચાકરી ઘણી જ સરસ કરી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. પૂ.દેવમા માંદગીને કારણે ચાલવું સાવ ભૂલી જ ગયા હતા. તેથી પ્રભુ તેમને હાથ ઝાલીને ચલાવતા. “અપૂર્વ અવસર'નું પદ પ્રભુએ પૂ.દેવમાના ખાટલા પર બેઠાં બેઠાં લખ્યું હતું. આ વાત મને મારા ફોઈના દીકરા હેમંતભાઈએ કહી હતી. પ્રભુને જોયા પછી શાંતિ કૃપાળુદેવની તબિયત વઢવાણમાં વધુ નરમ થઈ ગઈ હતી. ત્યારે પૂ.દેવમા ત્યાં હતા. તેમણે પૂ.રવજીભાઈને તારથી ખબર આપ્યા. તાર આવતાં મારા પૂ.માતુશ્રી તથા પૂ.રવજી અદા પરોઢિયે ગાડીમાં બેઠા, ત્યારે જતી વખતે પૂ.અદાએ પ્રતિજ્ઞા કરી કે હું ભાઈનું મોઢું જોયા પછી ગાયોને ઘાસ નાખી અન્નપાણી લઈશ. ત્યાં પહોંચીને પ્રભુને જોયા પછી તેમને શાંતિ થઈ. કોઈ મુમુક્ષુભાઈએ રવજી અદાને કહ્યું કે હવે દાતણ કરો. કૃપાળુદેવે જ્ઞાનમાં જાણી લીધેલું કે આવી રીતે તેમણે પ્રતિજ્ઞા કરી છે, એટલે પેલા ભાઈને કહ્યું કે ચોકમાં ગાયોને ઘાસ નખાવો ત્યાર પછી જ તેઓ અન્નપાણી લેશે, તે પહેલાં નહીં લે. વઢવાણ કેમ્પ પછી અમદાવાદમાં આગાખાનને બંગલે પ્રભુને રહેવાનું થયું. ત્યારે અમે સૌ કુટુંબીઓ અમદાવાદ ગયા. ત્યાંના બઘા મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વગેરે આજે પણ સઘળું યાદ આવે છે. જે છે તે પરમ દિવસે પછી પ્રભુ અમદાવાદથી માટુંગા, શીવ અને ત્યાંથી તિથલ પધાર્યા હતા. પૂ.અદા સાથે જ હતા. પછી સં.૧૯૫૭માં વઢવાણ કેમ્પ અને પછી રાજકોટ ગયા હતા. રાજકોટમાં કરસનજી મૂલચંદવાળા નાનચંદ અનુપચંદભાઈને ઘેર એક દિવસ રહેલા. ત્યાંથી બીજે દિવસે ગામ બહાર ખુલ્લી હવાને કારણે સદરમાં રહેવાનું રાખ્યું હતું. એક દિવસ તબિયત વઘારે નરમ થતાં પૂ.દેવમાને બહુ દુઃખ થયું. તેમને શાંતિ આપતાં પ્રભુએ કહ્યું : “જે છે તે પરમ દિવસે.” તેમ મારાં પૂ.માતુશ્રીને જણાવ્યું હતું કે.....નામની માળા ફેરવવી. પ્રભુને રાજકોટ રહેવાનું થયું ત્યારે ત્યાં ઘણા મુમુક્ષુઓ આવતા. પણ શરીરે ઘણી અશક્તિ હોવાને કારણે ડૉકટરે વાતચીત વિશેષ ન કરવાની સલાહ આપેલી. પત્રો લખાવવા પડે તો એક બે લીટીના જ લખાવતા. રાજકોટથી લખેલો છેલ્લો પત્ર ક્રમાંક ૯૫૫ અને ક્રમાંક ૯૫૪ અંતિમ સંદેશાનું કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છે. પ્રભુની છેવટ સુઘીની સ્થિતિનું વર્ણન મારા કાકા પૂ.મનસુખભાઈએ પ્રભુની છેવટ સુધીની સ્થિતિનું વર્ણન તેમની પોતાની મનોવ્યથા Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીના ધર્મપત્ની પુજય કબકબા | PAGE 45 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીના સુપુત્રી શ્રી જવલબેન PAGE 46 Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને સુપુત્રી જયાબેન ૨૭ સાથે એક પત્રમાં ટૂંકમાં આ પ્રમાણે કર્યું છે – મનદુઃખ! હું છેવટની પળ પર્યંત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે મને ચેતવ્યો તથાપિ રાગને લઈને તે હું સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓશ્રીએ મને અનેકવાર ચેતવણી આપી હતી. દેહત્યાગના આગલા દિવસે સાંયકાળે પૂ.રેવાશંકરભાઈને, પુ, નરભેરામભાઈ અને મને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિભાવે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા વ્યક્ત થવાની હતી તે કહેવાનો હવે સમય નથી. તમે પુરુષાર્થ કરશો....' અમે તો એવી જ ગફલતમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે ‘નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.’ ઉપાયો કરતાં શરદી ઓછી થઈ. સવારે પોણા આઠ વાગ્યે દૂધ આપ્યું તે તેઓએ લીધું. સંપૂર્ણ શુદ્ઘિમાં મન, વચન અને કાયાના યોગો હતા. જ પોણા નવે કહ્યું : ‘મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' સાડાસાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કોચ પર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જ જણાય છે, માટે ફેરફાર ન કરવો. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે કોચ પર સમાધિસ્થ ભાવે સૂઈ શકાય તેવી વ્યવસ્થા કરી. તે જ કોચ પર તે પવિત્ર આત્મા અને ઠેઠ સમાધિભાવે છૂટા પડ્યા. લેશમાત્ર આત્મા છૂટો થયાના ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ પર સમાઘિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી, આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું એને બદલે આજે કંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાઘિ સ્વભાવે તે પવિત્ર આત્મા અને કેહનો સંબંઘ છૂટ્યો.'' આ પંચમકાળે મળેલ પવિત્રાત્મા રત્નચિંતામણિ સમાન આ દેનો સંબંધ છોડી આપણને મૂકી સ્વઘામ સિધાવ્યા. પરમકૃપાળુદેવની અંતિમ અદ્ભુત દશા વીતરાગભાવે સ્થિતિ હોઈ કોઈપણ પ્રકારે, તેઓશ્રીએ દેહને પોતાનો માનીને પ્રવૃત્તિ કરેલી નહીં. પ્રભુના દેહત્યાગ અવસરે મોરબીના વકીલ શ્રી નવલચંદભાઈ હાજર હતા. તેમણે શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં લખેલું કે તેમની “નિર્વાણ સમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર અને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતા તેઓને પણ આશ્ચર્ય પમાડતી અને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.’’ પરમકૃપાળુદેવનો દેહ વિલય સંવત્ ૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં રાજકોટમાં પ્રભુ આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા, જે જે મુમુક્ષુઓને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમના વિયોગનું દુઃખ તેમને લાગ્યું. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૮ રાજકોટમાં ડોસાભાઈના વડની પાસે સ્મશાનભૂમિની બાજામાં આજી નદીને કિનારે તે પવિત્ર દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. તે સ્થળે સમાધિ મંદિર બાંધવાનો કેટલાક મુમુક્ષુઓને વિચાર થતાં શ્રી જ્ઞાનચંદ્ર ન્હાટાજીની ઉદાર સખાવતથી સંવત્. ૧૯૯૬ના મહાસુદી ૧૩ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર અસ્તિત્વમાં આવ્યું. મંદિરમાં તેમનાં પરમ પુનિત પાદુકાજીની સ્થાપના એક આરસની દેરી બનાવી તેમાં કરવામાં આવી. તેમજ એક પબાસન સં.૨૦૦૭માં બનાવી તેમાં પ્રભુની ત્રણ છબીઓની સ્થાપના પૂ.શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનભાઈના વરદ્ હસ્તે કરવામાં આવી. આ સમાધિ મંદિરનો વહીવટ કરવા એક ટ્રસ્ટ કરવામાં આવ્યું. તેના મેનેજીંગ ટ્રસ્ટી મારા સ્વ.બેહન કાશીબહેનના દિયેર શ્રી લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી છે. ઝબકબાની અજબ સહનશીલતા પ.ક.દેવનો દેહવિલય થયો તેને આગલે દિવસે મારા માતુશ્રીને માળા ફેરવવાનું કહેલું. શ્રી પરમકૃપાળુદેવના દેહ વિલય બાદ પોતે ઉદાસીન ભાવે એકાંતમાં ઝાઝો વખત રહી જે તેમને સ્મરણ આપેલ તે માળા ફેરવતા. આ રીતે પોતાનો જીવનકાળ વ્યતીત કરતા. પરમકૃપાળુ દેવનો દેહવિલય થયા બાદ પૂર્વના અશુભ કર્મના ઉદયે રેવાશંકર જગજીવનની પેઢીનો આપસમાં કેસ ચાલ્યો ને તેમાં અનેક વિડંબનાઓ પડી, અને ફેંસલો થયો, ત્યાર પછી મારા ભાઈ છગનલાલ અને મારા કાકા મનસુખલાલ એ બેના નામથી છગનલાલ મનસુખલાલના નામની કંપની શરૂ કરી. ચાર મહિના મારા ભાઈ છગનભાઈ પેઢી ઉપર બેઠા ત્યારબાદ તે બિમાર પડ્યા. બાર મહિના બિમારી ભોગવીને ભાઈ છગનલાલનો દેહ છૂટી ગયો. આથી મારા માતુશ્રીનું જીવન નીરસ થઈ ગયું, અને પ્રભુએ આપેલ માળામાં મન પરોવી રાખતાં. ત્યાર પછી એક વર્ષે મારા લગ્ન થયા પણ મારા માતુશ્રીને તેમાં રસ ન હતો. મારાં લગ્ન પછી ૮ મહિને મારો નાનો ભાઈ રતિલાલ ગુજરી ગયો, આવા દુઃખદ પ્રસંગો એક પછી એક આવ્યા. છતાં મારા માતુશ્રી આવા દુઃખદ પ્રસંગોમાં પણ સહનશીલતા રાખી જીવન વિતાવતાં. ત્યારબાદ મારા માતુશ્રી ઝબકબા પણ બિમાર પડ્યા અને સં.૧૯૭૦ની સાલમાં પ્રભુના સ્મરણમાં શાંતિપૂર્વક દેહ છોડ્યો. પરમકૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈ મારા પૂ.દાદા શ્રી રવજીભાઈ સ્વભાવના દયાળુ, કુટુંબપ્રેમી અને ઉદાર દિલના હતા. છપ્પનિયાના દુકાળ વખતે તેઓ વવાણિયામાં હતા. ત્યાં તથા આજુબાજુના ગામોમાં તેમણે છૂટે હાથે ખેડૂતોને વિના મૂલ્ય અનાજ આપ્યું હતું. અદા ઘણા જ ભોળા ને ભદ્રિક હતા. પૂ.શ્રી દેવમાને પ્રભુ પૂછતા : “મા, મોક્ષે આવશો?” પ્રભુનો દેહ વિલય થયો ત્યારે આખું કુટુંબ ત્યાં જ હતું. કુટુંબમાં સૌ સાદા અને સરળ હતા. જેના ઘરમાં પ્રભુ જન્મ્યા તેના સંસ્કાર અને ભાગ્યની શી ખામી હોય? એક પ્રભાતિયામાં કવિએ ગાયું છે કે રવજીભાઈ રે ભાગ્યવંતમાં સરદાર કે વ્હાલણાં ભલે વાયાં રે, જેના ઘરમાં રે પ્રગટ્યા સંતોમાં વીર કે વ્હાલણાં ભલે વાયાં રે.” Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદના પૂજ્ય પિતાશ્રી રવજીભાઈ PAGE 49 Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીના સુપુત્રી શ્રી કાશીબેન PAGE 50 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન જેવું નામ તેવા ગુણ પૂ.દેવમાનાં નામ તેવા જ ગુણ હતા. દેવી જેવા શાંત. પ્રભુજીના માતા એટલે જગતનાં માતા એવાં જ વાત્સલ્યમૂર્તિ હતાં. એક પૂજામાં આવે છે કે પ્રભુમાતા તું જગતની માતા, જગદીપકની ઘરનારી, માજી! તુજ નંદન ઘણું જીવો, ઉત્તમ જનને ઉપકારી.” દેવમાં ઉત્તમ કોટીના ભોળા જીવ તેમની સમીપ મુક્તિગામીને જ એવું પુણ્ય સાંપડે. પૂ.દેવમા ઉત્તમ કોટીના ભોળા જીવ હતા. મારાતારાનો ભેદ તેમને બિલકુલ નહોતો. કુટુંબના સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ હતી. દરેકને સમભાવે જોતાં. પોતાથી બનતી બધી સેવા કરતાં. તેમનું દિલ વિશાળ અને ઉદાર હતું. તેથી તેમના પ્રત્યે સૌને પ્રેમ રહેતો. પરમકૃપાળુ દેવના પુત્ર છગનભાઈ મારા મોટાભાઈ પૂ.છગનભાઈને પૂ.પિતાજી પ્રત્યે બહુમાન અને ભક્તિ હતા. તેઓ જાણે પૂપિતાજીના જ્ઞાનનો વારસો લેવાના સાચા અધિકારી ન હોય! તેમને પરમકૃપાળુદેવ છગનશાસ્ત્રી કહીને બોલાવતા. તેમના વિચારો ઘણા ઊંચા હતા. આચાર પણ વિચારને જ અનુરૂપ હતા. વીસ વર્ષની નાની વયમાં તેમણે દેહ છોડ્યો. પોતાને સખત માંદગી હોવા છતાંયે તેમનામાં જરા પણ વ્યાકુળતા ન હતી. વેદનામાં પણ કૃપાળુદેવનું નામસ્મરણ વીસરતા નહીં. તેમણે વ્યાવહારિક ચિંતાની તો વિસ્મૃતિ જ કરી હતી. સગપણ કરવાની તૈયારી હતી પણ પોતે જ ના કહેતા હતા. પછી મંદવાડ વધ્યો ત્યારે કહેતા કે જીવવાની ઇચ્છા એટલા જ માટે છે કે આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ઘર્મ, “સદગુરુ પિતા'- આ સર્વે અનુકૂળતા ફરી-ફરી મળવી દુર્લભ છે. વીસ વર્ષની યુવાન વય છતાં તેમને મોજશોખનું નામ નિશાન નહોતું. તેમણે શાંતભાવે દેહ છોડ્યો હતો. આજે પણ એ પવિત્રાત્માના ગુણો ખૂબ જ સાંભરી આવે છે. તું કાશી નહીં પણ આત્મા મારાથી નાના બહેન કાશીબહેન સગુણી હતા. તેઓ નાનાં હતાં ત્યારે એક વખત રમતાં રમતાં પ્રભુના ખોળામાં જઈને બેસી ગયા. પ્રભુએ પૂછ્યું, “બહેન, તમારું નામ શું? કાશીબહેન કહે, “બાપુ, તમને ખબર નથી? મારું નામ કાશી.' ત્યારે કૃપાળુદેવે કહ્યું, “બહેન, તારું નામ કાશી નહીં પણ “સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી આત્મા.” એ સાંભળી કાશીબહેન રડતાં રડતાં મા પાસે ગયાં. જઈને કહેવા લાગ્યા, “મા, મારા બાપુજી મારું નામ કાશી નહીં પણ કંઈક જુદું જ કહે છે. ત્યારે ઉંમર નાની હતી તેથી કાશીબહેનને કંઈ સમજ ન પડી. પણ અવ્યક્ત સંસ્કાર જે જ્ઞાની પુરુષ દ્વારા રોપાય છે તે કાળે કરીને ફળરૂપ થાય છે જ. કાશીબેનને મંદવાડમાં પરમકૃપાળુ દેવનું જ સ્મરણ આર્યાવર્તના ઇતિહાસમાં જોઈશું તો મદાલસા જેવી સતી માતાઓ બાળકને પારણામાં હોય ત્યારથી જ મહાપુરુષનાં ચરિત્રો સંભળાવે છે. હાલરડાં પણ તેવાં જ ગાય. “સિદ્ધોસિ, બુદ્ધોસિ, નિરંજનોસિ.” માતાપિતાનો વિયોગ હોઈ કાશીબહેન ઘરમાં સૌને બહુ પ્રિય હતા. શ્વસુર પક્ષમાં પણ તેઓ સમતાવાન અને વિવેકી હોવાથી તેમણે સૌનો પ્રેમ સંપાદન કર્યો હતો. મારા બનેવી શ્રી રેવાશંકરભાઈને પરમકૃપાળુદેવ પ્રત્યે તેમણે જ વાળ્યા હતા. કાશીબહેનને મંદવાડમાં પણ પરમકૃપાળુદેવનું જ સતત સ્મરણ રહ્યું હતું. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦ છેવટ સુધી તે જ લક્ષ હતું. તે પણ માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં પાછળ બે દીકરા મૂકી ચાલ્યા ગયાં. મારો નાનો ભાઈ રતિલાલ પણ બાર વર્ષનો થઈ ગુજરી ગયો. અત્યારે કુટુંબમાં હું એક રહી ગણાઉ અને બીજા ગણીએ તો શ્રી મનસુખભાઈના દીકરા સુદર્શન. તેઓ કુટુંબપ્રેમી, વિનયી અને સમજા છે. “બુદ્ધિપ્રકાશ' હું છ વર્ષની હતી ત્યારે આટલું મોટું કુટુંબ હોવા છતાં તેમાંથી મારું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના લાઈફ મેમ્બર તરીકે પ્રભુએ નોંઘાવ્યું હતું. તેના માસિક પત્રનું નામ “બુદ્ધિપ્રકાશ' છે, તે જયાકુંવર રાયચંદભાઈ’ને નામે આજે પણ મને મળે છે. (આમજનોની જીવનરેખામાંથી ઉદ્ધત) શ્રી જગુભાઈ વોહરા વવાણિયા એ તો આતમ ધ્યાની છે એમને કાંઈ નહીં થાય હું બાર વરસનો હતો. અમારું ઘર તે વખતે ટેકરા ઉપર હતું, ત્યાં પાછલી ડેલીનું બારણું વોકળામાં પડતું હતું, ત્યાં કૃપાળુદેવ બપોરના સમયે વોકળાના ખાડામાં ધ્યાન ઘરતા બેઠેલા કેટલી વાર જોયા છે. અમો નિશાળેથી છૂટીએ ત્યારે ત્યાં કુતૂહલથી જોવા જઈએ તો બે ત્રણ કલાક સુધી એક જ આસને ત્યાં બેઠેલા હોય. અમો બધા છોકરાઓ તેમની નજીક જઈને જોઈએ કે તેમનો શ્વાસ ચાલે છે કે નહીં? એમ રમતમાં અમે જતા અને જોતા. ત્યાંથી ગાડાવાળા કોઈ નીકળે તે અમને હાંકી કાઢતા કે છોકરાઓ જાવ જતા રહો, એ તો આતમધ્યાની છે એમને કાંઈ ન થાય. ત્યારથી અમો આતમધ્યાની તરીકે તેમને ઓળખતા હતા. શ્રી નકુભાઈ દોશી વવાણિયા મોઢે જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરતા હું દસ વર્ષની ઉંમરનો હતો. શેરીમાંથી સાંજે કૃપાળુદેવ ફરવા નીકળતા. તેમની સાથે ગુજરાતના ઘણા મુમુક્ષુઓ હોય તથા પોપટ મનજીના હાથમાં પાણીનો મોટો લોટો હોય અને આગળ ચાલતા હોય. કૃપાળુદેવે શાલ ઓઢેલી, ચાલ બહુ ધીમી અને શાંત હતી. તેમની પાછળ પાછળ અમો પણ કોઈ કોઈવાર જતા, ત્યાં તળાવની પાળે ચઢીને જોઈએ તો તેઓ છેક દરિયા તરફ જતા હોય અને ત્યાં સત્સંગ વાર્તા થતી અને મોડી રાતે પાછા ફરતા હતા. વળી એમના ઘરની બેઠકમાં વાંચતા હોય અને ઝડપથી પાના ફેરવતા હોય તથા કોઈની સાથે બોલે કે વાતચીત કરે ત્યારે જાણે મુખમાંથી ફુલ ઝરતા હોય તેવી વાણી મીઠી લાગતી, અને મોઢે જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરતા. હું ઘણાના પરિચયમાં આવ્યો છું પણ એમના જેવા દયાળુ કોઈ જોવામાં આવ્યા નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા વવાણિયા શ્રીમદ્ભા લઘુબંધુ શ્રી મનસુખભાઈ શ્રીમર્થી ૯ વર્ષ નાના હતા. તેઓને ઉત્તમ કેળવણી આપી તૈયાર કરવાની શ્રીમદે ખાસ સંભાળ રાખી હતી. બેય ભાઈઓ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ સં.૧૯૫૦ કાર્તિક સુદમાં શ્રીમદ્જી મનસુખભાઈ કીરતચંદને કહે છે–“મનસુખ! તમને જોઈ આનંદ થાય છે. મનસુખ છઠ્ઠી અંગ્રેજીમાં છે, તમે મેટ્રિકની પરીક્ષા આપી.” તે વખતે મનસુખભાઈશ્રીમદ્ભા લઘુબંધુની ઉંમર ૧૭ વર્ષની હતી. અને સં.૧૯૫૭માં શ્રીમન્ના અવસાન વખતે તેઓની ઉંમર ૨૪ વર્ષની હતી. શ્રીમદે પોતાની મિલક્ત વગેરે સર્વ પોતાના લઘુબંધુને નામે જ કર્યું હતું. અને માતાપિતાની તેમજ સ્વકુટુંબની સંભાળ રાખવાનું પણ તેમને જ સુપ્રત કર્યું હતું. મરણ વખતે પણ છેવટ સુધી મનસુખભાઈ હાજર હતા. આ બધી હકીક્ત ઉપરથી જણાય છે કે બે ભાઈઓ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો નિર્મળ સ્નેહ હતો. શ્રીમદ મનસુખભાઈ ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો હતો. અને મનસુખભાઈએ તે વિશ્વાસને અનુરૂપ પોતાની ફરજો અદા કરી હતી. શ્રીમન્ની તબિયત નરમના કારણે જવાબદારી વધી શ્રી મનસુખભાઈ મેટ્રિક થયા પછી શ્રીમદે તેઓને પોતાની સાથે દુકાનના કાર્યમાં જોડ્યા હતા. પછીથી શ્રીમની તબિયત નરમ રહેવાને કારણે તેઓ પર વ્યવહાર તેમજ પરમાર્થ કાર્યની જવાબદારી વિશેષ આવતી ગઈ. શ્રીમી હયાતીમાં તેઓશ્રીની આજ્ઞાથી ખંભાતના શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ રાજચંદ્રના મૂળ પત્રો મેળવી તેમની નકલો આજ્ઞા મુજબ જુદા જુદા મુમુક્ષુઓને મોકલતા. અને મૂળ પત્રો વગેરે સાચવીને રાખતા. શ્રીમદ્જીનું જીવન અને વિચારોને પ્રથમ પ્રકાશમાં આણવા પ્રયત્નો શ્રીમદ્ભા અવસાન પછી શ્રી મનસુખભાઈએ શ્રીમનું જીવન અને શ્રીમન્ના વિચારો પ્રકાશમાં આણવા વિના વિલંબે પ્રયત્ન કર્યો. શ્રીમદ્ભા મૂળ પત્રો જ્યાં જ્યાં હતા ત્યાંથી મંગાવી પરમકૃત પ્રભાવક મંડળને સુપરત કર્યા અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિ ૧૯૬૧માં બાળબોઘ લિપિમાં, પરમકૃત પ્રભાવક મંડળ દ્વારા બહાર પાડી. ત્યારબાદ સંવત્ ૧૯૬રમાં તેઓએ “સનાતન જૈન” નામે સૈમાસિક બહાર પાડ્યું. તે લગભગ પાંચ વર્ષ એટલે સં.૧૯૬૭ સુધી તો ચાલું હતું. મનસુખભાઈની પત્રકાર તરીકે લેખનશક્તિ ઉત્તમ હતી અને તેઓએ શાસ્ત્રોનું સંશોઘન કરી જૈન ઘર્મની મૂળ પ્રણાલિકા ઉપર સારો પ્રકાશ પાડ્યો. તેઓ નીડરપણે સત્યને હેતુ, દાખલા-દલીલો સહિત પ્રગટ કરતા. તેઓની શૈલી તે પછીના પત્રકારોએ પણ અપનાવી હતી. શ્રીમની જન્મ જયંતી ઉજવવાનું શરૂ કર્યું શ્રીમદુના વચનામૃતો બહાર પડતાં ઘણા જૈન તેમજ જૈનેતરો તેમાં રસ લેતા થયા ત્યારે મનસુખભાઈના Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૨ / \ તેમજ બીજા ઘણાના ઉત્સાહથી શ્રીમદુની જયંતી ઉજવવાનું શરૂ થયું. પ્રથમ જયંતી સંવત્ ૧૯૬૫ની કાર્તિક પૂર્ણિમાએ મુનિશ્રી ચારિત્રવિજયજીના પ્રમુખપણા નીચે મુંબઈમાં ઉજવાઈ હતી. તેમાં ઘણા લંબાણથી ભાષણો થયા હતા. અને જયંતી પ્રસંગનો ઉત્સાહ અજબ હતો. દ્વિતીય જયંતી પણ મુંબઈમાં બીજે વર્ષે સં.૧૯૬૬માં કાર્તિક પૂર્ણિમાએ શ્રી માંગરોળ જૈન સભાના હૉલમાં શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપણા નીચે ઉજવાઈ હતી. આ બન્ને જયંતીના ભાષણો શ્રી મનસુખભાઈએ સંગ્રહી સં.૧૯૭૦માં એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા હતા. બીજી આવૃત્તિ ગુજરાતી લિપિમાં બહાર પાડી શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમવૃત્તિ બહાર પડ્યા પછી બાકી રહેલા પત્રો મેળવવાનું કામ પણ સતત ચાલતું હતું. એ રીતે ઘણા ખરા પત્રો મળી ગયા પછી વચનામૃતની બીજી આવૃત્તિ ગુજરાતી લિપિમાં સંવત્ ૧૯૭૦માં શ્રી મનસુખભાઈએ સ્વતંત્ર પ્રસિદ્ધ કરી હતી. મહાત્મા ગાંધીજીએ પણ શ્રીમદ્ભી જયંતી ઉજવવાનું શરૂ કર્યું સંવત્ ૧૯૭૦ પછી શ્રી મનસુખભાઈ કાઠિયાવાડની રાજકીય બાબતોમાં વિશેષ રસ લેતા થયા. સૌરાષ્ટ્રનું એકમ કરનાર કાઠિયાવાડીની રાજકીય પરિષદના આદ્ય કાર્યકર્તાઓમાંના તેઓ એક હતા. પૂજ્ય મહાત્મા ગાંધી આફ્રિકાથી હિન્દ સં.૧૯૭૧માં આવ્યા. તેમનો સાથ પણ શ્રી મનસુખભાઈને મળ્યો અને ત્યાર પછી મહાત્માજીએ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી ઉજવવાનું ફરી શરૂ કર્યું. મહાત્મા ગાંઘીજીએ યરવડા જેલમાં પણ શ્રીમદ્જીના સંસ્મરણો લખ્યાં વચનામૃતની ત્રીજી આવૃત્તિ, લગભગ બીજી આવૃત્તિ અનુસાર, સં.૧૯૮૦માં શ્રી મનસુખભાઈ રવજીભાઈ તરફથી બહાર પડી. તેમાં મહાત્મા ગાંધીજીએ યરવડા જેલમાં લખેલ શ્રીમના સંસ્મરણોનું પહેલું પ્રકરણ મૂકી ટૂંક પ્રસ્તાવના લખી હતી તે મૂકવામાં આવી હતી. આ ત્રીજી આવૃત્તિ છપાઈ બહાર પડે તે પહેલાં શ્રી મનસુખભાઈ દેવલોક પામ્યા અને તેમના ભાણેજ હેમચંદ ટોકરશીએ તે કાર્ય પૂર્ણ કર્યું હતું. આમ શ્રી મનસુખભાઈ રવજીભાઈ પોતાના મહાન બંધુ સંબંધી જનસમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવી કૃતકૃત્ય થયા હતા. શ્રી છગનભાઈ રાજચંદ્ર મહેતા શ્રીમદ્ભા જ્યેષ્ઠ પુત્ર વવાણિયા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કયો પત્ર કયા પાને તે કહી શકતા શ્રીમદ્ રાજચંદ્રના મોટા પુત્ર ભાઈ છગનલાલનો જન્મ સં.૧૯૪૬ના માહ સુદ ૧૨ ના દિવસે મોરબીમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારથી તેમના પિતા તેમને છગનશાસ્ત્રી એવા નામથી સંબોધતા. જે નામ અગાઉ મહાત્મા ગાંધીજીને પણ સ્મૃતિમાં પ્રિય હતું. બાળપણથી જ ભાઈ છગનલાલની સંભાળ રાખવાનું કામ શ્રી મનસુખભાઈને સોંપાયું હતું. શ્રીમદ્ ગુજરી ગયા ત્યારે છગનભાઈની ઉંમર ૧૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીના લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા PAGE 55 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીના સુપુત્ર શ્રી છગનભાઈ રા. મહેતા PAGE 56 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રીમદ્ અને સુપુત્ર છગનભાઈ વર્ષની હતી. ૧૫મે વર્ષે તેઓ મેટ્રિકમાં આવ્યા ત્યારે સં.૧૯૬૧માં તેઓની પેઢીને અંગે કેસ ચાલ્યો. તે કેસમાં પોતાના કાકાને મદદરૂપ થવા ભાઈ છગનલાલ શાળા છોડી મોરબીથી મુંબઈ આવ્યા. ત્યારબાદ કેસ બે ત્રણ વર્ષ લંબાયો. તે દરમ્યાન શ્રી છગનભાઈએ ઘર્મ અને નીતિનાં ઘણા પુસ્તકો વાંચ્યા. ખાસ કરીને ‘રામાયણ' અને “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છે ત્યારે પ્રથમ જ છપાયો હતો—તે બે ગ્રંથ તેમને બહુ જ પ્રિય હતા, અને વારંવાર વાંચી હૃદયગત કર્યા હતા. કયો પત્ર કયે પાને છે તે તેઓ તુરત કહી શકતા. આવો વિચક્ષણ અને નિયમિત દરદી ભાગ્યે જ મળે શ્રી મનસુખભાઈને પણ તેઓ દરેક રીતે પુત્ર સમાન મદદરૂપ હતા. અને કેસ પત્યા પછી ભત્રીજાકાકાના નામથી વ્યાપાર કરવા ઘાર્યું હતું. તેની શરૂઆત પણ થઈ. પરંતુ વ્યાપારમાં જોડાયાંને હજી ચાર માસ પૂરા ન થયા ત્યાં ભાઈ છગનલાલ પ્રત્યે ક્ષયના જીવલેણ વ્યાધિએ હુમલો કર્યો. પ્રથમ તો તેણે મનુષ્યદેહ ટકાવવાની દ્રઢ ઇચ્છાથી ઉપાયો એવા તો નિયમપૂર્વક કર્યા કે દાકતરો પણ કહેતા કે આવો વિચક્ષણ અને નિયમિત દરદી ભાગ્યે જ જોવામાં આવે છે. આરોગ્યના દરેકે દરેક નિયમ સાચવવાથી ૭ મહિને આરોગ્ય તદ્દન સુઘરી ગયું; પરંતુ અઢી મહિના પછી ફરીથી ઉથલો માર્યો જે જીવલેણ નીવડ્યો. માંદગી દરમ્યાન તેણે સ્વહસ્તે લખેલી નિત્યનોંઘમાં પોતાના ઉચ્ચ મનોરથો દર્શાવ્યા હતા. સં.૧૯૬૫ પોષ સુદ ૧૫ (પૂર્ણિમા) એ તેઓ લખે છે : આત્માના કલ્યાણ અર્થે જીવવાની ઇચ્છા જીવવાની ઇચ્છા છે?...હા. શાથી છે?....કલ્યાણ કરવા અર્થે. કોનું?...આત્માનું. પ્રયત્ન મંદ કેમ? પંચમ કાળના કારણે. જીવીને શો ફાયદો કાઢશો?.....ઉપર જણાવ્યું તે ઇચ્છા પૂરી પાડીશ. આવી સર્વ ઉત્તમ જોગવાઈ ફરી મળશે નહીં. વળી સં. ૧૯૬૫ પોષ વદ ૪ના લખે છે : પ્રશ્ન : હે જીવ, તું તારા દેહને બચાવવાને ઉત્કંઠિત કેમ રહ્યા કરે છે? ઉત્તર : તેનું કારણ એટલું જ કે ફરીથી ઘર્માત્મા પિતા, આર્યક્ષેત્ર, જૈનધર્મ, મતાગ્રહ વિનાના ઘર્મ સંસ્કાર, સ્થિતિની અનુકૂળતા, યૌવનાવસ્થામાં ઘર્મ પ્રત્યેની જિજ્ઞાસા થવી એ આવતાં ભવમાં મળશે કે નહીં? મળવું અસંભવિત લાગે છે. કારણ કે એક ચીજ ફરીથી ક્યાંય પણ પિતા તરીકે દેખાશે નહીં, અને તે ઘર્માત્મા પિતા શ્રીમદ્ રાજચંદ્ર. ઉત્તમ રીતે તત્ત્વ વિચારી સમાધિમરણની તૈયારી કરી છેલ્લે મહિને વવાણિયાથી મોરબી દવા કરાવવા આવ્યા ત્યારે સર્વને ખમાવી રજા લીધી. પછી રોગ અસાધ્ય જણાયો ત્યારે તેણે દેહની આશા છોડી માત્ર ઘર્મનું આરાધન કરવા માંડ્યું. જ્યારે વેદનાથી કંઈક શાંતિ થતી, ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચવા માટે સૂચના કરતા. તેમાં પણ તેમના પિતાએ શરીરને વેદના હોય ત્યારે આત્માએ કેવી રીતે શાંતિપૂર્વક તે વેદવી તે સંબંધી લખેલા પત્રો, અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ, આત્મા છે, આત્મા નિત્ય છે, એમ આદિ છ પદનું સ્વરૂપ વંચાવીને બહુ મનન કરતા. તે ઉપરાંત “આત્મસિદ્ધિ', “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું?” એ ભક્તિનું પદ, ‘અપૂર્વ અવસર’ વગેરે Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૪ વંચાવી સારા રાગમાં ગવરાવી સાંભળતા. ચાર દિવસ અગાઉ આત્મસિદ્ધિના અર્થમાંથી છ પદનું સ્વરૂપ, દેહ પ્રત્યે કેવી રીતે ભ્રાંતિ થાય છે, આત્મા ત્રણે કાળમાં અમર છે તે શી રીતે? તે દ્રષ્ટાંતપૂર્વક સમજ્યા. છેવટે “ઇચ્છે છે જે જોગી જન અનંતસુખ સ્વરૂપ” એ આખું કાવ્ય વંચાવી તે પર પોતે લંબાણથી ચર્ચા કરી. ઘન્ય છે બાપુને કે જે અપૂર્વ શાંતિ રાખતા હતા વેદના સહન ન થતી ત્યારે વારંવાર કહેતા, “કાકા! હું કેવો દુષ્ટ પાપી છું! તમો તો ઘણુંએ સમજાવો છો. ઘન્ય છે બાપુને કે જે અપૂર્વ શાંતિ રાખતા હતા.” નાની ઉંમરમાં પણ પિતાના પગલે ચાલી સમાધિમરણ સાધ્યું મરણ વખતે તેમનાં દાદી દેવમાને અને તેમના મા ઝબકબાઈને કહ્યું કે, મા મારા વાંસે રોશો નહીં. દાદા રવજીભાઈને કહ્યું કે તમે મારી પાસે બેસો. પછીથી રાત્રિના ત્રણ વાગે શાંતિથી દેહત્યાગ કર્યો. ટૂંકામાં શ્રી છગનલાલે નાની ઉંમરમાં પોતાના મહાન પિતાને પગલે ચાલી સમાધિમરણ સાધ્યું. ઘન્ય છે એ પુણ્યાત્માની સમજણને. શ્રી દામજીભાઈ વવાણિયા સોનાના ટચ કંઈ કામના નહીં પણ આત્મા છે તે ખરા ટચ છે પૂ.દામજીભાઈ કહેતા કે કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબ! જુઓ આ સોનું કેટલા ટચનું છે? તેઓશ્રીએ કહ્યું કે એ ટચ કાંઈ કામના નથી. આ દેહમાં જે આત્મા છે તે ટચ ખરો છે, બાકીનું કાંઈ નથી. નિશાળમાં વિદ્યાર્થીઓને કૃપાળુ દેવ ભણાવતા, શિક્ષક બેસી રહે કપાળદેવ નિશાળમાં ભણતા ત્યારે બઘા વિદ્યાર્થીઓને પોતે જ ક્લાસમાં ભણાવતા. શિક્ષક બેસી રહેતા. કૃપાળુદેવ સ્કૂલમાં આસિસ્ટંટ હતા. વિદ્યાર્થીઓ માસ્તરને કહેતા, રાયચંદભાઈ અમોને પાઠ આપે તો તે જલ્દી યાદ રહી જાય છે. કૃપાળુદેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં. વળી એક વિદ્યાર્થી કૃપાળુદેવ સાથે ભણતાં તેણે લખ્યું છે કે એક વખત ઘેરથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો. મને કાંઈ આવડ્યું નહીં. ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાનપટ્ટી પકડી. તેમનો હાથ એટલો બધો મુલાયમ અને કોમળ લાગ્યો કે જે મને ગમ્યો. મને દુઃખ ન થયું પણ જાણે હજા કાન પકડી રાખે તો સારું એમ થયું. એવી જેને રોમે રોમ દયા વસી હતી તે મને હજા સાંભરે છે. આંખ મીંચીને હું કહું તેમ મહાવીર પ્રભુને દ્રષ્ટિમાં ઉતારો કૃપાળુદેવ નાના હતા ત્યારે નિશાળના વિદ્યાર્થીઓને હાથ પકડી ભીંતના ઓઠે ઊભા રાખતા ને સમજાવતા હતા કે આંખ મીંચી દ્યો અને હું બોલું તેમ તમારી દ્રષ્ટિમાં મહાવીર પ્રભુને ઉતારો. -સત્સંગ સંજીવનીમાંથી અ , Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી ચત્રભુજ બેચર મહેતા જેતપુર પૂજ્યશ્રી રાયચંદભાઈ પ્રત્યે મને પૂજ્યભાવ ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયો તે બતાવું છું. તે પહેલા તેમની સાથેનો મારો વ્યાવહારિક પ્રસંગ જણાવું છું. તેર વર્ષની ઉંમરે વૈરાગ્યમય વર્તન મારો સંસારી સંબંઘ કૃપાળુશ્રીની વડીલ બહેન શિવકુંવર સાથે થયો હતો. મારું લગ્ન તેમના વડીલ બહેન સાથે પંદર વર્ષ અને છ માસની ઉંમરે સંવત્ ૧૯૩૭ના માગસર વદ ૧૦ સોમવારે થયું હતું. તે વખતે કૃપાળુશ્રીની ઉંમર તેર વર્ષની હતી. તે વખતે તેમનું વર્તન વૈરાગ્યમય જણાતું હતું. બેઠકના ભાગમાં બેસી દરેક વખતે પુસ્તકો વાંચતા હોય તેમ દેખાતું હતું. સ્ત્રી નીતિ બોઘક સંવત્ ૧૯૩૮ની સાલમાં જેતપુર પઘારવાનું થયેલું, તે વખતે તેમણે “સ્ત્રી નીતિ બોઘક” નામની ચોપડીઓ છપાવેલી હતી. તે સાથે લાવેલ હતા. અગાઉથી ગ્રાહક તરીકે પાંચ પ્રતો ભરાવેલી તે આપવામાં આવી હતી. અવઘાનની ચમત્કારિક શક્તિ સંવત્ ૧૯૩૯-૪૦ની સાલમાં મોરબી લેવડ-દેવડના કામ પ્રસંગે જવું આવવું થતું ત્યારે તેઓશ્રીને મળવાનું થતું. કવિત્વશક્તિ અને તે સાથે અવઘાન કરવાની શક્તિ જોઈ, યાદદાસ્ત ઘણી જ તીવ્ર જણાતી, આ સમયે અંગ્રેજીનો અથવા કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આગળ ઉપર ઘણો લાભ મેળવી શકે એમ ઘારી તે અભ્યાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેના જવાબમાં અંગ્રેજી અભ્યાસ કરવાની પોતે અપ્રિયતા બતાવી હતી અને કાયદાનો અભ્યાસ કરવાની ઇચ્છા બતાવી હતી. થોડા વખતમાં રાજકોટ જવું છે અને ત્યાં શરૂઆત કરવી છે, પણ તરતમાં રાજકોટ જવાનું થયું નહોતું. કારણ કે તે વખતે અવઘાનશક્તિ ઉપર વિશેષ લક્ષ જણાતો હતો અને એવી ચમત્કારિક શક્તિની ખ્યાતિથી જામનગર વગેરે સ્થળેથી આમંત્રણ આવવાથી ત્યાં જવું થયું હતું. અને સારી સારી ભેટો પણ ઈનામરૂપે તેમને આપવામાં આવી હતી. અષ્ટાવઘાન કરી બતાવ્યા સંવત્ ૧૯૪૧ની સાલમાં મોરબીથી દલાલ હરિભાઈ ભાયચંદભાઈની સાથે તેઓ જેતપુર આવ્યા હતા. આ વખતે જેતપુરમાં કૃપાશંકર હરિશંકર નામના નાગર જે મહાલકારીની જગ્યા ઉપર હતા. અને થાણેદાર નંદલાલ બાપુજી હતા. તેમના તથા તેઓના સ્ટાફના માણસોના આગ્રહથી તેમને અષ્ટાવઘાન કરી બતાવવા વિનંતી કરવામાં આવી હતી. તે કબૂલ રાખી બીજે દિવસે નિશાળની મેડી ઉપરના ભાગમાં સભા કરી હતી. મહાલકારી સાહેબ પ્રમુખપદે હતા. ત્યાં અષ્ટાવઘાન કરી બતાવ્યા હતા. તેમાં જુદા જુદા વિષયોની જુદા જુદા રાગમાં માંગવામાં આવેલી કવિતાઓ અસરકારક અર્થવાળી શીઘ્રતાથી કરી આપવામાં આવી હતી. આ નાના ગામની સભામાં લગભગ સો-એક માણસો ભેગા થયા હતા, તે બઘા આ જોઈ છક થઈ ગયા હતા. આ પ્રસંગના કાવ્યો અને કૃતિના કાગળો બઘા સાચવી રાખેલા હતા, જે Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો ૩૬ મોરબીના શ્રી વનેચંદ પોપટભાઈએ “સાક્ષાત્ સરસ્વતી''ની બુક છપાવવાની હતી તે વખતે પૂ.શ્રી રાયચંદભાઈના મંગાવવાથી તેમના તરફ મોકલવામાં આવ્યા હતા. પણ ગમે તે કારણોથી તેમાં દાખલ કરવામાં આવ્યા નહોતા. પરંતુ એ પ્રસંગનાં એકાદ કાવ્યનો ભાગ યાદ છે તે અહીં નીચે જણાવું છું. પુત્ર છતાં નિર્વંશ કહાયો શ્રી ધનાળાના વિષે વિશ્વનાથ જેતપુર આવેલા હતા. તેમને અવધાન જોવાની ઉત્કંઠા હોવાથી તે સભામાં આવ્યા હતા. તેઓ નાના ગામડાંઓમાં સારા વિદ્વાન ગણાતા અને ભાગવદ્ આદિનો અભ્યાસ કરેલો હતો. તેમણે એક પાદપૂર્તિનો વિષય માગ્યો હતો. જેમાં કહ્યું હતું કે પુત્ર છતાં નરવંશ કાયો.'' આ પ્રમાણે તેઓ બોલ્યા હતા. ત્યારે કૃપાળુશ્રીએ સુધારીને જણાવ્યું હતું કે એમ નહીં પણ “પુત્ર છતાં નિર્દેશ કôાયો'' એમ ક્કો. એ કાવ્ય યાદ નથી, પક્ષ તેમાંથી બહુ જ ગંભીર અર્થ નીકળ્યો હતો. અને છેલ્લે ઉપરનું વાક્ય પાદપૂર્તિ તરીકે આવ્યું હતું. રાત્રિ ખરા બપોર બીજા પ્રેક્ષકે ‘રાત્રિ ખરા બપોર' એ પાદપૂર્તિ કરી આપવા કહેતાં તે કાવ્ય નીચે પ્રમાણે કર્યું હતું ઃ કચ્છ નૃપતિ વિવાહ રચ્યો, ગઈ તિમિ૨તા ઘો૨; અજવાળું એવું કર્યું “રાત્રિ ખરા બપો" એ રીતે અવધાન કરી બતાવવામાં આવ્યા હતા. બાળપણમાં મેં રામાયણ આદિ કથાઓ સાંભળેલી. આગળ ગામડાઓમાં કેટલાંક ભટો આવી કાંસીઓથી અને ભંભાથી રાત્રિને વિષે તેની કથાઓ કરતાં તે સાંભળેલી. તેમાં હનુમાનની ભક્તિ અને તેમનું પરાક્ર્મબળ વિશેષ જણાવેલું. તેમજ તુલસીદાસને પણ હનુમાનજીના આશ્રયથી રઘુવીરના દર્શન થયાં હતાં. તેથી ભગવાનનાં દર્શન કરવા હોય તો હનુમાન ઉપર આસ્થા રાખવી એવી મારી શ્રદ્ધા હોવાથી હું ભાવપૂર્વક દરરોજ દર્શન કરવા જતો અને તેલ ચઢાવતો હતો. એવું કરતાં લગભગ ચાર-પાંચ વર્ષ થયાં હશે ત્યારે ઉપરના પ્રસંગે જણાવેલ સાલમાં કૃપાળુશ્રી જેતપુર પધારેલા ત્યારે હનુમાનની એક સ્મૃતિનું કાવ્ય કરી આપવા માટે જણાવ્યું તથા એક કાવ્યમાં મારું નામ આવવું જોઈએ, તેમજ તેમની પ્રસન્નતાને લીધે જે કામ ઘારું તેમાં સફળતા થાય એવો ભાવ આવવો જોઈએ. તે ઉપરથી તેમણે ઘણા થોડા વખતમાં નીચેનું કાવ્ય કરી આપ્યું હતું. પોતાના અક્ષરથી લખાયેલો અસલ કાગળ પણ વિદ્યમાન છે. હનુમાનની સ્તુતિ (હરિગીત છંદ) સમરું સદા સમરણ કરીને શાંતના મનમાં થરી, ઘરું ઘ્યાન આઠે જામ ને પ૨ણામ પ્રેમથી કરી; તુજ સાથથી મુજ કામ થાશે, ઠામ પુરો મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૧ શ્રી રામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, સમરણ કરી જગનાથનું પ્રથમે પુજાણા ભગતમાં; Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શ્રીમદ્ અને ચત્રભુજ મહેતા અતિ હેતથી આશિષ પામ્યા બોલતાં જય રામની, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૨ મંગળકરણ મતિવાન થઈ પ્રેમે કરી પ્રખ્યાત છો, સંસાર નારણ કર્મમારણ ભક્તિ કેરાં ભાત છો; વિશ્વાસથી આશા પૂરો છો સર્વ જનના મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૩ સીતા સતીને લાવિયા, નીતિનિયમમાં મન થયું, જગમાંહી કહેવાણા તિ, એ ઠીક કારણ શોધિયું; આ રાયચંદ વણિક વીનવે હૃદયથી હષિત બની, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૪ (દોહરા) હેત થરી હનુમાનજી, સમરું છું સુખકાર આશા અંતરની કરો પૂરણ ભક્તાઘાર. ૫ (કવિત) હામ ઘરી હનુમંત પ્રેમે પ૨ણામ કરું, તોડો મારા તંત એવી પુણ્ણ છે વિનતી; રામ તણા કામ કર્યા, કરો છો ભગત કામ, જગત પૂજે છે. વારંવાર માગી સુમતિ. નિશદિન રટણ કરું છું. આપ નામ તણું, માગું છું અલપતિ, આશા પૂરો હેતથી; ચરણકમળનણી કૐ નિત્ય નિત્ય પુજા, ફુઃખ ટાલનાર સ્વામી, આપની ગતિ છતી. ૬ (અંતર્યાપિકા દોહરા) ચતુરતા ચિત્તમાં નથી, વંદન લાયક તાત; તુજ ગતિમાં મોહી રહું, દઈ દે એ વિખ્યાત. ૭ રહું સદા આનંદમાં, નામ લીઘે દુઃખ જાય; ભુજ વિષે કે જોર ને, કો દૂ૨ પળાય. ૮ જગ સમરે છે આપને, રેમ કરો હે દેવ; થાયું મારું નીપજે, કરતાં રૂડી સેવ. ૯ “ચતુરભુજ વંદના કરે.” આસ્થા અરિહંત, જિનેશ્વર ભગવાનની રાખવી આ કવિતા સંવત્ ૧૯૪૧ના કારતક સુદ ૧૫ સોમવારના દિવસે જેતપુર મુકામે રચવામાં આવી. ત્યાં અદાવધાન પણ કરવામાં આવ્યાં હતાં. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૮ ઉપર પ્રમાણે કરી આપ્યા પછી કહ્યું કે તમે જેના ઉપર આસ્થા રાખો છો તે પ્રમાણે તેઓ સિદ્ધિ પામ્યા નથી. તો તમને લાભદાયક શું થશે? નિર્ધન તે ઘનાઢ્ય ક્યાંથી બનાવે? વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? એ શબ્દો કહી “આ આસ્થા ઉપયોગી નથી.” ખરી આસ્થા અરિહંત, જિનેશ્વર ભગવાન ઉપર રાખવી જોઈએ. તે માટે તમને એક પ્રબંધ કરી આપીશું. તેના ઉપર આસ્થા રાખી તેમની સ્તુતિ, સ્મરણ કરજો. એમ સૂચવી એક પ્રબંધ બનાવી આપ્યો હતો તે પણ અસલરૂપે વિદ્યમાન છે. તેમાં નીચેનું કાવ્ય ગોઠવેલું છે. (આ પ્રબંઘ “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાં પૃષ્ઠ ૩૦ ઉપર છે.) (અંતર્ગત-ભુજંગી છંદ) “અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે! દુઃખહારી.” (કર્તા તથા પ્રયોજન - ઉપજાતિ) “વવાણિયાવાસ વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોઘ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે.” (પ્રયોજન પ્રમાણિકા) “વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના; રચ્યો પ્રબંઘ ચિત્તથી, ચતુરભુજ હિતથી.” આ પ્રબંઘમાં દ્રષ્ટિદોષ, હસ્તદોષ કે મનદોષ દ્રષ્ટિગોચર થાય તો તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. હું છું. - રાયચંદ રવજી પ્રથમનું છોડી જિનેશ્વરની આસ્થા વધી ઉપર પ્રમાણે પ્રબંધ કરી આપ્યો, ત્યારથી સૂચના મુજબ જિનેશ્વર ભગવાન ઉપર આસ્થા વધી અને પ્રથમ જે કરવામાં આવતું તે છોડી દીધું. એમ પ્રથમ બોઘ બીજ મારામાં દાખલ કર્યું એમ હું માનું છું. પૂર્વના સંબંધે પાણિગ્રહણ સંવત્ ૧૯૪૨-૪૩ની સાલમાં કૃપાળુશ્રીનું વેવિશાળ મોરબીમાં મહેતા પોપટલાલ જગજીવનને ત્યાં થયું. સગપણ કરવા સંબંધી વાતચીત કરતા પહેલાં તેમણે અભિપ્રાય માગ્યો હતો, તે એમ સમજી કે તે સંસારી થશે કે કેમ? એ સવાલ હતો. તેના જવાબમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે એકાદ બે-ઠેકાણે વાત ચાલે છે. તો થોડા વખતમાં નક્કી થઈ જશે. ત્યારપછી થોડા મહિનામાં ઉપર જણાવેલ ઠેકાણે સગપણ થયા બાદ મળવાનું થયું ત્યારે તે સંબંધી જણાવવામાં આવ્યું હતું કે સગપણ કરવામાં ઉતાવળ કરી છે. થોડા મહિના ખમ્યા હોત તો આ કરતાં પણ સારા ઠેકાણાની કન્યા મળી શકત. તેના જવાબમાં કૃપાળુશ્રીએ કીધું હતું કે શ્રી આમરણના એક શ્રીમંત કન્યાની વાત આવી હતી, છતાં આ સાથે પૂર્વના સંબંધે પાણિગ્રહણ થવાના નિમિત્તે અહીંનું જ કબૂલ રાખ્યું છે. બે-એક વર્ષ પહેલાં આ કન્યા માટે વવાણિયાના વોરા ગોપાળજીએ વાતચીત ચલાવતાં તેના વડીલોએ જણાવેલું કે અમે દફતરી જેવા મોટા કુટુંબના અને શહેર નિવાસી, તે ગામડામાં કન્યા કેમ આપીએ? પણ આ જગ્યાએ જ શહેરમાં અને સારા જથ્થામાં વેવિશાળ થયેલ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ( શટિ શ્રીમદ્ અને ચત્રભુજ મહેતા લગ્ન પહેલાં સંસાર છોડી દેશે કે શું? લગ્ન થયા પહેલાં વઢવાણ, બોટાદ વગેરે સ્થળોએ અવઘાન કરી અને છેવટ મુંબઈમાં શતાવઘાનના પ્રયોગ કરી મુંબઈની પ્રજાને હેરત પમાડી હતી. અને દેશવિદેશમાં પેપર દ્વારા ઘણી ખ્યાતિ વઘતી ચાલી હતી. તે વખતના પત્ર ઉપરથી જણાતું હતું કે વૈરાગ્યદશા બહુ વધી ગઈ છે તેથી લગ્ન કર્યા પહેલાં સંસાર છોડી દેશે કે શું? એમ તર્કવિતર્ક થતાં વિસ્તારથી પત્ર લખ્યો હતો. પત્રનો જવાબ વખતસર નહીં મળતાં ફરી ઉપરા-ઉપરી કાડોં લખવામાં આવ્યા હતા. તેથી જવાબ મળ્યો. હતો તે પત્ર “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૨૭ છે. વૈરાગ્યની ઉત્કૃષ્ટતા વચ્ચે સંસાર ત્યાગ ઉપરનો પત્ર આવ્યા પછી મારા જન્મગ્રહ રજિસ્ટર પત્રથી મોકલવામાં આવ્યા હતા. અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતા જોઈ સંસારી થઈ તેના સુખદુ:ખનો અનુભવ પાંચ વરસ કરી પછી સંસાર ત્યાગ કરવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં આવેલ પત્ર તે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૨૮માં છપાયેલ છે. કૃપાળુશ્રીને મારા પ્રત્યે લાગણી હતી. સંસારત્યાગ કરવામાં આવે તે વખતે સાથે જ ત્યાગવો એવો સંકેત હતો. તે કેટલીક જગ્યાએ એકતા જેવી પ્રીતિ દર્શાવી છે. અને અહીંયા પણ શુક્લપ્રેમ પ્રદર્શિત કર્યો છે. સંપ શાંતિની વૃદ્ધિ કરો. સંપ રાખી રહેવા સંબંધીની તેમની ઉત્તમ શિક્ષા એક પત્રમાં આ પ્રમાણે છે : જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ-શાંતિની વૃદ્ધિ કરશો. એમ કરવું મારા ઉપર કૃપા ભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો ગામ નાનું છે તો પણ. નવતત્વ સંબંઘીની ચર્ચા હું વઢવાણ કેમ્પથી અમદાવાદ ગયો હતો. ત્યાં સારંગપુર તલીયાની પોળમાં પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યો હતો. તે વખતે રણછોડલાલ ગંગારામના પ્રેસમાં મોક્ષમાળા છપાતી હતી. ત્યાં તેમની સાથે હું પણ ગયો હતો. આ પુસ્તક ત્રણ દિવસમાં લખ્યું છે એમ જાણવા મળ્યું હતું. બે-ત્રણ દિવસ ત્યાં રોકાઈ પાછો વઢવાણ કેમ્પમાં આવ્યો હતો. અમદાવાદમાં દરરોજ સાંજે ફરવા જતાં. ત્રણ ચાર ભાઈઓ સાથે આવતા હતા અને ત્યાં નવતત્ત્વ સંબંધી ચર્ચા ચાલતી હતી. નષ્ટવિદ્યાનો પ્રયોગ ત્યારબાદ મુંબઈ જતાં પહેલાં જેતપુર પઘારેલા. ત્યારે નષ્ટવિદ્યાનો અખતરો કરી બતાવ્યો હતો. તે એવી રીતે કે જન્માક્ષરની કુંડળી જોઈ, માણસોનો જે સાલના, જે મહિનામાં, જે તિથિ અને વારના, જે સમયે જન્મ થયો હોય, તે કહી બતાવવું જોઈએ. એ વાત પ્રચલિત થવાથી જેતપુરના સોની નારણ સવજી પોતાની જન્મોતરી બતાવવા કૃપાળશ્રીને તેમની દુકાને તેડી ગયા હતા. સાથે પાંચ-સાત માણસો હતા. પંચોલી શંકર સોમનાથ પણ ત્યાં હતા. જન્મોતરી તેમણે હાથમાં લઈ મથાળાનો ભાગ વીંટાળી દીઘો અને પછી કુંડલીનો ભાગ કૃપાળુશ્રીને બતાવવામાં આવ્યો હતો. તે ઉપર આશરે અડધો કલાક વિચાર કરી જે કહ્યું તેની નોંધ કરી હતી, અને પછી તપાસતાં મથાળામાં જે પ્રમાણે લખ્યું હતું તે હકીકત બધી મળતી આવી હતી. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૪૦ નષ્ટવિદ્યા શીખડાવવાથી આવી શકે નહીં આ ઉપરથી પંચોલી શંકર સોમનાથને આ શક્તિ અત્યંત અદ્ભુત લાગી હતી. તે પોતાને બહુ જ કિંમતી જણાવવાથી, તેઓની પાસેથી આ શક્તિ શીખવવા પૂછાવ્યું હતું. તેના જવાબમાં કપાળશ્રીએ ખુલાસો કર્યો હતો કે એ વિદ્યા શીખડાવવાથી આવે તેમ નથી. અતિશય સ્મરણશક્તિ હોય તો જ જાણી શકાય તેમ છે, એટલે કે દરેક ગ્રહસ્થાનોમાં જે જે ગ્રહો પડ્યા હોય તે બધા ક્યારે હોઈ શકે એ હકીક્ત અંતઃકરણમાં એકઠી કરવી જોઈએ. અમુક ગ્રહ અમુક સ્થાને હોય તો આ સાલમાં જ તેનો જન્મ હોવો જોઈએ. એવું નક્કી થયા પછી માસ, દિવસ, વાર તથા વખતનું નક્કી થઈ શકે છે. એ અભ્યાસની કાંઈ નિશાળ નથી એમ જણાવતાં પંચોલીએ એ વાત કબૂલ રાખી હતી. નષ્ટ વિદ્યાનો જાણ પુરુષ અમારી સમગ્ર કોમમાં એક કાશીમાં જ છે, બીજે કોઈ સ્થળે નથી. આ વિદ્યાનો જાણનાર હજારો રૂપિયા મેળવી શકે અને તે બ્રાહ્મણ કોમને બહુ લાભકારક થાય. પણ એ પ્રાપ્ત થવી બહુ જ કઠણ, ત્યાં શું ઉપાય? એમ પંચોલીએ કહ્યું હતું. અંતઃકરણની શુદ્ધિ વિના થઈ શકે નહીં ત્યારબાદ પુરુષ કયા હાથથી પાઘડી બાંધે છે તે તેના માથાની આકૃતિ જોઈને બતાવવાનો અખતરો કરી બતાવ્યો હતો. પોતે દુકાનની અંદર બેઠા હતા, તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભો રાખવામાં આવતાં તેઓ જે વળની પાઘડી બાંઘતા હોય તે કહી બતાવતા હતા. આશરે પંદરેક માણસની એ પ્રમાણે પરીક્ષા કર્યા બાદ એક વસરામ બહેચર નામના એક પટેલને એવી રીતે ઊભો રાખતા પહેલાં શેઠ ઘેલા કાનજી તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે તમારી પાઘડીની પરીક્ષા કર્યા બાદ તમારે એમ કહેવું કે તમે કહો છો તેમ હું બાંઘતો નથી, પણ બીજા હાથથી બાંધું છું એમ કહેજો. તે પ્રમાણે પટેલે કહ્યું ત્યારે કૃપાળુશ્રીએ તેમને તે પ્રમાણે પાઘડી બાંઘી બતાવવા જણાવ્યું. પણ તે કૃત્રિમ હોવાથી યોગ્ય રીતે તેમ બાંધી શક્યા નહીં. તેથી તમે કોઈના શીખડાવવાથી એમ કહો છો એમ કૃપાળુશ્રીએ જણાવતાં પ્રેક્ષકોને બહુ જ આશ્ચર્ય લાગ્યું હતું. આ પરીક્ષા શી રીતે થઈ શકે છે? એમ કૃપાળશ્રીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે માથાની આકૃતિનો અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા-જમણા પડખાં તરફ માથામાં પડેલ ચિહ્નનો ભાસ થાય છે. અંતઃકરણની શુદ્ધિ વિના તેમ થઈ શકે નહીં. શિખવાડ્યું આવડે તેમ નથી. એમ ખુલાસો કર્યો હતો. સાક્ષાત્ સરસ્વતી' સંવત્ ૧૯૪૩ની સાલમાં “સાક્ષાત્ સરસ્વતી’ નામનું પુસ્તક શ્રી મોરબીના દફતરી વનેચંદ પોપટભાઈએ છપાવેલ. તેમાં લખેલી હકીકત એકઠી કરી તે લખાણ અમે ગોઠવી આપેલ એમ તેમણે મોરબીમાં મને જણાવ્યું હતું. તેમાં જે હકીકત લખેલી છે તે અક્ષરે અક્ષર સત્ય છે. તે આત્માની શક્તિઓનું જગતને ભાન કરાવવા માટે આ પ્રયાસ કરેલો પણ જગતની રીતિ કેવી છે કે તે ચોપડી બહાર પડ્યા પછી કેટલાંક માણસો નિંદા કરવા લાગ્યા. તેથી તે ચોપડી ફેરવવી બંધ કરી દીધી. અને જ્યાં મોકલી હતી ત્યાંથી પણ પાછી મંગાવી લેવામાં આવી હતી એમ પણ મોરબીમાં મને કૃપાળુશ્રીએ જણાવ્યું હતું. ભાવનાબોઘ મોક્ષમાળા ત્યારબાદ મોક્ષમાળાનું પુસ્તક બહાર પાડ્યું હતું. જે ધ્યાન રાખી વાંચવામાં આવ્યું હતું. તે છપાવતાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રીમદુ અને ઘારશીભાઈ સંઘવી વિલંબ થયેલ માટે ગ્રાહકોની આકુળતા ટાળવા માટે પ્રથમ ભાવનાબોઘની પ્રત મોકલવામાં આવી હતી. અનેક માસિકોમાં કૃપાળુશ્રીના કાવ્યો એ અરસામાં તેઓશ્રી તરફથી કેટલાંક માસિકમાં કાવ્યો મોકલવામાં આવતા હતા. “રાય સત આઈ એ મથાળાનું કાવ્ય એક માસિકમાં વાંચેલું. તથા બીજા કાવ્યો દેશ હાલ વિષે, શૂરવીર છત્રીશી કે પચીસી તથા ઘર્મ સંબંઘી કવિતા અને દ્રષ્ટાંતિક દોહરા વગેરે જાદા જાદા માસિકોમાં હોવા જોઈએ. તે સમયે વિજ્ઞાનવિલાસ, બુદ્ધિપ્રકાશ, સુબોધપ્રકાશ, ઘર્મદર્પણ, કવિતાવિલાસ, સ્વદેશહિતબોઘક, હિતોપદેશક રત્ન આદિ માસિકો આવતા હતા. આ કાવ્યો સન્ ૧૮૮૦ થી ૧૮૮૭ સુધીમાં જોવામાં આવેલ છે. તે વખતે “વૈરાગ્યવિલાસ” નામનું સ્વતંત્ર માસિક કાઢવા પોતે જણાવ્યું હતું. પોતાનું તથા પોતાના પિતાશ્રીનું નામ આવે તેવી નીચે જણાવેલી કવિતા જેતપુર મુકામે ગોઠવી હતી. તે આ પ્રમાણે– “રાખે યશ ચંદ્રોદયે, રહે વઘુ જીવી નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ.” યુગપ્રધાનનું સૂચન મોરબીથી તેઓશ્રીની જાન શ્રી વવાણિયે પાછી જતાં રસ્તામાં વૃષ્ટિ થઈ હતી. થોડુંક માવઠું થયું તે થઈ રહ્યા પછી જે સિગરામમાં કાકુભાઈ વગેરે બેઠેલ હતા તેમાંથી હું ઊતરી તેઓશ્રી જે રથમાં બિરાજેલ હતા ત્યાં પાસે જઈ પરચૂરણ વાતો કરતાં દશેક મિનિટ સાથે ચાલ્યો હતો. તે વખતે તેમણે એક વાત એવી જણાવી હતી કે આગળના યુગમાં આવા પ્રસંગે યુગ પ્રથાની પુરુષો પર વૃષ્ટિઓ થતી. એ યુગપ્રઘાનપણાનું સૂચન છે. એ વાત મને ચોક્કસ યાદ આવે છે. ઉતારો સંવત્ ૧૯૭૭ના કારતક સુદ ૫ સોમવારે કરેલ છે. શ્રી ઘારશીભાઈ કુશલચંદ સંઘવી મોરબી શ્રી મોરબી નિવાસી ભાઈશ્રી ઘારશીભાઈ કુશલચંદ સંઘવી શ્રી પરમકૃપાળદેવ “શ્રીમાનું રાજચંદ્રદેવ’ના સમાગમમાં આવેલા તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે. શ્રી પરમકૃપાળુદેવ પરમદયાળુ પરમોપકારી પરમાત્મા પ્રભુ શ્રી સહજાત્મસ્વરૂપ સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણયોગે સાષ્ટાંગ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” દેવદિવાળીના પર્વ દિને શ્રીમદ્ભો જન્મ શ્રી પરમકૃપાળુદેવનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દેશમાં મોરબી તાબે શુભસ્થળ શ્રી વવાણિયા બંદર મધ્યે પરમપૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પચાણભાઈ મહેતાને ત્યાં પરમપૂજ્ય દેવબાઈ માતુશ્રીની રત્નકુક્ષીએ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૪૨ સંવત ૧૯૨૪ કાર્તિક શુક્લ પૂર્ણિમાએ દેવદિવાળીના પર્વ દિને થયેલ છે, અને સંવતુ. ૧૯૫૭ના ચૈત્ર માસમાં કૃષ્ણપક્ષની પંચમીએ શ્રી રાજકોટ મધ્યે તેઓશ્રીનો દેહોત્સર્ગ થયેલ છે. પરમકૃપાળુ દેવના જન્મથી સૃષ્ટિમાં ઘર્મની ઉજજવલતા જેમ સૂર્યોદય થવાથી આખી સૃષ્ટિ ઉજ્જવલતાને પામે છે. તેમ જ આ પરમપુરુષ પૂર્ણ ઉજ્વલ તિથિએ એટલે કાર્તિક શુક્લ પૂર્ણિમાએ પ્રગટ થવાથી આખી સૃષ્ટિમાં ઘર્મની ઉજ્વલતા વ્યાપી ગઈ. અને સૂર્ય અસ્ત થવાથી આખી સૃષ્ટિમાં જેમ અંધકાર વ્યાપી જાય તેમ આ પરમપુરુષ, કૃષ્ણપક્ષમાં દેહોત્સર્ગ પામવાથી સૃષ્ટિમાં ફરીથી અંધકાર વ્યાપી ગયો. સૂર્ય અસ્ત થયે જેમ દિપકનું તેજ આખી સૃષ્ટિને આધારરૂપ છે તેમ જ આ પરમપુરુષના વિયોગથી હવે તેઓશ્રીના વચનામૃત જગતને આઘારરૂપ છે. તેઓશ્રીના સ્વહસ્તે લખાયેલા પત્રો, તે સર્વ એકત્ર કરી રત્નોના જતનની જેમ સંગ્રહ કરી તેને “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યો, જેથી સર્વ મુમુક્ષુઓ આજે પણ તેનો લાભ મેળવી શકે છે. તે ગ્રંથ સદા વિદ્યમાનપણે વર્તા, જયવંત વર્તો. શ્રીમદ્ દસ વર્ષની વયે ઘણા જ ડાહ્યા અને સમજુ હું પ્રથમ મોરબી સ્વસ્થાન માંહે ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ જગા પર અધિકારી હતો, અને ડિસ્ટ્રીક્ટ ફરવાનું કામ કરતો. તેવામાં શ્રીમદ્ મોરબી પધાર્યા અને પોતાના સગાંઓને ત્યાં ઊતર્યા હતા. તેમના સગાંઓ તરફથી એક ભાઈએ મારી પાસે આવી જણાવ્યું કે આપ રાજકોટ જવાના છો? મેં જણાવ્યું કે આવતી કાલે જવાનું છે. ત્યારે તે ભાઈએ જણાવ્યું કે અમારે ત્યાં રાયચંદભાઈ (શ્રીમ) આવેલ છે, તેમને રાજકોટ તેમના મોસાળે જવા વિચાર છે, તો તમારી સાથે લઈ જશો? મેં જણાવ્યું કે ભલે, લઈ જઈશું. ગાડીમાં જગ્યા છે માટે તેમને અમુક ટાઈમે મારે ત્યાં મોકલજો. જે ટાઈમે આવવા માટે જણાવ્યું હતું તે ટાઈમે શ્રીમદ્ આવી પહોંચ્યા. અને અમો ગાડીમાં બેસી રાજકોટ તરફ રવાના થયા. શી આ છોકરાની બુદ્ધિ! રસ્તામાં વાતચીતના પ્રસંગમાં તેમની વાતો સાંભળી મને આશ્ચર્ય ઊપસ્યું કે આટલી લગભગ દશ વર્ષની વયમાં આ છોકરો ઘણો જ ડાહ્યો છે, સમજુ છે. મોટી ઉંમરના માણસો પણ જે વાતો ન કરી શકે એવી વાતો એ કરે છે. શી આ છોકરાની બુદ્ધિ છે!તેમના ગુણથી આકર્ષાઈને હું બોલ્યો : “રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજો.” ત્યારે શ્રીમદે કહ્યું : “ના, મારા મોસાળે રહીશ.” મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું : “તમારે ત્યાં આવતો જઈશ, પણ રહેવાનું તો મોસાળમાં જ થશે.” ઘારસીભાઈને ઠેકાણે કરી દેવા. શ્રીમદ્ રાજકોટ પહોંચ્યા એટલે મોસાળમાં ગયા ત્યારે તેમના મામાએ પૂછ્યું : “તમે કોની સાથે આવ્યા?” તેમણે કહ્યું : “ઘારશીભાઈ સાથે આવ્યો છું.” બન્ને મામાએ જાણ્યું કે ઘારશીભાઈ અત્રે આવ્યા છે, તો તેમને ઠેકાણે કરી દેવા; એવી પ્રપંચની વાતો માંહોમાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈઓ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી ઘારશીભાઈને મારી નાખવાના વિચાર કરે છે, તો મારે તેમને ત્યાં જઈ આ મોટો ઉપકાર કરવાનો પ્રસંગ ચૂકવો નહીં, તેમને ચેતાવી દેવા જોઈએ. એવો વિચાર કરીને જમ્યા પછી તે મારે ત્યાં આવ્યા. શ્રીમદે મને પૂછ્યું : “ઘારશીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?' મેં પૂછ્યું : “કેમ?” શ્રીમદે હ્યું: “હું પૂછું છું.” ત્યારે મેં કહ્યું : “સગપણ સંબંધ નથી, પણ રાજસંબંધી ખટપટ ચાલે છે.” શ્રીમદે કહ્યું : “તેમ છે તો તમારે સાવચેતીમાં રહેવું, કેમકે તમારા માટે તેઓ ઉપાય શોઘતા હતા. લાગ ફાવે તો ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રસાદી ન થવું.” આ વાત તમે કેમ જાણી મેં પૂછ્યું : “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ઘારે છે?” ત્યારે શ્રીમદે ઉત્તર દીઘો : “હું જમતો હતો ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાતો કરતા હતા અને હું કોની સાથે આવ્યો તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.” મેં પૂછ્યું : “પણ તમારા દેખતાં તેવી વાતો તે કેમ કરે ?” શ્રીમદે કહ્યું : આ નાનો બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતો કરતા હતા. એટલે તમને કહેવા-ચેતાવવા માટે આવ્યો છું.” અહો! આ બાળકમાં કેવી ઉપકારબુદ્ધિ મારા મનમાં થયું કે અહો! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મોટા માણસને પણ ન સૂઝે તેવો મહા ઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યો. ઘન્ય છે આ બાળ મહાત્માને! ઘન્ય મારાં ભાગ્ય કે એમનો મને સંગ થયો! એમ વિચારી મને ઘણો આનંદ થયો હતો. તે વખતમાં હું સરકારી અધિકારી હોવાથી અને શ્રીમદુને નાની ઉંમરના બાળક તરીકે ગણી તેમનો હું વિવેક-વિનય કરવામાં યોગ્ય રીતે સાચવતો ન હતો. “આ કામ મને સોંપો થઈ જશે” બીજે દિવસે શ્રીમદ્ અમારા ઉતારે પઘાર્યા હતા, તે વખતે સરકારી રિપોર્ટ લખવાના કામ તથા બીજા લખાણોની ઝડપથી નકલો ઉતારવાનું કામ ઘણું જ હતું. મારા હાથ નીચે દસ કારકુનો હતા. તે કામ એક જ કારકુનને સોંપવામાં આવે તો ઓછામાં ઓછા દસબાર દિવસે તે કામ પૂરું થાય એમ હતું. જેથી દસ કારકુનોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો. તે વખતે શ્રીમદે મને જણાવ્યું કે કેમ આ લખાણો પરથી નકલ ઉતારવાની છે? મેં કહ્યું કે હા. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે “આ કામ મને સોંપો, થઈ જશે.” તે વખતે મને હસવું આવ્યું કે આ છોકરો શું બોલે છે? એનાથી તે વળી આ કામ બની શકતું હશે? એવો વિચાર કરી મેં જણાવ્યું કે આ કામ તમારાથી નહીં બની શકે. ત્યારે તેઓશ્રીએ દ્રઢતાથી જણાવ્યું કે બની શકશે. તેથી વિચાર કરી લખાણનો અર્થો ભાગ ઉતારો કરવા માટે શ્રીમદુને સોંપ્યો. અને બાકીનો અર્ધો ભાગ ઉતારા માટે દસે કારકુનોને વહેંચી લેવા જણાવ્યું. ભૂલો સુઘારી અને અક્ષરો તદ્દન ચોખ્ખા લખ્યા શ્રીમદે તે અર્ધા ભાગનો ઉતારો કરવાનું કામ શરૂ કર્યું. તે જ વખતથી દસ કારકુનોએ પણ બીજા Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૪૪ અર્ધા ભાગનો ઉતારો કરવાનું કામ શરૂ કર્યું. લગભગ બે કલાકમાં ઉતારો કરી તેઓશ્રીએ તે લખાણ મને સોંપી દીધું. જેથી મારા મનમાં વિચાર થયો કે આ છોકરાએ એકલાએ ત્વરાથી લખાણ પૂરું કર્યું અને ગૂંચવણભરેલા શબ્દો હોવા છતાં તે બાબત પૂછપરછ પણ કરી નહીં, જેથી ઉતારો કરવામાં ભૂલો આવી હશે, તેથી અસલ લખાણો સાથે ઉતારેલ નકલોની સરખામણી મેં પોતે જ કરી. સરખામણી કરતાં જણાયું કે અસલ લખાણના કોઈ કોઈ શબ્દોમાં કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો હતી, તે પણ તેમણે નકલો ઉતારી તેમાં સુઘારી લીધી હતી. અને અક્ષરો પણ તદ્દન ચોખ્ખા લખ્યા હતા. દસ કારકુનોએ તે ઉતારો આશરે પાંચ કલાકે પૂરો કર્યો હતો. તે ઉતારો કરવામાં જ્યાં જ્યાં ગૂંચવણો આવતી તેને માટે ઘણી વખત કારકુનો પૂછવા આવતા. છતાં લખાણમાં કેટલેક ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા અને કાના, માત્રા, અનુસ્વાર વગેરેની પણ ભૂલો કરી હતી. દસ કારકુનોએ પાંચ કલાકમાં તે જ કામ શ્રીમદે બે કલાકમાં કર્યું તેથી વિચાર આવ્યો કે દસ કારકુનોએ મળી જેટલું કામ પાંચ કલાકે કર્યું. તેટલું જ કામ એકલા છોકરાએ માત્ર બે કલાકમાં પૂર્ણ કર્યું છતાં કિંચિત માત્ર પણ ભૂલ નહીં, તે જાણી મને ઘણું જ આશ્ચર્ય ઉપર્યું અને મનમાં થયું કે આ છોકરો આગળ ઉપર ઘણો જ હોશિયાર અને પ્રતિભાશાળી થશે. શ્રીમદ્ પ્રત્યે વિનય વિવેકમાં વૃદ્ધિ અત્યાર સુધી શ્રીમદ્ અમારે ઉતારે આવતા ત્યારે એક બાજુ પર બેસતા હતા. પણ હવે જે આસન ગાદી તકીયા પર હું બેસતો હતો તે આસનના અર્ધા ભાગમાં તેમને ઘણા જ આગ્રહથી બેસાડતો હતો. તે વખતથી હું શ્રીમદ્ભો વિનય વિવેક કરતો થયો પણ તે જ્ઞાની પુરુષ છે તેવી ઓળખાણ હજુ સુધી મને થઈ નહોતી. બીજે દિવસે શ્રીમદ્ અમારા ઉતારે પધાર્યા ત્યારે ઘણી જ અભુત અપૂર્વ વાતો કરી હતી. હું ફક્ત જવાબમાં હા કે ના એટલું જ કહેતો, તે સિવાય કાંઈપણ બોલી શકતો નહોતો. કચ્છી ભાઈઓનો ઉતારો તમારે ત્યાં રાખશો? તે વખતે શ્રીમદે મને જણાવ્યું કે આજ રોજ શ્રી કોડાયથી બે કચ્છી ભાઈઓ અત્રે આવવાના છે, તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો? મેં જણાવ્યું કે ભલે ખુશીથી અત્રે ઉતારો રખાવજો. અમો તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશું. અમોને કોઈ રીતે અગવડતાનું કારણ નથી. પછી તેઓ નિશ્ચિત થઈ કચ્છી ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. શ્રીમદે તે બે કચ્છી ભાઈઓને સાથે લઈ અમારા ઉતારે પધાર્યા. અમોએ તે ભાઈઓને માટે નાહવા ઘોવા વગેરેની બધી વ્યવસ્થા કરી. ત્યાર બાદ કચ્છી ભાઈઓને અમે અત્રે આગમન થવા સંબંઘીની હકીકત પૂછી ત્યારે તેઓએ નીચે પ્રમાણે જણાવ્યું હતું. રાયચંદભાઈથી જૈનમાર્ગનો ઉદ્ધાર અમો કોઈ એક ભાઈના કહેવાથી સાંભળ્યું હતું કે સૌરાષ્ટ્ર દેશમાં શ્રી વવાણિયા બંદર મધ્યે “રાયચંદભાઈ” નામના નાની ઉંમરના એક ભાઈ છે, તેઓશ્રી મહાન પુરુષ છે, તત્ત્વવેત્તા છે; અને જ્ઞાન પામેલા છે. તેવી હકીકત સાંભળવાથી અમોને તેઓશ્રીના દર્શન કરવા ઇચ્છા ઉત્પન્ન થઈ અને મનમાં એમ વિચાર થયો કે તેઓશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરીને શ્રી કાશી દેશમાં અભ્યાસ કરાવવા માટે લઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી જવા અને ત્યાં અમારાથી બનતા પ્રયાસે સારી રીતે અભ્યાસ કરાવવો; કારણ તેવા પુરુષોથી જૈનમાર્ગનો ઉદ્ધાર થશે એમ સમજી અમો વિનંતી કરવા માટે પ્રથમ તો શ્રી વવાણિયા બંદરે ગયા. ત્યાંથી અમોને ખબર મળ્યા કે તેઓ મોરબી પઘાર્યા છે. મોરબીમાં ખબર મળ્યા કે અત્રેથી ભાઈ ઘારશીભાઈ કુશલચંદ સાથે રાજકોટ ગયા છે. તેથી સાંઢણી પર બેસી અમો અહીં આવ્યા છીએ. આત્માની અનંત શક્તિઓ છે તે વડે જાણીએ છીએ અમો જ્યારે ગામના ભાગોળે આવ્યા ત્યારે કેટલેક દૂરથી આ મહાન પુરુષ રાયચંદભાઈ દેખવામાં આવ્યા. અત્યાર સુધીમાં તેઓશ્રીને કોઈપણ વખતે અમે નજરે જોયા નહોતા, છતાં તેમના મુખ સામું દ્રષ્ટિ થતાં અમારા મનમાં એવો ભાસ થયો કે આ જ મહાન પુરુષ હોવા જોઈએ, એમ વિચાર થવાથી અમો તરત જ સાંઢણી પરથી ઊતરી પડ્યા અને તેઓશ્રીના સામે ગયા. તેઓ પણ અમારી સામે જ આવતા હતા. તુરત જ અમો બન્ને ભાઈઓને અમારા નામથી બોલાવ્યા કે કેમ હેમરાજભાઈ, કેમ માલશીભાઈ. જેથી અમો તો આશ્ચર્ય પામી ગયા અને તેમને પૂછ્યું કે તમારું નામ રાયચંદભાઈ છે? તેમણે હા કહ્યું. તેથી ખરેખર આપણને જે ભાઈએ જણાવ્યું હતું કે તેઓશ્રી જ્ઞાની પુરુષ છે, તે વાત યથાતથ્ય છે; તેવા વિચારોથી તે જ વખતે નમસ્કાર કરી અમો તેઓશ્રીની સન્મુખે બે હાથ જોડી ઊભા રહ્યા. પછી અમોએ પૂછ્યું કે આપે અમોને નામ દઈ બોલાવ્યા અને અમો અત્રે આવવાના હતા તેમજ આ રસ્તે થઈને આવીશું તથા આ વખતે જ આવીશું વગેરે આપ ચોક્કસ રીતે શા આધારે જાણી શક્યા? અને આ તરફ પઘાર્યા? તે કૃપા કરીને જણાવશો? ત્યારે રાયચંદભાઈએ જણાવ્યું કે “આત્માની અચિંત્ય અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ.” આ પુરુષને ભણવાનું શું બાકી હોય. આ હકીકત સાંભળતા અમો સ્તબ્ધ બની ગયા અને ઘણું જ આશ્ચર્ય પામ્યા તથા મનમાં વિચાર થયો કે ખરેખર, આ મહાન પુરુષ છે. આ પુરુષને માટે આપણે કાશી દેશમાં અભ્યાસ કરાવવા વિચાર ઘારતા હતા પણ તે વિચારો વ્યર્થ જણાય છે. આ પુરુષને ભણવાનું શું બાકી હોય? ખરેખર આપણા મહતુ પુણ્ય આ જ્ઞાનીપુરુષના દર્શનનો અને સમાગમનો લાભ મેળવી શક્યા છીએ. અમને જે ભાઈએ આ પુરુષના સંબંધમાં હકીકત જણાવી નિમિત્તભૂત બન્યા તે ભાઈનો પણ અમારા પર અત્યંત ઉપકાર થયો છે. આવા વિચારો અમો બન્નેને થયા હતા. ત્યાર પછી તેઓશ્રીની સાથે ચાલતા ચાલતા આપના મુકામે આવ્યા છીએ. ઉપર જણાવેલી સઘળી હકીક્ત કચ્છીભાઈઓના કહેવાથી સાંભળી હું ઘણો જ આશ્ચર્ય પામી ગયો અને મનમાં ઘણો જ પશ્ચાત્તાપ થવા લાગ્યો તથા આંસુ વહેવા લાગ્યા કે અહો! મારી બહુ જ ભૂલ થઈ છે. મેં બાળક સમજીને અને અધિકારીપદના મદે કરી આ પુરુષને ખરેખર ઓળખી ન શક્યો. જેથી તેઓશ્રીની અવિનય અશાતના મારાથી ઘણી જ થઈ. તેવા વિચારોથી હું તુરત જ શ્રીમદ્ પાસે ગયો, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી બે હાથ જોડી જણાવ્યું કે અત્યાર સુધીમાં આપશ્રીને નહીં ઓળખી શકવાથી મારાથી આપશ્રી પ્રત્યે ઘણી જ અશાતના અવિનય થયો છે. તેને માટે પુનઃ પનુઃ ક્ષમાવું છું. આપશ્રી ક્ષમા કરશો. ત્યારે શ્રીમદે જણાવ્યું કે – “કાંઈ નહીં.” Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો શ્રીમદ્દ્ન સામે બેસાડી હું તેમની સન્મુખ બેસવા લાગ્યો ત્યારપછી શ્રીમદ્ અમારે ત્યાં પધારતા હતા ત્યારે હું મારા આસન પરથી ઊઠી થોડે દૂર સામે જઈ સાથે લાવી માર આસન પર તેઓશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી બેસાડતો અને હું તેઓશ્રીની સન્મુખે બેસતો હતો, જમી રહ્યા પછી તે કચ્છીભાઈઓએ મને વિનંતી કરી કે અમારે શ્રીમદ્ સાથે ખાનગી વાતચીત કરવી છે તો એકાંતસ્થળ મળશે? ત્યારે મેં જણાવ્યું કે બાજુમાં હૉલ છે ત્યાં બેસવામાં ઠીક પડશે. પછી શ્રીમદ્ સાથે કચ્છીભાઈઓ તે હૉલમાં પધાર્યા હતા. પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જોવા તેમણે વિનંતી કરી. તે શ્રીમદે સ્વીકારી. એટલે તેઓ ‘સંઘપક' નામના ગ્રંથમાંની ગાથા લેતા આવ્યા હતા, તેના અક્ષરો આડા અવળી રીતે શ્રીમને સંભળાવ્યા. તે યાદ રાખી તેમણે આખો શ્લોક શુદ્ધ ઉચ્ચારણે બોલી બતાવ્યો, તેથી બન્ને ચકિત થઈ ગયા. તેમની વાતચીત પૂરી થયા બાદ મેં કચ્છીભાઈઓને પૂછ્યું કે આપે શ્રીમદ્ સાથે શું વાતચીત કરી? તે જણાવવામાં બાહ્ય ન હોય તો જણાવશો, ત્યારે હેમરાજભાઈ બોલ્યા : “છુપાવવા જેવું કાંઈ નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.' આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ અત્રે આવ્યા પછી અમારા મનમાં થયું કે એમને કાશીએ શું લઈ જવા ? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તો કરવો; પછી જેમ થવાનું હશે તેમ બનશે. એમ જાણી અમે તેમને કહ્યું કે “આપને કાશી લઈ જઈ ભણાવવા માટે વિનંતી કરવા અમો આવ્યા છીએ. માટે આપ કાશી પધારો. આપના કુટુંબને માટે તેમજ આપને માટે ખાવા પીવા વગેરેની સર્વ સગવડ તથા અમુક રકમ વગેરે દરેક માસે અમો આપીશું. માટે કૃપા કરી પધારો.’’ ત્યારે તેમણે જણાવ્યું કે અમારે આવવા ઇચ્છા નથી. તેથી અમો મનમાં સમજી ગયા કે પ્રથમથી અનુમાન કરેલું કે આપણી ધારણા પાર પડે તેમ નથી અને તેમજ બન્યું. તથા અમે જણાવ્યું નહોતું તો પણ પોતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી તેથી આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ જણાય છે. તે સાંભળી મને પણ પ્રથમ વિચાર થયો કે આટલી બધી સગવડ કરી આપે છે તો તેમણે જવું જોઈએ. પણ પછીથી સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે બધું સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી એમ તેમના જ્ઞાનાદિ ગુણોની મહત્તા ભાસી. શ્રીમદ્ની નિસ્પૃહતા શ્રીમદ્દો રાજકોટથી વવાણિયા જવા વિચાર થયો ત્યારે તેમને માટે મોસાળમાંથી મીઠાઈનો એક ડબ્બો ભાથા માટે ભરી આપ્યો હતો. પોતાની પાસે ભાડાના પૈસા નહીં હોવાથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચી ભાડા જેટલા પૈસા મેળવી લીધા. પણ મારી સાથે આટલી બધી ઓળખાણ છતાં કંઈ પણ માગણી કરી નહીં કે ઉછીના પૈસા પણ માગ્યા નહીં. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત પ્રમાણે તેમનામાં આટલી નિઃસ્પૃહતા નાની ઉંમરે પણ ઊગી નીકળી હતી. ૪૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ PREKENDS શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવી PAGE 71 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પરમારથકે કારણે માગું, ન સમજાં લાજ.” કચ્છી ભાઈઓની સગવડ યથાયોગ્ય થાય તે માટે ઘારસીભાઈને વિનંતી કરી તેમની આગતાસ્વાગતા સાચવી, પણ પોતાને થોડા ભાડાના પૈસા જોઈતા હતા તો પણ તે ખાતર હાથ લાંબો કરી દીનતા કરી નહીં. (જીવનકલા પૃ.૨૯) અહો! ઘન્ય છે આવા મહાન પુરુષની શૈર્યતા, નિસ્પૃહતા અને શાંતપણાને. અમુક અમુક સૂક્ષ્મ વિષયના તત્ત્વોનું ઘણે સ્થળેથી અને ઘણા પ્રયાસો કરવા છતાં મને સમાઘાન થવા પામેલ નહોતું તેનું યોગ્ય સમાઘાન શ્રીમદ્ભા રૂબરૂ પરિચયથી, તેમના હસ્તલિખિત પત્રોથી તથા કેટલુંક તેમની આજ્ઞાનુસાર વાંચન કરવાથી તથા કેટલુંક સમાઘાન તેમની કરુણાદ્રષ્ટિથી થયું છે અને થતું જાય છે. ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય. શ્રીમને ૧૪-૧૫ વર્ષની વયે મોરબી કાર્યપ્રસંગે મારે ત્યાં આવવાનું થયું હતું. હું શાસ્ત્રનો અભ્યાસી હતો. એટલે સાધુ-મુનિરાજ વગેરે મારી સાથે શાસ્ત્ર વિષયક ચર્ચાદિ કરતા. એક દિવસ સ્થાનકવાસી મહારાજ મારે ત્યાં વહોરવા પઘાર્યા. તે દિવસ રવિવારની રજાનો હોઈ તેમણે મને કહ્યું –બપોરે સ્થાનકે આવજો. શ્રી ગાંગેય અણગારના ભાંગા મને બરાબર સમજાતા નથી. તે આપણે વિચારીશું. મેં હા પાડી. આ વાર્તાલાપ ત્યાં હાજર રહેલા શ્રીમદે સાંભળ્યો. હું જમીને બહાર ગયો. તે દરમ્યાન તેઓશ્રીએ કોરો કાગળ લઈ તેમાં ‘ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય' એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂક્યો અને પોતે ચાલ્યા ગયા. તેવામાં એક બકરી ઘરમાં આવીને તે ચોપડી મુખમાં લેતી હતી, ત્યાં હું આવી ચઢ્યો. બકરીને હકાલતાં તેના મોઢામાંથી તે ચોપડી પડી ગઈ અને તેમાંથી શ્રીમદુના લખાણવાળો કાગળ પણ નીચે પડી ગયો. તે લઈ વાંચતા મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં; તે લખનાર પ્રત્યે બહુમાન સ્કુટું, પરમાદર ઊપજ્યો અને એકદમ ઉલ્લાસમાં આવી જઈ શ્રીમને તરત બોલાવી લાવવા પટાવાળાને આજ્ઞા કરી. શ્રીમદ્ તરણતારણ ગુરુસ્થાને પટાવાળો બોલાવવા જાય છે ત્યાં રસ્તામાં જ ઘીર ગંભીર ગતિથી ચાલ્યા આવતા શ્રીમદ્ સામા મળ્યા. શ્રીમદે ઘરમાં પ્રવેશ કરતાં જ મેં તેઓશ્રીને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા અને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી મેં મારી ગાદી ઉપર શ્રીમને બેસાડ્યા, બે હાથ જોડી શ્રીમુખે ગાંગેય અણગારના ભાંગાનું રહસ્ય સમજાવવા તેઓશ્રીને વિનંતી કરી. શ્રીમદે બે કલાક અપૂર્વ બોધ આપી માર્ગનું ભાન કરાવ્યું. શ્રીમદુની અમૃતવાણી સાંભળીને મને રોમાંચ ઊલ્લસ્યા. જીવન ઘન્ય માન્યું. ત્યારથી હું શ્રીમને મારા તરણતારણ ગુરુસ્થાને માનવા લાગ્યો. પહેલાં બાળક બુદ્ધિ, પછી વિદ્વાન બુદ્ધિ, પછી સમાન બુદ્ધિ, પછી મહાત્મા બુદ્ધિ અને હવે ગુરુબુદ્ધિ ઉત્પન્ન થઈ) “જીવદયાણ' યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્ર, આ પ્રમાણે તેમનું અનહદ જ્ઞાનબળ તથા ચમત્કૃતિ જોઈને હું ચકિત થયેલ છું. એવા યુગપ્રધાન પુરુષનો પૂર્વે પ્રાપ્ત નહીં થયેલ એવો અલભ્ય લાભ મને પ્રાપ્ત થવાથી, તે કરુણાદ્રષ્ટિવંતને હું તરણતારણ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૪૮ તથા “જીવદયાણ” માની તેમના પ્રત્યે મન, વાણી, શરીર અને આત્માથી વર્તન કરવા લાગ્યો છું. | મોક્ષ મેળવવા ગુણસ્થાનક આરોહણક્રમ એક વખતે અમો મોરબી શહેરની બહાર શ્રીમદ્ સાથે નદીના કાંઠા તરફ ગયેલા. આગળ જતાં એક મોટો ટેકરો આવ્યો. જે ટેકરા પર ફરીને ચઢાતું હતું. ત્યાંથી ચઢવાને બદલે સીધું ટેકરા પર ચઢવું વિકટ હતું. પણ તે રસ્તેથી તેઓશ્રી ટેકરા ઉપર ચઢી ગયા, અને અમો બઘા પાછળ આવતા હતા. ત્યારે તેમણે કહ્યું કે તમે આ ટેકરા પર ફરીને આવો. તેથી અમો તેમની આજ્ઞાનુસાર ફરીને ટેકરા ઉપર ચઢયા. ત્યારે તેઓ બોલ્યા કે તમે જેમ ફરીને આવ્યા તેવી રીતે ગુણસ્થાનક ચઢવાનો ક્રમ છે. તે ઉપરથી અમને એમ સમજાયું કે મોક્ષમાર્ગમાં યોગ્યતા પ્રમાણે ક્રમાનુસાર ચાલવું તેમજ જ્ઞાની પુરુષ કહે તેમ કરવું, પણ કરે તેમ ન કરવું. ક્રિયાકોશ'નો અનુવાદ કરવાની આજ્ઞા એક વખત શ્રીમદ્ જમવા બેઠા. તેમના પાટલા ઉપર બની શકે તેટલી સામગ્રી પીરસવામાં આવી. તેમણે પાપડ, અથાણું આદિ અમુક ચીજ વપરાશમાં ન લીધી. તેથી મને વિકલ્પ થયો કે અમુક અમુક પદાર્થ વપરાશમાં ન લીઘા તેનું શું કારણ હશે? પણ તેનું સમાધાન થવા માટે હું પૂછી શક્યો નહીં. તે જ દિવસે રાત્રે પ્રસંગોપાત્ત વાતચીત ચાલી ત્યારે તેઓશ્રીએ “ક્રિયાકોશ” જે ઘણે ભાગે મારવાડી ભાષાના પદ્યમાં છે તેને ગુજરાતી ગદ્યમાં લખવા મને આજ્ઞા કરી, ત્યારે મેં કહ્યું કે તે ભાષા એવી છે કે તેના ગુજરાતી શબ્દો મળવા મુશ્કેલ છે. તેથી બરાબર લખી શકાય તેમ નથી. ત્યારે તેમણે ફરી આજ્ઞા કરી કે જેવો આવડે તેવો અને જેવો સમજાય તેવો ગુજરાતીમાં તરજામો કરવો. તેઓશ્રીએ ક્રિયાકોશ મને આપ્યો અને તે પ્રમાણે કરવાનું શરૂ કર્યું અને અમુક ભાગોનો તેમની આજ્ઞાથી તરજામો પણ કર્યો. ક્રિયાકોશનો તરજામો કરવાથી એક તો મને એ ફાયદો થયો કે ત્રસ જીવની ઉત્પત્તિના સ્થાન ક્યાં ક્યાં હોય. અને તે સ્થાનમાં વિકલૈંદ્રિયની ઉત્પત્તિ થઈ છે એમ ક્યારે ગણી શકાય તે થોડે થોડે અંશે સમજાણું. તથા પછીથી તેવા જીવવાળા પદાર્થ વપરાશમાં ન આવે અથવા અનિવાર્ય કારણથી પણ જેમ બને તેમ તેનો વપરાશ ઓછો કરવામાં આવે તો આત્માને શ્રેયનું કારણ છે એમ મનમાં રહ્યા કરતું હતું. એ પ્રમાણે તેઓશ્રીએ મારા મનનું સમાધાન કરી આત્માને હિતકારી એવો બોઘ પણ આપ્યો. કેવળજ્ઞાન સંબંધી નિબંધ લખવાની આજ્ઞા શ્રીમદ મોરબી મુકામે પથાર્યા ત્યારે એક વખત મને એવી આજ્ઞા કરી કે કેવળજ્ઞાન સંબંધી નિબંધ લખી લાવો. ત્યારે મેં કીધું કે તે વિષે મને કેમ આવડશે? ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે, “અમો જે કાંઈ કહીએ તેમાં શંકા નહીં લાવતા કરવું યોગ્ય છે. તમોને આવડશે.” તેથી તે વિષય સંબંધી નિબંઘ થોડા વખતમાં લખી મેં રજૂ કર્યો હતો તેમાં – “ભરતક્ષેત્રમાં આ કાળને વિષે મનુષ્યમાં કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે તેનાં કારણો અને પ્રગટ ન થઈ શકે તેના કારણો દર્શાવ્યા હતા. તેમાં એક કારણ એવું હતું કે વજ>ઋષભનારાચસંઘયણ ન હોય ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે નહીં. અને આ પંચમકાળને વિષે તેવા સંઘયણનો અભાવ જણાય છે વગેરે જણાવ્યું હતું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી અપવાદ તરીકે કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે તે નિબંધ વાંચી શ્રીમદે જણાવ્યું હતું કે એક સંઘયણમાંથી બીજ સંઘયણ થઈ શકે. વળી “કર્મગ્રંથ' વાંચતા મને જાણવા મળ્યું કે સજાતીય પ્રકૃતિનું સંક્રમણ આદિ થઈ શકે છે. ત્યારપછી વિચાર કરતાં ડૉકટર લોકો એકના હાડ કાપી બીજામાં જોડી દે છે, સાંધે છે, કાપે છે એ વગેરેનો વિચાર કરતા વિશેષ ખાતરી થઈ છે. અને છેવટે શેડોના ચિત્રો ઉપરથી તથા તેણે કરેલ ખેલની વાતો સાંભળવાથી સંઘયણમાં ફેરફાર થઈ શકે એમ જાણવાથી શંકા દૂર થઈ અને અપવાદ તરીકે કેવળજ્ઞાન પણ પ્રગટ થઈ શકે એવી માન્યતા થવા લાગી હતી. પ્રસંગોપાત શ્રીમદે જણાવ્યું કે જેઓમાં ઔત્યાત્તિકી બુદ્ધિ હોય તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે. સામાના મનની વાત જાણવાની શક્તિ સામાના મનની વાત જાણી શકીએ છીએ એમ (કહેવું કારણોસર પોતાને વ્યાજબી નહીં જણાયાથી) લાક્ષણિક અર્થથી સમજી શકાય તેવું વર્તન તેમના તરફથી થતું હતું. ઘણી વખત એવું બનતું કે આજે આ વિષય છેડવો છે અથવા અમુક વિષે પ્રશ્ન પૂછવો છે એમ ઘારી તેમની પાસે ગયા હોઈએ ત્યારે વાતનો પ્રસંગ તેઓ એવો લાવતા કે જે વિષય ઉપર પૂછવું હોય તે જ વિષય ઉપર વિવેચન આવે. આ પ્રમાણે એકાદ બે વખત બન્યું ત્યાં સુધી તો એમ કલ્પના રહ્યા કરી કે જોગાનુજોગ એ વાત નીકળી આવી; પરંતુ જ્યારે ઘણી વખત એવા પ્રસંગ બન્યા ત્યારે એમ ખાતરી થઈ કે સામાના મનની વાત જાણવાની તેઓમાં શક્તિ છે. કષાયનો તાપ આત્માથી જવો જોઈએ “એક દિવસે બપોરની વેળાએ ભર ઉનાળાના વખતમાં હું શ્રીમદ્ સાથે ઘર્મકથા કરતા દિવાનખાનામાં બેઠો હતો. ત્યાં તેઓશ્રીએ જણાવ્યું–“ઘારશીભાઈ ફરવા જશું? મેં કહ્યું–જેવી આપની ઇચ્છા. એમ કહી હું તૈયાર થયો. તે વખતે ખરો બપોર હોવાથી હાથમાં છત્રી લીધી. મોરબીની એક સીધી લાંબી બજારમાં આવતાં તેઓશ્રીએ જણાવ્યું–ઘારશીભાઈ, છત્રી ઉઘાડો. શ્રીમદ્ભા મુખમાંથી વચન નીકળતાં જ મેં છત્રી ઉઘાડી અને તેઓશ્રીના મસ્તક પર ઘરી રાખી. આમ મોરબીની લાંબી ભરબજારમાંથી ઘર્મવાર્તા કરતાં જ્યારે ગામ બહાર નીકળ્યા કે તેઓશ્રીએ જણાવ્યું–ઘારશીભાઈ! છત્રી બંઘ કરો. મેં કહ્યું–સાહેબ! ગામ બહાર તો વઘારે તાપ લાગે, ભલે ઉઘાડી રહી. ત્યારે તેઓશ્રીએ બોથ આપ્યો કે કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. આ લોક ત્રિવિઘ તાપથી આકુળવ્યાકુળ છે. જ્ઞાનીઓ એ સંસારના તાપથી મુક્ત થયા છે. જગતના જીવોને દુઃખી જોઈ કરુણા ઊપજે છે. તેથી દુઃખ મુક્ત કરવા ઉપદેશ આપે છે. સોભાગભાઈને ત્રિયોને નમસ્કાર શ્રીમની સપુરુષ તરીકેની સાચી ઓળખાણ મને શ્રી સાયેલા નિવાસી પૂ.શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈવડે થવાથી તેમને પણ મન, વાણી, શરીર અને આત્માથી પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. ઘારશીભાઈની ઉંમર ૫૦ વર્ષની - પ્રૌઢ વયના અને ન્યાયાધીશ અને પરમકૃપાળુદેવની ઉંમર ૨-૨૨ વર્ષની હતી. કૃપાળુદેવે એમની પરીક્ષા કરવા જ આમ કર્યું હતું. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૫૦ અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા. સંવત્ ૧૯૫૭ના ચૈત્ર સુદ ૧૩ થી ચૈત્ર વદ ૪ સુઘી શ્રીમની આખરની માંદગીમાં રાજકોટ મુકામે તેઓશ્રીની પાસે હું હાજર રહેલો. ચૈત્ર વદ ૪ની સાંજે મારે મોરબી જવાનું હોવાથી શ્રીમદ્ભી રજા માગી, તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું, “ઉતાવળ છે?” કહ્યું, “બે ચાર દિવસમાં પાછો આવીશ.” છેવટે શ્રીમદે કહ્યું, “ઘારશીભાઈ! ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમમાં ત્રણ પુરુષો સ્વરૂપજ્ઞાનને પામ્યા છે—સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.” તે વચનની મહત્તા અને પછી સમજાઈ હતી. આ વિષેનો ઉલ્લેખ ઉપદેશામૃતમાં નીચે પ્રમાણે છે : શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ધંધુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શનસમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણાં બંધ કરી શ્રી ઘારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતિ કરી કે, “સં.૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજાં શું શોચનીય છે? આજે અવશ્ય કપા કરો એટલી મારી વિનંતિ છે.” એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી, લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાઘના બતાવી છે, બોઘ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની તેનું પોતે આરાઘન કરવા લાગ્યા.” -ઉપદેશામૃત (પૃ.૩૭૩) ઘારશીભાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ ચોવીસે કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે એમ ગોઠવણ કરી હતી. પ્રભુશ્રી–ઘારશીભાઈનો ક્ષયોપશમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. ઘણી વખત અમને ખુલ્લા દિલથી વાતો કરે કે આવું ને આવું ભાન મરણ પછી પણ રહે તો કેવું સારું! ગુણ પર્યાય, કેવળજ્ઞાન અને એ બધી વાતો તે સારી કરી જાણતા હતા. એ પૂર્વનો ઉપાર્જન કરેલો ક્ષયોપશમ છે.” - ઉપદેશામૃત (પૃ.૩૧૯) મુનિ મોહનલાલજી–ઘારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. ‘સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાત્મસ્વરૂપ.” એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને વિનયચંદભાઈ દફતરી ૫૧ હોય તો વિશેષ લાભ છે, પામૃત (પૃ.૨૮૪) જીવનના અંતિમ વર્ષમાં શ્રી ધારશીભાઈ સત્સંગ અર્થે ખંભાત આવી રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગથી શ્રી મોહનલાલજી મુનિનો સમાગમ તેમને બે મહિના રહ્યો હતો. અને નારના વતની શ્રી રણછોડભાઈ પણ છેલ્લા આઠ દિવસ પાસે હતા. તેઓ બન્ને શ્રી ધારશીભાઈના સમાધિ-મરણનાં પુરુષાર્થને વારંવાર વખાણતા. લગભગ ૭૫ વર્ષની ઉંમરે સંવત્ ૧૯૭૫ના માગસર માસમાં કી ધારશીભાઈએ ખંભાતમાં સમાધિપૂર્વક દેત્યાગ કર્યો હતો. અર્ધશતાબ્દી ગ્રંથ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિ પૂ.શ્રી ધારશીભાઈ જણાવતા હતા કે મોરબીમાં અમારા ભાયાત ભાઈશ્રી ઘેલા સંઘવીનો દીકરો કાપડનો વેપારી હતો. તેમની શ્રી રેવાશંકર જગજીવનની કાં.ની દુકાને આડત હતી. જેથી તેમની મારફતે ખરીદી કરતા હતા. એક વખતે ખરીદી કરવા ગયેલા. ખરીદી કર્યા બાદ ગાંસડી બંધાવતા હતા. ભરતીયા અવ્યવસ્થિતપણે હતા તેથી પાકા ભરતીયા કરવાના હતા. અને તે વખતે સાંજનો વખત હો. રાત્રિભોજનનો ત્યાગ હતો. જેથી તે જમવા રોકાય તો ભરતીયા લેવા જવાનો ટાઈમ મળી શકતો નથી. વિગેરે અગવડો હતી. ગાંસડી બંધાવતી વખતે પરમકૃપાળુદેવ ત્યાં હતા. તેમણે કહ્યું કે ચાલો જમી લ્યો. ત્યોર તેઓએ પોતાની અગવડો જણાવી. તે સાંભળી પરમકૃપાળુદેવે જણાવ્યું કે શા માટે મૂંઝાઓ છો? ચાલો જમી લો પછી ભરતીયું તૈયાર થઈ જશે. પછી તે જમવા બેઠા. જમીને ઊઠ્યા બાદ પરમકૃપાળુદેવે કહ્યું કે બેસો, એક કાગળ લ્યો અને અમો લખાવીએ છીએ તે પ્રમાણે ભરતીયું બનાવો. પછી લખવાનું શરૂ કર્યું. લગભગ ૧૬૦૦ ૨૬ હતી. તે તમામ જે ઘણીને ત્યાંથી જેટલી રકમોની ખરીદી કરેલી તે તથા માલની જાત, તે જાતના આટલા તાકા, તેનો આ પ્રમાણે ભાવ તથા વાર પ્રમાણેની રકમો તેમજ વારના ભાવ વિગેરે તમામ પરમકૃપાળુદેવ મોઢે બોલતા જતા હતા. પછી પરમપાળુદેવે તેઓને જણાવ્યું કે આ ભરતીયા પ્રમાણે જાઓ મેળવી આવો, પછી મેળવતા તમામ રકમો મળી જેથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. તેઓ જ્યારે મોરબી આવ્યા ત્યારે પોતાને ઘેર વડીલોને સુચવન કર્યું કે આપણે આડત તો આ ઠેકાણે જ કાયમ રાખવી, ત્યારે વડીલોએ જણાવ્યું કે એવું તેમાં તમે શું દીઠું કે આમ આશ્ચર્યપણે બોલો છો. ત્યારે કે તેમને ઉપર પ્રમાણેની સઘળી હકીકતો વિદિત કરી હતી. - સત્સંગ સંજીવનીમાંથી શ્રી વિનયચંદભાઈ પોપટભાઈ દફ્તરી મોરબી શ્રી સત્પુરુષને નમસ્કાર અનેક ગ્રંથોનું અવલોકન અને કવિતાઓનું સર્જન સંવત્ ૧૯૪૦ની સાલમાં લગભગ હું શ્રીમના પરિચયમાં આવ્યો હતો. શ્રીમદ્ભુ તેરમા વર્ષથી મોરબી અવારનવાર આવતા અને પોતાના ફૈબાને ઘેર રહેતા હતા. તે ઘર અમારી પાડોશમાં જ હતું. ઉપાશ્રયમાં જતાં આવતાં તેમનો સમાગમ થતો. પછીથી અમારી સાથે ઘેર અને અમારી મ્યુનિસિપલ ઓફિસે તેમનું આવવાનું બનતું હતું. તેમાં પણ વધારે અમારી ઓફિસમાં શ્રીમદ્ભુના વખતનો વ્યય Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો થતો. તે વખતે ઓફિસમાં સ્વતંત્રપણે મારે કામ કરવામાં આવતું હોવાથી શ્રીમદ્ભુને ગાદી તકિયાની જુદી બેઠક સાથે તેમને અનુકૂળ પડતા કાગળ ક્લમ વગેરે સંજોગો કરી આપી તેમના કામમાં અડચણ ન પડે તેવી ગોઠવણ કરી હતી. ઓફિસમાં બેઠા અનેક પુસ્તકો અને ગ્રંથોનું અવલોકન તેઓશ્રી કરતા. તેમજ કવિતા વગેરે લખાણનું કામ પણ કરતા હતા. પર શૂરાતનવાળી કવિતાઓની રચના તેઓએ એક વખત પ્રવીણસાગર ગ્રંથ વાંચતા રજપૂતોના શુરાતન વિષેની કેટલીક કવિતાઓ ઝાક ઝમકવાળી બનાવી. તથા બીજી પણ કેટલીક કવિતાઓ તેમણે વીરરસની બનાવી હતી. તેમાંથી એક ગાથા નીચે પ્રમાણે છે :— “ઢાલ ઢલકતી ઝબક ઝળકતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખૂંદે રણમાં ત્યાં, મૂછ મલકતી, જગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર." શ્રીમદ્ પાસે સૂત્રનું શ્રવણ મારા પિતાશ્રી પોપટભાઈને સૂત્રોનો શોખ હોવાથી શ્રીમદ્ પાસે તેઓ સૂત્ર સાંભળવા અમુક ટાઈમ નક્કી કરી વખતોવખત શ્રવણ કરતા. તેથી એમને ઘણો સંતોષ થયો હતો. અમે પિતાપુત્રનો તેમના પ્રત્યેનો ઠ વધતો ને વધતો જતો હોવાથી અમારે ત્યાં વખતોવખત જમવાનું તથા સૂવા બેસવાનું પણ રાખવામાં આવતું. સમજી શકીએ એવી શૈલીમાં ‘મોક્ષમાળા'નું સર્જન એક વખત જમવા બેઠા ત્યારે અમુક શાકમાં મીઠું છે કે અમુક મોળું છે કે અમુક શાકમાં મીઠું નથી વિગેરે નજરે જોઈ કથી આપ્યું હતું. એવા અનેક દાખલા અમારા પરિચયમાં જોવામાં આવેલ. મેં એક વખત વિનંતી કરી કે અમો સૂત્રમાં સમજી શકતા નથી; તો અમો સમજી શકીએ એવી શૈલીના સૂત્રના સારરૂપ પુસ્તકો રચી અમારાથી વાંચી મનન થાય તેવા પ્રગટ કરવા કૃપા કરો. તે અરજ ઉપરથી એકથી ચાર પુસ્તકો રચી તૈયાર કરવા પોતાનો ઈરાદો જણાવ્યો. પુસ્તકો છપાવવા માટે પૈસાની મોટી રકમ જોઈએ તે માટે અમારા વડીલ મુરબ્બી શ્રી કિરતચંદ વખતચંદના ધર્મપત્ની માણેકબાઈ અને અમારા મોટાભાઈ ચત્રભુજભાઈએ મળી ગોઠવણ કરવાથી ‘મોક્ષમાળા’નામનું પહેલું પુસ્તક બહાર પાડ્યું હતું, 'સાક્ષાત્ સરસ્વતી'નું પ્રકાશન આવી અગાધ બુદ્ધિના સંજોગો જોઈ મારી ઇચ્છા તેમની વિદ્વતાની પ્રખ્યાતિ કરવા ઉત્કંઠા થવાથી ‘સાક્ષાત્ સરસ્વતી’ નામનું પુસ્તક સંવત્ ૧૯૪૩ની સાલમાં મેં બહાર પાડ્યું. જે ઉપરથી અન્ય ધર્મના અનુયાયી તેમજ સ્વધર્મવાળાએ તે પુસ્તકને અતિશયોક્તિવાળું ગણી અમને પરિષહ દેવામાં બાકી રાખી નહોતી પણ છેવટે જેમ જેમ તેમને શ્રીમદ્ભુનો પરિચય થયો, તેમ તેમ ખાત્રી થઈ હતી. આત્માને સુધારવા રાગદ્વેષ વગેરે ઘટાડવાનો ઉપદેશ એક વખત અત્રે ઉપાશ્રયથી પ્રતિક્રમણ કરી તેમની પાસે ગયો ત્યારે કહે કે તમે પ્રતિક્રમણ કરી Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬મું વર્ષ PAGE 79 Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીની અનહદ ક્ષમા (૧) શ્રીમદ્જી પ્રત્યે કડવા વેણ કહે છે (૨) છેવટે થાકી પાઘડી ઉતારી ક્ષમા માગે છે PAGE 80 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રીમદ્ અને વિનયચંદભાઈ દફતરી આવ્યા કે કહી આવ્યા? મારે કહેવું પડ્યું કે કહી આવ્યા પણ કરી આવ્યા નથી. ત્યારે કહે કે કરી આવતા શીખો. અંતરાત્માને સુધારવા અને રાગદ્વેષને દબાવવા માટે પહેલાં થોડું બોલવાનું અને એકાંતવાસે વિચારવાનું તથા ઉત્તરાધ્યયન, યોગવાસિષ્ઠ, વિચારસાગર વગેરે વાંચી વિચારવાનો ઉપદેશ કરતા હતા. <= શ્રીમની અનહદ ક્ષમા (૧) ભાણજી મકણજી નામના એક માણસે તેમની પરીક્ષા કરવા તેમના વિરુદ્ધ ભાષણ શરૂ કર્યું. તમે ઢોંગી છો, લોકોને અવળે માર્ગે ચઢાવો છો વગેરે કેટલાક ન બોલવાના શબ્દો બોલ્યા. તેથી અમોને ગુસ્સો ઉત્પન્ન થયો પણ શ્રીમદ્જીએ એક અક્ષર પણ તેમના સામો પ્રત્યુત્તર આપ્યો નહીં. (૨) છેવટે થાકી પાઘડી ઉતારી પગ પાસે મૂકી વારંવાર નમન કરી પોતાની ભૂલ માટે માફી માગી કહે કે મેં આપની પરીક્ષા કરવા આટલી હદ ઓળંગી પરંતુ આપની ક્ષમા અનહદ છે, એમ કહી તેમના પ્રત્યે પછી પરમભક્તિ રાખતા હતા. અર્થસહિત પ્રતિક્રમણ મારી સાથે વખતોવખત મારે ઘેર પ્રતિક્રમણ કરતા. તેમાં પોતે મને કહે કે તમને અર્થ આવડતો હોય તેટલો કહો. તેથી અર્થસહિત પ્રતિક્રમણ મારી પાસે યથાશક્તિ કરાવ્યું. તેમાં જ્યારે મેં નમો ચૌવિસોનો પાઠ ઉચ્ચાર્યો ત્યારે બહુ જ તે પાઠ માટે પ્રશંસા કરી. બે વખત મારી પાસે અર્થ કરાવી જેમાં જેમાં શબ્દાર્થ ફેર જણાયો તે સુઘારતા ગયા જેથી બીજી વખત તે સઘળો પાઠ અર્થસહિત મેં મુખપાઠ કર્યો હતો. આજ્ઞા ઉઠાવવાનું ફળ સંવત્ ૧૯૫૬ની સાલમાં તેઓશ્રી વઢવાણ કેમ્પ બિરાજ્યા હતા ત્યારે હું તેમની તબિયત જોવા ગયો. તે વખતે શ્રી પરમકૃત માટે ખરડો ચાલતો હતો, અને તેમાં મને રૂપિયા માંડવા મરજી પૂછી. હું તે વખતે બેઠા બેઠ હતો. તેથી મેં કહ્યું કે જે મારો પગાર થયે એક પગાર આપીશ. જે ઉપરથી તેમ કરવા તેમની ઇચ્છા ન થઈ અને કહ્યું કે જે રકમ મંડાવશો તેની તમને મુશ્કેલી નહીં પડે. જેથી તેઓશ્રી પર તે વાત મૂકી. તેમના ફરમાન મુજબ રૂપિયા ૫૦/- લખાવ્યા. અને તે વરસમાં કચ્છમાં કોરીનો વેપાર કર્યો. કોરી એટલે નાના ચાંદીના ગોળ સિક્કા. તેમાં હજાર કોરીનો નફો મળ્યો. જેથી બીજી વખતની મુલાકાતે તેમની હજાર તે વાત નિવેદન કરી કે આપના ફરમાન મુજબ રકમ ભરવાનું મને આ ફળ મળ્યું હોય એમ જણાય છે. પ્રજ્ઞાવબોઘ'ની અનુક્રમણિકા લખાવી તે જ દિવસે મેં અરજ કરી કે આપની તબિયત દિન પ્રતિદિન નબળી પડતી જાય છે અને અમારી ગુજરાતીમાં ચાર ચોપડીમાંની બીજી ચોપડીઓ તો બહાર પડી નહીં; તો હવે કેમ થશે? તે વખતે રેવાશંકરભાઈને બોલાવી સખત મંદવાડ હતો છતાં બેઠા થઈ એકસોને આઠ પાઠની અનુક્રમણિકા પ્રજ્ઞાવબોઘ'ની લખાવી હતી. ભોગાવલી કર્મયોગે પાણિગ્રહણ પરણવાની ઇચ્છા તેઓને ઘણી ઓછી હતી. પણ ભોગાવલી કર્મયોગે તે જોગ બન્યો એટલે તે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૫૪ ભોગવી લેવા કહેતા. ક્રમે ક્રમે અપૂર્વ તેમને વૈરાગ્ય પ્રગટ થયો. મુંબઈમાં રેવાશંકરભાઈ સાથે દુકાન ખોલી. હજારોનો લાભ તથા પ્રતિષ્ઠા મેળવી. પાછા તેથી પણ મુક્ત થયા હતા. મુક્તદશા અનુભવવાં જંગલોમાં નિવાસ છેલ્લા અઢી વર્ષ નિગ્રંથ સાધુપણાની પ્રતિજ્ઞા કરી હતી. અનેક વખત મુક્તદશા જેવી સ્થિતિમાં રહેવા ગુજરાતના જંગલોમાં પણ વસ્યા હતા - વિચર્યા હતા. અવળા પણ સવળા થયા પ્રાણજીવન અંબાવીદાસ અમારા ભાઈ હતા. તે તદ્દન નાસ્તિક તથા શ્રીમદ્ તરફ વિરુદ્ધતાવાળા હતા. પણ ઘીમે ઘીમે તે પણ તેમના ખાસ અનુયાયી થયા. પૂર્વભવનું કુટુંબ નેપાલમાં પોતાનું ગયા ભવનું કુટુંબ વગેરે નેપાલ દેશમાં હયાત હોવાનું કહેતા હતા. ને તેમના માતા-પિતા તથા ભાઈ-ભાંડુની સંખ્યાની વાત કરેલ પણ યાદ નથી. વિકારને દૂર કરવાના ઉપાય - એક વખત મેં પ્રશ્ન કર્યો કે "નેત્રોથી સ્ત્રી આદિકના દેખવાથી વિકાર થાય છે. તેના શાંતિના ઉપાય માટે કહ્યું કે જેના પર મોહ થાય તેની વિચાર વડે ચામડી ઉતારી અંદર શું ભર્યું છે? તેમ કલ્પના કરી જોવાથી વિકાર નાશ પામશે. રાજા કરતાં પણ શ્રીમદ્ગો વિશેષ પ્રભાવ નવલચંદભાઈ, ઘારશીભાઈ વિગેરે વિદ્વાનો અને કેળવેલ વર્ગના સજ્જનોની સંખ્યા તેમના શિષ્ય તરીકે વધતી જતી હતી. તેઓ તેમની પાસે નમન કરી બેસતા. શ્રીમદ્ એવી સભ્યતાથી વર્તતા કે રાજા કરતાં પણ તેમનો પ્રભાવ સૌ પર ઉત્કૃષ્ટ પડતો. પાંચ બાબત કહેવાની હોય ત્યાં એક વાત કહી શકાતી, આવો પ્રતાપ તેમનો હતો. પ્રશ્નનો ઉત્તર ફરમાવે તે શાંતિથી એક ચિત્તે શ્રવણ કરતાં અને ગમે તેટલા મુમુક્ષની સંખ્યા સમાગમમાં હોય તો પણ જાણે એક પણ માણસ નથી એવી શાંતિ વર્તાતી હતી. શ્રીમદ્ પ્રત્યે પ્રભુ જેવો ભાવા સ્વર્ગસ્થ જૂઠાભાઈનાં પત્ની ઉગરીબેનને, જ્યારે હું વઢવાણ કેમ્પ ગયો ત્યારે જોયેલ. તેમનો શ્રીમદ્જી પ્રત્યે પ્રભુ ભાવ હતો. શ્રીમદ્ભો અંતિમ અવસ્થાનો ચિત્રપટ વઢવાણ કેમ્પમાં હું શ્રીમદ્જીને જોવા ગયેલ. ત્યારે તેમના એક ફોટામાં હાડકાંના માળા જેવો ફોટો હતો. જેમાં અંગ ઢાંકણ માટે એક જ વસ્ત્ર પહેરેલ હતું અને તે ધ્યાનમુદ્રાનો હતો. એવી સ્થિતિમાં રહેવાની પોતાની સદાય ભાવના છે એમ શ્રીમદ્જીએ જણાવ્યું હતું. અંતરથી રાગદ્વેષ ઘટાડી સાચો ત્યાગ લાવવો. અમારે કેમ વર્તવું તે સંબંધે જણાવેલ કે–રાગદ્વેષની પરિણતી ઘટાડવી અને ત્યાગ વગેરે કરવાં, “સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૧૫૬) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ અને તે અપ્રગટ રાખી પોતાની રહેણીકહેણી સુધારવી એવા ભાવથી વર્તવાનું સૂચવતા. આટલું ખરું કે કોઈને પણ આગ્રહથી બાઘા આપવાનું તેઓ પસંદ કરતા નહીં; પણ જેની ઇચ્છા થાય તેણે પાપાચરણથી નિવર્તવું એમ જણાવતા. સાદું જીવન ઉચ્ચવિચાર શરીર સુંદર દેખાવા માટે નાહવા, ઘોવા કે સારા વસ્ત્રાલંકારો પહેરવા કે જુવાનીનો દેખાવ વગેરે તેમનામાં અંશે પણ નહોતો. સદા વૈરાગ્યભાવે રહેતા. અંતરની વાસના મૂક્યા વિના મોક્ષ નથી બનતા સુધી અંતરની વાસનાઓને રોકવા બહુ બહુ ભલામણ કરતા. ગમે તેવું તપ થયું હોય તો પણ અંતરની વાસનાને દબાવ્યા સિવાય કે ત્યાગ કર્યા સિવાય તરવાનો રસ્તો મળી શકો નહીં એમ કહેતા. પરના દોષો જોઈ નિંદા કરવી નહીં કોઈ મત પંથને નિંદતા નહીં. પણ દરેક મત પંથના અમુક પુસ્તકોમાં અમુક ભાગ ભોગ્ય છે. દરેક મત પંથવાળાએ તેમની બુદ્ધિ અનુસાર નજર પહોંચી એવી રીતે પંથ ચલાવેલ છે. અમુક મહાત્માઓ તથા વિદ્વાનોની પ્રશંસા પણ કરતા. કોઈની પણ નિંદા' કરવા કે દ્વેષને કરવા કે દોષો દેખવા માટે સખત મનાઈ કરતા અને આપણા દોષો જોઈ તેમાંથી ક્રમે ક્રમે મુક્ત થવા માટે પૂરેપૂરી ભલામણ કરતા હતા. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા મોરબી શ્રી સહજાત્મસ્વરૂપ, પરમ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રના છૂટક સંસ્મરણો – આ મહાત્માનો ગુરુ તરીકેનો સંબંઘ મને પ્રથમ વિ.સં.૧૯૫૫ના ચૈત્ર માસમાં થયો. આ સંબંધના સંસ્મરન્નોનો ઉલ્લેખ કરવા પૂર્વે તે પ્રથમનો જે સંબંધ હતો તે પણ જણાવવો યોગ્ય છે. શ્રીમદ્ લઘુવયથી બુદ્ધિશાળી શ્રીમદ્ વવાણિયાના વતની હતા. શ્રીમદ્ની બાળવયમાં એટલે કે નાનપણથી તે અઢાર ઓગણીસ વર્ષની વય સુધીમાં વવાણિયામાં મારા એક વડીલ (પિતાના કાકા) રા.હીરાચંદ પ્રાગજી મહાલકારી હતા, તેમજ થોડાં વરસ મારા પિતાશ્રી રા. કિરતચંદ ચતુર્ભુજ ત્યાંના પોસ્ટ માસ્તર હતા, એથી શ્રીમદ્ તથા તેમના કુટુંબનો અમારા કુટુંબને સારો પરિચય હતો. લઘુવયથી જ બુદ્ધિશાળી હોવાથી, તેમજ જે શાળામાં શ્રીમદ્ અભ્યાસ કરતા તે પોસ્ટ ઓફિસના નિકટ જ હોવાથી શ્રીમદ્ અને મારા પિતાશ્રીને વિશેષ પરિચય થયેલો. વવાણિયામાં અંગ્રેજી શાળા નહોતી તેથી શ્રીમદ્દ્ન બુદ્ધિબળ જોઈ મારા પિતાશ્રી એમને રાજકોટ કે મોરબી અંગ્રેજી શીખવા માટે પ્રસંગોપાત કહેતા. ત્યારે રાજકોટમાં મારા મામાનું ઘર છે અને ત્યાં અંગ્રેજી શીખવા જવા ઘારણા છે આમ શ્રીમદ્ કહેતા. ૧. (૧૭) પર નિંદા એ જ સબળ પાપ માનવું. ૨. (૯) દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. (શ્રીમદ્ રાજચંદ્ર પૃ.૧૪) ૩. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. (પુષ્પમાળા પૃ.૮) Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૫૬ શ્રીમદ્ગી અવઘાનશક્તિ અમે બઘા મોરબી હોઈએ અને શ્રીમનું મોરબીમાં પઘારવું થતું ત્યારે વખત પરત્વે તેઓ અમારું ઘર પાવન કરતા. અવઘાનકાળ વખતે મારા પિતાશ્રી કચ્છમાં હતા, પણ પાછળથી શ્રીમદુની અવઘાનશક્તિની વાત સાંભળીને મોરબીમાં મારા પિતાશ્રીને શ્રીમદુને મળવાનું થયું ત્યારે અવઘાન શું? એ જાણવા જિજ્ઞાસા બતાવી. ઘણું કરી આ સમય વિ.સં.૧૯૪૩નો હતો. અમારા એક કુટુંબી કાપડીયા છબીલાલ ફુલચંદની દુકાને મારા પિતાશ્રી ગ્રીન્સ સેન્ટન્સ બુક લઈને બેઠા હતા. શ્રીમદ્ અંગ્રેજી નથી જાણતા એમ મારા પિતાશ્રી જાણતા હતા. શ્રીમદ્ લામવિલોમ સ્વરૂપમાં એક અંગ્રેજી ચૌદ શબ્દોનું વાક્ય આપ્યું. એ વાક્ય સાંભળીને તરત જ સ્પષ્ટ અંગ્રેજીમાં જેવા રૂપમાં વાક્ય જોઈને તેવા રૂપમાં તે આખું વાક્ય શ્રીમદ્ ઉચ્ચારી ગયા. ફક્ત આટલાથી જ સાંભળનારા હેરત એટલે આશ્ચર્ય પામ્યા. ક્વચિત્ મારા પિતાશ્રી સાથે હું હોઉં અને શ્રીમદ્ રસ્તામાં મળે તો રસ્તામાં થોડો વખત ઊભા જ રહે, કુશલ-સમાચાર પૂછે – “આ મનસુખ કે? કેમ છે મનસુખ? શું ભણે છે? ઇત્યાદિ ઊભી વાંકડી પાઘડી બાંઘેલ ભવ્ય દેખાતા એ પુરુષ હસમુખી વાણીથી પૂછે જ. એક કરતાં વધારે વારના પ્રસંગો યાદ છે. તે પ્રસંગોનું મૂલ્ય તે વખતે ન જણાતું, પણ હવે એ જ્ઞાની પુરુષને (એક મહાત્મા તરીકેનો સંબંઘ) સંભારું છું ત્યારે એ બાળવયના પ્રસંગો પણ બહુ બહુ કિંમતી લાગે છે. શ્રીમનું જૈનસૂત્રોનું પઠન વિ.સં.૧૯૫૦ના આસો માસમાં હું મુંબઈ ગયેલ ત્યારે એક-બે વખત શા. રેવાશંકર જગજીવનની પેઢી ઉપર ગયેલ. પેઢી પાયઘુની ઉપર શ્રી ગોડીજીના દેરાસરની ડાબી બાજુએ હતી. જ્યાં હાલ શ્રી મહાવીર પ્રભુનું મંદિર છે. શ્રીમદુનો ત્યાં પરિચય થયેલો. વ્યવહારની રીતે કુશલ સમાચાર પૂછેલ, દાડમ આદિ કાંઈ છૂટ હતું તે ખાવા આપેલ. તે વખતે ચિનાઈ કાચની રકાબીમાં શાહી-ખડીયો-કલમ રાખતા અને કાંઈ લખ્યા કરતા. પાસે તરતમાં જ પ્રસિદ્ધ થયેલું સ્વ.મણિલાલ નભુભાઈનું શ્રી ષદૃર્શન સમુચ્ચયનું ભાષાંતર હતું. તેમજ રૂમાલમાં વીંટાયેલા જૈનસૂત્રો જેવું કેટલુંક હતું. જૈનધર્મ પ્રતિ મૂળથી જ પ્રેમ હોવાથી આ ગ્રંથો જોઈ શ્રીમદ્ પ્રતિ સ્નેહ અને માનની લાગણી ઊપજતાં અને શ્રીમની મીઠીવાણીએ સ્નેહ તથા માનને પુષ્ટિ-વૃદ્ધિ કરતાં બાળવયનાને મોટી વયવાળા પાસે જે સ્વાભાવિક સંકોચ થાય તે અત્રે સ્વયં દૂર થઈ જતો. શ્રીમન્ના નાનાભાઈ મનસુખભાઈ પણ આ વખતે અભ્યાસ કરતા. સંવત્ ૧૯૫૦ના પરિચયથી મનસુખભાઈ પણ મારા પ્રતિ બહુ પ્રેમ ઘરાવતા હતા. સજનને ઉચિત વિવેક વ્યવહાર વિ.સં.૧૯૫૩ના ચૈત્ર સુદ ૬ને દિવસે હું, મારો નાનો ભાઈ માઘવજી અને મારો ચિ.હરિલાલ એ ત્રણે મુંદ્ર જવા વવાણિયાની ટ્રામ એટલે નાની ગાડીમાં બેઠા. મુંદ્રામાં મારા પિતાશ્રી પોસ્ટ માસ્તર હતા. અમે સાડા દશે-અગિયારે વવાણિયે પહોંચ્યા. સ્ટીમર બીજે દિવસે સવારે મળે એમ હતું, એટલે તે દિવસે વવાણિયા સ્ટેશને રહેવાનું ઘાર્યું. નાસ્તો કરી વેઈટીંગ રૂમમાં બેઠા, ત્યાં અચાનક મનસુખભાઈ આવી ચઢ્યા. જોતાં જ “ઘરે કેમ ન આવ્યા?” એ આદિ એક સજ્જનને ઉચિત વિવેકભર્યો ઠપકો આપ્યો. “આપ ગામમાં છો એ ખબર ન હતી.' ઇત્યાદિ રીતે સમાધાન કર્યું. પછી સાંજનું જમવાનું કબૂલ કરી સાથે Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ ગામમાં તેમને ઘેર ગયા. સ્ટીમરના પાસ નથા યુઈન સંબંધી બધી તજવીજ તેમ કરાવી. આ વખત લગભગ એક વાગ્યાનો હતો. ૫૭ વિદ્વાન સર્વત્ર પૂજાય છે તેમની ડેલીમાં પેસતાં જમણા હાથ પર બંઘ ઓસરી ઓરડા હતા, તે ઓસરી ઓરડાની લગોલગ ઊંડાણમાં એક વિશાળ વખાર હતી. આ વખાર દેશી ઢબના એક દીવાનખાના જેવી હતી. અંદર ગાદીતકીયા બિછાવ્યા હતા. એક સીસમનું મોટું બુક સ્ટેન્ડ હતું. તેમાં અનેક છાપેલાં પુસ્તકો ગોઠવી રાખ્યા હતા. પાસે કાચના આયનાવાળો એક સુશોભિત કબાટ હતો. એક ગાદી તકીયે ઓસરી ઓરડાના કરાની ભીંતની સામેની ભીંતે શ્રીમદ્ બિરાજ્યા હતા. તેમને અમે ત્રણ જણ વિનયપૂર્વક ભેટ્યા. શ્રીમદે કુશળ પૂછી. બાળભાવની નિર્દોષતામાં શ્રીમદ્ સમીપે હું પણ એક જુદા ગાદી તકીયે બેઠો. મારી પાસે જ દેસાઈ પોપટલાલ મનજીભાઈ એક લખવાની ઢાળવાળી પેટી પાસે ગાદી ઉપર બેસી કાંઈ લખતા હતા. શ્રીમદ્ સમીપે અનેક સૂત્રો રૂમાલમાં વીંટાયેલા પડ્યા હતા. એક શ્રીમંત વેપારી છતાં ધર્મસંબંધી આવા ગ્રંથો વાંચવાનું શ્રીમદ્ કરે છે એ વિચારતાં તેમના પ્રતિ અગાઉ થયેલ માનની લાગણીમાં સ્વભાવિક વધારો થયો. અમે બેઠાં એટલામાંજ કોઈ આયર એટલે આયર જાતિના પુરુષ આવી શ્રીમદ્ન સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યો, આથી સ્વાભાવિક આશ્ચર્ય થયું. અંગ્રેજી ચોથા ઘોરામાં શીખેલ કે ‘વિદ્વાન સર્વત્ર પૂષ્પો’ એ વાક્યે આ આશ્ચર્યનું સમાધાન કર્યું. પછી શ્રીમદ્ બોલ્યા— શ્રીમદ્ન સાદાઈ જોઈ આનંદ “મનસુખ, તમારી સાદાઈ જોઈ અમને બહુ આનંદ થાય છે.’’ (કપાળમાં કેસરચંદનનું તિલક કર્યું હતું અને જાડો જીનનો કોટ પહેર્યો હતો.) હું મૌન રહ્યો. શ્રીમદ્—‘“સાદાઈ બહુ સારી છે, વાળવા યોગ્ય છે. તમે ડૉક્ટર સાહેબ પ્રાણજીવનદાસને ઓળખો છો?'' મેં કહ્યું—જી ના, નામથી જાણું છું. યુક્તિપૂર્વકની ચર્ચાથી આવેલ પરિવર્તન શ્રીમદ્—‘ડૉક્ટર સાહેબ હાલ બહુ સાદાઈમાં આવી ગયા છે અને શાંત થયા છે. ડૉક્ટર સાહેબમાં વિલાયત ગયેલ હોવાથી સંગપ્રસંગ યોગે ઉ‰ખલવૃત્તિ વિશેષ હતી. અમને મળ્યા ત્યારે અમે પૂછ્યું—ડૉક્ટર સાહેબ, આ ખમીશનું કાપડ શા ભાવનું હશે? ડૉક્ટર કહે પચીસ ત્રીસ રૂપિયાનો તાકો. અમે કહ્યું—એવું જ ટકાઉ શોભીનું આઠ રૂપિયાના નાકાનું મળી શકે કે નહીં? ડૉક્ટર સાહેબ કહે કે મળી શકે, અમે કહ્યું કે પચીશ-ત્રીસના તાકાનું કાપડ પહેરવાથી તમારા ચારસો પગારના કોઈ ચારસો એક કરે? ડૉક્ટર કહે— ના. અમે કહ્યું કે ઃ આઠ રૂપિયાનું સાદું શોભીનું ટકાઉ પહેરવાથી ચારસોના ત્રણસો નવ્વાણું કોઈ કરે ? ડૉક્ટર કહે—ના. યુક્તિ અને દલીલપૂર્વક અમને કોઈ આવું કહેનાર મળ્યું નથી.'' આમ પ્રસંગોપાત્ત યુક્તિવિવેકપૂર્વકની ચર્ચાથી ડૉક્ટર બહુ સાદા, શાંત અને ધર્મ પ્રતિ પ્રેમભાવવાળા થયા છે; ઇત્યાદિ સાદાઈને સંબોધીને શ્રીમદ્રે કહ્યું, શ્રીમદ્ એક શ્રીમંત વેપારી હોઈને આવી આવી ધર્મવ્યવહાર અને પરમાર્થ બાબતો ઉપર સૂક્ષ્મતા અને વિદ્વતાથી વાતો કહે, એ અનુભવ થતાં મને તેમના પ્રત્યેના પૂજ્યભાવમાં પ્રેમસહિત ઉમેરો થયો હતો. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પ્રયોગના બહાને પશુવધનો વિરોધ મનસુખભાઈએ ઈનાક્યુલેશન (પ્રયોગના બહાને પાવધ) સામે ઘણા પેમ્પલેટ છપાવેલાં. તે વખતે એ સોસાયટીના તે સેક્રેટરી હતા. મુંબઈમાં એ નિબંધ એમણે જાહેર પુરુષો સમક્ષ દેવકીનંદનાચાર્યના પ્રમુખપણા નીચે વાંચ્યો હતો. આખી સભા એ નિબંધથી ખુશ થઈ હની અને દેશ પરદેશમાં જાહેર વહેંચણી કરવા એ નિબંધની ૨૦,૦૦૦ કૉપી છપાવી હતી. આમાંથી કેટલીક પ્રતો મુંદ્રા, મોરબી વગેરે સ્થળે વહેંચવા શ્રીમદ્દ્ની હાજરીમાં મને આપી, પછી શ્રીમદ્ ફરવા પઘાર્યા. શ્રીમદે મલમલનું એક શ્વેત ઉજ્વળ કાઠિયાવાડી લાંબી બાંયનું અંગરખું પહેર્યું હતું. અને માથે કાઠિયાવાડી ઊંચી શ્વેત વાંકડી પાઘડી પહેરેલી હતી તથા રેશમી કિનારનું શ્વેત અમદાવાદી ઘોતીયું પહેર્યું હતું. શ્વેતઉજ્જ્વળ ઉત્તરાર્સંગ સહિત ફરવા જવા માટે વખારના બારણા પાસે ઊભી રહેલ એ મૂર્તિ હજી મારા હૃદયપટમાં રહી છે. શ્રીમદ્ ફરવા પધાર્યા, અમે બધા સ્ટેશને ગયા. શ્રીમદ્વે સરસ્વતીનું વરદાન ૫૮ એકવાર દુર્લભજી ઝવેરીએ પ્રસંગવશાત્ નાનચંદભાઈ સાથે વાત શરૂ કરી કે વવાણિયાના રાયચંદભાઈ કવિ છે. તેને ઈશ્વર તરીકે માને છે. એમને સરસ્વતીનું વરદાન મળ્યું છે. અંગ્રેજી, સંસ્કૃત, માગધી કશું ભણ્યા નથી છતાં બધું જાણે છે; સરસ્વતીના બળથી શતાવધાન કરે છે. તે સાક્ષાત્ સરસ્વતી છે એ નામનો ગ્રંથ એક ભાઈએ લખ્યો છે જેમાં તે રૂપે તેમને ઓળખાવેલ છે. આવા આાયની વાત કહી. હું તો સાંભળી અચંબો પામ્યો કે આ રાયચંદ કવિ તે કોણ? હમણાં થોડા દિવસ ઉપર જેને મળ્યો હતા તે કે બીજા? ‘મોક્ષમાળા' ગ્રંથના દર્શન મોરબીમાં મારા એક સ્નેહી રા.અમૃતલાલ તલકશી જેઓ રાજકોટના સર ન્યાયાધીશ છે. તેમને ત્યાં ‘“મોક્ષમાળા” ગ્રંથ મેં જોયો. જૈનધર્મ સંબંધી જુદા જુદા શિક્ષાપાડી તેમાં હતા. તે જોઈ જૈનતત્ત્વ સંબંઘીની જિજ્ઞાસાએ એ ગ્રંથ વાંચવા મને બહુ ઇચ્છા થઈ. તેમની પાસેથી હું એ ગ્રંથ લઈ આવ્યો. આખો ગ્રંથ આદિથી અંત સુધી વાંચી ગયો. બહુ બહુ આનંદ થયો. કર્તા આના કોણ હશે? એ જિજ્ઞાસા થઈ, પણ અંદરથી કર્તાનું ક્યાંયે નામ ન મળ્યું. પણ કર્તા પ્રતિ બહુ ભાવ થયો. આ મોક્ષમાળા વાંચ્યા પૂર્વે થોડા દિવસો પહેલાં તરતમાં છપાયેલ ભરૂચના શેઠ અનુપચંદ મલુકચંદ કૃત પ્રશ્નોત્તર રત્નચિંતામણિ વાંચેલ. આ ગ્રંથ બહુ સારો લાગેલ તથાપિ મોક્ષમાળા વાંચ્યા પછી તે વધારે પ્રિય થઈ પડી. તે એટલે સુધી કે તેમાંના સામાયિક સંબંઘી શિક્ષાપાઠો અક્ષરશઃ એક નિબંદ્યરૂપે મોટા કાગળમાં લખી જાડા બોર્ડના કાગળ પર ચોંટાડી, ઉપાશ્રય કે જ્યાં મારે પ્રતિદિન સવારે સામાયિક કરવા જવાની ટેવ હતી ત્યાં સામાયિક કરનારા વાંચી શકે એવા સ્થળમાં ચોડ્યા. આમ મોક્ષમાળા મને બહુ બહુ પ્રિય થઈ પડી. બે ચાર વખત રસભેર ફરી ફરી એ વાંચી ગયો. મારા ઘરમાં પણ રાત્રિએ વાંચી સંભળાવું કે વંચાવું. એ ગ્રંથે મારામાં નવું લોહી રેડ્યું, ચૈતન્યની સ્ફૂર્તિ કરી. ઉનાળો પૂરો થયે મુંબઈ અભ્યાસાર્થે ગયો. સાથે એ ગ્રંથ પણ લઈ ગયો. 'મોક્ષમાળા'મયની બીજાને પણ અસર એપોલો (પાલવા) બંદર પર એલ્ફીન્સન કૉલેજની રેસીડેન્સીમાં અમે રહેતા. રાજકોટ ગુજરાતના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ બીજા ઘણા જૈનઘઓ પણ ત્યાં હતા. તેમાંથી કેટલાંકને એ ગ્રંથ વાંચી સંભળાવું. અથવા તેમાંની વાતો કહ્યું. તેમાંથી હાલના એક સ્થાનકવાસી જૈન સોલીસીટરને રા.સૂરજમલ ભોજુભાઈ મહેતા (પાલનપુરના B.A. LL.B.) ને તો એ ગ્રંથ બહુ પ્રિય થઈ પડ્યો. અમારા પર્યુષણ એ વરસે બઘાનાં સારા ગયાં. અમારી કૉલેજમાં દર શનીવારે બપોરે પાર્લામેન્ટની મિશાલે સભામાં ડીબેટ (વાદવિવાદ ચર્ચા) થતી. ચર્ચાના વિષયના બે પક્ષ પડતા, એક વિરુદ્ધ પક્ષ એક તરફેણમાં પક્ષ. “મોક્ષમાળા'નો પ્રાણીદયાનો પાઠ સર્વને ગમ્યો સંવાદ બધો અંગ્રેજીમાં થતો. એક શનીવારે પ્રાણી પર ઘાતકીપણું એ નિંદ્ય છે એવો વિષય ચર્ચાનો યોજાયો. ચર્ચા શરૂ કરનારે એ દરખાસ્ત મૂકી. સામાવાળાએ વિરુદ્ધ દલીલો બતાવી. વળી ચર્ચા શરૂ કરનાર કોઈ પક્ષકાર ઊઠ્યો. આમ ચર્ચા ચાલી તેમાં એ વિષયના ટેકામાં “મોક્ષમાળા'માંનો પ્રાણીદયા વિષેનો પાઠ કે જેમાં અભયકુમારે “માંસ સસ્તું કે મોંધું?” એનો યુક્તિપૂર્વક શ્રેણિકના અમલદારોને બોઘ આપ્યો છે તે મેં મૂક્યો. હાઉસને આ પાઠ બહુ આનંદદાયી યુક્તિવાળો અને બોઘક લાગ્યો. આવા સારા ગ્રંથના પ્રણેતા રાયચંદ કવિ જેની સાથે મારે ઘણીવાર મેળાપ થયેલ છે, તે હજુ સુધી હું જાણતો નહોતો. તમે જે કહો તેમાં ફેર હોય નહીં મારા એક કુટુંબી રા.ઘનજી રાયચંદ વકીલ આવેલા. તેઓનો ઉતારો રા. રેવાશંકર જગજીવનની પેઢી ઉપર હતો. આ પેઢી એ વખતે વિઠ્ઠલવાડીમાં ચંપાગળીમાં શેઠ પ્રેમચંદ રાયચંદના માળાની જોડના માળામાં હતી. ત્યાં એક દિવસ બપોરે મારાભાઈ ઘનજીભાઈને મળવા ગયો. ઘનજીભાઈ નહોતા પણ શ્રીમદ્ પેઢીમાં બિરાજેલા હતા. છેલ્લે વવાણિયે મળેલ, ત્યાર પછી પુનઃ આજે મળવું થયું. મને હર્ષભેર આવકાર આપ્યો. હું પાસે જઈ બેઠો. વ્યવહારોચિત અનેક કુશળવૃત્તિ આદિની વાતો પૂછી. તેવામાં કોઈ પારસી ઝવેરી હીરામોતી દેખાડવા આવેલ. પુનઃ એ પારસીને મેં પાંચ વરસ પછી જોયેલ, તેથી લાગે છે કે તે ફરામજી સન્સવાળા ઝવેરી હતા. હું બેઠો હતો તે વખતે તેઓ શ્રીમદ્ભી બહુ સંતોષાતા દેખાતા હતા અને તમે જે કહો તેમાં ફેર હોય જ નહીં; ઇત્યાદિ વાતો કરતા હતા. શ્રીમની એક વેપારી તરીકેની કુશળતાનો ભાસ આપનાર એ પ્રસંગ મને બરાબર યાદ છે. આ પુરુષ જ્ઞાની છે એવા ભાવનો સમાગમ થયા પૂર્વેનો આ છેલ્લો મેળાપ હતો. મોક્ષમાળા અત્યંત પ્રિય મોક્ષમાળા મને એટલી બધી પ્રિય થઈ પડેલ કે તે મળી ત્યારથી તેને હંમેશ હું મારી સાથે રાખતો. સં.૧૯૪૪માં પ્રસિદ્ધ થયેલ છતાં એવા ગ્રંથની સં.૧૯૫૪ સુધી લગભગ ખબર જ નહીં. એ ગ્રંથની બીજી નકલો ક્યાંયથી મેળવવા પ્રયાસ કરતો. જેની જેની પાસે એ વાંચુ તેને તેને એ ગ્રંથ રાખવાનું મન થાય. પણ કર્તા કોણ છે એ ખબર નહીં, કે ત્યાંથી મંગાવું. મોક્ષમાળાના કર્તા શ્રીમદ્ છે, તેની જાણ થઈ સંવત્ ૧૯૫૪ની સાલમાં અત્રે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતાં વઢવાણવાળા સ્વ.ત્રિભુવનદાસ ઓઘડદાસ વોરાને શ્રીમદ્ભો સમાગમ મોરબીમાં થયો હતો. ત્રિભુવનદાસ મારા સગાં સ્નેહી તેમજ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૦ સહાધ્યાયી હોઈ અમને બેને અન્યોન્ય સારો પરિચય હતો. સંવત્ ૧૯૫૪ના આસોમાં ત્રિભુવનદાસે શ્રીમદ્ અંગે કેટલીક વાતો કહી ત્યારે શ્રી મોક્ષમાળાના કર્તા શ્રીમદ્ છે એ ખબર પડી. તથા દુર્લભજી ઝવેરીએ વાત કરેલ તે શ્રીમદ્ આ જ હતા એ બધી ખબર અત્યારે પડી. શ્રીમદ્ભા ચમત્કારિક ખુલાસા ત્રિભુવનદાસે કહ્યું કે એ તો પરમ શાંત વૈરાગ્યવાન જ્ઞાની મહાત્મા છે, ચરોતર અને ખંભાત તરફ તો એ પ્રભુ તરીકે પૂજાય છે, કેટલાંક જૈન સાધુઓ એમને વંદન કરવા આવે છે. તે સાધુઓ છ સાત સ્થાનકવાસી સંપ્રદાયના છે. હવે તે પણ પ્રતિમા પૂજે છે, એક જ વખત નીરસ આહાર લે છે. દિવસના જંગલમાં વિચરે છે, ત્યાં જ્ઞાન ધ્યાનમાં કાળ ગાળે છે. જરૂર જોગાં પાત્ર, બે કપડાં અને રજોહરણ તથા મુહપત્તી એ જ એનો પરિગ્રહ છે. પ્રાયઃ ખેડા ખંભાત તરફ તેઓ વિચારે છે અને શ્રીમદુની આજ્ઞામાં છે. આમ શ્રીમદ્ ખરા મહાત્મા છે. પોતે વિરક્ત દશા અનુભવે છે, લોક સમાગમથી દૂર રહે છે. પત્ર વ્યવહાર પણ પ્રાયઃ કરતા નથી; તેમાં પણ હમણાં તો તદ્દન અસંગ રહે છે. જંગલમાં તપશ્ચર્યા કરે છે. હવે ટૂંક વખતમાં સર્વસંગ પરિત્યાગી થઈ જશે એવી દશામાં રહે છે. અત્રે પથારે છે તો ઘર્મસંબંધી, કર્મગ્રંથ સંબંઘી, તત્ત્વસંબંથી હૃદયમાં સચોટ ઊતરી જાય એવા ચમત્કારિક ખુલાસા કરે છે. સંશય છેદાઈ જાય છે; સાંભળનાર જે જે પૂછવાની વૃત્તિ ઘારી આવેલ હોય તે બઘાનું વગર પૂછ્યું સમાધાન થઈ જાય છે. આત્માના કલ્યાણની વાર્તા પૂછવી જોઈએ પૃથ્વી ગોળ છે કે કેમ? સુર્ય ફરે છે કે પૃથ્વી? જંબુદ્વીપનું પ્રમાણ કેટલું? ઇત્યાદિ જ્ઞાનીઓએ હેતુવિશેષે અધ્યાત્મદ્રષ્ટિએ દેશકાળને અનુસરી કહેલી બાબતોની લોકો અફળ ચર્ચા કરે છે, પણ કોઈ આત્માનું કલ્યાણ કેમ થાય? આત્મા શું છે? સંસાર શું છે? આત્મા સંસાર કેમ કરે છે? તેમાંથી તે કેમ છૂટે? ઇત્યાદિ પૂછતું નથી. એ વગેરે માટે સદાય તે ખેદ દાખવે છે. અત્રે શ્રોતાઓમાં ઘણા આવે છે પણ મુખ્યતા એ વકીલ નવલચંદભાઈ અને ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ ઘારશીભાઈ એ બે છે. ઉપરાંત વીરચંદ માસ્તર તથા પાનાચંદભાઈ છે. ઘારશીભાઈએ કર્મગ્રંથનું સ્વરૂપ બહુ સારું ઘાર્યું છે. શ્રીમદ પાસેથી સાંભળ્યા પછી નોટોની નોટો ઉતારી લે છે. નવલચંદભાઈ અને ઘારશીભાઈ જેવું મોરબીમાં જૈનધર્મનું જ્ઞાન ઘરાવનાર કોઈ નથી, સાઘુઓ તેને પૂછે છે–ઇત્યાદિ અનેક વાતો ત્રિભુવનદાસે કરેલ. વકીલ તરીકે નવલચંદભાઈ માટે મને બહુમાન હતું. ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ તરીકે ઘારશીભાઈ પ્રતિ પણ મને બહુમાન હતું. શ્રીમન્ને જૈનધર્મનું વિશેષજ્ઞાન આમ આવા બન્ને કેળવાયેલા, વગવાળા, હોદ્દાવાળા, જૈનધર્મ સંબંઘી ઊંચું જ્ઞાન ઘરાવે એ સાંભળી જૈનઘર્મ પ્રતિના મારા પ્રેમને લઈ તેઓ પ્રતિ મને બહુમાન થયું. અને જેને લઈને તેઓ જૈનધર્મ સંબંઘી વિશેષ જ્ઞાન ઘરાવે છે એવા શ્રીમદ્ પ્રતિ આગળ થયેલ પૂજ્યબુદ્ધિમાં વિશેષ ઉમેરો થયો. હવે તે પુરુષના દર્શન કરવાની, તેઓના મુખેથી કંઈ કલ્યાણકારી વચનો સાંભળવાની અતિ આતુરતા થઈ. વળી ત્રિભુવનદાસે શ્રીમદ્ભા ઉપદેશથી ઘણા સ્થાનકવાસી સાધુઓ તથા ગૃહસ્થો પ્રતિમા-આરાધક થયાની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ વાત કહી. એથી વળી મને વઘારે પ્રેમ થયો કેમકે હું પ્રતિમા–આરાધક કુળમાં જન્મ્યો છું, અને પ્રભુ પ્રતિમા પ્રતિ મને મૂળથી જ સ્વાભાવિક પ્રેમ છે. નવલચંદભાઈ તથા ઘારશીભાઈ જેવા હડહડતા ઢુંઢીયા પણ પ્રતિમાના દર્શન-પૂજન કરે છે એમ કહ્યું. વિશેષમાં પોતે (ત્રિભુવનદાસ) પણ સ્થાનકવાસી હોવા છતાં ક્વચિત્ મારી સાથે જિનાલયમાં પૂજા કરતા અને હંમેશ સવાર સાંજ દર્શન કરવા આવતા હતા. ત્યાં ભક્તિપૂર્વક સ્તવન કરતા, એથી મને ચોક્કસ ખાતરી થઈ. માસ્તર તરીકે તેમના સંબંઘમાં આવેલા મલ્કચંદ માસ્તર સ્થાનકવાસી છતાં તેમની સાથે જિનાલયે આવતા. આ બધા કારણોને લઈ તે બઘા તરફ તેમજ શ્રીમદ્ તરફ વિશેષ વિશેષ પ્રેમ ઊપજ્યો. “શ્રીમદ્ ક્યાં છે? તેઓને પત્ર લખવા ઇચ્છા છે” એમ મેં કહ્યું ત્યારે શ્રીમદુની અસંગદશા અને હાલ કોઈની સાથે પત્ર વ્યવહાર નથી કરતા ઇત્યાદિની મને વાત કરી મારી આતુરવૃત્તિને દબાવી દીધી; તથાપિ એ આતુરતા હૃદયમાંથી ગઈ નહીં. આ બધી વાતોના પરિણામે શ્રીમને કેટલું જ્ઞાન હશે એનો અમે ચર્ચારૂપે ઉહાપોહ કરતા. અવધિજ્ઞાનનો તો આ કાળે નિષેઘ નથી એટલે સુધી હોવાનું મને સહજ સમાઘાન થઈ ગયું. એની પુષ્ટિરૂપે ત્રિભુવનદાસે પોતે સાંભળેલ બે દાખલા આપ્યા. એક તો શ્રીમદ્ અન્ય સ્થળે હતા અને કોઈ જામનગરમાં બિમાર હતું. અંતર ચાલીશ કોશ લગભગ હતું. તે બીમારના અવસાનના સમાચાર અવસાન વખતે જ સ્થળાંતરે શ્રીમદે આપેલ; બીજો એવો બીજા પ્રકારનો ચારસો કોશના અંતરનો દાખલો હતો. આમ આવી આવી વાતોથી શ્રીમદ્ પ્રતિ મને વઘારે જિજ્ઞાસા અને આકર્ષણ થયું. વ્યાખ્યાનમાં પુષ્ટિરૂપે શ્રીમનું કથન આ અરસામાં મોરબીમાં ખરતરગચ્છીય બળદેવગીરી કરીને કોઈ સાથે ચાતુર્માસ રહેલ હતા, તેઓમાં ઉફૅખલ વૃત્તિ વિશેષ હતી. તે મંત્ર તંત્રાદિના ભયથી શ્રાવકોને વ્યામોહ પમાડતા અને જાણપણાનો ડોળ દેખાડતા. પ્રસંગવશાત વાતમાં શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ઐસે કહતે હૈ, દેખો–એમ પોતાના કથનની પુષ્ટિરૂપે કહેતા. આવા સાધુ પણ શ્રીમદ્ જેવા ગૃહસ્થની સાખ આપે છે તે પ્રસંગ પણ શ્રીમના સામર્થ્યની ખાતરી આપનાર મને તો થયો. શ્રીમદ્ પ્રતિ આકર્ષણમાં વૃદ્ધિ શ્વેતાંબર દિગંબર બન્ને પ્રતિ સમવૃત્તિથી જોનારા શ્રીમદ્ છે અને બન્ને સંપ્રદાયનું ઐતિહાસિક રીતે બહુ યુક્તિપૂર્વક નિરૂપણ તેઓ કરે છે એવી વાતો ત્રિભુવનદાસે મને કહેલ અને કેટલીક વાતો તો મને હૃદયમાં રમી રહે એવી કહેલ. તે સાંભળી હૃદય બહુ આહલાદ પામેલું અને શ્રીમદ્ પ્રતિના પૂજ્યભાવમાં ઉમેરો થયેલો. ત્રિભુવનદાસે તે વખતે શ્રીમન્ની આજ્ઞાથી દિગંબરી ગ્રંથ “મોક્ષમાર્ગ પ્રકાશ” તથા “રત્નકરંડ શ્રાવકાચાર” વાંચવા મંગાવેલ. આ ગ્રંથો ઉપલક વાંચવાનો મને પણ લાભ મળેલો. તે ઉપલક વાંચેલ છતાં આનંદ થયેલ. આ ઉપરાંત શ્રીમન્ની આજ્ઞાથી આનંદઘન ચોવીશી ત્રિભુવનદાસ મુખપાઠ કરતા તથા વિચારતા હતા. આમાં પણ અમે બન્ને સહાધ્યાયી થયા. આ બઘાના નિમિત્તરૂપ શ્રીમદ્ હોઈ તેના પ્રતિ ઉત્તરોત્તર આકર્ષણ વધતું ગયું. તેઓને મળવાની આતુરતા વઘતી ગઈ, પણ શ્રીમદ્ કોઈને મળતા જ નથી એવી ત્રિભુવનદાસની વાતથી એ વધતી ઇચ્છા છતાં દબાતી ચાલી. પત્રનો જવાબ મળ્યો નહીં અમારા આ પ્રસંગોનો લાભ મારા એક ભાઈ રા.નાનચંદ માણેકચંદ પણ પ્રસંગોપાત્ત લેતા. તે Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૨ સંસારથી કંટાળેલા હતા, દીક્ષા લેવા માટે એક-બે વખત ઉલ્લાસમાં આવી ગયેલ. તેમને શ્રીમદ્ સંબંધી ઘણી વાતો રુચિ અને પોતાના મનોરથો પાર પાડવા તથા કેટલાક પ્રશ્નોના ખુલાસા માટે બે-ત્રણ વખત શ્રીમદુને પત્રો લખ્યા, પણ જવાબ જ ન મળ્યો, એથી શ્રીમદુની પત્ર વ્યવહાર પ્રત્યેની તથા કોઈને મળવા સંબંધી ઉપેક્ષાની ખાતરી થઈ. તમારા અભ્યાસમાં મંડ્યા રહો સંવત્ ૧૯૫૫ના શિયાળામાં હું અમદાવાદ પાછો કૉલેજમાં ગયો. મોક્ષમાળા, પ્રશ્નોત્તર રત્નચિંતામણિ, સ્યાદ્વાદ રત્નાકર, શ્રીમદ્ભા “હે પ્રભુ, હે પ્રભુના ભક્તિના દુહા, આનંદઘન ચોવીશી, મોક્ષમાર્ગ પ્રકાશ તથા આગમ વાંચેલ તે બધું હવે મનમાં રમતું હતું. હૃદય કોમળ ભક્તિવાળું , કિંચિત્ વૈરાગ્યવાળુ અને જ્ઞાનનું પિપાસું થયું હતું. શ્રીમને મળવાની આશા તો થોડી જ હતી. મોક્ષમાળા જેવા પાઠો લખી કોઈ જૈનગ્રંથ બનાવવાનો વિચાર થયો. થોડા પાઠો લખ્યા. એવામાં અમદાવાદમાં મનસુખભાઈ રવજીભાઈનું રા.મોતીચંદ કુશળચંદને ત્યાં કોઈ વ્યાપારી કામ પ્રસંગે આવવું થયું. મનસુખભાઈ ઝવેરીવાડામાં અમારે ત્યાં ચાહીને સ્વયં આવ્યા. શ્રીમદ્ હાલ ઈડર છે. થોડા વખતમાં વવાણિયા પધારશે એમ પણ જણાવ્યું. મેં લખેલા પાઠો એમણે જોયા. શ્રીમદુના જેવી શક્તિ વિના એ કેમ લખી શકશો? અને પૂર્વપુણ્ય વિના એ શક્તિ ક્યાંથી આવે? તમારા અભ્યાસમાં મંડ્યા રહો-ઇત્યાદિ સમયોચિત તેમણે સાચું કહ્યું. જેથી વૃત્તિ મોળી થઈ ગઈ. શ્રીમદ્ભી અદ્ભુત શક્તિઓ તેમના જવા બાદ મારો નાનો ભાઈ માઘવજી તથા મારા પત્નીએ મનસુખભાઈની સુન્નતા, શ્રીમદ્ગી શક્તિ, તેમનું જ્ઞાન ઇત્યાદિની ઉહાપોહરૂપ વાતો કરવા માંડી. શ્રીમદ્ જ્યોતિષ જાણે છે, ભૂત ભવિષ્ય જાણે છે, શા કારણથી જાણી શકે છે એનું સમાધાન આમ થયું કે તેઓ કર્મગ્રંથ સર્વાગ સંપૂર્ણપણે જાણે છે, કર્મની પ્રકૃત્તિઓનાં સ્વરૂપ જાણે છે, તેનાં કારણ-ફળ જાણે છે એટલે અમુકને અમુક પ્રકૃતિ ઉદયમાં છે તો તેનું કારણ શું અને તેનું ફળ શું? અમુકને આમ થયું તો તે કઈ પ્રકૃતિને લઈને? કયા કર્મથી અમુક આમ કરે છે તો તેનું ફળ શું? ઇત્યાદિ સૂક્ષ્મ રીતે સાચો નિર્ધાર તેઓ કરી શકે એમ સમાઘાન કર્યું. શ્રીમન્ની વિરક્તદશા. ઉનાળાની રજા પડી અને અમારા પિતાશ્રી વાંકાનેરમાં પોસ્ટ માસ્તર હોવાથી વાંકાનેર આવ્યા, પણ જાણે શ્રીમના સમાગમનો લાભ મળવો સર્જિત હશે તે હેતુએ જ મોરબીના પોસ્ટમાસ્તર રજા પર જતાં બે-ત્રણ માસ માટે મારા પિતાશ્રીની બદલી તરતમાં જ મોરબી થઈ. અમે મોરબી આવ્યા. ચૈત્રમાસની શરૂઆત હતી. ત્રિભુવનદાસને સ્કૂલમાં સવારનો ટાઈમ હતો, તેથી અમોને બપોરે મળવાનું તથા સાંજે જિનમંદિરે થઈ સાથે ફરવા જવાનું પ્રાયઃ હંમેશ થતું. શ્રીમદ્ સંબંધી વાતો પ્રસંગોપાત થતી. શ્રીમદ્ વવાણિયે હતા, તો ત્યાં જઈ તેમનો સમાગમ-લાભ મેળવી લેવાની ઇચ્છા મેં ત્રિભુવનદાસને દાખવી, પણ ત્રિભુવનદાસ એટલા બઘા આજ્ઞાથીન થઈ ગયેલ કે મારી વૃત્તિને એમણે રોકી દીધી અને કહ્યું કે એ વિરક્તદશામાં છે, કોઈને મળતા નથી. પત્ર લખવાની પણ ના પાડી. જેણે મારી સાથે બે જ વરસ પર વવાણિયામાં ત્રણ કલાક સુધી પ્રેમભાવે વાત કરેલી, જેમને બે ત્રણ વખત મોરબીમાં, બે ત્રણ વખત Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ મુંબઈમાં મળવાનો અને તે પણ હર્ષભેર અને સંકોચ વિના મળવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલ તે શ્રીમદ્ (રાયચંદભાઈ) મને ન મળે એ તો મારા મનમાં ઠસતું જ ન હતું, તથાપિ મેં પણ વૃત્તિને દબાવી. ન ૬૩ 9 લોકપૂજન કે રંજનાર્થે ધર્મ નથી તે દરમ્યાન ત્રિભુવનદાસે શ્રીમા મને અમુક પ્રસંગો જણાવ્યા કે શ્રીમદે નાનપણમાં અમદાવાદ નહીં જોયેલ હોવા છતાં, ત્યાં અમુક માણસ જેને ઓળખતા ન હતા, જેનું ઘર જોયું નહોતું, એવા મલ્લીચંદ જેચંદવાળા સ્વ.જૂઠાભાઈને ત્યાં જવાનો પ્રસંગ કહ્યો તથા તેમના પત્ની સ્વ.ઉગરીબહેનને નાનપણમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલ છતાં શ્રીમદ્દ્ના ઉપદેશથી શાંત, ધર્મ પરાયણ, વિરક્ત દશાના તેમના વખાણ સંભળાવ્યા; તેમજ વઢવાણ કેમ્પમાં, બોટાદમાં, મુંબઈમાં વગેરે સ્થળે શ્રીમદે નાની વયમાં કરેલ અવધાનોની પંડિત ગટુલાલજીએ સ્વમુખે કરેલી શ્રીમદ્ની પ્રશંસાની પ્રસંગોપાત વાત કહી. આવી અદ્ભુત શક્તિ છતાં એ શક્તિનો લોકપૂજન કે રંજનાર્થે વ્યય કરવાથી ઘર્મ હારી જવા જેવું છે. ઇત્યાદિરૂપે વિચારી આત્મભાવમાં રહેવારૂપ શ્રીમની ઉદાસીનતાની વાત કહી. અમદાવાદમાં શતાવધાનના પ્રયોગો મુંબઈમાં શ્રીમદ્ની શક્તિથી આશ્ચર્ય પામી મુંબઈની પ્રજા શ્રીમદ્ના પ્રસંગમાં આવવા લાગી, તો એ અદ્ભુત શક્તિઓના પ્રદર્શનનો તેમણે રોઘ કરી લોકક્સંગ નિવારવારૂપ ઉદાસીનતાની વાત કરી. સં.૧૯૪૫માં અમદાવાદમાં દલપતભાઈના વડે શાંતિવિજયના પ્રમુખપણા નીચે શતાવધાનના પ્રયોગો કરી અમદાવાદની પ્રજાને આશ્ચર્યચકિત કર્યાની વાત કહી. શ્રીમદ્દ્ન જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન શ્રીમદ્ જ્યોતિષ જાન્નતા, તે વખતે તે વંડામાં કોઈ બિમાર હશે, તેના માટે કોઈએ કાંઈ પૂછ્યું, શ્રીમદે સખેદભાવે જવાબ આપ્યો : 'શું તે અમારે મુખે આવું અનિષ્ટ કહેવું પડશે? આ ભાઈનું અમુક વખતે આમ થશે.' એ પ્રસંગથી શ્રીમદ્ન થયેલ ખેદ અને ત્યાર પછી એવા પ્રસંગ માટે જ્યોતિષ પ્રતિની ઉપેક્ષા કરી દીધાની વાત કહી. આ બધી વાતોથી શ્રીમદ્ પ્રતિ વિશેષ વિશેષ જિજ્ઞાસા, પ્રેમ, આકર્ષણ થતાં ચાલ્યાં. હવે તો વવાણિયે જઈ ચોક્કસ મળવું જ એવો વિચાર થયો. ત્યાં જ સમાચાર મળ્યા કે મોરબીમાં શ્રીમદ્ બે ચાર રોજમાં પધારનાર છે. બપોરે શ્રીમના આગમનની વધામણિ ત્રિભુવનદાસે આપી. જે પુરુષને વવાણિયા મળવા જવા વૃત્તિ હતી તે જ પુરુષ અત્રે પધાર્યા છે, તો તેમને ક્યાં અને કેમ મળવું એ પ્રશ્નો થવા માંડ્યા. તેમની સમીપે તો ધારશીભાઈ, નવલચંદભાઈ આદિ જેવા મોટા પુરુષો હોય, ત્યાં તેમની સાથે વાર્તાલાપ કેમ થઈ શકે—ઇત્યાદિ ગડભાંગ થવા માંડી. વળી ઓછામાં પૂરું તે વખતે મારા કાને સહજ બહેરાશ આવી ગયેલ. ત્રિભુવનદાસે સવારમાં શ્રીમદ્ન મળવાનો રસ્તો બતાવ્યો કેમકે તે વખતે ત્યાં કોઈ ન હોય. ઘારશીભાઈ, નવલચંદભાઈ, ત્રિભુવનદાસ, બીજા માસ્તરો વગેરે કોર્ટ તથા સ્કૂલનો ટાઈમ સવારનો હોવાથી કોઈ ત્યાં ન હોય. આ યુક્તિ ઠીક લાગી. પણ શ્રીમદ્ સમીપે જાવું કોની સાથે ? કેમ જવું? શું વાત કરવી? તેઓશ્રી આદર કરશે કે નહીં? એ બધા વિકલ્પો ઊઠવા માંડ્યા. એમ કરતાં સાંજ પડી અને સંધ્યા વખત થયો. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૪ ત્રિભોવનદાસ તો તે દિવસે કેવળ સ્વાર્થી થઈ ગયા. અમે હમેશાં સાંજે ફરવા જઈએ અને આજે તો દેખાણા પણ નહીં. તેઓ તો શ્રીમદ્ પાસે જઈને સાંજના બેઠા. શ્રીમદુને - આજ્ઞાધીન હોવાથી કોઈને શ્રીમદ્ સમીપે શ્રીમની આજ્ઞા વિના ન લાવવા એ હેતુએ કે ગમે તે કારણે પણ પોતે એકલા શ્રીમદ્ પાસે ચાલ્યા ગયેલા. શ્રીમદ્ પાસે જવાની ભાવના હું દેરાસરે દર્શન કરી બજાર તરફ વળ્યો. ક્યાં જવું એ વિચારતો હતો. શ્રીમદ્ પાસે જવાય તો સારું એમ મનમાં હતું, પણ ક્યાં એ ઊતર્યા છે અને કોની સાથે જઉં એ વિકલ્પ થતો હતો. ત્યાં દેરાસરેથી વીરચંદ માસ્તરને જોયા, તેઓને પૂછ્યું, માસ્તર શીદ કામ પધારો છો? માસ્તરે શ્રીમદ્ પાસે જતા હોવાનું કહ્યું. મેં લાગ સાધ્યો અને કહ્યું, ચાલો, હું યે આવું છું. રસ્તામાં વિકલ્પ થવા માંડ્યા કે શ્રીમદ્ મને આદર આપશે કે નહીં? મારી સાથે વાત કરશે કે નહીં? મારે એમની સાથે શું વાત કરવી? શું પૂછવું? એમ કરતાં શ્રીમદ્ જ્યાં ઊતરેલા ત્યાં આવ્યા. આ રેવાશંકર જગજીવનનું ઘર હતું. ઊંડાણમાં ડેલીની મેડી ઉપર શ્રીમદ્ પૂર્વ દક્ષિણને સાંઘતા ખૂણામાં ગાદી તકિયે બિરાજ્યા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી બેઠો. શ્રીમદે તરત આદર કર્યો. મને કુશળ વૃત્તિ આદિ પૂક્યા. મારા હૃદયનો ભાર ઊતર્યો અને પગમાં જોર આવ્યું. હું ગયો તે વખતે ઘારશીભાઈ, નવલચંદભાઈ, પાનાચંદભાઈ, ત્રિભુવનદાસ, મલકચંદ માસ્તર, દેવચંદ માસ્તર તથા બીજા ઘણા ગૃહસ્થો આવેલા હતા. મારા અભ્યાસ સંબંધી વાતો પૂછી. પછી બેઠેલા ભાઈઓએ ઘર્મસંબંધી પ્રશ્નો કરવા માંડ્યા. શ્રીમદ્ ઉત્તર આપતા હતા. પ્રશ્નોત્તર એવા રૂપમાં થતા હતા કે મારાથી સંભળાતા ન હતા, એથી ઊઠી જવાની વૃત્તિ થવા માંડી. અડધો કલાક બેસી ઊઠી નમસ્કાર કરી ચાલતો થયો. શ્રીમદ પદર્શન વગેરેનું સ્વરૂપ સમજાવ્યું બીજે દિવસે સવારમાં સામાયિક કરી આવી સાત વાગે શ્રીમદ્ સમીપે ગયો. શ્રીમદ્ એકલા હતા. સીડીના છેલ્લે પગથિયે દૂરથી જ તેમના દર્શન થતાં મનમાં પંચિંદિયનું સ્મરણ થયું અને સ્વાભાવિક તેવા જ ભાવથી શ્રીમ હું જોતો આવ્યો છું. આત્મા શું છે? એનું હિત શું? તે કેમ થાય? ઇત્યાદિ પ્રશ્નો મેં પ્રસંગોપાત કર્યા. શ્રીમદે પૂછ્યું કે શું વાંચો છો? અભ્યાસો છો? હું તે વખતે હંમેશ એક સ્તવન આનંદઘનજીનું સમજપૂર્વક મુખપાઠ કરતો હતો તે વાત કહી. તે બહુ સારું છે, તેમ કરશો. અને આનંદઘનજીના સ્તવનોના અર્થ વિવેચનપૂર્વક લખશો એમ કહ્યું. તે દિવસે મેં મુનિસુવ્રત પ્રભુનું વીસમું સ્તવન મુખપાઠે કરેલ, તેમાં પર્દર્શનનું સ્વરૂપ છે તે મને બરાબર બેસતું નહોતું. શ્રીમદ્ એની સમજ આપવા વિનંતી કરી. શ્રીમદે એ સ્તવન લગભગ પોણો કલાક સ્પષ્ટપણે સમજાવ્યું. એ સમજ સાંભળતા બહુ આનંદ થયો, અને શ્રીમદ્ આનંદઘનજીની જ્ઞાન ખૂબીનું વિશેષ ભાન થયું. પૂછવાના પ્રશ્નનું વગર પૂછત્યે સમાધાન પછી મેં બીજા અજીતનાથના સ્તવનમાં “તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોઘ આઘાર.” એનો અર્થ પૂછ્યો. અર્થ બહુ સુંદર અને સ્પષ્ટ સમજાવ્યો. એ અર્થ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર છે. પછી વાંચવા માટે અમારી પાસે અત્રે જ પાકીટમાં પર્દર્શન સમુચ્ચય છે એમ કહી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ શ્રીમદે તે આપ્યું અને વાંચવા જણાવ્યું. પછી પ્રસંગોપાત એવી વાતો કહી કે જે કાંઈ પૂછવાનું મનમાં હતું, તેનું વગર પૂછ્યું જ સમાધાન થઈ ગયું. આગલા દિવસે જે સંકોચ વર્તતો હતો તે બધો દૂર થયો. લગભગ દશ વાગ્યે હું ઊઠ્યો. બપોરના નિવૃત્તિ હતી. શ્રીમદ્ પાસે જવા ઇચ્છા હતી, પણ બપોરે તો ઘારશીભાઈ, નવલચંદભાઈ જેવા મોટા માણસો જ્ઞાનવાર્તા કરતા હોય ત્યાં મારાથી કેમ જવાય? એમ વિચારી જતો નહીં. શ્રીમદ્ભો પુનઃ મેળાપ તે દિવસે પુનઃ સાંજે જિનમંદિરે થઈ શ્રીમદ્ સમીપે ગયો. આગલા દિવસની માફક જ પર્ષદા વઘારે હતી. શ્રીમદે સતુદેવનું સ્વરૂપ પ્રકાશ્ય અને તેના અનુસંધાનમાં આનંદઘનજીનું ઓગણીશમું મલ્લીનાથજીનું સ્તવન સમજપૂર્વક સંભળાવ્યું. મારા પર કૃપાની રાહે શ્રીમદ્ તાણીને વચન ઉચ્ચારતા. પછી પ્રસંગોપાત ઘારશીભાઈ વગેરેએ કાંઈ પ્રશ્નો કરવા માંડ્યા. હું સાંભળી શકતો નહોતો. વૃત્તિ ચંચળ થઈ અને નવ વાગ્યાના સુમારે રજા લઈ હું ઊઠ્યો. ઘારશીભાઈ વગેરે તો એકેક-બબ્બે વાગતા સુધી બેસતા. ઘેર ગયા પછી શયન વખતે ખેદ થયો કે અહો! ઉત્તમજ્ઞાની પુરુષોનો સમાગમ છતાં પ્રમાદવશે આ જીવ વિષયકષાય સેવ્યા કરે છે. હું ક્યાં, કોની સમીપે ગયો હતો અને ત્યાં શું વાતો થતી? એ વગેરે જાણવા જણાવવા યોગ્ય વાતો મારા ઘરમાં કરું ખરો, આથી મારા ઘરમાં પણ શ્રીમદુના દર્શન કરવાની વૃત્તિ થયેલ, પણ અમારો લોકવ્યવહાર એ વૃત્તિના પોષણને આડે આવતો. ક્વચિત્ જણાવવા યોગ્ય વાતો મારા પિતાશ્રીને પણ જણાવતો. સદાચાર જ્ઞાનીને પ્રિય છે. બીજા દિવસે સવારે પણ આગલા દિવસની માફક ગયો. જતાં જ કોઈ પણ પ્રકારના પ્રસંગ વિના પ્રથમ વચન શ્રીમદે એ ઉચ્ચાર્યું કે, મનસુખ, વિશેષ થઈ શકે તે તો બહુ જ સારું છે, છતાં સદાચરણ પણ જ્ઞાનીઓને બહુ પ્રિય છે. એ સ્વાભાવિક વચનોથી રાત્રે મને જે ખેદ વર્તતો હતો તેનું સમાધાન થઈ ગયું. તાત્પર્ય કે સ્વદારાથી પણ વિરક્ત થઈ શકાય તો બહું જ સારું. સ્વદારા સંતોષરૂપ સદાચરણ હોય તો તે પણ જ્ઞાનીઓને બહુ પ્રિય છે. આવા આશયનું કોઈ પણ પ્રકારના પ્રસંગ વિના શ્રીમદે વચન ઉચ્ચાર્યું. તેથી શ્રીમદ્ભા અપૂર્વજ્ઞાન માટે સાનંદાશ્ચર્ય સાથે ખાતરી થઈ. આમ લગભગ પખવાડિયું ચાલ્યું. જ્ઞાનવાર્તાથી માથાનો બોજો ઓછો થાય શ્રીમન્ને તે અરસામાં માથાની વેદના બહુ રહેતી. કોઈને મળવા ન દેતા, પણ શ્રીમદ્ભા અંગિત આકારથી મને લાગેલ કે માથું દુ:ખે છે. એક સવારે મેં પૂછ્યું–સાહેબ, આપ કાંઈ તપશ્ચર્યા કરો છો? માથાની વેદનાનું શું કારણ? શ્રીમ–હાલ તો કોઈ તપશ્ચર્યા નથી કરતા, અગાઉ કરતા, તેની અસરથી શિરોવ્યાધિ છે. મેં પૂછ્યું–રાત્રે એક-બે વાગ્યા સુધી જ્ઞાનવાર્તા ચાલે છે, દિવસના પણ ચાલે છે તો આપના મગજને શ્રમ નથી પહોંચતો? તેથી પણ શિરોવ્યાધિ ન થાય? નિદ્રા ક્યારે લો છો? શ્રીમદ્ કહે–અમને જ્ઞાનવાર્તામાં એટલો આનંદ આવે છે કે સવાર પણ પડી જાય. નિદ્રા સ્વાભાવિક બહુ અલ્પ થઈ ગઈ છે. જ્ઞાનવાર્તાથી અમારા મગજ પર બોજો નથી જણાતો, બોજો ઓછો થાય છે. પાત્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રોતા મળે તો અમારા પરથી ઘણો બોજો ઓછો થાય છે. નિદ્રા એ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. એ આવરણ ઓછું તેમ નિદ્રા પણ ઓછી. શ્રી મહાવીર ભગવાને સાડા બાર વરસ તપશ્ચર્યા કરી, તેમાં માત્ર બે ઘડી નિદ્રા લીધી છે અને તે પણ શયન અવસ્થારૂપે કે પગ વાળીને બેસીને નહીં, કેવળ ઊભડક ગોદુહાસનરૂપે બેસીને—ઇત્યાદિ કહેલ. શ્રીમનું કાવ્ય રટન તે અરસામાં પોતે મેશ વખત પરત્વે “ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિવ્રુતિ પરિપાક; દોષ ટળે વળી વૃષ્ટિ ખૂલે ભલી કે, પ્રાપ્તિ પ્રવચન-વાઇ. સંભવદેવ તે થુર સેવો સેવે રે...” ૬૬ (અર્થ ઃ—જેને ચરમાવર્ત એટલે છેલ્લું પુદ્ગલ પરાવર્તન બાકી રહ્યું છે તથા જેને યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થયું છે, પણ ચરમકરણ એટલે ત્રીજો અનિવૃત્તિકરણ બાકી રહ્યું છે અને જે ભાવો વડે સંસારમાં પરિભ્રમણ થાય તે ભાવોનો પરિપાક કહેતાં પરિપક્વપણું થઈને જે ખરવા આવ્યા છે. જેને આવું સામર્થ્ય પ્રાપ્ત થયું છે. તેના જ ભય, દ્વેષ, ખેદ વગેરે દોષો ટળે છે અને તેમની જ ભલી એટલે કલ્યાણકારી વૃષ્ટિ ખૂલે છે. અને તેમને જ ભગવાનના પ્રકૃષ્ટ વચનોની પ્રાપ્તિ થાય છે અને તેનું રહસ્ય સમજાય છે. માટે હે ભવ્યો! શ્રી સંભવનાથ પ્રભુની તમે ઘેર એટલે પ્રથમ સેવા કરો.) એ ઉચ્ચાર્યા કરતા. આનો આશય એમ લાગતો કે જાણે પોતે શ્રોતાને કહેતા હોય કે શા માટે મુંઝાઓ છો? તમારી દૃષ્ટિ નિર્મળ થઈ છે, દોષ ટળ્યા છે, પ્રવચનની પ્રાપ્તિ તમને થાય છે તો આ તમારું ચરમાવર્ત અને ચરમકરણ જ સમજો. આવો આશય સમજાયો હતો. વળી વખતે ઉચ્ચારતા કે— “ચાહે ચકોર તે યંત્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર જિનેસર દેશના.” (અર્થ :—અહીં અવચંકયોગનું દૃષ્ટાંત આપે છે કે જેમ ચકોર પક્ષી ચંદ્રને ઇચ્છે છે, મધુકર એટલે ભમરો માલતીના પુષ્પમાં આસક્ત થાય છે તેમ સદ્ગુરુષોગે વંદન ક્રિયા આદિ ઉત્તમ નિમિત્તને આ દૃષ્ટિમાં વર્તતો ભવ્ય જીવ સ્વાભાવિક રીતે ચાટે છે, ભાવપૂર્વક તન્મયપણે વંદનાદિ કરે છે, અવયંકયોગથી તેનો ભાવમલ દૂર થાય છે.) તાત્પર્ય કે આ ઉત્તમ નિમિત્તોનો સંયોગ પ્રાપ્ત થયો છે એ જ ભવ્યપણું બતાવે છે. આમ જાણે કહી અંતરમાં ઊગતા પ્રશ્નોનું સમાધાન કરતા હોય એવો ભાસ મને થતો. શ્રીમદ્ન જોતાં વિશેષ પ્રેમભાવ ઉલ્લસતો એક સવારે મેં પૂછ્યું કે, સાહેબ, આપને દેખી પ્રેમ કેમ આવે છે? જવાબ આપ્યો કે તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે. મને ઘરબાર ત્યાગી સાધુઓ પ્રતિ બહુ પ્રેમ છે, ભક્તિભાવ છે તથાપિ આ પુરુષને જોઈ તેના પ્રતિ વિશેષ પ્રેમ-ભક્તિ ઉલ્લસતા. શ્રીમદ્ વખતે ખેદ દાખવતાં કે હાલ તો જૈન સંપ્રદાય પોતાનો સનાતન Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ આત્મમાર્ગ ભૂલી ગયેલ છે. ક્વચિત્ કોઈ કોઈ વેદાંતી સંન્યાસી જોવામાં આવે છે તે વધારે આત્માર્થી હોય છે. જૈન સમુદાયમાં શ્વેતાંબરમાં હજી સરળતા કાંઈક વધારે શ્રીમદ્ આત્મારામજીમાં દેખાતી અને તેના શિષ્ય પરિવારમાં જોવામાં આવે છે. બાકી સરળતાની ઓછાઈ કે તેનો લોપ દેખાય છે. 65 તિથિ બરાબર પાળવી તે અરસામાં એક દિવસ સાંજે હું એકલો ફરવા જતો હતો. ત્યાં મારા મનમાં બાળભાવના વિનોદમાં પ્રશ્ન ઊઠ્યો કે નિધિ શા માટે પાળવી ? પાંચમ-આઠમ આદિ તિથિઓ શા માટે? પાંચમને બદલે છઠ્ઠુ કે ચોથ પાળીએ, આઠમને બદલે નોમ કે દશમ પાળીએ તો શું ખોટું? આવો ફક્ત પ્રશ્ન થયો. એ પ્રમાણે કરવું એમ મનમાં નહોતું. પણ વળતે દિવસે સવારે હંમેશ મુજબ શ્રીમદ્ સમીપે ગયો ત્યારે પ્રથમ જ વગર પૂછ્યું કશા સંબંધ વિના શ્રીમદે વચન પ્રકાશ્યું કે મનસુખ, તિથિ બરાબર પાળવી. આગલા દિવસે મારા મનમાં આ પ્રશ્ન ઊઠેલ. એ ઊઠ્યા પછી જ્યારે શ્રીમન્ને મળું છું ત્યારે શ્રીમદ્ એનો ખુલાસો કરે છે. તેથી શ્રીમના અપ્રતિમ જ્ઞાનની ખાતરીમાં ઉમેરો થયો. જો કે વિલ્પ થયેલ કે કાગનું બેસવું અને તાડનું પડવું એમ યોગાનુયોગ સહજ સ્વભાવે શ્રીમદે આમ કહેલ હોય ? પણ ત્યાર પછી મળેલ અનુભવે એ વિકલ્પને દૂર કર્યો. એ અનુભવ આ હતો. શ્રીમદે જ્ઞાનબળું કહ્યા વગર જાણી લીધું અગાઉ મેં જણાવેલ છે કે મારા ભાઈ રા.નાનચંદ માણેકચંદ જે આ વખતે વાંકાનેર રાજકોટ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટના ક્લાર્ક હતા, તેની સવારી હાલમાં માંગરોલમાં હતી. નાનચંદભાઈને ત્યાં મેં જણાવેલ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્ર (રાયચંદ કવિ) પધાર્યા છે, તમે અત્રે હોત તો બહુ આનંદ થાત. મારે હંમેશ પરિચય થાય છે ઇત્યાદિ. આથી નાનચંદભાઈએ શ્રીમદ્ પાસે એક ખુલાસો કરવા મને લખ્યું હતું. શ્રીમદ્ પર પરભારો તેમને પત્ર લખ્યો નહોતો. એક વરસ ઉપર શ્રીમદ્ ઉપર બે-ત્રણ પત્રો તેમણે લખેલ પણ ઉત્તર મળ્યો ન હતો. તેમજ હાલ નાનચંદભાઈ ક્યાં છે? શું કરે છે? એ જાણવાનું શ્રીમદ્ન કોઈ કારણ નહોતું અને આપણી સૃષ્ટિ પહોંચી શકે ત્યાં સુધી તો શ્રીમદ્ જાણતા પણ નહોતા. એ પત્ર મને મળ્યો તેની બીજી સવારે શ્રીમદ્ભુ મેં પ્રશ્ન કર્યો કે કોઈ સખ્સ આવો પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપવા કૃપા કરો. શ્રીમદ્ કહે—કી, નાનચંદ પ્રશ્ન કરે છે? મને વિચાર થયો કે કદાચ નાનચંદભાઈએ પરભારો પ્રશ્ન પૂછ્યો હોય, તેથી મેં પૂછ્યું સાહેબ, આપને પત્ર છે? શ્રીમદ્ કહે—તમારા પરના પત્રમાં નામ છે ને? મારી પાસે ફક્ત પ્રશ્ન હતો. પત્ર ખિસ્સામાં હતો તથાપિ શ્રીમદે એમ ક્યાંથી કહ્યું? એ આશ્ચર્ય થયું. આગળ વઘીને શ્રીમદ્ ક—નાનચંદ હાલમાં માંગરોલ છે? નોકરી કાંઈ માયાકપટવાળી છે? એ મૂંઝાય છે. શ્રીમદે જે જે પ્રશ્નો પૂછ્યા તે બઘા યથાસ્થિત હતા, બધું તેમજ હતું. શ્રીમદે આ બધું જાણ્યું ક્યાંથી ? નાનચંદભાઈના પ્રશ્નોના ઉત્તર તથા ઉપલી બનેલી વિગતો નાનચંદભાઈને જણાવવા સાથે મેં પૂછાવી જોયું કે શ્રીમદ્ પર એણે પત્ર લખ્યો હતો? નાનચંદભાઈનો જવાબ આવ્યો કે મેં પત્ર લખ્યો નથી. તેથી શ્રીમદ્દ્ના અપ્રતિમ જ્ઞાનની મને ચોક્કસ ખાતરી થઈ. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૮ ભયંકર છપ્પનીયાનો દુષ્કાળ પડ્યો. ચિત્ર નંબર ૧ એવામાં પૂર્વ દિશા તરફ પડતી બારી જ્યાં શ્રીમદ્ ખુરશી પર બિરાજ્યા હતા ત્યાં - તે દિશા તરફ શ્રીમની નજર ગઈ. એ દિશામાં આકાશમાં કાળા વાદળાં હતાં. શ્રીમદે અનાયાસે કહ્યું કે ઋતુને સન્નિપાત થયો છે. ચૈત્રમાસમાં આવા વાદળાં ન હોય. તે ચોમાસું સદંતર નિષ્ફળ ગયું અને ભયંકર છપ્પનીયો દુકાળ પડ્યો. શ્રીમદ્ભા વચનથી બીડી ન પીવાની પ્રતિજ્ઞા ચિત્ર નંબર ૨ ત્યાં ઓફિસમાં કારકુન તરીકે મોરબીના જ દશા શ્રીમાળી વાણિયા દુલ્લભજી હતા. તેને બીડી પીવાની તલપ થઈ. એ બીડી સળગાવવા જતા હતા ત્યાં શ્રીમદે પૂછ્યું કે પાઈની બીડી કેટલી આવે? તો કે ચાર. પછી શ્રીમદે કહ્યું કે “એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાવનાર અનંત શક્તિવંત આત્મા છે જેનો, એવો બેરિસ્ટર મૂર્ણાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.' - શ્રી દુલ્લભજી ઉપર આ વચનોની એવી સચોટ અસર થઈ કે તેણે બીડી એકદમ ફેંકી દીધી અને ફરી નહીં પીવાની પ્રતિજ્ઞા કરી. પોસ્ટ ઓફિસેથી ઊઠ્યા પછી શ્રીમદ્ પોતાના મકાને પધાર્યા. ત્રિભોવનદાસ ઠેઠ સુધી સાથે ગયા. હું નવલચંદભાઈના ઘર આગળથી રજા લઈ છૂટો પડ્યો. મોક્ષમાળા જેવા બીજા ગ્રંથની જરૂર છે એક સવારે મેં પૂછ્યું કે સાહેબ, મોક્ષમાળા મને તો બહુ ઉપકારી થઈ છે, એ જ ઘારીના બીજા ગ્રંથો બહુ ઉપકારી થઈ પડે. આ ગ્રંથ બાળાવબોઘ છે, વિશેષ જિજ્ઞાસુ માટે ઊંચા એવી જ ઘારીના ગ્રંથોની બહુ જરૂર છે. શ્રીમદે કહ્યું કે થઈ રહેશે. પછી પ્રસંગોપાત મોક્ષમાળા પાઠ ૬૭ના અમૂલ્ય તાત્ત્વિક વિચાર નામના કાવ્યની એક કડી સમજાવી. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એ આખી કડી સમજાવી. તેમાં નવ તત્ત્વોનો કેવી રીતે સમાવેશ થઈ જાય છે, તત્ત્વજ્ઞાન કેવા પ્રકારે ફરે છે એ સ્પષ્ટ સમજાવ્યું. એ ગ્રંથ ક્યારે રચ્યો હતો? એ પ્રશ્નના પ્રસંગમાં તેમણે પોતાની ૧૬ વર્ષ અને ૫ માસની વયે લખાયાનું કહ્યું, તે ત્રણ દિવસમાં રચ્યો હતો. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ પુનઃ હાલ છે તે કાવ્યરૂપે યોજાયો હતો. ભાવનાબોઘ રચી વિના મૂલ્ય વિતરણ ભાવનાબોથ મોક્ષમાળા પછી લખાયો. મોક્ષમાળા છપાવી પ્રસિદ્ધ કરવામાં વિશેષ વિલંબ થયો માટે ગ્રાહકોને વિનામૂલ્ય આ ગ્રંથ આપી સંતોષ આપવાના હેતુએ ભાવનાબોઘ લખાયો હતો. મોક્ષમાળાની શૈલીનું અનુકરણ બીજા પણ કરે મતભેદ દૂર રાખી મધ્યસ્થતાએ જૈનસિદ્ધાંતોમાં પ્રવેશરૂપે સાદી અને સરળ શૈલીમાં સંસ્કારી ભાષામાં શિક્ષાપાઠરૂપે મોક્ષમાળાની યોજના કરી હતી. એ શૈલીનું અનુકરણ બીજા કરી એવા ગ્રંથો તૈયાર થાય તો લાભ ઘણો થશે એવો આશય પણ એ ગ્રંથ રચવાનો હતો. Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧) ભયંકર છપ્પનીયાનો દુષ્કાળ પડ્યો (૨) શ્રીમદ્ના વચનથી બીડી ન પીવાની પ્રતિજ્ઞા Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા PAGE 98 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ પણ એ ગ્રંથ પ્રસિદ્ધ થયા બાર વર્ષ તે વખતે થયાં હતા. તથાપિ કોઈ લેખકનું એ આશય ભણી અથવા એ શૈલી ભણી ધ્યાન ખેંચાયું ન હતું. અંગ્રેજી નથી ભણ્યા તેટલા વિકલ્પ ઓછા પ્રસંગોપાત મારા પિતાશ્રીએ કહ્યું કે રાયચંદભાઈ, આપ અંગ્રેજી ભણ્યા હોત તો બહુ લાભ થાત. શ્રીમદે કહ્યું કે કિરતચંદભાઈ, જેમ થવાનું હોય તેમ થાય છે. અંગ્રેજી નથી ભણ્યા તો તેટલા વિકલ્પ ઓછા. કલ્પનાઓ તો છાંડવી છે; ભણેલું ભૂલ્ય છૂટકો છે. તે ભૂલ્યા વિના વિકલ્પો દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. પછી મારા પિતાશ્રીએ મને ઉદ્દેશીને કહ્યું કે આ મનસુખ તો આપના જેવાની કૃપાથી ઠીક થયો છે, એનાથી તો સંતોષ છે પણ અમારો માઘવજી સુધરે તો સારું. શ્રીમદે કહ્યું કે કીરતચંદભાઈ, સમતા. રાખો, બધું સારું જ થશે. શ્રીમન્ની અંતિમ અવસ્થા સંવત ૧૯૫૭ના ચૈત્રમાસમાં શ્રીમદ્ રાજકોટ પધાર્યા. શરીર પ્રકૃતિ વિશેષ ખરાબ થતી જતી. હતી. ચૈત્ર સુદ ૯-૧૦ના રોજ પિતાશ્રી કિરતચંદભાઈ કાર્યવશાત્ રાજકોટ ગયેલા ત્યારે શ્રીમદ્ગી તબિયત જોવા માટે ગયેલ. તે વખતે રાચિત્રભુજ બેચરદાસ હાજર હતા. અને “ઇચ્છે છે જે જોગી જન' ઇત્યાદિ છેલ્લાં કાવ્યો લખાવેલ. મારા પિતાશ્રીએ મને શ્રીમદ્ભા સમાચાર આપી કહેલ કે શ્રી ચત્રભુજભાઈ પાસે શ્રીમદ્ કાવ્યો લખાવતા હતા, અર્થાત્ શ્રીમદ્ પ્રકાશતા જતા હતા અને ચત્રભુજભાઈ લખતા જતા હતા. તે વખતે શ્રીમદે મારા પિતાશ્રી સમીપે મને સંભારેલ અને બને તો મારે રાજકોટ આવવું એમ સૂચવેલ. તથા મનસુખભાઈનો પત્ર પણ ત્રણ-ચાર દિવસ પછી આવ્યો તેમાં પણ બને તો આવી જવા બાબત શ્રીમન્ની આજ્ઞા સંબંઘી વાત હતી. શ્રી કપૂરવિજયજી મુનિની શ્રીમન્ને મળવાની ઇચ્છા મોરબીમાં એ અરસામાં સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી પઘારેલા હતા. તેઓ ખચીત ગુણાનુરાગી લાગતા હતા. તેઓની અંતરઇચ્છા પણ શ્રીમદ્ભા સમાગમની હતી. અને એ ઇચ્છા બર (સફળ) આવશે એમ ઘારીને પણ મોરબી પઘારેલ. પણ મોરબી આવતા જાણ્યું કે શ્રીમદ્ તો રાજકોટ છે. મુનિશ્રી કપૂરવિજયજીને શ્રીમદ્ભી વાતો સાંભળી પરોક્ષ પ્રેમ-જિજ્ઞાસા ઉદ્ભવેલ, પણ તે પ્રેમ-જિજ્ઞાસાને પુષ્ટ કરે તેવો સંયોગ તેમને પ્રાપ્ત થયો ન હતો. ભાવભક્તિથી સૌ શ્રીમદ્ભી સેવામાં સંલગ્ન વદ-૨ના રોજ બપોરે હું રાજકોટ ગયો. મને કાને બહેરાશ અને શ્રીમદ્ અશક્તિયોગે ઊંચેથી વચન ઉચ્ચારી ન શકે એટલે તેટલા પૂરતો હું નકામો પ્રાયઃ હતો. તો પણ બપોરે પાણી સિંચવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયેલ. બઘા ભાઈઓ બહેનો ખર્ગઘારાની જેમ અંતરપ્રેમથી સારવાર, આસના-વાસના તથા આવનાર જનારની ભક્તિ કરતા હતા. શ્રી મનસુખભાઈ દેવશીભાઈ તથા શ્રી રેવાશંકરભાઈએ તો ભક્તિનો, સેવાચાકરીનો, પરમ નિર્જરાનો અપૂર્વ લાભ લીધેલો. સાંજના રાજકોટના ગૃહસ્થો, ડૉક્ટરો, બેરિસ્ટરો, અન્ય ગૃહસ્થો શ્રીમદ્ભી તબિયત સમાચાર પૂછવા આવેલા. સવારમાં ઊઠી શ્રીમદ્ભા દર્શન બહારથી કરી હું ગામમાં જિનમંદિરે જઈ પૂજા કરી આવ્યો. આઠેક વાગ્યાના આશરે શ્રીમદે મને સમીપે Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો બોલાવ્યો. અંદર અમે બેઠા હતા. શ્રીમદ્ મારી સાથે ઈશારતથી વાત કરતા હતા. પ્રથમ ટેબલ પરથી શ્રી પ્રવચનસારની હસ્તલિખિત પ્રત લઈ વાંચી સંભળાવવા આજ્ઞા કરી. આજ્ઞા મુજબ પ્રત લઈ પા-એક કલાક બે પાના વાંચ્યા. એટલે તે પાછું વીંટી લેવા આજ્ઞા કરી. પછી ડૉક્ટર ત્રિભુવનદાસનું શરીરશાસ્ત્ર લેવા ફરમાન કર્યું. તેમાંથી અમુક પૃષ્ઠ ઘણું કરી પૃષ્ઠ ૪૭૭ વાંચી સંભળાવવા આજ્ઞા કરી તે વાંચી સંભળાવ્યું. તેમાં સંગ્રહણી બાબત હતું. તે વખતે મેં પૂછ્યું–સાહેબ, હવે આરામ થાય તો સારું. આરામ ક્યારે થશે? અમને બધાને બહુ દુઃખ રહે છે. શ્રીમદ્ધ શરીર તદ્દન જર્જરિત થઈ ગયું હતું છતાં એવો ખ્યાલ જરીક નહોતો આવતો કે એ દેહ છોડી ચાલ્યા જશે. શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલયની ઉત્પત્તિ તે અરસામાં શ્રી ખંભાત વગેરે સ્થળો માટે શા. ભીમસીંહ માણેકને ત્યાંથી પુસ્તકો મોટી રકમના લીધેલા. તેના કમીશન બાબતે પૂછ્યું. ભીમસીંહ ૨૦% આપતો હતો, આપણે ૨૫% જોઈતા હતા. અંતે ૨૨.૫%થી સેટલ થયેલ. તે કમીશનની રકમમાંથી શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલય કર્યું. આ કમીશન છેવટે શું મળ્યું એ પૂછી, પોતાને દિશાએ જવાનું જણાવી શ્રી રેવાશંકરભાઈને બોલાવવા આજ્ઞા કરી. આ દરમ્યાનમાં માતુશ્રી દેવમાતા ત્યાં આવી ચડેલ. ત્યારે માતુશ્રીને કહેલ કે તમે અહીં કેમ આવ્યા? અમને હવે ઠીક છે. આમ લગભગ એક કલાક શ્રીમદ્ સમીપ રહી શ્રી રેવાશંકરભાઈને અંદર મોકલી હું બહાર આવ્યો. શ્રીમદુના સ્થૂળ દેહનો આ છેલ્લો પરિચય હતો તથા બપોરના એકાદ વખત પાણી સીંચવારૂપે દર્શન થયેલાં. શ્રી મનસુખભાઈ દેવશીભાઈ ભક્તિભાવથી મળ વગેરે તોળી જોતાં. તાત્પર્ય કે શરીરમાં જે કાંઈ ખોરાકરૂપે ગયું તેમાંથી બહાર કેવું અને કેટલું આવ્યું? તે જોતાં જણાયું કે આહાર કરતાં નિહાર વિશેષ રહેતો. આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું મોરબી પાછા જવાની આજ્ઞા મળે તો જવું એવો ઠરાવ કરી હું અને ઘારશીભાઈ મોડા શયન કરી ગયા. વળતે દિવસે ઘારશીભાઈને અંદર જઈ બન્ને માટે આજ્ઞા માગવા કહ્યું. ઘારશીભાઈ અંદર ગયા ત્યારે આજ્ઞા માંગતા ઉત્તરમાં કહેવાયું કે ઉતાવળ છે? ફરી પણ તેમ જ ઉત્તર મળ્યો. ત્રીજીવાર પૂછ્યું ત્યારે શ્રીમદે મૌન રહી, જેવી ઇચ્છા, એવો ભાવ ઈશારાથી દેખાડ્યો. ઘારશીભાઈ ઉતાવળથી બહાર આવી ગાડીનો વખત થવાથી એકદમ કહે “ચાલો', તેથી અમે ટપ્પામાં બેસી ચાલતા થયા. ગાડીમાં બેઠા પછી તેમણે હકીકત કહી કે આમ થયું. મેં કહ્યું –આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું. તેમણે કહ્યું કે જે થયું તે ખરું. ચાલો વાંકાનેર. બે-ત્રણ કલાક રોકાઈ બપોરે સાડા બારે અમે મોરબી આવ્યા. તે દિવસે વદ-૪ હતી, અને તેના બીજે જ દિવસે શ્રીમદ્ આ નશ્વરદેહનો ત્યાગ કરી સમાઘિશીત થયા. જ્યોતિષ સંબંધી જ્ઞાન (શ્રી મનસુખભાઈ કૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા'માંથી ઉદ્ભૂત) વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રીમદ્ મુંબઈ પઘાર્યા તે પહેલાં તેઓશ્રી જેતપર (મોરબી તાબે) પધાર્યા હતા. જેતપરમાં શંકર પંચોળી નામના એક વિદ્વાન જોશી હતા. તેઓ ગણિત-ફલાદેશ સારું Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિતચંદ જાણતા. જેતપુરના વતની અને શ્રીમના બનેવી રા.ચત્રભુજ ખેંચરે શ્રીમના મુંબઈ પ્રયાણ તથા અર્થપ્રાપ્તિ સંબંઘમાં આ જ્યોતિષીને પ્રશ્ન કરેલો. પ્રશ્નકુંડલિ ચિતરીને શંકર પંચોળીએ, મુંબઈ પ્રયાણ અને અમુક મુદ્દતમાં સારો દ્રવ્યલાભ એમ ળ વહ્યું હતું. મુંબઈ પ્રયાણ તો થયું. પણ આપેલ મુદતમાં કહેલ દ્રવ્યલાભ ન થયો. આ અંગે ઉપર જણાવેલ રા.ચત્રભુજ બેચર મહેતાને જેતપુર, મુંબઈથી શ્રીમદ્‚ તા.૫-૧૧-૮૬ (સં.૧૯૪૭ના કારતક સુદ ૯ શુક્રવારે પત્ર દ્વારા લખે છે કે .......શંકર પંચોળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી; થયે લખીશ. વિજય ઉત્તમ થયો છે.’ ગ્રહચારના સતત અવલોકન ઉપરથી ઘડાયેલું જ્યોતિષ એક શાસ્ત્ર છે. તેના ગણિત અને ફળશ્રુતિનો સારો અભ્યાસ હોય તો તેથી ઉચ્ચારેલો ફળાદેશ પ્રાયઃ પળે છે. ૭૧ શ્રીમદ્ન જ્યોતિષ શીખવાની વૃત્તિ ઉદ્ભવી વિદ્યાવિલાસી, ઉચ્ચગ્રાહી શ્રીમદ્ન જે કાંઈ વર્તમાનમાં નવું જીએ, તે ગ્રહી લેવાની, શીખી લેવાની તીવ્રતા થતી, અપ્રતિમ સ્મરણપ્રાબલ્ય અને પ્રબળ ક્ષયોપામ વડે તે અલ્પ સમયમાં સાંગોપાંગ ઊથી, શીખી લેતા. જ્યોતિષ સંબંઘમાં પણ આમ બન્યું. પંચોળીનું પ્રશ્ન અમુક પડ્યું, અમુક ઓછું પડ્યું અને અમુક ન પડ્યું, તો બરાબર પળે એ પ્રકારે જ્યોતિષ શીખવાની વૃત્તિ શ્રીમદ્ન ઉદ્ભવી. ઉપર પત્રમાં જણાવ્યું છે કે વિજય ઉત્તમ થયો છે, તે વિજય શતાવધાનના પ્રયોગનો હતો. પ્રયોગ વખતે સભાસ્થાનમાં મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમને જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનાદિની પ્રાપ્તિ થઈ. દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્ના પરમેશ્વર ગ્રહ હરાવ્યા દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્ના ગ્રહ જોયા, અને એ ગ્રહને ‘પરમેશ્વર ગ્રહ’ ઠરાવ્યા. એ અંગે ઉપર જણાવેલ તેમના સંસા૨પક્ષે બનેવી રા.ચત્રભુજ મહેતાને મુંબઈથી જેતપુર સં.૧૯૪૩ના માગસર વદ ૧૨ બુઘના પત્રમાં શ્રીમદ્ જણાવે છે કે—“મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છઉં.....તમારા ગ્રહ વળતીએ અહીં બીડશો. લિ.આશુપ્રજ્ઞત્યાગી.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૭) જાણકાર વિદ્વાનોનું નિમિત્ત પામી જ્યોતિષનો વિષય પોતે લક્ષગત કર્યો. જેના દ્વારા એ લક્ષ થયો, તેના કરતાં પણ તે વિષયમાં આગળ વધી ગયા. શ્રીમદ્ ભદ્રબાહુ સંહિતા ગ્રંથ પણ અવગાહી ગયા તાત્પર્ય કે એ પ્રકારે જ્યોતિષનો અલ્પ સમયમાં સારો લક્ષ કર્યો, વધાર્યો, તે એટલે સુધી કે શ્રી ભદ્રબાહુસંહિતા નામના પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામીએ સંસ્કૃતમાં રચેલો જ્યોતિષનો માનનીય અપૂર્વ પણ અલભ્ય ગ્રંથ પણ તે અરસામાં અવગાહી ગયા. ઉગ્ર શક્તિ હોય તો નષ્ટ વિધા આવડે સં.૧૯૪૨ના આસો માસમાં મુંબઈ પ્રયાણ કરવા પૂર્વે જેતપરના શંકર પંચોળી, જેમણે પ્રશ્ન લીધું હતું, તેમને જ પુનઃ વળતી સાલ (૧૯૪૩)ના આસો માસમાં મુંબઈ જતાં પહેલાં જેત૫૨માં, જ્યોતિષના નષ્ટ વિદ્યાના અખતરાથી શ્રીમદ્દે આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. જ્યોતિષની આ નષ્ટ વિદ્યાનો એક એવો પ્રકાર Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૭૨ છે કે સાલ-માસ-તિથિ-વાર-સમય વિનાની સાચી કુંડલી ઉપરથી સાલ-માસ-તિથિવાર-સમય બરાબર કહી દેવા. પંચોળી મજકુરને આ પ્રયોગથી બહુ આશ્ચર્ય થયું હતું; અને પંચોળીએ જણાવ્યું હતું કે આ અમારી બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે; અમે એ જાણતા નથી; અમારા જોશીઓમાંથી એનો એક જ જાણકાર હાલ કાશીમાં છે; આ વિદ્યાનો જાણકાર દૈવજ્ઞ હજારો રૂપિયા કમાય અને પૂજાય; મને એ વિદ્યા શીખવવા કૃપા કરો. શ્રીમદે જણાવેલ કે આ વિદ્યા એકલી શીખવાડ્યાથી આવડે તેમ નથી. તેમાં અતિશય સ્મરણ શક્તિ અને ચિત્તની એકાગ્રતા-સ્થિરતા જોઈએ, એ ગણિતનો વિષય છે; આ વિદ્યાની નિશાળ નથી; ઉગ્ર શક્તિરૂપ ઉપાદાન હોય તો શિખવાડનાર નિમિત્ત ગુરુથી આવડે. શ્રીમદ્ સમર્થ ગણિતશાસ્ત્રી શ્રીમદ્ હસ્ત, મુખ આદિ સામુદ્રિક વિદ્યાથી પણ જ્યોતિષ જોઈ શક્તા. તેઓ એક સમર્થ ગણિત શાસ્ત્રી હતા. અમારે શું આવા દુઃખદ સમાચાર આપવા સં.૧૯૪૫ની સાલમાં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે એઓએ અવસ્થાનના પ્રયોગો કર્યા હતા. ત્યારપછી તેઓના જ્યોતિષના જ્ઞાનનો અનેક લાભ લીઘો. તેમાં કોઈ માંદગીને બિછાને પડેલા બાળના અંગે કાંઈ પૂછવામાં આવતાં તેનું અનિષ્ટ જોઈ તેઓને તીવ્ર લાગી આવ્યું. તે વખતે તો પૂછનારને જવાબ દીધો અને કહ્યું કે અમારે શું આવા દુ:ખદ સમાચાર આપવા? આજ પછી આ જ્યોતિષ જોવાનું બંઘ કરીએ છીએ. પરમાર્થમાં વિઘ્નરૂપ લાગવાથી જ્યોતિષ વિદ્યાનો ત્યાગ શ્રીમના આ બઘા જ્યોતિષના જ્ઞાન સંબંધી ખ્યાતિ પ્રસરતાં સ્નેહી-આત અને ઈતરજનોએ શ્રીમને પજવવા મંડ્યા. પરમાર્થમાં વિદનભૂત આ પ્રતિબંઘ શ્રીમદુને ન પરવડ્યો. જેથી પરિણામે પરમાર્થ-આત્માર્થ-આત્મવિશુદ્ધિ ન થાય એવા આ વિષયને અપરમાર્થરૂપ-કલ્પિત ગણી, છેવટે સંવત્ ૧૯૪૭ પછીથી શ્રીમદે સંપૂર્ણ ગૌણ કરી દીધો ત્યજી દીધો. તે એટલે સુધી કે તે સાલ પછી કોઈ માંદગી વખતે પોતાના પૂજ્ય માતુશ્રીએ કુંડલિ જોઈ-ફલશ્રુતિ જણાવવા કહેતાં, જવાબમાં કહેલ કે અમે એ જોવાનું છોડી દીધું છે, પ્રારબ્ધયોગ્ય થશે અને તે સારા-માઠાને સમ્યક્ઝકારે, વિકલ્પ કર્યા વિના, સમપણે વેદી લેવું એ ઘર્મ છે, એ વિદ્યા છે એ જોષ છે, અને એ ફલશ્રુતિ છે; અને એ છૂટવાનો રસ્તો છે. સંવત્ ૧૯૫૪, શ્રાવણ વદ ૧૧, કાવિઠામાં શ્રી ઝવેરભાઈના ડેલામાં શ્રીમદ્જીએ આપેલ બોઘ વિષે સાંભળેલ તેની નોંઘ નીચે પ્રમાણે :- (‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા'માંથી) - એક રીતે પુણ્ય પાપના ચાર પ્રકાર કરી શકાય ભિન્ન ભિન્ન કર્મ પ્રકૃતિ યોગે આ સંસારમાં અનેક જીવ ભિન્ન ભિન્ન પ્રકારે તે પ્રકૃતિ, પાપ-પુણ્ય, સુખ-દુઃખ, સંયોગ-વિયોગ આદિ અનુભવી રહ્યા છે. એક રીતે તેના ચાર પ્રકાર પણ કરી શકાય : એક ઉગ્યો અને ઉગ્યો; અર્થાત્ આ ભવમાં પણ વૈભવ સંપન્ન સુખી, અને પછી પણ સુખી, શ્રી ભરતચક્રીની પેઠે. પુણ્યાનુબંધી પુણ્યવાન. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શ્રીમદ્ અને રેવાશંકરભાઈ એક ઉગ્યો અને આથમ્યો; અર્થાત્ આ ભવે સુખી, પણ પછીના ભવે દુઃખી. પાપાનુબંધી પુણ્યવાન. શ્રી બ્રહ્મદત્તચક્રીની પેઠે. એક આથમ્યો અને ઉગ્યો; અર્થાત્ આ ભવે સંકટમાં, પણ પછી સુખી, પુણ્યાનુબંઘી પાપવાન. હરિકેશી મુનિની પેઠે. એક આથમ્યો અને આથમ્યો; અર્થાત વર્તમાનમાં પાપ કરે છે અને દુઃખી છે અને હવે પછી ઉપાર્જેલા પાપને લઈ દુઃખી થશે. પાપાનુબંધી પાપવાન, કાલશૌકરિક કસાઈની પેઠે. ત્રણ વસ્તુ કોઈની બીજાને આપી શકાય નહીં. (૧) પુણ્ય, (૨) પાપ અને (૩) આયુષ્ય. હાલમાં તપ વેચાતો લેવાનું, પુણ્ય આપવાનું જે પ્રવર્તન ચાલે છે તે વિવેક વિના ગાડરીયા પ્રવાહરૂપે ચાલું છે. કુગુરુ મહામોહનીય કર્મ બાંધે સપુરુષના સભાવે કુગુરુઓ પોતાના વાડા સાચવવા જાગૃત થાય છે, અને પોતાના વાડામાંથી જીવો ખેંચાઈ ન જાય એ માટે સત્પરુષની નિંદા કરવા માંડે છે. આથી સત્પરુષનો દ્રોહ થાય છે, જીવોને સપુરુષપ્રાપ્તિનો અંતરાય આવે છે, અને એ બન્નેના કારણરૂપ થઈ કુગુરુ મહામોહનીય કર્મ બાંધે છે. આત્માને પારાની ઉપમા આત્માને એક રીતે પારાની ઉપમા આપી શકાય. પારો જેમ સડવા દેતો નથી તેમ આત્મા જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી શરીર સડતું-પડતું નથી; આત્મા ચાલ્યો ગયે શરીર સડવા માંડે છે. એવી અપૂર્વ વસ્તુ આત્મા છે. અબાઘાકાળ સુધીમાં જીવ કમને ઘારે તો વિખેરી શકે જીવ કર્મ બાંધે પણ અબાઘાકાળ સુઘીમાં તેમાંથી છૂટવા માંગે તો છૂટી શકે; અર્થાત્ કર્મ વિખેરી તેમાંથી મુક્ત થઈ શકે. મમત્વ ન વોસરાવ્યું તો સંચાનું પાપ મરણ પછી પણ લાગે. કોઈ જીવ પોતાને વાપરવા માટે સંચો બનાવે; તે ઉપયોગમાં લેતા પહેલાં તે કાળ કરી જાય અને બીજા સંચો વાપરે, તેનો તથા તે સંચો વપરાતાં સુઘીનો દોષ તે બનાવનારને લાગે; પાપની રાવી લાગે—જો તે બનાવનારે વસ્તુનું મમત્વ વોસિરાવ્યું-ત્યાગ્યું ન હોય તો. શ્રીમદ્ અને શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસ મોરબી શ્રીમદ્ પોતાની કવિત્વશક્તિ અને બુદ્ધિમત્તાથી સર્વમાન્ય ગણાતા શ્રી છોટાલાલ અંજારિયા પોતાના પરિચયમાં લખે છે કે સં.૧૯૩૮ના અરસામાં શ્રીમદ્ તેમના સ્નેહીમંડળમાં ભળ્યા હતા. તે મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ તથા રેવાશંકરભાઈ હતા કે જેઓ તે વખતે વકીલાત કરતા હતા. આમ ૧૪મા વર્ષથી શ્રીમદ્ અંગ્રેજી ઉચ્ચ કેળવણી પામેલા મંડળમાં ભળ્યા. એટલું જ નહીં પરંતુ પોતાની કવિત્વશક્તિ અને બુદ્ધિમત્તાથી તેમાં સર્વમાન્ય ગણાતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ७४ ઠામઠામ અને ગામગામ શ્રીમદ્ભા અવધાનો સંવત્ ૧૯૪૦ના અરસામાં મોરબીમાં તત્ત્વશોઘક જૈનના ઉપાશ્રયમાં શાસ્ત્રી - શંકરલાલના અષ્ટાવઘાન થયા. તે જોવા મિત્રો સાથે શ્રીમને પણ આમંત્રણ હતું. જોએલાં અવઘાનો આબેહૂબ તેમના અંતઃકરણમાં ઊતરી ગયા. પછી વસંત નામે બગીચામાં પોતાના સર્વ મિત્રોને ભેગા કરી શ્રીમદે નવા નવા વિષયો લઈ અષ્ટાવઘાન કરી બતાવ્યાં, તે એવા ઉત્કૃષ્ટ હતાં કે મિત્રોએ હર્ષ ઉત્સાહમાં આવી જઈ આખા ગામમાં તેની જાહેરાત કરી; અને બીજે દિવસે તે જ ઉપાશ્રયમાં બે હજાર માણસોની મેદની વચ્ચે શ્રીમદે ૧૨ અવઘાન સુંદર રીતે કરી બતાવ્યાં, પછી તો ઠામ ઠામ અને ગામ ગામ શ્રીમદુના અવઘાનોના મેળાવડા થવા લાગ્યા. કાઠિયાવાડમાં થયેલા અવશાનોનું વર્ણન ‘સાક્ષાત સરસ્વતી'માંથી અને મુંબઈના અવઘાનોનું વર્ણન તે વખતના દૈનિક પત્રોમાંથી મળી આવે છે. અમુક ફળ્યું અને અમુક ન ફળ્યું તેથી જ્યોતિષ જાણવાની જિજ્ઞાસા સંવત્ ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપુર (મોરબી તાબે) પોતાના બનેવી રા.ચત્રભુજ બેચરને ત્યાં પઘાર્યા હતા. તે વખતે શ્રીમની આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભનો ઉદ્દેશ પણ હતો. જેતપુરમાં શંકર પંચોળી નામના વિદ્વાન જોશી હતા. તેઓ ગણિત-ફલાદેશ સારું જાણતા. તેમને રાચિત્રભુજ બેચરે શ્રીમદ્ભા મુંબઈ પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછ્યું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્ય લાભ વગેરે ફળ કહ્યું. તેમાનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રીમને બરાબર જ્યોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્ભવી. મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે મુંબઈમાં શતાવઘાન કરી ઉત્તમ વિજય પ્રાપ્ત કર્યો. તે શતાવધાન પ્રયોગ વખતે સભાસ્થાનમાં મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમ જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાના સાધનોની પ્રાપ્તિ થઈ. દસ વિદ્વાન જ્યોતિષીઓએ મળી શ્રીમન્ના ગ્રહ જોયા. તે વિષે તેઓશ્રી ચત્રભુજને લખે છે, “મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છું.....તમારા ગ્રહ વળતીએ અહીં બીડશો. લી. આશુપ્રજ્ઞ-ત્યાગી.” એ રીતે વિદ્વાન જ્યોતિષીઓનું નિમિત્ત પામી શ્રીમદ્ તે વિદ્વાનો કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા. તે વિષે “જીવનરેખા” માં વર્ણન છે. શ્રી માણેકલાલ ઘેલાભાઈએ શ્રીમને ઝવેરાતની પરીક્ષા કરવાનું શીખવ્યું મુંબઈમાં શતાવઘાન પ્રયોગ જોઈ શ્રી માણેકલાલ ઝવેરી શ્રીમદ્ સાથે સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. તેમની પાસેથી નાની વયમાં તે વિદ્યા શીખીને વડોદરાથી મુંબઈ આવી માણેકલાલભાઈ ઝવેરાતના વ્યાપારમાં જોડાયા હતા. તેમણે ઝવેરાતની પરીક્ષા કરવાનું શ્રીમને શીખવ્યું. તેઓ તે વ્યાપારમાં પડવાનું વિચારતા હતા. તેવામાં સં.૧૯૪૩ના પોષમાં તેમને ગૃહસ્થાશ્રમી થવા વવાણિયા જવાની ફરજ પડી. શ્રી રેવાશંકરભાઈને મુંબઈ ઝવેરાતના ઘંઘા માટે પ્રેર્યા સં.૧૯૪૩ના મહાસુદ ૧૦ને દિવસે શ્રીમદ્ શ્રી રેવાશંકર જગજીવનના મોટાભાઈ પોપટલાલનાં Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રીમદ્ અને રેવાશંકરભાઈ પુત્રી શ્રી ઝબકદેવી સાથે લગ્નગ્રંથીથી જોડાયા. શ્રી રેવાશંકર જગજીવન શ્રીમના કાકાસસરા થયા ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી શ્રીમદે તેમને વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે, એવું જ્યોતિષથી જાણીને મુંબઈ જવા પ્રેર્યા. સાથે ઝવેરાતના ઘંઘાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી સં.૧૯૪૫ના અષાઢમાં મુંબઈ આવ્યા. તેમના બીજા ભાઈ ડૉ.પ્રાણજીવન મહેતા તે વખતે મુંબઈ રહેતા હતા. ગાંઘીજીને શ્રીમદ્ભો પ્રથમ પરિચય મુંબઈમાં જ્યારે ગાંધીજી વિલાયતથી બેરિસ્ટર થઈ મુંબઈ આવ્યા ત્યારે ડૉ. પ્રાણજીવન મહેતાને ત્યાં ઊતર્યા હતા. ત્યાં એમને પ્રથમવાર શ્રીમનો પરિચય થયેલો. શ્રીમદ્ પણ સંવત્ ૧૯૪૫ના પર્યુષણ પહેલાં મુંબઈ આવ્યા, અને સાંતાક્રુઝ શેઠ ત્રિભોવનદાસ ભાણજીના બંગલામાં ભોંયતળિયે પ્રથમના છ મહિના રહ્યા હતા. પછીથી શ્રી રેવાશંકર જગજીવનની પેઢી જ્યાં હોય ત્યાં સાથે કે નજીકમાં તેઓ રહેતા. સં.૧૯૫૧ પછી ગોરા ગાંધીના માળામાં અને ત્યારબાદ ગિરગામમાં રહેલા. વિદેશો સાથે વ્યાપાર જામ્યો શ્રી રેવાશંકર જગજીવનની પેઢીની શરૂઆત સંવત્ ૧૯૪પના પર્યુષણ પછી થઈ. તેમાં શ્રી માણેકલાલ ઝવેરી પ્રેરણારૂપ હતા અને છેવટ સુધી શ્રીમદ્ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. એક બે વરસમાં તો વિલાયત, અરબસ્તાન, રંગૂન વગેરેની મોટી મોટી પેઢીઓ સાથે વેપાર જામ્યો. સં.૧૯૪૮થી સુરતવાળા ઝવેરી નગીનચંદ કપુરચંદ તથા અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે જોડાયા. તે સર્વમાં નિયંતા તરીકે શ્રીમદ્ બહુ ઉપયોગી હતા. સં.૧૯૫૧ની આખર સુધીમાં આ ભાગીદારોને સારો નફો થયો. સં.૧૯૫૨થી શ્રીમદે વ્યાપારથી નિવૃત્ત થવાની ઇચ્છા જણાવી પછી શ્રીમદ્ભા નાનાભાઈ મનસુખભાઈ તે કાર્યમાં જોડાયા. અને સં.૧૯૫રના જેઠથી શ્રીમદે પોતે વ્યાપારથી નિવૃત્ત થવાની ઇચ્છા જણાવી. પરંતુ તેમાં શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી મનસુખભાઈ સંમત ન હોવાથી માત્ર સલાહકાર તરીકે ચાલુ રહ્યા. ઝવેરાત ઉપરાંત કાપડ વગેરેનો પણ વેપાર ચાલતો. છેવટે સં.૧૯૫૫માં ચોખાનો વેપાર મોટા પ્રમાણમાં થયો, તેમાં શ્રીમદુને બહુ શ્રમ વેઠવો પડેલો. સં.૧૯૫૬થી સર્વથા નિવૃત્ત થઈ ૨કમ શ્રી મનસુખભાઈના નામે જમા કરાવી સં.૧૯૫૬થી શ્રીમદ્ ત્યાગવૃત્તિ સ્વીકારી વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયા હતા. ભાગીદારીમાંથી છૂટા થઈ હિસાબ કરતાં વધે તે રકમ મનસુખભાઈના નામે કરવા જણાવ્યું હતું. શ્રી રેવાશંકરભાઈ અને ગાંધીજી મળીને પરમશ્રત પ્રભાવક મંડળ સંભાળતા શ્રી રેવાશંકરભાઈ સાથે છેવટ સુધી શ્રીમદે સારો સંબંધ જાળવી રાખ્યો હતો. તેમની પ્રજ્ઞા અને ગુણો માટે શ્રીમદુને માન હતું. રેવાશંકરભાઈને ગાંધીજી સાથે નાનપણથી પરિચય હતો. પરમકૃત પ્રભાવક મંડળનું કામ શ્રી રેવાશંકરભાઈ જગજીવનને સોંપાયું હતું. તેની વ્યવસ્થા ગાંઘીજી વગેરે સાથે મળીને તેઓ છેવટ સુધી કરતા હતા. તેઓ સં.૧૯૮૬માં મુંબઈ મુકામે દેવલોક પામ્યા. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૭૬ શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા મોરબી મોક્ષગામી મહાત્મા માટે હું શું વિશેષ કહી શકું શ્રીમદ્ રાજચંદ્રજી સાથે થોડો પરિચય મને તેમની બાલ્યાવસ્થામાં થયેલ, તે સમયે તેમનાં ગુણશક્તિ વિષે જે કાંઈ જોવામાં આવ્યું તેની ટૂંક નોંઘ આપવા પ્રયત્ન કરું છું. છતાં આત્મસાક્ષાત્કાર કરી મોક્ષગામી થવા માટે જ જન્મ ઘરનાર મહાત્મા માટે તે પ્રયત્ન નિષ્ફળ નીવડે તો તેમાં આશ્ચર્ય કશું નથી. સંવત ૧૯૩૮ના અરસામાં તેઓશ્રીને અહીંના મરહૂમ મહેતા હરિભાઈ ભાઈચંદ અહીં લાવ્યા હતા. તેમની કવિત્વશક્તિ અને બુદ્ધિમતાને લઈને અમારા સ્નેહીમંડળમાં તેઓને ભેળવ્યા. મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ તથા ઝવેરી રેવાશંકરભાઈ હતા. નાસ્તિકવાદીને મોક્ષમાર્ગની અડગ શ્રદ્ધા કરાવી હું પોતે આસ્તિક કુળમાં જન્મ્યો હતો, અને બાલ્યાવસ્થામાં તે સંસ્કાર મારામાં હતા, છતાં અંગ્રેજી અભ્યાસને પરિણામે હું નાસ્તિકવાદી થઈ પુનર્જન્મને માનતો નહીં. તે સ્થિતિમાં મને આસ્તિક બનાવવામાં મુખ્ય હિસ્સો તેમનો જ છે. ખાસ કરીને તેઓ દ્રષ્ટાંત આપતા કે સાથે ફરનારા પૈકી અમુક વ્યક્તિ ગણિતમાં, અમુક સાહિત્યમાં, અમુક તર્કમાં, અમુક ઘર્મમાં વિશિષ્ટતા બતાવે છે, તેમાં પૂર્વના સંસ્કારનું કારણ હોય છે, અને તે પ્રત્યક્ષ અનુભવ માટે આપણા સહુમાં હરિભાઈ અને હું પોતે ગણિતના વિષયમાં વિશેષ ત્વરાથી કાર્ય કરી શકીએ છીએ તેનું વૈજ્ઞાનિક રીતે કારણ બતાવો. આવી ચર્ચા નિરંતર થતી. તેમાં પ્રશ્નકર્તાનું કાર્ય મારા ઉપર જ રહેતું. પરિણામે મને મોક્ષમાર્ગની અડગ શ્રદ્ધા થઈ છે. તે સમયે તેમની અદ્ભુત વિવિઘ શક્તિઓના અનેક દ્રષ્ટાંતો અમને અનુભવાતાં, તે સર્વ આટલે વર્ષે યાદ નથી રહ્યા, માત્ર પ્રસંગોપાત્ત ચર્ચા થતાં કેટલાંક તાજાં થયા છે તે અહીં વર્ણવું છું - મીઠું ઓછું વજુ ચાખ્યા વગર જોઈને કહી દીધું રસોઈમાં મીઠું થોડું, ઘણું અથવા મુદ્દલ નહીં હોય તે માત્ર નજરે જોઈને તેઓ કહી શકતા હતા, રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. અમે સૌ ગંજીફે રમતા હતા, તેમાંથી હું જાદો પડી રસોઈયા પાસે ગયો, અને રેવાશંકરભાઈએ ખાસ કહેવરાવ્યું છે એમ જણાવી–દાળમાં હંમેશ મુજબ મીઠું, ઢોકળી-ચણાનું શાક કરેલ તેમાં માત્ર હળદર નાખી મીઠું મુદ્દલ નહીં નાખવું અને એક લીલોતરી શાકમાં વધારે નાખવું, એમ વરદી આપી. રસોઈયો ભદ્રિક હતો. એણે તે પ્રમાણે કર્યું. બઘા જમવા બેઠા. થાળીઓ પીરસાઈ તે સામે થોડી વાર જોઈ, મારા સામે દ્રષ્ટિપાત કરી હસ્યા અને મને કહ્યું—પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું અને લીલોતરીનું વધું મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ ચાખ્યું. તે પ્રમાણે ખરું હોવાથી રસોઈયાને વઢવા લાગ્યા, ત્યારે મેં મારી પ્રવૃત્તિ જણાવી સૌને હસાવ્યા. આત્માની અદભુત શક્તિથી અનેક કાર્યો કરી બતાવતા એકવાર એક માણસને જોયા પછી ગમે તેટલો વખત વીત્યા બાદ, તે હાજર ન હોય છતાં તેની પાઘડીનો વળ ડાબો છે કે જમણો તે ભૂલ અને અપવાદ વગર કહી દેતા. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને જગજીવનદાસ ગંજીફાના ખેલની અનેક બાજુ આશ્ચર્ય થઈએ તેવી રીતે, પાનું ઘારેલ કાઢી આપતા, બાકી હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દેતા. ગણિતના અનેક કોયડા, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણાકાર, ભાગાકાર જે લખીને કરતાં દશ મિનિટ લાગે તેના જવાબ એક મિનિટમાં આપતા. દશ હજાર ને લાખ સુધી અંકના ચાર કે પાંચ લીટીના સરવાળા વિસ્મય પામીએ તેવી ત્વરાથી મોઢે ગણી આપતા. કોઈ પ્રસંગ ઉપર અમારામાંનો કોઈ વાત કરવાની શરૂઆત કરે ત્યારે, તેના મનનો હેતુ શું છે તે કહી આપતા. કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિદ્ધ થતો. કૃપાળુ દેવના જ્યોતિષજ્ઞાને કરજદારમાંથી વીસ લાખના આસામી બન્યા જ્યોતિષનું જ્ઞાન ત્યારથી જ તેમનું ચમત્કારિક હતું. નષ્ટ ગ્રહ એટલે એક માણસને જોઈને તેની જન્મકુંડળી બનાવી શકતા. મારા પોતા માટે તેમજ કોઈ પ્રસંગે તેમના પોતા માટે જ્યોતિષનાં ફળ, ભૂત અને ભવિષ્યના એવાં બતાવ્યા છે કે હું અજબ થાઉં છું. તે વાતો તેમની સોળ-સત્તર અને મારી વીસ વરસની વય સમયની, રમૂજ અને બાળચેષ્ટાની હતી. ખુદ ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા અને વેપારમાં પડવા તેમને સ્વપ્ન પણ વૃત્તિ ન હતી, અને તે વખતે સહેજ કરજવાન હતા. તેમની કુંડળી જોઈને તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાનો યોગ છે, એમ જણાવી વકીલાત છોડી મુંબઈ જવા પ્રેરણા કરી. આજે તેઓ વીસ લાખના આસામી ગણાય છે. અવઘાનની શરૂઆત ત્યારથી જ કરેલી, શરૂઆતના અષ્ટાવઘાન તેઓ અત્યંત સરળતાથી કરતા. શાંતિમય ભવ્ય મુખમુદ્રા અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિ તેઓશ્રી મુંબઈ ગયા પછી કોઈક વાર મને દર્શનલાભ થતો. તે દરમ્યાન તેમની ઊર્ધ્વ ગતિ તેમની શાંતિમય ભવ્ય મુખમુદ્રામાં સામાન્ય માણસ પણ જોઈ શકે તેવી દ્રષ્ટિગોચર થતી. હું મળતો ત્યારે જે પ્રેમ અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિથી તેઓશ્રી નિહાળતા તે હજુ હું વીસરી શકતો નથી. આત્મા છે તે ઠસાવતા અને મૂર્તિપૂજા એક જરૂરનું સાધન તેઓ માનતા. ગમે તે ઘર્મમાં રહો છતાં આત્મા છે એ પ્રતીતિ મહેનત કરીને પણ મનુષ્ય કરવા યોગ્ય છે. આત્મા છે તે ઠસાવવા અનેક યુક્તિઓ તેઓ બતાવતા અને મૂર્તિપૂજા એક ભણવાની પેઠે જરૂરનું સાધન છે એમ તેઓ માનતા. તા.૨૩-૮-૨૩ શ્રી જગજીવનદાસ મોરબી મોક્ષમાળા વગેરે વાંચે પણ ઘરમાં ધ્યાન ઓછું શ્રી જગજીવનભાઈ જણાવે છે કે–શ્રી ત્રિભોવનભાઈ વીરચંદ મોરબીની નિશાળમાં નોકરી કરતા હતા. તેમને શ્રી ઘારશીભાઈનો સમાગમ થયો. તેમણે જણાવેલું કે મારી સાથે આવો તો એક પુરુષને મળવા જેવું છે. ત્યારે ત્રિભોવનભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા. અડઘો કલાક ચૂપ બેસી રહેલા. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો L . બાદ કૃપાળુદેવે જણાવ્યું કે—કેમ આગમન છે? એટલે ત્રિભોવનભાઈએ કહ્યું કે મારે આપની પાસેથી પામવું છે. કૃપાળુશ્રીએ કહ્યું અમે કહીએ તેમ કરશો? તેમણે કહ્યું : હા. ત્યારબાદ કૃપાળુશ્રીએ જણાવ્યું કે : “કાલે સ્વામીનારાયણના મંદિરે જજો.” તે પ્રમાણે બીજે દિવસે ગયેલા. કૃપાળુદેવે પૂછ્યું : “કેમ, ગયા હતા ને?” તેમણે કહ્યું “હા.” બાદ કેટલીક વાતો થતાં વિશેષ ચમત્કાર જણાયેલા તેથી શ્રદ્ધા ચેટી. તે એવી કે દર્શનની અભિલાષા વિશેષ રહ્યા કરતી. ત્રિભોવનભાઈને કૃપાળુશ્રીએ પ્રથમ મોક્ષમાળા ત્યારબાદ બીજા પુસ્તકો જેવાં કે આત્માનુશાસન વિગેરે મનન કરવા જણાવેલું. તેઓ ઘર સંબંધમાં ધ્યાન ઓછું આપતા. તેઓની દશા ઘણી સારી હતી. આવા કાળમાં ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે એક વખત મને ત્રિભોવનભાઈએ કહેલું કે કૃપાળુશ્રી આજે રાતના મીક્સ ટ્રેનમાં વઢવાણ પઘારનારા છે. માટે તું જજે. પણ હું કમનસીબે ગયો નહીં. અને સવારમાં ત્રિભોવનભાઈ મોરબી પથારી ગયા. મોરબીમાં સંવત્ ૧૯૫૬ની સાલમાં તેમને કોલેરા થયો. તેમની પાસે કોઈ કુટુંબવાળા હતા નહીં મુમુક્ષભાઈઓને બોલાવી તેમની સમક્ષ સારા ભાવમાં તેમણે દેહત્યાગ કરેલો. તેઓશ્રીની દશા વિષે પરમકૃપાળુદેવે શ્રી મુખે પ્રકાશ્ય છે. વચનામૃત પત્રાંક ૯૨૮માં અને ૯૩૦માં “કે આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિન-પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો.” કેમ, તમારું નામ જગજીવનદાસ? તેઓ પરમકૃપાળુશ્રીનું સ્મરણ કરતા હતા તથા મનન કરતા હતા. મને તેઓ વઢવાણ કાંપમાં લીંબડી દરબારના ઉતારે પરમકૃપાળુ પાસે બે વખત લઈ ગયેલા. ત્યાં હું બેસી રહ્યો. પછી મારા મનમાં થયું કે હવે તો નિશાળનો ટાઈમ થયો માટે ઊઠું, તેની સાથે જ કૃપાળુદેવે પ્રકાણ્યું કે કેમ, તમારું નામ જગજીવનદાસ? તમો ત્રિભોવનદાસના કાકાના દિકરા થાઓ છો? તેના જવાબમાં મેં કહ્યું હતું. બાદ કેટલીક નીતિની વાતો સમજવા જેવી અને અમલમાં મુકવા જેવી કૃપાળુદેવે કહેલી. જેથી હાલ એમ જણાય છે કે તેમના બોઘથી પહેલાં કરતાં કેટલાંક વ્યવહાર કામની નીતિમાં ફેર પડ્યો છે. કૃપાળુ દેવની મુખાકૃતિ તેજસ્વી, ઉપદેશ સિંહ ગર્જના જેવો. આપણા ચહેરાના દેખાવ પરથી આપણી તમામ હકીક્ત કૃપાળુદેવ કહી દેતા. તેઓ મહાત્મા હતા તેમાં સંશય નથી. અદ્ભુત ખૂબી તો એ હતી કે સંગ્રહણીના કારણે ઝાડો થાય પણ બિલકુલ ગંઘાય નહીં, પણ સુગંઘ મારે. ગમે તેટલી શરીરની અવસ્થા એવી હતી છતાં કૃપાળુદેવની મુખાકૃતિ તેજસ્વી હતી. ઉપદેશ વખતે સિંહ ગર્જનાની માફક ઉપદેશ ચાલે. તેમનો એટલો તાપ પડતો કે કોઈથી કાંઈ બોલી શકાય નહીં. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શ્રી મલુકચંદભાઈ મોરબી કૃપાળુદેવે ખેડામાં સમાગમ પ્રસંગે કરુણા કરેલી તે સ્મૃતિમાં આવેલ છે તે નીચે મુજબ ઃ— સત્પુરુષની આજ્ઞામાં રહે તો મોક્ષ દૂર નથી “સત્પુરુષના ચરણકમળ ઉપાસે તો મોક્ષ દૂર નથી. હાલના વખતમાં ઉપદેશ દેવા બધાને બહુ ગમે છે, પણ ખોટા ઉપદેશથી તેઓ મહામોહનીય કર્મ ૭૦ કોડાકોડીનું ઉપાર્જન કરે છે. તે વેદતાં ઘણા જીવોને જોઈએ છીએ. એક વખત આહાર કરવો જેથી ઘણા કર્મો નાશ થઈ ભવાંત થઈ જશે સંસ્કૃત અભ્યાસ કરવા મને આજ્ઞા કરેલ. સાથે કહ્યું કે આ શરીર હાડમાંસથી ભરેલું છે, તેને પુરુષાર્થ કરીને ઘકેલીને કામ લઈ લેવું. એક વખત આહાર કરવો. એથી ઘણા કર્મો નાશ થઈ છેવટે ભવાંત થઈ જશે. મોક્ષની ઈચ્છા રાખવી અને પુરુષાર્થ ન કરવો એ બને નહીં, વાર્તાલાપ વગરની શાંતિ ઉત્તમ નિમિત્ત છે એક વખત હૈં, વીરચંદભાઈ તથા દેવચંદભાઈ સાહેબજી પાસે બેઠા. પણી વાર સુધી કંઈ વાર્તાલાપ થયો નહીં. પછી બોલ્યા—આવી શાંતિ ઉત્તમ નિમિત્ત છે.” મુદ્રા તદ્દન વિષયકષાય રહિત - જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! સાહેબજીની મુદ્દા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી, અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં, અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંક્લનો અદભુત લાગતી. જ્ઞાન અમારામાં પરિણમેલું છે. ખાતાં, ઊઠતાં, બેસતાં, તદ્દન અપ્રમત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા કે જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય, સામા માણસ ઉપર અસર થાય જ વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકોત્કીર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી હંમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી. એકવાર બોળ અથાણું એટલે મીઠામાં આધેલી આખી કેરી તે બોળ કેરી. એવી રીતે બીજા પણ અથાણાં વિષે કહ્યું કે લીલોતરીને મીઠું ભેગું થાય તો ત્રણ અથવા પાંચ દિવસ સુધી જીવ ઉત્પન્ન ન થાય. પણ ત્યાર પછી થાય. ત્યારે એક ભાઈએ શંકા કરી કે જો તેમાં પાણી ન નાખે તો બોળ શી રીતે કહેવાય? તો કીધું કે મીઠું એ પણ પાણીનું બીજું રૂપ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદ્ અને શ્રી જૂઠાભાઈ ઊજમશી જેનાગમનો ભાવાર્થ બતાવનાર હોવાથી શ્રીમદ્ બાળસંતા ૧૩મા વર્ષથી શ્રીમદ્ મોરબી વધારેને વઘારે જવા લાગ્યા. મોરબીમાં તેઓ પોતાના ફૈબાને ઘેર રહેતા. તે ઘરની પાડોશમાં વિનયચંદ દફતરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા. તેના વૃદ્ધ પિતાશ્રી પોપટભાઈ બહુ ઘર્મિષ્ઠ હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે પ્રથમ જોતાં જ અપૂર્વ સ્નેહ આવેલો. તેથી જ્યારે મોરબી પઘારે ત્યારે તેમનો સમાગમ કરતા. તેઓ પોતાનો વખત જૈનાગમો વાંચવામાં ગાળતા. તેનો ભાવાર્થ શ્રીમદ્ પાસેથી સાંભળી તેમણે શ્રીમ બાળસંત તરીકે ઓળખેલા. તેથી તેમનું આદરમાન બહુ કરતા. વિનયચંદભાઈ મોરબીમાંથી તેમજ અમદાવાદ વગેરે સ્થળેથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ સહાય કરતા. એ રીતે પિતાપુત્ર બન્ને શ્રીમદ્ભા અંગત સ્નેહીઓ બન્યા હતા. અને તેમનું ઘર શ્રીમતું વાચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું. સર્વજ્ઞ પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે ૧૩મા વર્ષથી શ્રીમદ્દ કયો ઘર્મ પૂર્ણ સત્ય હશે એવો ઘર્મમંથન કાળ પ્રાપ્ત થયો. તેથી એકાદ વર્ષમાં તેઓ મુખ્ય મુખ્ય ઘર્મને તપાસી લઈ સર્વજ્ઞ-પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે, એવા નિર્ણય પર આવ્યા. તેઓ જે પુસ્તકનાં પાનાં ફેરવી જાય તે વાંચવા તુલ્ય થઈ જતું અને જે પુસ્તક વાંચી જાય તે કંઠસ્થ થઈ જતું. ત્રણ દિવસમાં મોક્ષમાળાના ૧૦૮ પાઠની રચના સંવત્ ૧૯૪૦ની ચૈત્રી પૂર્ણિમાના લગભગ શ્રીમદ્ મોરબી આવેલા. ત્યારે શ્રી પોપટભાઈએ શ્રીમને વિનંતી કરી કે બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી સમજે એવો એક ગ્રંથ આપ લખો તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. પરમકૃપાળુદેવે એ વિનંતી સ્વીકારી ને પોપટભાઈના મકાનમાં બીજે માળે બેસીને ત્રણ દિવસમાં મોક્ષમાળાની રચના ૧૦૮ પાઠરૂપે કરી; પછી તે લખાણ વવાણિયા લઈ આવ્યા. તેવામાં ત્યાં ત્રણ સાધ્વીજી પધાર્યા, તેમની જિજ્ઞાસાથી તે પાઠોની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને વાંચવા આપેલા અને ઉપાશ્રયે જઈ તે પાઠો તેમને સમજાવતા. પછી તુરત પાછા લાવતા. એવાં તો એક એકથી ચઢતાં અનેક પુસ્તકો રચવાની શ્રીમદ્ભા હૈયામાં હામ હતી, પરંતુ છપાવવા નાણાં જોઈએ, તે મેળવતાં મુશ્કેલી નડી. મોક્ષમાળા'ના છપાઈમાં વિલંબ થવાથી “ભાવનાબોઘ’ પુસ્તક ભેટ તે જ અરસામાં શ્રીમદે અવઘાન કરવાં શરૂ કર્યા. તેથી ઠામઠામ જાહેરાત થતાં મોક્ષમાળા માટે અગાઉથી ગ્રાહકો નોંઘી જોઈતાં નાણાં એકઠા કર્યા. છેવટે મુંબઈમાં નાણાંની પૂરતી જોગવાઈ થઈ તેથી સંવત્ ૧૯૪૩ના પોષમાં અમદાવાદમાં યુનાઈટેડ પ્રેસમાં તે પુસ્તક છપાવવાની વ્યવસ્થા કરી. પરંતુ તે છપાતાં વિલંબ થવાથી સંવત્ ૧૯૪૩માં “ભાવનાબોઘ’ પુસ્તક તે જ પ્રેસમાં છપાવી, ગ્રાહકોને ભેટ આપ્યું. એ જ અરસામાં સાક્ષાત્ સરસ્વતી' નામે શ્રીમદ્ભી જીવનિકા શ્રી વિનયચંદ દફતરી તરફથી મોરબીમાં છપાવી બહાર પાડવામાં આવી. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૂઠાભાઈ ઊજમશી PAGE 113 Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને જૂઠાભાઈ મોક્ષમાળા છપાઈ નિમિત્તે અમદાવાદમાં શ્રી જૂઠાભાઈને શ્રીમદ્નો મેળાપ મોક્ષમાળાના કામ માટે સંવત્ ૧૯૪૪ના ચૈત્રમાં શ્રીમદ્ અમદાવાદ શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબેનને ઘેર ટંકશાળામાં બે અઢી મહીના રહ્યા હતા. શ્રી જાડીભાઈને શ્રીમો અહીં સમાગમ થયો હતો. ૮૧ શ્રીમદ્દ્નો શ્રી જૂઠાભાઈના ઘરે ૧૫ દિવસ નિવાસ સંવત્ ૧૯૪૪ના અષાઢમાં મોક્ષમાળા છપાઈ બહાર પડી. ત્યારબાદ સં.૧૯૪૫ના કાર્તિકમાં શ્રીમદ્ અમદાવાદ પથાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાને ૧૫ દિવસ રહ્યા હતા. બાદ ફાગણમાં શ્રી જૂઠાભાઈ મોરબી આવ્યા. ત્યાં એક મહિનો રહી તેમણે શ્રીમદ્ના સમાગમનો લાભ લીધો હતો. શ્રીમની અપૂર્વ ભક્તિના પ્રતાપે સમ્યક્ત્વ પામ્યા શ્રી જાઠાભાઈનો જન્મ સંવત્ ૧૯૨૩ના કાર્તિક સુદ ૨નો હતો. તેમના દાદા મલ્લીચંદ જેચંદની પેઢીને શ્રીમદ્ ‘પુણ્ય પ્રભાવક' વિશેષણ લગાડતા. જાઠાભાઈના પિતાનું નામ ઊજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો હતો. તેઓ શ્રીમથી એક વર્ષે મોટા તા. અને ભક્તિપ્રધાન સંસ્કારી ઘર્માત્મા હતા. તેમજ બુદ્ધિમાન પન્ન હતા. તેમને શ્રીમદ્નો નિકટ પિરચય થવાથી તેમની ભક્તિને નવજીવન મળ્યું. તેમની અપૂર્વ ભક્તિને પ્રતાપે તેમને અલ્પકાળમાં મોક્ષમાર્ગને કે તેવું સમ્યક્ત્વ તેમજ કેટલાક અતિશયો પણ પ્રગટ્યા હતા. બીજીવાર પધારી શ્રીમદ શ્રી જૂઠાભાઈને આપેલો અપૂર્વ લાભ સંવત્ ૧૯૪૫ના જેઠ અષાઢમાં શ્રીમદ્ અમદાવાદ શ્રી જૂઠાભાઈને ત્યાં પધાર્યા. અને થોડા દિવસ રહી અપૂર્વ લાભ આપ્યો. ત્યારે શ્રી રેવાશંકરભાઈ પણ તેમની સાથે ત્રણ દિવસ રહી મુંબઈ ગયા હતા. ત્યારબાદ શ્રીમદ્ વવાણિયા જઈ શ્રાવણમાં મુંબઈ પધાર્યા અને ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. શ્રીમદે જઠાભાઈની બે મહિના પહેલા નોંધેલી મરણતિથિ સંવત્ ૧૯૪૬માં શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ ક્ષીણ થતી ગઈ, અને સંવત્ ૧૯૪૬ના અષાઢ સુદ ૯ને દિવસે માત્ર ૨૩ વર્ષની વયે તેઓ કાળધર્મ પામ્યા. જાઠાભાઈની મરણતિથિ શ્રીમદ્દે બે મહિના અગાઉથી જાણીને નોંધી રાખી હતી. તેમના મરણ-સમાચારથી શ્રીમદ્ન અત્યંત આઘાત અને શોક થયો. તેઓ લખે છે :— શ્રી જૂઠાભાઈના ઉત્તમ ગુણો “એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ એનું લૌકિક નામ જ દેવઘારી દાખલ સત્ય હતું—એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમગુપ્તિત હતો. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેઠવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પ્રકારે દીપી નીકળી હતી, એવો એ ઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહ્લાદમાં આયુષ્ય અર્ચિનું પૂર્ણ કર્યું.'' (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૧૭) શ્રીમના શરૂઆતના કેટલાક અપૂર્વ બોધપત્રો શ્રી જાઠાભાઈ ઉપર લખાયેલા છે. શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ ૮૨ સાયલા શ્રીમની દેહની પાર આત્મા જોવાની જ્ઞાનવૃષ્ટિ શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વૈષે યોગી હતા; જ્ઞાની હતા. ભૂતભાવિને જાણી શકે એવી તેમની વિશાળ પ્રજ્ઞા હતી. દેહના પર્યાયની પાર એક આત્મા જોવાની તેમની જ્ઞાન વૃષ્ટિ હતી. તેમની બાહ્ય પ્રવૃત્તિ અને અત્યંતર દશાનો ખ્યાલ મુખ્યપણે શ્રીમદે શ્રી સોભાગભાઈ પર લખેલા પત્રોમાંથી મળી આવે છે. આત્માના કલ્યાણ અર્થે મળેલ બીજજ્ઞાન “અવધાનથી શ્રીમદ્ની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્રો દ્વારા હિંદુસ્તાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે ‘ભગતના ગામ' તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષ્મી સંબંઘી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી, પણ પુણ્યનો ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ; ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે, તેમાંના કોઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કોઈ પ્રખ્યાત સાથેનો પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પોતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તેવો ઉપાય બતાવવા વિનંતી કરી. પરંતુ તે અઘ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને ઘણો ઠપકો આપ્યો; અને કહ્યું કે આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી કે માયાની વાત કરો છો એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈએ કહ્યું : “બાપજી, મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું કંઈ મને બતાવો.'' તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન” બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી યોગ્યતા નથી પણ કોઈ યોગ્ય પુરુષને તમે આપશો તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. 'બીજજ્ઞાન'નું સાધન હરતા ફરતા પણ કરવા લાગ્યા એ સાધનનું આરાધન કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છોડી દીધું; અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા. એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણો આગ્રહ કર્યો અને કહ્યું : “તમે કહેશો તે હું કરીશ, પણ તમે જે સાઘન કરો છો તે મને બતાવો.’ લલ્લુભાઈ કહે : ‘“હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું : “બનશે.' પછી લલ્લુભાઈએ કહ્યું : “સાધુનો વેશ ઉતારી, મુમતી છોડી નાખી અપાસરે જાઓ.’’ સાધુ છે : “એ તો કેમ બને ?'' લલ્લુભાઈએ કહ્યું : “તો આવ્યા હતા તેમ પાછા પધારો." Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ PAGE 117 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રીમદ્ અને સોભાગભાઈ આ ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચો પોતાના પુત્ર સોભાગ્યભાઈને લલુભાઈએ “બીજજ્ઞાન” બતાવ્યું હતું. અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્ જ્યારે મોરબીમાં હતા ત્યારે સૌભાગ્યભાઈને પણ કામ પ્રસંગે મોરબી જવાનું હતું, એટલે લલુભાઈને તેમણે પૂછ્યું : “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તો આપની આજ્ઞા હોય તો તેમને હું “બીજજ્ઞાન’ બતાવું.” લલ્લુભાઈએ હા પાડી એટલે તે મોરબી ગયા ત્યારે શ્રીમદુને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સોભાગ્યભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે સોભાગ્યભાઈ નામના માણસ “બીજજ્ઞાનની વાત બતાવવા આવે છે. તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ઘારતા હતા તે લખી રાખી, ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સોભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્ બોલ્યા : “આવો, સોભાગ્યભાઈ.” સોભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને ક્યાંથી બોલાવ્યો? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચો.” શ્રીમદ્ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ સોભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જોઈ તો તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેમને જે વાત કરવી હતી તે બઘાનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમને પૂછ્યું : “સાયેલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીઘો એટલે સોભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. શ્રીમદ્ પ્રત્યે પતિવ્રતા જેટલી સોભાગ્યભાઈની પરમભક્તિ આ પ્રથમ પ્રસંગથી સોભાગ્યભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક યોગના અભ્યાસીની તેમને સોબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચૉટ થયેલી હતી પરંતુ શ્રીમદ્ સાથે તેમનો પત્રવ્યવહાર ઘણો રહ્યો અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થઈ, પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગોસળીઓ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા. - જીવનકળા પિતાનો દેહ છૂટવાથી કુટુંબનિર્વાહની આવેલ જવાબદારી આ પ્રથમ મેળાપ પછી સોભાગ્યભાઈ સાયલા ગયા. થોડા દિવસ પછી લલ્લુભાઈનો દેહ છૂટી ગયો તેથી કુટુંબ નિર્વાહની ચિંતા તેમને શિરે આવી. શ્રીમદે વવાણિયાથી “ક્ષામપિ સનૈનસંગતિરે, મત માવતર નૌવા.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૨) એ પ્રથમ પત્ર સોભાગ્યભાઈ પર લખ્યો છે. “પરમ આત્મવિવેક સંપન્ન શ્રી સોભાગ્યભાઈ” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૩) એવા સંબોઘનથી ઘણો લાંબો બોઘપત્ર બીજે અઠવાડિયે લખેલો છે. એમ પ્રથમથી જ સોભાગ્યભાઈ ઉપર પત્રની પરંપરા એક સરખી ચાલુ થઈ. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો સોભાગ્યભાઈના પત્રોમાં શ્રીમદ્ભી અંતરદશાનું વર્ણન સોભાગ્યભાઈ પરના પત્રો વિના સંકોચે, લંબાણથી અને મોટી સંખ્યામાં લખાયેલા જ છે. એમાં શ્રીમદ્ પોતાની વ્યાવહારિક ઉપાધિ જણાવી તે સાથે અનુભવાતી અદ્ભુત અંતરદશાનું સુંદર વર્ણન કરે છે. સાથે સોભાગ્યભાઈને પણ ઉપાધિથી પર રહી શાસ્ત્રો વાંચવા વિચારવાનું તથા આત્મા સંબંધી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનું સમાધાન વિચારવાનું વલણ લેવડાવે છે. શ્રીમને સોભાગ્યભાઈ સાયલા લઈ ગયા કચ્છ નજીક અંજારમાં સોભાગ્યભાઈની દુકાન હતી. સંવત્ ૧૯૪૬ના દિ.ભાદરવા વદમાં અંજાર જતાં સોભાગ્યભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં ચારપાંચ દિવસ રહેલા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી આસો વદમાં શ્રીમને પોતાની સાથે સાયેલા લઈ ગયા. ત્યાં શ્રીમદ્ અઠવાડિયું રોકાઈ ખંભાત ગયા. સાયલામાં શ્રી ગોશાળીઆ, લહેરાભાઈ વગેરેને શ્રીમનો પ્રથમ સમાગમ થયો. સોભાગ્યભાઈની ઉંમરે શ્રીમદ્ કરતાં ૪૪ વર્ષ મોટી આમ શ્રીમદ્ અને સોભાગ્યભાઈ સાથે ગાઢ સંબંધ બંધાયો. સોભાગ્યભાઈ શ્રીમદથી ૪૪ વર્ષ મોટા હતા. એટલે શ્રીમન્ની વય ૨૩ વર્ષની હતી ત્યારે સોભાગ્યભાઈની ૬૭ વર્ષની હતી. સોભાગ્યભાઈના ખાસ મિત્ર ડુંગરશી ગોસળીઆ હતા. તેઓ સોભાગ્યભાઈથી પણ ઉંમરમાં મોટા હતા. ડુંગરશી ગોશાળીઆ બુદ્ધિમાન તર્કવાદી હતા. તેમણે યોગ સાથી ચમત્કારો સિદ્ધ કરેલા. તેથી સરળભાવી સોભાગ્યભાઈને તેમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા થઈ હતી. પરંતુ કૃપાળુદેવ મળતાં સાચા જ્ઞાનીની ઓળખાણ થતી ગઈ, તેમ તેમ શ્રીમતું શરણ સ્વીકારતા ગયા અને ગોસળીઆને પણ તેમજ કરવા કહેતા ત્યારે તેઓ અનેક તર્કો ઉઠાવતા. છતાં શ્રીમદ્ભા પત્રો બન્ને સાથે મળીને જ વિચારતા. સોભાગ્યભાઈ અને ગોળીઆએ અનેકવાર કરેલ શ્રીમનો સમાગમ સંવત્ ૧૯૪૭ના પર્યુષણ પર શ્રીમદ્ મુંબઈથી રાળજ આવ્યા ત્યારે સોભાગ્યભાઈ તથા ગોસળીઆ સાથે રહ્યા હતા. ગોસળીઆ રાળજ પંદર દિવસ રહી પાછા આવ્યા. સોભાગ્યભાઈ, શ્રીમદ્ વવાણિયા ગયા ત્યારે સાથે આવી સાયલે ગયા હતા. તે મુજબ સં.૧૯૫૧માં ખંભાત અને સં.૧૯૫૨માં કાવિઠા શ્રીમદ્ જ્યારે પધાર્યા ત્યારે પણ એ બન્ને વૃદ્ધ પુરુષો સાથે જ હતા. ત્વરાથી સંસાર ત્યાગી માર્ગ પ્રભાવના કરો. સોભાગ્યભાઈને સત્સંગની તીવ્ર ઝંખના હતી. તેમાં આર્થિક મુશ્કેલી નડતી તે ટાળવા શ્રીમદુને વારંવાર લખતા. સં.૧૯૪૯-૫૦માં શ્રીમદે ઘણા પત્રો દ્વારા આર્થિક લાચારી નહીં કરવાનું સમજાવી આત્માર્થમાં દ્રઢ કરેલા. પોતાને ઉપાધિથી છૂટવા શું કરવું એમ શ્રીમદ્ પૂછાવતા; તેના જવાબમાં ત્વરાથી સંસાર ત્યાગી માર્ગ પ્રભાવના કરવા તેઓ બન્ને શ્રીમને વારંવાર લખતા, તેના ખુલાસારૂપે શ્રીમદે પોતાની પ્રારબ્ધસ્થિતિ, માર્ગ પ્રભાવનાની ઉત્કંઠા અને ત્યાગની તત્પરતા દર્શાવતા પત્રો લખેલા છે. સોભાગ્યભાઈને સમાગમ લાભ આપી ઉત્કૃષ્ટ આત્મપુરુષાર્થમાં પ્રેર્યા સંવત્ ૧૯૫૩ના કાર્તિકમાં શ્રીમદ્ નડિયાદથી વવાણિયા પધાર્યા અને માતુશ્રીને તાવ આવતો હતો એ વગેરે કારણે ઉનાળા સુધી ત્યાં જ રોકાયા. તે દરમ્યાન સોભાગ્યભાઈને પણ તાવ લાગુ પડેલો તે વિષે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રીમદ્ અને સોભાગભાઈ કા.સુદ ૧૦ના પત્રમાં લખે છે અને આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ વિચારવા જણાવે છે. પછી સં.૧૯૫૩ના વૈશાખમાં ૧૦ દિવસ સાયેલા અને ૧૦ દિવસ ઈડર શ્રી સોભાગ્યભાઈને સમાગમનો લાભ આપી તેમને આત્માના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં પ્રેર્યા હતા. આ સોભાગ્યને આપના સિવાય બીજું રટણ ન હો! છેલ્લી વખતે શ્રીમદ્ સાયલે પધાર્યા હતા ત્યારે તેમને વળાવવા જતાં નદી રસ્તામાં આવી. તે વખતે સૂર્યોદય વેળાએ શ્રી સોભાગ્યભાઈએ જણાવ્યું : “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સરુષની સાખે આ સોભાગ્યને આપના સિવાય બીજાં રટણ ન હો!” દિન આઠ થયા દેહ અને આત્મા બેફટ જુદા જણાય છે એક પત્રમાં સોભાગ્યભાઈ સં.૧૯૫૩ જેઠ સુદ ૧૪ને રવિવારે શ્રીમને લખી જણાવે છે : “આ કાગળ છેલ્લો લખી જણાવું છું.....હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશો...દેહ ને આત્મા જાદા છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યનો ભાગ પ્રત્યક્ષ જાદો સમજમાં આવતો નહોતો. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ જાદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જાદા એમ આપની કૃપાદ્રષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે. કૃપા કરી પત્રો દ્વારા મને મોટી પાયરીએ ચઢાવશો ગોસળીઆ વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોઘ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચઢાવશો. જે ખુલાસો પચીસ વર્ષે પણ ન થાય તે આપની કૃપાથી થયો વગર ભયે, વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોઘથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.” સમાધિમરણના ઇચ્છે કે વિચારવા યોગ્ય પત્રો. શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સોભાગ્યભાઈ ઉપર લખેલા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે. મોટા મુનિઓને દુર્લભ એવું અપૂર્વ હિત કર્યું આર્ય શ્રી સોભાગ્યભાઈનો દેહ સં.૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટ્યો હતો. તે વિષે જણાવતાં શ્રીમદ્દ લખે છે : “જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. સોભાગ્યભાઈના ગુણોની પ્રશંસા આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે..... Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૮૬ શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંઘી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” સોભાગ્યભાઈની દેહમુક્ત સમયની દશા વારંવાર વિચારવા યોગ્ય છેવટે મુંબઈથી સમાધિમરણ માટે ખાસ પત્રો લખ્યા તેમજ ખંભાતથી અંબાલાલભાઈને તેમના સમાધિમરણમાં સહાયક થવા સાયેલા જવાની આજ્ઞા કરી. મરણ અગાઉ સોભાગ્યભાઈ છેક કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીનો પુરુષાર્થ કરી રહ્યા હતા. તેથી અંબાલાલભાઈને જણાવેલ કે મને કેવળજ્ઞાન થશે તો તને જરૂર કહીશ. એવા ઉત્કૃષ્ટ પુરુષાર્થપૂર્વક અપૂર્વ સમાધિમાં શ્રી સોભાગ્યભાઈનો દેહ છૂટ્યો હતો. તે વિષે પ્રભુશ્રીજીના પત્રમાં શ્રીમદ્ લખે છે કે–“આર્ય સોભાગની અંતરદશા અને દેહમુક્ત સમયની દશા હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૬) શ્રીમદ્ અને શ્રી અંબાલાલ લાલચંદ ખંભાત શ્રીમન્ને જે યથાર્થ ઓળખતા તે એમનું શરણ સ્વીકારતા શ્રીમદ્ રાજચંદ્ર જન્મયોગી હતા. બાલ્યવયથી તેમને અભુત શક્તિઓ પ્રગટી હતી. તેમ છતાં શ્રીમદુમાં એવો અદભુત સંયમ હતો કે તેઓ પોતાની શક્તિઓને સંપૂર્ણપણે અંતરમાં શમાવી શકતા. તેમનો પ્રતાપ એટલો બધો પડતો કે કોઈ તેમને તે વિષે પૂછવાની ભાગ્યે જ હિંમત કરી શકતું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી તેમણે સર્વ ચમત્કારિક શક્તિઓને મૌનપણે શમાવી, આત્માનુભવને જ મહત્ત્વ આપ્યું. તેમાં તેઓ રાતદિવસ જાગૃત રહી પુરુષાર્થ કરતા. કુટુંબીઓ વગેરેને ઐહિક રીતે સંતોષી જગતનું ઋણ અદા કરતા. તેમની મહત્તાને ઓળખી ન શકે તેને તેઓ સાદા ભલા માણસ તરીકે જણાતા. જેઓ તેમની મહત્તાને ઓળખતા તેઓ તેમની આગળ નમી પડતા. અને સ્વાત્માના ઉદ્ધાર માટે તેમનું શરણ સ્વીકારતા. વીતરાગમાર્ગનો ઉદ્ધાર કરવાનો મનોરથ અવઘાન પ્રસંગે થતી જગજાહેરાતથી શ્રીમદ્ લેશમાત્ર ગર્વ પામી છલકાયા ન હતા. તે સમય દરમ્યાન તેઓ તો ઘર્મ ઉદ્ધાર માટેની યોજનાને અંતરમાં ઘડી રહ્યા હતા. અને શ્રદ્ધાવાન થયેલ “સોએક' વ્યક્તિઓને ઘર્મોદ્ધારના કાર્યમાં જોડવાના મનોરથો સેવતા હતા. પોતાનું આયુષ્ય અલ્પ હતું તે પણ તેઓ પ્રથમથી જ જાણતા, તે વિષે ક્વચિત્ નિર્દેશ કરેલ છે. તેમના સમયના ઘાર્મિક સંપ્રદાયોના મંતવ્યો તથા તેના પ્રવર્તકોના આચરણથી તેઓ સંપૂર્ણપણે વાકેફ હતા. તેથી ગૃહસ્થાશ્રમનું ઋણ તાકીદે ચૂકાવી દેશકાળ અનુસાર વીતરાગમાર્ગને જગતમાં પ્રગટ કરવાના લક્ષપૂર્વક તેઓ પ્રવર્તી રહ્યા હતા. કારણોસર ઘર્મોદ્ધાર મુલતવી રહ્યો સંવત્ ૧૯૪૪માં તેમણે પ્રતિમાનું પ્રતિપાદન કરતો એક લેખ પ્રગટ કર્યો એથી અને અવઘાનોની જાહેરાત બંઘ થવાથી, તેમજ તેમના ગૃહસ્થાશ્રમના પ્રવેશથી તથા તેમના “સોએક” અનુયાયીઓ ઘણા ખરા તેમની જેમ સંસાર વ્યવહારમાં પડી જવાથી તે વખતે થર્મોદ્ધાર કરવાનું મુલતવી રહ્યું. ત્યારબાદ બહુ વિચારપૂર્વક નવેસરથી શરૂઆત થઈ. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબાલાલભાઈ લાલચંદ PAGE 193 Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને અંબાલાલ શ્રી લાલચંદભાઈએ શ્રી અંબાલાલભાઈને દત્તક લીધેલા ખંભાતમાં શ્રી અંબાલાલ કરીને હતા. તેમના પિતાશ્રીનું નામ મગનલાલ હતું. પરંતુ તેમના માતામહ શ્રી લાલચંદભાઈને પુત્ર નહીં અને સ્થિતિ સારી હોવાથી તેમને દત્તક લીધેલા. તેથી તેઓશ્રી લાલચંદભાઈ પાસે ઊછરેલા અને અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા. તેમની વાતમાં શ્રી માણેકચંદભાઈ કરીને હતા. તેમના પુત્રો છોટાલાલ, સુંદરલાલ અને ત્રિભોવનભાઈ એ અંબાલાલના મિત્ર હતા. શ્રી અંબાલાલભાઈની વિનંતિથી શ્રીમનું ખંભાતમાં આગમન સંવત્ ૧૯૪૫ના વૈશાખમાં અંબાલાલભાઈ તથા છોટાલાલ લગ્ન પ્રસંગે અમદાવાદ આવેલા. ત્યાં જૂઠાભાઈના પરિચયમાં આવ્યા, ત્યારે જૂઠાભાઈએ તેમને શ્રીમદ્ભી વાત કહી તથા પત્રો બતાવ્યા; અને શ્રીમદ્ભી આજ્ઞા મેળવ્યા બાદ મળવા જવાની સલાહ આપી, તે ધ્યાનમાં લઈ તેઓ ખંભાત આવ્યા. આજ્ઞા માટે પત્રવ્યવહાર શરૂ થયો. પાંચ છ પત્ર પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભોવનભાઈ સાથે અંબાલાલ મુંબઈ ગયા અને શ્રીમન્ને મળ્યા. ફરીથી ત્રિભોવનભાઈ એકલા મુંબઈ ગયેલા ત્યારે “સપુરુષના ચરણનો ઇચ્છક...” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૦૫) એ ૧૦ બોલવાળો બોઘપત્ર લખીને શ્રી અંબાલાલભાઈ માટે આપ્યો. ત્યારબાદ શ્રી અંબાલાલની વિનંતિથી શ્રીમદ્ સં. ૧૯૪૬ના આસોમાં ખંભાત તેમને ઘેર પધાર્યા. શ્રી લાલચંદભાઈ શ્રીમ સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. શ્રી લલ્લુજીસ્વામી (પ્રભુશ્રીજી)ને તેમનાં પ્રથમ દર્શન થયાં એ વગેરે હકીકત જીવનકળામાં સવિસ્તર વર્ણવેલી છે. શ્રીમન્ની આજ્ઞા અને સેવાથી પ્રગટેલ ઘારણાશક્તિ શ્રી અંબાલાલ શ્રીમથી બે વર્ષ નાના હતા. તેઓ પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયોપશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ-ભક્તિવાળા હતા. સં.૧૯૪૬ના સમાગમ પછી તેમનું જીવન શ્રીમદ્ભય બન્યું હતું. તેમનો પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતો. શ્રીમન્ની આજ્ઞા મુજબ તેમણે પોતાનો સમય ગાળી જીવનને અમૂલ્ય બનાવ્યું હતું. દરેક બાબત તેઓ શ્રીમદ્ પૂછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા. એ રીતે થોડા જ વખતમાં તેઓ શ્રીમદ્ભા ઘર્મ ઉદ્ધારના કાર્યમાં મુખ્ય સંચાલક બન્યા. શ્રીમદ્ જ્યારે ચરોતરમાં પથારે ત્યારે તેઓ સાથે રહી બઘી વ્યવસ્થા કરતા. શ્રીમની તેમજ અન્ય મુમુક્ષુઓ આવે તેમની તનમનધનથી સેવા કરતા. શ્રીમદ્ જે બોઘ કરે તે તેઓ આઠ દિવસે પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની ઘારણાશક્તિ શ્રીમદે વખાણી હતી. સંવત્ ૧૯૫૨માં કાવિઠા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ સ્થાને થયેલો બોઘ ‘ઉપદેશછાયા'ના મથાળાથી છપાયો છે, એ શ્રી અંબાલાલભાઈની નોંઘને આભારી છે. શ્રીમન્ની આજ્ઞાથી પત્રો એકત્રિત કરી સર્વની નકલો કરી. નડિયાદમાં એક દિવસ સાંજે શ્રીમદે આત્મસિદ્ધિ લખવી શરૂ કરીને એકઘારાએ ૧૪૨ ગાથા દોઢથી બે કલાકમાં પૂરી કરી. તે દરમ્યાન અંબાલાલભાઈ બાજામાં ફાનસ ઘરીને ઊભા રહ્યા હતા. તેની ચાર નકલો કરવામાં આવી અને યોગ્ય જીવોને મોકલવા આજ્ઞા કરી. શ્રીમદ્ભા પત્રો જ્યાં હતા ત્યાંથી મંગાવી તેની નકલ કરવાનું કામ શ્રીમન્ની આજ્ઞાથી શરૂ થયું. તેની નકલો અંબાલાલભાઈ કરી રાખતા Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૮૮ અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્ લખી જણાવે તેને મોકલતા. તે ઉપરાંત સંસ્કૃત, માગથી, હિંદી, ગુજરાતીના અગત્યનાં પુસ્તકોની નકલ ઉતારી લેવા માટે શ્રીમદ્ અંબાલાલભાઈને મોકલતા. તે મુજબ અંબાલાલભાઈ તે પુસ્તકો ઉતારી યોગ્ય મુમુક્ષુને આજ્ઞાનુસાર વાંચવા મોકલાવતા. અંબાલાલભાઈ દરરોજ સામાયિક લઈને બેસતા અને લેખનકાર્ય એકચિત્તે કરતા. તે સાથે સંસ્કૃત તથા કર્મગ્રંથ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો હતો. ટૂંકામાં તેઓ ઘણા જ કાર્યદક્ષ, આજ્ઞાંતિ અને આત્મલક્ષી હતા. શ્રીમદ્ ઘણી મુશ્કેલીઓ વચ્ચે ટૂંક વખતમાં ઘર્મ પ્રભાવના કરી ગયા તેમાં અંબાલાલભાઈનો ફાળો સૌથી મોટો છે. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમાવૃત્તિ બહાર પાડવામાં મદદ સંવત્ ૧૯૫૭ના મહા ફાગણમાં અંબાલાલભાઈ પોતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ શ્રીમદ્ભી સેવામાં એક મહિનો રહ્યા હતા. શ્રીમદે તેમને જવાની આજ્ઞા કરી, તેને માન આપી તેઓ ખંભાત ગયા. શ્રીમન્ના અવસાન પછી શ્રી અંબાલાલે વચનામૃત છપાવવામાં શ્રી મનસુખભાઈને બનતી સહાય કરી. સંવત્ ૧૯૬૧માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમવૃત્તિ બહાર પડી. શ્રી લલ્લુજી મુનિ સાથે શ્રી અંબાલાલને સારો મેળ હતો. તેઓ અન્યોન્ય સલાહ લઈને વર્તતા. સંવત ૧૯૫૮માં શ્રી અંબાલાલ શ્રી લલ્લુજી મુનિનો સમાગમ કરવા દક્ષિણ હિન્દમાં કરમાળા ગયેલા. છેવટે પ્લેગ લાગુ પડવાથી શ્રી અંબાલાલ બીજા બે મુમુક્ષુ સાથે સમાધિ સહિત સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર ૩૭ વર્ષની વયે દેવલોક પામ્યા. પોતાની દશાનું સ્વચ્છંદે માપ કાઢવું નહીં “એક વખત અંબાલાલભાઈ મુંબઈ પરમકૃપાળુદેવને મળીને ખંભાત આવ્યા પણ કૃપાળુદેવનો વિરહ અને અતિ વૈરાગ્યને લીધે ખાવું, પીવું, બોલવું, બેસવું, કંઈ ગમે નહીં અને અંતરની વેદનામાં કંઈ ઠરાય નહીં. આવી દશા થઈ ત્યાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાવાળો પત્ર તેમના વાંચવામાં આવ્યો. પોતે બુદ્ધિશાળી હતા, ક્ષયોપશમ સારો હતો. તેથી આ પત્ર વાંચીને શાંત થયા અને પોતાને સમકિત થયાનું માની લીધું. આ વાત તેમણે કૃપાળુદેવને લખી કે આપની પાસેથી ગયા બાદ મારી દશા વિહળ બની ગઈ હતી, પણ આ પત્ર વાંચ્યા પછી શાંતિ થઈ છે ને સમજાયું છે. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે તમારી પહેલાંની સ્થિતિ હતી, તે જ સારી હતી. તમોએ માની લીધું છે તે અપૂર્ણ દશા છે.” પૂ. બ્રહ્મચારીજીના બોઘની ઉતારેલી નોટ નં.૧ (પૃ.૪૨) આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ “આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૩૨) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો, સ્વામી શ્રી લઘુરાજ મહારાજને / 3 થયેલ પરિચયનો સાર (પૂ.શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષરમાં, ડાયરી નંબર ૧૧માંથી ઉદ્ભૂત) “महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ॥" શ્રીમદ્ રાજચંદ્ર સર્વ આગમના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે સંવત્ ૧૯૪૬ની સાલમાં (દિવાળી લગભગ) હું અને મારા તે વખતના ગુરુ શ્રી હરખચંદજી બન્ને ખંભાતના ઉપાશ્રયમાં હતા. તે અવસરે શ્રી અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ બન્ને પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવના માહાભ્યની વાત કરતા હતા, તેઓશ્રીના પત્ર વાંચતા હતા. તે વખતે અમે શ્રી અંબાલાલભાઈને પૂછ્યું કે તે પુરુષ કેવા છે? કોણ છે? ત્યારે તે કહે કે એ પુરુષ સર્વ આગમના જ્ઞાતા છે, અને ઉત્તમ પુરુષ છે. અમે કહ્યું કે અમને તે પુરુષનો મેળાપ કરાવશો? ત્યારે તેમણે હા કહી. અને કહ્યું કે– પોતે અત્રે પઘારવાના છે. પઘારશે ત્યારે તેમને તેડી અમે અહીં આવીશું. થોડા દિવસો પછી પૂજ્યશ્રી પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા, ત્યારે શ્રી અંબાલાલભાઈ અને તેમના પિતાશ્રી લાલચંદભાઈ તેઓશ્રીને સાથે લઈ ઉપાશ્રયમાં પઘાર્યા. ઉપાશ્રયમાં અષ્ટાવધાન કરી બતાવ્યા આ વખતે મારા ગુરુ આદિ મુનિઓ તથા હું ઉપાશ્રયમાં હતા. પૂજ્યશ્રીને જોતાં જ મને તે જ ક્ષણે તે ઉત્તમ પુરુષ હોવાનો ભાસ થયો. તેઓશ્રી બિરાજ્યા પછી અમારા ગુરુ તથા લાલચંદભાઈએ આગ્રહ કરવાથી અષ્ટાવઘાન ત્યાં કરી બતાવ્યાં. તેઓશ્રીની વિદ્વતા મને તેમજ મારા તે વખતના ગુરુને બહુ જણાઈ. અલ્પ સમય બેઠા પછી શ્રી અંબાલાલભાઈ સાથે તેઓશ્રી શ્રી અંબાલાલભાઈના ઘેર સિધાવ્યા. મેં ઉમંગથી અટક્યા વગર નમસ્કાર કર્યા બીજા દિવસે પુનઃ ઉપાશ્રયમાં તેઓશ્રીનું આગમન થયું. ત્યારે તે વખતના અમારા ગુરુ હરખચંદજીને તેઓશ્રીએ પૂછ્યું કે આ કાળમાં ક્ષાયિક સમ્યકત્વ હોય કે નહીં? ત્યારે હરખચંદજી મહારાજે ના કહી; તેથી પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યો કે—કોઈ શાસ્ત્રમાં છે? હરખચંદજીએ કહ્યું કે દશમા ઠાણાંગમાં ક્ષાયિક સમકિત ન હોવા વિષે છે. ઠાણાંગ તપાસતાં એ વાત મળી નહીં. પૂજ્યશ્રી બોલ્યા કે–ઠાણાંગમાં નથી, અન્ય ગ્રંથમાં હશે. પછી પોતે ઠાણાંગમાંથી થોડા પાઠો બોલતા હતાં અને તેનો અર્થ એવો ખૂબી ભરેલો કરતા હતા કે તે સાંભળતા શાંતિ ઊપજતી. પછી દશમા ઠાણાંગનો ભાવ વાંચી સંભળાવ્યો હતો, તે સાંભળતા જ મને તો તેઓશ્રીના વિષે ચમત્કાર ઊપજ્યો હતો. પછી મેં પૂજ્યશ્રીને ઉપર મેડે પઘારવા વિનંતી કરી. તેથી ઉપર પઘાર્યા, અને હું પણ મારા ગુરુની આજ્ઞા લઈને ઉપર ગયો અને નમસ્કાર કર્યા. તેઓશ્રીએ નમસ્કાર નિવારણ કરવા છતાં મેં ઉમંગથી ઉત્તમ પુરુષ જાણીને અટક્યા વગર નમસ્કાર કર્યા. સમકિત અને બ્રહ્મચર્ય વૃઢતાની મારી માંગણી પૂજ્યશ્રીએ પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?” Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૯૦ મેં વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની મારી માગણી છે.” આ પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય. પૂજ્યશ્રી થોડીવાર મૌન રહ્યા પછી બોલ્યા : “ઠીક છે.” પછી મારા જમણા પગનો અંગૂઠો તાણી કિંઈક ચિહ્નો શ્રીમદે તપાસી જોયા; પછી નીચે ઊતરી શ્રી અંબાલાલભાઈના મકાન તરફ ગયા. રસ્તે જતાં શ્રી અંબાલાલભાઈને વાત કરી કે આ પુરુષ સંસ્કારી છે. આ રેખાલક્ષણો ઘરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય” એમ શ્રી અંબાલાલભાઈ પાસેથી પછી સાંભળેલું. જાણે પૂર્વભવના પિતા હો એટલો ભાવ આવે છે. બીજે દિવસે હું શ્રી અંબાલાલભાઈના મકાને તેઓશ્રીની પાસે ગયો. મને દેખી બીજા માણસો બેઠેલા હોવાથી પૂજ્યશ્રી અંદરના હૉલમાં પધાર્યા. હું પણ ત્યાં ગયો. અમે બેઠા. તેઓશ્રીએ સૂયગડાંગમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વિગેરે વિષે બોઘ કર્યો. પછી મને પૂછ્યું કે તમે અમને માન કેમ આપો છો? મેં કહ્યું–આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે. અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બઘો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે. અમે અનાદિકાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો. પૂજ્યશ્રીએ ફરી પૂછ્યું : તમે અમને શાથી ઓળખ્યા? મેં કહ્યું : અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંથી જાણવામાં આવ્યું. અમે અનાદિકાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” જ્ઞાન અને ક્રિયા બન્ને કરવાનું કહે છે હું હમેશાં જતો. સાત દિવસ સુધી પૂજ્યશ્રી ખંભાત રહ્યા ત્યાં સુધી દરરોજ તેમના સમાગમ અર્થે શ્રી અંબાલાલભાઈને ઘેર જતો, ત્યારે હરખચંદજી મહારાજે મને પૂછ્યું કે શી વાતચીત થાય છે? મેં કહ્યું : “જ્ઞાન અને ક્રિયા બન્ને કરવાનું કહે છે.” શ્રી હરખચંદજીએ કહ્યું: “પદ સવ વાત હતા થા, લવ કુછ નહીં વાતા'' હું પૂજ્યશ્રી પાસે જતો ત્યારે કહેતો કે હવે મારે કેમ કરવું? મને મૂંઝવણ થાય છે. પૂજ્યશ્રી : મિશ્રભાવ છે, બધું ઠેકાણે પડશે. મોક્ષમાળામાં છે તે પ્રમાણે માર્ગ છે મેં પૂછ્યું : માર્ગ વિષે કોઈ પૂછે તો મારે શું કહેવું? આ મોક્ષમાળા છે તે પ્રમાણે માર્ગ છે? મારે એમ કહેવું કે કેમ? પૂજ્યશ્રી : મોક્ષમાળામાં છે તે પ્રમાણે માર્ગ છે. પ્રીતમદાસનો કક્કો (કક્કા કર સરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ) મોઢે કરજો. આ પ્રમાણે આજ્ઞા થવાથી તે હું કરતો અને શ્રી અંબાલાલભાઈની પેઠે મારા વિચારથી “મહાદેવ્યા: કુક્ષરત્ન' એ શ્લોકનું સ્મરણ જે જે પદાર્થો દેખું તેના વિષે કર્યા કરતો. માનસિક બ્રહ્મચર્ય પાલન માટેનો ઉપાય બતાવ્યો એક દિવસે મેં કહ્યું કે “બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું. (એક દિવસ ઉપવાસ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી PAGE 129 Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૧ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી અને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાયોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” પૂજ્યશ્રીએ કહ્યું : “લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય તેમજ ઉણોદરી તપ (પેટ ઉણું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” કૃપાળુ દેવે કહ્યું-આત્મા છે, એને જોયા કરો. મેં કહ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” કૃપાળુદેવ : “આત્મા છે, એમ જોયા કરો.” પછી પરમકૃપાળુદેવ મુંબઈ પઘાર્યા. ત્યાંથી કેટલાંક ઉપદેશામૃતથી ભરપૂર પત્રો શ્રી અંબાલાલભાઈ મારફત મળતા, તેથી આનંદ આનંદ થતો હતો. સાચો ત્યાગ તે અંતર્ભાગ એકવાર મેં પરમકૃપાળુદેવને જણાવ્યું: મેં સાધન સંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે બૈરી, એક પુત્ર આદિનો ત્યાગ કરી દીક્ષા લીધી છે.” તે ત્યાગમાં ગર્ભિત રહેલો અહંકાર, ગર્વ ગાળી નાખવા તેઓશ્રી તડુકીને બોલ્યા : “શું ત્યાખ્યું છે? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?” આ સાંભળીને મારા દોષો પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે જમીન માર્ગ આપે તો જમીનમાં સમાઈ જાઉં, તેથી મેં કહ્યું : “હું ત્યાગી નથી.” ત્યાં તો તેઓશ્રી બોલ્યા : “મુનિ હવે તમે ત્યાગી છો.” (૨) આપના દર્શને સમાગમ માટે મુંબઈ ચોમાસું કર્યું છે સંવત્ ૧૯૪૯માં અમારું ચોમાસું મુંબઈમાં થયું. તે વખતે પરમકૃપાળુદેવે મને પૂછ્યું કે “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?” મેં કહ્યું : “આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.” રોજ એક કલાકનો મને સમાગમ મળશે? કૃપાળુદેવે પૂછ્યું : “અહીં આવતા તમને કોઈ આડખીલ કરે છે?” મેં કહ્યું : “ના, હમેશાં અહીં આવું તો કલાકનો સમાગમ મળશે?” કૃપાળુદેવે કહ્યું : “મળશે.” અવસરે અવસરે હું કૃપાળુદેવના સમાગમાથે પેઢી ઉપર જતો. મને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ સૂયગડાંગ સૂત્ર વગેરેમાંથી મને વાંચી સંભળાવતા, સમજાવતાં. કૃપાળુદેવને યોગ્ય લાગે તેમાંથી સમજાવતા એક વખત ત્યાં ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રો પણ પડ્યાં હતા, ત્યારે મેં કહ્યું કે કૃપા કરીને Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૯૨ તેના અર્થ સમજાવો તો મને સમજણ પડે; ત્યારે કૃપાળુદેવ, ઠીક છે એમ કહી સ્વતઃ કૃપા કરી કોઈ અર્થ સમજાવતા અને પૂછતા કે જાઓ, આ શું કહ્યું? સુપચ્ચખાણ, દુપચ્ચખાણ વિષે વ્યાખ્યા કહી હતી. ભર્તુહરિ-વૈરાગ્ય શતક પણ વાંચી સંભળાવ્યું હતું. એક દિવસ તેઓશ્રીની પાસે ભર્તુહરિ-શૃંગાર શતક પડેલું હતું, તે મેં પૂછ્યા વિના લીધું એટલે મસ્તક હલાવીને ના કહી અને બીજાં આપીશું એમ જણાવ્યું. મુનિશ્રી દેવકરણજીની કૃપાળુદેવને મળવાની ઇચ્છા એક દિવસ ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા; તે કૃપાળુદેવના પરિચયમાં હતા. તેમને દેવકરણજી મુનિએ કહ્યું: “મેં શ્રીમને દીઠા નથી, તો તે અત્રે પથારે તો જોઉં તો ખરો કે તે કેવા પુરુષ છે.” સુંદરલાલ કહે : “હું તેમને અહીં તેડી લાવીશ.” (કૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે દેવકરણજીનું ચોમાસું અન્યત્ર હતું તેથી સમાગમ થયેલો નહીં.) મુનિશ્રી દેવકરણજી સાથે કૃપાળુ દેવનો વાર્તાલાપ એક દિવસ સુંદરલાલ સાથે પરમકૃપાળુદેવ ચિંચપોકલીના ઉપાશ્રયે નવ વાગ્યા પછી પધાર્યા. આ વખતે દેવકરણજી, હીરાજી, ચતુરલાલજી અને હું ચારે મુનિઓ હાજર હતા. તેઓશ્રીને દેખીને અમે પાટ ઉપરથી નીચે બેઠા. પોતે બિરાજ્યા પછી સૂયગડાંગજીના પાનાં પૂઠામાં લાવીને આગળ મૂક્યા. તે સૂયગડાંગજીની લખેલી પ્રતમાં જુની અને ગુંદરના અક્ષરની લિપિ હોવાથી મૂળપાઠના અક્ષરો કેટલાંક ઊડી ગયા હતા, તેથી અર્થ બરાબર સમજી શકાતો નહોતો. કૃપાળુદેવ બોલ્યા કે આ શું છે? દેવકરણજી મુનિ કહે સૂત્રો છે. કૃપાળુદેવ કહે કોનાં કરેલાં છે? દેવકરણજી મુનિ કહે–ભગવાનનાં કરેલાં છે. પરમકૃપાળુદેવ કહે–સૂત્રો તો ભગવાનના પછી ઘણા વર્ષે લખાયેલાં છે. દેવકરણજી મુનિ કહે—ગણધરોનાં કહેલાં છે, તે ભગવાનનાં જ વચનો છે. પરમકૃપાળુદેવ કહે–કેમ જાણ્યું કે ભગવાનનાં જ કહેલાં છે? તમે તેનો આશય શો વિચાર્યો છે? કે પાનાં જ ફેરવો છો? ઊડી ગયેલા મૂળપાઠના અક્ષરો અને અર્થ કહી સંભળાવ્યો આ મર્મ નહીં સમજવાથી દેવકરણજી વગેરે ત્રણ જણની દ્રષ્ટિમાં એમ આવ્યું કે આ તો સૂત્રોને નથી માનતા. ત્યારે દેવકરણજીનો પગ દબાવી મેં સમસ્યાથી સમજાવ્યા, તેથી દેવકરણજી શાંત પડી સૂયગડાંગજીમાંથી પાનાં કાઢી ઊડી ગયેલો ભાગ બતાવી પૂછવા લાગ્યા કે અહીં કયા કયા અક્ષરો જોઈએ? અને તેનો શો અર્થ થાય છે? પરમકૃપાળુદેવે મૂળપાઠના અક્ષરો તથા તેનો યથાર્થ અર્થ કહી બતાવ્યો. ગાથાઓમાં લેખનદોષ નથી, બરાબર છે; તેનો ભાવાર્થ સમજાવ્યો પછી મુનિ દેવકરણજીએ નીચેની બે સૂયગડાંગજીની ગાથાઓ બતાવી અને કહ્યું કે જ્યાં સફળ છે ત્યાં અફળ હોય અને જ્યાં અફળ છે ત્યાં સફળ હોય તો અર્થ ઠીક બેસે છે. તો આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે? Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૩ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી १“जे अबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसो ॥१॥ २ जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परकंतं, अफलं होइ सव्वसो."॥२॥ (સૂયગડાંગસૂત્ર ૮મું વીર્યાધ્યયન, ગાથા ૨૨-૨૩) એ ગાથાઓ જોઈને પરમકૃપાળુદેવે કહ્યું : “લેખનદોષ નથી, બરાબર છે. તેનો ભાવાર્થ એવો છે કે–મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ છે - ફળે કરીને સહિત છે; અર્થાત્ તેને પુણ્ય-પાપરૂપ ફળનું બેસવાપણું છે. અને સમ્યકુદ્રષ્ટિની ક્રિયા અફળ છે - ફળરહિત છે અર્થાત્ તેને પુણ્ય-પાપરૂપ ફળ બેસવાપણું નથી; અર્થાત્ નિર્જરા થાય છે. એકની (મિથ્યાદ્રષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યવ્રુષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળપણું; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.” બઘાને તે અર્થ પસંદ પડ્યો. બઘાને ચમત્કારી લાગ્યો હતો. આ કોઈ મહા બુદ્ધિશાળી પુરુષ છે ઘણા સમયથી વાંચતાં જેનો ભાવ અવળી રીતે સમજાયો હતો. અને સંશય રહ્યા કરતો હતો તેનું સારી રીતે નિરાકરણ થયું. તે ઉપરથી મુનિ દેવકરણજીને સમજાયું કે આ કોઈ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે. ત્યાર પછી કૃપાળુદેવ પોતાના મકાને પઘાર્યા. | મુનિ દેવકરણજીને પરમકૃપાળુદેવ હજુ જ્ઞાની ભાસ્યા નથી “વિચાર-સાગર” ગ્રંથમાંથી ગુરુ માહાભ્યનાં પાનાં સવાસો દેવકરણજી મુનિને વાંચવા મોકલ્યા હતા, તે મુનિ દેવકરણજીએ વાંચ્યાં હતાં. તો પણ તેમને હજી જ્ઞાનીપણાની બુદ્ધિ પરમકૃપાળુદેવ વિષે આવતી નહીં. બુદ્ધિશાળી પુરુષ છે, એવું ખ્યાલમાં રહેતું. અવિરતિ સમ્યવૃષ્ટિ પુરુષની પણ નિંદા કરવામાં મહાપાપ છે. એમ દેવકરણજી માનતા તેથી બીજા લોકો નિંદા કરે તો પણ પોતે તેમની કદી નિંદા કરતા નહીં. દેવકરણજી બોઘ પામે તો ઘણાને લાભ થાય હું જ્યારે પરમકૃપાળુદેવના સમાગમાથે તેમના મુકામે જતો ત્યારે તેમને કહેતો કે “દેવકરણજી બોઘ પામે તો ઘણા જીવોને લાભ થાય અને સૌને જવાબ આપે.” ત્યારે પરમકૃપાળુદેવ કહેતા કે “એ વાત જવા દો.” તથાપિ વારંવાર તે વાત હું સંભારતો એટલે દેવકરણજીને સાથે તેડી લાવવા રજા આપી. * અર્થ –જે અબુદ્ધ તત્ત્વમાર્ગના અજાણ પરંતુ વ્યાકરણાદિ ભણેલા તેથી લોકોમાં પૂજ્ય મોટા કહેવાય, એવા વીર પુરુષ પણ સમ્યત્વ પરિજ્ઞાથી રહિત તેમનું જે કંઈ દાન, તપ, નિયમાદિને વિષે પરાક્રમ એટલે ઉદ્યમ હોય તે અશુદ્ધ જાણવો. તે સર્વ કર્મબંધના કારણને વિષે સફળ થાય. પણ મૂર્ખ વૈદ્યની ચિકિત્સાની પેઠે કર્મનિર્જરાના કારણને વિષે સફળ ન થાય. ||૧|| અર્થ -વળી જે બુદ્ધ તત્ત્વમાર્ગના જાણ એવા તીર્થંકરાદિ મોટા પુરુષ પૂજ્ય પુરુષ, ઘનઘાતિ કર્મ વિદારવા સમર્થ શૂરવીર સમ્યફદ્રષ્ટિ હોય તેમનો જેટલો નિયમાદિ ક્રિયા અનુષ્ઠાનને વિષે ઉદ્યમ છે તે સર્વ શુદ્ધ, નિર્મળ જાણવો. તે સર્વ ઉદ્યમ કર્મબંઘના કારણને વિષે અફળ થાય; કિન્તુ સુવૈદ્યની ચિકિત્સાની પેઠે તે કર્મ-નિર્જરાનું જ કારણ થાય.” ||રા Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો “મુનિ અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ' એક દિવસ અમો બન્ને કૃપાળુદેવના મકાને ગયા. પરમકૃપાળુદેવ સહિત ત્રણે બેઠા. પરમકૃપાળુદેવે દેવકરણજીને પુછ્યું : “ત્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી ભરાય છે ?’’ દેવકરાજી મુનિએ કહ્યું : “જારેક માણસોની પર્ષઠા ભરાય છે.' પરમકૃપાળુદેવે પૂછ્યું : ''સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે? દેવકરણજી મુનિ બોલ્યા : 'કાયાથી થતો નથી, મનથી થાય છે.” પરમકૃપાળુદેવે કહ્યું : મુનિએ મન વચન કાયા ન્ને યોગથી સાચવવું જોઈએ.'' ૯૪ દેવકરણજી મુનિએ આક્ષેપ કરતા કહ્યું : તમે ગાદી તકીએ બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહીં હોળાતી હોય ?’' પરમકૃપાળુદેવે કહ્યું : ‘‘મુનિ અમે તો કાળફૂટ (તાલફુટ) વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે?' આ સાંભળી દેવકરણ” સજ્જડ થઇ ગયા. નારિયેળમાં ગોળો જુદો રહે તેમ અમે રહીએ છીએ પછી કૃપાળુદેવે પૂછ્યું : “તમે કોા છો ?' દેવકરણજીએ કહ્યું : ‘જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ.’’ પરમકૃપાળુદેવે પૂછ્યું : “તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?' આ વખતે દેવકરણજી મૌન રહ્યા. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે—“હે મુનિ ! નારિયેળનો ગોળો જેમ જુદો રહે છે, તેમ અમે રહીએ છીએ. વીતરાગમાર્ગમાં સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ શું છે? નારિયેળમાં રહેલો ગોળો નારિયેળથી ભિન્ન છે, તેમ સમ્યગ્દષ્ટિ સર્વથી જુદો રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યક્, સમ્યક્ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક્ જાણો છો?' દેવકરણજીએ ઉત્તર આપ્યો : ''તે સમ્યક્ત્વ ન કહેવાય.'' પરમકૃપાળુદેવે કહ્યું : ''સમકિતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિષે તમે વિચારજો.’’આવી ચમત્કૃતિવાળી વાત સાંભળી દેવકરણજી ચકિત થઈ ગયા. પણ મનમાં જ્ઞાનીપણાનો નિશ્ચય થયો નહીં. પણ મોટા પુરુષ છે એમ લાગ્યું. વચનની પ્રતીતિ રહી. તમે દીક્ષા આપશો નહીં એક દિવસે કૃપાળુદેવ પાસે હું એકલો ગયો ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે કૃપાળુદેવે જણાવ્યું : તમે દીક્ષા ન આપશો, શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તો ભલે કરે.'' શ્રી દેવકરણજીએ દીક્ષા આપી હતી, પણ થોડા વખત પછી તે શિષ્ય સત્પુરુષની નિંદામાં પડી ગાંડો થઈ સંઘાડો છોડી જતો રહ્યો હતો. ચિત્રપટની માંગણી જેથી મુદ્રાનું અખંડ ધ્યાન રહે એક દિવસ મેં માંગણી કરી કે આપનો ચિત્રપટ મને આપ પોતે ચીતરી આપો કે જેથી આપની મુદ્રાનું અખંડ ધ્યાન રહે, ભુલાય નહીં. પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી :– Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી હે જીવો તમે બોધ પામો, મનુષ્યભવ અતિ દુર્લભ છે. " संबुज्झहा जंतवो माणुसत्तं, दटयुं भयं बालिसेणं अलंभो । एगंत दुक्खे जरिएव लोए, सक्कम्मणा विप्परियासुवेइ || " —સૂયગડાંગ-અઘ્યયન ૭મું તીર્થંકર વારંવાર નીચે કર્યો છે, તે ઉપદેશ કરતા હતા અ ઃ— “હે જાવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે ભૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો, અન્નાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને ‘સર્વ જીવ’ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.'' શ્રીમદ્ રાજચંદ્ર = – સૂયગડાંગમાં ભરેલો અર્થ – ‘અહો ! જીવો, તમે બૂઝો – મનુષ્યપણું પામવું દુર્લભ છે એમ જાણો. "माणुस्स रक्त जाइ कुल रवारोग्ग माउ यं बुद्धि । सवणोग्गह सद्धा संयमोय लोगंभि दुल्लहाई ॥ दुल्हे खलु माणुस्से भवे. " '' અર્થ :– ઇત્યાદિક વચને બુઝો એટલે પ્રતિબોથ પામો. તથા નરક તિર્યંચ આદિ ગતિને વિષે અનેક દુઃખ છે, તેનો ભય દેખીને બાલિશ એટલે અજ્ઞાનપણાને લીધે સદ્વિવેક પામવો દુર્લભ છે, એવી રીતે જાણો તથા એ લોક એકાંત દુઃખી છે, સ્વરિત એટલે જેમ જ્વરાકાંત જીવ દુઃખી હોય તેમ એ સર્વ લોક પોતપોતાના કર્મરૂપ તાપે કરીને વ્યાકુલ થતા સંસારમાં વિપર્યાસ એટલે ફરી ફરી નાશ પામે છે. (શિલાંક આચાર્યની ટીકા અનુસાર) હે પ્રાણીઓ! તમે બોઘ પામો કે કુશીલ, પાખંડી લોક રક્ષણ કરી શકે, તારી શકે તેમ નથી અને સમ્યપ્રકારે બોઘ પામો કે બહુ દુર્લભતાથી ધર્મ પમાય છે. કહ્યું છે કે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, કુલ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સારી બુદ્ધિ, સત્શાસ્ત્ર કે સદ્બોધનું શ્રવણ, ગ્રહણ, શ્રદ્ધા અને સંયમ કે સમભાવ આ લોકમાં ઉત્તરોત્તર દુર્લભ છે. તેથી ધર્મ જેણે પૂર્વે આરાધ્યો નથી તેને માનવપણું પામવું બહુ દુર્લભ છે એમ જાણી તથા જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ તેમજ નરક, તિર્યંચ ગતિઓમાં તીવ્ર દુઃખોનો ભય જાણી તથા અજ્ઞાની દ્વારા સદ્વિવેકની અપ્રાપ્તિ જાણી તથા નિશ્ચયનયને જાણી તાવલા જેવો આખો લોક એકાંત દુઃખી જાણો. કહ્યું છે :— जम्म दुःखं जरादुःखं रोगाव मरणानिय । महा दुःखोहु संसारो जत्थ की संति पाणिणो ॥ तन्हा इहस्स गाणं करोत्था यस्स मुज्जण तेती । दुःखसह संयनुत जरियमिव जगं कलय लेई ॥ તથા એમ પ્રાણીઓ અનાર્ય કર્મ કરી સુખ ઇચ્છે છે મોક્ષ ઇચ્છે છે અને મળે છે ભવ દુઃખ. અનુવાદ :— “બુઝો જીવો દુર્લભ માનવત્વ રાખી ભીતિ (બાહ્ય) અન્નતાથી મળે શું? એકાંત દુઃખો, અરે! લોક આપે, જીવો સ્વમૈં (દોષ) વિપર્યાસ ચાખે." Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૯૬ અર્થ :— હે જીવો ! તમે બોધ પામો, બોઘ પામો, મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે એમ સમજો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે એમ જાણો. અને પોતપોતાના ઉપાર્જિત કર્મો વડે ઇચ્છા નથી છતાં પણ જન્મમરણાદિ દુઃખોનો અનુભવ કર્યાં કરે છે તેનો વિચાર કરો. ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે' થોડા દિવસ પછી ‘શ્રી સમાધિશતક' માંથી સત્તર ગાથા મને કૃપાળુદેવે વાંચી સંભળાવી અને તે પુસ્તક મને વાંચવા, વિચારવા આપ્યું. ત્યારે મને એમ સમજાયું કે બહિરાત્મપણું છોડી, અંતરાત્મ થઈ પરમાત્માને ભજો તો એક માસમાં પરમાત્મપ્રદીપ પ્રગટ થાય. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયો એટલે પાછો બોલાવી ‘સમાધિશતક'ના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ મંત્રરૂપે લીટી લખી આપી – “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’ થોડા દિવસ પછી મને પૂછ્યું કે—સમાધિશતક વાંચો, વિચારો છો? ત્યારે મેં જણાવ્યું કે અત્રે હાલ આપનો બોઘ સાંભળી, પછી નિવૃત્તિ ક્ષેત્રે વાંચીશ-વિચારીશ, હાલ નિવૃત્તિની અનુકૂળતા ન હોવાથી, પછી વાંચવા વિચાર છે. આજે આ પ્રસંગે વિચાર આવે છે કે - જો તે જ વખતે તે પ્રત્યક્ષ આશ્રયમાં તેનું વાચન-વિચારવાનું કર્યું હોત તો અપૂર્વ લાભ થાત. આત્મભાવમાં નિરંતર રહેવા માટે બોધની જરૂર એક દિવસે મેં કૃપાળુદેવને આ બધું મને ગમતું નથી. એક આત્મભાવનામાં નિરંતર રહું એવું ક્યારે થશે? ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું : “બોધની જરૂર છે.” તેથી મેં કહ્યું કે “બોધ આપો.” આ વખતે પોતે મૌન રહ્યા. વારંવાર કૃપાળુદેવ મૌનપણાનો બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી મેં મુંબઈ ચોમાસું પૂરું કરી સુરત તરફ વિહાર કર્યો. ત્યારથી મૌનવ્રત ત્રણ વર્ષ પર્યંત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા પરમકૃપાળુદેવ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ઘમાલમાં 'સમાધિશતક' વાંચવાનું મેં મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિકારમાં વાંચવા-વિચારવાની શરૂઆત કરી; તેથી અંતરમાં મને અપૂર્વ શાંતિ વેદાતી હતી. આ મૌનવ્રત મેં લીધેલું તે સંબંધી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પત્ર દ્વારા જણાવ્યું, તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે તે કાર્ય શ્રેય કર્યું છે. (૩) મુનિશ્રી દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા સંવત્ ૧૯૫૦નું ચાતુર્માસ સુરત ક્ષેત્રે નિર્ણીત થયું હતું. શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રનો એટલો બધો અભિનિવેશ હતો કે તે મને વારંવાર કહેતા કે પૂજ્યશ્રી (શ્રીમદ્) સૂત્રોથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રો તો મેં વાંચ્યાં છે, અર્થાત્ હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા કૃપાળુદેવે તેમને યોગવાસિષ્ઠાદિ વેદાંતના શાસ્ત્રો વાંચવા આપ્યા હતાં. સુરતમાં શ્રી દેવકરણજી વેદાંતના ગ્રંથો વાંચતા Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણા ભાઈઓ હતા, તે તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા. તે વાત મેં પરમકૃપાળુદેવને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકરણજીને “ઉત્તરાધ્યયન' આદિ જૈનસૂત્રોનું પુનરાવલોકન કરવા સૂચવ્યું. (વચનામૃત પત્રાંક પ૮૮) મારા ઉપર લખી દેવકરણજીને ઠેકાણે લાવવા માટે ઉપદેશ આપ્યો છે. આવા પ્રસંગોમાં માથે ગુરુ હોય તો ગુરુકૃપાથી જીવ બચી શકે છે; નહીં તો પોતાને પોતાના દોષો સૂઝતા નથી અને દોષોને ગુણ માની દોષોમાં જીવ મગ્ન રહે છે. સ્વચ્છેદથી કરે તે બધું અભિમાના અહીં સુરતમાં દેવકરણજી અમારી સાથે ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓના મનમાં પ્રેમ આવવાથી નીચે આવી મને જણાવતા કે આજે તો દેવકરણજી મહારાજે વ્યાખ્યાન બહુ સારું વાંચ્યું; આવી પ્રશંસા શ્રોતાવર્ગના મુખથી સાંભળી, દેવકરણજી ઉપરથી નીચે આવે ત્યારે હું કહેતો કે આજે વિશેષ અભિમાન કર્યું. અને ધ્યાન કરી રહ્યા પછી હું કહેતો કે તમે તરંગ કરો છો. દેવકરણજી કંઈ ઉત્તર આપતા નહીં. પણ પરમકૃપાળુદેવ સુરત પઘારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે દેવકરણજીએ પ્રશ્ન પૂછ્યો કે “મહારાજશ્રી મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, અને ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને અમારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” પરમકૃપાળુદેવે શાંતિથી કહ્યું : “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્ સાધન છે. અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી, ઘર્મરૂપ સત્ સાઘન છે.” આથી પ્રથમ હું જે વાત કહેતો હતો તે દેવકરણજીને સત્ય લાગી. મને પરમકૃપાળુદેવના વચનામૃત વાંચવાની ઇચ્છા થવાથી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પૂછાવી એક હસ્તલિખિત પુસ્તક મોકલ્યું. સુરત ચાતુર્માસ પૂર્ણ થયે અમે શેષકાળ નિર્ગમન કરવા કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં.૧૯૫૧માં સત્તર ઉપવાસ કર્યા હતા. જીવનકળા પૃ.૧૭૫) આત્મજ્ઞાન મેળવવું હોય તો વિનય નમસ્કાર કરવા પડે સંવત્ ૧૯૫૧માં પણ પરમકૃપાળુદેવનો સમાગમ કઠોરમાં અમને થયો. તેઓશ્રી કઠોર ઉપાશ્રયના મેડા ઉપરના ભાગમાં જ ઊતર્યા હતા. તેથી ઉપર જતાં પહેલાં મેં દેવકરણજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો વિનય નમસ્કાર આદિ કરવા પડે. દેવકરણજીએ કહ્યું કે “આપણે બે મુનિઓ જ જઈએ તો હું નમસ્કારાદિ કરીશ.” તેથી ચતુરલાલજીને નીચે રાખી અમે બન્ને ઉપર ગયા. અને વિનય નમસ્કારાદિ કરી પરમકૃપાળુદેવના ચરણકમળ પાસે બેઠા. કૃપાળુદેવે અમોને ઉત્તમ બોઘરૂપી પ્રસાદીથી તૃત કર્યા. પરમકૃપાળુ દેવના સમાગમથી ચતુરલાલજી પણ બુઝયા તે વખતે નીચે રહેલા શ્રી ચતુરલાલજી મુનિને વિચાર થયો કે લાવને દાદરમાં જઈને જોઉં તો ખરો કે તે શું કરે છે? એમ ઘારી દાદરમાં જઈને ગુપ્ત રીતે ડોકિયું કરી જોયું તો બન્ને મુનિઓ નમસ્કાર કરતા Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો હતા. તેથી તેમની વાત ખંભાઈ જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થોડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા. અને હું એકલો ઉપર રહ્યો ત્યારે મને તેઓશ્રીએ પૂછ્યું કે ‘‘દેવરાજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા ?' મેં કહ્યું “તેની દૃષ્ટિ સજ્જ વિષમ છે, એટલે ઉપર લાવ્યા નહીં.'' પછી પરમકૃપાળુદેવ નીચે ઊતર્યા અને ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યું : “મુનિ, અમારે તો તમે અને એ મુનિઓ બન્ને સરખા છો; સર્વ પ્રત્યે અમારે સમદૃષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજો. તેમાં ચૌદ પૂર્વનો સાર છે.’’ આટલા જ સમાગમથી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ અને વિષમદૃષ્ટિ ટળીને આસ્થા થઈ. ૯૮ અહો પરમકૃપાળુદેવ! તમારી સેવા કેમ કરવી તે અમે જાણતા નથી તે જ દિવસે રાત્રે શ્રી અંબાલાલભાઈ તથા હું ઉપાશ્રયના મેડા ઉપર કૃપાળુદેવ બિરાજ્યા હતા ત્યાં ગયા અને ચરણસમીપ બેસી ચરણનું અવલંબન લઈ, ‘અહો હરદેવ, ન જાનત સેવ’” એ સુંદરદાસનો બનાવેલો ગુરુભક્તિનો છંદ પરમપ્રેમ અને ઉત્કૃષ્ટ ભક્તિભાવે ગદ્ગદ્ વાણીથી બોલી, ભક્તિ કરતાં આનંદ આનંદ ઊલસી રહ્યો હતો. પરમકૃપાળુદેવ પોઢી ગયા છે એમ મેં શ્રી અંબાલાલભાઈને કહ્યું ત્યારે શ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું કે તેઓશ્રી નિજ્ઞાવશ થયા નથી, પણ ધ્યાનમાં છે. વખતે દેહ છૂટી જાય તો ખાલી હાથે જાઉં બીજે દિવસે સવારમાં કૃપાળુદેવ મુંબઈ તરફ પથાર્યા અને અમે કઠોરમાં થોડો કાળ રહી સુરત આવી સંવત્ ૧૯૫૧નું ચાતુર્માસ નક્કી થયેલું હોવાથી ત્યાં જ સ્થિરતા કરી. ન આ વર્ષ મને લગભગ દસ બાર માસથી ઝીણો તાવ રહ્યા કરતો. કોઈ દવાથી ફાયદો ન થયો અને મંદવાડ વધી ગયો. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરીને પણ મારી પેઠે તાવ રહ્યા કરતો અને તેમનો દેહ છૂટી ગયો, તે સમાચાર સાંભળી મને પણ રહ્યા કરતું કે એક રાશિ નામની મળતી આવતી હોવાથી અને તાવનું નિમિત્ત સરખું હોવાથી વખતે મારો દે પણ છૂટવાનો વખત નજીક હશે, એવી ચિંતામાં મેં ઉપરાઉપરી પત્રો લખીને પરમકૃપાળુદેવને વિનંતી કરી – સમકિતની માંગણીમાં છ પદનો પત્ર આવ્યો * નાથ ! હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે, કૃપા કરી મને હવે સમકિત આપો.” તે સમકિતની માગણીમાં પરમકૃપાળુદેવે પરમકૃપા કરી મારા પ્રત્યે અનંત દયા લાવી છ પદનો પત્ર’ લખ્યો. અને સાથે જણાવ્યું કે “દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી’’ એમ અભયદાન પણ આપ્યું. કેટલોક સમય ગયા પછી પરમકૃપાળુદેવ સુરત પધાર્યા ત્યારે છ પદના પત્ર'નું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થે મને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની ભલામણ કરી હતી. સમકિત પ્રાપ્ત કરાવે એવો આ પત્ર “એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે, ન ઊભા રહેવા દીધા ઢુંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા; કોઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અભુત પત્ર છે.” -જીવનકળા (પૃ.૧૭૮) પરમકૃપાળુદેવનો પત્ર વાંચી દેવચંદજી પણ ચકિત થઈ ગયા - આ વખતનો સમાગમ-લાભ મને એકલાને જ કૃપા કરી આપ્યો હતો. પછી તેઓશ્રી મુંબઈ પધાર્યા હતા, અને અમે સુરતથી વિહાર કરી ખંભાત તરફ આવ્યા. એક માસ જેટલો કાળ ત્યાં રહ્યા. આ વખતે ગોંડળ સંઘાડાના દેવચંદજી કરીને જહાજીના શિષ્ય તે પણ ખંભાત આવેલા તેથી અમે એક જ ઉપાશ્રયમાં ઊતરેલા. તે દેવચંદજીને ખંભાતના સંઘે વિનંતી કરી કે–અમારા મહારાજશ્રીની શ્રદ્ધા આપણા સંપ્રદાય પ્રમાણે નથી, માટે તેઓને તમે સમજાવજો. આથી હું અને દેવચંદજી વગડે જતા. ત્યાં પંચ મહાવ્રત સંબંધી પરમકૃપાળુદેવે લખેલો પત્ર મેં તેમને વંચાવ્યો. આ પત્ર વાંચીને તેને એકદમ ચમત્કાર લાગ્યો, અને તે બોલ્યા કે આપની શ્રદ્ધા માટે અને આપે જે માર્ગ ગ્રહણ કર્યો છે તે માટે કોઈ બોલી શકે તેમ નથી. મને પણ આ વાત ઉચિત લાગે છે, માટે આપણે સાથે ચાતુર્માસ રહી, મારે આ વાતને વિશેષ જાણવી છે. તેની માર્ગ જાણવાની જિજ્ઞાસાથી અમે હા પાડી. પણ તેના ગુરુ જહાજીએ ત્વરાથી કોઈ કારણસર તેડાવી લીઘા. તેથી તે ગયા. થોડો વખત ગયા પછી તેનો દેહ છૂટી ગયાના ખબર મળ્યા. અમે ખંભાત શેષકાળ પૂરો થવાથી અને ચાતુર્માસને હજુ વાર હોવાથી ખેડા ગયા. ત્યાં બીજા ચાર મુનિઓ અમારા સમાગમમાં આવ્યા. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી સ્વાદરહિત માત્ર એક વાર ભોજન મુનિ મોહનલાલજી વગેરે સાધુઓને સામાન્યપણે પરમકૃપાળુદેવની અપૂર્વતા સંબંધી અમારી અને દેવકરણજીની સમજણ પ્રમાણે સરળભાવે વાત કરી, તે તેમને રુચી. સંવત્ ૧૯૫૨ની સાલનું ચાતુર્માસ સાત સાઘુ સાથે ખંભાતમાં થયું. આ ચાતુર્માસમાં હું બહાર વનમાં નિવૃત્તિ અર્થે જતો; સવારમાં જતો અને લગભગ બાર વાગતા સુઘીમાં આવી સાઘુઓ આહારપાણી લાવ્યા હોય તેમાંથી પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે સ્વાદરહિત આહાર કરવાનું મને વિશેષ ઉપયોગમાં રહેતું. એકાંતરા ઉપવાસ હું કરતો તેને બદલે સ્વાદરહિત આહાર કરવાનું પરમકૃપાળુદેવે જણાવેલું હોવાથી સ્વાદરહિત એક ટંક આહાર લેતો. આ અરસામાં પરમકૃપાળુદેવ આ તરફ પધારવાના છે એવા આનંદદાયક સમાચાર આવ્યા હોવાથી તેથી બીજા ગામમાં પણ સમાગમ થશે એવા વિચારથી ઉલ્લાસ થયો. ભક્તિ માટે વડવા રાત રોકાવાથી સંઘમાં મોટો વિક્ષેપ દર પૂનમે ખંભાતના સર્વ મુમુક્ષુભાઈઓ નિવૃત્તિ લઈ વડવા જતા. ત્યાં રાત્રિદિવસ ભક્તિ, વાચન વિચાર આદિ વડે બઘા પરમ આનંદ લેતા. શ્રી અંબાલાલભાઈ વગેરે આમાં હોવાથી હું પણ એક પૂનમની રાતે તેમની સાથે રહ્યો હતો. ચાતુર્માસનો કાળ હોવાથી અને કોઈને કહ્યા વગર રાત રહેવાથી સંઘમાં મોટો વિક્ષેપ થઈ પડ્યો. શ્રાવક, શ્રાવિકાને આ વાત બહુ અપ્રિય લાગી, અને મારા પ્રત્યેનો તેમનો પ્રેમ ઊતરી અરુચિ થઈ. વિરહ સહન નહીં થવાથી ચોમાસામાં રાળજ પહોંચ્યા તેવા વખતમાં પરમકૃપાળુદેવ રાળજ, કાવિઠા, વડવા, આણંદ, નડિયાદ આદિ સ્થળે પઘાર્યા. જે વખતે પોતે રાળજ બિરાજતા હતા, ત્યારે ખંભાતના બઘા મુમુક્ષુઓને સમાગમ થયો. બઘા આવીને પ્રેમ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦૦ ઉલ્લાસભરી વાતો કરતા. એક દિવસ તો હું જંગલમાં નિવૃત્તિ અર્થે જતો ત્યાંથી વિરહ સહન નહિ થવાથી રાળજ ગયો. ચોમાસામાં મુનિથી પરગામ વિહાર ન થાય અને ત્યાં જવાને માટે આજ્ઞા મંગાવેલી નહીં, માટે પૂજ્યશ્રી ઊતર્યા હતા તે બંગલાથી થોડે દૂર રહી એક માણસ દ્વારા કહેવડાવ્યું કે–પેલા બંગલે જઈ અંબાલાલ કરીને એક ભાઈ છે તેમને કહો કે એક મુનિ આવેલા છે તે તમને બોલાવે છે. તેથી શ્રી અંબાલાલભાઈ મારી પાસે આવ્યા અને મને ઠપકો દેતાં કહ્યું કે “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો?” તે ઉપરથી મેં કહ્યું કે “આજ્ઞા મંગાવવા માટે તો હું અહિં ઊભો રહ્યો છું. અને તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” શ્રી અંબાલાલે કહ્યું : એમ તો જવા ન દઉં, મને ઠપકો મળે. માટે પરમકૃપાળુદેવ જેમ આજ્ઞા કરે તેમ કરો. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પાસે જઈને મારા આવ્યાની ખબર કહી. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-“મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને મળું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” તે મુજબ શ્રી અંબાલાલભાઈએ આવીને મને સંભળાવ્યું. ત્યારે મેં કહ્યું કે-“આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું. માટે હું પાછો ચાલ્યો જાઉં છું.” વિરહાગ્નિની વેદનામાં રાત્રિ પરાણે વ્યતીત કરી ખેદખિન્ન થઈ મારા ભાગ્યનો દોષ દેખતો હું વિરહાગ્નિથી સંતાપ પામતો આંખમાંથી ઝરતી આંસુઘારા લૂંછતા ખંભાત તરફ પાછો ફર્યો. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. પછી બીજે દિવસે પરમદયાળનાથે મારા પર પરમ દયા કરીને પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ અને શ્રી અંબાલાલભાઈ એ ત્રણે પવિત્ર પુરુષોને રાળજથી ખંભાત મોકલ્યા. વિરહાગ્નિથી મારું અંતઃકરણ તપી રહ્યું હતું. સત્સમાગમ માટે અત્યંત આતુર હતું. સમાગમ વિના એક પળ પણ હજારો વર્ષ જેવી દુઃખરૂપ લાગતી હતી. તે વિયોગની શાંતિને અર્થે જેમ શ્રી કૃષ્ણ વ્રજમાં ગોપાંગનાઓ પાસે ઉદ્ધવને મોકલી, વ્યાકુળ થયેલી ગોપીઓને પરમ સુખકાર એવો સંદેશો કહ્યો હતો કે હવે અલ્પ સમયમાં શ્રી વાસુદેવ વ્રજમાં પઘારશે. આ સંદેશો શ્રવણ કરીને ગોપાંગનાઓને જે આનંદ થયો હશે, તેનું વર્ણન શી રીતે થઈ શકે? તેવા પ્રકારે મને પણ પૂજ્ય સૌભાગ્યભાઈએ પરમ શાંતિ આપી કહ્યું કે–પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે. જે વિનયાદિ સાચવવાના તે પરમકૃપાળુ દેવ માટે જ પ્રથમ પૂ.સૌભાગ્યભાઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતા દેખીને જ મને હર્ષોલ્લાસ આવેલો તેથી એકદમ પાટ ઉપરથી ઊઠી તેમની સામે જવા હું ઘારતો હતો, તેટલામાં તો તે શાંતમૂર્તિ શ્રી સૌભાગ્યભાઈ ઝડપથી મારી નિકટ આવી મને પાટ ઉપર પાછો બેસાડી દીધો. અને પોતે નીચે બેસી બોલ્યા કે જે વિનયાદિ સાચવવાના છે તે પરમકૃપાળુદેવ માટે જ છે, તેમને જ છાજે, અમારી તેવી દશા નથી. આવા વિનય ભરપૂર આગ્રહથી હું પાટ પર બેસી રહ્યો. ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ' મંત્રની આજ્ઞાથી પરમ સંતોષ થયો પછી પોતે પરમકૃપાળુદેવ તરફથી મારે માટે જે કલ્યાણકારક પવિત્ર સમાચાર લાવ્યા હતા તે મને જ કહેવા આજ્ઞા હોવાથી વિનીતભાવે પૂછ્યું કે-આપ નિવૃત્તિ સ્થાને પધારશો? મેં હા પાડી એટલે શ્રી Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી અંબાલાલભાઈને ત્યાં જઈને અમે એકાંતમાં બેઠા. પરમકૃપાળુદેવનો સંદેશો કહેવાનો હતો તે કહ્યો. તે શ્રવણ કરી મારું હૃદય પ્રફુલ્લિત થયું. પછી શ્રી સૌભાગ્યભાઈએ શ્રી પરમકૃપાળુદેવે જજ્ઞાવેલ મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. નાથે મારા પર કરુણા કરી જેથી મને ઘણો જ સંતોષ થયો. આ પ્રકારે સમાગમ કરાવી પૂ.સૌભાગ્યભાઈ અને શ્રી અંબાલાલભાઈ રાળજ પઘાર્યા અને શ્રી ડુંગરશીભાઈ કાઠીયાવાડ તરફ પધાર્યા અને પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે હું સાધના કરવા લાગ્યો. પ્રથમ દિવસ રાળજથી પરમકૃપાળુદેવ વડવા પદ્માર્ચ થોડા કાળ પછી પરમકૃપાળુદેવ કૃપા કરી પૂ.સૌભાગ્યભાઈ સાથે ખંભાત પાસે વડવા એકાંત સ્થળ છે ત્યાં પધારવાના આનંદદાયક સમાચાર મળવાથી અમે દેવકરણજી સહિત છ મુનિઓ પરમકૃપાળુદેવની સામે ગયા. જે માર્ગથી તે પઘારવાના હતા તે તરફ અમારી દૃષ્ટિ લાગેલી હતી. રાળજથી રથમાં બેસી પરમકૃપાળુદેવ અને પૂ.સૌભાગ્યભાઈ આવતા હતા. એમ રસ્તામાં અમને દર્શન થયાં અને પૂ.સૌભાગ્યમાઈ અમને દેખી રથમાંથી નીચે ઊતરી પડ્યા અને અમારી સાથે ચાલતા વડવાના મકાન સુધી આવ્યા. પરમકૃપાળુદેવ એકલા રથમાં બિરાજેલા હતા. મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી ૧૦૧ પછી પરમકૃપાળુદેવે છએ મુનિઓને એકાંત સ્થળે વડવામાં વાવ આગળ નિવૃત્તિરૂપ સ્થાને બોલાવ્યા; અમે સર્વે ત્યાં ગયા. સન્મુખ જતાં જ બધા મુનિઓ નમસ્કાર કરી પરમકૃપાળુદેવના ચરણકમળ સમીપ બેઠા. આ વખતે મારું હૃદય ભરાઈ આવ્યું. વિરહાગ્નિથી તપતાં અંતઃકરણને પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રાએ શાંતિ આપી. પછી મેં કહ્યું—રે નાથ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી’’ એમ કહી પરમકૃપાળુદેવના આગળ મુહપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઊભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યો : “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” આ દૃશ્ય જોઈ પરમકૃપાળુદેવનું કોમળ હૃદય પન્ન રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અત્રુપ્રવાહ વહેવા લાગ્યો : કેમ ર્યો અટકે નહીં. મારા મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન મારો અવિનય અપરા થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં હું લીન થઈ ગયો. સર્વ આશ્ચર્યચક્તિ થઈ મૌન બેસી રહ્યા. લગભગ એક કલાક સુધી આમ ઉદાસીન મૌન સ્થિતિમાં રહી પરમકૃપાળુદેવે મુનિશ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહપત્તી મુનિશ્રીને (શ્રી લલ્લુજીને) આપો અને હમણાં રાખો.” બીજો દિવસ માયા, લોભ અનાદિના દુશ્મન ક્રોધ, માન, બીજે દિવસે પરમજ્ઞાનાર્થે પરમ ણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વવાણી પ્રકાશી, પોતે પરમ વીતરાગમુદ્રા ધારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે; આત્મપ્રદેશોની નિકટતર લુંછાઈને પ્રકટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. તેમજ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦૨ કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. ક્રોધ, માન, માયા, લોભ સંબંધી કહેતા પરમકૃપાળુદેવ બોલ્યા કે–આ ચારે આપણા અનાદિ શત્રુઓ છે માટે ક્રોધાદિ ઉદયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છો. તમે અમારું બૂરું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓનો ક્ષય કરવો. ક્રોધાદિનો નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યો હતો. હું પામર તે અપૂર્વવાણીનું શું વર્ણન કરી શકું? અનુપમ વાણી શ્રવણ કરી, અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણીવડે પ્રગટ કરવા સમર્થ નથી. કારણ કે તે ઉપદેશામૃત સાંભળતા અમે જિનપ્રતિમાવત્ સ્તબ્ધ બની ગયા હતા, અર્થાત્ એવી આત્મપરિણતી, સ્થિરતા અને આત્મવીર્યનું ઉલ્લસવું અકથ્ય હતું. હું પામર તે અપૂર્વવાણીની છાયા શું લખી શકું? જેનો એક અક્ષર પણ શ્રવણ કરનારને વીતરાગભાવના પ્રગટાવે એવી પરમ ઉપશમરૂપ વાણીના પરમદાતાએ અમારા પર દયા લાવી પરમ કલ્યાણરૂપ બોઘ કર્યો હતો, જે સાંભળી દેવકરણજી વગેરે સર્વ મુનિઓના ચિત્તમાં પરમ આનંદ થયો હતો. રસ્તે પાછાં ફરતાં દેવકરણજીએ જણાવ્યું કે હાશ! હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા. આમ ઉપદેશામૃતની પ્રશંસા કરતા અને બોઘભાવની વૃદ્ધિ સાથે આત્મચિંતવન કરતા આત્મોલ્લાસ દર્શાવતા હતા. પરમ ઉપશમભાવ પ્રગટે તેવો અતૂટ ઘારાએ બોઘ આ બીજા દિવસનો બોઘ તો જેમ અષાઢ માસમાં અખંડ ઘારાએ વૃષ્ટિ થાય તેમ અતૂટ ઘારાએ પરમ ઉપશમભાવ પ્રાપ્ત થાય એવો બોઘ કરુણાસાગરે કર્યો હતો. કેટલાંક મુનિઓને આ બોઘ શ્રવણ કરવાનો પ્રથમ પ્રસંગ હોવાથી, અત્યંત પિપાસાપૂર્વક જેમ આઠ માસ પર્યત પ્રખર તાપથી તપેલી પૃથ્વી, પ્રથમ થયેલ વૃષ્ટિનું બધું જળ શોષી લે અર્થાત્ પોતામાં સમાવી લે, તેમ આ ઉપદેશામૃતને ‘ટન્ટહ’ તીવ્ર પીપાસાથી અંતઃકરણ પીઘા કરતું હતું. આ બોઘ પરમકૃપાળુદેવે વડવા મુકામે કરેલો તે વિષેની સંક્ષિપ્ત નોંઘ છે. ત્રીજો દિવસ ગૃહવાસમાં પણ જ્ઞાની હોય એ વાત જિનાગમમાં છે ત્રીજા દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ગયા તે વખતે પરમકૃપાળુદેવની મુખમુદ્રા પરમ ઉદાસીન ભાવમાં જોવામાં આવેલી. પોતે કોઈ મુમુક્ષુને પત્રના ઉત્તરો લખતા હતા. તથાપિ તેમની મન, વચન, કાયાની ચેષ્ટા દેખતાં અપૂર્વભાવ ભાસ્યો હતો. આખો પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મોહનલાલજીના સામે દ્રષ્ટિ પણ કરી નહીં. જાણે એક વીતરાગ શ્રેણીમાં પોતે નિમગ્ન હતા, અને લેખિની એકઘારાએ અસ્મલિતપણે ચાલતી હતી. આમ લેખનકાર્યની પ્રવૃત્તિ છતાં અંતરદશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું. પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મોહનલાલજીના સામે જોઈ પૂછવા લાગ્યા કે દીક્ષા ક્યારે લીઘી? જન્મભૂમિનું ક્ષેત્ર કયું? વગેરે પ્રશ્નોત્તર થયા પછી પૂછ્યું કે—અમે જ્ઞાની છીએ એવો તમને નિશ્ચય છે? મોહનલાલજી : હા, આપ જ્ઞાની છો એવો અમને નિશ્ચય છે. કૃપાળુદેવે કહ્યું : ગૃહવાસમાં જ્ઞાની હોય? Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને લધુરાજ સ્વામી મોહનલાલજી : હા, ગૃહવાસમાં પણ જ્ઞાની હોય એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે. ૧૦૩ અમે આત્માને એક સમય પણ ભૂલતા નથી વાતચીતના પ્રસંગમાં શ્રીમુખે જણાવ્યું કે અમે આત્માને એક સમય માત્ર પણ ભૂલતા નથી. આ સાંભળી મોહનલાલજીને ઘણા દિવસ સુઘી ખટક્યા કરેલું કે ખાવું, પીવું વગેરે ક્રિયા કરતાં આત્માને ન ભુલાય એ કેમ બનતું હશે? આ ક્ચન આશ્ચર્યરૂપ અને સત્પુરુષે કહેલું હોવાથી સત્યરૂપ લાગવા છતાં ઘણો વખત આશંકા રહી. મુનિશ્રી લલ્લુજી મહારાજની આજ્ઞામાં તમારું કલ્યાણ પછી મોહનલાલજીએ વિનંતી કરી કે મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે—મુનિશ્રી લલ્લુજી મહારાજ તમને જણાવશે અને તેઓની આજ્ઞામાં ચાલશો તો તમારું કલ્યાણ છે. પરમકૃપાળુદેવ બેઠક ઉપર ન બેસતાં નીચે બેઠા સાંજના વડતળે ઘણા માણસોનો સમૂહ શ્રવણાર્થે એકત્ર થયો હતો. બધા મુનિઓ તથા ખંભાતમાંથી મુમુક્ષુઓ ઉપરાંત બીજા ભાઈ બેનો આવ્યાં હતાં. શ્રી અંબાલાલભાઈએ બેઠક માટે બિછાવેલું હતું, પરંતુ તેના ઉપર નહીં બેસતાં પરમકૃપાળુદેવ નીચે બેસી ગયા. જ્ઞાનીની આશાતના તે અનંતાનુબંધી કષાય ખંભાતથી ઢુંઢીયા શ્રાવકો પણ આવેલા. તેમાંથી ગટોરભાઈએ મુહપત્તી સંબંધી કહ્યું કે શાસ્ત્રમાં મહુપત્તી ચાલી છે. (મુખ આર્ડ વસ્ત્ર રાખી બોલવાનું ફરમાન પરમકૃપાળુદેવે હાથમાં વસ્ત્ર રાખી બોલતાં જણાવ્યું કે દોરો ચાલ્યો નથી. (દોરાથી મુહપત્તી મોઢે બાંધવાનું વિધાન શાસ્ત્રમાં નથી) એમ જેટલી વાર તેણે ઉથલાવી ઉથલાવી તે પ્રશ્ન કર્યો તેટલી વાર તેની તે વાત પરમકૃપાળુદેવે પણ ઉત્તરમાં જણાવી. ગોરભાઈનું શરીર કાયના આવેશવડે ધ્રુજવા માંડ્યું. એટલે પરમકૃપાળુદેવે તેના તરફ બધાનું ઘ્યાન ખેંચી કહ્યું કે આ અનંતાનુબંધીનું સ્વરૂપ જુઓ. વળી જણાવ્યું કે એના વિષે તમે કાંઈ વિકલ્પો કરશો નહીં. તે માર્ગ ઉપર આવવાનો છે. તે જ સાલના ચાતુર્માસમાં દેવકરણજી મુનિના વ્યાખ્યાનમાં જ્ઞાનીની આશાતનાથી બંધાતા કર્મ અને પરિભ્રમણનું સ્વરૂપ સાંભળી, તે ભાઈએ ફરી સભા સમક્ષ પોતાથી થયેલી પરમકૃપાળુદેવની આશાતનાનો પશ્ચાત્તાપ કરી ક્ષમાપના માગી હતી. મુનિશ્રી ચતુરલાલજીને આત્મકલ્યાણ અર્થે આપેલ સૂચન મુનિ ચતુરલાલજીએ ઉપદેશ પૂર્ણ થઈ રહ્યા પછી, પોતાના આત્મકલ્યાણ અર્થે માર્ગ સૂચવવા વિનંતી કરી. આથી પરમકૃપાળુદેવે “મહાવ્યાઃ ધિરત્ન'એ શ્લોકનું સ્મન્ન કરવા, પાંચ નવકારવાળી (માળા) ફેરવવા અને નૃસિંાચાર્ય રચિત ગરબો ‘‘જય જય શ્રી સદ્ગુરુપદ'' મુખપાઠ કરવા આજ્ઞા કરી. અમારી દશા વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે મને એકાંતમાં જણાવેલું કે છે મુનિ ! આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી સૌભાગ્યમાઈની દશા બહુ સા૨ી ઊંચી હદ ઉપર આવી છે અને અમારી દશા તેથી વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે. તેમજ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો દરેક મુનિઓની દશા વિષે પણ જણાવ્યું હતું. તમે તેઓને “સહજાત્યસ્વરૂપ......... મંત્ર આપજો. ૧૦૪ 33 ઓથો દિવસ અહો! સદ્ગુરુની કૃપાવૃષ્ટિ અપૂર્વ છે ચોથે દિવસે જે ગકમાં, જે સંપ્રદાયમાં દીક્ષિત થયેલા અને તેમાંજ મોક્ષમાર્ગ માનેલો તે ભાવો નિર્મૂળ કરવા માટે પરમગુરુએ કેસરીસિંહની માફક શૂરવીરપણાથી મતાગ્રહી ભાવ નષ્ટ કરે તેવી અલૌકિક વાણી ઘારા વરસાવી હતી. તે વખતે અમારા અંતઃકરણમાં તે ઉપદેશથી અજબ અસર થઈ હતી. પણ બીજા સાધુ મોહનલાલજી જેવાના મનમાં તે બોધ તે વખતે રુચેલો નહીં. કારણ કે અનાદિના મિથ્યાત્વના પર્યાય ગચ્છમતનો આગ્રહી ધર્મ માનેલો, આરાઘેલો, દૃઢ કરેલો તેથી એકાએક શી રીતે પરિવર્તન પામે? પરમકૃપાળુદેવે જણાવેલું કે સમ્યવિવેક આદિ ગુણો પણ તે ગચ્છવાસીમાં નથી, ઇત્યાદિ અસરકારક રીતે વિવેચન કર્યું હતું. તે કાળે જેને નહોતું સમજાયું, તેને પણ જેમજેમ કાળ જતો ગયો, તેમ તેમ તે ઉપદેશનું સ્મરણ કરતાં તે જ સાધુઓને પરમકૃપાળુદેવનું પ્રવચન અમૃતતુલ્યે પરિણમ્યું અને પોતાની ભુલો માલુમ પડી. અહો ! સદ્ગુરુની કૃપાદ્રષ્ટિ અપૂર્વ છે. અમે જે બીજ વાવીએ તે કાળે કરીને ઊગશે જ ઉપદેશ થયા પછી પોતે જણાવતા કે અમે જે આ બીજ વાવીએ છીએ, તે લાંબા કાળે પણ ઊગ્યા વિના રહેવાનાં નથી. કારણ કે આ સજીવન બીજ છે. તેના ઉપર ઈલાયચીનું દૃષ્ટાંત દઈને સમજાવ્યું હતું કે ઈલાયચીના બીજને ઊગતાં બહુ દિવસ લાગે છે, પણ ઊગવાનું તો ખરું જ. તે પ્રકારે અમારો બોઘ મુમુક્ષુજીવોને કાળે કરીને અંતરમાં અવશ્ય ઊગવાનો છે. પાંચમો દિવસ બ્રહ્મચર્યની રક્ષા માટે દેહને પણ જતો કરવાં પાંચમે દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી અપૂર્વ બોધ કરવામાં આવ્યો હતો. પરમકૃપાળુદેવે મુનિ દેવકરણજી સામે જોઈ પૂછ્યું કે મુનિને બ્રહ્મચર્યની રક્ષા માટે દેહ પાડી દેવાનું પણ કહેવામાં આવેલ છે, તે આત્મપાત ન કહેવાય? આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શક્યું નહીં. પછી પરમપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા અને તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જતો કરવો પણ આત્માને રાખવો તે ભગવાનની આજ્ઞા છે. માટે એ આત્મઘાત નથી પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે, તેમાં ચોથા મહાવ્રત માટે અપવાદ નથી. કેમકે તે ક્રિયા રાગ વિના થવી સંભવતી નથી. જે ક્રિયા રાગ રહિત રહીને થઈ શકે તેમાં અપવાદ શ્રી ભગવાને કહ્યો છે. તે અપવાદે તે ક્રિયા મુનિ જરૂર પડ્યે કરે એવી આશા પણ આપી છે. એટલે પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવ્રતોમાં અપવાદરૂપ વર્તન કારણસર ઉપદેશ્યું છે. છઠ્ઠો દિવસ ગૃહકુટુંબ બધું છોડવું માટે સાચા સાધુ બનો છઠ્ઠા દિવસે વડવામાં પરમકૃપાળુદેવે અનંત દયા લાવી દેવકરણજી વગેરે મુનિઓને કહ્યું કે તમે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ગૃહ, કુટુંબ, પરિવાર તેમજ પંચની સાક્ષીએ પરીણિત સ્ત્રી એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છો, તો તમે સાચા સાધુઓ બનો. આત્મામાં સારા પ્રગટ કરો. એમ કહી પરમગુરુએ છ પદ સ્પષ્ટ કરી આપ્યાં (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. એવા અલૌકિક છ પદ આપ ક્યાંથી લાવ્યા? હે મુનિઓ આ છ પદનો વારંવાર વિચાર કરજો. છ પદ શ્રવણ કરી દેવકરણજી મુનિ બોલ્યા કે આવાં અલૌકિક અને કદી નહીં સાંભળેલા એવાં આ છ પદ આપ ક્યાંથી લાવ્યા? આવી અપૂર્વવાત અમે તો કદી સાંભળી નહોતી. આપના શ્રીમુખેથી પ્રથમ શ્રવણ કરીએ છીએ. આ ષસ્થાનક ઉપર પરમકૃપાળુદેવે વિચાર કરવા વિશેષ ભલામણ કરી હતી. નિષ્કારણ કરુણા સિંધુ કૃપાળુ દેવ વળી કહેલું કે વડવા જે આટલા કાળ રોકાવું થયું છે તે તમારે માટે જ થયું છે. આવી અમાપ કૃપાદ્રષ્ટિ જાણી અમને બધાને મનમાં એમ થયું કે અહો! આ પુરુષ કેવા દયાળુ છે, નિષ્કારણ કરુણાસિંધુ અમારા ઉપર કરુણા લાવી માત્ર અમારા આત્મકલ્યાણ માટે અહીં રહ્યા. તે ઉપકાર વારંવાર યાદ આવતાં તે દયાળુનાથની અનંતદયા સમજાય છે અને અમારો ડૂબતાનો ઉદ્ધાર કરનાર આ પુરુષ છે એવી સુપ્રતીતિ ક્રૂરે છે. આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિ થશે મુનિઓને સંબોથી પુનઃ કહ્યું કે તમને (અમારી) આ વેષે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારો ત્યાગીનો વેષ છે અને અમારી પાસે તેવું કાંઈ ન દેખાય. પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિનું કારણ થશે. રતન જેવા સાધુ હતા પણ શ્રદ્ધા બગડી ગઈ આવી રીતે પરમકૃપાળુદેવના સમાગમમાં વધારે આવવાથી, ખંભાતના શ્રાવક શ્રાવિકાઓ અમારા પ્રત્યે વિષમ દ્રષ્ટિ ઘરાવતા હતા. શ્રાવક-અગ્રેસરો કહે કે મોતીનું પાણી ઊતરી ગયું. શ્રાવિકાઓ રસ્તે જતાં વાતો કરે કે અરે! રતન જેવા સાધુ હતા પણ એમની શ્રદ્ધા બગડી ગઈ. સંસારીને પગે લાગવું, એમની પાસે જઈ બોઘ સાંભળવો, આ બધું મુનિને ઘટે નહીં. લોકોની નિંદાથી સત્ય શું? તેનો વિચાર થશે. આવી વાતો પરમકૃપાળુદેવના જાણવામાં આવ્યાથી અમને કહ્યું કે આથી તમને વિશેષ પ્રતીતિનું કારણ થશે. કેમકે આ બઘાના કહેવા ઉપરથી તમને યથાર્થ વિચાર કરવાનો અવકાશ મળશે. માટે એ લોકો તમારા ઉપકારી છે. મોક્ષમાળાની રચના સમયે શ્રી રામ જેવો વૈરાગ્ય શ્રી વડવાના સમાગમમાં પ્રસંગોચિત્ત પરમગુરુએ જણાવેલું કે જ્યારે નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી ત્યારે અમને શ્રી રામના જેવો વૈરાગ્ય યોગવાસિષ્ઠ રામાયણના “વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલો છે, તેવો વૈરાગ્ય અમને તે વખતે વર્તતો હતો. તે અરસામાં અમે જૈન આગમ માત્ર સવા વર્ષમાં અવલોકી Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦૬ લીધાં હતાં. એવો તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં. આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરતાં આનંદના ઉભરા વડવાથી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ ક્ષેત્રે પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તેઓશ્રીએ રચ્યું. પરમગુરુએ મારા પર પરમચા લાવી શ્રી આત્મસિદ્ધિજીની એક પ્રત તથા સાથે એક પરમ હિતકારી પત્ર મોક્લાવેલ તેનો સ્વાધ્યાય હું એકાંતમાં વગડામાં જઈને કરતો. એક પ્રત પૂ.સૌભાગ્યભાઈને, એક શ્રી અંબાલાલભાઈને અને એક વડોદરાવાળા "માકુભાઈ (માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી)ને એમ ચાર પ્રતો ચાર જણને મોકલાવી હતી. તે વાંચતા અને મુખપાઠ કરતાં મારા આત્મામાં આનંદના ઉભરા આવતા અને અકેક પદમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિજીના સ્વાઘ્યાયથી અને નિરંતર મનન રહ્યા કરવાથી આત્મોલ્લાસ હતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં પણ શ્રી આત્મસિદ્ધિજીની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિશાસ્ત્રની આત્માનંદ આપનારી કોઈ ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છભાવ રહ્યા કરતો. માહાત્મ્ય એક સદ્ગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાયમાન થતું હતું. શ્રી અંબાલાલભાઈની વૈરાગ્ય દશા, નમ્રતા, વિનય આદિ ગુણો પ્રશંસનીય સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી અંબાલાલભાઈની પણ અલૌકિક દશા દેખાતી હતી. જ્યારે જ્યારે તેમનો સમાગમ થતો ત્યારે વૈરાગ્યદશા, નમ્રભાવ, વિનયાદિ ગુણો પ્રગટ જણાઈ આવતા અને તેથી અમારો આત્મા પ્રમોદ પામતો, જાણે આવા પવિત્રાત્માનો સમાગમ નિરંતર કરીએ. શ્રી અંબાલાલભાઈના સચારો સમાગમીઓ પણ અમારી પાસે આવતા ત્યારે પરમગુરુના મહાત્મ્યની વાતો જે એમના હૃદયમાં હોય તે હર્ષપૂર્વક કહેતા, તે સાંભળી અમારા આત્માને વારંવાર આનંદ થતો. આ અરસામાં ઘણા મુમુક્ષુભાઈઓની દશા ઉત્કૃષ્ટ દેખવામાં આવતી. પૂ.સૌભાગ્યભાઈની વિનયભક્તિ દેખી અમારા આત્મામાં કોઈ ઓર જ પ્રેમ ઊછળતો. ગ્રંથ વાંચતા ખળી રહેવું નહીં સંવત્ ૧૯૫૩નું ચાતુર્માસ ખેડા ક્ષેત્રે કર્યું ત્યારે સ્વાધ્યાય અર્થે ‘મોક્ષમાર્ગ-પ્રકાશક' નામનો ગ્રંથ પરમકૃપાળુદેવે અમારા ઉપર મોકલ્યો હતો. તેનો સ્વાધ્યાય અમે બધા મુનિઓ કરતા હતા. તેમાં ઢુંઢકમતના (સ્થાનકવાસી પંથના) ખંડનનું વર્ણન જોઈ મુનિ દેવકરાને તે વાચન બંધ કરવાનો વિચાર થયો; તેથી પરમકૃપાળુદેવને તે વિચાર જણાવતાં, તેઓશ્રી તરફથી પત્ર મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતા ખળી રહેવા યોગ્ય નથી. દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેમની મહત્તા સમજાઈ હતી. (૫) મુનિશ્રી મોહનલાલજીને દર્શન મોહનીય કર્મનો ઉદય સંવત્ ૧૯૫૪ની સાલમાં અમારું ચાતુર્માસ ત્રણ મુનિઓનું શ્રી વસોક્ષેત્રે હતું. ત્યાં મોહનલાલજીને માકુભાઈને સ્મરણશક્તિનો ગર્વ હતો તે મટાડવા તથા જ્ઞાનીનો નિશ્ચય થવા અર્થે આપેલી. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી લ રાક ? દર્શન મોહનીયનો ઉદય પૂર્વ કર્માનુસાર થયાનું મોહનલાલજી જણાવે છે તે નીચે મુજબ છે : પરમનિર્ગથદશા આવી ઉપાધિમાં રહી શકે? એક દિવસે વનમાં જતાં રસ્તામાં વિચાર કરતાં એવું ફુરી આવ્યું કે પરમકૃપાળુદેવને આપણે ગુરુ માનીએ છીએ, તો આપણે તેમની દશા કેવી માનીએ છીએ? તે પ્રશ્નનો મારા અંતઃકરણમાંથી એવો ઉત્તર મળ્યો કે પરમ નિગ્રંથ દશા માનીએ છીએ. ત્યાં ફરી પ્રશ્ન ઊઠ્યો કે પરમ નિગ્રંથ દશા આવી ઉપાથિમાં રહી શકે? તેનો ઉત્તર નહીં મળવાથી હું ઘણો મૂંઝાવા માંડ્યો. કેટલાંક મુમુક્ષભાઈઓને મારી મૂંઝવણની વાત હું કહેતો પરંતુ તેમના સમાઘાનથી મારું મન સંતુષ્ટ થતું નહીં. તીવ્ર દર્શનમોહના ઉદયથી હું વિશેષ મૂંઝાવા લાગ્યો. તે એટલે સુધી કે દેહત્યાગ કરવાના વિચાર પર પણ આવ્યો. એવામાં શુભ સમાચાર આવ્યા કે પરમકૃપાળુદેવ કાવિઠા ક્ષેત્રથી નડિયાદ સ્ટેશને ઊતરી વસો પધારશે. આથી હું આનંદ પામ્યો. તેમજ વસોના શ્રાવક ભાઈઓ પણ ખુશી થયા. ત્યાંના અમીન પાસેથી રથ લઈ નડિયાદ સ્ટેશને સામો મોકલ્યો. ટ્રેન રાતના આવતી હોવાથી રથ પણ મોડો રવાના થયેલો. ચરણસ્પર્શ માત્રથી કુતક સમાઈ અપૂર્વ શાંતિ પ્રસરી પરમકૃપાળુદેવ અને શ્રી અંબાલાલભાઈ નડિયાદ સ્ટેશને ઊતરી અહીંના વાહનની વઘારે રાહ જોયા વગર એક બેલગાડીમાં બેસી આ તરફ આવવા વિદાય થયા હતા, તેને આ રથ સામો મળ્યો એટલે શ્રી અંબાલાલભાઈએ પૂછ્યું કે રથ ક્યાં જાય છે? સારથીએ જવાબ આપ્યો કે કાવિઠાથી પરમકૃપાળુદેવ અને અંબાલાલભાઈ પથારવાના છે. તેમની સામે જવાનું છે. તેથી શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે પરમકૃપાળુદેવ પધાર્યા છે. ત્યારે સારથી અને સાથે આવેલા માણસે પરમકૃપાળુદેવને રથમાં પધારવા વિનંતી કરી, તેથી રથમાં પધાર્યા અને રથ ત્વરાથી વસો આવી પહોંચ્યો. એમના આવતાં સુધી હું મહારાજશ્રી અને ચતુરલાલજી ત્રણે આવવાના માર્ગ તરફ દ્રષ્ટિ કરી રહ્યા હતા. તેઓશ્રી ઉપાશ્રયમાં પધાર્યા તે વખતે અમે સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ચરણસ્પર્શ કરતાં જ મને પરમકૃપાળુદેવ વિષે જે કુતર્કો થતા હતા તે બઘા સમાઈ ગયા અને અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. તેમજ દેહથી જેમ વસ્ત્ર ભિન્ન છે તેમ આત્મા અને દેહનું ભિન્નત્વ કૃપાળુદેવ વિષે ભાસ્યું. એવો પ્રત્યક્ષ સત્પરુષનો અતિશય છે કે જેના દર્શન માત્રથી મિથ્યાત્વાદિ દોષો નાશ પામે છે. બાહ્ય વૃષ્ટિ તજી જ્ઞાનીનું અંતરંગ જ્ઞાનસ્વરૂપ સમજવું જોઈએ પોતે પઘાર્યા તેવા જ મારા અંતઃકરણમાં જે શલ્ય ચાલતું હતું તે વિષે વગર પૂછ્યું અંતરજામીએ કૃપા કરી જણાવ્યું કે જીવોએ જ્ઞાની પુરુષની ઓળખાણ અનાદિકાળથી બાહ્યદ્રષ્ટિએ કરેલ છે, તે એવી રીતે કે એક સાત-આઠ વર્ષનું બાળક જે ચોવિહાર વગેરે ક્રિયા કરતું હોય તેવી ક્રિયા પણ જ્ઞાની પાસે ન દેખે તો તેમના વિષે સંશય થાય અને જ્ઞાનીને ઓળખી ન શકે. એવું ઉદાહરણ આપી જ્ઞાનીનું સ્વરૂપ જે જ્ઞાનદ્રષ્ટિએ સમજવું જોઈએ તે સમજાવી શલ્યછેદક અપૂર્વ બોધ કર્યો. પછી પોતાને ઊતરવાનું હતું તે મુકામ પર ગયા. પરમકૃપાળુ દેવ પ્રત્યે એક માસ રહેવાની માગણી બીજે દિવસે સવારે પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં મારી (શ્રી લલ્લુજી મહારાજ) સામે Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦૮ જોઈ પૂછ્યું કે કહો, મુનિ, અહીં કેટલા દિવસ રહીએ? આથી મારા મનમાં વિચાર થયો કે જ્યારે સમાગમ થાય છે ત્યારે બે ચાર કે છ દિવસથી વધારે સમાગમનો પ્રસંગ મુંબઈ ર સિવાય બીજે ક્યાંય બન્યો નથી તેથી વિશેષ સમાગમની ઇચ્છાએ મેં એક માસની માગણી કરી. પછી પરમગુરુ મૌન રહ્યા. “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી” ખેડા મુનિ દેવકરણજીને, પરમગુરુ વસો પધાર્યાના ખબર મળવાથી સત્સમાગમની ઉત્કંઠા વધી અને વસોથી ખેડા પઘારવાની વિનંતી પરમગુરુ પ્રત્યે પત્રો દ્વારા કરવા લાગ્યા; તથા ખેડાથી મુમુક્ષુઓ મોકલી આગ્રહ કરવા લાગ્યા. ત્યારે શ્રી અંબાલાલભાઈએ આવી મને કહ્યું કે દેવકરણજી મુનિ સમાગમની ઉતાવળ કરે છે, તેને ઉતાવળ નહિ કરવા અને ચોમાસું પૂરું થયે આપને પણ સાથે વિશેષ લાભ મળે તો સારું, તો દેવકરણજી મુનિ પરમકૃપાળુદેવ પ્રત્યે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા લખે તેમ જણાવો. તે પ્રમાણે મારે લખવા મુજબ દેવકરણજીએ પરમકૃપાળુદેવને પત્ર લખ્યો. તે પત્ર પરમકૃપાળુદેવને મળ્યા પછી મને આવીને કહ્યું કે મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો? ત્યારે મેં કહ્યું કે મેં લખ્યો. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.” શ્રી અંબાલાલભાઈને વાંકમાં નહીં આવવા દેવા મારા ઉપર મેં લઈ લીધું છતાં પોતે જાણી લીધું. સમાગમમાં અંતરાય આવવાથી બોઘની પિપાસા વિશેષ વઘી હું ગામના મોટા અમીનો અને અમલદારોને ત્યાં આહાર પાણી લેવા જતાં કહેતો કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. એટલે ઘણા માણસો પરમકૃપાળુદેવ પાસે આવવા લાગ્યા. એટલે પરમકૃપાળુદેવે મુનિઓને બઘા આવે ત્યારે આવવાની મના કરેલી કારણ કે “તમને દેખીને અમે પણ ઢુંઢીયા છીએ એમ લોકો માની લે. માટે તમને અન્ય વખતે સમાગમનો પ્રસંગ મળી રહેશે” એમ જણાવેલું. તેથી અમોને પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય પડ્યો તેથી પિપાસા બહુ વધી. પણ બહાર વનમાં પધારતા ત્યારે સમાગમનો લાભ મળતો. આવા પ્રસંગોમાં બોઘ થતો તે સ્મૃતિમાં રહેલ તેનું સંક્ષિપ્ત આલેખન અત્ર થાય છે : જ્ઞાનવાર્તામાં પ્રશ્નોના ખુલાસા વનમાં ગામ બહાર એક વાવ છે. ત્યાં મહાદેવનું દેવાલય હતું તે સ્થળે પઘારતાં પ્રસંગોચિત્ત જ્ઞાનવાર્તા ચાલતી વખતે મેં પૂછ્યું કે સંન્યાસી કોને કહેવા? પૂજ્યશ્રીએ કહ્યું કે-વાસનાનો ક્ષય કરે તેનું નામ સંન્યાસી. મેં પૂછ્યું : ગોસાઈ કોને કહેવાય? પૂજ્યશ્રી : ઇંદ્રિયો કબજે કરે તે ગોસાઈ. મેં પૂછ્યું : યતિ કોને કહીએ? પૂજ્યશ્રી : પાર પહોંચેલ. પરમાત્મપદ પામે તેને યતિ કહિએ. બઘા એકવાર આહાર કરે તેમ આપણે પણ કરવું જોઈએ વસોમાં પરમકૃપાળુદેવના સમાગમ અર્થે આવેલા મુમુક્ષભાઈઓ તેમજ પરમકૃપાળુદેવ એક ટંક Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી આહાર કરતા અને અમે મુનિઓ બઘા બે વખત આહાર લેતા. તેથી અમને લજ્જા આવી. અને વિચાર્યું કે આપણા માટે આ ઠીક ન કહેવાય. મેં મુનિ મોહનલાલજીને જણાવ્યું કે પરમકૃપાળુદેવ વગેરે એક વખત આહાર કરે છે તો આપણે પણ એક વખત આહાર લેવાનું રાખીએ. મોહનલાલજીએ હા પાડી. અને એક વખત આહાર લેવાનો વિચાર નક્કી કર્યો. આ વખતે શ્રી અંબાલાલભાઈનું સ્વાભાવિક આગમન થયું. તેમને અમે જણાવ્યું કે હવેથી અમે પણ એક વખત આહાર કરવા ઘાર્યું છે. ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ અત્રેથી પધાર્યા પછી એક વખત આહાર લેવાનું ગ્રહણ કરજો. કારણ કે હાલ તો આહારપાણી કરીને તૂર્ત જ પરમકૃપાળુદેવના સમાગમમાં આવવાનું થાય છે. ત્યાં વિશેષકાળ બેસવાનું થાય છે. આપ એક ટંક આહાર કરવાનું રાખો તેથી કંઈ વિશેષ આહાર લેવાય તો પ્રમાદની વૃદ્ધિ થાય, માટે બે વખત સૂક્ષ્મ આહાર લેવાનું રાખો. આ વાત અમને ગમી અને તેથી તેમ કર્યું. મુનિઓને એક વખત આહાર કરવાની આજ્ઞા. એ વગર છૂટકો નથી બીજે દિવસે પરમકૃપાળુદેવે પૂછ્યું કે તમે આહાર બે વખત લ્યો છો? અમે હા પાડી. ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે મુનિઓએ એક વખત આહાર લેવો જોઈએ. ત્યારે મોહનલાલજીએ પરમકૃપાળુદેવને કહ્યું કે અમે તો કાલે એક વખત આહાર લેવા સંબંધી વિચાર કર્યો હતો. પણ અંબાલાલભાઈએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ અન્યત્ર પધાર્યા પછી તેમ કરજો. પરમકૃપાળુદેવે જણાવ્યું કે હજી અંબાલાલની તેવી દશા થઈ નથી કે તેની આજ્ઞા માન્ય થાય. માટે હાલ અમે કહીએ તેમ કરો. ત્યારે અમે જણાવ્યું કે હવેથી એક ટંક આહાર લેવાનું રાખીશું. તે વાત ચતુરલાલજીને ફાવતી ન આવી અને કહ્યું કે હું પાંચ વિગય (વિકાર કરનાર વસ્તુઓ–દૂઘ, દહીં, ઘી, તેલ, ગળપણ)નો ત્યાગ કરું પણ મને ખાવાની બે વખત આજ્ઞા આપો. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે એક ટંક આહાર કરો. એમ કર્યા વગર છૂટકો નથી, અને કોઈ કારણ હોય એટલે શરીર સંબંધી અનારોગ્ય હોય તેવા પ્રસંગે મુનિશ્રી લલ્લુજી મહારાજને પૂછવું અને આજ્ઞાનુસાર વર્તવું. પરમકૃપાળુ દેવે પૂછવાથી દિનચર્યા જણાવી એકવાર વનમાં પધાર્યા હતા. ત્યાં આગળ વાવ પાસે બેઠા હતા. તે વખતે મુનિ ચતુરલાલજીને પરમકૃપાળુદેવે પૂછ્યું: તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? ત્યારે તેમણે જવાબ આપ્યોઃ સવારમાં ચાનું પાત્ર ભરી લાવીએ છીએ, તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ તે સુંઘીએ છીએ, તે પછી આહારને વખતે આહાર-પાણી વ્હોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ, તે પછી સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ. અને તે પછી રાત્રે સૂઈ રહીએ છીએ. આહારપાણી વાપરી સુઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્યારપછી પરમકૃપાળુદેવે કહ્યું–“ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી વાપરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?” એમ કહી બહુ કડક બોઘ આપ્યો. પછી મને (મુનિશ્રી લલ્લુજીને) કહ્યું : બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય, ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવો અને ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહીં. શરીર અસ્વસ્થતાના કારણે કાંઈ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૧૦ લેવાની જરૂર જણાય તો મુનિશ્રી લલ્લુજી મહારાજની આજ્ઞાથી લેવું એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. આખી રાત પરમકૃપાળુ દેવની અપૂર્વ બોઘઘારા વરસી એક રાત્રિએ બહાર ગામના મુમુક્ષુઓ ઘણા આવેલા હતા, તે સર્વને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા પરમકૃપાળુદેવે કરી તેથી તે બઘા હાથ જોડી સામે ઊભા રહ્યા અને અખંડ આખી રાત હાણું (સવાર) થતાં સુધી અપૂર્વ બોઘઘારા વરસી. સવારના સૂર્યોદય થયા પછી કેટલાક મુમુક્ષુઓ ઉપાશ્રયમાં આવ્યા, તેઓની મુખાકૃતિ જોતાં કોઈ સ્વર્ગમાંથી ઉત્તમ દેવો ઊતરી આવ્યા હોય તેવી ઉપશમની છાયા દેખાઈ. તેથી અમારા આત્મામાં ઘણો જ પ્રમોદ થયો અને આવા અપૂર્વ બોઘના પ્રસંગે અમને અંતરાય રહેવાથી પશ્ચાત્તાપ પણ થયો. અંતરાયનું કારણ બાહ્યવેશવ્યવહાર હતો. રાતના થયેલ બોઘની વાતો સાંભળવાથી પ્રત્યક્ષ જેવો આનંદ ગોઘાવીના વનમાળીભાઈ બોઘ શ્રવણથી એવા હર્ષમાં આવી ગયા કે મને કહેવા લાગ્યા : બાપજી, હવે તો હું આપના ચરણમાં રહીશ, મને સાધુપણું આપો. તેમની વૃદ્ધાવસ્થા હોવાથી મોહનલાલજીએ પૂછ્યું કે આપની વૃદ્ધાવસ્થા છે તો આપ સાધુપણું લઈ શું કરશો? ત્યારે તે બોલ્યા કે બાપજી, તમને બઘાને આહારપાણી લાવી આપીશ અને તમારી સર્વની સેવા ભક્તિ કરીશ. એમ કહી રાતના આનંદની વાતો કરવા માંડ્યા. તેથી અમે પણ જાણે પ્રત્યક્ષ બોઘ પામ્યા એવો અવર્ણનીય આનંદ થયો. આત્માના અનંતગુણોમાં જ્ઞાનગુણ પ્રઘાન એક વખત પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં પધાર્યા ત્યારે ઉત્તરાધ્યયનનું મોક્ષમાર્ગ નામનું અધ્યયન લઈ, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણ પદ ફરી ફરી આવ્યા તેનું કારણ શું એમ પૂછ્યું. તેનો અર્થ પરમગુરુએ પોતે કરી સમજાવ્યો. પછી અમે પૂછ્યું કે આઠ કર્મમાં સૌથી મોટું તો મોહનીય કર્મ છે છતાં જ્ઞાનાવરણીય કર્મ પહેલું કેમ મૂકવામાં આવ્યું હશે? ત્યારે તેના ઉત્તરમાં પરમગુરુએ કહ્યું કે આત્માના અનંત ગુણો છે. તે સર્વમાં જ્ઞાનગુણ પ્રઘાન છે, તેને આવરણ કરનારું જ્ઞાનાવરણીય કર્મ છે. માટે તેને પ્રથમ મૂકવામાં આવ્યું. આમ આઠે કર્મની સંકલનાનો ખુલાસો સમજાવ્યો હતો. પછી પોતે ઉપાશ્રયમાં ઉપર ફરતા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે કુંદકુંદસ્વામીએ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંઘર સ્વામીના દર્શન કર્યા અને તેમના સમોવસરણમાં જઈને બેઠા તે શી રીતે? ત્યારે હર્ષાનંદમાં આવીને મને (શ્રી લલ્લુજીમહારાજને) પૂછ્યું કે-“કેમ મુનિ, સીમંઘર સ્વામીના દર્શન કરવાં છે ?' મેં તત્કાળ હર્ષમાં આવી હા પાડી. તે સાંભળી પરમકૃપાળુદેવ મૌન રહ્યા. જ્ઞાની પુરુષની ગંભીરતા યથાર્થ જાણે તો સમકિત પામે એક દિવસ પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં સવારના પધાર્યા. તે વખતે માત્ર અમે સાઘુઓ એકલા જ હતા અને મેડા ઉપર હોવાથી પરમકૃપાળુદેવ ઉપર પઘાર્યા. મૌન રહી એક બેસવાના આસન ઉપર બિરાજ્યા. આ વખતે મોહનલાલજી તેમની મુખમુદ્રાનું મેષોન્મેષ દ્રષ્ટિથી જોઈને અંતરધ્યાન (પરમગુરુનું) કરતા હતા. થોડા વખત પછી પોતે એકદમ મોહનલાલજીની સામે જોયું તેથી મોહનલાલજી દબાઈ ગયા. પછી ઉપદેશમાં બોલ્યા : જીવો જ્ઞાની પુરુષની ગંભીરતા જાણી શકતા નથી. જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ગંભીર હોય. જીવ જો તે ગંભીરતા જાણે તો સમકિત ક્યાં દૂર છે? અર્થાતુ જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણતાં જ જીવને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થાય છે. અન્ય સાંભળે તેમ હું તો માત્ર સ્વાધ્યાય કરું છું આ બનાવ પહેલાં પરમકૃપાળુદેવને એક પત્ર મોહનલાલજીએ આપી તેમાં જણાવ્યું હતું કે હે નાથ! મને વ્યાખ્યાન વાંચતા આવડતું નથી માટે આપ આજ્ઞા કરો તો હું વ્યાખ્યાન વાંચવાનું બંઘ કરું. તે પત્રના ઉત્તરમાં આ વખતે કૃપાનાથે જણાવ્યું કે સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં. જ્યારે વ્યાખ્યાન સમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરવો છે. માટે મોઢેથી ઉચ્ચાર કરી અને સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું. પણ હું તો મારો સ્વાધ્યાય જ કરું. છું એવી ભાવના રાખી, કોઈ આહારાદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં. નિષ્કામભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરવો. એવી આજ્ઞા પરમગુરુએ કરી. મનને હમેશાં સવિચારમાં રોકવું તો વશ થશે પછી મેં પૂછ્યું કે મન સ્થિર થતું નથી તેનો શો ઉપાય? તેના ઉત્તરમાં જણાવ્યું કે એક પળ પણ નકામો કાળ કાઢવો નહીં. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું. એ કાંઈ ન હોય તો માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ કાઢે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો. દ્રષ્ટાંત આપેલું કે જાનવરને (હરાયા ઢોરને) જેમ કાંઈને કાંઈ ખાવાનું જોઈએ છે, તેને દાણનો ટોપલો આગળ મૂકવાથી તે ખાયા કરે છે અને તે વખતે તે બીજાં કાંઈ ખાતું નથી. તે પ્રમાણે મન ઢોર જેવું છે એટલે બીજા વિકલ્પો બંધ કરવા માટે સદ્વિચારરૂપ ખોરાક આપવાની જરૂર છે. આત્મા નગ્ન અસંગ અમે અનુભવ્યો તેથી અમે દિગંબર છીએ. એક દિવસ પોતે જે મકાનમાં ઊતર્યા હતા તે મકાનમાં એક દિગંબરભાઈ જે જિજ્ઞાસુ અને વૈરાગી હતો તે પરમકૃપાળુના દર્શનાર્થે ગયો; તેને પરમગુરુએ પૂછ્યું : તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું : સાહેબજી, હું દિગંબર છું. ત્યારે પોતે કહ્યું કે તમે દિગંબર નથી દિગંબર તો અમે છીએ. તે ભાઈ સ્તબ્ધ થઈ વિચારમાં પડ્યા કે આપણે શું કહેવું? પરમગુરુ બોલ્યા કે આત્મા નગ્ન અસંગ અનુભવ્યો છે એટલે અમે દિગંબર છીએ. તમે શ્વેત વસ્ત્ર ઘારણ કર્યા છે, માટે શ્વેતાંબર છો. વિનોદમાં આવી અપૂર્વ વાત સમજાવી હતી. પ્રસ્તુત પ્રસંગ અમને તે દિગંબરભાઈએ ઉપાશ્રયમાં દર્શનાર્થે આવેલ ત્યાં કહ્યો હતો. સંસ્કૃત ભણવાની અને કર્મગ્રંથ વિચારવાની આજ્ઞા એક દિવસે સંસ્કૃત ભણવાનો તથા કર્મગ્રંથ વાંચવા વિચારવાનો અભ્યાસ કરવો એવી આજ્ઞા સર્વ સાધુ-સમુદાયને કરી. મોહનલાલજીએ કહ્યું કે સંસ્કૃત ભણવાનો જોગ ક્યાંથી મળે? તેમજ મહારાજશ્રી તથા દેવકરણજીસ્વામીની પ્રૌઢ અવસ્થાને લઈને શી રીતે અભ્યાસ થઈ શકે? ત્યારે પરમકૃપાળદેવે ઉત્તર આપ્યો કે જોગ મળે ત્યારે અભ્યાસ કરવો. કેમકે વિક્ટોરિયા મહારાણી વૃદ્ધ હોવા છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે. તે વાત અમે માન્ય કરી અને આજ્ઞાનું પ્રતિપાલન કરવા માટે બનતો પ્રયાસ કર્યો. પરંતુ અભ્યાસમાં આગળ વધી શકાયું નહીં. એક દિવસ વનમાં પધાર્યા, ત્યાં એક પ્રાચીન મહાદેવનું દેવાલય હતું. ત્યાં પરમગુરુ અદ્ભુત Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૧૨ દિગંબર દશાએ માત્ર કચ્છ મારી પદ્માસને ધ્યાનારૂઢ થયા. સમાધિમાં કેટલોક સમય રહી, સમાધિ પારી અમારા તરફ દ્રષ્ટિ કરી. એટલે અમે પ્રશ્ન કર્યો કે “ સિતિ ગુન્હેંતિ મુવંતિ પરણિવ્યાયંતિ સવ્વ સુરક્વાણમંત વારંતિ” આ પાઠમાં સિઝંતિ પછી બુઝંતિ કેમ આવ્યું હશે? સિદ્ધપણું જ્ઞાન સહિત હોય છે માટે એમ કહ્યું પરમગુરુએ ઉત્તરમાં કહ્યું : સિદ્ધ થયા પછી બોઘ જ્ઞાનાદિગુણ-રહિત હોય છે એમ કોઈ દર્શનવાળા માને છે. વેદાંત કહે છે કે મુક્ત થયા પછી શૂન્યરૂપે હોય છે. પણ જિનદેવ કહે છે કે સિદ્ધત્વ જ્ઞાનસહિત હોય છે. માટે સિન્ડ્રુતિ પછી ગુૉંતિ એમ સૂત્રથી ગણધર ભગવાને કહ્યું છે. એવી રીતે ઉપરનાં સૂત્રોનો ફુટ અર્થ કરી નિગ્રંથ શૈલીનું સ્વરૂપ અલૌકિક પ્રકારે દર્શાવ્યું. તે સાંભળી અમારા આત્મામાં એમ થઈ આવ્યું કે અહો! આવો શાસ્ત્રનો પરમાર્થ કોણ સમજાવે? -શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૮૩૨) પછી અમે બીજો પ્રશ્ન કરેલો કે ડિમાન, નિંદ્રમ, રામ, ૩પ્પા/ વસિરમ એનો શો અર્થ હશે? તેનો પણ અદભુત અર્થ કરી દેખાડ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૭૧૬) આજ્ઞા કરેલ બોઘ નહીં વિચારવાથી ચાલ્યા જવાની આજ્ઞા પછી વિષ્ણુ, શિવ, બ્રહ્મા આદિ ૧૦૦૮ નામમાંથી કેટલાંકના શબ્દાર્થ અને પરમાર્થ સમજાવી તે અર્થ મનન કરવાનું વિચારવાનું જણાવી પોતે શૌચ પધાર્યા. તથાપિ વિચારવાનું અવકાશ રાખી, હાલ તો કૃપાળુદેવની ભક્તિ કરવી એમ માની ભક્તિના છંદો ગાવા શરૂ કર્યા, એ પોતાના સાંભળવામાં દૂરથી આવેલા તેથી શૌચથી નિવૃત્ત થઈ તે દેવાલય આગળ આવતાં જ તૂર્ત આજ્ઞા કરી કે તમે સર્વ અહીંથી ચાલ્યા જાવ. આવી આજ્ઞા થવાનું કારણ વિચારતાં અમને અમારી ભૂલ સમજાઈ કે કપાળુદેવે, થયેલા બોઘનું મનન કરવા કહેલ, તે નહીં કરતાં અમે તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેથી ત્વરિત જવા કહ્યું. અમે પસ્તાવો કરતા ઉપાશ્રયે આવ્યા અને પોતે પણ ઉતારે પધાર્યા. આપના પ્રતાપે મળેલ “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ અપૂર્વ છે. એક દિવસે ઉપાશ્રયમાં બપોરે પરમકૃપાળુદેવ પધાર્યા, તે વખતે મોક્ષમાર્ગ પ્રકાશ' નામનો ગ્રંથ મુનિ મોહનલાલજી વાંચતા હતા, તે દેખી પોતે પૂછ્યું કે શું વાંચો છો? મોહનલાલજીએ જણાવ્યું કે “મોક્ષમાર્ગ પ્રકાશ” વાંચુ છું. આથી પોતે પૂછ્યું કે ગ્રંથ કેવો છે? મોહનલાલજીએ કહ્યું : “આપના પ્રતાપે ગ્રંથ અપૂર્વ છે. હે મુનિઓ! આ દેહને તમારો માનશો નહીં પછી પરમકૃપાળુદેવ બેઠા એટલે અમે પણ વિનય નમસ્કાર કરી બેઠા. ત્યારે તેઓશ્રીએ અપૂર્વ કૃપા કરી કહ્યું કે હે મુનિઓ! આ દેહને તમારો માનશો નહીં. જેમ પંથી ચાલતાં કોઈ વૃક્ષ તળે બેસે. પછી તે તજીને ચાલ્યો જાય, તેમ આ દેહ મુકીને ચાલ્યા જવાનું છે. આ પ્રકારે દ્રષ્ટાંત લઈ, દેહાધ્યાસથી મુક્ત કરાવવા, વિશેષ બોઘ કર્યો હતો. તેનો સંક્ષેપ હૃદયમાં એવો રહ્યો કે આ દેહને હવે આપણે પોતાનો માનવો નહીં. પરમગુરુએ કરેલી એ આજ્ઞા આપણા હૃદયમાં સ્થિર રહો.. વીસ દોહરાના સરળ સંપૂર્ણ અર્થ અપૂર્વ રહસ્ય સહિત સમજાવ્યા આ વખતે ખેડાથી બે બાઈઓ દર્શનાર્થે આવેલી, તેના ઉપર દયા લાવી હે પ્રભુ! ના વીસ દોહરા Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી સંપૂર્ણ, સ્પષ્ટ બાળ જીવો સમજે એવા સરળ અર્થ અને અપૂર્વ રહસ્ય સહિત સમજાવ્યા. તે વખતે બીજા માણસો ઘણા હતા. સર્વ આવી અલૌકિક વાણી સાંભળી પ્રફુલ્લિત થયા હતા. જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. એક વખતે ઉપદેશમાં આવ્યું હતું કે જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. અને તે ઉપર પોતાનું દ્રષ્ટાંત દીધું હતું કે જે સાલમાં મહાત્મા ચિદાનંદજીનો દેહાંત થયો એ જ સાલમાં અમારા દેહનો જન્મ થયો છે. એટલે જ્ઞાનીનું પૃથ્વી ઉપર હોવાપણું છે. મહાવીર ભગવાનનું શાસન સમ્યકત્વના આધારે ચાલશે શ્રી મહાવીર સ્વામીનું શાસન પાંચમા આરાના અંત સુધી ચાલશે તે સત્વને આશ્રયે ચાલશે. આમ એક વખત કહેવામાં આવેલું. “સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ' વિષે પોતાનો અનુભવ જણાવ્યો એક દિવસ પોતે ઉપાશ્રયમાં પઘારેલા તે વખતે બાજોઠ ઉપર “સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ' એ બે પુસ્તકો પડેલા હતા. તેના ઉપર કૃપાળુદેવની દ્રષ્ટિ ગઈ અને પૂછ્યું કે કયાં પુસ્તકો છે? ત્યારે અમે કહ્યું કે “સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ છે. ત્યારે તેમણે કહ્યું કે “સુંદર વિલાસ' ગ્રંથ ઘણો સુંદર છે, પણ તેમાં જે કંઈ ભૂલ છે તે અમે જાણીએ છીએ. ‘કર્મગ્રંથ વિષે જણાવ્યું કે “કર્મગ્રંથ'માં જે જે પ્રકૃતિઓ સંબંધી બંઘ, ઉદય, ઉદીરણા, સત્તા આદિ જે જે ગુણસ્થાનનું વર્ણન છે, તે તે પ્રકૃતિઓ અને અનુભવ વેદનથી જોઈ છે. આ ઉપરાંત કર્મગ્રંથનું વિશેષ સ્વરૂપ સમજાવવા અર્થે વિવેચન કર્યું હતું. કર્મ પ્રકૃતિઓનું સૂક્ષ્મ નિરૂપણ જેવું જૈનદર્શનમાં છે તેવું કોઈ દર્શનમાં નથી અમદાવાદવાળા ગોપાલ પાનાચંદ તથા લખમીચંદ ખેમચંદને પરમકૃપાળુદેવે પૂછ્યું કે જૈનદર્શનમાં અન્ય દર્શન કરતાં વિશિષ્ટતા શી છે? ગોપાળભાઈ નિરુત્તર રહ્યા, બીજાં કોઈ બોલી શક્યું નહીં. ત્યારે પરમગુરુએ જણાવ્યું કે કર્મ-પ્રકૃતિઓનાં સ્વરૂપ, બંઘ અને મોક્ષની વ્યાખ્યા વિષે જૈનદર્શનમાં જે સૂક્ષ્મ નિરૂપણ છે, તેવું આબેહૂબ અને યથાર્થ નિરૂપણ બીજા કોઈ દર્શનમાં નથી. કર્મના સ્વરૂપનું નિરૂપણ નિગ્રંથ દર્શનમાં છે એવું અન્ય દર્શનમાં નથી. અભિમાન ક્ષીણ થયું અને કૃપાળુ દેવ પ્રત્યે સદ્ગુરુપણાનો ભાવ થયો ગોપાળભાઈને શાસ્ત્ર અભિનિવેશ અને કુળાગ્રહ વિશેષ હોવાથી, તેઓને ઉદ્દેશીને કેસરીસિંહની માફક બળવાન વાણીથી શાસ્ત્રના અનેક પ્રકારના પ્રશ્નો તેને પૂછ્યા. તેમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર ગોપાળભાઈ આપી શક્યા નહીં. અને અભિમાન ક્ષીણ થયું. પરમગુરુના પાદાબુજમાં શીર્ષ નમાવી પડ્યા અને કપાળદેવ પ્રત્યે સદગુરુપણાનો ભાવ થયો. તે વિદાય થયા ત્યારે કહેવામાં આવ્યું કે પરમકૃપાળુદેવ તરફ ફરી તમને સમાગમ અર્થે આવવા ઇચ્છા થાય તો આજ્ઞા મગાવીને આવશો. પહેલી મિત્રા દ્રષ્ટિ અને ઉત્તરાધ્યયનની ચોવીસ ગાથાઓનો અર્થ સમજાવ્યો થોડા દિવસ પછી પરમકૃપાળુદેવ ગામ બહારના બંગલામાં પઘાર્યા હતા. થોડો વખત ત્યાં જ સ્થિતિ કરી હતી. એક દિવસે અમે ત્યાં ગયા ત્યારે પોતે “યોગદ્રષ્ટિ સમુચ્ચય' નામનો શ્રી યશોવિજયજી રચિત ગ્રંથ વાંચતા હતા. તેમાંથી પહેલી દ્રષ્ટિ મિત્રાનો અર્થ કરી અમને સ્પષ્ટ રીતે સમજાવ્યો હતો. તેમજ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૧૪ “ઉત્તરાધ્યયનસૂત્ર'ના બત્રીસમાં અધ્યયનની ગાથાઓ પહેલેથી ચોવીસ સુધી બોલી તેનો અર્થ અદ્ભુત અને અનુપમ સમજાવ્યો હતો. પછી અમે ત્યાંથી ઉપાશ્રયમાં આવ્યા. દૂરથી અવળા અક્ષરો ઉકેલી અર્થ બરાબર સમજાવતા હતા એક પ્રસંગે ફરી ત્યાં ગયા ત્યારે લહેરાભાઈને ‘કર્મગ્રંથ’ વંચાવતા હતા. તેમાં ખૂબી એ હતી કે લહેરાભાઈથી પરમકૃપાળુદેવ ઘણા દૂર હતા અને લહેરાભાઈના હાથમાં પુસ્તક હતું છતાં પોતે તેટલે દૂર રહીને અવળા અક્ષરો ઉકેલી લહેરાભાઈને અર્થ બરાબર સમજાવતા હતા. ચરામાં પહેલો દિવસ પરમકૃપાળુદેવની કૃપાએ અદ્ભુત વૈરાગ્યમય વાતાવરણ વસોથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં એક દિવસ પરમકૃપાળુદેવ મુમુક્ષુવર્ગ સહિત પધાર્યા. અમે પણ તેઓશ્રીની સાથે હતા. ત્યાં ગયા પછી ઘોરીભાઈ પાસે “ભરતેશ્વર ભૂપતિ ભયો વૈરાગી''એ સજ્ઝાય ત્રણ વખત ગવરાવી. આનંદઘનજીકૃત ચોવીશીમાંથી ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથનું સ્તવન વારંવાર બોલાવ્યું. તે વખતના અમાપ આનંદનું આલેખન શી રીતે થાય? કારણકે પરમગુરુના યોગબળથી, આવાં વૈરાગ્યવૃદ્ધિ કરનારાં કાવ્યો જ્યારે તેમની સમા ગવરાવવામાં આવતા, ત્યારે ચોપાસ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ રહેતું. સ્તવન બોલી રહ્યા પછી ઘોરીભાઈએ પ્રશ્ન કર્યો કે જૈનદર્શન સર્વોત્તમ આપણે માનીએ તે શી રીતે ? સાચો વૈધ સર્વજ્ઞદેવ બાકીના પાંચ વૈદ્યો પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે જાાવ્યું કે— વૈદ્યો છે, તેમાં એક ધન્વંતરી નામે સાચો વૈદ્ય છે, તે સત્ય નિદાન અને ચિકિત્સા કરી, દરદીને દરદથી મુક્ત કરે છે. આથી જગતમાં પ્રત્યેક સ્થળે તેની ખ્યાતિ પ્રસરી, તે જોઈ પાંચ ફુટ (માયાવી) વૈદ્યો પણ પોતે પોતાની દુકાનો ખોલી, ઘંઘો ચલાવ્યો અને લોકોને સસ્તી દવા મળવાથી તેના તરફ વળ્યા, તેમાં સાચા વૈધની દવા જેટલા અંશે દરદીને આપે, તેટલા અંશે દરદીને લાભ થાય. પણ પોતાની કાલ્પનિક દવાનો દરદી ઉપર ઉપયોગ કરે ત્યારે રોગની વૃદ્ધિ થાય. એમ કહી તેનો ઉપનય દ્દર્શન ઉપર લીઘો કે સાચો વૈદ્ય તે સર્વજ્ઞ વીતરાગદેવ છે અને બાકીના પાંચ વૈદ્યો છે તે સાચી દવા તરીકે દવા, બ્રહ્મચર્ય આદિ તેની પાસે છે તે સાચા (વીતરાગ) વૈદ્યની છે, તેથી તેના પ્રમાણમાં દરદીને લાભ થાય છે. કુદ સદ્ગુરુ સત્ય સ્વરૂપ સમજાવે, ક્રુગુરુ અવળું સમજાવી દુર્ગતિએ પહોંચાડે દર્શનનું સત્ય સ્વરૂપ સમજાવનાર સદ્ગુરુ જોઈએ. કુગુરુ હોય તો જીવને અવળું સમજાવે. તે સંબંધી પોતે કહ્યું કે સદ્ગુરુ હોય તે જીવને મોક્ષમાર્ગ પર લાવે, અને કુગુરુ જીવનું જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘન લૂંટી લઈ દુર્ગતિએ પહોંચાડે છે. તે ઉપર દૃષ્ટાંત :— સદ્ગુરુ સાચા હોય તો કર્મ અવશ્ય ભાગે બહાદુર વળાવો લઈ જાન જતી હતી તેને હિજડા ચોર લૂંટારા બની પચ્ચીસનું ટોળું લૂંટવા આવ્યું. ત્યાં તે વળાવે હોંકારો કર્યો કે ‘“અબે સાલે હિજ', ત્યાં તો બધું ટોળું ભાગી ગયું. તેમ સદ્ગુરુ સાચા હોય તો કર્મ ભાગી જાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રીમદ્દ અને લઘુરાજ સ્વામી ચરામાં બીજો દિવસ ઘર્મ, ચિંતવ્યા વગર જ ફળ આપે ચરામાં રસ્તે જતાં પરમકૃપાળુદેવ બોલ્યા કે ઘર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ત્યારે મેં પૂછ્યું કે અચિંત્ય ચિંતામણિ એટલે શું? ત્યારે પરમગુરુએ જણાવ્યું કે ચિંતામણિ રત્ન છે, એ ચિંતવ્યા પછી ફળ આપે છે. ચિંતવવા જેટલો તેમાં પરિશ્રમ છે અને ઘર્મ અચિંત્ય એટલે તેમાં ચિંતવવા જેટલો પણ શ્રમ નથી, એવું અચિંત્ય ફળ આપે છે. પોતાના ખાવામાંથી લીલોતરીની કમી કરીને ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે આટલી વાત કરતામાં એક રાયણનું વૃક્ષ આવ્યું ત્યાં પરમકૃપાળુ સહિત અમે સાધુઓ બેઠા. એક મુમુક્ષુભાઈ સાથે હતા. પરમકૃપાળુ બોલ્યા કે ભગવાન રાયણ તળે બહુવાર સમવસર્યા છે. આ રાયણ ઘણા વર્ષની જૂની છે. રાયણનું વૃક્ષ ઘણા વર્ષો પર્યત રહી શકે છે. નજીકમાંથી એક રસ્તો નીકળતો હતો, ત્યાંથી એક માળી પુષ્પો લઈને જતો હતો. તેણે પરમકૃપાળુ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી, પુષ્પો તેઓશ્રીના આગળ મૂક્યાં. આ વખતે મુમુક્ષુભાઈએ એક આનો તે માળીને આપ્યો. પછી પરમકૃપાળુએ તે પુષ્પોમાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલોતરી ખાવાનો ત્યાગ કર્યો હોય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલોતરીનો ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલોતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે અને મુનિને પુષ્પ ચડાવવાનો સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં. એવું પૂર્વાચાર્યો કહી ગયા છે. ધ્યાન અને સ્વરૂપ સિદ્ધિ માટે પ્રતિમાની જરૂર પુષ્ય સંબંધી આ ખુલાસો કર્યા પછી પ્રતિમા સંબંધી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા, તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા, ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિન પ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે, એવું તેમના મનમાં થયું. જિનકલ્પી ઉગ્ર વિહારી હોય અહીં મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જિનકલ્પીનો વિર કલ્પમાં આવ્યા પછી મોક્ષ થાય છે, તે શી રીતે? ત્યારે પોતે હસીને બોલ્યા કે સ્થવિર કલ્પીઓ જિનકલ્પી ઉપર દાઝે બળ્યા તેથી બોલ્યા કે તમે વિર કલ્પી થશો ત્યારે તમારો મોક્ષ છે. આમ આનંદપૂર્વક જવાબ આપ્યો, ત્યારપછી ચરામાંથી સૌ પોતપોતાને સ્થાને પધાર્યા. ચરામાં ત્રીજો દિવસ સ્તવનનો અલૌકિક અર્થ કૃપાળદેવે સમજાવ્યો ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા, આ વખતે કૃપાળુદેવ અને અમે મુનિઓ જ માત્ર ગયા હતા. પરંતુ પાછળથી મુમુક્ષભાઈઓ અને કેટલાક બેનો ત્યાં દર્શનસમાગમ માટે આવેલા. સૌ બેઠા પછી ભાદરણવાળા ઘોરીભાઈને મલ્લિનાથનું સ્તવન આનંદઘનજી Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૧૬ મહારાજનું બનાવેલું બોલવા તેઓશ્રીએ આજ્ઞા કરી અને વારંવાર તે આઠ વખત બોલાવરાવ્યું. તેના અર્થ ઘોરીભાઈ પાસે કરાવ્યા. પછી એ જ સ્તવનના વિશેષાર્થ પોતે અલૌકિક કર્યા. ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બોલતા ગામ તરફ સિધાવ્યા. “રાગીશું રાગી સહુ રે, વૈરાગી ગ્યો રાગ; રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મનરાવાલા.” -શ્રી આનંદઘનજી કૃત નેમિનાથ સ્તવન મહાપુરુષોના પદ હૃદયવઘક વાણીમાં બોલતા ગામમાં આવ્યા અને “મનહરપદ'માંથી “જેનો કાળ તે કિંકર થઈ રહ્યો” એ પદ આકર્ષક અવાજે મોટા સૂરથી બોલતા હતા અને પ્રેમાવેશ દ્વારા બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદનો સંચાર થાય અને હૃદય પ્રેમ-પ્રવાહે છલોછલ ઉભરાઈ જાય, એવા આનંદ સહિત એક મકાન સુધી ધૂન ચાલી. તેઓશ્રીની પાછળ પાછળ અમે સાધુઓ તથા મુમુક્ષુઓ ગામમાં આવ્યા. ઘર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પોષણ થાય એક દિવસે મોહનલાલજી ઉત્તરાધ્યયનજીમાંથી ભૃગુ પુરોહિતવાળું અધ્યયન ૧૪મું ઉપાશ્રયમાં વાંચી સમજાવતા હતા. તેમાં એક એવો પાઠ છે કે બ્રાહ્મણને જમાડવાથી જીવ તમતમામાં જાય. આ પાઠનું વાંચન કરતાં સંશય થયો એટલે આ બાબતમાં આપણે પરમકૃપાળુદેવને પૂછવું એમ ઘારી મોહનલાલજી તથા ઘોરીભાઈ અને અમે પરમકૃપાળુદેવને મુકામે ગયા. ઉત્તરાધ્યયનજીનો પાઠ બતાવ્યો. ત્યારે પોતે કહ્યું કે તમતમા એટલે અંધકાર. તે મિથ્યાત્વ છે. તેમાં જાય એટલે ઘર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પોષણ થાય. તેના પરિણામે જીવ અનંતકાળ પર્યત રખડે, તેમજ અનંતકાળ નરકાદિ ગતિઓમાં દુઃખ ભોગવે. તદુપરાંત વિવેચન કર્યું કે “સૂયગડાંગ'માં બ્રાહ્મણને બિલાડા જેવા કહ્યા છે. કારણ કે તેની વૃત્તિ બીજાનું લઈ લેવાને તાકી રહેલી હોય છે. તેથી તે રૂપે વર્ણન કર્યું છે. આવો શાસ્ત્રનો પરમાર્થરૂપ ખુલાસો સાંભળવાથી સદ્ગુરુ વિષે પ્રતીતિ વૃદ્ધિપણાને પામી. અવિનય, અહંકાર, અર્ધદગ્ધતા અને સમૃદ્ધિ હોય તો સમકિત થાય નહીં એક વખતે પ્રાસંગિક બોધ આપતાં કહેલું કે સમકિતીને આઠ મદ માંહેલો એક પણ મદ હોય નહીં, તેમજ જીવને ચાર દોષમાંથી એક પણ દોષ હોય ત્યાં સુધી સમકિત થાય નહીં. તે ચાર દોષો (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધતા અને (૪) રસવૃદ્ધિ એ છે. તેના સમર્થનમાં “ઠાણાંગ સૂત્ર'નો પુરાવો આપ્યો હતો. જે આહાર માંસને વઘારે, પુષ્ટ કરે તે માંસ ખાવા બરાબર એક દિવસ પરમકૃપાળુદેવે અમને બોલાવ્યા, અમે મુનિઓ ત્યાં ગયા. નમસ્કાર કરી બેઠા. એટલે અમને બેસી રહેવાની આજ્ઞા કરી અને પોતે ઊભા થઈ મકાનમાં બારી બારણાં બંધ કરી દઈ, માત્ર અમે ત્રણ સાધુ અને પોતે એમ ચાર રહ્યા. આ વખતે અમને મુનિઓને ઉદ્દેશીને ઇન્દ્રિય નિગ્રહ સંબંધી અમાપ બોઘ કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વઘારે છે, તેવો શરીરને પુષ્ટ કરનારો આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બોઘની ખુમારી દીર્ઘકાળ સુધી રહી હતી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી પછી મુનિ મોહનલાલજીએ પૂછ્યું : મારે ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તરમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે “લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે કાઉસ્સગ કરી સાંભળ્યા કરવું. અર્થનું ચિંતવન કરવું.” નીચે પ્રમાણે આત્માર્થ સાધન માગે તેને બતાવવા પછી મને કપાળુદેવે કહ્યું કે તમારે “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાથન માગે ત્યારે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવાં. (૧) સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. (૨) લીલોતરીનો ત્યાગ કરાવવો. (૩) કંદમૂળનો ત્યાગ કરાવવો. (૪) અભક્ષ્ય ચીજોનો ત્યાગ કરાવવો. (૫) રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. (૬) પાંચ માળા ફેરવવાનો નિયમ આપવો. (૭) સ્મરણમંત્ર આપવો. (૮) ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનો નિત્યનિયમ કરાવવો. (૯) પુસ્તક વાચન, મનન, મુખપાઠ કરવા વિષે જણાવવું. નીચે પ્રમાણે વર્તવાનો અમને ઉપદેશ અમને જે ઉપદેશામૃત આચરવા કહેલ તે ટૂંકામાં નીચે પ્રમાણે છે : પ્રશ્ન વ્યાકરણના આસ્રવ અને સંવર દ્વાર ધ્યાન કરવા યોગ્ય છે. “ઉત્તરાધ્યયન' બત્રીસમું અધ્યયન ધ્યાન કરવા વિચારવા યોગ્ય છે. “સૂયગડાંગ' સૂત્ર ઘણું ઘણું વાંચવા વિચારવાનું કરવું ‘આચારાંગ’ સૂત્ર મધ્યે સંથારા વિષે અણસણ (સંલ્લેખના)ની વિધિ વાંચવા-વિચારવા યોગ્ય છે. પ્રથમ ભક્તિ કરી પછીથી ધ્યાન કરવું. ઘડીવાર નવરા બેસવું નહીં. સારું પુસ્તક જેમાં ભક્તિ, વૈરાગ્ય હોય તે વાંચવું, વિચારવું. પછી ધ્યાનમાં સ્મરણમાં લાવવું. વ્યાકરણનો જોગ મળે તો તેમાં પણ પુરુષાર્થ કરવો. ‘કર્મગ્રંથ” પણ યોગ મળે વાંચવો. જીવને ઘડીવાર વીલો મૂકવો નહીં, નહીંતર સત્યાનાશ મેળવી દેતાં વાર લગાડશે નહીં. મનથી આડું ચાલવું, તે કહે તેથી ઊલટું વર્તવું. જીવને ગમે તેથી આપણે બીજાં ચાલી વર્તવું. પરમકૃપાળુ દેવના અમૃત જેવા વચનો ઉતારવા આજ્ઞા આપી અત્યંતર નોંઘની નોટબુકમાંથી પરમગુરુએ કરુણા કરી થોડું ઉતારી લેવા અમુક અમુક મને લાભ કરે તેવો ભાગ બતાવ્યો અને નોટ આપી. તે વાંચતા અમૃત જેવાં વચનો બઘાં લાગ્યા તેથી જે વચનો ઉતારી લેવા આજ્ઞા આપી હતી તે ઉપરાંત પણ બીજા મને સારાં લાગ્યા તે ઉતારી લીધાં અને રાત્રે બહાર જવાય નહીં તેથી સવારે ઉતારી લીધેલાં બઘા પાન પરમકૃપાળુદેવને બતાવી લેવાશે એમ વિચાર રાખ્યો. પરમકૃપાળુ તે પરમકૃપાળુ જ છે. તેમણે જે કર્યું તે ભલું જ કર્યું હશે સવારે દર્શન કરવા ગયા ત્યારે પરમકૃપાળુદેવ આગળ નોટ તથા ઉતારેલા બઘાં પાન મૂક્યા તે જોઈ પરમકૃપાળુદેવે બધું પોતાની પાસે રાખ્યું. મને ઉતારવા આજ્ઞા આપેલી તે પાન પણ પાછાં આપ્યાં નહીં. તેથી મને ઘણો ખેદ થયો અને મારી ભૂલ સમજાઈ કે આજ્ઞા વિના કાંઈ પણ કર્તવ્ય નથી. પણ હવે Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો શું કરવું તે સૂઝ્યું નહીં. પછી શ્રી અંબાલાલભાઈ મળ્યા તેમને બધું કહી બતાવ્યું તો તેમણે પણ ઠપકો આપ્યો કે વગર આજ્ઞાએ શું કામ બધું ઉતારી લીધું? પણ હવે શું કરવું એમ પૂછ્યું ત્યારે અંબાલાલભાઈ કહે તે તો પરમકૃપાળુ તે પરમકૃપાળુ જ છે તેમણે જે કર્યું હશે તે ભલું જ કર્યું હશે. એટલામાં પોતે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે મુનિને સારા અક્ષરે આટલું ઉતારી આપજે. તે પ્રમાણે શ્રી અંબાલાલભાઈએ જે વચનો ઉત્તારી આપ્યાં તેમાં પ્રથમ આજ્ઞા કરેલી હતી તે ઉપરાંત પણ કેટલાંક હતાં. ૧૧૮ જ સર્વ જ્ઞાનીપુરુષોનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે જ ઉપાસવા યોગ્ય છે. મારા હિતને અર્થે જ તેમણે મને થોડો વખત ખેદ થાય તેમ કર્યું, છતાં તે પરમગુરુને એમ થયું કે તેમના ચિત્તને ખેદ પમાડ્યો છે તો સંતોષ થાય તેમ કરવું. અનંત ણા કરી તે મહાપ્રભુએ મને એકાંતમાં બોલાવી જે ખરેખરી આત્મહિતની વાત છે તે જણાવવા બોધ શરૂ કર્યો. સર્વ જ્ઞાનીપુરુષોનું જે શુદ્ધ ચૈતન્ય છે સ્વરૂપ છે તે જ ઉપાસવા યોગ્ય છે. બાહ્ય દૃષ્ટિથી જે મારી ગુરુભક્તિ હતી તે પલટાવી અત્મક દૃષ્ટિનું દાન દેવા પ્રબળ બોધધારાથી કલા દોઢ ક્લાક ઉપદેશ કર્યો પરંતુ મને જે દૃષ્ટિ રાગ હતો તે છૂટે નહીં અને શાસ્ત્રમાંથી તથા છ પદ વગેરેમાં જે ગુરુભક્તિ કહી છે તેના દૃષ્ટાંતથી હું મારા પક્ષનું સમર્થન કરતો. જાણે હું પરમગુરુમાં જ ભળી ગયો છું તેમ તન્મયતાનું સુખ સમજાયું પરંતુ આખરે મને સમજાયું કે સર્વના સારરૂપ છેવટની આ વાત કહે છે તે અહોનિશ ઉપાસવા યોગ્ય છે. અને વારંવાર આટલા બધા બળપૂર્વક જે વાત જણાવે છે તે અર્થે જ હવે તો જીવન ગાળવું એમ તે વાત અંતઃકરણમાં દૃઢ થઈ કે તે બોધ ધારા એકાએક અટકી ગઈ. તે પણ સમજી ગયા કે જે જણાવવું છે તે તેમણે અંગીકાર કર્યું. મને અત્યંત ઉલ્લાસ થયો કે સર્વ શાસ્ત્રનો સાર જાણે મારા હૃદયમાં વસી ગયો એમ લાગ્યું. હું કૃતકૃત્ય થયો હોઉં, જાણે પરમગુરુમાં જ ભળી ગયો છું તેમ તન્મયતાનું સુખ સમજાયું. પછી મને પૂછ્યું કે કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ? એક માસની તમારી માગણી પ્રમાણે અમે રહ્યા. ત્યારે મારા મનમાં થયું કે વિશેષ માગણી કરી હોત તો સારું થાત. પાંચસો પાંચસો ગાઉ શોધશો તોય જ્ઞાની નહીં મળે અન્યત્ર તેઓશ્રી પઘારવાના હોવાથી બધા સાધુઓને બોલાવી જાગૃતિનો ઉપદેશ આપતાં કહ્યું કે ‘‘હે મુનિઓ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગમાં તમે પ્રમાદ કરો છો ? પણ જ્ઞાનીપુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો અને પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.'' (૬) પરમકૃપાળુદેવની ઉત્તરસંડામાં અદ્ભુત અસંગદશા પરમકપાળુદેવ વસોથી ઉત્તરસંડાના બંગલે વનક્ષેત્રમાં પધાર્યા ત્યાં અદ્ભુત અસંગ દશાની ચર્ચા પાલન કરવામાં આવી હતી. ત્યાં તેમની સેવામાં નડીયાદ નિવાસી મોતીલાલ એકલા જ હતા. આજ્ઞા સિવાય દર્શનાર્થે પણ કોઈ જઈ શકતું નહીં. ઉત્તરસંડાથી ખેડા પધાર્યા ત્યાંથી પરમગુરુ ખેડા પઘારેલા. તેથી દેવકરણજી મુનિને મેં પત્ર લખેલો કે તમને જે પરમગુરુ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી તરફથી બોઘ થાય તે અમને લખી જણાવશો. તેના પ્રત્યુત્તરમાં આવેલો પત્ર : મું. વસો પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં અદ્ભુત ઉપદેશથી સગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈને આજ્ઞાવશ વૃત્તિ થઈ શુભ ક્ષેત્ર ખેડાથી લી. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘ઉત્તરાધ્યયન’ બત્રીસમાં અધ્યયનનો બોઘ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો. તે વખતે રોમાંચિત ઉલ્લાસમાન થયાં; સપુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમેરોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય આસક્તિનું નિકંદન થવા વિષે અદ્ભુત આશ્ચર્યકારી ઉપદેશ થયો. જે પ્રકૃતિ-નિદ્રાદિ, ક્રોઘાદિ અનાદિ વૈરીઓ પ્રત્યે શત્રુભાવે વર્તવું તેને અપમાન દેવું. તેમ છતાં ન માને તો ક્રર થઈ તે ઉપશમાવવા, ગાળો દેવી, તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે મારી નાખવી ને ક્ષત્રિય ભાવે વર્તવું. તો જ વૈરીઓનો પરાજય કરી સમાધિસુખને પામશો. વળી પરમગુરુની વનક્ષેત્ર (ઉત્તરસંડા)ની દશા વિશેષ અભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિમૂઢ થઈ ગયો. વનક્ષેત્રે વર્તતા પરમાત્મા અદભુત યોગીન્દ્ર પરમશાંત બિરાજે છે વળી હું એક દિવસે આહાર કરીને કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો. તે ચાર માળનો બંગલો હતો. કૃપાળુદેવ ત્રીજા માળમાં બિરાજેલા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે. અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસોક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત યોગીન્દ્ર પરમશાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે આપે કહ્યું તેમજ થયું. ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા; આજ્ઞાવડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. “સૂત્રકૃતાંગ-પ્રથમ શ્રુત સ્કંઘ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્યો બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી સમજાવતા હતા. પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલ્લા અર્થ સમજાવ્યા હતા. અલ્પબુદ્ધિવડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. તેનું તે જ વાક્ય પરમકૃપાળુના મુખથી સાંભળીએ ત્યારે નવું જ ભાસે છે અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદ્ગુરુની સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિસે છે. એટલે Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૨૦. હાલમાં પત્રાદિથી જણાવવાનું બન્યું નથી તેની ક્ષમાપના ઇચ્છું છું. શરીરમાં રહેલ આત્માને શોધી વિષયકષાયને બાળી જાળી સ્વરૂપમાં સમાઈ જાઓ લખવાનું એ જ કે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃષ કરી માંહેનું તત્ત્વ શોથી ક્લેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાન સુતક કરી તેનો દહાડો પવાડો કરી, શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ. શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સગુરુના ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સગુવચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે; મોક્ષ બતાવે છે. અલ્પ નિદ્રા, અલ્પ આહાર કરી વાંચન ભક્તિમાં કાળ નિર્ગમના ખેડા લગભગ ૨૩ દિવસ સ્થિતિ કર્યા પછી કૃપાળુદેવ મુંબઈ પઘાર્યા. દેવકરણજી વગેરે ખેડાથી વિહાર કરી નડિયાદ ક્ષેત્રે આવ્યા. અમે પણ વસોથી ચાતુર્માસ પૂર્ણ થયે નડિયાદ આવ્યા. ત્યાં શુદ્ધ આહાર માત્ર કરી એક માસને સત્તર દિવસ સુધી ત્યાં સ્થિતિ કરી. આ વખતે અમારી દિનચર્યા એવી રાખવામાં આવી હતી કે જેમાં અલ્પ નિદ્રા, અલ્પ આહાર વગેરે નિયમોનું પાલન કરી, બાકીનો બધો કાળ પુસ્તક વાચન, મનન અને ભક્તિમાં વ્યતીત થતો હતો. પરમકૃપાળુ દેવના સમાગમનો વિચાર વિનિમય ખેડામાં મુનિશ્રી દેવકરણજીને અને વસોમાં અમને જે સમાગમ થયો હતો તેમાં અમને તેમજ સાથેના મુનિઓને જે પ્રત્યક્ષ બોઘ થયેલો તેનો સાતે સાઘુ એકઠા થઈ સ્મૃતિમાં આવે તેમ પરસ્પર વિનિમય એટલે આપ લે કરતા હતા. ખેડામાં મુનિ દેવકરણજી આદિ ચાર સાધુઓને સમાગમ થયેલો ત્યાં બીજા કોઈ મુમુક્ષને આવવાની આજ્ઞા નહીં હોવાથી તેઓને ઉપદેશનો સારો લાભ મળ્યો હતો. તેથી તેને જે ગુરુભક્તિ અને પ્રેમોલ્લાસનાં મોજાં હૃદયમાં ઊછળ્યાં હતાં તે તેમના પત્રમાં અલ્પાંશે દેખાય છે. અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતાં વહેલો મોક્ષ થશે લખમીચંદજી મુનિની સ્મૃતિમાં રહેલી ખેડાની બીના નીચે પ્રમાણે છે : શ્રી દેવકરણજી સાથે શ્રી લક્ષ્મીચંદજી મુનિ હતા. એક દિવસ કૃપાળુદેવે તેમને કહ્યું કે “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસન વાળી હાથ ઉપર હાથ રાખી, નાસિકા ઉપર દ્રષ્ટિ રાખીને કરવું. તેમાં લોગસ્સ” અગર “પંચ પરમેષ્ઠિ મંત્રનો જાપ કરવો.'' લક્ષ્મીચંદજીએ કહ્યું : “હું કંઈ સમજતો નથી.” ત્યારે કૃપાનાથે કહ્યું કે “અમારા ઉપર તમને આસ્થા છે?” લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું : “હા, અમને પૂર્ણ આસ્થા છે.” પછી કૃપાળુદેવે કહ્યું કે “અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે; માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે વિકલ્પો ઊઠવા દેવા નહીં; અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.” Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી આજે તમારા અંતરમાં ઊંડું બી વાવીએ છીએ. બોઘ વડે ચારેની આંખમાં આંસુ આવ્યા ખેડાના તે જ બંગલામાં એક દિવસે અમે ચારે મુનિઓ વચલે માળે કૃપાનાથ પાસે ગયા હતા. ત્યારે કૃપાનાથે કહ્યું કે આજે અમારે તમારી સાથે બોલવું નથી. પછી અમે ચારે સવારના અગિયાર વાગે ગયેલા તે ચાર વાગ્યા સુધી તેમની મુખમુદ્રા પર દ્રષ્ટિ રાખી બેસી રહ્યા. તે પછી કૃપાનાથ બોલ્યા કે અમારે આજે બોલવું નહોતું પણ કહીએ છીએ કે તમે શું કરો છો? ત્યારે અમે કહ્યું કે “અમે આપની મુદ્રાને જોયા કરીએ છીએ.” કૃપાનાથે કહ્યું : “આજે અંતરમાં ઊંડું બી વાવીએ છીએ, પછી તમારો જેવો ક્ષયોપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદ્ભુત બોઘ દાન દીધું. તે સાંભળતા અમારી ચારેની આંખોમાંથી આંસુની ઘારા છૂટી. પછી કૃપાનાથે કહ્યું : “આ બોઘને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બધુ વિચારશો તો ઘણો લાભ થશે.” પરમકૃપાળુ દેવે ઈડર જવાના સમાચાર મોતીલાલને જણાવ્યા અમે નડિયાદ ક્ષેત્રે હતા. તેવામાં ખબર મળ્યા કે કપાળદેવ મુંબઈથી ઈડર જવાના છે. તેથી નડિયાદ સ્ટેશને પધારશે એવા સમાચાર એક દિવસ અગાઉ મળવાથી મોતીલાલને અમે રાત્રે ગાડી ઉપર મોકલ્યા હતા. તેમને પરમકૃપાળુદેવના દર્શન થયાં. મોતીલાલને પૂછ્યું કે મુનિઓ અત્રે છે? મોતીલાલે કહ્યું : હા જી, અહીં છે. પરમકૃપાળુદેવે પૂછ્યું કે વિહાર કરી ક્યાં જવાના છે? મોતીલાલે પ્રત્યુત્તર આપ્યો કે–અમદાવાદ અગર ખંભાત પઘારવાના છે. પરમકૃપાળુદેવે કહ્યું કે–સારું, અમે ઈડર જવાના છીએ, ત્યાં નિવૃત્તિ અર્થે રહેવાનું છે. અમે સાતે મુનિઓએ ઈડર તરફ વિહાર કર્યો સ્ટેશન ઉપર થયેલ વાતચીત મોતીલાલે અમને કહી તેથી આવી નિવૃત્તિમાં અમને વિશેષ સમાગમનો લાભ મળશે એ વિચારે અમે સાતે મુનિઓ વિહાર કરી ઈડર તરફ જવા નિકળ્યા. ત્વરાથી વિહાર કરી અમે ત્રણ મુનિઓ ઈડર વહેલા પહોંચ્યા. હું, મોહનલાલજી અને નરસિંહરખ; અને પાછળ રહેલા મુનિ દેવકરણજી, વેલશીરખ, લખમીચંદજી અને ચતુરલાલજી એમ અમે સાત હતા. અમે ઈડર શ્રાવકના ઉપાશ્રયમાં ઊતર્યા. હું તુર્ત જ કૃપાળુદેવની શોઘમાં પ્રાણજીવનદાસ ડૉક્ટરના દવાખાના તરફ ગયો. ત્યાં મને દૂરથી ઠાકરશીભાઈ જે પરમકૃપાળુદેવની સાથે સેવાર્થે રહેતા હતા અને જે શ્રી સૌભાગ્યભાઈના ભાણા હતા તેણે દીઠા એટલે પરમકૃપાળુદેવને કહ્યું કે મુનિ આવ્યા. તેથી પરમકૃપાળુદેવે ઠાકરશીને કહ્યું કે તેમને પરભાર્યા વનમાં લઈ જા, અહીં ન આવે. ઠાકરશીએ મને કૃપાળુદેવની આજ્ઞા જણાવી. તેથી તેની સાથે વનમાં હું આગળ ગયો. પરમકૃપાળુદેવ પાછળ આવતા હતા. પહેલો દિવસ આપની નિવૃત્તિમાં વિશેષ લાભ મળશે એમ ઘારી આવ્યા છીએ મને કપાળદેવ તે એક આંબાના વૃક્ષ નીચે બોલાવી ગયા અને પૂછ્યું : મોતીલાલે તમને શું કહ્યું હતું? ત્યારે મેં કહ્યું કે–“મોતીલાલને આપે પૂછેલું કે સાઘુઓ ક્યાં જવાના છે? તેનો ઉત્તર મોતીલાલ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૨૨ આપ્યો કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. ત્યારે આપે કહ્યું કે ઠીક. અમે ઈડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન સમાગમની ઇચ્છાએ આપના તરફ આપની | નિવૃત્તિના વખતમાં વધારે લાભ મળશે એમ જાણી, આપના સમાગમ અર્થે આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરો સમાગમ વસોમાં થયો નથી અને ઘણા માણસોનો પરિચય રહેવાથી વસોમાં બરાબર લાભ અમારાથી લેવાયો નથી. તો હવે નિવૃત્તિએ આપનો સમાગમ વિશેષ મળશે એમ ઘારી આ તરફ આવવા વિચાર થવાથી આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે અમારે પણ લાભ લેવો છે. ઘણા દિવસ બોધ દીધો છે. તમારે આત્મહિત કરવું છે, તો શું અમારે નથી કરવું? આમ કહી તે પણ પાછળ આવે છે.” અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ આ સાંભળી પરમકૃપાળુદેવ સહજ ખિજાઈને બોલ્યા : “તમે શા માટે પાછળ પડ્યા છો? હવે શું છે? શું સમજવું બાકી છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી અહીંથી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. કોઈના પરિચયમાં આવવા અમે ઇચ્છતા નથી અને અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા બીજા સ્થાનેથી લેજો. અને કાલે વિહાર કરી જવું.” ભલે તેમ કરજો મેં વિનંતી કરી : આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપના દર્શન થયાં નથી. માટે જો આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈને પછી વિહાર કરીએ.” કૃપાળુદેવે જણાવ્યું : ભલે તેમ કરજો. બીજો દિવસ ગાથાઓ ઉચ્ચારી ધ્યાનમાં સમાધિસ્થ બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે અમે ત્રણ મુનિઓ ગયા અને પોતે માગથી ગાથાઓનો ઉચ્ચાર કરતા ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા તેથી દેખાતા નહોતા. પણ ધૂનના શબ્દોચ્ચાર શ્રવણ થતા હતા. અમે આંબા તળે રાહ જોતા ઊભા હતા. એટલામાં ત્યાં પઘાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી, નીચેની માગથી ગાથાઓ બોલતા હતા. તેની તે જ એકલયપણે ઉચ્ચ સ્વરે અડધો કલાક સુધી જોશથી ઉચ્ચારતા રહ્યા, પછી લગભગ તેટલો જ વખત શાંત, સ્થિરપણે, મન, વચન, કાયા ત્રણે યોગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા; સમાધિસ્થ થયા. “मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि? अढेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तंज्झाणप्पसिद्धिए ।।४८।। जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहु । लभ्रूणय एयत्तं तदाहु तं तस्स णिच्छियं ज्झाणं ।।५५।। मा चिट्ठह, मा जंपह, मा चिंतह किंवि जेण होइ थिरो। ૩પ્પા ધ્વન્મિ રો રૂાવ પર હવે જ્ઞાઈi ||જદા” દ્રવ્યસંગ્રહ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને લપુરાજ સ્વામી સ્થિર ચિત્ત કરવા માટે મોહ, રાગ, દ્વેષ ન કર = અર્થ :– (૧) વિચિત્ર (નાના પ્રકારના) અથવા વિચિત્ત (નિર્વિકલ્પ) ધ્યાનની સિદ્ધિ થવા જો સ્થિર ચિત્ત કરવા તું ઇચ્છે, તો (પાંચ ઇન્દ્રિયોના) ઇષ્ટ, અનિષ્ટ અર્થો (વિષયોમાં મોહ ન કર, રાગ ન કર અને દ્વેષ ન કર. ૧૨૩ ન મોહ ન રાગ ક૨ે તે દ્વેષ કરે ના ઇષ્ટ અનિષ્ટ ચીજે; ધ્યાન વિચિત્ત થવાને સ્થિર કરવા ચિત્ત જે ઇચ્છે. ૪૮ (૨) કોઈ પણ પદાર્થનું ચિંતવન કરતાં જ્યારે સાથે એકત્વતા (લીનતા) પામીને નિઃસ્પૃહવૃત્તિવાળા થાય, ત્યારે તેને નિશ્ચય ધ્યાન વર્તે છે, એમ કહ્યું છે. ધ્યેય કોઈ ચિંતવતાં, નિસ્પૃવૃત્તિ થતા પદા સાધુ; તલ્લીનતા સાધીને, નિશ્ચય તેને ધ્યાન ત્યાં લાધ્યું. ૫૫ (૩) કાયાથી કોઈ પણ ચેષ્ટા (ક્રિયા) ન કરો, વચનથી કોઈપણ ઉચ્ચાર ન કરો, મનથી કોઈ પણ વિચાર ન કરો, તો તેથી સ્થિર થશો, આત્મા આમ આત્મામાં રમણતા કરે તો પરમધ્યાન થાય. કાંઈ કરો ના ચેષ્ટા, વિચાર, ઉચ્ચાર; જેથી સ્થિર બનો; અંતર આત્મ રમણતા તે તલ્લીનતા પરમધ્યાન ગણો. ૫૬ પરમકૃપાળુદેવની વીતરાગતા, આત્મચિરતાના દિવ્ય દર્શન કરી અપૂર્વ શાંતિ અનુભવી તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપદશા જોઈ અમે અપૂર્વ શાંતિ અનુભવી. તેનું અંતર આલેખન થઈ ગયું છે, તે વિસ્તૃત થાય તેમ નથી. ધ્યાન પૂરું થતાં પોતે અમને ‘વિચારશો’ એટલું જ કહી ચાલતા થયા. અમને વિચાર આવ્યો કે લઘુશંકાદિ કરવા જતા હશે, પરંતુ તેઓ તો નિઃસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અમે થોડીવારે એટલામાં તપાસ કરી, પરંતુ દર્શન થયા નહીં. તેથી પશ્ચાત્તાપ કરતાં ઉપાશ્રયમાં આવ્યા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલે ઠાકરશી અમારી પાસે આવ્યા. અમે પૂછ્યું કે દેવકરણજીને પત્ર લખવા સંબંધે શું થયું? ઠાકરશીએ કહ્યું કે પત્ર લખેલ છે, રવાના કર્યો નથી. વીતરાગ પ્રતિમાજીના દર્શન કરવાની અહીં મળેલ પ્રથમ આજ્ઞા તે જ સાંજના મુનિ દેવકરણજી પણ આવી ગયા. પછી ઠાકરશી સાથે ડુંગર ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરના દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર-ઘેતાંબરનાં બન્ને દેરાસરો ઉઘડાવી દર્શન ક્યાં. વીતરાગ મુદ્રા એટલે જિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં થઈ હતી. સદ્ગુરુની આજ્ઞાથી તે પહાડ ઉપરનાં વીતરાગ પ્રતિમાજીના દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણિ પ્રગટ થયેલી તે વચનાતીત છે. પરમકૃપાળુદેવ વિચર્યા તે સ્થાનોના પણ દર્શન કરાવ્યા ડુંગર ઉપર જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ વિચર્યાં હતા, તે સર્વ સ્થળો ઠાકરશીએ બતાવ્યાથી તે તે ભૂમિને ધન્ય માની, પ્રશસ્ત ભાવના ભાવતા અમે ઉપાશ્રયમાં આવ્યા. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૨૪ ત્રીજો દિવસ પરમકૃપાળુ દેવ ચાલતા પુઢવી શિલા પર આવી બિરાજ્યા. ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા અમને આજ્ઞા થઈ હતી, તે પ્રમાણે ત્યાં ગયા. પોતે પણ પધાર્યા. આ વખતે મુનિ દેવકરણજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી હતી. તેથી લખમીચંદજીએ કપડું ઓઢાડ્યું. તે જોઈ પરમકૃપાળુદેવ બોલ્યા કે “ટાઢ વાય છે?’ અને કહ્યું કે “ટાઢ ઉડાડવી છે?” એમ કહી પોતે ઊભા થઈ ચાલવા માંડ્યું. અમે સર્વ તેમની પાછળ ચાલવા લાગ્યા. તેઓશ્રી તો ઝડપભેર કાંટા, કાંકરા, જાળાં, ઘારવાળા પત્થરોમાં દેહની દરકાર કર્યા વિના આત્મોપયોગે ચાલતા હતા. અમે પણ પાછળ તેમના ચરણનું અવલંબન ગ્રહણ કરી ચાલતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેના ઉપર પૂર્વાભિમુખ પોતે બિરાજ્યા. અમે સન્મુખ બેઠા. પછી પૂઢવી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં જે લખ્યું છે તેનો અર્થ કરી કહ્યું કે આ પૂઢવી શિલા. મુનિઓનું પેટ જગતના કલ્યાણ અર્થે પછી એ શિલા સંબંધી કેટલુંક વર્ણન કર્યું અને તે જ શિલા પર “વૃદુ દ્રવ્ય સંગ્રદ” વાંચવાનું શરૂ કર્યું. તે “વૃદક્ દ્રવ્ય સંગ્રહ” ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી પોતે કઢાવ્યો હતો. તે ગ્રંથ લગભગ અર્થો વાંચ્યો હતો. તે વખતે સાધુ સમુદાયની અદ્ભુત વૈરાગ્ય દશાવડે સદ્ગુરુની ભક્તિ આત્મામાં ઉલ્લાસ પામી હતી. તીવ્ર વૈરાગ્યદશામાં આવી દેવકરણજી બોલ્યા કે “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” પરમગુરુ બોલ્યા કે “તમને કોણ કહે છે કે ગામમાં જાઓ.' ત્યારે મુનિ દેવકરણજી બોલ્યા : “શું કરીએ? પેટ પડ્યું છે. કૃપાનાથે કહ્યું : “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં નહીં જતાં પહાડની ગુફામાં વસી, કેવળ વીતરાગભાવે રહી જંગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે. સર્વ વસ્તુને જાણનાર તે આત્મા છે પછી પરમગુરુએ સાથુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે “યોગના અભ્યાસીઓ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે. તે શું હશે? આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો કે “ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીને દેખાય છે. દૃષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.” - સિદ્ધના પણ પર્યાય પલટાય છે આટલો ખુલાસો કર્યા પછી સિદ્ધ આત્માના પર્યાય સંબંધી પોતે જ સ્પષ્ટીકરણ કરી સમજાવ્યું હતું કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે, તે કેવળજ્ઞાનવડે આપણે અહીં આટલા બેઠા છીએ તે રૂપે જાણે છે, દેખે છે. પછી આપણે અહીંથી ઊઠી જઈએ ત્યારે તે રૂપે જાણે, દેખે એમ સિદ્ધના પર્યાય પલટાય છે. રસ્તામાં દ્રાવ્ય સંગ્રહ'ની પહેલી ગાથાનું ઘેનમાં રટણ લગભગ એક વાગ્યાનો સમય થયો હોવાથી પરમકૃપાળુદેવ સહિત અમે મુનિમંડળે ગામ તરફ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ગમન કર્યું. રસ્તામાં ચાલતાં ‘દ્રવ્ય સંગ્રહની પહેલી ગાથાનું ઘેનમાં રટણ કરતાં દિવ્ય ધ્વનિ પ્રસરી રહેતો. નાગ જેમ મોરલીના ધ્વનિ ઉપર એક તાર થઈ જાય તેમ પરમકૃપાળુદેવની ધ્વનિથી ઊઠતા આનંદમાં અમે એકતાર થઈ જતાં તે ગાથા : “जीवमजीवं दव्वं, जिनवरवसहेण जेण णिदिलृ । વિંદ્ર વિવ વવું, વંદું તે સવ્વવા સિરસા ૧” દ્રવ્યસંગ્રહ જીવ અજીવ પદાર્થો, જિનવરરાજે જણાવીયા તેને; દેવેન્દ્ર-વૃંદ-વંદિતને, વંદું શીર્ષ સદા નમાવીને.” ૧ અર્થ :- દેવોના ઇંદ્રોને પણ પૂજ્ય જે જિનવરોમાં ઉત્તમ એવા તીર્થંકર ભગવાને જીવ અને અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે, તેને મસ્તક નમાવીને (સર્વદા=સર્વ પ્રકારે) સદા વંદન કરું છું. ચોથો દિવસ શાસ્ત્રમાં મુહપત્તીનું વિધાન છે પણ ડોરો ચાલ્યો નથી મધ્યાહ્ન પછી ઠાકરશીને ઉપાશ્રયમાં મોકલી અમને સાતે મુનિઓને બોલાવ્યા. અમે તેની સાથે ગયા. ડુંગરની તળેટીમાં પરમકૃપાળુદેવના દર્શનનો લાભ થયો. ઉપર જતાં પહેલાં દેરાસરની કૂંચીઓ લેવા ઠાકરશીને મોકલ્યા. અને અમે ચરણ સમીપ બેસી રહ્યા. તે વખતે મોહનલાલજીએ વિનંતી કરી કે આહાર કરી રહ્યા પછી મુહપત્તી (મુખ-વસ્ત્રિકા) બાંઘતાં મને વાર થાય છે, તેથી મહારાજ મને દંડ આપે છે. ત્યારે પોતે આજ્ઞા કરી કે બઘા મુહપત્તી કાઢી નાખો અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુઘી બાંઘશો નહીં. કોઈ આવી પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું. ભુરાબાવાની ગુફા વગેરે સ્થાને જ્યાં કૃપાળુ દેવ વિચરેલા તે બતાવ્યા ઠાકરશી કૂંચીઓ લઈને હાજર થયા અને અમને બીજી વખત ઈડરના ગઢ ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થઈ. પોતે શહેરમાં પધાર્યા. અમે ઠાકરશીને સાથે લઈ બન્ને દેરાસરોમાં દર્શન કરી, ભુરાબાવાની ગુફા તેમજ પહાડની ટોચે જ્યાં જ્યાં કપાળદેવ વિચરેલા, સમાધિ, ધ્યાન આદિ ક્રિયાઓ કરવામાં આવેલી છે તે સ્થાને જઈ નિરખી અમને આનંદ આવવાથી, તે તે ક્ષેત્રની આસપાસ ફરી સ્તુતિ ભક્તિ કરતા. પ્રત્યક્ષ સદ્ગુરુના પવિત્ર ચરણોનો સ્પર્શ જે ભૂમિને થયેલો તે જોઈ હૃદયમાં અમને થતું કે ઘન્ય આ ભૂમિ, જ્ઞાની વિના આવી ચર્ચા પણ કોની હોય? આમ પ્રશંસા કરતા અને સદ્ગમાં ભક્તિપૂર્ણ પદોનો ઉચ્ચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા. પાંચમો દિવસ અમારા માટે કલ્પવૃક્ષ તુલ્ય આંબો થઈ પડ્યો આજે તે સાંકેતિક (નક્કી કરેલા) આમ્ર વૃક્ષ નીચે અમને સાતે મુનિઓને આવવા આજ્ઞા થયેલી. તે પ્રમાણે અમે ત્યાં ગયા.પરમકૃપાળુદેવ પણ ત્યાં પધાર્યા. તે આંબા નીચે અમને તો પરમ સદ્ગુરુનો સમાગમ થતો એટલે જાણે ત્રિલોકના સારરૂપ કલ્પવૃક્ષ તુલ્ય તે આંબો થઈ પડ્યો હતો. નિર્વાણ માર્ગ બતાવનાર સાર્થવાહની જેમ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ સાથે અહીંથી કંટક આદિથી વિકટ પંથે અમે આજે ચાલ્યા; તો પણ તેઓશ્રી Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૨૬ અમારા સર્વની આગળ નિર્વાણ-માર્ગ બતાવનાર સાર્થવાહની માફક ત્વરિત ગતિથી આગળ ચાલતા હતા. આ વખતે વેલશીરખ નામના વૃન્દ્રમુનિ બોલ્યા કે આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? કારણ કે ઉપર ચઢવાનો માર્ગ વિકટ છે તેથી આપણને અંતર પડે છે અને તેઓશ્રી નો પા ઉતાવળા ચાલે છે. જુઓ આ સિદ્ધ શિલા અને આ બેઠા છે તે સિદ્ધ પરમગુરુ ઉપર વેહલા પહોંચી ગયા અને એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. અમે પણ ત્યાં જઈ વિનય કરી બેઠા. આ વખતે તેઓશ્રી બોલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે. પણ તમે સર્વે નિર્ભય રહેજો. જુઓ, આ સિદ્ધ શિલા અને આ બેઠા છીએ તે સિદ્ધ; એમ કહી અદ્ભુત રીતે દૃષ્ટિ પલટાવીને કહ્યું કે આ બઘી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ પ્રકટ થાય છે. એટલું કહી પ્રશ્ન કર્યો કે—આપણે આટલે ઊંચે બેઠેલા છીએ તેમને કોઈ નીચે રહેલો માણસ દેખી શકે? મેં કહ્યું : ‘ના, ન દેખી શકે.’ નીચેની દશાવાળો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીને ઓળખી શકે નહીં ત્યારે પરમગુરુએ કહ્યું કે ‘તેમજ નીચેની દશાવાળો જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી સઘળું જોઈ શકીએ છીએ. અને નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે; તેથી શાની ઉચ્ચ દશાએ રહી નીચેનાઓને કહે છે કે તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે.' પરમકૃપાળુદેવ અલૌકિક દિવ્ય સુરથી, મોહક આલાપથી ગાયા બોલ્યા એમ વાત થયા પછી, પોતે ‘ઉત્તરાયન' સૂત્રની ત્રીજા અઘ્યયનની પહેલી ગાથા કોઈ એવા અલૌકિક દિવ્ય સૂરથી અને મોહક આલાપથી બોલ્યા કે વનમાં ચોપાસ તેનો પ્રતિઘોષ (પડઘો) પ્રસરી રહ્યો. “વતારિ પરમંગળિ, વુન્નહાળીહ ખંતુળો | માપુસ્કત મુદ્દે સદ્ધા, સંનમ્નિ ય વારિયે ।।” -ત્રીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર (અનુષ્ટુપ) “ચારે અંગો ય દુષ્પ્રાપ્ય, જીવોને જંગમાં બહુ; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું.' અર્થ :— આ સંસારમાં પ્રાણીને ધર્મના ચાર પ્રધાન અંગો, કારણો દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે— (૧) માનવપણું, (૨) ધર્મનું શ્રવણ (શ્રુતિ), (૩) શ્રદ્ધા (સમ્યક્દર્શન) અને (૪) સંયમ (સર્વભાવથી વિરામ પામવારૂપ)માં વીર્ય ફોરવવું. આ ચારે અંગો ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણો છે, તમે બધા જિન મુદ્રાવત બની દ્વવ્યસંગ્રહની ગાથાઓ સાંભળો પછી દેવકરણજી મુનિને કહ્યું કે તમે આ ગાથા બોલો જોઈએ. તેથી દેવકરણજીએ બે-ત્રણ વાર પ્રયત્ન કરવા છતાં તેવું આવડ્યું નહીં. પછી મને કહેવાથી હું બોલ્યો, પરંતુ મને પણ આવડ્યું નહીં; એટલે પોતે બોલ્યા કે ઠીક છે. લીંમડીવાળા, સાધુઓ બોલે છે તે કરતાં ઠીક બોલાય છે. પછી સર્વને કહ્યું : ‘તમે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત બની આ દ્રવ્યસંગ્રહની ગાથાઓ સાંભળી તેનો અર્થ ઉપયોગમાં લ્યો. એ આજ્ઞા થવાથી અમે બધા આસનવાળી બેસી ગયા. પોતે અપૂર્વ ધ્વનિથી ગાથાનો ઉચ્ચાર કરે તેના પડઘાથી પહાડ ગાજી ઊઠતો. ગાથા બોલી રહ્યા પછી તેનો અર્થ કરતા અને સારરૂપ પરમાર્થ પણ કહેતા. એમ આખો “દ્રવ્ય સંગ્રહ” ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો. ત્યાં સુધી અમે તે જ આસને અચળપણે રહ્યા; પરમગુરુએ સમજાવેલો અપૂર્વ પરમાર્થ સૌ સૌના ક્ષયોપશમ (સમજ) પ્રમાણે અને પોતપોતાની દશા અનુસાર સમજાયો. દેવાલયના શિખર ઉપર કલશ ચઢાવે તેવો આ સર્વોપરિ પ્રસંગ મુનિ દેવકરણજી તો આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટતાં, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા કે અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે, સર્વોપરિ સમજાય છે.” આત્માનુશાસન'માંથી આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન કરી બતાવ્યું પછી “આત્માનુશાસન' ગ્રંથના કર્તા ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે, એમ કહી વાંચી સંભળાવ્યું. અંબાલાલભાઈનો પ્રમાદ દૂર થશે અને તે પરમપદને પામશે ઈડરના સમાગમમાં એક વખત તે જ આંબા તળે કૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી. તે એવી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તો તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ અને લોભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા. તે સાંભળી મારા મનમાં ખેદ થવાથી મેં જણાવ્યું કે “શું તે એમને એમ જ રહેશે?” ત્યારે પરમગુરુએ કહ્યું કે “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કોઈ એક જાળા આગળ અટકી જાય પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહાસમુદ્ર જઈ મળે, તે પ્રમાણે તેનો પ્રમાદ અમારા બોઘથી દૂર થશે અને તે પરમપદને પામશે.' અમે સનાતન જૈન છીએ, પાપથી નિવૃત્તવું એ અમારું પ્રતિક્રમણ એ વાત પૂર્ણ થયા પછી મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે “અમને કોઈ પૂછે છે કે તમારો ગચ્છ કયો? અને પ્રતિક્રમણ કર્યું કરો છો? ત્યારે અમારે શું કહેવું? પરમકૃપાળુદેવે ઉત્તર આપ્યો કે ‘તમારે કહેવું કે અમે સનાતન જૈન છીએ અને પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિક્રમણ છે.” માન કષાયે મોટા મોટાને પણ મારી નાખ્યા. તે જ પ્રસંગે તેઓશ્રીએ કહ્યું કે–“મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે; માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામમાં લીમડી સંધાડાના સાધુ મોટા જીવણજી પાસે ગયેલા, ત્યાં વાતના પ્રસંગે તેમની જન્મતિથિ, નક્ષત્ર અમુક Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૨૮ હોવું ઘટે છે એમ અમે કહ્યું. તેથી તેણે કહ્યું કે આ વાત આપે શાથી જાણી? ત્યારે અમે કહ્યું કે આત્માની નિર્મળતાથી આ બધું જાણી શકાય છે. પણ આ વાત સમજવા તેને વિશેષ ઉત્કંઠા રહી તેથી અમારા મોરબી જવા પછી તેઓ મોરબી આવ્યા અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રયે લાવવા વારંવાર કહ્યા કરતા. આથી એક દિવસે રેવાશંકરભાઈએ અમને કહ્યું કે ઉપાશ્રયે ચાલો, મહારાજ આપને યાદ કરે છે. ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે, તેમની ઇચ્છા આત્માર્થની નથી. છતાં રેવાશંકરભાઈના આગ્રહથી તેમની સાથે અમે ઉપાશ્રયમાં ગયા. આ વખતે ઘણા માણસો એકઠા થયા અને ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછ્યું કે શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આપે જે શાસ્ત્રો વાંચ્યા તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આ સાંભળી અમે મૌન રહ્યા. પરંતુ સાઘુએ જ્યારે એ જ પ્રશ્ન પુનઃ પુનઃ જારી રાખ્યો ત્યારે અમે ઊભા થઈ કહ્યું કે મહારાજ, તમને મહાવીરના સોગન છે, આપે જે શાસ્ત્રો વાંચ્યા છે તેમાં પ્રતિમાનું વિઘાન છે કે કેમ? આથી સાઘુ નિરુત્તર થઈ રહ્યા. પછી તેમને રેવાશંકરભાઈએ ઠપકો આપી કહ્યું કે આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા? પછી અમે બન્ને ચાલી આવ્યા.” જો કોઈ જીવ માર્ગ ઉપર આવે તો તેને નમસ્કાર પણ કરીએ આટલી વાત કહ્યા પછી મને કહ્યું કે મુનિ, જો કોઈ જીવ માર્ગ ઉપર આવતો હોય, તો તેને અમે નમસ્કાર કરીને પણ માર્ગ ઉપર લાવીએ. દ્રવ્યથી છઠ્ઠ અને ભાવથી ચોથું ગુણસ્થાનક પછી મેં પૂછ્યું કે અમને કોઈ અમારું ગુણસ્થાનક પૂછે તો અમારે શું કહેવું? પરમગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠું અને ભાવથી ચોથું કહેવું. પૂર્વે થયેલા દિગંબર સાધુઓની છત્રીઓમાં લખેલ ઉપાધ્યાય શ્રીમદ્ રાજચંદ્ર પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓના દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘુમટાકારે છત્રીઓ છે, તેમાં તે તે સાધુઓની યોગમુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાઘુઓ ત્યાં ગયા. આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી, અને વૃત્તિઓ શાંત થાય તેવી નિર્જન ભૂમિકા છે. ઉદાસીનતા અને અસંગતાના વિચારો સ્ફરે, વૈરાગ્યની વૃદ્ધિ થાય એવો ત્યાંનો ક્ષેત્ર પ્રભાવ જણાયો. તેની સમીપ સ્મશાન ભૂમિ હતી. પ્રાચીન ગુફામાં દોઢ માસ રહેલ પરમકૃપાળુદેવ એટલામાં જ એક પ્રાચીન ગુફા, પાસે કુંડ જળથી ભરેલો તથા એક છૂટો ઊંચો પત્થર ધ્યાનના આસન જેવો હતો તે જોતાં જોતાં ચાલ્યા. એ ગુફામાં પરમકૃપાળુદેવ દોઢ માસ રહેલા એવું ઈડર નિવાસી એક ભાઈએ કહેલું. આવી તેઓના આત્મવીર્યની અભૂતતા તથા નિર્ભયતા વિષે વિચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી છઠ્ઠો દિવસ ત્રણે મુનિઓ અલગ અલગ બેસી પરમગુરુનો બોઘ વિચારતા છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થવાથી, સાતે મુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. હું, મોહનલાલજી તથા નરસીરખ ત્રણે ઈડરની આસપાસના નાના ગામોમાં વિહાર કરતા. ત્યાં પહાડ આદિ જંગલ નિર્જન અને ત્યાગીને અનુકૂળ ક્ષેત્રો દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. સવારમાં પહાડ ઉપર જઈ પરમકૃપાળુદેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણે મુનિઓ બેસી પરમગુરુનો બોઘ, અથવા તેઓશ્રીના લખેલા પત્રો દ્વારા થયેલ ઉપદેશમાંથી વાચન કરી, ધ્યાનપૂર્વક મનન, નિદિધ્યાસન- આત્મપરિણમન કરતા. તેમજ કોઈ વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતો. થોડા જ દિવસ ઉપર શ્રવણ કરેલો બોઘ સ્મૃતિમાં હતો તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતું હતું. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી શ્રી દેવકરણજી પણ અમદાવાદ આવ્યા બે અઢી માસ પર્યત આ વિભાગમાં વિચર્યા પછી ખેરાળુ ગયા. પરમકૃપાળુદેવ લગભગ ત્રણ માસ ઈડર રહ્યા હતા. ત્યારે ગુફામાં ઘણો વખત રહેતા તથા વનોમાં વિચરતા. પછી વવાણિયા પધાર્યા. ત્યાં અમે પત્ર લખ્યો તેનો જવાબ કૃપાળુદેવ તરફથી અમને ખેરાલુમાં મળ્યો. તેમાં જણાવ્યું હતું કે મુનિ દેવકરણજી કચ્છ-અંજારમાં છે. તેમને પત્ર લખી તેડાવી લેવા. કચ્છનું શિરનામું પણ સાથે મોકલ્યું હતું. આજ્ઞા પ્રમાણે અમે કચ્છ પત્ર લખ્યો કે તમારે હવે ગુજરાત તરફ વિહાર કરવો. તેઓ વિહાર કરી અમને અમદાવાદ મળ્યા. પછી તેમણે સં.૧૯૫૫નું ચાતુર્માસ વસો ક્ષેત્રે કર્યું. અને અમે નડિયાદ ચાતુર્માસ રહ્યા. = eg. પરમકૃપાળુ દેવનો રાત્રે વીરમગામમાં સમાગમ ચોમાસું પૂરું થયા પછી અમે વીરમગામ જવા નીકળ્યા. મુનિ દેવકરણજી આદિ ત્રણ સાધુઓ અમને રસ્તામાં મળી ગયા. તેથી છએ સાઘુઓ વીરમગામ રહી શેષ કાળ પૂરો થવાથી મોહનલાલજી અને નરસીરખ બન્ને સાધુ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે પરમકૃપાળુદેવ વિરમગામ પધાર્યા અને ઉપાશ્રયમાં સમાગમ થયો. તે વખતે શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવનો બોલ્યા પછી પરમકૃપાળુદેવે– ‘વીરજીને ચરણે લાગું વીરપણું તે માંગુ રે...” એ મહાવીર ભગવાનના સ્તવનના અર્થ કર્યા હતા. સવારે ફરી વનમાં સમાગમ થયો હતો. પછી પોતે વવાણિયા તરફ પધાર્યા હતા. અમે ત્યાંથી વિહાર કરી અમદાવાદ તરફ આવ્યા. કૃપાળુ દેવ બોલી ઊઠયા કે દેવકરણજી, જુઓ જુઓ આત્મા વવાણિયાથી પાછા કૃપાળુદેવ અમદાવાદ પધાર્યા ત્યારે બહારની વાડી પાસેના નગરશેઠ પ્રેમાભાઈના બંગલે ઊતર્યા હતા. આ વખતે પરમકૃપાળદેવ રાજપુરના દેરાસરે જવાના હોવાથી અમોને પણ ખબર આપી બોલાવ્યા. પોતે પણ બારોબાર ત્યાં આવ્યા. અમે તો વાટ જોઈને જ બેઠેલા. દેરાસરમાં છઠ્ઠી પદ્મપ્રભુજીનું સ્તવન પોતે ગાયું અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈને ભોંયરામાં મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજામાં ઘવલ પ્રતિમાજી છે, જે ઘણા જ ભવ્ય છે, તે સમીપ જઈ કૃપાળુદેવ બોલી ઊઠ્યા કે Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૦ દેવકરણજી, જાઓ, જુઓ આત્મા! એટલે અમો પણ પ્રતિમાજી પાસે આગળ આવ્યા. ત્યારે હું ભોળો તે બોલી ઊઠ્યો અને કહ્યું: “ક્યાં છે, બાપજી?” પછી મારી સામું જ જોઈ રહ્યા. કંઈ “હા” કે “ના” ન કીઘી. હું તો મુંઝાણો કે એમને શું કહેવું હશે? મને વિકલ્પ ન રહે તેથી મને બોઘમાં જણાવ્યું કે મુનિ, તમે જોશો. પછી કૃપાળુદેવ બોલ્યા, “દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી, મુગટ વગેરે ઘારણ કરાવ્યા.” પછી દહેરાસરની બહાર પધાર્યા અને એક બિછાને પડેલું હતું તેના ઉપર બિરાજ્યા. પછી ફરમાવ્યું કે “મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી; માટે અંતરદ્રષ્ટિ કરો.” આત્માની અંદર ઊતરી જાઓ. આ પ્રમાણે સર્વ શાસ્ત્રના પરમ રહસ્યભૂત વાત કહી. આવું આવું ઉપદેશામૃતનું પાન સદ્ગુરુ વિના કોણ કરાવે? ત્યાંથી પરમગુરુ પોતાને સ્થાને ગયા અને અમે સર્વ અમારે સ્થાનકે ગયા. અમે સાડા નવ વાગે નરોડા ટ્રેનમાં આવીશું બીજે દિવસે તેઓશ્રી અમદાવાદથી ઈડર ક્ષેત્રે પધાર્યા અને અમે થોડા દિવસ અમદાવાદ રહી નરોડા ગયા. તે વખતે ઈડરથી પરમગુરુનો કૃપાપાત્ર પ્રાપ્ત થયો કે આવતી કાલે સવારના ૯.૩૦ની ટ્રેનમાં નરોડા ઊતરીશું. આ પત્ર વાંચી સર્વને સંદેહ થયો કે ગાડી તો નવ વાગે આવે છે અને સાડા નવ વાગે શી રીતે પઘારવાના હશે? પણ પોતે બીજે દિવસે ગાડી મોડી થયેલી હોવાથી સાડા નવ વાગે જ ગાડી આવી તેમાં તેઓ પધાર્યા. ગામમાંથી કેટલાંક ભાવિકજનો સ્ટેશન ઉપર દર્શનાર્થે ગયા હતા. અમે મુનિઓ સ્ટેશન પાસે એક વૃક્ષ નીચે દર્શન માટે રાહ જોતા બેઠા હતા. પરમગુરુ સ્ટેશનથી અમે બેઠા હતા ત્યાં પઘાર્યા. અમે સર્વેએ નમસ્કાર કર્યા પછી પરમગુરુની સાથે બઘાએ ગામમાં પ્રવેશ કર્યો. સખત તાપ છતાં પરમગુરુ ઉઘાડા પગે મંદગતિથી ચાલ્યા અમદાવાદથી મુમુક્ષુભાઈઓ પણ નરોડા આવ્યા હતા. બાર વાગે બઘા મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પઘારવા પરમગુરુએ સમાચાર મોકલ્યા. અમે ઉપાશ્રયમાંથી નીકળી ભાગોળે પહોંચ્યા. તે અરસામાં પરમગુરુ આદિ અમારી રાહ જોતા ઉભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી પરમગુરુએ પોતાનાં પગરખાં કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. આ વખતે અમે સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા પણ પરમગુરુ તો તડકાની કંઈ દરકાર કર્યા વિના મંદગતિએ ઉઘાડાપગે અકળાયા વગર પરમશાંતિથી ચાલતા હતા. જાણે દેહ સાથે સંબંઘ ન હોય તેમ આત્મધૂનમાં વિચરે છે આ દ્રશ્ય જોનારને એમ થયા વિના રહે નહીં કે અહો! કેવા પરમશાંતિમાં રહી આ પુરુષ ચાલે છે? કેટલાંક કહેતા હતા કે દેવકરણજી મુનિ આ જ્ઞાનીપુરુષના ગુણગ્રામ કરતા હતા તે વાત તદ્દન સત્ય છે. જાણે દેહનો સંબંધ ન હોય તેમ આત્મધૂનમાં તે વિચરે છે. હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ તેઓશ્રી વડ નીચે બિરાજ્યા પછી અમે છએ સાથુ નમસ્કાર કરી સામે બેઠા. પછી પરમગુરુના Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ચરણ તરફ દ્રષ્ટિ કરી તો તળીયાં લાલચોળ દેખાયાં. તેની તે જ વિદેહ દશામાં પોતે બેઠા હતા. હાથ સરખો પગે ફેરવ્યો નહીં. દેવકરણજીની સામે જોઈ થોડીવારે બોલ્યા કે “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવાનું ગમતું ને નથી. એવી સંયમ શ્રેણીમાં આત્મા રહેવા ઇચ્છે છે.” ત્યારે દેવકરણજી મુનિ બોલ્યા કે “અનંતી દયા જ્ઞાની પુરુષની છે, તે ક્યાં જશે?” પરમગુરુએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.” જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય પછી તેઓશ્રીએ પૂછ્યું કે સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે તેનું શું કારણ? મુનિ દેવકરણજીએ જણાવ્યું કે “આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે, તે લોકોને રુચતું નથી.” તે પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આટલા કારણે અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી. જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય. તમે તમારી ઇચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દ્યો. દિગંબરી પુસ્તક “યોગ પ્રદીપ’ નામનું છે તે તમને મોકલશું, તે વારંવાર વિચારજો.” પરમકૃપાળુ દેવના સમાગમ માટે અમે બધા અમદાવાદ આવ્યા સંવત ૧૯૫૭માં પરમકૃપાળુદેવ અમદાવાદમાં આગાખાનને બંગલે પોતાના માતુશ્રી તથા પત્ની સહિત પઘાર્યા, ત્યારે અમારું ચાતુર્માસ સોજીત્રા ક્ષેત્રે હતું. ત્યાં અમને પત્ર-વાટે સમાચાર મળવાથી ચોમાસું પૂર્ણ થયું હોવાથી અમે વિહાર કરી અમદાવાદ આવ્યા. શ્રી દેવકરણજીને પણ ખબર મળવાથી તે અમદાવાદ આવેલા. અમે છએ મુનિઓ ભાવસારની વાડીમાં ઊતર્યા. સોજીત્રાથી અમદાવાદ આવતાં રસ્તામાં મને જીર્ણજ્વર લાગુ થયેલ. તો પણ સમાગમની પીપાસાથી તેને ગણ્યા વિના અમદાવાદ આવ્યા. મુનિશ્રી દેવકરણજીની અવજ્ઞાથી મુનિશ્રી મોહનલાલજીને મનમાં દુઃખ થયું મુનિ દેવકરણજીને મોહનલાલજીએ વાત કરી કે મહારાજશ્રીને રસ્તામાં તાવ આવતો હતો. તેથી બીજાં ઉપકરણો મેં ઉંચકી લીધા હતા. પરંતુ એક પોથી તેઓશ્રી પાસે રહી તે નરસીરખે પ્રમાદના કારણે ઉંચકી લીધી નહીં. તેથી દેવકરણજી નરસીરખને હિતાર્થે શિક્ષા આપતા હતા. તેમનો પક્ષપાત કરી નરસીરખના સાથી લક્ષ્મીચંદજીએ વચમાં બોલી ઊઠી દેવકરણજીની અવજ્ઞા કરી. તે જોઈ મોહનલાલજીને લાગી આવ્યું કે અરેરે! આવા પુરુષની અવજ્ઞા કરે તે ઠીક ન કહેવાય. એવા વ્યથિત હૃદયે તે પરમકૃપાળુ ઊતર્યા હતા તે મુકામે ગયા. બંગલાના મોટા દિવાનખાનામાં પરમગુરુ એકલા બેઠા હતા. આસપાસ ગ્રંથો પંક્તિબંઘ હતા. ઉપર બનેલી બીના પરમકૃપાળુ દેવથી છાની નહીં દિવાનખાનામાં પેસતાં જ મોહનલાલજીને આત્મશાંતિ સર્વાગે પ્રસરી ગઈ, અને મનમાં જે ખેદની લાગણી હતી તે સમાઈ ગઈ, એમ તેમણે જણાવેલું. પછી દેવકરણજી આદિ અમે થોડીવારે ત્યાં ગયા, નમસ્કાર કરી બેઠા કે આ વાત કોઈએ કરેલી નહીં. પરંતુ આપોઆપ પરમગુરુએ ભાવસારની વાડીએ બનેલા બનાવ સંબંઘે જણાવ્યું કે : શ્રી લક્ષ્મીચંદજી મુનિને વિહારમાં જ્ઞાનાર્ણવ ગ્રંથ ઊંચકવાની આજ્ઞા હે મુનિઓ! આ જીવે સ્ત્રી, પુત્રાદિના ભાર ઉપાડ્યા છે, પણ પુરુષોની કે ઘર્માત્માઓની સેવા, Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૨ ( 1) ભક્તિ પ્રમાદરહિતપણે ઉઠાવી નથી; એમ કહી લક્ષ્મીચંદજીને હિત થવા અર્થે આજ્ઞા કરી કે તમારે જ્ઞાનાર્ણવ ગ્રંથ જ્યાં સુધી મુનિ દેવકરણજી પૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં ઊંચકવો એમ કહી મુનિ દેવકરણજીને પરમકૃપાળુદેવના માતુશ્રી દેવમાતાના હાથે હસ્તલિખિત ગ્રંથ જ્ઞાનાર્ણવ વહોરાવ્યો અને તેનો સ્વાધ્યાય કરવાની આજ્ઞા કરી. તે વિનીતભાવે નમસ્કાર કરી લીધા. પછી દેવકરણજીએ પરમકૃપાળુદેવને પૂછ્યું કે આપણું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું? ત્યારે પરમકૃપાળુદેવે ઉત્તર આપ્યો કે અમે શરીરની સામે પડ્યા છીએ; પ્રતિકૂળ આહારથી એમ થયું છે. શ્રી મોહનલાલજી મુનિને કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઊંચકવાની આજ્ઞા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા નામનો એક હસ્તલિખિત ગ્રંથ તેઓશ્રીના ઘર્મપત્ની શ્રી ઝબકબાના હાથે મને વહોરાવ્યો. તે પરિપૂર્ણ વાંચી સ્વાધ્યાય કરવાની આજ્ઞા કરી. તે ગ્રંથ ઊંચકવાનું મોહનલાલજીને ફરમાવ્યું. કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું નિરૂપણ પછી મને કહ્યું કે મુનિ, કાર્તિકેયાનુપ્રેક્ષાના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે, તેવી જ તે મહાત્માની અંતરંગ દશા વર્તતી હતી. નિવૃત્તિ ક્ષેત્રે તેનો ઊંડો અભ્યાસ કરશો. એમ કહી તે વિચારવાની આજ્ઞા આપી. બન્ને ગ્રંથો વંચાઈ રહે અરસપરસ બદલવા તેમજ દેવકરણજીને પણ તે ગ્રંથ અત્યંત વિચારવા ભલામણ કરી. દરેકે પોતાને મળેલા ગ્રંથો બરાબર વંચાઈ રહે એટલે અરસ પરસ ગ્રંથનો બદલો કરી લઈ તે વાંચવા, વિચારવાની આજ્ઞા પણ કરી હતી. અત્યંત આભારના ભારે નમ્ર થયેલા હૃદયે નમસ્કાર કરી, તે ગ્રંથો લઈ અમે ભાવસારની વાડીએ આવ્યા. વ્રત ગ્રહણ કરવા માટે માતુશ્રી તથા ઝબકબાને મુનિઓ પાસે મોકલ્યા પરમકૃપાળુદેવે માતુશ્રી દેવમાતાને બારવ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિઓ પાસે શ્રી અંબાલાલભાઈ સાથે મોકલ્યા હતા. સાથે શ્રી ઝબકબા પણ હતા. શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી. તે પ્રમાણે દેવકરણજીએ વાંચી સંભળાવ્યું હતું. શ્રી દેવકરણજીની માતુશ્રીને ભલામણ વાચન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિ દેવકરણજીએ માતુશ્રીને કહ્યું કે “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો જેથી પરમકૃપાળુદેવ સર્વ વિરતિ ગ્રહણ કરે, અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.” તેઓશ્રીનું શરીર સારું થયા પછી દીક્ષાની આજ્ઞા આપીશ ત્યારે માતુશ્રી બોલ્યા કે મને બહુ મોહ છે. તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. મુનિ દેવકરણજીએ કહ્યું કે માતુશ્રી, આપ એવો મોહ ન રાખશો. ત્યારે માતુશ્રીએ કહ્યું કે તેઓશ્રીનું શરીર સારું થયા પછી હું સર્વ વિરતિ ગ્રહણ કરવા આજ્ઞા આપીશ. પછી શ્રી અંબાલાલ તથા બન્ને માતુશ્રી આગાખાનને બંગલે ગયા. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી નીક જ્યાંથી ફાટી જાય ત્યાંથી પાણી નીકળે તેમ આત્મપ્રદેશો અંગમાંથી નીકળે સાંજના કપાળદેવ ભાવસારની વાડીએ પઘાર્યા. તે વખતે પ્રતિક્રમણનો સમય થયો હતો. તેથી પ્રતિક્રમણની આજ્ઞા લઈ પરમકૃપાળુદેવને નમસ્કાર કર્યા. પ્રતિક્રમણની ક્રિયા થઈ રહી ત્યાં સુધી પોતે ત્યાં જ બિરાજ્યા. મેં પચ્ચખાણ કરવાનું કહ્યું ત્યારે પોતે કહ્યું કે તમે કરી લો. છ આવશ્યક પૂરાં કરી, નમસ્કાર કરી, પરમકૃપાળુદેવ પાસે સમાગમમાં બેઠા. ત્યારે મોહનલાલજીએ પ્રશ્ન કર્યો “મરણ સમયે આત્મ-પ્રદેશો કયા અંગમાંથી નીકળતા હશે?” પરમકૃપાળુદેવે સરળ દૃષ્ટાંતથી સમજાવ્યું કે “નીકમાં પાણી ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટી જાય ત્યાંથી પાણી ચાલ્યું જાયએમ મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જીવો મરણ કહે છે.” જેવું આયુષ્ય બાંધ્યું હોય તે પ્રકારે તૂટે મોહનલાલજીએ બીજો પ્રશ્ન કર્યો કે “આયુષ્ય તૂટે?” ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે “આયુષ્ય બાંઘતી વખતે બે પ્રકારે બંઘાય છે. સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ એટલે શિથિલ અને નિરુપક્રમ એટલે નિકાચિત. સોપક્રમ બાંધ્યું હોય તો તેવા પ્રકારે ઉદયમાં આવે; આયુષ્ટ તૂટવાના નિમિત્ત મળે તે પૂરું થઈ જાય—એટલે દેહ છૂટી જાય. નિરુપક્રમ આયુષ્યવાળાને ગમે તેવા નિમિત્તો મળ્યા છતાં બાંધ્યું હોય તેટલી મુદત પૂરી થયા વિના પ્રાણ ત્યાગ થાય નહીં.” પછી પરમકૃપાળુદેવ આગાખાનને બંગલે પધાર્યા. આજે મારો પ્રમાદ પરમગુરુએ નષ્ટ કરાવ્યો. અમે ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુરના ઉપાશ્રયમાં આવ્યા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થવાથી તે અમારી પાસે અહીં આવ્યા અને વાત કરી કે “આજે મારા પરમગુરુએ અપૂર્વ કૃપા કરી છે અને મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કરાવ્યો છે, જાગૃતિ આપી મૂળમાર્ગ કેવો જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ મને આજે કોઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પોષણ થાય તેવા સવ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” ઇત્યાદિ વાતો કરતાં સવાર થવા આવ્યું તેથી અમે પ્રતિક્રમણ ક્રિયામાં જોડાયા અને શ્રી અંબાલાલ પરમગુરુના ચરણ સમીપ પધાર્યા. હવે નિરંતર મુનિઓના સહવાસમાં રહેવાનું ઇચ્છીએ છીએ. એક બે દિવસ પછી પરમકૃપાળુદેવ પોતે એકાએક ઉપાશ્રયમાં પધાર્યા. અમને ઉલ્લાસ થયો. બધા સાધુ ઊભા થઈ ગયા. તેઓશ્રીએ મુનિ દેવકરણજી પાસે જઈને કહ્યું કે હવે નિરંતર મુનિઓના સહવાસમાં રહેવાનું ઇચ્છીએ છીએ. કૃપાળુ દેવને કંચન અને કામિનીનો બાહ્યત્યાગ હોવો જોઈએ. મુનિ દેવકરણજીના મનમાં પહેલાં એવું રહ્યા કરતું કે જ્ઞાની પુરુષ ગમે તેવી અલૌકિક દશામાં અખંડ આત્મોપયોગમાં રહેતા હોય અને કેવળ નિઃસ્પૃહ હોય તો પણ કંચન અને કામિનીનો બાહ્ય ત્યાગ હોવો જરૂરનો છે; એવી ઊંડી પકડ હતી. છતાં તેમને ખેડાના સમાગમમાં પરમકૃપાળુદેવને વિષે સદ્ ગુરુપણાની શ્રદ્ધા થઈ અને પરમકૃપાળુદેવની આજ્ઞાએ આખું જીવન કાઢશું, આજ્ઞાથીન વૃત્તિ થઈ એમ પણ તેમણે ખેડાથી લખેલા પત્રમાં જણાવ્યું છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૪ સભામાં અમે કંચન અને કામિનીનો ત્યાગ કર્યો છે પરમકૃપાળુદેવે મુનિ દેવકરણજી આદિને જણાવ્યું કે “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યા છે; અને સર્વસંગ પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.* આપ આને આ વેશે હો તો પણ અમને અડચણ નથી એ વાત સાંભળતાં જ દેવકરણજીને પારાવાર પ્રેમ ઊભરાઈ આવ્યો અને લાંબા થઈને પરમકૃપાળુદેવના ચરણમાં વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. દેવકરણજી બોલ્યા કે “હવે અમારે બીજાં કાંઈ નથી જોઈતું. આપ આને આ વેશે હો તો પણ અમને અડચણ નથી. આપને અમે ખભે ઉપાડીને ફેરવીશું.” અમારા પૂર્વ પુણ્યનો ઉદય થયો કે અમને આપની નિરંતર સેવા-સમાગમ મળશે.” હવે મારા હૃદયમાં પરમ શાંતિ થઈ. ઇત્યાદિ વાતો થયા પછી પરમકૃપાળુદેવ બંગલે પધાર્યા અને અમે ફરી ભાવસારની વાડીમાં આવી રહ્યા. અમે તમને શો ખોટો માર્ગ બતાવ્યો છે? અહીં એક દિવસ સાંજે પરમકૃપાળુદેવ પઘાર્યા હતા. અમદાવાદના સ્થાનકવાસી લોકોએ ઉપાશ્રયમાં અમને ઊતરવા નહીં દેવા એવી ગોઠવણ કરી, તે વાત પરમકૃપાળુદેવના જાણવામાં આવી; તેથી મુનિ દેવકરણજીને પૂછ્યું કે એ લોકો આટલા બઘા કષાયમાં કેમ આવ્યા છે કે તમને ઉપાશ્રયમાં ઊતરવા પણ ન દે? અમે તમને શો ખોટો માર્ગ બતાવ્યો છે? એમના કરતાં તમારું વર્તન શું ઓછું છે? કે આ લોકો તમને આવી અડચણો ઊભી કરે છે? તમારા માટે ઘણા સ્થાનક છે. તે સાંભળી બઘાનાં અંતઃકરણમાં વૈરાગ્ય અને શાંતિ થઈ. પછી પોતે પઘાર્યા. ગૌતમસ્વામી જેવો માસે તેમના પ્રત્યેનો રાગ છોડાવવા કરેલ ઉપાય તેઓશ્રી અમદાવાદથી વઢવાણ કેમ્પ પઘારવાના હતા, ત્યારે આગલી રાત્રે ફરી ભાવસારની વાડીએ તેઓશ્રીનું આગમન થયું. વઢવાણ જવાની વાત દર્શાવી મને ઠપકો આપતા બોલ્યા કે “તમે જ અમારી પાછળ પડ્યા છો. અમે જ્યાં જઈએ ત્યાં દોડ્યા આવો છો, અમારો કેડો મૂકતા નથી.” જેમ ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પ્રત્યે પરમ રાગ હતો, એ રાગ છોડાવવા માટે મહાવીર સ્વામીએ ગૌતમને અંતે દૂર મોકલ્યા, તેમ મારો તેઓશ્રી પ્રત્યે અત્યંત રાગ હતો તે છોડાવવા ઠપકો, શિક્ષા આપી પોતે સ્વસ્થાને પધાર્યા. મને પણ એમ થયું કે હવે નાથ જ્યારે તેડાવશે ત્યારે એમના ચરણમાં જઈશ. તેડાવ્યા સિવાય હવે નહિ જાઉં. ત્યાં સુધી એમની આજ્ઞાએ ભક્તિ કર્યા કરીશ. “અમારા અને વીતરાગમાં ભેદ ગણશો નહીં” બીજે દિવસે મને અને દેવકરણજીને આગાખાનને બંગલે બોલાવી કૃપાનાથે પોતાની દશા વિષે વાત કરી કે હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કાંઈ વેદન નથી, અમારામાં અને વીતરાગમાં ભેદ * એક દિવસ સવારમાં ઊઠીને માતુશ્રી પાસે જઈ સામાન્ય વાતચીતમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે આજે રાત્રે સ્વપ્નમાં સૌભાગ્યભાઈ આવ્યા હતા. તેમણે કહ્યું કે હવે તમે બધી ઉપાધિ મૂકી દ્યો, નહિ તો અમારી પાસે બોલાવી લઈશું. આની અજબ અસર માતુશ્રીને થઈ સંભવે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રીમદ્ અને ગાંઘીજી ગણશો નહીં.” એમ કહી અમને બન્નેને નિઃસંતાનો અપૂર્વ બોઘ આપ્યો. અમે નમસ્કાર કરી, તે બોઘનો વિચાર કરતા કરતા ભાવસારની વાડીએ આવ્યા. હદયની વાત ખુલ્લી કરતાં પરમ સંતોષ થયો. અમારી તેવી જ શ્રદ્ધા હતી. પણ શ્રી મુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો. અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો. શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી પોરબંદર “જેના પવિત્ર સંસ્મરણો લખવાનો હું આરંભ કરું છું તે સ્વ.શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિનો આ દિવસ છે એટલે કાર્તિક પૂર્ણિમા સં.૧૯૭૯. શ્રીમદ્ભા જીવનથી મળેલ શિક્ષા - શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઈ અથવા કવિ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક બોલાવતો, તેમનાં સંસ્મરણો લખી તેમનું રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. તેમના સંસ્મરણોને હું ન્યાય આપી શકું તેને સારું મને જૈનમાર્ગનો પરિચય હોવો જોઈએ. મારે કબુલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દ્રષ્ટિ બિંદું હું અત્યંત સંકુચિત રાખવાનો છું. જે સંસ્મરણોથી મારા જીવન ઉપર છાપ પડી છે તેની નોંઘ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ. કદાચ જે લાભ મને મળ્યો તે અથવા તેવો તે સંસ્મરણોથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. મુમુક્ષુ શબ્દ મેં ઈરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારું આ પ્રયાસ નથી. ટોલ્સટૉય, રસ્કિન અને શ્રીમદ્ રાજચંદ્ર મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટોલ્સટૉય, રસ્કિન અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર). ટોલ્સટૉયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્ર વ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અન ટુ ધિસ લાસ્ટ' થી,–જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે. અને રાયચંદભાઈ (શ્રીમ)ની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિન્દુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. મને હિન્દુ ઘર્મમાં સ્થિર રાખનાર શ્રીમદ્ સન્ ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાંક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ઘર્મચુસ્ત હતા. બીજા ઘર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જો કે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શક્યો કે જ્યાં સુધી હિન્દુ ઘર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મનો ઘર્મ મારે ન જ તજવો જોઈએ, તેથી મેં હિન્દુ અને બીજાં ઘર્મ પુસ્તકો વાંચવા શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યા. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૬ શંકાઓ મૂકી, તેમજ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. મુંબઈમાં શ્રીમદ્ સાથે પ્રથમ મિલન રાયચંદભાઈ (શ્રીમદ્)ની સાથે મારી ઓળખાણ સન્ ૧૮૯૧ના જૂન માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ. તે દિવસે દરિયામાં તોફાન હોય છે. તેથી આગબોટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારો ઉતારો દાક્તર-બેરિસ્ટર અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાક્તરે જ તેમનો પરિચય કરાવેલો. તેમના બીજા વડીલ ભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની ઓળખ પણ તે જ દિવસે થઈ. શ્રીમદ્ કવિ, જ્ઞાની, શતાવધાની દાક્તરે રાયચંદભાઈને ‘કવિ’ કહી ઓળખાવ્યા, અને મને કહ્યું, કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.' કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હોઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. કવિની સ્મરણશક્તિ વિષે ઊંચો અભિપ્રાય મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જાવાનીયો, વિલાયતથી આવેલો, મારા ભાષાજ્ઞાનનો પણ ડોળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો, વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા—કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો ? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજા થયો, ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. વિલાયતનો પવન હળવો પાડવા સારું આ અનુભવ સરસ થયો ગણાય. જ જ્ઞાન કે માન માટે વિલાયત જવાની જરૂર નથી કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન, આથી હું મોહાયો. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. શાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય—જિજ્ઞાસા હોય તો મળે અને માન પામવાને સારું વિલાયત કે ક્યાંય જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ યથાર્થ પાઠ મને મુંબઈ ઊતરતાં જ મળ્યો. સંસ્કાર સાથે સ્મરણશક્તિ કે શાસ્ત્રજ્ઞાન શોભે કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી PAGE 177 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રીમદ્દ અને ગાંઘીજી કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. કાવ્યમાં જેવો વૈરાગ્ય તેવો તેમના જીવનમાં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંઘનું બંઘન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. અપૂર્વ૮૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૨ રાયચંદભાઈના સ્વરચિત કાવ્યમાં નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી બે કડીઓ છે. જે વૈરાગ્ય અપૂર્વ અવસરની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. પોતે અનુભવ્યું તે જ લખ્યું તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઈક ઘર્મ પુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય. તેમની પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય હોય જ ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકહેણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો-પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરો ફેંટો ને ઘોતી. એ કંઈ બહુ ઈસ્ત્રીબંઘ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોંયે બેસવું અને ખુરશીએ બેસવું બન્ને સરખા હતા: સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા. નિર્વિકાર મુખ પર અંતરાનંદની છાયા તેમની ચાલ ઘીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વી, વિહળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં, ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૮ નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. શ્રીમન્ની ભાષા પરિપૂર્ણ ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. વીતરાગતા અનેક જન્મના પ્રયત્ન મળે આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હર કોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી એમ મારા ઉપર છાપ પડી હતી. મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ. એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. વૈરાગ્યલગની કવિની સ્વાભાવિક હતી. વણિકનું વાસ્તવિક સ્વરૂપ વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે, વણિક તેહનું નામ, તોલ ઓછું નવ તોલે, વણિક તેહનું નામ, બાપે બોલ્યું તે પાળે, વણિક તેહનું નામ વ્યાજ સહિત ઘન વાળે.” “વિવેક તોલ એ વણિકનું, સુલતાન તોલ એ શાખ છે; વેપાર ચૂકે જો વાણિયો, દુઃખ દાવાનળ થાય છે.” -શામળ ભટ્ટ વ્યવહાર કે વેપારમાં ઘર્મના નિયમોથી સુખશાંતિ સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ઘર્મ એ બે નોખી ને વિરોથી વસ્તુ છે. વેપારમાં ઘર્મ દાખલ કરવો એ ગાંડપણ છે, એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જો ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ઘર્મને દૂર રાખી શકીએ. ઘર્માત્માનો ઘર્મ તેના પ્રત્યેક કાર્યમાં હોય ઘાર્મિક મનુષ્યનો ઘર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ શ્રીમદે પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ઘર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રીમદ્દ અને ગાંઘીજી એવો કોઈ નિયમ નથી. એટલું જ નહિં પણ એમ કહેવું એ ઘર્મને ન ઓળખવા બરાબર છે એમ શ્રીમદ્ કહેતા, માનતા ને પોતાના આચારમાં બતાવી આપતા. વ્યાપારમાં સંપૂર્ણ પ્રામાણિકતા તેમનો વેપાર હીરામોતીનો હતો. શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડનો વ્યાપાર પણ કરેલ. પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમની છાપ પડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી’ જેવું હું કંઈ જોતો નહીં, સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા. તે તેમને અસહ્ય લાગતી.. ઘર્મકુશળતા અને વ્યવહાર કુશળતાનો સુંદ૨ મેળા ઘર્મકુશળ એ વ્યવહાર કુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને ચીવટ રાખતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું છતાં પેરિસ દેશ વગેરેના તેમના આડતિયા તરફથી આવેલા કાગળો, તારોના મર્મ તરત સમજી જતા, તેનો ઉપાય તરત જ શોધી કાઢતા. તેમણે કરેલા તર્કો સાચા પડતા. શ્રીમદ્ વ્યાપારી કે ઉત્તમ તત્ત્વજ્ઞાની આટલી કાળજી અને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠાં પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ઘર્મ પુસ્તક તો પાસે જ પડ્યું હોય તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ઘર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. વ્યવહાર કુશળતા અને ઘર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો. તેમણે શ્રીમદ્જીએ) ઘંઘાનો ઘર્મ સાથે વ્યવહારમાં સમન્વય કર્યો તેની મારા ઉપર ખાસ છાપ પડી. તેઓ ઘર્મના સિદ્ધાંતોના સતત અભ્યાસી હતા અને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા. તેઓ જૈનધર્મી હતા છતાં બીજા ઘર્મો તરફ તેમની સહિષ્ણુતા ઘણી જ હતી. શ્રીમદ્ભી ગ્રહણ કરવાની અગાઘ શક્તિ શ્રીમદે ઘણા ઘર્મ પુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગથી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારું તેમને પૂરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું. શ્રીમનું જૈનદર્શન પ્રત્યે વિશેષ વલણ તેમનું વલણ જૈનદર્શન તરફ વિશેષ હતું એમ તેઓ કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ તેમનો અભિપ્રાય મારે આપી જવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અનાધિકારી ગણું છું. પણ રાયચંદભાઈને બીજા ઘર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંતીને Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૦ તો કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારું અમુક ઘર્મને અવલંબવો જોઈએ. પણ મારા આચાર વિચારનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયાં વાંચવા એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું અને બીજા પુસ્તકોમાં પંચીકરણ, મણીરત્નમાળા, યોગવસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, કાવ્ય દોહન પહેલો ભાગ અને “મોક્ષમાળા' વાંચવાનું સૂચવ્યું હતું. ઘર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બઘા ઘર્મની ખૂબીઓ પૂછી જોઈ જતા ને તે તે ઘર્મની પાસે મૂક્તા, દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. (યરોડા જેલમાં લખેલ ઉપરોક્ત સંસ્મરણો) શ્રીમદ્ પાસેથી દયાઘર્મનું કૂંડા ભરીને પાન રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથેનો મારો પ્રસંગ એક જ દિવસનો ન હતો. એમના મરણાંત સુઘીનો અમારો સંબંઘ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. દયા-ઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા-થર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે. શ્રીમદ્ભી ઘર્મવાર્તા રસપ્રદ તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બેરિસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ઘર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જો કે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ઘર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ઘર્મવાર્તામાં મને રસ આવતો. શ્રીમદ્ભો વિષય આત્માની ઓળખાણ પોતે હજારોનો વેપાર ખેડતા, હીરામોતીની પરખ કરતા, વેપારના કોયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય–તેમનો પુરુષાર્થ તો આત્માઓળખ–હરિદર્શનનો હતો. “જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એકવેળા નહીં પણ અનેકવેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં જોયા નથી. મારે જોડે તેમને કશો સ્વાર્થ નહોતો.” મારા ઉપર સૌથી વધારે છાપ શ્રીમદ્ભી ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રીમદ્ અને ગાંઘીજી મારા જીવન પર શ્રીમનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી. શ્રીમન્ની હરિફાઈમાં આવી શકે એવા કોઈ જોયા નહીં “હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોઘમાં છું. પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજા સુધી જોયા નથી કે જે શ્રીમદુની હરિફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમના લેખ અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સટૉય પ્રથમ શ્રેણિના અને રસ્કિનને બીજી શ્રેણિના વિદ્વાન સમજા છું, પરંતુ રાયચંદભાઈનો અનુભવ એ બન્નેથી પણ ચઢેલો હતો.” ઘર્મને નામે જૂઠ, પાખંડ, અત્યાચાર “તેઓ ઘણીવાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ અને અત્યાચાર ચાલી રહ્યા છે, ઘર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા કે ઊકળી જતાં મેં ઘણીવાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગાં જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈને જે ફ્લેશ આપણને થાય છે તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.” (“દયાથર્મ” શ્રીમદ્ભી જયંતિ પ્રસંગે સં.૧૭૮ કાર્તિક પૂર્ણિમા, અમદાવાદ) શ્રીમદનું વાયુવેગે મોક્ષ તરફ ગમન આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત)હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.” શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.” શ્રીમદ્ભ બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચારિત્ર “જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ઘગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. ‘હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓથા જીવનદોરી અમારી રે.” એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.” શ્રીમન્ના સિદ્ધાંતનો મૂળ પાયો અહિંસા “આ પુરુષે ઘાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજી સુધી કોઈપણ માણસે મારા હૃદય Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૨ પર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટોલ્સટૉયનો ફાળો છે; પણ કવિની અસર મારા ઉપર વઘુ પડી જ છે. કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. ઘણી બાબતમાં કવિ (શ્રીમ)નો નિર્ણય-તુલના, મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને ખૂબ સમાઘાનકારક થતો. શ્રીમન્ના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા” હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો.” (ગાંઘીજી. મોર્ડન રીવ્યુ : જૂન, ૧૯૩૦) એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસાએ તો તે જૈન હતા અને તે એમના સ્વભાવથી એમની પાસે જ હતી.” ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયાઘર્મનું કૂંડા ભરીને પાના “ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમદ્ભા જીવનમાંથી છે. દયાઘર્મ પણ હું તેમના જીવનમાંથી જ શીખ્યો છું.....ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શિખવ્યો છે. એ ઘર્મનું મેં કૂંડા ભરીને પાન કર્યું છે.” (જીવનકળામાંથી) શ્રીમન્ના લખાણમાં “સ'નીતરી રહ્યું છે શ્રીમનું લખાણ અધિકારીને સારું છે, બઘા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમના લખાણમાં ‘સત્” નીતરી રહ્યું છે, એવો મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદ્ભા લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હોય કે અન્યથર્મી”. શ્રીમદ્ કોઈ ગચ્છમાં નહીં પણ આત્મામાં આ મહાપુરુષના જીવનલેખોનું આપ અવકાશના સમયે અભ્યાસ કરશો તો આપ પર તેની બહુ સારી છાપ પડશે. તેઓ પ્રાયઃ કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાનો નથી અને કોઈ વાડામાં રહેવા ચાહતો નથી. એ બઘા ઉપઘર્મ મર્યાદિત છે, અને ઘર્મ તો અમર્યાદિત છે, જેની વ્યાખ્યા પણ પૂરી કહી શકાતી નથી.” સૌ સાથે સમાનભાવ “તેઓ વિતંડાવાદ કરતા નહીં. દલીલથી કોઈને મા'ત કરવામાં રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયા હોય ત્યારે હું બહુ જાણનારો છું એવા અભિમાનથી તે એમનો અનાદર નહી કરતાં સૌને સરખા ભાવથી મળતા.” મોટાની ખુશામત ને છોટાનો તિરસ્કાર, એવી જાતનો એમનો વહેવાર ન હતો. સૌ સાથે સમાન સમભાવથી રહેતા....વિરક્તિનો ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવતો. એમનું જીવન વૈરાગ્યમય હતું અને એ જ જીવન યથાર્થ જીવન હતું.” Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રીમદ્ અને ગાંઘીજી “તેમના જીવનમાંથી ચાર વાતોની આપણને શિક્ષા મળે છે - (૧) શાશ્વત વસ્તુ (આત્મા)માં તન્મયતા, (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર અને (૪) સત્ય અને અહિંસામય જીવન. શ્રીમદ્ભા વચનો વાંચનારને મોક્ષ સુલભ “શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમના લખાણો એ તેમના અનુભવના બિંદુ સમા છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.” આત્માનો વિચાર કરી સિંહ જેવા સમર્થ બનીએ શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જ જીવનનું સાર્થક્ય છે.” અત્યારે એની વાત કરું છું ત્યારે એ બધું મારી સામે પ્રત્યક્ષ ઊભું રહે છે. અને એ વિષે હું કહું છું તો બહુ સહેલાઈથી, પણ એમ કરવાની શક્તિ એક ભારે વાત છે.” પતિપત્નીના પ્રેમમાં સ્વાર્થ હોય તેમની સાથેનો એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લેડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમ સભામાં પણ મિસિસ ગ્લેડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતા. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનનો એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને તેને અંગે મેં દંપતી પ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, ‘એમાં તમને મહત્વનું શું લાગે છે? મિસિસ ગ્લેડસ્ટનનું પત્નીપણું કે તેનો સેવાભાવ? જો તે બાઈ ગ્લેડસ્ટનના બેન હોત તો? અથવા તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવા નોકરોના દ્રષ્ટાંતો આપણને આજે નહીં મળે? અને નારી જાતિને બદલે એવો પ્રેમ નરજાતિમાં જોયો હોત તો તમને સાનંદાશ્ચર્ય થાત? હું કહું છું તે વિચારજો. રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. તે વેળા તો તેમનું વચન કઠોર લાગેલું એવું સ્મરણ છે, પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડ્યો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તો હજાર ગણી ચઢે. પતિ-પત્ની વચ્ચે ઐક્ય હોય તેમને વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકર શેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. મારે પત્ની સાથે કેવો સંબંઘ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય.” બ્રહ્મચર્ય પાલનના શ્રીમદ્ભી અસર “સ્વ સ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો એ અત્યારે મને ચોખ્ખું યાદ નથી Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૪ આવતું. પણ એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈ (શ્રીમ)ની અસરનું પ્રાધાન્ય હતું. વાતને વર્તનમાં મૂકે તો કલ્યાણ શ્રીમદ્ પ્રત્યે જેઓ પૂજ્યભાવ ઘરાવતા હોય તેમણે પૂજ્યશ્રીના વિચારોનું અનુકરણ કરીને તે ભાવ વર્તનમાં બતાવી આપવો જોઈએ. દવાનું ચિંતવન માત્ર કરવાથી રોગ કદાપિ નાબૂદ થતો નથી.” ઉત્તમ આચારની સમાજ ઉપર સચોટ અસર શ્રીમના ગ્રંથો વાંચી બેસી રહેવું એમાં જ સંપૂર્ણ કર્તવ્ય પૂરું થયું એમ માની લેવાનું નથી. ઘર્મનો આઘાર આચાર ઉપર છે. તમે જો તમારો આચાર સુઘારશો તો સમાજને સુધારી શકશો. અનુયાયીઓ જો પોતાનું સારું વર્તન બતાવી આપશે તો સમાજ ઉપર તેની બહુ સચોટ અસર થશે.” “તમારે મૂળ પુરુષના આચાર વિચારોનું નિર્દોષ અનુકરણ કરવું જોઈએ.” (ઉપરોક્ત સર્વ લખાણ મહાત્મા ગાંધીજીની સ્વયં લખેલ પોતાની “આત્મકથા અને યુરોડા જેલમાં “રાયચંદભાઈના કેટલાક સંસ્મરણો'માંથી તથા શ્રીમદ્ રાજચંદ્રની જન્મજયંતી ઊજવવા પ્રસંગે ગાંધીજીએ વર્ણવેલ જીવનપ્રસંગોમાંથી લેવામાં આવેલ છે.) શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ કચ્છ બેરાજા શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં ભાઈ શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ આવેલા અને તે પ્રસંગમાં જે જે બીના બનેલી, વાતચીતો થયેલી વગેરેનો ઉતારો કર્યો છે. પૂજ્યશ્રી પરમ ઉપકારી શ્રી સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ શ્રી વવાણિયા બંદરે જન્મતિથિ ગુજરાતી સંવત્ ૧૯૨૪ કાર્તિક સુદ પૂર્ણિમાએ; દેહોત્સર્ગ શ્રી રાજકોટ ક્ષેત્રે ગુજરાતી સંવત્ ૧૯૫૭ના ચૈત્ર કૃષ્ણ પંચમીએ. આ ચરિત્ર લખનારે સં.૧૯૬૩ના પોષ સુદ પૂનમથી લખવું શરૂ કર્યું. મને સાહેબજીના દર્શન સંવત ૧૯૪૨ની સાલમાં શ્રી મુંબઈ મધ્યે પ્રથમ થયા હતા. તે પછી ફરી સંવત્ ૧૯૫૫-૫૬ની સાલમાં ઘણી વખત થયા હતા. સાહેબજીમાં અલૌકિક શક્તિઓ સાહેબજીને જાતિસ્મરણજ્ઞાન નવસો ભવનું હતું. તેમ મેં કોઈને મોઢેથી વાત સાંભળી હતી. તે ઉપરાંત સાહેબજીમાં અલૌકિક શક્તિઓ હતી. સાહેબજી રહેણી-કહેણીમાં ઘણા જ ઉત્તમ હતા. તેઓશ્રીની યાદશક્તિ સામા જીવને ચકિત કરી નાખે તેવી હતી. હું તથા બીજા ભાઈઓ સાહેબજીને પંચાંગ દંડવત્ નમસ્કાર કરતા હતા. તેમના વિષેની વિશેષ હકીકત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું વાંચન થયે અનુભવ થશે. સં.૧૯૫૫ની સાલમાં ખીમચંદભાઈ દેવચંદજી સાથે હું સાહેબજીના દર્શન કરવા ગયો હતો. તે વખત રાત્રિનો હતો. ત્યાર પછી ફરીથી બે વખત રાત્રિએ ગયો હતો. મને સાહેબજીએ પૂછ્યું કે તમને વેદાંત દર્શન કેમ લાગે છે? મેં ઉત્તર આપ્યો કે વેદાંત દર્શન મને ઠીક લાગે છે. સાહેબજીએ ત્યાર પછી મને આજ્ઞા કરી કે તમે યોગવાસિષ્ઠ ગ્રંથના બે પ્રકરણ વાંચજો અને ત્યાર પછી મનહરદાસકૃત પદ ‘પ્રથમ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શ્રીમદ્દ અને પદમશીભાઈ વર્ણાશ્રમ ઘર્મ પાળતાં’ એ પદ કંઠાગ્રે કરજો એમ આજ્ઞા કરી હતી. પૂજ્યશ્રી કહે–(૧) આદરવું વેદાંતની રીતિએ અને સમજવું જૈનની રીતિએ. (૨) શ્રી આનંદઘનજી મહારાજ મહાત્મા હતા. (૩) શ્રી બનારસીદાસ જ્ઞાન પામેલા હતા. (૪). શ્રી સ્વામી કાર્તિકેય બાળ બ્રહ્મચારી મહાત્મા હતા. (૫) શ્રી કબીર સાહેબ મહાત્મા હતા. કબીરનો વિક્ષેપ ટળ્યો તેઓશ્રીની ટેક વિષે સ્ત્રીના સંબંધમાં બનેલા બનાવો કહી સંભળાવ્યા હતા. તેમાંનો એક પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પૃષ્ઠ ૬૬૭ ઉપર આ પ્રમાણે છે : “મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરજીનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું.” શ્રી મહાવીર સ્વામીના યોગબળના અતિશયોથી હજા પણ ઘર્મ વિદ્યમાન છે. શ્રી દાદુ સાહેબ મહાત્માજી હતા. તેઓશ્રીની ટેકના સંબંઘમાં વ્યાખ્યા કરી કે દાદુસાહેબ રૂ પીંજવાનો ધંધો કરતા હતા. એક દિવસ એક જુવાન સ્ત્રી તેઓની દુકાને રૂ પીંજાવા સારુ આવી હતી. તે સ્ત્રીને વાસંચાર થયો તે દાદુસાહેબે સાંભળ્યું. તેથી તે સ્ત્રીના મનમાં વિચાર થયો કે દાદુસાહેબ જાણી ગયા. તે વિચારથી તે સ્ત્રી લજ્જા પામી અને દાદુસાહેબને કીધું કે રૂ પીંજી આપશો? દાદુસાહેબ તે સ્ત્રીના મનમાં વિચાર થયો હતો તે જાણી ગયા અને વિચાર્યું કે આ સ્ત્રી લજ્જા પામી ગઈ તેથી તેને મનમાં ખેદ ઊપજ્યો છે. દાદુસાહેબને તે સ્ત્રીએ પૂછ્યું કે રૂ પીંજી આપશો? દાદુસાહેબે કીધું કે હૈં? દાદુસાહેબે હૈં કીધું તેનું કારણ એ જ કે તે સ્ત્રીને ખેદ થયા કરતો હતો. તે ખેદ શાંત પમાડવા અર્થે તે સ્ત્રી એમ જાણે કે દાદુસાહેબે આ વાત બરાબર જાણી નથી તે માટે હેં કીધું. આ ઉપરથી સ્ત્રીએ વિચાર્યું કે મને પૂઠેથી વા–સંચાર થયો તેમણે સાંભળ્યો નથી, તેથી તે સ્ત્રી લજ્જા પામી હતી તે લજ્જા મટી ગઈ. અને સંકોચપણું પણ મટી ગયું. આ ઉપરથી દાદુસાહેબે ટેક પકડી કે હવેથી મારે પહેલે સાદે કોઈને પણ હૈ કીઘા વગર કાંઈ કહેવું નહીં અને તે ટેક આખી જિંદગી સુઘી રાખી. જેવું વર્તન તેવી ગતિ લખનાર–શ્રી કૃષ્ણ મહારાજના સંબંઘમાં શ્રી જૈનધર્મના ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ત્રીજી નરકે ગયા છે અને શ્રી વૈષ્ણવ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણજી મોક્ષે ગયા છે એમ કીધું છે. આ બન્ને વાતો કેમ મળતી આવતી નથી? પૂજ્યશ્રી–જે પ્રમાણે શ્રી જૈનશાસ્ત્રમાં નરકે ગયાનું કહ્યું છે તેમ કોઈ જીવ વર્તે તો તે જીવ નરકે જાય અને જે પ્રમાણે વૈષ્ણવ શાસ્ત્રમાં કહ્યું છે તેમ વર્તે તો તેનો મોક્ષ થાય. માટે બન્ને શાસ્ત્રમાં દ્રષ્ટાંતરૂપે લખેલું છે અને તે બન્ને બરાબર છે. શ્રી શાક્યસિંહ (બુદ્ધ) મોક્ષે ગયા નથી, પણ મહાત્મા કહેવાય. વર્તમાનમાં દીક્ષા લેવા માટે કયા ગુરુ યોગ્ય એક મુમુક્ષ-હાલ કોઈને દીક્ષા લેવી હોય, સર્વ સંગ પરિત્યાગ કરવો હોય તો તેને અત્યારે કયા Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૬ ગુરુ યોગ્ય છે? પૂજ્યશ્રી—શ્રી દેવકરણજી સ્વામીની પ્રજ્ઞા ચડતી છે અને મુનિશ્રી લલ્લુજી મહારાજની પ્રજ્ઞા તેથી સાઘારણ છે, પણ બન્ને મુનિઓ ઉત્તમ છે. શ્રી અંબાલાલ લાલચંદ તમાં બધા કરતાં ઉત્તમ એક મુમુક્ષુના બોલવા ઉપરથી સાહેબજી બોલ્યા કે અંબાલાલ લાલચંદ તમો બધા કરતાં ઉત્તમ છે. (તે વખતે અમો દશ ભાઈઓ બેઠા હતા). એક વખત અમે વ્યાખ્યાન કરતા હતા તે તેમણે (અંબાલાલભાઈએ) સાંભળ્યું હતું. બીજે દિવસે તેઓ સાધારણ ઝીણા અક્ષરોથી કાગળના આઠ પાના લખી લાવ્યા હતા તે બરોબર હતું. તેમાં કોઈ એક ઝીણી વાત પણ રહી જવા જેટલી ભૂલ થઈ નહોતી. લખનાર—એક વખતે હું રાત્રિએ શ્રી કલ્યાણજી કેશવજી માંદગીમાં હતા તેથી તેઓને જોવા સારું ગયો હતો. તે વખતે તેઓ મરડાના દરદથી બહુ વ્યાકુળ થતા હતા. તે વાત મેં પૂજ્યશ્રી પાસે આવીને જણાવી. પૂજ્યશ્રી—શું કરીએ? નહીં તો ચાલત. લખનાર—મારે કોલાબે જવાની આજે અગત્ય નથી. માટે દિવસ ઠંડો થયે જોવા પધારશો? હું આપની સાથે આવીશ. પૂજ્યશ્રી—તમે જઈને જોઈ આવો. કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે? હું ત્યાંથી ઊઠીને જોવા સારું ગયો. શાક ગલીમાં થઈ જતાં ભાઈ કલ્યાણજીભાઈ ગુજરી ગયા અને તેઓની નનામી બાંધી માણસો ઉપાડવાની તૈયારી કરતા હતા તે મેં જોયું, તેથી તુરત પાછો વળી સાહેબજી પાસે ગયો. સાહેબજીની નજર મારા ઉપર છેટેથી પડીને તુરત સાહેબજી બોલ્યા કે કેમ ? કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે તમે સ્મશાને જો? લખનાર—બધા માણસો તેમની નનામી બાંધી ઉપાડી ગયા. હું હવે ઘરે જઈ સ્મશાને જવા જોગ લુગડાં બદલી પછી સ્મશાને જતાં બહુ વખત થઈ જાય, માટે મારે સ્મશાને જવા વિચાર નથી. દિગંબર મંદિરમાં પ્રવેશ પૂજ્યશ્રી—ચાલો ત્યારે એમ છી સાહેબજી ચાલવા લાગ્યા. હું પાછળ ચાલતો હતો. સાહેબજી ભુલેશ્વરની શાક મારકીટની ઉત્તર બાજુની ગલીમાં શ્રી દિગંબર સંપ્રદાયનું ઘર દેરાશર હતું ત્યાં પધાર્યા. હું સાથે હતો. દેરાસરનું ગભારું બંધ હોવાથી તે ગભારું ખોલવા દેરાસરના માણસને ફરમાવ્યું. તે માણસે ગભારાનું તાળું ખોલી ઉઘાડ્યું અને તે દેરાસરમાં સાહેબજી પધાર્યા. હું પણ અંદર ગયો. સાહેબજીએ સાષ્ટાંગ દંડવત્ કર્યા અને મેં પંચાંગ દંડવત્ નમસ્કાર કર્યા. સાહેબજીએ મને કીધું કે આ પ્રતિમાજી શાના છે? (પોલ હતા.) લખનારનું સમજી શકતો નથી. સિદ્ધ ભગવાનની અવગાહના પૂજ્યશ્રી—એ સિદ્ધ ભગવાનની અવગાહનાની પ્રતિમા છે. દરેક સિદ્ધ ભગવાનના છેલ્લા શરીરની સરખામણીએ તે ૨/૩ હોય છે. પછી સાહેબજીએ ભીંતો ઉપર મહાત્માના ચિત્રો બતાવી, તેઓ કોણ હતા તેની સમજ આપી. બાદ જ્ઞાનશાળામાં ગયા. ત્યાં શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાનો પ્રથમ એક શ્લોક વાંચી Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પદમશીભાઈ મને સમજાવ્યો અને કહ્યું કે સ્વામી કાર્તિક બાળ બ્રહ્મચારીપણે સર્વસંગપરિત્યાગ કરી મહાત્મા થયા છે. બાદ સંસાર અસાર છે તેવો તીવ્ર વૈરાગ્યમય ઘણો બોધ કર્યો હતો. પછી સાહેબજી બોલતા બંધ થયા. આ વખતે સાંજનો વખત થવા આવ્યો હતો. સાહેબજી પ્રત્યે હું બોલ્યો, પુસ્તક બાંધુ? પૂજ્યશ્રીન્હા. આત્માની અનંત શક્તિઓ ૧૪૭ પછી મેં પુસ્તક બાંઘતા બાંધતા સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, આપે મારા કીધા વગર તેમજ કોઈના કીધા વગર આવતાની સાથે કહ્યું કે કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે? એ આપે શા આધારથી કહ્યું? પૂજ્યશ્રી—આત્માની અનંત શક્તિઓ છે, જેથી કહી શકાય. કલ્યાણજીભાઈની ગતિ સારી થઈ છે કલ્યાણજીભાઈને તમે છેલ્લા સમયે જોયા ત્યારે તેઓની શરીર પ્રકૃતિ વ્યાકુલ હતી, પણ અંતરાત્મા શાંત હતો. તમે અનુમાનમાં ભૂલ કરી છે. કલ્યાણજીભાઈની ગતિ સારી થઈ છે પણ અમે જો એમની પાસે ગયા હોત તો તેઓની ગતિ ઘણી ઉત્તમ થાત. શ્રીમદ્ભુને નવસો ભવનું જ્ઞાન સાહેબજીએ તેઓને જોયા નહોતા છતાં સાહેબજીએ કીધું કે તેઓની વર્તણૂંક આ પ્રમાણે હતી. તો તેઓને જોવામાં ભુલ કરી છે, વળી તેઓની ગતિ ઉત્તમ થઈ છે. અહો ! સાહેબજીમાં કેવું જ્ઞાન ! આથી મને ઘણું જ આશ્ચર્ય ઊપજ્યું અને મેં સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, મેં સાંભળ્યું છે કે આપને જાતિસ્મરણશાન નવસો ભવનું છે તે વાત ખરી છે? પૂજ્યશ્રી—હા, એવું કાંઈક છે તેને આધારે આમ કહેવાયું છે. લખનાર—સાહેબજી, આપને જાતિસ્મરણજ્ઞાન કેટલી ઉંમરે અને કેવી રીતે થયું તે મને સાંભળવાની ઘણી આકાંક્ષા રહે છે. સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન પૂજ્યશ્રી—અમો જ્યારે સાત વર્ષની વયના હતા ત્યારે શ્રી વવાશિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા. તેઓ ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળાં અને ગુણી હતા. તેઓ અમારા પર ઘણું હેત રાખતા. એક દિવસ તેઓને સર્પ ડસ્યો તેથી તત્કાળ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું? તે અમો જાણતા નહોતા. અમો તુરત પિતામહ પાસે આવ્યા અને પિતામહ (દાદા)ને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું કે એ વાતને અમને ખબર પડશે તો ભય પામશે અને તે કારણથી પિતામહે કીધું કે રોંઢો કરી લે. (જમી લે) વગેરેથી એ વાત ભુલાવવા સારું ઘણી ઘણી યુક્તિઓ કરી પણ અમે ગુજરી જવા વિષે આ વાત પહેલી જ વખત સાંભળી હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલી, તેથી ફરી ફરી તે જ સવાલ કરતા રહ્યા. પછી પિતામહે કીધું કે હા, તે વાત ખરી છે. અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું? પિતામહે કીધું કે તેમાંથી જીવ નીકળી ગયો અને હવે તે હાલી ચાલી-બોલી શકે નહીં; કે ખાવું-પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે. અમો થોડી વાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં તળાવની પાળ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચઢીને જોયું તો ખરેખર Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૮ ચિતા બળતી હતી. કેટલાંક માણસો આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમોને વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રુરતા? આમ શા માટે થયું? વગેરે વિચારો કરતા પડદો ખસી ગયો. આટલું કહી તુરત સાહેબજી તે દેરાસરમાંથી ઊઠી ઊભા થયા. લખનાર–સાહેબજી, તે વિષે હજા વધારે જાણવાની ઇચ્છા રહ્યા કરે છે. પૂજ્યશ્રી–પછી જૂનાગઢનો ગઢ જોયો ત્યારે ઘણો વધારો થયો. પછી સાહેબજીએ કીધું કે હવે ચાલો. પછી સાહેબજી અને હું દુકાને ગયા. અમારા વગર કહ્યું પ્રશ્નોના જવાબ ભાઈશ્રી નાનચંદભાઈ પૂનાવાળા મને કહેતા કે હું તથા એક વેદાંતી શાસ્ત્રી બ્રાહ્મણ, સાહેબજી પાસે વાદવિવાદ કરવા ગયા હતા. અમોએ સાહેબજીને પૂછવા માટેના પ્રશ્નો પ્રથમથી ઘડી રાખ્યા હતા કે સાહેબજી પાસે જઈ આ પ્રમાણે પ્રશ્ન કરવા છે. તેમાંના કેટલાંક પ્રશ્ન એવા હતા કે ભલભલા મોટા મોટા મુનિરાજ જેવાએ પણ તેના જવાબ આપ્યા નહોતા. સાહેબજી રેવાશંકર જગજીવની કા.ની દુકાને પધાર્યા હતા, તેથી અમો ત્યાં ગયા અને સાહેબજી સમીપે બેઠા. સાહેબજી આશરે અર્ધો કલાક સુધી શાંત રહ્યા હતા, પછી અમારા ઘારેલા પ્રશ્નોના અમારા વગર બોલ્ય તમામના ઉત્તર આપી દીધા અને કેટલોક બોઘ કર્યો હતો. આથી સાહેબજી ઉપર ઘણો જ પ્રમોદભાવ ઊપજ્યો અને તે પછી હું સાહેબજીને સદ્ગુરુ તરીકે માનું છું. (મેં સાહેબજીને સંવાદરૂપે કોઈ સવાલ પૂછેલ નથી.) અર્થની ગેરસમજ જર્મન પંડિત મિ. જેકોબીએ શા.ખીમજી હીરજી કાયાણીને લખેલ કે આચારાંગસૂત્રના અમુકનો અર્થ માંસ અને હાડકાં થાય છે અને તે વસ્તુ જૈની વાપરતા એમ ઠરે છે, પણ જૈનીઓનો વ્યવહાર અને શાસ્ત્રો જોતાં તે વાત અસંભવિત લાગે છે, માટે તેનો ખરો અર્થ શું હશે? તમો જાણતા હો તો અગર બીજા કોઈને પૂછીને લખી જણાવશો. તે ઉપરથી મિ.કાયાણીએ “મુંબઈ સમાચાર'માં એ ચર્ચા લખી. તે પછી જૈનોના આક્ષેપરૂપે કેટલીક ચર્ચાઓ પત્રમાં આવવા લાગી. તે ઉપરથી મેં અને બીજા ભાઈઓએ સાહેબજી પાસે જઈ સમાધાન કરવા સારું રસ્તે જતા વિચાર કર્યો કે આ ચર્ચાનું સમાધાન થાય તેવી સાહેબજીને વિનંતી કરવી. અમો સાહેબજી પાસે આવી મૌન બેઠા. અમારા વગર બોલ્વે સાહેબજી થોડીવાર પછી બોલ્યા કે તમો આનું સમાધાન કરવા આવ્યા છો કે? આચારાંગસૂત્રના અર્થ સંબંધમાં ‘મુંબઈ સમાચાર'માં જે લખાણો આવે છે તે લખાણો હજા પણ આવશે, કારણ કે તે બંધ પડવાને માટે હજુ કાળ બાકી છે. તે પછી કેટલાક દિવસ ગયા બાદ સાહેબજીએ કીધું કે આજ દિને “મુંબઈ સમાચાર'માં શ્રી મહાવીર સ્વામી ઉપર આક્ષેપ કરેલ છે. તે તદ્દન ખોટા અર્થથી કરેલ છે. સાહેબજીએ શ્રી ભગવતી સૂત્રના શ્લોકો વાંચીને અર્થ કર્યો કે જ્યારે શ્રી મહાવીર સ્વામીને અતિસાર થયો ત્યારે શીયા નામના અણગાર ભક્તિરાગે હમેશાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા માગતા કે હું કાંઈ ઔષઘ વહોરી લાવું? આપની આજ્ઞા છે? પ્રભુ ઉત્તર આપતા કે હજી કાળ છે. એક દિવસ શીયા નામના અણગારને આજ્ઞા કરી કે રોહિણી નામની શ્રાવિકાએ અમારે માટે ઔષઘ બનાવી રાખ્યું છે તે આઘાકર્મી છે માટે તે ઔષઘ વહોરશો નહીં, પણ તેણે ઘોડા માટે માર્જર નામના વાયુને હરનાર એવા સફેદ રંગ જેવા રંગના કોળામાંથી Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પદમશીભાઈ કોળાપાક બનાવેલ છે તે વહોરી લાવજો. શીયા નામના અાગાર તે શ્રાવિકાને ત્યાં શ્રી મહાવીર સ્વામીએ આજ્ઞા કરી હતી તે પ્રમાણે વહોરવા પધાર્યા. ને રોહિણી શ્રાવિકાએ બનાવી રાખેલું ઔષઘ વહોરાવવા માંડ્યું, શ્રી અલગારે તે શ્રાવિકાને કીધું કે ઘોડાને માટે બનાવી રાખેલ જે પાક છે તે વહોરાવો. તે શ્રાવિકાને ઘણું જ આશ્ચર્ય ભાસ્યું અને ઘણો જ હર્ષ ઊપજ્યો અને વૃષ્ટિ થઈ. આ પ્રમાણે કીધા પછી સાહેબજીએ કીધું કે ‘મુંબઈ સમાચાર'માં જે લખાણો થાય છે તેનો કાળ આજે પૂરો થયો છે હવે ચર્ચા નહીં આવે. તે પછી તે સંબંધી ચર્ચા આવી નહોતી. ખરેખર સાહેબજીએ કીધું તે પ્રમાણે બન્યું. શા.ટોકરશી પીતાંબર ગુજરી ગયા તેની સાદડી ભાતબજારમાં રાયમલવાળા માળા નીચે કાઢેલ ત્યાં હું બેસવા ગયો. ત્યાં મહેતા દેવચંદ પીતાંબરે કહ્યું કે પદમશીભાઈ, અમો તો ઠગાયા. વિયોગ થયા પછી વિલાપ કરવો ધ્યર્થ ૧૪૯ લખનાર બહુ જ માઠું થયું. જીવાન વયમાં ટોકરશી મહેતાનો દેહ પડ્યો. બહુ ખેદકારક થયું. સંસારની એવી જ સ્થિતિ છે માટે હવે વિયોગ થયા પછી વિલાપ કરવો, તેથી શું થવાનું? દેવચંદ મહેતા—ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિપાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરપડીએ ઊઠીને નાસી જતા હતા; તેથી અમે ચાર જણ ઝાલી રાખતા હતા. શ્રીમદ્જી પધારવાથી ટોકરશીભાઈ સાવચેત ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિરાજ (શ્રીમદ્જી) પાર્યા અને કીધું કે ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે. કવિરાજે કીધું કે નહીં ભાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા, કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશીભાઈ સાવચેત થઈ ગયા અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા ? પૂજ્યશ્રીએ કહ્યું—તમને કેમ છે? ટોકરશીભાઈ બોલ્યા ઠીક છે, પણ ગાંઠની પીડા છે......પછી અડધો ક્લાક શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસી પોતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી ફરીથી પાંચેક મિનિટે ભાઈ ટોકરશીભાઈ પ્રથમ પ્રમાણે સન્નિપાતના જો૨માં જણાયા. અમોએ કવિરાજને તેડવા સારું માણસ મોક્લ્યો. તેણે દુકાન પર જઈ કવિરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું કે જેમ બનવાનું હોય તેમ બને છે અને તે વખતે આવવાની ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યા. ટોકરશીભાઈની શરીર પ્રકૃતિ પૂછી, અમે કીધું કે માંદગી વૃદ્ધિ પામી છે, કવિરાજે અમો બધાને દૂર કર્યા. અમો બધા દીવાનખાનાની ભીંતો સુઘી ઠીને ઊભા. શ્રીમા આંખ હાથના ઈશારાથી તેઓ શુદ્ધિમાં આવ્યા કવિરાજ ટોકરશીભાઈ પાસે બેસી કાંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને વિનયપૂર્વક બોલાવ્યા. કવિરાજે પૂછ્યું કે Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૫૦ કેમ છે? ટોકરશીભાઈએ કીધું કે ઠીક છે, હવે ગાંઠની પીડા નથી. ત્યારપછી થોડીવાર રહી ટોકરશીભાઈ એક સંસ્કૃત ભાષામાં શ્લોક બોલ્યા. કવિરાજે પૂછ્યું કે આ શ્લોક પર તમે ક્યાં સાંભળેલ છે. તે યાદ છે? ટોકરશીભાઈ બોલ્યા હા જી, દસેક વર્ષ ઉપર આપ તથા ડૉક્ટર તથા હું શ્રીઈડરના જંગલમાં ગયા હતા ત્યારે આપ આ શ્લોક બોલ્યા હતા. કવિરાજ બોલ્યા કે આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે. ટોકરશીભાઈ બોલ્યા આનંદ આનંદ છે. થોડીવાર પછી કવિરાજે ટોકરશીભાઈને પૂછ્યું–હવે કેમ છે? ટોકરશીભાઈ બોલ્યા કે આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ દિવસે અનુભવી નથી. એટલામાં જ કવિરાજે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકરશીભાઈના મોઢા તરફ ચઢતો કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા, અને અમોને જણાવ્યું કે ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો, પણ તમો લગભગ પોણો કલાક સુધી તેમની પાસે ના જશો. આ વખતે રાત્રિના પોણા આઠ વાગ્યાના સુમાર હતો. કવિરાજ સ્મશાને પધાર્યા હતા. જેવી વેશ્યા તેવી ગતિ આ વાત સાંભળી તત્કાળ સાહેબજીની પાસે રેવાશંકર જગજીવનની દુકાને ગયો. અને ત્યાં સાહેબજીના દર્શન કર્યા અને કીધું કે ટોકરશી મહેતાના સંબંઘમાં આપે કાંઈ અજાયબી આશ્ચર્ય ઉપજાવે તેવું કાર્ય કર્યું છે તે મને સમજાવશો? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે. પૂજ્યશ્રી–હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાન વાયુના સંબંઘથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાન વાયુ ખેંચે છે તેને શ્વાસ કહે છે અને વાયુનો સંબંધ છૂટો પડ્યેથી પ્રાણ ચાલ્યો ગયો એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે. પૂજ્યશ્રી—આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે? લખનાર–મારા સાંભળવામાં એમ આવ્યું છે કે આ કાળમાં, આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન સંભવે નહીં. ઉત્સર્ગ માર્ગે નહીં પણ અપવાદ માર્ગે હોઈ શકે પૂજ્યશ્રી–જે વખતે આ સવાલ પૂછવામાં આવ્યો તેની પહેલાં આ દેહ છૂટત તો નિશ્ચય મોક્ષ થાત. સૂત્રમાં ઉત્સર્ગ માર્ગે ના કહી છે, પણ અપવાદ માર્ગે હોઈ શકે. ત્યાગ વૈરાગ્ય સહિત સદગુરુને અર્પણ થાય તો બેડો પાર એક દિવસ કોલાબામાં બેઠો હતો ત્યાં નવતત્ત્વ પ્રશ્નોત્તર ગ્રંથ વાંચતો હતો. તે વખતે વિચાર થયો કે મને કોઈ મહારોગ ઉત્પન્ન થયો હોય અને તે મટાડવા માટે કરેલા ઉપાયો વ્યર્થ ગયા હોય અને મનમાં એમ નિશ્ચય થયો હોય કે આ દેહ હવે થોડીવારમાં પડી જશે. હવે આ સમયે કોઈ આવીને કહે કે તું તારા તન મન વચન કાયા જીવિત સુધી મને સોંપી દે તો હું તને ઉગારું, તો હું તેને શું કહે? પછી તેનો ઉત્તર થયો કે હા, સોંપી દઉં. આવા વિચારમાંને વિચારમાં પુસ્તક પાસે રાખી ટ્રામ-રેલમાં બેઠો અને શેઠ રેવાશંકર જગજીવનની દુકાને આવ્યો અને સાહેબજીના દર્શન કર્યા અને કહ્યું કે ઉપરનો વિચાર મને તીવ્રપણે થયો હતો, પણ ટ્રામમાં બીજા માણસોના અવાજ અને બીજા દેખાવો જોતાં હાલમાં અને પ્રથમમાં ઘણો જ વિચાર મંદ થઈ ગયો છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્રીમદ્ અને પદમશીભાઈ પૂજ્યશ્રી–જે વખતે તે વિચાર ઉભવ્યો તે જ વખતે ત્યાગની જરૂર હતી. સદ્ ગુરુને મન, વચન, કાયા અર્પણ કરી દેવા જોઈએ. જો જીવ એક ભવ માંડી વાળે તો અનંત ભવ છૂટી જાય. “ખ'એ દયાની લાગણી હોવાથી વ્યાજબી કર્યું છે સંવત્ ૧૯૫૫ના ચાતુર્માસમાં બેરાજાના ઢોરના ચાર તથા પક્ષીઓના ચણ માટે ટીપ કરેલી ત્યારે વાએ ઘણું સમજાવ્યા છતાં રૂપિયા સવા દશ આપ્યા. બીજે દિવસે રવ ની સાથે ની દુકાને ગયા તે વખતે * એ રૂપિયાની કોથળી કાઢી હતી, તેમાંથી હુ એ રૂપિયા પાંચ ઝડપથી ઉપાડી લીધા અને વાને રવ એ કીધું કે અમો તમારી પાસેથી રૂપિયા સવા પચીસ લેવા ઘારીએ છીએ માટે રૂપિયા દશ બીજા આપો અને પૂરા કરી આપો. વા એ તે રૂપિયા પાંચ લેવા માટે ઘણો ક્લેશ કર્યો, છતાં રવ એ તે રૂપિયા ની મરજી વિરુદ્ધ રૂપિયા પાંચ લઈ ચાલવા માંડ્યું અને તે રૂપિયા તે ખાતામાં વાપર્યા. લખનાર—આ પ્રમાણે હુ એ ની નહીં મરજી છતાં ખેદ ઉપજાવીને રૂપિયા લીધા અને તે રૂપિયા તિર્યો માટે લીઘા છે, પણ તે તિર્યંચોના ઉપયોગમાં આવે ત્યારે ખરા, પણ હાલ તો વા મનુષ્યનું ચિત્ત દુભાવ્યું, તેથી હું એ વ્યાજબી કર્યું કહેવાય? પૂજ્યશ્રી– વ પૈસાપાત્ર અને કૃપણ છે? લખનાર- હા જી. પૂજ્યશ્રી–ઉં એ વ્યાજબી કર્યું, કેમ કે હુ એ દયાની લાગણી રાખી તેથી તેનું ફળ તત્ક્ષણ મળ્યું. પછી ગમે તો તે પૈસા તિર્યંચોના ઉપયોગમાં આવે યા ન આવે, પણ હુ ને બીજો તો એ જ લાભ થયો કે પાસે એ પૈસા હોત તો તેમાંથી તે આરંભના કૃત્યો કરતા તે અટક્યાં. “દુઃખ દીઘા દુઃખ હોત હૈ, સુખ દીઘા સુખ હોત' લખનાર–એક માણસે પોતાના વપરાશ માટે એક ઊંચુ ઘર બંધાવ્યું તેની બહારની છાયામાં કોઈ એક તપ્ત થયેલ વટેમાર્ગુઓએ આરામ લીઘો. તેથી ઘર બાંધનારને કાંઈ સારું ફળ કહેવાય? પૂજ્યશ્રી–હા, ઘર બાંઘનારે પૂર્વે એ સંયોગો બનવાનું બંધ પાડેલ છે અને આરામ આપવાનું નિમિત્ત થયેલ છે, જેમકે બાવળના જીવે કાંટા થવા રૂપ કર્મ ઉપાર્જન કરેલ છે જેથી તે ફૂલો જીવને વાગવાથી દુઃખ થાય છે તો તેનો દોષ બાવળના જીવને લાગે છે. લખનાર–એક વખત રેવાશંકરભાઈની દુકાને એક જણ રૂ વેચવા આવ્યો. તેને પૂજ્યશ્રીએ રૂનો ભાવ પૂછ્યો. તેણે કીધું કે એક શેર રૂના ત્રણ આના પડશે. છેવટે અઢી આના કીધા. પૂજ્યશ્રી–રૂના એ ભાવ તમને કેમ લાગે છે? લખનાર–આ રૂનો ભાવ મને ઘણો સસ્તો લાગે છે. કારણ કે વગર પીંજેલું સામટું લઈએ છીએ તો એક શેરના સાડા ત્રણ આના લગભગ પડે છે. સાહેબજીએ કીધું કે જો કે હાલ રૂની જરૂર નથી, તો પણ તમને ઠીક ભાસતું હોય તો વા શેર લ્યો. પછી મેં વા શેર લીધું અને સવા આનો આપ્યો. બાદ થોડા દિવસ પછી તે જ રૂ વેચનાર ફેરીઓ આવ્યો. પૂજ્યશ્રીએ રૂ વેચનારને પૂછ્યું કે રૂનો ભાવ તે દિવસ કરતાં કેમ છે? પીંજારો કહે કે રૂનો ભાવ તે દિવસ પ્રમાણે ટકેલ છે. એક શેરના અઢી આના છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પરમાર્થ સાધ્ય કરવા પરીક્ષક બુદ્ધિવાળા થવું. પૂજ્યશ્રીએ તે પીંજારા પાસે ઓછા ભાવે માંગ્યું. તેણે ના કહી. પછી તે પીંજારો બે વખત દાદરા ચઢઊતર કરીને છેવટે ા શેરના ૪।। પૈસા પ્રમાણે આપી ગયો. પૂજ્યશ્રી કહે આજે પણ અમારે રૂની જરૂર નહોતી, પણ તે દિવસે તમો રૂના ભાવમાં ઠગાયા હતા તે બતાવવા અર્થે લીધું છે. તમો રૂનો ધંધો કરો છો અને એ ધંધામાં રાચ્યા રહો છો, છતાં ઠગાયાં; તો આ પરમાર્થમાર્ગ જે અપૂર્વ છે. તેમાં કેમ ન ઠગાઓ? પરમાર્થ સાધ્ય કરવામાં પરીક્ષા બુદ્ધિવાળા થવું. તે સંબંધી ઘણો જ ઉપદેશ આપ્યો હતો, જે મને હાલ યાદ નથી. ૧૫૨ કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધી ઘણા જીવોને મારી નાખે સંવત્ ૧૯૫૬ની સાલમાં દુકાળમાં અમદાવાદમાં એક કસાઈ સસ્તી કિંમતે ઢોરો લઈને મારી નાખતો હતો. તે મરતાં અટકાવવા સારું ત્યાંના કેટલાંક લોકોએ કોર્ટમાં પગલાં લેવા માંડેલા, પણ તેનો નીવેડો આવેલ નહીં. એવી રીતનો પત્ર સાહેબજી પાસે આવ્યો. સાહેબ તે વાંચી બોલ્યા કે તેનો ખોખરો કાઢે તો તુરત તે હિંસા થતી અટકે. લખનાર—આપ આવું સાવદ્ય વચન કેમ બોલ્યા? પૂજ્યશ્રી—એવી બાબતનો કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધીમાં તો ઘણા જીવોની વિરાધના થતી જાય અને આ પ્રમાણે થાય તો ઘણા જીવોની વિરાધના થતી અટકે. તેથી અમોએ આ પ્રમાણે કીધું અને આ પ્રમાણે ઠીક લાગે છે. થર્મના કામ અર્થે વિષ્ણુકુમાર મુનિએ નમુચીને તદ્દન મારી નાખ્યો, તેનું પાપ માત્ર ઈરીયાવહી પડિક્કમવાથી નિવૃત્ત થયું. આ પ્રમાણે કથા કહી સંભળાવી. પછી મેં કોઈના મોઢેથી સાંભળ્યું કે અમદાવાદમાં એક કસાઈ ઘણા જીવોને મારી નાખતો હતો, તે સાઈ સામે ત્યાંના લોકોએ સખ્ત ઉપાયો લેવા માંડયા જેથી હિંસા થતી બંધ થઈ છે. અસ્પતાલ ચાલુ કરનારને સારી-નરસી કિયાનો બંઘ લાગે લખનાર—સાહેબજી, અસ્પતાલ ચાલુ કરનારે દુખિયાના દરદો દૂર કરવા રાખેલ હશે, અને તે પ્રમાણે થાય છે; તોપણ ત્યાંના નોકરો લાલચને લીધે દરદીઓને સતાવે, અભક્ષ્ય વસ્તુ વપરાવે તો તેનો દોષ ચાલુ કરનારને લાગે કે કેમ? પૂજ્યશ્રી—હા, તેનો અધ્યવસાય તે અસ્પતાલ ચાલુ કરનારને થયો કહેવાય, કારણ કે તે સાથે જ ભવિષ્યમાં સારી નરસી ક્રિયાઓ થવાની તેનો બંધ પાડેલ છે. (કારણ કે તે નિમિત્ત ઊભું કરનાર છે માટે પાપવાળી દવાથી પાપ બંધાય; તેથી ફરી રોગ આવે સંવત્ ૧૯૫૬માં ડૉ.હોખીને રસી ચાલુ કરી, પ્લેગ અટકાવવા રસી આપવા માંડી. કેટલાંક આર્યો જાહેર મેળાવડો કરી રસી નખાવવા તૈયાર થયા. તેઓને પૂજ્યશ્રીએ રસી નહીં નંખાવવા સૂચવ્યું જેથી ઘણા લોકો અટક્યા. રસી (ઈનોક્યુલેશન) સંબંધી શ્રીમદનો આવો અભિપ્રાય હતો : 'મરકીની રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારા અશ્વ આદિને ૨સીને બહાને રિબાવીને મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જ્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પરિણામે પાપ વહોરે છે, તે બિચારા ઠાકતરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે; પણ અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.'' (જીવન) Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને પદમશીભાઈ રસી નંખાવવાથી પ્લેગ ધોડે દરજ્જે અટકતો હોય તો પણ તેથી બીજા ઘણા રોગો ઉત્પન્ન થાય છે. તે વિષે દાખલા, દૃષ્ટાંત સહિત નક્કી કરી આપવા દરિયા સ્થાનમાં (મુંબઈમાં મસ્જીદ બંદરમાં આવેલ છે) એક જાહેર મેળાવડો કરવાના આમંત્રણપત્ર (હેન્ડબિલો)માં સભા બોલાવનાર તરીકે બીજાં નામ સાથે પદમશીભાઈનું નામ લખવું એમ શ્રીમદે સૂચવ્યું. ૧૫૩ ધર્મકાર્યમાં મરણ સુધી પાછા હટવું નહીં લખનાર—સાહેબજી, રસી નંખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠીયા ઉપર લૌકિક મોટો ઉપકાર કરેલ છે જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી એ યોગ્ય ઘારતો નથી. કદી તેમ થશે તો તે ઊલટો ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ નહીં હોય તો સારું. પૂજ્યશ્રીનોણે લૌકિક ઉપકાર કર્યો છે તેનો બદલો લૌકિક હોય. વળી આ કૃત્ય તેની હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તેને લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તો કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં મરણ સુધી પાછા હઠવું નહીં એમ કહ્રી શ્રી યશોવિજયજી કૃત યોગદૃષ્ટિની સાયમાંની ગાથા છી સંભળાવી. “ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ થર્મ; પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ, મનમોહન જિનજી, મીઠી તાહરી વાળા.’” તે સાંભળી મને હિંમત આવી અને સહી કરી આપી. એ મેળાવડો થયો, પ્રમુખપદે શ્રીમદ્ રાજચંદ્ર બિરાજ્યા. શ્રી ગોખલીન ડૉ. સુખીયા નવલખી વગેરે પુરુષોએ રસી નુકસાનકર્તા છે, માટે નખાવવી નહીં ને વિષ્ય ઉપર લંબાણથી ભાષણો કર્યા. ભલે થોડું જાણે પણ શુભ કે શુદ્ધ હોય તે જ આચરે પૂજ્યશ્રીએ ઉપસંહારમાં જણાવેલું કે કદાચ થોડું સાંભળવું કે થોડું જાણવું થાય પણ જે કંઈ શુભ કે શુદ્ધ હોય તે જ આચરવું યોગ્ય છે. દરેક વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે શ્રોતાઓને પૂછતા કે તમને સમજાયું? જેને ન સમજાયું હોય અને પૂછે તેને ફરીથી સમજાવતા; તેમ છતાં ન સમજાય તો કહેતા કે અમે કહીએ છીએ તે બરાબર છે અને છેવટે એ પ્રકારે સમજાવે છૂટકો છે, એમ જેટલી વખત જે જે વ્યાખ્યાન કરતા તેની સમજણ પાડતા, કોઈપણ વસ્તુમાં મૂર્ષ્યા કરવી નહીં પૂજ્યશ્રી જે જે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબતો જીવને ક્લ્યાણના કારણ થાય તે બધા ઉપકરણસાધન ઉપકાર કર્તા છે, પણ તેને પરિગ્રહરૂપે જીવ સેવે તો બધા અઘિકરણ એટલે સંસાર વધારવાના હેતુ થાય. તેમ થતાં તુરત તે ત્યાગવા યોગ્ય છે. હીરા, માણેક, મોતીમાં જ્ઞાનીઓ કદી મોહ રાખે નહીં એક વખત અગિયાર વાગે રાત્રિએ સાહેબજી વ્યાખ્યાન કરી, જવા માટે ઊઠ્યા. સાથે બધા ભાઈઓ પણ ઊઠ્યા, એટલામાં શ્રી પૂનાવાળા ભાઈ નાનચંદભાઈ સાહેબજી પ્રત્યે બોલ્યા કે સાહેબજી, Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૫૪ આ પેટી ઉઘાડી છે અને તેમાં જોખમ છે. (આ પેટીમાં હીરા, માણેક, મોતી વગેરે વેપારનો માલ જથ્થાબંધ રહેતો હતો.) - પૂજ્યશ્રી–ત્યારે બેસો. સર્વ બેઠા પછી સાહેબજીએ નાનચંદભાઈને પૂછ્યું કે જોખમ શી રીતે? નાનચંદભાઈ—સાહેબજી, હું કિંમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તેમાંથી ચોરાઈ જાય તો જોખમ લાગે. પૂજ્યશ્રી–જોખમ શબ્દ તો જ્ઞાની પણ માને, પણ તે એવી રીતે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી જોખમ જ છે. માણસોને રોગ ઉત્પન્ન થાય ત્યારે પરું, પાચ વગેરે થાય, તેમ એ ચીજો પૃથ્વીનો રોગ છે. તેમાં જ્ઞાનીઓ કદી પણ મોહ રાખે નહીં. એમ કહી તુરત જ તે પેટી અને દીવાનખાનું સાવ ખુલ્લું મૂકી પોતે ગિરગામ ચાલ્યા ગયા. મને તે વખતે ઘણો વિચાર થયો કે કેમ થયું હશે? અને તે વિચારથી હું બીજે દિવસે દિવસના અગિયાર વાગ્યાના સુમારે રેવાશંકર જગજીવનની દુકાને ગયો અને મેં સાહેબજીને પૂછ્યું–કેમ કોઈ ચીજ ચોરાઈ તો નથી ને? પૂજ્યશ્રી કહે–ભાઈ વનમાળીએ આપણા ગયા પછી તે પેટી બંઘ કરી હતી. પૂજ્યશ્રી કહે–અમે એટલે હું નહીં. (અઋનહીં, મેં=ઠું) પૂજ્યશ્રી કહે–અમોને કોઈ પંચાંગ દંડવત્ કરે છે તેને અમો હાથનો ઈશારો કરી ના પાડીએ છીએ. એ વિનય ગુણ વઘારવાનું સાધન હોવાથી સામાને તેમ કરતાં અમો અટકાવતા નથી. જો કે અમને તો તે વિષે કંઈ નથી. સાહેબજી જ્ઞાનબળે બધું જાણે છે ચિત્ર નંબર ૧-૨ શ્રી મુંબઈ શિવમાં સાહેબજી ઘણા માંદગીમાં હતા, તે વખતે હું સાહેબજીના દર્શન કરવા ગયો હતો. ત્યાં બંગલાની નીચે ડૉક્ટર પ્રાણજીવન મળ્યા. તેમણે કીધું કે શ્રીમદ્ ગઈ કાલથી તાવ ચઢેલ છે, માટે તેઓ દૂઘ કે ફૂટ સિવાય બીજું કાંઈ પણ ન વાપરે તો ઘણું સારું, પણ હું તેઓને કહી શકતો નથી. તમે કહી શકતા હો તો કહેજો. બંગલા ઉપર સાહેબજી પાસે ગયો. અને સુખશાતા પૂછી. ત્યારે સાહેબજી બોલ્યા કે અમને ગઈકાલથી તાવ ચઢેલ છે, ખોરાકમાં ફક્ત દૂઘ અને ફૂટ ગઈકાલથી વાપર્યું છે, તે ડૉક્ટરને કહેજો. આવો ઉપયોગ આત્મામાં રહે તો તત્કાળ આત્મપ્રાપ્તિ થાય ચિત્ર નંબર ૩. પૂજ્યશ્રી–આજે ચાંદીની પાટમાંથી કટકા કાપતા બે ઘાટીઓને જોયા. તેઓ એવા શાંત અને ચોક્કસ હતા કે ઘા મારનાર જરા ચૂકે તો છીણી પકડનારના હાથમાં વાગતાં વાર લાગે નહીં. તેવી રીતે એવો ઉપયોગ જો આત્મામાં રહે તો તત્કાળ કલ્યાણ થાય. શરીર હથિયાર છે. એનાથી સુકૃત્ય કરી લેવું પૂજ્યશ્રીનું શરીર માંદગીથી ઘણું અશક્ત થઈ ગયું હતું. બેસવાની શક્તિ બિલકુલ નહોતી, છતાં પણ સાહેબજી પોતે પુસ્તકો વાંચતા, લેતા, ઊંચકી શક્તા. તે વખતે કોઈ ભાઈએ સાહેબજીને કીધું કે સાહેબજી, આપે હવેથી કાંઈ પણ શ્રમ નહીં લેવો જોઈએ. સાહેબજી બોલ્યા કે શરીર હથિયારરૂપ છે, માટે Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રીમજી જ્ઞાનબળે બધુ જાણે છે (ર) આવો ઉપયોગ આત્મામાં રહે તો તત્કાળ કલ્યાણ PAGE 197 Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ PAGE 198 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શ્રીમદ્ અને પદમશીભાઈ જે જે એનાથી સુકૃત્ય થાય છે તે કરી લેવું જોઈએ. જગતનું હિત કરનાર પુરુષના વચનામૃત છે ઘણા મુમુક્ષુઓ અને જિજ્ઞાસુ જીવોને સલ્ફાસ્ત્ર ખરીદવાનું શિવમાં જણાવ્યું. અમે સાહેબજીની આજ્ઞા પ્રમાણે પુસ્તકો ખરીદ્યાં. વ્યાપારીને વ્યવહારિક શિક્ષા આપી પૂજ્યશ્રી–મનસુખ, રૂપિયા ૫,૦૦૦/-વાળા ચેકના રૂપિયા હજુ સુધી કેમ મંગાવ્યા નથી? મનસુખભાઈ—આ ચેકમાં ભૂલ છે, માટે તે સુઘરીને આવે ત્યારે રૂપિયા મળે. માટે આજે બેંક રૂપિયા આપે નહીં. કેમ મોતીચંદભાઈ? મોતીચંદભાઈ—હા, આજે નહીં મળે. પૂજ્યશ્રી મનસુખભાઈ પ્રત્યે) ડાહ્યો થા નહીં. આ ચેકના રૂપિયા આજે મળશે. જા, લઈ આવ. મનસુખભાઈ–ભાઈ, આજે નહીં મળે. પૂજ્યશ્રી તુરત ઊઠ્યા અને ચેક લઈ નીચે ગયા અને શેઠ પારસી પાસેથી રૂા.૫,૦૦૦/- લાવી બતાવ્યા, અને મનસુખભાઈને કહ્યું કે ડહાપણ કરી ચેક બીડ્યો ન હોત તો બે દિવસ વ્યાજની નુકસાની કરત. દીક્ષા લઈ સાચી આરાધના કરે તો બંઘનકર્તા નથી, નહીં તો આપવાની ભાવના રાખવી. લખનાર–સાહેબજી, મારા ઉપર કરજ છે, માટે દીક્ષા લઈ શકાય કે નહીં? અને દીક્ષા લેતાં કરજ રહી જાય તો આગલે ભવે આપવું પડે કે કેમ? પૂજ્યશ્રી–જો સર્વસંગપરિત્યાગ થાય તો કંઈ બંધનકર્તા નથી, પણ તેમ ન થાય ત્યાં સુધી ન્યાયની રીતિએ વર્તણુંક રાખી કરજને આપવાની દરકાર રાખવી. બીજી ન પરણો તો બે શક્તિઓ પ્રાપ્ત થાય લખનાર–સાહેબજી, એક વખત મને એવું જણાયું કે મને બે સ્ત્રીઓ થશે. પણ મને બીજી સ્ત્રી પરણવાની ઇચ્છા નહોતી, છતાં પિતાશ્રીએ એકદમ સગપણ કરી નાખ્યું, માટે એમ જ બનવાનું હશે. પૂજ્યશ્રી–જો તમે બીજી સ્ત્રી નહીં કરત તો તમને બે શક્તિઓ પ્રાપ્ત થાત. શ્રીકૃષ્ણને સોળ હજાર સ્ત્રીઓ (ગોપીઓ) કહેવામાં આવે છે તે બધી શક્તિઓ હતી. હજુ પણ તમારી ઇચ્છા ન હોય તો સગપણ છૂટી જાય. લખનાર–માતા-પિતાના દબાણથી પરણ્યો. ઘર્મ કરવાથી કર્મમાં ફેરફાર કરી શકાય લખનાર–જ્યોતિષ વિદ્યા ઉપર કેટલો આધાર રાખવો? પૂજ્યશ્રી–તે અચોક્કસ છે. કોઈ વાર ફળે છે ને કોઈ વાર નથી ફળતી. કોઈનું મરણ સાંભળી વૈરાગ્ય આવવો જોઈએ લખનાર–કોઈ ઘરડો માણસ ગુજરી જાય ત્યારે ગામના લોકો મનમાં કાંઈ પણ ન હોય છતાં દેખાડવાની બુદ્ધિએ રડે છે અને ગામ બહાર ગયા પછીથી બિલકુલ રડતાં બંધ થાય છે, વળી રડતા હોય Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૫૬ 1િ તે વખતે પણ કોઈની આંખમાંથી આંસુ આવેલાં દેખાતાં નથી. મારે પણ તેઓના પ્રમાણે , રડવું પડે છે તે માયા કરી કહેવાય કે નહીં? પૂજ્યશ્રી–રડવું જોઈએ. (અંતરથી) અમને તો કોઈ ગુજરી ગયું એમ સાંભળ્યું હોય તો પણ ખેદ થાય છે. (પરમાર્થ દ્રષ્ટિએ કે અહો! એનો મનુષ્યભવ ચાલ્યો ગયો !). શ્રીમદ્ઘ મુંબઈ મસાણ સમાન પૂજ્યશ્રી–જેને લોકો મેડી મહેલ માને છે તે અમને તો મસાણ સ્થળ ભાસે છે. વાએ જોડો મોચીને સાંઘવા આપેલ, તે વગર છાંટા નાખે ઉપાડવા જતો હતો ત્યારે પૂજ્યશ્રીએ તેને છાંટો નાખીને ઉપાડવા કીધું. પછી તે ઉપરથી સાહેબજીએ બોઘ કર્યો કે જીવને ઓછામાં ઓછો એટલો પણ વિવેક હશે તો ક્યારેય પણ તે ઠેકાણે આવશે. તે સિવાય ઘણો જ બોઘ કર્યો હતો તેનો સારાંશ થોડોક યાદ છે તે નીચે પ્રમાણે છે : નોકર પ્રત્યે પણ દયાની લાગણી હોય તે શેઠ શ્રેષ્ઠ ગણાય જ્યારે શેઠ કોઈને નોકર તરીકે પગારથી રાખે છે ત્યારે તે શેઠ નોકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નોકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકે તેમ નથી. પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નોકરી કરે છે. શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તો તે શેઠ નોકર કરતાં પણ ભીખ માગનાર એવો પામર ગણાય. શેઠ જો નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવો થાય, તેને શેઠ ઘટતી સહાય આપે વગેરે દયાની લાગણી હોય તો તે શેઠ શ્રેષ્ઠ ગણાય. ભવ્યને જિન પ્રતિમા અને જિન આગમ આઘારરૂપ છે લખનાર-કેટલાંક લોકો ઘર્મ માની મૂર્તિ પૂજે છે અને કેટલાંક નથી પૂજતા. આ બન્નેમાં કોને વ્યાજબી કહી શકાય? પૂજ્યશ્રી–મૂર્તિપૂજક વ્યાજબી ગણાય. લખનાર-હું હમેશાં દેરાસરે દર્શન કરવા જાઉં છું, ભાવના ભાવું છું, દર્શનની ક્રિયા કરું છું, પૂજા કરું છું, પણ પુષ્પ ચઢાવતો નથી તેમ આરંભવાળી ક્રિયા કરતો નથી તે વ્યાજબી કરું છું? પૂજ્યશ્રી મૌન રહ્યા. મેં ફરીથી પૂછ્યું પૂજ્યશ્રી મૌન રહ્યા. આત્મકલ્યાણ કરવામાં પૃથ્વી ગોળ કે સપાટ હોય તે નડે નહીં એક જિજ્ઞાસુએ સાહેબજીને પ્રશ્ન કર્યો : પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકો ગોળ કહે છે; તેમાં ખરું શું? પૂજ્યશ્રી–તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો? જિજ્ઞાસુએ કહ્યું : હું તો જાણવા માંગુ છું. પૂજ્યશ્રી–તમો તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોઘકોમાં? જિજ્ઞાસુએ જણાવ્યું : તીર્થકર ભગવાનમાં. પૂજ્યશ્રી ત્યારે તમે તીર્થકર ભગવાનની પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખો. આત્માનું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શ્રીમદ્ અને પદમશીભાઈ કલ્યાન્ન કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ રક્ત કરશે નહીં. બનતા સુધી ઉત્તેજન આપવું નહીં લખનાર—હું મારા વેપારાદિકમાં કાંઈ દગા જેવું કરતો નથી, છતાં માલ ખરીદનાર કેટલાંક માણસો એવા હોય છે કે તેને ખુશી રાખીએ નહીં તો તેઓ ખોટાં બહાના-વાંધા કાઢી સોદો બગાડી દે છે, માટે તેઓને ખુશી રાખવા પડે છે તે યોગ્ય છે? પૂજ્યશ્રી—બનતા સુધી તેઓને ઉત્તેજન નહીં આપવું. મરણ આયુષ્ય પ્રમાણે છે તો તેનો ભય રાખવાથી શું થશે? લખનાર સાહેબ, મને ભય સંજ્ઞા વધારે રહે છે તેનો શો ઉપાય? પૂજ્યશ્રી મુખ્ય ભય શાનો વર્તે છે? લખનાર મરણનો. પૂજ્યશ્રી—તે તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થવા સુધી મરણ તો નથી ત્યારે તેથી નાના પ્રકારના ભય રાખ્યું શું થવાનું છે? એવું દૃઢ મન રાખવું. જ્યારે સાહેબજી માંદગીમાં શિવથી શ્રી નિથલ તરફ પધાર્યા ત્યારે પોતે તેમના નોકરને સૂકો મેવો લાવવા આજ્ઞા કરી. તે સાંભળી મેં સાહેબજીને કીધું કે એ આજ્ઞા મને કરો તો હું મારા પૈસાથી મેવો લાવું. પૂજ્યશ્રી—અમારાથી તમારી પાસેથી કાંઈ પણ લેવાય નહીં. મેં કહ્યું—સાહેબજી, મારી તીવ્ર જિજ્ઞાસા છે. પૂજ્યશ્રી મૌન રહ્યા તેથી મને આંસુ આવ્યા ને હું રોયો. પૂજ્યશ્રી—જાઓ, તમારી ઇચ્છા પ્રમાણે અમુક અમુક મેવો લાવજો. મેં તે પ્રમાણે મેવો લાવ્યો ને સાહેબજીને આપ્યો. આત્માનું વિભાવમાં રમણ તે ભયંકર ભાવમરણ પૂજ્યશ્રી—‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અઠો રાચી રહો!' એટલે પરવસ્તુ પરત્વે છે જીવો, મોહને લીધે તલ્લીન થઈ ક્ષણે ક્ષણે ભયંકર એવું જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય અને ઉપયોગ એવા ભાવ પ્રાણનું કાં મરણ કરો છો? હિન્દુસ્તાનના હઠયોગીઓનો અમેરીકામાં જન્મ પૂજ્યશ્રી—હિન્દુસ્તાનના પૂર્વના હઠયોગીઓ હાલ અમેરિકામાં અવતર્યા હોય એમ લાગે છે, મોક્ષમાર્ગમાં આવું શુરાતન વાપરે તો જીવનું શીઘ્ર કલ્યાણ પૂજ્યશ્રી—ટ્રાંસવાલની લડાઈમાં યુરોપિયન યોદ્ધાઓની હાર સાંભળી, તેમની ત્રણ કન્યાઓ સારા વૈભવવાળી તે તરફ ગુપ્ત રીતે એવા ઈરાદાથી જવા માટે નીકળેલી કે અમારી હાર સાંભળવા કરતાં ત્યાં જઈ અમારે મરવું સારું. તે વાત તેઓના સંબંધીઓના જાણવામાં આવી. તેઓએ પોલીસને કહી રાખ્યું કે તેમને રોકવી. તે ત્રણ કન્યાઓ ચાલી નીકળી. પોલીસો તેની શોધ કરી પાછી તેડી લાવ્યા. પણ જુઓ કેવું શૂરાતન! સર્વ વૈભવ મૂકીને તેઓ મરણને સન્મુખ થઈ હતી. તેમજ જો જીવ પરમાર્થકાર્યમાં શૂરાતન વાપરે તો જીવનું કલ્યાણ તત્કાળ થાય. વ્યસન તે માત્ર મનની નબળાઈ લખનાર—સાહેબજી, હું બીડી પીઉં છું. હમણાં મારા પેટમાં વાયુનું ઘણું જોર રહે છે, માટે બહાર જઈ બીડી પીને પાછો આવવા ઇચ્છું છું. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો પુજ્યશ્રી બી.ડી નહીં પીવાય. તમો બીડી શા કારણથી પીઓ છો? લખનાર—સાહેબજી, બીડી પીવાથી વાયુ દબાય છે, તે વગર દસ્ત ઊતરતો નથી. પૂજ્યશ્રી—મન મજબૂત રાખ્યું હોય તો બીડી મૂકી શકાય. ઉપલા બે કારણો ફક્ત તમારા મનની નબળાઈના છે. મેં તે વખતે બીડી પીધી નહોતી. જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' જિજ્ઞાસુ—શાસ્ત્રોમાં ચમત્કારિક શક્તિઓ કહી છે તેનો અનુભવ મને શી રીતે થાય? પૂજ્યશ્રી—તે જે પ્રકારે પ્રાપ્ત થાય તેવી રીતે વર્તો તો તમને અનુભવ થશે. જેમ દરજી કપડું કાપી સીવવાની પ્રક્રિયા કરે છે ત્યારે સીવેલું કપડું તે જાએ છે ત્યાં સુધી તે પ્રકારે જોઈ શકતો નથી. પદ્માસનવાળું આસન તે ધ્યાનનું આસન લખનાર—પદ્માસનવાળી શ્રવણ થઈ શકે કે? પૂજ્યશ્રી—એ આસન ધ્યાનનું છે. વૈરાગ્યવાળા શાસ્ત્રો એકાંતમાં વાંચવાથી અદ્ભુત લાગે લખનાર—સાહેબ, હવે મારે અત્રેથી બહારગામ જવું છે, ત્યાં શું વાંચું? પૂજ્યશ્રી—આત્માનુશાસન. હું પુસ્તક ખરીદી લાવ્યો અને સાહેબજીને બતાવ્યું. પૂજ્યશ્રી—ક્યાં વાંચશો? લખનારશ્રી માંડવી ક્વોરેન્ટાઈનમાં આઠ દિવસ રહીશ ત્યાં વાંચીશ. પછી વખત મળવો મુશ્કેલ છે. પૂજ્યશ્રી—માં નહીં વંચાય માટે પુસ્તક અહીં મૂકી જાઓ. મેં પુસ્તક ત્યાં જ રહેવા દીધું તે ફરીથી લીધું નહોતું. કાર્મણ અને તેજસ શરીર જીવને બીજી ગતિમાં ખેંચી જાય ૧૫૮ પૂજ્યશ્રી—જીવ બીજી ગતિમાં કયે કર્યે જાય છે? સાહેબજી ઉપર મુજબ શ્રોતાજનો પ્રત્યે બોલ્યા, કોઈ જવાબ આપી શક્યા નહીં. પછી પોતે કહ્યું—કાર્મણ અને તેજસ શરીર તેને બીજી ગતિમાં ખેંચી જાય છે. એક જ પદનું ઘણીવાર રટણ કરવાથી જીવનમાં ઊતરે પૂજ્યશ્રી વખતો વખત આ નીચે જણાવેલ પદોમાંનું કોઈપણ પદ તથા બીજા ઘણા પદો, શ્લોકો વગેરેમાંનું કોઈપણ પદ એકી વખતે ઉપરાઉપરી ઘણી વખત રટણ કરતા :– ‘ઘૂળી જૈસો થન જાકે, શૂલિ સો સંસાર સુખ; ભૂતિ જૈસો ભાગ દેખે, અંત જેસી યારી હૈ.' (અર્થ :— જેને મન ઘન એ બધું ધૂળ સમાન છે, સંસારનું સુખ શૂલિ સમાન છે તથા જે ભાગ્યના ઉદયને આત્માને ભુલાવનાર ભુલભુલામણી સમાન માને છે તેમજ થારી એટલે કોઈથી મિત્રતા કરવી તેને અંત એટલે મરણ સમાન જાણે છે; તેને બનારસીદાસ વંદન કરે છે.) પરમપુરુષદશાવર્ણન ‘કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ શ્રીમદ્ અને પદમશીભાઈ હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસી સુજસુ જાને, બીઠસી બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે, પુદગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વઘારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૧) “એ ગુણ વીર તણો ન વિસારું વાલા સંભારું દિનરાત રે.” (અર્થ - શ્રી મહાવીર પરમાત્માના આત્મગુણોને ન વિસારું પણ સદા દિનરાત તે ધ્યાનમાં રાખું.) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે.” (અર્થ –ચોવીશમા જિનેશ્વર ભગવાન મહાવીરના ચરણકમળમાં હું વંદન કરું છું. ભગવંતે જે વીરત્વવડે બઘા કર્મોને હણી નાખ્યા એવા વીરત્વને હું પણ માંગુ છું કે જે વડે મિથ્યાત્વાદિ મોહરૂપી અંઘકારનો ભય જેમનો સર્વથા નાશ પામ્યો અને કર્મો ઉપર જય મેળવવારૂપ જીતનું નગારું વાગ્યું એવા વીર પરમાત્માના ચરણકમળમાં હું પ્રણામ કરું છું.) છઉમથ્ય વીર્ય વેશ્યા સંગે, અભિસંથિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે.” (અર્થ - છદ્મસ્થ વીર્ય અને વેશ્યાઓનો સંગ હોવાથી અભિસંધિજ મતિ એટલે કર્મ ગ્રહણ કરવાની બુદ્ધિ ઊપજે છે, એમ જાણી કર્મોને હણવા માટે વીર ભગવંત આત્માસંબંધી સૂક્ષ્મક્રિયા કરીને અને દેહ સંબંથી સ્થૂળ ક્રિયાઓ કરીને ઉમંગથી એટલે ઉત્સાહથી તેઓ યોગી બન્યા છે.) પૂજ્યશ્રી–બત્તી બાળવી અનુચિત છે, પણ લોકવ્યવહારને લીધે અમે બત્તી બાળીએ છીએ. પૂજ્યશ્રી–અમે જડના પરમાણુઓ ચોરી લીધા છે તે શાહુકાર થઈને તેને પાછા સોંપશું. પૂજ્યશ્રી–કોઈ પણ જીવ જ્ઞાન કે શુભ ક્રિયામાં દોષો કરતો હોય તો તેનો તિરસ્કાર કરી તેને પાડવો નહીં, પણ યુક્તિથી તે દોષો સુઘારે ને ચઢતો રહે તેમ કરવું. ઉપર લખી બીના યાદ રહી છે તેમજ તટસ્થ રહી લખી–લખાવરાવી છે. તેમાં અશુદ્ધતા અને વાક્યરચનામાં ખામી છે તે સુઘારશો ને દોષ ક્ષમા કરશો એ વિનંતી છે. શ્રી બેરાજા સં.૧૯૬૯ (કચ્છી)ના શ્રાવણ સુદ ૯, બુધે, લિ.પદમશી ઠાકરશીના પ્રણામ વાંચશોજી. છS" Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૬૦ શ્રી નાનચંદભાઈ ભગવાનભાઈ પૂના પૂજ્ય ભાઈશ્રી નાનચંદભાઈ ભગવાનદાસભાઈ પૂનાવાળાનો કૃપાળુદેવ સાથેનો પરિચય-સમાગમ. મુંબઈમાં સારા અધ્યાત્મજ્ઞાનનાં જાણનાર શ્રીમદ્ છે સંવત્ ૧૯૫૪ના માગસર માસમાં પરમકૃપાળુદેવનો પ્રથમ દર્શન લાભ મને મુંબઈમાં થયો હતો. તે વખતે મારો પુત્ર ૨૫ વર્ષનો હદયરોગથી ગુજરી ગયો હતો. તેથી મારી અજ્ઞાનતાને લીધે મારા ચિત્તને ભ્રમતા ઉત્પન્ન થાય તેવું લાગ્યું હતું. તેનું સમાધાન કરવા સારું કોઈ પુરુષને મળવાનો મારો ઈરાદો થતો હતો. તેવામાં પૂનામાં શ્રી ચંદ્રસૂરિ પઘારેલ. તેમની પાસે હમેશાં મારે જવું થતું. ત્યાં એક દિવસ મુંબઈના શ્રી કલ્યાણજીભાઈ કચ્છી ઓશવાળ ભક્તિમાર્ગી આત્મા સંબંધી વિચાર કરવાવાળાને અને શ્રી મહારાજ સાહેબને વાતચીત ચાલતાં તેમાં મહારાજ સાહેબે કીધું કે હાલ કોઈ શ્રાવક અધ્યાત્મના વિચાર કરવાવાળો જોવામાં આવતો નથી; તે બાબતમાં જૈન ભાઈઓની મોટી ખામી જણાય છે. લોકોમાં ફક્ત ઠાલું અભિમાન અને અજ્ઞાનતા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તે ઉપરથી કલ્યાણજીભાઈએ મહારાજશ્રીને કહ્યું કે મુંબઈમાં એક કાઠીયાવાડી વવાણિયા ગામના શ્રાવક રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) ઉંમર ૨૫-૨૭ વર્ષની હશે. તેમનો મારે સમાગમ સારી રીતે થયો છે અને હું તેમને મારા પૂજ્ય તરીકે માનું છું. તેમને અધ્યાત્મજ્ઞાન સારું છે એમ મને લાગ્યું છે. તેથી અમે ઘણા લોકો તેમની પાસે કંઈ બોઘ મેળવવા ચર્ચા કરીએ છીએ. હજી સુધી અમારા અંતરાયકર્મને લીધે અજ્ઞાનતાથી તેમનો બોઘ અમારાથી પૂરો સમજી શકાતો નથી; માટે આપને જો જોવાની અથવા મળવાની ઇચ્છા હોય તો તેમને કોઈ પ્રકારનો અધ્યાત્મ વિષેનો શ્લોક અથવા પ્રશ્ન પૂછી કાગળ લખી જવાબ મંગાવો તો સારી રીતે સમાધાન જવાબરૂપે આપશે એવી મને ખાતરી છે. તેથી મહારાજશ્રીએ કાગળ લખ્યો, તેનો જવાબ ચોથે દહાડે ફરી વળ્યો. પછી મહારાજશ્રીએ મને વાત કરી કે મેં મુંબઈ કાગળ લખેલ હતો તેનો ઉત્તર મને યથાયોગ્ય સમાઘાનકારક મળ્યો છે. તે સમયે મહારાજશ્રીના આનંદના અને હર્ષના ઉદ્ગારો એવા નીકળ્યા હતા કે આ પુરુષને મળવું જોઈએ. શ્રીપૂજ્યની શ્રીમન્ને મળવાની તીવ્ર અભિલાષા પણ હું આ સ્થિતિમાં (શ્રીપૂજ્ય) છું, વડ ગચ્છના શ્રીપૂજ્યની ગાદીનો અધિકારી છું તો આપણે શી રીતે મળવા જવું અને શી રીતે કરવું? હું આ વેશથી મળવા જાઉં તો મારા અધિકારને ખામી લાગે છે, માટે તમે કહો તેમ કરીએ. મેં કીધું કે તેમને પત્ર લખીને અહીં બોલાવો તો જરૂર આવશે. મહારાજશ્રીએ કહ્યું કે એમને અહીં બોલાવવા યોગ્ય લાગતું નથી. આપણે તેમને જઈને મળવું. મારા વિચારને મળતા થાઓ તો તમે મારી સાથે એક શેઠ તરીકે અને હું મારો વેશ પલટીને (બદલાવીને) તમારી સાથે પટો પહેરીને આવું તો મને તેમની સાથે સમાગમ થવાનો જોગ આવશે. માટે તમે મારા ભેગા ચાલો. ત્યારે મેં કહ્યું કે તમોને એવી સ્થિતિમાં મારી સાથે આવવું યોગ્ય લાગતું નથી. ત્યારે મહારાજે કીધું કે તે વિચાર તમારે કરવાનો નથી, મારે કરવાનો છે. તમે તમારા ઘરેથી દુકાનના કામ સારું જાઓ અને હું અહીંયા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ શ્રીમદ્ અને નાનચંદભાઈ મારા માણસોને કહું છું કે મારે બે દિવસ માટે કોઈ શાંતિના સ્થળે જવું છે એટલે કોઈને ખબર પડશે નહીં, અને રાતની ગાડીમાં જવાનું નક્કી કર્યું. મેં તેમને કહ્યું કે હાલ મુંબઈમાં પ્લેગ જબરો ચાલે છે, માટે મારા વડીલ ભાઈ મોતીચંદભાઈને પૂછીને રજા લઉં. મોટાભાઈને પૂછતાં તેઓએ સાફ ના કહી કે મુંબઈમાં પ્લેગના કેસ રોજના ૩૦૦-૪૦૦ થાય છે માટે બિલકુલ જશો નહીં, અને મહારાજશ્રીને કહેવડાવ્યું કે અમારો નાનચંદ ગાંડીઓ ને ભોળો છે માટે તેમને ભંભેરીને ક્યાંય જવા દેશો નહીં. તે ઉપરથી અમે મુંબઈ જવાનું બંઘ રાખ્યું. શ્રીમદ્ભી જાણકારી મળી ત્યારપછી પૂનામાં પ્લેગનું જોર શરૂ થયું. અમે અમારા ઘરના સર્વે મુંબઈ રહેવાને ગયા. ત્યાં થોડા દિવસમાં મારો ચિ.રતનચંદ ૨૫ વર્ષની હાર્ટ ડીસીઝના રોગથી ગુજરી જતાં ઉપર લખ્યા પ્રમાણે મારી સ્થિતિ ભ્રમિત હતી. તેથી મારા કુટુંબીઓને ઘાસ્તી બહુ હતી કે નાનચંદ ગાંડો થશે કે નાસી જશે. માટે મારા ઉપર ઘણો જાપતો રાખતા હતા, પણ મારી આત્મિક શી સ્થિતિ હતી તે જાણવાની મારા કુટુંબીઓની શક્તિ ન હતી. હું તો ધ્યાનમાં ને ધ્યાનમાં વિચાર કરતો ગામમાં ફરતો હતો. તે વખતે અમો જે ઘરમાં રહેતા હતા તેના નીચે જ રતનજી વીરજીના નામની દુકાન હતી. ત્યાં મેં શ્રીમદ્ભા નામની તપાસ કરી કે અહીં કોઈ રાયચંદ્રભાઈ કવિ રહે છે? તેમણે કહ્યું કે આ દુકાન તેમની જ છે. અને અહીં તેઓ દિવસમાં એક-બે વખત આવે છે. પછી તેમણે શ્રીમદુને જણાવ્યું કે પૂનાના એક ગૃહસ્થ મળવા ઇચ્છે છે. તે ઉપરથી રાયચંદ્રભાઈને પૂછી તેણે અમને જણાવ્યું કે સાંજના ૬ થી ૮ વાગ્યા સુધીમાં મળવું, પછી મળવાનો ટાઈમ નહીં મળે; કારણ પછી દુકાન બંધ કરીને ગિરગામ રહેવા જાય છે. તેમના સમાગમથી પૂછવાના પ્રશ્નોનું આપોઆપ સમાધાન તેથી હું સાંજના કાને આશરે તેમને મળવા ગયો. સાથે રતનજી વીરજીના માણસને લઈને ગયો. હું પરગામનો છું જાણી મને આવકાર દઈને જોડે બેસાડ્યો, પણ મારી અજ્ઞાનતાને લીધે, અભિમાન અને અહંકારને લીધે હું માનતો હતો કે મારા આગળ એ ઘર્મ સંબંઘી શું બોલી શકશે? મોટા મોટા મુનિરાજો પણ મારા પ્રશ્નોનું સમાધાન કરી શક્યા નહોતા તો આ તો મારા આગળ એક નાના છોકરા જેવા છે. શ્રીમદે પોતે ઘણી ઘીરજથી અને સરળતાથી પ્રેમાળ ભાષાએ મને પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? કંઈ જાણ્યું છે? તો હું એમ કહું છું કે મારા વડીલના પુણ્યથી મેં એમને સરળ જવાબ ન આપ્યો કે મેં વાંચ્યું નથી, તેમ જાયું નથી. તેથી ઠીક થયું, નહીં તો મારી ઉંમર વર્ષ ૫૫ની હતી અને હું ફજેત પામત; કારણ કે હું કંઈ જાણું નહીં અને વાંકાચૂંકા પ્રશ્ન કરીને મૂરખ બનત. પણ તેમણે મારા ઉપર કૃપા કરીને પાસે થોડાં પુસ્તક પડેલા હતાં તેમાં “સુંદર વિલાસ' નામનું એક પુસ્તક હતું તે તેમણે એકદમ હાથમાં લઈને વાંચવું શરૂ કર્યું. બે ત્રણ લીટીઓ વાંચીને તે વાતનું વિવેચન કરવા લાગ્યા. તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના પ્રશ્નો હતા તે તેજ વખતે ખુલાસા થઈને સમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું. સાંજે સાતથી રાત્રે એક વાગ્યા સુધી શ્રીમદનું ભાષણ ૮ વાગે ઊઠવાનો ટાઈમ હતો તે રાતના બારથી એક વાગી ગયો, પણ તેની ખબર પડી નહીં. તે છે , ,.. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૬૨ વિવેચન સાંભળવા આશરે ૫૦ માણસો બેઠેલા હતા. સાંભળનાર લોકોને એવું આશ્ચર્ય થયું કે શ્રીમદ્ આઠ વાગ્યાથી વધારે વાર કદી બેસે નહીં અને આજે ભાઇને એવી લય લાગી છે કે એક વાગતા સુધી પણ કંઈ કંટાળો નહીં આણતા બેસી રહ્યા તે તમારી પૂર્વ પુણ્યાઈનું કામ છે. અમે આશરે ૫૦ જણ બેઠેલા તેમણે સાત વાગ્યે ભાષણ શરૂ કર્યું. તે છ કલાક ચાલ્યું. તેટલા સુધી સર્વ લોકો તેમના મોઢાં સામું એકદમ જોઈ રહ્યાં. કોઈને ડોક પણ ફેરવવાનો વખત આપ્યો નહીં. તેમના ઉપદેશથી જીવનમાં તેમની સેવામાં રહેવાનો ભાવ ઊપજ્યો છેવટમાં ઊઠતી વખતે મારા મનમાં જે અભિમાન હતું તે નષ્ટ થઈને મને એવો પ્રેમ ઉત્પન્ન થયો કે શ્રીમદ્ધે હું મારા શરીરમાં ગોઠવી લઉં કે સદા સર્વકાળ તેમની સેવામાં રહ્યું. એવો ભાવ આવવાથી એકદમ ઊઠીને હું ઊભો થયો અને ભાઈને (શ્રીમદ્ન) બે હાથે છાતીએ દાબ્યા અને કકડીને ભેટ્યો (બાધે બાથ ભરીને) અને એકદમ પાઘડી ઉતારી શ્રીમના બે પગ ઉપર મૂકી તેમના બે પગ પકડીને બે પગનું ચુંબન કર્યું અને વિનંતી કરી કે હવે તમે કૃપા કરીને મને કોઈ પ્રકારે ઉપદેશ કરીને આ ભવભ્રમણમાંથી મુક્ત કરો. તેનો તેમણે કંઈ ઉત્તર આપ્યો નહીં. પણ મને કહ્યું કે તમને સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે આવીને બેસવાની પરવાનગી છે. એવા ઉદ્ગાર સાંભળતાની સાથે મારા મનમાં જે પુત્ર મોઠની ઉદાસીનતા હતી તે એકદમ નષ્ટ થઈ ગઈ. મારી છાતીમાં કાળા ભેદ હતા તે નષ્ટ થઈને એકદમ સૂર્યના તેજ જેવા પ્રકાશ કરવા લાગ્યા. પછી બે-અઢી મહિના સુધી સરખી સંગત રહી. તેમને કાઠિયાવાડ જવાનો પત્ર આવ્યો. તે જે ગાડીમાં બેઠા તે જોઈ મારી આંખોમાં ચોધારાં આંસુ આવ્યાં ત્યારે મને તેમણે કહ્યું કે તમો આટલો બધો શા માટે મોક વધારો છો ? હવે તો તમારી સ્થિતિ મોઢ ઘટાડવાની છે માટે તે ઉદ્યમ કરો. હમેશાં જ્ઞાનમય પુસ્તકો વાંચવાની ભલામણ તેઓ મને હમેશાં જ્ઞાનમય પુસ્તકો વાંચવા માટે કહેતા. તેમાંના મણિરત્નમાળા, ભાગવત, દાસબોધ, મોહમુદ્ગર, સુંદરવિલાસ વગેરે હતાં. તે પુસ્તકો ‘નારાયણ હીરાચંદ કાનૂની’ને પણ મેં વાંચવા આપ્યા. તે વાંચીને તેને મા સમાઘાન થયું અને પોતાનો કદાવ્રત છોડી દીો. તે પુરુષ મઠા હોશિયાર વક્તા અને તે મા પંડિત જેવો હતો. તે પોતે પણ પોતાના વિચારનાં પુસ્તકો છપાવતાં હતાં. કાનૂનીને હું બે-ચાર વખત મારી સાથે શ્રીમદ્ પાસે લઈ ગયો હતો. એમની સાથે સંવાદ કરતાં કાનૂનીને એકદમ ધમકાવી નાખ્યા.. તમે આવી વાતો કરવાને યોગ્ય નથી. પછી મને બતાવેલા પુસ્તકો કાનૂનીએ વાંચ્યા બાદ મદ ઓછો થઈ ગયો. અને શ્રીમદ્ પાસે તે હરહમેશાં જતો આવતો થયો. શ્રીમદ્ના મત બાબત મારી પાસે કાનૂનીએ ઘણી વખત પ્રશંસા કરી હતી. તેણે એવું ઠરાવ્યું કે સર્વદર્શનના પુસ્તકો તપાસ્યા વગર ઠાલું અભિમાન કરવું અને આવા પુરુષ સાથે વાદવિવાદ કરવો એ ઘણું અયોગ્ય છે. આપ વીતરાગ દશા ભોગવો અને વહેવાર કેમ ચલાવી શકો? એક દિવસ મેં પૂજ્યશ્રીને (પરમકૃપાળુદેવને) પૂછ્યું કે આપ વીતરાગદશા ભોગવો છો અને વહેવાર કેમ ચલાવી શકો છો? ત્યારે તેના ઉત્તરમાં જણાવ્યું કે એમાં શું છે? એ તો સહજ છે. તમો જાજરૂમાં ઝાડે જાઓ છો તેટલા પૂરતી જરૂર રાખી છે. જાજરૂમાં ઝાડે જઈએ છીએ, પણ જાજરૂમાં પ્રેમ રાખી કોઈ બેસવા ઇચ્છતું નથી એવી રીતે જાણવું; તેથી વળગે નહીં. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શ્રીમદ્ અને મણિલાલ સૌભાગ્યભાઈ બે ટકા નફો રાખી કિંમત કરવી એક પ્રસંગે કોઈએ શ્રીમદ્ એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આ તમે લાખો રૂપિયાનો ઘંઘો કરો છો, તે ઘંઘાની અંદર કેટલા વ્યાપારી તમારી પાસે આવે છે તે વેચવાની બુદ્ધિથી આવે છે, અને કેટલાક લેવાની બુદ્ધિથી આવે છે. કોઈ વેચનાર ઘણી આપને આવીને કહે કે આ માલ કેટલી કિંમતનો છે? જે યોગ્ય કિંમત હોય તે મને આપો અને તમો આ માલ લઈ લો, તો આપ કેમ કરો? ત્યારે શ્રીમદે કહ્યું કે આ માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી. માટે એ માલની આપણી નજરથી જે યોગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા આપણને છૂટે એવું જાણીને આપણે માલની કિંમત કરવી. તે વ્યાજબી કિંમત કરી કહેવાય. તેમાં દોષ લાગે નહીં. લીઘા પછી બજારભાવે તેજી મંદી થાય તો તે કર્મની વાત છેપણ આપણે તેવું ઘારીને લેવું જેથી વધારે નુકસાન થાય નહીં. તા.પ-ર-૧૯૧૯ વડવા, સંવત્ ૧૯૭૫ના મહા સુદ-૫ શ્રી મણિલાલ સૌભાગ્યભાઈ સાયલા શ્રી સાયલા નિવાસી ભાઈશ્રી મણિલાલભાઈ સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે. શાસ્ત્રમાં કાંઈ ભૂલ હોય તે અમારા આત્મામાં તરી આવે છે સંવત્ ૧૯૪૬માં મોરબી મધ્યે પરમકૃપાળુદેવ અને મારા પિતા શ્રી સૌભાગ્યભાઈ એકવાર વાતચીત કરવા બેઠા. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં આટલા બધા શાસ્ત્રો જ્યોતિષ વગેરેનું જાણપણું તે ક્યાંથી પ્રાપ્ત થયું? કોઈ પૂર્વભવનું હોય છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો કોઈ વિદ્વાન પાસે ભણ્યા નથી, બાળવયથી નિશાળે બેઠા ત્યારથી જે જે વાંચ્યું હોય તે ધ્યાનમાં રહી જાય છે અને તેનો મર્મ-રહસ્ય સમજવામાં આવે છે. કોઈએ કાંઈ લખાણ કે કવિતા વગેરે કરેલ હોય તે અમારા વાંચવામાં આવે ત્યારે બરાબર ન હોય તો પણ યથાર્થ સમજવામાં આવે છે; જે કાંઈ ભૂલ હોય તે તરી આવે છે. જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે શાસ્ત્રો વગેરે વાંચતા વિચાર થાય છે કે લખાણ કંઈ છે અને માણસની સમજમાં કંઈ આવે છે. પણ આથી કંઈક અલગ વાત છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે શું અલગ છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કંઈક ગુરુગમ. તે એ કે જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે; અને તે જાણવા, યોગ્યતા થયે સત્સમાગમથી તથા પૂર્વકર્મ પાતળા પચ્ચે સમજાય છે. લોકોની વાત પ્રમાણભૂત કરી બતાવી પછી શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે લોકો વાત કરે છે કે આપ જ્યોતિષ વિદ્યામાં બહુ કુશળ છો, માણસોને નજરે જોઈ તેની જન્મતિથિ કહી શકો છો. આગળ પાછળની ભવિષ્યની વાત પણ જણાવી શકો છો; અને તે જણાવેલ હકીકતો બરાબર હોય છે. તો આપશ્રીને એટલું પૂછું છું કે મારી સાયલાની જગ્યા Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૬૪ કેવી અને કેટલા ઓરડાની છે તે યોગ્ય લાગે તો મને જણાવો. પછી પરમકૃપાળુદેવે બેત્રણ મિનિટ વિચાર કરી જણાવ્યું કે તેમાં કંઈ નવાઈ જેવું નથી. છતાં જાણવા માગતા હો તો લ્યો આ તમારી જગ્યાનો નકશો.ઉતારી લ્યો તેમ કહી બોલ્યા કે–ચાર ઓરડા, દક્ષિણના બારણા બે, ઉગમણાના બારણા બે, આથમણા બારણાના મોંઢા આગળ ડહેલી અને તે ઘરની જોડે ડહેલું, તેમાં બે ઓરડા વખારના એ રીતે છે. આપ મહાજ્ઞાની છો. તે વાત સાંભળતા શ્રી સૌભાગ્યભાઈને આશ્ચર્ય થયું કે અહો! કોઈ વખતે જેણે દેશ જોયો નથી, ત્યાં આવ્યા નથી, તેમ અહીંના નજીકનું નામ નથી, છતાં યથાર્થ હકીક્ત જણાવી. તો આ કંઈ જ્યોતિષ વિદ્યા નથી પણ પૂર્વનું જ્ઞાન છે. તેવું મનમાં થયાથી શ્રી સૌભાગ્યભાઈએ ઊભરતા હૃદયે કહ્યું કે આપ મહાજ્ઞાની છો. હવે હું મારા શુદ્ધ અંતઃકરણપૂર્વક કાંઈપણ આપશ્રીથી ભેદ રાખીશ નહીં. માણસો લબ્ધિઓ ફોરવે પણ તેમાં કંઈ આત્મસાર્થકપણું નથી - જ્યોતિષનું જાણપણું અને મારા મકાનની જગ્યાનો નકશો આપે કહ્યો તે કંઈ જ્યોતિષ વિદ્યા કે કંઈક લબ્ધિ કે કોઈ બીજાં કહી જાય છે એ શી રીતે થયું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ગૃહજ્યોતિષો જ્યોતિષ પરથી જોવાય છે, અને માણસની જન્મતિથિ અમો માણસને નજરે જોઈએ છીએ ત્યારે આભાસ પડી આવે છે. તમારી જગ્યાનો નકશો કર્યો તે અમોએ શાંત ચિત્તથી વિચાર્યું એટલે આભાસ પડી આવ્યો; પણ એમાં કંઈ નથી. માણસો લબ્ધિઓ ઉપજાવી શકે છે પણ તેમાં કંઈ આત્મસાર્થકપણું નથી; માટે એમાં અમારું ચિત્ત નથી. જે ખરી વાત છે તે ઉપર જ અમારો લક્ષ છે. આપના ઉપકારના કારણે આપશ્રીને હું નમવા યોગ્ય છું શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે આપ મને ન મળ્યા હોત તો અમારી માન્યતા આટલે સુધી જ અટકી રહેત. પણ આપ મળ્યા જેથી મને હવે ઘણો લાભ થશે. અને તે ઉપકારના કારણે હું આપશ્રીને નમવા યોગ્ય છું. સાયલે પઘારી સર્વને ઘર્મનો રંગ લગાડો શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે આપશ્રી સાયલે પધારવા કૃપા કરો અને ગોથળીયાની જે માન્યતા છે તે યથાર્થ નથી તેની ખાતરી કરાવો. અને આજના સમય પ્રમાણે સહુને અષ્ટાવઘાન વગેરે જણાવો તથા જન્મોત્રીઓ વગેરે જોઈ આપો. વળી મારા ભાઈ કાળુભાઈ છે તેઓને સત્યઘર્મ બાબતનું કંઈ લક્ષ નથી તો આપ કંઈક રસ્તે લાવો. વળી મારી કાકી તથા મણિલાલની માતાજીને પણ કંઈક ઘર્મની લેશ્યા આવે અને આપશ્રી પ્રત્યે વિશ્વાસ થાય એટલું થાય તો ઠીક છે. કારણ કે ઘરના વૈદની પ્રતીતિ આવવી બહુ મુશ્કેલ, તેથી આટલું કરવાની જરૂર છે. પછી પોતે સાયલે પધારવાની હા પાડી પણ શ્રી વવાણિયે જઈને આવ્યા પછી શ્રી સાયલે સાથે જઈશું એમ જણાવ્યું. આ કુંડળી તો લલ્લુભાઈની છે ત્યારપછી સંવત ૧૯૪૬ના આસો માસમાં શ્રી સાયલે પધાર્યા. અને ઉપરની અરજ પ્રમાણે સર્વેને લાભ આપ્યો હતો. ગોશળીયાને પણ થોડા અંશે તે વખતે લાભ થયો હતો. જે ઓરડામાં શ્રી લલ્લુભાઈ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શ્રીમદ્ અને મણિલાલ સૌભાગ્યભાઈ રહેતા તે ઓરડામાં પરમકૃપાળુદેવને સૂવા-બેસવાનું અનુકૂળ આવતું હતું. શ્રી લલ્લુભાઈને જ્યોતિષનો તથા જંતર-મંતરનો શોખ વધારે હતો અને તેવા કેટલાક પુસ્તક પાના ભેગા કરેલા હતા, તે પરમકૃપાળુદેવે જોયા. તેમાં શ્રી લલ્લુભાઈની જન્મકુંડળી મથાળા વગરની હતી તે જોવામાં આવી; તે જોતાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે આ કુંડળી તો લલ્લુભાઈની છે. પછી પાના ફેરવતા લલ્લુભાઈના અસલ નામવાળી કુંડળી નીકળી. તે મેળવતા બરાબર છે એમ સર્વેને ખાતરી થઈ હતી. પરમકૃપાળુ દેવે કહ્યું-અમારે તેવું કંઈ માન જોઈતું નથી મને તે વખતે પરમકૃપાળુદેવ શ્રી ખંભાત સાથે તેડી ગયા. ત્યાં દિન ૬ રહ્યા હતા. ખંભાતમાં પૂ.શ્રી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ, છોટાભાઈ વગેરે મુમુક્ષુઓ આવતા તથા મુનિશ્રી લલ્લુજી પાસે પધારતા ત્યારે હું સાથે જતો. ઉપાશ્રયે મુમુક્ષુઓ આવતા. તથા મુનિશ્રી લલ્લુજી સ્વામી પાટ ઉપરથી ઊતરી નીચે બેસતા. ત્યારે પરમકૃપાળુદેવ તેઓશ્રીને પાટ પર બેસવાનું જણાવતા અને અમારે કાંઈ તેવું માન જોઈતું નથી એમ કહી અટકાવતા. પણ મુનિશ્રી લલ્લુજી સ્વામી જાણપણાવાળા મુમુક્ષુઓ હાજર હોવા છતાં લજ્જા પરિષહની દરકાર રાખ્યા વિના પ્રેમભાવથી લાભ લેતા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવની સાથે હું મુંબઈ ગયો હતો. આખું જગત નાટકરૂપ જ છે એક વખતે મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે આજે મારે નાટક જોવા જવું છે. ત્યારે પરમકૃપાળુદેવે બારી આગળ લઈ જઈ મને જણાવ્યું કે જુઓ આ કર્મના ફળરૂપ અસલી નાટક. આ ગાડી ઘોડામાં માણસો બેઠેલા છે, ગરીબો માગી ખાનારા દેખાડ્યા. વળી ગરીબ માંદા બેઠેલા તે દેખાડ્યા અને કહ્યું કે જે જે કર્મ કરેલ તે પ્રમાણે જીવો ફળ ભોગવે છે. આ બધું નાટક છે. કોઈ જાનવર વગેરે માંદા, દુઃખી અનેક વ્યાધિથી પીડાતા, માર ખાતા, અસહ્ય વેદના ભોગવતા જોઈએ છીએ. વળી ઉપરથી માણસ સુખી દેખાય, આબરૂદાર હોય પણ તેને દેવાનું દુઃખ હોય, દીકરી દીકરી પરણાવવાનું દુઃખ હોય, આજીવિકાનું દુઃખ, કટુંબાદિકનું દુઃખ, સ્ત્રી પુત્રનું દુઃખ હોય; એ જે દુઃખ પીડા અંતરથી વેદાય, તે કંઈ ઓછી નથી. આ સર્વે નાટક છે. રોજ વાંચવા વિચારવા માટે વચનાવલી આપી પરમકૃપાળુદેવ સાયલે પઘાર્યા ત્યારે મેં જણાવ્યું કે હું રોજ વાંચી વિચારું તેવું કંઈ કહો. તે ઉપરથી પોતે ખડિયો કલમ મંગાવી એક નાની બુકમાં થોડા વાક્યો લખી આપેલ તે ૧૪ હતા. તે શ્રીમદ્રાજચંદ્ર પત્રાંક ૨૦૦ (વચનાવલી) છે. આ વચનાવલી છે તે કૃપાળુદેવે સોભાગભાઈને લખી છે. સોભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માગણી કરી હતી ત્યારે કૃપાળુદેવે આ નાનાં નાનાં વાક્યો લખી આપ્યા.” ઓઘામૃત ભાગ-૨ (પૃ.૪૬) નિશ્ચયને લક્ષમાં રાખી ભક્તિભજન કરવા જોઈએ. શ્રી ગોશળીયાને ઘણી રીતે શ્રી સૌભાગ્યભાઈ સમજાવતા, પણ ગોશળીયા એક નિશ્ચયને જ ગ્રહણ કરતા, વ્યવહારને ગણતા નહીં. તે ઉપરથી સૌભાગ્યભાઈએ શ્રી પરમકૃપાળુદેવને નડિયાદ પત્ર લખ્યો. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૬૬ તેમાં જણાવ્યું કે ગોપળીયાને ઘણી રીતે સમજાવતા છતાં એક નિશ્ચયની વાત છોડતા નથી અને વ્યવહારને ઉથાપી નાખે છે; પણ નિશ્ચય લક્ષમાં રાખી વ્યવહારને સાથે જોડવો જોઈએ તે માટે કોઈ રીતે સમજી શકે તેમ ખુલાસાથી કંઈક લખી મોકલાવો તો વંચાવું, તેવા મતલબનો પત્ર લખેલ. થોડાક વખત પછી શ્રી આત્મસિદ્ધિની એક નકલ પૂજ્ય શ્રી અંબાલાલભાઈના હાથની લખેલી શ્રી સાયલે મોકલાવી આપી હતી. સાથે પત્રમાં જણાવેલ હતું કે આ આત્મસિદ્ધિશાસ્ત્ર બીજાને નહીં વંચાવતા શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીને વિચારવા યોગ્ય છે. શાસ્ત્રો વાંચવાની આજ્ઞા અત્રે વાળાને પુસ્તકો વાંચવાની નીચે પ્રમાણે આજ્ઞા કરેલ – (૧) શ્રી યોગવાસિષ્ઠ (૨) પદર્શન સમુચ્ચય શ્રી ગોશળીયાને કર્મગ્રંથ વાંચવા આજ્ઞા કરેલ. મને શ્રી સમયસાર વાંચવાનું શ્રી સોભાગભાઈએ કહ્યું તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે હાલ યોગવાસિષ્ઠના બે પ્રકરણ અને પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સારી રીતે વિચારવી, પછી શ્રી સમયસાર વાંચવા જણાવ્યું. તે વિષે શ્રી સોભાગભાઈને મેં પૂછ્યું કે આનું શું કારણ? તો શ્રી સોભાગભાઈ કહે કે એકાંત નિશ્ચયમાં ન તણાઈ જવાઈ માટે એમ આજ્ઞા કરેલ છે. સંવત્ ૧૯૬૯ના માગસર વદ ૦))ના દિવસે ઉતારો કરેલ છે. શ્રી મોતીચંદ ગિરધરભાઈ કાપડિયા મુંબઈ એવું બોઘદાયક વિવેચન મેં કોઈની પાસે સાંભળ્યું નથી શ્રીમદ્ સાથેનો પ્રથમ પરિચય મુંબઈ મેટ્રિકની પરીક્ષા આપવા આવેલો, ત્યારે શાંતાક્રુઝમાં શેઠ ત્રિભુવનદાસ ભાણજીને બંગલે થયો હતો. ત્યારે તેઓશ્રીએ મને પૂછ્યું કે ઘાર્મિક શું વાંચો છો? મેં કહ્યું – “જીવવિચાર તથા નવતત્ત્વ.” શ્રીમદ્જીએ કહ્યું કે જીવવિચારની પહેલી ગાથા બોલો. મેં ગાથા કહી. ત્યારે તેના અર્થ કરવા કહ્યું. હું શબ્દાર્થ કરી ગયો. પછી એ ગાથા પર શ્રીમદે અર્થો-પોણો કલાક વિવેચન કર્યું, એવું બોઘદાયક વિવેચન મેં હજુ સુધી કોઈની પાસે સાંભળ્યું નથી. એ રીતે અમારા પરિચયની શરૂઆત થઈ હતી. એક જૈનનું પ્રામાણિકપણે જજ કરતા ઓછું તો ન જ હોવું જોઈએ એક પ્રસંગે સાંજે વાળુ કરીને શેઠ ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમાન્ રાજચંદ્ર બેન્ડ સ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યાં કેટલીક ઘર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસભાઈએ પ્રશ્ન કર્યો “એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ?” તેના જવાબમાં શ્રીમદ્ રાજચંદ્ર હાઈકોર્ટનો બુરજ દેખાડી કહ્યું કે “પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદ ગિરઘરભાઈ કાપડિયા PAGE 211 Page #204 -------------------------------------------------------------------------- ________________ . (૧) અલ્પ વસ્તુનો ત્યાગ અને રસપોષક વસ્તુનું ગ્રહણ છે (૨) પ્રશ્ન પૂછનારની મૂર્ખતા પર કટાક્ષ PAGE 212 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ શ્રીમદ્ અને પંડિત લાલન શંકા પન્ન ન થવી જોઈએ. એટલું જ નહીં, પણ તે અપ્રામાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ. ચિત્ર નંબર ૧ અલ્પ વસ્તુઓનો ત્યાગ અને રસપોષક-વસ્તુનો ત્યાગ નહીં એક વખત ત્રિભુવનભાઈ, માણેકલાલ ઘેલાભાઈ અને શ્રીમદ્ વગેરે કેટલાંક પરોણાઓ જમવા બેઠેલા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યા. માણેકલાલભાઈએ તિથિનું કારજ્ઞ બતાવી શાક લેવાની ના કહી. રાઈનાં પીરસતાં તેમાં વિદળને કારણે ના પાડી. પછી બીજી કેટલીક પરચુરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીઘી, છેવટે દૂધપાક પીરસાયો. તે માણેકલાલભાઈના ભાણામાં પીરસાતો હતો તે વખતે શ્રીમદે કહ્યું—“એમને દૂધપાક પીરસો રહેવા દો! એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.’’ એ પ્રસંગે શ્રીમદે જિહ્વાસ્વાદ અને ૨સલોલુપતા ઉપર થોડુંક રસપૂર્ણ વિવેચન કર્યું હતું. ચિત્ર નંબર ૨ પ્રશ્ન પૂછનારની મુખર્તા પર કટાક્ષ તથા મોક્ષનો માર્ગ બતાવ્યો શ્રીમદ્ સાથે ગાદી પર બેસીને અમે કંઈ ચર્ચા કરતા હતા તે વખતે એક દામનગરના વિણક શેઠ આરામખુરશી પર પડ્યા પડ્યા બીડી પીતા હતા. તેમણે શ્રીમદ્બે ટોળમાં પ્રશ્ન કર્યો, “રાયચંદભાઈ, મોક્ષ કેમ મળે ? તેના જવાબમાં શ્રીમદે જણાવ્યું કે—“તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈપણ હલાવ્યા ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તો તમારો અહીંથી સીધો મોક્ષ થઈ જશે.’' આ સાંભળી તે શેઠ તરત ઊભા થઈ, બીડી નાખી દઈ શ્રીમદ્ પાસે આવી બેઠા. શ્રીમદ્ના જવાબમાં કંઈક પ્રશ્ન પૂછનારની મૂર્ખતા પર કટાક્ષ હતો, તેમજ તેની કઢંગી સ્થિતિનું ભાન કરાવવાનો, અને મોક્ષનો માર્ગ બહુ જ ટૂંકા જવાબમાં જણાવી દેવાનો આશય પણ હતો. પંડિત લાલન મોક્ષમાર્ગશ્ય ખેતાર, મેત્તાર ર્વભૂતાં, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये.' ‘મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભૈજ્ઞા-ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.' પાઘડી વાંચી કે સીધીનો જેને લક્ષ નથી મને કૃપાળુદેવનો પરિચય પ્રથમ મુંબઈમાં થયો હતો. મુંબઈમાં કૃપાળુદેવ માંડવી પર આવેલ શ્રી અનંતનાથના દેરાસર સામે પરબત લધાના માળામાં શેઠ નેમચંદ વસનજીની પેઢીમાં ઊતરતા. આ પેઢી પહેલે માળે હતી. કૃપાળુદેવનું એ વખતનું શરીર તંદુરસ્ત અને ભરાવદાર હતું. તેઓ ૧૯ વર્ષના હતા અને કેડ સુધીનું પહેરણ પહેરતા. પહેલાં માથે કંઈ પહેરતા નહીં, પણ પાછળથી જામનગરી પાઘડી પહેરતા. એ પાપડી કંઈક વાંકી રહેતી જાણે Centre of gravity ખસી ગઈ હોય તેમ. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો કૃપાળુદેવની અવઘાનશક્તિ ઉપર આખું મુંબઈ ગાંડું તેમની મુલાકાતોમાં મને અથવા ઘણાને જે વસ્તુ ખેંચતી, તે હતી તેમની અવધાનશક્તિ; અને આ અવધાનશક્તિ પર તો આખું મુંબઈ તે વખતે ગાંડું થઈ ગયું હતું, જ્યાં જ્યાં ગુરુદેવે અવદ્યાનો ર્યાં હતા, ત્યાં ત્યાં લોકોનું પૂર આવતું. એમણે ઘણા સ્થળોએ અવધાનના પ્રયોગો કર્યા હતા. એક સ્થળે સભાના પ્રમુખ હાઈકોર્ટના મુખ્ય જજ સર ચાર્લ્સ સારજન્ટ સાહેબ હતા. તેઓ આ અવધાન જોઈ એટલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ગુરુદેવને સૂચના કરી કે, જો આપ ઇચ્છો તો સરકારને ખર્ચે પરદેશમાં આ શક્તિઓ બતાવવા અને પ્રચાર કરાવવા, સરકાર તરફથી મોકલવાની વ્યવસ્થા કરું. કૃપાળુદેવે તેમ કરવાની અનિચ્છા દર્શાવી કારણ કે તેમને આ લોક સંબંઘી શક્તિઓના પ્રચારનો મોહ ન હતો તથા તેમણે વિચાર્યું કે યુરોપમાં પોતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં. હવે એમની જુદી જુદી ઇંદ્રિયોનો વિકાસ જોઈએ. ઇંદ્રિયોના વિકાસથી અવધિજ્ઞાન થાય છે. કૃપાળુદેવે નાકની શક્તિવડે રસોડાની વાનગીઓ જાણી લીધી એક વખત કૃપાળુદેવ તેમના કાકાસસરા રેવાશંકર જગજીવન જોડે, મેઘજી થોભન્નને ઘેર જમવા ગયા હતા. રસોડું આશરે પચીસ ફૂટ દૂર હતું. રસોડામાં જે જે વસ્તુઓ હતી, તે તેમણે માત્ર પોતાની નાકની શક્તિ વડે જાણી લીઘી, પછી ગુરુદેવે કહ્યું, “લાલન, હું નાક વડે જમું છું.” મેં પૂછ્યું, “શી રીતે ?'' ગુરુદેવે જવાબ આપ્યો કે રસોડામાં રહેલી વાનગીઓને હું જાણી શકું છું. આ પ્રમાર્કો ગુરુદેવની પ્રાણેન્દ્રિય શક્તિ અદ્ભુત રીતે વિકાસ પામી હતી. ૧૬૮ ગુરુદેવની અદ્ભુત સ્પર્શશક્તિ હવે ગુરુદેવની સ્પર્શેન્દ્રિયનો વિકાસ જોઈએ. આ અવધાન પ્રયોગ તેમણે આર્યસમાજમાં, જસ્ટીસ તેલંગાનાના પ્રમુખપણા નીચે કર્યો હતો. ત્યાં ગુરુદેવને આંખે પાટા બાંઘી, ૫૦ પુસ્તકો એક પછી એક તેમના હાથમાં આપવામાં આવતા અને સાથે તે પુસ્તકોના નામ પણ કહેવામાં આવતા. આંખે પાટા હોવાથી ગુરુદેવે તે પુસ્તકો પર બરાબર હાથ ફેરવી મૂકી દીધા. આ પ્રમાણે પચાસેક પુસ્તકો આપવામાં આવ્યા. આ વિધિ પૂરી થયા બાદ એમાંનું કોઈપણ પુસ્તક માંગવામાં આવતું ત્યારે ગુરુદેવ તે બધા પુસ્તકો પર હાધ ફેરવી તે તે પુસ્તક શોધી આપતા હતા અથવા એમાંના કોઈ પુસ્તકનો અનુક્રમ નંબર આપીએ તો તે પુસ્તકનું નામ બતાવી તે પુસ્તક પણ શોધી આપતા હતા. આ પ્રમાણે આપણે જે ચક્ષુથી જોઈએ છીએ તે ગુરુદેવ તેમની સ્પર્શશક્તિવર્ડ જાણી શક્તા હતા. કૃપાળુદેવ પ્રત્યે જેટલી શ્રદ્ધા બળવાન તેટલો ઉદ્ધાર નજીક કૃપાળુદેવે જે માર્ગ કહ્યો છે, તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. ગુરુદેવમાં જેમ જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આપણો ઉદ્ઘાર નજીક છે. તે શ્રદ્ધા કેવી જોઈએ? તો કે ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે જેવી શ્રદ્ધા હતી કે લઘુરાજ સ્વામીને કૃપાળુદેવ પ્રત્યે જેવી શ્રદ્ધા હતી તેવી શ્રજા તેવો પ્રેમ જોઈએ. એક વખત ગૌતમસ્વામી, પ્રભુ મહાવીરને પૂછે છે કે : “પ્રભુ ! હું જે જે વ્યક્તિને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે, અને મને કેમ થતું નથી?’' ત્યારે ભગવાને જવાબમાં કહ્યું કે, “ગૌતમ, તને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીમદ્ અને પંડિત લાલન કેવળજ્ઞાન જરૂર થાય પણ મારા ઉપર રહેલા રાગને છોડે ત્યારે.” કૃપાળુદેવ પ્રત્યે આવી શ્રદ્ધા રાખવાથી બેડો પાર એ સાંભળી ગૌતમસ્વામીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે–“હે પ્રભુ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તો તમે જ મોક્ષ છો કે જેના પ્રતાપે મને ઘર્મ સૂઝયો. મેં અજામેઘ યજ્ઞ કરાવ્યા, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા આથી મારી ગતિ તો નરકમાં જ હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહીં સાથે સાચો ઘર્મ પણ બતાવ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન થતું હોય તો તે મારે નથી જોઈતું. ગુરુદેવમાં એવી શ્રદ્ધા રાખવી એ નૌકા સમાન છે. એ નૌકામાં (આત્મસિદ્ધિના ૧૪ર દોહારૂપી નૌકામાં) આપણે બેઠા છીએ. કમાનરૂપી ગુરુદેવમાં શ્રદ્ધા રાખવાથી જરૂર આપણને મોક્ષસ્થાને પહોંચાડશે. કૃપાળુ દેવની ભાષા ભાવવાહી અને પરિપૂર્ણ શ્રીમદુના વચનામૃતો બાબત થોડી જાણવા જેવી હકીકત જણાવું છું. તેમના વચનામૃતો છપાયા તે પહેલાં અંબાલાલભાઈએ સુંદર મોતીના દાણા જેવા અક્ષરોએ તે લખેલ હતા. તે વચનામૃતો મને કૃપાળુદેવના ભાઈ મનસુખભાઈએ આપ્યાં, અને કહ્યું કે આ વચનામૃતોની શૈલી સાદી છે, અને તેને જરા ઊંચી ભાષામાં લખવાં છે; તો તમે તેમ કરી આપશો? મેં તેમને જવાબ આપ્યો કે, એ જેમ કૃપાળુદેવે લખ્યાં છે, તેમજ રાખવાં જોઈએ. છતાં એમણે એ વચનામૃતો પૂનાની કૉલેજના એક પ્રોફેસરને આપ્યાં, ઊંચી ભાષામાં લખવા માટે. પ્રોફેસરે થોડાં વચનો અલંકારિક ભાષામાં લખવા પ્રયત્ન કર્યો. પરંતુ પાછળથી તેમને પણ સમજાયું કે જે રીતે વચનામૃતો કૃપાળુદેવે લખ્યાં છે, તે જ રીતે અને તે જ ભાવમાં તે રાખવાં જોઈએ. તે પ્રોફેસર મને મળ્યા હતા. અંતે તેમણે પણ તે વચનામૃતો મનસુખભાઈને પાછાં આપ્યાં હતાં. જ્ઞાનબળે અશુદ્ધ શાસ્ત્રોનો પણ ભાવ સમજાયો મુંબઈમાં કૃપાળુદેવને અમુક જૈન સૂત્રો જોવાની ઇચ્છા હતી. તે વાત મને કરી. મેં મુર્શીદાબાદથી તે મંગાવ્યા. એ સૂત્રો જો કે અશુદ્ધ હતાં પણ ગુરુદેવને તે સમજાઈ ગયાં. તેમણે પોતાના અનુભવથી મને કહ્યું કે આમ જ છે, બરાબર આ પ્રમાણે જ છે. કૃપાળુ દેવે રત્ન પરીક્ષા શીધ્ર શીખી લીધી વડોદરાના ઝવેરીઓમાં શ્રેષ્ઠ ગણાતાં ઘેલાભાઈ કરીને એક જૈન ગૃહસ્થ હતા. તેમના પુત્ર ભાઈ માણેકલાલ પોતાના પિતાની પાસેથી રત્નપરીક્ષા શીખ્યા હતા. માણેકલાલભાઈ જ્યારે કૃપાળુદેવને મળ્યા, ત્યારે તેમના ગુણોમાં મુગ્ધ થઈ ગયા અને રત્નપરીક્ષા કેવી રીતે કરવી એ કૃપાળુદેવને બતાવવા લાગ્યા. થોડા જ વખતમાં કૃપાળુદેવ એ પરીક્ષા શીખી ગયા, અને નગીનચંદ ઝવેરચંદ જે સુરતના મહાન ઝવેરી હતા તેમની સાથે વ્યાપારમાં જોડાયા. ત્યાર પછી માણેકલાલ ઘેલાભાઈ પણ એ કંપનીમાં ભાગીદાર તરીકે જોડાઈ કંપની તરફથી રંગૂન ગયા અને ત્યાં આગળ ઝવેરાતનો વ્યાપાર કરી મુંબઈ આવ્યા. થોડા જ વખતમાં આ કંપનીએ સારું ઘન મેળવ્યું. આ રીતે ગુરુદેવે બે કામ સાથે કર્યા - હીરા ઓળખવાનું અને આત્મા ઓળખવાનું. પ્રેમચંદ મોતીચંદ, માણેકલાલ પાનાચંદના ભત્રીજા થાય. એ પ્રેમચંદભાઈને હું સંસ્કૃતનો અભ્યાસ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૦ ૬ કી કરાવવા જતો. એક દિવસે એમણે નીચેનો શ્લોક મને આપ્યો, અને તેનો અર્થ પૂછ્યો. __ *"एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।। एष योगः समासेन प्रदीपः परमात्मनः ।। બહાર અને અંદરના વિકલ્પો મૂકવાથી અંતરઆત્મજ્યોત પ્રગટ આ શ્લોક કેસરિયાજીમાં એમને એક દિગંબર મુનિએ આપ્યો હતો. બીજે દિવસે સમજાવીશ એમ મેં કહ્યું. એ જ દિવસે હું કૃપાળુદેવને મળ્યો અને ઉપરનો શ્લોક અર્થ બેસાડવા આપ્યો. પછી મેં પૂછ્યું આપ સમાન શબ્દનો શો અર્થ કરો છો?” એમણે કહ્યું – “ટૂંક સમયમાં.” પછી કૃપાળુદેવે મને પૂછ્યું, “તમે આનો શો અર્થ કરો છો?” મેં કહ્યું “એક અંતર્મુહૂર્તમાં દર્શન થઈ જાય–જો આ શ્લોકમાં કહેલી સ્થિતિ લાવીએ તો.” આ સાંભળતાની સાથે જ કૃપાળુદેવ મને ભેટી પડ્યા. કૃપાળુદેવના પુનિત શરીરને ભેટવાનો અમૂલ્ય અવસર પણ મળ્યો અને હૃદયે હૃદય ભેટવાથી મારું શરીર પાવન થયું. “સમાધિશતક' પુસ્તકમાં આ શ્લોક મળી આવ્યો ઉપરનો શ્લોક કયા પુસ્તકમાં છે એની તપાસ કરવા મેં ગુલાલવાડીના જૈન મંદિરનો પુસ્તક ભંડાર જોયો, પણ કોઈ પુસ્તકમાં તે ન મળ્યો. પછી મેં આ વાત માણેકલાલભાઈને કરી. એમને પણ ખબર ન હતી. પછી માણેકલાલભાઈ મને ફકીરચંદ પ્રેમચંદ રાયચંદ પાસે લઈ ગયા. તેમણે મને પૂનાના ડેક્કન કૉલેજના પ્રિન્સિપાલ પર ચિઠ્ઠી લખી આપી. હું તે ચિઠ્ઠી લઈ પૂના ગયો. પણ પીટરસન સાહેબે જવાબ આપ્યો ‘અધુના તુ વેવેશન વિનાની વર્તજો પશ્ચાત્ કાન્તિä I’ (હમણાં વેકેશનના દિવસો છે માટે પછી આવજો.) ઉઘડતી કૉલેજે હું તેમને મળ્યો. કોઈ પુણ્યના ઉદયે પુસ્તકોનું કબાટ ઊઘાડતાં પહેલું જ હસ્તલિખિત પુસ્તક “સમાધિશતક' એમના હાથમાં આવ્યું. તેમાં જ આ શ્લોક હતો. મેં તે ઉઘાડ્યું અને પતું ફેરવ્યું તો બરાબર આ ૧૭મો ઉપરનો શ્લોક દેખાયો. ધ્યાન નિવૃત્તિએ કૃપાળુદેવની મુખમુદ્રા આનંદમાં વિભોર મુંબઈમાં વચલા ભોઈવાડામાં ચંદ્રપ્રભુનું મંદિર હતું. એ જ મંદિર આજે ભૂલેશ્વરની નજીકમાં આવી ગયું છે. અહીંયા, કૃપાળુદેવની સાથે ત્રણથી ચારની વચમાં શનિવારે, રવિવારે અને રજાને દિવસે હું જતો હતો. ત્યાં કૃપાળુદેવ ચંદ્રપ્રભુની પ્રતિમાની સામે પદ્માસને બેસી ધ્યાનસ્થ થતા હતા. તેમની જોડે બેસી હું ભાવપૂજા કરતો. ધ્યાન નિવૃત્તિ થતાં કપાળદેવની મુખમુદ્રા જાણે આનંદમાં ઝીલતી હોય એમ દેખાતું હતું. શ્રીમદ્ જૈનધર્મમાં અજોડ પુરુષ આનંદશંકર ધ્રુવ વઢવાણમાં શ્રીમદ્ભી જયંતી સમયે સભામાં અધ્યક્ષસ્થાને હતા ત્યારે કહેતા કે પ્રત્યેક દર્શનમાં એક એક અજોડ મુખ્ય વ્યક્તિ હોય છે. આજના કાળમાં ઘણા જૈનો મારા જાણવામાં * બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તજો પૂરી; સમાસે યોગ-વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી.” અર્થ :- બહારની વચન પ્રવૃત્તિરૂપ બાહ્ય વાચા તથા મનના વિકલ્પોરૂપ અંતર્વાચાને સંપૂર્ણ તજવાથી પરમાત્મપદરૂપી દીવો પ્રગટ થાય છે. અંતરઆત્મજ્યોત પ્રગટાવવાનો આ ટૂંકો રસ્તો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રીમદ્ અને પંડિત લાલન આવ્યા છે, એમાં મારા જાણવા પ્રમાણે શ્રીમદ્ અજોડ છે. જૈનધર્મનું, જૈનધર્મના ભાવનું આ પ્રત્યક્ષ પ્રતીક એટલે મૂર્તિમાન સ્વરૂપ છે. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું' અમદાવાદના કોચરબ ભાગમાં જીવણલાલનો બંગલો હતો, અને ત્યાં કૃપાળુદેવની જયંતી વર્ષો પછી ઉજવાઈ હતી. તેમાં લીંબડી ઠાકોરના પ્રાઈવેટ સેક્રેટરી છોટાલાલ હરજીવન “સુશીલ વ્યાખ્યાતા હતા. તેમણે સભામાં “સાધુચરિત કવિ સ્મરણ તમારા શાં કરું આ કાવ્ય શ્રીમદ્ગી પ્રશસ્તિ એટલે પ્રશંસા તરીકે ગાયું હતું. તે વખતે આખી સભાની મેદનીએ રોમાંચ અનુભવ્યો હોય એમ સ્પષ્ટ દેખાતું હતું. અને એ આનંદને અંતે હર્ષનો ઉભરાતો જે ‘કરધ્વનિ થયો તે મને હજી યાદ આવે છે. અમેરિકાની રીત પ્રમાણે ખબર પૂછી ચાલ્યા ગયા જ્યારે અમેરિકાથી મુંબઈ આવવાનું થયું ત્યારે ત્રીજે દિવસે હું શિવ નામના મુંબઈના પરામાં ગયો. કારણ કે ત્યાં આરોગ્યભવન સામે રેલ્વે લાઈન ઓળંગીને જે બંગલો હતો તેમાં કૃપાળુદેવ પોતાની શારીરિક અનારોગ્ય અવસ્થામાં બિરાજ્યા હતા. જે બંગલામાં તેઓ રહેતા હતા તેના ભોંયતળિયાના સ્થાન ઉપર ડૉ. પ્રાણજીવન જગજીવન કે જેઓ ડૉ. તથા બેરિસ્ટર હતા, તેઓ બેઠા હતા. શ્રીમદ્ભા સમાચાર મેં પૂછ્યા. તેમણે જણાવ્યું કે આવી અવસ્થા છે. એ સાંભળીને હું પાછો ચાલ્યો ગયો, પરંતુ શ્રીમદે ડૉક્ટર અને મારી વાતચીતના સ્વરો સાંભળેલા હોવાથી તેઓએ તેમની સેવામાં રહેલા ટોકરશીને કહ્યું કે લાલનને બોલાવો. ડૉક્ટરસાહેબે જણાવ્યું કે લાલન અમેરિકાના સંસ્કાર લઈ આવેલા હોવાથી માંદા માણસની, ત્યાંની રીત પ્રમાણે પૂછપરછ કરી સીધા ચાલ્યા ગયા છે. શ્રીમદે જણાવ્યું કે શરીરની આવી અવસ્થા છે; માટે મળ્યા હોય તો ઠીક, ત્રિભુવન ભાઈચંદ જોડે મને કહેવડાવ્યું. શ્લોકનું રોજ પારાયણ કરતાં આત્મપ્રતીતિ બીજે દિવસે હું તેમની પાસે ગયો, ત્યારે ગુરુદેવની શારીરિક સ્થિતિ એક બાળકના શરીરના કરતાં પણ ઘણી નાજુક દેખાતી હતી. પરંતુ સારી રીતે બોલી શકતા હતા. એમણે મને પૂછ્યું કે ૧૭મો શ્લોક એવં ત્યક્તા' સમાધિશતકનો જે આપણે મુંબઈમાં વાંચી નિર્ણય કર્યો હતો કે પરમાત્માના દર્શન આ ૧૭મા શ્લોકના વિઘાનથી પ્રાપ્ત થાય, એ વિષે તમે શું કર્યું તે કહો. મેં કહ્યું : “સાહેબ, મુંબઈથી રવાના થઈ લંડન જતાં પંદર દિવસ અને ઈંગ્લેન્ડના સમરસેટના બંદરેથી અમેરિકા પ્રવાસ કરતાં અને અમેરિકામાં રોજ રોજ નિયમ પ્રમાણે આ શ્લોકનું પારાયણ અને મનન યથાશક્તિ ચાલુ રાખ્યું. અને એમ કરતાં કરતાં આશરે ત્રણ માસ વીત્યા બાદ, અમેરિકાના એક સુંદર સરોવર પાસે હું મનન કરતો હતો ત્યારે જે ખ્યાતિ (પ્રતીતિ) થઈ એ ખ્યાતિનું કાવ્ય આપને સંભળાવું છું - “મને કોઈ કહેતું જગત ખોટું, તે તો મેં હવે જાણ્યું; મને કોઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું. કદી ખોટું તો મારે શું? કદી સાચું તો મારે શું?; નથી થાતું, નથી જાતું, હું માંહે હું સમાયો છું.” એ ભાવ ચોવીસ કલાક ચાલ્યો હોત તો ક્ષાયિક સમકિત થાત કપાળદેવે કહ્યું કે આ સ્થિતિ ઠીક થઈ, પરંતુ એ જ ભાવ જો ચોવીસ કલાક ચાલ્યો હોત તો ક્ષાયિક Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૨ સમકિત ઉત્પન્ન થાત. કૃપાળુદેવના અદ્ભુત જ્ઞાનનો પ્રકાશ યોગ્ય જીવ જ જાણી શકે જેમ પૃથ્વી પરથી કોઈ તારો ઓછા મનુષ્યોને દેખાય, પણ જેમ જેમ તે ઊંચે ચઢતો જાય તેમ તેમ તે વધુ સ્પષ્ટ દેખાય છે. એ જ પ્રમાણે ગુરુદેવના જ્ઞાનનો પ્રકાશ દિવસે દિવસે વિસ્તાર પામે છે પણ તેને, યોગ્યતાવાળા જીવો સ્પષ્ટ જાણી શકે છે. ઉપરના પરિચયો પંડિત શ્રી લાલને અગાસ ક્ષેત્રે, પરમકૃપાળુદેવના અદ્ઘ શતાબ્દી મહોત્સવ પ્રસંગે, તા.૨૨-૪-૧૯૫૧ના રોજ જણાવેલ છે. અવઘાન વિ.સ. ૧૯૪૨-૪૩માં શ્રીમની મુંબઈ સ્થિતિ હતી અને તેઓશ્રીએ અનેક સ્થળે અવઘાનના પ્રયોગો કરી બતાવેલા. ઈ.સન્ ૧૮૮૬–૮૭માં ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’ ‘Times of India’ 'ગુજરાતી' ‘Indian Spectator' ઇત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપામાં શ્રીમની અદ્ભુત શક્તિઓ વિષે લેખો આવતા હતા, જેમાંથી કેટલાંક અવતરણો નીચે આપીએ છીએ. યાદદાસ્ત શક્તિના ચમત્કારો કાઠિયાવાડના મોરબી સંસ્થાનના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ રવજીભાઈની અવથાન શક્તિના ચમત્કારો જોવાને અત્રેની થિયોસોફીકલ સોસાયટી' તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. સાંજે સાડા પાંચ કલાકે હિંદુ, મુસ્લિમ, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગૃહસ્યોની રૂબરૂમાં તેમણે તે કરી બતાવ્યા હતા. કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિશ્રી આવી પૂગતાં તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. પોતાના કાર્યની શરૂઆતમાં તેમણે જણાવ્યું કે ‘દુનિયામાં માણસજાત યાદદાસ્તશક્તિ, કાવ્યશક્તિ અને હસ્તચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજસાજ જ્ઞાન છે ઃ અને છેલ્લેથી હું બિનવાકેફ છું. હસ્તશક્તિનો તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાવેશ થાય છે, જેમાં હિંદુઓમાં જાણીતા થઈ ગયેલા પાંડવો મશદૂર છે. સ્મરણશક્તિ વિષે હું કંઈક જાણું છું. તે મારી અલ્પશક્તિ મુજબ તમો ગૃહસ્થો હાર કહી સંભળાવીશ.' : જુદા જુદા અવધાનોના પ્રયોગો સભા સમક્ષ કરી બતાવ્યા, તેમાં નીચેની કવિતાનો પણ સમાવેશ થતો હતો. ભુજંગી છંદ રહ્યા છો મહાજગને જાળવીને, ભી બોથ ભાખો તથાપિ વિને, નથી રાગ કે દ્વેષ કે માન કાંઠી, વધુ શું વખાણે અહીં ‘રાય' આંહી? મંડળીના એક સભાસદ મિ.પીરોજશાહે “માણસ જાત શું શું કરી શકે છે?' તે ઉપર સભાજનોનું ધ્યાન ખેંચી કવિશ્રીનો ઉપકાર માનવાની દરખાસ્ત કરતાં તાળીઓના અવાજો વચ્ચે કવિશ્રીને ફુલહાર આપ્યા બાદ મેળાવડો વિસર્જન થયો હતો. -મુંબઈ સમાચાર, તા.૩-૧૨-૧૮૮૬ We have had a visit from a young prodigy, shatavdhani kavi Shri Rajchandra Ravji, an inhabitant of vavania. Mr. Rajchandra is a bania by caste, a versifier by birth and also a shatavdhani. That is one whose mnemonic powers will perform, we suppose, 100 different Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રીમદ્દ અને મુંબઈના પ્રસંગો functions at one and the same time. He knows no other language but the Gujarati, and yet he can exercise his marvellouse powers on sixteen different languages at one sitting. - The Indian Spectator, 22nd November, 1886. Exhibition of Mnemonic Powers A large number of native gentlemen assembled on Saturday at the 'Faramji Cowasji Institution' to witness an exhibition of the mnemonic powers of a young Hindoo, named Rajchandra Ravjibhai of about 19 years of age. Dr. Peterson presided on the occassion. Ten gentlemen of different castes were selected from the audience to form a committee and they all wrote out sentences composed of six words into different languages. Each one in turn gave one word of his sentence, oftentime varying the order of the words. After a time the young Hindoo reproduced to the surprise of his audience, the entire sentences giving the order of words from memory. The young man also seemed to have a remarkable sense of preception by touch or feeling. He was first shown about a dozen books of various sizes, and was informed of the names of those books. The man was then blindfolded and he gave out the names of each of those books by feeling with hand. Dr. Peterson congratulated and presented him with a gold medal on behalf of the Jain community. -The times of India, 24th January, 1887 અભુત સ્મરણશક્તિ ગઈ કાલે સાંજે “ફરામજી કાવસજી ઇન્ડસ્ટીટ્યુશન'માં કાઠિયાવાડના શીઘ્રકવિ રાયચંદ રવજીભાઈએ શતાવઘાન પ્રયોગ કરી બતાવ્યો હતો. શરૂઆતમાં જુદી જુદી દશ ભાષાના છ છ શબ્દોનાં દશ વાક્યો આડાઅવળાં કહી બતાવેલાં તે કવિએ સ્મરણમાં રાખી મિ. પીટરસનના પ્રમુખપણા નીચે યથાર્થ કહી સંભળાવી સભાને રંજન કરી હતી. કવિની અદભુત સ્મરણશક્તિથી હરકોઈ અચરજ પામ્યા હતા. વિઘાન વિધિ વિષે રચેલી કવિતા નીચે પ્રમાણે તરત કહી સંભળાવી હતી. શ્રીમદ્ સંબંથી અભિપ્રાયો તથા ઉદ્ગારો સભાસદો અહીં મળ્યા, મહાન જે સુભાગિયા; પ્રભા સરસ્વતી તણી, પ્રમુખરૂપ આ ભણી. મિપીટરસને કવિની પ્રશંસા કરી જૈનમંડળ તરફથી સોનાનો ચાંદ ભેટ આપ્યો. કવિ વિઘાનવિધિ વિષે તથા સ્મરણશક્તિની કેળવણી વિષે થોડું બોલ્યા હતા. “ગુજરાતી” તા.૨-૧-૧૮૮૭ મુંબઈમાં બનેલ પ્રસંગો આને કોણ ભોગવશે? શ્રીમદ્ શતાવધાની તરીકે શરૂઆતમાં પ્રખ્યાત થયા, અને મુંબઈમાં અનેક મોટા ગણાતા માણસો તેમના પ્રસંગમાં આવેલા. ઉદાર સખાવતો કરનાર તાતા નામના પારસી ગૃહસ્થ તેમને પોતાનો પ્રખ્યાત બંગલો બધે ફેરવીને બતાવ્યો; વિલાયતથી મંગાવેલ ફર્નિચર આદિ સુખ-સામગ્રી વિગતવાર વર્ણવી જણાવી. બીજાની પાસેથી પોતાની મિલકત કે વૈભવનાં વખાણની આશા આવા પ્રસંગે જીવ રાખે એ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો સ્વાભાવિક છે અને સામાન્ય મનુષ્યો તેની ઇચ્છાને પોષે છે. પન્ન મહાપુરુષો તો ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં વૈરાગ્યના વેગમાં ઝંપલાય છે તેથી જ તેમનાં વચનો પણ સામા જીવનો જાવનપલટો પણ કરાવી દે છે. બધો બંગલો જોયા પછી આને કોણ ભોગવશે ?” એટલા જ શબ્દો પોતે બોલ્યા. ત્યાં ઊભેલા ધન્નાએ તે બોલો સાંભળ્યા હશે, પણ તાતાના હ્રદયમાં તે ઘર કરી ગયા. અને મરતા પહેલાં તેમણે પોતાની મિલકતનું ટ્રસ્ટ કર્યું અને પરોપકાર અર્થે સર્વ સંપત્તિ ટ્રસ્ટીઓને સોંપી ગયા. ૧૭૪ આરબ પરમકૃપાળુદેવને ખુદા સમાન માનતો ઝવેરાત સાથે મોતીનો વેપાર પણ શ્રીમદે શરૂ કર્યો હતો અને તેમાં સર્વે વેપારીઓમાં વિશ્વાસપાત્ર ગણાતા. એક આરબ પોતાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો ધંધો કરતો હતો. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યો કે આજે આપણે મોટા ભાઈની પેઠે મોતીનો મોટો વેપાર કરવો. તેથી જે માલ બહાર દેશથી આવેલો તે લઈને એક દલાલને કહ્યું કે કોઈ સારા પ્રામાણિક શેઠ બતાવ. તેો શ્રીમનો ભેટો કરાવ્યો; તેમણે કસીને માલ ખરીદ્યો. નાણાં લઈને આરબ પોતાને ઘેર ગયો. એવામાં તેના મોટાભાઈ મળ્યા તેમને તેણે વાત કરી. તેમણે જેનો માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર વેચવો નહીં એમ શરત કરી છે, અને આ તેં શું કર્યું? તેથી તે ગભરાયો અને શ્રીમદ્ પાસે જઈને કરગરી પડ્યો અને કહ્યું કે આવી આફતમાં આવી પડ્યો છું. શ્રીમદે કહ્યું કે આ તમારો માલ, એમને એમ પડ્યો છે. એમ કહી માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીઘા. જાણે કંઈ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો પણ તે જતો કર્યો. એ આરબ તેમને ખુદ ખુદા સમાન માનતો. – (જીવના) જ શ્રીમદ્દ્ના મનમાં આખી મુંબઈ સ્મશાનરૂપ એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : “આ શું છે?’' તે ભાઈએ જવાબ આપ્યો કે : “સ્મશાન.’’ શ્રીમદે કહ્યું : “અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.' સ્વાધ્યાય, ચીજોના ભાવ જાણવા માટે નથી શ્રીમના એક પાડોશીએ તેમનામાં અતિશયો તથા સ્વાઘ્યાયનો રંગ દેખીને પૂછ્યું કે તમે આખો દિવસ ઘર્મની ઘૂનમાં રહો છો તો બધી ચીજોના શું ભાવ થશે તે જાણતા હોવા જોઈએ. શ્રીમદે કહ્યું : “અમારો દી ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.'' (જીવનકળા પૃ.૧૨૯) અમે તો શાસ્ત્ર માત્ર આત્માર્થે વાંચીએ છીએ દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરૈયાએ, શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરેલી કે “ગોમ્મટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે તે પૂરી કરી દેશો ?'' શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે તો શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.’’ ચાર દિવસમાં મોટા ગ્રંથોનું વાંચન પૂર્ણ માંડવી દેરાસરમાંથી 'લોકપ્રકાશ' અને 'પોડશક’” મગાવી ચારેક દિવસમાં હસ્તિલિખિત તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શ્રીમદ્દ અને મુંબઈના પ્રસંગો મોટા ગ્રંથો વાંચી તેમની પાનવાર વિગત કહી બતાવતા. શ્રીમદ્ગી અદ્ભુત સ્મૃતિ એક દિવસ મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા; રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથનો પ્રથમ શ્લોક અને છેલ્લો શ્લોક, પછી બીજા ગ્રંથનું નામ વગેરે એમ એક કલાક ફર્યા ત્યાં સુધી બોલતા જ ગયા. (જીવનકળા પૃ.૧૩૮) શેઠ અને નોકર મોરબીનો વતની લલ્લુ નામનો નોકર ઘણાં વર્ષ શ્રીમને ત્યાં કામે રહ્યો હતો. મુંબઈમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પોતાના ખોળામાં તેનું માથું મૂકી અંત સુધી તેની સંભાળ તેમણે લીધી હતી. શ્રીમદ્ કહેતા : “જ્યારે શેઠ નોકર તરીકે પગારથી કોઈને રાખે છે, ત્યારે તે શેઠ નોકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નોકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકતો નથી. જોકે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નોકરી કરે છે. શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તો તે શેઠ તે નોકર કરતાં પણ ભીખ માગનાર જેવો પામર ગણાય. શેઠ જો નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવો થાય; તેને શેઠ ઘટતી સહાય આપે, તેના પર કામનો ઘણો બોજો હોય તો તે વખતે કામમાં મદદ આપે વગેરે દયાની લાગણી હોય, તો તે શેઠ શ્રેષ્ઠ ગણાય.” સ્વર્ગ અને નરક એક દિવસ પ્રો. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદુને પ્રશ્ન પૂછ્યો : “સ્વર્ગ અને નરકની ખાતરી શી?” શ્રીમદ્ કહે: “નરક હોય અને તમે ન માનતા હો, તો નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડ્યું કહેવાય?” જૈનધર્મથી અધોગતિ કે ઉન્નતિ ગુજરાતના એક અગ્રગણ્ય સમાજસુઘારક શ્રી મહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે, જૈનઘર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્ સાથે તેમનો મેળાપ થયો. શ્રીમદે પૂછ્યું : “ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વપ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોઘ કરે છે?” મહીપતરામ કહે : “હા.” શ્રીમ–“ભાઈ, જૈનઘર્મ, હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયેલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે?” મહીપતરામ કહે : “હા.” શ્રીમદુ-“કહો, દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૬ સર્વપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મોજશોખ, આળસ, પ્રમાદ આદિથી?” મહીપતરામ–“બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી.” શ્રીમદુ-“ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય?” મહીપતરામ–“હા.” શ્રીમદ્“ત્યારે “જૈનધર્મ દેશની અધોગતિ થાય એવો બોઘ કરે છે કે ઉન્નતિ થાય એવો?” મહીપતરામ “ભાઈ, હું કબૂલ કરું છું કે “જૈનધર્મ' જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોઘ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું; લખી માર્યું !” રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં એકવાર એક વેપારી સાથે શ્રીમદ્ હીરાના સોદા કર્યા. એવું નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમ અમુક હીરા આપવા. આ બાબતનો ખતપત્ર પણ એ વેપારીએ શ્રીમદુને લખી આપ્યો હતો. પરંતુ એવું બન્યું કે, સમય પાતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઈ! એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમ હીરા આપે તો એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે; પોતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે! હવે શું થાય? આ બાજુ શ્રીમને જ્યારે હીરાની કિંમતના બજારભાવની ખબર પડી, ત્યારે તેઓ તરત જ પેલા વેપારની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમદુને પોતાની દુકાને આવેલા જોઈને પેલો વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો. તે કરગરતો બોલ્યો : “રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયો છું. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે ચિંતા કરશો મા.” એ સાંભળીને શ્રીમદ્જી કરુણાભર્યા અવાજે બોલ્યા : “વાહ! ભાઈ, વાહ! હું ચિંતા શા માટે નહીં કરું? તમને સોદાની ચિંતા થતી હોય તો મને શા માટે ચિંતા ન થવી જોઈએ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છે ને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બંનેની ચિંતા મટી જશે.' એમ કહીને શ્રીમદે સહજભાવે પેલો દસ્તાવેજ ફાડી નાખ્યો. પછી શ્રીમદ્ બોલ્યા : ‘ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંઘાયેલા હતા. બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાઠ-સીત્તેર હજાર લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બઘા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય? પરંતુ રાયચંદ દૂઘ પી શકે છે, લોહી નહીં.” પેલો બાપડો વેપારી તો આભારવશ બની ફિરશ્તા સમાન શ્રીમદ્ જોઈ જ રહ્યો. ‘પરહિત એ જ નિજહિત સમજવું.' - શ્રીમદ્ રાજચંદ્ર Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને રન્નછોડભાઈ કૃપાળુદેવે કહ્યું-આત્માની અનંતશક્તિ છે “પરમકૃપાળુદેવ મુંબઈ હતા તે વખતે તેમને એકસો પાંચ ડીગ્રી તાવ આવ્યો હતો. ત્યારે એક માણસે આવીને કહ્યું કે ડૉક્ટરને બોલાવું? તે ડૉક્ટર આત્માને માનતો નથી. કૃપાળુદેવે કહ્યું કે બોલાવો. રજબઅલ્લી ડૉક્ટર આવ્યા ને શીશી (થર્મોમીટર) મૂકી તો એકસોને પાંચ ડીગ્રી તાવ આવ્યો. ડૉક્ટરે કહ્યું દવા લો, ત્યારે કૃપાળુદેવે ના પાડી અને શીશી ફ્રીથી મૂકો એમ કહ્યું. તેથી ફરીથી મૂકી તે વખતે તાવ બિલકુલ મળે નહીં. ત્યાર પછી ફરી શીશી મૂકી તો એકસોને પાંચ ડીગ્રી તાવ દીઠો. ડૉક્ટર વિસ્મય પામ્યો કે આ શું કહેવાય? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે આત્માની અનંતી શક્તિ છે એટલે ડૉક્ટર પણ આત્માને માનતો થયો.'' - પૂજ્યશ્રીની બોધની નોટ નં.૩ (પૃ.૨૪૮) ૧૭૭ પૂર્વ દેણદારીમાંથી મુક્તિ કરાવી પરમકૃપાળુદેવ ઘંઘાર્થે મુંબઈ બિરાજતા હતા ત્યારે પોતાની પેઢી ઉપર જતા હતા. સાંજે રોજની જેમ પૈકી બંઘ કરી નીચે ઊતરતા હતા. એક દિવસે પોતાની પેઢીની બાજુની પેઢીવાળા ભાઈ પણ સાથે સાથે દાદરેથી નીચે ઊતર્યા. ત્યાં ફૂટપાથ પાસે એક ભિખારી ઊભો હતો. તેણે આ બન્ને પાસે ભીખ માંગતા કંઈ આપવા કહ્યું. ત્યારે પરમકૃપાળુદેવે એક ક્ષણ ભિખારી સામે વૃષ્ટિ કરી અને તે બાજુની પેઢીવાળા ભાઈના હાથમાં એક થેલી હતી તે લઈને ભિખારીને આપી દીધી. ત્યારે તે ભાઈ બોલ્યા કે અરે ! રાયચંદભાઈ, આ શું કરો છો? આ તો મારા આખા દિવસના આવેલ વ્યાપારના વકરાની રકમ છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે પૂર્વભવમાં જ્યારે તમે આની પાસેથી પૈસા લીધા હતા ત્યારે અમે વચમા સાક્ષી હતા. તે નાણાં તમે ચૂકવ્યા નહોતા, તે અત્યારે ચુકવાઈ ગયા. આમ દેણદારીમાંથી તેમને મુક્ત કરી દયા કરી હતી. શ્રી રણછોડભાઈ ધારશીભાઈ ધરમપુર ૐ શ્રી સહજાત્મસ્વરૂપાય નમઃ પરમપાળુદેવ શ્રીમદ્ શ્રી રાજચંદ્ર ભગવાન સાથેના સમાગમનો સંક્ષિપ્ત સાર યાને નોંધ તા.૧૫૨-૧૯૧૩ કરાંચી. ‘મોક્ષમાળા' લખનાર પ્રત્યે ઊંચી ભાવના કાઠિયાવાડના ન્યાય—નીતિમાં અગ્રસ્થાન ભોગવતા એક રાજ્યની નોકરીમાં જ્યારે હું હતા ત્યારે શ્રીમદે બનાવેલ ‘મોક્ષમાળા' મેં ખાસ સંવત્ ૧૯૪૬માં મંગાવી હતી. તે વખતે એ પુસ્તકનું ફક્ત નામ વાંચીને જ મંગાવી હતી. એ પુસ્તક વાંચતા, તેમાં અદ્ભુત સંક્લના જોઈ તેના લખનાર પ્રત્યે બાહુ ઊંચી ભાવના થઈ હતી. હું સ્થાનકવાસી જૈન હોવાથી જ્યારે કોઈ જૈનધર્મના મુદ્દા વિષે પૂછતું ત્યારે આ પુસ્તકની હકીકત હું રજૂ કરતો હતો. શ્રીમદ્જી સાથે પ્રથમ પ્રત્યક્ષ મેળાપ સંવત્ ૧૯૪૯માં મુંબઈ શહેરમાં થયો હતો. શ્રીમદ્ સાથે વીસ દિવસ સંવત્ ૧૯૫૫ના ભાદરવામાં મારું મુંબઈ જવું થયું, તે વખતે વિશેષ કરી કૃપાળુદેવના પરિચયમાં Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૮ આવવાનું થયું. શ્રી દામજીભાઈ, પદમશીભાઈ, ખીમજીભાઈ, પૂનાવાળા નાનચંદભાઈ તથા અંબાલાલભાઈ વગેરે દુકાને પઘારતા, તેઓની સાથે પણ પરિચય થયો હતો. તે વખતે શ્રીમદ્ સાથે આશરે વીસ દિવસ કામ પ્રસંગે મારે રહેવું થયું હતું. અમારી દુકાનનો નફો ઘર્માદા ખાતે સંવત્ ૧૯૫૬માં કૃપાળુદેવના સહિયારા ખાતે કપાસિયાનો વેપાર થયો હતો. તે વખતે તેમણે જણાવેલ કે આ વેપારમાં જે નફો આવે તે અમારી દુકાનના ભાગનો નફો ઘર્માદા ખાતે વાપરવો. શ્રીમદ્ભો આશય જંગલમાં રહેવાનો પછી સંવત ૧૯૫૬ના ચૈત્ર માસમાં ઘરમપુર કંપાળદેવ પધાર્યા અને ત્યાં એક માસ ઉપર સ્થિરતા કરી હતી. તે વખતે અમારે ત્યાં મુકામ હતો. જમવા વગેરે બધી સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો. રસોઈ મારા પત્ની કરતાં અને રસોઈયો હતો તે મદદ કરતો. શરીર પ્રકૃતિ એક બે દિવસ ઠીક રહી હતી. પછી નરમ રહેતી. તેઓશ્રીનો આશય જંગલમાં રહેવાનો હોય એમ સમજાતું હતું. દરેક બાબતમાં ગંભીર રહેવાનો મને પ્રતિબોઘ કર્યો હતો. ઘરમપુર નિવાસ દરમ્યાન પૂંજાભાઈ હીરાચંદ તથા ત્રિકમલાલ કાળીદાસ અમદાવાદથી પધાર્યા હતા અને આશરે ૧૫ દિવસ રહ્યા હતા. શ્રી પૂંજાભાઈ પાસે ડુંગરના શિખર ઉપર “હે હરિ! હે હરિ! શું કહ્યું.....'એ પદ ગવરાવ્યું હતું, તે મને બહુ સારું લાગ્યું હતું. શ્રી માણેકલાલ ઘેલાભાઈ પણ તે વખતે ઘરમપુર પધાર્યા હતા. | મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજી યોગ્ય મુનિઓ હાલમાં જૈનમાં મુનિશ્રી લલ્લુજી તથા મુનિશ્રી દેવકરણજી યોગ્ય મુનિઓ છે એમ મને જણાવવા કૃપા કરી હતી. | મુમુક્ષુભાઈઓ વયોવૃદ્ધ પણ આપને દંડવત્ કરી નમસ્કાર કરે છે, તે આપ જેવા કૃપાળુથી કેમ સહન થઈ શકે? એ તો દયાની લાગણી વિરુદ્ધ ગણાય, એમ પૂછી ખુલાસો માગ્યો હતો. તેનો ખુલાસો આગળ ઉપર થઈ રહેશે એમ જણાવ્યું હતું. આ વખત દરમ્યાન મારા પર કરુણા કરી. (૧) હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર, કસ્તુરી પ્રકરણ, (૩) હરિભદ્રસૂરિ કૃત પર્દર્શન સમુચ્ચય. આ ત્રણે પુસ્તકો મંગાવી વિચારવા આજ્ઞા કરી હતી. તે મંગાવી વાંચ્યા હતા. કૃપાળુદેવે ઘરમપુરના સત્સંગ વખતે આનંદઘનજીકૃત ચોવીશી તથા શ્રી યશોવિજયજીકૃત ચોવીશી વાંચવા-વિચારવા ભલામણ કરી હતી. જૈન શાસ્ત્રો શ્રી મહાવીર સ્વામી પછી ૯૦૦ વર્ષે લખાયા શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રી કુંદકુંદાચાર્ય નામના મહાન આચાર્યો થઈ ગયા છે તથા જૈન શાસ્ત્રો શ્રી મહાવીર સ્વામી પછી ૯૦૦ વર્ષે લખાયા છે એમ જણાવવા કૃપા કરી હતી. મને આર્તધ્યાન બહું રહેતું. તે ન રાખવા બોઘ દઈ, દરેક વખતે ચિત્ત પ્રસન્ન રાખવા જણાવ્યું હતું. જ્ઞાનમાર્ગ સર્વથી ઉત્તમ ઘર્મમાં પૈસા ખર્ચવામાં યોગ્ય માર્ગ કયો ગણાય? તે ઉપરથી સંક્ષેપમાં જ્ઞાનમાર્ગ સર્વથી ઉત્તમ છે Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી રણછોડભાઈ ધારશીભાઈ PAGE 225 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્રીમદ્ અને રણછોડભાઈ એમ જણાવ્યું હતું. અમે' શબ્દ ઉપયોગપૂર્વક બોલીએ છીએ કૃપાળુદેવ વાત કરવામાં ‘અમે’ શબ્દ બહુ વાપરતા. એક વખતે એકાંતમાં સવાલ કર્યો કે આવી રીતનું બોલવું તે “અહંપદ’ન ગણાય? ત્યારે કૃપાળુદેવે તેનો અર્થ સમજાવ્યો હતો કે “અ” એટલે “નહીં” અને “એ” એટલે “હું” તેથી અમે એટલે “હું નહીં એવા અર્થમાં ઉપયોગપૂર્વક આ શબ્દ વાપરીએ છીએ. દ્વિદળ સાથે દૂઘ દહીં વાપરવાની મનાઈ સામાન્ય રીતે સુરત જિલ્લામાં રાંધેલી દાળ સાથે દહીં ખાવાનો રિવાજ વિશેષ છે. તે વિષે એક વખત કૃપાળુદેવે જણાવેલ કે રાંધેલા કે ઠંડા પડી ગયેલા કોઈ પણ કઠોળના દ્વિદળ સાથે કાચા દૂઘ દહીં મેળવી જમવાના ઉપયોગમાં લેવા નહીં. કૃપાળુદેવના યોગબળે દૈવી રક્ષણ કૃપાળુદેવની કારુણ્યવૃત્તિનો એક દાખલો નોંઘપાત્ર છે. તેઓ જ્યારે ઘરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે રહ્યા હતા તે અરસામાં અમારા રાજકર્તાના મુલકમાં પોલીટિકલ એજન્ટ સાહેબનો મુકામ થયો હતો. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી હતી. પણ જાનવરોના સુભાગ્યે જ્યાં કૃપાળુદેવના યોગબળે દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? જ્યાં સુધી પરમ કૃપાળુદેવની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી શક્યો નહીં. પરમકૃપાળુદેવના ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. ભાવનાસિદ્ધિ કૃપાળુદેવના ઘરમપુર નિવાસ દરમ્યાન સ્મશાનમાં ડાઘુઓને બેસવા માટેનું એક આશ્રય સ્થાન અમારા તરફથી બનાવવામાં આવતું હતું. ત્યાં નાનો સરખો બગીચો પણ બનાવવામાં આવતો હતો. તે બગીચામાં નદીના એકઠા કરેલા જાદા જુદા રંગના પથ્થરો ગોઠવી કાંઈ લેખ ચીતરવો એ બાબત પરમકૃપાળુદેવને વિનંતી કરી પૂછવામાં આવ્યું. ત્યારે તેઓએ ‘ભાવનાસિદ્ધિ' એમ લખવા સૂચન કર્યું. તે પ્રમાણે લેખ ચીતર્યો હતો. તેનો ભાવ એમ સમજાય છે કે સંસારમાં સુખદુઃખના હર કોઈ સમયે આ મુદ્રાલેખનું સ્મરણ દરેકને બહુ ઉપયોગી થઈ પડશે કે જેવી ભાવના જીવનમાં કરી હશે તેવી જ સિદ્ધિ અંતે પ્રાપ્ત થશે. “યાદ્રશી ભાવના યસ્ય, સિદ્ધિર્ભવતિ તાદ્રશી'. કૃપાળુ દેવ ધ્યાનાર્થે ઝાડીમાં ઉપર જણાવેલ ડાઘુઓ માટેના આશ્રય સ્થાને કૃપાળુદેવ સાથે વખતોવખત જવાનું બનતું અને રાત્રે મોડેથી ઘેર આવતા. ત્યાંથી કોઈ કોઈ વખત કૃપાળુદેવ એકલા થોડે દૂર ધ્યાનાર્થે ઝાડીમાં જતા અને આવીને એકવાર એવો સવાલ કર્યો કે સર્પ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ? જવાબમાં મેં કહ્યું-આપની સમીપે ડરીએ તો નહીં; પણ પ્રત્યક્ષ તેવી કાંઈ પરીક્ષા થયા વિના શું કહી શકાય. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૦ જ્યાં મન આકર્ષિત ત્યાં જન્મ ઉપર જણાવેલ બગીચામાં એક કેળને નવા પલ્લવ આવેલ. તે પવનની લહેરથી ફરફરી રહેલા જોઈ મેં કૃપાળુદેવનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તો ત્યાં ઊપજવું થશે. મેં કહ્યું–મનુષ્ય જીવ ત્યાં ઊપજે એ બને ખરું? તેના જવાબમાં મરૂદેવી માતાનો જીવ કેળના ઝાડમાંથી ચ્યવીને મનુષ્યપણું ઘારણ કર્યાનું જૈન આગમોમાં કહ્યું છે તે જણાવ્યું હતું. તેઓશ્રીની દરેક કાર્યમાં નિર્મળતા, સ્વચ્છતા અને નિર્દોષતા જોવામાં આવતી હતી. કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત આ પ્રદેશમાંથી શ્રીજી સાહેબ પોતાને વતન જવાને સમયે જ્યારે સાથે વળાવવા ગયો ત્યારે રસ્તામાં એક ઘણો કઠોર શબ્દ તેઓશ્રી પ્રત્યે મેં ઉચ્ચાર્યો હતો. આ લખનારને ખાસ કરી યાદ છે કે રસ્તામાં તે વખતે બીજી બાબતો ઉપર ચર્ચા ચલાવી પોતે “ભગવાન” છે એવું મારી પાસે કબૂલ કરાવી, પોતાની પાસે એ કઠોર વચનની માફી મંગાવી હતી. જો કે ભગવાનનું સ્વરૂપ યથાતથ્ય પાછળથી સમજાયું છે તો પણ આ લખનાર તરફથી સહચારી સંબંઘના આકર્ષણને લઈ નીકળેલ કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત તે જ વખતે લેવરાવ્યાનું અત્યારે ભાન થાય છે. કૃપાળુદેવ ઘરમપુરથી અમદાવાદ પઘારવા રવાના થયા તે વખતે સિગરામમાં મારો પુત્ર ભગવાનલાલ, દલીચંદ અને અમારા પાડોશી અંબાલાલનો દીકરો સાકરલાલ એ ત્રણે છોકરાઓ સાથે હતા. તેઓશ્રીએ બાળકોને ભાગોળે ઉતાર્યા ત્યારે દરેકના હાથમાં એક એક રૂપિયો આપ્યો હતો. શ્રીમદ્ ઉત્તમ પુરુષ સંવત્ ૧૯૫૬ના અષાઢમાં કૃપાળુદેવ મોરબી પધાર્યા. તે વખતે શરીર સ્થિતિ નરમ હતી. મોરબીમાં રેવાશંકરભાઈના ઘરે પ્રથમ રહ્યા હતા. પછી સ્ટેશન માસ્તરના ઘરમાં સ્થિરતા કરી હતી. મોરબી ખાતે આશરે ૨૦ દિવસ સત્સમાગમનો મને લાભ મળ્યો હતો. તે વખતે ઉત્તમ પુરુષ જાણી હું સેવા ચાકરી કરતો. મોરબીમાં શ્રી ઘારશીભાઈ, શ્રી નવલચંદભાઈ, શ્રી ચત્રભુજભાઈ, શ્રી પાનાચંદભાઈ, શ્રી વીરચંદ મૂલજી, શ્રી અમૃતલાલ માસ્તર એટલા ભાઈઓ વખતોવખત આવતા હતા. કુલદેવીની માન્યતા એકવાર મોરબીમાં એક વયોવૃદ્ધ જેના પ્રત્યે મને આદરભાવ હતો, તેમણે ગોંડલ કોઈ નિમિત્તે કુલદેવીની માનતાએ જવાનું નક્કી કર્યું. ત્યારે કૃપાળુદેવે તેમને વાર્યા અને જણાવ્યું કે તેમાં કંઈ બીજાં થાય તો તેનું જોખમ બધું અમારે શિર રાખીએ છીએ. છતાં એ ભાઈને કુલદેવીની માનતાએ જવાનું થયું. તેથી તેઓ હેરાન થયા હતા. એ વાત પાછળથી તેમને સમજાઈ હતી. વ્યાવહારિક પ્રસંગોના સવાલ જવાબમાં કૃપાળુદેવ હમેશાં ઉપેક્ષિત રહેતા. કશ, છેદ, તાપથી પરીક્ષા કરી ગ્રહણ કરવું ઘાર્મિક કે વ્યાવહારિક હર કોઈ બાબતને કશ, છેદ, તાપથી પરીક્ષા કરી પછી તેની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરવાનું તેઓશ્રી જણાવતા હતા. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રીમદ્ અને વડવાના સંસ્મરણો સંવત્ ૧૯૫૬ના પજુસણ પહેલાં કૃપાળુદેવ વઢવાણ કેમ્પ પઘાર્યા અને હું મોરબીથી વઢવાણ કેમ્પ એકાદ વખત રહી ભાવનગર ગયો. ત્યાંથી સંવત્સરીની લગભગ વઢવાણ કેમ્પ આવી સમાગમનો લાભ લીધો હતો. સંવત્સરી કૃપાળુદેવની સમીપમાં કરી. તે દિવસે ઘણા ભાઈઓએ ઉપવાસ કર્યા હતા. કૃપાળુ દેવની મુખમુદ્રા હમેશાં પ્રફુલ્લિત કૃપાળુદેવની મુખમુદ્રા કોઈ દિવસ કરમાયેલી જણાતી નહીં પણ પ્રફુલ્લિત રહેતી હતી. સંવત્ ૧૯૫૭ના પોષ માસમાં વલસાડ પાસે તિથલમાં બંગલો ભાડે લેવા આજ્ઞા કરી હતી. તે બંગલો તિથલના વગડામાં મહિનાના રૂા. વીસ ઠરાવી વલસાડવાળા શેઠ ઘનજીભાઈ ખીમજીભાઈ મારફતે ભાડે રખાયો હતો. ત્યાં શ્રી કપાળદેવ બંગલો ભાડે રખાયા પછી પધાર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વડે શ્રીમદ્જીની ઓળખાણ કૃપાળુદેવના દેહોત્સર્ગ પછી જ્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' નામનો મોટો ગ્રંથ છપાઈને બહાર પડ્યો, અને તે ગ્રંથનું અવલોકન તથા અનુપ્રેક્ષણ થયું ત્યારે તેઓશ્રી કેવી દશાના પુરુષ હતા તે કંઈક સમજાયું છે. તથા જડ અને ચેતન વિષે વિશેષ જાણપણું થયું છે. તે ગ્રંથની ભાષા અને કથન અભુત ચિતાર આપે છે. તેઓશ્રીની બધી કૃતિઓ સહજ અને સ્વાભાવિક સમજાય છે. જિજ્ઞાસુ મહાશયને એ પુસ્તકમાંથી ઘણું મળી રહે એવું છે. શ્રીમદ્જીના વચનામૃત જુગો જુગ પ્રસિદ્ધિ પામો છેવટે આ જગતના ત્રિવિધ તાપના નિવારણાર્થે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો જાગો જાગ પ્રસિદ્ધિને પામો અને તેને સદા પોષણ આપી જાગૃત રાખનાર હાલમાં વિચરતા શ્રી લલ્લુજી સ્વામી આદિ મુનિઓના યોગબળ જયવંત વર્તા, જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વડવાના સંસ્મરણો. - વડ અને વાવ ઉપરથી વડવા નામ પડયું એક સમયે ત્રંબાવટી નામે પ્રસિદ્ધ નગરી, અને હાલ જે ખંભાતના નામથી જાણીતું શહેર. અગાઉ તેની જાહોજલાલી ઘણી જ હતી. અહીંના બંદરેથી દેશવિદેશ માટેના વહાણો જતા અને આવતા હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ કોઈ અલૌકિક આગવી સૂઝથી મહારાજા કુમારપાળને અહીં પાટણના સિદ્ધરાજના માણસોથી બચાવ્યા હતા. અને એ કુમારપાળને જૈનધર્મના ઉદ્યોત પંથે આગળ વઘવામાં પ્રેરણાદાયી બન્યા હતા. આ ખંભાત શહેરની પૂર્વ દિશાએ કેટલાક ખેતરોથી દૂર ‘વડવા'નામે એક નાનું ગામ હતું. અહીં એક વાવ અને તેની નજદીકમાં એક વડ ત્યાંના વટેમાર્ગુઓ માટેનું વિશ્રામસ્થળ બન્યું હતું. તેના કારણે ‘વડવા' નામ અસ્તિત્વમાં આવ્યું તેમ કહેવામાં આવે છે. શ્રીમનું વડવામાં આઠ દિવસ રોકાણ. પર્ષદામાં અપૂર્વ બોઘા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સંવત્ ૧૯૫રના ભાદરવા સુદ દસમના અરસામાં રાળજથી ‘વડવા” પઘાર્યા. વાવની બાજુએ એક વંડી તથા એક મંદિર હતું. તેમાં કોઈ ખાખી સંત રહે. પરમકૃપાળુદેવે Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૨ સંતને અહીં રહેવાની પોતાની ઇચ્છા દર્શાવી, સંતે વંડી ઉપરની મેડી બતાવી જણાવ્યું ઉપર ઠેરના બાબા, હમ ભી હરિ ભક્તિ કે લિયે ઠહરે હૈ! અને આ મેડી ઉપર પરમકૃપાળુદેવ લગભગ આઠ દિવસ રહ્યા. બાજુમાં વડની નીચે તેઓશ્રીનો બોધ થતો. પર્ષદા ભરાતી, સર્વ સંપ્રદાયના લગભગ પાંચસો જેટલા ભાઈઓ બહેનો ત્યાં આવતા અને પરમકૃપાળુદેવના બોઘનું શ્રવણ કરતાં. કોઈ રસ્તે જતા આવતા વટેમાર્ગુ પણ તે મધુરી વાણી સાંભળી, તે પર્ષદાનો દેખાવ જોઈ ત્યાં થંભી જતા. કેટલાંક તો અદ્ભુત યોગીને જોતાં જ રહેતા. પૂ.પ્રભુશ્રી પણ અન્ય મુનિઓ સાથે અહીં આવતા અને પરમકૃપાળુદેવનો બૌધ પરમ પ્રેમે ઝીલતા, આ સુવર્ણભૂમિ છે. અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે ઉપરની મેડીમાં પરમકૃપાળુદેવનો નિવાસ હતો અને નીચે ઓરડીમાં પૂ.શ્રી અંબાલાલભાઈ રસોઈ બનાવતા હતા. તેમની સાથે તેમના મુનિમ કેશવલાલ પણ પરમકૃપાળુદેવની સેવા-સુશ્રુધાના કાર્યમાં સાથે હતા. એક દિવસ વાતચીત પ્રસંગે કેશવલાલભાઈએ ડાકોરના મહાત્મ્ય વિષે પૂછ્યું કે “તે સ્થાન કેવું?” પરમાણુશ્રીએ ઉત્તરમાં જણાવ્યું, ‘ડાકોરની ભૂમિ ઉત્તમ છે, પણ તે કરતાં પન્ન આ વડવાની ભૂમિ ઉત્તમોત્તમ છે.’ એક વખતે કેટલાંક મુમુક્ષુઓની હાજરીમાં મેડી ઉપરની બારીમાંથી દક્ષિણ દિશા તરફની સામેની ટેકરી તરફ અંગુલીનિર્દેશ કરી કહ્યું, ‘આ સુવર્ણભૂમિ છે.’ અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે. સંવત્ ૧૯૫૬માં મોરબીમાં તેઓશ્રીનો બોધ થયો હતો. તેની નોંઘ પૂ.શ્રી મનસુખભાઈ કિરતચંદે લીધેલ જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં વ્યાખ્યાનસાર-રમાં અંક માં નીચે પ્રમાણે દર્શાવેલ છે :– સમાધિદશામાં બેઠેલા તે સ્થિતિનું પાંચસો વાર સ્મરણ ‘પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે, પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની જગ્યાઓ સંભારવાથી તપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યો પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસોવાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.'' - વ્યાખ્યા (પૃ.૭૮) શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાત તત સત્ શ્રી સહજામસ્વરૂપી ભગવાનને નમો નમઃ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં ખંભાતવાળા શાહ ત્રિભોવનદાસ માણેકચંદ આવેલા અને તે સમયે જે પ્રસંગ બનેલા તે સ્મરણમાં રહેલું જે અત્રે લખ્યું છે, સંવત્ ૧૯૪૫ની સાલમાં અમદાવાદવાળા છગનલાલભાઈ સાથે શ્રી ખંભાતવાળા અંબાલાલભાઈને પત્ર વ્યવહાર ચાલતો હતો. અંબાલાલભાઈ તે સમયે શ્રી ઢુંઢીયાના જૈનશાળાના સેક્રેટરી તરીકે હતા. હું Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ પણ તેઓની સાથે તે કામમાં દોરાયો હતો. શ્રી જૂઠાભાઈ બુદ્ધિશાળી પુરુષ છે. અંબાલાલભાઈને તથા છગનલાલભાઈને જે પત્ર વ્યવહાર ચાલતો, તેમાંથી અંબાલાલભાઈએ લખેલા અમુક પત્રો છગનલાલભાઈએ શ્રી જૂઠાભાઈને વંચાવ્યા હતા. તે ઉપરથી શ્રી જૂઠાભાઈએ અંબાલાલભાઈ પ્રત્યે કંઈ પ્રશ્નના આકારમાં પત્ર લખ્યો. તે પત્ર અંબાલાલભાઈએ વાંચ્યો અને તેના જવાબમાં લખ્યું શું? તે મને બરાબર યાદ નથી પણ અંબાલાલભાઈએ મને કીધું હતું કે આ લખનાર પુરુષ બુદ્ધિમાન છે. “કયાં પ્રતિબંઘ કરું-મોહના કારણોને શા માટે વઘારું? સંવત્ ૧૯૪૬ની સાલમાં ભાઈ સુંદરલાલ માણેકચંદનું ફરીથી લગ્ન થયું હતું. તેમની સાણંદ જાન જવાની હતી. તે જાનમાં હું તથા અંબાલાલભાઈ ગયા હતા. ત્યાંથી છગનલાલભાઈને ત્યાં લગ્નનો પ્રસંગ હતો તેથી અમો અમદાવાદ ગયા. અમોને જૂઠાભાઈને મળવાની આકાંક્ષા રહેતી હતી, જેથી અમો પછી જૂઠાભાઈને ત્યાં ગયા. જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ રહ્યા કરતી હતી. તેઓશ્રીમાં વિનયનો ગુણ ઘણો અભુત જોયો. તેઓની સરળતાએ અમો બંન્નેના ચિત્ત હરણ કર્યા. કેટલીક ઘર્મ સંબંઘી વાતચીત થઈ. પછી અમો જમવા ગયા. જમીને ફરીથી અમો જૂઠાભાઈ પાસે ગયા. જૂઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા કહ્યું ત્યારે જવાબમાં તેઓએ જણાવ્યું કે “હું કયાં પ્રતિબંઘ કરું?” આ વચન સાંભળતા અમારા હૃદય કંપાઈ ગયા. તે દિવસે છગનલાલભાઈને ત્યાં મોટો વરઘોડો ચઢવાનો હતો. તેથી અમોને તેડવા માટે માણસ આવ્યો. અમારે જવાનું મન બિલકુલ નહોતું છતાં જવું પડ્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં ઘણી ઉદાસ વૃત્તિ રહ્યા કરતી, અને જૂઠાભાઈનું વચન બહુ જ ખટકતું હતું કે આને કેવો ભાગ્યનો ઉદય! તમારી સાથે પૂર્વભવનો સંબંઘ હોવો જોઈએ ત્યારપછી સાંજના અમો બન્ને જૂઠાભાઈને ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં જતાં પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ત્યાં ગયા. જતાં જ શ્રી જૂઠાભાઈએ અમોને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વનો સંબંઘ હોવો જોઈએ, એમ લાગે છે. એમ કહ્યા પછી સાહેબજીના સંબંધી કેટલીક હકીકત કહી. કેટલાંક સાહેબજીના પત્રો અમોને વંચાવ્યા. તેમાંના કેટલાંક પત્રો અમને આપ્યા. અમુક ચોકડીના આકારમાં, અમુક ત્રિકોણના આકારમાં લીટીઓ કાઢેલ પુસ્તક આપ્યું. શ્રી અંબાલાલભાઈને ત્યાં ઘણું કરી તે વિદ્યમાન હશે. પત્ર લખી પ્રશ્નોના ઉત્તરો મંગાવતા ત્યાંથી અમો ખંભાત આવ્યા. ત્યારપછી અમોએ સાહેબજી સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો હતો. સ્થાનકવાસીના અપાસરે શ્રી ભગવતીજી સૂત્ર વંચાતું હતું તે સાંભળવાને અમે બન્ને જતા હતા. અપાસરામાં નીચે આવી અમો બન્ને પાના વાંચતા અને તેમાંથી સંશય કરતા. પછી શંકાઓનું નિવારણ કરવા સારું અમો સાહેબજી પ્રત્યે પત્ર દ્વારા લખી જણાવતા અને તે પ્રશ્નના ઉત્તરો સાહેબજી લખી જણાવતા હતા. જે હાલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃત પત્રાંક : ૧૧૫, ૧૨૨, ૧૩૧, ૧૩૯માં છપાયેલ છે. સાહેબજી ઘણા ભાગે મૌન ત્યાર પછી સંવત્ ૧૯૪૬ના ફાગણ માસમાં ભાઈ છોટાલાલ માણેકચંદની બેન પસીની શરીર Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૪ પ્રકૃતિ નરમ રહેવાથી મુંબઈ દવા કરવા સારું તે બેન તથા તેના માતુશ્રી તથા મારા ભાઈ સુંદરલાલ અને હું મુંબઈ ગયા હતા. ત્યાં ગયા બાદ હું તથા સુંદરલાલ જ્યાં સાહેબજી = હતા ત્યાં મળવા ગયા. તે વખતમાં સાહેબજી ઘણા ભાગે મૌન રહેતા. કાર્ય જેટલી વાત કરતા. અમો જ્યાં ઊતર્યા હતા તે ઘણી અકિકનો (પથ્થરનો) વેપારી હતો. તે સંબંધી અમોએ સાહેબજીને કીધું હતું. “ધ્યાન તરંગરૂપ છે” પછી હું ફરીથી એકલો સાહેબજી પાસે ગયો. સાહેબજી પોતે એક નાની પથારી અને એક નાનો તકીયો નાખી બેઠેલ હતા. કાળો કરીને એક રસોઈયો ત્યાં હતો. થોડીવાર પછી મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો; પણ જવાબ આપ્યો નહીં. મેં બે ત્રણવાર પાંચવાર પૂછ્યું હશે. ત્યારે સાહેબજીએ કીધું કે પાંચવાર પૂછ્યું? મેં કીધું મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું : “ધ્યાન તરંગરૂપ છે?” તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો. તે એવો કે તે પછીથી ઇચ્છા ઉત્પન્ન થઈ નથી. મેં જૂઠાભાઈ સંબંધી કેટલીક વાત કરી. યોગ્યતા પ્રમાણે બોઘ મળશે સાહેબજીએ કીધું કે તે શ્રી જૂઠાભાઈની ભલામણથી અમો તમોને બોઘ આપીએ તેમ નથી. અને તે ના કહે તેથી કાંઈ ના આપીએ તેમેય નથી. થોડીવાર પછી સાહેબજીએ મને કીધું કે કેમ અમે કહીએ તે પ્રમાણે કરશો? મેં કીધું કે હા જી. આપ જે કહેશો તે યોગ્ય જ હશે. સાહેબજીએ કીધું કે-“અમે કહીશું કે જાવ મજીદમાં.” મેં કીધું આપ જે કહો છો તે યોગ્ય જ છે. પછી સાહેબજીએ કીધું : “કાલે આવજો.” હું કોઈ કારણથી બીજે દિવસે જઈ શક્યો નહીં. તેથી ત્રીજે દિવસે સાહેબજી પાસે જઈ ક્ષમા માગી. થોડીવાર પછીથી સાહેબજીએ કહ્યું અમારે હજારો વર્ષનો અભ્યાસ અમારે હજારો વર્ષનો અભ્યાસ છે એમ કહી કહ્યું કે લ્યો, આ દસ વચનો. આ વચનો એવા છે કે હજાર પાનાં ભરાય તેટલું એમાં રહસ્ય છે. તેમાં પ્રથમ વાક્ય “સપુરુષના ચરણનો ઇચ્છક”. ઇત્યાદિ ૧૦ વચનામૃતો હતા. તે “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃત'માં પત્રાંક ૧૦૫માં છપાયેલ છે. વિના ઘડિયાળ એક મિનિટનો પણ ફેર નહીં ત્યારપછી સાહેબજીને નમસ્કાર કરી ઉતારે આવ્યો. ફરી એક બે વાર ગયો હતો, એવી યાદી છે. સાહેબજી બપોરના વખતમાં પથારીમાં સૂઈ જતા હતા. કાળા રસોઈયાને કહેતા કે અમો અમુક વખતે ઊઠીશું. સાહેબજી તે જ ટાઈમે કહ્યા પ્રમાણે ઊઠતા. એક મિનિટ પણ ફેરફાર થતો નહીં. પાસે ઘડિયાળ કે ઘડી કંઈપણ રાખતા નહીં. પણ જે વખતે ઊઠે તે તે વખતે કહ્યા પ્રમાણે ટાઈમે ઊઠવું થતું હતું. પરમકૃપાળુદેવે જે આપ્યું તે કૃપા કરી જણાવો પછી હું અમદાવાદ ગયો હતો. ત્યાં હું પવિત્ર જૂઠાભાઈને મળ્યો. ત્યારે જૂઠાભાઈ મને વારંવાર પૂછવા લાગ્યા કે ભાઈ તમને પરમકૃપાળુદેવે શું આપ્યું? તે તો મને કૃપા કરી જણાવો તો ખરા! પછી મેં Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ જે જે વાત અને બીના બની હતી, તે સર્વ કહી સંભળાવી. શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેતી હતી તેથી તેમને જોવા માટે હું ફરીથી વૈશાખ માસમાં અમદાવાદ ગયો. એમના સમાગમથી મને ઘણો જ આનંદ થતો હતો. શ્રી જૂઠાભાઈએ અષાઢ માસમાં સમાધિ સહિત દેહ મૂક્યો. હું તે સાલમાં શ્રાવણ માસમાં મુંબઈ ગયો હતો. ત્યાં નાગદેવીના રસ્તા ઉપર, ઉપરના મકાનમાં સાહેબજી રહેતા હતા...દુકાન કરવાની વાતચીત કરતા હતા. જૂઠાભાઈ જ્યારે દેહ મૂકશે તે પ્રથમથી જ જાણકારી સાહેબજીએ કેટલાંક પત્રો લખેલા મને આપ્યા હતા તેમાં જૂઠાભાઈ આ જન્મમાં ક્યારે દેહ મૂકશે તે સંબંઘી સાહેબજીએ પ્રથમથી જ લખી રાખ્યું હતું, તે મને વંચાવ્યું હતું. તથા પત્ર અથવા બુક મને આપી હતી. તે પત્રો “શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત'માં પત્રાંક ૧૧૬, ૧૧૭માં છપાયેલ છે. પછી સાહેબ શ્રી વવાણિયા બંદરે પધાર્યા હતા. કેટલાંક પત્રોનો ખંભાત આવ્યા પછીથી ઉતારો કરાવ્યો હતો. સત્સંગ શોઘો” સંવત્ ૧૯૪૬માં ખંભાત આસો માસમાં પધારવા સંબંધી પત્ર આવ્યો ત્યારે શ્રી અંબાલાલભાઈ આણંદ તેડવા ગયા હતા. સુંદરલાલભાઈ, નગીનભાઈ તથા હું ફેણાવ તેડવા સામા ગયા. ત્યાં એક ટેકરી ઉપર સાહેબજી બિરાજ્યા હતા. સાહેબજીને દીઠા કે તુરત જ અમે નમસ્કાર કર્યા. ત્યાં સાહેબજીને છોટાલાલ કપુરચંદે જમવાને માટે અતિ આગ્રહ કર્યો હતો. તેથી સાહેબજી ત્યાં જમ્યા. પછી ખંભાત તરફ પધાર્યા. તે વખતે સાહેબજી એટલો જ બોઘ કરતા કે “સત્સંગ શોધો.” જે કોઈ આ વિદ્યા ફોરવશે તે અનંતકાળ પરિભ્રમણ કરશે મારા પાસે જ્યોતિષનો પાંચ વરસથી વરતારો હતો. તે સંબંધી મેં સાહેબજીને કીધું. તેમણે માગ્યો. મેં આપ્યો. પછી એ સંબંધી તુચ્છભાવ થાય તેવો સાહેબજીએ બોઘ આપ્યો જેથી મને તે ઉપર તિરસ્કાર થયો અને મેં કીધું કે ફાડી નાખું? ત્યારે સાહેબજીએ કીધું, “ના, છો રહ્યો.” પછી એકવાર સાહેબજી ચંદપન્નતિ અથવા સૂર્યપન્નતિ બેમાંથી એક વાંચતા હતા, તેમાંથી મારી પાસે છેલ્લા ભાગમાંથી વંચાવ્યું અને સાહેબજીએ કીધું કે “જે કોઈ આ વિદ્યા ફોરવશે તે અનંતકાળ પરિભ્રમણ કરશે.” ત્યારપછીથી મને તે જ્યોતિષનો મોહ ઓછો થયો. આ જીવ પોતાને જ ભૂલી જાય છે એક વખત સાહેબજીએ દશ ઓરડી સબંઘી દ્રષ્ટાંત આપ્યું કે જીવ પોતાની ઓરડીને ભૂલી ગયો છે. તેથી નવ ગણે છે. અને આંગળીનો ઈશારો પોતા તરફ કરી સાહેબજીએ જણાવ્યું કે ““આ દશમી હું' તેને પોતે ભૂલી જાય છે.” અબ હમ અમર ભયે ન મરેંગે' ફરીથી હું એકવાર સાહેબજી પાસે સવારમાં ગયો હતો. ત્યારે હિંચકા ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાહેબજી શ્રી આનંદઘનજીનું પદ બોલતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે” એ જ પદ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૬ વારંવાર બોલતા હતા. જે દિવસે સાહેબજી ખંભાત પઘાર્યા તે દિવસે બહાર ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાંયકાળ હતો. જન્મ, તિથિ, વાર વગેરે કહી આપ્યા સાહેબજીએ એકવાર લાલચંદભાઈને કીધું કે તમારો જન્મ શ્રાવણ માસમાં, વદમાં, ફલાણી તિથિ, ફલાણો વાર, ફલાણા સમયે થયેલ છે? લાલચંદભાઈએ કહ્યું હા, જી સાહેબ!! તે પ્રમાણે જ છે. ત્યાર પછી ત્રીજે દિવસે ભાઈ અંબાલાલને કીધું કે આજે અમારે ત્યાં સાહેબજી જમશે. અતિ આગ્રહથી સાહેબજી અમારે ત્યાં જમવા પધાર્યા હતા. આગલે દિવસે સાહેબજી એકવાર જમ્યા હતા. મારે ત્યાં જમવા પધાર્યા ત્યારે ૧૦, ૧૧નો સુમાર થયો હતો. મેં સાહેબજીને રસ્તામાં કીધું કે સાહેબજી! ગઈ કાલે આપે તો એક વખત આહાર કર્યો હતો. સાહેબજીએ કીધું કે “ના, સાંજના પછીના ભાગમાં ભાઈ અંબાલાલ સાથે આહાર ગ્રહણ કર્યો હતો.” સપુરુષની કૃપાથી જ આત્માનંદ પ્રાપ્ત થાય સંવત ૧૯૪૭ની સાલમાં કારતક સુદ-એકમના બેસતા વર્ષે મારા ભાઈ છોટાલાલભાઈને ત્યાં સાંજના પઘાર્યા હતા. તે વખતે ઉપરના માળે આ પદ સાહેબજી બોલતા હતા કે... દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે હો, મલ્લિજન.” એમ વારંવાર ગંભીર, ગીરાથી ધૂન સહિત ઉચ્ચાર કરતા હતા. બીજા બીજા વખતમાં કાંઈ કાંઈ વાતચીત થઈ હશે પણ તે હાલ સ્મરણમાં રહેલ નથી. પણ સાહેબજી વારંવાર કહેતા કે “સત્સંગ શોધો.” ભયને કૂવામાં નાખો તે વખતમાં લલ્લુજી સ્વામી સાહેબજી પાસે વખતો વખત આવતા હતા અને એક વખત સાહેબજીએ મુનિશ્રીને કીધું કે “ભયને કૂવામાં નાખો.” આ વચનો મેં લલ્લુજી સ્વામી પાસે સાંભળ્યા હતા. એક વખત સાહેબજી ઠુંઢિયાના ઉપાશ્રયે પધાર્યા હતા. ત્યાં હરખચંદજી મુનિશ્રીના સમક્ષ અષ્ટાવઘાન કર્યા હતા. હરખચંદજી મુનિશ્રી ઘણો જ આનંદ પામ્યા હતા અને સાહેબજીના ગુણ ગાવા માંડ્યા. તે વખતે લાલચંદભાઈ તથા મારા પિતાશ્રી ઉપાશ્રયમાં હતા. કારતક સુદ બીજના દિવસે પોતે મુંબઈ પધાર્યા હતા. અને અંબાલાલભાઈ આણંદ સુઘી સાહેબજીને મૂકવા ગયા હતા. પરમકૃપાળુ દેવ પ્રત્યે બહુ જ ઉત્તમ ભક્તિ શ્રી અંબાલાલભાઈની ભક્તિ બહુ જ ઉત્તમ હતી. અંબાલાલભાઈ પ્રગટપણે વારંવાર બોલતા કે મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્ રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્.” આ શ્લોક બેસતાં ઊઠતાં હરઘડીએ ઉચ્ચાર કર્યા કરતા. સ્મરણ ભક્તિ તેમને બહુ જ ઊગી હતી. મને કોઈક સંશય થયો હતો. તેનું તેમણે નિવારણ કર્યું હતું. ફરીથી સંવત્ ૧૯૪૭ના પર્યુષણ પર્વમાં શ્રી રાળજ પધાર્યા હતા. ત્યાં સાહેબજીની સ્થિતિ ૧૮ દિવસ લગભગ થઈ હતી. ત્યાં મુખ્ય બોઘ કુલાગ્રહની નિવૃત્તિનો ચાલતો હતો. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ત્રિોવનભાઈ સાહેબજીના બોઘની સચોટ અસર એક દિવસ સાહેબજીએ બુદ્ધના ચરિત્રનું વર્ણન કર્યું હતું. તે વખતે સાંભળનારાઓના રૂંવાડે રૂંવાડા ખડાં થઈ ગયા અને ઘણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી. ૧૮૭ પ્રવિણ સાગરની કવિતા ગાતા હતા. “જાગી હૈ જોગ કી ધૂની, બરસત બૂંદોઁ દૂની.’ શ્રીમદ્ ભાગવતમાં ગોપીઓની ભક્તિ જે વર્ણવી છે તે વાંચતા હતા અને વાંરવાર બોલતા હતા કે “વળવળે વૈકુંઠનાથ ગોપી, મને માર્શે મારી માત; મને જાવા દે આણી વાર ગોપી, તારો બહુ માનીશ ઉપકાર, ગોપી.’ (અર્થ :—વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે તેને શ્રી કૃષ્ણરૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જાવા દે, હું તારો બહુ ઉપકાર માનીશ. નહીં તો મને વારંવાર સંસારના દુ:ખો ભોગવવા પડશે.) એમ બોલતાં મુખ પર આનંદ જણાતો હતો. સાહેબજીની આત્મામાં અખંડ તન્મયતા એક વખત સાહેબજી નાહીને ઉપર જતા હતા. ત્યાં સાહેબજીને બારી વાગી. મેં સાહેબજીને કીધું કે સાહેબજી વાગ્યું? સાહેબજીએ કીધું કે “ના નથી વાગ્યું.’’ મેં કીધું સાહેબજી વાગ્યું હશે! સાહેબજીએ કીધું ‘“અમે શું ખોટું કહેતા હશું?’’ ત્યારે જાણ્યું કે અહો! સાહેબજીનો આત્મ ઉપયોગ કેટલો જાગૃત હતો. સાહેબજી જેટલી વાર બોલતા તેટલી વખત નાવઈ જેવું લાગતું. છાયાની લંબાઈ ફરે તેમ કાચાની લંબાઈ પણ ફરે એક વખત સાહેબ તળાવ ઉપર બિરાજ્યા હતા. તે વખતે શ્રી સૌભાગ્યભાઈને શ્રી સાહેબએ કહ્યું કે ‘‘એક માણસ અમારી પાસે આવ્યો હતો. તેણે અમોને કીધું કે આગળના કાળમાં જાગલીયા મોટી કાયાવાળા હતા. તે વાત મને બેસતી નથી. અમોએ કીધું તારે એની શી જરૂર છે. ત્યારે તેણે કહ્યું કે જ્યાં જાઉં છું ત્યાં મને કોઈ સમાધાન કરતું નથી અને સમાધાન થયા વિના મારા આત્મામાં આ વાત ચોક્કસ બેસતી નથી. ત્યારે અમે તેને કહ્યું કે “માણસ સવારમાં ઊભો રહે છે ત્યારે તેનો કેટલો પડછાયો પડે છે? બપોરે કેટલો પડે છે? અને સાંજના કેટલો પડે છે! તે આ પ્રમાણે ફરતાં ફરતાં કાળમાં તેમ હોય.'' તે માણસને તે વાત ઉપરથી સમાઘાન બરાબર થયું, સંતોષ થયો અને અમને કીધું કે આવી રીતે મારી વાતનું સમાઘાન કોઈપણ કરી શક્યું નહોતું. મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું. મને તે વખતે ગુમડાંની વ્યાધિ હતી. તેથી સત્સંગમાં અમુક વખતે અંતરાય પડતો હતો. તે વખતમાં જે જે બોધ થયેલ તે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૮ ઉંદરને છત્રીએ ચઢાવી કોરે મૂક્યો ચિત્ર નંબર ૧ સંવત્ ૧૯૪૮ની સાલમાં હું તથા મારા ભાઈ છોટાભાઈ અમો કાપડ લેવા સારું - મુંબઈ ગયા હતા. ત્યાં અમારે સાહેબજીનો સમાગમ થયો હતો. એક વખત સાહેબજી તથા હું રસ્તે થઈ જતા હતા. રસ્તામાં એક ઉંદર જતો સાહેબજીની નજરે પડ્યો. તરત જ સાહેબજી ઘસ્યા ઘસ્યા તે ઉંદર પાસે જઈ પહોંચ્યા અને ઉંદરને છત્રીએ ચડાવીને એક કોરે મૂકી દીઘો. હું સાહેબજીથી પાછળ રહી ગયો. પછી મારા જાણવામાં આવ્યું હતું. મેં વિચાર કર્યો કે સાહેબજીમાં કેટલી બધી ઉત્તમ દયા છે. કષાયનો આટલો બધો ઉદય!!! ચિત્ર નંબર ૨ એક વખત સાહેબજી જ્ઞાન સંબંધી વ્યાખ્યા કરતા હતા. તે વખતે નીચે કેટલાંક કૂતરા લડતા હતા. તે સાંભળી ઘોરીભાઈ બોલ્યા કે “હુક્કા ગગડ્યા' એમ કહી બહુ જોશમાં ઘોરીભાઈ હાંકવા જવા લાગ્યા. તે સાંભળી સાહેબજી બોલ્યા “ઘોરીભાઈ, કષાયનો આટલો બધો ઉદય!!! એટલે ઘોરીભાઈ હાંકવા જતાં અટકી ગયા. કુગુરુ પોતે બુડે અને બીજાને પણ બુડાડે ચિત્ર નંબર ૩ એકવાર કહ્યું કે અસદગુરુ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઇત્યાદિ વાતો કર્યા પછી કહ્યું કે શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા, ત્યારે દેવોને કહ્યું કે “અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો લાવ્યા. પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઈ ત્યાં છે? ત્યારે દેવોએ કહ્યું કે હવે કોઈ ત્યાં નથી રહ્યું પણ એક કૂતરો છે. તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે. તેથી તે બહુ દુઃખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું–જાઓ તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહીં, તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ તે કૂતરા પર પાણી છાંટ્યું એટલે કૂતરા પર જે કીડા હતા તે મનુષ્યો થઈ ગયા. તેને રામચંદ્રજીએ પૂછ્યું કે તમે આ કૂતરાને કેમ પીડો છો? ત્યારે તેણે રામચંદ્રજીને કહ્યું–આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરુ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આઘીન વર્તતા હતા અને અમે એને તન, મન, ઘન અર્પણ કર્યા હતા. તેણે અમારું કલ્યાણ કર્યું નહીં, પણ અમારું તન, મન, ઘન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઈએ છીએ. અને અમે આવા અવતાર ઘારણ કરીએ છીએ. સયુગ કળિયુગમાં આભ જમીનનો ફેર ચિત્ર નંબર ૪-૫ ત્યાર પછી ફરી તે ભાઈએ પૂછ્યું કે હે કૃપાનાથ, કળિયુગ એટલે શું? અને સત્યુગ તે શું? શ્રી કૃપાનાથે જવાબમાં કહ્યું કે એક ગામમાં ખેતર ખોદતાં ઘનનો ઘડો નીકળ્યો. તે ઘન લઈ ખેડૂત ખેતર વેચનાર ઘણી પાસે જઈને કહેવા લાગ્યો કે મેં તો મફતના ભાવે જમીન લીધી છે એટલે આ ઘન તમારું છે. ત્યારે તે વેચનાર ઘણીએ કીધું કે મેં તો બધુંયે તમને સુપ્રત કર્યું માટે મારે લેવા દેવા નથી. પછી બન્ને રાજા પાસે ગયા. અને તે ઘન લેવા રાજાને વિનંતી કરી. પણ રાજાએ તે ઘન લેવા ના પાડી અને કહ્યું કે તમે કાલે આવજો. હવે બીજે દિવસે કળિયુગ બેસવાનો હતો એટલે રાત્રે ત્રણેયની વૃત્તિ ફરી ગઈ. ખેતર વેચનારે વિચાર કર્યો કે મારે જ તે ઘન લેવું જોઈએ કારણ કે અસલમાં ખેતર મારું છે. લેનાર ઘણીએ વિચાર્યું કે હવે હું તેને શાનો આપું? હવે તો ખેતર મારું છે. રાજાએ વિચાર્યું કે મને ઘન Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨) કષાયનો આટલો બધો ઉદય !!! I IIIIIII | (૧) ઉંદરને છત્રીએ ચઢાવી કોરે મૂક્યો D . OC (૪ ૫) સતયુગ કળિયુગમાં ભિ જમીનનો ફેરો (૩) કગુરુ પોતે ભૂટે અને ભૂલી PAGE 237 Page #229 -------------------------------------------------------------------------- ________________ hind Kક Viદ ર જ પણ કરી તારક - 2 አ ኡ ኢ Wልልል እ እ እ || []ITT શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ સામેથી આપવા આવે છે તો શા માટે ન લેવું? એમ ત્રણેની વૃત્તિ ફરી ગઈ. માટે સતુ યુગ અને કળિયુગમાં આ ફેર છે. બીજા પણ દ્રષ્ટાંતો આપ્યા હતા. તે મને સ્મૃતિમાં નથી. મનની સઘળી વાત જાણનાર ખંભાતવાળા પ્રેમચંદ દેવચંદ તપાગચ્છમાં પ્રવીણ ગણાતા. તેઓ સાહેબજી પાસે ૨૫ પ્રશ્ન પૂછવાની ઇચ્છાએ આવ્યા હતા. તે વખતે સાહેબજી ઘર્મસંબંઘી બોઘ કરતા હતા. તેમાં તે ૨૫ પ્રશ્નોનું સમાઘાન થયું હતું. સાહેબજીને તે પ્રશ્ન તેઓએ પૂછ્યા નહોતા છતાં તેમના મનની શંકાઓ દૂર થઈ હતી. તેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા હતા અને કીધું કે અહો!તમે અમારા મનની સઘળી વાતો જાણી. આપને ઘન્ય છે. મુમુક્ષુએ મુમુક્ષુની દેહ જતાં સુધી સેવા કરવી. એક વખત રસ્તામાં જતાં સાહેબજીએ મને કીધું કે “મુમુક્ષુએ મુમુક્ષુને આ દેહ અર્પણ કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.” એક વખત સાહેબજી તથા હું સાથે ફરવા ગયા હતા. પછી ત્યાં બેઠા. સાહેબજીએ બેઠા બેઠા મને કીધું કે “શ્રી મહાવીર સ્વામી શરીરે પાતળા હતા, અને તે કાંકરામાં બેસતા હતા.” ગુરુગમ વિના શાસ્ત્ર તે શસ્ત્રરૂપે પરિણમશે એક વખતે મારા ભાઈ છોટાભાઈએ મને કીધું કે સાહેબજી સિદ્ધાંત વાંચવાની આજ્ઞા આપે તો ઠીક. મેં સાહેબજીને ખાનગી રીતે વાત કરી. ત્યારે સાહેબજીએ કીધું કે તે “ઝેર રૂપે પરિણમશે. તે વખતમાં જે જે બોઘ થતો હતો તેથી અમોને આનંદ થતો હતો. તે બોઘ હું પત્ર દ્વારા શ્રી અંબાલાલભાઈને લખી જણાવતો હતો એવું મને યાદ છે. અમારા આત્માને આ દેહ શોભતો નથી એક વખતે સાહેબજી સાંજના ફરવા ગયા હતા. ત્યાં બેઠા હતા. સાથે ગાંડાભાઈ, હું તથા બીજા ભાઈઓ હતા. તેવામાં ગામની ભૂંગળ વાગી. તે સાંભળી સાહેબજી બોલ્યા કે આ ભૂંગળ બરાબર વાગતી નથી. ગાંડાભાઈએ કીધું કે આ ગામમાં દરજી વગાડે છે. સાહેબજીએ કીધું કે તેના કુળનો અભ્યાસ નથી. માટે તે તેને શોભતી નથી. તેમજ આ આત્માને દેહ શોભતો નથી. થોડીવાર પછી સાહેબજી બોલ્યા : “સયલ સંસારી ઇંદ્રિય રામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે. શ્રી શ્રેયાંસ જિન” એ ગાથા કહી હતી અને તે ગાથાનો અર્થ ઘણો જ વિસ્તારથી કર્યો હતો. સાહેબજી બહાર ફરવા જતા ત્યારે એકલા જતા અને કોઈ ખાડામાં પદ્માસનવાળી સમાધિસ્થ થતા. મોહની સામે થવું. એમ કરતાં જય થાય એક વખતે ભાદરણવાળા ઘોરીભાઈ સાથે સાહેબજી મોહનીય કર્મ સંબંઘી વ્યાખ્યા કરતા હતા, ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે તેની સામે થવું. એમ કરતાં જય થાય. બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે ઘોરીભાઈએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે “ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે?” Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૦ સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે” ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી. જ્ઞાનદર્શનાદિ વિષે ઘણો જ બોઘ સંવત્ ૧૯૫૧માં ગામ ઉંદેલ ખંભાતથી ત્રણ ગાઉ છેટે છે, ત્યાં પધાર્યા. ત્યાં દિવસે જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણો જ બોધ કર્યો હતો. અને તે બોઘ રાતના ત્રણ વાગ્યાથી પોતે દોહરારૂપે ઉચ્ચારતા હતા. તે વખતે મારી આંખ ઊઘડી ગઈ. બીજા ભાઈઓની પણ આંખ ઊઘડી ગઈ. પછી મેં સાહેબજીને સાડા પાંચ વાગ્યાના સુમારે પૂછ્યું કે હું લખી લઉ? ત્યારે સાહેબજીએ ના કહી. બોઘથી બીડીનું વ્યસન ત્યાખ્યું બીજે કે ત્રીજે દિવસે બીડીઓનું વ્યસન ત્યાગવા સંબંધી ઘણો જ બોઘ કર્યો હતો. તેમાં કહ્યું હતું કે બીજા ભાઈઓના સાંભળવામાં આવ્યું હોય, તો બે ઘડીમાં સંસારનો ત્યાગ કરી દે, પણ તમને અત્યાર સુઘી બોઘ કર્યો તે જેમ ભીંતને કર્યો હોય તેમ છે. એમ બહુ જોશભેર કહ્યું હતું. ત્યારથી બીડીનું વ્યસન ત્યાગ્યું હતું. પછી સાહેબજી ફરવા પધાર્યા હતા. દરેકની પ્રથમ ભૂમિકા મુશ્કેલ ત્યાં વડનું ઝાડ જોઈ કહ્યું કે “આ ઝાડ ઉપર પ્રથમ ચઢતાં તો મહેનત પડે. પણ ઉપર ચઢ્યા પછીથી ડાળખે, ડાળખે સુગમતાથી ફરી વળાય. તેમજ પ્રથમ જીવને કઠણ પડે, પણ પછીથી સુગમ પડે છે. ઇત્યાદિ કહી, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય વિષે વ્યાખ્યા કરી હતી. તે બોઘ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વચનામૃતમાં ઉપદેશનોંઘ ૩૪માં છપાયેલ છે. સંવત્ ૧૯૪૯ની સાલમાં કંસારીએ પધાર્યા હતા. ત્યાં કીડીઓનો ઉપદ્રવ બહુ હોવાથી સાહેબજી ખંભાત પધાર્યા. તે વખતે ખંભાતમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. પ્રથમ આવ્યા તે જ દિવસે હુકમ મુનિના ગ્રંથમાંથી કેટલોક ભાગ સાહેબજીએ વાંચ્યો હતો. ચૌવિહાર કરવો પણ સાથે કષાય ઘટાડે તો ખરું ફળ થાય એક ભાઈ મોહનલાલ મગન જેની મહિયાની અટક હતી. તે દશા શ્રીમાળી શ્રાવક હતા. તેમણે સાહેબજીને પ્રશ્ન કર્યો કે ચૌવિહાર કરવાથી બહુ ફળ થતું હશે? સાહેબજીએ તેઓને જણાવ્યું કે “એક જણ રોજ ચૌવિહાર કરે છે અને કષાય કરે છે બીજો એક જણ કારણસર નથી કરતો પણ કષાય મંદ છે. તે બન્નેમાં વધારે ફળ કોને? તેણે કહ્યું કે કષાયાદિ જેના મંદ હોય તેને વિશેષ ફળ હોય. એકવાર સાહેબજી મારા ભાઈ છોટાલાલભાઈને ઘેર અગાસીમાં પધાર્યા હતા. ત્યાં સાહેબજી યશોવિજયજી કૃત સાડા ત્રણસો ગાથાની ઢાળમાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા. કોઈ કોઈ લોકો સાહેબજીને પ્રશ્નો પૂછે તેનું સમાધાન તુરત કરતા. “માર્ગને પામેલો માર્ગને પમાડશે? એક વખત સાહેબજી સાથે કેટલાંક ભાઈઓ બહાર ફરવા ગયા હતા. આવતી ફેરા સાહેબજીએ ડુંગરશીભાઈને કહ્યું –ગામમાં ક્યાંથી જવાશે? ડુંગરશીભાઈ રસ્તો જાણતા નોતા છતાં કીધું કે ચાલો Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ મારી સાથે. સાહેબજી જાણતા હતા કે આ રસ્તો નથી. છતાં તેમની સાથે ગયા. ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે સાહેબજીએ કીધું કે “આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર બહુ વ્યાખ્યા કરી હતી. જીવો બિચારા સદા ભયભીત એક વખત સાંયકાળે સાહેબજી દરિયા પર ફરવા પધાર્યા ત્યાં બીજા ભાઈઓ સાથે હતા. સાહેબજી પોતે ઊઠી મસાણભૂમિ તરફ પઘાર્યા. ને આવતી ફેરા સાગરની બહાર કેટલાંક જળ જંતુ હતા, તે અંદર પેસી ગયા. પછી સાહેબજીએ કહ્યું કે-“અમે બહુ ઘીરજથી ચાલતા હતા, તો પણ આ જીવો ભય પામી પાણીમાં પ્રવેશ કરી ગયા.” સપુરુષ પ્રત્યે કહેતા કહેતી રાગ પણ કલ્યાણ આપે આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરુષ પ્રત્યે જેનો ઓથે રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી. ઓઘે જેને તેનો રાગ એ વિના નહીં બીજો ભાગ સુમતિ ગ્રંથ અર્થ અગાથ.” તેવી ગાથા કીઘા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો. અમે અમારા અર્થે કંઈ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું. - આત્મજ્ઞાનીના ખોળામાં સિંહ આવી બેસે તોય ભય પામે નહીં એકવાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે, એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઈ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો. તે હુકમ મુનિના ગ્રંથ વાંચતો હતો. તેને વેદાંતનો આશ્રય હતો. કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે “આત્મજ્ઞાન તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિતમાત્ર રૂંવાડામાંય પણ તેને ભય થાય નહીં, તે જ્ઞાન છે.” તે વખતે તે પેલાભાઈ સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી ઇત્યાદિ બોલ્યા હતા. તે પછીથી તે ભાઈનો મદ ગળી ગયો, અને તે ભાઈ સાહેબજી પાસેથી ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા. એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઈથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં આવે છે. જીવનું ખરું સ્વરૂપ શું? સહજાન્મસ્વરૂપ એક વખત સાહેબજી લાલચંદભાઈને ત્યાં પધાર્યા હતા. તે વખતે હું તથા બેન ઉગરીબેન અને લલ્લુભાઈ વિગેરે હતા. તે વખતે કેટલાંક ટૂંઢિયાના શ્રાવકો વ્યાખ્યાનમાંથી ઊઠી ત્યાં આવ્યા હતા. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૨ સાહેબજી ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે લાલચંદભાઈ સાહેબજી પ્રત્યે ઘણા જ આક્રોશ શબ્દથી બોલ્યા કે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું ઇત્યાદિ ઘણું જ બોલ્યા હતા. પછી સાહેબજીએ લાલચંદભાઈને કહ્યું “તમોએ સાઈઠ, સાઈઠ વર્ષ થયાં અભ્યાસ કર્યો છે, તો કહો જીવનું સ્વરૂપ શું?” ત્યારે લાલચંદભાઈ ગુંચાયા એટલે બોલ્યા કે હું કંઈ તેવી વકીલાત જાણતો નથી. એમ કહી ઢંઢિયાના શ્રાવક ભણી જોયું અને કીધું કે આ જવાબ દેશે. તેને સાહેબજીએ પૂછ્યું તે પણ જવાબ દઈ શક્યા નહીં. પછી સાહેબજી થોડો વખત બેઠા અને મારા ભાઈ છોટાલાલભાઈના ઘરે પધાર્યા. થોડા વખત પછી લાલચંદભાઈને શરીરે પીડા થઈ અને પાંચ કે સાતમે દિવસે દેહ પડ્યો. લાલચંદભાઈને અમારા પ્રત્યે પ્રેમ હતો તેમને મરણ વખતે પ્રત્યાખ્યાન વિગેરે ઉદય આવ્યું હતું. તેમની અગ્નિદાહની ક્રિયા કર્યા પછી અથવા તો બીજા દિવસે મેં સાહેબજીને કીધું કે, સાહેબજી! બિચારા લાલચંદભાઈએ થોડા જ દિવસ ઉપર નિંદા કરી દેહ મૂક્યો. તેથી તેમની ગતિ બગડી હશે? સાહેબજીએ જણાવ્યું કે “એમને અંતરમાં અમારા પ્રત્યે પ્રેમ હતો.” કોઈ વિકથા કરે તો અમને ઊંઘ આવે એક વખત સાહેબજીએ શ્રી સૌભાગ્યભાઈને જણાવ્યું કે “અમારી પાસે કોઈ વિકથા કરે, ત્યારે નિંદ્રા આવે, નીકર ન આવે.” સપુરુષ કદી અન્યાય કરે નહીં એક વખત શ્રી કાવિઠામાં ખેતરમાં બિરાજ્યા હતા. ત્યાં શ્રી અંબાલાલભાઈ તથા હું બેઠા હતા. ત્યારે એકાંતમાં શ્રી અંબાલાલભાઈએ સાહેબજીને પૂછ્યું કે અમુક માણસે મને કહ્યું કે શ્રી રેવાશંકર જગજીવનની ક. શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેમની આડત કરીએ. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે ઉત્તરમાં જણાવેલ કે તેમાં અમોને શું પૂછો છો. તેનો ઉત્તર તો તમારે પરભારો આપવો જોઈતો હતો.” સપુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય કોના માટે ઊગશે? વાયુ કોના માટે વાશે?” વગર પૂછે સમજી લેવું કે પુરુષો કદી અન્યાય કરે નહીં. મુમુક્ષુનો એક બીજા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ શ્રી અંબાલાલભાઈનો વિનય જોઈને મુમુક્ષુઓમાં માંહોમાંહે જગતમાં બીજે સ્થળે ન મળે તેવો ભક્તિભાવ રહેતો હતો. ઘણા પ્રેમભાવથી મુમુક્ષુ એક બીજાને ચાહતા હતા. અંબાલાલભાઈના પ્રતાપથી મુમુક્ષુમાં વિનયગુણના બીજ રોપાયેલ. સયુગમાં સારા આચરણવાળા જીવો ઘણા સંવત્ ૧૯૫૨માં કાવિઠા પઘારેલા, એક અવસરે શ્રી કૃપાનાથ એક વૃક્ષ નીચે બિરાજ્યા હતા. ત્યાં એક વૃદ્ધ પાટીદારે પૂછ્યું કે હે કૃપાનાથ મેં સાંભળ્યું છે કે આગળ સયુગમાં સુદર્શન ચક્ર (ઘર્મચક્ર કે ચક્રવર્તીનું ચક્રો ફરતું. તે કળિયુગમાં તો દેખાતું નથી ત્યારે કૃપાનાથે કહ્યું કે સત્યુગમાં સારા આચરણવાળા જીવો ઘણા હતા તેથી તેમ હતું. જેમ કુટુંબમાં અથવા ખડકીમાં સારા મનુષ્યો હોય અને કોઈ કોઈ માઠા Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રીમદ્દ અને ત્રિભોવનભાઈ આચરણવાળા હોય, તેવી રીતે છે. કૃપાળુદેવનો બોઘ સાંભળી પટેલ ઘણું હર્ષ પામ્યા. પેટ તો આત્મકલ્યાણમાં સાધનરૂપ પટેલે ફરીથી પૂછ્યું–હે ભગવાન, આ પેટ ન હોત તો બહુ સારું થાત. ત્યારે કપાનાથે કહ્યું–પેટનો કંઈ વાંક નથી. જેમ તમારા હાથમાં લાકડી છે પણ તે લાકડીથી તમે કુતરા વિગેરેને મારો તો તેથી તમને દોષ લાગે, તેમાં લાકડીનો વાંક નથી. તમે તેનો અવળો ઉપયોગ કર્યો. તેમ પેટ તો મળ્યું છે પણ તે પેટ ભરવાની રીતિએ ભરો તો દુઃખ નથી. કેમકે કલ્યાણમાં તે સાધનરૂપ છે. “આત્માનુશાસન' શ્રેષ્ઠ ગ્રંથ કાવિઠામાં શ્રી કૃપાનાથ “ઠાણાંગસૂત્ર” વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાનાં ફેરવી જતા, છતાં બીજાને બરાબર સમજણ પડતી હતી. બપોરના “આત્માનુશાસન' વાંચતા હતા અને કહેતા કે શ્રી ‘ગુણભદ્રસ્વામી તે ગુણભદ્ર જ છે.” એમ “આત્માનુશાસન'ના કર્તા પુરુષની શ્રીમુખે સ્તુતિ કરી હતી. કૃપાળુ દેવના વચનબળે તુરત વ્યસનનો ત્યાગ પેટલાદના સંન્યાસી શ્રી કૃપાનાથ પાસે આવતા હતા. તેને હુકો-બીડી પીવાની ટેવ હતી. કૃપાળુદેવે તે વ્યસનનું તુચ્છપણું તેને સમજાવ્યું હતું. તેથી તેણે બેઉ વ્યસન તરત છોડી દીધા હતા. ઘારે તો બહેનો માટે કલ્યાણ ઘણું સહેલું એક અવસરે બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા માટે આવી હતી. તેમણે શ્રી કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબજી, અમારું કલ્યાણ કેવી રીતે થાય? કૃપાનાથે કહ્યું કે—તમારે તો ઘણું સહેલું છે. તમારે પુરુષની પેઠે કમાવાની કે લેવડ-દેવડની તોડ નથી, હુંડી બીડવાની તોડ નથી, વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વિગેરે તમારે કંઈ તોડ નથી. પરંતુ જીવ વિકથામાં પડી જઈ બીજી વૃત્તિએ ચડી જાય છે. બાકી તમારે તો ઘણું સહેલું છે. આત્મા અનુભવાય પણ દેખાય નહીં એક વખત કોઈએ પૂછ્યું કે સાહેબજી, આત્મા તો દેખાતો નથી માટે આત્મા ક્યાં છે? ત્યારે શ્રી કૃપાળુદેવે કહ્યું : ભૂખ લાગે છે તે દેખાય છે? ત્યારે તેણે કહ્યું ભૂખ દેખાતી નથી પણ લાગે છે. ત્યારે કૃપાનાથે કહ્યું–આત્મા છે. જેમ નિદ્રા દેખાતી નથી પણ આવે છે, એનો જેમ અનુભવ છે તેમ આત્મા પણ અનુભવાય કે દેખાતો નથી. પછી પૂછ્યું કે આત્મા કેમ પમાય? ત્યારે એકદમ કૃપાનાથ પગ પર પગ ચડાવી પદ્માસન વાળીને યોગમુદ્રામાં સ્થિર થઈ ગયા. તે વખતની કૃપાનાથની મુદ્રા તો કોઈ ઓર જ થઈ ગઈ. કેવળ આત્મારૂપ સ્થિતિ થઈ ગઈ હતી. કેટલીક વાર પછી પગ છૂટા કરીને કહ્યું કે-“આત્મા આમ પમાય.” (આવી મન, વચન, કાયાના યોગની સ્થિરતાથી પમાય) શ્રી વનમાળીભાઈ પવિત્ર, સરળ અને ભદ્રિક એકવાર ગોઘાવીવાળા વનમાળીભાઈએ કૃપાનાથ પાસેથી અસદ્ગુરુના બોલાવ્યા વિના બોલું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઈ બહુ પવિત્ર હતા. સરળ અને ભદ્રિક હતા. તેમને બોઘનું કારણ પૂ.શ્રી અંબાલાલભાઈથી થયું હતું. તેઓ પ્રથમ સાંસારિક કામોથી ખંભાત પધાર્યા હતા. તેમને શ્રી અંબાલાલભાઈના સમાગમથી કૃપાળુદેવના દર્શનનો લાભ મળ્યો હતો. આત્મા , Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૪ શ્રી અંબાલાલભાઈની કૃપાળદેવ પ્રત્યે અનન્ય ભક્તિ શ્રી અંબાલાલભાઈમાં ઉદારતાનો ગુણ સારો હતો. શ્રી કૃપાનાથના સમાગમથી તેમની પણ દશા અદ્ભુત વર્તતી હતી. શ્રી કૃપાળુદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ વિનયથી ભક્તિ સેવા કરતા હતા. તેમનામાં વિનયગુણ અનન્ય હતો. રસોઈ પણ પોતે કરતા હતા. શ્રી અંબાલાલભાઈ રૂડા આચરણવાળા, દયાળુ અને ઘણા જ નમ્ર હતા તેમનામાં રસોઈની આવડત પણ વિશેષ હતી. તે પવિત્ર શ્રી અંબાલાલભાઈ જન્મથી રૂડા આચરણવાળા હતા. કૃપાળુદેવના પરમ ભક્ત, દયાળુ અને ઘણા જ નમ્ર સ્વભાવવાળા હતા. તેઓનું ચિત્ત શ્રી નગીનભાઈ પ્રત્યે વિશેષ હતું. એમના સમાગમમાં બેસી કેટલીક વાતો કરતા હતા. કાળ દોષે કરીને બન્ને પવિત્ર આત્માનો વિયોગ થયો છે. શ્રી અંબાલાલભાઈ એકાંતવાસમાં ઊઠતા બેસતા હતા. અનીતિના પૈસા ગટરમાં નાખવા હતા, કચરો ભેગો કચરો એક વખત શ્રી માકુભાઈએ વેપારમાં રૂા.૧૦૦ આશરે નફો કર્યો હતો. તેને કૃપાનાથે પૂછ્યું કે કેમ કર્યું? તેમાં સહેજ અનીતિ થઈ હતી તે માટે માકુભાઈને ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે “તે પૈસા ગટરમાં નાખવા હતા.” કચરા ભેગો કચરો પણ આમ અનીતિ કેમ થાય. ઇત્યાદિ કહ્યું હતું. “એ દુષ્ટ અહિંથી જતો રહે એક વખત જમીને ઊઠ્યા પછી મુખવાસ ખાધા પછી બધા બેઠા હતા. તે વખતે રસોડામાં એકદમ કોલાહલ થયો અને માકુભાઈ વિ. ઊઠ્યા. રસોઈયાએ એક ઘાટીને માર્યો હતો અને તેનો પગ ભાંગ્યો હતો તેથી લોહી નીકળ્યું એટલે સાહેબજીએ કહ્યું કે “એ દુષ્ટ અહિંથી જતો રહે.” તે પછી તે તુરત જ જતો રહ્યો હતો. તેવામાં બીજા ઘાટીઓ એકદમ દોડ્યા આવ્યા અને તે બામણને ખોળે પણ તે જતો રહ્યો હતો. પછી સાહેબજી દુકાને પધાર્યા હતા. ત્યાં મને કહ્યું કે અમે રસોઈયા ઉપર ક્રોઘ કેમ કર્યો હશે? મેં કહ્યું કે મને ખબર નથી. પછી પોતે જણાવ્યું કે–“જો તે વખતે તેને વિદાય કર્યો ન હોત તો ઘાટી લોકો તેને મારી નાખત એવા જોસમાં હતા. તેથી અમે આકરા શબ્દથી તેને જતા રહેવાનું કહ્યું હતું. મને તે વખતે તેઓશ્રીનો આશય અભુત લાગ્યો હતો. સુધારવાની રીત જુદી હોય એક વખત ઘાટીનો છોકરો ડૉ.પ્રાણજીવનદાસના ઘોડાને ખવડાવવા ચણા હમેશાં લઈ જતો, તેમાંથી કાઢી લેતો. તે વાત ડૉ.ને કોઈકે કહી. તે વખત સાંજનો સમય હતો, ડૉક્ટર તેને મારતા હતા. તે વખતે કૃપાનાથે કહ્યું કે એમ તે કંઈ સુઘરતો હશે? પછી તેને મારવાનું બંઘ કર્યું અને તે ચાલ્યો ગયો હતો. હજારો જીવો સત્યમાર્ગને પામશે એક વખતે હું તથા છોટાલાલભાઈ શ્રી પરમકૃપાળુદેવ સાથે ફરવા સ્ટેશન પર ગયા હતા, ત્યારે કહ્યું કે પાંચથી દશ હજાર જીવો માર્ગ પામશે. કેટલાંક તો અમોને શોઘતા આવશે અને આવો પુરુષ બીજો નહીં થાય એમ કહેશે. કૃપાનાથ સમયસારનો આ દોહરો બોલતા હતા. “ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસેં, મતવારા સમજૈ ન.” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ પુસ્તકમાં છે તે સપુરુષના હૃદયમાંથી આવેલ છે મુંબઈમાં શ્રી કલ્યાણજીભાઈ કરીને મુમુક્ષુ આવતા હતા તે ગુણપર્યાય સંબંધી ઘણું પૂછતા. તેમનું સમાધાન થતાં તે બહુ આનંદ પામતા હતા. કેટલીક વખત ખીમજીભાઈ પણ ત્યાં આવતા હતા. ખીમજીભાઈ સંબંઘી વાત કરી હતી કે તે પૂર્વના સંબંઘી હતા. તેણે એક વખત કોઈ પુસ્તક વાંચ્યું તે ઉપરથી તેને એમ થયું કે બધું પુસ્તકમાં છે એટલે તે પુસ્તક લઈ ગિરનાર પર જતા રહ્યા. અમુક વખત ત્યાં રહી પાછા આવ્યા. આશય એ કે જીવ એમ જાણે છે કે બધું પુસ્તકમાં છે પરંતુ બધું સત્પરુષના હૃદયમાં સમાયું છે. તેમ આશય જાણવા માટે કૃપાનાથે મને (ત્રિભોવનને) કહ્યું. એક વખત હું કોણ છું? ક્યાંથી થયો? આ ગાથાનો અર્થ કરવા આપ્યો હતો. મેં તે લખીને સાહેબજીને આપ્યો હતો. પોતે મૌન રહ્યા હતા. જ્ઞાની પુરુષના જ્ઞાનમાં બધું જણાય એક વખતે શ્રી કૃપાળુદેવ પઘાર્યા ત્યારે ખંભાતના કેટલાંક ભાઈઓ સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી શ્રી કૃપાળુદેવ મૌન રહ્યા. અંગરખું પહેરેલું હતું અને જાણે પરમયોગી દેખાતા હતા. થોડીવાર પછી બોલ્યા કે “જ્ઞાનીપુરુષ ૫૦ કે વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણે કે આમાંથી આટલા જીવ અમુક વખતે આટલા ભવે બોઘ પામશે, જ્ઞાન પામશે અને અમુક અમુક જીવોનું આમ ગતિ વિગેરે ભવિષ્યમાં થશે ઇત્યાદિ વ્યાખ્યા કરી હતી.” શ્રી કીલાભાઈ વિગેરે હાજર હતા. ઉપવાસ કોને પૂછીને કર્યો? એક વખત રાળજમાં બિરાજેલ. સંવત્સરીના દિવસે કેટલાંક ભાઈઓએ ઉપવાસ કરેલો અને બીજે દિવસે રાબડી વગેરે તૈયાર થઈ ગયેલ. પણ પરમકૃપાળુદેવે સવારે બોઘ શરૂ કર્યો તે નવકારશી થયા છતાં બોધ ચાલુ રાખ્યો ત્યારે પૂ.શ્રી સૌભાગ્યભાઈએ વિનંતી કરી કે સાહેબજી, આ બઘાને ઊઠવા દ્યો, કાલનો ઉપવાસ છે. ત્યારે પરમકૃપાળુદેવે કરુણા કરી કહ્યું કે કોને પૂછીને કર્યો? આજ્ઞા વગર કર્યાનું ભાન થતાં સર્વે શરમાઈ ગયા અને ઉપવાસ કર્યાનું માન ગળી ગયું. જીવ દેહ સાથે એકમેક થઈ ગયો છે. સાહેબજી અશાળીયાનું દ્રષ્ટાંત આપતા કે અશાળીયો સેળભેળ થઈ ગયો. એક ગરીબ ભાઈનો છોકરો, નામ અશાળીયો. તેને મેળો જોવાનું મન થયું. પણ તે ભૂલકણો હોવાથી તેની માએ તેને કહ્યું લાવ, તને દોરો બાંધી આપું. જેથી તું ખોવાય નહીં. એમ કહી નાડાછડીનો દોરો બાંધી આપ્યો. પછી તે મેળામાં ગયો. ત્યાં રમત ગમ્મતમાં ફરતાં ફરતાં દોરો છૂટી ગયો એટલે ઘેર આવી તેની માને કહે કે મા, હું ખોવાઈ ગયો. ત્યારે તેની મા સમજી ગઈ કે આ ભૂલકણો છે તેથી તેને કહ્યું કે લાવ, તને દોરો બાંધી આપું. એમ સમજાવી દોરો બાંધ્યો એટલે તે કહેવા લાગ્યો કે મા, હું હવે જડી ગયો. તેમ જીવ દેહમાં સેળભેળ થઈ ખોવાઈ ગયો છે અને દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. ઉપર મુજબ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં લખ્યું છે. આ લખવામાં જે કાંઈ ભૂલચૂક હોય તે જણાવશો. જેથી બતાવનારનો મોટો આભાર માનીશ. Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૬ જીવનકળા પૃષ્ઠ ૧૩૭ ઉપરથી ઉદ્ધત : શ્રીમદ્ કહે ઃ તું આત્મા છે ખંભાતવાળા ભાઈ ત્રિભોવનદાસ મુંબઈ જતા ત્યારે શ્રીમદ્ભા સમાગમ કરવા તેમને ઘેર જતા. એક વખત શ્રીમદ્ પોતાની પુત્રી કાશીબહેને ત્રણેક વર્ષની હતી, તેની સાથે ગમ્મત કરતાં પૂછે છે : “તું કોણ છે?” કાશીબહેન બોલી “હું કાશી છું.” શ્રીમદે કહ્યું: “ના, તું આત્મા છે.” ના, હું તો કાશી છું. આવી જીવની બાળદશા છે. કાશીબહેને કહ્યું: “ના, હું તો કાશી છું. એવામાં ત્રિભોવનદાસ આવ્યા. તેમને શ્રીમદે કહ્યું કે “આને હજી ત્રણ વર્ષ પૂરાં થયા નથી. પોતાનું નામ “કાશી' પાડ્યું છે. એવી સમજણના સંસ્કારો તો થોડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે એ કહે છે કે ના, હું તો કાશી છું. આવી બાળદશા છે.” બોધામૃત ભાગ-૧ પૃષ્ઠ ૧૮૭ ઉપરથી ઉદ્ભત : સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં જ અંત સુઘી વૃત્તિ રહી ખંભાતમાં ત્રિભુવનભાઈનું શરીર બરાબર નહોતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું (પૂ.શ્રી બ્રહ્મચારીજી) ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમગુરુ નિગ્રંથ” જપું કે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” જપું? છેવટે મારે શું કરવું? તેમણે કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળેલો. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તો કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે! મરતાં સુધી તેઓની વૃત્તિ તેમાં જ રહી હતી.” શ્રી છોટાલાલ માણેકચંદ ખંભાત 3ૐ શ્રી સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ શુદ્ધચૈતન્ય સ્વામીજીના સમાગમમાં ખંભાતવાસી શાહ છોટાલાલ માણેકચંદ આવેલા. તે પ્રસંગે પરમકૃપાળુદેવના સમીપમાં જે જે સાંભળેલું અને જે જે પ્રશ્નો પૂછેલા તે તે તેમની સ્મૃતિમાં રહેલ તે નીચે મુજબ લખી જણાવેલ છે. શ્રી જૂઠાભાઈથી શ્રી અંબાલાલભાઈ તેથી શ્રી છોટાભાઈ ભક્તિરંગથી રંગાયા ખંભાતવાળા ભાઈ અંબાલાલ વિગેરે સં.૧૯૪૬માં અમદાવાદ શ્રી જૂઠાભાઈના પ્રસંગમાં આવેલા ત્યારે કૃપાળુદેવના સંબંઘમાં કેટલીક વાતચીત થયેલી તે અંબાલાલભાઈની સાથે વાતચીતના પ્રસંગે મેં પરમકૃપાળુદેવની સ્તુતિ સાંભળેલી જેથી મને ભક્તિનો આવિર્ભાવ થયેલો. તે પછી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યાં મુંબઈ પત્ર લખેલ. સંવત્ ૧૯૪૬માં પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા પરમકૃપાળુદેવે પ્રસંગે લખી જણાવેલ કે ખંભાત તરફ આવવાનું થશે, તે પછી થોડા વખતમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ सालसिद्धि શ્રી છોટાલાલ માણેકચંદ Page #239 --------------------------------------------------------------------------  Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રીમદ્ અને છોટાલાલ માણેકચંદ એટલે સંવત્ ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુદેવ પઘારવાના છે એવા ખબર / આવ્યા. ત્યારે ખંભાત સુઘી રેલ્વે નહોતી. જેથી આણંદ સ્ટેશને ઊતર્યા. તે વખતે તે અત્રેથી અંબાલાલભાઈ, સુંદરલાલ તથા નગીનદાસ વગેરે ભાઈઓ આણંદ સ્ટેશને સામાં ગયા હતા. કૃપાળુદેવ મોરબી તરફથી આણંદ પઘાર્યા અને સાંજના આશરે પાંચેક વાગે અંબાલાલભાઈના મકાનમાં પઘાર્યા. તે વખતે હું અંબાલાલભાઈના મકાને ગયો. કૃપાળુદેવ ડેલામાંથી જતાં વચલા હૉલમાં બિરાજ્યા હતા. ત્યાં લાલચંદભાઈ તથા બીજા ભાઈઓ બેઠા હતા. માત્ર લલાટ જોઈ જન્મતિથિ વગેરે કહી દીધું હું જેવો ગયો અને કૃપાળુદેવના દર્શન કરીને ઊભો રહ્યો કે પરમકૃપાળુદેવે કીધું કે “તમોને જોયા છે” મેં પૂછ્યું આપે મને ક્યાં આગળ જોયેલો? ક્યારે જોયેલો? તે વખતે સાહેબજી મૌન રહ્યા. તે ઉપરથી એમ સમજાય છે કે પૂર્વભવમાં જોયો હશે. પછી હું ત્યાં બેઠો. હવે લાલચંદભાઈના મુખ સામું પરમકૃપાળુદેવે જોઈને કહ્યું કે “તમારો જન્મ સંવત્ મહીનો ને આ તિથિમાં છે.” તે ટાઈમ ફક્ત મુખ જોઈને કહ્યો હતો. અને તે જ પ્રમાણે બરાબર તેમના જન્માક્ષર હતા. તેમને આશ્ચર્ય લાગ્યું કે માત્ર લલાટ ઉપર દ્રષ્ટિ કરીને તુર્ત જ જન્મતિથિ વિગેરે કહી દીધું. કેટલીક વખત સુધી પરમકૃપાળુદેવ બેસી રહ્યા. પછી અંદરના હૉલમાં પઘાર્યા હતા. પરમકૃપાળુદેવ અમર બની ગયા બીજે દિવસે સવારના આઠ વાગ્યાના સુમારે હું અંબાલાલભાઈના મકાને ગયો ત્યારે સાહેબજી હિંચકા પર બિરાજ્યા હતા, અને નીચે મુજબના ઉચ્ચાર વારંવાર કરતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે.” “કમઠ દલન જિન બંદત બનારસી.” - મને વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી સાહેબજી પૂર્વ મુખે બેઠા હતા અને હું તેમના સન્મુખ બેઠો હતો. અને બીજા મુમુક્ષુઓ આજુબાજુએ બેઠા હતા. મને શ્રી વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી. મેં આનંદઘન ચોવીસીમાંથી તે સ્તવન કાઢીને વાંચ્યું હતું. પરમકૃપાળુદેવે ફરમાવ્યું કે આ સ્તવનનો અર્થ કરો. મેં પહેલા ચરણનો અર્થ વિમલ એટલે મળરહિત એવા પ્રભુનું વિગેરે કીધું હતું. ત્યાંથી થોડા વખત પછી હું ઊડ્યો હતો. પરમકૃપાળુદેવની બુદ્ધિથી બઘા ઘણા જ આશ્ચર્ય પામ્યા બીજે દિવસે હું સાહેબજી પાસે અંબાલાલભાઈના મકાને ગયો. ત્યાં સાહેબજીનો ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થતો હતો. બાર વાગ્યા પછી અંબાલાલભાઈના આગ્રહથી સાહેબજી તથા હું વિગેરે મુમુક્ષુભાઈઓ સ્થાનકવાસીના ઉપાશ્રયે પૂ.મુનિશ્રી (પ્રભુશ્રી)ની જિજ્ઞાસાથી ગયેલા. તેમની સમક્ષ કેટલાંક સિદ્ધાંતોના અનુપમ અર્થ સાહેબજીએ કીઘા હતા. તેથી તેઓ અને તેમના શિષ્યોએ આનંદ પામી ઉગાર કાઢેલા કે અહો!આ ઘણા જ બુદ્ધિશાળી છે. તેમના આગ્રહથી સાહેબજીએ અષ્ટાવઘાન કર્યા હતા. પરમેશ્વરજીની સ્તુતિ અને કવિતા અષ્ટાવઘાનની વચમાં રચાઈ હતી. તેથી બઘા ઘણા જ આશ્ચર્ય પામ્યા. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો સાહેબજીની અદ્ભુત વીતરાગદશાના દર્શન કર્યાં સાહેબજી પ્રથમ ખંભાત પધાર્યા ત્યારે એક અઠવાડિયું રહ્યા હતા. ત્યારપછી મારું તથા ત્રિભોવનભાઈનું મુંબઈ જવાનું થયું ત્યારે રેવાશંકરભાઈની પેઢી નાગદેવી સ્ટ્રીટમાં હતી. ત્યાં અમો બન્ને કૃપાળુદેવના દર્શન અર્થે ગયા હતા. ત્યારથી અમોએ રેવાશંકરભાઈ સાથે આડતનું કામ શરૂ કર્યું. અમો સાહેબજીના દર્શન કરી બેઠા. તેમની અત્યંત શાંત અને ગંભીર મુખમુદ્રાનું અવલોકન કર્યું. હજી સુધી તે થોડી થોડી સ્મૃતિમાં આવે છે કે તે અદ્ભુત વીતરાગદશા હતી. એક ભવ સત્પુરુષને અર્પણ કરો તો બેડો પાર એક દિવસે સાયંકાળ પછી ઉત્તર બાજુના ઓરડામાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં હું અને ત્રિભોવનભાઈ બન્ને તેઓશ્રીની સમીપ બેઠા હતા ત્યારે અમને કહ્યું કે “જો આ એક ભવ સત્પુરુષને અર્પણ કરી દ્યો તો અનંતભવનું સાટું વળી જાય.' મેં કહ્યું—જી, સાહેબજી. તે વખતે મારા અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્ય થઈ આવ્યો હતો. કેટલાંક વિકલ્પો મંદ પડ્યા હતા. મને સ્મૃતિમાં છે કે થોડા વખત સુધી ચિત્ત ઉપશાંત થઈ ગયું હતું. અવ્યક્તભાવે દેહ અને આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. પછી મેં કૃપાળુદેવને જણાવ્યું કે મારી વૃત્તિ આ પ્રમાણે ઉપશાંત થઈ હતી. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે : ‘‘જો તે સ્થિતિ ઘણો વખત રહી હોત તો શ્રેય હતું.” ૧૯૮ મતાગ્રહ તથા દુરાગ્રહ દૂર કરવાનો ઉપદેશ સંવત્ ૧૯૪૭ના પર્યુષણ વખતે પરમકૃપાળુદેવ ખંભાત નજીક ત્રણ ગાઉ દૂર ૨ાળજ ગામે પધાર્યા હતા. ત્યાં મતાગ્રહ અને દુરાગ્રહ સંબંઘી વાસનાઓ નિવૃત્ત કરવા વિષે ઉપદેશ કરતા હતા. તે વાસનાઓ અમોને કેટલેક અંશે નિવૃત્ત થઈ હતી. આત્માના આઠ રુચક પ્રદેશ ખુલ્લા સં.૧૯૪૯ ફરી સમાગમ મુંબઈમાં થયો ત્યારે શ્રી લલ્લુજી મુનિ, શ્રી દેવકરણજી મુનિ તથા ડૉ.પ્રાણજીવનદાસ પણ ત્યાં હતા. ત્યારે રેવાશંકર જગજીવનની પેઢી ભૂલેશ્વરના નાકા પર ચોકી પાસે હતી. તે વખતે સિદ્ધાંતોના કૃપાળુદેવ એવા અર્થ નિરૂપણ કરતા કે જે અપૂર્વ હતા. આઠ રુચક પ્રદેશ સંબંઘી વાત થઈ હતી. કૃપાળુદેવે જણાવ્યું, “આત્મા અસંખ્ય પ્રદેશી છે. તે અવરાયેલ છે તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે. પણ અમુક જ આઠ પ્રદેશ ખુલ્લા છે તેમ નહીં, અસંખ્યાત પ્રદેશમાં બઘો મળી આઠ પ્રદેશ જેટલો અવકાશ છે. જેમ ફાનસ પર રંગીન કાચ હોય તેની પાર થઈ આવતા અજવાળાનું માપ અમુક કેંડલ પાવર કે વાંચી શકાય તેટલું જણાવીએ છીએ તેમ.’’ વગેરે ઘણો બોધ થયો હતો; પણ હાલ મારી સ્મૃતિમાં નથી. પૂછવા ઘારીને આવેલા સર્વનું ઉપદેશમાં જ સમાધાન સં.૧૯૪૯ના આસો માસમાં ૫૨મકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો ભરાઈ જતા જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહોતી. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ઘારીને આવેલા સર્વનું સમાઘાન Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને છોટાલાલ માણેકચંદ ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા અને વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય! ૧૯૯ શ્રીમાન્ મહાવીર સ્વામી શરીરે આવા હતા સંવત્ ૧૯૫૦માં હું મુંબઈ ગયો ત્યારે રેવાશંકર જગજીવનની પેઢી ગોડીજીના દેરાસરની ચાલીમાં હતી. પરમકૃપાળુદેવની વીતરાગતા મને અદ્ભુત ભાસતી હતી. તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચર્નીરોડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપ હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા ત્યારે કૃપાળુદેવે કહ્યું, “શ્રીમાન્ મહાવીર સ્વામી પણ શરીરે (આંગળીના ઈશારાથી બતાવ્યું) આવા હતા અને આવી જમીનોમાં, પુઢવી શીલાઓ પર બેસતા હતા.’’ વળી ચર્નીરોડની બહાર કહ્યું કે “જેવી વૃત્તિ જીવો કરે છે તેવી વૃત્તિરૂપ તેઓ બને છે અને તેવી જ વૃત્તિઓ સ્ફુર્યા કરે છે.’’ આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી દીધી છે સાહેબજીની અદ્ભુત વૈરાગ્ય દશા–વીતરાગતા આજે પણ સ્મૃતિમાં આવે છે, પણ વાણીમાં કહી શકતો નથી, તેમ લખવા સમર્થ નથી. એક વખત મુંબઈમાં દિગંબર મંદિર શ્રી શાંતિનાથના દેરાસરે સાહેબજી સાથે હું તથા ત્રિભોવનભાઈ ગયા હતા. દેરાસરના મેડા પર જઈને અમો બેઠા. પરમકૃપાળુદેવ શ્રી કુંદકુંદસ્વામીનો રચેલો ‘સમયસાર’ વાંચવા લાગ્યા. લગભગ સાંયકાળનો વખત થતાં કૃપાળુદેવ તે પુસ્તક બંઘાવી મૂકી ઊભા થયા. અમો બન્ને ઊઠ્યા અને બાજુના હૉલમાં શ્રી શાંતિનાથ ભગવાનનાં પ્રતિમાજી હતાં ત્યાં દર્શન કરવા ગયા. હું સમીપ જ ઊભો હતો. મને સાહેબજીએ વાંસાની બાજુએથી બન્ને કર ગ્રહી સંબોધીને કહ્યું : “જુઓ ! જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી દીધી છે.’’ તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યો હતો, અને દેહ આત્માનું ભિન્ન સ્વરૂપ તાદૃશ્ય થયું હતું. અહો! સાહેબજીનો કેટલો બધો અનંત ઉપકાર ! સંપૂર્ણ રાગદ્વેષ ગયા વિના પરમાત્માપણું પ્રગટે નહીં મુંબઈથી ખંભાત જતાં મારે સુરત ઊતરવાનું હતું. તે વખતે સાહેબજી ઉપર શ્રી લલ્લુજી સ્વામીનો પત્ર આવ્યો હતો. તેમાં એવો ભાવાર્થ હતો કે દેવકરણજીને યોગવાસિષ્ઠ વાંચતા અહંબ્રહ્માસ્મિપણું એટલે કે પોતામાં પરમાત્મપણાની માન્યતા થયેલી છે. તેનો ઉત્તર લખી સાહેબજીએ મને કહ્યું કે તમે આ વાંચી જીઓ. તેમાં ભાવાર્થ એમ હતો કે સંપૂર્ણ રાગદ્વેષ જાય નહીં ત્યાં સુધી પરમાત્માપણાનો સંભવ નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથમાં એ પત્ર ૫૮૮મો છે. તેઓશ્રીએ તે પત્ર મને આપ્યો અને કહ્યું કે આ પત્ર સુરતમાં મહારાજને આપજો. હું સુરત ઊતર્યો અને મુનિશ્રીને પત્ર આપ્યો. મુનિ મહારાજે તે પત્ર મારી રૂબરુમાં વાંચ્યો. શ્રી દેવકરણજીને જે ખોટી માન્યતા થયેલી તેનું સમાધાન થયું, જે તેમણે એવા ઉદ્ગારોથી દર્શાવ્યું હતું. ત્યારપછી હું ખંભાત આવ્યો હતો. સાહેબજીના વચનામૃતો જાણે સાંભળ્યા જ કરીએ ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઈ જતાં સં.૧૯૫૧ના આસો માસમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે સૌભાગ્યભાઈ અને ડુંગરશીભાઈ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશ ધ્વનિ ચાલતી તેથી Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦૦ સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઈ જતા અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃતો સાંભળ્યા જ કરીએ. સાંઢ પાસે આવતાં શાંત પડી જશે. ઘર્મજથી કૃપાળુદેવ વરસદ પધાર્યા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમે બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે આ બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; પણ અમે ભયભીત થઈ ખેતરોમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે નીડરપણે એક જ ઘારાએ ચાલતા હતા અને તેમની પાછળ સૌભાગ્યભાઈ તથા ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા. - બીડી ન પીવાની ઘણાએ પ્રતિજ્ઞા કરી સાંજના બઘાએ વીરસદ ઘર્મશાળામાં નિવાસ કર્યો. ત્યાંથી બીજે દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉદેલ ગામે પધાર્યા. સાહેબજી સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ હતા. ત્યાં ત્યાગ વૈરાગ્યનો ઘણો ઉપદેશ કર્યો. બીડી જેવા વ્યસન માટે ઘણી ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષભાઈઓએ બીડી નહીં પીવા સાહેબજી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી. અને બીજા કેટલાંક નિયમો પણ ગ્રહણ કર્યા હતા. તે વખતનો દેખાવ જાણે સમવસરણ જેવો. સંવત્ ૧૯પરમાં પરમકૃપાળુદેવ કાવિઠાથી રાળજ પઘાર્યા. ત્યાં પર્યુષણ કરી વડવામાં લગભગ અઠવાડિયા સુધી અદ્ભુત બોઘ કર્યો હતો. ત્યાં એક દિવસે વડવૃક્ષ નીચે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં ખંભાતથી ઘણા ભાઈ બહેનો આવ્યા હતા. શ્રી લલ્લુજી આદિ મુનિઓ પણ પઘાર્યા હતા. સ્થાનકવાસી અને તપાગચ્છ સંપ્રદાયના પણ ઘણા લોકો આવ્યા હતા. તે વખતનો દેખાવ જાણે સમવસરણ જેવો લાગતો હતો. સાહેબજીના અતિશયથી બધું વાતાવરણ શાંત પરમકૃપાળુદેવની અદ્ભુત મુદ્રાનું અવલોકન લોકો કરતા હતા. સાહેબજીનો એટલો બધો અતિશય હતો કે બધું વાતાવરણ શાંત દેખાતું હતું. ઘણા લોકો પ્રશ્ન કરતા હતા. તેમની અમૃત જેવી વાણીથી ઉત્તર મળતાં લોકો શાંત પડી જતા હતા. હમેશાં લોકોના ટોળેટોળાં પરમકૃપાળુદેવના દર્શન માટે આવતા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવ આણંદ તરફ પઘાર્યા હતા. સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી એમ જણાવ્યું ત્યારપછી સં.૧૯૫૪માં પરમકૃપાળુદેવનો સમાગમ વસો સ્થળે થયો અને છેલ્લો સમાગમ સં.૧૯૫૪માં ખેડામાં નરસિંહરામના બંગલામાં થયો હતો. ત્યારે સાહેબજીએ યોગ્ય શિખામણો આપી વૈરાગ્યનો બોઘ કર્યો અને સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી એમ જણાવ્યું હતું. અહો! અહો! અહો! તેમના પવિત્ર ગુણો અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું, અહો! તેમની વીતરાગતા, અહો! તેમની મુખમુદ્રા, અહો!તેમની કૃપા એ બધું વચનમાં આવી શકે નહીં પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધુ શું લખું? Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી કીલાભાઈ ગુલાબચંદ ખંભાત ખંભાતવાળા ભાઈશ્રી કલાભાઈ ગુલાબચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. પરમકૃપાળુદેવ મોટા માણસ મને પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન ખંભાતમાં શ્રી અંબાલાલભાઈને ત્યાં સં.૧૯૪૬ના આસો વદ ૧૨ના થયા હતા. શ્રી અંબાલાલભાઈને ઘેર શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવની ભક્તિ કરતા હતા, ચરણો ઘોઈને રૂમાલ લૂંછતા હતા. પરમકૃપાળુદેવને શાંત બેઠેલા જોયા હતા. તેથી એમ જાણેલ કે તે કોઈ મોટા માણસ છે. તમોને નિશ્ચય થયો નહીં તો મને શી રીતે થશે? ત્યારબાદ હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો અને મને તે લોકો સામાન્ય ડાહ્યો ગણતા. તેથી તર્કકુતર્ક કરી વાતો કરતો અને વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછતો. મારા અંતરમાં ભવનો ભય તથા નરકાદિ દુઃખોનો ભય બહુ રહેતો. એક દિવસ ઢુંઢીયાના સાઘુએ છઠ્ઠા આરાના દુઃખનું વર્ણન સંભળાવ્યું હતું. તેથી મેં કહ્યું–આ દુઃખમાં જન્મ ન લેવો પડે તેવો તમારી પાસે કોઈ ઉપાય છે? અથવા મારું કલ્યાણ કેમ થાય અને મારા કેટલા ભવ બાકી છે તે તમને જણાવો. તો કહ્યું–સહુ કરતા કરતા થશે એમ જણાવ્યું. પછી મેં કહ્યું–અથવા સીમંધર સ્વામી પાસે જઈ મારા ભવનો કોઈ નિશ્ચય કરી આપે એવી કોઈ મંત્ર, જંત્ર, વિદ્યા તમારી પાસે છે, તો તત્કાળ મને બતાવો; નીકર છઠ્ઠા આરાનું દુઃખ મારાથી વેદી શકાય નહીં. પછી સાઘુએ કહ્યું કે ક્રિયાઓ-તપશ્ચર્યા કરતા થશે. ત્યારે મેં કહ્યું–તમે બહુ કરો છો તો તમને થવું જોઈએ. અને તમોને કંઈ પણ નિશ્ચય થયો નથી તો મને શી રીતે થશે? તેમની વાતનો મને નિશ્ચય આવતો નહોતો. કૃપાળુદેવ પ્રત્યે ઊંચો ભાવ આવ્યો એક વખતે હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો હતો. ત્યાં શ્રી ત્રિભોવનભાઈ તથા શ્રી અંબાલાલભાઈ સાથે સાથે કોઈ વાત કરતા હતા. તે વાત એવા પ્રકારની હતી કે મુનિનો માર્ગ દશવૈકાલિક સૂત્ર પ્રમાણે છે. પછી એકવાર ઉપાશ્રયે જતાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈએ મને બોલાવ્યો તેથી હું શા માણેકચંદની દુકાનમાં જ્યાં તેઓ બેઠેલા હતા ત્યાં ગયો. ત્યાં શાંતસુઘારસ તથા શ્રી આનંદઘનજીના પદોનું વાંચન થતું હતું તે સાંભળીને ઘણો આનંદ આવતો હતો. મને પ્રથમથી જ લાગતું કે આ લોકો જે કાંઈ કરે છે તે સારું કરે છે અને તેમની વાત મને પ્રિય લાગતી. ત્યાં કૃપાળુદેવની વાત સાંભળીને તેમના પ્રત્યે ઊંચો ભાવ આવ્યો. ચથા અવસરે સમાગમ થશે - એક વખતે હું ઉપાશ્રયે બેઠો હતો અને શ્રી રાળજ પરમકૃપાળુદેવ પઘારેલ તે સંબંધી ભાઈશ્રી ત્રિભોવનભાઈ ઉપાશ્રયે આવેલા ત્યારે વાત કરતા હતા, અને તેથી મને વઘારે આશ્ચર્ય લાગ્યું અને શ્રી કૃપાળુદેવ ત્યાંથી પઘાર્યા એટલે મનમાં ઇચ્છા થઈ કે તેમના ઉપર પત્ર લખવો અથવા દર્શન કરવા. પછી એક પત્ર પરમકૃપાળુદેવ પ્રત્યે મેં લખ્યો હતો. અને તેમાં દર્શનની જિજ્ઞાસા જણાવી હતી. તેનો જવાબ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦૨ ભાઈ શ્રી અંબાલાલભાઈના પત્ર ભેગો આવ્યો હતો. તેમાં યથા અવસરે સમાગમ થશે એમ જણાવ્યું હતું. હું સદ્ગુરુ તરીકે પરમકૃપાળુદેવને માનવા લાગ્યો પછી હમેશાં રાતના ભાઈશ્રી અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ તથા ભાઈ શ્રી સુંદરલાલ વગેરે ભાઈઓ ભેગા થતા અને પરમકૃપાળુદેવના પત્રો આવે તે વાંચતા અને મને પણ તે તમામ પત્રો વંચાવતા. તેથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે વિશેષ પ્રેમ થતો ગયો. ત્યારથી હું સદ્ગુરુ તરીકે પરમકૃપાળુદેવને માનવા લાગ્યો. સાપ જેમ કાંચળી છોડીને ચાલ્યો જાય તેમ ચાલતા થયા સં.૧૯૪૮ના માગસર સુદ ૧ના દિવસે કૃપાળુદેવનું આણંદ પઘારવું થયું. ત્યાં આવવા આજ્ઞા મળેલી. તેથી અમે પંદરેક મુમુક્ષુઓ સાથે ગયા હતા. કૃપાળુદેવ રાતના મેલમાં પઘાર્યા. ટ્રેન આવી કે તુરત એકદમ ડબ્બામાંથી ઊતરી કંઈ પણ ભલામણ કર્યા વિના સાપ જેમ કાંચળી છોડીને ચાલ્યો જાય તેમ ચાલતા થયા. પછી અંદર જે પુસ્તકોની પેટી હતી તથા સરસામાન લેવાનો હતો તે ભાઈ શ્રી અંબાલાલભાઈ તમામ સરસામાન લાવ્યા હતા. તે વખતે તેમની દશા જોઈ મને બહુ ચમત્કાર લાગ્યો હતો. તેમણે શ્વેત વસ્ત્રો પહેરેલા હતા. તેમની મુખમુદ્રા અતિ વૈરાગ્યવાન અને શાંત જોઈ અમો બધાએ સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા, પણ કૃપાળુદેવે સામું પણ જોયું નહીં. પછી જ્યાં પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળા છે ત્યાં ઉતારો કર્યો. ઘર્મશાળામાં ડાબા હાથ ભણીની ઓરડીમાં બિછાનું પાથરેલું હતું ત્યાં બિરાજ્યા હતા. એક કલાક સુધી પોતે કંઈ પણ બોલ્યા વિના શાંત મુદ્રાએ બેસી રહ્યા હતા. અમે પણ સામા બેઠેલ હતા પણ કોઈને કાંઈ પૂછ્યું નહીં કે તમને કેટલા જણ આવેલા છો. તે વખતનો દેખાવ ઘણો જ વૃદ્ધ પુરુષ જેવો જોવામાં આવ્યો હતો, તેથી એમ કલ્પેલું કે પરમકૃપાળુદેવની ઉંમર પચાસ વર્ષની હશે પછી મારા મનમાં એમ થતું કે આ પુરુષ કેમ નહીં બોલતા હોય? અને મારા મનમાં પ્રશ્નો પૂછવાની શંકા હતી, પણ ત્યાં આગળ પરમકૃપાળુદેવ બીજી ઓરડીમાં ચાલ્યા ગયા. ફરી થોડા વખત પછી સાહેબજી પધાર્યા. કેટલાક ભાઈઓ રાતના અગિયાર વાગતાના સુમારમાં નિદ્રાના આવેશમાં થયેલ જણાયેલ, પણ સાહેબજી આવ્યા કે તમામ ઊભા થઈ ગયા. પછી થોડોક વખત રહીને કેટલાક ભાઈઓને નિદ્રામાં આવેલા જાણી પરમકૃપાળુદેવે બીજી ઓરડીમાં પથારી કરાવી. મારા મનની શંકાઓનું વગર પૂછ્યું સમાધાન સવારમાં આઠ વાગતાના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે બીજી ઓરડીના ઓટલે બિરાજ્યા હતા. તે વખતે ખુશાલદાસ શ્રી ખંભાતથી આવ્યા અને ઘણા પ્રેમથી પરમકૃપાળુદેવને દંડવત્ નમસ્કાર કર્યા. પછી કેટલીક વાર અંદર ઓરડીમાં સહેજે બોઘ શરૂ થયો અને મારા મનમાં જે જે શંકાઓ હતી તે બઘાનું વગર પૂછ્યું સમાઘાન થઈ ગયું. તેથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મારા મનની વાત પરમકૃપાળુદેવે શી રીતે જાણી? એ આશ્ચર્ય લાગવાથી બહુ પ્રેમ જાગ્યો અને ત્યાર પછી મારે પ્રશ્ન પૂછવાની કાંઈ પણ ઇચ્છા રહી નહીં. સંવત્ ૧૯૪૯ની સાલમાં ખંભાત પાસે ઉદેલ ગામે કપાળુદેવ પઘાર્યા હતા. ત્યાં ઘર્મશાળામાં ઉતારો કર્યો હતો. સાથે વડોદરાવાળા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ આવ્યા હતા. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી કીલાભાઈ ગુલાબચંદ Page #247 --------------------------------------------------------------------------  Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રીમદ્ અને કિલાભાઈ ગુલાબચંદ અંદરથી ગાંડપણ બન્નેનું સરખું એક વખત ભાગોળે કૃપાળુદેવ પચાસેક મુમુક્ષભાઈઓ સાથે બેઠા હતા. તે વખતે ઉપદેશધારાનો અમૃતમય વરસાદ વરસતો હતો. ત્યાં બાજુમાં એક ગાંડો માણસ હાથપગની ચેષ્ટાઓ કરતો હતો. તેને જોઈ કેટલાંક મુમુક્ષુઓને હસવું આવ્યું. ત્યારે કૃપાળુદેવે ઠપકો આપ્યો કે એનામાં વઘારે મીઠું પડ્યું છે ને તમારામાં થોડું પડ્યું છે. પણ તમો સાવ ચોખ્ખા છો એમ માનવાનું નથી. એ ગાંડો માણસ સંકલ્પ વિકલ્પને બહાર કાઢી જણાવે છે અને તમો તેને દબાવી રાખો છો. પણ અંદરથી ગાંડપણ બન્નેનું સરખું છે. - પુરુષાર્થ કરો તો અવશ્ય કલ્યાણ થાય ઉદેલની ભાગોળે એક ઝાડ હતું. તેનું થડ ઘણું જાડું હતું. તે તરફ આંગળી કરી કૃપાળુદેવે કહ્યું કે આ ઝાડ ઘણું જાડું દેખી કોઈ માણસ તેના ઉપર ચઢવાની હિંમત કરે નહીં, તેમ તમો પણ કલ્યાણ દેખી ડરો છો, પણ જો હિંમત કરી પુરુષાર્થ કરો તો કલ્યાણ થાય અને ઘણો જ આનંદ પામો. એમ પુરુષાર્થ કરવા માટે પ્રેરણા કરતા હતા. જ્ઞાનીઓની વાણી પુરુષાર્થપ્રેરક હોય છે. વિષયકષાયને છોડવા એ તો મારાથી નહીં બને કૃપાળુદેવે એકવાર એવો બોઘ કર્યો કે જીવ જ્યારે જ્ઞાની પાસે આવી કલ્યાણની ઇચ્છા બતાવે ત્યારે જ્ઞાની કહે કે વિષયોને રોકવા. પણ જીવ તેથી ગભરાય છે, ને કંઈ બીજું કરવાનું જ્ઞાની કહે તો ઠીક; એમ તો મારાથી નહીં બને એમ માની ત્યાંથી ચાલ્યો જાય છે. વળી અનેક જન્મનું ચક્કર ફરી, પાછો જ્ઞાની પાસે કોઈ વખત આવી ચઢે ત્યાં પણ કલ્યાણ માટે જ્ઞાની કહે કે વિષય કષાયને છોડવા. તો વળી જીવ તે નહીં બને એમ માની ફરી ફરી પાછો ચાલ્યો જાય છે. આમ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. પ્રસંગે પ્રસંગે જડ ચૈતન્યના જુદાપણાનો બોઘ સં.૧૯૫૦માં કૃપાળુદેવનો મુંબઈથી પત્ર આવ્યો કે આણંદ સ્ટેશને એક બે મુમુક્ષુઓને આપવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. તે જ દિવસે પર્યુષણ બેસનાર હતા. જેથી કુળ રૂઢિથી પર્યુષણમાં બહાર જવામાં કેટલાંક મુમુક્ષુઓ સંકોચાવા લાગ્યા. પૂ.અંબાલાલભાઈના કહેવાથી હું તથા કરસનદાસ બન્ને જણ આણંદ ગામ ગયા. ત્યાં કૃપાળુદેવનો હસ્તલિખિત એક કાગળ પોપટલાલે હાથમાં આપ્યો, તેમાં જણાવેલું કે તમારે વડોદરા આવવું હોય તો ઝવેરી માણેકલાલને ત્યાં આવવું. પણ કરસનદાસનું મન વડોદરા આવવા ન થવાથી હું એકલો વડોદરા ગયો. ત્યાં પરમકૃપાળુદેવ ઝવેરી માણેકલાલ ઘેલાભાઈના મુકામે પાંચમે માળે બિરાજેલા ત્યાં હું પૂછતો પૂછતો ગયો. ત્યાં કૃપાળુદેવ બનારસીદાસના સવૈયાની ધૂન લગાવી રહેલા હતા. શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ તથા શ્રી ખીમજીભાઈ સાથે બેઠા હતા. કોઈ મુમુક્ષુ કોઈ વસ્તુ લેતા દેતા આ મારી વસ્તુ છે એમ બોલી જાય તો તેને ઉપયોગ કરાવતા હતા કે આ જડ પદાર્થ તમારો કેવી રીતે? એમ પ્રસંગે પ્રસંગે જડચૈતન્યના જુદાપણાનો બોઘ આપીને વાણી બોલતા. પણ આ વસ્તુ મારી છે એમ બોલવું અટકાવીને વસ્તુના સ્વરૂપ તરફ વાળતા હતા. એક વખત ડુંગરશીભાઈ બોલ્યા કે મારા પગરખાં લાવો ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ફરી બોલો. આ પગરખાં ચામડાના છે કે તમારા છે? ડુંગરશીભાઈ બોલ્યા કે સાહેબ! ભૂલ્યો ચામડાના છે. તેવી રીતે Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦૪ દરેક કાર્યો કાર્યે ભૂલ થતાં આત્મજાગૃતિ કરાવતા હતા. અનેક પંડિતોનું કૃપાળુદેવ પાસે આગમન ત્યાં કૃપાળુદેવ પાસે ઘણા પંડિતો આવતા હતા અને પ્રશ્નો પૂછતા હતા. કૃપાળુદેવના ખુલાસાથી સંતોષ પામી સર્વે ઘેર જતા હતા. એક વખત એક જ્યોતિષ શાસ્ત્રી કપાળદેવ પાસે આવ્યા અને બોલ્યા કે જ્યોતિષશાસ્ત્ર સાચાં નથી. તેથી કૃપાળુદેવે કહ્યું કે જોનારની સમજ ફેરથી તેમ થાય છે. બાકી કાશીદેશમાં એક ગ્રંથ “ભૃગુસંહિતા' નામનો છે. તે ગ્રંથ બરાબર છે. તે જોવાથી તમને વઘારે ખાત્રી થશે. વળી દાખલો આપી તે જોષીને કૃપાળુદેવે કહ્યું કે એક લગ્ન જન્મેલા ત્રણ જણના જન્માક્ષર કરાવવા આવે તો તેમાં તમે શું સમજી શકો કે આને ઘેર પુત્રજન્મ થયો છે? કે આને ઘેર પુત્રી જન્મી છે? કે આને ઘેર ઢોર જન્મેલ છે? ત્યારે તે જોષીને નહીં આવડવાથી કૃપાળુદેવે જ્યોતિષના અનેક દાખલા આપી કહી બતાવ્યું હતું કે આમ હોય તો પુત્ર જન્મો માલુમ પડે. અને આમ હોય તો પુત્રી જન્મી જાણવી અને આમ હોય તો પશુ જન્મેલ છે એમ કહી બતાવ્યું હતું. જ્યોતિષના શબ્દો હોવાથી મને યાદ રહેલ નથી. તે જોષી ઘણો જ આનંદ પામી નમસ્કાર કરી ત્યાંથી ગયો હતો. આખા જગતનું કલ્યાણ ત્યાં એક વખત વડોદરા શહેર બહાર કૃપાળુદેવ ફરવા પઘાર્યા હતા. સૌભાગ્યભાઈ, ડુંગરશીભાઈ તથા હું સાથે હતા. ત્યાં ડુંગરશીભાઈ બોલ્યા કે સાહેબજી, આખા જગતમાં અંઘકાર વ્યાપી રહ્યો છે. એમાં અમારા ઢંઢિયામાં તો બહુ જ અંઘકાર છે. આપ ઘર્મનો ઉદ્યોત ક્યારે કરશો? તે વખતે કૃપાળુદેવ બોલ્યા કે, તમે સ્થાનકવાસી કુળમાં જન્મ્યા તેથી તમોને તેની વઘારે દયા આવે છે. પણ વખત આવ્યે સ્થાનકવાસીનું તો શું પણ આખા જગતનું કલ્યાણ થશે. માણેકલાલને માર્ગ પામવામાં ત્રણ વર્ષની વાર ત્યારે ડુંગરશીભાઈ બોલ્યા કે ઝવેરી માણેકલાલભાઈ ક્યારે મારગ પામશે? તથા ભરૂચવાલા અનુપચંદભાઈ ક્યારે મારગ પામશે? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે માણેકલાલભાઈને ત્રણ વરસની વાર છે અને અનુપચંદભાઈને હજુ વાર છે. કૃપાળુદેવનું જ્ઞાન અદ્ભુત એક વખત શહેર બહાર કૃપાળુદેવ એક કૂવાના થાળામાં બેઠેલા હતા. પૂ.શ્રી સૌભાગ્યભાઈ પેશાબ કરવા માટે એક વાડ તરફ જતા હતા. ત્યારે કૃપાળુદેવે તેમને રોક્યા અને કહ્યું કે “એ તરફ સાપ પડેલો છે. બીજી તરફ જાઓ.” હું તેથી આશ્ચર્ય પામી તે તરફ જોવા ગયો. તો ત્યાં દૂર વાડને ઓથે સાપ પડેલો જોયો. આથી મારા મનમાં ઘણું આશ્ચર્ય ઉત્પન્ન થયું કે કૃપાળુદેવનું જ્ઞાન અદ્ભુત છે. અચિંત્ય માહાભ્યવાન એવો આત્મા એક વખત વડોદરામાં ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા માટે શેઠ ફકીરભાઈ કૃપાળુદેવને રાજ દરબારમાં લઈ ગયા. તે સરકારના ઝવેરી હતા. ત્યાં કરોડો રૂપિયાનું ઝવેરાત હતું. તેમાં એક નવલાખનો હીરો હતો. તે કૃપાળુદેવને શેઠ ફકીરભાઈએ બતાવ્યો. ત્યારે કૃપાળુદેવ તેને જોઈ બોલ્યા કે અચિંત્ય જેનું માહાસ્ય છે એવા આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી અને આવા ચોખ્ખા પથરાનું Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શ્રીમદ્ અને કીલાભાઈ ગુલાબચંદ જીવને માહાત્મ્ય લાગે છે. એવા આશયમાં કૃપાળુદેવ પ્રકાશતા હતા. આથી મને લાગ્યું કે આ બહુ નિઃસ્પૃહ પુરુષ જણાય છે. ૫૨મકૃપાળુદેવના દર્શન અને વચનામૃતથી કલ્યાણ મેં હૂંઢિયાકુળના આગ્રહના કેટલાંક પ્રશ્નો પૂછવા માટે નક્કી કરેલા. પણ તહેવારના (ગોકુલ અષ્ટમીના) દિવસે આઠ નવ વાગે મારા પૂછ્યા વગર સ્વાભાવિક ઉપદેશમાં જ તેના ખુલાસા કરી દીધા. તેથી મને આશ્ચર્ય લાગ્યું કે આ બહુ જ્ઞાની મહાત્મા જણાય છે કે જેમણે મારા મનની વાત જાણી. હું તેમની મુખમુદ્રા વખતોવખત જોયા કરતો હતો. એક વખત કૃપાળુદેવે મને પૂછ્યું કે “તમો શું સમજીને અહીં આવ્યા છો?’’ મેં જવાબ દીધો કે મારા કલ્યાણ અર્થે આવ્યો છું. ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે “અમારાથી તમારું કલ્યાણ થશે એની શી ખાતરી? આથી મેં કહ્યું આપના દર્શન અને વચનામૃતોથી ખાતરી થઈ છે કે આપથી જ મારું કલ્યાણ થશે. આ એક ભવ અમને સોંપી દો કૃપાળુદેવ બોલ્યા—તમને અમારા ઉપર વિશ્વાસ આવશે? અમો કહીએ તેમ કરશો? મેં જવાબમાં કીધું કે હાજી. કૃપાળુદેવ—અમો તમને સંન્યાસીનો વેશ પહેરાવીશું તો તમો પહેરશો? લખનાર—હાજી, સાહેબ. કૃપાળુદેવ કહે—તમને તે ગમશે? લખનાર—મારા કલ્યાણ માટે આપ જે બતાવો તે યોગ્ય જ હશે. કૃપાળુદેવ બોલ્યા કે “અનંત કાળ થયા જીવે નકામા જન્મો ખોયા છે. માટે આ ભવ તમો અમને સોંપી દો.’’ લખનાર—મેં કહ્યું આ દેહ આપને સોંપ્યો છે. એક શબ્દ બોલતાં જ બધા ચૂપ થઈ ગયા બીજે દિવસે કૃપાળુદેવ મુંબઈ પધાર્યા હતા. સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા; પણ બિલકુલ સામું જોયું ન હતું; તીવ્ર વૈરાગ્યવાન મુખમુદ્રા રહેતી હતી. ત્યાં એક ડબ્બામાં મોટા અધિકારીઓ તથા તેના કુટુંબની સ્ત્રીઓ સેકંડ ક્લાસમાં બેઠેલા હતા. મેં બારણું ઉઘાડવા માંડ્યું તો તેઓ ન બેસવા દેવા તકરાર કરવા લાગ્યા. એટલામાં કૃપાળુદેવ ત્યાં આવ્યા અને તેમની સામું જોઈ બોલ્યા કે ‘કારણ?’ એટલો એક શબ્દ બોલતાં જ તેઓ ચૂપ થઈ ગયા અને કૃપાળુદેવ તે ડબ્બામાં પધાર્યા. મને લાગ્યું કે અહો ! આમના યોગબળનો પ્રતાપ કેવો છે? ત્યારબાદ કૃપાળુદેવ મુંબઈ પઘાર્યા અને અમો સર્વ મુમુક્ષુઓ સ્ટેશન ઉપરથી પાછા ફર્યા. આ કોઈ દેવપુરુષ છે મને કૃપાળુદેવના વિરહથી આંખમાં આંસુ આવવા લાગ્યા. સર્વ દિશાઓ શુન્ય જેવી લાગવા માંડી. જ્યાં જોઉં ત્યાં, જે ઓરડીમાં કૃપાળુદેવ બિરાજ્યા હતા તે ઓરડી અને કૃપાળુદેવ એમ બે જ દેખાતું હતું. ઝાડ, જાનવર આદિ કોઈ પદાર્થ દેખું તો પ્રથમ કૃપાળુદેવ, ત્યારપછી તે વસ્તુ દેખાતી. એમ મને લગભગ પાંચ દિવસ સુધી રહ્યું હતું. ત્યારપછી તેમાં કમી થવા લાગી. એમ કરતાં કરતાં પંદર દિવસે તે દેખાવું બંધ થઈ ગયું હતું. આ પ્રકારના આશ્ચર્યને લઈને મારા અંતઃકરણમાં કોઈ ઓર જ છાપ પડી ગઈ અને મને લાગ્યું કે આ કોઈ દેવપુરુષ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ અને તે છે ' શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦૬ શ્રી પોપટલાલ ગુલાબચંદ ખંભાત શ્રી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈનો ચહેરો બહુ જ વૈરાગી સંવત્ ૧૯૪૬ના માગસર માસમાં ભાઈ સુંદર જલાલભાઈની જાનમાં આવતાં અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ સાથે હું પણ અમદાવાદ આવ્યો હતો. તેમની સાથે જૂઠાભાઈના દર્શન થયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવની મહાત્મા તરીકેની વાત સાંભળી હતી. જૂઠાભાઈએ પરમકૃપાળુદેવના આવેલા પત્રો આપ્યા હતા. તે વાંચવાથી પરમકૃપાળુદેવની મને કંઈ ઓળખાણ થઈ નહોતી; પણ અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈનો ચહેરો બહુ જ વૈરાગી થઈ ગયો હતો અને વારંવાર તે બંને શ્રી પરમકૃપાળુદેવનું સ્મરણ કરતા હતા. પછી અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ શ્રી ખંભાત આવ્યા બાદ ઉપાશ્રયે જતાં, પણ બન્ને ભાઈ અલગ બેસતા હતા. ઉપાશ્રયના સેક્રેટરી તરીકે અંબાલાલભાઈ હતા છતાં હવે તેમને ઉછરંગ (ઉત્સાહ) બહુ ઓછો જણાતો અને વૈરાગી ચિત્ત બહુ લાગતું હતું. તેઓ વાંચતા-વિચારતા ત્યારે તેમની પાસે હું પણ બેસતો. નગીનદાસનો ચહેરો પણ નાનપણમાં વૈરાગી પરમકૃપાળુદેવનું સંવત્ ૧૯૪૬ની સાલમાં શ્રી ખંભાત પઘારવાનું થયું ત્યારે મને અંબાલાલભાઈએ કહેલું કે કોઈ વોરાનું સારું સિગરામ કમાનવાળું જોઈએ. પરમકૃપાળુદેવના દર્શન થયા પહેલા પણ તેમના પ્રત્યે અંબાલાલભાઈના સમાગમને કારણે મને પ્રેમ ઉત્પન્ન થયો હતો. પરમકૃપાળુદેવ પઘાર્યા ત્યારે સામા અંબાલાલભાઈ વગેરે ગયા હતા. સુંદરલાલ તથા મારો નાનો ભાઈ નગીનદાસ પણ શ્રી ફેણાવ સુધી ગયા હતા. નગીનભાઈની ઉંમર ઘણી જ નાની આશરે ૧૨-૧૩ વર્ષની હતી, પણ તેનો ચહેરો નાનપણથી જ વૈરાગી હતો. નગીનદાસના કહેવાથી મને પણ પરમકૃપાળુદેવ ઉપર શાની તરીકે પ્રેમ ઉત્પન્ન થયો હતો. આ માણસ કોઈ મહાજ્ઞાની છે. પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા અને શા માણેકચંદ ફતેચંદના ત્રીજા મેડા ઉપર ઊતર્યા હતા. ત્યાં ઘણા લોકોનું આવવાનું બનતું અને પરમકૃપાળુદેવને ઘણા માણસો પ્રશ્ન પૂછતા. તેનું સમાઘાન એવી રીતે થતું હતું કે આવેલા પુરુષો શાંત થતા હતા અને તે લોકો એમ કહેતા કે આ માણસ કોઈ મહાજ્ઞાની છે. કૃપાળુશ્રી પાસે આખો દિવસ એટલા બધા માણસો ભરાઈ રહેતા કે અંબાલાલભાઈ તેમને બહુ તકલીફ ન પડે તેટલા માટે બહાર તાળું વસાવતા હતા; પણ લોકોનો પ્રેમ એટલો બઘો હતો કે બીજે દાદરેથી લોકો કૃપાળુદેવ પાસે આવી જતા હતા. શ્રી હરખચંદજી મહારાજે જણાવ્યું કે આ પુરુષ જ્ઞાની છે શ્રી ખંભાતના સ્થાનકવાસીના ઉપાશ્રયે મહારાજ હરખચંદજી પાસે કૃપાળુદેવ પઘાર્યા હતા, તે વખતે તેમની સમીપમાં હું હાજર હતો. ત્યાં એમણે ૧૬ અવશાન કરી બતાવ્યા હતા. મહારાજ હરખચંદજી મુનિ ખંભાતમાં પૂજ્ય તરીકે અને પંડિત મનાતા હતા. તેમના વિષે પરમકૃપાળુદેવે કહેલ કે આ પુરુષ આત્માર્થી છે. પરમકૃપાળુદેવે ત્યાં ૧૬ અવઘાન કરવાથી અને જ્ઞાનચર્ચા થવાથી હરખચંદજી મહારાજે જણાવ્યું કે આ પુરુષ જ્ઞાની છે. તે વખતે આ પુરુષનું જ્ઞાની તરીકેનું ઓળખાણ મને દૃઢ થયું હતું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રીમદ્ અને પોપટભાઈ ગુલાબચંદ આટલા બઘા વર્ષો થયાં શું કર્યું? ત્યારપછી પરમકૃપાળુદેવ શ્રી અંબાલાલભાઈને ત્યાં પધાર્યા હતા. તે વખતે હું ? પણ હાજર હતો. ત્યાં પરમકૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈના પિતાશ્રી વકીલ લાલચંદભાઈને સમકિત સંબંધી કેટલીક વ્યાખ્યાઓ પૂછી હતી. લાલચંદભાઈએ તે વખતે કહ્યું કે તે સંબંધી હું કંઈ જાણતો નથી. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે આટલા બઘા વર્ષો થયાં શું કર્યું? પછી કૃપાળુદેવે સમક્તિ સંબંઘી કેટલોક બોઘ આપીને તેમના મનનું ઘણું જ સમાઘાન કર્યું હતું. આવું જ્ઞાન તો કોઈ મુનિમાં નહીં હોય પરમકૃપાળુદેવ ગુપ્ત રહેવા પોતાને માટે વારંવાર કહેતા હતા. તેઓશ્રી નાસર પાસે લાલબાગના સામે તળાવ ઉપર સાંજના ફરવા જતા ત્યાં આગળ ઘણો જ બોઘ કર્યો હતો. તે વખતે મને બહુ પ્રેમથી નિશ્ચય થયો હતો કે આવું જ્ઞાન કોઈ મુનિમાં નહીં હોય. આ તો ખરેખર મહાત્મા છે. વળી મારા કરતાં મારા નાના ભાઈ નગીનદાસને તો બહુ જ નિશ્ચય થઈ ગયો હતો તે તેમની પાસેથી એક ઘડી પણ ખસતો નહોતો. કોઈપણ જાતની લૌકિક વ્યવહારની વાત નહીં પરમકૃપાળુદેવ શ્રી નારેસર બિરાજમાન થયેલા. ત્યાં વારંવાર જોતાં કોઈપણ જાતની લૌકિક વ્યવહારની વાત જોવામાં આવતી નહોતી. એક સાઘારણ મુનિ હોય તે પણ વ્યવહારની વાત કરે અને આટલા બઘા સમાગમમાં વ્યવહારની કંઈપણ વાત નહીં જોવાથી તેમના જ્ઞાનીપણાની ઓળખાણનો મને નિશ્ચય આવતો હતો. અનાસક્તભાવે ખાવા-પીવા-જમવાની રીત પરમકૃપાળુદેવ ત્રિભુવનભાઈને ત્યાં પણ જમ્યા હતા. તે વખતે હું ત્યાં હાજર હતો. તેમની ખાવાપીવા-જમવાની રીત જોતાં મને બહુ આશ્ચર્ય થતું કે આમને કેવા જ્ઞાની કહીએ? પરમકૃપાળુદેવ સાથે શ્રી સોભાગભાઈ, શ્રી ડુંગરશીભાઈ પણ પધાર્યા હતા. પ્રભાતે પરમકૃપાળુદેવ શ્રી મુંબઈ પઘાર્યા ત્યારે કંસારી સુઘી વલોટાવવા ગયા હતા. ત્યાં કેટલોક બોઘ કર્યો હતો. વકીલ લાલચંદભાઈ તે અરસામાં ગુજરી ગયા હતા. કોઈ વખત નહીં સાંભળેલ એવો બોઘ પરમકૃપાળુદેવ શ્રી ઉદેલ પઘાર્યા ત્યારે હું ત્યાં ગયો હતો. ત્યાં લોકો સમાગમમાં આવ્યા હતા. તે વખતે શ્રી માણેકલાલ ઘેલાભાઈ, શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ વગેરે પણ ત્યાં હતા અને ખંભાતથી ઘણા લોકો આવ્યા હતા. પરમકૃપાળુદેવનો બપોરે ત્યાં બોઘ થતો. એ બોઘ એવો અપૂર્વ હતો કે કોઈ વખતે નહીં સાંભળેલા શબ્દો તેમની મુખમુદ્રાથી નીકળતા હતા. તે માંહેલો કેટલોક બોઘ વચનામૃતજીમાં આવી ગયો છે. ઉપદેશમાં બીડી પીવાનો નિષેઘા પરમકૃપાળુદેવે બીડીનો નિષેઘ બોઘમાં બહુ કર્યો હતો. અને માણેકલાલભાઈએ બઘાને ફરજ પાડી બીડી પીવાની બંઘ કરાવી હતી. તે વખતે મેં પણ બીડીનો ત્યાગ કર્યો હતો. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦૮ તુચ્છ કિંમતનો લોટો તે રૂપ આત્મા થઈ ગયો પરમકૃપાળુદેવ મુંબઈમાં જ્યારે બોઘ દેતા હતા તે વખતે એક માણસનો પીત્તળનો લોટો મારી પાસે રહી ગયેલ હોવાથી તે ઘણી મારી પાસે લેવા આવ્યો હતો. મારી પાસે આવી કાનમાં ઘીમા સ્વરે જણાવ્યું કે લોટો આપો. તે વખતે મારું ધ્યાન પરમકૃપાળુદેવના બોઘ સાંભળવા તરફ હતું જેથી તે વાત મેં ધ્યાનમાં લીધી નહોતી; તેથી તે ઘણી લોટા માટે ઊંચો નીચો થયા કરતો હતો. તે વખતે પરમકૃપાળુદેવે લોટા સંબંધી બોઘ કર્યો કે અહો! એક તુચ્છ કિંમતનો લોટો તે રૂપ આત્મા કરી મૂક્યો છે. તે વિષે ઘણો જ બોધ આપ્યો હતો. પરમકૃપાળુદેવના પરિશ્રમે એકસો આઠ પાડા મારતા બંઘ થયા હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ દશેરાના દિને શ્રી ઘરમપુરમાં એકસો આઠ પાડાનો વઘ થાય છે. ત્યારે તેના બચાવ માટે પરમકૃપાળુદેવે વ્યાખ્યા કરી હતી કે ઘરમપુરમાં સભા મેળવવી અને ત્યાં ભાઈ શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈને મોકલવા. તથા તે અંગે મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેઓના વેદના આઘારો પણ કઢાવતા હતા. અર્થનો અનર્થ થતો હતો તેને માટે પરમકૃપાળુદેવ બોઘ કરતા હતા. કેટલાક પૈસાના લોભી હોય તેઓને પૈસા આપીને પણ ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું. પરમકૃપાળુદેવ તે બચાવને માટે રાતદિવસ પરિશ્રમ લેતા હતા. જેથી તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે તે પાડા મારવાનું બંઘ થયું હતું. દુઃખી માણસની સારવાર કરવાની આજ્ઞા કરી. પરમકૃપાળુ જ્યારે આણંદ મુકામે પઘારેલા ત્યાં પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળામાં ઉતારો હતો. તે સમયે હું મુંબઈથી આવતો હતો અને ત્યાં દર્શન અર્થે ગયો હતો. તેવા સમયમાં મુંબઈમાં મરકીનો રોગ ચાલુ થયો અને આણંદમાં પણ એક માણસને તે રોગ લાગુ થવાથી તે માણસને કાઢી નાખી તે જ ઘર્મશાળાની નજીકમાં નાખી મૂકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો જેથી અંબાલાલભાઈ વગેરેને જણાવ્યું કે આ માણસને ઘર્મશાળામાં લઈ જાઓ અને તેની સારવાર કરો, દવા વગેરે સાઘનો લાવો. તેથી અંબાલાલભાઈએ ડૉક્ટરને બોલાવ્યો અને દવા કરાવી અને એની બરદાસ સારી કરી હતી. પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો. - ભગવાનનો મૂળ માર્ગ આ પ્રમાણે ત્યાં આણંદ મુકામે મારા ભાઈશ્રી નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું હતું કે મારા મામા બહુ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીયો કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ પદ રચ્યું. પછી નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કેલો, આ તમારા મામાને ભાર દઈ કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે, એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા. - તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે ત્યાં આણંદવાળા એક ભાઈ જેનું નામ મોતીભાઈ હતું તેઓ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા. તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ઘારીને ઉતારો કરીને Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શ્રીમદ્ અને પોપટભાઈ ગુલાબચંદ લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ઘણીએ પ્રશ્નો પૂછ્યા નહોતા પણ પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં તેઓના ચૌદ પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો, જેથી તેઓના મનનું સારી રીતે સમાઘાન થયું હતું. તેથી તે માણસ ઊભા થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યા કે આપ પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય? એવું એમના મનમાં આવતાં જ પરમકૃપાળુદેવે તેઓને જણાવ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. તેનો કાંઈપણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવું-મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોઘ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દ્રઢ વિચાર થયો કે આ પુરુષ મહાત્મા પુરુષ છે એ નિસંશય છે, કારણ કે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીઘા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાઘાન કર્યું તે પરથી એવો દૃઢ વિશ્વાસ થયો કે આ પુરુષ અવધિજ્ઞાની પુરુષ છે એમ લાગ્યું હતું. આ મોતીભાઈએ શ્રી આત્મસિદ્ધિ છપાવવા રૂા.૩૦૦- અર્પણ કર્યા હતા. આણંદ મુકામે શ્રી કાવિઠાવાળા ઝવેરભાઈ વગેરે તેઓના કુટુંબી સઘળાં પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા. આણંદ મુકામે હું થોડો વખત રોકાઈ ખંભાત આવ્યો હતો. કાવિઠામાં દર્શનાર્થે ઘણા ભાઈઓનું આગમન પરમકૃપાળુદેવ સં.૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પઘાર્યા હતા. ત્યારે હું દર્શન કરવા માટે ગયો હતો. પરમકૃપાળુદેવ શ્રી કાવિઠામાં શેઠ ઝવેરભાઈના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં ઘણા ભાઈઓ દર્શન અર્થે પઘાર્યા હતા. અમદાવાદવાળા ભાઈશ્રી પોપટલાલભાઈ મોહકમચંદભાઈ તથા ગોઘાવીવાળા ભાઈશ્રી વનમાળીદાસ વગેરે વગેરે સ્થાનોએથી ઘણા જ ભાઈઓ પઘારતા હતા. રાત્રિએ ઘણા ભાગે ભાઈશ્રી પોપટલાલભાઈ પાસે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું એક સ્તવન બોલાવરાવ્યું હતું. કાવિઠા ગામમાં સઘળે ઠેકાણે એવી વાત ચાલી રહી હતી કે કોઈ અદ્ભુત મહાત્મા પઘાર્યા છે. વ્રત નિયમો અપાવવા મુનિશ્રી લલ્લુજી પાસે સઘળાઓને મોકલતા શ્રી કાવિઠામાં શ્રી પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે પઘાર્યા હતા. હું ખંભાત આવ્યો અને ત્યાંથી વસો મુકામે દર્શનાર્થે ગયો હતો. ત્યાં કોઈ એક ગૃહસ્થના બંગલામાં ઊતર્યા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામીનું ચાતુર્માસ ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોઘ થયો હતો. જેનો લાભ ત્યાં હમેશાં હું લેતો. ત્યાં યોગાનુયોગ દરેકને વ્રત-નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા, અને વ્રતનિયમોના પચખાણ કરાવવા માટે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસન સંબંધી ઘણો જ બોઘ કરતા હતા અને દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો. વસો મુકામે પંદર દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં હું રહ્યો હતો. આટલો બધો અવેજ મોકલવાથી પોપટ મુંઝાયો છે સંવત્ ૧૯૫૬ની સાલમાં ભાઈશ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસની કંપનીમાં ચોખાનો વેપાર ચાલતો હતો. તે વખતમાં મારા ભાઈ નગીનદાસ પણ ત્યાં જ હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં મહિનો Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો દોઢ મહિનો રોકાયા હતા. મેં ત્યાં વેપાર કરેલો, તેને માટે મેં અવેજ દશ-બાર હજાર ઉપરાંત ખંભાતથી બીડ્યા હતા. આટલો બઘો અવેજ બીડવામાં આવેલો જેથી હું મુંઝાયો હતો. તેથી મેં મારા ભાઈ નગીનદાસ પર એક પોસ્ટ કવરમાં બીડી ખાનગી પત્ર લખ્યો હતો. તેના સંબંઘમાં મારા ભાઈ નગીનદાસે અત્રે આવ્યા બાદ મને જણાવ્યું હતું કે ઉપર જણાવેલ તમારો પત્ર આવેલ, તે પત્ર મેં ફોડ્યો પણ નહોતો તે પહેલાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે એકદમ આટલો બધો અવેજ મંગાવેલો જેથી પોપટ મુંઝાયો છે. એકદમ આટલો બઘો અવેજ બીડવાનું શું કારણ હતું? હુંડી લખવાનું લખો એમ જણાવ્યું હતું. સુબોઘક પુસ્તકાલયની તુરંત સ્થાપના કરશે પરમકૃપાળુદેવ મુંબઈમાં શિવમાં હતા. ત્યાં મને સમાગમ થયો હતો. તે સમાગમમાં શ્રી લીંબડીવાળા ભાઈશ્રી મનસુખભાઈ દેવશીભાઈ પરમકૃપાળુદેવની સેવામાં કાયમ હાજર હતા. તેમજ ડૉક્ટર પ્રાણજીવનદાસ પણ કાયમ હાજર રહેતા હતા. તેવા સમયમાં શરીર એટલું બધું સુકાઈ ગયેલ હતું કે શરીરનું વજન આશરે ૭૦ રતલ હશે. તે વખતે ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપના કરવા માટે કેટલાંક પુસ્તકો ખરીદ કરી મારી સાથે મોકલ્યા હતા. મને વારંવાર જતી વખતે જણાવ્યું હતું કે ખંભાત જઈને તુરત જ ગમે તે મકાન ભાડે લઈ પુસ્તકશાળા સ્થાપન કરજો. ત્યાં ભાઈશ્રી દામજીભાઈ કેશવજી પણ હમેશાં પરમકૃપાળુદેવના સમાગમમાં પઘારતા હતા. મોક્ષમાળા વાંચવા વિચારવાની આજ્ઞા. શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવની સ્થિરતા દશ બાર દિવસ થઈ હતી, તેટલો વખત હમેશાં દર્શનનો લાભ મેળવી શકતો હતો. શ્રી આણંદ મુકામે પાંચ-છ દિવસ દર્શનનો લાભ મળ્યો હતો. મુંબઈમાં ચાર પાંચ વખત દર્શનનો લાભ મળ્યો હતો. દરેક વખતે આઠ-દસ દિવસ રોકાતો હતો અને તેમને ત્યાં જ ઊતરતો હતો. શ્રી આનંદઘનજીત ચોવીશીમાંથી અમુક સ્તવનો મુખપાઠ કરવા આજ્ઞા થઈ હતી. શ્રી મોક્ષમાળા વાંચવા-વિચારવાની આજ્ઞા થઈ હતી. તે સિવાય પુસ્તકોના નામ લખાવેલ તે હાલમાં યાદ નથી. હું જ્યારે મુંબઈથી ખંભાત આવ્યો ત્યારે પરમકૃપાળુદેવે એક પત્ર અંબાલાલભાઈ ઉપરનો લખી આપ્યો હતો. જેમાં શ્રી અંબાલાલભાઈને શ્રી સાયેલા મુકામે શ્રી સોભાગભાઈ પાસે જવાની આજ્ઞા ફિરમાવેલ હતી. આ માર્ગ દશ હજાર જીવો પામશે એક વખત પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આ માર્ગ દશ હજાર જીવો પામશે એવું રૂબરુમાં જણાવ્યું હતું. ઉપર પ્રમાણેનો ઉતારો પોતાની સ્મૃતિ પ્રમાણે કરાવેલ છે. સંવત્ ૧૯૬૯, ચૈત્ર વદ ૧૦. શ્રી નગીનભાઈ ગુલાબચંદ ખંભાત એક સપુરુષ પઘારવાના છે સંવત્ ૧૯૪૬ના આસોવદ ૧૨ના દિવસે મને સુંદરલાલ માણેકચંદે કહ્યું કે આજે ગામ જવાનું છે, Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રીમદ્ અને નગીનભાઈ તારે આવવું છે? ત્યારે મેં કહ્યું કે ક્યાં જવાનું છે? ત્યારે તે બોલ્યા કે ફેણાય સુધી જવાનું છે છે. ત્યાં એક સપુરુષ પઘારવાના છે. તેમના સામા હું તથા ત્રિભોવન જવાના છીએ. ત્યારે મેં કહ્યું કે હું જરૂર આવીશ, મને જરૂર તેડી જજો. ત્યારે તેમણે કહ્યું કે જઈશ ત્યારે બોલાવીશ, તું ઘેર રહેજે. પછી બપોર પહેલાં ખંભાતથી નીકળી સુંદરલાલ તથા ત્રિભોવનદાસ તથા હું ત્રણ જણા એક ગાડીમાં ફેણાય તરત રવાના થયા. (આ સુંદરલાલ મારા પરમ ઉપકારી છે અને સપુરુષના પ્રથમ દર્શન અને પ્રથમ મેળાપ કરાવનાર હોવાથી મારા પર તેમનો અનિવાર્ય ઉપકાર થયો છે.) સપુરુષ અને આપણામાં શું ફરક હશે? હવે ફેણાયને રસ્તે જતાં મનમાં એમ વિચાર આવ્યો કે સપુરુષ એટલે તે કેવા હોતા હશે? અને તેમને બીજાં માણસો કરતાં વઘારે શું હશે કે જેથી સત્પરુષ કહેવાતા હશે? અને તેમના શરીરની આકૃતિમાં આપણા શરીરની આકૃતિમાં શું ફેર હશે? અથવા માથે કાંઈ હોતું હશે? અથવા આંખોમાં કંઈ ફેરફાર હશે? વગેરે ઘણા વિકલ્પ થયેલા. એમ કરતાં અમો ફેણાય પહોંચ્યા. ત્યાં શા છોટાલાલ કપૂરચંદ કે જે અંબાલાલભાઈના ભાગમાં વેપાર કરે છે તેમણે અમને ફેણાવની ભાગોળે જોયા. એટલે તેમણે કહ્યું કે ક્યાં જાઓ છો? ત્યારે એકભાઈએ જવાબ આપ્યો કે અંબાલાલભાઈ સપુરુષ આવવાના છે તેમની સામા પેટલાદ ગયા છે. અને અમો સામા અહીં આવ્યા છીએ, તે થોડે સુધી સામા જઈશું. હવે તે આવવાનો વખત થયો છે. ત્યારે તેમણે કહ્યું કે અંબાલાલભાઈને અમો રોકીશું. અને તમો પણ અહીં રોકાઓ. જમ્યા પછી બઘાને જવાનું થશે. ઘણો આગ્રહ કરવાથી ત્યાં ગાડી છોડી અને ભાગોળે જે ગાડીનો રસ્તો હતો ત્યાં અમે બેઠા. સાહેબજી બોલ્યા-કેમ નગીના થોડીવાર થઈ કે ત્યાં નજીક ગાડી આવતી દીઠી, એટલે અમો ઊઠી સામા ગયા. ગાડી લસણ ફેણાવની ભાગોળ કે જ્યાં બાવળના ઘણા જ ઝાડ છે ત્યાં ઊભી રાખી અને અંબાલાલભાઈ તથા પરમકૃપાળુદેવ તથા મણિલાલ (સૌભાગ્યભાઈના પુત્ર) ગાડીમાંથી ઊતરી એક બે ડગલાં ચાલતાં સાહેબજી બોલ્યા–કેમ નગીન? મેં કહ્યું-સારું. એમ કહી સાહેબજી માટે ત્યાં ઝાડ તળે બિસ્તર પાથરેલું હતું ત્યાં પધાર્યા. થોડો વખત ત્યાં બેસી પછી છોટાલાલનો ઘણો આગ્રહ હોવાથી તેમને ત્યાં જમવા પઘાર્યા. અમે તને જોયો છે મને એકદમ ગાડીમાંથી ઊતરતાં નામ દઈને બોલાવવાથી હું ઘણો ઝંખવાણો અને આભો બની ગયો; અને મનમાં વિચાર કર્યા કરું કે એમણે મને નામ દઈ શાથી બોલાવ્યો? મનમાં ઘણા ઘણા વિચાર આવવા માંડ્યા. હવે ત્યાંથી જમવા ભાણા ઉપર બેઠા. ત્યાં મેં સાહેબજીને પૂછ્યું કે–સાહેબજી, તમે મને નામ દઈને શાથી બોલાવ્યો? સાહેબજી–અમે તને જોયો છે. લખનાર–સાહેબજી, તમે મને ક્યાં જોયો છે? હું તો કંઈ બહારગામ ઝાઝું જતો નથી. હું એક ફેરા સંવત્ ૧૯૪૨ની સાલમાં બરવાળા પાસે નાવડા ગામ છે ત્યાં જાનમાં ગયો હતો. ત્યાં આપ આવ્યા હતા? અને ત્યાં મને જોયો હતો? Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૧૨ સાહેબજી–ના, અમે ત્યાં આવ્યા નહોતા. અને ત્યાં જોયો નથી. લખનાર–ત્યારે હું સંવત્ ૧૯૪૫ની સાલમાં ઘોલેરા પાસે “ભડિયાદ”જાનમાં ગયો હતો ત્યાં જોયો હતો? સાહેબજી—ના, અમે ત્યાં જોયો નથી. લખનાર–ત્યારે સાહેબજી, ક્યાં જોયો છે? આ સિવાય હું બીજે ક્યાંય ગયો નથી અને આ ફેણાયની ભાગોળ પણ આજે જ દીઠી છે. તારો જન્મ જેઠ સુદમાં છે સાહેબજી–અમે તને જોયો છે અને તારો જન્મ જેઠ સુદમાં છે. લખનાર–સાહેબજી, મને જન્મની ખબર નથી. સાહેબજી—તારી માને પૂછી જોજે. લખનાર–સારું સાહેબ, પૂછી જોઈશ. આ પછી અમે બઘા જમીને ઊઠ્યા એટલે ગાડીઓ જોડાવી ખંભાત તરફ આવ્યા. ખંભાત આવી ઘેર જઈ મેં મારી માને પૂછ્યું કે મારો જન્મ કયા મહિનામાં છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે જેઠ મહિનાના અજવાળિયામાં છે. આ ઉપરથી નક્કી મને ખાતરી થઈ કે “એમને સન્મુરુષ કહે છે તે નક્કી છે.” તેમની મુખમુદ્રા સામું જ હું તો જોયા કરતો ખંભાતમાં અંબાલાલભાઈને ત્યાં પરમકૃપાળુદેવ પઘાર્યા હતા. હું અંબાલાલભાઈને ઘેર જતો હતો. પણ મારી ઉંમર તે વખતે બારેક વર્ષની હતી તેથી તેઓ વાતચીત કરતા, તેમાં હું કાંઈ સમજતો નહીં. પણ સ્વાભાવિક તે પુરુષની મુખમુદ્રા અને શરીર જોવામાં મને વધુ પ્રીતિ આવતી હતી. તેથી જ્યારે જઉં ત્યારે તેમના સામું જોયા કરતો હતો. ૪-૫ દિવસ રહી પરમકૃપાળુદેવ મુંબઈ પઘાર્યા હતા. રાળજ સત્પરુષ પઘાર્યા છે, આવવું છે? સંવત્ ૧૯૪૭ની સાલ શ્રાવણ વદ-૧ને સુંદરલાલે કહ્યું કે રાળજ સત્પરુષ પઘાર્યા છે, તારે આવવું છે? મેં કહ્યું–હા, મને જરૂર તેડી જજો. સવારના આઠેક વાગ્યે હું સુંદરલાલની જોડે રાળજ ગયો. ત્યાં પરમકૃપાળુદેવ બંગલામાં બેઠા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી અમો બેઠા. સાથે સૌભાગ્યભાઈ સાહેબ પણ બેઠા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ ભાગવત વાંચતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો મુખેથી વારંવાર બોલતા હતા, તેમાં આ પદ વારંવાર કહેતા “વળવળે વૈકુંઠનાથ ગોપી, મને મારશે મારી માત; મને જાવા દે આણી વાર ગોપી, તારી બહુ માનીશ ઉપકાર, ગોપી.” (અર્થ – વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે તેને શ્રી કૃષ્ણરૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જાવા દે, તારો ઉપકાર માનીશ. નહીં તો મને વારંવાર સંસારના દુઃખો ભોગવવા પડશે.) ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાઘાર' વળી રાતના પરમકૃપાળુદેવ પણ નીચેનું પદ વાતમાં બોલતા હતા. “જાગી હૈ જોગ કી ઘુની, બરસત બંદર્ભે દૂની, બીના લકરે નિકટસે, તાપના લાગે, સંન્યાસી દૂરસેં દાઝે, પ્યાલા પ્રેમકા પિયા, ઉનોને માય ના લિયા.” Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ (અર્થ :—પ્રભુ પ્રત્યે મન વચન કાયાના યોગની ધૂન જાગી છે. તે વરસાદના બુંદથી પણ બમણી વરસે છે. તે લાકડા નિકટ એટલે પાસે ન હોય તો, તાપ લાગે નહીં. પણ સંન્યાસી તો દૂરથી જ દાઝે છે, કેમકે એણે તો પ્રભુ પ્રત્યેના પ્રેમનો પ્યાલો પીઘો છે; માટે પ્રભુના વિરહમાં દાઝ્યા કરે છે. તેને સંસારની માયા લાગી નથી.) આ પદ વારંવાર ઘોર શબ્દે પરમકૃપાળુદેવ બોલતા હતા. તે વખતે મારી ઉંમર તેર વર્ષની હતી તેથી બીજી કાંઈ મને સમજણ પડતી નહોતી. તેમની વાણી સાંભળવામાં અને મુખમુદ્રા જોવામાં અત્યંત પ્રીતિ હતી. રાતના પરમકૃપાળુદેવ ઓરડીમાં પલંગ પર સૂતા, ત્યારે હું તેમની ભક્તિ કરવા જતો. પલંગ પર પરમકૃપાળુદેવના પગ-માથું વગેરે દાબતો હતો. પરમકૃપાળુદેવ મને વારંવાર નીચે પ્રમાણે પૂછતા હતા. કેમ સાહેબ, મોક્ષ જોઈએ છે? ૨૧૩ સાહેબજી—કેમ સાહેબ, મોક્ષ જોઈએ છે? લખનાર—હા. એમ વારંવાર પરમકૃપાળુદેવ મને પૂછતા હતા. ત્યાં બીજો બોઘ ઘણો થતો, પણ મારી સ્મરણશક્તિ તે વખતે બિલકુલ નહીં હોવાથી હું બીજું કાંઈ સમજ્યો નહીં. ભાઈ અંબાલાલભાઈ મને રસોડાનું કામ બતાવતા હતા. તે સીધું સામાન વગેરે આપવા કરવામાં હું વધુ રોકાતો હતો અને નવરો પડું ત્યારે પરમકૃપાળુદેવના સામે ભાગે બેસતો હતો. પરમકૃપાળુ શ્રી સોભાગભાઈ સાહેબની મારા ઉપર તે વખતે બહુ જ કૃપા થઈ હતી. તે વારંવાર મને બોલાવતા હતા અને પરમકૃપાળુદેવ બહાર ફરવા જતા ત્યારે હું સાથે ફરવા જતો. પૂર્વ સંસ્કારથી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ હું રાળજથી ખંભાત આવતો ત્યારે મારા કુટુંબી મને જવાને ના પાડતા અને કહેતા કે ગામડે (રાળજ) શું કામ છે? પર્યુષણ પર્વમાં ખાવા-પીવાનું મૂકીને ત્યાં શું કામ છે? એમ કહેતા હતા. પણ મને ત્યાં સિવાય બીજે પ્રીતિ થતી નહોતી. તેથી ખંભાત આપું તો તરત રાળજ ચાલ્યો જતો હતો. સ્વાભાવિક ખાવા-પીવામાં તથા જોવા-પહેરવામાં મને પ્રીતિ જરાપણ થતી નહોતી, અને એમના દર્શન થયા ત્યારથી પરમકૃપાળુદેવનું સ્વાભાવિક કોઈના વગર બતાવ્યું સ્મરણ ઊગ્યું હતું. તેથી આખો દિવસ અને રાતના મને તેમનું સ્મરણ થતું. તેથી બીજા પદાર્થો ઉપરથી મને પ્રીતિ ઊઠી ગઈ હતી, અને બહુ જ આનંદ થતો હતો અને સત્પુરુષ ઉપર બહુ પ્રેમ વધતો જતો હતો. કેટલાંક ઠુંઢિયાના શ્રાવકો કહેતા કે તું ત્યાં (પરમકૃપાળુદેવ પાસે) ના જઈશ, પણ મને તેમના પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમને કહેતો કે હું તો જવાનો. એ તો સત્પુરુષ છે એમ કહેતો. તે લોકો બહુ નિંદા કરતા હતા. આ વખતે મારી સમજણશક્તિ બિલકુલ નહોતી, નહીં તો મને અપૂર્વ લાભ થાત, કારણ કે તે વખતે મને સ્મરણ અહર્નિશ રહ્યા કરતું હતું. જેથી બીજે ક્યાંય મને ગમતું નહોતું. અને તેથી આ સત્પુરુષ છે એમ વધારે અનુભવ થયો હતો. શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈ ખંભાત પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં શ્રી સ્તંભતીર્થ નિવાસી પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૧૪ ભાઈજીભાઈ પટેલ આવેલા તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું અથવા મનન કરેલું યા જે કાંઈ જોવામાં જાણવામાં આવેલ તે હાલમાં તેઓશ્રીએ પોતાની સ્મૃતિમાં રહેલ તે મુજબ અત્રે ઉતારો કરાવેલ છે. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી શ્રી સુબોઘક પુસ્તકાલયની સ્થાપના શ્રી સ્તંભતીર્થ માંહે શ્રી સુબોઘક પુસ્તકાલય સ્થાપિત કરવામાં પરમકૃપાળુદેવે પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈના મુબારક હસ્તે સ્થાપિત કરવા માટે પૂજ્ય ભાઈ શ્રી અંબાલાલભાઈને ભલામણ કરેલ અને તે ભલામણ પ્રત્યે તેઓશ્રીના પવિત્ર હસ્તોવડે સ્થાપનાક્રિયા થયેલ છે. સ્થાપન કરવામાં આવેલ તે સમયે સમ્યત્વરૂપી બીજ રોપાયેલ, તેનું સિંચન કરવાથું પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના મુખારવિંદ માંહેથી ઝરતાં ઝરણોને ઘારણ કરી રાખેલ તેને આઘારે સિંચન થતાં હાલમાં એક મોટા વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ સાંસારિક તાપથી થાક પામેલા પુરુષોને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. જે થવામાં મૂળ સ્થાપિત પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈનો મહતું ઉપકાર થયેલ છે. તે ઉપકારનું સ્મરણ કરી હવે તેઓશ્રીને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષપણામાં સમાગમ થયેલ તે સંબંધી ટૂંકમાં ઉતારો કરાવેલ વૃત્તાંત અત્રે જણાવું છું. મંગલાચરણ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત; પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમશાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. મહાજ્ઞાની મહાત્મા પુરષા ભાઈશ્રી ગાંડાભાઈ જણાવે છે કે સંવત્ ૧૯૪૭ના કારતક માસમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાત મુકામે ભાઈશ્રી છોટાલાલ માણેકચંદના મકાને પધાર્યા હતા. એક દિવસ બજારમાં ભાઈશ્રી મગનલાલ હેમચંદના મુનિમ માણેકલાલ મને મળ્યા. તેમણે વાતચીતના પ્રસંગે જણાવ્યું કે અત્રે ભાઈશ્રી છોટાલાલ માણેકચંદના મકાને એક મહાત્મા પુરુષ પઘારેલા છે, તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે. લોકો કોઈપણ પ્રકારનો સંદેહ સમાઘાન કરવા અર્થે મનમાં ઘારીને ત્યાં જાય છે, તે પ્રશ્નોનાં ખુલાસા તેઓના વગર કીધે, વગર પૂછ્યું તે જ્ઞાની પુરુષ દરેકના મનોગત ભાવ જાણી કહી સંભળાવે છે. જેથી લોકો ઘણું જ આશ્ચર્ય પામે છે. તમારી ઇચ્છા હોય તો તે મહાત્મા પુરુષના દર્શન કરવાર્થે આપણે બન્ને જઈએ. ત્યારે મેં ઘણા જ ઉત્સાહથી જણાવ્યું કે ચાલો ત્યારે હમણાં જ જઈએ. એમ કહી અમો બન્ને ભાઈશ્રી છોટાભાઈના મકાન પાસે આવી પહોંચ્યા. પણ પરમકૃપાળુદેવ તો નાગેશ્વર પઘાર્યા છે અને આવતી કાલે બીજા ક્ષેત્રે પથારવાના છે એમ જાણવા મળ્યું. તેથી અમો બન્ને ત્યાંથી પાછા વળ્યા. રસ્તામાં ચાલતાં મેં માણેકલાલને કીધું કે હવે ફરીથી તે મહાત્મા પુરુષ આ તરફ પઘારે ત્યારે જરૂર મને ખબર આપજો. એમ વાતચીત કરી અમો બન્ને પોતપોતાના ઘરે ગયા. Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ સંવત્ ૧૯૫૨ની સાલમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાતથી આશરે ત્રણ ગાઉ દૂર ગામ ૨ાળજ છે ત્યાં પધાર્યા. તેના સમાચાર મને માણેકલાલે કહ્યા. જેથી ત્યાં જવાની મારી તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ. સવારે વેળાસર રાળજ જવું, આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી હું સબુરભાઈ પાસે ગયો. ૨૧૫ સાહેબજીના અદ્ભુત ચમત્કારો પ્રથમ જ્યારે માણેકલાલે પરમકૃપાળુદેવ સંબંધી અદ્ભુત વર્ણન કરેલું તે હકીકત મેં સબુરભાઈને જણાવી હતી. તે સાંભળતાં તેમને સાહેબજીના દર્શન કરવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને મને જણાવ્યું કે હવે જો કદાચિત્ ફરીથી આ તરફ સાહેબજીનું આગમન થાય તો જરૂર ખબર આપજો. તેથી હું ખબર આપવા ગયો હતો. ત્યાં જઈને મેં સબુરભાઈને જણાવ્યું કે સાહેબજી રાળજ મુકામે પધાર્યા છે, હું આવતી કાલે સવારમાં પહેલા પ્રહરે જવાનો છું. ત્યારે તેમણે જણાવ્યું કે હું તો તૈયાર જ છું. રસ્તામાં જતાં ગાંઘી દલસુખભાઈ ડાહ્યાભાઈ મળ્યા હતા. તેઓને મેં સાહેબજીનું આગમન થયા સંબંધી તથા સાહેબજીના અદ્ભુત ચમત્કારો વિષે વર્ણન કરતાં તેઓએ પણ મારી સાથે આવવાની ઇચ્છા જણાવી. અમો ત્રણે જણા રાળજ મુકામે આશરે નવ વાગતાં પહોંચ્યા. છત્રપલંગ પર શયન છતાં ગાથાઓની ધૂનમાં મગ્ન સાહેબજીનો ઉતારો ઈનામદાર બાપુજી ખરસેદજી શેઠના બંગલામાં હતો. અમો જે વખતે પહોંચ્યા હતા તે સમયે સાહેબજી ઉપર મેડા પર વચલા હૉલમાં છત્ર પલંગ પર શયન થયા હતા. અને ગાથાઓની ધૂનમાં વારંવાર ઉદ્ગારો થતા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈ પાસે અમોએ સાહેબજીના દર્શનાર્થે મેડા પર જવાની આજ્ઞા મંગાવી ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ‘‘ભલે આવવા દ્યો.’’ તેથી અમો સાહેબજી પાસે ગયા અને નમસ્કાર કરી સાહેબજી સમીપે બેઠા. સાહેબજીના છત્ર પલંગ પાસે જમીન પર એક શેત્રંજી બિછાવેલ હતી તે પર અમો બન્નેને બેસવા સાહેબજીએ જણાવ્યું જેથી અમો એ શેત્રંજી પર સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજી પલંગ પરથી ઊભા થયા અને શેત્રંજી પર બિરાજમાન થયા. જિંદગીપર્યંત રાત્રિભોજનનો ત્યાગ ત્યાર પછી વાતચીતના પ્રસંગે અમોને સાહેબજીએ જણાવ્યું કે ‘તમો શું ધર્મ પાળો છો?’’ ત્યારે મેં સાહેબજીને જણાવ્યું કે અમારે ત્યાં શ્રી રણછોડજીની મૂર્તિ છે તે સ્થાનકે હમેશાં સવારમાં નાહીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરું છું અને પછી પાંચ માળા ગણું છું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો રાત્રિભોજન કરો છો?’’ મેં કીધું કે હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ‘તમો હંમેશને માટે રાત્રિભોજનનો ત્યાગ કરી શકતા હો તો તે શ્રેયસ્કર છે, તથાપિ તેમ હંમેશને માટે વર્તવા અશક્ત હો તો છેવટમાં અમે જણાવીએ છીએ કે દર સાલના ચોમાસામાં ચાર માસ પર્યંત તે ક્રમને અનુસરીને વર્તીશું. તે ક્રમ અનુસાર પરમકૃપાળુદેવની કૃપા વડે આજ દિન પર્યંત રાત્રિભોજન કરશો નહીં.’’ ત્યારે અમો બન્ને જણા સાહેબજી સન્મુખ બે હસ્તવડે અંજલિ જોડી સાહેબજી પ્રત્યે બોલ્યા કે આપશ્રીની કૃપાવડે અમો આજ દિનથી રાત્રિભોજનનો ત્યાગ કરી જિંદગી પર્યંત તે ક્રમને અનુસરીને વર્તીશું. તે ક્રમ અનુસાર પરમકૃપાળુદેવની કૃપાવડે આજ દિન પર્યંત અખંડિતપણે વર્તી શક્યા છીએ. અને હવે પછીથી પણ જિંદગીપર્યંત તે નિયમને Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૧૬ અનુસરીશું. પછી સાહેબજીએ ત્યાગ-વૈરાગ્ય સંબંધી ઘણો જ બોઘ કર્યો હતો. છેવટમાં આ અમોને પરમકૃપાળુદેવે ભલામણ કરી કે તમો “હમેશાં અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ આદિ મુમુક્ષભાઈઓના સમાગમમાં જજો.” અમોએ જણાવ્યું કે હાજી, તેમ વર્તીશું. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયે પર્યુષણ પર્વ હતા. ત્યાર પછી બીજે દિવસે પરમકૃપાળુદેવ રાળજથી શુભસ્થળ શ્રી વડવા મુકામે પઘાર્યા હતા. ભાવ ત્યાં ભગવાન હાજર છે હું જ્યારે રાળજથી પાછો અમારા મુકામે આવ્યો ત્યારે અમારા બૈરાઓએ અમોને પૂછ્યું કે તમોએ ત્યાં ઘર્મ સંબંઘી શું સાંભળ્યું? તે તો જણાવો. ત્યારે મેં ઉપર જણાવ્યા પ્રમાણે સઘળી સ્મૃતિમાં રહેલા હકીકત કહી સંભળાવી હતી. તે પરથી તેઓ ઘણા જ ઉત્સાહથી બોલ્યા કે મારે પણ સાહેબજીનાં દર્શન કરવા આવવું છે. ત્યારે મેં જણાવ્યું કે તમારાથી શી રીતે આવી શકાશે? હા તો તમારાથી ઘરમાં જ ફરી શકાય તેટલી પણ શક્તિ નથી. અને હજુ પથારીવશ રહો છો, તો પછી ત્યાં સુઘી શી રીતે આવી શકાય? વળી આવતી કાલે ગાડીનો જોગ આવી શકે તેમ નથી, માટે તમો ત્યાં આવવાનો વિચાર માંડી વાળો અને અત્રે બેઠાં ભાવનાઓ ભાવજો. ત્યારે તેઓએ જણાવ્યું કે હું ત્યાં આવીશ, ગાડીમાં બેસવાની જરૂર નથી. ઘીમે ઘીમે ચાલીને સાહેબજીનું સ્મરણ કરતાં કરતાં પહોંચી શકાશે. માટે હું તો આવીશ જ. આવો જોગ ફરીને ક્યાંથી આવી શકે? માટે આ વખતે તો હું ચૂકવાની નથી. સાહેબજીના પ્રતાપે કરી કાંઈ પણ અડચણ નહીં આવે. આ પ્રમાણે ઉત્સાહપૂર્વક આવવાનું જણાવ્યાથી મેં જણાવ્યું કે ભલે આવજો. ત્યારપછી અમો બન્ને તથા સબુરભાઈ બીજે દિવસે સવારે ચાલીને વડવા મુકામે ગયા હતા. રસ્તે ચાલતાં કોઈ કોઈ સ્થાને વિશ્રાંતિ લેવા માટે બૈરાંઓને બેસવા માટે જણાવતો હતો ત્યારે તેઓ જણાવતા કે મને થાક લાગ્યો નથી, માટે બેસવાની જરૂર નથી. કોઈ પણ સ્થાને વિશ્રાંતિ લીઘા વિના શ્રી વડવા મુકામે પહોંચ્યા હતા. આ બનાવથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે આ શું? તદ્દન આખર સ્થિતિની માંદગી હજુ તો ફક્ત ગઈ કાલથી જ સહજ સાજ સુઘરતી આવેલ છે અને વળી શરીર તો હજુ સાવ સુકાઈ ગયેલ છે, પથારીમાંથી ઊભા થવાની તો શક્તિ રહેલ નથી. આ પ્રકારની સ્થિતિ છતાં અહીં સુધી ચાલીને આવી શકાયું તેવી પ્રબળ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ હશે? આ પ્રમાણેના વિચારો થવા લાગ્યા અને ઘણું જ આશ્ચર્ય થયું હતું. પરમકૃપાળુદેવનો મુનિઓને ઘણો જ ઉપદેશ અમો જ્યારે શ્રી વડવા મુકામે આવ્યા તે સમયે આશરે દશ વાગતાનો સુમાર હતો. તે સમયે વડની છાયા નીચે તમામ ભાઈઓ હારબંધ ગોઠવાઈને બેઠા હતા. એક બાજુએ બહેનો બેઠેલા હતા. પરમકૃપાળુદેવ બંગલીમાં બિરાજેલા હતા. ત્યાં હું તથા સબુરભાઈ સાહેબજીના દર્શનાર્થે ઉપર જવા માટે ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે ઉપર જવાની આજ્ઞા મેળવી આપો. ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજી પાસે ગયા અને આજ્ઞા મેળવી આવ્યા. જેથી અમો બન્ને ઉપર ગયા અને સાહેબજીનાં દર્શન કર્યા. ત્યાં મુનિશ્રી દેવકરણજી સ્વામી તથા મુનિ શ્રી લલ્લુજી સ્વામી તથા મુનિશ્રી મોહનલાલજી એમ ત્રણ મુનિશ્રી હતા. તેઓના દર્શન કરી બેઠા. ત્યાં ઘણો જ ઉપદેશ ચાલતો હતો. ત્યાં શા.છોટાલાલ વર્ધમાનદાસ બેઠા હતા. તેઓએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે હું હમેશાં દેરાસરે પૂજા કરી પુષ્પ ચડાવું છું, તો પુષ્પ ચડાવાથી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ દોષ લાગે ખરો? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે યથાવસરે તમોને સમજાશે. પછી તે સાહેબજી જ્યારે ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે હું ઊભો થયો અને બે હસ્ત જોડી ) સાહેબજી પ્રત્યે વિનંતિપૂર્વક જણાવ્યું કે સાહેબજી નીચે પઘારશો? ત્યારે સાહેબજી તુરત જ ઊભા થયા અને નીચે પઘાર્યા. વડના વૃક્ષ નીચે જ્યાં બઘા ભાઈઓ-બહેનો બેઠા હતા ત્યાં પઘાર્યા અને મુનિશ્રી ખંભાત તરફ પધાર્યા. જુદા જુદા આશયવાળા લોકોનું આગમન આ સમયે ખંભાતના ઘણા જ ભાઈઓ બહેનો આવેલા હતા. કેટલાંક સાહેબજીના દર્શનનો લાભ મેળવવા અને ઉપદેશ શ્રવણ કરવાર્થે જ આવ્યા હતા. વળી કેટલાંક સરળભાવે પ્રશ્નોના સમાધાન કરાવવા અર્થે પૂછવાનું ઘારીને આવ્યા હતા. વળી કેટલાક એવા વિચારથી જ આવ્યા હતા કે લોકો વાતો કરે છે ત્યારે તે કેવા હશે તે તો જોઈએ. તેવા વિચારોથી કૌતુક જોવાર્થે આવ્યા હતા. વળી કેટલાક વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા. આ પ્રમાણેના જુદા જુદા વિચારો ઘારીને અત્રે આવ્યા હતા. કુલાગ્રહ-દુરાગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આ સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી કલાગ્રહ–દુરાગ્રહનો ત્યાગ કરવા સંબંધીનો ઉપદેશ ચાલતો હતો અને દાખલા દ્રષ્ટાંતોથી વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા. જેઓ સાહેબજીના દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણ કરવાની ઇચ્છાએ આવ્યા હતા તેઓ તો એકાગ્ર ચિત્તે શ્રવણ કરતાં ઘણો જ આનંદ પામતા હતા. એમ તેમની મુખાકૃતિ ઉપરથી અને કેટલાકોના મુખથી ઉત્સાહપૂર્વકના ઉદ્ગારો સાંભળવા પરથી જણાતું હતું. સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે દરમ્યાનમાં સાહેબજીને જેઓ પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા હતા તેઓના સામું દ્રષ્ટિ ફેરવી દરેકને જણાવતા હતા કે તમારે હવે કાંઈપણ પૂછવા ઇચ્છા છે? હોય તો જણાવો. એમ દરેકના સામી દ્રષ્ટિ કરીને જણાવ્યું હતું, ત્યારે તેઓ જવાબમાં ફક્ત એમ જણાવતા હતા કે અમુક વિષયથી અમારા પ્રશ્નોનું સમાઘાન થઈ ગયું છે. પ્રશ્નોનું વગર પૂછ્યું સમાધાન વળી જેઓ સરળભાવે પ્રશ્નોનું સમાઘાન કરવા અર્થે આવ્યા હતા તેઓના ઘારેલા પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી તે માંહે થઈ જવાથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ઘન્યવાદના ઉદ્ગારો કરતાં હતા. જ્યારે સઘળા લોકો પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અમો પણ ઘર તરફ જતા હતા. ત્યારે રસ્તામાં ચાલતા ત્રણ ભાઈઓ માંહોમાંહે વાત કરતા હતા કે મેં અમુક અમુક પ્રશ્નો પૂછવા ધાર્યા હતા તે અમુક અમુક વિષયોથી અમારું સમાઘાન થઈ ગયું. એમ ઉત્સાહપૂર્વક ઘન્યવાદના ઉદ્ગારો કરતા હતા અને ઘણું જ આશ્ચર્ય પામતા હતા. અમો સહજ સ્વભાવે તેઓની પૂંઠે ચાલતા હતા, જેથી સાંભળવામાં આવ્યું હતું તેથી અત્રે જણાવ્યું છે. અભુત જ્ઞાનશક્તિના ચમત્કારો નજરોનજર જોયા વળી જેઓ કૌતુક જોવાર્થે આવ્યા હતા તેઓ ઉપદેશધ્વનિ સાંભળી તેમજ પ્રશ્નોનું સમાઘાન વગર જણાવ્યું થતાં સાંભળી આશ્ચર્ય પામી સ્તબ્ધ બની ગયા અને ત્યાં બેઠા બેઠા તેઓ માંહેના કેટલાક ઘીમા Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૧૮ સ્વરે માંહોમાંહે વાત કરતા હતા કે લોકો આપણને વાત કરતા હતા કે કવિરાજ (સાહેબજી) ઘણા જ ચમત્કારિક પુરુષ છે અને અભુત જ્ઞાનશક્તિ ઘરાવે છે, તેવું સાંભળવાથી આપણે અહીં આવ્યા તો આ ચમત્કારો નજરોનજર જોવામાં આવ્યા–વગેરે આ સંબંધી વાતો કરતા હતા તે હું લક્ષ દઈ સાંભળતો હતો જેથી અત્રે જણાવેલ છે. વક્રભાવે વાદવિવાદ કરવાવાળાનું વર્તન વળી જેઓ વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા તેઓના સંબંઘમાં બનેલા બનાવો મારી સ્મૃતિ પ્રમાણે નીચે વિદિત કરું છું – સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી તેવા સમયને વિષે પાછળથી કેટલાંક ભાઈઓ આવ્યા હતા અને તેઓ એક પડખે બેઠા હતા. તેઓને કેટલેક દૂરથી આવતા દેખી સાહેબજીએ તેઓના તરફ નજર કરી. સાહેબજીએ હાથમાં ઘારણ કરી રાખેલ વસ્ત્ર, તે જમીન પર મૂકી દીધું અને ઉપદેશધ્વનિ ચાલુ જ હતી. ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજીએ તે વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ હોવાથી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે આપણે કહેવાનું છે તે કહોને. ત્યારે તે કહે કે તમે કહો, અમે બઘાયે તમારી પાસે જ બેઠેલા છીએ, અને ગભરાઓ છો શું કામ? તમે સહજ બોલો એટલે અમો તે વાતને ઉપાડી લઈશું. ત્યારે તે ભાઈએ વળી બીજાને કીધું કે મને તો નહીં ફાવી શકે, માટે તમે બોલો. તમે તો શાસ્ત્રના જાણકાર છો માટે તમે બોલો. તમે હમેશાં આપણા મહારાજ પાસે શાસ્ત્રની વાતો કરો છો અને અહીં બોલવામાં ગભરાઈ જાઓ છો? રસ્તામાં તો છાતી ઠોકીને બઘા બોલતા હતા કે આમ કહીશું ને આમ પૂછીશું અને અહીં તો બોલતા જ નથી એમ જણાવ્યું. ત્યારે વળી તે ભાઈએ બીજાને કીધું કે બોલોને, શું બેસી રહ્યા છો? આ પ્રમાણે માંહોમાંહે ઉતાવળા સ્વરે બોલતા હતા ત્યારે તે માંહેના એક ભાઈ બોલ્યા કે હું બોલું છું, મારા બોલ્યા પછી તમો બઘાએ બોલી ઊઠજો અને મારી વાતને ટેકો મળે તેમ બોલજો. ત્યારે તે ભાઈને તે લોકોએ કીધું કે તેમાં અમો પાછા નહીં પડીએ, માટે તમારે ગભરાવવું નહીં. ત્યારપછી ગટોરભાઈ સાહેબજી પ્રત્યે આક્રોશવચનથી ઉતાવળા સ્વરે બોલ્યા કે શાસ્ત્રમાં મુહપત્તી રાખવાનું કીધું છે તે શું ખોટું કીધું છે? ઉઘાડા મોંઢે બોલવાથી વાયુકાયના જીવો હણાય એવું ભગવાને ભાખ્યું છે તે શું ખોટું છે? તમે ભગવાન કરતાં બહુ મોટા થઈ ગયા? વગેરે આક્રોશ શબ્દોમાં બોલતા હતા. અને જેઓ બોલતા હતા તેની વચમાં બીજા તેઓની સાથેના ભાઈઓ પણ બોલતા હતા કે હા, ખરી વાત છે. ભગવાને ઉઘાડે મોંઢે બોલવાનું ના કીધું છે, લાવો ફલાણા શાસ્ત્રમાં બતાવું, ફલાણા શાસ્ત્રમાં બતાવું એમ બઘાયે આક્રોશ વચનથી બોલતા હતા. જે ભાઈ સાહેબજી પ્રત્યે બોલતા હતા તે ભાઈ આડું મોઢું રાખીને બોલતા હતા અને બન્ને હાથ લંબાવી લંબાવીને બોલતા હતા અને બોલતી વખતે હાથ, પગ અને મોટું થ્રજ્યા કરતું હતું. તેઓ બોલતા હતા તે વખતે સાહેબજીએ સહજ ભાઈશ્રી અંબાલાલભાઈ તરફ દ્રષ્ટિ કરી જણાવ્યું કે જુઓ, આ અનંતાનુબંધી ધ્રુજે છે–એમ ઘીમા સ્વરે જણાવ્યું હતું. જે કાંઈ પૂછવું તે ઘીરજથી પૂછવું જોઈએ તેઓ જ્યારે બોલતા બંઘ થયા ત્યાર પછી સાહેબજીએ તેઓને જણાવ્યું કે કેમ, હવે કાંઈ પૂછવાનું Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ બાકી રહી જાય છે? હોય તો જણાવી ઘો. જેથી સઘળાનું સમાઘાન થઈ જાય. ત્યારે તે | લોકોએ કાંઈપણ ઉચ્ચાર કર્યો નહીં. ત્યારબાદ સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમો . આમ આકરા શાને માટે બની જાઓ છો? ઘીરજથી પૂછવું જોઈએ. તમો જે વખતે અત્રે આવતા હતા તે જ વખતે તમારી તરફ અમારી દૂરથી નજર થતાં જ અમારા જાણવામાં આવ્યું હતું કે તમો અમોને મુહપત્તી સંબંધી બોઘ દેવા આવ્યા છો અને એ જ કારણથી અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ છે. જો કદાચ અમારા હાથમાં રાખેલ હોત તો તમો જે ઘારણાથી અત્રે આવ્યા હતા તે ધારણાઓ નિષ્ફળ થાત અને તેમ બને તો તમારા મનની અંદર તે સંબંઘી મૂંઝવણ રહ્યા કરત; તે હેતુથી જ અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી તમોને પૂછવાનો અવકાશ આપેલ છે. બંઘનથી મુક્ત થવાના સ્થાને બંઘાય તો છૂટશે ક્યાં? જે પૂછવાથી વિશેષપણે તમારા મનનું સમાધાન થઈ શકે તે હેતુએ અમોએ આમ કરેલ છે, છતાં તમો આક્રોશપણામાં આવી જવાથી ગમે તે પ્રકારમાં બોલો તો તેને માટે અમારા એક રૂંવાડે પણ ખેદ થનાર નથી. ખેદ માત્ર એ જ રહ્યા કરે છે કે જે સ્થાને જવાથી બંઘનથી મુક્ત થવાય છે તે જ સ્થાને બંધન થાય તો પછી બીજા કયે સ્થાને વિશ્રાંતિ લઈ શકાશે? આ પ્રમાણે જણાવ્યા બાદ તે લોકોએ મુહપત્તી સંબંઘમાં સાહેબજી પ્રત્યે પ્રથમ જણાવી ગયા છીએ તે પ્રમાણેના ઉદ્ગારો કર્યા હતા. તેનું સમાઘાન કરવાર્થે સાહેબજીએ ઉપદેશ કર્યો હતો તે હાલમાં મને સંપૂર્ણપણે સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી. પરંતુ મુખ્યત્વે આગ્રહદુરાગ્રહનો છેદન કરવા સંબંધી ઉપદેશ ચાલતો હતો, જેથી ત્યાં બેઠેલાઓ ઘણો જ આશ્ચર્ય પામી ગયા હતા અને કેટલાક લોકો ઘન્યવાદના ઉદ્ગારો કરતા હતા કે અહો સાહેબજી! આપને ઘન્ય છે. આપે અમારા મનના મનોગત ભાવ જાણી અમારા ઘારેલા પ્રશ્નોનું સમાધાન કર્યું. આપને ઘન્ય છે. એ પ્રમાણેના ઉદ્ગારો કરતા હતા. આ પ્રમાણેના થતાં ઉદ્ગારો સાંભળી સહન નહીં થઈ શકવાથી તે લોકો ત્યાંથી સહજ સહજ પાછા ખસતા ગયા અને થોડે દૂર ગયા બાદ એકદમ ઊભા થઈ ચાલ્યા ગયા હતા. પછી કેટલાક વખત સુધી ઉપદેશ ચાલ્યો હતો. પછી ઉપદેશ દેતાં મૌન થયા હતા. ત્યારબાદ સાહેબજી ત્યાંથી પઘારી ગયા હતા અને સર્વ લોકો પોતપોતાના મુકામે ચાલતા થયા હતા. અમો ત્રણે પણ તેઓની સાથે ચાલતા થયા હતા. ભગવાને અવતાર ઘારણ કર્યા પણ લોકો ઓળખી શકતા નથી ઘેર આવતાં રસ્તામાં ચાલતાં મેં સબુરભાઈને તથા અમારા બૈરાઓ (પત્ની)ને પૂછ્યું કે કેમ? કેવો આનંદ વરતાય છે? ત્યારે સબુરભાઈએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઈ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ? તેને માટે તો પ્રકાર બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તે વાપરવાથી અનુભવ થઈ શકે. વાણી દ્વારા એ તેનો પ્રકાર બતાવી શકાતો નથી; તેમ આ પુરુષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે. પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે. વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યારબાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ઘારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઈ જશે. જુઓ પેલા લોકો ભગવાનની પાસે આવ્યા, પણ ઓળખાણ થઈ નહીં, ઉલટા નિંદા કરીને ભારે કર્મી થઈને ચાલ્યા ગયા. એ તો જેઓને વૈકુંઠે Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૨૦ જવાની ઇચ્છા થઈ હોય તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે–વગેરે સાહેબજીની ઘણી જ સ્તુતિ કરતા હતા. ત્યારપછી મેં કીધું કે તે લોકોમાં શા ગટોરચંદ મોતીચંદ હતા, તેઓએ સાહેબજીની ઘણી જ નિંદા કરી છે અને ખોટા આક્ષેપો આરોપણ કરતા હતા, જેથી તેમણે ઘણું જ માઠું કર્મ ઉપાર્જન કર્યું હશે–વગેરે વાતચીત કરતા હતા. પરમકૃપાળુદેવની કૃપાએ તદ્દન આરામ રસ્તામાં ચાલતાં એક વખતે મેં બૈરાઓને જણાવ્યું કે આ જગો પર થોડો વખત વિશ્રાંતિ લેવા માટે બેસો. ત્યારે બૈરાઓએ જણાવ્યું કે હવે મને તદ્દન આરામ થઈ ગયો હોય એમ જણાય છે. અને બિલકુલ થાક લાગ્યો નથી. કદાચ આ કરતાં પણ વધારે ચાલવાનું હોય તો પણ ચાલી શકાય તેવી શક્તિ છે, માટે બેસવું નથી એમ કહી બેઠા નહીં અને મુકામે પહોંચી ગયા હતા અને ત્યાર પછીથી કાંઈ પણ વ્યાધિ યા દરદ રહ્યું નહોતું. પરમકૃપાળુદેવની સઘળી વાણીનો ઉતારો સાહેબજીના મુખારવિંદ માંહેથી જ્યારે ઉપદેશધ્વનિ ચાલતી હતી તે સમયે ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે કેટલાક ભાઈઓ ઉતારા કરતા હતા. ત્યારબાદ ભાઈશ્રી અંબાલાલભાઈ સઘળાઓના ઉતારા પોતાની પાસે એકત્ર કરતા. તે સઘળા ઉતારા વાંચી જઈ કોઈ ઉતારામાં કોઈ બાબત લખવામાં આવી હોય અને કોઈ ઉતારામાં કોઈ બાબત લખવા રહી ગયેલ હોય તે સઘળું લક્ષમાં લઈ ત્યારબાદ અનુક્રમ ગોઠવણીથી સુધારો કરી ફરીથી ઘવલપત્ર પર ઉતારો કરતા હતા. પછી સાહેબજી જ્યારે બીજા સ્થાને પઘાર્યા હોય તે સમયમાં બંગલી પર સાહેબજીના બેઠકની ગાદી પર તે ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. સાહેબજી જ્યારે તે સ્થાને પઘારે ત્યારે તે ઉતારા દૃષ્ટિગોચર કરી લેતા. કદાચ ઉતારાં થવામાં કોઈ સ્થાને ભૂલ થયેલ જણાય તો ત્યાં સાહેબજી પોતે સ્વહસ્તે સુઘારો કરતા હતા. તે પ્રમાણે હમેશાં સંગ્રહ કરી ગ્રંથરૂપે પોતાના હાથે ઉતારો કરતા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈનો એવો તીક્ષ્ણ ઉપયોગ વર્તતો હતો કે ઉતારો કરવામાં બનતાં સુઘી કાંઈપણ ભૂલ થતી નહોતી. એ વાત કોઈ એક સમયે સાહેબજીએ જણાવી હતી. આ હકીકતમાં કેટલીક હકીકત મારી નજરે જોવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીક્ત ભાઈશ્રી અંબાલાલભાઈના મુખથી સાંભળવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે. પરમકૃપાળુદેવે કહ્યું-ગોરભાઈને પશ્ચાત્તાપ થશે શા.ગટોરચંદ મોતીચંદે શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવ પ્રત્યે મુહપત્તિી સંબંધી ખોટા આક્ષેપો આરોપ કરી નિંદા કરી હતી, તે સંબંધમાં મેં ભાઈશ્રી અંબાલાલભાઈને પૂછ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું કે તમો સર્વે પોતપોતાના મુકામ તરફ ગયા બાદ પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પઘાર્યા હતા. ત્યાંથી પાછા આવતી વખતે મેં (ભાઈશ્રી અંબાલાલભાઈએ) જણાવ્યું કે અત્રે ઢંઢક મતના જે લોકો મુહપત્તિી સંબંઘમાં પૂછવા આવ્યા હતા, તે લોકો આપશ્રીના અવર્ણવાદ બોલતા હતા, તેમાં પણ જે ગટોરચંદ મોતીચંદ હતા તે તો ઘણું જ બોલતા હતા ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ગટોરચંદ થોડા વખતમાં આ સત્ય માર્ગ પામી શકશે, માટે તમે સૌ કોઈ તેમની નિંદા કરશો નહીં, તેમનો અવર્ણવાદ બોલશો નહીં. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ તમારા મનમાં પણ તેઓના સંબંઘમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રાખશો નહીં. તેઓ | અમારા સંબંઘમાં કષાયના આવેશમાં બોલ્યા હતા, તેને માટે તેઓને ઘણો જ પશ્ચાત્તાપ થશે; એમ સાહેબજીએ જણાવ્યું હતું. એવું ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું. મુનિશ્રી દેવકરણજીના વ્યાખ્યાનથી ગટોરભાઈને ઘણો પશ્ચાત્તાપ ત્યારબાદ પોષ અથવા માહ માસમાં મુનિશ્રી દેવકરણજીસ્વામી વગેરે ખંભાતમાં ઉપાશ્રયમાં પઘાર્યા હતા. મુનિશ્રી દેવકરણજીસ્વામી વ્યાખ્યાન વાંચતા હતા જેથી ઘણા જ લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. જ્યારે મુનિશ્રી ખંભાતથી વિહાર કરવાના હતા ત્યારે ગવારા દરવાજા બહાર કણબીની ઘર્મશાળામાં એકાદ-બે દિવસને માટે ઉતારો કર્યો હતો. ત્યાં મુનિશ્રી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે ઘણા જ લોકો સાંભળવા આવતા હતા તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંઘી વિસ્તારથી ઘણો જ બોઘ કર્યો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે વખતે ગટોરચંદ મોતીચંદ કે જેણે પરમકૃપાળુદેવ પ્રત્યે આક્ષેપો કર્યા હતા અને નિંદા કરી હતી, તે તેમને સ્મૃતિમાં આવી જવાથી ઘણું જ રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો! મારી તો ઘણી જ ભૂલ થઈ છે. તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં તો સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો હવે તેથી કેવા પ્રકારે છૂટી શકાય? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં જવાનું રાખશો. ત્યારપછી તેઓ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં હમેશાં આવતા હતા, પરંતુ તેઓના બૈરાંઓ વગેરે ક્લેશ કરતા હતા જેથી તેઓ ગુપ્તપણે આવતા હતા. સર્વેને એક જ વખત જમવાની આજ્ઞા ત્યારપછી ફરી પરમકૃપાળુદેવનો સમાગમ મને કાવિઠા મુકામે થયો હતો. તે સમયે ખંભાતથી તથા બીજા જુદા જુદા સ્થળોથી આશરે પચાસ ભાઈઓ પઘાર્યા હતા. તે સમયે મારી સ્મૃતિ પ્રમાણે કાવિઠા મુકામે પરમકૃપાળુદેવની સ્થિતિ આશરે દશ દિવસની થઈ હતી. તેની જાણ થતાં અમો તથા ખંભાતથી બીજા ઘણા ભાઈઓ તે તરફ જવાને તૈયાર થયા અને ગાડામાં બેસીને ગયા હતા. ત્યાં હું આઠેક દિવસ રોકાયો હતો. બોરસદથી હમેશાં સાહેબજીના સમાગમમાં ઘણા જ ભાઈઓ આવતા હતા. કાવિઠામાં શેઠ ઝવેરભાઈના મકાનમાં ઉતારો હતો, રસોડું ત્યાં જ રાખવામાં આવ્યું હતું. ત્યાં સર્વેને એક જ વખત જમવાની આજ્ઞા હતી. દરેક મુમુક્ષુ સામે જોઈ તેના પ્રશ્નોનું સમાધાન એક વખતે શ્રી બોરસદવાળા કેટલાક ભાઈઓ પ્રશ્નો પૂછવાનું ઘારીને સાહેબજી પાસે આવ્યા હતા. તેનું સમાઘાન તેઓના વગર પૂછ્યું સાહેબજીએ કર્યું હતું. સાહેબજીએ તેઓને જણાવ્યું હતું કે તમોએ અમુક વિષય પૂછવા ઘારેલ છે તેનું સમાઘાન આ પ્રમાણે છે. એમ દરેકના સામી દ્રષ્ટિ કરી જુદા જુદા પ્રશ્નોનું જુદા જુદા પ્રકારે સમાઘાન કર્યું હતું. સર્વ મુમુક્ષુઓ સાથે બેસી જમવાની ઇચ્છા એક દિવસને વિષે સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે અમોને તો સર્વમુમુક્ષુભાઈઓના મંડળ સાથે બેસીને જમવાની ઇચ્છા રહ્યા કરે છે, પરંતુ અમારાથી સાથે બેસીને જમવાનું બની શકે નહીં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો એમ જણાવ્યું હતું. અને તે સંબંધી માર્મિક હેતુઓ પણ સાહેબજીએ જણાવ્યા હતા. સર્વે ભાઈઓને જમવા માટે એક રસોડામાંહે રસોઈ થતી હતી અને સાહેબજીને માટે અલાયદા સ્થાને અલાયદી રસોઈ બનાવવામાં આવતી હતી.) પૈસાના લાલચથી ખોટું કહેવું નહીં બપોરે જમીને હમેશાં સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પઘારતા હતા. એક વખતે એક ભંગીઓ રસ્તા પર ઊભો હતો. સાહેબજીને જતાં દેખી તે ભંગીયાના મનમાં સહેજે એવો જ ભાસ થયો કે આ તો ભગવાન છે. તેવા વિચારોથી તે ભંગીઓ સાહેબજી સન્મુખે આવી બે હાથ જોડી નમસ્કાર કરી, સાહેબજીના પૂંઠે પૂંઠે ચાલતો હતો. સાહેબજી જ્યારે કોઈ એક સ્થાને બિરાજમાન થયા ત્યારે તે ભંગીઓ સાહેબજીના સન્મુખે બે હાથ જોડી ઊભો રહ્યો અને સાહેબજી પ્રત્યે કહેતો હતો કે આપ ભગવાન છો તેવું ઘારી હું એક વાત પૂછવા માટે તમારી પાછળ પાછળ આવ્યો છું, માટે આપ કહેતા હોય તો પૂછું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે પૂછ. પછી તે ભંગીઆએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મને અમારા લોકો ગુરુ તરીકે માને છે અને હું અમારા લોકો પાસેથી અરઘો રૂપિયો લઈ કંઠીઓ બાંધું છું, તે કામ હું સારું કરું છું કે કેમ? તે કહો. ત્યારે સાહેબજીએ તે ભંગીઓને જણાવ્યું કે પૈસાની લાલચથી કોઈને પણ ખોટું કહેવું નહીં, તેમજ ખોટું બતાવવું નહીં. જેવું જાણતા હોઈએ તેવું જ કહેવું. ગાંડો માણસ સાહેબજી સમીપ આવતા તદ્દન શાંત એક દિવસ સાહેબજી કેટલેક દૂર ગામ બહાર પઘાર્યા. ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષુભાઈઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. ત્યાગ વૈરાગ્ય સંબંઘમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો, તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓના નેત્રો માંહેથી ચોથારાએ અશ્રુ વહેતા હતા. તે સમયે એક ગાંડા જેવો માણસ કેટલેક દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાદ કરતો આવતો હતો, જે સાંભળી કેટલાક ભાઈઓનો ઉપયોગ તે તરફ ગયો હતો. પણ તે માણસ જ્યારે સાહેબજીના સમીપમાં આવી પહોંચ્યો કે તદ્દન શાંત થઈ ગયો હતો. સપુરુષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક અવારનવાર અમો ભાઈશ્રી અંબાલાલભાઈના મકાને સમાગમમાં જતા હતા ત્યારે એક દિવસને વિષે ભાઈશ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સાહેબજી ક્લોલ મુકામેથી મુંબઈ તરફ પઘારવાના છે તેવા સમાચાર આજ રોજે મળ્યા છે. જેથી અમદાવાદ સ્ટેશન પર સાહેબજીના દર્શનનો લાભ મળી શકે તેમ છે, તે કારણથી મારે આવતી કાલે અમદાવાદ જવાની મરજી છે, તો તમારે પણ આવવા મરજી હોય તો તૈયાર થજો. ત્યારે મેં તથા ભાઈશ્રી સબુરભાઈએ જણાવ્યું કે અમારે પણ આવવા મરજી છે. તે વખતે ભાઈશ્રી અંબાલાલભાઈએ સહજ હસમુખે અમોને જણાવ્યું કે તમો આટલો બધો પરિશ્રમ વેઠીને પણ આવવાનું કેમ જણાવો છો? પ્રથમ તો ખંભાતથી આણંદ સુઘી ગાડામાં બેસી જવું પડે છે. ત્યારબાદ આણંદથી અમદાવાદ સુઘી રેલગાડીમાં બેસી જવાનું છે અને વળી ત્યાં ગયા બાદ તુરત જ આ તરફ પાછું વળવાનું છે. માત્ર અમદાવાદ સ્ટેશનેથી આણંદ સ્ટેશન સુધી રેલગાડીમાં સમાગમનો લાભ મળી શકે તેમ છે. તેટલા જ વખતને માટે આવવા જવાનો પરિશ્રમ વેઠવો, વળી તેટલા જ વખતના સમાગમ માટે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ એક દિવસ કામકાજ બંધ રાખો તે નુકસાન થાય તથા આવવા જવામાં ખર્ચો લાગે; તે સઘળું સહન કરીને પણ આટલા જ વખતના સમાગમ અર્થે આવવા ઉત્સાહ જણાવો છો તો તેમ કરવામાં તમોએ મોટો લાભ શું માન્યો છે? તે તમારા વિચારમાં આવતું હોય તેમ જણાવો. જો કે તેમ કરવામાં મોટો લાભ સમજાયો ન હોય ત્યાં સુધી આમ કરવામાં ઉત્સાહ જાગવો એ પ્રાયે અસંભવિત છે એમ મારી પોતાની માન્યતા છે, છતાં પણ તમારા વિચારમાં શું આવે છે તે જાણવાર્થે આ પ્રમાણે પૂછવું થયેલ છે. ત્યારે મેં એમ જણાવ્યું હતું કે સત્પુરુષોના સમાગમમાં અપૂર્વ વાતો સાંભળવામાં આવે છે જેથી ઘણો જ આનંદ થાય છે એમ જણાવ્યું હતું. ત્યારબાદ ભાઈશ્રી અંબાલાલભાઈએ તે વિષે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું કે સત્પુરુષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક હોય છે વગેરે જણાવ્યું હતું. ચા હોટલની તથા લીલામેવામાં બગાડ બીજે દિવસે સવા૨માં અમો ત્રણે ગાડામાં બેસી આણંદ સુઘી ગયા અને ત્યાંથી રેલગાડીમાં બેસી અમદાવાદ સ્ટેશને ગયા. અમો અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા બાદ થોડા જ વખત પછી કલોલ તરફથી રેલ્વે ટ્રેન આવી તેમાં સાહેબજી પધાર્યા હતા. સાહેબજીને માટે સ્ટેશન પરથી ચાહ તથા લીલો મેવો લાવ્યા હતા અને તે વાપરવા માટે સાહેબજી પાસે ઘર્યું હતું. ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે અમારે આ વાપરવા મરજી નથી. એમ જણાવ્યું અને કાંઈપણ વાપર્યું નહોતું. સાહેબજીએ કાંઈપણ વાપર્યું નહીં તે સંબંધમાં ભાઈશ્રી અંબાલાલભાઈ વિચાર કરવા લાગ્યા શું કારણથી વાપરવાનું ના જણાવ્યું હશે? તે સંબંધમાં ઘણા પ્રકારોથી વિચાર કરતાં સ્મૃતિમાં આવ્યું કે ચાહ હોટલની લાવેલા હોવાથી તે અભક્ષપણામાં ગણી વાપરી નહીં અને લીલો મેવો બારીકીથી તપાસ કરતાં જણાયું કે તેમાં બગાડનો ભાગ હતો તથા ચાખવા પરથી જણાયું હતું કે તે મેવો ખટાશ પર હતો જેથી તે પણ વાપર્યો નહીં એમ ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું તથા આ પરથી તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું કે અહો! સાહેબજીનો કેવો ઉત્કૃષ્ટ ત્યાગ છે? વળી ઉપયોગની જાગૃતિ પણ કેવી ઉત્કૃષ્ટપણે વર્તે છે? તથા તેઓશ્રીના જ્ઞાનનું પણ કેટલું બધું ઉત્કૃષ્ટપણું વર્તે છે? તે આપણને તાદૃશ્ય અનુભવ કરાવે છે છતાં સત્પુરુષોની ઉત્તમ દશાનું યથાતથ્યપણું સમજાતું નથી અર્થાત્ તેમની ઓળખાણ થઈ શકતી નથી, તે માત્ર હીનપુણ્યને લઈને આવરણનો દોષ છે. જે વખતે સાહેબજીની પાસે ચાહ તથા લીલો મેવો ઘરવામાં આવ્યો તે વખતે સાહેબજીએ કોઈને એમ પૂછ્યું નથી કે આ ચાહ ક્યાંથી લાવ્યા છો? તેમજ તે સંબંધી કોઈએ પણ જણાવ્યું નહોતું. વળી લીલો મેવો સાહેબજીએ ચાખ્યો પણ નહોતો અને સહજ દૂરથી જ સાહેબજીએ સૃષ્ટિ કરી વાપરવા માટે તુરત જ ના જણાવી હતી. આ પ્રમાણે ભાઈશ્રી અંબાલાલભાઈ સાથે વાતચીત થઈ હતી જેથી અત્રે જણાવી છે. એક મોતી દાણાના રૂપિયા પોણો લાખ થોડા જ વખત પછી ભાઈશ્રી મનસુખભાઈ ૨વજીભાઈ પોતાના દેશથી આવી પહોંચ્યા અને અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા. ત્યારબાદ થોડાં વખત પછી મુંબઈ તરફ જવાની ટ્રેનમાં સાહેબજી બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ સાથે બેઠા હતા. રેલ્વે ટ્રેન ઊપડ્યા બાદ ભાઈશ્રી મનસુખભાઈએ પોતાની પાસેથી એક મોતીનો દાણો કાઢ્યો અને સાહેબજીને બતાવ્યો અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે ભાઈ, આ દાણો મુંબઈમાંથી રૂા.૨૨૦૦૦/-માં ખરીદ કર્યો છે તેનું શું ઊપજશે? ત્યારે સાહેબજીએ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો જણાવ્યું કે મુંબઈમાં વેચશો તો રૂા.૪૪૦૦૦/- ઊપજશે અને વિલાયત વેચાણ કરવા મોકલશો તો પોણો લાખ રૂપિયા ઊપજશે એમ જણાવ્યું હતું. તમારું અનુમાન સાચું છે. તે જ કારણથી અમોએ ના પાડેલ ત્યારબાદ સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે અમોએ અમદાવાદ સ્ટેશન પર ચાહ તથા લીલો મેવો વાપરવા માટે ના જણાવી હતી જેથી તે સંબંધમાં તમોએ અમારા માટે શું વિચારો ઘડ્યા હતા? તે જણાવો. ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સાહેબજી, આપનાથી કાંઈ અજાણ્યું નથી. પછી સાહેબજીએ જણાવ્યું કે તમારું અનુમાન સાચું છે, એ જ કારણથી અમોએ ના જણાવી હતી. અંબાલાલભાઈ ભરૂચ સુઘી ગાડીમાં સાથે ગયા બાદ આણંદ સ્ટેશન આવ્યું. ત્યાં હું તથા સબુરભાઈ ઊતર્યા અને રોકાયા. ભાઈશ્રી અંબાલાલભાઈ ભરૂચ સુધી ગાડીમાં સાહેબજીની સાથે ગયા હતા. ત્યાંથી ભાઈશ્રી અંબાલાલભાઈ પાછા વળ્યા અને આણંદ સ્ટેશને આવ્યા. ત્યારબાદ અમો સર્વે ગાડામાં બેસી ખંભાત આવ્યા હતા. અત્રે રસોડું છે. બીજે જવાની જરૂર નથી ફરી પરમકૃપાળુદેવનો સમાગમ અમદાવાદમાં થયો હતો. સાહેબજી અમદાવાદ પઘાર્યા તે સંબંધી સમાચાર ભાઈશ્રી અંબાલાલભાઈથી જાણ્યા હતા. જેથી હું, સબુરભાઈ, બાબરભાઈ તથા ભાઈશ્રી અંબાલાલભાઈ અમો ચારે ખંભાતથી અમદાવાદ ગયા. સાહેબજીનો ઉતારો હતો ત્યાં પહોંચ્યા. બાદ પ્રથમ ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મેં જણાવ્યું હતું કે અમો જમવા માટે શહેરમાં જવાના છીએ. સાહેબજીએ જણાવ્યું કે અત્રે રસોડું છે. બીજે જવાની જરૂર નથી. જેથી અમોએ રસોડે જમવાનું રાખ્યું હતું. | મુનિશ્રી પાસે સાહેબજી જતા હતા તે સમયે સાહેબજીની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહ્યા કરતી. જેથી પરમકૃપાળુદેવના માતુશ્રી તથા ડૉક્ટર પ્રાણજીવનદાસ વગેરે ત્યાં જ હતા. અમો ત્યાં દસેક દિવસ રોકાયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી આદિ ચાર મુનિશ્રી અમદાવાદમાં કાંકરિયા તળાવ નજીક ઘર્મશાળામાં પઘારેલા હતા. ત્યાં મુનિશ્રીની પાસે સાહેબજી જતા હતા. ગુરુ જે આજ્ઞા કરે તે વિચાર વિના ચોગ્ય માનવું સાહેબજીએ સર્વે ભાઈઓને જણાવ્યું કે ખંભાતમાં શ્રી સુબોઘક પુસ્તકાલય ખોલવાનો વિચાર ઘારેલ છે અને તે અર્થે ફંડ ઊભું કરવા વિચાર છે. આ વખતે ખંભાતના તથા અમદાવાદના તથા બીજા ગામોના ઘણા જ ભાઈઓ હતા. સર્વે ભાઈઓ સાહેબજીના સન્મુખે બે હસ્તો વડે અંજલિ જોડી ઊભા રહ્યા હતા. સાહેબજીએ તે વખતે ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે ગાંડાભાઈને બોલાવો. સાહેબજીના કહેવાથી તેમણે મને બોલાવ્યો, જેથી હું તુરત જ સાહેબજીના સમીપે જઈ બે હાથ વડે અંજલિ જોડી ઊભો રહ્યો. સાહેબજીએ મને જણાવ્યું કે ખંભાતમાં સુબોઘક પુસ્તકાલય સ્થાપન કરવાનું છે અને તે સ્થાપના પ્રથમ તમારા હાથે જ કરાવવા વિચાર ઘારેલ છે જેથી પ્રથમ પહેલા તમે પોતે જ રૂપિયા ૨૦૧/- આ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ ટીપમાં ભરો. ત્યારે મેં જણાવ્યું કે શ્રી વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃત પ્રભાવક મંડળની ટીપમાં રૂ.૧૦૧/- ભરેલા છે, માટે આ વખતે આટલી મોટી રકમ નહીં પોષાય. ત્યારે આ સાહેબજીએ જણાવ્યું કે અમારું જે કાંઈ કહેવું થાય તેમાં બીજો વિચાર નહીં કરતાં યોગ્ય જ માની લેવું. ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે તથાસ્તુ. એમ બોલી સાહેબજીના જણાવ્યા પ્રમાણે ટીપમાં ભર્યા હતા. ત્યારબાદ ખંભાતના બીજા સર્વે ભાઈઓ તરફથી ભરાયા હતા. પાણીની પરબની જેમ અનેક સ્થાન ઊભા કરવાની ભાવના ત્યારબાદ શ્રી અમદાવાદવાળા ભાઈશ્રી પોપટલાલભાઈએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે પણ આ ટીપમાં ભરવાની ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “હાલ તો પ્રથમ પહેલું સ્તંભતીર્થમાં સ્થાપના કરવા વિચાર ઘારેલ છે, માટે આ વખતે તો ખંભાતવાળા ભાઈઓ તરફથી ભરાવવા દો. બાદ પાણીની પરબોની માફક કેટલાંક સ્થાનો પર સ્થાપન કરવા વિચાર છે. જ્યારે અમદાવાદમાં સ્થાપન કરવાનું થાય ત્યારે તમારી ઇચ્છાનુસાર ભરજો.” મૂળરકમ કાયમ રહે તેવી વ્યવસ્થા કરવી ત્યારબાદ સાહેબજીએ જણાવ્યું હતું કે “સુબોઘક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંઘાવવું તે વિષે ભલામણ કરી હતી કે તે મકાન એવા સ્થાન પર જોઈએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તેવા સ્થાન પર તથા દિશા-પાણીની સગવડતા હોય. પુસ્તકોજીની ગોઠવણી માટે કબાટો રાખવા તથા મૂળરકમ કાયમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું વગેરે ભલામણ કરી હતી. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ઘન એ કચરો છે સાહેબજીએ જ્યારે ટીપમાં ભરવા માટે આજ્ઞા કરી હતી અને હું તેટલી રકમ ભરવામાં પ્રથમ સહજ અચકાયો હતો તે વખતે સાહેબજીએ જણાવ્યું હતું કે “અમો જે કાંઈ જણાવીએ તે યોગ્ય જ માની તેમ જ કરવું. કોઈની પાસે પાશેર કચરો વઘુ હશે અને કોઈની પાસે પાશેર કચરો ઓછો હશે પરંતુ તમારે તે તરફ દ્રષ્ટિ કરવાની જરૂર નથી. અમારા લક્ષમાં છે કે આ બઘાઓની પાસે તમારા કરતાં અધિક પૈસા છે. તે સઘળું અમારા જાણવામાં છે, છતાં અમોએ તમોને જણાવ્યું છે તો તેમાં બીજો વિકલ્પ કરવાની જરૂર નથી.” એમ જણાવ્યું હતું. મુનિશ્રીના દર્શન કરીને જજો' જ્યારે અમો અમદાવાદથી ખંભાત આવવાના હતા ત્યારે સાહેબજીએ અમોને ભલામણ કરી કે “મુનિશ્રીના દર્શન કરીને જજો.” ત્યારે અમોને વિચાર થયો કે અત્યારે રાત્રિનો વખત છે માટે શી રીતે જઈ શકાશે? સાહેબજીનાં દર્શન કરી ત્યાંથી ભાઈશ્રી પોપટલાલભાઈ ગયા અને તેમને અમોએ જણાવ્યું કે મુનિશ્રીના દર્શનાર્થે જવું છે, માટે અમોને એક ગાડી કરી આપો. ત્યારે અમોને એક ગાડી કરી આપી. પછી અમો ગાડીમાં બેસી ગોમતીપુર દરવાજા બહાર જ્યાં મુનિશ્રી હતા ત્યાં ગયા. રાત્રિના વખતે જવું થવાથી આગમન થયા વિષેના મુનિશ્રીએ અમોને સમાચાર પૂછ્યા ત્યારે અમોએ સઘળું વૃત્તાંત કહી જણાવ્યું હતું. ત્યારબાદ અમો મુનિશ્રીના દર્શન કરી ગાડીમાં બેસી સ્ટેશન પર ગયા. ત્યાં સુઈ રહ્યા અને સવારની ટ્રેનમાં ખંભાત તરફ આવ્યા. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો ગચ્છમત સંબંઘી શબ્દથી રહિત નામ રાખવું .. “શ્રી સુબોધક પુસ્તકાલય’' એ નામ સાહેબજીએ આપેલ છે. જ્યારે સ્થાપન કરવાનો વિચાર ધાર્યો ત્યારે સાહેબજીએ સર્વે ભાઈઓને જણાવ્યું કે શું નામ આપવું? તે પોતાના વિચારમાં આવે તેમ જણાવો. ત્યારે સર્વે ભાઈઓએ પોતપોતાના વિચારો પ્રમાણે જણાવ્યું હતું. ત્યારપછી સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં કોઈપણ પ્રકારના ગચ્છમત સંબંઘી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઈએ એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું. ૨૨૬ શ્રી સુબોધક પુસ્તકાલય એમ ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે લખી આપ્યું હતું. જેથી તે પવિત્ર નામ રાખવામાં આવેલ છે. સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું હતું કે સુબોધક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા ગાંડાભાઈના હાથે કરાવજો. જેથી સાહેબજીના વિદ્યમાનપણામાં ખંભાતમાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલ દુલ્લભદાસનું મકાન છે તે મકાનના મેડા પર સંવત્ ૧૯૫૭ના માહ સુદ પના દિને મારા હાથે સ્થાપન ક્રિયા થયેલ છે. સાહેબજીના ચિત્રપટની પઘરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પઘરામણી બીજા માળે થઈ હતી અને વાંચન વિચારવાની બેઠક ત્યાં જ રાખવામાં આવી હતી. તે મકાનનું વાર્ષિક ભાડું અમુક રૂપિયા નક્કી કરી રાખેલ હતું. ત્યારબાદ કેટલાક વર્ષ વીત્યા પછી સર્વે ભાઈઓને વિચાર થયો કે એક મકાન બંધાવવું. તેવા વિચારથી તેના ખર્ચ માટે સાધનો મેળવી શ્રી લીંકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું. તે મકાનનું કામ સંપૂર્ણ થયા બાદ ખંભાત સ્વસ્થાનના ૨૫.૨ા.દીવાન સાહેબ માધવરામભાઈ હરીનારાયણભાઈના મુબારક હાથે સંવત્ ૧૯૬૮ના આસો વદ ૫ બુધવારના દિને સુબોથક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે. તે સુબોધક પુસ્તકાલય આજે મુમુક્ષુઓને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. તે થવામાં પરમકૃપાળુદેવનો આપણા ઉપર પરમ ઉપકાર છે. ઉપર જણાવ્યા પ્રમાણે સઘળો વૃત્તાંત મેં મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે, તેમાં મારી સરતદોષના કારણથી ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું. શ્રી ગાંડાભાઈ ભાઈચંદ ખંભાત શ્રી ખંભાત નિવાસી શા ગાંડાભાઈ ભાઈચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં આવેલા અને તે પ્રસંગે જે વાતચીત બીના બનેલી તે હાલ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં જણાવું છું : પૂર્વ સંસ્કારથી સાહેબજીના સમાગમમાં રહેવાની ઇચ્છા ખંભાત નિવાસી ભાઈ શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા તારાપુરવાળા ભાઈશ્રી મૂલચંદ ફૂલચંદ સાથે મારે સ્નેહભાવ હતો. તેથી તેઓએ મને જણાવ્યું કે પરમકૃપાળુ મહાત્મા ગામ કાવિઠા પધાર્યા છે, તો ત્યાં આવવા ઇચ્છા છે? તે સાંભળી મને કૃપાનાથના દર્શન કરવાની ઇચ્છા થઈ. સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રાવણ વદ ૧૧ના રોજ ભાઈશ્રી નગીનદાસ સાથે હું લગભગ પાસણ બેસતાં રાળજ ગયો. ત્યાં જઈ કૃપાનાથના દર્શન કર્યા ત્યારથી મનમાં ઘણો જ પ્રેમ આવ્યો અને એવી ઇચ્છા થઈ કે હમેશાં સાહેબજીના Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાંડાભાઈ ભાઈચંદ Page #273 --------------------------------------------------------------------------  Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈચંદ સમાગમમાં રહેવાય તો કેવું સારું થાય. તેઓશ્રીનો બોઘ સાંભળી એવી જ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી આ વાણી ક્યારે સાંભળીએ? આ વખતે મારી ઉંમર અગિયાર કે બાર વર્ષની હતી એટલે તે વખતે મને બીજા સંસ્કારો ઓછા હતાં. પરમકૃપાળુદેવના વચન સાંભળવા અને તેઓશ્રીની સેવામાં રહેવું એ મને ઘણું પ્રિય લાગતું. તે સિવાય બીજો કોઈ સૂક્ષ્મ વિચાર કરવાની મારી શક્તિ નહોતી. જીવે માત્ર ક્રિયાનું અભિમાન કર્યું છે ભાદરવા સુદ-૫ને દિવસે સંવત્સરીનો ઉપવાસ કૃપાળુદેવ સમીપે કરેલો. સુદ ૬ને દિવસે સવારે એમ રહ્યા કરે કે ઋારાબડી લેવી છે, પણ જો કૃપાનાથ વાપરે તો પછી વાપરીએ, કારણ ઉપવાસ કરેલ છે. ઉપવાસનું અભિમાન હતું. તે વખતમાં તેઓશ્રીએ એકઘારા અખંડ ત્રણ કલાક સુધી બોઘ કર્યો કે આ જીવે જે કાંઈ કર્યું છે તે અભિમાન સહિત કર્યું છે. જે જે કાંઈ ક્રિયા કરે છે તેનું વારંવાર ફુરણ થાય છે એ જ જીવની અજ્ઞાનતા છે; વગેરે બોઘ સાંભળી મારા મનમાં જે ઉપવાસ કર્યાની ફુરણા થઈ હતી તે બધી, ગળી ગઈ અને સમજાયું કે આ જીવે કાંઈ કર્યું નથી, માત્ર ક્રિયાનું અભિમાન જ કર્યું છે. પછી મારું ખંભાત આવવું થયું હતું કૃપાનાથે આપેલ આજ્ઞાથી પરમ સંતોષ ત્યારબાદ સંવત્ ૧૯૫૪ની સાલમાં કૃપાનાથ શ્રી વસો પઘારેલા. તે સમાચાર સાંભળી હું ત્યાં ગયો હતો. અંતરથી એમ થાય કે તેમની અહોરાત્ર વાણી સાંભળું અને સેવામાં જ રહ્યું. બોઘ સાંભળવાથી મારું મન ઘણું જ રાજી હતું. ત્યાં મેં કૃપાનાથને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે “તારે મોક્ષમાળા, ભાવનાબોઘ વાંચવા. તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હમેશાં બહુ પુણ્ય કેરા'નો પાઠ વિચારવો તથા “પરમગુરુ' એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હમેશાં થોડો વખત પણ નિયમમાં બેસવું.” આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો હતો. સર્વ સંસારી જીવો ઇન્દ્રિયોમાં રમે, મુનિ આત્મામાં રમે તે વખતે હું એટલું જ સમજતો હતો કે કૃપાનાથ મળ્યા એ જ મહતું પુણ્યનો ઉદય છે, અને તેમની આજ્ઞા થઈ છે એ પરમલાભનું કારણ છે. ત્યારબાદ બાલગમ્મતો કરતો, તેઓશ્રી એકાંતમાં એકલા બેઠા હોય તો એમની સેવામાં રહેતો. તે વખતે પૂજ્યશ્રી બીજું કાંઈ કહેતા નહીં. તેમની સેવામાં રહેવાનું તથા વાણી સાંભળવાનું બની શકે તો કેવું સરસ, એમ રહ્યા કરતું હતું. ત્યારપછી કૃપાનાથનો સમાગમ ઘણું કરીને ફરી થયો નથી. વસો ક્ષેત્રમાં ઘણું કરી હું બે-ત્રણ દિવસ રહેલ હતો. પરમકૃપાળુદેવ વસો ક્ષેત્રમાં આનંદઘનજીના સ્તવનો માંહેના કેટલાંક પદો ગાથાઓ બોલતા હતા– “सयल संसारी इंद्रियरामी मुनिगण आतमरामी रे" એ પ્રમાણે ઘોર શબ્દ કહેતા હતા તથા ત્યાં ઘણો જોસભેર એકઘારા બોઘ ચાલતો હતો. વલી એ ક્ષેત્રમાં પૂજ્ય ભાઈ શ્રી વનમાલીભાઈ તથા પૂજ્ય ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી નગીનભાઈ વગેરે ભાઈઓ ત્યાં પઘાર્યા હતા. તથા ત્યાં ભાઈશ્રી રતનચંદભાઈ તથા ઝવેરચંદભાઈ તથા કલ્યાણજીભાઈ તથા વૃદ્ધિચંદભાઈ વગેરે ભાઈઓ ત્યાં હતા. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૨૮ લગભગ એક મહિનો પ્રેમ ખુમારીની અસર પરમકૃપાળુદેવના દર્શન કરી ખંભાત આવ્યા પછી લગભગ એક મહિનો તે પ્રેમની ખુમારી ચાલી અને જગતથી ઉદાસીનવૃત્તિ રહી હતી. તેવી વૃત્તિ હવે આજે જોવામાં આવતી નથી. તે વખતનો ઘક્કો કેટલાંક સમય સુધી રહ્યો હતો. ઉતારો કરાવેલ સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૯ને બુઘવારે. શ્રી છોટાલાલ છગનલાલ ખંભાત શ્રી ખંભાત નિવાસી ભાઈશ્રી છોટાલાલ છગનલાલ પરમકૃપાળુદેવના સમાગમમાં આવ્યા તે પ્રસંગે જે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલ તે પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. હાલ તેઓની ઉંમર ૧૬ વર્ષની છે. અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી સંવત્ ૧૯૪૬ આસો વદ ૧૪ અથવા ૦))ના દિને ભાઈશ્રી અંબાલાલ લાલચંદના મુકામે પરમકૃપાળુદેવના દર્શન થયા હતા અને કારતક સુદ ૧ના દિવસે શા પોપટલાલ અમરચંદને ત્યાં ઘણા આગ્રહપૂર્વક વિનંતી થવાથી ચાહ પાણી વાપરવા માટે પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું તથા ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી ત્રિભોવનભાઈ વગેરે ભાઈઓ સાથે ગયા હતા. તે વખતમાં શા પોપટલાલ અમરચંદના મકાનની પાસે જૈનશાળા છે. તે જૈનશાળામાં મુનિશ્રી નીતિવિજયજી તથા તેમના શિષ્ય હરખવિજયજી તથા દીપવિજયજી હતા. તે વખતે પરમકૃપાળુદેવને મુનિશ્રી નીતિવિજયજીએ જણાવ્યું કે આપ શું ઘર્મ પાળો છો? તે ઉપરથી પરમકૃપાળુદેવે જવાબમાં જણાવ્યું કે અમો જૈનઘર્મ પાળીએ છીએ. તે ઉપરથી તેમના શિષ્ય દીપવિજયજીએ જણાવ્યું કે તપાનો કે હુંઢીયાનો પાળો છો? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી. ત્યારે દીપવિજયજીએ પ્રશ્ન કર્યો તો તમો કયો ઘર્મ પાળો છો? ત્યારે મુનિશ્રી નીતિવિજયજીએ તેમના શિષ્ય દીપવિજયજીને જણાવ્યું કે હવે તો શું પૂછો છો? એ તો બન્ને પક્ષથી જુદો જવાબ આપે છે ત્યારે હવે પૂછવા જેવું નથી. તે પરથી તે વાત બંઘ રાખી. ત્યારબાદ ભાઈશ્રી પોપટલાલ અમરચંદના મકાનમાં ચાપાણી વાપરવા માટે પઘાર્યા. ત્યાં ચાપાણી વાપરી ભાઈશ્રી અંબાલાલભાઈના મુકામે પધાર્યા હતા. આ પુરુષ પરમાર્થમાર્ગને પામેલા છે. ત્યારબાદ સંવત્ ૧૯૪૯માં હું મુંબઈ ગયેલ. મુંબઈમાં શા. ભાયચંદ કુશલચંદ ખંભાતવાળાની પેઢીમાં ઉતર્યો હતો. ત્યાંથી હું પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે તેમની પેઢીએ ગયો. ત્યારે પરમકૃપાળુદેવ ઘણો જ બોઘ કરતા હતા. ત્યાં ઘણા ભાઈઓ પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા અને ઘણી ઘણી શાસ્ત્ર સંબંધી વાતો તે પુરુષોની સાથે નિસ્પૃહરૂપે કરતા હતા. તે વાતો સાંભળવાથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે દ્રઢ નિશ્ચય થયો કે આ પુરુષ કોઈ પરમાર્થમાર્ગને પામેલા છે એવી ખાતરી થઈ. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ શ્રીમદ્ અને છોટાલાલ છગનલાલ ગૃહવાસમાં છતાં અંતરથી નિરુપાધિ પુરુષો ત્યારબાદ સંવત્ ૧૯૫૦-૫૧માં પરમકૃપાળુદેવની સાથે ભાઈશ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસના નામથી વહીવટ ચાલતો હતો. ત્યારે તે પેઢીમાં મેં આડત રાખેલ જેથી કાપડ મંગાવવાનું લેણદેણનું કામ તેમની સાથે ચાલતું હતું. સંવત્ ૧૯૫રના ભાદરવા માસમાં અમો કાપડ ખરીદવા મુંબઈ ગયેલ. તે વખતે હું અને મારો પુત્ર નગીનદાસ પણ સાથે હતો. મુંબઈમાં સાંજના છ વાગ્યા પછી રાતના પરમકૃપાળુદેવ પાસે ત્યાંના રહીશ કચ્છી ખીમચંદભાઈ દેવચંદ, કલ્યાણજીભાઈ, કુંવરજીભાઈ આણંદજી ભાવનગરવાળા અને શા. ત્રિભોવનભાઈ ભાણજી આવવાનું રાખતા હતા. તે લોકો સાથે ઘર્મ સંબંધી પ્રશ્નોની વાતચીત ઘણી થતી હતી. તે મારા સાંભળવામાં આવેલ જેથી હું ત્યાં લગભગ એક માસ રહ્યો હતો. જેથી મને તેઓશ્રી ગૃહસ્થાવાસમાં છતાં અંતરથી નિરુપાધિ પુરુષ છે એમ મને પૂરી ખાતરી થઈ હતી. જેથી આવો સત્સંગનો જોગ જાણી તેમની પાસે મારા પુત્ર નગીનદાસને તેઓશ્રીની દુકાન પર કાયમ રહેવાને માટે શ્રી પરમકૃપાળુદેવને વિનંતી કરી. તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે ઠીક છે, ભલે રહે. તે સાંભળી ભાઈશ્રી ત્રિભોવનદાસ ભાણજીભાઈએ મને કહ્યું કે તમારા નગીનદાસના પગાર માટે નક્કી કરી લો. ત્યારે મેં જણાવ્યું કે પગાર લેવાના વિચારથી હું અહીં મૂકતો નથી, પણ સત્સંગના લાભની ખાતર મૂકવા ઇચ્છું છું. તેમ છતાં તેઓશ્રીને ધ્યાનમાં આવશે તે પ્રમાણે તેને જે આપવું યોગ્ય લાગશે તે આપશે. તેવી રીતે કહીને નગીનદાસને ત્યાં મૂકી હું ખંભાત આવ્યો. તેઓશ્રીની દુકાન સંબંઘીનું કેટલુંક કામકાજ તે કરતો હતો. તે વખતમાં તેને નામુ લખવામાં કચાશ હતી જેથી તે કામમાં માહિતી મળે તે કારણથી પરમકૃપાળુદેવે ચાર-પાંચ વર્ષ અગાઉના જૂના ચોપડા સોંપી માણેકલાલ ઘેલાભાઈને તેની સાથે બેસવા ભલામણ કરી જૂના હિસાબો કરવાનું કામ સોંપ્યું, તે અમારા દીકરા નગીનદાસના કહેવા પરથી મારી માહિતી છે. પરમકૃપાળુદેવના બોઘની બે નોટો ભરાણી. સંવત્ ૧૯૫૨ થી ૧૯૫૫ સુધીમાં નગીનદાસની રૂબરૂમાં ઘર્મસંબંધી કેટલીક હકીકત સાંભળવામાં આવેલ, તેની નોટ તેમણે ઉતારી રાખેલ. તે નોટો બે અત્રેના ભાઈશ્રી હીરાભાઈ પોપટલાલને વાંચવા માટે આપેલ છે. અમારી રૂબરૂમાં સાંભળેલી વાતોને આ વખતે યાદ કરો. ભાઈશ્રી નગીનદાસનો જન્મ સંવત્ ૧૯૩૨ના આસો સુદ-૫નો છે અને દેહત્યાગ સંવત્ ૧૯૫૬ના માગસર વદ-૫ના દિવસે મુંબઈમાં પ્લેગની બિમારીમાં પરમકૃપાળુદેવની સમક્ષ થયેલ છે. તે વખતે પરમકૃપાળુદેવે નગીનદાસને બોઘ કર્યો કે જે માર્ગ અમારી રૂબરૂમાં તમારા સાંભળવામાં આવેલ છે તે વાતો આ વખતે યાદ કરવા જેવી છે. તે વાતો યાદ રાખશો તો તમોને ઘણો જ સારો લાભ થશે; તેવો બોઘ પરમકૃપાળુદેવે તે જ્યાં અસ્પતાલમાં હતા ત્યાં પોતે જાતે જઈને કર્યો હતો. તે વાત અમારા જાણવામાં નહોતી કારણ કે મરણ વખતે અમો ખંભાતમાં હતા. પણ તેમની માતુશ્રીની માતુશ્રી તે વખતે નગીનદાસની સારવારમાં હતા. તે પ્લેગ વખતે પરમકૃપાળુદેવ તેમને જોવા ગયેલ, અને નગીનદાસના શરીર પર તેઓશ્રીએ હાથ ફેરવ્યો હતો. તે જોઈ તેમની માતુશ્રીની માતુશ્રીએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે હાથ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૩૦ ઘોવરાવો. પરંતુ પરમકૃપાળુદેવે તે વાત લક્ષમાં લીઘી નહોતી. તેમજ તે બાબતનો ભય પણ ગણ્યો નહોતો. રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ ત્યારબાદ પરમકૃપાળુદેવ તરફથી નગીનદાસનો મરણ સંબંધી સમાચારનો પત્ર ભાઈશ્રી મનસુખભાઈ રવજીભાઈના હાથે લખાવેલ મળ્યો હતો. તેમાં પરમકૃપાળુદેવે લખાવરાવેલું કે અનાદિકાળથી આ આત્મા પુત્રરૂપે થયો, પિતારૂપે થયો તો પણ તે રૂપ ખરું છે એમ જણાતું નથી, તેથી આ ભાઈ નગીનદાસના મરણ વિષે અનાદિકાળથી આ આત્મા મારાપણું માને છે તે ખોટું છે એમ માનવું જોઈએ, કારણકે તમને નગીનદાસના મોહને લીધે વિશેષ લાગણી થતી હશે પણ જ્ઞાનીનો માર્ગ આ છે એમ ખાસ સમજી રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ છે. એ પરથી કેટલીક રાગાદિની પ્રવૃત્તિનો નગીનદાસ તરફનો નાશ થયેલ તે હજુ સુધી રાગાદિના કારણથી ઉત્પન્ન થતી હતી, પણ સરળભાવે કોઈ કોઈ વખતે વાતના સ્વરૂપે વાત થાય છે તે પરથી આ હકીક્ત લખાવી છે. કુટુંબ હાજર છતાં રાગદશા જોવામાં આવતી નહોતી પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ મારા જોવામાં આવેલ છે – સં.૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમાં બેસતા હતા, તો પણ પોતાની દશા વહેવારિક પદાર્થ પર નહીં રાખતા જ્ઞાનીના માર્ગ પ્રત્યેની વિશેષ લાગણી જોવામાં આવતી હતી; એવી ખાતરી અમોને થયેલ છે. ત્યારબાદ સંવત્ ૧૯૫૨માં તે જ રૂપે દશા જોવામાં આવેલ. તે વખતે તેમના ઘર્મપત્ની તથા તેમના બે પુત્રો અને એક પુત્રી મુંબઈ મુકામે હોવા છતાં તેમનામાં રાગદશા જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઈ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતના ધ્યાનમાં વિશેષ કાળ નિર્ગમન થતો હતો. એ અમોને ખાત્રીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સચિ-આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતાં જોવામાં આવતા હતા. જૈનશાસ્ત્રોમાં આયુષ્યના બે પ્રકાર સંવત્ ૧૯૫૦ની સાલમાં ખંભાતમાં શા. માણેકચંદ ફતેહચંદના મકાન ઉપર પરમકૃપાળુદેવ રહેલા. તે વખતે તેઓશ્રીએ શ્રી ભગવતીસૂત્ર વાંચ્યું હતું. તે માણેકચંદ ફતેહચંદ પોતે સાંભળતા અને હું પણ ત્યાં હતો. રાતના કોઈ કોઈ વખતે શાસ્ત્ર સંબંધી વાતો પણ ચાલતી. ત્યાં એક માણસે એવો પ્રશ્ન કર્યો કે શિથિલ અને નિકાચિત બે આયુષ્યના પ્રકાર જૈનશાસ્ત્રોમાં કહેલ છે તો આયુષ્ય તૂટે એ વાત ખરી કે નહીં? તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે જેમ એક દોરડી વીશ હાથ લાંબી હોય તેને એક છેડેથી સળગાવીએ તો તે ઘણા વખતે બીજા છેડા સુધી બળી રહે, પણ જો તે જ દોરડીનું એક ગૂંચળું વાળી બાળવામાં આવે તો સહજવારમાં પણ તેનો નાશ થઈ શકે છે. તમારે યોગ્યતા મેળવવાની જરૂર ત્યારબાદ પરમકૃપાળુદેવ રાજ મુકામે પઘાર્યા ત્યારે સમાગમ થયો હતો. ત્યાં મેં પરમકૃપાળુદેવને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેમણે જણાવેલ કે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે, માટે કોઈપણ દર્શનનો ભેદ નહીં રાખતા દરેક દર્શનમાંથી વૈરાગ્ય ઉપશમને પોષક એવા વાક્યો લેવા, પણ બીજી વાતો Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શ્રીમદ્ અને છોટાલાલ કુશળચંદ પર લક્ષ રાખવાની કંઈ જરૂર નથી, અને મોક્ષમાળા, આનંદઘનજીકૃત ચોવીશી વગેરે ને તેવા તેવા પુસ્તકો વાંચવા તથા સત્સમાગમના યોગમાં રહેવું એટલી મને ભલામણ થયેલ છે. પરમકૃપાળુદેવના સમાગમમાં હાજર મુમુક્ષુઓ સમાગમ વખતે અત્રેવાલા શ્રી અંબાલાલભાઈ તથા શ્રી કિલાભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ તથા શ્રી સુંદરભાઈ તથા શ્રી છોટાલાલભાઈ તથા શ્રી પોપટભાઈ ગુલાબચંદ વગેરે શ્રી ખંભાતવાળા તથા બહારગામના પૂજ્ય ભાઈશ્રી સોભાગ્યભાઈ તથા પૂજ્ય ભાઈશ્રી ડુંગરશીભાઈ તથા ભાઈશ્રી મનસુખભાઈ દેવશીભાઈ તથા ભાઈશ્રી ઘોરીભાઈ વગેરે આ અવસરમાં હાજર હતા. ઉતારો કર્યો સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૩ રવિવારના દિને. શ્રી છોટાલાલ કુશળચંદ ખંભાત ભાઈશ્રી છોટાલાલ કુશલચંદ પરમકૃપાળુદેવ શ્રીમાન્ રાજચંદ્રદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ મને આપ્યું સંવત ૧૯૪૮ની સાલમાં ભાઈ છોટાલાલ છગનલાલનો કાગળ લઈ હું સાહેબજી પાસે ગયેલ, જેમાં મને મોક્ષમાળા આપવાની વિનંતી કરી હતી. તે કાગળ સાહેબજીને આપતાં તેઓશ્રીએ ઊઠીને મને મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ આપ્યું હતું. તે સમયમાં તેઓશ્રી મૌન રહેતા હતા. , તેઓશ્રીની વાણી સાંભળવાથી મારું મન શાંત થયું | સંવત ૧૯૫૨ની સાલમાં સાહેબજીના મને શ્રી વડવે દર્શન થયેલા, કાંઈ વાતચીત થયેલ નહીં પણ તેમની વાણી સાંભળવાથી મારું મન શાંત થયું હતું. કુટુંબીઓના દબાણથી આસામીને ભૂલ કહી શક્યો નહીં અમારો એક આસામી અભણ હતો. તે રકમમાં કંઈક ભુલેલ. તેનો પહેલા મને ચોક્કસ નિર્ણય નહી પણ પછીથી તે ભૂલ મારા મનને ચોક્કસ જણાઈ. તે ભૂલ હું કુટુંબીઓના દબાણથી આસામીને કહી શક્યો નહીં. પછી તે વાત બીજા કેટલાંકને પૂછી કે મારે આ બાબતમાં શું કરવું? ત્યારે તેમણે જણાવ્યું કે તે રકમ સારા માર્ગે વાપરો. તેમના કહેવાથી મેં સારા માર્ગે જાજ વાપર્યું ખરું પણ મારા મનની ખટક બેઠી નહીં. મનની ખટક દૂર કરવા મુંબઈ ગયો તેથી તે વાતનું સમાઘાન મેળવવા સં.૧૯૫૩ની સાલમાં ભાઈશ્રી છોટાલાલ છગનલાલ પાસે કાગળ લખાવી શ્રી પરમકૃપાળુદેવ પાસે હું મુંબઈ ગયો. જઈને કાગળ, મીઠાઈ, સૂતરફેણી અને નાની ટોપલી ભાઈશ્રી છોટાલાલ છગનલાલના દીકરા નગીનદાસને આપ્યા. તેઓ સાહેબજીને ત્યાં નોકરી કરતા હતા. પછી સાહેબજીએ તે પત્ર વાંચ્યો અને મને ગાદી પર બેસવાનું કહ્યું. હું થોડીવાર બેઠો અને Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૩૨ વાત કરવાનો વખત જોઉં છું તે વખતે માકુભાઈને સાહેબજીએ કહ્યું કે આપણે ત્યાં મેમાન છે અને ભાઈ છોટાલાલને જમવાનું કહીશું? ત્યારે એમણે હા કહેવાથી સાહેબજીએ મને કહ્યું કે અહીં જમજો. મારો પણ એ જ વિચાર હતો કે તેમની પાસે જમવું અને તેમની પાસે રહેવું. તે વિચારને મળતી વાત આવી એટલે મેં હા કહી. પછી વખત મળવાથી મારે જે વાતની અગાઉ મનમાં ખટક હતી તે પૂછી ત્યારે તેમણે જવાબ આપ્યો કે– વ્યાજ સાથે રકમ પાછી આપી પગે લાગો “જે પ્રકારે તમે તે ઘણી સાથે (આસામી સાથે) માયા કરેલી હોય તે જ પ્રકારે તમામ દર્શાવીને, તે ઘણીની જે રકમ રહી હોય તે રકમ તેના વ્યાજ સાથે તે ઘણીને ગણી આપીને પગે લાગો તો તમે નિર્દોષ થઈ શકો.” એ જ પ્રકારે મારા અધ્યવસાય પૂરેપૂરા થયેલા. એ જ પ્રમાણે વાતચીત કરવી અને તે પ્રમાણે રકમ પૂરેપૂરી ગણી આપવી. તેથી મેં મારા વડીલને વાત કરી પણ વડીલે ઊલટો ભય બતાવ્યો અને મારી આજીવિકામાં વિધ્ર આવે તેવો ભય મારા વડીલે મને બતાવ્યો. તે ભયસંજ્ઞાથી એ ઘણી સાથે કંઈ પણ વાતચીત મારે થઈ નહીં અને તેને કાંઈપણ રકમ હું આપી શક્યો નહીં. એ ભય હોવાથી મારું શરીર ક્ષણ ભંગુર ઘારીને મેં એ રકમ વ્યાજ વગરની મારા મનકલ્પિત સારા માર્ગે વાપરી. ત્યારપછી તે ભૂલવાળો ઘણી દેહમુક્ત થયા પછી જે મને વડીલની ભયસંજ્ઞા કમતી થઈ ત્યારે મેં કૃપાળુદેવ ભગવાનના આશ્રિત ભાઈઓની સલાહ પ્રમાણે થોડી રકમ સારા માર્ગે વાપરી. આપશ્રી જે આજ્ઞા કરશો તે વાંચીશ. જે વખતે કૃપાળુદેવની સાથે વાતચીત થઈ તે વખતે બીજા મેમાનો ઝાઝા હતા. પછી મેં પૂછ્યું કે મારા જોગ કંઈક સમજવા જેવું આપશ્રી બતાવો. ત્યારે સાહેબજીએ મને પૂછ્યું કે જૈનઘર્મ સિવાય બીજા સંપ્રદાયના પુસ્તકો વાંચવામાં તમોને અડચણ છે? મેં જણાવ્યું કે મને કોઈ વાતની અડચણ નથી. આપશ્રી જે પુસ્તકની આજ્ઞા કરશો તે આપશ્રીના માણસને સાથે લઈ જઈ લઈ આવીશું. પછી પરમકૃપાળુદેવે પાંચ કે છ પુસ્તકો મંગાવવા આજ્ઞા ફરમાવી. તેમાં શ્રી મણિરત્નમાળા તથા યોગવાસિષ્ઠના બે પ્રકરણો તથા મોહમુગર વગેરે પુસ્તકો હતા. જે મને તેઓશ્રીના માણસે લાવી આપ્યા હતા. તે પુસ્તકો લઈ હું બીજે દિવસે મદ્રાસ ગયો અને મારું સરનામું સાહેબજીની પેઢીએ નોંઘાવ્યું હતું. અનીતિ કદી કરવી નહીં, કોઈ દેવની માનતા રાખવી નહીં ત્યારપછી ચાર-પાંચ મહિના પછી V.p.p.થી મને પુસ્તક નંગ-૧ સાહેબજીએ મોકલ્યું હતું તેની કિંમત રૂા.૨/- આશરે હતી. તે પુસ્તકમાં માર્ગાનુસારીના જે પાંત્રીસ બોલ કહેવાય છે તે હતા. તે પ્રમાણે શેઠ વગેરેની અનીતિ કરવી નહીં, કોઈ દેવની માનતા કરવી નહીં, વગેરે તે પુસ્તકમાં લખેલું હતું. તે જ પુસ્તક હું હર વખતે વાંચતો હતો, અને પાસે રાખતો હતો. હાલમાં તે પુસ્તક ક્યાં મૂક્યું છે તે સ્મૃતિમાં રહેલા નથી. તેમજ તે પુસ્તકના નામની પણ યાદી રહેલ નથી. અંતે ભગવાન તરીકેની આસ્થા થઈ મારા સંશયન મુંબઈમાં ખુલાસો કર્યો તે વખતથી મને તેઓશ્રી પ્રત્યે આસ્થા થઈસ. પછી પૂશ્રી Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ શ્રીમદ્ અને છોટાલાલ વર્ધમાન હીરાભાઈ પોપટલાલભાઈના સમાગમથી મને સંપૂર્ણ આસ્થા થઈ છે. અને તેઓશ્રી પ્રત્યે ભગવાન તરીકેની આસ્થા થઈ છે. એ જ. મારી સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૧ ગુરુવારના દિને. શ્રી છોટાલાલ વર્ધમાન શાહ ખંભાત સંવત્ ૧૯૫૨ના આસો માસમાં હું તથા શ્રી શંકરભાઈ દેવચંદ બન્ને જણા રતલામ કામ પ્રસંગે જતા હતા ત્યાં આણંદ મુકામે ખબર મળી કે સાહેબજી પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં છે. તેથી અમે બન્ને જણા ત્યાં દર્શન કરવા ગયા. વ્યવહારમાં ફૂલ વાપરો છો તો ભક્તિના પ્રેમમાં પ્રભુને ચઢાવવાથી લાભ તે વખતે જિન પ્રતિમાજી પર પુષ્પ ચડાવવા સંબંઘી મેં પ્રશ્ન કર્યો કે ફૂલમાં ઘણા જીવો છે તો ભગવાનને ચડાવવામાં પાપ લાગે કે કેમ? ત્યારે ખુલાસામાં સાહેબજીએ જણાવ્યું કે તમે જો કદી સર્વ પ્રકારે ત્યાગી થયા હોય તો ભલે ન ચડાવો; પણ પરમાત્માને ફુલ ચડાવવામાં પાપ ગણો છો અને વ્યવહાર પ્રસંગમાં તે વાપરો છો. માટે એકાંતે ભક્તિના પ્રેમમાં રહી ચડાવવાથી લાભ છે. પ્રશ્ન કર્યો તે વખતે પરમકૃપાળુદેવ કોચ પર બિરાજ્યા હતા અને હું એકલો જ હતો. આ પ્રશ્નનો ખુલાસો થવાથી મને ઘણો જ સંતોષ થયો હતો. સં.૧૯૭૪ના ફાગણ વદ ૦))ને ગુરુવારે ઉતારો કરાવ્યો. શ્રી લલ્લુભાઈ ઝવેરચંદ ખંભાત ભાઈ લલ્લુભાઈ ઝવેરચંદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે સંબંઘી ટૂંક વૃત્તાંત : હું પ્રથમ વૈષ્ણવકુળમાં જન્મ પામેલ, પણ સ્થાનકવાસી કુળનો મારો એક મિત્ર હતો, તેના સહવાસથી મને સ્થાનકવાસીની શ્રદ્ધા થઈ હતી. અને તેમાં લગભગ વીસ વર્ષ સુધી હું તેમના પ્રસંગમાં રહ્યો તેથી હું સ્થાનકવાસી ક્રિયાનો આગ્રહી થઈ ગયેલો. પરમકૃપાળુદેવની નિંદાથી જ્ઞાનાવરણીય કર્મનો બંઘ પડ્યો પરમકૃપાળુદેવ જ્યારે શ્રી ખંભાત નજીક શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે મારા ભાઈબંધ પટેલ દામોદર કેશવલાલ શ્રી વડવે ગયા હતા. ત્યાં જઈને આવ્યા બાદ મને જણાવ્યું કે આપણે તેમની પાસે જવા જેવું નથી. તેવી વાત સાંભળી હું ગયો નહોતો. ત્યાર પછી મુનિશ્રી લલ્લુજીએ મને તથા દામોદર કેશવલાલને ભલામણ કરી કે તમો ભાઈશ્રી ત્રિભુવનભાઈ તથા ભાઈ શ્રી અંબાલાલભાઈના સમાગમમાં જજો; જેથી ત્યાં અમો જતા હતા. ત્યાં બે-ત્રણ દિવસ સુધી ગયા બાદ અમોએ જણાવ્યું કે અમોને કાંઈક Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો ૨૩૪ ધર્મનું સાધન બતાવો. ત્યારે તેઓએ કહ્યું કે જિનાજ્ઞા થશે ત્યારે સમજાશે. ત્યારે અમો બન્નેએ અરસપરસ એવો વિચાર કર્યો કે જિનાજ્ઞા તે શું અને તે ક્યારે થાય? આપણે ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા તે પણ ચૂક્યા, માટે હવે તો આપણે જે કરતા હતા તે જ કરો. તેવા વિચારથી ઉપાશ્રયે જવા લાગ્યા. અને શ્રી પરમકૃપાળુદેવની નિંદા કરવા લાગ્યા. જેથી અમારા કમનસીબે જ્ઞાનાવરણીય કર્મનો બંઘ પડ્યો. ઘણા દિવસે એમ થયું કે આ પ્રવૃત્તિ કરતાં અનાદિના દોષોમાંથી કોઈ પણ દોષ નિવૃત્ત તો થતો નથી. પરમકૃપાળુદેવ નડિયાદ છે ત્યાં જાઓ ત્યારબાદ મુનિશ્રી મોહનલાલજી મહારાજની મુખમુદ્રા ત્યાગ વૈરાગ્યમય જોઈ એમ થયું કે આ મુનિશ્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ સારી થઈ છે. તેથી તેઓશ્રીને મેં પૂછ્યું કે મારું આજ સુધીનું વર્તન એવું ને એવું રહ્યું છે અને કોઈપણ પ્રકારમાં મોળાપણું આવતું નથી; માટે આપ કંઈ બતાવો. ત્યારે તેમણે કહ્યું કે એ તો સહેજે થઈ જાય. મેં જણાવ્યું કે કેવા પ્રકારે વર્તવાથી થાય ? તે બતાવો. ત્યારે તેમણે જણાવ્યું મુનિશ્રી દેવકરણજી સ્વામી પાસે જાઓ. પછી હું ત્યાં ગયો અને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મુનિશ્રી લલ્લુજી મહારાજને કહો, તેઓ તમને જણાવશે. ત્યારે અમો મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે ગયા અને પૂછ્યું ત્યારે તેઓશ્રીએ મને “મૂળ મારગ સાંભળો જિનનો રે..’’તે પદના વિસ્તારથી અર્થ કહી સંભળાવ્યા અને જણાવ્યું કે તમે સંસારી છો એટલે જઈ શકો એમ છો. પરમકૃપાળુદેવ નડિયાદ પધાર્યા છે ત્યાં જોગ સારો છે; ત્યાં જવાની ત્રિભોવનભાઈ પાસે તમે પત્ર લખાવી આજ્ઞા મંગાવો તેથી મેં તેમ કર્યું. શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોય તેનો જવાબ પરમકૃપાળુદેવ તરફથી ભાઈશ્રી અંબાલાલભાઈના સરનામે આવ્યો. તેમાં જણાવેલ હતું કે આવવા ઇચ્છા હોય તો ભલે આવે. હવે આશા મળવાથી હું વગેરે કેટલાંક ભાઈઓ નડિયાદ ગયા. હું તથા ભાઈશ્રી છોટાલાલ માણેકચંદ બન્ને બેલગાડીમાં બેસી પેટલાદ ગયા અને ત્યાંથી નડિયાદ ગયા. રસ્તામાં જતા ભાઈશ્રી છોટાભાઈએ મને પૂછ્યું કે જઈએ છીએ તો ખરા, પરંતુ કાંઈ પૂછવા વિચાર ધાર્યો છે ? ત્યારે મેં કહ્યું કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોઈ, શ્રોતાવર્ગ યોજન સુધી સાંભળે છે, તો શું તીર્થંકરો એટલા મોટા ઘાંટાથી બોલતા હશે? ત્યારે શ્રી છોટાભાઈએ ખુલાસો કર્યો કે “સાંભળે’” નહીં, પણ “સાંભરે’ અર્થાત્ એ વાણીનું બળ એટલે મહત્ત્વ એવાં છે કે અમુક છેટે સુધી, અમુક કાળ સુધી હૃદય સાથે શ્રોતાવર્ગને ચોટી જાય અને તેની અસર રહે. આ ખુલાસો મને પ્રિયકર અને રુચિકર લાગ્યો. અમારામાં ચારિત્ર ઘટે કે નહીં? તમારા ત્યારપછી અમો નડિયાદ પહોંચ્યા અને પરમકૃપાળુદેવના દર્શન કર્યાં. મને જોતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ લલ્લુભાઈ, આવ્યા કે? મેં કીધું—હાજી. ત્યારપછી પરમકૃપાળુદેવે જણાવ્યું સાધુએ તો ચારિત્ર લીધેલું છે અને ઘરબાર છોડી નીકળેલા છે અને અમે તો સાંસારિક વ્યવહારમાં જણાઈએ તેમ છીએ, તો અમારામાં ચારિત્ર ઘટે કે નહીં? અમારા ઉપર તમોને કેવી રીતે આસ્થા આવે? ત્યારે મેં જણાવ્યું કે કોઈ માણસ ચારિત્ર લેવા તૈયાર થાય તે વખતે ચારિત્ર લેતાં પહેલાં તેને સાતમા Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯મું વર્ષ Page #283 -------------------------------------------------------------------------- ________________ (૧) દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ મારા નથી (૨) મુનિશ્રી પાસે જઈ વ્રત નિયમ ગ્રહણ કરો Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શ્રીમદ્ અને લલ્લુભાઈ ઝવેરચંદ ગુણસ્થાનકનો પણ ભાવ હોય અને ચારિત્ર લીઘા પછી છઠ્ઠા ગુણસ્થાનકે આવીને ઠરે / છે તેથી તમારામાં ભાવચારિત્ર હોય. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે હવે તમને અમારા પર ) પ્રતીત રહેશે. સપુરુષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય તે દિવસે ઘણો જ બોઘ ચાલ્યો હતો. જે કાંઈ પૂછવા વિચાર હતો તે તો વગર પૂછ્યું વગર જણાવ્યું સમાઘાન કર્યું હતું. ભાઈશ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવ માટે રસોઈ બનાવવાના કામ આદિમાં રોકાતા હતા. જેથી પરમકૃપાળુદેવની સાથે હું તથા ભાઈશ્રી છોટાભાઈ જતા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવની સાથે અમે બહાર ફરવા ગયા. ત્યાં પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પધાર્યા. ત્યાંથી આવ્યા બાદ હાથપગ ઘોવા માટે પાણી જોઈતું હતું. મને આજ્ઞા કરી કે આ તરફથી પાણી લઈ આવો. હું કેટલેક દૂર ગયો પરંતુ પાણી જણાયું નહીં, તેથી વિચાર થવા લાગ્યો કે આ તરફ તો ક્યાંથી હોય? વળી પાછો વિચાર થયો કે સત્પરુષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય. એમ વિચાર કરી આગળ જતાં ત્યાં એક કુવાના થાળામાં પાણી દીઠું, જેથી વિશેષ પ્રતીતિ થઈ કે સટુરુષોની વાણી અફળ હોય જ નહીં. સપુરુષ પ્રત્યે વૃઢ શ્રદ્ધા મોક્ષનું સર્વોત્તમ કારણ એક વખતે પતંગના દોરાનું દ્રષ્ટાંત આપી જણાવ્યું કે પતંગનો દોર હાથમાં હોય ત્યાં સુધી પતંગ જાય નહીં; તેમ સસ્કુરુષ પ્રત્યે નિશ્ચય પ્રતીતિ કલ્યાણનું પરમ કારણ છે. ચિત્ર નંબર ૧ દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારા નથી એ ભાવના હમેશાં ભાવો નડિયાદમાં અમો લગભગ એક અઠવાડિયું રહ્યા હતા. નડિયાદથી જ્યારે ખંભાત તરફ આવવાનું હતું ત્યારે મેં જણાવ્યું કે મારે શું કરવું? પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે–“દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એ ભાવના હમેશાં ભાવજો. ચિત્ર નંબર ૨ જાઓ, મુનિશ્રી પાસે જઈ વ્રત નિયમ ગ્રહણ કરો ત્યારપછી ખેડામાં સંવત્ ૧૯૫૪માં સમાગમ થયો. શ્રી અંબાલાલભાઈ સાથે પઘારેલા. પરમકૃપાળુદેવની તબિયત નરમ હતી. પહોરવાર સુઘી આજ્ઞા મળી નહીં. પછી એકેક ને દર્શન કરી ચાલ્યા જવાની આજ્ઞા મળી. આમ બે દિવસ થયું. ત્રીજે દિવસે મુનિશ્રીઓ-શ્રી લલ્લુજી આદિ પધાર્યા. ત્યારે પરમકૃપાળુદેવે કહેવરાવ્યું કે અમો નીચે આવીએ છીએ. પછી બંગલાના ચોકમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને ઉપદેશ આપ્યો. જે સાંભળી સર્વના ગાત્ર છૂટે એવો બોધ ચાલ્યો. બોઘમાં સર્વેને જણાવ્યું કે અમોએ તમોને કુળઘર્મથી મુકાવ્યા તો હવે તમારે શું કરવું? શું ખાવું પીવું એ જ મોક્ષ? જાઓ બઘા મુનિશ્રી પાસે જઈ યથાશક્તિ વ્રત-નિયમ ગ્રહણ કરો અને હમેશાં બે ઘડી નિત્યનિયમમાં બેસવાનો નિયમ ગ્રહણ કરો. અમારો કહેવાનો હેતુ માત્ર એ જ હતો કે જે આગ્રહરૂપે ક્રિયા કરવામાં આવે તેનો ત્યાગ કરવો, ત્યારે તમોએ તો તદ્દન છોડી દીધું વગેરે ઘણો જ બોઘ કર્યો હતો. જેથી પોતાની યથાશક્તિ મુનિશ્રી પાસે જઈને અમોએ વ્રતનિયમો ગ્રહણ કર્યાં. અને નિત્યનિયમમાં બેસવાનો નિયમ તો સર્વેએ ગ્રહણ કર્યો હતો. મેં અમુક જાતની લીલોતરીનો ત્યાગ તથા બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું હતું. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૩૬ શ્રી મહાવીર પ્રભુ શરીરે પાતળા અને ઉંચા હતા એક દિવસ પરમકૃપાળુદેવની સાથે હું તથા શ્રી છોટાભાઈ બહાર ગયા. અમો પાછળ પાછળ ચાલતા હતા અને પરમકૃપાળુદેવ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ કોઈ એક સ્થાને લઘુશંકાએ બેઠા. ત્યાંથી ઊઠ્યા બાદ તેઓએ અમોને જણાવ્યું કે પાછળ પાછળ કેમ ફરો છો? અમો મૌન રહ્યા અને પાછળ ગયા. ત્યાં નડિયાદની સીમમાં એક નેળિયું હતું. ત્યાં એક અવડ કૂવો હતો. તે જોઈ પરમકૃપાળુદેવે અમોને જણાવ્યું કે શ્રી મહાવીર પ્રભુ આવા કૂવા આગળ બેસતા, તેઓ શરીરે પાતળા અને ઊંચા હતા. સત્સંગની બે માસ સુઘી બહુ તીવ્ર અસર રહી નડિયાદથી ખંભાત આવ્યા પછી બે માસ સુધી બહુ તીવ્ર ઉત્કૃષ્ટ વૃત્તિ રહી. અમારા કેટલાંક સંબંધીઓ વિચારવા લાગ્યા કે લલ્લુભાઈ ગાંડા થઈ જશે એવી ઉત્કૃષ્ટ વૃત્તિ યોજનગામિની વાણી સાંભળ્યાના કારણે રહી અને તેની ખરી ખાતરી થઈ કે આ પ્રમાણે તીર્થકર ભગવાનની યોજનગામિની વાણી હોય. સંવત્ ૧૯૫૪ની સાલમાં કાવિઠામાં પુનઃ છ-આઠ દિવસ પરમકૃપાળુદેવનો સમાગમ થયો હતો. ત્યાં ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી ગાંડાભાઈ તથા ભાઈશ્રી કીલાભાઈ આદિ અનેક ભાઈઓ હતા. ઘણો ઉપદેશ ચાલતો હતો પણ હાલમાં સ્મૃતિમાં રહેલ નથી. મોક્ષમાર્ગ પ્રકાશક' વાંચવાની આજ્ઞા ત્યારબાદ મેં પરમકૃપાળુદેવ પાસે વિનંતી કરી કે મારે શું વાંચવું? તે બાબત પૂછતાં “મોક્ષમાર્ગ પ્રકાશક વાંચવાની આજ્ઞા થઈ. “મોક્ષમાર્ગ પ્રકાશક હું એકલો વાંચી-સમજી શકું એમ નથી, માટે કોઈ ભાઈ વાંચી સંભળાવે અને સમજણ પાડે તેવી આજ્ઞા કરો તો સારું. એમ મેં ત્રણ ત્રણ વાર વિનંતી કરી; પરંતુ કૃપાળુદેવે જણાવ્યું કે તમારે વાંચવું, સમજાશે. આ પ્રમાણે જણાવ્યાથી મને વિચાર થયો કે સત્પરુષના વચન પર વિશ્વાસ કેમ નથી રહેતો? સત્પરુષો જે કાંઈ આજ્ઞા ફરમાવે તે યોગ્ય જ હોય. ત્યારબાદ ખંભાત જઈ પોતાની મેળે ગ્રંથ વાંચવા માંડ્યો અને બરાબર રીતે સમજી શકાયું; જેથી પ્રતીતિ દ્રઢ થઈ. પરમકૃપાળુદેવે મનના ભાવો જાણ્યા પરમકૃપાળુદેવની પાસે અમો જ્યારે ત્યાંથી વિદાય થવાના હતા ત્યારે રજા મેળવવા માટે ગયા. તે વખતે મારા મનમાં એમ થયું કે ચિત્રપટ મળી શકે તો સારું, પણ માગી શકતો નહોતો. જેથી ત્યાં જઈ નમસ્કાર કરી ઊભો રહ્યો. પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ ચિત્રપટ જોઈએ છે? મેં કીધું–હા જી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભાઈ અંબાલાલ આપશે. વળી કૃપા કરી જણાવ્યું કે અમારા પર અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં અને શ્રી મહાવીરદેવમાં ફક્ત પહેરણનો ફેર છેલ્લો સમાગમ શ્રી વઢવાણ કેમ્પમાં થયેલો. ભાઈશ્રી નગીનદાસ સાથે હતા. ત્યાં એક દિવસ અમે બઘા પરમકૃપાળુદેવ સમીપે ગયા. ત્યારે તેમણે કહ્યું કે તમો બધા આમ દોડ્યા આવો છો તે કોની આજ્ઞાથી? ત્યારે ભાઈશ્રી નગીનદાસે જણાવ્યું કે આપણે આજ્ઞા વિના આવ્યા તે ઠીક નથી, માટે પ્રથમ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ શ્રીમદ્ અને શ્રી જ્ઞાનવિમળસૂરિ પરમકૃપાળુદેવ પાસે જઈને આજ્ઞા મેળવી આવીએ. પરમકૃપાળુદેવ કેશવલાલ કોઠારીના મુકામે સૂતા હતા ત્યાં ગયા અને આજ્ઞા માગી, ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ તમારા માટે કહેલ નથી; તમો સુખેથી સંવત્સરી સુધી રહો. પછી અમો સંવત્સરી સુધી રહ્યા અને તેના બીજા દિવસે ત્યાંથી જવાના હતા તેથી દર્શન કરવા માટે ગયા. તે વખતે અમોને પરમકૃપાળુદેવે જણાવ્યું કે ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં અને શ્રી મહાવીર દેવમાં કાંઈપણ ફેર નથી, ફક્ત આ પહેરણનો ફેર છે એમ કહી પહેરણ ઊંચું કરી દેખાડ્યું. તે વખતે અંઘારું હતું છતાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે જાઓ, હવે પાંચ જ મિનિટની વાર છે. મગનલાલ વકીલને અમારા માટે ટીકિટ લઈ ગાડીએ બેસાડવાની પહેલાં આજ્ઞા કરી હતી. જેથી અમો સ્ટેશને ગયા ત્યારે ટીકિટ લીઘેલી હતી. તે લઈ ગાડીમાં પગ મૂક્યો કે ગાડી ઉપડી. પરમકૃપાળુદેવ પ્રત્યે વિશેષ દૃઢ પ્રતીતિ થઈ. પછી ફરીથી સમાગમનો લાભ મળ્યો નથી. એજ, ઉપર પ્રમાણે સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે. શ્રી જ્ઞાનવિમળસૂરિ જે આત્મામાં છે તે જ મહામુનિ છે' સંવત્ ૧૯૪૯માં ખંભાત સ્થિરતા દરમ્યાન અત્રેના જૈનોમાં અગ્રગણ્ય શેઠશ્રી પોપટચંદ અમરચંદભાઈની વિનંતીથી પરમકૃપાળુ શ્રી જૈનશાળાએ પઘાર્યા હતા. ત્યાં શ્રી જ્ઞાનવિમળસૂરિ પોતાના શિષ્યગણ સહિત બિરાજતા હતા. તેઓશ્રી સાથે શ્રીમજીનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તે વખતે આચાર્યશ્રીના કોઈ શિષ્ય શ્રીમદ્જીને પૂછ્યું કે “આપ કયા ગચ્છમાં છો?” ત્યારે શ્રીમદ્જીએ જણાવ્યું કે, “અમે આત્મામાં છીએ.” આ ઉત્તરથી શ્રી જ્ઞાનવિમળસૂરિ ઘણા પ્રભાવિત થયા હતા અને જણાવ્યું કે “જે આત્મામાં છે તે જ મહામુનિ છે.” શ્રી મુનદાસ પ્રભુદાસ સુણાવ શ્રી સદ્ગુરુ શરણાય નમઃ મોક્ષને યોગ્ય પુરુષાર્થ કરે તો આજે પણ મોક્ષ થાય સંવત્ ૧૯૫૪માં આણંદમાં પરમકૃપાળુદેવની સેવામાં દર્શનનો લાભ અમને બીજે દિવસે બપોરના બાર ઉપર અઢી ત્રણની અંદર મળ્યાથી પરમ આનંદ થયો હતો. પરમકૃપાળુદેવની મહા વૈરાગ્યદશા જોઈ ચકિત થઈ ગયો હતો. તે વખતમાં સંદેશરવાળા જીજીભાઈએ પ્રશ્ન કર્યો કે હાલ મોક્ષ છે કે નથી? તેનું કૃપાળુદેવે યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું. હાલ મોક્ષ છે. ગમે ત્યારે કર્મથી અબંધ થાય તે પણ મોક્ષ કહેવાય. તથા કર્મથી સર્વથા મૂકાવું, તે મોક્ષ નિર્વાણ કહેવાય. પણ આજના પંચમ આરામાં પુરુષોનો બોઘ સાંભળવો મહા દુર્લભ છે, આજના કળિયુગની મહિમાથી તથા અલ્પ આયુષ્યથી અને પુરુષાર્થ શક્તિ નહીં હોવાને લીધે હાલ સર્વથા મોક્ષ નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૩૮ આત્માની કર્મરહિત દશા એ જ ઈશ્વરનું રૂપ બીજો પ્રશ્ન સંદેશરના જીજીભાઈએ એવો પૂછ્યું કે મહારાજ, ઈશ્વરનું રૂપ કેવું? તથા કોને કહેવાય? કૃપાળુદેવે અત્યંત વિવરો (વિવરણ) કરીને દર્શાવ્યું. આઠ કર્મના ઉદયભાવે જીવ વર્તમાનમાં વર્તે છે, માટે એટલો નિશ્ચય કરવો કે જીવનો શિવ બને છે. જેમ પાષાણમાંથી શુદ્ધ સોનું નીકળે તેમ કર્મરહિત દશા તે ઈશ્વરનું રૂપ છે. હું પામર હૃદયમાં શું ઘારી શકું? વરસાદની ઘારાની પેઠે, દરેક પ્રશ્નનું સ્વરૂપ સ્થૂલવૃષ્ટિએ દર્શાય તેમ કહેતા હતા. આશરે કલાક દોઢ કલાક સુધી બોઘ ચાલ્યો હતો. જ્ઞાનીપુરુષના બોઘ ઉપર વિષમભાવ તે અનંતાનુબંધી કષાય ત્યારપછી ત્રીજો પ્રશ્ન સુણાવવાળા ઉમેદભાઈએ એવો પૂછ્યું કે હે કૃપાળુદેવ! અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ શું હશે? તે દર્શાવો. કૃપાળુદેવે કહ્યું કે જ્યાં જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગ દર્શાવતા હોય ત્યાં કુલાગ્રહી, મતાગ્રહી જીવોને, દર્શન મોહનીય કર્મના ઉદયથી મતાગ્રહી એવા કુગુરુઓનો દર્શાવેલો બોઘ તેમના હૃદયમાં ઘર કરેલો હોવાથી જ્ઞાનીપુરુષના સન્માર્ગપ્રેરક બોઘ ઉપર વિષમભાવ થાય અને જે કષાયરૂપે આત્મા વર્તે તે કષાયનું નામ અનંતાનુબંધી કષાય કહેવાય. આવી રીતે ઘણું સ્વરૂપ દર્શાવ્યું હતું. કૃપાળુદેવની પાસે ‘ઉત્તરાધ્યયન સૂત્ર' હતું. તથા બીજા એક પુસ્તકનું અવલોકન કરતા હતા. તેમાંથી એક મુનિ પાસે વિઘાઘરે આવી પોતાને પ્રગટેલા વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું અને યથાર્થ મોહનો ક્ષય કેમ થાય તેનો હે મુનિ! બોઘ કરો એમ પૂછેલ તે વિષે અમને વાંચી સંભળાવ્યું હતું. જ્ઞાનીપુરુષની ક્રિયા અંતરંગ પ્રેમભાવથી નહીં માટે અબંઘ બીજે દિવસે સવારે કૃપાળુનાથે એવો પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાની પુરુષો આહાર કરે છે, લૂગડાં પહેરે છે, સૂવે છે આદિ ક્રિયાથી કર્મના બંઘ લાગે કે નહીં? કેમકે રાગ વિના વસ્તુ પકડાય નહીં, ને રાગ હોય ત્યાં કર્મબંઘ સંભવે જ. પછી ઉત્તર આપ્યો કે પૂર્વના ઉદયભાવે આહારાદિ ક્રિયા કરે છે, અંતરંગ પ્રેમભાવથી નહીં. પછી કૃપાળુદેવે એનું વિશેષ કારણ દર્શાવ્યું કે જેમ ગાડીનો ડબ્બો ચાલતી ગાડીના વેગથી, આંકડો કાઢી નાખીએ તો જેમ પા માઈલ સુધી તે બળથી જાય છે. પછી એની મેળે ઊભો રહે છે, તેમ જ્ઞાની પુરુષોની ક્રિયા પૂર્વ કર્મના જોરે કરી ખાવું (આહાર) વગેરે જે થાય છે, તે અબંઘ છે. જીવનો મોટામાં મોટો શત્રુ પ્રમાદ છે. પછી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું બત્રીસમું પ્રમાદ અધ્યયનનું યથાર્થ સ્વરૂપ વાંચી દર્શાવ્યું હતું. કૃપાળુદેવે કહ્યું તમારે આનંદઘન ચોવીશી મુખપાઠ કરી વિચારવી. તથા પ્રકરણ રત્નાકર બીજા ભાગમાં છપાયેલો શાંતસુધારસ' ગ્રંથ વિચારવો. “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ મુનિ પાસે સાંભળવો. હું પામર શું લખી શકું? બીજો ઉપદેશ ઘણો ચાલ્યો હતો. કારખાના વગેરેનો જીવતા ત્યાગ ન કરે તો મર્યા પછી પણ પાપ લાગે ત્યાં ઉપદેશ વખતે પરમકૃપાળુદેવે પ્રશ્ન મૂક્યો કે “એક માણસે હિંસા થાય તેવું કારખાનું બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી કારખાનું બનાવ્યું.” બીજે દિવસે સવારે કારખાનું શરૂ કરવાનું હતું. પણ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શ્રીમદ્ અને કાવિઠાના સંસ્મરણો રાત્રે જ તે માણસ ઓચિંતો ખૂબ માંદો પડ્યો. તેને લાગ્યું કે “મારી જીંદગી જીવલેણ છે' તેથી પેલું ઘાતકી કારખાનું બંઘ કરવાનો રાત્રે વિચાર નક્કી કરી લીઘો. આ પાપ ) ઉત્પાદક કારખાનું મારે જોઈએ નહીં. એમ વિચારી તે માણસ રાત્રે મરી ગયો. પરમકૃપાળુદેવે કહ્યું–મુનદાસ! આ હિંસક કારખાનું તો ચાલુ રહ્યું, તો પેલા માણસને આ કારખાનાનું પાપ લાગશે કે કેમ? મેં કહ્યું–સાહેબજી મને આ બાબતમાં કંઈ સમજણ ન પડે.” ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે “કારખાનું ચાલે તોય મરનાર માણસને પાપ લાગે નહીં. કારણ કે તેણે તેમાંથી વિરતિ કરી લીધી. પચ્ચખાણ થઈ ગયું. વિરતી કર્યા વિના મરી જાય તો આ કારખાનું જ્યાં સુધી ચાલે અને પાપ થાય ત્યાં સુધી આ મરનાર જ્યાં જ્યાં અવતાર ઘરે ત્યાં ત્યાં પાપનો બંઘ થાય. પણ આણે તો વિરતિ કરી એટલે પાછળના જે માણસો કારખાનું ચલાવે તેને પાપ લાગે, મરનારને ન લાગે. કૃપાળુદેવ સાથે મુનદાસને પણ દીક્ષા લેવાના ભાવ એકવાર શ્રી કાવિઠામાં મુનદાસને કૃપાળુદેવે પૂછેલું કે “અમે સંન્યાસી થઈએ તો અમને વાંદવા આવો કે? ત્યારે મુનદાસે તુરત કહ્યું કે અમે તો આપની સાથે જ હોઈએ ને. અમને એવો ભાવ છે કે મહિનામાં પાંચ દિવસ દર્શન થાય તો સારું.” આ પ્રસંગ પરથી લાગે છે કે કૃપાળુદેવ દીક્ષા લે તો તેઓશ્રી સાથે મુનદાસને પણ દીક્ષા લેવાના ભાવ હતા. અહો રાજચંદ્ર દેવ....” કાવ્યના રથનાર ભક્ત મુનદાસે “અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ ૩૭ લીટીનું ભક્તિપૂર્ણ કાવ્ય રચીને પરમકૃપાળુદેવને ચરણે ઘર્યું. પરમકૃપાળુદેવે આ કાવ્ય જોયું અને તેને મંજુરીની મહોર મારી અને છપાવવાની આજ્ઞા પણ આપી. કાવિઠાના સંસ્મરણો કૃપાળુ દેવનો પ્રત્યક્ષ સમાગમ થયો ત્યારે ખાત્રી થઈ એક બાપુ ભગત કરીને ભાલ પ્રદેશમાં આવેલ ચલોડા ગામના કોઈ ભગત હતા. તેમના સમાગમથી ભાદરણ ગામના ઘોરીભાઈ બાપુજી તથા કાવિઠાના શેઠ ઝવેરચંદ ભગવાનદાસ તથા રતનચંદ લાઘાજી તથા સંદેશરના પટેલ જીજીભાઈ કુબેરદાસ વિગેરે મુમુક્ષુઓ ભક્તિમાં રંગાયેલા પણ મૂળ તે હુકમ મુનિની આસ્થાવાળા હતા. અને તે હુકમ મુનિ ઘણે ભાગે સુરત રહેતા. તેમના દર્શન કરવા આ લોકો સુરત પણ જતા. પછી શેઠ ઝવેરચંદના જમાઈ તથા તેમની દીકરી મણિબહેન મુંબઈથી કૃપાળુદેવનો સમાગમ કરીને શેઠને મળવા કાવિઠે આવ્યા ત્યારે તેમણે કૃપાળુદેવ સંબંધીની બધી વાત કરી કે આ કાળમાં કેવળી જેવા પુરુષ મુંબઈમાં એક નાની ઉંમરના છે. તે વાત સાંભળી શેઠ તથા ઘોરી ભગતને ઘણું આશ્ચર્ય લાગ્યું કે આ કાળમાં આવું તે વળી હોય? પણ જ્યારે સંવત્ ૧૯૫રમાં કૃપાળુદેવનો પ્રત્યક્ષ સમાગમ કાવિઠામાં તેમને થયો ત્યારે સારું લાગ્યું. પરમકૃપાળુદેવ કાવિઠામાં પધારી જીવોનું કરેલ કલ્યાણ આ સમાગમનું મૂળ કારણ ઝવેરચંદ ભગવાનદાસના દીકરી મણિબહેન તથા તેમના જમાઈ હતા. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૪૦ તેમણે કૃપાળુદેવને કહ્યું કે ચરોતરમાં ઘણા લોકો ઘર્મ પામે તેવા છે. તેથી નિવૃત્તિ અર્થે સંવત્ ૧૯૫૨ની સાલમાં પરમકૃપાળુદેવ કાવિઠે પધાર્યા હતા. તે વખતે કાવિઠામાં નીચે દર્શાવેલ જગ્યાઓ ઉપર તેઓશ્રી અવારનવાર બિરાજતા. વીજળીને વડે દિવસે કૃપાળુદેવ બેસતા, ત્યાં બીજા ગામના લોકો પણ બોઘ સાંભળવા જતા. બળાનપીર અને ઘોડાકોઠી આગળ પણ કૃપાળુદેવ બેસતા. દિવસે માળીકૂવે, જીવાભાઈ કાળીદાસના ખેતરમાં ચરા આગળ આંબા નીચે બેસતા. ચરામાં ભઈડવા ખેતર આગળ કૂવાની રેતીના ઢગલા ઉપર બેસતા. જીવાભાઈ ખોજાભાઈના ખેતર આગળ બેસતા. મનોરદા બાવાના લીંડીકુઈના ક્યારડા આગળ આંબા પાસે બેસતા. બ્રાહ્મણના ચાંલયા ખેતર આગળ આંબા નીચે બેસતા. બારેયાએ છત્રી ઘરી તેના બદલામાં તેનું કરેલ કલ્યાણ ચિત્ર નંબર ૧ સં.૧૯૫૪ના ભાદરવા મહિનામાં કૃપાળુદેવ વાંજીઆના નાકે ધ્યાનમાં બેઠા હતા, તે વખતે વાલો નામે એક બારૈયો ખેતરમાં જતો હતો. તેણે તે પુરુષને દેખીને તેમના માથા ઉપર છત્રી ઘરી. તેનું કારણ તે વખતે વરસાદના છાંટા પડતા હતા. તે જોઈ સ્વાભાવિક તેને પ્રેમ ઊપજવાથી છત્રી ઘરી હતી. કૃપાળુદેવે તે બારૈયાને પૂછ્યું: તમે કેમ અમારી ઉપર છત્રી ઘરી? બારૈયો બોલ્યોઃ તમે તો અમારા શેઠના મહેમાન કહેવાઓ. મારે શેઠની જોડે લેણ-દેણનો સંબંઘ છે, એટલે તે શેઠના મહેમાન તે અમારા પણ મહેમાન કહેવાઓ. એટલે મેં સ્વાભાવિક છત્રી ઘરી છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું તમોએ અમારી ઉપર પ્રેમ લાવીને છત્રી ઘરી તેથી અમો પણ તમોને કંઈ કહીએ છીએ, તે તમો જિંદગી સુધી પાળશો તો ઘણો લાભ થશે. બારૈયો બોલ્યો : બાપજી, તમો કહો. હું જિંદગી સુઘી પાળીશ. ત્યારે કૃપાળુદેવ બોલ્યા: તમો કોઈ જીવની હિંસા કરશો નહીં. જાણી જોઈને સાપ, વીંછી, જૂ, માંકણ, કીડી આદિ કોઈ જીવને મારશો નહીં તો તમો સુખી થશો. તે બારૈયો બોલ્યો : બાપજી, હું કોઈ જીવને જાણી જોઈને હવે નહીં મારું અને મારા છોકરાને પણ હું કહેતો જઈશ જેથી તે પણ નહીં મારે. તે બારૈયાએ આખી જિંદગી આ વ્રત પાળ્યું અને પોતાના છોકરાને પણ આ વાત કહી. આના ફળમાં તેઓ સુખી થયા અને પોતે શેઠના દેવામાંથી મુક્ત થઈ ગયો અને વળી ઊલટા શેઠને ત્યાં રૂ.૨૦૦૦/- તે બારૈયાના જમા રહ્યા. એવો મહિમા અહિંસા ઘર્મનો છે. તે બારૈયો આખી જિંદગી સુધી કૃપાળુદેવના ગુણ ગાતો અને બીજાઓને પણ કહેતો કે શેઠના મહેમાનના કહેવાથી હું ઘણો સુખી થયો છું. કૃપાળુ દેવની કૃપાએ આચરણ સુઘરવાથી ચોરોમાંથી નામ રદ તે બારૈયાનું નામ સરકારના ચોપડામાં ચોરોમાં દાખલ કર્યું હતું. તેથી તેને દરરોજ સાંજે ચોરામાં હાજરી આપવા દોઢ ગાઉ ખેતરમાંથી આવવું પડતું હતું. પણ તેની હવે સારી ચાલ ચલગતથી ગામના પાંચ આગેવાનોએ જઈને તેનું નામ હાજરીમાંથી કમી કરાવ્યું હતું. તે પ્રભાવને લીધે તે કૃપાળુદેવના બહુ જ ગુણગ્રામ કરતો હતો. શ્રીમદ્જી ખુલ્લા ડીલે ધ્યાનમાં અને મચ્છરો તેમના ડીલ ઉપર ચિત્ર નંબર ૨ ઝવેરશેઠે કૃપાળુદેવની તહેનાત માટે એક માણસ રાખેલ હતો. જે કૃપાળુદેવ મેડી ઉપર ઊતરેલા તે મેડીની નીચે ઓટલી ઉપર સૂઈ રહેતો. ક્યારેક તે રાત્રિમાં જોતો તો શ્રીમદ્જી મેડી પર હોય નહીં એટલે Page #290 -------------------------------------------------------------------------- ________________ (૧) બારૈયાએ છત્રી ઘરી બદલામાં કરેલ કલ્યાણ (૩) પટેલ નીચે બેસો, જીવો દબાય છે (૫) બહેન દેહ જીતી પણ શીલ સાચવજે (૨) શ્રીમદ્ઘ ખુલ્લા ડિલે ઘ્યાનમાં, ડીલે મચ્છર (૪) કૃપાળુદેવનો બાબર દેવાને ઉપદેશ Page #291 --------------------------------------------------------------------------  Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શ્રીમદ્ અને કાવિઠાના સંસ્મરણો ઝવેરશેઠને જાણ કરે અને ઝવેરશેઠ બે ત્રણ જણને લઈ મોડી રાતના ફાનસ લઈને શોઘવા નીકળે તો શ્રીમજી ખુલ્લા ડીલે ગામોટના વડનીચે કે મહુડીના સ્થાને ખુલ્લામાં અથવા મિથુજીના કુવાના થાળા ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હોય, અને મોટા ડાંસ મચ્છર અનેક સંખ્યામાં તેઓના ડીલ પર બેઠા હોય. ચિત્ર નંબર ૩ પટેલ જરા નીચે બેસો, જીવો દબાય છે - એક વખત કૃપાળુદેવ પટેલ છગનભાઈ જેસંગભાઈના ઘર આગળ થઈને ઝવેરશેઠને ત્યાં જતા હતા. રસ્તા આગળ તે પટેલનું ઘર હતું. તે ઘરની ઓશરીમાં ચારનો લીલો ભારો નાખેલો હતો, તેની ઉપર બેસીને તે પટેલ હુક્કો પીતા હતા. કૃપાળુદેવે તેને કહ્યું કે પટેલ, જરા નીચે બેસો. ચારના ભારામાં ઘણા નાના જીવ દબાઈ જાય છે. તે જીવોને પણ આપણી જેમ દુઃખ થાય છે. તે આપણા ધ્યાનમાં આવતું નથી. તેથી આપણે પણ પરભવમાં દુઃખી થઈએ છીએ. તે સાંભળતા તુરત જ તે પટેલ નીચે બેઠા હતા. એમ કૃપાળુદેવ ઝીણા જીવોની પણ કેટલી સૂક્ષ્મ દયા ખાતા હતા! ચિત્ર નંબર ૪ કૃપાળુદેવનો ઉપદેશ બાબ૨દેવાને સોંસરો ઊતરી ગયો એક વખત પરમકૃપાળુદેવ ઘરણીયાના વડ નીચે જિજ્ઞાસુઓ સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા. બાબરેદેવા બહારવટીઓ ત્યાંથી પસાર થતો હતો. બઘા ડરવા લાગ્યા, કૃપાળુદેવે બઘાને ન ડરવા જણાવ્યું. બાબરેદેવાને . બોલાવી સામે બેસવા જણાવ્યું. બાબરદેવો કૃપાળુદેવને પગે લાગીને કોઈ ઉપદેશ આપવા વિનંતી કરવા લાગ્યો. કૃપાળુદેવે ક્લયું કે મા, બહેન અને દીકરીની સંભાળ રાખજે અને કોઈને લૂંટીશ નહીં કે ચોરી કરીશ નહીં. બાબરદેવાએ વાત માન્ય રાખી અને ત્યાર પછી આખી જિંદગી લોકોની સેવામાં ગાળી. ચિત્ર નંબર ૫ બહેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે ઝવેરશેઠની દીકરી મણિબેન કે જેઓને પરમકૃપાળુદેવે સમકિતી હોવાની છાપ આપી હતી. મણિબેનને સસુરપક્ષે સંકટ આવેલ જેથી મુંઝાઈને તેઓ કાવિઠા રહેતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુદેવ પાસે તેમણે જવા ઘાર્યું. તેટલામાં પરમકૃપાળુદેવે જ મણિબેનને મળવા બોલાવ્યા અને મણિબેનના અંતરની વ્યથા જાણતા હોય તેમ સામેથી મણિબેનને આશ્વાસન સાથે જણાવ્યું કે બહેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે. શીલ રાખતાં દેહ જાય તો દોષ નથી. ઘર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ઘર્મ.” આ રીતે મણિબેનને ભવથી તાર્યા. મણિબેનની કૃપાળુદેવ પ્રત્યેની અંતરની આસ્થા પ્રાણ ત્યાગ થતા સુધી અચળ રહી હતી. અને છેવટની ઘડીએ પણ સ્મરણ પરમકૃપાળુદેવનું જ કરતા દેહત્યાગ કર્યો હતો. દિવસમાં ત્રણવાર ઉપદેશ શ્રીમદ્જી દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા. તેમજ કેટલોક સમય એકાંતમાં જંગલમાં પણ જતા હતા. ક્યારેક ચાલતી વખતે તેઓશ્રી આગમોના કેટલાંક શ્લોકો સ્વમુખે મનમાં બોલતા બોલતા એક સરખું નીચે ધ્યાન રાખી ચાલતા અને એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે અગર તલાવડીના કાંઠા ઉપર ધ્યાનમાં બેસતા. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો કૃપાળુદેવના માર્મિક વચનથી હુક્કાનો ત્યાગ સં.૧૯૫૪માં જ કાવિઠામાં એક વખત પરમકૃપાળુદેવ ઝવેરશેઠના મકાનની સીડી ઊતરીને નીચે આવતા હતા, ત્યારે ઝવેરશેઠ હુક્કો ભરતા હતા. પરમકૃપાળુદેવે પૂછ્યું, ‘આ તમને કડાકૂટ નથી લાગતી.' સહજ ટકોરરૂપ આજ્ઞાને ઝવેરશેઠે ઝડપી લીઘી અને તે ઘડીથી જ તમાકુનું વ્યસન હતું તેનો તુરત જ ત્યાગ કર્યો. બે લાખના પરિગ્રહ પરિમાણની આજ્ઞા એક વખત પરમકૃપાળુદેવે શેઠને જણાવ્યું કે “પૈસો ગમે ત્યારે આવશે; નામનો મોહ રાખવો નહીં.’’ આમ કરી બે લાખના પરિગ્રહ પરિમાણની આજ્ઞા કરી. જે શેઠશ્રીએ પાળેલી અને લક્ષ્મીનો વઘુ ઉપયોગ લોકોને મદદ કરવામાં, લોકોની સેવા કરવામાં કર્યો. તથા આજુબાજુના દૂર સુધીના ગામોમાં પણ તેઓની આબરૂ એક નિષ્ઠાવાન નગરશેઠ તરીકેની પ્રસરી હતી અને બધા તેમને દાજી તરીકે બોલાવતા હતા. પરમકૃપાળુદેવની હાજરીમાં બનેલ બે પ્રતિમાજી પરમકૃપાળુદેવનો અપૂર્વ બોઘ વખતોવખત સાંભળ્યા પછી તો તેઓને પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ હતી. અને તેથી જ સૌ પ્રથમ તેઓએ પરમકૃપાળુદેવના આરસના બે પ્રતિમાજી ૧૦૮ વર્ષ પહેલા ભરાવેલા હતા. જે પરમકૃપાળુદેવે પણ જોયા હતા. હાલ એક પ્રતિમાજી શેઠના ઘરમાં બિરાજમાન છે અને એક બીજા પ્રતિમાજી ઘંટીયા પહાડ, શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન, ઈડરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. શેઠશ્રીએ પોતાના ઘરની અંદર મેડીની ભીંતો ઉપર વચનામૃતના વચનો લખાવરાવ્યા હતા. જે આજે પણ વિદ્યમાન છે. શ્રી કસ્તુરચંદ મણિલાલ શાહ (તેમણે લખાવેલ કાવિઠાનો પરિચય) સંવત્ ૧૯૫૨ના શ્રાવણ વદ-૧ના રોજ પ્રથમ વખત પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કાવિઠા ગામે પધારેલા અને દશ દિવસની સ્થિરતા કરી હતી. શ્રીમદ્ભુએ કાવિઠા જવાની હા પાડી શ્રીમદ્ભુને મુંબઈથી કોઈ એકાંત સ્થળે આત્મહિતના અર્થે પેટલાદની આજુબાજુના નાના ગામમાં એકાંતવાસમાં થોડો વખત સ્થિરતા કરવા માટેનો વિચાર હતો. તે સંબંધી ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈને પત્રથી લખી જણાવેલ કે પોતે અમુક સમયે પેટલાદ સ્ટેશને ઊતરવાના છે. પૂ.અંબાલાલભાઈ સમયસર ખંભાતથી પેટલાદ સ્ટેશને આવી ગયા હતા. શ્રીમદ્ભુએ પેટલાદ ઊતર્યા પછી પૂ.અંબાલાલભાઈને પૂછ્યું કે ક્યાં જઈ સ્થિરતા કરવાનો વિચાર રાખ્યો છે? એટલે તેમણે કાવિઠા, ધર્મજ તથા બોચાસણ ત્રણ ગામોના નામ શ્રીમદ્ભુને જણાવ્યા અને કહ્યું કે ધર્મજ તથા બોચાસણમાં ઘર્મશાળામાં રહેવાની સગવડતા કરેલી છે અને કાવિઠામાં એક સગૃહસ્થને ત્યાં સગવડ થયેલ છે; ત્યારે કાવિઠાની હા પાડી. એટલે પૂ.શ્રી અંબાલાલભાઈ કાવિઠા જવા માટે વાહનનો બંદોબસ્ત કરી આવ્યા. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ શ્રીમદ્ અને કસ્તુરચંદ મહેમાનો આવ્યા જાણી ઘણો આનંદ થયો. કાવિઠા સમાજમાં તથા આજુબાજુના પ્રદેશમાં ઘણા નામાંકિત અને ખ્યાતિવાળા ઘર્માનુરાગી શ્રીમંત શેઠશ્રી ઝવેરચંદભાઈ ભગવાનદાસ રહેતા હતા. ત્યાં સાંજના ચારેક વાગ્યાના સુમારે શ્રીમદ્જી વગેરેએ આવી મુકામ કર્યો. મહેમાનો આવ્યા છે જાણી કુટુંબના સંસ્કારીપણા મુજબ સાંજના જમવા વગેરેની વ્યવસ્થા સમયસર થઈ ગઈ. તે દિવસે શેઠ શ્રી ઝવેરચંદભાઈ તથા શેઠશ્રી રતનચંદભાઈ કામકાજના અંગે નજીકમાં બે માઈલ ઉપર આવેલ બોરસદ શહેરમાં ગયા હતા. સાંજના ઘરે આવી જાણ્યું કે મહેમાનો આવ્યા છે તે જાણી તેમને ઘણો જ આનંદ થયો હતો. તે વખતે શ્રીમદ્જી તથા અંબાલાલભાઈ જમવા બેસવાની તૈયારીમાં હતા. તે વખતે બધા ભેગા મળ્યા હતા. વવાણિયામાં કવિરાજ મહાત્મા અદ્ભુત જ્ઞાન ઘરાવે છે શ્રી ઝવેરચંદશેઠને તમાકુનો વેપાર હતો. જેથી તેમને ત્યાં મોરબી તથા વવાણિયાની આજુબાજુના કેટલાક વેપારીઓ તમાકુની ખરીદી કરવા માટે આવતા હતા. તે વેપારીઓના કહેવાથી ઝવેરચંદ શેઠને સાઘારણ ખ્યાલ હતો કે વવાણિયાના કવિરાજ કરીને કોઈ મોટા મહાત્મા છે અને નાની ઉંમરમાં ઘણું જ અદ્ભુત જ્ઞાન ધરાવે છે. આ હકીક્ત જાણેલી અને હવે પૂ.અંબાલાલભાઈએ ઝવેરચંદશેઠને આ વવાણિયાના મહાત્મા કવિરાજ શ્રીમદ્ રાજચંદ્ર પઘાર્યા છે તે હકીકત જણાવી. જેથી શેઠને ઘણો જ આનંદ થયો અને તેમના ઉતારા માટે પોતાના રહેવાના મકાનથી થોડે દૂર પોતાનું જ એક ડેલું હતું તે ડેલાના મેડા ઉપર શ્રીમદ્જીનો મુકામ કરાવ્યો. શ્રીમદ્જીએ કાવિઠા આવી આજ્ઞા કરી કે આ મહેમાનો માગ્યા આપવાના નહીં એટલે કે બીજા કોઈ સાઘર્મિક ભાઈને ત્યાં જમવા જવાનું આમંત્રણ સ્વીકારવું નહીં. શ્રીમદ્જીની રસોઈ પૂ. અંબાલાલભાઈ બનાવતા શ્રીમજીની રસોઈ પૂ.અંબાલાલભાઈ પોતે બનાવતા હતા. પરંતુ શેઠના ઘણા આગ્રહથી એક દિવસ પછી શેઠના રસોડે જમવાનું રાખ્યું હતું. જમવામાં ખાસ કરીને દાળ ભાત, રોટલી તથા ગમે તે એક કઠોળની લોચા દાળ વાપરતા હતા. સવારે અગિયાર વાગે અને સાંજે પાંચ વાગે ભોજન લેતા હતા. શ્રીમજી ત્રણવાર ઉપદેશ આપતા શ્રીમદ્જી સવારના, બપોરના તથા રાત્રિના સમયે ઉપદેશ આપતા હતા. અને સાંજના પાંચ વાગ્યા પછી બહાર જંગલમાં એકાંતમાં ધ્યાનમાં બેસવા જતા હતા અને રાતના પાછા ફરતા હતા. પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એવી પ્રતીતિ થઈ શ્રી ઝવેરચંદ શેઠ તથા શ્રી રતનચંદ શેઠના એક ખાસ સાઘર્મિક ભાઈ ભાદરણ ગામના વતની શ્રી ઘોરીભાઈ કરીને એક પટેલ હતા. તેમની સાથે અન્યોન્ય ઘાર્મિક સંબંઘ ઘણો વઘારે હતો. જેથી શ્રીમદ્જીનો સમાગમ કરવા માટે માણસ મોકલી તેમને કાવિઠા બોલાવી લીઘા હતા. તેઓ સાંજના આવ્યા ત્યારે ઝવેરચંદ શેઠે જણાવ્યું કે કોઈ કેવળી જેવા વચનવાળા મહાત્મા અત્રે પઘારેલા છે. ઘોરીભાઈ કહેઃ હું જોયા પછી કહીશ. ઘોરીભાઈને ગામોટ તળાવ પાસે વડ તળે, પરમકૃપાળુદેવે બોઘ આપ્યો હતો. ત્યાં અનેક પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત થયા હતા. તેથી ઘોરીભાઈના મનને સંપૂર્ણ સંતોષ થયો અને પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એવી પ્રતીતિ થઈ હતી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદ્જીને પોતાના ઇષ્ટ ગુરુદેવ માન્યા ઘોરીભાઈ સ્થાનકવાસી સંપ્રદાયને અનુસરતી ઘણી ચુસ્ત ક્રિયાઓ પાળતા હતા. તેમજ કાંઈક અભ્યાસી પણ હતા. તેમને શ્રીમદ્જીના અદ્ભુત બોઘથી સાચો માર્ગ સમજાયો કે પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞા સિવાય એકલી ક્રિયાઓ કરવાથી મોક્ષનો માર્ગ નહીં મળે. જેથી પોતાની મતિ કલ્પનાએ જે ક્રિયાઓ કરતા હતા તે છોડી દઈ શ્રીમદ્જીને પોતાના ઇષ્ટ ગુરુદેવ માનવા લાગ્યા અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે પોતે ઘણી વૈરાગ્ય ભાવનાવાળા હતા. જેથી તેમને શ્રીમદ્જીથી ઘણો ઉત્તમ લાભ થયો હતો. આ તો સાક્ષાત્ પરમાત્મા જ છે. શ્રીમદ્જીનો સમાગમ કરવા માટે પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ વગેરે ઘણા મુમુક્ષુઓ કાવિઠા આવ્યા હતા. કાવિઠાના પણ ઘણા ભાઈઓને તેમની અદ્ભુત ચમત્કારિક વાણી તથા ઉપદેશ સાંભળવાથી સચોટ શ્રદ્ધા થઈ હતી કે આ તો સાક્ષાત્ પરમાત્મા જ છે. આ રીતે દસ દિવસ રોકાઈને પોતે ત્યાંથી વિદાય થઈ ઝવેરચંદ શેઠના સિગરામમાં વિરસદ થઈ રાળજ પઘાર્યા. શેઠ ઝવેરચંદ તથા રતનચંદ શેઠ બન્ને રાળજ સાથે મૂકવા ગયા હતા. સં.૧૯૫૪ની સાલમાં શ્રાવણ માસમાં ફરી શ્રીમદ્જી મુંબઈથી કાવિઠા પધાર્યા ત્યારે અગાસ સ્ટેશને ઊતર્યા હતા. આગળથી પૂ.અંબાલાલભાઈને જણાવેલું જેથી તેઓ પણ અગાસ સ્ટેશને આવી ગયેલા. પણ શ્રીમદ્જી કાવિઠા આવવાના છે તે સમાચાર ઝવેરચંદ શેઠને મળેલા નહીં. અગાસ સ્ટેશને ઊતરી ત્યાંના સ્ટેશન માસ્તરને વાત કરી કે અમારે કાવિઠા ઝવેરચંદ શેઠને ત્યાં જવું છે તે જાણી સ્ટેશન માસ્તરે તેમને વેઈટીંગ રૂમમાં રોકાવાની સગવડતા કરી આપી અને કાવિઠા પણ પત્ર લખી માણસને મોકલ્યો. જેથી ઝવેરચંદ શેઠ પોતે વાહન લઈ અગાસ સ્ટેશને આવ્યા હતા. અગાસ આશ્રમની ભૂમિ ઉપર શ્રીમદ્જીના પગલાં કાવિઠાથી વાહન લઈ અગાસ સ્ટેશન આવે તેમાં બે થી અઢી કલાક જેટલો સમય તેઓશ્રીને અગાસ સ્ટેશન ઉપર વેઈટીંગ રૂમમાં રોકાવું પડેલું. તે દરમ્યાન શ્રીમદ્જી અગાસ સ્ટેશનની ઉત્તર દિશા તરફ થોડો સમય ફરવા ગયેલા કે જે સ્થળે અત્યારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બંઘાયેલ છે. થોડો સમય આજુબાજા ફરી પાછા વેઈટીંગ રૂમમાં આવી ગયા હતા અને ત્યાર પછી થોડા સમયે કાવિઠાથી વાહન લઈ ઝવેરચંદ શેઠ તેડવા આવ્યા તે વાહનમાં બેસી કાવિઠા પધાર્યા હતા. આ વખતે કાવિઠા ગામના મહાપુણ્યોદયે શ્રીમદ્જીએ એક મહિનો ને દશ દિવસ સ્થિરતા કરી અને જે મેડા ઉપર (ડેલામાં) પહેલી વખત પઘારેલા ત્યારે મુકામ કરેલો તે જ જગ્યાએ મુકામ રાખ્યો હતો. કાવિઠામાં બહારથી અનેક મુમુક્ષુઓનું આગમન શ્રીમદ્જીના સમાગમ માટે બહારના પણ ઘણા મુમુક્ષુઓ પૂ.ઘારશીભાઈ વગેરે કાવિઠા પઘારેલા. આ વખતે અમદાવાદના પૂ.ભાઈશ્રી પોપટલાલ પણ શ્રીમદ્જીના સમાગમ માટે પઘારેલા. તેમને શ્રીમદ્જીના પહેલી જ વખત દર્શન અહીં થયા હતા. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ શ્રીમદ્ અને કસ્તુરચંદ શ્રીમદ્જીની અભુત વૈરાગ્યદશા જોઈ તે આત્મજ્ઞાની મહાત્મા છે એમ તેમના અંતરમાં થયું હતું. શ્રીમદ્જી દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. તેમજ કેટલોક સમય બહાર એકાંતમાં જંગલમાં પણ જતા હતા. ચાલતી વખતે તેઓશ્રી આગમોના કેટલાંક શ્લોકો સ્વમુખે મનમાં બોલતા બોલતા એક સરખું નીચું ધ્યાન રાખી ચાલતા હતા. એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે અગર તલાવડીના કાંઠા ઉપર ધ્યાનમાં બેસતા હતા. ડાંસ મચ્છરનો ઉપદ્રવ છતાં શ્રીમદ્જી ધ્યાનમાં બિરાજ્યા એક વખત કાવિઠાથી એકાદ માઈલ દૂર એક નાની તલાવડી હતી. ત્યાં ચોમાસાના કારણે લીલોતરી ઘાસને લીધે ઘણા જ મચ્છર (ડાંસ) હતા ને આપણા જેવા તો તે જગ્યાએ પાંચ મિનિટ પણ બેસી શકે નહીં તેવી જગ્યાએ શ્રીમદ્જી બઘા કપડાં ઉતારી અડઘાથી પોણા કલાક સુધી ધ્યાનમાં બેઠા હતા. મહાત્મા તમારે હજુ મોક્ષે જવાની વાર છે એક વખત ગામથી થોડે દૂર ગામોટ નામનું તળાવ છે. ત્યાં સાંજના સમયે ચાર-પાંચ મુમુક્ષુઓની સાથે વડના ઝાડ નીચે બેસી જ્ઞાનચર્ચા કરતા હતા. તે વખતે સામેના એક ઝાડ ઉપર એક વાંદરો બેસી રહી શ્રીમજી તરફ એક ધ્યાનથી જોયા કરતો હતો. તે વાંદરા તરફ દ્રષ્ટિ કરી શ્રીમદ્જીએ કહ્યું કે–મહાત્મા, તમારે જુ મોક્ષે જવાની વાર છે. મહુડીના ઝાડ તળે ઉપદેશ કેટલીક વખત ગામની પશ્ચિમ તરફ થોડે દૂર એક મહુડીનું ઝાડ હતું. તેની નીચે પણ અવારનવાર બેસતા અને સાથે મુમુક્ષુઓ હોય તેમને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશ શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં ઉપદેશછાયા'માં છપાયેલ છે. યોગ્યતા અનુસાર વ્રત પચ્ચખાણ ઘારણ કર્યા આ વખતના અભુત સમાગમમાં કેટલાંક પાત્ર મુમુક્ષુઓએ પોતાની યોગ્યતા અનુસાર વ્રત પચ્ચખાણ ઘારણ કર્યા હતા. તેમાં એક મુમુક્ષુ વૈરાગ્ય ભાવનાવાળા કલ્યાણજીભાઈ કરીને હતા. તે ઘણા સેવાભાવી અને જિજ્ઞાસાવાળા હતા. તેમણે શ્રીમદ્જીના ઉપદેશથી એક મહિનામાં પંદર દિવસ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર્યો હતો. અને ઘણો સમય તેમની સાથે સેવા કરવાની ભાવનાથી રહેતા હતા. માત્ર દેહ ટકાવવા ની રસપણે આહાર કરીએ છીએ આ વખતે પણ શ્રીજીની રસોઈ પૂ.અંબાલાલભાઈ બનાવતા હતા. રસોઈ બિલકુલ સાદી દાળભાત, રોટલી તથા લોચા દાળ વાપરતા હતા. કેટલાંક દિવસોએ લીલોતરી શાક પણ વાપરતા. એક દિવસ સંજોગોવશાત્ લીલોતરીના બે શાક કરેલા જેથી પોતે તે દિવસે તથા કાવિઠા રહ્યા ત્યાં સુધી લીલોતરીનું શાક વાપર્યું નહીં અને કહ્યું કે અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ માટે આહાર કરતા નથી. માત્ર આ દેહથી આત્માના કલ્યાણ અર્થે દેહ ટકાવવા નીરસપણે આહાર કરીએ છીએ. શ્રીમજીની આજ્ઞા લીધા વિના બનાવેલ દૂઘપાક શ્રીમદ્જી જમી રહ્યા પછી પૂ.અંબાલાલભાઈને આજ્ઞા કરે કે જમી લો, ત્યારે જ પૂ.અંબાલાલભાઈ જમવા બેસતા હતા. એક વખત ઝવેરચંદ શેઠના ખૂબ આગ્રહથી પૂ.અંબાલાલભાઈએ શ્રીમદ્જીની આજ્ઞા Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો લીઘા સિવાય દૂધપાક બનાવેલો. જેથી શ્રીમદ્ભુ જમીને પૂ.અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપ્યા સિવાય ઉતારા પર ચાલ્યા ગયા. પૂ.અંબાલાલભાઈ તેમની આજ્ઞા મળ્યા સિવાય જમે નહીં તેવા આજ્ઞાધારક હતા તેથી જમતા નહોતા. હવે શ્રીમદ્ભુ પાસે જઈ કોણ આશા અપાવે તેની ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠને ઘણી મૂંઝવણ થયેલી અને વિચારમાંને વિચારમાં સાંજના ચાર વાગ્યા. ૨૪૬ પછી ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠે શ્રીમદ્ભુ પાસે જઈ ઘણા જ વિનયભાવે વિનંતી કરી ત્યારે પૂ.અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપી હતી અને અંબાલાલભાઈ જમ્યા હતા. પૂ.અંબાલાલભાઈ શ્રીમદ્ભુની સેવામાં એક ધ્યાનથી રહેતા હતા. ચાર પાંચ મકાનનું અંતર છતાં બોધ શ્રવણ કાવિઠામાં શ્રીમદ્ભુના ઉતારાનું મકાન તથા પૂ.અંબાલાલભાઈ શ્રીમદ્જીની રસોઈ ઝવેરચંદ શેઠના તેમના રહેવાના મકાનના મેડા ઉપર બનાવતા હતા તે બેની વચમાં થોડું અંતર હતું, છતાં પણ શ્રીમદ્ભુ જે ઉપદેશ કે બોધ આપતા તે પૂ.અંબાલાલભાઈ, ઝવેરચંદ શેઠના રહેવાના મકાને રસોઈ બનાવતા હોય ત્યાં તે ઉપદેશ તેમની સ્મૃતિમાં આવતો હતો. અને જે ઉપદેશ શ્રીમદ્ભુએ કરેલો હોય તે બીજે દિવસે પૂ.અંબાલાલભાઈ લખી લાવતા હતા. શ્રીમદ્ભુ જમવા માટે ઘેર આવે ત્યારે ઝવેરચંદ શેઠના પુત્ર મનસુખભાઈ દશેક વર્ષની ઉંમરના હતા તે શ્રીમદ્ભુના ચરણ તથા હાથ પાણીથી ધોવરાવતા હતા. શ્રી ઘોરીભાઈ ભગતને શ્રીમદ્ભુથી થયેલો ઘણો લાભ આ વખતના સમાગમમાં પણ ભાદરણના ઘોરીભાઈ ભગત શ્રીમદ્ભુના સત્સંગ માટે કાવિઠા રહ્યા હતા. તે શ્રીમદ્ભુથી તેમને ઘણો લાભ થયો હતો. તે પછી તો તે કાવિઠા જ રહેતા હતા અને તેમનો દેહત્યાગ પણ કાવિઠામાં જ થયો હતો. શ્રીમદ્લ કાવિઠાથી વસો શ્રી લઘુરાજ સ્વામી માટે પધાર્યા શ્રી ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠ બન્ને ખૂબ જ સ્નેહભાવથી સાથે જ રહેતા હતા. તેમનો એકબીજાનો પ્રેમભાવ એટલો બધો હતો કે ક્યાંય બહાર જાય તો પણ સાથે જ જાય. હવે શ્રીમદ્ભુ કાવિઠામાં હતા ત્યારે રતનચંદ શેઠને પોતાને ઘેર શ્રીમદ્ભુને જમવાનું આમંત્રણ આપવાની ઘણી જ ભાવના રહ્યા કરતી હતી. પરંતુ શ્રીમદ્ભુએ ઝવેરચંદ શેઠને મહેમાનો માગ્યા આપવાની ના કહેલી જેથી રતનચંદ શેઠને આ બાબતની ઘણી જ મૂંઝવણ રહેતી હતી. પણ શ્રીમદ્ભુના આંગળ કાંઈ કહી શકતા નહોતા. છતાં શ્રીમદ્ભુ જ્યારે કાવિઠાથી જવાના હતા તેના આગલા દિવસે રતનચંદ શેઠે ઘણી જ આજીજીભરી વિનંતી કરવાથી તેમની વિનંતી સ્વીકારી અને એક દિવસ જમવાનું રાખી તેમની ભાવના સંતોષી હતી. આમ એક મહિનો અને દસ દિવસની સ્થિરતા શ્રીમદ્ભુએ કાવિઠા કરી પછી શ્રી વસો ક્ષેત્રે પૂજ્ય મુનિરાજ શ્રી લઘુરાજ સ્વામીનું ચોમાસું હતું તેથી વસો પધાર્યા હતા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત કાવિઠા ઉતારો કરાવનાર–શુભસ્થળ શ્રી કાવિઠા મધ્યે ભગત શ્રી શંકરભાઈ અજુભાઈ પટેલ. તેઓ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્ર દેવના સમાગમમાં આવેલા. તે પ્રસંગે જે કાંઈ વાતચીત ખુલાસા યા જે કાંઈ શ્રવણ કરેલું તે સંબંઘી ટૂંક વૃત્તાંત તેઓએ પોતાની સ્મૃતિ મુજબ સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવા વદ ૧૦ને મંગળવારના દિને શ્રી કાવિઠા મુકામે શેઠ શ્રી ઝવેરભાઈના ડેલામાં ઉતારો કરાવેલ છે. પરમકૃપાળુદેવના પ્રથમ સમાગમ વખતે મારી ઉંમર પંદરેક વર્ષની હતી પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા મુકામે પઘાર્યા હતા ત્યારે મને સાહેબજીના સમાગમનો લાભ મળી શક્યો હતો. સાહેબજીની સાથે બહારગામના ઘણા ભાઈઓ પઘારેલ હતા, અને શેઠ શ્રી ઝવેરભાઈના મકાનમાં ઉતારો હતો. તે વખતમાં મારી નાની ઉંમર હતી. આશરે પંદર વર્ષની હતી. હું કેટલાંક છોકરાઓ સાથે હમેશાં બાળચેષ્ટા રમતો હતો. તે રસ્તા પર થઈને સાહેબજી હમેશાં બહાર ફરવા માટે પઘારતા હતા. સાહેબજીની સાથે કેટલાક ભાઈઓ જતા હતા. સાહેબજી જ્યારે ફરવા માટે પઘારે ત્યારે અમો બંઘા છોકરાઓ સાહેબજીની પૂંઠે પૂંઠે સાહેબજી જે સ્થળે જાય ત્યાં જતા હતા. સાહેબજી સન્મુખ છોકરાઓ શાંતપણે બેઠા. એક દિવસ તે વિષે સાહેબજી બહાર ફરવા માટે પઘારતા હતા, સાથે પાંચ-સાત ભાઈઓ હતા અને અમો છોકરાઓ રસ્તા પર રમતા હતા. સાહેબજીને જતાં દેખી અમો સર્વ છોકરાઓ સાહેબજીની પૂંઠે પૂંઠે ગયા. કેટલેક દૂર ગયા બાદ સાહેબજી વીજળીમાતાના વડ નીચે બિરાજમાન થયા. ત્યાંથી સર્વે ભાઈઓ તથા અમો સર્વે છોકરાઓને ચાલ્યા જવાનું સાહેબજીએ ફરમાવ્યું. સાહેબજીની આજ્ઞા થતાં જ સર્વે ભાઈઓ ચાલ્યા ગયા અને અમો સઘળા છોકરાઓ ત્યાં જ ઊભા રહ્યા. પછી સાહેબજીએ જણાવ્યું કે છોકરાઓ, બેસો બેસો. પછી અમો સર્વે છોકરાઓ શાંતપણે અદબ પલાંઠી વાળીને બેઠા. હવે અમે કહીએ તે સાંભળો ત્યારપછી સાહેબજીએ અમો સર્વ છોકરાઓને જણાવ્યું કે છોકરાઓ, તમોને વાર્તાઓ કહેતાં આવડે છે? ત્યારે અમોએ કીધું કે હાજી, આવડે છે, પણ નાની નાની વાતો શીખ્યા છીએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે અનુક્રમે દરેક જણ જેને જે વાત આવડતી હોય તે કહો. ત્યારે પ્રથમ મેં વાર્તા કહેવી શરૂ કરી. તે એવી વાર્તાઓ હતી કે જે પ્રમાણે ઉખાણાઓ કહેવાય છે તે પ્રમાણે કેટલાંક ઉખાણાઓ બોલતો હતો અને તે દરેક ઉખાણાનો જવાબ સાહેબજી તુરત જ જણાવી દેતા હતા. એ પ્રમાણે દરેક છોકરાઓ અનુક્રમે બોલ્યા હતા ત્યાર પછી સાહેબજીએ અમોને જણાવ્યું કે હવે અમો કહીએ તે સાંભળો. પછી સાહેબજીએ કહેવાનું શરૂ કર્યું હતું. તે નીચે પ્રમાણે જણાવું છું – સાહેબજીએ જે પ્રમાણે વાર્તાઓ કહેલી તે હાલમાં જે સ્મૃતિમાં રહેલ તે અત્રે નીચે જણાવું છું. તે વાર્તા માંહે ગંભીર આશયો હેતુઓ સમાયેલા છે તે હાલમાં સ્મૃતિમાં આવતાં કોઈ અંશે મને સમજાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૪૮ તરવારને ખ્યાન જુદા તેમ દેહને આત્મા જુદા સાહેબજી કહે: તે છોકરાઓ! તમોએ મ્યાન અને તરવાર જોયાં છે? મેં કહ્યું : હા જી, અમારા ગામમાં મુખીને ઘેર છે. સાહેબજી કહે ત્યારે તે બન્ને જુદા છે તેવું તમો જાણો છો? મેં કહ્યું? ના જી, એવું હું જાણતો નથી. હું તો ફક્ત ભજન ગાઉં છું. (તલવાર અને મ્યાન એક દેખાતાં છતાં બન્ને જુદાં છે. તેમ દેહ અને આત્મા પણ એક દેખાતાં છતાં બન્ને જુદા છે.) “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્ર તરવાર જેવો આત્મા અને પાન જેવો દેહ સાહેબજી કહે: ગામની બહાર લડાઈ ચાલતી હોય તો તે વખતે તરવારથી જીત મેળવી શકાય કે મ્યાન વડે જીત મેળવી શકાય? એ તો જાણો છો? મેં કહ્યું? ના જી, આપ સમજાવો. * સાહેબજી કહે: જુઓ, સાંભળો. મ્યાન લઈને ગયા હોઈએ તો હારીને પાછા આવવું પડે અને તરવાર લઈને ગયા હોઈએ તો જીત મેળવી શકાય. માટે આ વાત ખ્યાલમાં રાખીને ભજન કરજો. (તરવાર જેવો આત્મા છે. તેની પ્રાપ્તિનો લક્ષ રાખી આત્માર્થે ભક્તિ કરવામાં આવે તો સંસારના સર્વ દુઃખોથી જીત મેળવી શકાય. પણ સંસારમાં મ્યાન જેવા આ દેહવડે ઇન્દ્રિય સુખો ભોગવવાની લાલસાએ ભક્તિ કરવામાં આવે તો મનુષ્યભવ હારી જવાય.) આત્મા સોના જેવો અને દેહ પિત્તળ જેવો . સાહેબજી કહેઃ જાઓ, સાંભળો. સોનું અને પિત્તળ એ બન્ને કેવા હોય? મેં કહ્યું સોનું એ પીળું હોય અને પિત્તળ એ પણ પીળું હોય. સાહેબજી કહે ત્યારે સોનું મોંઘુ મળે છે અને પિત્તળ સસ્તુ મળે છે તે શા કારણથી? મેં કહ્યું : સોનાને કોઈ વખતે પણ કાટ લાગતો નથી, તેથી મોંઘું છે, અને પિત્તળને કાટ લાગે છે. સાહેબજી કહે: આ વાત ખ્યાલમાં રાખજો. (આત્મા સ્વરૂપની અપેક્ષાએ જોતાં શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છે, શાશ્વત છે માટે કિંમતી છે; જ્યારે દેહ એ પુદ્ગલનો બનેલ હોવાથી પિત્તળ જેવો છે, નાશવંત છે તેથી તેની કિંમત નહીવત્ છે.) ડહાપણવાળા પાડા જેવા, સરળ જીવો બકરી જેવા સાહેબજીઃ અલ્યા છોકરાઓ, તમોએ બકરી દીઠી છે? મેં કહ્યું હા જી, અમારા ગામમાં રબારીને ત્યાં છે. સાહેબજી કહે ઠીક ત્યારે, તમોએ પાડો જોયો છે? મેં કહ્યું : હા જી, ભેંસ જેવો હોય. સાહેબજી કહે: પાડો અને બકરી તળાવે પાણી પીવા ગયા હોય તો તે બન્નેમાંથી પાણી પીધા વિના કોણ આવે? મેં કહ્યું? આ વાત નથી જાણતા. Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત Page #301 --------------------------------------------------------------------------  Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને શંકરભાઈ ભગત સાહેબજી કહે : જુઓ, સાંભળો, પાડો પાણી પીધા વગર આવે અને બકરી પાણી પીને આવે. મેં કહ્યું : સાહેબજી, એમ કેમ? પાડો તો બહુ જબરો હોય અને તે પાણી પીધા વિના કેમ આવે? ૨૪૯ સાહેબજી કહે : પાડામાં એવી કુટેવ હોય છે કે તે તળાવમાં જઈને પાણીનું ડોળાણ કરે છે. અને બકરી બિચારી તળાવના કાંઠા ઉપર ઊભી રહીને નીચી ડોકીએ પાણી પીને ચાલી આવે છે. એ દૃષ્ટાંતે કેટલાંક જીવો એવા પ્રકારના હોય છે કે જે સત્પુરુષોની પાસે જઈ પોતાનું ડહાપણ ડોળે છે જેથી તે પોતે પામી શકતાં નથી; અને બીજાઓને અંતરાયભૂત થઈ પડે છે. તેવા જીવો પાડાની માફક ડોળાણ કરનાર સમજવા. અને કેટલાંક જીવો એવા પ્રકારના હોય છે કે જે સત્પુરુષોની પાસે જઈ સરળ ભાવે શ્રવણ કરે છે; જેથી પોતે પામી શકે છે, અને બીજાઓને પણ અંતરાયભૂત થતાં નથી, તેવા જીવો બકરીની માફક પાણી પીનાર સમજવા. સત્પુરુષની એક યથાર્થ આજ્ઞા સર્વ કર્મને બાળી શકે : સાહેબજી કહે : એક દિવાસળીથી કેટલો દેવતા થઈ શકે? આ કાવિઠા ગામ જમાડી શકાય તેટલો કે મુંબઈ શહેર જમાડી શકાય તેટલો? તે કહો. મેં કહ્યું ઃ જેટલો કરવો હોય તેટલો થઈ શકે. આખુ જગત જમી શકે તેટલો. સાહેબજી : આ વાત ખ્યાલમાં રાખજો. (એક અગ્નિનો તણખો આખા વિશ્વને બાળી શકે તેમ એક સત્ની ચિનગારી કેવળજ્ઞાન પમાડી શકે.) આ પ્રમાણે સાહેબજીએ ઘણી વાતો કહી હતી. અમો નાની ઉંમરના હોવાથી અને સમજી શકીએ તેમ નહીં હોવાથી સાહેબજીએ તે વાતોનો ૫રમાર્થ બતાવ્યો હતો, પરંતુ તે સમયે અમો સમજી શક્યા નહોતા. ગુરુ કરે તેમ ન કરવું, ગુરુ કહે તેમ કરવું એક દિવસને વિષે અમારી ટોળીએ એકત્ર મળી મંદિરમાં નરસિંહ મહેતાના ભજનો ગાયા હતા. તે વિષે બીજે દિવસે જ્યારે હું સાહેબજી પાસે ગયો ત્યારે સાહેબજીએ મને જણાવ્યું હતું કે તમો ગઈ કાલે રાત્રે મંદિરમાં નરસિંહ મહેતાના ભજનો ગાતા હતા તે અમારા જાણવામાં છે; પણ નરસિંહ મહેતા તો એમ જણાવી ગયા છે કે ‘‘મારું ગાયું ગાશે તે ઘણા ગોથા ખાશે, સમજીને જે ગાશે તે વૈકુંઠે જાશે,” માટે આ વાત ખ્યાલમાં રાખજો. (સમજણ વગ૨ની ક્રિયા મોક્ષનો હેતુ થતી નથી. માટે પ્રથમ ગુરુથી જ્ઞાન મેળવી તેમની આજ્ઞાનુસાર ક્રિયા કરવાથી જ મુક્તિ છે.) જગતને પોતાની મહાનતા બતાવી મન મલિન રાખે તે નરકે જાય એક વખત સાહેબજીએ જણાવ્યું હતું કે તાડ તળે કૂવો હોય એનું અંતર કેટલું ગણાય અને તે પરથી કોઈ જીવ પડે તો જીવે ખરો? ( ચઢ ઉત્તુંગ જહાંસે પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ . અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ.) -આલોચનાદિ પદ સંગ્રહ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૫૦ ઝીણામાં ઝીણું વિચારબળા પછી સાહેબજીએ બીજી વાત કરી કે ઝીણામાં ઝીણી વસ્તુ શું ગણાય? તે કહો. અમોએ જણાવ્યું કે ઝીણામાં ઝીણી તો કીડીઓ ગણાય. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તે નહીં, પણ વિચારબળ કહેવાય. ત્યારપછી સાહેબજીએ અમોને કહ્યું કે હવે તો કહો. જેથી અમોએ કહેવું શરૂ કર્યું. અમોએ કેટલાક ઉખાણાઓ કીઘાં હતાં, તેના સાહેબજી તુરત જ ખુલાસા કરતા હતા. મહુડીના સ્મારકની જગ્યા સૌ કરતાં મીઠી એક દિવસને વિષે સાહેબજી બહાર ફરવા માટે પધાર્યા હતા. ત્યારે બીજી વાર અમો સઘળા છોકરાંઓ સાહેબજીની પૂંઠે પૂંઠે ફરવા ગયા હતા. કેટલેક દૂર ગયા બાદ મહુડાના વડ નીચે સાહેબજી બિરાજમાન થયા. અમો પણ સાહેબજીની સન્મુખ બેઠા તે વખતે સાહેબજીએ જણાવ્યું કે છોકરાઓ, સાંભળો. ગોળ કરતાં પણ મીઠી, ખાંડ કરતાં પણ મીઠી, સાકર કરતાં પણ મીઠી એવી તમોએ કોઈ વસ્તુ દીઠી? ત્યારે અમોએ કીધું કે ના જી, મહારાજ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જુઓ ત્યારે અમો દેખાડીએ. એમ કહી સાહેબજી પોતે જે સ્થાન પર બિરાજમાન હતા તે સ્થાને સાહેબજીએ જમીન પર પોતાની આંગળી વડે ચારે તરફ ફરતો ગોળ આકાર કરી અમોને જણાવ્યું કે આ જગ્યાઓ સઘળાં પદાર્થો કરતાં પણ મીઠી છે. (સદ્ગુરુ ચરણ જહાઁ ઘરે, જંગમ તીરથ તેહ; તે રજ મમ મસ્તક ચઢ, બાળક માગે એહ.) અમો સાહેબજીને વારંવાર પૂછતા હતા કે મહારાજ, અમોને પરમેશ્વર બતાવો છો? ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે હા, પરમેશ્વર બતાવીએ, બેસો. એમ કહી સાહેબજીએ કાંઈક વાર્તા કરી હતી, પરંતુ તે હાલમાં સ્મૃતિમાં રહેલ નથી. ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી અમારા ગામમાં કેટલાંક લોકો માંહોમાંહે બોલતા હતા કે એક વાણિયાભાઈ આપણા ઝવેરભાઈ શેઠના ઘરે આવ્યા છે. તેમની સાથે બીજા ઘણા લોકો આવ્યા છે. તે વાણિયા બઘાને ચમત્કાર દેખાડે છે. માટે કલ્યાણજીભાઈ તથા શંકરભાઈ વગેરે બઘા તે વાણિયાભાઈની પછવાડે પછવાડે જાય છે. એમ માંહોમાંહે લોકો વાતો કરતા હતા. અમે અમારા આત્માની શોઘ કરીએ છીએ. એક દિવસને વિષે સાહેબજી ફરવા માટે પઘાર્યા હતા ત્યારે સાહેબજીની સાથે બીજા ઘણા ભાઈઓ જતા હતા. સાહેબજી નીચી દ્રષ્ટિએ અને ઘીમાસથી ચાલતા હતા. રસ્તામાં ચાલતાં કેટલેક દૂર ગયા બાદ એક બાઈ ઘાસનો ભારો માથે લઈને સામે આવતી હતી. તે વખતે તે બાઈ બોલતી બોલતી આવતી હતી કે આ વાણિયાઓ રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે, કોણ જાણે તેમનું શું ખોવાઈ ગયું હશે, કે શોધ્યા કરે છે. આ પ્રમાણે તે બાઈનું બોલવું સાંભળી સાહેબજીએ તે બાઈને જણાવ્યું કે બહેન, અમો અમારી શોઘ કરીએ છીએ. Page #304 -------------------------------------------------------------------------- ________________ ' ૨૫૧ શ્રીમદ્ અને શંકરભાઈ ભગત જીવ પોતાને ભૂલી ગયો છે, પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ પામે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (“આપ આપકું ભુલ ગયે, ઈનસે કયા અંઘેર; સમર સમર અબ હસત હૈ, નહી ભૂલેંગે ફેર.” પ્રભુને મળવાનો મૂળમાર્ગ સાવ જુદો. એક વખત સાહેબજી ફરવા માટે પઘાર્યા હતા ત્યારે મોટી રાયણવાળા ખેતરમાં બિરાજમાન થયા હતા. તે વખતે સાહેબજીએ ભાઈ તળશીભાઈને જણાવ્યું કે તમોને ભજન ગાતાં આવડે છે? ત્યારે ભાઈ તળશીભાઈએ જણાવ્યું કે નથી આવડતું મહારાજ, પણ કબીરદાસનું એક ભજન જેવું તેવું આવડે છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે એ ભજન બોલો. ત્યારે ભાઈ તળશીભાઈ બોલ્યા હતા. તે ભજન એ હતું કેએ મારગડા જુદા કબીર કહે એ મારગડા જુદા' (સાખી) એ જી રાજા, ચારણ, વાણિયો ને ચોથી નાની નાર; એટલાને ભક્તિ ઊપજે નહિ, અને ઊપજે તો બેડો પાર. રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા; પ્રભુને મળવાના મારગડા જુદા; કબીર કહે એ મારગડા જુદા. એક એક ભગત દો દો ભગત, ભગત અઢાર લાખ યુવા; આદિ ભજનની ખબર ન પાઈ, એ તો તંબુરા તોડી તોડી મુવા. કબીર કહે ૧ એક એક પંડિત દો દો પંડિત, પંડિત અઢાર લાખ હુઆ; આદિ પુરુષની ખબર ન પાઈ, એ તો પોથીયું ફાડી ફાડી મુવા. કબીર કહેર એક એક ભુવા દો દો ભુવા, ભુવા અઢાર લાખ યુવા; આદિ માતાની ખબર ન પાઈ, એ તો ડાકલા ફોડી ફોડી મુવા. કબીર કહે૦૩ એક એક મુલ્લાં દો દો મુલ્લાં, મુલ્લાં અઢાર લાખ યુવા; આદિ પીરમની ખબર ન પાઈ, એ તો અલ્લા અલ્લા કરી મુવા. કબીર કહે ૪ હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા; કહત કબીરા સુનો ભાઈ સાથો, હવે પકડ લે એક મુદ્દા. કબીર કહે૫ અવસર મળે ભગવદ્ ભક્તિનો લાભ લઈ લેવો એક દિવસને વિષે હું પેટલાદના રસ્તા પર ખેતરમાં કપાસ વીણતો હતો. તે દિવસે સાહેબજી પેટલાદના રસ્તા પર થઈને પધારતા હતા. સાહેબજીની સાથે કેટલાંક ભાઈઓ હતા. સાહેબજી કેટલેક દૂર ગયા બાદ ખેતરમાંથી મારી દ્રષ્ટિ એ તરફ ગઈ. જેથી કપાસ વીણવાનું કામ પડતું મૂકી ઝાડના થડ પર ચઢી ગયો અને વાડની બહાર કૂદકો મારીને ઊતરી પડ્યો અને દોડતો દોડતો સાહેબજીની પાસે જઈ પહોંચ્યો અને ચાલતા ચાલતા વિજળીમાતાનો વડ આવ્યો ત્યાં સાહેબજી બિરાજમાન થયા અને સર્વે ભાઈઓ સાહેબજીની સન્મુખે બેઠા. થોડા વખત પછી સાહેબજીએ મારા સામી દ્રષ્ટિ કરી મને જણાવ્યું કે Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૫૨ કપાસ તો કાલે પણ વીણાય, પણ ભજન ક્યારે ગવાશે? આ પ્રમાણે જણાવ્યું હતું. સાહેબજી જે ૨સ્તે થઈને જતા હતા તે રસ્તાને અને હું જે ખેતરમાં કપાસ વીણતો હતો તે ખેતરને ઘણું જ અંતર હતું. વળી તે રસ્તો પણ ઘણો દૂર હતો. છતાં પણ હું ખેતરમાં કપાસ વીણતો હતો તે સાહેબજીએ જણાવ્યું હતું. પરમેશ્વર થવાનો માર્ગ દેખાડે છે કાવિઠા ગામમાં સઘળા લોકો એમ વાતો કરતા હતા કે કોઈ એક મહાત્મા પુરુષ આવ્યા છે. તે મહાત્મા પુરુષની પાસે જે લોકો જાય છે તે લોકોને પરમેશ્વર દેખાડે છે અને ઘણી જ ચમત્કારી વાતો કરે છે. એવી વાતો લોકો કર્યા કરતા જેથી હું ઘણીવાર સાહેબજીની પછવાડે પછવાડે જતો હતો. સાહેબજીનો બોધ સાંભળવાની પિપાસા સાહેબજી કોઈપણ સ્થાને એકાંતમાં બેસવા માટે પધારી ગયા હોય તો પણ કેટલાંક ભાઈઓ ગુપ્તપણે શોધ મેળવી લાવતા કે સાહેબજી અમુક સ્થાને ધ્યાનાવસ્થામાં બિરાજમાન થયા છે. આ ખબર અન્યોન્ય સઘળાઓને મળતી હતી. જેથી સઘળાઓ સાહેબજીની પાસે આવીને બેસતા હતા અને થોડા વખતમાં તો ઘણા ભાઈઓ આવીને ભરાતા હતા. મચ્છર પરિષહનું સમભાવે વેદન એક દિવસને વિષે રાત્રિના વખતે સાહેબજી બહાર ગયા હતા. અને એક ખેતરમાં બિરાજમાન થયા હતા. સાથે ભાઈશ્રી લહેરાભાઈ વગેરે ગયા હતા. ત્યાં સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે વખતે ત્યાં ઘણા જ મચ્છરો તથા જીવાતો કરડી ખાતી હતી, જેથી બેઠેલા સર્વ ભાઈઓ વારંવાર ઊંચા-નીચા થયા કરતા હતા, પણ સાહેબજી તો પ્રતિમારૂપે અડગપણે બેઠા હતા. કિંચિત્માત્ર પણ ચલાયમાન થયા નહોતા. અને એકધારા એ ઉપદેશ દેતા હતા. પછી ભાઈ કલ્યાણજીભાઈએ ઝવેરશેઠને વાત કરી કે શું મહારાજને (સાહેબજીને) નહીં જ કરડતું હોય, કે મહારાજને તેની ખબર નહીં રહેતી હોય આ તો મને બહુ જબરું કામ લાગ્યું. અમે બધા તો આમતેમ વારંવાર ખણ્યા કરતા હતા અને ઊંચાનીચા થઈ ગયા હતા અને સાહેબજીને અડગપણે બેઠેલા જોઈ અમો મનમાં વિચારવા લાગ્યા કે આ શું? પછી ઝવેરભાઈ શેઠે જણાવ્યું કે જે જે પુરુષોને દેહાધ્યાસ મટે છે તે પુરુષો દેહનું ભાન ભૂલી જાય છે તેથી સ્થિરપણે, અચળપણે રહી શકે છે. અને એ જીવોને કિંચિત્ માત્ર પણ દુઃખ ઉત્પન્ન ન થાય, હાનિ ન થાય તે કારણથી મોટા પુરુષો સહનશીલતાથી વેદન કરે છે. તેઓશ્રીને ખબર ન પડે તેવું સમજવું નહીં. તેઓશ્રીનો ઉપયોગ તો જાગૃતપણે જ વર્તે છે. એમ જણાવ્યા બાદ નીચે પ્રમાણેની એક ગાથા કહી સંભળાવી હતી :– “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.” ત્યારપછી આ ગાથાનો અર્થ કહી સંભળાવ્યો હતો. આ હકીકતનો ઉતારો ભાઈ કલ્યાણભાઈએ કરાવ્યો હતો. આપણને પણ ભગવાન કંઈ આપશે હું સાહેબજીની પછવાડે પછવાડે હમેશાં ફરતો હતો તે એવી લાલચોથી ફરતો હતો કે નરસિંહ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને શંકરભાઈ ભગત મહેતાને ભગવાન મળ્યા હતા ત્યારે ભગવાને નરસિંહ મહેતાને કેવું કેવું આપ્યું હતું, આપણને પણ તેવું મળશે તેવી લાલચોથી સાહેબજીની પછવાડે પછવાડે ફરતો હતો. ઔત્પત્તિક બુદ્ધિવાળો વિદ્યાભ્યાસ સારો કરી શકે ૨૫૩ એક વખત સાહેબજીએ જણાવ્યું હતું કે જેઓને માતુશ્રીનું ધાવણ સ્મૃતિમાં રહ્યું હોય તેઓમાં ઔત્પત્તિક બુદ્ધિનો ગુણ હોય છે, વિદ્યાભ્યાસ સારો કરી શકે છે. કર્મ આવવાના દ્વારોને પ્રથમ બંધ કરવા એક વખત મહીજી ભંગીઆએ સાહેબજીને પૂછ્યું હતું કે મહારાજ, આ દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે? (વેદાંતન શાસ્ત્રોમાં દશ ઇન્દ્રિયો કહી છે. તે રીતિએ દશ ઇન્દ્રિયો વશ કરવા સંબંઘી મહીજી ભંગીઆએ સાહેબજી પ્રત્યે પ્રશ્ન પૂછેલ છે.) ત્યારે સાહેબજીએ તે ભંગીઆને જણાવ્યું કે એક શેઠ હતા. તેમની પાસે પારસમણિ હતો. તે પારસમણિનું રક્ષણ કરવાથૅ શેઠ પોતાની પાસે જ રાખતા હતા. એક દિવસને વિષે શેઠ તળાવે ન્હાવા ગયા હતા ત્યારે પોતાની પાસે રાખેલો પારસમણિ તેણે આંટીમાં ખોસી રાખ્યો. પછી શેઠ નાહી રહ્યા બાદ ધોતીયું બદલી આવ્યા. હવે પારસમણિ આંટીમાં ખોસી રાખેલો તે વિસ્મરણ થઈ જવાથી ઘોતીયું બદલતી વખતે નીકળી પડ્યો અને તળાવમાં પડી ગયો. બહાર આવ્યા બાદ તે પારસમણિની સ્મૃતિ આવી. હવે તે પારસમણિની શી રીતે શોધ કરવી તેનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એવો વિચાર થયો કે તળાવમાંથી સઘળું પાણી ખાલી કરી નાખવું અને ખાલી થયેથી તે પારસમણિની શોધ થઈ શકશે, તેવા વિચારથી ખાલી કરાવવાથૅ મજૂરોને કામે વળગાડ્યા. લગભગ અડઘો ભાગ ખાલી થઈ ગયો અને ચોમાસાનો વખત આવ્યો અને વરસાદથી પાછું તળાવ ભરાઈ ગયું. ચોમાસું વીત્યા બાદ ખાલી કરાવવાનું કામ ફરી શરૂ કર્યું. કેટલોક ભાગ ખાલી થયો અને વળી ચોમાસાનો વખત આવી પહોંચ્યો. જેથી ચોમાસાના વરસાદથી તળાવ ભરાઈ ગયું. આ પ્રમાણે દરેક વખતે તમામ શ્રમ નિષ્ફળ નીવડતો હતો. એક દિવસને વિષે એક ડાહ્યો પુરુષ તે તળાવના રસ્તા પર થઈ પસાર થતો હતો. તે વખતે તળાવનું પાણી ખાલી કરવાનું કામ ચાલતું હતું. તે જોવા અર્થે તે પુરુષ સહજ થોભ્યો. તે પુરુષને વિચાર થયો કે પાણી ખાલી કરવાનું શું પ્રયોજન હશે? આ વિચારથી તે પુરુષે તળાવમાં કામ કરનાર માણસોને સહજ પૂછ્યું કે ભાઈ, આ તળાવનું પાણી ખાલી કરવા માંડ્યું છે તે શું કારણથી? ત્યારે તેઓએ જણાવ્યું કે અમારા શેઠનો પારસમણિ આ તળાવમાં ખોવાયો છે, તેની શોઘ કરવાથૅ ખાલી કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ખાલી કરવાનો પ્રયાસ ચાલે છે, પણ કેટલોક ભાગ ખાલી થયો હોય છે ને વળી ચોમાસાના વરસાદથી તળાવ પાછું ભરાઈ જાય છે, જેથી અત્યાર સુધીનો તમામ શ્રમ નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે તે પુરુષે જણાવ્યું કે તમો આ પ્રમાણે કામ કર્યા કરશો તો તે હજી પણ નિષ્ફળ જ નીવડશે. ત્યારે મજૂરોએ પૂછ્યું કે કેમ ? ત્યારે તે પુરુષે જણાવ્યું કે તળાવમાં પાણી આવવાના દશ દ્વાર છે, તે દ્વારો પ્રથમ બંધ કરવા કે જેથી આ તળાવમાં નવું પાણી પ્રવેશ કરી શકે નહીં. (ભંગીઆએ દશ ઇન્દ્રિયો વશ કરવાનો પ્રશ્ન પૂછેલ છે જેથી દશ ઇન્દ્રિયોરૂપી તળાવના દશ દ્વારો પ્રથમ બંધ કરવા સાહેબજીએ જણાવ્યું.) અને ત્યારબાદ તળાવમાં રહેલું પાણી ખાલી કરવાનું કામ યોજવામાં આવે તો તે કાર્ય થોડા જ વખતમાં સફળ નીવડી શકે. આ પ્રમાણેની તે પુરુષે યોગ્ય સલાહ આપી જેથી તે પુરુષના કહેવા પ્રમાણે કામ શરૂ કર્યું.થોડા જ વખતમાં તે તળાવ તદ્દન ખાલી થઈ ગયો અને તે માંહેથી શોઘ કરીને Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૫૪ પારસમણિ મેળવી લીઘો. આ પ્રમાણેનું દ્રષ્ટાંત આપી દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે તેનો વિસ્તારથી ખુલાસો કર્યો હતો. સાહેબજીની દરેક વાર્તામાં અપૂર્વ પરમાર્થ તે સમયમાં અમો નાની ઉંમરના હોવાથી સાહેબજીએ અમારી સાથે, અમોને સમજવામાં આવી શકે તેવા જ રૂપમાં વાર્તાઓ કરી હતી. એ વાર્તાઓ કહેતા તેની છેવટમાં દરેક વખતે અમોને એમ સૂચવન કરતા હતા કે આ વાત ખ્યાલમાં રાખજો. તે સઘળી વાતો હાલમાં સ્મૃતિમાં આવતાં સમજાય છે કે સાહેબજીએ દરેક વાર્તાઓ માંહે અપૂર્વ પરમાર્થ આશય સમાવેલ છે, તેથી સઘળી વાર્તાઓમાં ખ્યાલ રાખવા સુચન કર્યું હતું. ઉપર જણાવ્યા પ્રમાણેનો સઘળો વૃત્તાંત પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ તથા તેઓશ્રીની સાથે અમદાવાદના તથા ખંભાતના કેટલાક ભાઈઓ શ્રી કાવિઠા મુકામે સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવા વદી ૧૦, મંગળવારે પઘારેલા, તે વખતે પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈએ મને જણાવ્યું કે તમારે સાહેબજીના સમાગમમાં જે જે વાતચીત થઈ હોય યા જે કાંઈ તમોએ શ્રવણ કર્યું હોય તે સંબંધી તમારી સ્મૃતિમાં રહેલા હોય તે પ્રમાણે જણાવો. તે પરથી ઉપર જણાવ્યા પ્રમાણેનો અત્રે ઉતારો કરાવેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર અર્થ શતાબ્દી ગ્રંથમાંથી ઉદ્ભૂત તે નીચે પ્રમાણે – પરમકૃપાળુ દેવના પ્રથમ દર્શન પરમકૃપાળુદેવના દર્શન સં.૧૯૫૨ની સાલમાં પ્રથમ કાવિઠા શ્રી ઝવેરશેઠને મેડે થયા હતા. ત્યાં ઉપદેશ સાંભળવા જતો; ત્યારે મારી ઉંમર આશરે ૧૫ વર્ષની હતી. તેઓશ્રી કાવિઠે બે વખત પધાર્યા તે વિષેની હકીકત નીચે મુજબ છે. કપાળદેવ ૧૯૫૨ની સાલમાં પેટલાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં ખંભાતના મુમુક્ષુઓ તેમને લેવા આવેલા ત્યારે કાવિઠા જવા જણાવ્યું અને કાવિઠા પઘાર્યા. - જીવને ભક્તિ કરવી નથી માટે પેટને આગળ ઘારે છે એકવાર ઝવેરશેઠને મેડે પ્રાગજીભાઈ જેઠાભાઈએ બોઘ સાંભળીને કહ્યું કે ભક્તિ તો ઘણીયે કરવી છે પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેથી શું કરીએ? કૃપાળુદેવે કહ્યું: “તમારા પેટને અમે જવાબ દઈએ તો?” એમ કહી ઝવેરશેઠને કહ્યું કે તમો જે ભોજન કરતા હો, તે તેમને બે વખત આપજો ને પાણીની મટકી આપજો અને આ અપાસરાના મેડા ઉપર બેઠા બેઠા ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય તો પણ બહાર જોવું નહીં. સંસારની વાતો ન કરવી, કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહીં, તેમ સાંભળાવી નહીં. પ્રાગજીભાઈ બોલ્યા કે એ પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ઘરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? જીવ આમ છેતરાય છે. અડધી રાત્રે જંગલમાં ધ્યાન ઝવેરશેઠના મેડા ઉપરથી કૃપાળુદેવ રાત્રે કોઈને કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા હતા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ શ્રીમદ્ અને શંકરભાઈ ભગત તેની ખબર રાખવા લલ્લુભાઈ કરીને એક બારૈયાને શેઠે રાખેલો. તેને દાદર આગળ સુવાડતા. પણ કૃપાળુદેવ તો રાતના એક બે વાગે જંગલમાં ચાલ્યા જતા. પેલો માણસ જાગીને જુએ ત્યાં કૃપાળુદેવ મેડા ઉપર ન મળે એટલે શેઠ ઝવેરચંદ, રતનચંદ, વેણીચંદ વગેરે ફાનસ લઈ રાત્રે શોધવા જાય ત્યારે મીઠુજીને કૂવે ઘ્યાનમાં બેઠા હોય. કૃપાળુદેવ મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીરના ભજનો ગવડાવે કાવિઠામાં મહીજી ભગત નામે એક ભંગીઓ હતો. દિવસે જ્યારે કૃપાળુદેવ વગડામાં જવા નીકળે ત્યારે તેમની જોડે બીજા માણસો ઘણા હોય, તે વખતે મહીજી ભગત હાથમાં તંબૂરો લઈને પોતાના આંગણામાં ઊભો હોય. તે કૃપાળુદેવની આગળ ચાલે ને જુદે જુદે સ્થળે લઈ જાય. કૃપાળુદેવ રેતીમાં કે ઝાડ નીચે બેસે ત્યાંથી તે થોડે દૂર બેસે, પછી કૃપાળુદેવ તેની પાસે મીરાંબાઈ, નરસિંહ મહેતા, ઘીરો, કબીર આદિ ભક્તોના ભજનો ખૂબ ગવડાવતા. મહીજી દ૨૨ોજ કૃપાળુદેવ સાથે વગડે જતો ને ભક્તિ કરતો. મુમુક્ષુઓ કૃપાળુદેવને ગુરુ અથવા ભગવાન તરીકે માનતા કાવિઠામાં ચારે બાજુ ઘણી તલાવડીઓ આવેલી છે. પરમકૃપાળુદેવ બે વખત શ્રાવણ મહિને પધારેલા ત્યારે તલાવડીઓ ભરેલી હોવાથી ગામ બહાર રળિયામણું લાગતું. કૃપાળુદેવ ચાલતા ત્યારે શરીર ઉપર મોહ રહેતો નહીં અને જીવના રક્ષણ માટે બહુ ઉપયોગ રાખતા. આથમણી બાજુ ભૈડવાના કૂવે ચરામાં મહુડા તળે વિશેષ બેસતા, અને ઉત્તર બાજી વજી ગોરાણીના ચરામાં નવો કૂવો ખોદેલ તેની રેતી પથરાયેલી તેથી જીવજંતુ વનસ્પતિ થાય નહીં ત્યાં બેસતા. વળી બળાનપીર અને ઘોડાં કોઠી આગળ અથવા ખેતરોમાં આંબા નીચે બેસતા. ત્યાં દિવસે મુમુક્ષુ ભાઈઓ ઘણા ભેગા થતા અને કૃપાળુદેવને ગુરુ અથવા ભગવાન તરીકે માનતા. કુગુરુનું વચન સાંભળશો નહીં એક વખત ઐણિયા તળાવડીએ કૃપાળુદેવ બેઠા હતા, ત્યારે એક પટેલ ગોપાળ સુણાવે કહ્યું, “હું આપની કથા સાંભળવા શેઠને મેડે રોજ આવું છું.” કૃપાળુદેવે પૂછ્યું, “તમારું ઘર ક્યાં છે?”” તેમણે જવાબ આપ્યો, ‘ઝવેરશેઠના ઘરની સામે છે.’’ ‘‘તમે શાની ભક્તિ કરો છો.’” પટેલે કહ્યું, “હું ઘણા વર્ષોથી ડાકોર દર પૂનમે જાઉં છું.’” ‘તમે પ્રેમી છો એટલે ગોપાળદાસ, અમારે કંઈ બે વાત તમને કહેવી છે. તમારા ગુરુ કોણ છે?'' ગોપાળદાસે જવાબ આપ્યો કે આખા ગામના જે...ગુરુ છે તે અમારા પણ ગુરુ છે. કૃપાળુદેવે કહ્યું કે તેઓને તમે જમાડજો, રિવાજ પ્રમાણે દક્ષિણા આપવી હોય તો આપજો, પણ તેમનું વચન એકે સાંભળશો નહીં. જો એમ કરો તો એક વચન અમો તમને કહીએ. ગોપાળદાસ કહે ; ‘એ તો કેમ ચાલે? અમોને તો તે મહારાજ આવે એટલે પહેલા બોલાવે અને સભાને મોખરે પોતાની પાસે બેસાડે. એટલે અમારે ત્યાં ગયા વગર કેમ ચાલે ?’ ‘‘તો તો તમે જાણો,’’ એમ કહી કૃપાળુદેવ કંઈ પણ બોલ્યા નહીં. છાસ જેવો દેહ અને ઘી જેવો આત્મા એક વખતે કાવિઠાના નિશાળિયા વગડામાં બોધ સાંભળવા આવેલા. તેઓને કૃપાળુદેવે પૂછ્યું, “છોકરાઓ, એક પ્રશ્ન પૂછું છું તેનો જવાબ તમે આપશો?’' છોકરાઓએ કહ્યું, ‘“પૂછો.’” કૃપાળુદેવ કહે Page #309 -------------------------------------------------------------------------- ________________ જ હોય અને તમોને માર્ગે જ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૫૬ - કે તમારા એક હાથમાં છાસનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય અને તમોને માર્ગે જતાં કોઈનો ઘક્કો લાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને જાળવશો? ગિરઘરભાઈ નામનો છોકરો બોલ્યો કે ઘીનો લોટો સાચવીશું. કૃપાળુદેવ કહે, “કેમ? ઘી અને ખાસ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરાએ કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણાયે ફેરા કોઈ ભરી આપે. પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.” એટલે કૃપાળુદેવે તે પરથી સાર સમજાવ્યો કે છાસના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે; અને ઘીની માફક આત્મા છે, તેને જતો કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે, પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે. અને આંચ આવે ત્યારે છાસની માફક દેહને જતો કરે. કારણ દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવારૂપે દેહ તો મફતનો જ મળવાનો છે. તે ઉપર કૃપાળુદેવે ઘણી વાત કરી હતી. શ્રી વજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠા શ્રી કાવિઠા નિવાસી ભાઈશ્રી વ્રજદાસ ગંગાદાસ પરમકૃપાળુદેવ “શ્રીમાન્ રાજચંદ્ર દેવના સમાગમમાં આવેલા. તે વખતે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી હાલમાં જે કાંઈ સ્મૃતિમાં રહેલા તે પ્રમાણે ઉતારો કરાવેલ છે. પ્રતીતિ થવાથી માનેલ સદ્ગુરુ ભગવાન સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ કાવિઠા પઘાર્યા ત્યારે કોઈ વખત મારે જવા આવવાનું બનતું. પણ તે વખતે કંઈ લક્ષ નહીં. પણ સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ પઘાર્યા ત્યારે પ્રતીતિ થઈ અને તે વખતથી શ્રી ગુરુ ભગવાન માનેલ છે. આ મહાત્મા ઉત્તમ જ્ઞાની પુરુષ છે. એક વખત સુણાવવાળા પૂ.મુનદાસ ઉપાશ્રયે આવ્યા હતા. તે વખતે સાહેબજીના સંબંઘમાં કેટલીક વાતચીત કર્યા પછી પરમકૃપાળુદેવનો ચિત્રપટ દેખાડી કહ્યું કે આ મહાત્મા ઉત્તમ જ્ઞાની પુરુષ છે, ચિત્રપટના દર્શન કર્યા પછી અંતરમાં એવું રહેતું કે આ મહાત્માના દર્શન થાય તો ઠીક. અગાસ સ્ટેશન ઉપર પ્રથમ દર્શનનો લાભ સંવત્ ૧૯૫૪માં સાહેબજી કાવિઠા પઘારતાં અગાસ સ્ટેશન ઉપર તેમના દર્શનનો લાભ થયો. પછી કાવિઠા પઘારેલ ત્યાં દર્શન સમાગમથી ત્રણ દિવસ એકની એક જ વૃત્તિ રહેલ, અને તેમના દર્શન થાય તો જ આનંદ થાય. તે વખતે સાહેબજીની કાવિઠામાં એક માસ સ્થિરતા થવાથી હંમેશ દર્શન અને બોઘ સાંભળવાનો લાભ મળતો હતો. સહજ કારણમાં આટલા બધા ફૂલ ન તોડીએ એકવાર સાહેબજી ગામ બહાર વનમાં આંબાના ઝાડ નીચે મુમુક્ષુઓ સાથે બિરાજ્યા હતા. ત્યારે હું પણ હાજર હતો. ત્યાંથી સાહેબજી દિશાએ પઘાર્યા હતા. ત્યાં આંબાની બાજુમાં જ એક પાટીદાર Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૪મું Page #311 -------------------------------------------------------------------------- ________________ અમારુ AGAડ સT[ક્સિ (૧) શ્રદ્ધા રાખી સ્મરણ કરવાથી કામ નક્કી થશે (૨) ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શ્રીમદ્ અને વ્રજભાઈ ભાઈનું ખેતર હતું. તે ભાઈ ત્યાંથી બીજે ગામ જતા હતા, પણ બઘાને બેઠેલા જોઈ ત્યાં / 6 આવી સાહેબજીના આસન પર પોતાના ખેતરમાંથી મોગરાના ફૂલ તોડી લાવી સાહેબજીના ) આસને મૂકી પછવાડે બેસી ગયા. થોડીવાર પછી સાહેબજી પઘાર્યા. ત્યારે સાયેલાવાળા લેહરાભાઈએ સાહેબજીને આંગળીના ઈશારે બતાવી જણાવ્યું કે આ ભાઈએ ફૂલ મૂક્યા છે. ત્યારે સાહેબજીએ તે ભાઈને જણાવ્યું કે સહજ કારણમાં આટલા બઘા ફૂલ ન તોડીએ. અને પૂછ્યું કે તમારું નામ શામળદાસ છે? તમારા પિતાનું નામ રામદાસ છે? ત્યારે તે ભાઈએ કહ્યું કે હાજી. સાહેબજીએ ફરી જણાવ્યું કે તમને તમારી દીકરી હીરાના મંદવાડના ખબર જોવા જાઓ છો? તે ભાઈએ કહ્યું : હાજી. સાહેબજીએ જણાવ્યું કે ખેદ રાખશો નહીં, ઘીરજથી જજો; તેને આવતીકાલે સવારે આરામ થઈ જશે. વગર કહે જણાવવાથી થયેલ આશ્ચર્ય અને આનંદ સાહેબજીએ આ સર્વ હકીકત શામળભાઈના વગર કહ્યું જણાવી જેથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી ગયા અને સાહેબજીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. તે વખતે સાહેબજીએ હાથના ઈશારાથી તેમને નમસ્કાર કરતાં અટકાવવા જણાવ્યું હતું. - શામળભાઈ તેમની દિકરીને ગામ સિહોલ ગયા ત્યારે તેને આરામ થઈ ગયો હતો. તેમની દિકરીને ઘણા દિવસથી તાવ આવતો હતો અને આયુષ્યની દહેશત હતી એટલે કે બચશે કે નહીં તેનો ભય હતો. ચિત્ર નંબર ૧ શ્રદ્ધા રાખી સ્મરણ કરવાથી કામ નક્કી થશે સાહેબજી જ્યારે કાવિઠાથી પધાર્યા ત્યારે અગાસ સ્ટેશન થઈ પધાર્યા હતા. તે વખતે સ્ટેશન પર હું હાથ જોડીને ઊભો રહ્યો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વખતે મેં સાહેબજીને વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી, મારી શી વલે થશે? ત્યારે સાહેબજીએ મારી સામી નજર કરી કીધું કે તમારું કામ નક્કી થશે. એક શ્રદ્ધા રાખી સ્મરણ કરજો. તે સાંભળી મેં દંડવત્ નમસ્કાર કર્યા. તે વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ દંડવત્ કર્યા તે તમોએ અમને કાયા અર્પણ કરી. ચિત્ર નંબર ૨ ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે ત્યારબાદ પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજ્યા હતા. હું ત્યાં દર્શન કરવા માટે ગયેલ. દર્શન કરતી વખતે પ્રભુને ગળગળીને મેં કહ્યું કે પ્રભુ, મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો આ જીવની શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો અને શ્રદ્ધા રાખજો. એમ કહી “પરમગુરુ સર્વશદેવનો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ જણાવ્યું હતું. હુકકા બીડી વ્યસનનો ઘણાએ કરેલ ત્યાગ. સાહેબજી કાવિઠાના વનક્ષેત્રમાં હંમેશ પધારતા અને ત્યાં ઉપદેશ કરતા હતા. એક વખતે હુક્કાબીડીના વ્યસન સંબંઘી ઘણો જ ઉપદેશ કર્યો હતો, જેથી કેટલાંક ભાઈઓની સાથે મેં પણ બીડી હુક્કો પીવાનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીના મુખથી અમૃતવાણી સાંભળી ઘણો જ આનંદ થતો હતો. જ્યારે સાહેબજી ઉપદેશ આપી મૌન થતા ત્યારે મનમાં એવી જ ઇચ્છા રહ્યા કરતી કે સાહેબજી ફરી ક્યારે Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૫૮ ઉપદેશવાણી સંભળાવશે? જ્ઞાનીની વીતરાગતા એ એમની અંતરદશા. એક વખત સાહેબજી સ્નાન કરતા હતા. ત્યારે હું તેમની પાસે ગયેલ અને ઘારીને જોયા કર્યું. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાનીને શિંગડા હોતા નથી. દીક્ષાનો વિચાર પલટાવી ખાડામાં શું કામ પડ્યા? બીજે દિવસે સાહેબજી બંગલામાં બિરાજ્યા હતા. ત્યાં ઉત્તરસંડાના ત્રણેક વાણિયા સાહેબજી પાસે આવ્યા હતા. તે લોકોએ આ ગચ્છમાં આ પ્રમાણે છે, બીજા ગચ્છમાં આ પ્રમાણે છે વગેરે કેટલાક ગચ્છોના મતભેદની વાત કરી ત્યારે સાહેબજીએ તેનો ખુલાસો ઘણો જ સારો કર્યો હતો. જેથી તેઓ ઘણો જ સંતોષ પામી સાહેબજીની સ્તુતિ કરતા હતા. ત્યારે સાહેબજીએ તે ત્રણ જણ માંહેના એક ભાઈને જણાવ્યું કે તમોએ પહેલાં ચારિત્ર લેવાનો વિચાર રાખેલો તો પછી ફરીથી પરણ્યા કેમ? ચારિત્રનો વિચાર પલટાવી ખાડામાં શું કામ પડ્યા? ત્યારે તે ભાઈ સાહેબજીના મુખથી વગર જણાવેલ આવી વાત સાંભળી આશ્ચર્ય પામી બોલ્યો કે પહેલા દીક્ષા લેવાનો વિચાર થયો હતો, તેવામાં મારો છોકરો ગુજરી ગયો જેથી હું ફરીથી પરણ્યો હતો. આપ શેઠ નથી પણ ભગવાન છો એકવાર સાહેબજી ઉપદેશ કરતા હતા ત્યારે હું દૂર બેઠો હતો. ત્યાં કેટલાંક માણસો-ગામના પાટીદારોએ મને પૂછ્યું કે આ બેઠા છે તે કોણ છે? ત્યારે મેં તે લોકોને જણાવ્યું કે વવાણિયાના શેઠ છે. તે વાત શ્રી પરમકૃપાળુદેવે જાણી લીઘી, તેથી મને બોલાવી કહ્યું કે તમે શું વાત કરી? ત્યારે મેં કહ્યું કે સાહેબજી મારી ભૂલ થઈ છે. આપ શેઠ નથી પણ ભગવાન છો. તે વખતે મારી ભૂલ થયેલ કે ભગવાનને બદલે શેઠ કહેલ. એમ ઉપયોગમાં ભૂલ થયેલ તેથી ભગવાને ભાન આપવાથી કહ્યું કે હું ભૂલ્યો. દૂર બેઠા સાંભળી ન શકે તેવા ઝીણા શબ્દોમાં મેં વાત કહેલી છતાં સાહેબજીએ તે જાણી લીધી. તે વખતથી તેમને હું સાક્ષાત્ ભગવાન માનું છું. કંદમૂળ અને રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરાવ્યો. એકવાર સાહેબજીએ મને જણાવ્યું કે તમારે કંદમૂળ બિલકુલ વાપરવું નહીં. ચોમાસામાં લીલું ઘાસ કાપવું નહીં અને રાત્રિભોજન કરવું નહીં. ત્યારે સાહેબજીને મેં કહ્યું કે આપે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે જ પાળીશ, પણ ખેડૂતના ઘંઘાના કારણે રાત્રિભોજન સંબંધી મહિનામાં પાંચ દિવસની છૂટ આપો. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે તેટલી છૂટ રાખો અને બાકીના નિયમો દ્રઢતાથી સાચવવા તેમજ ઉપર જણાવ્યા પ્રમાણે સ્મરણ રાખવા ભલામણ કરી હતી. જે વઘારે ભાવે તેનો સર્વથા ત્યાગ કરાવ્યો એક વખત મને પૂછેલ કે તમને શાકમાં વઘારે શું ભાવે છે? મેં કહ્યું કે વાલપાપડી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે વાલપાપડી તમારે જાવજીવ ખાવી નહીં. વળી કૃપા કરી જણાવ્યું કે બાજરો તથા ઘઉંનો પોંક પાડવો નહીં, કંદમૂળનું કે લીલી પાપડીનું ઊંધિયું કરવું નહીં કે ખાવું નહીં; તેનો નિયમ કરાવ્યો હતો. તેમની આજ્ઞાથી બીડી કે તમાકુ પીવા, સુંઘવાનું વ્યસન સર્વથા બંઘ કરેલ છે તે વખતથી સર્વથા Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ બ્રહ્મચર્ય ઉપાસુ છું. શ્રીમદ્ અને કલ્યાણભાઈ પરમકૃપાળુદેવની કૃપાએ ક્રોઘ પ્રકૃતિમાં સાવ પલટો પહેલાં મને એટલો બધો ક્રોધ કષાય વર્તતો હતો કે સહજ સહજ બાબતમાં પણ હું તપી જતો; અને ક્રોધાતુર થઈ દરેકની સાથે તકરાર કરતો. જેથી તે સમયના લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છંછેડવા જેવો નથી. તે કારણે સઘળા લોકો મારાથી દૂર રહેતા હતા. પછી સાહેબજીના સમાગમમાં આવ્યા બાદ તેમની કૃપાએ તે કષાય સહેજે મોળો પડ્યો. અને હવે એવો સરળભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેટલું વાંકુ બોલતો હોય તો પણ તેનો ખેદ મને થતો નથી. અને સઘળા સાથે નાના બાળકની માફક લઘુત્વભાવે વર્તવાનું થાય છે. સઘળા લોકોમાં મારી છાપ સારી પડી છે તેથી કહે છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ જ ગયા. પ્રથમ કોઈ મારી સંગત કરતું નહોતું, તે હાલમાં સઘળા લોકો મારા પર ઘણી જ ચાહના રાખે છે. આ સઘળો પ્રતાપ સદ્ગુરુદેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનનો જ છે. ઉપર પ્રમાણે મારી સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે જણાવ્યું છે. સાહેબજીની અદ્ભુત જ્ઞાનશક્તિ જોઈ હું ઘણો જ આશ્ચર્ય પામ્યો છું. સાહેબજીના સમાગમમાં મને ઘણો જ આનંદ થતો હતો. ઉતારો કરાવેલ તા.૯-૮-૧૯૦૭ શ્રી કલ્યાણભાઈ મૂલજીભાઈ પટેલ કાવિઠા શ્રી કાવિઠા નિવાસી ભાઈ શ્રી કલ્યાણભાઈ મૂલજીભાઈ પટેલ તેમને પરમકૃપાળુ શ્રીમાન્ રાજચંદ્ર દેવનો સમાગમ થયો હતો તે સંબંધી તેમને પૂછવાથી નીચે જણાવ્યા પ્રમાણેની હકીકતનો ઉતારો કરાવેલ છે. મુનદાસના સમાગમથી સદ્ગુરુની ઓળખાણ સુણાવવાળા બાલ બ્રહ્મચારી ભાઈ શ્રી મુનદાસભાઈ પટેલ બાવીસ વર્ષના હતા ત્યારે પ્રથમ જૈનધર્મ સંબંધી મને બોધ કર્યો હતો. અને પછી સદ્ગુરુના લક્ષણ કેવા હોય તે સમજાવ્યા હતા. કંદમૂળ, હોક્કા વગેરેનો સર્વથા ત્યાગ જ્યારે પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પધાર્યા ત્યારે હું ભાઈશ્રી મુનદાસભાઈની સાથે ત્યાં ગયો હતો. તે વખતે પરમકૃપાળુદેવની આજ્ઞા થવાથી ભાઈશ્રી મુનદાસભાઈએ મને કહ્યું કે તમો લીલોતરીમાં અમુક વસ્તુઓનો અને કંદમૂળનો તથા હોકો પીવાનો સર્વથા ત્યાગ કરો; જેથી મેં તેનો ત્યાગ કર્યો હતો. ૫૨મકૃપાળદેવની દશા જોઈ આવેલ પ્રતીતિ એક વખત પરમકૃપાળુદેવ વનમાં પધાર્યા હતા. ત્યારે મચ્છરો ઘણા હતા. તે અમોને કરડતા હતા. પણ પરમકૃપાળુદેવ તેમને ઉડાડતા નહોતા. એ વખતથી ભાઈશ્રી મુનદાસભાઈ કહેતા હતા તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે આ સત્પુરુષ છે એવી પ્રતીતિ થઈ હતી. તેમના વચનો સર્વેને રુચતા હતા. એકવાર પરમકૃપાળુદેવે કહ્યું હતું કે ભણેલા છે તે સમજશે, પણ આ નહીં ભણેલા તેને સમજણ પાડો. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો “શ્રી સર્વજ્ઞદેવ પરમગુરુ'નું સ્મરણ રાખવા ખાસ ભલામણ પરમકૃપાળુદેવની સાથે હું તથા બીજા ભાઈઓ સ્ટેશન પર જતા હતા. ત્યારે રસ્તામાં ચાલતાં મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે સાહેબજી, મને કંઈ લાભ થયો નહીં. ત્યારે પરમકૃપાળુદેવે ભાઈશ્રી મુનદાસભાઈને જણાવ્યું કે આમને સમજાવજો અને “શ્રી સર્વજ્ઞદેવ પરમગુરુ'નું સ્મરણ રાખવા ખાસ જણાવજો. એમ આજ્ઞા થવાથી આજ દિવસ સુધી તે પ્રમાણે જ વર્તન રાખ્યું છે. પરમકૃપાળુ દેવને ભગવાન માનીએ છીએ અમે શ્રી પરમકૃપાળુદેવને ભગવાન માનીએ છીએ અને ભાઈશ્રી મુનદાસભાઈના કહેવાથી પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે પોંક પાડવો નહીં, ઊંધીયું બનાવવું નહીં, કાંટા ફૂલ વગેરે બાળવા નહીં એવો નિયમ લીઘેલ છે. ઉપર જણાવ્યા પ્રમાણેની હકીકત મેં મારી સ્મૃતિ મુજબ જણાવી છે. તેમાં જે કાંઈ ભૂલચૂક હોય તેને માટે ક્ષમા ચાહું છું. - આ ઉતારો તા.૧-૮-૧૯૦૭ના રોજ કરાવેલ છે. શ્રી ઝવેરભાઈ શંભુદાસા કાવિઠા શ્રી ઝવેરભાઈ શંભુદાસ શ્રી કાવિઠાવાળા ઉંમર વર્ષ ૪૦ને આશરે. પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ મને શ્રી કાવિઠા મુકામે થયો હતો. મહાપુરુષો ખાતા છતાં ખાતા નથી તે વખતે તેઓશ્રીનો ઉતારો શ્રી ઝવેરભાઈ ભગવાનદાસને ડેલે હતો. જમવાનું તેમના ઘરે હતું. બીજા ભાઈઓ પણ ત્યાં જમવાના હતા. ઘણા ભાઈઓ હોવાથી પરમકૃપાળુદેવને માટે જમવાનું નીચે રાખ્યું હતું. તે વખતે તુરીયાનું શાક કર્યું હતું. તે કડવું હતું. છતાં પરમકૃપાળુદેવે તે વિષે કાંઈપણ જણાવ્યા વિના વાપર્યું હતું. બીજા સર્વે ભાઈઓને કડવું લાગતાં તે વાપર્યું નહોતું. પછી બધાને ખબર પડતાં અન્યોન્ય કહેવા લાગ્યા કે પરમકૃપાળુદેવે કાંઈ પણ જણાવ્યા વિના તે વાપરી લીધું. મહાપુરુષોને મન બધું સમ હોય છે, તેથી ખાતાં છતાં પણ ખાતા નથી એ વાત સત્ય જણાય છે. આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે પરમકૃપાળુદેવ ગામથી થોડે દૂર જંગલમાં પઘારતા ત્યારે મુમુક્ષભાઈઓ સાથે જતા હતા. ત્યાં પરમકૃપાળુદેવનો બોઘ સાંભળી અમો સર્વે ભાઈઓને ઘણો જ આનંદ થતો. અપૂર્વ અલૌકિક અદ્ભુત ઉપદેશ ચાલતો હતો. તે રસ્તે થઈને કેટલાંક લોકો ઢોર ચરાવવા જતાં પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઊભા રહી જતા હતા. ઢોરો કેટલેક દૂર ચાલ્યા જતા પણ પરમકૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી તેઓ આનંદ પામી ઠરી જતા અને ઘણા વખત સુધી રોકાતા હતા. ખૂબ ઉત્સાહપૂર્વક પરમકૃપાળુદેવને નમસ્કાર કરતા અને એકબીજાને વાતો કરતા કે આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે. વગર કીઘે જણાવ્યું, કેમ ચિત્રપટ જોઈએ છે? એક વખત ભાઈ વેણીચંદ મોતીચંદ જ્ઞાતીએ શ્રાવક હતા. તેમણે પરમકૃપાળુદેવનો ચિત્રપટ Page #316 -------------------------------------------------------------------------- ________________ - ૨૬૧ શ્રીમદ્ અને ઝવેરભાઈ ભગવાનભાઈ મેળવવા ભાઈશ્રી અંબાલાલભાઈને વિનંતી કરી. ત્યારે તેમણે જણાવ્યું કે પરમકૃપાળુદેવની | આજ્ઞા મેળવ્યા સિવાય મારાથી કેમ આપી શકાય? તેથી આજ્ઞા મેળવવા તે ભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા અને તેઓશ્રીની સન્મુખ હાથ જોડી ઊભા રહ્યા. પરમકૃપાળુદેવે તુરત જ, તે ભાઈના વગર કીઘે જણાવ્યું કે–“કેમ, ચિત્રપટ જોઈએ છે. અંબાલાલે ના પાડી છે?” તે ભાઈએ કીધું કે હાજી, આપશ્રીની આજ્ઞા મેળવવા માટે આવ્યો છું. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભલે, આપશે. એમ જણાવ્યાથી ઘણા જ આનંદ સાથે આશ્ચર્ય પામી ભાઈશ્રી અંબાલાલભાઈને ઉતારે આવ્યા પછી તુરત જ ચિત્રપટ આપ્યો હતો. અમદાવાદથી તાર આવ્યો કે સર્વેને રજા આપો પરમકૃપાળુદેવ કાવિઠા મુકામેથી પથારી ગયા તે વખતે આણંદ સ્ટેશન ઉપર ક્વોરેન્ટીન હતી. તેમાં દરેકને સાત દિવસ સુધી રોકતા હતા. જેથી ત્યાં પરમકૃપાળુદેવશ્રી તથા અમો સર્વે ભાઈઓને રોક્યા હતા. લગભગ એક કલાક સુધી આશરે અમો રોકાયા તેટલામાં અમદાવાદથી તાર આવ્યો કે સર્વેને રજા આપો. તેથી અમો સર્વેને તુરત જ રજા આપવામાં આવી હતી. તા. ૧૮-૧૯૦૭ના રોજ ઉતારો કરાવેલ છે. શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠા વવાણિયાના કવિરાજ મહાત્મા જૈની છે શ્રી પરમકૃપાળુદેવ સં.૧૯૫રના શ્રાવણ વદી ૧થી ચોમાસામાં લગભગ શ્રી કાવિઠે પથાર્યા તે વખતે દર્શનનો લાભ થયો છે. સાથે તે વખતે પૂ.સોભાગભાઈ તથા પૂ. ડુંગરશીભાઈ ગોસળિયા તથા પૂ.અંબાલાલભાઈ પધાર્યા હતા અને સાંજે ચાર વાગ્યે પઘાર્યા હતા. અને ઘર આગળ જમેલ હતા. તે વખતે હું બોરસદ ગયો હતો પણ આવી જમતી વખતે હું હાજર હતો. પૂ.શ્રી અંબાલાલભાઈની પ્રેરણાથી પધાર્યા હતા અને જમી રહ્યા પછી પૂ.અંબાલાલભાઈએ પિછાન કરાવી હતી કે આ કવિરાજ મહાત્મા છે. પછી મેં નમસ્કાર કર્યા. અને પ્રથમ મેં શ્રી વવાણિયાવાળા પાસે સાંભળેલ કે શ્રી વવાણિયામાં કવિરાજ છે, અને તે મહાત્મા છે તેમજ જૈની છે. તેથી તે પ્રત્યે આકાંક્ષા દર્શન માટે હતી અને વળી તે જોગ તરતમાં પ્રાપ્ત થયો તેથી દર્શન તરત કર્યા હતા અને પછી મેં પૂ.રતનચંદભાઈને જણાવ્યું કે આપણા ઘરે મહાત્મા પધાર્યા છે. તેઓ પણ અત્રે પઘારી દર્શનનો લાભ લીધો હતો. પછી ડેલા ઉપર પઘાર્યા હતા અને તે ડેલા ઉપર એક ભાગમાં સૂવા માટે વચમા કપડાંની કનાત બાંધી હતી. અને લોકો આવે તેમને બહારના મેડા ઉપર બેસવાની ગોઠવણ કરી હતી. પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા તે વખતે અમારે પૂ.ઘોરીભાઈ બાપુજીભાઈ, શ્રી ભાદરણવાળાની ઉપર આઘાર, તેથી તેઓશ્રીને માણસ મોકલી અત્રે બોલાવ્યા હતા. સાંજે પઘાર્યા હતા. તે વખતે મેં ઘોરીભાઈ સાહેબને કહ્યું કે કોઈ કેવળી ભગવાન જેવા વચન છે, તેવા મહાત્મા આવેલ છે. તો પૂ.ઘોરીભાઈએ કહ્યું કે હું જોયા પછી હા Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬ર કહીશ. પછી પૂ.ઘોરીભાઈને તેડીને વનક્ષેત્રે ગયો જ્યાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા, અને તેમણે પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત કરેલ તેથી તેમના મનને સંતોષ થયો અને આ યથાર્થ મહાત્મા છે તેમ તેમને પ્રતીતિ થઈ હતી. પછી અત્રે આવી હંમેશ સવાર, બપોર, સાંજ, રાતદિવસ ઉપદેશ બોઘ ચાલતો હતો. વનક્ષેત્રે પધારતા ત્યાં તે જ વાતચીત ચાલતી. તે વખતે શ્રી ખંભાતવાળા વગેરે બીજા મુમુક્ષુ આવેલ નહોતા અને તે વખતે અત્રે ૧૦ દિવસ બિરાજ્યા હતા. બોઘ અથાગ અપૂર્વ મળતો હતો. પરમકૃપાળુદેવ સાથે ૧૭-૧૮ દિવસ રાળજ રહ્યા પછી પર્યુષણનો વખત હોવાથી અત્રેથી શ્રાવણી વદી ૧૧ના દિને સીગરામમાં શ્રી રાળજ પઘાર્યા હતા. શ્રી રાળજ પઘારતી વખતે એક માઈલ સુધી ગામ છે ત્યાં સુધી ભેગા ગયા હતા અને અમોને મુનિ હુકમમુનિના પુસ્તકો વાંચવાનો પરિચય હતો તેથી તે જ પુસ્તકો વાંચવા આજ્ઞા કરી હતી. તે સિવાય બીજા પુસ્તક જે અનુકૂળ લાગે તે વાંચજો. પછી અમે પાછા આવ્યા હતા. અત્રે ઘેર ૪ દિવસ પષણનો વ્યવહાર સાચવ્યો અને ભાદરવા સુદી ૧ના પૂ.ઘોરીભાઈ વગેરે શ્રી રાળજ ગયા અને ત્યાં મુમુક્ષુઓ આશરે ત્રીસેક ભેગા થયેલ હતા અને અમો તે વખતે ૧-૧૮ દિવસ રાળજ રહ્યા હતા. વડવામાં હજાર માણસોનું આગમન ત્યાંથી શ્રી વડવા શ્રી પરમકૃપાળુદેવ ભગવાન સાથે ૧-૨ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી ખંભાતથી હજારેક માણસ આવેલ હતું અને ૭ મુનિશ્રી પઘાર્યા હતા, અને શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવતો હતો તેથી પૂ.રતનચંદભાઈ અને પૂ.ત્રિભોવનભાઈ સૂરજ આડા ઊભા રહી શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં. મુનિશ્રી પઘાર્યા તે વખતે શ્રી પરમકૃપાળુદેવ ગાદી ઉપર બિરાજેલ હતા તે ગાદી કાઢી નાખી પોતે જાજમ ઉપર બિરાજ્યા. તે વખતે સમવસરણ જેવી રચના અમને આબેહૂબ લાગી હતી. હું શ્રી પરમકૃપાળુ સમીપ હાજર ઊભો હતો. મને ઈશારો કરેલ, પણ હું પ્રથમ સમજ્યો નહીં. પછી સમજવામાં આવ્યથી પાસેનો રૂમાલ મારી પાસેથી લીઘો, અને તે રૂમાલ શ્રી પરમકૃપાળુદેવે મુખવસ્ત્ર તરીકે રાખીને પછી થોડી વારે તે જ સ્થાનકે મૂકી દીધો. પછી તે વખતે એક માણસ ગટોરચંદ મોતીચંદને શંકા ઉદ્ ભવેલી તે જોઈને કૃપાળુદેવે રૂમાલ ભયે મૂક્યો. પછી તે માણસે ઊભા થઈને શ્રી પરમકૃપાળુદેવને જણાવ્યું કે ઉઘાડા મોંઢે બોલો છો તે વાયુકાયના જીવ કેટલા હણાયા? તે વિષેનો ખુલાસો ઘણી વખત કર્યો હતો અને પછી મુનિશ્રી વગેરેના પ્રશ્નનો ઉત્તર આપેલ. પરમકૃપાળુદેવની આજ્ઞાથી ભગવાનના સ્તવન શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞાથી હું તથા પૂ.ઘોરીભાઈ શાંતિનાથ ભગવાન, થર્મનાથ ભગવાન, ભરતેશ્વરની સક્ઝાય કહેતા હતા અને ૩૫૦ ગાથાની શ્રી યશોવિજયજી કૃત “ઘન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે” તે ઘણી ઘણી વખત જોશભેર પોતે શ્રી પરમકૃપાળુદેવ કહેતા હતા. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.” આ પદ વારંવાર કહેતા હતા. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શ્રીમદ્ અને ઝવેરભાઈ ભગવાનભાઈ “એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાયે સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે; હસતાં રમતાં સઘળે ગુરુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓથા જીવનદોરી હમારી રે.’ તે વારંવાર કહેતા હતા. અમારે ત્યાં મુનીમ બ્રાહ્મણ પૂંજીરામભાઈ હતા તેમને શ્રી પરમકૃપાળુદેવના બોધથી જૈનની પ્રતીતિ થઈ હતી. ત્યારપછી શ્રી આણંદ પરમકૃપાળુદેવ પધાર્યા તે વખતે ઘરનું આખું કુટુંબ, મનસુખભાઈ ઝવેરચંદ વગેરે આણંદ પધાર્યા હતા. પરમકૃપાળુદેવનો વૈરાગ્યમય બોધ શ્રી નડિયાદમાં પરમકૃપાળુદેવ હતા ત્યારે પાંચ-સાત વખત જવા આવવાનું છૂટક છૂટક બનેલ. હું અને પૂ. ઘોરીભાઈ તથા પૂ.૨તનચંદભાઈ, પૂ.પુંજીરામ એ ચારે જણ ગયેલ. તે વખતે અમોને સૂયડાંગજીનું અઘ્યયન વાંચી વૈરાગ્યનો બોધ આપ્યો હતો. જેવો કે શ્રી ઋષભદેવજીએ ૯૮ પુત્રોને વૈરાગ્યનો બોઘ આપેલો તેવો બોધ અમને આપેલ તેથી અમો સર્વેની આંખમાં આંસુની ઘાર છૂટી ગઈ હતી. એટલે કે તે વખતે વૈરાગ્ય અમોને પરિણમ્યો હતો. વવાણિયે જતાને રોકી અહીં લાવો બે ત્યારપછી સં.૧૯૫૩ના પોષ માસમાં શ્રી વવાણિયે દર્શન કરવા વૃત્તિ થઈ, જેથી હું તથા મનસુખભાઈ, મનસુખભાઈના માતુશ્રી તથા બહેન ચંપા, બહેન મણિ, રતનચંદના માતુશ્રી, મણિભાઈ બહેન ફુલી, મૂળજીકાકા, ભાઈ ફૂલચંદ, તેમની સ્ત્રી તથા તેમની દીકરી કુલ થઈ ટિકિટ સાડા એકવીસ કે સાડા ચોવીસ કરી શ્રી મોરબી ગયા. અમારા ભેગો સામાન હતો. તેમાંથી થોડો-ઘણો શ્રી મોરબી મૂકવા જવું હતું. બે મજૂર કરીને ગામમાં જતાં હતાં તેમાં દ૨વાજામાં એક જણ મળ્યો, તેમણે અમને પૂછ્યું કે તમો ક્યાં જાઓ છો? તો મેં કહ્યું કે સામાન મૂકવા જાઉં છું અને પછી શ્રી વવાણિયા જવું છે અને અમારો સંગાથ સ્ટેશન ઉપર છે. ત્યારે તે માણસે પૂછ્યું કે તમારે શ્રી વવાણિયે શા કામે જવું છે? તો મેં કહ્યું કે સાહેબજીના સમાગમ અર્થે જવું છે. તો તેમણે કહ્યું કે સાહેબજી અહીં અત્રે છે, અને મને તેમણે તેડવા મોકલેલ છે. તો મેં કહ્યું કે તમે શાથી જાણ્યું કે તેઓ શ્રી વવાણિયે જાય છે ? તો તેમણે કહ્યું કે હું કંઈ જાણતો નથી. ફક્ત મને ગુજરાતી અને વવાણિયે જતાંને રોકી અહીં લાવો એમ સાહેબજીએ કહ્યું છે. એટલે મેં તે માણસને કહ્યું કે તમે સ્ટેશન જઈ અમારા બઘા જણને તેડી લાવો અને ટિકિટો પાછી આપી દેજો—તેમ કહીને હું સાહેબજીના દર્શન માટે ગયો. પછી તે સર્વેએ સાહેબજી પાસે આવીને દર્શન કર્યા. તે વખતે પૂ. નાના માતુશ્રી તથા પૂ.છગનભાઈ તથા પૂ. મનસુખભાઈ, પૂ. રેવાશંકરભાઈ વગેરે સર્વે ત્યાં હતા અને અમો ૩ દિવસ પૂ.રેવાશંકરભાઈ જગજીવનને ત્યાં મુકામે રહ્યા. પછી અમે ઘેર આવ્યા. ત્રણે દિવસ અથાગ ઉપદેશ પ્રાપ્ત થયો હતો, અને અનંતી કરુણા થઈ હતી. ભક્તિમાં ભાવની મુખ્યતા શ્રી મુનદાસભાઈએ બનાવેલ ‘જડ બુદ્ધિ જીવ સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે’’ તે પદ અમે શ્રી પરમકૃપાળુદેવને વાંચવા મોકલ્યું હતું અને જણાવ્યું હતું કે તેમાં કંઈ ફેરફાર હોય તે જણાવશો. તેમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬૪ : : પરભુ વગેરે ભક્તિથી લખેલ અને કાનો માત્રી ફેરફાર હોય તે જણાવશો. તો જવાબમાં લખેલ કે ભક્તિમાં કાનો માત્રી ફેરફાર હોય તેની અડચણ નથી. સં.૧૯૫૪ની સાલમાં શ્રાવણ સુદી ૪-૫ શ્રી પરમકૃપાળુદેવ અત્રે પારેલ, તે વખતે દર્શનનો લાભ લીઘો હતો, અને અમારે ઘરે ઊતર્યા હતા. ત્યાં સ્થિરતા ૧ માસ ને ૪ દિવસ આશરે કરી હતી. જમવાનું ઘર આગળ રાખેલ હતું. ઘણું જ્ઞાન અને નિર્મળતા હોય તો જ્ઞાની ઓળખાય એક વખત મેં પૂછ્યું હતું કે સમકિતી કેમ કરી ઓળખાય? તો તે ઓળખવાને માટે જ્ઞાનનો ઘણો ખપ જોઈએ અને ચિત્તની નિર્મળતા જોઈએ. અને સમકિતને ઓળખવું હોય તો આ બહેન મણિબહેનને જુઓ તેમ શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. અને દૃઢઘર્મી જોવા હોય તો આ રતનચંદભાઈને જોજો. તે વખતે બહેન ચંપા-ઝવેરભાઈની દીકરી માંદી હતી અને તેની ઉંમર નાની - ૨ વર્ષ આશરે હતી અને પૂર્ણ વ્યાધિ હતી. તે વખતે પરમકૃપાળુદેવે કહ્યું કે આજે સુવાણ આવી જશે. તે દિવસથી આરામ આવી ગયેલ છે. તે વખતે માણસ ૫૦ વધુ ઓછા આવતા હતા, અને હંમેશ ખંભાતવાસી ભાઈઓ ૨૦-૨૫ જણ રહેતા હતા. પૂ.પોપટલાલભાઈ મહોકમચંદ તથા શ્રી ગોઘાવીવાળા પૂ.વનમાળીભાઈ અત્રે પધાર્યા હતા તેમજ શ્રી સુણાવવાળા આવતા હતા, તેમ ચરોતરના ઘણા માણસો આવતા હતા. સાહેબજી પલળે છે અને છત્રી આપો એક વખત ઊગમણી તરફ વનમાં પઘારેલ. ૫૦૦ કદમ સુધી આવતા સાથે આવનાર ભાઈઓને અટકાવીને પછી એકલા આગળ પઘાર્યા.હું મુકામે ઘેર આવ્યો. ઘર આગળ આવી બેસું છું તે વખતે એક ઘારાડો આવ્યો અને તે આથમણી બાજુની સીમમાંથી આવીને મને કહ્યું કે શેઠજી, સાહેબજી અમુક જગ્યાએ કોથિયુંને નાકે બાણ ઉપર એકલા બેઠા છે અને વરસાદ આવે છે માટે તમે છત્રી લઈને જાઓ, તેઓ પલળે છે. હું ઊઠ્યો નહીં. પછી તે માણસ પાંચ મિનિટ ઊભો રહી કહે મને છત્રી આપો પછી તેને સંતોષ કરી વિદાય કર્યો ત્યારે તેઓ ઊગમણી તરફ હતા. અમે જણાવ્યા વગર કૃપાળુદેવે બધું કહ્યું એક વખત પૂ.વેણીચંદભાઈને રસોડા ખાતે રાખેલ હતા તો તેમણે એક ફોટોગ્રાફ માટે મને કહ્યું. તો મેં કહ્યું કે તમારી વતી અરજ કરીશું અને અંબાલાલભાઈને પરમકૃપાળુદેવ હુકમ કરે તો તરત મળશે એમ કહ્યું. પછી વેણીચંદભાઈએ આગ્રહ કર્યો કે મને આજે અપાવો. પછી હું સાથે જઈને શ્રી પરમકૃપાળુદેવને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એટલે કૃપાળુદેવે પ્રકાણ્યું કે તમે કહ્યું હોત તો શ્રી અંબાલાલભાઈ શા માટે ન આપત, અને એટલા માટે વેણીચંદભાઈને તસ્દી આપી. પછી પૂ.અંબાલાલભાઈને આજ્ઞા કરી કે એક ફોટોગ્રાફ વેણીચંદભાઈને આપજો. તેથી તેમણે આપ્યો હતો. પણ અમોએ જણાવ્યા વગર કૃપાળુદેવે આ બધું કહી આપ્યું હતું. ચર્ચામાં જૈનદર્શન ઉપરને ઉપર રાખતા પછી પરમકૃપાળુદેવ તરત જ વસો પઘાર્યા હતાં, તે વખતે હું આણંદ સ્ટેશને મૂકવા સાથે ગયો હતો. પછી ૮ દિન કે. હું તથા પૂ. રતનચંદભાઈ શ્રી વસો ગયા હતા. તે વખતે શ્રી વસોના અધિકારીઓ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતનચંદભાઈ લાધાજી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ શ્રીમદ્ અને રતનચંદભાઈ આવેલ. તેમણે વેદ ના પ્રશ્નો પૂછવા શરૂ કરેલા અને શ્રી કૃપાળુદેવ તેના ઉત્તર આપતા હતા. વખતોવખત જૈન દર્શનને ઉપરને ઉપર રાખતા અને અમોને કહેતા કે ઉપયોગ રાખજો, તેમ ઘણી વાર જણાવેલ. પછી તે અધિકારીઓ ઘણો વખત થયેથી અને રાત પડવાથી તેઓ ગયા હતા. રસોડામાં મુમુક્ષુઓ માટે સાદો ખોરાક બનાવવો એક વખત જમવાને માટે ગળપણવાળી બાસુંદી બનાવેલી. તે વખતે પોતે જમ્યા. રસોડામાં તે પ્રમાણે કરેલ પણ પોતે ના પાડેલ. જમતી વખતે કહેલ કે આવો પદાર્થ કરશો નહીં અને રસોડામાં મુમુક્ષુ માટે સાદો ખોરાક કરવો, તે પ્રમાણે અમો જમશું. અને તેથી ફારફેર અમો જમશું નહીં. અને બન્ને સરખો ખોરાક લઈશું – મુમુક્ષુથી જુદો ખોરાક લેવાય નહીં. પરમકૃપાળુદેવના દર્શનથી આનંદ ઉલ્લાસ સ્વાભાવિક શ્રી પરમકૃપાળુદેવના દર્શન થતાં જે રોમાંચિત ઉલ્લાસ આનંદ આવતો તે અનહદ હતો. તેથી આત્મા ઊછળી જતો હતો. બીજી વખત પધારેલ તે ફક્ત કરુણાથી પધાર્યા હતા. અત્યંત કરુણા હતી. ૫૨મકૃપાળુદેવની કૃપાએ ગાય ત્રણ-ચાર વાર દૂધ આપતી એક વખત દૂધની અડચણને લીધે પરમકૃપાળુદેવ પધાર્યા પછી એક ભેંશ રૂા.૧૨૫/–ને આશરેની લીધેલી. તે શ્રી પરમકૃપાળુદેવની ભક્તિમાં દૂધ ત્રણ-ચાર વખત દોહવા દેતી. તે શ્રી પરમકૃપાળુદેવ માટે દૂધ રાખતા, બાકી મુમુક્ષુભાઈઓમાં વપરાતું હતું. શ્રી રતનચંદભાઈ લાઘાજી કાવિઠા પૂજ્યશ્રી રતનચંદભાઈ લાઘાજી શ્રી કાવિઠાવાળા ઉંમર વર્ષ ૫૬ના આશરે. વિવિધ ગ્રંથો વાંચવાની આજ્ઞા પ્રથમ દર્શન સં.૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા પધાર્યા ત્યારે થયાં છે. અને તે વખતે અમારા ઘેર પધાર્યા હતા. એકાદ-બે વખત અમારે ત્યાં જમેલ તે બરાબર યાદ આવે છે. અને મકાન ઉપર પધારતા તે વખતે ઘણીવાર પાણી પીવાનું બનતું, તે વખતે દસ દિવસનો સમાગમ લાભ થયો છે. અને તેઓશ્રીના બોધથી ત્યાગ-વૈરાગ્યતાનો અમને લાભ થયો હતો. શ્રી હુકમ મુનિના પુસ્તકો વાંચવા આશા અમારે માટે કરી હતી, તે સિવાય યોગવાસિષ્ઠના બે પ્રકરણ, પંચીકરણ, મોહમુદ્ગર, સુંદરવિલાસની આજ્ઞા કરી હતી. આ સત્પુરુષ જ એમ અમારા આત્મામાં તેમની વાણીથી છાપ પડી હતી. પૂ.ઝવેરભાઈની દીકરી બેન મણિને સમ્યક્ત્વ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. રાળજમાં અદ્ભુત ચમત્કારી વ્યાખ્યા અહીંથી શ્રી રાળજ પધાર્યા હતા અને પછવાડેથી અમો ગયા હતા, અને ત્યાં ૧૦ દિવસનો Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬૬ સમાગમનો લાભ લીધો હતો. પર્યુષણ શ્રી રાળજ કૃપાળુદેવના સમક્ષ અમે કર્યા હતા અને ત્યાં અદ્ભુત ચમત્કારી વ્યાખ્યા થતી હતી, અને અમારો આત્મા અતી પ્રસન્ન થતો હતો. તે વખતે પૂ.ઘોરીભાઈ બાપુજી સાથે હતા. શ્રી આનંદઘનજી ચોવીશીના પદોનો અર્થ કહેતા હતા અને અપૂર્વ વચનો નીકળતા હતા. શ્રી ખંભાતવાળા પૂ.અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ, કિલાભાઈ વગેરે મુમુક્ષુભાઈઓ હતા. વસો, આણંદ, નડિયાદમાં દર્શન લાભ સં.૧૯૫૪ની સાલમાં પરમકૃપાળુદેવ શ્રી કાવિઠે પઘાર્યા હતાં ત્યારે હું વેપાર માટે ગામ ગયો હતો. ત્યારપછી શ્રી વસોમાં દર્શનનો લાભ થયો હતો. ત્યારપછી શ્રી આણંદ સ્ટેશન પર પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળામાં પઘાર્યા ત્યારે દર્શનનો લાભ લીધો હતો. ત્યારપછી શ્રી નડિયાદ સં.૧૯૫૨ની સાલમાં દિન ૮ થી ૧૦ એમ બે વખત મળી દર્શનનો લાભ લીધો હતો. ત્યાગ વૈરાગ્યનો વિશેષ બોઘ ત્યાગવૈરાગ્ય વિષે વિશેષ વ્યાખ્યા ચાલતી હતી અને શ્રી પરમકૃપાળુદેવને વિશેષ ત્યાગ-વૈરાગ્ય હતો. અમારે કંદમૂળ સર્વથા ત્યાગ અને લીલોતરીનો પાંચ પરબીનો નિયમ અને તેની પણ ગણતરી હતી. છતાં તેઓશ્રી ઉપકારાર્થે ત્યાગ-વૈરાગ્યનો વિશેષ બોધ આપતા હતા. સં.૧૯૬૯ના વૈશાખ વદી ૭, શ્રી કાવિઠા શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ ભાદરણ પૂ.શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ શ્રી ભાદરણવાળા જણાવે છે કે પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રતીતિના કારણો સંવત્ ૧૯૫૨ની સાલમાં મોક્ષમાળા વાંચવાથી પરમકૃપાળુદેવ વિષે ભાવના જન્મી અને તે પુરુષને મળવાની જિજ્ઞાસા ઊપજી; તેમજ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પાસે સારી પેઠે વાત સાંભળવાથી વિશેષ પ્રતીતિ થઈ. સંવત્ ૧૯૫રમાં ચોમાસામાં કાવિઠામાં પરમકૃપાળુદેવ પઘારેલ, તે વખતે પૂ.સોભાગભાઈ લલ્લુભાઈ તથા પૂ.ડુંગરશી ગોસળિયા સાથે હતા. દિન દશ સ્થિરતા કરેલ. મને આજ્ઞા કરવાથી શ્રી આનંદઘનજી કૃત શાંતિનાથ ભગવાનનું સ્તવન વખતોવખત બોલતો હતો. તમાકુ સુંઘવાની ટેવ પણ કાઢી નાખવી મારે રાત્રિભોજનનો ત્યાગ હતો, બ્રહ્મચર્ય ઉપાસતો. પણ તમાકુ સુંઘવાની ટેવ હતી. તે માટે કૃપા કરી આજ્ઞા કરેલ કે થોડે થોડે તે પણ કાઢી નાખવી. તે વખતે દર્શન ગામોઠના તળાવની પાસે વડ તળે થયા હતા. પૂ.ઝવેરભાઈ સાથે હતા. પરમકૃપાળુદેવે ઉપદેશમાં જણાવ્યું કે Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ Page #325 --------------------------------------------------------------------------  Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ શ્રીમદ્ અને થોરીભાઈ શરીરનો મોહ હઠાવી અસંગભાવના ભાવવી શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે.” એમ કરુણા કરી હતી. તેમનો બોઘ સાંભળતાં આત્માના પ્રદેશે પ્રદેશે રોમેરોમ તે પ્રસરી જતો. તેમનો એવો બોઘ મળેલ છે કે જો ખરેખર વિચારી તેવો પુરુષાર્થ કરીએ તો કેવળજ્ઞાન ઊપજે. વૈરાગ્યને પોષણ મળે તેવા પુસ્તકો વાંચવા નીચે પ્રમાણેના પુસ્તકો વાંચવાની આજ્ઞા કરી હતી–આચારાંગ, સૂયગડાંગ, ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક, પ્રશ્ન વ્યાકરણ. એ પાંચ પુસ્તકો હમેશાં વિચારવાં. તેમાં વૈરાગ્યનું પોષણ ઘણું આપેલ છે. ડાહ્યા થાય તે બહુ પરિભ્રમણ કરે એક દિવસ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે?” સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યા થાય તે પરિભ્રમણ કરે.' ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી. વળી એક વખત સાહેબજી મોહનીય કર્મ સંબંઘી વ્યાખ્યા કરતા હતા ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે તેની સામા થવું; એમ કરતાં જય થાય.” એક વખત આહાર લેવાની આજ્ઞા પછી કૃપાળુદેવ રાળજ પઘાર્યા હતા. સંવત્ ૧૯૫રના પર્યુષણમાં રાળજ સોળ દિવસ પરમકૃપાળુદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન શ્રી આનંદઘનજી કૃત ઘણી વખત કહેવરાવતા હતા. ત્યાં એક વખત આહાર લેવા આજ્ઞા કરી હતી. અને ત્યાં સમ્યગુદર્શનની વ્યાખ્યા કરી તેનું અદ્ભુત સ્વરૂપ સમજાવ્યું હતું. હમેશાં અદ્ભુત બોઘ મળતો હતો. તે વખતે વિચારવા માટે જુદા જુદા બેસવા આજ્ઞા કરતા. પછી પોતે પણ પૂછતા અને જ્યાં ભૂલ પડતી તે વખતે સમજાવતા હતા. નડિયાદમાં પણ અદ્ભુત બોઘ સંવત્ ૧૯૫૨ની સાલમાં નડિયાદ પઘાર્યા ત્યારે પણ ત્યાં દર્શન માટે ગયો હતો. ત્યાં પણ અદ્ભુત બોઘ મળતો હતો. શ્રી સૂયગડાંગ સૂત્રનું બીજાં અધ્યયન વાંચતા હતા. જેનું મન નિર્વિકલ્પ તે પરમપુરુષ પરમાતમા સંવત્ ૧૯૫૪ની સાલમાં બીજીવાર શ્રી કાવિઠા પઘાર્યા ત્યારે અનંતી કરુણા કરી હતી. જેના મનમાં નથી કશી ભાવના તે પરમ પુરુષ પરમાતમા” એમ ઉચ્ચાર કરતાં ચાલતા હતા. આ જીવ ઝાડ પાનમાં અનંતકાળ સુઘી રઝળ્યો એક વખત પરમકૃપાળુદેવે મને પૂછ્યું કે, ઘોરીભાઈ, આ શેનું ઝાડ છે? પછી પોતે જ કહ્યું કે આમાં અનંતકાળ થયાં આ જીવ ઊપજી આવ્યો છે, માટે તેની હિંસા કરવી નહીં. સપુરુષના સમાગમમાં ઉપયોગ રાખી વર્તવું એક વખત કાવિઠામાં મેડા ઉપર બોઘ ચાલતો હતો તે વખતે કૂતરા ભસતા હતા. ત્યારે મેં મશ્કરી કરી કે આ તો તુક્કો હુક્કો કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કરુણા કરી કહ્યું કે આટલા સમાગમમાં આવ્યા પછી પણ ચારિત્રમોહની પ્રકૃતિ કેમ ઉદયમાં વર્તે છે, ઉપયોગ કેમ રાખતા નથી? તેમ કૃપા કરી હતી. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬૮ છતી શક્તિએ જીવનપર્યત સામાયિક કરવી સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી વસો મધ્યે નવલખાના મકાનમાં શ્રીકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં વ્યાખ્યાન હંમેશ ચાલતું. એકવાર પરમકૃપાળુદેવે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે મોકલ્યા અને કહ્યું કે હંમેશા બે સામાયિક કરવી. પછી મુનિશ્રી લલ્લુજીએ સામાયિકનો નિયમ છતી શક્તિએ યાવત્ જીવન પાળવો એવો નિયમ આપ્યો હતો. ભારતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી’ વસોમાં પણ મારી પાસે શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન ઘણીવાર કહેવરાવતા હતા. અને ભરતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી' એ સઝાય પણ ગવરાવતા હતા. ભરતેશ્વરની સજઝાય આભરણ અલંકાર સઘળા ઉતારી મસ્તકૌંતી પાગી; આપોઆપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી, ભરતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી. ૧ * અનિત્ય ભાવના એવી રે ભાવી, ચાર કરમ ગયા ભાગી; દેવતાએ દીઘો ઓઘો મુહપતી, જિન શાસનના રાગી. ભ૦૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો, સહિયરો હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજો અમથું આગી. ભ૦૩ ચોરાશી લાખ હયવર ગયવર, છજું ક્રોડ હે પાગી; ચોરાશી લાખ રથ સંગ્રામી, તત્પણ દીઘા રે ત્યાગી. ભ૦૪ ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝ, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતે ઉર ત્યાગી, સુરતા મોક્ષસે લાગી. ભ૦૫ અડતાલીસ કોસમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રતન તો અનુમતિ માગે, મમતા સહુશે ભાગી. ભ૦૬ તીન ક્રોડ ગોકુળ ઘણ દુઝે, એક ક્રોડ હળ ત્યાગી; ચોસઠ સહસ અંતે ઉર ત્યાગી, મમતા સહશે ભાગી. ભ૦૭ ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા, ઊઠો ખડા રહો જાગી; આ લોક ઉપર નજર ન દેશો, નજર દેજે તુમે આવી. ભ૦૮ વચન સુણી ભરતેશ્વર કેરાં, દશ સહસ્ત્ર ઊડ્યા છે જાગી; કુટુંબકબીલો હાટ હવેલી, તલ્લણ દીઘા છે ત્યાગી. ભ૦૯ એક લાખ પૂરવ લગે, સંયમ કેવળ સાર; શેષ અઘાતી કર્મ ખપાવી, પહોંત્યા મોક્ષ મઝાર. ભ૦૧૦ પરમકૃપાળુ દેવના ચિત્રપટની પ્રાપ્તિ ત્યાં મને પરમકૃપાળુદેવને ધ્યાનસ્થ મુદ્રાનો ચિત્રપટ પ્રાપ્ત થયો હતો. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ શ્રીમદ્ અને માણેકબહેન જગતમાં બીજા કોઈનું નહીં હોય તેવું અદ્ભુત વ્યાખ્યાન સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મધ્યે ૨૮ દિવસનો લાભ મળ્યો હતો. તે વખતે અદ્ભુત વ્યાખ્યાન ચાલતું હતું. તેમના જેવું જગતમાં બીજા કોઈનું નહીં હોય તેવું અદ્ભુત વ્યાખ્યાન વખતોવખત ચાલતું હતું. - સંવત્ ૧૯૬૯ના વૈશાખ વદ ૮ બુઘવાર. શ્રી માણેકબહેન કાવિઠા સ્ત્રીવેદ બાંધ્યું છે તે ક્યારે છૂટશે? તો શ્રી પરમકૃપાળુદેવે કહ્યું કે ક્રમે ક્રમે થઈ રહેશે. અને આગળ ઉપર ખબર પડશે તેમ કરુણા કરી હતી. સમકિત એટલે શ્રદ્ધા જોવી હોય તો બહેન મણિની જુઓ એક માણસે સમ્યક્ત્વ વિષે પૂછેલ તો બહેન મણિને દેખાડી કહ્યું કે આ સમકિત છે તેમ કૃપા કરી હતી. પરમકૃપાળુદેવ બે રોટલી અને એક શાક જમતા પ્રભુ જમતા તે વખતે બે રોટલી અને એક શાક જમતા હતા. હું કોઈ વખત પીરસવા જતી હતી. શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર વસો શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણયોગે ત્રિકાળ દંડવત્ નમસ્કાર હો! શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં વસોવાળા ભાવસાર જેઠાલાલ જમનાદાસ આવેલા અને જે જે વાતચીત ખુલાસા થયેલા તે સ્મૃતિમાં રહેલ તે અત્રે લખેલ છે. તેમાં વિસ્મૃતિથી જે કંઈ ભૂલચૂક થઈ હોય તેની ક્ષમા માગું છું. પ્રથમ મારા મનમાં જે વિચારો રહેલા હતા તે દર્શાવું છું – એ તો મોટા મહાત્મા છે, મહાત્મા!!! લખનાર–સંવત્ ૧૯૫૦ની સાલમાં મહારાજ સાહેબ શ્રી લલ્લુજી સ્વામી, શ્રી ચતુરલાલજી તથા શ્રી મોહનલાલજી આદિ ઠાણાનું ચોમાસું વસોમાં હતું. તે દરમ્યાન હું મહારાજ સાહેબશ્રી પાસે દર્શન કરવા જતો; તે લૌકિક અપેક્ષાએ વ્યવહાર રૂઢીથી જતો હતો. અને એમ મનમાં રહેતું કે લગભગ રૂ.૫૦,૦૦૦/- (રૂ. પચાસ હજાર)ની એસ્ટેટ મૂકીને આ મહારાજ સાહેબે સંસાર છોડ્યો છે. તો તે પુરુષમાં કેટલો બઘો વૈરાગ્ય હશે! એમ મને અંતરમાં થયા કરતું. અને એમ ખાત્રી તો હતી જ કે આ પુરુષ ખાસ તરવાની ઇચ્છાવાળા છે. પણ તે મુંબઈના કોઈ કવિરાજનો ઉપદેશ માની તેમના બોઘેલા માર્ગે ચાલે છે તેની મને હરકત નહોતી, પણ તે સંસારી હોવાથી તેમને પગે લાગી શકે? એમ નિરંતર રહ્યા કરતું હતું. પછી મારા મનની અંદર એમ આવ્યું કે આજ તો હું મહારાજ સાહેબને પૂછી જોઉં. એમ ઘારી તે વાતનો ખુલાસો કરવા મહારાજ સાહેબને પૂછ્યું. ત્યારે મહારાજ સાહેબે મને એમ કહ્યું કે તું એ વાતમાં શું જાણું? એ તો મોટા મહાત્મા છે, મહાત્મા!!!તું એમને પ્રશ્ન શું કરવાનો હતો. તું ૫૦ વાતો ઘારીને ગયો Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૭૦ હોઈશ તો તેઓ એક જ વાતમાં ખુલાસો કરી નાખશે. આ પ્રમાણે તેઓ કૃપાળુશ્રીના ઘણા જ ગુણ બોલતા હતા. એથી મને તો મહારાજશ્રી ઉપર એવો વહેમ પડતો કે જાણે એમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હોય એમ લાગતું અને દેખાવ પરથી પણ મને તે જ પ્રમાણે ભાસતું હતું. પ.પૂ.પ્રભુશ્રીજીની પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ ભક્તિ તે જ દિવસે રાત્રે કૃપાળુશ્રી પઘારશે એવા ખબર સાંભળ્યાથી, મને મહારાજશ્રીએ જણાવ્યું કે આજે અપાસરા ઉપર દીવાબત્તી અને ગોદડાની સગવડ કરી રાખજો. તે પ્રમાણે અમે સગવડ કરી રાખી હતી. અને પછી મહારાજશ્રીએ એમ કહ્યું કે આજ રાત્રે સાહેબજી પઘારશે. માટે ગાડી શોધી લાવો. તે વખતે ચોમાસાનો વખત હોવાથી અમે મહારાજ સાહેબને ગાડીને માટે હા, ના પાડતા મહારાજ સાહેબે કીધું કે ગમે તેમ કરીને લાવો. પછી મેં તથા મોતીભાઈએ ભાવસાર જગજીવનદાસ ઝવેરદાસને વિગત જણાવી. તે વખતે રાતના લગભગ ૮ વાગ્યા હતા. ગાડી જોડીને મોતીભાઈ તેડવા જતા હતા. રસ્તામાં જતા કૃપાળુશ્રી ગામની નજીક સુઘી તો પઘારી ગયા હતા. તેમની સાથે અંબાલાલભાઈ તથા લેરાભાઈ સાહેબ હતા. પછી પેલી ગાડીને પાછી વિદાય કરી, અમારી ગાડી લઈ ગયેલ, તેમાં બેસાડી સાહેબજીને ઉપાશ્રયમાં ઉતાર્યા. તે વખતે લગભગ નવ વાગ્યા હતા. પછીથી થોડીવારે વસો ગામના નવલખા શિવલાલ કહાનદાસના ડેલા ઉપર સાહેબજીને ઉતાર્યા હતા. તે દિવસે અંબાલાલભાઈએ લાંબા દંડવત્ પ્રણામ ત્રણ વખત કર્યા. લેરાભાઈની ઉમર લગભગ સાઠ (સાઈઠ) વર્ષની હતી. તે ખતે મારા મનમાં એમ આવ્યું કે મહારાજ સાહેબ, અંબાલાલભાઈ તથા લેરાભાઈ આ સંસારી પુરુષને કેસ નમસ્કાર કરે છે? એવી મને ઘણી જ શંકાઓ થતી. પણ મનમાં એમ રહેતું કે લેરાભાઈ સાઠ વર્ષની ઉંમરના છે, છતાં આ જુવાન પુરુષને લાંબા થઈ દંડવત્ પ્રણામ કરે છે. તેથી તેમણે કંઈ ચમત્કાર જોયો હશે. એમ જાણી મેં પણ દંડવત્ પ્રણામ કર્યા. પણ મનમાં એમ થયા કરતું હતું કે આમ કેમ હશે? અને ગમે તેમ પણ સંસારી તો ખરા જ કેની? અને વળી રાત્રે વાંચન કરતા. આ જોઈ મને તો સાદુ કરતાં અવળું લાગતું હતું. બીજો દિવસ થયો ને મારા મનમાં હતું જ કે હવે પ્રશ્ન પૂછી ખુલાસો કરું. જગત અનાદિ છે, નિયમ પ્રમાણે જગત ચાલે છે લખનાર–લગભગ આઠ વાગ્યાના સુમારે સવારમાં હું ગયો. તે વખતે મારા મનમાં એમ હતું કે પ્રશ્ન એવો કરવો કે તેનો ખુલાસો તેમનાથી થઈ શકે જ નહીં. પછી મેં પ્રશ્ન કર્યો કે આ સૃષ્ટિને બનાવનાર કોણ? પૂજ્યશ્રી : “જગતને બનાવનાર કોઈ નથી.” લખનાર : “બનાવનાર વિના બને નહીં.” પૂજ્યશ્રી: “સૌના કર્મે કરી શુભાશુભ ગતિ થાય છે, ને તેવા જોગમાં જીવ કર્મ કરીને આવે છે. અગ્નિ પાસે આપણે જઈએ તો અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવાથી આપણને બાળશે. તે અગ્નિને આપણે બાળવાનું કહ્યું નથી, પણ તે સ્વાભાવિક ગુણે કરીને થાય છે. જગતને બનાવનાર કોઈ હોય તો તેને બનાવનાર કોણ હશે? અને તે કોઈ નીકળે તો તેની પહેલા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ શ્રીમદ્ અને જેઠાલાલ તેનો બનાવનાર કોણ હશે? એ ઉપરથી ચોક્કસ થયું કે જગતની આદિ કે અંત છે નહીં. આ વસોમાં તમે રહો છો તે વસો પહેલું કે તમો પહેલા હતા તે કહો.” ત્યારે મેં કહ્યું કે તેની અસર શરૂઆત હું જાણતો નથી. પછી સાહેબજીએ કહ્યું કે- “વસોમાં તમે રહો છો છતાં તે ગામની શરૂઆતની ખબર નથી....તો આ જગતની આદિ શી રીતે નીકળી શકે? માટે તે અનાદિ છે.” નદીના પથરા નાના મોટા, ગોળ, લાંબા કોણે કર્યા? લખનાર : પહેલાં જીવ કર્મવાળો હતો કે નહીં? પૂજ્યશ્રી : “અનાદિથી જીવ કર્મસહિત છે.” લખનાર: “જ્યારે જીવ કર્મસહિત છે તો જ્ઞાની પુરુષની બુદ્ધિ વઘારે શી રીતે થઈ? ને તેમને મોક્ષે જવાની ગમ કેમ પડી? તેઓ અમારા જેવા કેમ ન રહ્યા?” પૂજ્યશ્રી: “જગતના જીવો સરખી બુદ્ધિના નથી. પણ ઓછી વઘારે બુદ્ધિ સ્વાભાવિક છે. ને તે બુદ્ધિબળે જ્ઞાની પુરુષે રસ્તો શોધી કાઢ્યો છે, કે આ જીવ રખડ્યા જ કરવાનો છે કે એને છૂટવાનો કોઈ રસ્તો છે? વળી કહો કે નદીના પથરા હોય છે તે કોઈ નાનો, મોટો, ગોળ, લાંબો હોય છે એ કોણે કર્યા?” લખનાર: “તે તો સ્વાભાવિક છે.” પૂજ્યશ્રી: “જ્યારે નદીના પથરા સ્વાભાવિક નાના મોટા છે તો તે જ પ્રમાણે જગતના જીવની બુદ્ધિ ઓછી વસ્તી છે. તેને કોઈએ કરી નથી. અને તે શુભાશુભ કર્મની ગતિનું કારણ છે અને તેથી છૂટવાનો ઉપાય પણ છે. તે જ્ઞાની પુરુષે શોધી કાઢ્યો છે, અને તે ખરો છે.” શુભાશુભ કર્મ વડે શુભાશુભ ગતિ થાય વસ્તુ સાચી છે એમ કવિરાજ વારંવાર કહેતા હતા. પછી મેં કહ્યું કે ઓછી વઘતી બુદ્ધિના પ્રમાણે કરી જ્ઞાની થાય છે, પણ જગતના જીવોને દુઃખ સુખ શાથી પડે છે? જેમ કડિયા સિવાય ઘર ચણાતું નથી. તેમ જીવને સુખ દુઃખ આપ્યા સિવાય કેમ કોઈ જીવ સુખદુઃખી જોવામાં આવે છે? - પૂજ્યશ્રી: “તમે જે દાખલો ઘરનો કે કડિયાનો આપ્યો તે પ્રમાણે જીવને લાગુ પડે તેમ નથી. પણ વસ્તુનો સ્વભાવ એવો છે કે જેમ કોઈ માણસ અફીણ ખાય છે તો તે અફીણ ખાવાથી ઝેર ચઢે છે. પણ અફીણ એમ નથી જાણતું કે આ માણસને હું ઝેરરૂપ પરિણમું. પણ તેનો સ્વભાવ જ ઝેરી છે. જેથી માણસ મરી જાય છે. તે પ્રમાણે કર્મથી શુભાશુભ ગતિનું ફળ મળે છે અને જીવ સુખ દુઃખરૂપ ફળને પામે છે. જેમ અગ્નિ સ્પર્શ કરવાથી બળાય છે પણ અગ્નિ એમ નથી જાણતી કે આ માણસને બાળું, પણ તેનો સ્વભાવિક ગુણ અતિશય બાળવાનો છે. તે જ પ્રમાણે શુભાશુભ ગતિનું ફળ, શુભાશુભ કર્મ કરીને થાય છે.” લોહચુંબક લોઢાને ખેંચે તેમ ક જીવને ખેંચે. “અઘોર કર્મ કરનાર જીવોની નિરંતર બુદ્ધિ જ મલિન અઘોર કૃત્ય કરવા ઉપર રહે છે. માટે તે જીવો તેવા કૃત્યો કરી દુર્ગતિને શોધી લે છે. જેમ ચમક પાષાણ લોઢાને ખેંચે છે, તેમ કર્મના ઉદયે તે ગતિમાં જીવને કર્મો ખેંચીને લઈ જાય છે. એમાં કોઈ કરતું નથી.” - ઉપસ્થી સંસારી અને અંદરથી જ્ઞાની. આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ કવિરાજ પંડિત પણ છે. એમની જોડે કોઈ વાદ કરી શકે તેમ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો ૨૭૨ લાગતું નથી. પણ મારા મનમાં એમ રહેતું હતું કે આ કવિરાજ સંસારી તો ખરા ને! તેમનું બોલવું ખરું છે, પણ તે પ્રમાણે ચાલતા કેમ નથી? એવું મને ઉપલા વ્યવહારથી લાગતું હતું. કારણ કે રાત્રે વાંચતા હતા. સંસારી જેવા લુગડાં પહેર્યા હતા. પોતાને માટે બનાવેલી રસોઈ જમતા. તે રસોઈ અંબાલાલભાઈ બનાવતા હતા. ખાટલામાં પણ સૂતા હતા. તે દરમ્યાન પોપટભાઈ, કીલાભાઈ, છોટાભાઈ, નગીનભાઈ વિગેરે ઘણા માણસો ખંભાતથી, સાણંદથી, અમદાવાદ વિગેરેથી હમેશાં આવવા લાગ્યા. ને હમેશાં બોઘ રાત્રે બે વાગે, ત્રણ વાગે, ૪ વાગ્યા સુધી ચાલતો હતો. વખતનો નિયમ રહેતો નહોતો. ને બિલકુલ ઊંઘતા નો'તા. સાહેબજી માગધી ભાષાના રાગમાં કાવ્ય બોલતા હતા. તે સિવાય બીજું કાંઈ જણાતું નહોતું. કોઈ વ્યવહા૨ી વાત કરે તો તેની ચોખ્ખી ના પાડતા હતા. ભીંતે ટેકો દઈ બેસવાથી જ્ઞાનીની આશાતના લખનાર ઃ રાત્રે હું તથા મારા પિતાજી બંને આ સાહેબજીના સમાગમમાં ગયા હતા. તે વખતે મને કહ્યું કે : “તમે જે ટેકી દઈને બેસો છો તેથી જ્ઞાનીની આશાતના થાય છે; માટે તેમ ન બેસવું જોઈએ.'’ ત્યારથી મેં ટેકી દઈને બેસવાની ટેવ મૂકી દીધી હતી. અને પ્રશ્ન કરવા પણ બંધ કર્યા હતા. કારણ કે મને ખાત્રી થઈ કે આમાં આપણી કંઈ બુદ્ધિ ચાલે તેમ નથી. અને કવિરાજ મને કહેતા હતા પણ ખરા કે અમે જ્ઞાની આવા સામાન્ય પ્રશ્નથી અટકી જઈશું તો દિન પ્રત્યે જે પુરુષો હજાર હજાર શ્લોક બનાવતા હતા તે કેવી રીતે બનાવતા હશે? ડહાપણ મૂકી જે કહે તે સાંભળ્યા કર તે સાંભળી નીચું જોયું અને મનમાં થયું કે જીવ છાનોમાનો બેસી રહે, નહીં તો વખત નકામો જશે. અને કલ્યાણ કરવાનું રહી જશે. અંબાલાલભાઈ કરતાં તો બુદ્ધિ તારામાં વધારે નથી. માટે તેમનું થશે તે આપણું થશે એમ સમજી તું નમસ્કાર કર્યા કર. અને જે કહે તે સાંભળ્યા કર તો તેથી કલ્યાણ થશે. હોકા બીડીના પચ્ચખાણ શ્રી લલ્લુજી પાસે કરાવ્યા પછી બીજે દિવસે રાત્રે આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું કે : “તમે હોકો બીડી પીઓ છો, તે શા માટે મૂકી દેતા નથી.’’ ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાના કારણને લીધે હું હોકો, બીડી પીઉં છું. પૂજ્યશ્રી : ‘‘તમાકુનો પ્રચાર તો ૨૦૦-૪૦૦ વર્ષથી વિશેષ થયો છે. તે પહેલાંના લોકો, તમાકુ, બીડી, હોકા સિવાય બંધકોશ વડે મરી જતા હશે!’ મેં કહ્યુ—ના, સાહેબ. ત્યારે સાહેબજીએ મને કહ્યું કે : ‘‘તમે વ્યસનને આધીન થઈ ગયા છો. પણ વ્યસન તમને આધીન છે. માટે તે બધા બહાના છે અને તે મૂકી દેશો તો મૂકી દેવાશે.’’ લખનાર ઃ આપની આશા હોય તો હું બીડી પીવાની રાખું અને હોકો બંધ કરી દઉં. પૂજ્યશ્રી : “રૂપિયા ન રાખવા અને પરચૂરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે.” આવા વચન સાંભળીને મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તેના પ્રત્યાખ્યાન મહારાજશ્રી લલ્લુજીસ્વામી પાસે કરાવ્યા. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને જેઠાલાલ આ પુરુષના મનમાં જરા પણ મોટાઈ નથી વસોના અમીન છોટાભાઈ, ચતુરભાઈના બંગલે હું તથા ઘણા માણસો પૂજ્યશ્રીના સમાગમમાં ગયા હતા. તે વખતે મહારાજ સાહેબ લલ્લુજીસ્વામી આદિ મુનિશ્વરો તે બંગલામાં બેઠા હતા. તે વખતે કૃપાળુશ્રીએ પહેરણ કફની જેવું પહેરેલું હતું. તથા ટોપી ફકીરના જેવી લુગડાની બે ચાર પૈસાની કિંમતની આશરે પહેરી હતી. તે જોઈ મારા મનમાં તો ઘણો જ વિચાર થતો હતો કે આ પુરુષ તો કોઈ અલૌકિક જ છે, કે જેના મનમાં જરાપણ મોટાઈ છે નહીં. તેથી મને તો સાહેબજી ઉપર દિવસે દિવસે પ્રતીતિ વધતી ગઈ ને મનમાં લાગવા માંડ્યું કે આ પુરુષના વચન સાંભળવાથી લાભ થશે. ૨૭૩ સાહેબજી લલ્લુજી મહારાજને પગે લાગવાનું કહેતા લલ્લુજી મહારાજને કોઈ પહેલા પગે લાગતા નો'તા. તેથી સાહેબજી બધાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. પણ આ મહાત્માને જોઈ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતાં હતા. પણ આવો બધો દેખાવ જોઈને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બિલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી. કરવા માંડો તો જ સફળ થશે, કહેવા માત્રથી સફળતા નથી તે ટાઈમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ધર્મસંબંઘીની ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં સાહેબજીનો બોધ સર્વોત્કૃષ્ટ થયો હતો. અને તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી કહેતા કે : “કરવા માંડો તો જ સફળ થશે. પણ કહેવારૂપે બોલવાથી કંઈ સફળ થશે નહીં.’’ અમને કંઈપણ ખાનપાનની ઇચ્છા નથી આ પછી ઘણા પ્રશ્નોત્તર થયા હતા. તે દરેક પ્રશ્નોનું સમાધાન સારી રીતે કૃપાળુશ્રીએ કર્યું હતું. તેથી પાટીદારો કૃપાળુશ્રીના ઉપર ઘણા પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા કે આપને કંઈપણ ખાનપાનની ઇચ્છા હોય તો અમે આપને માટે સગવડ કરાવીએ અને ફળાહારની અપેક્ષા હોય તો તે લાવી આપીએ. પણ સાહેબજીએ ના પાડી અને કહ્યું કે : “તેવું અમારે જોઈએ નહીં.’ એ પુરુષ કોઈ અદ્ભુત દશાવંત છે આ ઉપરથી મને ખાત્રી થઈ કે તેમને કંઈપણ માન આવકા૨ની જરૂર નથી; અને નિર્માની છે. તે જ પ્રસંગે હું જરાવાર બહાર ગયો ત્યારે પાટીદારો મને પૂછવા લાગ્યા કે ‘આ પુરુષ ગૃહાશ્રમી છે ને લોકો કેમ નમસ્કાર કરે છે?’ ત્યારે મેં કહ્યું કે ગૃહાશ્રમી છે પણ એમની વાત તમે કંઈ જાણો છો? એ પુરુષ કોઈ અદ્ભુત દશાવંત છે. એમણે સોળ વર્ષની વયમાં મોક્ષમાળા બનાવી છે. ત્યારે તેમની કેટલી બુદ્ધિ હશે. અને તેમાં મોક્ષે જવાનો રસ્તો બતાવ્યો છે તે સાધારણ માણસથી બને જ નહીં. અમારે પ્રશંસા કરાવી પૂજાવું નથી આ ઉપરથી લોકોને બરાબર ખાત્રી થઈ કે વાત સાચી છે. આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે પૂજ્યશ્રીએ કોઈ મુમુક્ષુ પાસે કહેવડાવ્યું કે : “લોકોને આવી પ્રશંસાની વાતો તમે કહો છો તે અમારી આજ્ઞા નથી. અમારે પ્રશંસા કરાવવી નથી અને પૂજાવું નથી.’ Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૭૪ આ પુરુષ જરૂર સંસારી ભાવથી અલિપ્ત છે આ ઉપરથી મને લાગ્યું કે આ કવિરાજને પૂજાવાની, પ્રશંસા કરાવવાની અપેક્ષા નથી. જ્યારે સાઘારણ કોઈ ગોસાઈ, સંન્યાસી કે બાવો હોય તો તે વગર પૂછ્યું જ કહી દે કે તમે અમારી વાત કંઈ જાણો છો? અમે મોક્ષમાળા ૧૦મે વર્ષે બનાવી છે. એમ કુલાઈ જાય, પણ આ કવિરાજને તો તે પ્રશંસા જોઈતી જ નથી. માટે તે ચોક્કસ સંસારી ભાવથી જુદા જ વરતે છે. બારીમાંથી ભૂસકો માર્યો છતાં કોઈ ઈજા થઈ નહીં ચિત્ર નંબર ૧ એક દિવસે ઘણા માણસો ડેલા ઉપર ભરાયા હતા. તે વખતે નીચેથી એક બકરું પણ ઉપર આવી ગયું. એકદમ તેને કાઢી મૂકવા માંડ્યું. પણ તે નહીં જતાં બારીએથી એકદમ નીચે ભૂસકો માર્યો તે વખતે પૂજ્યશ્રીએ કહ્યું કેઃ “જુઓ!તે બિચારાને કંઈ થયું છે!” અમે તે જોતાં તેને કંઈપણ ઈજા થયેલી જોવામાં આવી નહીં. તે જોઈ મને તથા બીજા બેઠેલા માણસોને આ ઘણો જ ચમત્કાર જેવો બનાવ લાગ્યો અને મનમાં નક્કી થયું કે આ કોઈ ચમત્કારી પુરુષ છે. શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? 'ચિત્ર નંબર ૨ ત્રીજે દિવસે કોઈ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણિયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરુદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાઘાન સાહેબજીએ કરી નાખ્યું હતું. અને તે ઉપરથી એણે રાજી થઈને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે. તે તમને ખુશીથી ઈનામ આપું છું. એને લઈ મને પાવન કરો. ત્યારે સાહેબજીએ તે માણસને ઘણો જ ઠપકો દીઘો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? અને વેપાર કરવો હોય તો ગામડામાં શું કરવા રહીએ? કૃપાળુશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોઘતા હતા. ઉપરની વાતો ઉપરથી મને ચોક્કસ થયું કે આ સંસારી પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે એમ નક્કી થયું. સાહેબજી સાવ નિર્ભય અને ક્ષમાના અવતાર ચિત્ર નંબર ૩૪ એકવાર સાહેબજી દિશાએ જવા ગયા હતા. દિશાએ જઈ આવતા હતા તે વખતે તે ખેતરનો માલિક આવતો હતો. તેણે સાહેબજીને વચનનો ઘણો જ પ્રહાર કર્યો અને કહ્યું કે મારું એક ડફણું? એમ કહી ડફણું ઉગામ્યું હતું. આ માણસ જાતે કણબી હતો, અને ક્રુર સ્વભાવનો હતો. લોકોના ઘરો પણ બાળી મૂકતો. છતાં પણ સાહેબજી સાવ નિર્ભય હતા, અને કાંઈપણ તે કણબીને જવાબ આપ્યો નહોતો. તેટલામાં ભાઈલાલ જગજીવન આવ્યા. તેમણે એને કહ્યું કે આ તો મહાત્મા છે. એમને તું શું બોલ્યો? આ મહાત્માને પગે લાગ અને ક્ષમા માગ. તે સાંભળી તુરત જ કવિરાજને તે કણબી પગે લાગ્યો હતો. આ વખતે સાહેબજીની સમતા જોઈ મારા મનમાં ખાત્રી વિશેષ થઈ કે સાહેબજીમાં ક્ષમાનો પણ મોટો ગુણ છે. આ મહાત્મા જ્ઞાનબળે ઘડીયાળ જોઈ શકે ફરીથી બીજે દિવસે ઘણા પાટીદારો તથા પરગામથી કેટલાંક માણસો આવ્યા હતા. તે વખતે સામા થાંભલે નાનું ઘડિયાળ મૂકેલું હતું. તે ઘડિયાળ ઘણું જ દૂર હતું. બીજા કોઈ દેખી શકે તેમ ન હતું. તો પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ (૧) બકરાએ બારીમાંથી ભૂસકો માયો છતાં ઈજા થઈ નહીં (૨) શું અમે વ્યાપાર કરવા નીકળ્યાં છીએ ૩-૪) સાહેબજી સાવ નિર્ભય અને ક્ષમાના અવતાર Page #335 --------------------------------------------------------------------------  Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ શ્રીમદ્ અને જેઠાલાલ પ્રસંગે પ્રસંગે સાહેબજી તે ઘડિયાળના સમય મુજબ સમય કહેતા હતા. આ ચમત્કાર થવાથી ઘણા સાહેબજીને પૂછવા લાગ્યા કે તમે શી રીતે જાણ્યું કે આટલા વાગ્યા છે? ત્યારે સાહેબજીએ કહ્યું કે ‘‘સામું ઘડિયાળ છે.’’ પણ બધાએ કહ્યું કે ઘડિયાળ તો ઘણું દૂર છે. ત્યારે સાહેબજીએ કહ્યું કે ‘‘કંઈ નહીં.’’ પછી લોકોએ સાહેબજીને કહ્યું : આ તો તમારી જ્ઞાનશક્તિએ કરી કહી શકો છો. તે વખતે તેઓશ્રી મૌન રહ્યા હતા. આ ઉપરથી મને ખાત્રી થઈ કે આંખ સિવાય પણ આ મહાત્મા જોઈ શકે છે. તે જ્ઞાની છે એમ મને વિશેષ ખાત્રી થવા માંડી. હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ, તેથી વિધિઓ ટૂંકાવી દીધી તે દિવસે એક જાનું પુસ્તક હાથનું લખેલું મારી પાસે હતું. તેનું નામ સાધુ પ્રતિક્રમણ સૂત્ર હતું. તેમાં ઘણી જ બાબતો હતી. તેમાં કોઈ બાબતની ખામીઓ પોતે બતાવતા હતા. અને કહેતા હતા કે “આ સાધુ પ્રતિક્રમણ સૂત્રમાં જે વિધિઓ ટૂંકાવી દીઘી છે તે હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ હોવાથી કાઢી લીઘી છે. પણ તેમાં જૈન સિદ્ધાંત ન હોય.’’ આ ઉપરથી એમ લાગતું હતું કે આ શૂરાતનવાળા પુરુષ છે. નિરંતર ઉદાસીનભાવ-વૈરાગ્યભાવમાં રહેતા એક વખત હું અને અમીન મગનભાઈ, ચતુરભાઈના બંગલે સાહેબજી સાથે આવ્યા હતા. અમે ઘોઘટીયા વડ સુધી આવ્યા તે વખતે એક કણબી પાડાને ડફણાનો માર ઘણો જ મારતો હતો. તે જોઈ સાહેબજીના મનમાં ઘણો જ ઉદાસીભાવ થયો હતો. સાહેબજીને મેં કોઈ દિવસ હસતા જોયા નથી. નિરંતર ઉદાસીનભાવમાં જ પોતે રહેતા હતા. ત્યાંથી આગળ ગયા. કેડે મેં છત્રી ઉઘાડી સાહેબજી ઉપર ધરી પણ તે છત્રીની દરકાર રાખતા નહોતા. છત્રીની બહાર નીકળી જતા હતા. આ જોઈ મારા મનમાં લાગતું હતું કે આ પુરુષનો દેખાવ ઘણો જ એકાગ્ર ચિત્તવૃત્તિનો છે, અને તે એક જ વિચારમાં લીન થઈ ગયા છે. પૂર્વે અજ્ઞાન તપસ્યા કરવાથી બાંધેલ પાપાનુબંધી પુણ્ય સાહેબજી કારણ વિના બોલતા નહીં. આપણે કંઈપણ પૂછીએ તો જ તેનો જવાબ મળતો હતો. પછી હું અપાસરાની નજીકમાં આવ્યો. તે વખતે મેં સાહેબજીને પૂછ્યું ઃ યુરોપિયન લોકો સુખ ભોગવે છે અને ગુજરાતી લોકો દુ:ખી જોવામાં આવે છે. યુરોપિયન લોકો અનાચારી લાગે છે, છતાં એમ કેમ છે? ત્યારે જવાબમાં સાહેબજીએ કહ્યું કે તે પાપાનુબંધી પુણ્યનો ઉદય ભોગવે છે. પાપાનુબંધી પુણ્ય પૂર્વે અજ્ઞાન તપસ્યા કરવાથી બંધાય છે. જેમાં ઘણા પાપ થાય અને માત્ર કિંચિત્ પુણ્ય બંધાતું હોય એવા કારણોથી પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. તે લેશમાત્ર પુણ્યના ઉદયે અત્રે સુખ ભોગવી ફરી તે જીવો મહા અધમગતિના પાત્ર થાય છે. તેવા જીવો જ્યાં અનંતી જીવ હિંસા થાય એવી જગ્યાએ ઉત્પન્ન થયેલા હોય છે. જ્યાં ઘણા વધ થતા હોય, મહા આરંભ થતા હોય ત્યાં પુણ્યનો અંશ ભોગવાઈ રહ્યો કે તરત જ પરભવના પાપનો ઉદય થવાથી તે હિંસક પ્રાણીમાં ઉત્પન્ન થઈ આખરે અધોગતિને પામે છે. આટલું વિવેચન થઈ રહ્યા પછી કૃપાળુશ્રી અપાસરે પધાર્યા હતા. આટલો ભવ અમે કહીએ તેમ કરો તો તમારો ક્રમે કરી અવશ્ય મોક્ષ થાય સાહેબજી કહેતા કે મોક્ષમાર્ગ પંચમકાળમાં નથી અને કોઈ મોક્ષે જઈ શકે નહીં, તે વચન પુરુષાર્થ વિનાનું છે. જ્યારે મોક્ષને રસ્તે અટકો ત્યારે કહેજો. પણ આ તો જોખમ કાળને માથે નાખી પોતે ઢીલાસ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૭૬ પોષવી એ કંઈ શૂરાનું વચન નથી. તમે પુરુષાર્થ કરો તો કંઈ મોક્ષના દરવાજા બંઘ નથી. તમે ક્રમે ક્રમે આગળ વઘો તો વધી શકો છો. અમારે તમોને ચેલા બનાવવા નથી. તમારી યોગ્યતાના પ્રમાણમાં તમને બોજો આપીશું. આટલો ભવ અમને અર્પણ કરો, અમે તમારી દયાને ખાતર કહીએ છીએ. ઘર કુટુંબનો મોહ મૂકવો મહા મુશ્કેલી તમે આ તમારા ઘર કે દેહરૂપી) ઝૂંપડા ઉપરથી મોહ ઘટાડો. પણ તે તમારાથી મૂકાવાનું નથી. ચક્રવર્તી રાજ મૂકે પણ તમારાથી નહીં મૂકાય. વ્યસન માત્ર દોષ, જીવને પરાધીન કરે ત્યારપછી બીડીથી થતા ગેરફાયદા બતાવ્યા હતા. અને કહ્યું કે કોઈપણ બેરિસ્ટર હોય, તેને તમે કેશ આપ્યો હોય, પણ તે જો બીડી પીતો હોય અને તેની બીડી પીવા ઉપર નજર ગઈ તો દરરોજ તમે હજાર રૂપિયા ફીના આપો તો પણ તે કેશનું રૂપ વિપરીત આવવા સંભવ છે. માટે વ્યસન માત્ર દોષ છે, અને તેને આધીન થવામાં જીવનું કલ્યાણ નથી. રાગદ્વેષથી રહિત થવું એ જ વીતરાગનો માર્ગ એક દિવસ રાત્રે ઘણા જ માણસો સમાગમમાં ડેલી ઉપર આવેલા હતા. એક મેવાડનો છોકરો આવ્યો હતો. તેનું નામ મગન હતું. તેણે દિગંબરને શ્વેતાંબર ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો હતો. પૂજ્યશ્રીએ તે વખતે તેને પૂછ્યું કે તારો કયો ઘર્મ? શ્વેતાંબર કે દિગંબર? પૂજ્યશ્રીએ તેને ટુંકારીને બોલાવ્યો કારણ તેની ઉંમર નાની હતી. પણ તે છોકરાને કંઈક મનમાં લાગણી થઈ એમ જણાવાથી ફરીથી તેનું મન વરતીને મોટા માને બોલાવ્યો હતો. તે વખતે તેની ઉંમરની યોગ્યતા પ્રમાણે તેનું સમાઘાન કર્યું હતું. જવાબ ટૂંકાણમાં એમ આપ્યો હતો કે: “ખરો માર્ગ વીતરાગમાર્ગ છે. તેમાં શ્વેતાંબર દિગંબર ગમે તે માનો. પણ જ્યાં રાગદ્વેષની વાતો આવે છે ત્યાંથી અટકવું. એ જ ખરો વીતરાગનો મારગ છે.” બહુ મૂલ્યવાન માનવદેહથી તો ક્રમે કરી ઇન્દ્રિયોને વશ કરવી લખનાર બીજા પ્રસંગે ફરી અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મસહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો લાગ્યો છે. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે છે. પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાખ્યો હોય તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં? પૂજ્યશ્રી : “આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાનીચ ગતિને પાત્ર થાય છે. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી મળે છે. ત્યાં કર્મની નિર્જરા ઘીમે ઘીમે દેહને દમવાથી અને ઇન્દ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે.” તમારી શક્તિ પ્રમાણે જ ત્યાગ કરાવીએ, વિશેષ નહીં લખનાર હું, નારણભાઈ અને ભાઈલાલભાઈ ત્રણે જણ પૂજ્યશ્રીની પાસે બેઠા હતા. તે વખતે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ શ્રીમદ્ અને ભાઈલાલ અનુક્રમે ત્રણેને પૂછ્યું કેઃ “અમે આજ્ઞા કરીએ તે પ્રમાણે ચાલશો? ત્યારે નારણભાઈએ / હા પાડી, અને ભાઈલાલે હા પાડી અને મેં ના પાડી હતી. કારણ મારા મનમાં એમ હતું કે મારી ઉંમર નાની છે, સંસાર વૈભવ કંઈ પણ ભોગવ્યા નથી, અને કદાચિત હા પાડીએ અને વખતે કહે કે અમારા શિષ્ય થઈ દીક્ષા લો તો શું કરવું? પૂજ્યશ્રીએ પૂછ્યું: તમે કેમ ના પાડી? ત્યારે મેં ઉપરની બાબત પૂજ્યશ્રીને કહી બતાવી. ત્યારે પૂજ્યશ્રીએ મને કહ્યું કે અમે તેવી આજ્ઞા કરીએ નહીં. અમે તમારી વૃત્તિના પ્રમાણમાં જ બોજો આપીએ અને તે કલ્યાણને માટે જ. આ ઉપરથી મને ખાતરી થઈ કે આ પુરુષ તો મનની વાત સમજી જાય છે. પરગામના લોકોની રોજ અવરજવર આ સિવાય હમેશાં ૫, ૨૫ માણસોની અવરજવર પરગામના લોકોની હતી. તે લોકોની સાથે હમેશાં રાતના બે વાગ્યા, ત્રણ વાગ્યા સુધી બોઘ ચાલતો. વખતે પાંચ પણ વાગી જતા. જેથી મને ખાત્રી થઈ ગઈ કે આ મહાત્માને ઊંઘની તો બિલકુલ જરૂર પડતી નથી. સાહેબજીના બોઘથી પૈસા લઈ વ્યાખ્યાન કરવાનું બંઘ કર્યું એક વખત અમદાવાદનો શ્રાવક ગોપાલદાસ આવ્યો હતો. તેમના આચરણ પહેલેથી કહી દીઘા હતા. તે એવા પ્રકારે વર્તતો હતો કે જ્યારે સાઘુ ન હોય ત્યારે પૈસા લઈને વ્યાખ્યાન કરતો હતો. તેથી તેને સાહેબજીએ ઘણો જ વચનનો પ્રહાર કર્યો હતો. અને અપાસરાના મેડા ઉપર રાતના ચાર વાગ્યા સુધી બોઘ કર્યો હતો તે બોઘ સાંભળીને ગોપાલદાસને કેટલીક વાત સમજાયાથી પૈસા લેવાનું બંધ કર્યું હતું. અથાણા વહોરવાનું બંઘ તથા એકાસણા કરવાની આજ્ઞા ફરમાવી આ સિવાય મુનિઓના ઠાણા વિગેરે અથાણા વહોરતા હતા, તે સંબંધી કૃપાળુશ્રીએ મહારાજશ્રીને અથાણું લેવાનું બંધ કરવા અંબાલાલભાઈ જોડે કહેવરાવ્યું હતું. તેમજ એકાસણું કરવાને ફરમાવ્યું હતું. તેથી મુનિઓ એક વખત જ આહાર લેતા હતા. આ સિવાય કૃપાળુશ્રી ઉત્તરસંડે પઘારવાના હતા. તે દિવસે મારા પિતાશ્રીએ પગલાં કરાવવા માટે કહ્યું કે તરત જ તેઓશ્રી પઘાર્યા હતા. અને સામે બારણે જગજીવનદાસ ઝવેરદાસને ઘેર પણ પગલાં કરાવવા કહ્યું હતું. ત્યાં પણ માન સિવાય પઘાર્યા હતા. આ સિવાય ફરી મળવાનો પ્રસંગ અમદાવાદમાં થયો હતો. તે વખતે વસો ગામના લોકો પણ ગયા હતા. અને નારણભાઈ, મોતીભાઈ પણ કૃપાળુશ્રીના દર્શન સમાગમ માટે આવ્યા હતા. શ્રી ભાઈલાલ જગજીવનદાસ વસો શ્રી વસોવાળા ભાવસાર ભાઈશ્રી ભાઈલાલ જગજીવનદાસને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંઘી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે. પરમકૃપાળુદેવ વસો મુકામે સંવત્ ૧૯૫૪ના ભાદરવા માસમાં પઘાર્યા હતા ત્યારે દર્શન થયા હતા. પ્રથમ તેમના પ્રત્યે કેવા ભાવો થયેલા તે નીચે જણાવું છું. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પરમકૃપાળુદેવ વિષે લોકોએ કરેલી કલ્પના પ્રથમ લોકોમાં એવી વાત ચર્ચાતી હતી કે કોઈ એક નવો ધર્મ નીકળ્યો છે અને તે ધર્મ કાઢનાર પુરુષને માનનારાઓ પચીસમાં તીર્થંકર તરીકે માને છે. આ વાત સાંભળેલી પરંતુ આવું તો હોય નહીં, જેથી હું તે વાત માનતો નહોતો. મહારાજ સાહેબ ચિત્રપટ આગળ ઘ્યાનમાં બિરાજમાન ૨૭૮ ત્યારબાદ સંવત્ ૧૯૫૪ની સાલમાં મુનિશ્રી લલ્લુજી સ્વામી, મુનિશ્રી મોહનલાલજી તથા મુનિશ્રી ચતુરલાલજી મહારાજ વસો મુકામે બિરાજતા હતા. હું મહારાજ સાહેબ પાસે આહાર લેવા માટે પધારવા વિનંતી કરવા ગયો હતો. તે વખતે મુનિશ્રી ઉપાશ્રયના મેડા પર હતા. જેથી હું પણ મેડા પર ગયો હતો. મહારાજ સાહેબ કોઈ એક ચિત્રપટ આગળ ધ્યાનમાં બેઠા હતા. ત્યાં મેં મુનિશ્રીના દર્શન કર્યા અને આહારપાણી લેવા માટે પઘારવા વિનંતી કરી. પરંતુ તે વખતે તેઓશ્રી ધ્યાનમાં હોવાથી કાંઈપણ જવાબ આપ્યો નહીં. ફરી ફરીને વિનંતિ કરી પરંતુ કાંઈ પણ જવાબ નહીં મળવાથી હું દિલગીર થઈ ગયો અને લોકોમાં જે અફવા ચાલતી હતી કે મુનિશ્રી સંસારી પુરુષને ધર્મગુરુ તરીકે માને છે; તે આજ રોજે પ્રત્યક્ષપણે જોવામાં આવ્યું જેથી મારા મનમાં પાકી શંકા ઊભી થઈ કે ખરેખર મુનિઓ સંસારીને માને છે અને તેથી મુનિઓ બગડી ગયા છે એમ લોકો કહે છે તે ખરું છે. જેથી મને પણ મુનિઓ પ્રત્યે અભાવ થયો હતો. ભાઈશ્રી અંબાલાલભાઈના સમાગમથી આવેલ જાગૃતિ ત્યારબાદ આઠ કે દસ દિવસ પછી મારા સ્નેહી સાથે અમદાવાદ જવું થયું. ત્યાં પણ ઢુંઢીયાના મુનિઓથી ઉપર મુજબની વાત સાંભળવામાં આવી જેથી તે શંકા દૃઢ થતી ગઈ. ત્યાંથી હું અને મારા સ્નેહી સાણંદ ગયા હતા. ત્યાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો હતો. ત્યાંના શ્રાવકો આવી અમોને જમવા માટે લઈ ગયા. જમીને પાંચ વાગતાના સુમારે અમો બજારમાં ગયા ત્યાં ખંભાતવાળા ભાઈશ્રી અંબાલાલભાઈ લાલચંદ વગેરે ભાઈઓ મળ્યા હતા. જે અમોને ઓળખતા હતા. તેઓ એકાંત સ્થળે જંગલોમાં જતા હતા. જેથી અમો બન્ને પણ તેઓની પછવાડે પછવાડે ગયા. રસ્તો ઘણો જ વિકટ હતો. ત્યાં સર્પાદિક ઝેરી જનાવરોની વસ્તી ઘણી જ હોય છે એમ લોકો વાત કરતા હતા; તોપણ અમો તેઓની પછવાડે પછવાડે ગયા. ત્યાં રસ્તામાં ચાલતાં અમોએ બે-ત્રણ સર્પો પણ નજરે જોયા હતા. પરંતુ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓ તો તદ્દન નિર્ભયપણે, નિડરપણે ચાલ્યા કરતા હતા. જેથી અમો પણ તેઓશ્રીને પછવાડે પછવાડે ચાલ્યા કરતા હતા. ભય નહીં લાગવાનું કારણ એ હતું કે આખા રસ્તે ચાલતા પરમકૃપાળુદેવના બોઘનું સ્મરણ કરતા કરતા ચાલતા હતા, જેથી અમો ઘણો જ આનંદ પામતા હતા. તે જ્ઞાનવાર્તાઓથી અમારું હૃદય ઘણું જ પ્રફુલ્લિત થયું હતું. આગળ ચાલતાં એક તળાવ આવ્યું, તે જગ્યા ઘણી જ સારી અને નિવૃત્તિવાળી હતી. જેથી ત્યાં સર્વે બેઠા હતા. તે વખતે લગભગ પચીસ ભાઈઓ હતા. તે સાણંદ તથા ખંભાત વગેરે ગામોના હતા. ત્યાં જે બોધ આપ્યો હતો તે ટૂંકમાં સ્મૃતિમાં રહેલ છે તે અત્રે જણાવું છું : આ સાચું કે તે સાચું એકવાર જનકરાજાને સ્વપ્ન આવ્યું કે પોતાનું રાજ્ય બીજા રાજાએ લઈ લીધું. અને પોતે ભિખારી Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ શ્રીમદ્ અને ભાઈલાલ થઈ ગયો. જ્યારે ભિક્ષા લેવા ગયો ત્યાં ભિખારીઓની લાઈન લાગેલી હતી. જ્યારે એનો વારો આવ્યો ત્યારે ખાવાનું બધું ખલાસ થઈ ગયું. તે જોઈને બીજા ભિખારીને દયા આવવાથી પોતાનામાંથી થોડું આપ્યું. તે ખાવા બેઠો ત્યાં બે સાંઢ લડતા લડતા આવ્યા અને હાથમાંથી તે ખાવાનું ઠીબડું પાડી નાખ્યું. તેટલામાં આંખ ઉઘડી ગઈ. - હવે જનકરાજા વિચારમાં પડ્યા કે આ જે રાજ્ય દેખાય છે તે સાચું કે સ્વપ્નામાં હું ભિખારી થઈ ગયો તે સાચું? પોતાના રાજ્યમાં ૫૦૦ પંડિતો હતા તેમને બોલાવ્યા અને કહ્યું કે “આ સાચું કે તે સાચું?” બધા પંડિતો વિચાર કરવા લાગ્યા પણ કંઈ જવાબ મળ્યો નહીં. તેથી રાજાએ કહ્યું કે “છ મહિના સુધી પણ વિચાર કરીને જવાબ આપજો, નહિં તો બઘાને કેદ કરવામાં આવશે.” બઘા પંડિતો ઘેર ગયા. વિચાર કરતાં કરતાં છ મહિના વીતી ગયા પણ કોઈને જવાબ મળ્યો નહીં. છેલ્લે દિવસે રાજા જનક પાસે જવાનું હતું તેથી પંડિત ચિંતામાં હતા. ત્યારે તેના પુત્ર અષ્ટાવક્રે પિતાને કહ્યું કે “પિતાશ્રી આજે આપ ચિંતાતુર કેમ છો?” પંડિતે કહ્યું કે તું શું સમજે? રાજાનું કહેવું એમ છે કે આ સાચું છે કે તે સાચું?” એનો જવાબ આપવાનો છે પણ કંઈ જવાબ જડતો નથી તેથી રાજા આજે કેદ કરશે. જેના આઠે અંગ વાંકા છે એવા અષ્ટાવક્રે કહ્યું કે આપ ચિંતા કરો નહીં, એનો જવાબ હું આપીશ. આ ચમારોની સભામાં હું ક્યાં આવ્યો? બઘા પંડિતો રાજસભામાં બેઠેલા છે. ત્યાં અષ્ટાવક્ર આવ્યા. અષ્ટાવક્રને જોઈને આખી સભા ખડખડાટ હસી પડી. તે જોઈ અષ્ટાવક્ર પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ જનકરાજાએ કહ્યું કે કેમ પાછા વળી જાઓ છો? અષ્ટાવક્રે કહ્યું કે “હું ચમારોની સભામાં ક્યાં આવ્યો? એ બઘા પંડિતો તો મારું શરીર જુએ છે.” ત્યારે જનકરાજાએ કહ્યું “મહાત્મા જરૂર પધારો.” એમ કહી આસન આપ્યું. જનકે બઘા પંડિતો પાસે “આ સાચું કે તે સાચું” એનો જવાબ માગ્યો. પણ કોઈ જવાબ આપી શક્યું નહીં. પછી અષ્ટાવક્રે જવાબમાં કહ્યું કે– રાજ્ય સાથું તો સ્વપ્ન સાચું, સ્વપ્ન ખોટું તો રાજ્ય પણ ખોટું આ સાચું તો તે પણ સાચું અને તે ખોટું તો આ પણ ખોટું. આ સાંભળતા જ જનકરાજાને વાત બેસી ગઈ, કે ખરેખર રાજ્યલક્ષ્મી છે તે સ્વપ્ના જેવી જ છે. જેમ સ્વપ્ન થોડા સમયનું છે તેમ આ રાજ્ય વગેરે પણ એક લાંબા સ્વપ્ન સમાન જ છે. એમ વિચારીને રાજાએ અષ્ટાવક્રને કહ્યું–આ રાજ વગેરે બધું આપને અર્પણ છે. હું તો જંગલમાં જાઉં છું એમ કહી ઘોડા ઉપર બેસી જંગલમાં જવા લાગ્યા ત્યારે અષ્ટાવક્ર ગુરુએ કહ્યું: “આ ઘોડો કોનો? આ શરીર કોનું?” ગુરુએ આત્મજ્ઞાન કરાવવાથી બધું તેમને અર્પણ જનકરાજાએ કહ્યું કે “તન મન ઘન એ ત્રણે આપને અર્પણ છે. હે ભગવંત! અનુગ્રહ કરીને મને બ્રહ્મનો ઉપદેશ કરો.” રાજાનો એક પગ ઘોડાના એક પાગડામાં હતો. તે વખતે અષ્ટાવક્રે બ્રહ્મનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું. Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૮૦ ત્યારે જનકે જણાવ્યું કે “મહારાજ! આ હાથ હવે મારા નથી, આ પગ મારા નથી, આ જીભ મારી નથી, આંખ, કાન, નાક, મોટું વગેરે ઇન્દ્રિયો કાંઈપણ મારી નથી. આ રાજ્ય પણ મારું નથી. આ તન મન ઘન બધું આપને અર્પણ છે. મારું નથી, આપનું જ છે. આપની આજ્ઞા વગર હું જરાપણ ચેષ્ટા કે વ્યવહાર કરવાને પાત્ર નથી.” હવે મમત્વભાવ રહિત રાજા જનકવિદેહી કહેવાયા ત્યારે અષ્ટાવક્ર ગુરુએ કહ્યું કે “હે જનકરાજા!આ રાજ્ય તમારું નથી પણ અમારું છે, પણ અમારી આજ્ઞાથી આ રાજ્યનું તમે પાલન કરો.” ગુરુના આદેશથી રાજા જનકે રાજ્ય કર્યું. પણ તે મારું નથી એવા મમત્વભાવ રહિતપણાથી તે રાજા જનકવિદેહી કહેવાયા. જ્ઞાની ગમે તે વેશમાં હોય પણ દેહ અને આત્માનું ભાન કરાવી શકે આ વાત સાંભળતા મને પણ એમ થયું કે આજે મેં જે જે બોઘ સાંભળ્યો, તે આજ દિવસ સુધી ઘણા વ્યાખ્યાન સાંભળ્યા, પણ મારો આત્મા આજે કબુલ કરે છે તેવું કદી થયું નહોતું. ઓઘસંજ્ઞાએ દરેક વાક્યોમાં તો હા, હા કહેતો હતો, પણ આજે તો મારો આત્મા પોતે કબુલ કરે છે. જેથી મારા મનમાં એમ નક્કી થયું કે મુનિઓ વેશ વગર સંસારીને જ્ઞાની હોય તો માને, તેમાં કંઈ વેશની જરૂર નથી. ગમે તે વેશે હોય પણ જ્ઞાની, દેહ અને આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવી શકે છે. તેને મારા અહોનિશ ત્રિકાળ નમસ્કાર હો! આમ વિચાર ઊગવાથી પ્રથમની મારી તમામ શંકાઓ દૂર થઈ અને મુનિઓ પ્રત્યે જે અભાવ થયો હતો તે સર્વે નિર્મૂળ થયો. આજથી મને પૂજ્યશ્રી અંબાલાલભાઈથી નવી જિંદગી પ્રાપ્ત થઈ. સપુરુષોના સમાગમથી મારી ગતિ સુઘરી ગઈ જેથી લોકો જે વાતો કરતા હતા કે પચીસમા તીર્થંકર નવા ઘર્મવાળા માને છે તે વાતની હવે મને શંકા રહી નહીં. મારા મનમાં મારા આત્માએ કબૂલ કર્યું કે ભાઈશ્રી અંબાલાલભાઈ પ્રત્યેથી મને આત્માની પ્રાપ્તિ થઈ, તેથી ગુરુપણે તે, ભગવાન પણ છે, જેથી ઘણો જ આનંદ થયો. ત્યાંથી લગભગ રાતના બાર વાગતાં બઘા ગામમાં આવી સુઈ ગયા હતા. પણ આખી રાત મને ઊંઘ આવી નહીં અને ઘણો જ આનંદ થયો કે ભાવનિદ્રા ટળી. હજુ સુધી તે જ બોઘ મારા આત્મામાં રમ્યા કરે છે. મને માઠી ગતિનો ભય રહેતો નથી, કારણ કે સત્પરુષોના વચનોથી અને સમાગમથી મારી ગતિ સુઘરી ગઈ. જે જે ભવ કર્યા તે સત્સમાગમ મળ્યા વિના જ. આવો સત્સંગ એકે ભવે મળેલો નહીં, અને મળેલો હશે તો આ આત્માને આ વખતે પ્રમાણે પ્રતીતિ થયેલી નહીં, જેથી આજ સુથી રખડવાનું થયું. હવે તે કારણથી નિડર થયો છું. સવારમાં ઊઠી હું મારા સ્નેહીની સાથે સ્ટેશને ગયો. ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓ એ જ ટ્રેનમાં ખંભાત જવાના હતા. જેથી હું પણ ખંભાત ગયો. ત્યાં બે દિવસ રહ્યો. ત્યાં ફરીથી ભાઈશ્રી અંબાલાલભાઈનો સમાગમ મળ્યો હતો. | મુનિશ્રીએ સારી રીતે પરમકૃપાળુદેવનું મહાભ્ય સમજાવ્યું ખંભાતથી હું વસો મારા મુકામે આવ્યો અને મહારાજ સાહેબ પાસે ગયો. ત્યાં દર્શન કરીને બેઠો. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ શ્રીમદ્ અને મોતીલાલ પછી મહારાજ સાહેબે મને પૂછ્યું કે ક્યાં ગયા હતા? ત્યારે મેં જણાવ્યું કે અમદાવાદ, સાણંદ અને ત્યાંથી ખંભાત ગયો હતો. ત્યાં મને ભાઈશ્રી અંબાલાલભાઈનો સમાગમ થયો હતો. ત્યારે મુનિશ્રીએ પૂછ્યું કે ત્યાં શું બોઘ ચાલતો હતો? ત્યારે મેં જવાબમાં ઉપર પ્રમાણેનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે ઉપરથી મુનિશ્રીએ સારી રીતે મને પરમકૃપાળુદેવનું માહાસ્ય સમજાવ્યું હતું. જેથી મારા આનંદમાં ઘણો વધારો થયો હતો. પરમકૃપાળુદેવને લેવા મુમુક્ષુઓ સામે ગયા થોડોક વખત ગયા પછી મહારાજ સાહેબ તરફથી મેં સાંભળ્યું કે આજ રોજે પરમકૃપાળુદેવ અત્રે પઘારવાના છે. ત્યારે મેં પૂછ્યું કે ક્યાંથી પઘારવાના છે? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે નડિયાદ સ્ટેશને પઘારશે. આ વાત સાંભળવાથી હું પણ ગાડી લઈ સામો ગયો. અત્રેથી લગભગ વીસ-પચીસ ભાઈઓ સામે ગયા હતા. તેમાં નાથાભાઈજેઠાલાલ-મોતીલાલ-નારણભાઈ વગેરે તો ગાડી લઈને ગયેલા. તે તો લગભગ એક ગાઉ ઉપર ભેગા થયા હતા. દર્શનનો લાભ થયો. ગાડીમાં બેસવા આમંત્રણ કરવાથી ગાડીમાં પઘાર્યા. અમોએ નિદ્રાને પરિહરી છે પહોંચ્યા પછી અમોએ પરમકૃપાળુદેવને આરામ કરવા જણાવ્યું. સૂઈ રહેવા વિનંતી કરી ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ નિદ્રાને પરિહરી છે. બીજા સર્વે ભાઈઓને સૂવાનો વખત થયો હોય તો તેઓની મરજી. પછી સર્વે ભાઈઓ સૂઈ ગયા હતા. ઉપદેશમાં સર્વ ભાઈઓના પ્રશ્નોના ખુલાસા સવાર થતાં કેટલાંક ભાઈઓ પ્રશ્ન લઈ આવ્યા હતા. સર્વે ભાઈઓ પરમકૃપાળુદેવનો બોઘ સાંભળવા ઉત્સુક બની રહ્યા હતા. પછી પરમકૃપાળુદેવનો બોઘ ચાલ્યો હતો. જેમાં સર્વ ભાઈઓના પ્રશ્નોના ખુલાસા થઈ ગયા હતા, અને કાંઈપણ પૂછવા બાકી રહ્યું નહોતું. સર્વે ભાઈઓની શંકાઓ દૂર થઈ જવાથી ઘણો જ સંતોષ પામ્યા હતા એજ. શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદ શ્રી નડિયાદ નિવાસી ભાઈશ્રી મોતીલાલભાઈ ભાવસાર જ્ઞાતિના તેઓશ્રી પરમકૃપાળુદેવ “શ્રીમાન રાજચંદ્ર દેવ”ના સમાગમમાં આવેલાં. તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું યા વાતચીત ખુલાસા થયેલા તે સંબંઘી વૃત્તાંત પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે : પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન અને સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી નડિયાદ મુકામે સુતારવાળાના મકાનમાં થયા હતા. ત્યાં કેવા કારણોથી તેઓશ્રી પાસે જવું થયું હતું અને પરમકૃપાળુદેવનું ઓળખાણ કેવા પ્રકારે થયું તે હકીકત નીચે દર્શાવું છું - શ્રી ખેડામાં સાઘુ રતનચંદજી મહારાજના શિષ્ય અમુલખજી મહારાજ હતા. તેઓની પાસે હું ઘણી વખત જતો. એક દિવસે હું તેઓની પાસે ગયેલો ત્યારે તેઓએ મને જણાવ્યું કે તમારા ગામ નડિયાદમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ / \ આ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો આત્મજ્ઞાની પધાર્યા છે. આત્મજ્ઞાનીમાં સમભાવ છે કે નહીં તે પરીક્ષા કરો માટે તેઓશ્રી પાસે જજો અને તેઓશ્રીનું ઘોતીયું એકદમ ખેંચી કાઢજો. તેઓશ્રી નિશ્ચયવાદી છે માટે તેમ કરશો એટલે તેઓશ્રીની સમભાવદશા જણાઈ જશે. તેને માટે તેઓ તમને ઠપકો દેવા કાંઈ પણ ઉચ્ચાર કરે તો તમારે તેમને ચોખ્ખું જણાવવું કે તમારી સમભાવદશા ક્યાં ગઈ? આ પ્રમાણે મુનિશ્રી અમુલખજીએ મને ભલામણ કરી હતી. એક કાઠિયાવાડના વાણિયા પણ આત્મજ્ઞાની. જેથી હું ખેડેથી નડિયાદ આવ્યો. ત્યાં મારા મકાનની પાસે રહેનાર પાડોશીઓએ મને વાત કરી કે કાઠિયાવાડના એક વાણિયા આ ગામમાં આવ્યા છે. તેમની પાસે આત્માનું જ્ઞાન છે. જે કોઈ તેમની પાસે જાય છે, આવે છે, તેઓનો કંઈ પણ તે આદર સત્કાર કરતા નથી. આ વાત સાંભળતા મને વિચાર થયો કે કોઈ તેમની પાસે જતું હોય તો આપણે પણ સંગાથે જઈએ. પરંતુ તેવો જોગ મળી શક્યો નહીં, જેથી હું એકલો જ તેમની પાસે ગયો. સાહેબજી તો કાયોત્સર્ગ ધ્યાને સમાધિમાં પરમકૃપાળુદેવ જે મુકામે બિરાજમાન હતા ત્યાં ગયો. નજીકમાં પહોંચતા આપણે શું પૂછવું અથવા કંઈ પૂછે તો શું જવાબ દેવો વગેરે વિચારો થવા લાગ્યા. તેથી તેમની પ્રથમ ચેષ્ટા જોઈ પરીક્ષા કરવા અર્થે મકાનની જાળીમાંથી અંદર દ્રષ્ટિ કરી જોવા માંડ્યું. જોવાથી જણાયું કે સાહેબજી તો કાયોત્સર્ગ ધ્યાને સમાધિમાં બેઠા છે. આ પ્રમાણે જોતાં જ મારા મનમાં ઘારીને આવેલ ખોટા વિચારો તે તદ્દન પલટાઈ ગયા, અને શુભ વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં કે અહો!એમની શી અદ્ભુત દશા અને સ્વરૂપ. સાહેબજીની અદ્ભુત દશાનું સ્વરૂપ નવાઈ જેવું ભાસ્યમાન થયું. થોડીવાર એ નિહાળી હું મારા ઘરે ગયો. (પાછળથી એમ સમજાયું કે આ પ્રમાણેના વિચારોથી સાહેબજી પાસે જવાનું થયું તે પૂર્વના સંસ્કારો હોવા જોઈએ.) ત્યારપછી હું મુનિશ્રી અમુલખજી પાસે ગયો. ઉપર જણાવ્યા પ્રમાણેનો સઘળો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. જેથી તેઓને પણ સાહેબજીના સમાગમમાં આવવા ઇચ્છા ઉત્પન્ન થઈ. અને મને જણાવ્યું કે હું તેઓના સમાગમમાં આવીશ. મુનિશ્રી લલ્લુજી સ્વામી પણ કાયોત્સર્ગ ધ્યાનમાં થોડા દિવસ બાદ મુનિશ્રી લલ્લુજીસ્વામી શ્રી નડિયાદ મુકામે પઘાર્યા. આ સમાચાર મળતાં જ હું તેઓશ્રીની પાસે ગયો. મુનિશ્રી લલ્લુજી સ્વામી કાયોત્સર્ગ ધ્યાનમાં બેઠા હતા. જેથી હું ત્યાં એક બાજા પર બેઠો. તે વખતે મુનિશ્રીની દશા મને ઓર જ ભાસ્યમાન થઈ. મેં મુનિશ્રી પ્રત્યે વિનંતિ કરી કે આપ સાહેબ ગામમાં પઘારશો; પણ મહારાજ સાહેબ કાયોત્સર્ગ ધ્યાનમાં હોવાથી મને કાંઈ પણ પ્રત્યુત્તર મળી શક્યો નહીં, જેથી હું થોડો વખત બેસી મારા મુકામે પાછો ફર્યો. આ પત્ર લખનાર કોણ હશે? પરમકૃપાળુદેવ તરફથી મુનિશ્રી ઉપરના પત્રો મારા સરનામે આવતા હતા. તે પૂછવા અર્થે થોડા દિવસ બાદ મુનિશ્રી મારા મકાને પઘાર્યા અને કહ્યું કે કેમ, મોતીલાલ? સાહેબજીનો પત્ર આવ્યો છે? મેં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ શ્રીમદ્ અને મોતીલાલ કહ્યું હાજી આવ્યો છે. પત્રમાં ગાથા સિવાય લખનારનું કંઈ નામ ઠામ છે નહીં એમ કહી તે પત્ર મેં મહારાજ સાહેબને આપ્યો અને પૂછ્યું કે આ પત્ર લખનાર કોણ હશે? ત્યારે મહારાજ સાહેબે કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. બે ત્રણ વાર ફરી પૂછવાથી તેમણે કહ્યું કે આગળ ઉપર જણાવીશું. ગ્રંથ વાંચનથી વૃત્તિઓમાં ફેરફાર એકવાર મુનિશ્રીને મેં કહ્યું કે મારે વાંચવા વિચારવા યોગ્ય ગ્રંથને માટે આપશ્રી આજ્ઞા આપો. ત્યારે મુનિશ્રીએ યોગવાસિષ્ઠ ગ્રંથ વાંચવા જણાવ્યું. ગ્રંથનો કેટલોક ભાગ વાંચ્યા બાદ મારી વૃત્તિઓમાં ફેરફાર થતો જણાયો અને શુભ વિચારો ઉદ્ભવવા લાગ્યા. આ પત્ર લખનાર પુરુષ પરમકૃપાળુ દેવા ફરીથી સાહેબજીના પત્રો આવ્યા. ત્યારે ફરી મેં મુનિશ્રીને જણાવ્યું કે આ પત્ર લખનાર કોણ પુરુષ હશે? તે જાણવાની તીવ્ર ઇચ્છા રહે છે. ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે આ પત્ર લખનાર પુરુષ પરમકૃપાળુદેવ છે. જ્ઞાની પુરુષની આજ્ઞામાં સાચી વિશ્રાંતિ પછીથી જેમ જેમ વિશેષ સમજાતું ગયું તેમ તેમ મુનિશ્રીના સમાગમમાં જવાનો વિશેષ રસ લાગ્યો. તેઓશ્રીના સમાગમ-લાભે પૂર્વે સેવાયેલ દોષો તાદ્રશ્યપણે સમજમાં આવવા લાગ્યા, અને દોષો માટે ઘણો જ પશ્ચત્તાપ થવા લાગ્યો. હવે પછીથી કેવા વર્તને વર્તવું કે જેથી તેવા દોષો ફરીથી સેવાય નહીં એ વિચારોની મૂંઝવણમાં મેં સાહેબજીને એક પત્ર લખ્યો. તેના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવે લખી જણાવ્યું કે સત્સંગ અતિ દુર્લભ છે. ગ્રીષ્મ ઋતુના વખતમાં તાપથી પીડાતા પ્રાણીને છાયા હિતકારી છે તેમ સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા પ્રાણીને સત્સંગ હિતકારી છે. વળી પરમકૃપાળુદેવે પત્રમાં મને આજ્ઞાનું ફરમાન કર્યું કે સમુચ્ચય પ્રકરણ રત્નાકર પુસ્તકમાં યોગદ્રષ્ટિ છે તે મનન કરજો. તે પ્રમાણે મેં તે પુસ્તકજીનો ઉપયોગ કર્યો તો મને ખરેખર એમ જ લાગ્યું કે સુખ તો સઘળું આ સ્થળે જ છે. જ્ઞાની પુરુષોની છાયા નીચે રહેવું એ જ વિશ્રાંતિનું સ્થાન છે. જ્ઞાની પુરુષોની આજ્ઞામાં જ કલ્યાણની પ્રાપ્તિ છે વગેરે વિચારો થવા લાગ્યા તથા પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો ઉત્સાહ અને પ્રેમ ઊલસી આવ્યો. પરમકૃપાળુ દેવની યોગ્ય સગવડ સાચવશો? મુનિશ્રી અત્રે થોડા દિવસ સ્થિરતા કરી શ્રી વસો મુકામે પઘાર્યા. ત્યાં ચાતુર્માસ થયું. મને મુનિશ્રીએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ નડિયાદ પઘારે તો તમો તેઓશ્રીની યોગ્ય સગવડ સાચવી શકશો? ત્યારે મેં જણાવ્યું કે હાજી, સઘળી સગવડો સાચવી શકીશ. થોડા દિવસ બાદ પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા મુકામે પઘાર્યા. કાવિઠામાં એક માસ અને નવ દિવસ રહી સં.૧૯૫૪માં વસો પઘાર્યા હતા. તે સમાચાર જાણવામાં આવવાથી હું તરત જ શ્રી વસો ગયો. સીમાડામાં બંગલો તે એકાંત સ્થાના વસોમાં તેઓશ્રીનો ઉતારો નવલખાના ડહેલામાં રાખ્યો હતો. અત્રે એક માસ સ્થિરતા કરી હતી. એકવાર મને બોલાવરાવ્યો. જેથી હું તરત જ સાહેબજી પાસે ગયો. સાહેબજીએ મને જણાવ્યું કે નડિયાદની આજાબાજુમાં કોઈ એક નિવૃત્તિનું સ્થાન શોઘ કરી રાખજો. આ પ્રમાણેનું ફરમાન થવાથી તે સ્થાન Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો 6ી શોથી શોઘી હું સાહેબજી પાસે ગયો અને જણાવ્યું કે નડિયાદ અને ઉત્તરસંડાની વચ્ચે સીમાડામાં એક બંગલો છે તે એકાંત સ્થાનમાં છે; તેની ગોઠવણ કરી છે. સાહેબજી સાથે વસોથી ભાઈશ્રી અંબાલાલભાઈ, ભાઈશ્રી લહેરાભાઈ અને હું તે બંગલે પધાર્યા. બીજા પણ કેટલાંક ભાઈઓ સાથે આવતા હતા પણ પરમકૃપાળુદેવે ના જણાવી હતી. ફરી દર્શનલાભ ન થાય ત્યાં સુધી બ્રહાચર્યવ્રતા ભાઈશ્રી અંબાલાલભાઈ આ સ્થળે એક પખવાડિયું રોકાયા હતા અને ભાઈશ્રી લહેરાભાઈ લગભગ દસેક દિવસ રોકાયા હતા. સાહેબજીની તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ જે રસોઈનો સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું પાછું લઈ જવાની આજ્ઞા કરી હતી. જેથી હું એક ગાડું જોડાવી લાવ્યો. તેમાં તમામ સરસામાન ભરી, ભાઈશ્રી અંબાલાલભાઈ, સાહેબજીના દર્શન કરી રવાના થયા. દર્શન કરી જતી વખતે તેઓશ્રીએ પોતાના મન વિષે એવો નિયમ ઘારણ કર્યો કે ફરીથી દર્શનનો લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યવ્રત પાળીશ. સાહેબજીએ પોતા માટે કોઈ રખાવ્યું નહીં સાહેબજીની પાસે હવે હું એકલો જ રહ્યો. સાહેબજીએ પોતાને સૂવા માટે પાથરવાનું બિલકુલ રખાવ્યું નહોતું. મેં મારા માટે સૂવાનું એક ગાદલું તથા ઓઢવાનું સાધન અને એક લોટો રાખ્યો હતો. તે સિવાય બીજું કાંઈ રાખ્યું નહોતું. આગ્રહથી ગાદલું મૂક્યું પણ રાત્રે ભોંય ઉપર જણાયું સાહેબજીને સૂવા માટે હીંચકા પર મેં મારા માટે રાખેલું ગાદલું બિછાવ્યું હતું. સાયંકાળે સાહેબજી એકલા ફરવા માટે પઘાર્યા હતા. ત્યાંથી આશરે સાડા દશ વાગે પાછા ફર્યા ત્યારે મને જણાવ્યું કે આ ગાદલું ક્યાંથી લાવ્યા? મેં કહ્યું કે મારા માટે રખાવ્યું હતું તે પાથર્યું છે. સાહેબજીએ જણાવ્યું કે “તમે ગાદલું લઈ લો.” મેં ઘણા જ આગ્રહપૂર્વક તે ગાદલું રાખવા વિનંતી કરી. જેથી સાહેબજીએ તે ગાદલું રહેવા દીધું; તેથી મારા મનને ઘણો જ સંતોષ થયો, આનંદ થયો. થોડીવાર પછી હું તપાસ કરવા આવ્યો ત્યારે ગાદલું હીંચકા પરથી નીચે ભોંય પર પડી ગયેલું જણાયું, પરંતુ ફરીથી પાથરવા માટે કહી શક્યો નહોતો. સાહેબજીને રાત્રે ઘોતિયું ઓઢાડ્યું હું પ્રથમ સાહેબજી પાસે સૂતો હતો, પરંતુ ત્યાં મચ્છરાદિ જીવો ઘણા જ કરડવાથી હું અંદર સૂવા માટે ગયો હતો. સાહેબજીને મચ્છરો કરડતા હશે તેવા વિચારથી અંદરથી ઘોતિયું કાઢી લાવ્યો અને તે ઘોતિયું સાહેબજીને ઓઢાડી પાછો હું અંદર જઈ સૂઈ ગયો. રાત્રે પણ સાહેબજી ગાથાઓની ધૂનમાં ભાઈશ્રી અંબાલાલભાઈએ અત્રેથી જતી વખતે મને ભલામણ કરી કે રાત્રિએ બે ત્રણ વખત ઊઠીને સાહેબજીની સંભાળ રાખજો. તેથી હું સૂતા બાદ આશરે દોઢ કલાક પછી ઊઠીને સાહેબજી પાસે ખબર લેવા માટે આવ્યો. ત્યારે સાહેબજી ગાથાઓની ધૂનમાં હતા અને ઘોતિયું ભોંય પર પડી ગયેલું હતું. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ શ્રીમદ્ અને મોતીલાલ જેથી મેં ફરીથી ઘોતિયું ઓઢાડ્યું અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મચ્છરાદિ જીવાતોથી / આપશ્રીને ઉપદ્રવ ઘણો જ થતો હશે. પણ સાહેબજી તો ગાથાઓની ધૂનમાં હતા જેથી આ કાંઈપણ જવાબ આપ્યો નહીં. તે વખતે મારા મનમાં એવા વિચારો થયા કે અહો! સાહેબજીને આટલા બઘા મચ્છરાદિ જીવો કરડે છે તો પણ સાહેબજી તે તરફ બિલકુલ લક્ષ દેતા નથી અને સ્થિરપણે કાંઈપણ હાલવું-ચાલવું આદિ ક્રિયા થતી નથી, જેથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું હતું. હું જે જે વખતે સાહેબજી પાસે આવેલ તે તે વખતે સાહેબજી ગાથાઓની ધૂનમાં જ હોય એમ મારા જોવામાં આવ્યું હતું. દિશાએથી આશરે બે કલાકે પધાર્યા. સવાર પડી એટલે મેં પાણી ગાળ્યું અને લોટામાં ભરી સાહેબજી સાથે ગયો. કેટલેક દૂર ગયા બાદ સાહેબજીએ મને જણાવ્યું કે તમો અત્રે રોકાઓ. જેથી હું રોકાઈ ગયો અને લોટો સાહેબજીને આપ્યો. સાહેબજી ત્યાંથી દિશાએ જવા માટે પઘાર્યા. ત્યાંથી આશરે બે કલાકે પઘાર્યા. પછી અમો મુકામે આવ્યા. ત્યાં થોડો વખત સુઘી હીંચકા પર બિરાજ્યા. પછી મેડા પર પઘાર્યા. ત્યાં એક શેત્રુંજી હતી તે પર બિરાજમાન થયા. સાહેબજીને વાંચવા માટે પુસ્તકજી ઉપર મૂકવા ગયો. તે મૂકી નીચે આવીને બેઠો પછી હું નિશ્ચિત થયો. પટેલને કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી બપોરે એક ભાઈ ગામમાંથી આવ્યા અને મને કીધું કે અંબાલાલ શેઠ ક્યાં ગયા? મેં કીધું કે શેઠ તો ગયા. ત્યારે તે ભાઈએ કીધું કે જમવાને માટે શી રીતે છે? મેં કહ્યું સાહેબજીની આજ્ઞા સિવાય મારાથી કહી શકાય નહીં. તેથી હું સાહેબજી પાસે ગયો અને જણાવ્યું કે એક ભાઈ રસોઈને માટે પૂછવા આવ્યા છે, તેઓને મારે શું જણાવવું? ત્યારે સાહેબજીએ કહ્યું પટેલને એમ કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી.. મેં આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ ચાલ્યા ગયા. વાણિયાભાઈ ત્યાં છે કે? પછી સાહેબજી પાસે જઈ મેં કહ્યું: રસોઈને માટે મારે શી રીતે ગોઠવણ કરવી? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજો. રસોઈ બનાવવામાં લોખંડનું વાસણ વાપરે નહીં, અને શાક તથા રોટલીમાં પાણી તથા તેલ વાપરે નહીં તેમ જણાવજો.” પછી હું નડિયાદ ગયો. ત્યાં ભાઈશ્રી અંબાલાલભાઈ તુરત જ મને મળ્યા અને જણાવ્યું કે ચૂરમું વગેરે રસોઈ તૈયાર કરાવી છે પણ તમોને સાહેબજીએ શું ભલામણ કરી છે? ત્યારે મેં ઉપર પ્રમાણેની સઘળી હકીક્ત વિદિત કરી. ત્યારબાદ હું બજારમાં ગયો અને ભીંડાનું શાક લાવ્યો તથા રોટલી માટે દૂઘ લાવ્યો. તે લઈને હું મારા મુકામે જઈ સાહેબજીની આજ્ઞા પ્રમાણે રોટલી તથા શાક તૈયાર કરાવી બંગલે લઈ ગયો. સાહેબજીએ તે વાપર્યા પછી પૂછ્યું: વાણિયાભાઈ (શ્રી અંબાલાલ) ત્યાં છે કે? મેં જણાવ્યું કે હાજી, ત્યાં જ છે. હમેશાં એક વખત આહાર ગ્રહણનો ક્રમ રાખજો સાંજના સાહેબજી બહાર પઘાર્યા હતા. લગભગ દશ વાગતાના સુમારે પાછા ફરી હીંચકા પર Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૮૬ બિરાજમાન થયા હતા. તે વખતે મને સાહેબજીએ ફરમાવ્યું કે “હમેશાં એક વખત આહાર ગ્રહણનો ક્રમ રાખજો. ત્યારે મેં સાહેબજીને જણાવ્યું કે હવેથી તેમ જ વર્તીશ. ત્યારથી આજદિન પર્યંતમાં તે ક્રમ પ્રમાણે વર્તન રાખ્યું છે, જેથી સહેજે નિદ્રાનું ઘટવાપણું થયેલ છે. સાહેબજીએ એક રોટલી તથા સહજ ચોખા વાપર્યા બીજે દિવસે હું નડિયાદ ગયો. સાહેબજીને માટે રસોઈ તૈયાર કરાવી અને હું જમીને સાહેબજી માટે રસોઈ લઈને સુમારે બે વાગતાં બંગલે આવ્યો. રસોઈમાં દૂઘ વડે ચોખા તથા ત્રણ રોટલી બનાવરાવી હતી. સાહેબજીએ એક રોટલી તથા સહજ ચોખા વાપર્યા હતા. સાહેબજીની આત્માકાર સ્થિતિ ત્યારપછી સાંજના ત્રણ-ચાર વાગતાંના સુમારે સાહેબજી ફરવા માટે પઘાર્યા. ત્યાં સાહેબજીએ મને જણાવ્યું કે “અમો ક્યાં બેઠા છીએ તેની અમોને કાંઈ ખબર નથી. આ બંગલો છે કે શું છે તેની કાંઈ પણ ખબર નથી.” આ પ્રમાણે જણાવેલ દશાનો અનુભવ સાહેબજીની આત્મચેષ્ટા ઉપરથી સ્પષ્ટ દેખાવ આપતો હતો. ભયરૂપ જે વસ્તુ થાય તે શા માટે રાખવી બીજે દિવસે નડિયાદ જતાં સાહેબજીએ જણાવ્યું કે “તમો અહીંથી જાઓ આવો છો, ત્યારે હાથે પહેરેલ કડું તથા વીંટી ભય ઉપજાવે છે?” મેં કહ્યું કે હાજી, ભય વેદાય છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જ્યારે તમોને તે દુઃખરૂપ, ભયરૂપ થઈ પડતું હોય તો શા માટે રાખવું જોઈએ?” મારા વગર કીધે મારા મન વિષેનો ભય જણાવ્યો તેથી મેં તે વખતથી જ વીંટી તથા કડું કાઢી નાખ્યા હતા. સાહેબજીના આશ્રયે આ દેહ છૂટે તો કેવું સારું સાહેબજીના સમાગમ લાભે તે વખતની મારી આત્મદશા ઘણી જ વૈરાગ્યવાળી થઈ હતી; પ્રથમ પ્રમાદ ઘણો જ વર્તતો હતો તે દૂર કરાવ્યો હતો. મને સાહેબજીના સમાગમથી નિર્ભયપણું એટલા સુઘી રહેતું હતું કે સાહેબજીના આશ્રયે એમની છત્રછાયા નીચે આ ક્ષણિક જીવનનો ત્યાગ થાય તો કેટલું કલ્યાણ થાય એવા વિચારોથી ઘણો જ આનંદ વર્તાયા કરતો હતો. સાહેબજીને ઘડિયાળની જરૂર નથી. એક વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ અત્રે જે ઘડિયાળ ભેરવેલું છે તે અમોને વિકલ્પ કરાવે છે, માટે તમો અત્રેથી નડિયાદ જાઓ ત્યારે લેતા જજો. ગઈ કાલે આ જગ્યા ઉપર સર્પ હતો. પછી સાહેબજી નડિયાદના જાના રસ્તા પર થઈ ફરવા માટે પઘાર્યા. સાથે હું ગયો હતો. રસ્તે ચાલતાં થોડે દૂર ગયા બાદ એક તળાવની કિનાર ઉપર થઈને જતાં રસ્તામાં ચાલતાં ચાલતાં સાહેબજીએ જણાવ્યું કે મોતીલાલ, ગઈકાલે આ જગ્યા પર એક સર્પ હતો. એમ જણાવ્યા બાદ કહ્યું કે જેવો સમય તે પ્રમાણે વર્તવું. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ શ્રીમદ્ અને મોતીલાલ મોતીલાલ શેકાવ; પેલા સર્પને જવા દો. બીજે દિવસે સાંજના સીઘા રસ્તા પર થઈ ફરવા માટે પઘાર્યા. હું પાછળ ચાલતો હતો. સાહેબજીએ જણાવ્યું કે “મોતીલાલ, ચાલ્યા આવજો.” ગઈ કાલે સાહેબજીએ જણાવેલ હકીકત સ્મૃતિમાં આવતાં તુરત જ મેં આગળ ચાલવા માંડ્યું. થોડે દૂર ગયા બાદ સાહેબજીએ મને જણાવ્યું કે “મોતીલાલ, રોકાવ; પેલા સર્પને જવા દો.” જેથી હું તુરત જ થંભી ગયો અને સર્પના ગયા બાદ આગળ ચાલવાનું શરૂ કર્યું. તે સમયે રાત્રિનો હતો. અંધારી રાત હતી. સાહેબજી મારાથી પાછળ ચાલતા હતા. જે સ્થાને સર્પ જતો હતો તે સ્થાને ઘાસનો ઢગલો હતો. તેની વચ્ચે પગદંડીનો રસ્તો હતો. તે સર્પ પ્રથમ તો મારી દ્રષ્ટિએ પડ્યો નહોતો, પણ સાહેબજીના જણાવ્યા બાદ ઘારીને જોતાં મારી દ્રષ્ટિએ પડ્યો હતો. આથી મને ઘણું જ આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે વીરપ્રભુના છેલ્લા શિષ્ય, અલ્પ પ્રમાદથી ભવભ્રમણ એક દિવસે રસ્તે ચાલતા ચાલતા સાહેબજીએ બોઘ દેવો શરૂ કર્યો હતો. તેમની સ્મૃતિમાં રહેલ બોઘનો ટૂંકામાં ભાવાર્થ અત્રે જણાવું છું – સાહેબજી કહે: “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં "લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” હીંચકા પર ગાથાઓની ધૂન આ પ્રમાણે સાહેબજીએ ઘણો બોઘ કર્યો હતો. જતાં આવતાં કુલ ત્રણ ગાઉ આશરે ચાલવામાં આવ્યું હતું. બંગલે આવ્યા બાદ સાહેબજી હીંચકા પર ગાથાઓની ધૂનમાં બિરાજ્યા હતા. અને હું દશ વાગતાના સુમારે અંદર જઈ સૂઈ ગયો હતો. નવલબાઈને આપેલ ઠપકો એક દિવસ ઘેર મારા પત્ની નવલબાઈને મેં જણાવ્યું હતું કે નડિયાદથી મેલ ટ્રેન ઊપડ્યા પછી તમો રસોઈ લઈને અત્રે આવજો અને ચાર ખેતરવા દૂર બેસી રહેજો. ત્યાં આવી હું રસોઈ લઈ જઈશ. જેથી હું રસોઈ લેવાને માટે વિચાર કરી જવાનું કરું છું તેટલામાં તો તે રસોઈ લઈને નજીક આવી પહોંચ્યા. જેથી મેં ઠપકો આપ્યો. અહીં સુધી રસોઈ આપવા માટે આવે છે તેવું સાહેબજીના જાણવામાં આવે નહીં તેથી ચાર ખેતરવા દૂર રોકાવા માટે ભલામણ કરી હતી, છતાં નજીકમાં આવી પહોંચ્યા તેથી મને ખેદ થઈ જવાથી ઠપકો આપ્યો હતો. મેં જે વખતે ઠપકો આપ્યો હતો તે વખતે સાહેબજી મેડા પર હતા, અને હું બંગલેથી થોડે દૂર ગયો હતો ત્યાં ઘીમે સ્વરેથી ઠપકો દીઘો હતો. ૧ પ્રજ્ઞાવબોઘ પુષ્યાંક ૯૫ “અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ” Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૮૮ એ બાઈ તો આઠમે ભવે મોક્ષ પામવાના છે પછી રસોઈ લઈ હું સાહેબજી પાસે મેડા પર ગયો. ત્યારે સાહેબજીએ મને જણાવ્યું કે “કેમ મોતીલાલ, તમોએ રસોઈ લઈ આવવા માટે અને તે અમારા જાણવામાં ન આવી શકે તેવા હેતુથી થોડે દૂર તેમને બેસવા માટે અને ત્યાંથી તમો રસોઈ લઈ જવા માટે ભલામણ કરી હતી?” ત્યારે મેં જણાવ્યું કે હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો લેવા માટે જવાનો વિચાર કરી જતા હતા તેટલામાં તેઓ નજીકમાં આવી પહોંચવાથી તમોને ખેદ થયો હતો?” કીધું હાજી. સાહેબજીએ જણાવ્યું કે “તમો ખેદ થઈ જવાથી બાઈને ઠપકો આપ્યો?” મેં કીધું હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો શા માટે ખીજ્યા? તમે ઘણીપણું બજાવો છો? નહીં નહીં એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાના છે. તે બાઈને અહીં આવવા દો.” બાઈની દર્શનની ઇચ્છા અને સાહેબજીની આજ્ઞા પછી તુરત નીચે જઈને નવલબાઈને કહ્યું કે તમારે દર્શન કરવા માટે આવવાની ઇચ્છા હોય તો સાહેબજીની આજ્ઞા છે. ત્યારે બાઈએ મને કીધું કે સાહેબજીના દર્શન કરવા માટે મારી ઇચ્છા હતી જેથી તમો નીચે આવશો એટલે હું તમોને જણાવીશ. એમ કહી દર્શન કરવા માટે ગયા હતા. અમારું જે કહેવું થાય તે માત્ર જાગૃત થવા માટે તે વખતે સાહેબજીએ પ્રમાદ તજવા ઉપદેશ દીઘો હતો. “પ્રમાદથી જાગ્રત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તો છો? આવો જોગ મળવો મહાવિકટ છે. મહાપુણ્ય કરીને આવો જોગ મળ્યો છે તો વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.” ઘોતિયાના છેડા બેય ખભા ઉપર આ વનક્ષેત્રે સાહેબજી હમેશાં ફક્ત એક પંચિયું વચમાંથી પહેરતા હતા. તેના બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા હતા. સમયસર આહારપાણી ઘરીએ તો વાપરતા હતા, પણ તે બાબત કંઈપણ જણાવતા નહોતા. આહારમાં બે રૂપિયાભાર રોટલી અને થોડું દૂધ વાપરતા હતા. બીજી વખત દૂઘ પણ લેતા નહોતા. સાહેબજી હમેશાં એક જ વખત આહાર કરતા હતા. તે સિવાય બીજું કાંઈ પણ વાપરતા નહોતા. શરીર કજીઓ કરે છે પણ પાર પાડતા નથી સાહેબજી આ પ્રમાણે ખોરાક વાપરે છે તેમાં શરીરને અને અનાજને કેટલો સંબંઘ હશે? આ પ્રમાણે મારા મનમાં વિચાર થયો. તે વખતે સાહેબજીએ જણાવ્યું કે આ શરીર અમારી સાથે કજીઓ કરે છે, પણ અમે પાર પાડવા દેતાં નથી. સાહેબજીના વચનાતિશયથી દૂર પણ સંભળાય સાહેબજીનું શરીર બહુ નાજુક હતું પરંતુ આત્મબળનું સામર્થ્ય અત્યંત હતું. હું નડિયાદથી સાહેબજી પાસે આવતો ત્યારે લગભગ પાંચ ખેતરવા દૂર હોઉં ત્યાંથી પણ સાહેબજીની ગાથાઓનો સ્વર સાંભળી શકતો હતો. જ્યારે હું સાહેબજીની પાસે જઈ પહોંચે તે વખતે પણ સાહેબજી ગાથાઓની ધૂન બોલતાં જ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મોતીલાલ હોય, પણ તે સ્વર કંઈ મોટા ઘાંટાથી કે વધુ અવાજથી બોલતા હોય તેમ જણાતું નહોતું. પણ સાહેબજીના વચન અતિશયયોગે દૂરથી પણ તે ચોક્કસ સાંભળી શકાતું હતું. સાહેબજી જે ગાથાઓ બોલતા હતા તે ગાથાઓ શ્રીમાન આનંદઘનજી મહારાજ વગેરેની હતી. ખેડા લાવવા માટે તમોને મુનિઓ તરફથી ભલામણ છે ૨૮૯ એક દિવસ સાહેબજીએ મને જણાવ્યું કે કેમ, મોતીલાલ, અત્રેથી હવે ચાલીશું? મેં જણાવ્યું કે હાજી, ખેડા તરફ પધારશો? ત્યારે સાહેબજીએ તુરત જણાવ્યું કે “તમોએ જે કારણથી ખેડા તરફ જવા માટે કહ્યું તે અમારા જાણવામાં છે. તમોને મુનિઓ તરફથી ભલામણ છે તેથી કહો છો.’’ મેં કીધું કે હાજી. હજામે દાઢી, શિર, મૂછ બધું મુંડી દીધું પછી સાહેબજીએ જણાવ્યું કે હજામને મોકલો. સાહેબજીની હજામત એક મહિનાની થઈ હતી. મેં હજામને મોકલ્યો. અને તેને કહ્યું કે કાંઈપણ બોલીશ નહીં, તાકીદે હજામત કરી લેજે; કારણ કે બહુ સમય થાય તે સાહેબજીને ઠીક લાગતું નથી. વગેરે ભલામણ કરી મોકલ્યો હતો. હજામે જઈ સાહેબજીની દાઢી, શિર અને મૂછ બધું મૂંડી નાખ્યું. હજામત વખતે તેમણે મને કાંઈ હા કે ના કહ્યું નહીં હું સાહેબજીને નાહવા માટે પાણીની ગોઠવણ કરવા માટે ગયો હતો. ત્યાંથી પાછા આવી જોયું તો સાહેબજીની મૂછો વગેરે તમામ સાફ કરી નાખેલું. જેથી મેં હજામને ઠપકા સાથે જણાવ્યું કે આમ કેમ કર્યું? ત્યારે હજામે કીધું કે આ મહાત્મા પુરુષ છે, તેથી તમામ સાફ કરી નાખવાનું હશે એવું ઘારી મેં તમામ સાફ કરી નાખ્યું. જ્યારે હું હજામત કરતો હતો ત્યારે પણ તેમણે મને કાંઈ હા કે ના કીધું નહીં, જેથી એમ જ કરવાનું હશે એમ ઘારી મેં તો કર્યું છે. ઘોડાને બિલકુલ માર મારવો નહીં એવી શરત સાહેબજી તે દિવસે રોકાયા હતા અને બીજે દિવસે મને કીધું કે કેમ, કંઈ તરફ ચાલીશું? સાહેબજીને જણાવ્યું કે ખેડા તરફ પધારવાનું કરશો. સાહેબજીએ કીધું કે ઠીક. હું ગાડી કરી લાવ્યો. ગાડીભાડાના રૂપિયા ચાર કર્યા હતા. તે ગાડીવાળા સાથે એવી શરત કરી હતી કે ઘોડાને બિલકુલ માર મારવો નહીં તેવો ઠરાવ કરી ગાડી લાવ્યો હતો. કોટ અને ફેંટો આપ્યો તો પહેરી લીધો પછી સાહેબજીએ કહ્યું કે કેમ, મોતીલાલ, ચાલીશું? મેં કીધું કે હાજી, પધારો. આ વખતે બપો૨ના બે વાગ્યા હતા. સાહેબજીને માટે હું કોટ કાઢી લાવ્યો અને તે પહેરવા માટે આગ્રહપૂર્વક જણાવ્યું. જેથી તે પહેરી લીધો. પછી સાહેબજીને ફેંટો કાઢી લાવું કહી તે લાવ્યો અને સાહેબજીએ વીંટીને પહેરી લીધો. બાદ સાહેબજી તથા હું ગાડીમાં બેઠા અને સાંજના પોણા પાંચ વાગતાના સુમારે ખેડા પહોંચ્યા હતા. સાહેબજી બિલકુલ નિદ્રા લેતા નહોતા ખેડામાં ગામ બહાર નરસિંહરામના બંગલામાં મુકામ કર્યો હતો. રાત્રિએ ત્રણ-ચાર વખત ખબર લેવા જતો ત્યારે સાહેબજી પોતે ગાથાઓની ધૂનમાં હોય અથવા બેઠેલા હોય. સાહેબજીને બિલકુલ નિદ્રા નહોતી આવતી તેનો મને અનુભવ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૯૦ ભાઈશ્રી અંબાલાલભાઈ બે દિવસથી ખેડે આવી ગામમાં બીજે સ્થળે રહ્યા હતા અને સાહેબજીના દર્શન કરવાની આજ્ઞા મેળવવાર્થે પ્રયત્ન કરતા હતા. તેમની ઇચ્છા હોય તો ભલે આવે સાહેબજીએ મને જણાવ્યું કે “વાણિયાભાઈ અત્રે આવ્યા છે કે?” મેં કીધું હાજી. સાહેબજીએ મને જણાવ્યું કે “તેમની અત્રે આવવાની ઇચ્છા છે તો ભલે આવે.” પછી મેં ભાઈશ્રી અંબાલાલભાઈ પાસે જઈ જણાવ્યું કે તમારા સંબંધી સાહેબજીને મેં કાંઈપણ કહ્યું નહોતું, પણ સાહેબજીએ પોતે જ તમને આવવાની આજ્ઞા આપી છે. જેથી ભાઈશ્રી અંબાલાલભાઈ આવ્યા હતા. આવી રીતે છંદોમાં ભૂલ કેમ પડે છે? સાહેબજીએ મને આજ્ઞા કરી જણાવ્યું કે આ છંદો તમે મોઢે કરજો, જેથી મેં મોઢે કર્યા હતા. તે પાછા સાહેબજીએ બોલાવરાવ્યા હતા. તે છંદો બોલવામાં મારી ભૂલ પડી હતી. જેથી સાહેબજીએ જણાવ્યું કે આવી રીતે ભૂલ કેમ પડી? તે ભૂલ ટાળવા માટે જણાવ્યું. જેથી મેં તુરત જ તે બરાબર મોઢે કરી લીઘા હતાં. એક દિવસે ફરવા જતાં મેં મારા નવા પગરખાં સાહેબજી આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દોઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેં પગ તરફ નજર કરી તો પગરખાં ડંખેલા અને ચામડી ઉખડી હતી ત્યાંથી ઘણું જ લોહી નીકળતું હતું. છતાં ચાલવામાં કિંચિત્માત્ર ફેર નહીં. સાહેબજીનું તે તરફ લક્ષ નહોતું. પણ મને બહુ ખેદ થયો. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ધૂળ ચોંટેલી દૂર કરી. મેં પછીથી મારા જૂનાં પગરખાં સાહેબજીને પહેરાવ્યા અને નવા પગરખાં ઊંચકી લીઘા. અને સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, આપશ્રીના પગે પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં પણ ફેરફાર થતો હશે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે સત્યરુષોનો ઉપયોગ દેહના ભાવમાં હોય જ નહીં, પણ તમો તેની સ્મૃતિ કરાવો છો. બાહ્ય પરિગ્રહ રહિત પણ અંતરંગ પરિગ્રહ છે માટે મોક્ષ નથી આગળ ચાલતાં લીમડા ઉપર એક વાંદરો હતો તેના તરફ જોઈને સાહેબજી હસમુખે બોલ્યા કે મહાત્મા, પરિગ્રહ રહિત છો અને અપ્રતિબંઘ સ્થળ ભોગવો છો પણ યાદ રાખજો કે હમણાં મોક્ષ નથી.” ઝડપથી ચાલો બીજે દિવસે નદી કિનારે ચાલતા સાહેબજીએ મને કીધું કે મોતીલાલ, જુઓ પેલી મગરી છે, એમ કહી જણાવ્યું કે ઝડપથી ચાલો. જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ સાહેબજીએ એક વખત ઉપદેશ કર્યો કે “પુરુષાર્થ કર્તવ્ય છે.” તે વિષે વિસ્તારપૂર્વક બોઘ કર્યો. તે મને રોમેરોમ અસર કરી ગયો હતો. અમે સપુરુષ છીએ તેમ તમોએ શાથી જાણું? એક દિવસ ફરવા જતાં મને સાથે આવવાની આજ્ઞા થઈ. રસ્તે ચાલતાં સાહેબજીએ મને જણાવ્યું કે “તમો અમારી પાછળ શા માટે ફરો છો?” મેં કીધું કે કલ્યાણની ઇચ્છાએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમે કેમ જાણ્યું કે અમો તમારુ કલ્યાણ કરીશું?” મેં કીધું કે મને અનુભવ થયો છે કે આપ સયુરુષ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ શ્રીમદ્ અને મંગુબેન છો. જેથી મારું કલ્યાણ થશે એમ મને ચોક્કસ ખાતરી છે. સાહેબજીએ જણાવ્યું કે હું “અમો સત્પરુષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું?” મેં કીધું કે તેનો અનુભવ મને સારી રીતે થયો છે તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું કે “શા અનુભવથી જાણો છો?” મેં કીધું આપશ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતાં, હાલતાં ચાલતાં, બેસતા-ઊઠતાં વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે; તેથી ઓળખાણ થયું છે. સાહેબજીએ જણાવ્યું કે “બીજો તેમ કરશે તો?” ત્યારે મેં કહ્યું કે બીજાથી તેમ કૃત્રિમ થઈ શકે નહીં. સાહેબજીએ ફરીથી જણાવ્યું કે “એવી તમોને ક્યાંથી ખાતરી થઈ કે તમો સન્દુરુષને બરોબર ઓળખો છો?” ત્યારે મેં જણાવ્યું કે સાહેબજી, આપશ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઇચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવાપીવાના સુખની સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર-વ્યવહારમાં સુખી થાઉં, તો પછી આપશ્રીની પૂંઠે અમો ચાલતા હોઈશું તે શાને માટે? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપશ્રી સત્પરુષ છો અને આપશ્રીના આશ્રયે આવ્યાથી જરૂર કલ્યાણ થશે જ, એવું મારું દ્રઢપણે માનવું છે. ચરણામૃતનું આચમન કર્યું બીજે દિવસે સાહેબજી ખેડેથી મુંબઈ તરફ પઘારવાના હતા. હું મહેમદાબાદ સ્ટેશને સાહેબજીને વળાવવા માટે ગયો હતો. રસ્તામાં એક કૂવો આવ્યો ત્યાં સાહેબજીને બેસવા માટે વિનંતી કરી, જેથી તે કૂવાની પાળ પર બિરાજમાન થયા. મેં તે કૂવામાંથી પાણી કાઢ્યું અને પ્રદક્ષિણા ફરી સાહેબજીના જમણા પગના અંગૂઠા પર ઊંચેથી પાણીની ધારા વહેવડાવી. અને નીચે હાથ રાખી તેમાં ચરણામૃત ઝીલ્યું હતું. ત્યારપછી સ્ટેશન પર આવ્યા. મેલ ટ્રેન આવી તેમાં સાહેબજી બિરાજમાન થયા અને મુંબઈ તરફ પઘાર્યા. ત્યારબાદ ફરી સમાગમ વઢવાણ કેમ્પમાં થયો હતો. આ મોતીલાલ ભવહાર નથી પણ ભવસાર છે શ્રી વઢવાણ મુકામે સાહેબજીની સેવાનો લાભ સારી રીતે મળી શક્યો હતો. એક વખતે હું સાહેબજીની સેવા કરવા માટે સાહેબજીની પાસે તેમના પલંગ ઉપર બેઠો હતો. ત્યારે સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે આ મોતીલાલ ભવહાર ન હોય, એ તો ભવસાર છે. ત્યારપછી ફરી સમાગમ થયો નથી. ઉપર જણાવ્યા પ્રમાણે સઘળી હકીકતો સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે યાદ કરી લખાવેલ છે, તેમાં જે કંઈ મારી વિસ્મૃતિના કારણથી કાંઈપણ ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું. શ્રી મંગુબેન નડિયાદ શ્રી નડિયાદવાળા બેન મંગુબેન–તે ભાઈ લીલાભાઈ અમરચંદના દીકરી. તેઓને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે – એક વખત આહાર કરવાથી નિદ્રા ઓછી આવે શ્રી પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૫૪ની સાલમાં ચોમાસામાં શ્રી વસો મુકામે પઘાર્યા હતા. તે વખતે Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૯૨ મને તેમના પ્રથમ દર્શન ઉપાશ્રયમાં થયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામીનું ચોમાસું ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા કે પાંચ ઇન્દ્રિયો માંહે જિલ્લા ઇન્દ્રિય જિતાય તો બધી ઇન્દ્રિયો જીતી શકાય છે. ખારું, ખાટું સ્વાદ વગેરે જિલ્લા ઇન્દ્રિય માંગે છે. ખારું ખાટું વધારે ખાવું નહીં અને એક વખત આહાર કરવાથી નિદ્રા ઓછી આવે છે, અને નિદ્રા ઓછી આવવાથી પ્રમાદ ઓછો થાય છે, એટલું જણાવ્યું હતું. તેથી એમ થયું કે આ મહાત્મા પુરુષ છે. તેઓની પાસે ક્યારે સેવા-ભક્તિનો લાભ મળે એમ રહ્યા કરતું. પરમકૃપાળુદેવ આપણા ગુરુ છે પછી મને એમ થયું કે આ સંસારમાંથી ક્યારે છૂટું? એવા વિચારથી મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે જઈ હું ઘણું જ રોવા લાગી. ત્યારે મહારાજ સાહેબે જણાવ્યું કે શ્રી પરમકૃપાળુદેવ તે આપણા ગુરુ છે. પરમકૃપાળુદેવે કહ્યું-વાંચજો, આવડશે એકવાર હું પરમકૃપાળુદેવના દર્શન કરી હાથ જોડી ઊભી રહી ત્યારે પરમકૃપાળુદેવે સ્વહસ્તે મોક્ષમાળા તથા ભાવનાબોઘ મને આપ્યા. મેં કહ્યું કે હું ભણેલી નથી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે આવડશે, વાંચજો, શીખજો. ત્યાર પછી શ્રી વસોથી આવ્યા બાદ ભણવા માટે કક્કાની ચોપડી મંગાવી અને ભણવા વાંચવાનું શીખી અને હાલ ઠીક વાંચી શકાય છે. માળા વેઠની જેમ ફેરવો છો? આત્માર્થે ફેરવાતી નથી પછી પરમકૃપાળુદેવ ઉત્તરસંડામાં એક માસ રહેલા, ત્યારે મારા મનમાં એમ થાય કે હું ક્યારે તેઓશ્રીના દર્શન કરવા જઈ શકું? પછી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ પઘારેલા ત્યારે ભાઈશ્રી મોતીલાલની વહુ નવલબાઈની સાથે જણાવ્યું કે મંગુબેનને કહેજો કે આવવાની મરજી હોય તો આવે. તેથી બાઈ નવલબાઈએ મને જણાવ્યું. જેથી હું દર્શન કરવા ગઈ હતી. દર્શન કરવા બેઠી ત્યાં એક ડોશીમા બેઠેલ હતા. તેઓને પરમકૃપાળુદેવે જણાવ્યું કે માજી, તમો માળા ફેરવો છો? ત્યારે ડોશીમાએ કીધું કે હા, મહારાજ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેવી રીતે ફેરવો છો? વેઠની જેમ? જેમ ઘઉં બાજરી દળવા લાવેલા હોય અને તે પૈસા લઈને વેઠની માફક દળી આપીએ છીએ તેમ? આત્માના કલ્યાણ માટે ફેરવાતી નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. ત્યારબાદ પરમકૃપાળુદેવ શ્રી ખેડે પધાર્યા હતા. આપ જે કહો તે સત્ય છે પછી સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ આગાખાનના બંગલામાં પધાર્યા હતા. તે વખતે દર્શનનો લાભ થયો હતો. ત્યાં બહેન નાથીબહેન સોનીને પૂછ્યું કે તમારે શ્રી પરમકૃત ખાતામાં રૂા. ૫૦૦/- લખાવાના છે? ત્યારે નાથીબહેને કહ્યું કે મારું ગજું નથી. પછી નાથીબહેને કહ્યું કે આપ જે કહેશો તે સત્ય છે. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે રૂ.૧૦૧/- પરમકૃત ખાતામાં લખાવો. પછી નાથીબહેને તે પ્રમાણે માંડ્યા હતા. કલ્યાણ માટે મુનિશ્રીને પૂછી જોજો. એક વખત પરમકૃપાળુદેવને મેં કહ્યું કે મારું કલ્યાણ કેમ થશે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે મુનિશ્રીને પૂછી જોજો. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને સુખલાલભાઈ જયમલ નીચે જઈ વાંચો અને નિર્ભય રહો એકવાર પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે વાંચણી કેવી છે? એમ કહી શ્રી આનંદઘનજી ચોવીશીનું પુસ્તક વાંચવા આપ્યું. તેમાંથી બે પદ વાંચતા શરમાવાથી વાંચી શકાયું નહીં. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે નીચે જઈને વાંચો અને નિર્ભય રહો. તેથી હું નીચે ગઈ અને વાંચવાનું શરૂ કર્યું. તે વખતે આઠ દિવસ સુધી દર્શનનો લાભ મળ્યો હતો. ૨૯૩ ઝેર ખાઈને મરવું પણ શિયળ ભાંગવું નહીં શ્રી વલસાડથી સંવત્ ૧૯૫૭ના માહ માસમાં પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ રાત્રે પધારેલા. સવારમાં દર્શનનો લાભ મળ્યો હતો. તે વખતે મને પૂછ્યું કે કેમ મંગુબેન? ત્યારે હું કાંઈ બોલી શકી નહીં. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે શિયળવ્રત લેજો અને તે બરાબર પાળવું. ઝેર ખાઈને મરવું પણ તે શિયળવ્રત ભાંગવું નહીં એમ જણાવ્યું હતું. ઉતારો કર્યો સંવત્ ૧૯૬૯ના વૈશાખ સુદ ૧૦ને શુક્રવારે. શ્રી સુખલાલભાઈ જયમલ સાણંદ ભાઈ સુખલાલ જયમલ સાણંદવાળાએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પરિચયની હકીકત :— કૃપાળુદેવનો પ્રથમ પરિચય મને સં.૧૯૫૪ના ભાદ્રપદમાં વસોમાં થયો હતો. ત્યાં હું પોપટલાલભાઈ સાથે ગયેલ. ત્યાંના બે પ્રસંગો યાદ છે તે જણાવું છું : જ્ઞાનબળે જાણી લીધું કે સુખલાલ આવે છે (૧) શ્રીમદ્ જ્યાં ઊતર્યા હતા તે સ્થાનના મેડામાં જવાની બે નીસરણીયો હતી. એક અંદર અને એક બીજી બહાર પથ્થરની હતી. હું એકવખત પથ્થરની નીસરણીએથી મેડા ઉપર જતો હતો. ત્યારે ઉપરનું બારણું બંધ હતું. અંદર શ્રીમદ્, અંબાલાલભાઈ લાલચંદ, પોપટભાઈ ગુલાબચંદ તથા રૂક્ષ્મણીબેન વિગેરે હતા. હું ઉપર જવાનો છું એની કોઈને ખબર ન હતી. બારણું બંધ હતું. હું નીસરણીએથી ઉપર ચડું તે પહેલાં શ્રીમદે અંબાલાલભાઈને કહ્યું : ‘બારણું ઉઘાડો, સુખલાલને આવવું છે.’’ હું ચડતો હતો ત્યાં બારણું ઊઘડ્યું. વગર પૂછ્યું બધા પ્રશ્નોના ખુલાસા (૨) અમારા સાણંદના નગરશેઠ શાહ સાંકલચંદભાઈ હતા. એમણે થોડાક પ્રશ્નો ખુલાસા માટે શ્રીમદ્ પાસે રજૂ કરવા મને મોકલ્યો. એ પ્રશ્નોનો કાગળ મારા ખીસામાં હતો. અને હું શ્રીમદ્ પાસે ગયો. તરત જ શ્રીમદે સાંકલચંદ વિગેરેના સમાચાર પૂછ્યા. તેની વૃત્તિની વાત કરી. મને લાગ્યું કે સાણંદ સાથે વ્યાપાર વ્યવહાર હોવાથી તેમને ખબર હશે પણ પછી શ્રીમદે વાણી દ્વારા વગર પૂછેલા બઘા પ્રશ્નોના ખુલાસા કર્યા ત્યારે મને અજાયબી થઈ અને શ્રીમદે સાંકલચંદ શેઠ અંગે કહ્યું કે : “આ ભવમાં રીઢાપણું (જિદ્દીપણું) નહીં મટે એમ તેમને કહેજો.’’ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૯૪ મેં કહ્યું—મારાથી બોલાય જ નહીં. કહું તો મને હેરાન કરે. નાત બહાર મૂકી દે. ત્યારે શ્રીમદે કહ્યું : ‘“હરકત નહીં આવે, કહેજો.'’ : શ્રીમદે બરાબર નાડ પારખી છે સાણંદ ગયા પછી સાંકલચંદ શેઠને ઉપલી બધી વિગત મેં જણાવી. શ્રીમના કહેવા પ્રમાણે કહ્યું. તેથી હેરાન તો ન કર્યો પણ ઊલટા શ્રીમના વખાણ કરી કહ્યું, ‘શ્રીમદે બરાબર નાડ પારખી છે.’ છપ્પનીઓ દુષ્કાળ સંવત્ ૧૯૫૬માં મારે મુંબઈ જવાનું થયું હતું. આ સાલનું ચોમાસુ નિષ્ફળ ગયેલ. પરિણામે છપ્પનીયો દુષ્કાળ પડ્યો હતો. મુંઝાશો નહીં વનમાળીદાસ તમને લેવા આવશે આ વખતે મારે ચોખા વિગેરેની ખરીદી માટે પનવેલ જવાનું હતું. હું શાહ રેવાશંકર જગજીવનની પેઢીમાં ઊતર્યો. સાહેબજી ફક્ત ત્યાં એકલા હતા. પેઢી ત્રાંબા કાંટા ઉપર ઝવેર ગુમાનના માળામાં સૌથી ઉપર બે દાદરે હતી. પનવેલ મેં જોયેલ ન હતું. ત્યાં મુંબઈથી આગબોટમાં જવાનું હતું. ગોધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ અગાઉથી પનવેલ ગયેલા હતા. મેં તેને લખેલ હતું કે અમુક દિવસે હું આવીશ. આ વાત મેં સાહેબજીને કરી ન હતી. હું અજાણ્યો એટલે સાહેબજી પોતે મને બંદર ઉપર મૂકવા આવ્યા હતા. ટિકિટ તેમણે કઢાવી હતી. હું દરિયાનો અપરિચિત હોવાથી મને આગબોટમાં નીચે બેસવા ભલામણ કરી હતી; જેથી ઉપર પાણી ન દેખાય. તે સ્ટીમર ચાલે અને પાણી પાણી દેખાય એટલે અપરિચિતને ફેર આવે. વળી કહ્યું : ‘‘મુંઝાશો નહીં, વનમાળીદાસ તમને સામા બરાબર લેવા આવશે.’’ વનમાળીદાસ બરાબર લેવા આવ્યા હતા. ચોખા વિગેરેની ખરીદી કરી થોડા દિવસ પછી વનમાળીદાસ સાથે હું મુંબઈ આવી સાહેબજી પાસે ઊતર્યા હતા. સાહેબજીના કહ્યા મુજબ સારું હાંસલ મળ્યું હતું સાહેબજીએ વિગતો પૂછી અને જણાવ્યું કે “ખરીદેલી અમુક ચીજમાંથી તમને સારું હાંસલ (ફાયદો) મળશે.’’ અને તેમ મળ્યું હતું. વનમાળીદાસ એકાદ દિવસ રોકાઈ સાણંદ ગયા. હું મુંબઈમાં થોડા દિવસ વધારે રોકાયો. તે દરમ્યાન સાહેબજી હમેશાં મહેમાનગતિ કરતા. સવારે ફરતું ફરતું ભોજન, એક મિષ્ટાન્ન અને સાંજે ભાખરી કે પૂરી, દૂધ, ભાત વિગેરે બનાવડાવતા હતા. સાહેબજીને ઘરે બેઠા આ ખબર કેમ પડી? બંદરની ગોડાઉનમાં ચોખા વિગેરે પડ્યા હતા. તેની સંભાળ રાખવા એક અમારો માણસ રાખેલ. તે કોઈ દૈવી સંજોગે ગાંસડી પડતાં નીચે ચગદાઈ મૃત્યુ પામ્યો હતો. તે વખતે અમે ગિ૨ગામ હતા. સાહેબજીએ મને પૂછ્યું કે ફલાણો તમારો કંઈ સંબંધી થાય? તેનું ગોડાઉનમાં આમ મૃત્યુ થયું છે. દુકાનથી બે માણસ લઈ તેની સ્મશાન ક્રિયા કરો. સાહેબજીને મકાને બેઠાં આ ખબર કેમ પડી? કોઈ કહેવા પણ નો'તું આવ્યું. હું કપડાં બદલીને જતો હતો તેટલામાં ગોદીમાંથી દુકાને જઈ ખબર કહેવા એક માણસ ઘેર આવ્યો. મને સાહેબજીએ ગાડી Page #356 -------------------------------------------------------------------------- ________________ . ૨૯૫ શ્રીમદ્ અને સુખલાલભાઈ જયમલ કરાવી દીધી હતી તેથી તેમાં બેસી હું ગોદીમાં ગયો. મરનારની બધી ક્રિયા કરી ૧૧ વાગ્યા પછી અમો મકાને આવ્યા. સાહેબજી સાથે અમે હંમેશ વહેલા જમતા હતા પણ આજે તેમ નહીં કરતા મારી રાહ જોઈ સાહેબજી બેસી રહેલ હતા. સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો એક વનમાળીભાઈ નામના વ્યક્તિ કૃપાળુદેવની દુકાનમાં નોકરી કરતા હતા. તેના સંબંધીઓ નોકરી માટે કે મુંબઈ જોવા માટે આવેલા. તે દુકાને ઊતરેલા. રાત્રે અમે ગિરગામ મકાને આવેલ. દુકાનમાં આ ભાઈઓએ મોડી રાત સુધી ગંજીપો ખેલેલ, અને રંગુનથી રેવાશંકરભાઈએ ઝવેરાત માટે એક સુંદર પેટી મોકલાવેલી. તે ઉપર મીણબત્તી રાખેલ અને સ્ટવ ઉપર ચા પાણી વગેરે કરેલ. વળતે દિવસે દુકાને આવતા સાહેબજીએ વનમાળીને બોલાવી પૂછ્યું, “રાત્રે શું કરતા હતા?” કંઈ નહીં. વનમાળી નકારી ગયા. સાહેબજીએ કહ્યું, “ગંજીપો કુટતા હતા?” તો પણ નકારી ગયા. સાહેબજીએ કહ્યું, “ફલાણા ઠેકાણે ગંજીપો પડ્યો છે તે લાવો.” “તે વડે રમતા હતા?” તો પણ નકારી ગયા. આવ ઉપર ચા કરી પીધેલ?” તો પણ નકારી ગયા. અમુક ઠેકાણે નવી પેટી ઉપર બત્તી રાખેલ તે બતાવીને કહ્યું તો પણ નકારી જતા હતા, પણ છેવટે સાચું કબુલ કરેલ. ત્યારે સાહેબજીએ કહ્યું: “સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો.” પછી વનમાળીના મહેમાન દેશ ચાલ્યા ગયા હતા. ચાર પાંચ મિનિટમાં બઘા કાગળો વાંચી જવાબ તૈયાર દુકાનમાં ટપાલના કાગળો હમેશાં ઘણા આવતા. સાહેબજી ચાર પાંચ મિનિટમાં બઘા વાંચી જતા. બપોરે ભાઈ વનમાળી પૂછવા આવતા. ત્યારે મોઢે મોઢે એકદમ બઘાની વિગત અને તેને અંગે લખવાના જવાબ ભાઈ વનમાળીને કહી આપતા. વનમાળીને અને અમને થતું કે આ બધું બરાબર વાંચ્યું ક્યારે અને બરાબર જવાબ આપવાનું વિચાર્યું ક્યારે હશે? એક વખત કોઈ શખ્સ મોતી લઈ વેચવા આવેલ. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળ હતા. બીજે તેણે કિંમત કરાવી હતી. કેટલાક ઝવેરીઓ પણ ત્યાં બેઠા હતા. સાહેબજીએ કહ્યું: “વળ પડાવીને લાવો તો વઘારે સારો ભાવ ઊપજશે. રંગૂન મોકલશો તો તેથી વઘારે સારો ભાવ ઊપજશે.” આ મોતી તમારે ત્યાં ગીરો છે આ ભાઈ મોતી લઈ વળ પડાવી આવ્યા અને સાહેબજીએ સારો ભાવ જણાવ્યા મુજબ આપવા કહ્યું. પેલા ભાઈને સાહેબજીનો પાક્કો વિશ્વાસ બેઠો હતો. સાહેબજીએ કહ્યું કે તમે આજે મોતી વેચવા જાઓ છો પણ તે મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મુકનાર છોડાવવા આવશે તો તમે શું કરશો? ગીરોની વાત તે માણસે સાહેબજીને કહી નો'તી. પેલો શખ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં ગીરો છે. તે હવે શું છોડાવશે? એમ ઘારી વેચવા આવ્યો છું. એટલે સાહેબજીએ મોતી રાખ્યા. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૯૬ અને કિંમત ચૂકવી દીધી. સાંજે વનમાળીએ સાહેબજીને કહ્યું કે ભાઈ, પેલા મોતી લાવો તો રંગૂનનું પાર્સલ કરીએ છીએ તેમાં મોકલીએ. સાહેબજીએ કહ્યું: “આજે નહીં.” વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને તેણે કહ્યું-બાપજી! પેલા મોતી ગીરો મુકનાર છોડાવવા આવ્યો છે. અને મેં તો આપને વેચ્યા. હવે મારે શું કરવું? મારા પર દયા કરી મને તે આપો. અમારે કોઈને દુભવવા નથી. સાહેબજીએ કહ્યું કે–“અમે તમને ગઈકાલે કહ્યું હતું. ત્યારે તમે કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયા હવે શું છોડાવશે? તમે તો અમોને વેચેલ છે. અમને ઠીક હાંસલ (ફાયદો) મળે એમ છે. પણ હવે તમે લેવા આવ્યા છો તો ખુશીથી લઈ જાઓ. અમારે કોઈને દુભવવા નથી. આમ કહી વનમાળીને તે પાછા આપી દેવા અને આપેલ કિંમત પાછી લેવા કહી દયાભાવે હાંસલ જતું કર્યું હતું. સાહેબજીની વ્યવહારકુશળતા સાહેબજી અને હું મોડી રાત સુધી જાગતા. મને ઊંઘ આવતી તો સાહેબજીને પાંગતે (ખાટલાના પગ તરફના ભાગમાં) હું સૂઈ રહેતો. થોડા દિવસ રોકાઈ સાણંદ જવાનો હતો. તે દિવસે સાહેબજીએ પૂછ્યું કે: “કેમ, તારે ક્રૂટ મેવો લઈ જવાં છે?” મારા મનમાં એ ઇચ્છા હતી અને સાહેબજીએ પૂછ્યું તેથી મેં હા પાડી. સાહેબજીએ બે કરંડીયા મંગાવ્યા. એક મારા માટે અને એક ભાઈ પોપટલાલભાઈ માટે. સાહેબજી સ્ટેશને મૂકવા આવ્યા. ટિકિટ પોતે લાવ્યા. મારી પાસે સામાન વઘારે હતો. સાહેબજીએ “મજૂર કરવા કહેલ” પણ મેં શરમમાં ના પાડી. એટલે બધા પોટકા મને ન લેવા દેતાં બે સાહેબજીએ લીઘા. ગાડીમાં બેસાડી સાહેબજી વિદાય થતાં મને પૂછવા લાગ્યા કે “કેમ, તારે કંઈ પૂછવું છે? કહેવું હોય તો કહી દે.” મારે કહેવાનું હતું. પણ મેં કહ્યું–ના કંઈ કહેવું નથી. સાહેબજી થોડે છેટે જઈ પાછા આવ્યા અને ફરી પૂછ્યું: “કહેવાનું હોય તે કહી દે.” મેં કહેવાનું હતું તે કીધું. સાહેબજીએ તેનો ઉત્તર આપ્યો કે “એવો પ્રસંગ આવે ત્યારે બધું મૂકી ચાલ્યા જવું.” તાત્પર્ય કે તેનો ત્યાગ કરવો. પછી હું સાણંદ ગયો. સંવત્ ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે ફરી સાહેબજીનો મેળાપ થયો હતો. યોગ્ય ન લાગવાથી નીચે ઊતર્યા નહીં એક વખત ભાવસારની જ્ઞાતિનું જમણ હતું. તેમાંથી જમીને બાઈઓ, ભાઈઓ જતાં હતા. તેમને સાહેબજી આગાખાનને બંગલે છે, એ ખબર હોવાથી દર્શન માટે મોટું ટોળું ત્યાં આવેલ. બંગલામાં હેઠે ઘણા ભેગા મળેલ. સાહેબજી ઉપર હતા. મેં કહ્યું-ઘણા ભાવસારા દર્શન માટે આવેલ છે. સાહેબજીએ કહ્યું, “ભલે,” પણ પોતે નીચે ઊતર્યા નહીં. ચાર બાકી રહ્યા એમની સગવડ કરો ઘણો વખત થયો. ફરી મેં કહ્યું. તો પણ પ્રથમ માફક ઊતર્યા નહીં. છેવટે ઘણો વખત થયો એટલે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શ્રીમદ્ અને હીરાલાલ ભાવસારાએ જવા માંડ્યું. થોડા બાકી રહ્યા. મેં ફરી કહ્યું. આ વખતે પણ ઊતર્યા નહીં. પછી ચાર સિવાય બાકી બઘા ગયા એટલે સાહેબજીએ મને કહ્યું, “જાઓ, જુઓ ચાર છે બાકી રહ્યા છે? તે અહીં સૂવાના છે. તેમના માટે બિછાનાં કરાવો.” મેં હેઠે જઈને જોયું તો ચાર જ બાકી રહ્યા હતા. પછી નરોડામાં સમાગમ દર્શન થયેલા. અજાયબી ભરેલી વાતોથી જ્ઞાનશક્તિની ખાતરી મને કંઈ શાસ્ત્રજ્ઞાન કે તત્ત્વજ્ઞાન નથી, એટલે બીજાં મને શું ખબર પડે? પણ ઉપરની બધી અજાયબી ભરેલી વાતોથી મને સાહેબજીની જ્ઞાનશક્તિની ખાતરી થઈ હતી. સાણંદ બાજુએથી સાહેબજી પઘારવાના હોય તે ખબર મને મળે એટલે સ્ટેશને દુઘ લઈને જઉં. એક વખત છારોડી સુધી હું ગયો હતો. શ્રી હીરાલાલ નરોત્તમદાસ અમદાવાદ શ્રી અમદાવાદ નિવાસી પૂજ્ય ભાઈશ્રી હીરાલાલ નરોત્તરદાસ શ્રી સ્તંભતીર્થ પાસે શ્રી વડવા મુકામે સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવામાં પઘારેલા ત્યારે કેટલાંક મુમુક્ષુભાઈઓએ વિનંતિપૂર્વક જણાવ્યું કે આપશ્રીને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે વખતે જે કાંઈ તમોએ શ્રવણ કર્યું હોય તે તથા પરમકૃપાળુદેવ સાથે જે કાંઈ વાતચીત ખુલાસા થયા હોય તે હાલમાં જે કાંઈ સ્મૃતિમાં હોય તે પ્રમાણે અત્રે ઉતારો કરાવવા કૃપા કરશો. જેથી તેઓશ્રીએ નીચે જણાવ્યા પ્રમાણેનો ટૂંક વૃત્તાંત સ્મૃતિ પ્રમાણે લખાવેલ છે. | મુનિશ્રી લલ્લુજી પાસે ઉત્તમ જ્ઞાન છે એક વખત હું રમતો હતો ત્યારે તે વખતે ભાઈ શ્રી નગીનદાસ ઘરમચંદે મને વાત કરી કે અત્રે દિલ્લી દરવાજાની બહાર હઠીભાઈ શેઠની વાડીમાં મુનિશ્રી લલ્લુજી સ્વામી પઘારેલા છે. તેઓશ્રી પાસે ઉત્તમ જ્ઞાન છે અને ત્યાગ-વૈરાગ્યની ઘણી જ સારી વાતો કરે છે. આ વાત સાંભળી કે તુરત જ મુનિશ્રીના દર્શનાર્થે જવાની ઇચ્છા ઉત્પન્ન થઈ અને ભાઈશ્રી નગીનભાઈની સાથે મુનિશ્રી પાસે ગયો હતો. ત્યાં મુનિશ્રીને ત્રિકરણયોગે નમસ્કાર કરી એકાગ્રચિત્તે મુનિશ્રીના સમીપે બે હસ્ત જોડી બેઠો. તે વખતે મુનિશ્રીના મુખથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. પ્રસંગોપાત્ત મુનિશ્રીએ મને જણાવ્યું કે ઘર્મ શા માટે કરો છો? કરવાનો મૂળ હેતુ શું હશે? ત્યારે મેં પ્રત્યુત્તરમાં જણાવ્યું કે કલ્યાણ થાય તે હેતુએ. આ સંબંઘમાં મુનિશ્રીએ વિસ્તારપૂર્વક બોઘ કર્યો હતો જે હાલમાં મને વિસ્તૃત થયેલ છે જેથી અત્રે જણાવી શકતો નથી. વિશેષ ન બને તો પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખવો ત્યારપછી મુનિશ્રીએ નવકારમંત્ર કહી સંભળાવ્યો અને મને જણાવ્યું કે આ નવકારમંત્રનું વારંવાર સ્મરણ કરજે. છેવટે તેમ બની શકે નહીં તો હમેશાં પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખજે. મુનિશ્રીએ આજ્ઞા ફરમાવી તે જ પ્રમાણે હમેશાં પાંચ માળા ફેરવવાનો ક્રમ ચાલુ રાખ્યો. મેં મુનિશ્રીને તે વખતે જણાવ્યું કે આપશ્રીની આજ્ઞા પ્રમાણે હું હમેશાં વર્તીશ. ત્યારપછી મુનિશ્રીએ ઉપદેશ ચલાવ્યો હતો તેમાં Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ર૯૮ પરમકૃપાળુદેવનું ખુલ્લી રીતે નામ નહીં જણાવતા મોઘમમાં પરમકૃપાળુદેવની જ્ઞાનશક્તિનું અદ્ભુત વર્ણન કરતા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી પરમકૃપાળુદેવની ઘણી પ્રશંસા કરતા હતા તે વખતે મેં મુનિશ્રી પ્રત્યે પૂછ્યું કે આપશ્રી જે જ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિનું વર્ણન પ્રકાશો છો તે જ્ઞાની પુરુષ હાલમાં ક્યાં છે? અને તેઓશ્રીનું શું નામ છે? મને તે જાણવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ છે. ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે યથાવસરે અને પ્રસંગોપાત્ત તમો તેઓશ્રીના નામને જાણી શકશો. ત્યાર પછી મારું મન મુનિશ્રી તરફ ઘણું જ આકર્ષાયું. જેથી હું હમેશાં મુનિશ્રી પાસે જતો હતો. મુનિશ્રી લલ્લુજી સ્વામી પરમકૃપાળુદેવ સંબંધી ઘણી જ વ્યાખ્યા કરતા હતા અને ઘણી જ સ્તવના કરતા હતા, પરંતુ પરમકૃપાળુદેવનું નામ ગૌણતામાં રાખી સ્તવના કરતા હતા. મને તેઓશ્રીનું નામ જાણવાની તીવ્રપણે ઇચ્છા થઈ અને મેં મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે આપશ્રી જે જ્ઞાની પુરુષની સ્તવના કરો છો તેઓશ્રીનું નામ શ્રીમદ્ રાજચંદ્ર દેવ છે. ત્યારે મુનિશ્રી સહજ હસમુખે ડોકું ધુણાવી બોલ્યા કે હા, એ જ નામ છે. પછી મુનિશ્રીએ મને પૂછ્યું કે આ પુરુષનું નામ તારા જાણવામાં ક્યાંથી આવ્યું? ત્યારે મેં જણાવ્યું કે પ્રથમ મને એક ભાઈએ વાત કરી હતી કે હાલમાં એક મહાજ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ નામના છે. તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે. આ પ્રમાણેની વાત થયેલી. ત્યારબાદ આપશ્રીના મુખેથી સ્તવના સાંભળી મને પ્રથમ જે ભાઈએ જણાવેલું તે નામ સ્મૃતિમાં આવી જવાથી આપશ્રી પાસે મેં જણાવ્યું છે. પછી મેં મુનિશ્રીને જણાવ્યું કે હવે તો મને તેઓશ્રીના દર્શન કરવાની ઘણી જ ઇચ્છા થઈ છે. દર્શનની તીવ્ર ઇચ્છા થવાથી અંતે સ્ટેશને ગયો ત્યારબાદ પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ સંવત્ ૧૯૫૫ના વૈશાખ સુદ ૧ની મિતિએ પરમકૃપાળુદેવ શ્રી અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીમાં પઘાર્યા હતા. ત્યારે તે વખતે થયો હતો. તે સમયે પરમકૃપાળુદેવની બે-ત્રણ દિવસની સ્થિતિ થઈ હતી. અને તેવા સમયમાં મારી માતુશ્રીની તબિયત ઘણી જ નરમ રહેતી હતી તેથી પરમકૃપાળુદેવના દર્શનાર્થે જઈ શક્યો નહોતો. છેવટમાં પરમકૃપાળુદેવ જે દિવસે આ ક્ષેત્ર છોડી બીજા સ્થળે પઘારવાના હતા તે દિવસે મારી માતુશ્રીનો દેહોત્સર્ગ થયો હતો તે કારણથી જઈ શક્યો નહોતો. પરંતુ દર્શન કરવા માટે તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ હતી જેથી તે છેવટમાં પરમકૃપાળુદેવના દર્શનાર્થે સ્ટેશન પર ગયો હતો. ત્યાં બીજા ઘણા ભાઈઓ પરમકૃપાળુદેવને વળાવવા અર્થે આવ્યા હતા. તમો મોક્ષમાળા પુસ્તક વાંચજો. ત્યાં મેં પરમકૃપાળુદેવને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા હતા. ત્યારપછી મેં બે હસ્ત જોડી પરમકૃપાળુદેવ પ્રત્યે વિનંતી કરી કે સાહેબજી, મારે વાંચવા વિચારવા યોગ્ય પુસ્તકની આજ્ઞા આપો. ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે તમો મોક્ષમાળાનું પુસ્તક વાંચજો. આ પ્રમાણે આજ્ઞા થવાથી તે પુસ્તકજી હમેશાં વાંચતો હતો અને તેથી મને ઘણો જ આનંદ થતો હતો. પરમકૃપાળુ દેવની અદ્ભુત દશા ભાસ્યમાન થઈ પરમકૃપાળુદેવના દર્શનનો લાભ આ પ્રથમ જ વખતે મળી શક્યો હતો. પરમકૃપાળુદેવની મુખમુદ્રા Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ શ્રીમદ્ અને હીરાલાલ જોતાં જ મને અભુત દશા ભાસ્યમાન થઈ હતી, જે અત્રે ઘવલપત્ર પર મૂકવા અશક્ત / છું અર્થાત્ લખવામાં આવી શકે તેમ નથી. જેઓ તેઓશ્રીના સમાગમનો લાભ મેળવી શક્યા હતા તેઓશ્રીને પરમકૃપાળુદેવની અદ્ભુત દશાનો તાદ્રુશ્ય ભાસ થયો હશે. કેટલીક વસ્તુઓ એવા પ્રકારની હોય છે કે તે વસ્તુઓ વાપરવામાં આવ્યા છતાં, અનુભવમાં આવ્યા છતાં પણ જો કદાચ કોઈ પૂછવા ઘારે કે આ વસ્તુનો તમોએ ઉપયોગ કર્યો છે, તો કહો કે આ વસ્તુમાં કેવા પ્રકારનો સ્વાદ રહેલ છે? તો તેનો જવાબમાં ફક્ત એટલું જ કહી શકીશું કે આ વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે અને તેનો સ્વાદ સ્વાદિષ્ટપણે લાગે છે છતાં પણ કેવા પ્રકારનો સ્વાદ છે તે વાણી દ્વારા એ કહેવાને અશક્ત છું. તે દ્રષ્ટાંતે પરમકૃપાળુદેવની વીતરાગ દશાનો અનુભવ પ્રત્યક્ષપણે કરેલ છે છતાં તેનું સ્વરૂપ વાણી દ્વારા એ અત્રે ઘવલપત્ર પર મૂકવા અશક્ત છું. આ ટીપ ભાઈ હીરાભાઈને વાંચવા આપો ત્યારપછી ફરી સમાગમ પરમકૃપાળુદેવ શ્રી વઢવાણ કેમ્પમાં પઘાર્યા હતા તે વખતે અમદાવાદથી કેટલાંક ભાઈઓ પરમકૃપાળુદેવના દર્શનાર્થે જતા હતા, તેઓશ્રીની સાથે હું ગયો હતો. ત્યાં મને પરમકૃપાળુદેવના દર્શનનો લાભ મળી શક્યો હતો. તે વખતે પરમકૃપાળુદેવની શરીર સ્થિતિ ઘણી જ નરમ રહેતી હતી. ભાઈશ્રી પ્રાણજીવનદાસ ડૉક્ટર પરમકૃપાળુદેવની સેવામાં રહ્યા હતા (દવા વગેરે ઉપચારાર્થે). પરમકૃપાળુદેવનો ઉતારો લીંબડી દરબારના ઉતારે હતો. હું તે સમયે પરમકૃપાળુદેવના સમાગમમાં આશરે ત્રણ-ચાર દિવસ રોકાયો હતો, તે સમયે પરમકૃપાળુદેવના સ્વહસ્તે શ્રી પરમશ્રુત ખાતાની ટીપ થતી હતી. કેટલાક ભાઈઓ તરફથી શ્રી પરમકૃત ખાતામાં મોટી રકમો ભરાઈ હતી. ત્યારપછી પરમકૃપાળુદેવે બેઠેલા ભાઈઓ માંહેથી જે ભાઈના હાથમાં ટીપ હતી તે ભાઈને આજ્ઞા કરી કે આ ટીપ ભાઈ હીરાભાઈને વાંચવા આપો. . મોટી રકમ આગળ આપણી જૂજ ૨કમ શા હિસાબમાં પરમકૃપાળુદેવે મને વંચાવવા માટે જે વખતે આજ્ઞા કરી તે પહેલાં મારા મનમાં એવો વિચાર થયો કે શ્રીમુખે આપણને આજ્ઞા કરે કે તમારે ભરવા ઇચ્છા હોય તો ભરો, તો આપણે ખાનગીમાં એકઠા કરેલા તમામ મળી આશરે પચીસથી ત્રીસ રૂપિયા છે તે તમામ ભરી કૃતાર્થ થઈએ. આ પ્રમાણેના મનમાં વિચારો કરતો હતો તેટલામાં તો પરમકૃપાળુદેવ તરફથી આજ્ઞા થઈ જેથી હું ઘણો જ આશ્ચર્ય પામ્યો અને મનમાં વિચારો થયા કે અહો! પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિ. મારા મનમાં વિચારો થતા હતા ત્યાં તો પરમકૃપાળુદેવ તરફથી જ આજ્ઞા થઈ. આ આજ્ઞા થવાથી હું ઘણા જ ઉત્સાહમાં આવી તે ટીપ મારા હાથમાં લીધી. હાથમાં ટીપ લઈ વાંચ્યા બાદ મારા મનમાં વિચારો થવા લાગ્યા કે આ ટીપમાં તો મોટી રકમાં ભરાયેલી છે, ત્યાં આગળ આપણી જૂજ રકમ શું હિસાબમાં? આપણી પાસે ખાનગીમાં આશરે પચીસ-ત્રીસ રૂપિયા છે તેમાં તે શું ભરવું? આવા વિચારોથી ટીપમાં ભરવાને સંકોચાઈ ગયો અને મૌનપણે બેસી રહ્યો. તમોએ તમામ રકમ અર્પણ કરવા વિચાર કર્યો માટે તમારી રકમ મોટી પરમકૃપાળુદેવ સહજ હસમુખે બોલ્યા કે કેમ હીરાભાઈ, કયા વિચારોએ તમોને મુંઝવણમાં નાખ્યા? Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦૦ તમારે સંકોચાવા જેવું કાંઈ પણ છે નહીં. તમારી જે ઘારણા છે તે તમારી વિસ્મૃતિને લઈને ભૂલ ભરેલી છે, માટે અમને જણાવીએ છીએ કે તમારી પેટીમાં તમારા ખાનગી રૂ.૫૧/- છે તે આ ખાતાની ટીપમાં ભરો. પ્રથમ તમારા મનને જે વિચારો ઉદ્દભવેલા કે અમારું કહેવું થયેથી તમારી પાસે ખાનગીમાં એકઠી થયેલ તમામ રકમ આ ખાતામાં અર્પણ કરવા વિચારો ઉદ્ભવેલા, તે તમારા વિચારો ઘણા ઉત્તમ થયેલ છે. બીજા ભાઈઓ તરફથી લખાવેલ રકમ તમારી ગણતરીના આઘારે ગણીએ તો વધુ રકમ ગણાય, પરંતુ તેઓએ પોતાની રકમ માંહેથી અમુક જ ભાગ અર્પણ કરેલ છે અને તમોએ તો તમારી ખાનગી તમામ રકમ અર્પણ કરવાનો વિચાર ઘાર્યો, જેથી તમારી મોટી રકમ ગણી શકાય, માટે તમારે સંકોચાવાનું કાંઈ પણ કારણ નથી. માટે અમારા જણાવ્યા પ્રમાણે આ ટીપમાં ભરો. તમારી પાસે ખાનગીમાં રૂપિયા એકાવન છે તેટલા ભરો સાહેબજીએ આજ્ઞા કરી કે તમારી પાસે ખાનગીમાં રૂ.૫૧/- છે તેટલા ભરો. તે વખતે મને વિચાર થયો કે આપણી પાસે તેટલા તો છે નહીં અને સાહેબજીએ આટલા રૂપિયા કેમ જણાવ્યાં હશે? વળી કદાચિત્ હોય તો પણ મેં બીજા કોઈને આ સંબંઘમાં કિંચિત્માત્ર પણ અત્યાર સુધીમાં જણાવેલ નથી, તેમજ સાહેબજી પોતે પણ આપણે ત્યાં કોઈ પણ વખતે પઘારેલા નથી, તો પછી ઘેર પેટીમાં રહેલા રૂપિયા શી રીતે કહી બતાવ્યા? વળી પછી વિચારો પલટાયા કે પરમકૃપાળુદેવ તો મહાજ્ઞાની પુરુષ છે, માટે તેઓશ્રી જે કાંઈ કહે તે યથાતથ્ય જ હોય. તે સાથે પ્રથમ જણાવ્યા પ્રમાણેના મનોગત ભાવ જાણ્યાની સ્મૃતિ થવાથી મારા મનમાં દ્રઢ વિશ્વાસ આવ્યો કે પરમકૃપાળુદેવથી કાંઈપણ અજાણ્યું નથી. જે કાંઈ કહેવું થાય તે યથાતથ્ય જ હોય. આ વિચારોથી મેં રૂા.૫૧/- પરમકૃત ખાતાની ટીપમાં ભર્યા. પૂરા એકાવન રૂપિયા થયા. એક પાઈ પણ વઘી કે ઘટી નહીં. હું જ્યારે અમદાવાદ આવ્યો અને મારી પેટી ખોલી મેં રૂપિયાની ગણતરી કરી, ત્યારે રૂપિયા, પરચુરણ પૈસા તથા પાઈ અઘેલા સર્વ ગણી તેનો કુલ સરવાળો કર્યો તો પરમકૃપાળુદેવના કહેવા પ્રમાણે જ પૂરા એકાવન રૂપિયા થઈ રહ્યા, એક પાઈ સરખી પણ વઘઘટપણે થઈ નહોતી. તમારે અમારી પાસે સૂવાની ઇચ્છા છે તો ભલે તેમ કરજો એક વખતે મારા મનમાં એવો વિચાર થયો કે આપણને પરમકૃપાળુદેવની સાથે સૂવાનું થાય તો ઘણો જ આનંદ થાય. આ વિચારથી હું પરમકૃપાળુદેવ પાસે વિનંતીપૂર્વક કહેવા માટે ગયો. હું પરમકૃપાળુદેવની પાસે જઈને ઊભો રહ્યો અને કહેવાનો વિચાર કરું છું તે પહેલાં તો મારા વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીએ જણાવ્યું કે તમારે અમારી પાસે સૂવાની ઇચ્છા છે તો ભલે તેમ રાખજો. જેને બધું સમ છે તે મહાપુરુષ છે. એક વખતે પરમકૃપાળુદેવ હીંચકા પર બિરાજમાન થયા હતા, ગાથાઓની ઘુનમાં બેઠા હતા. તે ગાથાઓ નીચે પ્રમાણે વારંવાર બોલતા હતા “માન અપમાન ચિત્ત સમંગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોય તે જાણ રે'શાંતિ જિનો Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૪મું Page #363 -------------------------------------------------------------------------- ________________ (૧) પરમકૃપાળુદેવ જે આજ્ઞા કરે તે હિતાર્થે જ હોય (૨) મળમૂત્ર માંહેથી ઘણી જ સુગંધી મહેકતી જણાઈ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રીમદ્ અને હીરાલાલ આ પ્રમાણે વારંવાર ઉચ્ચાર કરતા હતા. પરમકૃપાળુદેવ જે કંઈ આજ્ઞા કરે તે આપણા હિતાર્થે જ હોય છે ચિત્ર નંબર ૧ એક વખતે પરમકૃપાળુદેવે મારી પાસે પીવાનું પાણી માંગ્યું. તે વખતે હું એક સ્વચ્છ પ્યાલામાં ચોખ્ખું પાણી લઈ આવ્યો અને પરમકૃપાળુદેવ પાસે ઘર્યું એટલે પરમકૃપાળુદેવે વાપર્યું હતું. ત્યારબાદ પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે બહાર નેળીયામાં દ્રષ્ટિ કરી આવો. ત્યાં તમોને શું જણાય છે તે બરાબર ઘારીને તપાસ કરજો. પરમકૃપાળુદેવે જ્યારે તપાસ કરવા માટે જવાનું જણાવ્યું ત્યારે મારા મનમાં વિચાર થયો કે નેળીયામાં તો શું તપાસ કરવાની હશે? ત્યાં તો પરમકૃપાળુદેવને દિશાપાણીએ જવાનું સ્થાન છે જેથી ત્યાં તો પરમકૃપાળુદેવના મળમૂત્ર હશે, તો તેમાં તો શું ઘારીને તપાસ કરવાની હશે? વળી પછી વિચારો પલટાયા કે પરમકૃપાળુદેવની જે કાંઈ આજ્ઞા થાય તેમાં મારે મારું ડહાપણ વાપરી કાંઈપણ વિચાર કરવાનો અધિકાર છે જ નહીં. તેઓશ્રીનું જે કાંઈ કહેવાનું થાય તે હિતાર્થે જ હોય તેવા વિચારોથી હું તરત જ તપાસ કરવા માટે ગયો. ચિત્ર નંબર ૨ મળમૂત્ર માંહેથી ઘણી જ સુગંઘી મહેક મહેક થતી જણાઈ | નેળીયાની નજીકમાં જતાં ખુશબોદાર અત્તરની સુગંથી મહેક મહેક થઈ રહેલ જણાયું. મને તે વખતે વિચાર થયો કે આ સુગંધી મહેક ક્યાંથી આવતી હશે? તેવા વિચારોમાં હું નેળીયા પાસે ગયો અને ત્યાં પરમકૃપાળુદેવના મળમૂત્ર હતા. તે ઘારીને તપાસ કરતા જણાયું કે આ મળમૂત્ર માંહેથી ઘણી જ સુગંધી મહેક મહેક થઈ રહેલ છે. આથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે અહો! પરમકૃપાળુદેવના મળમૂત્રમાં પણ કેટલો બધો ચમત્કારિક દેખાવ છે. આ તો આશ્ચર્યતા ઉપજાવે તેવું છે–તેવા વિચારો થવા લાગ્યા. ત્યારબાદ હું પરમકૃપાળુદેવ સમ્મુખે જઈ ઊભો રહ્યો અને પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે કેમ હીરાલાલ, ત્યાં શું જોવામાં આવ્યું? ત્યારે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે આપશ્રીના મળમૂત્ર હતા, પરંતુ તેમાં ચમત્કારિક વસ્તુ જણાઈ, અત્તરો જેવા ઊંચ પ્રકારના પદાર્થોની ખુશબોદાર સુગંધી મહેક આવતી જણાઈ, આથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મળમૂત્રમાં આ અદ્ભુત બનાવ શી રીતે બન્યો હશે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાની પુરુષોની સર્વ ક્રિયા સહેજે એવા પ્રકારની હોય છે. શરીર પ્રકૃતિ ઘણી જ નરમ છતાં દરેક ક્રિયા વ્યવસ્થિતા પરમકૃપાળુદેવની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહેતી હતી છતાં પણ હીંચકા પર બિરાજમાન થતા અને ગાથાઓની ધૂનમાં વારંવાર ઉચ્ચારો કરતા તથા ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. મારા મનને વિચારો થવા લાગ્યા કે અહો! પરમકૃપાળુદેવનું શરીર આટલું બધું નિર્બળ થઈ ગયેલ છે, છતાં બેસવામાં તથા ઊભા થવામાં, બોલવામાં, ચાલવામાં દરેક ક્રિયામાં કિંચિત્માત્ર પણ ફેરફાર જણાતો નથી. આ વિચારોથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યા કરતું હતું. આગાખાનના બંગલે અપૂર્વ ઉપદેશ ધ્વનિ ત્યારપછી ફરી પરમકૃપાળુદેવ આગાખાનના બંગલે પઘાર્યા હતા તે વખતે સમાગમનો લાભ મળી શક્યો હતો. તે વખતમાં આશરે એક માસની સ્થિતિ થઈ હતી. તે સમયે હું હમેશાં પરમકૃપાળુદેવના સમાગમમાં જતો હતો. પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશ ધ્વનિ ચાલતી હતી જે હાલમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦૨ મને સ્મૃતિમાં રહેલ નથી જેથી લખી શકતો નથી. વગર ચાખે શાકમાં મીઠું નથી તે જણાવ્યું પરમકૃપાળુદેવ માટે રસોઈ કરવામાં એક મારવાડી છોકરો હતો. તેની ઉંમર આશરે પંદર વર્ષની હતી. તેનું નામ મૂલચંદ હતું. તે છોકરો ચાલાક હોશિયાર હતો. એક વખતે શાકમાં તદ્દન મીઠું નાખવાનું ભૂલી ગયો હતો. જ્યારે પરમકૃપાળુદેવ જમવા માટે બેઠા અને થાળમાં તમામ રસોઈ પીરસાઈ ગયા બાદ કોઈ પણ ચીજ ચાખવામાં નહીં આવેલા તે પહેલાં જ મૂલચંદ રસોયાને પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે કેમ મૂલચંદ? શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયો છું. ઉપયોગ રાખવો જોઈએ એમ જણાવ્યું હતું. ભાઈશ્રી અંબાલાલભાઈની સાચી સેવા. એક વખતે ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજી માટે દૂઘનો પ્યાલો લઈ આવ્યા હતા. તે વખતે પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. ત્યાગ-વૈરાગ્ય સંબંઘી ઘણો જ બોઘ ચાલતો હતો, જેથી ભાઈશ્રી અંબાલાલભાઈ એક બાજુએ હાથમાં દૂઘનો પ્યાલો રાખી શાંતપણે ઊભા રહ્યા. લગભગ સવા કલાક સુધી સ્થિરપણે ઊભા રહ્યાં હતા. જ્યારે પરમકૃપાળુદેવ ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ સન્મુખે જઈ દૂઘનો પ્યાલો ઘર્યો એટલે પરમકૃપાળુદેવે વાપરી લીધું હતું. ત્યારપછી મને પરમકૃપાળુદેવે જણાવ્યું કે આ મોજાં પહેરાવશો? ત્યારે મેં કીધું કે હાજી. એમ કહી મોજાં પહેરાવ્યા હતા. પરમકૃપાળુ દેવે મારા જન્મની સાલ, માસ, પક્ષ, તિથિ, વાર તથા સમય કહી આપ્યો ત્યારપછી મને પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ હીરાલાલ, તમારી કેટલા વર્ષની ઉંમર થઈ છે? ત્યારે મેં જણાવ્યું કે આશરે સત્તર વર્ષ થયા હશે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારો જન્મ અમુક સાલે અમુક માસમાં અમુક પક્ષે અમુક તિથિએ અમુક વારે અને અમુક ટાઈમે થયેલ છે. આ વિષે મને ચોક્કસ માલુમ નહીં હોવાથી હું જ્યારે ઘરે ગયો ત્યારે મેં મારા પિતાશ્રીને પૂછ્યું હતું કે મારો જન્મ કઈ સાલે થયો હતો? ત્યારે તેઓશ્રીએ પરમકૃપાળુદેવના કહેવા પ્રમાણે જ સઘળી હકીકત જણાવી હતી. આથી મારા મનને ઘણું જ આશ્ચર્ય લાગ્યું હતું. પરમકૃપાળુદેવે જણાવ્યું કે આથી અમોને કાંઈ થવાનું નથી જ્યારે પરમકૃપાળુદેવ અમદાવાદથી બીજા સ્થળે પઘારવાના હતા ત્યારે હું તથા બહેન શ્રી ગંગાબહેન તથા ભાઈ સોમાભાઈ તથા ભાઈ વાડીભાઈ વગેરે ઘણા ભાઈઓ સ્ટેશન પર ગયા હતા. પરમકૃપાળુદેવ રેલગાડીના ડબ્બામાં બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ તેમાં બેઠા હતા. ત્યાં પરમકૃપાળુદેવ માટે બહેન શ્રી ગંગાબહેનને ત્યાંથી એક વાડકામાં શીખંડ લાવ્યા હતા. તે શીખંડ વાપરવા માટે સાબરમતીનું સ્ટેશન વીત્યા બાદ વિનંતી કરી હતી જેથી વાપર્યું હતું. ત્યારબાદ જણાવ્યું કે શીખંડ ખાટો હતો. આ વાત સાંભળવાથી અમો સર્વેને ખેદ થવા લાગ્યો કે ખાટો શીખંડ હોવાથી અને તે વાપરવામાં આવ્યું જેથી ઝાડાઓ વઘારે થશે. આ કારણથી અમોને ખેદ થવા લાગ્યો ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે આથી અમોને કાંઈ પણ થવાનું નથી. ત્યારપછી પાછળથી સમાચાર મળ્યા હતા કે કાંઈ પણ હરકત થઈ નહોતી. આ સમાચાર જાણવામાં આવ્યાથી ઘણો જ સંતોષ થયો હતો. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું, તેને ક્યારે પણ ચૂકવો નહીં : અમદાવાદથી જ્યારે રેલ્વે ટ્રેન ચાલુ થઈ ત્યારબાદ પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે ઉપદેશમાં મુખ્યત્વે ભલામણરૂપે જણાવતા હતા કે સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું યોગ્ય છે, તેમાં કિંચિત્માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. આ ક્ષણભંગુર જીવનનો ક્યારે પણ ભરૂસો રાખવો ઉચિત નથી. આ વિકરાળ કાળ પોતાનું મોઢું ફાડીને તત્પર રહેલ છે. લીઘો કે લેશે એમ થઈ રહેલ છે. તેવા સમયે સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું ઉચિત છે. પાંચ મિનિટનો સત્સંગ તે પણ ઉત્તમ ફળને આપનાર થઈ પડે છે, માટે ગમે તેવી પ્રબળ આપત્તિઓ આવી પડે તો પણ સત્સંગ ક્યારે પણ ચૂકવો નહીં. છેવટમાં અમે જણાવીએ છીએ કે ભાઈશ્રી પોપટલાલ મહોકમચંદ તે તમો સર્વેને ઘણા જ આઘારરૂપ છે, મોક્ષમાર્ગ ભણી વાળવામાં સીઢીએ (દાદરપગથિયે) ચડવામાં દોરડાં સમાન છે, માટે તેમનો સમાગમ અહોનિશ સેવન કરજો. આ પ્રમાણેનો ઘણો જ બોઘ ચાલતો હતો. ત્યાર પછી મારા હનપુણ્ય પરમકૃપાળુદેવનો ફરી સમાગમ થયો નથી. ઉપર જણાવ્યા પ્રમાણે મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે. જે ઉતારો કરાવવામાં જે કાંઈ ભૂલચૂક થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમા યાચું છું. શ્રી પોપટભાઈ મહોકમચંદ અમદાવાદ ઉતારો કરનાર શ્રી અમદાવાદ નિવાસી શ્રી પોપટલાલભાઈ મોહકમચંદ પોતે પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે વખતે જે જે વાતચીતના પ્રસંગો બનેલા તે હાલમાં પોતાની સ્મૃતિમાં રહેલું તેનું ટૂંકમાં ટાંચણ કરેલું તે પરથી ઉતારો કર્યો છે. સજીવન મૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પ્રેમભાવ ફુર્યો મને શ્રીમદ્ભા સમાગમનું નિમિત્ત શ્રી ગોઘાવીવાળા સ્વ. શ્રી વનમાળીદાસ ઉમેદરામ થયા હતા. શ્રી વનમાળીદાસનું શ્રી ખંભાત જવું થયું હતું. ત્યાં તેમણે શ્રી અંબાલાલભાઈ પાસેથી અનંતાનુબંધીનું અદ્ભુત સ્વરૂપ અને શ્રીમદ્ગી વાતો સાંભળતાં તેમને શ્રીમદ્ પ્રતિ બહુ પ્રેમ ઊપજેલો. મુંબઈમાં ઝવેર ગુમાનના માળામાં શ્રીમદુની પેઢી ઉપર શ્રીમનો પ્રત્યક્ષ સમાગમ થતાં ભાઈશ્રી વનમાળીદાસને ઘણો જ પૂજ્યભાવ ફુરેલ. તે શ્રી વનમાળીદાસને મળવા ગોઘાવી સં.૧૯૫૨ની સાલમાં ગયેલ. ત્યાં તેમની પાસેથી સજીવન મૂર્તિ શ્રીમદ્ સંબંઘી ઘણી વાતો સાંભળીને તેઓશ્રી પ્રતિ બહુ પ્રેમ ભક્તિ સ્કુર્યા. સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં પ્રથમ દર્શન પ્રથમ મને શ્રીમદ્ભા પવિત્ર દર્શન સં.૧૯૪૪ની સાલમાં અમદાવાદમાં થયા હતા. એ વાત યાદ હતી, તેની વિશેષ સ્મૃતિ થઈ. સંવત્ ૧૯૪૪ની સાલમાં સ્વરચિત “મોક્ષમાળા” છપાવવા શ્રીમદ્ અમદાવાદ પઘાર્યા હતા. તે સમયે તેઓશ્રીએ શ્રી દલપતભાઈના વંડે અનેક મહાનુભાવોની હાજરીમાં અષ્ટાવઘાન પ્રયોગ કરી બતાવ્યા હતા. ત્યાં હું પણ હાજર હતો. તે જોઈ શ્રીમદ્ પ્રત્યે બહુમાન સ્તુ. સંવત્ ૧૯૫૪ની સાલમાં મેં મુંબઈ શ્રીમને પત્ર લખ્યો. તેમાં જણાવેલ કે સં.૧૯૪૪ની સાલમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦૪ પ્રથમ દર્શન થયા છે, “આનંદઘન જોઈએ છે? દર્શન સમાગમની બહુ તીવ્રતા છે. તેનો તેઓશ્રી તરફથી જવાબ આવ્યો કે “યથા અવસર થઈ રહેશે.” મૂળ મારગનું પદ સાંભળતા અપૂર્વ ઉલ્લાસ તે જ સાલમાં શ્રી લલ્લુજી મુનિ મહારાજ અમદાવાદ પઘારેલ, ત્યાં શ્રી વનમાળીભાઈ સાથે દર્શને ગયો. મુનિશ્રીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે એ પદ સંભળાવ્યું. એ પદ સાંભળતા શ્રીમદ્ પ્રતિ અપૂર્વ ઉલ્લાસ આવ્યો. મુનિને પૂછ્યું કે મુહપત્તી કેમ રાખી છે? મુનિએ કહ્યું કે આજ્ઞાથી. શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા પછી મેં શ્રી અંબાલાલભાઈને ખંભાત પત્ર લખ્યો. અન્યોન્ય પત્ર વ્યવહાર શરૂ થયો. સંવત્ ૧૯૫૪ના વૈશાખ માસમાં શ્રી અંબાલાલભાઈ અમદાવાદ પઘાર્યા. સમાગમથી બહુ આનંદ થયેલ. પછી હું પણ ખંભાત શ્રી અંબાલાલભાઈની સમીપે ગયો. શ્રી જિનમંદિરે ભોંયરામાં હે પ્રભુ! હે પ્રભુ! ના ભક્તિના દુહા અંબાલાલભાઈ સાથે ગાયા. અંબાલાલભાઈની દશા આશ્ચર્યકારક લાગી. શ્રીમદ્દી તેમણે વાતો કહી, બહુ પ્રતીતિ આવી. વચનામૃતો વાંચી સંભળાવ્યા. શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા. મુમુક્ષુઓના સમાગમથી શ્રીમદ્ પ્રતિ ભક્તિમાં ઉમેરો પછી હું અમદાવાદમાં સ્વ. શ્રી કાઠાભાઈના ઘર્મપત્ની ઉગરીબહેનને ત્યાં દર્શન-સમાગમ અર્થે ગયો. ત્યાં તેમના ભાઈ શ્રી કુંવરજીભાઈ પણ કલોલથી આવ્યા હતા. દર્શન સમાગમથી શ્રીમદ્ પ્રતિ બહુ ભક્તિ જાગી. શ્રીમદ્ભો સમાગમ કરવા બહુ તીવ્રતા થતી હતી, જીરણશેઠ પેઠે ભાવના ભવાતી હતી. તેવામાં શ્રી અંબાલાલભાઈ તરફથી કાવિઠા મુકામે શ્રીમદ્ પઘારવાનો સંવત્ ૧૯૫૪ના શ્રાવણ વદી-૯નો પત્ર મળ્યો. વદી ૧૨ના રોજ આજ્ઞા મુજબ નીકળી હું શ્રી વનમાળીભાઈ સાથે વદી ૧૩ના રોજ કાવિઠા આવ્યો. શ્રીમદ્જીનાં દર્શન થતાં મેં પંચાંગ નમસ્કાર કર્યા. તે વખણે ઠાણાંગ સૂત્રનું વાંચન-શ્રવણ-વિવેચન તથા બીજી જ્ઞાન ચર્ચા ચાલતી હતી. પ્રશ્નોના વગર પૂર્વે ખુલાસા તે વખતે કેટલાક પ્રશ્નો સમાઘાન માટે પૂછવા મેં તથા ભાઈશ્રી વનમાળીદાસે ગોઠવણી કરી રાખેલ. પણ તે પ્રશ્નોને તમામ ખુલાસો અમારા વગર પૂછ્યું પરમકૃપાળુદેવે કર્યો હતો. જેથી અમો ઘણું જ આશ્ચર્ય પામ્યા હતા. ત્યારબાદ મેં સાહેબજીને પ્રશ્નો પૂછેલ તે નીચે પ્રમાણે છે :મેં પૂછ્યું સાહેબ, પાથડા વિગેરેનું આટલું વિવેચન સૂત્રમાં શા માટે? ઉત્તર : ઊંઘ ઉડાવવા. પ્રશ્ન : સાહેબ, જાતિસ્મરણજ્ઞાન કોઈને થતું હશે? ઉત્તર : અનુભવાય છે. પ્રશ્ન: નારકી-દેવ વિગેરેના આવાં અનુક્રમે દુઃખ અને વૈભવના વર્ણન કરેલ છે, તે ભય તથા લાલચ દેખાડવા કે બીજું કાંઈ? ઉત્તર ઃ એવી ભાંગફોડમાં ન પડવું. આગળ વઘવું. (ગ્રંથ વાંચતાં ન સમજાય તે વાતને ગૌણતામાં Page #368 -------------------------------------------------------------------------- ________________ અર્જરની શ્રી પોપટભાઈ મહોકમચંદ Page #369 --------------------------------------------------------------------------  Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ રાખી, સમજવાની ભાવના રાખી આગળ વઘવું. વાતને તોડી પાડવા જેવું કરવું નહીં.) (૩ આખી રાત ચાલેલ શ્રીમદ્ગો ઉપદેશ આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. ત્યાં ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી ત્રિભુવનભાઈ, કલોલથી શ્રી કુંવરજીભાઈ વગેરે આવેલ હતા. પ્રભાત સુધી બોઘ ચાલ્યો. પછી હું અમદાવાદ આવ્યો. પણ શ્રીમદ્ભા પવિત્ર દર્શન સમાગમ તથા તેમની પવિત્ર યોજનગામી દેશનાની અસર ઘણી રહી. દશા ઘણી તીવ્ર થઈ. લોકોમાં જ્ઞાન પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર સંવત્ ૧૯૫૪ના ભાદરવામાં શ્રીમદ્ શ્રી વસો બિરાજેલ. ત્યાં હું ગયો હતો. ત્યાં શેઠ સાંકલચંદ હુકમચંદ સાણંદવાળાનો મારા ઉપર પત્ર હતો. તેમાં શ્રીમને પૂછવાના ૧૯ પ્રશ્નો હતા. શ્રીમદે કહેલ કે સાંકળચંદ છિદ્ર નથી જોતા, તેનું કારણ જાણીએ છીએ. તેઓશ્રી ફરવા જતા હતા. સાથે જવા મારી વૃત્તિ હતી. તે જાણી લઈ શ્રીમદે મને કહેલ કે અંબાલાલને પણ કહો કે બહાર સાથે ચાલવું છે? રસ્તામાં એક પાણીનું વહેળિયું આવ્યું. તે ઉપરથી કહેલ કે “લોકાનુગ્રહ કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઊતરી ગયું! આ વહેળિયાની પેઠે સહજસાજ મંદવત્ જ્ઞાન રહ્યું! લોકોને જ્ઞાન પિપાસા નથી. પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર છે.” અમે રોમના છિદ્રો દેખીએ છીએ ત્યાં વનમાં બેઠા. એક ભેંસ આવી. હું ઊઠવા જતો હતો ત્યાં આજ્ઞા કરી કે બેસી રહો. ભેંસ ચાલી ગઈ. ત્યાં શ્રી શત્રુંજય પાલીતાણાના જિનમંદિરની વાત નીકળતાં કહેલ કે આ તમને પ્રથમ જણાવીએ છીએ કે ત્યાં પ્રતિમા અઢારમા સૈકામાં ભરાવેલ છે. “અમે આ રોમ (વાળના) છિદ્રો દેખીએ છીએ.” (એવી એમની ચક્ષુરિંદિય લબ્ધિ હતી) વસોમાં મને શ્રી સુવિધિનાથજી તથા અભિનંદનજીના આનંદઘનજીના સ્તવનો ગાવા આજ્ઞા કરી. તે ગવાઈ રહ્યા બાદ તેઓશ્રીએ તેના અર્થ કર્યા હતા. જીવનું કલ્યાણ કેમ થાય? એ અંગે બોઘ એક દિવસ આઠ દસ પંડિતો, અધિકારીઓ વિગેરે શાસ્ત્રાર્થ જ્ઞાન ચર્ચા માટે આવેલ. પ્રથમ શાસ્ત્રાર્થ સંસ્કૃતમાં તેમણે શરૂ કર્યો. પાંચ મિનિટ પછી ગુજરાતીમાં શરૂ કર્યો. કર્તા સંબંઘી શાસ્ત્રાર્થ હતો. તેના પાંચેક મિનિટ બાદ શ્રીમદે “કલ્યાણ કેમ થાય?’ એ અંગે બોઘ શરૂ કર્યો. તે બે કલાક સુધી ચાલ્યો. આવેલા પંડિતો તથા અન્ય શ્રોતાઓનાં પ્રશ્નોનું આપોઆપ સમાઘાન થઈ ગયું. શાસ્ત્રાર્થની જરૂર ન રહી. સહર્ષ નમસ્કાર કરી પંડિતો વિગેરે વિદાય થયાં. રસ લોલુપી થવું નહીં. એકવાર આખી રાત નવથી પરોઢિયે પાંચ વાગ્યા સુઘી બોઘ ચાલ્યો. બીજે દિવસે બઘાને જમવાનું આમંત્રણ થતાં રસના ઇન્દ્રિય ઉપર વિવેચન ચાલ્યું. “રસલોલુપી ન થવું વગેરે જણાવ્યું. કારણ કે શિખંડનું ભોજન હતુ. એકવાર જૈનસાઘુઓ સંબંધી વાત નીકળતા કહેલ કે હુકમમુનિ શાંતિસાગર કરતાં સારા હતા. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો એવી નિંદામાં ન પડતાં “ભવ વૈચિત્ર્ય ભાવના’” ભાવવી. તથા જગતજીવ તે કર્માઘીના, અચિરજ કહ્યું ન લીના' ઇત્યાદિ ભાવનો બોધ કરેલ. મોટા પરમેશ્વરના દર્શન કરાવી આવો ૩૦૬ વસોથી ફરી ઉત્તરસંડા ત્યાર પછી ખેડા દર્શનનો લાભ તે જ સાલના આસો માસમાં મળ્યો હતો. સંવત્ ૧૯૫૫ના મહા વદમાં શ્રીમદ્ભુ ઈડરથી અમદાવાદ પધારતાં ઘાંચીની પોળ પાસે સામેના ડહેલામાં મેડી ઉપર ઊતર્યા હતા. શ્રીમદ્ભુના પુત્ર ચિ. છગનલાલ પણ સાથે હતા. દેરાસરે મોકલતાં કહેલ કે મોટા પરમેશ્વરના (પોતે છોટા પરમેશ્વર) દર્શન કરાવી આવો. શ્રીમદ્ ઘ્યાનમાં લીન, વાઘ પાસે આવીને ગયો શ્રી ટોકરશી દેવચંદ (બનેવી) પણ ઈડરથી શ્રીમદ્ભુ સાથે આવ્યા હતા. તેઓએ જણાવેલ કે ઈડરના જંગલમાં શ્રીમદ્ કાયોત્સર્ગમાં લીન હતા, અને પાસેથી વાઘ શાંતિથી ચાલ્યો ગયો હતો. ઉપદેશ રાત્રે ત્રણ વાગ્યા સુધી શેઠ જેસીંગભાઈ ઉજમશી અત્રે મેડી ઉપર પધાર્યા હતા. રાત્રે ઊંઘ આવતાં, જવાની આજ્ઞા માગી પરંતુ ઉપદેશ શરૂ થયો અને ત્રણ વાગી ગયા. શ્રી જેસીંગભાઈએ પ્રશ્ન કર્યો : આ કાળે કેવળજ્ઞાન હોય? શ્રીમદ્ : પરમ શાંતિ અનુભવીએ છીએ. સંડાસ હોવા છતાં દરવાજા બહાર ગયા પરોઢિયે ત્રણ વાગે જંગલ પઘારવું થયું. સંડાસ હોવા છતાં આસ્ટોડિયાના દરવાજા બહાર જવું થયું. હું સાથે હતો. રસ્તામાં ગાથાનો ધ્વનિ ચાલતો :— “કરલે ગુરુગમ જ્ઞાન વિચારા, કરલે ગુરુગમ જ્ઞાન વિચારા.’ મેં પૂછ્યું : સાહેબ, આ સઘળી ઉપાધિથી છૂટવું છે. ત્યાગ જોઈએ છે. બોજો બહુ લાગે છે. ત્યાગ માટે આજ્ઞા માગી. શ્રીમદ્ભુએ જણાવ્યું કે : ત્યાગ અમને સોંપી દો, ચાર કલાક હંમેશ દુકાને જવું. (ભાર ગયો.) શ્રીમદ્જી : નવ વાગ્યા છે ? ઘડિયાળ જોયું તો બરાબર નવ વાગ્યા હતા. હિરાચંદ : સાહેબ શું વાંચવું? શ્રીમદ્દ : શાંત સુઘારસ, આત્માનુશાસન ઇત્યાદિ. વાર છે તો પણ ઉતરાવીએ છીએ. હીરાચંદ : આ તો દિગંબરી છે. (આત્માનુશાસનાદિ) શ્રીમદ્ : શ્વેતાંબરીય વાંચો તોયે ઘણું છે. (શાંતસુઘારસાદિ) શ્રીમદ્ભુ સંવત્ ૧૯૫૫ના જેઠ સુદમાં ઈડરથી નરોડા ગામે પટેલ ભાઈબા કાળીદાસ ગુલાબદાસને ત્યાં પધાર્યા. કર્મ ગ્રંથને છેડે આત્મા નરોડા તળાવ કાંઠે શ્રીમદે જણાવ્યું કે (૧) કર્મગ્રંથને છેડે આત્મા રહે છે. ઝાડ નીચે સદુપદેશ કર્યો, ઘણા ભાઈઓ હતા. (૨) પ્રકૃતિ જોઈ છે. ઘણી પર્ષદા (૩) કર્મગ્રંથ વાંચ્યો છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પોપટભાઈ મહોકમચંદ આચારાંગની ચાલુ ચર્ચા બાબત જણાવ્યું કે બિલાના ગર્ભ બાબત ચર્ચા કરીને / દયાનો લોપ કરવા બેઠા છે. હાલ જૈનપણું કાંઈક આ દયાને લઈને છે. તે દયાનો પણ છે કાયાણીએ ઉપાડેલી ચર્ચામાં લોપ કરવા બેઠેલ છે. આ દયાના કારણે તો જૈન-બૌદ્ધ જુદા પડ્યા. બૌદ્ધ સાધુઓએ નદી કાંઠેથી સૂકી માછલીઓ આહાર માટે લીધી હતી. જૈન સાધુઓએ એ પ્રવૃત્તિ નિર્ધ્વસપરિણામ ઉત્પાદક અને પરંપરાદોષજનિત જોઈ નિષેધી. આથી બૌદ્ધ જૈન જુદા પડ્યા. કોઈ મુમુક્ષુ બાબત પ્રશ્નઃ આવી પ્રકૃતિ કેમ છે? ઉત્તર : પાંચ આંગળા બતાવતાં અર્થાત્ પાંચે આંગળી સરખી ન હોય. શ્રીમદે બ્રહ્મચર્ય બાબત મારા ઉપર કરેલ અનન્ય ઉપકાર સાંકળચંદ પિતાંબરદાસ કવિએ શાંતવિજયજીની વાત કાઢતાં તેમની નિંદા શરૂ કરી. શ્રીમદ્જીએ કહ્યું : પરોક્ષમાં કોઈની નિંદા ન કરવી. સાંકળચંદને બ્રહ્મચર્ય વિષે સમજાવી વૃઢતા કરવા જણાવ્યું. સાંકળચંદે પાછળથી કહેલ કે શ્રીમદે બ્રહ્મચર્ય બાબતમાં મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. હું મૈથુન સેવનમાં કૂતરા જેવો હતો. શ્રીમદે મને ઠેકાણે આપ્યો છે. શ્રી સોમચંદભાઈ મહાસુખરામના બાબતની કોઈ દ્વારા ખબર નહોતી અપાઈ, છતાં તેમને પોતાની મોહભાવના છોડી દેવા શ્રીમદે પ્રતિબોઘતાં શ્રી સોમચંદભાઈએ સદંતર છોડી દીધી. મોક્ષમાળા વાંચવાની આજ્ઞા ગાડી ઉપડવાના સમયે નરોડામાં પોસ્ટ માસ્તરનું આવવુ થયું. પોસ્ટ માસ્તરની ઉંમર લગભગ ૫૦ વર્ષની હતી. શ્રીમદ્ કહે ઈશ્વરને કર્તા માનો છો? પોસ્ટ માસ્તર કહે ના સાહેબ, પણ ઘણા વર્ષના સંસ્કાર એકદમ કેમ ટળે? શું વાંચવું? શ્રીમદ્ કહે “મોક્ષમાળા.” આ કોઈ મહાન પુરુષની ચાલ છે સ્ટેશન ઉપર કોઈ યુરોપિયને શ્રીજીની ચાલ જોઈને તેમને ઉદ્દેશીને કહ્યું કે આ કોઈ મહાત્મા લાગે છે. સં.૧૯૫૫ના જેઠ માસમાં ઈડર-અમદાવાદથી મુંબઈ પઘારતાં નડિયાદ સુઘી વળાવવા જવું થયું હતું. “પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની મંગળાચરણની ગાથા– "तज्जयति परं ज्योतिः समं समस्तैरनन्त पर्यायैः दर्पण तल इव सकला प्रतिफलति पदार्थ मालिका यत्र ।" -મૂળ ગ્રંથ કર્તા: અમૃતચંદ્રાચાર્યનું મંગળાચરણ (પુરુષાર્થસિદ્ધિઉપાય) અમે કહીએ છીએ કે આત્મા છે. પુનઃ પુનઃ એ ગાથાને ઉચ્ચારણ કરી વિવેચન કરતાં ઉલ્લાસથી દ્રઢતાથી કહ્યું કે “આત્મા છે, આત્મા છે, કહીએ છીએ કે આત્મા છે.” વચમાં બીજ-પ્રેક્ષકરૂપ ગાથા પ્રકાશી. “મંત્ર તંત્ર ઔષથ નહીં, જેથી પાપ પલાય; વિતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.” Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦૮ સંવત્ ૧૯૫૬ના વૈશાખ સુદી ૧ના શ્રી ઘરમપુરથી અમદાવાદ પઘાર્યા. શેઠ હેમાભાઈની વાડીના મેડા ઉપર ઉતારો કર્યો. શાંતિસાગરના અનુયાયી શ્રી પાર્વતીબેનનું ત્યાં આગમન. સ્વભાવ એ ઘર્મ અને ઘર્મથી શાંતિ પાર્વતીબાઈએ પ્રશ્ન કર્યો ઘર્મ એટલે શું? શ્રીમદ્ કહે : “શાંતિ” તમારા ગુરુ કુગુરુ હતા શાંતિસાગરજીના અનુયાયીઓને શ્રીમદ્જીએ પૂછ્યું કે–તમો શું કરો છો? જિન પૂજાદિ કરો છો? શાંતિસાગરજીના અનુયાયી : અમે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક વગેરે કરતા નથી અને મકાનમાં વાંચવાનું કરીએ છીએ. અમે કુગુરુને માનતા નથી. શ્રીમદ્ કહેઃ અમે મધ્યસ્થતાથી કહીએ છીએ કે તમારા ગુરુ (શાંતિસાગર) કુગુરુ હતા. જ્ઞાની મળ્યા પછી અંતરક્રિયા ચાલવી જોઈએ. મેં પૂછ્યું : અમારે શું કરવું? શ્રીમદ્ કહે : જ્ઞાનીને મળ્યા પછી અંતરક્રિયા ચાલ્યા કરે. શ્રી રાજપર જતાં ગાડીમાં ચંદ્રસૂરિની વાત નીકળતાં–તેના કરતાં તમે સારા છો. - જિન વીતરાગ મુદ્રા અને મોક્ષમાં કાંઈ ફેર નહીં. પછી શ્રી રાજપર ગયા. રાજપર જિનમંદિરમાં ભોંયરામાં શ્રી આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન શ્રીમદે મધુર અને ગંભીર ધ્વનિમાં ગાયું. તેનો અર્થ સમજાવ્યો. શ્રી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિનું ઉલ્લસવું થયું. જિનમુદ્રા દેખાડીને બતાવ્યું કે “આ મોક્ષ, આ આત્મા.” બી વાવીએ છીએ તે ખોતરશો નહીં સાબરમતી કાંઠે ભીમનાથની જગ્યામાં પરમતત્ત્વવૃષ્ટિનો અપૂર્વબોઘ આપી જણાવ્યું કે બી વાવીએ છીએ તેને ખોતરશો નહીં. ફલીફૂલી નીકળશે. બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષ ઉપર ફૂલ આવે પછી ફળ આવે તેમ મોક્ષરૂપી ફળ આવશે.) જ્ઞાનીઓને એક શ્લોક વાંચતા હજારોનું ભાન થાય છે. ચતુરાંગલ હૈ, ડ્રગસેં મિલહે” એ આગળ ઉપર સમજાશે. નિશ્ચય રાખો ખોટે માર્ગે ચઢાવીએ નહીં સં.૧૯૫૬ વૈશાખ સુદ ૫ હઠીભાઈની વાડીએ રાત્રે મારી શારીરિક શિથિલતા જોઈ ઊભા રહેવા આજ્ઞા કરી. અને પૂછ્યું: કર્મગ્રંથ વાંચો છો? ઉત્તર : સાહેબ, સમજાતો નથી. પછી છ ભાવનાઓ સંબંધી બે કલાક સુધી વિવેચન કર્યું. શ્રીમદ્ ઃ અમારાથી તમારું કલ્યાણ થશે તેની શી ખાતરી? ઉત્તર : સાહેબ એક ભવ વઘારે. (ઘણી ઘાર્યા તે ઘાર્યા. તે તારે કે મારે) શ્રીમદ્ ઃ નિશ્ચય રાખો. ખોટે માર્ગે ચઢાવવા નથી. ભવ વઘારવા નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ મારે એક્કે ભવ કરવો નથી, કૃપા કરો વૈશાખ સુદી ૬ના રોજ શ્રી ચંચળબેનનું આમંત્રણ. તેમના પતિ ઉમાભાઈ શેઠનું ત્રણ માસ થયા પરલોકગમન. એ બાઈનું અન્ન લીધું છે, જવું પડશે. પુજાભાઈ તથા મારું સાથે જવું. “કર્મગ્રંથ” બાબત ચર્ચા થઈ. પાછળથી ઊતરતાં ચંચળબેન કહે બાર બાર વરસ થયાં બઘાને સમાગમ, અમને નહીં? રોકાવાનું નહીં થાય? શ્રીમદ્ રોકાઈએ એમ નથી. ચંચળબેન : મારે હવે એક્રે ભવ નથી કરવો. કૃપા કરો. શ્રીમતું મુખ મલકાયું. શ્રીમદ્ પૂર્વભવે તિબેટના રાજકુંવર શ્રી અંબાલાલભાઈએ એકવાર કહેલું કે શ્રીમદ્ પૂર્વભવે તિબેટના રાજાના રાજકુંવર હતા. ત્યારે શ્રી જૂઠાભાઈ તથા ચંચળબેન એ બે તેમની પત્નીરૂપે હતા. તે વખતે દિગંબરી દીક્ષા બહુ પાળી હતી એમ પરમકૃપાળુદેવે એક વખત જણાવ્યું હતું. શ્રી જૂઠાભાઈનો સ્વભાવ (જૂઠાભાઈના દેહે) સ્ત્રી સ્વભાવ જેવો હતો. એક વખત શ્રી જૂઠાભાઈ પ્રભુના ખોળામાં માથું નાખી બહુ રડ્યા હતા. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે કૃપા કરી જણાવેલું હતું કે આ સ્ત્રી સ્વભાવ છે. લોકો જે રૂપે જોશે તે રૂપે ઓળખશે વૈશાખ સુદ ૭. વિરમગામ જતાં અમદાવાદ સ્ટેશને શ્રીમદે જણાવ્યું લોકો જે રૂપે અમને જોશે તે રૂપે ઓળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તો જ્ઞાનીરૂપે, ત્યાગીરૂપે જુએ તો ત્યાગરૂપે, ગૃહસ્થીરૂપે જાએ તો ગૃહસ્થીરૂપે. (કોઈ કવિ સ્વરૂપે, કોઈ વિદ્વાન સ્વરૂપે, કોઈ શતાવધાનીરૂપે, કોઈ પ્રામાણિક ઝવેરીરૂપે) ઈત્યાદિ પ્રકારે ઓળખશે. - શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં ફેર ન જાણો વઢવાણમાં શ્રીમદ્જીએ મને સ્વહસ્તે યોગમુદ્રાનું ચિત્રપટ આપ્યું, અને ફરમાવ્યું કે “શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઈ ફેર ન જાણો. શ્રી ડુંગરશી ગોશાળીયા મને કહેતા કે - “2ષભાદિ દશા વિષે, રહેતી જે અપ્રતીત; રાજચંદ્ર મળતાં થકાં, પ્રત્યક્ષ દીઠી સ્થિત.” અભક્તિરૂપ વચન માટે ઠપકો એકવાર શ્રી છગનલાલ નાનજી સાથે વઢવાણ કેમ્પમાં મારું ફરવા જવાનું બન્યું. મારા અંતરમાં કંઈ વિક્ષેપ તેથી નીકળેલું અભક્તિરૂપ વચન. શ્રીમદ્ સમીપે જતાં ઠપકાની પ્રાપ્તિ થઈ. અને વઢવાણ કેમ્પ છોડી એકદમ અમદાવાદ ચાલ્યા જવાની આજ્ઞા થઈ. તેથી મારા મનને સંતાપ થયો. શ્રી અંબાલાલભાઈને શ્રીમને અરજ કરવા મેં વિનંતી કરી. ગાડીનો ટાઈમ થયો. આજ્ઞા મુજબ અમદાવાદ ચાલ્યા જવું જોઈએ. પણ ગાડીના ટાઈમે શ્રી અંબાલાલભાઈ દ્વારા આજ્ઞા થઈ કે–રોકાશો. નથી જવું. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો રસોડાની ટીપથી શંકા તો નથી થઈ? રસોડાની ટીપ થતી હતી. શ્રીમદે કહ્યું : રસોડાની ટીપમાં શું ભરશો? ઉત્તર : આજ્ઞા કરો તે. શ્રીમદ્ કહે ઃ રૂા. સો ભરાવો. ઉત્તર ઃ સારું, જેમ આજ્ઞા. પછી સમીપમાં બોલાવી શ્રીમદ્ કહે : અમારે તમારું કાંઈ નથી જોઈતું. આ રસોડાની ટીપથી શંકા તો નથી આવી ? શ્રી વણારશી તળશીને ઉદ્દેશીને કહે—ભરવાડવાળું રાખીએ કે વાણિયાની રીતે? ભરવાડની રીતે, વાણિયાની રીતે નહીં, એમ કહી રસોડાની ટીપ ફાડી નાખી. (પરીક્ષા હેતુએ આ પ્રસંગે બનેલ) ત્યારપછી શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળના ખાતાની ટીપ શરૂ કરી. એકવાર સાંજે સન્મુખ બેઠો હતો. આનંદઘનજીનાં સ્તવન બોલાવ્યાં. પછી શ્રીમદ્ કહે—અમદાવાદથી અહીં આવતાં શાંતિ થઈ? ઉત્તર—હા જી. ૩૧૦ આ વચનામૃત જગતનું કલ્યાણ ક૨શે રાત્રે વચનામૃતની પ્રાપ્તિ થઈ અને જણાવ્યું કે આ વચનો જગતનું કલ્યાણ કરશે. પણ તમારું તો જરૂર કલ્યાણ ક૨શે. એમ કહી વચનામૃત પ્રસાદી આપી. કોઈનું મૃત્યુની વાત સાંભળ્યા પછી અમે આહાર લેતા નથી. એમ આહાર લેવો નિર્ધ્વશ પરિણામજનક છે. શ્રીમદ્ કહે-વૃત્તિ ક્યાંય ગઈ એકવાર હું શ્રીમના ચરણ ચાંપતો હતો – ચરણસેવા કરતો હતો. ત્યાં મારી વૃત્તિ બીજે ક્યાંક ગઈ. શ્રીમદ્ : વૃત્તિ ક્યાંય ગઈ? મેં કહ્યું—હા જી. શ્રીમદે કહ્યું : “અમારે નવી મા નથી કરવી.' આ મુમુક્ષુઓ અમારે માનું દુધ છે. ૨બારીને પૂછો એક જ ગાયનું દૂધ છે? એકવાર શ્રી નાથીબહેન ગાયનું દૂધ ચાર શેર લાવ્યા. તેમાંથી અરધા શેર દૂધમાં મેલિન્સ ફુડ નાખી શ્રીમદ્ સમીપે લઈ ગયા. શ્રીમદે પૂછ્યું : દૂધ કોણ લાવ્યું? એક જ ગાયનું દૂધ છે? શ્રી નાથીબહેન કહે—દૂધ હું લાવી છું. એક જ ગાયનું છે. શ્રીમદે કહ્યું : રબારી આવેલ તેને પૂછો. રબારીને પૂછતાં તેણે જણાવ્યું કે સાડા ત્રણ શેર એક ગાયનું છે અને અરઘો શેર બીજી ગાયનું છે. દૂધના પ્યાલામાં તળિયે વાળ દૂધના પ્યાલામાં તળિયે વાળ હતો. તે અંગે કહેલ દૂધમાં વાળ છે જોયું તો તળિયે વાળ હતો. પિતાશ્રી રવજીભાઈને એકવાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ સાથે જિનમંદિરે પૂજા કરવા જવા કહ્યું હતું. શરીર ક્ષીણ છે, ક્ષય નથી શ્રી અંબાલાલભાઈ ડાક્ટર પાસે દવા લેવા ગયા હતા. દવા લઈને આવ્યા. તેમને શ્રીમદે પૂછ્યું : ડાક્ટરે શું કહ્યું? શું વાતચીત થઈ? શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે ડાક્ટર ઠાકોરદાસે કહ્યું છે કે ક્ષય છે. શ્રીમદે કહ્યું કે ના, એમ નથી; શરીર ક્ષીણ છે એમ કહ્યું છે. ડાક્ટર ઠાકોરદાસ આવતા પૂછ્યું તો ડાક્ટરે જણાવ્યું કે શરીર ક્ષીણ છે એમ કહેલ તેની ખાત્રી થઈ. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ એકવાર શ્રી “જ્ઞાનાર્ણવની પ્રત બાંઘવા મને આપેલ. મને બાંઘતા ન આવડી. ફરી બીજા કોઈને બાંધવા કહેલ. એવી ઉપયોગની તીવ્રતા ચીટાઈ હતી. આઠ યોગદૃષ્ટિની સઝાય અને આનંદઘનજીના સ્તવનો વિચારશો? સંવત્ ૧૯૫૭ કારતક વદી ૫ના રોજ અમદાવાદ આગાખાનના બંગલે શ્રી ગંગાબહેન દર્શને આવ્યા હતા. તે શરમાતાં હતા. શ્રીમદ્ કહેઃ શરમાઓ છો શા માટે? પોપટની બહેન અમારી બહેન. પૂજા કરો છો? જિન પૂજા-સેવા કરજો. આઠ યોગદૃષ્ટિની સઝાય તથા આનંદઘનજીના સ્તવનો મુખપાઠ કરી વિચારશો. જગત ગુણ-પુણ્યનું દ્વેષી છે. શ્રીમદ્ ઃ જગત ગુણ-પુણ્યનું દ્રષી છે. બહાર નદી કિનારે પણ લોકોને અનુકૂળતા રહેવા દીધી નથી. જગતની વિચિત્ર સ્થિતિ જોઈ પોકાર કર્યો શ્રી યશોવિજયજી ઉપાધ્યાય આટલા બહાર કેમ નીકળ્યા? ૩૫-૧૫-૧૨૫ ગાથાનાં સ્તવનો કરી પોકાર કેમ કર્યો? અંતરમાં કેમ ન સમાયા? (નિષ્કારણ કરુણાશીલતાથી આ ઉદ્ગારો બહાર નીકળ્યા. પરમકૃપાળુદેવને જેમ કુગુરુઓ લૂટે તે બરછી સહન ન થઈ તેમ એમનાથી પણ સહન થયું નહીં તેથી પોકાર કર્યો.) આ ત્રણ નોટો દ્વારા અમારું ઓળખાણ થશે મેં કહ્યું સાહેબ, શ્રી વચનામૃત પ્રસાદી માટે અરજ છે, શ્રી અંબાલાલભાઈ નથી આપતા. શ્રીમદ્જીઃ અંબાલાલને એનો મોહ થયો છે. આ ત્રણ નોટો તે બુક કરતાં ચઢિયાતી છે, તે તમને મળશે. અમે કોણ છીએ તેથી તમે જાણશો. શ્રીમદે એકવાર કહ્યું –અંબાલાલ પોતાની ચામડીનાં પાવલાં (જોડાં) અમારા માટે કરાવે તો પણ ઉપકાર ન વળે. ચામડાને અડતાં હાથ ધોઈ નાખવા ફરવા જતાં કોઈ માણસ ચામડાનું પાકીટ લઈ આવતો હતો. તે જોવા માટે લાવવા કહ્યું. લાવ્યા પછી પાછુ આપવા કહ્યું અને હાથ ઘોઈ નાખો એમ જણાવ્યું. (તાત્પર્ય કે ચામડાની વસ્તુને અડતાં હાથ ઘોઈ નાખવાનો વ્યવહાર જાળવવો. આડકતરી રીતે બોઘ દીઘો. દેરાવાસીમાં ગુરુગમની જરૂર, સ્થાનકવાસીમાં બધું ફેરવ્ય છૂટકો. ચાંદલા ઓળમાં જતાં–કોઈ સાધુ પરત્વે વાત નીકળતાં શ્રીમદ્જી કહે: સ્થાનકવાસી અને દેરાવાસીમાં ફરક એ છે કે દેરાવાસીને ફક્ત ચાવી ફેરવવાની છે. (ગુરુગમરૂપ ચાવીની જરૂર છે બાકી મૂર્તિપૂજન આદિ સમ્યક છે.) અને સ્થાનકવાસી બાબતમાં જણાવ્યું કે બધું ફેરવ્ય છૂટકો છે. શ્રીમદે મને શ્રી પરમકૃત ખાતાની દેખરેખ રાખવા બાબત આજ્ઞા કરી. કીડી ચંપાતા પ્રતિમાસે એકાસણા એક વખત કીડી ચંપાઈ જતાં પ્રાયશ્ચિત્તરૂપે બાર માસ સુધી દર માસે ૧-૨ એકાસણા કરવા આજ્ઞા કરી હતી. Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદે આગાખાનના બંગલે કહ્યું-આ મુનિઓ ચોથા આરાની વાનગી છે એકવાર શંખપર શ્રી લલ્લુજી મુનિ આદિ પાસે જતાં શ્રીમદે કહેલ કે—લોકો વાણિયા નથી, ભૂલે છે. ચોથા આરાનું મળે છે છતાં ભૂલે છે. ચોથા આરામાં પણ મળવો દુર્લભ, તે મળતાં છતાં ભૂલે છે! માન ત્યાં કેટલા કષાય? ચારે કષાય સેવવા આવો છો? ૩૧૨ કોઈ એક પ્રસંગ મેં કહેલ—સાહેબ, શરમ આવે છે. શ્રીમદ્ કહે : નીચે જતા રહો. (પાછો બોલાવીને) શરમ? કેમ શરમ? એમ દશવાર શરમ શરમ બોલાવીને કહ્યું કે—શરમ કે માન? માન ત્યાં કેટલા કષાય? શું ચારે કષાય સેવવા અહીં આવો છો? ભગવાનના ધામમાં છીએ શ્રી ઉગરીબેન ચૈત્ર વદ ૪ના રોજ રાજકોટથી અમદાવાદ આવ્યા. શ્રીમદ્જીનો સંદેશો લાવ્યા કે ભગવાનના ઘામમાં છીએ એમ જણાવજો. (ભગવાનને રહેવાનું ઘર કયું? તો કે શુદ્ધ આત્મા. અમે શુદ્ધ આત્મામાં છીએ, આ દેહમાં નથી. એમ પરમકૃપાળુદેવે જણાવ્યું.) શ્રીમદ્ રાજચંદ્રને સદ્ગુરુ ભગવાન તરીકે સ્વીકાર્યા તેઓશ્રીની અદ્ભુત જ્ઞાનની ચમત્કૃતિ અને ઉત્તમોત્તમ શક્તિ સમજાયાથી મેં તથા ભાઈશ્રી વનમાળીદાસે એમ જાણ્યું કે પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તો આ પુરુષ કરાવી શકે તેમ છે, એમ ઘારીને સદ્ગુરુદેવ પરમ પૂજ્યશ્રીને ‘જીવદયાણં’ એટલે મિથ્યાત્વભાવથી મુક્ત કરાવી આત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવી આપનાર જાણી સહજાત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રદેવને મારા સદ્ગુરુ ભગવાન તરીકે ત્રિકરણયોગે નિરધાર્યા છે. સ્મૃતિ પ્રમાણે ટૂંકમાં ટાંચણ કાગળ પર મૂકવાનું સંવત્ ૧૯૬૩માં કરેલ છે. શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદ હું શા સોમચંદ મહાસુખરામ મુ.અમદાવાદ છે. પંચભાઈની પોળ. શ્રીમદ્ પરમકૃપાળુદેવનો સત્સમાગમ ક્યારે થયેલ તેની યાદી નીચે મુજબ સ્મૃતિમાં રહેલ, તેનો અત્રે ઉતારો કરાવેલ છે. શ્રીમદ્ રાજચંદ્રનું નામ જાણવામાં આવ્યું મારા કાકાના દીકરા શા.નગીનદાસ ધરમચંદની સાથે હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો હતો. તે અરસામાં તેઓ એકવાર ખંભાત મુકામે સ્થાનકવાસી સાધુના દર્શન કરવા ગયા. ત્યાં તેમને શેઠ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદનો સમાગમ થયો અને તેમના ગુણનું ભાન થયું. અમદાવાદ આવીને તે સમાગમ સંબંઘી વાત કરી, જેથી મને પણ નવાઈ લાગી. તેમજ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું નામ પણ ત્યારે જાણવામાં આવ્યું. શ્રી ત્રિભોવનભાઈ અત્રે આવવાના છે તે આવશે ત્યારે આપણે મળીશું એમ નગીનભાઈએ મને જણાવ્યું. Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમચંદભાઈ મહાસુખરામ Page #379 --------------------------------------------------------------------------  Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને સોમચંદ આવો વૈરાગ્ય તો સાધુઓમાં પણ નથી થોડા સમય પછી શ્રી ત્રિભોવનભાઈ તથા તેમની સાથે અત્રેના રહીશ શ્રી પોપટલાલભાઈ પણ પઘાર્યા. અને હું સમાગમ અર્થે શ્રી નગીનભાઈના ઘેર ગયો. તેમની શાંતિ અને વૈરાગ્યમય દશા જોઈને મને ખરેખર આશ્ચર્ય થયું. અને મનમાં થયું કે આવો વૈરાગ્ય તો સાઘુઓમાં પણ જોવામાં આવતો નથી. પછી શ્રી પોપટભાઈની વ્યવહારકુશળતા તથા પરમકૃપાળુ જ્ઞાની ભગવંતની દશા સંબંઘીની વાતો તથા તેમનો વૈરાગ્ય દ૨૨ોજ અમને વધારે અસરકારક થતો ગયો. ૩૧૩ અમુક વખત પછી એક ભાઈ તરફથી એવા ખબર મળ્યા કે શ્રી પરમકૃપાળુદેવ અમદાવાદ પઘારવાના છે, પણ તેની પાકી ખબર મળી નથી. પછી શ્રી પરમકૃપાળુદેવ જે મેડા ઉપર પથાર્યા હતા ત્યાં શેઠશ્રી જેસીંગભાઈ ઊજમશીને ખબર મળવાથી ત્યાં ગયા હતા. પરમકૃપાળુદેવના મુખારવિંદ ઉપર પરમ ઉદાસીનભાવ શ્રી પરમકૃપાળુદેવ હઠીભાઈની વાડી સામે નગરશેઠના બંગલામાં ઊતર્યા છે. તેવા ખબર મળતાં જ હું તથા નકરાભાઈ ત્યાં ગયા. શ્રી નગીનભાઈ તો ત્યાં જ હતા. અમે ત્રણે જણાએ શ્રી કૃપાળુદેવના દર્શનની ભાવના શ્રી પોપટલાલભાઈને જણાવી. તેઓશ્રીએ કોઈ ભાઈ પાસેથી ૨જા મંગાવી અને દર્શન કરવા માટે અમને મેડા ઉપર લઈ ગયા. તે વખતે પરમકૃપાળુદેવ એક ખાટલામાં બિરાજેલ હતા. દર્શન કરીને અમે ત્રણ જણ લાઈનબંધ બે હાથ જોડી સામા ઊભા રહ્યા. તે વખતે તેઓશ્રીની મુદ્રા જાણે સાક્ષાત્ સજીવન પ્રતિમા બિરાજમાન હોય એમ લાગતું હતું. તેમના મુખારવિંદ ઉપર સ્પષ્ટ પરમ ઉદાસીનભાવ હતો. આ પ્રથમ દર્શનના પ્રતાપે મારી અંતરવાસના ઘણી ઉપશમરૂપ થવાનો મને આશ્ચર્યકારક અનુભવ થયો હતો. પછી અમોએ સાષ્ટાંગ નમસ્કાર કરીને વિનયપૂર્વક પૂછ્યું—સાહેબ, અમે શું વાંચીએ ? તેઓશ્રીએ જણાવ્યું કે—શાંતસુધા૨સ, અધ્યાત્મ કલ્પદ્રુમ, બાર ભાવનાઓ વગેરે. જેથી અમે આજ્ઞા મુજબ દ૨૨ોજ વાંચતા હતા. તેમજ દ૨૨ોજ શ્રી પોપટભાઈનો સમાગમ કરતા હતા. તે દહાડે હું ત્યાં ૧૧ થી ૧૨ વાગ્યા સુધી રહ્યો હતો. પરમકૃપાળુદેવ હમણાં ઓરડામાંથી બહાર આવશે અને કોઈ વાતચીત કરશે તેવું જાણવામાં આવતા હું ત્યાં રોકાયો હતો. તમારા ગુરુ ક્રુગુરુ હતા તેટલામાં શાંતિસાગરજીના આશ્રિત ગણાતા દસેક ભાઈઓ કંઈ પ્રશ્ન પૂછવા આવ્યા. તેમાંના ભાઈઓએ એમ જણાવ્યું કે—અમે સામાયિક કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, પૂજા કરતા નથી; કાંઈ કરતા નથી. અને તે મકાનમાં વાંચવાનું કરીએ છીએ. મને સ્મૃતિમાં છે કે તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે—અમે મધ્યસ્થતાથી કહીએ છીએ કે તમારા ગુરુ કુગુરુ હતા. આ પૂ.શ્રી ચતુરભાઈ પરષોત્તમદાસ તથા બીજા ભાઈઓએ શાંતિથી સાંભળ્યું હતું. સત્પુરુષના પ્રભાવે મરકી નાબુદ થાય તે વખતે ઘાંચીની પોળમાં જિનાલયમાં પ્લેગ નિમિત્તે મહોત્સવ ચાલતો હતો. તે નિમિત્તે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેવા સત્પુરુષો ક્યાં છે કે જેમના ચરણકમળ પખાળીને જળનો છંટકાવ થાય તો મરકી નાબૂદ થાય? એમ અમોને શ્રી પોપટલાલભાઈએ જણાવ્યું હતું. Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૧૪ જળકાયના જીવોને દુ:ખ ન થાય તેની કાળજી સાડા અગિયાર વાગ્યા શ્રી પોપટભાઈએ જમવાનું આમંત્રણ કર્યું. પોતે ઊઠીને ચોકડી પાસે ઊભા. હું પોતે પાણીવતી કૃપાળુદેવના હાથ ઘોવરાવતો હતો. તે વખતે જાણે અપકાયના જીવને કોઈ પ્રકારે દુઃખ ન થાય તેમ યત્નાપૂર્વક હાથ ઘોતા હતા. જાણે પાણી હાથને અડે છે કે નહીં? હું બરાબર જોઈ રહ્યો હતો. શ્રી પોપટભાઈને બતાવ્યું. તેઓ પણ આશ્ચર્ય પામ્યા. થોડો વખત છે, ચેતો ઘના સુથારની પોળના રહીશ ગોપાળદાસ પણ ત્યાં હાજર હતા. ગોપાળદાસને ઉદ્દેશીને પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ ગોપાળદાસ? ગોપાળદાસે કહ્યું–હા, સાહેબ. . પરમકૃપાળુદેવે કહ્યું–હવે શું કરો છો? થોડો વખત છે, ચેતો. પછી હું ઘેર ગયો. ફેરી ફરતાં પરમકૃપાળુદેવનું જ સ્મરણ ચાલ્યા કર્યું ત્યાંથી મારા પિતાશ્રીની સાથે ગાંસડી લઈ ફેરી કરવા ગયો. પિતાજીની સાથે ફરી ફરતાં ફરતાં પણ મને તો પરમકૃપાળુદેવનું જ સ્મરણ ચાલ્યા કરતું હતું. બે કલાક ફેરી ફર્યા પછી પિતાજીની સાથે ઘેર આવ્યો. ગાંસડી પોટલાં મૂકી મારી બા વગેરેને જણાવીને હું તો નગરશેઠના બંગલે ગયો. ત્યાં તે સમયે પૂ.ઉગરીબહેન તથા બે ભાઈઓ હતા. મેં ઉગરીબહેનને જણાવ્યું કે બહેન, કૃપાળુદેવ ક્યાં પધાર્યા છે? કહો, તો ત્યાં જઈ પહોંચે. બહેને કહ્યું કે આજ્ઞા નથી, જેથી ત્યાં બેસી રહ્યો. . શ્રી પરમકૃપાળુદેવ ક્યારનાય પહોંચી ગયા ચાર વાગ્યા પછી શ્રી લલ્લુજીસ્વામી, શ્રી દેવકરણજી, શ્રી લક્ષ્મીચંદજી, શ્રી ચતુરલાલજી, શ્રી નરસિંહરખજી, શ્રી મોહનલાલજી વગેરે મુનિરાજો દિલ્લી દરવાજેથી શ્રી માણેકલાલ અમૃતલાલના બંગલે (ઉતારે) જતા હતા. રસ્તામાં તેઓના દર્શન કર્યા અને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે હમણાં પરમકૃપાળુદેવ આવશે. તે પછી થોડે વખતે સીગરામ ગાડી આવી તેમાંથી શ્રી પરમકૃપાળુદેવ, શ્રી અંબાલાલભાઈ, શ્રી પોપટલાલભાઈ તથા શ્રી કુંવરજીભાઈ ઊતર્યા. મેં એમના દર્શન કર્યા. તેઓશ્રી બારીમાં થઈ પગથિયા ચઢતા હતા અને હું બરાબર તેઓશ્રીની પાછળ ચાલતો હતો. મેં ઊંચું જોયું તો શ્રી કૃપાળુદેવ ક્યારના ત્યાં પહોંચીને બેઠેલા અને હું તો હજી પગથિયામાં જ હતો. મને આશ્ચર્ય થયું. કાલે સવારે શતાવઘાની શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ પઘારવાના છે એકવાર ઘરમપુરથી શ્રી રણછોડભાઈનો શ્રી પુંજાભાઈ હીરાચંદ ઉપર તાર આવ્યો કે કાલે સવારે પરમકૃપાળુદેવ અમદાવાદ પઘારશે. હું ત્યાં હતો. ભાઈ શ્રી પોપટલાલભાઈએ મને જણાવ્યું કે કોઈ બંગલો દિલ્લી દરવાજા બહાર તપાસ કરી આવો, અને સારો મળતો હોય તો ભાડે રાખી લો. હું નીકળ્યો અને હઠીભાઈની વાડીમાં મકાન શોઘતો હતો ત્યાં તેના પહેરાવાળાએ મને જણાવ્યું કે દરવાજા ઉપરનો મેડો ખાલી છે, તમે શેઠજીને ત્યાં જાઓ, તો મળી શકશે. પછી હું કેમ્પ તથા શાહીબાગ બઘા બંગલાઓ જોઈ આવ્યો પણ બીજો બંદોબસ્ત થયો નહીં. ઉપરની હકીકત મેં ભાઈશ્રીને જણાવી. તેઓએ પૂંજાભાઈને બોલાવી મને તથા પૂંજાભાઈને ઉપરના કામ માટે ઝવેરીવાડ નીશાપોળમાં બાલજીભાઈને ત્યાં મોકલ્યા. બાલજીભાઈ તે વખતે નગરશેઠ મણિભાઈ એકાદ-બે દિવસમાં ગુજરી ગયેલા, તેથી ત્રણ વાગે ત્યાં બેસવા Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને સોમચંદ ગયા હતા. અમે બન્ને જણ નગરશેઠને વંડે ગયા. ત્યાં બાલજીભાઈએ અમને બોલાવી પૂછ્યું કે કેમ આવવું થયું છે? અમે મકાન વિષેની વાત કરી. તે વખતે રા.રા.શ્રી જેસંગભાઈ શેઠ તથા મોટા શેઠ મયાભાઈ શેઠ પણ હાજર હતા. તેમણે પૂછ્યું કે શું છે બાલજીભાઈ? ત્યારે બાલજીભાઈએ જણાવ્યું કે કાલ સવારે શતાવધાની શ્રી રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) અમદાવાદ પઘારવાના છે, તેઓને બે-ત્રણ દિવસ હઠીભાઈની વાડીનો મેડો જોઈએ છે, તે ખાલી છે. તે માટે આ બે ભાઈઓ આવ્યા છે. ૩૧૫ તરત જ મોટા શેઠ મયાભાઈ શેઠે જેસંગભાઈશેઠને જણાવ્યું કે ચિઠ્ઠી લખી આપો. જેથી તેમને બધી સગવડ મળે. શેઠશ્રી જેસંગભાઈએ તરત જ ચિઠ્ઠી લખી આપી. તે લઈ અમે પૂ.પોપટભાઈ પાસે ગયા. ભાઈશ્રીએ ચિઠ્ઠી મને આપી અને ત્યાં જઈ સાફસૂફી કરી જે જોઈએ તે સરસામાન ભેગો કરવા જણાવ્યું. હું તથા નગીનભાઈ બન્ને જણાએ જઈને પહેરાવાળાને ચિઠ્ઠી આપી અને તરત જ મેડો ઉઘાડી આપ્યો. અમે ખાટલો, ગોદડાં, પાણીના વાસણ વગેરે બધું ગોઠવી દીધું. આ કોઈ મહાત્મા છે, જુઓ તેમની ચાલ સવારમાં સ્ટેશન ઉપર ગયા. મુંબઈની મેલગાડી આવી. તરત જ સેકન્ડ ક્લાસમાંથી કાઠિયાવાડી પોશાકમાં શ્રી પરમકૃપાળુદેવ બહાર પધાર્યા. થોડું ચાલ્યા ત્યાં તો કોઈ યુરોપિયન મોટા હોદ્દાવાળા જેવા લાગતા સાહેબ અને તેમની સાથે એક ભાઈ હતા. તેમને તેઓએ જણાવ્યું કે, “આ કોઈ મહાત્મા છે, જુઓ તેમની ચાલ, જરૂર મહાપુરુષ છે.'' ૫૨મકૃપાળુદેવ હઠીભાઈની વાડીએ પધાર્યા અમે બધા પછી ઝાંપેથી બહાર નીકળ્યા. ત્યાંથી ગાડીમાં શ્રી પરમકૃપાળુદેવ, શ્રી પોપટલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા શ્રી ગુલાબચંદ, નગીનદાસની પેઢીવાળા શ્રી મંગળદાસભાઈ એમ ચાર જણા હઠીભાઈની વાડીએ પધાર્યા. હું, શ્રી નગીનભાઈ તથા શ્રી ઉગરીબહેન ગાડીમાં છીપાપોલથી સરસામાન લઈ હઠીભાઈની વાડીએ ગયા. ગાડીમાંથી ઊતરી ઉપર જઈ શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરી બહાર બેઠા. શ્રી પોપટભાઈએ તથા શ્રી પુંજાભાઈએ પરમકૃપાળુદેવ માટે જમવા વગેરેની સગવડ કરી હતી તે પ્રમાણે જમાડ્યા. અમે બી વાવીએ છીએ, તેને ખોતરશો નહીં હું બપોરે ઘેર ગયો. સાંજે પાંચ વાગે વાડીએ પાછો આવ્યો ત્યારે શ્રી પરમકૃપાળુદેવ, બીજા ભાઈઓ, તથા શ્રી નગીનભાઈ વગેરે શાહીબાગ ભણી ફરવા ગયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે અમે બી વાવીએ છીએ તે ઊગી નીકળશે. તેને ખોતરશો નહીં. પોતે તથા બઘા ભાઈઓ ફરીને પાછા પધાર્યા. તે વખતે હું ઓટલા ઉપર બેઠો હતો. જોતાં જ ઊભો થઈ ગયો. હાથ જોડી નમસ્કાર કર્યા. તે વખતે દિવસ-સૂર્ય આથમ્યો ન હતો. પોતે ઉપર પઘાર્યા તે સમયે દેવસાના પાડામાં રહેતા શ્રી પોપટભાઈ ઠાભાઈ તથા લાલઢબુવાળા મોહનલાલભાઈ અને બીજા કેટલાંક ભાઈઓ ત્યાં આવ્યા હતા. શ્રી પરમકૃપાળુદેવને નગરશેઠને ત્યાં પધારવાની વિનંતી કરી. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું કે શું કરીએ, આ લૂગડાં નડે છે, શરીર નબળું છે વગેરે સ્પષ્ટતા કરી. આથી બે ભાઈઓ સંતોષ પામી ચાલ્યા ગયા. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો આખી રાત પરમકૃપાળુ દેવનું સ્મરણ રહ્યું રાત પડી. આજની રાત આપણે અહીં જ રહીશું. પણ શ્રી નગીનભાઈએ જણાવ્યું કે ઘેર ઘણો ક્લેશ થશે, તેથી ઘેર જવું ઠીક છે. મેં તેમનું કહેવું માન્યું નહીં. શ્રી ઠાકરશીભાઈ લહેરાભાઈ લીમડીવાળા મળ્યા, તેઓએ પણ ઘેર જવાની સલાહ આપી. એટલે રાત્રે નવ વાગે જેમ કોઈ પરાણે ઘેર ખેંચી જતા હોય તે માફક ઘેર ગયો. રાત આખી પરમકૃપાળુદેવના સ્મરણમાં પૂરી થઈ. પરમકૃપાળુદેવનો આખી રાત સતત બોઘ ચાલ્યો સવારે પાંચ વાગતાં મેં શ્રી નગીનભાઈને ઈશારો કરતાં તેઓ નીચે આવ્યા અને અમે બન્ને એકઠા થયા. મારા પિતાજીના ભયથી અમે અવળો રસ્તો લીધો. સીઘા જઈએ અને અમારી પાછળ આવે તો અમને પાછા લઈ જાય. તે ભયે અમે ડહેલામાં થઈને ગયા. પ્રાતઃ કાળે હઠીભાઈની વાડીએ આવી પહોંચ્યા. પાણી ગાળવા, લોટા વગેરે માંજવાનું કામ કરવા જતો હતો ત્યાં જ શ્રી કુંવરજીભાઈ આવ્યા અને જણાવ્યું કે હમણાં રહેવા દો, થોડા વખત પછી કરજો. મેં કહ્યું કે કેમ ભાઈ, વહાણું (પ્રભાત) તો વાવા આવ્યું છે. તેમણે જણાવ્યું કે કૃપાળુદેવ હમણાં જ સૂઈ ગયા છે, અત્યાર સુધી સતતુ બોઘ ચાલતો હતો. આ જાણીને મને તો એવી અરેરાટી પેદા થઈ કે મેં મારો આવો અમૂલ્ય અવસર ગુમાવ્યો. હવે એ અવસર પાછો ક્યાંથી આવે એમ અંતઃકરણમાં ઘણો ખેદ થયો. તે જ વખતે શ્રી પોપટભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું કે સોમાભાઈ, તું રાત્રે ક્યાં હતો? તને તો પરમકૃપાળુદેવે સંભાર્યો હતો. તે વખતે આ અમૂલ્ય અવસર ગુમાવ્યાનો મને ઘણો જ ખેદ થયો. પરમકૃપાળુદેવને એકલા મળવાની પ્રબળ ઇચ્છા થોડીવારમાં શ્રી સોભાગભાઈના પત્ની તથા તેમના દીકરા શ્રી મણિભાઈ બન્ને જણા પરમકૃપાળુદેવ જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવ્યા. નમસ્કાર કરીને તેમની સમીપ બેઠા. શ્રી મણિભાઈને મણિ કહી સંબોઘતા હતા. હવે કેમ છે? ઠીક છે ને? તે હું બારણામાંથી સાંભળતો હતો. પહેલેથી મારી એક ઇચ્છા પ્રબળ હતી કે શ્રી પરમકૃપાળુદેવને હું એકલો મળું. પણ શી રીતે મળી શકાય? એમ વિચાર્યા કરતો હતો. તેવામાં શ્રી મણિભાઈ અને તેમના માતુશ્રી બન્ને બહાર નીકળ્યા, તેવો જ હું અંદર પેસી ગયો. મુમુક્ષુએ સાત વ્યસનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તેઓશ્રીની નજીક જઈને સવિનય નમસ્કાર કરી હાથ જોડી મેં વિનંતી કરી. ત્યારે પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે સાત વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ. તેમાં ઉત્તમ કુળને લીધે પાંચ વ્યસનનો ત્યાગ તો સહેજે પળાય છે, પણ પરસ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગવા કઠણ છે. ઉપયોગ રાખે જરૂર ત્યાગ થઈ શકે છે. પછી મારી ભૂલ મેં પરમકૃપાળુદેવ સમક્ષ નિવેદન કરી, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે અમુક તારીખે અમુક માસ સુધી એકાસણા કરવા અને શ્રી પોપટભાઈ જણાવે તેમ વર્તવું. પછી હું શ્રી પરમકૃપાળુદેવને રડતાં ચક્ષુએ સાષ્ટાંગ નમસ્કાર કરી બહાર નીકળ્યો, અને ત્યાંના કામકાજમાં લાગી ગયો. તે દિવસે સાંજે ચાર વાગ્યાની ગાડીમાં શ્રી પરમકૃપાળુદેવ વિરમગામ પઘારવાના હતા એવી ખબર મળી. ત્યારે હું ઘેર જમવા ગયો હતો. પાછો અઢી વાગે સીઘો હઠીભાઈની વાડીએ પહોંચી ગયો. શ્રી પરમકૃપાળુદેવ, શ્રી Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને સોમચંદ પોપટભાઈ વગેરે મુરબ્બીઓ સ્ટેશને પહોંચી ગયા હતા. તે જાણી તુરત જ હું સ્ટેશને ગયો. ટ્રેન આવી ગઈ હતી. પરમકૃપાળુદેવ સેકન્ડ ક્લાસમાં બિરાજ્યા હતા. તેમને સવિનય નમસ્કાર કરી બધા ભાઈઓની જોડે ઊભો રહ્યો. પરમકૃપાળુદેવે મને બોલાવી કહ્યું કે “પોપટભાઈ કહે તેમ કરજો.’’ ૩૧૭ કૃપાળુદેવને સાષ્ટાંગ નમસ્કાર કરી સુખશાતા પૂછી શ્રી પોપટભાઈનો રોજ સમાગમ થતો હતો. તેવા વખતમાં શ્રી પોપટભાઈ તથા શ્રી પુંજાભાઈ બન્ને વઢવાણ કેમ્પ લીમડી દરબારને ઉતારે શ્રી પરમકૃપાળુદેવ હતા ત્યાં ગયા. હું તથા શ્રી નગીનભાઈ પણ વઢવાણ ગયા. ત્યાં શ્રી પોપટભાઈ, શ્રી પુંજાભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી ઉગરીબહેન વગેરે પરમકૃપાળુદેવની સેવામાં હાજર હતા. અમે રાત્રે અગિયાર વાગ્યે ઉતારે પહોંચ્યા. ત્યારે શ્રી પોપટભાઈએ શ્રી છગનકાકાને જણાવ્યું કે આ બે ભાઈઓને શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરાવો. અમે બન્ને તેમની પાછળ કૃપાળુદેવ જે ઓરડામાં બિરાજ્યા હતા ત્યાં ગયા. કૃપાળુદેવ એક આસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં અમો સાષ્ટાંગ નમસ્કાર કરી સુખશાતા પૂછી તેઓશ્રીની નજીક બેઠા. ત્યારે કૃપાળુદેવે પૂછ્યું—તમને આ શરીર કેમ લાગે છે? મેં કહ્યું—બહુ નરમ. કૃપાળુદેવે પૂછ્યું—અમદાવાદ હતું તેવું? મેં કહ્યું—તેથીયે વધુ નરમ લાગે છે. કૃપાળુદેવે પૂછ્યું—વનમાલીભાઈ જેવું તો નહીં ને? મેં કહ્યું—સાહેબ, મને તો તેથીય નરમ લાગે છે. પછી અમારી પાસે મોક્ષમાળાનું પદ ‘શુભ શીતળતામય છાંય રહી’ બોલાવ્યું. એ રીતે થોડો વખત વિનયભક્તિ કરી. પછી પોતે જણાવ્યું કે પાંચ નવકારવાળી ગણીને પોપટભાઈ પાસે સૂઈ રહો. આ શરીર વજ્રઋષભનારાચ સંઘયણ છે, તેથી ગભરાવું નહીં સવારે વહેલો ઊઠીને તેઓશ્રીના દર્શને હૉલમાં ગયો. ત્યારે પોતે મને જણાવ્યું કે સૂતા સૂતા ઘોતિયું પહેરાવીશ? મેં કહ્યું—હાજી. પોતે એક શેત્રંજી ઉપર સૂતેલા હતા. મેં તેઓશ્રીને તે જ સ્થિતિમાં ઘોતિયું પહેરાવ્યું. તે પછી અમે નાહીધોઈ પરવારી તેઓશ્રીની સેવામાં દાખલ થઈ ગયા. તાપ ઘણો હતો જેથી હું પંખા નાખતો હતો તથા શરીર પંપાળતો હતો. મને જણાવ્યું કે ખૂબ ભાર દઈને દબાવો. મારા મનમાં એમ થાય કે આવી માંદગીનું શરીર તેથી ઘીમે ઘીમે પંપાળીએ. પરંતુ તેવા શરીર ઉપર ચઢીને દબાવવાની પોતે મને આજ્ઞા કરી, અને જણાવ્યું કે આ શરીર વજઋષભનારાચ સંઘયણ છે, તેથી તમારે ગભરાવું નહીં. તેમ સેવા કરતાં કરતાં અમુક ટાઈમ થયો. પછી પોતે શ્રી છગનકાકાને બોલાવીને કહ્યું કે આમને જમવા બેસાડી દો. પછી અમે બઘા ભાઈઓ સાથે જમવા બેસી ગયા. ભાઈ તમને સુખ થાય તેમ કરો એક સમયે બધા ભાઈઓ તથા કુટુંબ આદિ બઘા કૃપાળુદેવના રૂમમાં બેઠા હતા. ત્યારે પરમકૃપાળુદેવે માતુશ્રીને ઉદ્દેશીને કહ્યું કે—‘મા, આજે રાત્રે દેવદુંદુભિના નાદ થતા હતા, અને બે દેવો મારી પાસે આવ્યા Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૧૮ હતા–એક શ્રી સોભાગભાઈ અને બીજા શ્રી ડુંગરશીભાઈ ગોશાળીયા હતા. તેઓ અમને સંસારત્યાગ કરવાનું જણાવતા હતા કે તમો સંસારત્યાગ કરો છો કે નહીં? નહીં તો અમે તમોને હેરાન હેરાન કરી નાખીશું. ત્યારે સોભાગભાઈ એમ બોલ્યા કે આપણા પરમ ઉપકારી છે માટે તેમને એવું કહેવાય નહીં, માટે મા, કેમ કરીએ? ત્યારે માતાજીએ જણાવ્યું કે ભાઈ, તમને સુખ થાય તેમ કરો. મહાપુરુષના મળમાં પણ મહાન સુગંધ એક દિવસ વઢવાણ કેમ્પમાં બપોરે ત્રણના સુમારે કૃપાળુદેવના હૉલમાં ગયો અને સેવાચાકરી કરતો હતો. તેવામાં પોતે જણાવ્યું કે સંડાસ જવું છે. તેથી મેં ટબ વગેરે ગોઠવી દીધું. પોતે બેઠા અને હું બાજુમાં ઊભો હતો. સંડાસથી પરવારી પોતે ખુરશીમાં બેઠા. પછી તે ટબ મેં લીધું. ઝાડો પાતળો પણ તેમાંથી ઘણી જ સુગંઘ આવતી હતી. મને ભ્રાંતિ થઈ કે જરૂર કોઈ ઊંચા પ્રકારના અત્તરની બાટલી પડી લાગે છે. અને તેથી આટલી બધી સુગંઘ મહેંકે છે. પાઠવવાની જગ્યાએ મેં ટબ પાઠવ્યું તો પણ ત્યાં ચારે બાજુથી સારી એવી સુગંધી આવતી હતી. તે વાત મેં પરમકૃપાળુદેવને કરી તથા ભાઈશ્રીને કરી. શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમ જ છે. તમારે તો પોપટભાઈ પરમ આઘાર છે આમ બે-ત્રણ દિવસ રહી ત્યાંથી નીકળતી વખતે અમે શ્રી પરમકૃપાળુદેવને નમસ્કાર કરી રજા માંગી. અમારાથી સહેજ એમ સરલભાવે બોલાયું કે સાહેબ, અમને કાંઈ આધાર? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારે તો પોપટભાઈ પરમ આઘાર છે, મોક્ષમાર્ગ ચઢવાને વરેડારૂપ છે. પછી તેઓશ્રીને સાષ્ટાંગ નમસ્કાર કરી, ચરણ-શરણ લઈ બન્ને ભાઈ (હું અને નગીનભાઈ) ત્યાંથી નીકળી અમદાવાદ આવ્યા. થોડા દિવસ પછી પોપટભાઈ તથા પૂંજાભાઈ અમદાવાદ પધાર્યા, તેમનો સમાગમ દરરોજ કરતા. પરમકૃપાળુદેવ આગાખાનના બંગલે પધાર્યા એકદા શ્રી પરમકૃપાળુદેવ સં.૧૯૫૭ના કાર્તિક વદી ૩-૪ના રોજ અમદાવાદ પઘારશે એમ વઢવાણ કેમ્પથી તાર આવ્યો. તુરત જ શ્રી પોપટભાઈના કહેવાથી હું તથા શ્રી પુંજાભાઈ અત્રે રાયપુર ભાઉની પોળમાં એકભાઈને મળવા ગયા. એલિસ બ્રિીજ રોડ નદી તટ ઉપર આગાખાનનો બંગલો ખાલી છે અને તે ભાઈ ભાડે આપે છે એમ જાણ્યું. તેથી તેમને મળી નદી તટ ઉપરના આ બંગલાનો મેડો તથા નીચેનો ભાગ ભાડે રાખી લીધો. અને જોઈતો સરસામાન પહોંચાડી દીઘો. વદી ૩-૪ના દિવસે સવારમાં આવતી ગાડીમાં પરમકૃપાળુદેવ પઘાર્યા અને સ્ટેશનથી બારોબાર આગાખાનના બંગલે પઘાર્યા. પરમકૃપાળુદેવના ચરણતળે કીનખાબના રેજા પાથર્યા ચિત્ર નંબર ૧ પૂ.શ્રી પોપટલાલભાઈએ શેઠ પૂંજાભાઈ હીરાચંદની દુકાનેથી કીનખાબના રેજાની ગાંસડી મંગાવી તે તાકાના રેજા બંગલાના ઝાંપેથી માંડી પગથિયા તથા સીડી ઉપર હૉલ સુધી પાથરી દીઘા, તેના ઉપર શ્રી પરમકૃપાળુદેવ ચરણકમળ મૂતાં સૂતાં ઉપર પહોંચી બિરાજ્યા. તે દિવસે પૂ.ઉગરીબહેન સાંજે પાંચ વાગ્યા સુધી બંગલેથી ઘેર ગયા નહીં. તે બીના કૃપાળુદેવે જાણી એટલે ઉગરીબહેનને શિખામણ આપી ઘેર વિદાય કર્યા. ત્યાં જોઈતી ચીજવસ્તુ લાવવાનું કામ મને સોંપાયું હતું તેથી દરરોજ સવારે જોઈતી Page #386 -------------------------------------------------------------------------- ________________ (૧) પરમકૃપાળુદેવના ચરણતળે કીનખાબના રેજા પાથયાં (૨) શ્રી લલ્લુજીસ્વામી અને શ્રી દેવકરણજી મુનિને અહીં તેડી લાવો () ટોણીળદેવે રસોઈયાને પણ કર્મબંધનથી છોડાવ્યો Page #387 --------------------------------------------------------------------------  Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ શ્રીમદ્ અને સોમચંદ સામગ્રી લાવી ત્યાં મૂકી પરમકૃપાળુદેવના દર્શન કરી પછી ઘેર જતો હતો. કોઈ કોઈ દ વખત મોડા સુધી રોકાતો પણ ખરો. શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજી મુનિને અહીં તેડી લાવો ચિત્ર નંબર ૨ આ પ્રથમ એમ બનેલું કે સવારના નવ વાગતા કૃપાળુદેવે મને જણાવ્યું કે તમે દરવાજે જાઓ, બઘા મુનિ મહારાજો આવે છે, તેમાંથી શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજી મુનિને અહીં તેડી લાવો. અને બીજા મુનિઓને દરવાજે બેસાડજો. હું તો દરવાજાના નાકે ગયો ત્યાં તો મુનિ મહારાજો નાકે આવી પહોંચ્યા. મેં તેઓને સાષ્ટાંગ નમસ્કાર કરી કૃપાળુદેવની આજ્ઞા જણાવી, તેથી ઉપરોક્ત બે મુનિ મહારાજ અંદર પધાર્યા અને બાકીના ઝાંપે બેઠા. બે મુનિ મહારાજને લઈ શ્રી પરમકૃપાળુદેવ મેડા ઉપર પધાર્યા. મેં જાળી વાસી. ચાર પૈસાભાર ભાત અને બે પૈસાભારની ત્રણ રોટલી તે વખતે કૃપાળુદેવે મને જણાવ્યું કે તને ભાત કરતાં આવડે છે? મેં કહ્યું કે કોઈ દિવસ કર્યો નથી. તેઓશ્રી તો ફરતા હતા. અને મેં ચૂલામાં લાકડાં ઘાલી દીવાસળી વતી સળગાવવા માંડ્યું, પણ એમ તે કંઈ સળગે? પછી તપેલીમાં પાણી ભરી ચૂલા ઉપર મૂક્યું. થોડીવારે કૃપાળુદેવે કહ્યું કે ભાત થયો? મેં ઢાંકણ ઉઘાડી જોયું તો હા પાણી સાઘારણ ગરમ થયું હતું. તેથી મેં જણાવ્યું કે સાહેબ, હજી તો પાણી ઊનું થયું નથી. એટલામાં રસોઈયો મૂળચંદ આવી ગયો. તેણે તરત ગ્યાસતેલ વતી ચૂલો સળગાવી પંદર મિનિટમાં જ ચાર પૈસા ભાર જેટલો ભાત તથા નાની બે પૈસાભારની ત્રણ રોટલી બનાવી દીધી. અને મને કહ્યું કે ભાઈ, ભાણું માંડી જમવા બેસાડો. ચિત્ર નંબર ૩ પરમકૃપાળુદેવે રસોઈયાને પણ કર્મ બંધનથી છોડાવ્યો મેં ભાણું માંડીને કૃપાળુદેવને જમવા બેસાડ્યા. પછી રસોઈયાએ પીરસવા માટે મને રોટલી શાક આપ્યાં. તે પીરસ્યા પછી કૃપાળુદેવે મને કહ્યું કે પૂછો એને કે આ રોટલીમાં મોણ નાખ્યું છે? મેં પૂછ્યું ત્યારે રસોઈઆએ હા કહી. મેં જણાવ્યું કે સાહેબ, તે હા કહે છે. પોતે જણાવ્યું કે તેને અહીં બોલાવો. તે આવ્યો. પોતે પૂછ્યું કે આ રોટલીમાં મોણ નાખ્યું છે? તેણે કહ્યું–ના, સાહેબ. તમે પહેલા હા કીધું હતું? હા, સાહેબ. પછી પોતે જણાવ્યું કે “મૂળચંદ, અહીં આવીને તો અનંતાકર્મ નિર્જરાવવાના હોય, કે ખોટું બોલી ઘણા કર્મો બાંઘવાના હોય?” આટલું કહેતાં તો મૂળચંદના અંતઃકરણમાં કોઈક વીજળી જેવી અસર થઈ ગઈ, અને તે ઘણું જ રડ્યો. એટલું રડ્યો કે હું તો થંભી જ ગયો. પછી મૂળચંદ પરમકૃપાળુદેવના ચરણમાં પડીને બોલ્યોહા, સાહેબ, મારી ભૂલ થઈ. એમ કહેતો જાય અને રડતો જાય. એમ અરઘો કલાક સુધી પગમાં પડી ઘણું રડ્યો. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે હવે ભૂલ ના કરશો. વૈરાગ્યશતક'માં ઇન્દ્રિય પરાજય અધિકાર વાંચ્યો જમ્યા પછી પોતે અંદરના ભાગમાં એક કૉચ હતો તે પર બિરાજ્યા. પતાસામાં દવા આપવાની હતી તે મેં આપી. પછી પોતે સહેજ સાજ આરામ લીઘો. તે સમય ૧૧ થી ૧૨નો હતો. મેં જાળી વાસી. શ્રી પરમકૃપાળુદેવે “વૈરાગ્યશતક' પુસ્તક મને આપ્યું હતું તે વાંચવા બેઠો. તેમાં “ઇન્દ્રિય પરાજય” નામનો અધિકાર વાંચ્યો. Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ડૉક્ટર, આ મુનિ મહારાજ ચોથા આરાના નમૂના છે ઉપર જણાવ્યું તેમ હું ઇન્દ્રિય પરાજય અઘિકાર વાંચતો હતો. ભુખ લાગી હતી, પણ એમ વિચાર્યું કે કૃપાળુદેવે આ વાંચવા આપ્યું તે મારા રોગની (ભૂખની) દવા આપી. જાળી વાસી હું ઉપરોક્ત અધિકાર વાંચતો હતો. લગભગ એક કલાક પછી પોતે તથા મુનિ મહારાજ નીચે પધાર્યા અને મને જણાવ્યું કે બારણા ઉઘાડી નાખો, ડૉક્ટર આવે છે. મેં તુરત બારણા ઉઘાડ્યા. કૃપાળુદેવ ગાદી ઉપર બિરાજ્યા અને મુનિ મહારાજોને પાટ ઉપર બિરાજવાનું કહેતાં તે ઉપર બિરાજ્યાં. ડૉક્ટર ખુરશી ઉપર બેઠા. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “ડૉક્ટર, આ મુનિ મહારાજ ચોથા આરાના નમૂના છે.’” ડૉક્ટર આશ્ચર્ય વ્યક્ત કરી ઉપર ગયા. મુનિ મહારાજોએ પણ આશા માગી વિદાય લીધી. કૃપાળુદેવે કહ્યું “શાંતિ રાખજો” હું મારી જગ્યાએ બેસી ગયો. આમને આમ લગભગ એક વાગ્યો. ભૂખ બહુ જ લાગી . ઘેર જવાનો વિચાર કર્યો. ત્યાં તો પોતે જણાવ્યું કે જાળી ઉઘાડ. અને સાથે જ જણાવ્યું કે ઘેર જવાનો વિચાર કર્યો છે? મેં કહ્યું—હા, સાહેબ. તેથી મને ડૉક્ટર સાહેબ પાસે મોકલ્યો. મેં ડૉક્ટરને જણાવ્યું કે ટપાલ લખી આપો તો હું નાખતો જઈશ. દોઢ વાગ્યા પછી નમસ્કાર કરી રજા માગી. કૃપાળુદેવે કહ્યું–‘શાંતિ રાખજો.’’ આથી મને વિચાર થયો કે ઘેર મારા પિતાજીએ જરૂર કંઈ ઘમાલ કરી હશે. તેથી તેઓશ્રીએ શાંતિ રાખવા જણાવ્યું છે. ૩૨૦ કૃપાળુદેવની આજ્ઞાથી શાંતિ રાખી બધાનું કહેવું સાંભળ્યું હું તો બંગલેથી નીકળ્યો. ભૂખ તો બહુ લાગી હતી. પાસે બે પૈસા હતા. એલિસ બ્રીજ પુલ પાસેથી ચવાણું લઈ ફાકતો ફાકતો ભદ્રે ટપાલ નાખી ઘેર આવ્યો. ખડકીમાં એક બાઈએ જણાવ્યું કે ભાઈ, તમે ઊભા રહો. તમારા બાપાએ ઘમાલ કરી છે. તે બાઈએ ખબર કાઢી કે મારા પિતાજી તો ગાંસડી લઈ ફરવા ગયા છે. તેમની સાથે એક ગાંસડી લઈ હું પણ દ૨૨ોજ જતો હતો. ફરવા ગયા સાંભળી હું ઘરમાં ગયો. પ્રથમ મારી બાને પૂછ્યું કે પરમકૃપાળુદેવનો ચિત્રપટ ક્યાં છે? મારી બા એ કહ્યું કે મેં તે લઈને ઠેકાણે મૂક્યો છે. પછી જ મને શાંતિ થઈ અને જમ્યો. પાડોશીઓ તથા સગાં સૌ બહુ ઠપકો આપવા આવ્યા તે વખતે કૃપાળુદેવનું વચન ‘“શાંતિ રાખજે’ તે સતત લક્ષમાં રાખી બધું જ શાંતિથી સાંભળતો, સહન કરતો. મારી મોટી બા પાડોશમાં રહેતા હતા ત્યાં હું ગયો. તેમણે પણ ઠપકો આપ્યો. અને પછી તેવામાં મારા પિતાજી પધાર્યા. તેમના વચનો પણ ઘીરજ રાખી શાંતિપૂર્વક સાંભળ્યા. પરમકૃપાળુદેવે જણાવ્યું કે શું “બહુ પરિશ્રમ પડ્યો” સાંજે વાળું કર્યા પછી ફરી પાછો શ્રી પરમકૃપાળુદેવના દર્શને ગયો. લગભગ મારા ઘરનું બંગલાથી ૨ા માઈલનું અંતર હશે. ત્યાં જઈ નમસ્કાર કર્યા. ત્યાં પૂ.પોપટભાઈ તથા રસોઈઓ મૂલચંદ બન્ને જણ હતા. પૂ.પોપટભાઈને તે વખત ઘણી સખત આંચકી આવતી હતી. મૂલચંદ પકડી રાખતો હતો. પણ હું આવ્યો જાણી ભાઈશ્રીએ મને પાસે બેસાડ્યો, આંચકી આવી કે ખભા તથા કમરમાંથી દબાવ્યું કે તરત આંચકી બેસી ગઈ. પછી પરમકૃપાળુદેવ પાસે નમસ્કાર કરી બેઠો. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે બહુ પરિશ્રમ પડ્યો ! મેં કહ્યું—કાંઈ નહીં સાહેબ, મને તો ચિત્રપટની બહુ ચિંતા થતી હતી, પણ તે તો મારી બા Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ શ્રીમદ્ અને સોમચંદ એ સંભાળીને મૂકી દીધો હતો. બાકી કાંઈપણ લાગ્યું નથી. આપની કૃપાએ શાંતિ રાખી શકાઈ છે. તમારા બાપા પરમથુત પ્રભાવક મંડળમાં કંઈ આપી શકે? મને વિચાર આવ્યો કે બઘા ભાઈઓ કપાળદેવ સાથે ફરવા જાય છે. એક વખત મને ફરવા લઈ જાય તો ઠીક. એવા વિચારે સાંજે પાંચ વાગ્યે ઘેરથી નીકળ્યો. આગાખાનના બંગલા નજીક આવતાં જોયું તે કૃપાળુદેવ એકલા ફરવા જતા હતા. હું નમસ્કાર કરી બાજુમાં ઊભો રહ્યો. પાંચેક પગલાં ભર્યા પછી તેઓશ્રીએ મારા સામું જોયું. જેથી હું તેઓશ્રીની પાસે દોડી ગયો. હાથમાં લાકડી હતી જે મને આપી, હું તેઓશ્રીની પાછળ પાછળ ચાલતો હતો. હાલ ગુજરાત કૉલેજ જવાનો રસ્તો છે તે નાકા ઉપર આવ્યા, ત્યાં પોતે પૂછયું- આમ ક્યાં જવાય છે? મેં કહ્યું સાહેબ, મને ખબર નથી. પોતે બોલ્યા કે–પોપટભાઈ અને તમે ક્યાં સુધી ફરવા આવો છો? મેં કહ્યું–અહીં સુધી. પોતે તે જગ્યાએ જ બેઠા. મેં શાલ પાથરી તે ઉપર બિરાજ્યા. પછી પોતે પૂછ્યું કે ઉગરીબહેનનું ઘર અને તમારું ઘર કેટલું છેટું? આ પુલ જેટલું હશે? મેં કહ્યું–પુલથી ચોથા ભાગનું છેટું હશે. ફરી કહ્યું–તમારા બાપા પરમશ્રુત પ્રભાવક મંડળમાં કંઈ આપી શકે? મેં કહ્યું–આમ છે ઉદાર અને દેરાસરના પંચમાં પૈસા વાપરે છે ખરા. પછી ત્યાંથી ઊઠી પોતે બંગલા તરફ પધાર્યા. તેઓશ્રી આગળ અને હું પાછળ ચાલતો હતો. દરરોજ બંગલામાં જે રસ્તે જતા હતા તે રસ્તે નહીં જતાં પાછળના રસ્તે જવા માંડ્યું. ત્યાં કેટલાક ભાઈઓ સૂતા હતા. તેઓ કૃપાળુદેવને જોતાં જ બેઠા થઈ ગયા અને મને ઠપકો આપવા લાગ્યા કે જરા આગળથી જણાવીએ તો ખરા! મેં કહ્યું કે ભાઈ, તેઓશ્રી આગળ અને હું પાછળ-પછી શી રીતે જણાવું? વળી પોતે આ રસ્તે આવશે તેવી પણ મને ખબર નહોતી. ફરી ખાનું ઉઘાડ્યું તો કાગળ પેન્સિલ મળી આવ્યા એક દિવસ મેડા ઉપર કૃપાળુદેવના દર્શન કરી તેઓશ્રીની સન્મુખ ઊભો રહ્યો ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે આ મેજના ખાનામાં કાગળ અને પેન્સિલ છે તે લાવો. મેં તો ભેજના બઘા ખાનાં ઉઘાડી જોયું તો કાગળ કે પેન્સિલ કાંઈ નહોતા. પોતે જણાવ્યું કે લાવ્યા? મેં કહ્યું–સાહેબ, મને દેખાતા નથી. મેં તો બઘા ખાના બહાર કાઢીને જોયું તો પણ કાંઈ દેખાયું નહીં તેથી ખાના બંઘ કર્યા. ફરીથી કૃપાળુદેવે જણાવ્યું કે જો જો, અંદર જ હશે. ફરી ખાનું ઊઘાડ્યું કે તુરત તેમાંથી કાગળ પેન્સિલ મળી આવ્યા. તે સમયે બીજું કોઈ હતું નહી અમે બન્ને જણા જ હતા. પોતે જે ખાટલામાં બિરાજ્યા હતા ત્યાં જ સૂતા હતા. એક પૈસાની નવ લાંબી દાતણની સોટીઓ એક દિવસ ડૉ. પ્રાણજીવનદાસ વગેરે મહેમાનો પૂ.ભાઈશ્રીને ત્યાં જમવાના હતા. તે સવારે વહેલો હું દાતણ વગેરે લઈને પૂ.ભાઈશ્રીને ત્યાં થઈને બંગલે ગયો. ત્યારે પરમકૃપાળુદેવ અને ડૉક્ટર બન્ને બંગલામાં હતા. મેં દર્શન કર્યા. પછી પોતે જણાવ્યું કે શું લાવ્યા? મેં કહ્યું –દાતણ વગેરે. શ્રીમદે પૂછ્યું આ દાતણ કેટલાના? મેં કહ્યું –એક પૈસાની નવ સોટીઓ લાંબી અને સારી છે. પોતે કહ્યું કે જાઓ ઉપર ડૉક્ટરને બતાવજો અને કહેજો કે એક પૈસાની આ નવ દાતણની સોટીઓ છે. ઉપર જઈ ડૉક્ટરને કહ્યું અને ડૉક્ટર આશ્ચર્ય પામ્યા. હું નીચે આવ્યો, અને ડૉક્ટર સાહેબ પણ નીચે આવી ભાઈશ્રીને ત્યાં જમવા પઘાર્યા. Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો હે જીવ શું અહંકાર કરે, એક પૈસામાં વેચાયો છું મને વિચાર થયો કે શ્રી પરમકૃપાળુદેવે ડૉક્ટર સાહેબને શા હેતુથી દાતણ બતાવરાવ્યા હશે? વિચાર કરતાં મને એમ લાગ્યું કે જીવને અહંકાર થતો હોય કે હું આવો છું તો હે જીવ, જરા વિચાર કર કે એક પૈસામાં તું વેચાયો છું. માટે અહંકાર કરીશ નહીં. ફરતાં ફરતાં પણ ગાથાઓની ધૂનમાં આગાખાનના બંગલે સવારમાં રસોડાના ઓટલા ઉપર ફરતા હતા અને ગાથાઓ બોલતા હતા. ઓટલો મોટો હતો. ૩૨૨ આઠમ ચૌદશની તિથિએ એક વખત જમવું એકવાર મને પરમકૃપાળુદેવે જણાવ્યુ હતું કે આઠમ-ચૌદશની તિથિએ એક વખત જમવું એવી આજ્ઞા ફરમાવી હતી. એક દિવસ મેડા ઉપર કૃપાળુદેવ એકલા ગાદી ઉપર બિરાજ્યા હતા. હું કંઈ કારણસર ઉપર ગયો. દર્શન કરી પાછો વળ્યો. થોડા વખત પછી કૃપાળુદેવ મુંબઈ ભણી પધાર્યા. ગાડીમાં છેલ્લો પ્રત્યક્ષ સમાગમ અને છેલ્લા જ દર્શન થોડા દિવસો પછી તિથલથી વળતાં શ્રી પરમકૃપાળુદેવે શ્રી પોપટભાઈ તથા શ્રી પુંજાભાઈને નડિયાદ તેડાવ્યાં. ત્યાંથી પોતે રાજકોટ ભણી પધારવાના છે એવા સમાચાર મળતાં અમે સ્ટેશન ઉપર ગયા હતા. શ્રી ગંગાબહેન પણ હતા. ગાડી આવી, અમે દર્શન કર્યા. ગાડી ઉપડતાં અમે બન્ને જણ હું તથા નગીનભાઈ સેકન્ડ ક્લાસની ટીકીટ લઈ અંદર જઈ બે હાથ જોડી તેઓશ્રીની સન્મુખ ઊભા રહ્યા. પછીથી નીચે બેઠા. અમે સાણંદ સુઘી જવાનું ઘાર્યું હતું, કેમકે ત્યાં આવતી ગાડીનો ક્રોસ થાય છે એટલે ત્યાંથી પાછા વળીશું. એ રીતે સાથે ગયા હતા. સાણંદ સ્ટેશન આવ્યું. અમે બન્નેએ શ્રી કૃપાળુદેવને નમસ્કાર કર્યા, અને ગાડીમાંથી ઊતરવા જતા હતા ત્યાં પોતે જણાવ્યું કે અહીં સુધી જ? મેં કહ્યું—હા, સાહેબ. ગાડીનો ક્રોસ અહીં થાય છે. નીચે ઊતરતી વખતે નજર કરી તો પરમકૃપાળુદેવની મુખમુદ્રા એટલી બઘી વૈરાગ્યમય જણાતી હતી કે તેવી ઉદાસીનતા મેં કોઈ વખત જોઈ નહોતી. તેમને મન તો સ્પષ્ટ હતું કે આ જીવો હવે આ દેહે દર્શન નહીં પામે. આ મારો છેલ્લો પ્રત્યક્ષ સમાગમ અને છેલ્લા જ પ્રત્યક્ષ દર્શન હતા. ઉતારો કરાવ્યો સંવત્ ૧૯૬૯ના વૈશાખ વદ ૧૩ને રવિવારે. શ્રી જેસંગભાઈ ઊજમશીભાઈ અમદાવાદ શ્રીમાન્ રાજચંદ્ર અપરનામ શતાવધાની કવિશ્રી રાયચંદ્ર ૨વજીભાઈ મહેતાનો સમાગમ મને ક્યારે થયો અને શું સંજોગોમાં થયો, તે મને કેવા લાગ્યા અને તેની મારા ઉપર શી અસર થતી ચાલી ઇત્યાદિ ઘણા પ્રેમી ભાઈઓની જિજ્ઞાસા થતાં તે અંગે મને જે કંઈ સ્મરણો રહ્યા છે તે અત્રે નિવેદન કરું છું :શ્રીમદ્ રાજચંદ્રને મારા ૫૨મ સદ્ગુરુ તરીકે માનું છું શરૂઆતમાં જ જણાવી દઉં છું કે શ્રીમદ્ રાજચંદ્રની એક મહાન તત્ત્વજ્ઞાની અને પરમ સત્પુરુષ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેસંગભાઈ ઊજમશીભાઈ Page #393 --------------------------------------------------------------------------  Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ શ્રીમદ્ અને જેસંગભાઈ તરીકેની છાપ મારા ચિત્તપટ પર પડી છે, એનું પરમ સત્પરુષપણું ઉત્તરોત્તર વિશેષ / દૃઢ થતું જાય છે. અને એને હું મારા પરમ સદ્ગુરુ તરીકે માનું છું. શ્રી જિનનો મૂળ માર્ગ ) એણે પ્રકાશ્યો છે અને એ પ્રાપ્ત કરવા વીતરાગતાનો એણે જે બોઘ કર્યો છે તે જેમ જેમ ફરી ફરી વાંચીએ, વિચારીએ છીએ, તેમ તેમ તેમના પર પૂજ્યભાવ અને પ્રેમભક્તિ વિશેષ વિશેષ સુરે છે. એ પ્રેમભક્તિનો પ્રેર્યો હું ઘણાઓને એકાંત હિતબુદ્ધિથી તેમના પ્રતિ જિજ્ઞાસા કરાવું છું; એવા જિજ્ઞાસુઓને તેમના તત્ત્વજ્ઞાનના વચનામૃતોનું પાન કરવા સપ્રેમ પ્રેરતો રહ્યો છું. અરે! કોઈ અમૃત પીઓ, રે! કોઈ અમૃત પીઓ! એ પરમપુરુષે અમૃતનો પ્રવાહ વહેવડાવ્યો છે. તથાસ્તુ! શ્રીમન્ની ઘર્મ તત્ત્વજ્ઞાન ભરી વાણીથી ઘણા આકર્ષાયા શ્રીમદ્ મૂળ વવાણિયાના વતની, જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક અને કુલઘર્મ સ્થાનકવાસી જૈન, તેમની વય આ વખતે ૧-૧૭ વરસની, વવાણિયા, મોરબી પાસેનું મોરબી તાબાનું એક બંદર એટલે શ્રીમદ્ગ મોરબી આવવું થતું. મૂળથી સંસ્કારી, પૂર્વના પ્રબળ આરાઘક શ્રીમન્ના જ્ઞાનના આવરણો ઘણા ઓછા થયેલા. હૃદય સરળ અને સારગ્રાહી બુદ્ધિ એટલે અલ્પ સમયમાં ઘણું સારભૂત ગ્રહણ કરી લેતા. સ્કૃતિ અને ક્ષયોપશમ તીવ્ર એટલે ઘણા સૂત્રો, જુદાં જુદાં દર્શનો, તત્ત્વજ્ઞાનનો બોઘ અલ્પ સમયમાં ગ્રહણ કરી લીધો. આ વયમાં મોક્ષમાળા રચી, મોરબી અને અન્ય સ્થળે અનેક અવઘાનો કરી જ્ઞાન ઉપરનાં આવરણો ઓછા થઈ શકે છે એ બતાવ્યું. મોરબી સ્થાનકના ઉપાશ્રયમાં અવઘાન કર્યા, ઘર્મ તત્ત્વજ્ઞાનભરી તેમની વાણીથી ઘણા આકર્ષાયા, ઘણાને હેરત (આશ્ચર્ય) ઊપજ્યુ. કુળ-સંપ્રદાય સાઘર્મીઓને મોહ થયો કે આ તો અમારો એક અવતારી. શ્રીમદ્ તો મોહમમત્વ ન હતાં, એ તો સત્ય તત્ત્વ-ગવેષક, તત્ત્વનિષ્ઠ હતા. આત્માર્થ, સત્યાર્થ તે પોતાનું, એવી ભાવનાવાળા હતાં, એટલે વિશાળહૃદયી, મધ્યસ્થભાવી, સરળ સ્વભાવી, સમ્યક મનોયોગવાળાં હતા. બઘા ઘર્મવાળાઓને થતું કે આ તો અમારા છે; અમારા હોય તો સારું. કુળ ઘર્મસંપ્રદાયવાળાઓએ તો પોતાના જ માની લીધેલા. ઉપર જણાવેલ ભાઈ વનેચંદ દફતરી, શિવલાલ સંઘવી વગેરેએ શ્રીમન્ને પોતાના ગણ્યા, પણ તે ઘર્મમોહને લઈને, અને એમ શ્રીમદ્ પ્રતિ ઘણી લાગણી દાખવી શ્રીમદ્ સ્નેહી કર્યા. પોતાના ઘર્મના અવતારી તરીકે “સાક્ષાત્ સરસ્વતી નામની ચોપડી પણ રચાવી. આપણા ઘર્મમાં આ અવતારી પુરુષ છે મોક્ષમાળા' છપાવવા શ્રીમદ્ અમદાવાદ આવવું હતું. અમદાવાદથી એ અપરિચિત હતા. વનેચંદભાઈએ મારા પર ભલામણ પત્ર લખી આપેલ, તે લઈ શ્રીમદ્ અમારી પાસે આવેલ. તેમાં શ્રીમદ્ભી શક્તિના ઘણા ગુણાનુવાદ કરેલ, તેમ આપણા ઘર્મમાં (કુળ સંપ્રદાય સ્થાનકવાસી જૈનઘર્મમાં) આ અવતારી પુરુષ છે, એની ચાકરી બરદાસ (તજવીજ) કરવા જણાવેલ. શ્રીમદ્ અમારે ત્યાં તો ન ઊતર્યા, જમવા પઘારેલ. દુકાન આગળ કેટલીક ઘર્મચર્ચા, કાવ્યશક્તિ બતાવેલ, પણ એમને ઓળખવાનું, એમની શક્તિનો તોળ કરી તેનો લાભ લેવાનું સામર્થ્ય મારામાં નહોતું. હું વ્યવસાયમાં ગૂંથાયેલો હતો. તેમજ મને જે કાંઈ ઘર્મપ્રેમ હતો તેમાં કુળ સંપ્રદાયગત ઘર્મમોહનું મિશ્રણ વઘારે હતું એટલે એમને તે વખતે ન ઓળખી શક્યો. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રી જૂઠાભાઈ શ્રીમન્ને યથાવત્ ઓળખી ગયા નાનાભાઈ સ્વ.જૂઠાભાઈને એમની સારસંભાળ લેવાનું મેં સુપરત કરી દીધું. જૂઠાભાઈ એમને યથાવતુ ઓળખી ગયા. જૂઠાભાઈ પણ નિઃસંશય પૂર્વના સંસ્કારી હતા એ તે વેળાએ ન સમજાયું. જૂઠાભાઈમાં વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન તીવ્રપણે પરિણમ્યાં. અતિ અલ્પ વય, પણ કુટુંબ મોહને લઈને તેમજ લઘુભાઈ એમ માનને લઈ અમે ન જાણી શક્યા. સમ્યક જ્ઞાનની નિકટ થવામાં જીવને નિસંદેહ મોહ જ અટકાવે છે, પછી તે મોહ કુટુંબનો હો, ભાઈનો હો, પિતાનો હો, ગુરુશિષ્યનો હો, પતિપત્નીનો હો, ઘર્મનો હો, ગમે તે હો–પણ તે મોહ જ્ઞાનમાં અંતરાય આણે છે. પણ સત્ પ્રતિનો, પ્રભુ પ્રતિનો, સાચા ઘર્મ પ્રતિનો મોહ એકપક્ષી હોવાથી શ્રી ગૌતમસ્વામીને શ્રી મહાવીર પ્રભુપ્રતિ જેમ, શ્રી રાજીમતીને શ્રી નેમિનાથજી પ્રતિ જેમ, કોસા વેશ્યાને શ્રી સ્થૂલિભદ્રજી પ્રતિ જેમ જીવને નિર્મોહી કરવામાં કારગત (કાર્યકૃત) થાય છે, પણ તે “સત્ય” પ્રતિનો જ હોય તો. “અસ” હોય તો મોહવૃદ્ધિનું જ અને બેવડાં બંઘનનું કારણ થાય છે. એઓ (શ્રીમ) તો જાણે જૂઠાભાઈને પમાડવા' નિસ્તારવા પઘાર્યા હોય એમ થયું. આ વાત સં.૧૯૪૪ની સાલની છે. શ્રીમદ્ભા પવિત્ર સમાગમે જીવન સફળ કરી ગયા જૂઠાભાઈના પત્ની પણ સંસ્કારી હતા. સ્વાર્થી કુટુંબબંઘન અને માનાદિ યોગે તેને પણ શરૂઆતમાં ઓળખી ન શક્યાં. જૂઠાભાઈ ૨૩ વર્ષની અલ્પ વયમાં, ઊગતી જુવાનીમાં જૂઠા દેહને છોડી ચાલી નીકળ્યાં (સં.૧૯૪૬). પણ એ અલ્પ વયમાં પરમ સત્યુરુષ શ્રીમદ્ભા પવિત્ર સમાગમે જીવન સફળતા પામી ગયા. શ્રીમદ્ભી કરુણાભરી જ્ઞાનામૃત વાણીથી અવ્યક્ત બીજારોપણ થયું - શ્રીમનું વઢવાણ કેમ્પમાં કદાચ એકાદ દિવસ ભક્તિશાળી ભાઈઓની વિનંતીથી તેમના પ્રતિ અનુગ્રહ અર્થે રોકાવાનું થતું તો તેઓ ઘણું કરી લીંબડીના ઉતારામાં ઊતરતા. ત્યાં મને તેમના સમાગમનો લાભ શરૂ થયો. તેમની નિષ્કારણ કરુણાભરી જ્ઞાનામૃત વાણીથી મારા ઉપર અવ્યક્ત અસર થતી ચાલી, બીજારોપણ થયું. સાથે જમવા-જમાડવાનો સંબંઘ તો ચાલુ હતો. આ પ્રસંગોપાત્ત સં.૧૯૫૧-૫૫૩માં ચાલ્યું. શ્રીમદે કહ્યું-આ કાળે અમે પરમશાંતિ અનુભવીએ છીએ સંવત્ ૧૯૫૫માં શ્રીમદ્ અમદાવાદ પઘારેલ ત્યારે સમાગમ લાભ થયેલ, પણ યથાવત્ પિછાણેલ નહીં, એટલે પૂર્ણ લાભ નહીં પામેલ. તે વખતે એક પ્રશ્ન એવો કરેલ કે સાહેબ, આ કાળે કેવળજ્ઞાન આ ક્ષેત્રે હોય? ઉત્તરમાં તેઓએ પ્રકાશેલ કે પરમશાંતિ અનુભવીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચનથી શ્રીમદ્ભી સાચી ઓળખાણ થઈ ત્યાર પછી ત્રણ-ચાર વર્ષે તેમના વચનામૃતો આદિ પવિત્ર ઉપદેશ સંબંધી અને સિદ્ધાંતિક કૃતિઓ “શ્રીમદ્ રાજચંદ્ર'નામના ગ્રંથરૂપે પ્રસિદ્ધિ પામી. આવરણયોગે શરૂઆતમાં તો તે વચનોના વાંચનમનનથી હું વંચિત રહ્યો. સં.૧૯૬૧-૬૨માં એ વચનોની ઝાંખી થઈ ત્યારે પડલ ઊઘડ્યા. વાંચતા પ્રેમભક્તિએ ઉછાળો માર્યો. હયાતીમાં યથાવત્ ઓળખી-કળી ન શક્યો એ ખેદ થયો જે હજી પણ વર્તે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ શ્રીમદ્ અને જેસંગભાઈ મારી પેઠે ઘણાઓને થયેલું છે. સ્વ.જૂઠાભાઈને પણ ત્યારે ઓળખ્યા, તેમના સુશીલ પત્નીને પણ ત્યારે ઓળખ્યા, શ્રીમદ્ના સમાગમવાસી-ભાઈઓ-બહેનોને પણ થોડેઝાઝે અંશે ત્યારે ઓળખ્યા. વચનામૃતોમાં સૂચવેલ સશ્રુત, ઉપદેશ સંબંધી ગ્રંથો મણિરત્નમાળા, શાંતસુધારસ, યોગવાસિષ્ઠ અને અન્ય વેદાંતના ગ્રંથ, વીતરાગ દર્શનના ગ્રંથ યથામતિ, યથાશક્તિ પ્રેમભાવથી મધ્યસ્થવૃત્તિએ વાંચ્યા, પડલ ઊઘડ્યા, કેટલીક ભ્રાંતિ દૂર થઈ. સન્માર્ગ ભણી આકર્ષણ થયું; વીતરાગ જિન પવિત્ર પ્રતિમા પણ આત્માર્થે ઉત્કૃષ્ટ સાધન શ્રીમના સમાગમવાસીઓનો સમાગમ લાભ લેવો શરૂ કર્યો. તેઓના કેટલાંક સરળતા, ભક્તિ, કષાયમંદતા આદિ ગુણોથી મને પ્રેમ વધ્યો. ગુણાનુરાગી, ગુણપ્રેમી, ગુણખોજક હું થતો ચાલ્યો. કોઈ કોઈ સંન્યાસીઓના સમાગમમાં આવ્યો, શ્વેતાંબર પ્રતિમા આરાધક સાધુઓના પરિચયમાં આવ્યો. બધેથી ગુણ ખેંચતો ચાલ્યો. વીતરાગની, જિનની પવિત્ર પ્રતિમા પણ એક ઉત્કૃષ્ટ સાધન આત્માર્થે છે એવી ભાવપૂર્વક પ્રતીતિ થઈ. જિન પ્રતિમા એક પ્રબલ સાધન છે તેને ઉત્થાપી એ મોટો દોષ થયો છે અમારા સંપ્રદાયના અનુભવી વયોવૃદ્ધ સાધુ સ્વ.ઉમેદચંદ્રજી કહેતા કે શ્રીમદ્ ખચીત એક પામી ગયેલા અવતારી પુરુષ હતાં. તેમનાં વચનોમાંથી સમજાય તો વસ્તુ પમાય તેમ છે. શ્રી જિનપ્રતિમા પણ એક પ્રબળ સાધન છે; તે ઉત્થાપી છે એ મોટો દોષ થયો છે. શ્રી નાગજી સ્વામી પણ શ્રીમદ્ની એ પ્રકારે પ્રશંસા કરે છે અને ઉપલી બાબતને સંમતિ આપે છે. આમ અનેક ગુણવૃષ્ટિવાનને લાગેલ છે અને તે તેમ કહે છે. નિમિત્ત મળે પણ પોતે પાત્ર ન હોય તો બધું અફળ જાય શ્રીમના વચનયોગથી એક એ વિશિષ્ટ બોધ મળ્યો અને મળે છે કે અનાદિકાળ જોતાં પૂર્વે અનંતકાળ વહી ગયો, તેમાં અનેક તીર્થંકરાદિ પરમ સત્પુરુષોનો યોગ થયો. આત્માર્થ સાધી શકાય એવા પ્રબળ નિમિત્તોનો યોગ આવી ગયો, પણ આ જીવ કદી પણ તૈયાર ન હતો અને હજી પણ નથી. નિમિત્તો તો મળી ચૂક્યા, પણ ઉપાદાનનું ઠેકાણું નહોતું અને હજી પણ નથી, અને હજી પણ નિમિત્તો મળશે પણ ઉપાદાનનું ઠેકાણું નહીં હોય, પોતાની તૈયારી નહીં હોય, પોતે પાત્ર તૈયાર કરી રાખેલ નહીં હોય તો તે નિમિત્ત પણ અફળ જશે. વરસાદ તો તેની મોસમમાં વહેલો કે મોડો વરસે છે, પણ તે ઝીલવા ચોખ્ખું પાત્ર તૈયાર રાખી ન મૂક્યું હોય તો અવશ્ય તે અફળ જાય. તેમાં કાંઈ વરસાદનો દોષ નહીં, પાત્રની તૈયારીના અભાવરૂપ દોષ, ક્ષેત્ર ખેડી રાખ્યું હોય, શુદ્ધ કરી તૈયાર રાખ્યું હોય તો યથાસમય વરસાદ વ૨સી બીજા ધાન યોગ્ય થઈ શકે, પણ ક્ષેત્ર શુદ્ઘિ ન હોય તો વરસાદ શું કરે ? અફળ વરસી જાય. આમ જીવ તૈયાર ન હતો અને હજી પણ નથી. યોગ્ય થવા, પાત્ર થવા જીવને ખરી જિજ્ઞાસા આવવી જોઈએ, મુમુક્ષુતા જાગવી જોઈએ, ઐહિક સુખની લાલસા દૂર થવી જોઈએ, ઓછી થતી જવી જોઈએ. પરમ વિનયભાવ આવવો જોઈએ, તત્ત્વનો નિર્ણય થવો જોઈએ, તે થવા વિશાળ બુદ્ઘિ, મધ્યસ્થભાવ, સરળવૃત્તિ, નિર્દેભપણું અને મન તથા ઇંદ્રિયો પર કાબૂ ઇત્યાદિ આવવા જોઈએ. એ બધાં પાત્ર થવાનાં, તત્ત્વ પામવાનાં, તૈયારીના લક્ષણ છે. જીવે જો આ તૈયારી કરી રાખી હશે તો અવશ્ય એને ‘પમાડે’ એવાં પ્રબળ નિમિત્તનો યોગ થઈ રહેશે અને એવાં પ્રબળ નિમિત્તો અફળ નહીં જાય. Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો - ૩૨૬ અનેક આત્મશ્રેયકર વાર્તા શ્રીમદ્ભી કૃપાથી સમજાઈ આમ અનેકવિઘ આત્મશ્રેયકર વાર્તા શ્રીમદ્ભી કૃપાથી સમજાઈ છે. શ્રીમદ્ભા ગુણાનુરાગી, ભક્તિશાળી ભાઈઓના તેમજ તેવા મુનિગણના સમાગમથી સમજાઈ છે; તે બઘાનો હું ઉપકૃત છું. તે બઘાને, તેમજ અન્ય જે બઘાથી એ લાભ પામ્યો છું તેમને ફરી ફરી વિનયભાવે નમસ્કાર કરું છું. મરહૂમ શ્રીમદ્ રાજચંદ્રનો મારો પરિચય લખ્યો તા.૧૪-૩-૧૯૬૦ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી ગ્રંથમાંથી ઉદ્ભૂત: આ કવિરાજ જૈન છે, વિદ્વાન છે, કવિ છે સં. ૧૯૪૨-૪૩માં કૃપાળુદેવ મોરબીના કિરતચંદ શેઠ સાથે અમદાવાદમાં શેઠ જમનાદાસને ત્યાં ઊતર્યા હતા. તેઓ તેમને માણેકચોકમાં અમારી પેઢીએ તેડી લાવ્યા અને કહ્યું કે આ કવિરાજ જૈન છે, વિદ્વાન છે, કવિ છે. પેઢી ઉપર તે વખતે અમારા કાકા લહેરાભાઈ તથા રંગજીભાઈ તથા વળા રાજ્યના કારભારી લીલાઘરભાઈ બેઠા હતા. લીલાઘરભાઈએ કહ્યું કે લહેરાભાઈના નામનું કવિત કરો. તે કવિત કર્યું. પછી ફરી કહ્યું કે એ જ નામનું અવળું કરો. તે પણ બનાવ્યું પછી લહેરાભાઈએ તેમને જમવાનો આગ્રહ કર્યો. શ્રીમદ્ કંઈપણ બોલ્યા નહીં. કિરતચંદ શેઠે જવાબ આપ્યો કે અમારે રોકાવાનું નથી. કૃપાળુદેવ સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પામેલા પુરુષ મોરબીના અમારા મિત્ર વનેચંદ દફતરીએ એક ચોપડી “સાક્ષાત્ સરસ્વતી મોકલી, અને લખેલ કે અહીં એક વણિક “સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પામેલા પુરુષ છે. તેમના વિષેનું આ પુસ્તક છે. કૃપાળુદેવનું ચિત્રપટ જોઈ બોલ્યા આ તો “સાક્ષાત્ સરસ્વતી પ્રભાશંકર પટણી (ભાવનગરના દિવાનસાહેબ), નાનાસાહેબ, નડિયાદવાળા તથા બોટાદના નગરશેઠ હિંમતલાલભાઈ અમારા નિમિત્તે અહીં અગાસઆશ્રમમાં આવેલા તે વખતે કૃપાળુદેવનું ચિત્રપટ જોઈને પટણી સાહેબ બોલ્યા કે, આ તો અમારા “સાક્ષાત્ સરસ્વતી”! શ્રી જૂઠાભાઈ તો કૃપાળુદેવને પરમાત્મા જ માનતા • , સં.૧૯૪૪માં મોક્ષમાળા છપાવવા કૃપાળુદેવ અમદાવાદ આવ્યા ત્યારે ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઉમાભાઈને ત્યાં રહ્યા હતા. સાથે નેમચંદ કરીને છોકરાને લાવેલા. તે રસોઈ કરતો. તે દરમ્યાન જૂઠાભાઈને કૃપાળુદેવનો સમાગમ થયો. મારા ઉપર વનેચંદ દફતરીનો કાગળ લાવેલા તે મોકલાવેલો. હું તેમને ટંકશાળમાં મળવા જતો. અને મારે બહારગામનો વ્યવસાય વઘારે તે કારણે મેં જૂઠાભાઈને તેમની ખાતર બરદાસને સંભાળ રાખવા કહેલ, જેથી જૂઠાભાઈને અમારા કરતાં વઘારે પરિચય થયો. કૃપાળુદેવ અમારી દુકાને પણ આવતા. જૂઠાભાઈ તો તેમને પરમાત્મા જ માનતા હતા. કૃપાળુ દેવ મળવાથી જૂઠાભાઈ બધું સમજી ગયા અગાઉ જૂઠાભાઈ વૈષ્ણવ મંદિરમાં ભક્તિ કરવા અમારાથી છાના જતા. રોજ રાત્રે ઠંડે પાણીએ નાહવાથી તાવ લાગુ પડ્યો. અમારા કાકા વગેરેને ખબર પડી. પછી ઠપકો આપ્યો. અને આપણા ઘર્મમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ શ્રીમદ્ અને જેસંગભાઈ ઘણું સારું જાણવાનું છે, એમ બધું સમજાવી દિવાળીબાઈ સાધ્વી પાસે મોકલતા. પછી કૃપાળુદેવ તેમને મળ્યા અને સમજી ગયા. મને નવતત્વનો અભ્યાસ કરવા જણાવ્યું સં.૧૯૪૫ કારતક સુદ ૧૩ના રોજ કૃપાળુદેવ અમદાવાદ અમારે ત્યાં પઘાર્યા. અને જૂઠાભાઈ સાથે મેડા ઉપર ઊતર્યા હતા. એક દિવસે કૃપાળુદેવે નીચે આવી મને કહ્યું : “કાં જેસંગભાઈ, શું કરો છો?” અમે માનપૂર્વક ગાદીએ બેસાડ્યા. મેં કેટલીક કુળઘર્મની વાતો કરી, તેઓ સાંભળી રહ્યા. અમને કૃપાળુદેવે જતી વખતે કહ્યું કે નવ તત્ત્વનો અભ્યાસ કરજો. અમારા કરમચંદ કાકાને રંગ લાગેલો પણ ખુલ્લા પડેલા નહીં. જૂઠાભાઈ તો કૃપાળુદેવના સમાગમમાં વિશેષ રહેતા સં.૧૯૪પના ફાગણ માસમાં અમારા કાકા રંગજીભાઈ સાથે જૂઠાભાઈ મોરબી એક મહિનો રોકાયા. વ્યાપારનું કામ રંગજીભાઈ પતાવતા અને જૂઠાભાઈ કૃપાળુદેવના સમાગમમાં વિશેષ રહેતા. આવી જ્ઞાનની વાતો તમે ક્યાંથી લાવ્યા? સં.૧૯૪૫ના વૈશાખમાં અમારા નાતીલા છગનલાલને ત્યાં લગ્નપ્રસંગે ખંભાતવાળા અંબાલાલ લાલચંદ વગેરે આવેલા. છગનલાલ પુસ્તકો છપાવવાનું અને વેચવાનું કામ કરતા, અને બીજો વેપાર પણ કરતા. તેમની પાસે જૂઠાભાઈએ એક કવિતા છપાવેલ. તે કવિતા અંબાલાલે ખંભાતમાં છપાવી તેથી જૂઠાભાઈને પૂછ્યા વગર છપાવવા માટે છગનલાલે ઠપકો આપ્યો. અંબાલાલભાઈએ તેમને કહ્યું કે જૂઠાભાઈ સાથે તમો અમને મેળાપ કરાવો. એ રીતે પરિચય થયો. જ્ઞાનની વાતો થઈ, તે પરથી અંબાલાલે પૂછ્યું, આવી વાતો જ્ઞાનની તમે ક્યાંથી લાવ્યા? ઘણી આજીજી કરી પૂછ્યું તેથી કૃપાળુદેવનું ઠેકાણું બતાવ્યું, બાદ અંબાલાલને કૃપાળુદેવ સાથે પરિચય શરૂ થયો. શ્રી જૂઠાભાઈએ કૃપાળુદેવને અમદાવાદ બોલાવ્યા સં.૧૯૪૫માં જૂઠાભાઈ ઘણા બિમાર પડ્યા. ભગંદરનું ઓપરેશન કરાવ્યું. જેઠ મહિનામાં અમો મોરબી ગયેલા તે દરમ્યાન જૂઠાભાઈએ કૃપાળુદેવ ઉપર કાગળ લખેલો કે તમો અહીં પઘારો. કૃપાળુદેવે જણાવ્યું કે હું અવકાશે આવીશ. અષાઢ માસમાં કૃપાળુદેવ તથા રેવાશંકર જગજીવન અમદાવાદ આવ્યા. બે ત્રણ દિવસ જૂઠાભાઈ પાસે રહી રેવાશંકરભાઈ મુંબઈ પઘાર્યા. અને કૃપાળુદેવ મોરબી પઘાર્યા. બીજાને હાથ જોડતાં મને કૃપાળુ દેવે શીખવાડ્યું એક વખત કૃપાળુદેવ મુંબઈમાં મુંબાદેવી પાસે મારકીટ નજીક મળ્યા. તેમણે બે હાથ જોડ્યા, મેં પણ જોડ્યા. હાથ જોડતાં મને તેમણે શીખવાડ્યું. પછી રેવાશંકર જગજીવનની પેઢી પર લઈ જઈ બેસાડીને પાણી પાયું. પરમશ્રુત પ્રભાવના વડે બધું સારું થશે સં.૧૯૫૬ના ભાદરવા મહિનામાં વાંકાનેર કામ પ્રસંગે જતાં વઢવાણ કેમ્પમાં હું મારી દુકાને ઊતરેલ. ત્યાં મારા નોકરે મને કહ્યું કે, સાહેબજી, અહીં લીંબડીના ઉતારામાં છે. હું મળવા ગયો. ત્યાં ઘણા મુમુક્ષુઓ હતા. અંદર રજા વગર જવાતું નહીં, પણ અમો બે જ જણ હતા; તેમણે બહારથી માણેકલાલ Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૨૮ ઘેલાભાઈને બોલાવ્યા. તેમની પાસેથી પરમકૃત ખાતાની ટીપનો કાગળ મંગાવ્યો, અને મારા હાથમાં મૂક્યો અને જણાવ્યું કે આમાં રકમ ભરો. મેં રૂા.૩૨૫/-ની રકમ ભરી અને કહ્યું કે આને શું કરશો? બઘાં સાધુ-સાધ્વીનાં શાસ્ત્રોનાં પેટીપટારાનો પરિગ્રહ છૂટી જાય તેવું કંઈક કરો. ત્યારે જણાવ્યું કે બધું સારું થશે. જેસીંગભાઈને આત્મસિદ્ધિ શાસ્ત્ર સંભળાવજો પછી હું બહાર આવ્યો ત્યારે ઘણા મુમુક્ષુઓ બેઠેલા, તેમાંથી પોપટલાલ મહોકમચંદ તથા પૂજાભાઈને મેં કહ્યું કે અહીં ઘણા માણસો છે તેથી અમારી દુકાને સૂવા આવજો. પછી રાત્રે મેં માણસને મોકલ્યો ત્યારે કૃપાળુદેવની આજ્ઞા લેવા ગયા. કૃપાળુદેવે તેમને કહ્યું કે ભલે જાઓ અને જેસંગભાઈને આત્મસિદ્ધિશાસ્ત્ર સંભળાવજો. તમે દુકાનને બદલે વીશીમાં બંદોબસ્ત કરેલ છે. બે ત્રણ દિવસ હું વાંકાનેર જઈ આવ્યો ને સાહેબજીને મળવા ગયો. કૃપાળુદેવે કહ્યું કે અત્યારે અહીં જમજો. મેં કહ્યું કે દુકાને જમવાનો બંદોબસ્ત કરેલ છે. ત્યારે પોતે કહ્યું, “નહીં; તમે વીશીમાં બંદોબસ્ત કરેલ છે.” મેં કહ્યું, “હા સાહેબ! કારણ ચોમાસામાં અમે દુકાનનું રસોડું રાખતા નથી.” પછી કૃપાળુદેવે જણાવ્યું કે આવતી કાલે સવારે અહીં જમજો. મેં હા પાડી. તે મુજબ હું તથા મારો માણસ જમવા ગયા ત્યારે બાજુના રૂમમાં અમોને પોતે જમવા તેડી ગયા, અને અમારી સામે બેસી જમાડ્યા. મેં કહ્યું કે સાહેબજી, આપ પધારો, હું જમી લઈશ; તો કે ના, તમે જમો.તે જ દહાડે હું અમદાવાદ આવ્યો. આત્માર્થ માટે કંઈ પૂછ્યું હોત તો નિહાલ કરી દેત સં.૧૯૫૭માં રાજકોટ મુકામે કૃપાળુદેવ હતા ત્યારે ત્રિભુવન ભાણજીએ મને વઢવાણ સ્ટેશને વાત કરી કે શ્રીમદ્ભી તબિયત ઘણી નરમ છે. તે ઉપરથી રાજકોટ હું તેમને જોવા ગયો. મને કહ્યું, “કેમ છો? ક્યાંથી આવો છો?” મેં જણાવ્યું, આપની તબિયત ઠીક નથી તેથી જોવા આવ્યો છું. મને કહે, “આવો, ઉપર ખાટલા ઉપર બેસો.” ના કહી છતાં મને બેસાડ્યો. પછી મેં જણાવ્યું કે સાહેબજી, મને બહારથી એમ જણાવવામાં આવ્યું છે કે તરત પાછા આવજો. તેથી હવે હું જાઉં છું. તો પણ કંઈ બોલ્યા નહીં. અને મૌન રહ્યા. આ વખતે તેમની દશા અદ્ભુત હતી. જો આત્માર્થ માટે કંઈ પૂછ્યું હોત તો નિહાલ કરી દેત. પણ તે વખતે મને તેટલી શ્રદ્ધા નહીં. પાછળથી પૂ.શ્રી લઘુરાજ સ્વામીના સમાગમથી શ્રદ્ધા દ્રઢ થઈ હતી. બે દિવસ પછી સાંભળ્યું કે સાહેબજીનો દેહ છૂટી ગયો છે. શ્રી ગોપાળભાઈ તથા નગીનભાઈ અમદાવાદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં શ્રી અમદાવાદવાળા ભાઈ ગોપાળભાઈ તથા ભાઈ નગીનભાઈ તથા ભાઈ...........આવેલ. તેમની વિગત નીચે પ્રમાણે છે : પરમકૃપાળુદેવે કહ્યું ત્રીજો ગોપાળભાઈ સમજશે આ ત્રણે ભાઈઓ સંવત્ ૧૯૫૪ના ભાદરવા માસમાં, ગામ વસોમાં આવ્યા હતા. તે વખતે શ્રી Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ શ્રીમદ્ અને ગોપાળભાઈ પરમકૃપાળુદેવે કહેલ કે એક માણસ સરળ છે પણ આગ્રહી છે, બીજો વિશેષ આગ્રહી છે ! તે ઘર્મ પામે તેવો નથી અને ત્રીજો ગોપાળભાઈ સમજશે, એમ કહ્યું હતું. તે ગોપાળભાઈને શાસ્ત્રનો વિશેષ અભ્યાસ હતો અને વક્તા પણ સારા હતા. તેમ નિવૃત્તિપરાયણ હોવાથી કામકાજ માત્ર કોઈને ઘર્મ સંબંધી વાત કરવી કે શાસ્ત્ર વાંચવા તે જ હતું. અવસ્થાએ વૃદ્ધ હતા, જેથી આગળ ઘણા મહાત્માઓનો સમાગમ કર્યો હતો. બુટેરાવજી તથા આત્મારામજી મહારાજના સમાગમમાં વિશેષ રહ્યા હતા. બન્નેના ચારિત્રની વાત વિશેષ કહેતા હતા. પ્રથમ નમસ્કાર કૃપાળુદેવને કરવા જોઈએ પરમકૃપાળુદેવના સમાગમમાં પહેલવહેલા આવ્યા ત્યારે નમસ્કાર કર્યા હતા. તેમને એક ખેડાના શ્રાવકે પરમકૃપાળુદેવની સામે ચર્ચા કરવા તેડાવ્યા હતા. તે આવીને ઉપાશ્રયે ઊતર્યા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવ ઉપાશ્રયે પથાર્યા હતા. ત્યાં ઘણા માણસોની સંખ્યા ભેગી થઈ હતી. મુનિમહારાજો પણ જોડે બેઠા હતા. તે વખતે તેમણે મુહપત્તી બાંઘીને સામાયિક આદર્યું. સભામાં માણસો વૈષ્ણવ ઘર્મના ઘણા હતા. તેમના જેવું સામાયિક આદરીને કોઈ માણસ બેઠું ન હતું, છતાં એટલા માણસોના વચમાં મુહપત્તી બાંઘી સામાયિક આદરીને મુનિ મહારાજ શ્રી લલ્લુજી સ્વામીને પહેલાં નમસ્કાર કર્યા, પછી પરમકૃપાળુદેવને નમસ્કાર કર્યા. તે વખતે લલ્લુજીસ્વામી (લઘુરાજ સ્વામી)એ કહ્યું કે ગોપાળભાઈ, તમો ભૂલ્યા. પ્રથમ નમસ્કાર કૃપાળુદેવને કરવા જોઈએ. પછી તે નમસ્કાર કરી સભામાં બેઠા. કૃપાળુદેવે થર્મસંબંધી કેટલીક વાતચીત ચલાવી ત્યારે ગોપાળભાઈ વચમાં પૂછતા હતા, પછી સભા વિસર્જન થઈ. પરમકૃપાળુ દેવ પુરુષ છે. સાંજના વખતે પરમકૃપાળુદેવ જંગલમાં પઘાર્યા. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે શ્રી લઘુરાજ સ્વામીને જણાવ્યું કે સભામાં આવી રીતે ન કહેવું જોઈએ. પણ હવે એ નિંદા કરતો અટકશે, કારણ કે એણે વિરતિપણે સભામધ્યે અમને નમસ્કાર કર્યા. પછી રાતના નવ વાગ્યા પછી પરમકૃપાળુદેવે ગોપાળભાઈને પૂછ્યું કે તમોએ શાસ્ત્ર ઘણા વાંચ્યા છે તો અમે પૂછીએ છીએ કે કેવળી ભગવાન આહાર કરે કે કેમ? એક સમય બે ઉપયોગ હોય નહીં એમ કહ્યું છે, અને આહાર કરતી વખતે તો આહારાદિક ક્રિયામાં કાંઈ ઉપયોગ જોડવો પડે અને કેવળી ભગવાનને તો અખંડ આત્મ-ઉપયોગ છે તો આહારાદિ શી રીતે સંભવે? તે કહી ઘણી શંકાઓ શાસ્ત્રમાંથી કાઢી આપી. એક શાસ્ત્રમાં જે વાતનું પ્રતિપાદન કર્યું છે તે વાતને બીજું શાસ્ત્ર બીજી રીતે કહે છે ત્યારે સાચું શું? તે શંકાઓ લગભગ પચાસેક આશરે કાઢી હશે. અને રાતના બાર વાગ્યા સુધી ઘણા ઊંચા સ્વરથી ઘણો જ બોઘ તેમને આપ્યો હતો. તે બાદ તેમના આત્માને રુચ્યો હતો, પ્રતીત થયો હતો અને તેમના આત્માને વૈરાગ્યની વિશેષ વૃત્તિ થઈ હતી. વસોથી પરમકૃપાળુદેવે ત્રીજે દિવસે રજા આપી. ત્યારે કહ્યું કે અમારી આજ્ઞા સિવાય તમારે આવવું નહીં. તે ભાઈ અમદાવાદ ગયા ત્યારે છાનામાના એક મકાનમાં ઘણી ઉદાસવૃત્તિએ બેસી રહેતા અને કોઈ પૂછે ત્યારે માંડ બોલે. લોકો પૂછે ત્યારે એટલું જ બોલે કે પરમકૃપાળુદેવ સટુરુષ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ થવાથી ફરી પણ તેમની આજ્ઞા સિવાય ખેડા ક્ષેત્રે તે ગોપાળભાઈ આવ્યા હતા; તેમને ઘણો ઠપકો મળ્યો હતો. Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૩૦ દિ પાંચશેર પાણીમાં એક જણે નાહે તેના કરતાં બે જણા નાહે તે સારું તે વખતે ઊના પાણીમાં ઠંડુ પાણી રેડવાથી શું પાપ થાય? તે પ્રશ્ન પરમકૃપાળુદેવને - તેમણે પૂક્યો હતો. તેઓનું માનવું એમ હતું કે શ્રાવકથી આવી ક્રિયા થાય નહીં. તેના જવાબમાં પરમકૃપાળુદેવે તેમને સમજણ પાડી હતી કે પાંચ શેર પાણી ગરમ થઈ ગયું હોય અને મહીં ઠંડું પાણી નાખીને બે-ત્રણ માણસો નહાય, પણ પાંચ શેર પાણીથી એક જ માણસ નાહી લે અને બીજા માટે ફરી બીજનું પાણી ઊભું કરવું પડે ત્યાં ઊલટી બમણી હિંસા થાય છે. એ વગેરે વાત કરી તેમના મનનું સમાઘાન કર્યું હતું. પરમકૃપાળુદેવના દર્શન કરવાની ભાવનામાં દેહત્યાગ ખેડાથી તેઓ અમદાવાદ ગયા. થોડો વખત થયા પછી તેમની વૃદ્ધાવસ્થાને લઈને મંદવાડ શરૂ થયો. અને મરણાંત વેદના પ્રગટ થઈ. તે વખતે પરમકૃપાળુદેવના દર્શનની તેમને ઘણી જ ઇચ્છા ઉદ્ભવ પામી હતી અને આવા અંત વખતે મને પરમકૃપાળુદેવ દર્શન આપે તો કૃતકૃત્ય થાઉં. તેને માટે તેમની પાસે બેઠેલા ભાઈઓએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવને અત્રે તેડાવવા માટે હાલ કાગળ લખો. આ વખતે મને દર્શન આપે, તે ભાવનામાં ને ભાવનામાં તેમનો દેહત્યાગ થઈ ગયો. તેમના પાના, પુસ્તક તથા પાતરા રાખતા હતા તે બધું શ્રી લઘુરાજસ્વામીની સેવામાં આપવું એમ એમના દીકરાને કહી ગયા હતા. શ્રી નગીનદાસ ઘરમચંદ અમદાવાદ શ્રી અમદાવાદવાળા ભાઈ શ્રી નગીનભાઈ ઘરમચંદ પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે લખાવેલ છે. આત્માનુશાસન, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગવૃષ્ટિ, શાંતસુઘારસ વિચારવાની આજ્ઞા પરમકૃપાળુદેવનો સમાગમ મને સંવત્ ૧૯૫૫ની સાલમાં થયેલ છે. પરમકૃપાળુદેવ અમદાવાદમાં હેમાભાઈના બંગલે દિલ્લી દરવાજા બહારના બંગલે પઘાર્યા હતા, ત્યારે થયો હતો. મને શ્રી આત્માનુશાસન, અધ્યાત્મકલ્પદ્રુમ યોગદ્ગષ્ટિ તથા શાંતસુધારસ એ ચાર પુસ્તકો વાંચવા વિચારવાની આજ્ઞા કરી હતી. બીજાની પંચાતમાં પડવું નહીં પછી સંવત્ ૧૯૫૬ની સાલમાં દિલ્લી દરવાજા બહાર હઠીભાઈની વાડીના મેડા પર પરમકૃપાળુદેવ પઘાર્યા હતા ત્યારે દર્શન થયા હતા. એક દિવસે ગોઘાવીવાળા ભાઈશ્રી ભગુભાઈ તથા હું બન્ને જણ પરમકૃપાળુદેવની સાથે બહાર ગયા હતા ત્યાં પોતે ભગુભાઈને જણાવતા હતા કે બહુ ચીકાશ કરવી નહીં. ફલાણો માણસ આમ કહે છે અને ફલાણો માણસ આમ કેમ કરે છે ને ફલાણો આમ કેમ કરતો નથી તેનું નામ ચીકાશ, તે નહીં કરવી. એમ બે વખત ચીકાશનો અર્થ સમજાવ્યો હતો. અને ત્યાં મોક્ષમાળામાં “તપોપધ્યાને રવિરૂપ થાય તે કવિતા છે તેનો અર્થ ફરમાવ્યો હતો પણ તે મને યાદ નથી. રાત્રે દશ વાગે દર્શન લાભ સંવત્ ૧૯૫૭ના કારતક માસમાં આગાખાનને બંગલે એક માસની સ્થિરતા થઈ હતી ત્યાં હમેશાં Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી નગીનદાસભાઈ ઘરમચંદ Page #403 --------------------------------------------------------------------------  Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ શ્રીમદ્ અને હરકોરબેન મને દર્શનનો લાભ મળતો હતો. ત્યાં રાત્રે હું તથા બીજા ઘણા ભાઈઓ જતા હતા, પણ રાત્રે સમાગમ થતો નહોતો. ત્યાં પરમકૃપાળુદેવની આજ્ઞા એવી હતી કે નીચે બંગલામાં બેસવું અને પરમકૃપાળુદેવ મેડા પર બિરાજતા હતા. રાત્રે દશ વાગતાના સુમારમાં દર્શનનો લાભ મળી શકતો હતો ત્યાં સુધી અમો બેસી રહેતા હતા. ત્રણ ગાઉ સુધી આવીને પણ પ્રમાદ ક૨ાય? ત્યાં એક દિવસ પોતે અમો સર્વેને જણાવ્યું કે તમો નીચે બેઠા બેઠા શું કરો છો? ત્યારે મેં જણાવ્યું કે નીચે બેસી રહીએ છીએ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અહીં સુધી આવીને પ્રમાદ થાય તો પછી ત્રણ ગાઉ સુધી જતાં-આવતાં રસ્તો થાય તે આંટો શું કરવા ખાવો જોઈએ? પછી અમે કહ્યું કે હવેથી જેમ આશા હશે તેમ કરીશું. પછી પરમકૃપાળુદેવે એક પુસ્તક વાંચવા આપ્યું તે અમો બઘા નીચે બેસીને વાંચતા હતા. સેવા કરવા લાયક એવા જ્ઞાનીપુરુષો નહીં મળે એક દિવસે એક ભાઈને પરમકૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાનીપુરુષની સેવા કરનાર ઘણા મળશે, પણ તેવી સેવા કરાવનાર પુરુષો નહીં મળે–એમ જણાવ્યું હતું. ઉપર પ્રમાણે ઉતારો કરાવેલ છે. શ્રી હરકોરબેન અમદાવાદ શ્રીમદ્ભુની કરુણા દૃષ્ટિ હજુ નજરમાંથી ખસતી નથી હરકોરબેન અમદાવાદવાળા તાશાની પોળવાળા જણાવે છે કે મારી ઉંમર વીશ બાવીસ વર્ષની હતી. અમો પોળમાંથી દસ-બાર બહેનો કાળા સાડલા પહેરી શામળાની પોળમાં કોઈ ગુજરી ગયું હતું ત્યાં બેસરાણ (સાદડી) માં જતા હતા. ત્યાં વચ્ચે ઘાંચીની પોળ સામે મેડા ઉપરથી શ્રીમદ્ઘ ઊતરવાના હતા. લોકો કહેતા હતા કે આ ઘોડાગાડીમાં હમણાં તીર્થંકર જેવા પુરુષ અહીંથી જવાના છે એટલે અમને કુતુહલ થયું કે તે વળી કેવા હશે, તે આપણે જોઈને જઈએ. એટલે અમો એક બાજુ ઊભા રહ્યા. ત્યાં બે જ મિનિટમાં તેઓશ્રી મેડા ઉપરથી ઊતર્યા અને રોડ ઉપર ઊભા રહી ગાડીમાં બેસવા જતા હતા તે વખતે અમો બધી બહેનો ઉપ૨ કરુણા દૃષ્ટિ કરી જોયું તે વખતે મારી ઉપર જે દૃષ્ટિ પડી તે તો મને હજુ સુધી ૮૪ વર્ષની હાલ મારી ઉંમર છે તો પણ સાંભરે છે. તે કરુણા દૃષ્ટિ નજરમાંથી ખસતી નથી, ત્યારથી મને નિર્ભયતા વર્તે છે. -સત્સંગ સંજીવનીમાંથી શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહ લીંમડી ભાવનાબોઘ, મોક્ષમાળા વાંચતા કૃપાનાથ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યો સંવત્ ૧૯૫૨ના ચોમાસામાં લીંમડીવાળા શ્રી કેશવલાલ નથુભાઈ તરફથી કૃપાનાથ સંબંધી મને Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો કાંઈ જાણ થતાં શ્રી ભાવનાબોઘનું પુસ્તક વાંચ્યું, બાદ શ્રી મોક્ષમાળા વાંચી. તે બે પુસ્તકો વાંચતા સ્વાભાવિક કૃપાનાથ પ્રત્યે મને પ્રેમ ઉદ્ભવ્યો. સંવત્ ૧૯પરના ચોમાસામાં કૃપાળુદેવ ચરોતરમાં અઢી માસ રહી સં.૧૯૫૩ના કારતકથી ચૈત્ર સુધી વવાણિયા રોકાયા હતા. ત્યાં તેમના દર્શનાર્થે મારે જવું થયું હતું. સંવત્ ૧૯૫૩ના માગસર વદ ૩-૪થી માગસર વદ ૮-૯ સુધીમાં હું વવાણિયા રોકાયો હતો. તે સમયના પ્રસંગો નીચે પ્રમાણે : વદ-૪થી સવારના દશેક વાગ્યે સ્ટેશનથી ઊતરીને કૃપાનાથના ઘરે મારું જવું થયું. તે વખતે કૃપાનાથ કહે–આવ ભાણા. સાહેબજી મારે આજ્ઞાનુસાર વર્તવાની ઇચ્છા છે પછી હું તેમની સાથે જમવા બેઠો. કૃપાનાથ મને ચીજો લેવાનો આગ્રહ કરતા હતા ત્યારે મેં કહ્યું–સાહેબ, મારે આજ્ઞાનુસાર વર્તવાની ઇચ્છા છે તો મને આગ્રહ ન કરવા વિનંતી. ત્યારે કૃપાનાથ કહે– “તમે તો અમારા પરોણા છો.” મારા તો આપ પરમકૃપાળુનાથ સદગુરુ છો. જમીને ઊઠ્યા પછી કૃપાનાથની સેવામાં હું બેઠો હતો, તે વખતે કૃપાનાથે ઉદાસીનતાથી પૂછ્યું કે, તમે શું જોઈને અહીં દોડ્યા આવો છો? અહીં શું ત્યાગ ભાળ્યો? શું વૈરાગ્ય ભાળ્યો? મેં કહ્યું, “મને પામરેને શું માલુમ પડે? હું તો પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરભાઈના અવલંબને આપ સાહેબને જ્ઞાની પુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. મારા તો આપ પરમકૃપાળુનાથ સદ્ગુરુ છો. સાહેબ! મને આડો અવળો ગૂંચવશો નહીં. બાદ મેં કંઈક આત્મજ્ઞાન સંબંધી પૂછતાં કૃપાનાથે કહ્યું કે હાલ તું સમજી શકે તેમ નથી. કૃપાનાથનો સંન્યાસીઓ સાથે મેળાપ બપોરે હું કૃપાનાથની સાથે શ્રી ઠાકોર મંદિરે ગયો. ત્યાં કોઈ બે સંન્યાસી બહારગામથી આવેલા બેઠા હતા. પાછળથી જાણ્યું કે તે સંન્યાસીઓ ખાસ કૃપાનાથની વિદ્વતા જોવાને જ બહારગામથી અત્રે આવેલા હતા, અને તેઓના આમંત્રણથી જ કૃપાનાથનું મંદિરે જવું થયું હતું. ત્યાં સંન્યાસીઓ સમીપે કૃપાનાથે બે હસ્તે પ્રણામ કરી નીચે ગોદડા ઉપર બિરાજ્યા. શરૂઆતમાં જ સંન્યાસીઓએ કહ્યું કે મે કુછ નહીં હૈ, જૈન તો બડે પ્લેચ્છ માર્ગ હૈ” એમ જૈનમાર્ગની દુર્ગછા કરવા માંડી. જોયા-તપાસ્યા વિના દુર્ગછા કરવી મહાત્માઓને ઘટે નહીં કૃપાનાથે તેઓને પૂછ્યું તમે જૈનનાં પુસ્તકો વાંચ્યા વિચાર્યા છે? ત્યારે કહે ના. પછી કૃપાનાથે કહ્યું કે જૈન સ્વમત અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે. અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે. અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. એમ અમને તો કંઈ લાંબો ભેદ જણાતો નથી. અને તમે કે જેણે જૈનનાં પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચયી છો, તો તમો જોયા-તપાસ્યા વિના જૈનની આવી દુર્ગછા કરો તે મહાત્માઓને ઘટે નહીં એમ લંબાણથી વિવેચન કર્યું હતું. છેવટે તે સંન્યાસીઓએ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ શ્રીમદ્ અને ઠાકરશીભાઈ જૈનની પોતે કરેલી દુર્ગછા માટે માફી માગી હતી. સંન્યાસીઓ માફી માંગી પ્રણામ કરી ઊભા થયા બાદ કૃપાનાથ તરફથી વેદને અનુસરતો એક પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો, પણ તેઓ પ્રશ્ન જ સમજી શક્યા નહીં. પછી તેમણે કૃપાનાથને પૂછ્યું કે “સર્વ જીવ કર્મથી છૂટે છે ત્યારે તેની ઊર્ધ્વગતિ શા કારણથી થાય છે?” ત્યારે કૃપાનાથે “ચાર કારણો જણાવ્યા હતા. તેના એક કારણમાં છેદનનો ઘક્કો” એમ જણાવ્યું હતું. કેટલીક વાતચીત થયા પછી સંન્યાસીઓએ માફી માગી અને કૃપાનાથને બે હસ્તે પ્રણામ કરી ઊભા થયા. ખોજાના મનનું સમાધાન કર્યા પછી શાંતિ એક દહાડો શ્રી મુંબઈની રેશમી ઓઢણી લઈને એક વાણિયાનું કૃપાનાથ પાસે ભાવ પૂછવા આવવું થયું. તેણે ઓઢણીની કિંમત પૂછવાથી કૃપાનાથે તે જણાવી હતી. હવે તે જ દિવસે બપોરે માતુશ્રી તરફથી જમવા બોલાવવામાં આવતા કૃપાનાથે મને કહ્યું કે જા, તું જમી લે; અમને જમવાની રુચિ નથી. મેં અરજ કરી કે કેમ સાહેબ? કાંઈ તબિયત નરમ છે? ત્યારે કહ્યું કે ના. મેં ફરીથી કારણ પૂછતાં કૃપાનાથે કહ્યું કે પ્રતિક્રમણ થયું નથી. આથી હું આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું કે સાહેબ, પ્રતિક્રમણ શેને? ત્યારે કૃપાનાથે કહ્યું કે, સવારમાં અમે જે ઓઢણીની કિંમત કરી હતી તેના સંબંઘમાં ઓઢણીના માલિક અત્રેના ખોજાને અમારા તરફથી તે ઓઢણીની કિંમત ઓછી થવાથી તે ખપી નહીં તેથી તેને અમારા પ્રત્યે કાંઈ ખોટું લાગ્યું છે. તેનું હજુ અમારાથી સમાઘાન થયું નથી, માટે તું જમી લે એટલે આપણે તેની પાસે જઈએ. પછી હું જમ્યો અને તે ખોજા પાસે ગયા. ત્યાં ખોજાના મનનું સમાઘાન કૃપાનાથે કર્યું હતું. તમે જાણો અને તમારી ગોળીઓ જાણે એક દહાડો સવારે પિતાશ્રી તરફથી કૃપાનાથને જણાવવામાં આવ્યું કે તાવની ગોળીઓની શીશી જે આ કબાટ ઉપર છે તે ઘણા લોકોના લઈ જવાથી થઈ રહેવા આવી છે માટે હવે કોઈ લેવા આવે તો તેને ‘ગોળીઓ થઈ રહેલ છે' એમ ભાઈ તમે ના પાડજો. ત્યારે કૃપાનાથે કહ્યું કે તે શીશી તમે અહીંથી લઈ જાઓ. તમે જાણો ને તમારી ગોળીઓ જાણે. મારાથી ખોટું બોલાશે નહીં. અમને સંસારમાં હવે ઘડીવાર ગમતું નથી એક દહાડો પોપટલાલ કરીને કૃપાનાથના બાળમિત્ર મળવા આવ્યા હતા. તેમને કૃપાનાથે અતિ ઉદાસીન ચહેરે જણાવ્યું કે પોપટલાલ, હવે અમને અહીં (સંસારમાં) ઘડીવાર ગમતું નથી. જાણે માથે લાખો કરોડો મણનો બોજો હોય એમ વસમું લાગે છે. એમ કહી થોડીવાર શાંતપણે બેસી રહ્યા હતા. આ કાળમાં મોક્ષ કોઈ અપેક્ષા છે અને કોઈ અપેક્ષાએ નથી ઘણું કરીને તે જ રાત્રે પોતાના ઓરડામાં કૃપાનાથ બિછાનામાં બિરાજ્યા હતા. તે વખતે હું તેઓશ્રીની સેવા કરવા ગયેલો ત્યારે મેં પૂછ્યું કે સાહેબ, આ કાળે મોક્ષ હોય કે નહીં? ત્યારે તેઓએ જણાવ્યું કે શ્રી ભગવતીજીનાં પ્રસંગોથી સંભવતો નથી અને શ્રી ચંદ્રપન્નતિ સૂત્રના પ્રસંગથી સંભવે છે. * ચાર કારણો : (૧) પૂર્વ પ્રયોગ–કુંભારનો ચાક. (૨) બંથ છેદ–એરંડ બીજ, (૩) અસંગ––લેપ રહિત તુંબડી અને (૪) ઉર્ધ્વગામી સ્વભાવ તથા ગતિ-અગ્નિ શિખા. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો દુકાનનું મુહૂર્ત જોવાનું કામ જોષીનું છે એક દહાડો સવારમાં કૃપાનાથના નજીકના ગામમાં કોઈ સગાંઓ તરફથી કૃપાનાથને નવી દુકાન શરૂ કરવાનું મુહર્ત પૂછવામાં આવતાં કૃપાનાથે જણાવ્યું કે તે જોષીનું કામ છે, તે મારું કામ નથી. વાતો ચર્ચાય તે સાંભળવાથી સમજણ પડે. વવાણિયેથી રવાના થતી વખતે મને કૃપાનાથે જણાવ્યું કે ઘણું કરીને અમારે સાયલે જવાનું થશે, તે વખતે બને તો સાયલે આવજો. ત્યાં ઘણાઓ તરફથી અનેક વાતો ચર્ચાય તેમાં તમને સહજે સમજણ પડશે. કૃપાનાથ આખો દિવસ શાસ્ત્ર વાંચતા હતા તે વખતે વવાણિયામાં હું પાંચેક દહાડો રહ્યો હતો. કોઈ વખત મધ્યરાત્રિના સમયે હું કદી જાગ્યો હોઈશ ત્યારે કૃપાનાથના મુખમાંથી કોઈ અપૂર્વ વૈરાગ્યભાવથી અત્યંત શાંતપણે સૂત્રની ગાથાઓ નીકળતી સાંભળવામાં આવતી હતી. આખો દિવસ શાસ્ત્ર વાંચવાનો પ્રસંગ નજરે પડતો હતો. એક વખત અગાઉ મારાથી લેવાયેલ દોષ તેઓશ્રીની રૂબરૂમાં જણાવેલ ત્યારે કૃપાનાથે મને તેના માટે નિત્ય ખેદ કરવા આજ્ઞા કરી હતી. બાકી તેમની દશા અને વર્તન એટલું બધું અપૂર્વ જણાયું હતું કે તેને માત્ર અંશ પણ લખવામાં મારી મતિ ચાલતી નથી. સંવત્ ૧૯૫૩ના વૈશાખ માસમાં કૃપાનાથ સાયલા પધાર્યા ત્યારે હું ત્યાં ગયો હતો. પૂ.શ્રી સૌભાગ્યભાઈને ૮૯ માસ થયાં જીર્ણ જવર રહેતો હોવાથી તેઓશ્રીનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું હતું. ત્યારે કૃપાનાથ ૧૦ દિવસ ત્યાં રહ્યા હતા. તેમાંનાં યાદ રહેલા પ્રસંગો નીચે મુજબ લખું છું – સપુરુષ પ્રત્યે કષાય થાય તે અનંતાનુબંધી એક દિવસ ભાવનગરવાળા કુંવરજી આણંદજી સાથે અનંતાનુબંધી કષાયનો પ્રસંગ ચર્ચાયો હતો. તેમાં કૃપાનાથે એમ કહ્યું હતું કે અનંતકાળના કર્મનો અનુબંઘ પડે એવો કષાય તે અનંતાનુબંધી. જે સત્યરુષના નિમિત્તે જીવનો અનંત સંસાર ટળવા યોગ્ય છે તેવા સત્પરુષ પ્રત્યે જે કષાય થાય તે અનંતાનુબંઘી કષાય છે. તમે ફિકર કરો મા, સોભાગભાઈની ઉત્તર ક્રિયા તારા હાથથી થશે કૃપાનાથ તરફથી પૂ.શ્રી સૌભાગ્યભાઈને પોતાની સાથે શ્રી ઈડર આવવાની આજ્ઞા કરવામાં આવી હતી. તેથી શ્રી નંબકભાઈ તરફથી કૃપાનાથને વિનંતી કરવામાં આવી કે સાહેબ, શ્રી સૌભાગ્યભાઈના આવા ક્ષીણ શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો કેમ ભરોસો રાખી શકાય? દુનિયા અમને ગાંડા ગણશે. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે ત્રંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની ઉત્તરક્રિયા તારા હાથથી થશે. મોડું થયું છતાં કૃપાનાથે જણાવ્યું કે મેલના ટાઈમે પહોંચી જવાશે વૈશાખ વદ આઠમના દિવસે રાત્રે ૮ વાગ્યાને સુમારે સાયલેથી કૃપાનાથનું ઈડર પઘારવું થયું. મૂળી સ્ટેશન ચાર ગાઉ દૂર હતું. તે સ્ટેશનથી કેમ્પમાં જવાની ટ્રેનનો સમય ૯ વાગ્યાનો હતો. બેલગાડીથી Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ શ્રીમદ્ અને ઠાકરશીભાઈ રાત્રિના વખતે એક કલાકમાં ચાર ગાઉન પહોંચી શકવાના ભયથી રસ્તામાં ગાડાવાળાને ઝડપથી હાંકવા માટે ત્રંબકભાઈ વારંવાર ઠપકો દેતા હતા. ત્યારે કૃપાનાથે ત્રંબકભાઈને પણ સૂચવ્યું કે મેલના ટાઈમે પહોંચી જવાશે. મૂળી સ્ટેશન નજદીક આવતાં લાનો સમય થઈ ગયો હતો છતાં સ્ટેશન જઈ તપાસ કરતાં ગાડી એક કલાક લેટ હોવાથી હવે આવવાની છે એમ માલુમ પડ્યું હતું. ઈડરમાં શ્રી સૌભાગ્યભાઈ સાથે તેઓશ્રી ૧૦ દિવસ રહ્યા હતા. ઈડરથી કૃપાનાથ મુંબઈ પઘાર્યા. સંવત્ ૧૯૫૩ના અષાઢથી સંવત્ ૧૯૫૪ના કાર્તિક સુથી હું મુંબઈ હતો. ત્યાં સમાગમ સંબંધી યાદ રહેલા પ્રસંગો નીચે જણાવું છું - અમારા પ્રત્યે વ્યાવહારિક આશય રાખવાથી ગેરલાભ થશે એક દહાડો કૃપાનાથે મને ફરમાવ્યું કે અમારા પ્રત્યે કોઈપણ જાતનો વ્યાવહારિક આશય રાખવો નહીં. અને એવા આશય-ભાવથી અત્યંત ગેરલાભ થશે. આટલું કહેવા છતાં પણ જો તે આશય-ભાવ રહેતો હોય તો એમ કહીએ છીએ કે–જ્યાં સુધી અમે રેવાશંકરભાઈની દુકાને બેઠા છીએ ત્યાં સુધી તે દુકાને અમારી પાસે આવવું નહીં. જેવા ભાવ તેવા પ્રભુ ફળે અઠ્ઠાઈવરને દિવસે સવારમાં કૃપાનાથના દર્શન કરવા માટે તેઓશ્રીની દુકાને જતાં રસ્તામાં મને એવો વિચાર આવ્યો કે કૃપાનાથ હાલમાં કંઈ ઉપદેશ આપતા નથી. પરંતુ આજ તો કંઈક સંભળાવવાની અરજ કરવી. એમ ઘારી હું દુકાને ગયો અને દર્શન કીઘાં કે તરત જ કૃપાનાથ એક શાસ્ત્ર લઈ હરિકેશી મુનિ વાળું અધ્યયન અને અર્થસહિત સંભળાવ્યું હતું. કૃપાનાથે જણાવ્યું કે પેટી તો ખુલ્લી જ છે. બાદ કારતક માસમાં મેં મુંબઈ છોડ્યું. સંવત્ ૧૯૫૪ના પોષ વદી અમાવસથી લગભગ કૃપાનાથ મુંબઈથી પ્લેગના કારણે દુકાન બંધ કરી દેશમાં પઘારતાં વઢવાણ કેમ્પના સ્ટેશને હું દર્શન કરવા ગયો હતો. તે વખતે કૃપાનાથની સાથે એક પેટીમાં લાખો રૂપિયાનું ઝવેરાત હતું. તે પેટીની કળ બગડી ગયેલી હતી અને તેને તાળું લગાડેલું નહોતું. એટલે તે ખુલ્લી હતી. તે વખતે તેઓશ્રીની સ્થિતિ એક દિવસ સાયલે થઈ હતી. ત્યાં પેટી ઊઘડી ગઈ છે એમ અમો બઘાને જાણ થતાં સૌએ કૃપાનાથને અરજ કરી કે સાહેબ, પેટી ઊઘડી ગઈ છે. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે તે ખુલ્લી જ છે. આવી રીતે તે પેટી ખુલ્લી અને અંદર લાખો રૂપિયાનું ઝવેરાત છતાં પણ કેમ્પના સ્ટેશને અને શ્રી સાયેલા મધ્યે તે પેટી લેતા-મૂક્તાં સાચવવાની કાંઈપણ ભલામણ કરવામાં આવી નહોતી, જાણે કે તે પેટી પોતાને યાદ જ ન હોય. આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે સાયલેથી કૃપાનાથ બપોરના રવાના થયા. એક સિગરામમાં કૃપાનાથ તથા ડુંગરશીભાઈ સાથે હું પણ બેઠો હતો. ત્યારે એવો પ્રસંગ નીકળ્યો કે કૃપાનાથે શ્રી ડુંગરશીભાઈને જણાવ્યું કે કેમ ડુંગરભાઈ? તમે સૌભાગ્યભાઈ આગળ જણાવતા હતા કે “જ્ઞાન હોય તેને નાણું ન હોય, તેનું કેમ? ત્યારે શ્રી ડુંગરશીભાઈએ જવાબ આપ્યો કે હવે તેવું કંઈ જણાતું નથી. આપની પાસે તો જ્ઞાન છે અને નાણું પણ છે.” Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૩૬ અમારું કંઈ જવાનું નથી. તમે ફિકર કરો મા પછી પેટીમાંથી ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા માંડ્યું. સિગરામના ગડગડાટને લીધે હીરા કે મોતીના ઝીણા નંગ પડી જશે તો હાથ નહીં લાગે, એવો ભય બતાવીને શ્રી ડુંગરશીભાઈએ ઝવેરાત કાઢવાની કૃપાનાથને ના કહી, ત્યારે કૃપાનાથે જણાવ્યું કે–અમારું કાંઈ જવાનું નથી. તમે ફિકર કરો મા. એમ કહી બધું ઝવેરાત બતાવ્યું. તે પ્રસંગમાં કૃપાનાથ બોલ્યા હતા કે જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે. કોઈ ઘરતીકંપ થવાનો નથી, નાહકના લોકોને ત્રાસ ઉપજાવે છે સંવત્ ૧૯૫૪ના મહા સુદમાં કોઈ એક વાયુશાસ્ત્રી તરફથી જાહેર છાપામાં એવો વર્તારો બહાર પાડવામાં આવ્યો હતો કે મહાસુદ કે વદી ૮ના રોજ મોટો ઘરતીકંપ થશે. આ બાબતમાં કૃપાનાથે જણાવ્યું હતું કે કાંઈયે થવાનું નથી, નાહકના લોકોને ત્રાસ ઉપજાવે છે. સત્સંગની બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં સંવત્ ૧૯૫૪ના શ્રાવણમાં કૃપાનાથ કાવિઠા પઘાર્યા હતા. ત્યારે તેમના દર્શને જતાં મારા પિતાશ્રી તરફથી અટકાયત થઈ હતી. તે બાબત કૃપાનાથના સાંભળવામાં આવી હતી. તેથી ભાદરવામાં વસો ગયા ત્યારે ફરમાવ્યું કે તારા પિતાને ચોખ્ખું કહી દેવું કે કાચલી લઈને માગી ખાઈશ તે કબૂલ, પણ આવી બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં. તેમ છતાં ન માને તો સ્વતંત્ર રહેવું. ગુરુને પૂછળ્યા વિના મન, વચન, કાયાના યોગ વપરાય નહીં વસોમાં એક દિવસ બપોરે ઉપદેશ ચાલતો હતો તેમાં કૃપાનાથે એમ જણાવ્યું કે કોઈ એક મહાત્મા નાની ઉમંરના શિષ્યને દીક્ષા આપી તેના ઘરેથી પોતાની સાથે તેડી લાવ્યા. પણ અહીં મને નવરું બેસી રહેવું ગમતું નથી, માટે મને કંઈ કામ બતાવો. ગુરુદેવે કહ્યું–સહન કરવું. શિષ્ય કહે—મારે ક્યાં સુધી સહન કરવું? ગુરુદેવ કહે–તને એક કામ બતાવીએ. તે એ છે કે કોઈ તારો ગમે તેવો અપરાઘ કરે તો પણ તારે સહન કરવું. શિષ્ય કહે–તે અપરાધીનું મનથી ભૂંડું ઇચ્છું તો વાંધો નહીં ને? ગુરુદેવ કહે—ના, ના તારા કર્મ બાંઘવાના જે મન, વચન, કાયાદિ જોગરૂપ હથિયાર તે તો અમે અમારા સ્વાધીનમાં લઈને જ પછી તને અમારી સાથે લાવ્યા છીએ. માટે અમને પૂછ્યા વગર એકે હથિયાર તારું તારાથી વપરાય નહીં. મૂર્તિને માને તે તપા. તેની તો મૂળ પરંપરા છે. પછી ખેડા સમાગમ અર્થે ગયા હતા. એક દહાડો સાંજે વગડામાં ફરવા જતાં કૃપાનાથે જણાવ્યું કે ઢુંઢીયા તો પ્રતિમાજીને ઉત્થાપીને થયેલા છે અને તપાની તો મૂળ પરંપરા છે. ત્યારે મેં પૂછ્યું કે સાહેબ, તપા નામ કેમ પડ્યું? જવાબમાં કૃપાનાથે કહ્યું કોઈ એક યતિ તપસ્વી આચાર્યનું જર્જરિત શરીર જોઈને એક બાદશાહે તેમને તપા (તપવાળા) નામે બોલાવ્યા. અનુક્રમે તપા નામે પ્રસિદ્ધ થયું છે. તપા બાબત કાંઈ પણ બોલતાં બહુ ધ્યાન રાખવું. સ્ત્રી ભરથારનું નામ આપે નહીં તેમ શિષ્ય ગુરુનું નામ આપે નહીં. એક દહાડો સાંજે વગડામાં કૃપાનાથ ફરવા પઘાર્યા હતા તે વખતે હું તથા શ્રી મોતીભાઈ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ શ્રીમદ્ અને ઠાકરશીભાઈ (નડિયાદવાળા) સાથે હતા. તેમાં કૃપાનાથે જણાવ્યું હતું કે સ્ત્રી ભરથારનું નામ આપે નહીં અને શિષ્ય ગુરુનું નામ આપે નહીં. જ્ઞાનીને જીવતાં ઓળખે નહીં, મૂઆ પછી તેના નામના પત્થરને પણ પૂજે ઘણે ઠેકાણે કૃપાનાથની નિંદા થતી મારા સાંભળવામાં આવેલી. તે બાબત એક દિવસ ફરવા જતાં કૃપાનાથને તે વાત મેં વિદિત કરી. તે વખતે કૃપાનાથે જણાવ્યું કે દુનિયા તો સદાય એવી જ છે કે જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓનો માર પડે તોય થોડું; અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પાણાને પણ પૂજે. તને આવું ડહાપણ કરવાનું કોણ કહે છે? હું ખેડામાં શા.વીરચંદ પ્રભુદાસને ત્યાં ઊતર્યો હતો. તેમની સાથે મારે કૃપાનાથ સંબંધી વાતચીત થઈ હતી. તે બાબતમાં કૃપાનાથે મને પૂછ્યું કે વીરચંદભાઈ અમારે માટે શું બોલે છે? ત્યારે મેં જણાવ્યું કે વીરચંદભાઈ એમ કહે છે કે રાયચંદભાઈ દીક્ષા કેમ લેતા નથી? તેનો જવાબ વીરચંદભાઈને મેં એવો આપ્યો કે તમે જાઓ તો ખરા હવે થોડા દિવસ પછી રાયચંદભાઈ દીક્ષા લેશે, તે તમે બઘા જોઈ રહેશો. આ સાંભળીને કૃપાનાથે મને ઠપકા સાથે કહ્યું કે તને આવું ડહાપણ કરવાનું કોણ કહે છે? સંવત્ ૧૯૫૫ના માગસર સુદી ૨-૩ લગભગમાં કૃપાનાથ મુંબઈથી ઈડર પઘાર્યા હતા. અને હું ઠેઠ મુંબઈથી સાથે હતો. અમદાવાદ સ્ટેશને મને ઈડર આવવા ફરમાવ્યું તેથી હું ઈડર સાથે ગયો હતો. તમાકુ વાપરવી યોગ્ય નથી બીજે દિવસે રાત્રે કૃપાનાથે મને ફરમાવ્યું કે–ઠાકરશી, તમાકુ વાપરવી યોગ્ય નથી. કંદમૂળ વાપરવું નહીં અને રાત્રિભોજન કરવું નહીં એક દહાડો ઘણા ઠપકા સાથે કૃપાનાથે ફરમાવ્યું હતું કેકંદમૂળ વાપરવું નહીં, રાત્રિભોજન કરવું નહીં, દિવસે ઊંઘવું નહીં ને પ્રમાદ કરવો નહીં. ગુરુની વાપરેલ બઘી વસ્તુ પૂજ્ય માનવી એક દહાડો મેં કૃપાનાથનું જૂનું ઘોતિયું પહેર્યું હતું, તે જોઈને કૃપાનાથે ફરમાવ્યું કે તારાથી તે વાપરી શકાય નહીં. વ્યવહાર શુદ્ધ હોય તો ઘર્મ સૂઝે એક દિવસ કૃપાનાથે જણાવ્યું કે વ્યવહાર સુઘારવા પ્રયત્ન કરવો. વ્યવહાર સારો હોય તો પછી ઘર્મ સૂઝે. યોગ્યતા હોય તો પુરુષ તેમના નયન, વચન અને વર્તનથી ઓળખાય એક વખત શ્રાવકે કૃપાનાથને પ્રશ્ન કર્યો કે સાહેબ, સપુરુષ કેમ ઓળખાય? ત્યારે જવાબ મળ્યો કે (૧) નયનથી—એટલે તેના નેણ બહુ શાંત હોય. (૨) વચનથી– એટલે તેના વચન અપૂર્વ અને પૂર્વાપર અવિરુદ્ધ હોય. (૩) શ્રેણીથી—એટલે તેનું વર્તન શુદ્ધ હોય. બાદ સંવત્ ૧૯૫૫ના ઉનાળામાં કૃપાનાથ ત્રીજીવાર વવાણિયાથી ઈડર પંઘારતાં અમદાવાદ દિલ્લી દરવાજાની બહાર એક બંગલામાં એક દિવસ સ્થિતિ થઈ હતી ત્યાં – Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો તારે સદ્વર્તનથી ચાલવું મેં પ્રભુને વિનંતી કરી કે સાહેબ! મારે શું કરવું? ત્યારે જવાબ મળ્યો કે તારે સદ્વર્તનથી ચાલવું. ચારિત્ર ન પાળી શકાયું તો શુદ્ધ શ્રાવકાચારે રહેવું ઘટતું હતું શ્રી શાંતિસાગરની વાત ચર્ચાતા કૃપાનાથ બોલ્યા હતા કે ચારિત્રન પાળી શકાયું તો શુદ્ધ શ્રાવકાચારે રહેવું ઘટતું હતું. પણ આ તો કાંઈયે ઠેકાણું નહીં. સમ્યકત્વ પામવું દુર્લભ છે. તે આવ્યું હોય તો ચારિત્ર પામવું અતિ દુર્લભ છે. બાદ કૃપાનાથ ઈડર પધાર્યા હતા. ઈડરથી ૧-૧ માસ પછી મુંબઈ જતાં નરોડે ઊતર્યા હતા. આ વખતે હું નરોડે ગયો હતો. જ્યાં મુનિઓ હતા ત્યાં કૃપાનાથ પધાર્યા હતા. કોઈની નિંદા કરવી નહીં. અમદાવાદના એક મિ.સાકરચંદ (કવિ) આ વખતે દર્શનાર્થે જ આવેલા હતા. તેઓ તપગચ્છના અમુક સાધુના વર્તન સંબંધી કૃપાનાથ પાસે જાહેર કરતા હતા. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે નિંદાબુદ્ધિમાં પડવું નહીં. પછી કૃપાનાથ મુંબઈ પઘાર્યા. બાદ થોડા વખતમાં કૃપાળુદેવને શ્રી મુંબઈમેં શ્રી અમદાવાદથી એક પત્ર લખ્યો હતો. તેમાં મેં વિનંતી કરી હતી કે મારે અહીં કમાણી થતી નથી તેથી મુંબઈ આવવા ઇચ્છા છે. પણ આપ આજ્ઞા કરો તો હું આવું. ત્યારે તેનો જવાબ પૂ.પોપટલાલભાઈ પ્રત્યે આવ્યો કે ઠાકરશી મુંબઈ આવવા ઇચ્છે તો યથાસુખ પ્રવૃત્તિ કરવી. સંવત્ ૧૯૫૬ના વૈશાખ માસમાં કૃપાનાથ શ્રી ઘરમપુરથી શ્રી અમદાવાદ પઘાર્યા હતા. ત્યાં એક દહાડો રાત્રે પૂ.શ્રી પોપટલાલભાઈને બોલાવી ઉદયિક અને પારિણામિક ભાવનાનો બોઘ આપ્યો હતો. તેમાંનું મને કાંઈ યાદ નથી. છોકરાઓનું બનવું હશે તેમ બનશે, પોતાનું સંભાળો ત્યાં પૂ.શ્રી સૌભાગ્યભાઈના પત્ની કૃપાનાથના દર્શન કરવા આવ્યા હતાં. તેમના પ્રત્યે કૃપાનાથ તરફથી “આવો બા” એમ આવકાર દેવામાં આવ્યો હતો; અને જણાવ્યું હતું કે છોકરાઓનું જેમ બનવાનું હશે તેમ બનશે એમ જાણીને ઘર કામકાજમાંથી જેમ બને તેમ નિવર્તવાની ભલામણ આપવામાં આવી હતી. અમદાવાદથી કૃપાનાથ વિરમગામ થઈ વવાણિયા તરફ પઘાર્યા હતા અને પાછા શ્રાવણ વદમાં વઢવાણ કેમ્પમાં પઘાર્યા હતા. ત્યાં હું શ્રાવણ વદી અમાવસની લગભગ દર્શન કરવા ગયો હતો. મારી સાથે મારાં માતુશ્રી પણ આવેલાં હતાં. બાદ સંવત્ ૧૯૫૭ના કાર્તિક માસમાં મુંબઈ જતાં બે દિવસ અમદાવાદ આગાખાનને બંગલે સમાગમ થયો હતો. ત્યાર પછી મુંબઈ માટુંગામાં અને છેલ્લે શિવ મુકામે દીનદયાળ પ્રભુના દર્શનનો મને લાભ મળ્યો હતો. શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી, સંપૂર્ણ. સંવત્ ૧૯૬૩ના અષાઢ સુદ ૯, શુક્ર, શ્રી લીંમડી. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડી સાહેબજીનો મને પ્રથમનો સમાગમ શ્રી લીંબડી મધ્યે થયો હતો. સંવત્ ૧૯૪રની સાલમાં સાહેબજી શ્રી બોટાદથી લીંબડી પઘાર્યા હતા. તે વખતે તેમનો ઉતારો મનસુખભાઈની મેડીએ હતો. શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તમ છે. તેમનો સમાગમ કરવા જેવો છે. લીંબડીમાં મહારાજ જેઠમલજી સ્વામી ઘણા સ્નેહી હતા. મનસુખભાઈ વગેરે તેમના ઘણા રાગી હતા. અમે તેમની સમીપે જતા. એકવાર મહારાજ જેઠમલજી સ્વામીએ કહ્યું કે રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) ઉત્તમ છે અને તેમની વિદ્વતા ઘણી છે. તે કવિ કહેવાય છે અને અવશાન કરે છે. તેમનો સંગસોબત કરવા લાયક છે. અપાસરામાં પ્રસંગે સાહેબજીની વાત નીકળતી. તે સાંભળીને અમે સંતોષ પામતા. એકવાર અપાસરામાં સાહેબજીએ છત્રીસ અવઘાન કર્યા હતા. સાહેબજીને તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ છે એકવાર મૂળી સ્ટેશને શ્રી સૌભાગ્યભાઈએ કેશવલાલને કહ્યું કે તમો આત્મા આત્મા કહો છો પણ તે તો અરૂપી છે, પણ આ પુરુષ બેઠા છે તેમને તો અરૂપી એવો આત્માનો પ્રત્યક્ષ અનુભવ છે. તે પુરુષ પાસેથી આત્મઅનુભવનો માર્ગ આપણે જાણવો જોઈએ. તે વાત લીંબડી આવ્યા પછી કેશવલાલે મને કરી. ત્યાર પછી સાહેબજીની બીજી ચમત્કારિક વાત કરતા હતા, ત્યારે મેં કહ્યું કે એ સાહેબજી પાસે જે વાત થાય તે આવીને મને સર્વે કરવી, એ વિષે આપણે કરાર છે. તેવામાં સાહેબજી સાથે કેશવલાલભાઈને સારી રીતે આત્માના અનુભવ વિષે વાતચીત થઈ અને તેમના વિષે વિશેષ પ્રતીતિ થઈ. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો ઘર્મ છે પછી એકવાર મુંબઈથી કેશવલાલ આવ્યા ત્યારે મેં પૂછ્યું કે સાહેબજી વિષે વાત કરો. તો તે વાત લાલચમાં રાખીને તેમણે કહ્યું કે પછી કહીશું. એમ તેમણે દબાવી રાખ્યું. પછી અમો હંમેશની બેઠકમાં ઘર્મધ્યાનની જ વાતો કરતા. પછી તેવી વાતો કરતા કરતા કેશવલાલભાઈના મોઢાંમાથી વાત નીકળી ગઈ ત્યારે મેં કહ્યું કે આ વાત સાહેબજીની કહેલી જ હોવી જોઈએ, બીજાની નહીં. જે વાતની મારે જરૂર હતી તે જ વાત તેમણે કહી. તેથી તે વેળા મને સાહેબજીની પાકી પ્રતીતિ થઈ. કારણ કે ઉપયોગ એ આત્માનો ઘર્મ છે તે જાણવા વિષે મારો પ્રયાસ હતો. તે માટે સાધુપુરુષો પાસેથી મને સંતોષ વળે તેમ થતું નહોતું અને આ પુરુષની વાતથી એમ જાણવાના નિશ્ચય ઉપર આવી ગયો કે મન આદિથી આત્માનો ઉપયોગ જાદો છે. એ ઉપયોગ તે મનનો જાણનાર છે. તે જ આત્મા છે. પણ એ વિષે વાત તે જ્ઞાની વિના બીજે ક્યાંથી નીકળે? તેથી હવે તે પુરુષનો સમાગમ-પરિચય કરવો અને તે બતાવે તે ખરું. પછી સાહેબજી કેશવલાલ તથા મનસુખભાઈને કાગળ લખે તે સર્વે મને તેઓ વંચાવતા, તેમ તેમ મને તે પુરુષની દ્રઢતા વઘતી ગઈ. વળી તેઓ કહે કે તે પુરુષ તો કેવળી જેવા છે. સાહેબજીના પત્રો વાંચતા મને જણાયું કે લોક પ્રસંગ જેવી વાતમાં પણ તેમાં લોકોત્તર તરીકેનો જ પરમાર્થ હોય. કેવળજ્ઞાન નથી, મન:પર્યવજ્ઞાન નથી, અવધિજ્ઞાન નથી પછી સંવત્ ૧૯૫૧ની સાલમાં અમે વવાણિયે ગયા હતા. ત્યારે મનસુખભાઈ, કેશવલાલ, મગનલાલ Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૪૦ TET વગેરે ચાર જણ હતા. બહેન જીજીબાના લગ્નમાં તેડાવ્યાથી ગયા હતા. ત્યાં અમને કેશવલાલભાઈએ કહ્યું કે તમો અહીં સૂઝે તેવા પ્રશ્ન પૂછો છો પણ ત્યાં તમારાથી બોલી શકાશે નહીં. તે પુરુષ કેવળી છે. પછી તેમને ઘેર સહુ ગયા. મેં પૂછ્યું સાહેબજી તમોને કેવળજ્ઞાન છે? ત્યારે તેમણે મને કહ્યું કેવળજ્ઞાન નથી. મન:પર્યવજ્ઞાન નથી અને અવધિજ્ઞાન નથી. એક સાથે ત્રણ જવાબ દીઘા. પછી મેં પૂછ્યું ત્યારે તે નથી તો તે વિષે વાત કરવી તે કેમ? તેના જવાબમાં સાહેબજીએ કહ્યું એ ન કરવી, વળી તેમાં લોક વિરોઘ છે. સંસારની વાતો સાહેબજીને અપ્રિય મને એકવાર કહ્યું કે તું સુંદરવિલાસ વાંચજે. સાહેબજીને ભાઈ અંબાલાલ વગેરે ખંભાતના ભાઈઓ નમસ્કાર કરતા હતા ત્યારે આ જીવને કેવી રીતે નમસ્કાર કરવા તે સમજાણું. નવલચંદભાઈ કે મારા જેવા કોઈ કોઈ પરમાર્થની વાત પૂછે તે સાંભળતા અને એવી ખબર પડે કે આ આવશે ને સંસારની વાત કરશે તો અગાઉથી પોતે સોડ તાણી સૂઈ જાય. પછી આગલો આવે ને સાહેબજી સૂઈ ગયા છે તે એમ જાણી ઝાઝી કે થોડીવાર બેસે તે ગયા પછી કોઈ ઘર્મની વાત કરવાને આવે તો તે વેળાએ આવતાં મોર સોડ કાઢી નાખતા. ત્યાં રહ્યા ત્યાં સુધી તેમની સાથે દરિયાની તરફ જતા. તેમાં થોડે છેટે અમો સર્વે જણાને સાહેબજી બેસાડે ને તેમની સાથે કલશો ઉપાડી ભાઈ કેશવલાલ તથા કોઈ કોઈ વેળાએ બીજા ભાઈઓ પણ જતા. તે ઘણા દૂર જાય ત્યાં સુધી એમની વાટ જોઈને અમો સારી વાતો કરતા. પછી સાહેબજી પઘારે તે વેળાએ ઘર્મનો ઉપદેશ દે તે સહુની મતિ પ્રમાણે ગ્રહણ થતો અને એથી આનંદ વરતાતો. પછી અમોને કહે કે હવે ચાલો, રાત પડી જશે ત્યારે અમે સર્વે ચાલીએ. સાહેબજીના પ્રતાપે સર્વત્ર શાંતિ રહે બીજું સાહેબજીને માતુશ્રી કહેવા આવે કે ભાઈ, તમો જમી લો તો વળી જમે, અને વળી કોઈ સમયે માથું દુઃખવાના કારણથી ન જમે ત્યારે માતુશ્રી બીજી વખત આવે. પછી માતાનું મન રાખીને જમે. પણ એ પુરુષની તીવ્ર વૈરાગ્યદશા જોવામાં આવતી કે સંસારમાં રહ્યા છતાં ઘર્મને પ્રિય માને. વિવાહના પ્રસંગે કોઈ ઉતાવળથી જણસ (વસ્તુ) પડી જાય, નુકસાની થાય તો તેમને નજરે આવે અને કોઈ બીજો તેને વઢવા જાય, તે વેળા સાહેબજીના કહે. પછી તે કંઈ બોલી શકે નહીં. એક દિવસ જાનૈયા માટે દૂઘપાક કર્યો હતો. તેમાં એક જણ પીરસતાં પીરસતાં દૂઘપાકનું ઠામ પડી ગયું ત્યારે કાકા રવજીભાઈ તેને વઢવા માંડ્યા. ત્યારે સાહેબજીએ તરત કાકાને કહ્યું કે એ પડી ગયો તેનો ભાવ પૂછતા નથી ને કેમ આમ બોલો છો? પછી તેને કોઈ બોલ્યું નહીં. વળી એમના પસાયે એટલા માણસોજાનૈયા કોઈ જાતની ગરબડ કરે નહીં. શાંતભાવથી જમી ચાલ્યા જાય. એવો તેમનો અતિશય મને લાગતો હતો. - જે પૂછવું હોય તેનું સમાઘાન વગર પૂછ્યું થઈ જાય સંવત્ ૧૯૫૧ની સાલમાં હડમતવાળા ગામમાં સાહેબજી પઘાર્યા હતા. ત્યાં પણ શ્રી મનસુખભાઈ કેશવલાલભાઈ, મગનલાલ, સુખલાલ, માણેકચંદ વગેરે આવ્યા હતા. ત્યાં આજુબાજુના ગામના માણસો આવતા ત્યારે ઉપદેશઘારા ચાલતી. તેમાં જે પૂછવું હોય તેનું સમાધાન થઈ જતું. સહુ કહેતા કે આ મહાત્મા પુરુષના વચન એવા છે કે અમારે જે કાંઈ પૂછવું હતું તેનું સમાઘાન થઈ ગયું. તેથી તેઓ સંતોષ Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ પામતા. શ્રી માકુભાઈ તથા ડુંગરશીભાઈ પણ સાહેબજીની સાથે જ હતા. આત્મા અરૂપી છે છતાં તેનો અનુભવ થઈ શકે એક સમયે અમો તથા માણેકચંદભાઈ બે જણ હતા. મેં સાહેબજીને પૂછ્યું કે બાપજી, આત્મા અરૂપી છે? ત્યારે તેની હા કહી. ફરી મેં પૂછ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થાય ખરો કે? તો તે વિષે અમોને એવું સમજાવ્યું કે અમો બન્નેને ખાતરી થઈ. ગામડાંઓમાં પણ ખબર પડી ગઈ કે કોઈ મહાત્મા પધાર્યા છે ૩૪૧ ન બોટાદના ભાઈઓ શ્રી મોતીભાઈ, મણિલાલ, પ્રેમાભાઈ, વેલાભાઈ વગેરે આવ્યા હતા. સાહેબજી ઢોલીયા પર બિરાજતા હતા. ઘણા માણસોની પર્ષદા મળી હતી. મુસલમાન વગેરે વર્ણ-વર્ણના લોકો આવ્યા હતા. ત્યાં પ્રથમ પ્રેમાભાઈએ પૂછ્યું તેનો જવાબ મેં દેવા માંડ્યો ત્યારે શ્રી કેશવલાલ મને કહે કે તમે ન બોલો. પછી સાહેબજીએ કહ્યું કે છગનને તેનો જવાબ દેવા દો. તેથી મેં પ્રેમાભાઈને જવાબ આપ્યો. પછી સાહેબજીએ તે વાતને વિસ્તારથી સમજાવી. તેથી મુસલમાનના પ્રશ્નોનું પણ સમાધાન થઈ ગયું. વળી એક કુંભાર આવ્યો. તેણે શેરડીનો સાંઠો સાહેબજીને ભેટ ઘરી કહ્યું કે હું તો તમારી સાથે રહીશ. તેણે સાહેબજીને ખરા મહંત પુરુષ જાણ્યા. ગામડાઓમાં પણ ખબર પડી ગઈ કે કોઈ મહાત્મા પધાર્યા છે. મૂળ પાઠ અઘરા લાગવાથી તેના અર્થ હું વાંચતો હતો ત્રીજીવાર શ્રી મૂળી સ્ટેશને હું તથા મનસુખભાઈ સાહેબજીને મળ્યા અને દર્શન કર્યા ત્યારે મને પૂછ્યું કે ‘‘સુંદર વિલાસ વાંચ્યો ?’’ ત્યારે મેં કહ્યું કે વાંચ્યો. ત્યારે સાહેબજીએ કહ્યું કે “હવે તું આચારાંગ સૂત્ર વાંચજે.’’ પછી તે આચારાંગ સૂત્ર સાધુ પાસે વંચાવીને સમજવા માંડ્યું. તેના મૂળપાઠ બોલતા મને ઘણા અઘરા લાગતા, અને બીજું તેવું વિદ્વાનપણું નહીં, તેથી મૂળ પછીના અર્થ હું વાંચતો. સાધુને પાસે રાખીને વાંચતો. તે સંબંધી કેશવલાલભાઈ વગેરેએ સાહેબજીને લખી જણાવ્યું હતું. ચાલો મહાત્મા પુરુષના દર્શન ક૨વા જઈએ સંવત્ ૧૯૫૧માં હડમતાલા પધાર્યા પછી તો આજુબાજુના ગામડાંમાંથી માણસો ચાલ્યા આવે ને સર્વે એક્બીજાને કહે કે ચાલો, એક મહાત્મા પુરુષ આવ્યા છે તેના દર્શન કરવા જઈએ. એમ ઘણું માણસ ભરાવા માંડ્યું. જે માણસો આવતા તે સંતોષ પામીને જતા હતા. સામાયિકનો કાળ સમજણપૂર્વક ઘર્મધ્યાનમાં જાય એમ જણાવવું પૂજ્યશ્રીને મણિલાલ તરફથી બોટાદ તરફનું આમંત્રણ હતું. ત્યાં આઠ દિવસ રહેવાની વિનંતી કરેલી. પણ હડમતાલામાં માણસો ઘણા થતા હોવાથી બાપજીએ (સાહેબજીએ) પાંચમે દિવસે ત્યાં જવાનું કર્યું. ત્યાં રાણપુર શા. મગનલાલના ઘેર રહ્યા હતા. ત્યાં કોઈએ વાત પૂછી કે સામાયિક અને ચોવિહાર કરવો કે નહીં? ત્યારે સાહેબજીએ કહ્યું કે સામાયિક વગેરે જે કરતા હોય તેને અટકાવવા નહીં, પણ તે કાળ સમજણપૂર્વક ધર્મધ્યાનમાં જાય એમ જણાવવું જેથી તે આગળ વધે. પણ તેને તે સંબંધી વિશેષ સમજણ થાય તેમ કરવું અને કરાવવું એવો જવાબ આપ્યો હતો. સાહેબજીની આજ્ઞાથી ત્રણેય વ્યસન કાઢી નાખ્યા એક દિવસ મને બીડી પીતા, તમાકુ સૂંઘતો અને દાતણ વેળાએ તમાકુ ઘસતો જોયો. મને તમાકુનું Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૪૨ વ્યસન હતું. તે જોઈ સાહેબજીએ કહ્યું કે “ત્રણે કાઢી નાખ.”તે મેં તે જ દિવસથી કાઢી નાખ્યો. તમારે સુંઢિયાના અપાસરે ન જવું પ્રથમ મને આચારાંગસૂત્ર વાંચવા કહેલું ને હું તે સાધુપુરુષો પાસે વંચાવતો તે વિષે કેશવલાલ ભાઈ વગેરેએ સાહેબજીને કહેલ કે, એ આખો દિવસ સાઘુનો પરિચય રાખે છે. પછી મને કહ્યું કે તમારે ઢંઢિયાના અપાસરે ન જવું. વળી કેશવલાલભાઈએ કહ્યું કે આ સર્વે સાંભળીને બીજાને કહી દે છે. ત્યારે મને સાહેબજીએ કહ્યું કે કેમ તમો સર્વેને કહો છો? ત્યારે મેં કહ્યું કે હા સાહેબ. પછી હું મારી મેળે પાંચ કે સાતના નામ લઈને બોલ્યો કે હું તેમને વાત કરીશ. ત્યારે સાહેબજી કહે–ઠીક. સાહેબજીએ બીજજ્ઞાન અને સ્થિરતા વઘવા વિષે બોઘ આપ્યો ભાઈ સુખલાલ તથા કેશવલાલ તથા મનસુખભાઈ વગેરેને એક રાત્રે જ્ઞાનનો અપૂર્વ બોઘ આપ્યો. તે સૌ-સૌની હદ પ્રમાણે પરિણમ્યો હતો. તે વેળા હું નહોતો. પછી બીજે દિવસે રજા લેવા ગયા ત્યારે હું સાથે હતો. ત્યારે સાહેબજી કહે કે તું જઈશ? મેં કહ્યું–સાહેબજી, હું પછી એકલો રહું? સાહેબજીએ મને રોકવાનો વિચાર થયો તે સુખલાલ સમજી ગયા અને તેમણે કહ્યું કે કાલે રહીશું. પછી સાહેબજીએ મને બીજજ્ઞાન વિષે અને સ્થિરતા વઘવા આદિ વિષે બોઘ આપ્યો. વીતરાગદશા વાંદવા પૂજવા યોગ્ય છે વળી એક દિવસ ધ્યાન મુદ્રાનું ચિત્રપટ અમો વગેરેને આપી તે સંબંધી પોતે એમ કહ્યું કે “એ અરિહંતની દશા વંદવા પૂજવા યોગ્ય છે.” પછી હમેશાં પાંચમાળા “શ્રીમદ્ પરમગુરુ” નામની ગણવા કહ્યું. ત્યારે સુખલાલે કહ્યું કે ઝાઝા અક્ષર એમને કેમ સાંભરશે? ત્યારે કહે કે તે જ તેને ઠીક છે. સ્તવનનો ઊંડો પરમાર્થ સમજાવ્યો બાપજીએ બોઘમાં શ્રી કુંથુનાથજીનું સ્તવન કહ્યું હતું, અને તેનો પરમાર્થ બહુ જ ઊંડો અતિશય ગંભીર જણાવ્યો હતો. તેમાંથી લેશ સાંભરે છે. ઘોરીભાઈ પાસે વારંવાર આનંદઘનજી વગેરેના સ્તવનો ગવડાવતા હતા. કૃપાળુ દેવના અતિશય તો પ્રત્યક્ષ જોયા બાપજી ચંદ્રપ્રભુનું સ્તવન ઘણીવાર કહેતા. તીર્થકર ભગવાનના અતિશયની વાત તો પરોક્ષ રીતે જાણીએ છીએ પણ કૃપાળુદેવના અતિશય તો તેમની સમીપમાં પ્રત્યક્ષ જોયા. આપની કૃપાએ સ્થિરતા થતાં આત્માનો અનુભવ થયો સંવત ૧૯૫૫માં મેં સાહેબજીને પત્ર લખ્યો તેમાં “નાકે રૂપ નિહાળતાં” જે કૌતુક દીઠું તેનો અર્થ શું? તે પૂછ્યું. વળી લખ્યું કે તમારા પાસે જે ઉજાસ ભાળું છું, તેને આત્મા જાણી કહેતો નહોતો. પણ તેનો જાણનાર આત્મા છે તેને જુદો જ જોયા કરતો. તે વિષે આપે કહ્યું હતું કે જે સ્થિરતા કરતાં પ્રાપ્ત થશે. તે તમારી કૃપાથી સ્થિરતા કરતાં તે આત્માનો અનુભવ થયો. મન વચન કાયા સ્થિર થયા પછી તે આત્માનો અનુભવ થયો. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ આત્માનું સ્વરૂપ શાંતિમાંથી પ્રાપ્ત થાય છે. (દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયો શચ્ચેથી પ્રાપ્ત થાય છે.) તેવી રીતે આપની કૃપાથી કરું છું. નાકે રૂપ નિહાળતા'નો જવાબ “શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૦માં છે. તે નીચે પ્રમાણે : દર્શનમોહ ઘટવાના ઉપાયો નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વિતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદ્રષ્ટિ પરિણમે છે. મહત્પરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગશ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. દશ વર્ષ પહેલા પૂછેલા પ્રશ્નનો વગર પૂછળે જવાબ સંવત્ ૧૯૫૬ની સાલમાં અમદાવાદ સાહેબજીના દર્શન થયા. તેમને વિરમગામ તેડી જવાને ચાર જણ તે જ દિવસે આવ્યા હતા. તેમાં ભોયણીનો બાબુ પણ આવ્યો હતો. તેણે દશ વર્ષ પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો. તેને સાહેબજીએ પ્રથમ જ કહ્યું કે તમારા પ્રશ્નનો જવાબ લખવાથી તમોને સમજણ ન પડે, પણ રૂબરૂમાં પડે. તે પછી તેનું વિવેચન કરીને પોતે બાબુનું સમાઘાન કર્યું. તે વાત ઘણી લાંબી વિવેચનરૂપે હતી પણ તે યાદ નથી. | બાપજીની આજ્ઞા લઈ વીરમગામ સાથે ગયો બાપજીને મારગમાં મળતાં મેં કહ્યું કે બાપજી, આપ જ્યારે નીકળશો ત્યારે હું સાથે નીકળીશ. ત્યારે બાપજી કહે કે ઠીક. પછી સાહેબજીને વિરમગામ સાથે પઘારવાનું કહ્યું ત્યારે પોતે હા કહી. . જડ એવું શરીર અને ચેતન એવો આત્મા સાવ જુદા છે પછી વિરમગામમાં તે રાત્રે રહ્યા. ભાઈ સુખલાલ, નથુભાઈ, વેલશીભાઈ તથા હું તેમની પાસે સૂતા હતા. હું પાછલી રાત્રે જાગ્યો ત્યારે ભાઈ સુખલાલ તથા નથુભાઈને પરમાદન પચીસનો અધિકાર સંભળાવતા હતા. એ અધિકાર જડ-ચેતનનો જુદો જુદો વિવેચક અધિકાર હતો. સાહેબજી આત્માનું જ ભાન આપે છે એમ સમજાયું અને પરમાદન પચીસનું મને તો મહાભ્ય બહુ જ સારું લાગ્યું. આત્મસિદ્ધિમાં સમયસાર નાટક વગેરે સમાઈ ગયા “આત્મસિદ્ધિ' તેમની પાસે મારે માગવાનો વિચાર હતો. પણ તેમણે મને વગર માંગ્યે પ્રભાતમાં ઊઠતાં જ આત્મસિદ્ધિ આપી. તેથી મેં વિચાર કર્યો કે મારા વગર માંગે તેમણે આત્મસિદ્ધિ આપી, તે તેમણે કૃપા કરીને આત્મા જ આપ્યો. જેને પોતે આત્મસિદ્ધિ આપે તેને આત્મા પ્રગટ થાય જ એવો ગુનો મહિમા છે. એ આત્મસિદ્ધિ વાંચતા એમ લાગ્યું કે સમયસાર નાટક તથા સિદ્ધાંત સર્વે એમાં આવી ગયા. એ સાહેબજીનો પૂર્ણ ઉપકાર છે. આઠ દૃષ્ટિના અર્થ વિચારવાથી પોતાનો અહંકાર નીકળી જાય વળી આઠ યોગદૃષ્ટિ મુખે કરી તેના અર્થ વાંચવા જણાવ્યું. તે વાંચીને, તે યોગદૃષ્ટિનો મહિમા Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો જાણવાથી અહંકારપદ નીકળી જાય. પણ વિચારવૃષ્ટિ સુધી આવવાવાળા જીવો વિરલા જ હશે. પણ મારા નાથે પાંચમી દૃષ્ટિમાં આત્માનું જે યથાર્થ સ્વરૂપ કાયમ રહેવા બતાવ્યું, જેથી હમેશાં તે આત્માના દર્શન થાય. મારા નાથે પ્રત્યક્ષ કૃપા કરી આવી કૂંચીઓ બતાવી, વળી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આઠદૃષ્ટિ મુખપાઠથી યાદીમાં તે હમેશાં રહે તેમ ફેરવવા જણાવ્યું. એમ કરી અંતરમાં પ્રદેશે પ્રદેશે આત્મા જાગૃતિ આપવાનું કર્યું છે. આત્મસિદ્ધિમાં પણ પ્રત્યક્ષ આત્માના અનુભવની કૂંચીઓ આપી છે. ૩૪૪ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો તે સાહેબજીને જણાવ્યું પછી મને ભાઈ નથુભાઈ તથા વેલશીભાઈએ કહ્યું કે તમો સાહેબજી સાથે ન આવશો. તેથી હું ન ગયો. પછી સાહેબજીએ કહ્યું કે છગન ક્યાં છે? તેને બોલાવો. પણ મને તેમણે ના કહી હતી તેથી હું બીજે ઠેકાણે ગયેલો તેથી ન મળ્યો. પછી સાહેબજી બપોરના જમ્યા પછી કલાક સુધી નથુભાઈની મેડી ઉપર હતા. ત્યાં એકાંતમાં સાહેબજીની તેમના વસોથી નીકળ્યા પછી સર્વે હકીકત કહી કે આપ સાહેબજીના કહેવાથી સ્થિરતા કરવાથી તમારા પસાયથી આત્મસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો. અને વળી તે સ્થિરતાથી વનસ્પતિના ઝાડમાં તેના હરખ-શોક કે નરમાશ કે જોરમાં, એવા તે ઝાડના જીવના ભાવ જોઈને તે અનુભવાય છે. સાહેબજીએ મને પછી કહ્યું કે આત્મસિદ્ધિ તથા આઠયોગદૃષ્ટિ હમેશાં બોલવી. તેમાં આત્મસિદ્ધિમાં ‘સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ” એના અર્થ નિશ્ચયે મનન કરજે અને આપનારના ઉપકાર ન ઓળવવો એમ જણાવ્યું હતું. મોક્ષસુખની અપેક્ષાએ પાપ અને પુણ્ય બન્ને કષાય પછી વીરમગામમાં મેડી ઉપર ગાંઘી મગનલાલ વગેરે બીજા આવ્યા ત્યારે આ બાલને સાહેબજીએ પૂછ્યું કે અનુત્તર વિમાનમાં તે શાથી ગયો? જો તેને સાત પળનું આયુષ્ય વધારે હોત તો મોક્ષમાં જાત. પણ ત્યાં શા કારણે જવું પડ્યું? ત્યારે આ બાળે કહ્યું કે પાપ કર્મથી અનુત્તર વિમાને જવું પડ્યું. ત્યારે ગાંઘી મગનલાલે કહ્યું કે ત્યાં તો ઘણા સુખમાં ગયા, તો પાપકર્મ કેમ કહેવાય? પછી સાહેબજીએ તેમને સમજાવ્યું કે સાત પળનું ઓછું આયુષ્ય તેટલું પુણ્ય ઓછું. તેટલું પાપ જો ન હોત તો તેને સંપૂર્ણ આયુષ્ય હોત. વળી પુણ્ય તે પણ કષાય છે. કારણ કે મોક્ષસુખ પાસે બન્ને કષાય છે. જ્ઞાનીને તે બન્ને સરખાં છે. તે સિવાય બીજા દાખલાથી પણ વાત કરી હતી. આ ઠેકાણે ડુંગરશીને આત્મસ્વરૂપ સમજાવ્યું સાહેબજી એક દિવસ ચોકમાં ખુરશી નાખી બેઠા હતા. ત્યારપછી પોતે ફરવા માંડ્યું. સામે વંડે સુધી જતા હતા. હુંય સાથે સાથે ફરતો હતો. ત્યારે મને કહ્યું કે ફેરા ગણો. હું ફેરા ગણતો સાથે ચાલતો હતો. ચાલતાં વચમાં એક કૂવો હતો. તે કૂવાના પડખે થડમાં એક પત્થર પગથીયા જેવો હતો. તે જગ્યાએ મને સાહેબજીએ કહ્યું કે આ ઠેકાણે ડુંગરશીભાઈને આત્મા આપ્યો. (આત્માનું સ્વરૂપ સમજાવ્યું.) આત્મા હથેલીમાં પણ યોગ્યતા હોય તો મળે વળી બાપજીએ મને પોતાની પડખે થડમાં બેસાડીને કહ્યું કે ‘જે દૃષ્ટા છે દૃષ્ટિનો’ તે ગાથામાં અને પાંચમી સ્થિરા દૃષ્ટિમાં તથા મૂળ મારગમાં ‘તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે...' એ ત્રણે વાક્યમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ આત્મા હથેળીમાં આપ્યો છે. મેં કહ્યું–બાપજી, તમારો ઉપકાર તો ઘણો છે. ઉપરની ત્રણે ગાથાઓમાં તમોએ તે આત્મા હથેળીમાં આપ્યો છે. જેને લેવો હોય તે લે. ભાગ્ય છે હોય તે લે, નિર્ભાગી નહીં લેશે. તમોએ તો આપવામાં બાકી રાખી નથી. આગ્રહ દૂર કરાવ્યો મને છાસ તથા દહીં ખાવાનો આગ્રહ હતો. મને તે ખાવાની ના પાડવા જેવા, કારણથી બંઘ થયું હતું અને તુવેરદાળ ખાવાની ઇચ્છા નહીં છતાં ખાવાનું બન્યું. એવો જે આગ્રહ હતો તે આગ્રહ બાપજીએ કઢાવ્યો. પછી બાપજીએ બેનોને કહ્યું કે છગન કાજે દૂઘ મેળવજો અને કહ્યું કે છાશ લાવી આપજો, તેવું નાથીબેનને કહ્યું હતું. આપેલું વચન ઉત્તમ પુરુષો કદી ફેરવે નહીં એકવાર બાપજીએ પ્રસંગમાં કહ્યું કે દાદા પંચાણભાઈ આંગળી ઝાલીને અમોને દુકાને તેડી જતા. ત્યાં પચાણભાઈએ એક કોળીને એક કલશી બાજરો આપવાની હા કહી. પછી તે લેવા આવ્યો ત્યારે રવજીભાઈએ ઘણું કહેવા માંડ્યું કે આણે આટલા જ રૂપિયા રાખ્યા છે ને વળી આવાને આપો છો? તે કહેતા રહ્યા તો પણ પંચાણભાઈએ તેને બાજરો આપ્યો. પછી બાજરો નીપજ્યો ત્યારે ત્રણ કળશી પાછો આપી ગયો. તે પણ પરમારથ ઉપર વાત કરી કે પોતાના બોલેલા બોલ ઉત્તમ પુરુષ કદી ફેરવતા નથી. તેનો તેને લાભ જ થાય છે. .. સાહેબજીએ હીરાની ઓળખ કરાવી મુંબઈથી હીરા આવેલા તે અંદર મૂક્યા. તેની કૂંચી મારી પાસે હતી. એક દિવસ બપોરે હું તથા વાણારશીભાઈ હતા, ત્યારે તે હીરા કાઢી અમને બતાવ્યા. મેં જુદા જુદા હીરાની કિંમત પૂછી. ત્યારે રૂા.૨૦-૨૫૦ જેવી કિંમત કહી. ત્યારે મેં કહ્યું કે આની શી રીતે કિંમત વત્તી-ઓછી જણાય. અને સાચા હીરાની કેમ ખબર પડે? પછી કૃપાળુદેવે હાથમાં હીરા આપી સમજાવ્યું કે તેનાં તેજ ઉપરથી અને મોટા હોય તો તેની આ કિંમત થાય. તેમજ ખોટામાં આ રીતે ન હોય. હીરા ઘોળા હોય તે પણ તે દિવસે જાણ્યું. આત્મામાં સ્થિરતા કરવાથી આત્માનો અનુભવ થાય એ હીરામાં ચક્ષુની સ્થિરતા કરીને જોઈએ તેમ તેમ તેની કિંમતનો અનુભવ થાય. તેવી રીતે સ્વભાવમાં સ્થિરતા કર્યેથી, આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય અને તે ચપળતા મટવાનું કારણ છે એવો પરમાર્થ સમજાવ્યો. જોખમની હીરાની વાત બહેનોને કહેવાય નહીં એબે બહેનો તથા મનસુખભાઈ, વણારશીભાઈ, હું વગેરે બેઠેલા ત્યાં બેનોને વાત કરી કે કૃપાળુદેવે અમને હીરા દેખાડ્યા. ત્યારે બહેનો કહે કે તમો અમોને દેખાડો, તેની કૂંચી તમારી પાસે છે. ત્યારે મેં કહ્યું કે કૃપાળુદેવની આજ્ઞા લો તો દેખાડવાનું બને. પછી ઉગરીબાએ કહ્યું કે બાપજી, હીરા અમને દેખાડો. તે વેળા તેમણે શું કીધું તે કાંઈ ખબર નથી પણ પછી મને બાપજીએ કહ્યું કે આ હીરાની વાત કોણે કરી? આવી જોખમની હીરાની વાત બહેનોને કહેવાય? તેમના પેટમાં તે વાત રહે નહીં ને નુકસાન થાય, તમો તે ભાન કેમ નથી રાખતા? ઉપયોગ રાખવા કહ્યું અને બૈરાંના મનમાં વાત રહી શકે નહીં તેમ Page #419 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૪૬ વિચારવું એમ ઠપકો આપ્યો હતો. સત્સંગીને ત્યાં જમવામાં કે જમાડવામાં બન્નેને હિતનું કારણ સત્સંગીને ત્યાં જમવામાં હિતનું કારણ છે. અને જમાડનારને પણ હિતનું કારણ છે. તે માટે તમારે કેશવલાલને જમવાનું કહેવું જોઈએ. તે બને તો લાભની વાત છે. દિવાળીના દિવસોમાં સેવા પૂજા અને સ્વાધ્યાય દિવાળીના ચાર દિવસોમાં કૃપાળુદેવની સેવા પૂજા કરતા અને જ્ઞાનાર્ણવ વાંચતા. તેમ ઘનતેરસનો દિવસ જ્ઞાનરૂપ ઘનનો પરમાર્થ પામતો, કાળીચૌદસનો તેને લગતો પરમાર્થ વાંચતા અને અમાવસના દિવાળીના દિવસે તેવો પરમાર્થ વાંચતા અને નવા વરસનો પહેલો દિવસ બેસતું વર્ષ ઘણું મંગળકારી માની તેવો પરમાર્થ પામતો. જ્ઞાનપંચમી દિવસે જ્ઞાનપૂજન કર્યું જ્ઞાનપાંચમને દિવસે જ્ઞાનપૂજન કર્યું અને જ્ઞાન પાસે ઓછામાં ઓછો રૂા.૧/- બધે મૂક્યો. કૃપાળુદેવનું પૂજન કર્યું અને તેમણે બોથ ઘણો આપ્યો. કૃપાળુદેવને મળવાથી સંતોષ અને સાથી પ્રતીતિ પામ્યા વળી વણારશીભાઈના ઘરેથી તેમના પિતા વણારશીભાઈ ઉપર દ્વેષ રાખતા હતા. તે બન્ને જણ આવીને સાહેબજીની વાણીથી સંતોષ પામ્યા અને કહ્યું કે આવું નહોતું જાણ્યું. એ તો સાચા પુરુષ છે, એવી બન્નેને પ્રતીતિ થઈ હતી. શ્રી વિમલનાથ ભગવાનના સ્તવનમાં રાજચંદ્ર નામ બોલવાની ના કહી શ્રી આનંદઘનજીકૃત વિમલનાથ ભગવાનના સ્તવનમાં રાજચંદ્ર નામ નાખી એકવાર કહ્યું અને પાંચમી દ્રષ્ટિમાં “એ ગુણ રાજ તણો ન વિસારું વાલા સંભારું દિન રાત રે” એમ બોલ્યા. પછી બીજી વાર ફરી વિમલનાથના સ્તવનમાં રાજચંદ્ર નામનું કહેવું અને સ્થિર દ્રષ્ટિમાં પણ રાજચંદ્ર નામનું કહેવું સાંભળી, તે બાબત કૃપાળુદેવે સ્થિર દ્રષ્ટિમાં આપનારનો ઉપકાર છે માટે નામ લેવાની ના ન પાડી પણ વિમલનાથમાં તે નામ લેવાની ના પાડી. જ્ઞાનબળે જાણી લીધું કે છબી ક્યાં છે? ચિત્ર નંબર ૧-૨ મોરબીથી નવલચંદભાઈ આવેલા. કૃપાળુદેવે મને કહ્યું કે તારી પાસે છબીઓ છે? ત્યારે મેં કહ્યું કે અહીં મારી પાસે નથી. ત્યારે તેમણે કહ્યું કે તેં મનસુખની દુકાને મૂકી છે. ત્યાંથી લાવી આપ. ત્યારે મેં કહ્યું કે બાપજી, એ તો હું નહીં આપું કારણ કે તે છબી તમારા હાથથી મને આપેલ છે, તે હું કોઈ દિવસ ન આપું. ત્યારે કહ્યું કે ખીમચંદભાઈવાળી પણ તારી પાસે છે તે લાવી આપ. પછી દુકાને જઈ તે છબી મેં તેમને આપી. તે છબી મનસુખભાઈની દુકાને છે અને વળી ખીમચંદભાઈની છબી પણ મારી છે એ વાત મેં કોઈને કરી નહોતી છતાં જ્ઞાનશક્તિ વડે તેમણે જાણી લીધું. નવતત્ત્વ અને અધ્યાત્મ સંબંઘી વાતો કરી બેસતા વર્ષના દિવસે પૂ.દીપચંદસ્વામી પાસે મને કૃપાળુદેવે મોકલ્યો અને કહ્યું કે તેમને એમ કહેજો . Page #420 -------------------------------------------------------------------------- ________________ (૧-૨ જ્ઞાનબો જાણી લીધું છબી ક્યાં છે Page #421 --------------------------------------------------------------------------  Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ કે સુખશાતા પૂછી છે. અને તમારે આવવું હોય તો પધારો, એમની શરીર પ્રકૃતિ નરમ છે માટે સૂતા છે. પછી જઈને તેમ કહ્યું. તે સાંભળીને તેમણે કહ્યું કે હું આવીશ. પછી તે આવ્યાને ઊભા રહ્યા. સાહેબજીએ બેઠા થઈને વાતચીત કરી તેમાં નવતત્ત્વ કે અધ્યાત્મ સંબંધી વાતો કરી હતી. ૩૪૭ અંતરનાદથી સ્થિરતા અને સ્વરૂપનો લક્ષ થાય એક દિવસ બાપજીને મેં પૂછ્યું કે જે આ નાદ છે તે શી રીતે ? ત્યારે કહ્યું કે તે દેહની અંદર છે, તે નાદથી સ્થિરતા અને સ્વરૂપનો લક્ષ થાય. વળી મને કહે કે તમે આ સેવા કરો છો તે શું જાણીને? ત્યારે મેં કહ્યું કે સાચા જ્ઞાની જાણીને કરીએ છીએ. ભક્તિનો ભાવ મુખ્ય છે, ફૂલ નહીં એક દિવસ બાપજીને મેં પૂછ્યું—આકડાના ફૂલે પૂજન કર્યું હોય તો કેમ? બીજાનો જોગ ન હોય તો, ત્યારે કહ્યું કે તેની ભક્તિનું તે સ્વરૂપ છે, તે સારું છે. તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ એક નાગલપર ગામના સલાટ મોતીભાઈ જે વઢવાણ કેમ્પમાં આવીને રહ્યા હતા તેમણે કહ્યું કે ચાલો તમારી સાથે આવું, મને રાયચંદભાઈ શાનીના દર્શન કરાવજો. ત્યારે મેં કીધું કે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, દર્શન કરાવીશું. પછી એ આવે એટલે હું બાપજી પાસે તેડી જતો. પણ આ મોતીભાઈ બાપજીને પગે લાગે ત્યારે બાપજી તેને બે હાથ ઊંચા કરીને ના પાડે. ત્યારે આ ભાઈ બોલ્યા કે સાહેબજી, હું તો પગે લાગું પણ તમે મને શી રીતે ના પાડો છો? બાપજીએ કહ્યું કે હું ય માણસ અને તમો પણ માણસ છો તેથી. ત્યારે મોતીભાઈ બોલ્યા કે ના સાહેબ, એમ ન કરવુ. તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. ત્યારે કૃપાળુદેવે કહ્યું તમો શાથી કહો છો? ત્યારે તેઓએ કહ્યું કે એ હું જાણું છું કે તમો જ્ઞાની છો. માટે હવેથી સાહેબજી એમ ન કરશો. ઘણી ન થયું તેથી ધર્માદામાં આપ્યું બેન નાથીબેનને નદીમાં કોકરવું જડ્યું હતું તે કૃપાળુદેવને આપ્યું. કૃપાળુદેવે મારા જેવા પાસે કાંપમાં કહેવરાવ્યું. માસ એક સુધી કોઈ ઘણી ન થયું. પછી પ્રાણજીવનદાસને કહ્યું કે થર્માદા આપી દેજો. ભણેલ કરતાં ભક્તિવાળાનો વેળાસર મોક્ષ કૃપાળુદેવે એકવાર કહ્યું હતું—છગન, હવે નવી મા નહીં કરીએ. વળી અમારી સમીપ આવેલા છે અને આવશે તેને સિદ્ધિ થાશે. વળી ભણેલ કરતાં ભક્તિવાળાનો વેળાસર મોક્ષ છે. એકાંતે વ્યવહાર નહીં અને એકાંતે નિશ્ચય નહીં પણ બન્ને સાથ રહેલ' સંવત્ ૧૯૫૬ના ભાદરવા સુદ ૧ ને આશરે બાપજી કાંપમાં લીંબડી દરબારના ઉતા૨ે બિરાજ્યા હતા. હું વીરમગામથી તેમના દર્શનાર્થે ગયો હતો. મારી મેળે કમાડ ઉઘાડ્યું ત્યારે કૃપાનાથે કહ્યું કે આવ. પછી તો ત્યાં પણ કોઈને અંદર આવવા વિષે કૃપાનાથને પૂછું અને તેમની મરજી ભાળું તો આવવાની હા કહું અને કમાડ ઉઘાડું મૂકું. એ પર્યુષણના દિવસો હતા. ત્યાં સાયલાના લહેરાભાઈ વગેરે બીજા ૮-૧૦ જણ હતા. તેમાંના કોઈએ કૃપાનાથને પૂછ્યું કે તમારી તો એક નિશ્ચયનય ઉપરથી વાત સાંભળી છે. ત્યારે મને Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો કૃપાનાથે કહ્યું કે છગન, આપણે એ માર્ગમાં એક જ રીતે (એકાન્તે) કે શી રીતે? તે વેળાએ હું બોલ્યો કે— “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નો’ય નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવા સોય.” “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.’ ૩૪૮ એ પ્રમાણે તે લોકોને મેં કહ્યું કે એકાંતે નિશ્ચય ક્યાં કહ્યો છે? બન્ને કહ્યાં છે. પછી તે વાતનો તે લોકોને સંદેહ નીકળી ગયો હતો. કૃપાળુદેવની આજ્ઞાએ પર્યુષણના આઠેય દિવસ જ્ઞાન-ધ્યાનમાં ગાળ્યા પછી કૃપાળુદેવે એવો ઉપદેશ દીઘો કે પર્યુષણના આઠ દિવસ રોજ કાંઈ તપ આદિ કરવું અને સુદ ૫ના દિવસે શ્રાવકે જરૂર ઉપવાસ કરવો. એ આઠેય દિવસ જ્ઞાન-ધ્યાન આદિમાં ગાળી આત્મભાવના કરવી. સુદ-૫ ઉત્તમમાં ઉત્તમ છે. એમ મને કૃપાનાથે બોલાવીને કહ્યું તેથી સમાગમના ભાઈઓએ પાંચમને દિવસે ઉપવાસ કરી જ્ઞાન-ધ્યાનમાં ગાળ્યો. કૃપાનાથે તેવો બોધ પણ આપ્યો. પછી દિવસ લગભગ રહ્યો ત્યારે કહ્યું કે આજે સહુ પડિક્કમણું કરો. ત્યારે જે ભાઈઓ હતા તેમને મેં કહ્યું કે કૃપાનાથ આપણ સર્વેને પડિક્કમણું કરવાનું કહે છે. ત્યારે કહે કે કોણ કરાવશે? મેં પૂછ્યું—તમને કોઈને આવડે છે? તેમણે ના પાડી. પછી કૃપાનાથને પૂછ્યું કે પડિક્કમણું શી રીતે કરીએ? કૃપાનાથ કહે—તું પડિક્કમણું કરાવ. ત્યારે મેં કહ્યું—હું ભૂલી ગયો છું. ત્યારે કહે કે તું નવ્વાણું અતિચાર બોલ, અને એવી રીતે કરો. પછી ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ કરો. પછી તેમની આજ્ઞાથી નવાણું અતિચાર વગેરે બોલી કાઉસ્સગ વગેરે કર્યા અને પોતાની શક્તિ મુજબ નિયમ પણ લીધા હતા. વઢવાણ કેમ્પમાં કૃપાળુદેવે અંતિમ બેય મુદ્રાઓનાં ચિત્રપટ પડાવ્યા ત્યાં કાંપમાં સુખલાલભાઈના કહેવાથી વિઠ્ઠલ સાહેબના કારખાનામાં કૃપાળુદેવનો ચિત્રપટ પડાવવા અમે ગયા હતા. તે પાડી રહ્યા પછી તે કંપાઉન્ડના બારણા પાસે હું અને કૃપાનાથ ભેગા થયા. કૃપાનાથ ચિત્રપટ પડાવીને લીંબડી ઉતારે પધારતા હતા. એવામાં તે કંપાઉન્ડથી થોડાક ચાલતાં તેમના દેહનું હાડપિંજર જોઈ કૃપાનાથને કહ્યું કે ચોથા આરાના ધુરંઘર મુનિઓ જે તપ કરે છે તેની જેમ હાડમાંસ સુકાઈ ગયા દેખાય છે. આ દેહને હમણાં કાંઈ થવાનું નથી ડૉક્ટરની દવા ચાલતી. અંબાલાલભાઈ દવા લેવા જતા. એવામાં એક દિવસ ડૉક્ટરે કહ્યું કે તેમને ઘર ભેગા કરો, તેમનો દેહ રહેશે નહીં. એવું સાંભળી ત્યાં રોકકળ થઈ ગઈ અને વવાણિયા તથા મુંબઈ તાર મૂકીને તેડાવ્યા. કાકા ૨વજીભાઈએ એવો નિયમ કર્યો કે તેનું મુખ જોયા પછી પાણી પીશ અને રૂા.૫૦૦/- શુભ ખાતામાં વાપરીશ. એ વાત કૃપાનાથના જાણવામાં આવી અને પૂ.અંબાલાલભાઈને બહુ વઢ્યા અને મને બાલને કૃપાનાથે પૂછ્યું કે તને આ દેહનું કેમ વરતાય છે ? મેં કહ્યું બાપજીના દેહને આજથી લોહી નવું ચઢે છે અને કાંઈ થવાનું નથી. કાલના ને આજના દિવસમાં આ દેહનું તેજ વધતું જાય છે. તે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ વિષે એ પુરુષે મને તેવો ચમત્કાર પ્રત્યક્ષ દેખાડ્યો અને મને કહ્યું કે તે દેહને હમણાં કાંઈ થવાનું નથી. ગભરાટ કરીને આ શું કર્યું? તેવો ઠપકો આપ્યો હતો. જ્ઞાનખાતામાં રૂપિયા આપવામાં પરમલાભ છે તેવો બોઘ કર્યો બીજું પરમકૃત પ્રભાવક મંડળની ટીપ કરી. તેમાં માતુશ્રીના રૂપિયા મંડાવ્યા હતા. ત્યાર પછી માણેકચંદના મંડાવ્યા. તે વિષે બહુ સારું વિવેચન કર્યું. જ્ઞાનખાતામાં આપવામાં પરમલાભ છે, તેવી રીતનો ઘણો બોઘ કર્યો હતો. જેણે આત્મા આપ્યો તેના બદલામાં હું શું વાળી શકું! એક દિવસ કૃપાનાથે મને પૂછ્યું કે તું સેવામાં રહીશ. ત્યારે મેં કહ્યું કે મારે તો તમારો ઉપકાર છે. અને આ દેહ પણ તમારો છે. જેણે આત્મા આપ્યો તેનો બદલો હું શું વાળી શકું! હું તો ખુશીથી રહીશ. ત્યારે કૃપાનાથે કહ્યું કે બીજા કોણ કોણ રહેશે. ત્યારે મેં કહ્યું કે મનસુખભાઈ, નથુભાઈ, મગનલાલ તથા વેલશીભાઈ. ત્યારે મને કહ્યું કે તું સર્વેને પૂછીને કહે. ત્યારે મેં સર્વેને પૂછ્યું અને બઘાએ રહેવાની હા પાડી. સહુ થોડા દિવસ થયા પછી એકબીજાના કામ અંગે જતા આવતા. તેમાં જ્યારે નથુભાઈને જવાની મરજી થઈ, ત્યારે કૃપાનાથની મરજી નહોતી. એ ગયાને ત્યાં પીડામાં દહાડા કાઢ્યા. પછી કૃપાનાથે કહ્યું કે અહીં રહ્યા હોત તો; ત્યાં જઈને તાવ-પીડા ભોગવી એમ વાત થઈ હતી. ચા અને બીડી પીવાની બંઘ કરાવી રસોડામાં બેન ઉગરીબા વગેરે હતા. મને કહ્યું કે તું ચા પીએ છે? મેં કીધું કે હું નથી પીતો. એમ અંબાલાલ વગેરેને તથા બેન ઉગરીબાને પણ પૂછ્યું તેમણે હા પાડી. બેન નાથીબાએ ના પાડી. પણ સર્વેને ચા પીવાની બંધી કરાવી કે કોઈ દિવસ ન પીવો. પછી ઘણા જણે જાવજીવની ને કોઈએ થોડા વરસની બંઘી કરી અને તેની સાથે જ બીડી પીતા હતા તેની પણ બંઘ કરાવી હતી. - રસોઈ બ્રાહમણ બનાવે પણ પીરસનાર ચંડાલ હોય તો એક દિવસ રસોઈયો નહોતો. અને ઉગરીબાથી પણ એકલા રાંઘવું મુશ્કેલ હતું. તે વેળા બાપજીએ કહ્યું કે બેન નાથીબા પાસે રંઘાવો, તે ભવસાર નથી પણ ભાવસાર છે. પછી તે બે બેનો સદાય રસોડાનું કામકાજ કરતા. તેમાં એક રેવાશંકરભાઈનો માણસ ભવસાર હતો. તે ચૂલે અડીને કાંઈ લેતા કરતાં તેમના જાણવામાં આવ્યું. પછી બેનોને કહ્યું કે કોઈ દિવસ તેવાને અડકવા દેશો નહીં, કાંઈ સમજ રાખો. ઉગરીબા કહે કે હવે તેને નહીં અડવા દઈએ. મારા ગુરુ પણ વીતરાગદશા પામી સિદ્ધિ વરવાના છે એક દિવસ ઝવેરી માણેકલાલભાઈ મને દહેરે તેડી ગયા. ત્યાં પૂજા કરી હતી. પછી બીજે દિવસે કૃપાનાથે કહ્યું કે તું પૂજા કરવા જા. ત્યાં પૂજા કરીને શાંતિનાથના કાનમાં જઈને કહેજે કે તમો વીતરાગદશા લઈને સિદ્ધિને પામ્યા છો, તેમ મારા ગુરુ પણ વહેલા વહેલા તમારી પેઠે વીતરાગદશા લઈ સિદ્ધિ વરવાના છે એમ તેમના કાનમાં કહેજે. તે પ્રમાણે મેં શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહ્યું. પછી વાડકીમાં ચંદન લાવ્યો અને તેમાં અંગૂઠો બોળી કૃપાનાથને મસ્તકે ચંદન લગાડ્યું હતું. Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ચોવિહારની પ્રશંસા અને બીડીઓ માટે ઠપકો એક દિવસ પૂ.મનસુખભાઈ દેવશીએ કહ્યું કે મેં ચોવિહાર કર્યો છે. ત્યારે બાપજીએ કહ્યું કે બહુ સારું. પૂ.સુખલાલ વગેરેને બીડીઓ બાબત ઠપકો આપી ઘણા બધાને તેની બંધી કરાવી હતી. ૩૫૦ વ્યવહાર કે પરમાર્થમાં પુરુષાર્થ વગર સિદ્ધિ નથી એક દિવસ દ્રાક્ષ લેવા ગયો હતો. એક દુકાને દ્રાક્ષ જોઈને બીજી દુકાનેથી લીઘી. તે લઈને આવ્યો. પહેલાં કરતાં તે ઠીક હતી. પછી કહે કે ત્રીજી દુકાને કેમ ન ગયો? હજી પુરુષાર્થમાં કચાશ કેમ રાખે છે? એમ આમાં પુરુષાર્થ ઓછો કરીશ, પણ આત્મા વિષે પુરુષાર્થની ખરી જરૂર છે. એમ જાગૃતિ રાખવા જણાવ્યું હતું. ભક્તિથી વેલાસર મુક્તિ; ભણનારને અભિમાન એક દિવસ બાપજી કહે કે બેન નાથીબાને બોલાવો. ત્યારે બેન નાથી કાંઈ વાંચતા હતા. ત્યારે કહે કે તેને કહેજો કે ભણવા કરતાં ભક્તિથી વેળાસર મુક્તિ; ભણનારને અભિમાન, તેવું કહ્યું હતું. રાજકોટ, મહાત્માનો દેહ પડવાની જગ્યા છે એક દિવસ રાજકોટના કોઈ બાલેશતરનો દેહ પડ્યાના સમાચાર સાંભળી બાપજીએ મને કહ્યું કે મહાત્માનો દેહ પડવાની તે જગ્યા છે એમ કહ્યું હતું. રાતના ત્રણ વાગ્યાથી ઉપદેશ ચાલતો વળી હમેશાં ત્રણ વાગ્યાથી દિવસ ઊગે ત્યાં સુધી ઉપદેશ ચાલતો હોય તેમાં ઘણી વખત મનસુખભાઈ પણ તરત જાગીને સાંભળે. એ પરમાર્થી પુરુષે આ હૃદયમાં અમૃત રેડ્યું છે, તેનો ઉપકાર બેહદ છે. કૃપાળુદેવ નામ સાહેબજીએ માન્ય રાખ્યું એક દિવસ સાહેબજીને કૃપાળુદેવ કહીને બોલાવ્યા. ત્યારે કૃપાળુદેવ કહે કે તમો અહીં કહો છો પણ તમને કોઈ પૂછશે કે ક્યાં ગયા હતા ? તો શું કહેશો? ત્યારે તેમણે કહ્યું કે અમો કૃપાળુદેવ પાસે ગયા હતા. એમ કહીશું, કંઈ શરમાશું નહીં. ત્યારે કૃપાળુદેવે કહ્યું શરમાવું નહીં. ત્યારપછી કૃપાળુદેવે મને કહ્યું કે તને કોઈ પૂછે તો શું કહીશ? ત્યારે મેં કહ્યું કે મારા કૃપાળુદેવ પાસે ગયો હતો. એમ બેઘડક કહીશ. તે વાતથી દબાઈશ નહીં, એમ વાત થઈ હતી. તે દિવસથી કૃપાળુદેવ કહીએ છીએ. જ્ઞાની પાસે જતાં મુખમાં કંઈ રાખવું નહીં જ્ઞાની પાસે મુખમાં કંઈ રાખીને જવું નહીં. એક જણે સોપારી વગેરે રાખી હતી, તે વિષે ઠપકો આપ્યો હતો. તમારા ઘન્ય ભાગ્ય કે આવા જ્ઞાનીપુરુષ તમારે ઘેર જન્મ્યા વળી માતુશ્રી તથા નાના માતુશ્રી (ઝબકબા) ત્યાં પધાર્યા હતા. ત્યાં કૃપાનાથે મને કહ્યું કે એ બધા રાત્રે બેસે છે. ત્યાં તું નાથીબાને સાથે લઈ જા તથા ધર્મધ્યાન, સ્તવન, પ્રતીતિ વગેરેની વાત કરજો. પછી મેં નાથીબેનને કહ્યું કે માતુશ્રી તથા નાના માતુશ્રીને કૃપાળુદેવ સાથે સાંસારિક સગપણ નથી, પણ તેમને એવી વાત કરવી કે તમારા ઘન્ય ભાગ્ય છે કે આવા જ્ઞાનીપુરુષ તમારા ઘેર અવતર્યા. અમો તો એ પુરુષને Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ ભગવાન જ ગણીએ છીએ. તેના આશરે કલ્યાણ જ થાય, પણ તમોને તે વિષે ભગવાન | જેવો રાગ નથી, પણ આ અવસર જાય છે. તમારા જેવાના ઘરમાં ચિંતામણિ રત્નનો જોગ છે. તમો તે વાત લક્ષમાં લો. એ વિચારી જાઓ કે આ કાકા લીંમડીના તથા અમો વિરમગામના તે આવા મહાત્માના કારણથી ઘરબાર સામું જોતા નથી અને તેમની સમીપમાં તેમની આજ્ઞા ઉપાડીએ છીએ. આમ કૃપાળુદેવની જ્ઞાની તરીકેની પ્રતીતિ અમોને વિશેષ થતી ગઈ છે એમ વાત કરવી. કૃપાળુ દેવને ચારિત્ર લેવાની ભાવના એક દિવસ કૃપાળુદેવે માતુશ્રીને કહ્યું કે “અમો ચારિત્ર લઈને સંસાર તજીએ ત્યારે માતુશ્રી કહે કે અહો! ભાઈ તમો આમ કેમ બોલો છો? વગેરે વાત થઈ હતી. જ્ઞાનાર્ણવ શાસ્ત્ર વહોરાવવા માટે તમારા ખાનગી રૂપિયા આપો એક દિવસ માતુશ્રીને કૃપાળુદેવે કહ્યું કે “જ્ઞાનાર્ણવ શાસ્ત્ર લેવા માટે રૂપિયા તમારા ખાનગી છે તેમાંથી આપો, તેનો તમોને પરમલાભ છે. તે રૂપિયા દુકાને કે બીજેથી લેશો નહીં.” પછી માતુશ્રીએ ખાનગીમાંથી આપ્યા હતા. રાત્રિભોજનનો ત્યાગ કરાવ્યો. કેશવલાલ બાબત મેં કૃપાળુદેવને કહ્યું કે તે હજુ રાત્રે જમે છે. તેનાથી લોકોમાં નિંદા થાય છે, તે ઠીક નથી. પછી કેશવલાલ આવ્યા, ત્યારે કપાળદેવે તેને ઘણી રીતે સમજાવી બંધી કરાવી. પ્રથમ તેને ચોવિહારની બંધી કરાવવાનો ઉપદેશ દીઘો પણ તેણે તે ન સ્વીકાર્યું. પછી છેવટે બે વરસ માટે રાત્રિભોજનની બંધી કરાવી. કર્મબંધન કરતાં અટકે માટે રજા આપીએ છીએ. વળી બાપજીને મેં કહ્યું કે તમારા પાસે સેવા કરનારને રજા આપો છો તેનું શું કારણ? રજા મળનારને તે ઘણું જ વસમું લાગતું હશે. ત્યારે બાપજીએ કહ્યું કે જેને કર્મબંઘ થાય તેવા અભિપ્રાય હોય, તેને રજા આપીએ તો તે કર્મબંઘ કરતા અટકે. માટે તેને રજા આપવી પડે છે. બાર તિથિ લીલોતરી ન વાપરવાની કૃપાળુદેવની આજ્ઞા | દર વખત બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ એ તિથિઓમાં લીલોતરી શાક વગેરેની બંઘી હતી. તેવી રીતે બાર પાખી પાળવાની કૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે ચાલતું હતું. તેમાં એક દિવસ ભૂલથી તિથિને દિવસે લીલું શાક લાવ્યા હતા તેને કૃપાળુદેવે ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે તને ભાન નથી, તું કોના કીઘાથી લાવ્યો? મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે હું કંઈ આ બાબત જાણતો નથી. કૃપાળુદેવે મુનિઓના ભાવ જાણી તે જ દિવસે ખોરાક લીધો ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા નહોતા. એક દિવસ એવો બનાવ બન્યો કે મહારાજ લલ્લુજી સ્વામી અને દેવકરણજી સ્વામી બન્ને મહાપુરુષોને એવું થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક. એવો તેમનો અભિપ્રાય થયો અને તેના માટે તેમણે પત્ર લખાવ્યો. તે જ દિવસે કૃપાળુદેવે દ્રાક્ષ મંગાવીને ખોરાક લીઘો અને કહ્યું કે મુનિને પત્ર લખો કે આજે ખોરાક લીઘો છે. અહીંથી કાગળ ત્યાં પહોંચ્યો અને તેમનો લખેલો કાગળ અહીં આવ્યો હતો. Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૫૨ આત્માને કોઈ વેદ નથી પણ સચ્ચિદાનંદ પરમાત્મા છે એક દિવસ સાણંદના ઉકાભાઈ કૃપાળુદેવના શરીરને સર્વ ઠેકાણેથી પંપાળતા હતા. ત્યારે કૃપાળુદેવે ઉકાભાઈને કહ્યું કે કેમ લાગે છે? ત્યારે ઉકાભાઈ બોલ્યા કે શરીર નરમ છે એમ લાગે છે. ત્યારે બાપજીએ એમ કહ્યું કે અમો પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. (જાણે પાંચમી દ્રષ્ટિમાં કહ્યો હોય તેવો કેવળ જ્યોતિ સ્વરૂપ આત્મા છીએ) પછી પાંચમી દ્રષ્ટિ બોલ્યા હતા– “દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહીં વળી બોથ તે સુક્ષમ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. ૨ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જાડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ૦૪ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દેહ જેમ વનને રે, ઘર્મજનિત પણ ભોગ ઈહાં તેમ લાગે અનિષ્ટ તે મનને રે. એ૦૫ અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે, ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. ૬ એ ગુણ વિર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે.” બાપજીના પરસેવા તથા મલમાં પણ સુગંધી પાંચમી દ્રષ્ટિ બોલીને પછી એક એક ગાથાનો બાપજીએ અર્થ કર્યો હતો. પછી પોતે કહ્યું કે અમો છઠ્ઠી દ્રષ્ટિએ છીએ. ત્યારે મેં પૂછ્યું કે છઠ્ઠી દ્રષ્ટિમાં આવેલા જીવને તો રોગ રહિત દશા અને ગંઘ તે સારો રે; એમ કહ્યું છે. ત્યારે બાપજીએ કહ્યું કે આ જે રોગ છે તે અજ્ઞાનપણે બંઘાયેલા કર્મને લઈને છે. વળી તને શરીરનો પરસેવો કે કોઈ ચીજ મલ વગેરેમાં દુર્ગધ લાગે છે? ત્યારે આ બાલને ખબર હતી કે બાપજીના પરસેવા તથા મલમાં તો સુગંઘ જોવામાં આવી છે. તેથી મેં કહ્યું કે કોઈ ઠેકાણે દુર્ગઘ તો નથી પણ સુગંઘ છે. શરીરશક્તિ નરમ છતાં આત્મબળ વિશેષ એક દિવસ હું બાલ તેમના પગની સેવા કરતો હતો. ત્યારે કહે કે તું હજી ભાર દઈને ચાંપ. ત્યારે મેં કહ્યું કે બાપજી, હું તો કોઈ જબરાને દબાવતો ત્યારે તેને પણ વસમું લાગતું અને આપ કેમ વઘારે ભાર દઈને ચાંપવા કહો છો? ત્યારે કહે કે એ તાંબાના હાડ છે. આ વાત ખરેખરી હતી. શરીરની શક્તિ ઘણી જ નરમ છતાં ત્રિભોવનદાસ વૈદ્યનો મોટો ચોપડો બે આંગળી વડે લે અને વાંચે. ત્યારે મેં કહ્યું કે બાપજી, આપ તો આત્મબળથી આ બધું કરો છો, શરીરની તો તેવી પહોંચ નથી. પોતે સાંભળી રહ્યા. પોતે સાક્ષીભાવે રહી ઉદય આવે તે ભોગવે વળી તાજું તેલ લઈ શરીરે ચોળવા માંડ્યું, પણ તે નુકશાનકારક છે તે પોતે જાણતા હતા. તે તેલ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ ઊલટું લોહી બાળી નાખે, પણ મને બાલને ખબર નહીં. મેં જાણ્યું કે તે તેલથી ફાયદો થાય, પણ તે તો વાવાળાને કામનું હતું. કૃપાળુદેવના શરીરે વા નહોતો, શરીરનું લોહી સુધારવાની જરૂર હતી. હું અવળું લઈ બેઠો. ત્યાં પૂ.નથુભાઈએ કહ્યું કે આ શું કરો છો? તેમ કોઈ બીજાએ રેવાશંકરભાઈને કોરે બોલાવીને કહ્યું કે તે તો નુકશાન કરે. પૂ.નથુભાઈ કહે કે બાપજીને બદામ તેલ શરીરે ચોળ. ત્યારે તે બદામનું તેલ ચોળવા માંડ્યું. પણ અચરજની વાત કે જો આગલાને ભક્તિભાવ થયો તો શરીરને પીડાકારી હોવા છતાં ભક્તિમાં ભંગ પડવા દેતા નથી, એવા કૃપાળુદેવ હતા કે જેને પીડા પર નજર નથી, શાતા ઉપર નજર નથી, જે ઉદય આવે તે ભોગવે છે, તેના પોતે સાક્ષી થઈને રહેતા, પણ આગલાના ભક્તિભાવને ટેકો આપતા અને તેમ કરી કર્મ ખપાવવાના તેવા નિમિત્તપણામાં પોતે આનંદ માનતા હતા. હમેશાં મુખમુદ્રા આનંદમાં અને વીતરાગભાવમાં રહેતી કોઈ દિવસ એવી પીડા થાય તો પણ કોઈને કે મુજ બાલને જણાવે નહીં. હું દિવસ રાત તેમના સમીપ હતો. તેમની મુખમુદ્રા આનંદમાં વીતરાગભાવમાં વર્તતી, પણ અરેરાટ કોઈ દિવસ કર્યો નથી અને ચહેરો પણ નરમ થયો નથી. એ જ્ઞાનીના પૂરાં લક્ષણ જોયાં. પરોક્ષમાં જાણેલ કે જ્ઞાનીને સુખદુઃખ સરખું છે તે અહીં કૃપાળુદેવમાં પ્રત્યક્ષ જોવા મળ્યું. મોક્ષમાળા જેવી એકસો આઠ પદની બીજી ચોપડી કરવાની ભાવના એક દિવસ બાપજી રાત્રે આઠ પદ બોલ્યા હતા અને તેનો બહુ જ પરમાર્થ કહ્યો હતો. અને તે વિષે મોક્ષમાળા જેવી એકસો આઠ પદની બીજી ચોપડી કરવી એવી વાત કરી હતી. (પ્રજ્ઞાવબોધના ૧૦૮ પદના શીર્ષક પોતે જ લખાવી ગયા.) ૩૫૩ ‘સકળ જગત તે એઠવત્ એક રાત્રે ભિખારીઓ ઓરડાની પાસે બેઠા વાતો કરતા હતા કે ભાઈ, આજે જે ઠેકાણે હું માંગવા ગયેલો તેમણે સારી રીતે એંઠ વગેરેનો ભૂકો મને આપ્યો. તે મેં પોતે ખાધો અને વધ્યો તે મારા ભાઈને પણ આપ્યો. એમ તેઓ સંતોષ પામ્યાની વાતો કરતા હતા. ત્યારે કૃપાળુદેવે મને કહ્યું કે છગન, સાંભળ આ વાતો કરે છે તે. મેં કહ્યું કે હા બાપજી, સાંભળું છું. બાપજી કહે કે એમાંથી ૫રમાર્થ સમજવાનો છે. (તેમ આપણે ઘન માલ મિલકત મેળવીને આનંદ માનીએ છીએ અને આપણા સગાં વહાલાને પણ આપી રાજી થઈએ છીએ પણ તે એંઠ જેવું જ છે.) આત્મારૂપી સિંહને દેહરૂપી પાંજરામાંથી જતાં કોઈ રોકનાર નથી સંવત્ ૧૯૫૭ની સાલમાં કૃપાળુદેવ બીજી વાર પધાર્યા હતા તે વખતની વાત ગુરુપ્રતાપે સ્મૃતિમાં છે તે લખું છું. મને કૃપાળુદેવે કહ્યું કે આ સોનાનું પાંજરુ, તેનું બારણું ઊઘડી ગયું છે. સિંહ જે પાંજરામાં છે તેને ચાલ્યા જતાં કોઈ રોકનાર નથી. એવી રીતે શબ્દ રોજ એકવાર કહેતા. એમને દેહને આત્મા સ્પષ્ટ જુદા અનુભવાય છે. આ બાળ ઉપર આ પ્રત્યક્ષ જ્ઞાનીએ ઘણી કરુણા કરી છે, અને આવી રીતે પ્રત્યક્ષ દશાથી ક્ષાયિકનું સ્વરૂપ બતાવ્યું છે. આત્મારૂપી સિંહને જતાં રોકવાનું આનું ગજુ શું? બાપજીએ એક દિવસ મનસુખભાઈ બેઠા હતા ત્યારે મને કહ્યું કે સોનાનું પાંજરું, તેમાં સિંહ Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૫૪ / પુરાયેલો છે. તેનું બારણું ઊઘડી ગયું છે અને આ રાખી દેવાનો પ્રયત્ન કરે છે પણ એનું ગજુ શું? એવી રીતે અમોને વાત કરી હતી. કૃપાળુદેવનો સર્વને અસંગપણા તથા ઉદાસીનતાનો બોઘ સંવત્ ૧૯૫૭ની સાલમાં કૃપાળુદેવે ચાર જણને ઉપદેશબોઘ આપ્યો. તે વેળા કહ્યું કે “મન, વચન, કાયા અને આત્મા અર્પણ કરો.” તે વેળાની અદ્ભુત દશા અત્યારે યાદ કરતાં અંતરમાં વ્યાપી જાય છે. તે વિષે શું લખું? પણ તે વેળા મેં તો ત્રણે કરણ તથા આત્મા અર્પણ કર્યો હતો. તેમણે અસંગપણા તથા ઉદાસીનતાનો બોધ ચારેયને આપ્યો હતો. ચાલતા સમયે ઉપયોગ રાખીને ચાલો સંવત્ ૧૯૫૭માં અમદાવાદ પઘાર્યા તે વિષે–આગાખાનના બંગલામાં મેડી ઉપર પગ જોરમાં પડે તે વેળા કૃપાળુદેવ કહે કે ભાન રાખો. તેથી ઘીમે ચાલતા. વળી કોઈ ઉતાવળથી ચાલે એટલે ફરી કૃપાળુદેવ કહે કે ઉપયોગ કેમ રહેતો નથી? એવી રીતે કૃપા કરી વારે વારે અમૃત રેડતા. ઘરતીને કે કોઈ જીવને પણ ઈજા ન થાય તેમ બાપજી ચાલતા બાપજી ચાલતા તે વેળાએ જોયું હતું કે જાણે ઘરતીને કાંઈ ઈજા ન આવે અને કોઈ જીવને પણ ઈજા ન આવે તેમ ચાલતા હતા. પરવસ્તુને મારી તારી કહેતાં પણ ઉપયોગ રાખવો બાપજી પાસે એક દિવસ આ અમારું અને આ તમારું એમ કહ્યું ત્યારે તે બાબત બાપજી કહે કે કેમ ભાન નથી? મતબલ કે અમારું તમારું કહ્યું પણ તે પરવસ્તુ કોઈની નથી, તેમાં ઉપયોગ રાખવો એમ જણાવ્યું. આમ બાપજીએ આ બાલને ભાન આપવાની કૃપા કરી ઘણો ઉપકાર કર્યો છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે ઘર્મ કહો એક દિવસે બાપજીએ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ઘર્મના સાઘન વિષે કહ્યું કે ભગવાને દીક્ષા લેતાં પહેલાં વિચાર્યું કે દીક્ષા લીઘા પછી દાન ઘર્મ આચરી શકાશે નહીં તેથી પહેલું વરસીદાન આપી દાન ઘર્મ સફળ કર્યો. બાકીના ત્રણે દીક્ષા પછી પણ થઈ શકે છે. માટે અગાઉથી દાન કરવું એ વિષે વિવેચન કર્યું હતું. ઝબકબહેનને અમારા પ્રત્યે હજાર ઘણો મોહ, અમને લગારે નહીં એક દિવસ કપાળુદેવ બેઠા હતા ને મને ઝબક માતુશ્રીના વિષે કહ્યું કે એને અમારા ઉપર હજાર ઘણો મોહ છે, પણ અમારે લગારે તેના ઉપર મોહ નથી; એમ વાત કરી હતી. અમારાં સમીપમાં આવો તો કર્મ કાંઈ છોડીને જાઓ. એક દિવસ રાત્રે અમદાવાદના ભાઈઓ વિવાદ કરવાને માટે અને નીમવિજયજી વગેરેના શ્રાવકો પણ આવેલા. તે સભા ભરીને સર્વે બેઠા હતા. કૃપાળુદેવ બહાર ફરવા ગયા હતા તે પઘાર્યા અને ત્યાં બિરાજ્યા. પછી શ્રી હીરાચંદ વગેરેએ કહ્યું કે અમને ઉપદેશ આપો. તે વેળાએ બાપજીએ કહ્યું કે ઉપદેશનો ત્યાગી પુરુષને અધિકાર છે. સહુ બેસી રહ્યા. ઊછળતા માણસો પણ કાંઈ બોલી શક્યા નહીં. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ થોડીવાર થયા પછી બાપજીએ કહ્યું કે અમારા સમીપમાં આવો તો કર્મ કાંઈ છોડીને જાઓ, તેવી વાત કરીએ. પછી બાપજીએ એવી વાતનો ઉપદેશ દીઘો કે જેથી બઘા શાંત થઈ ગયા અને પોતપોતાના મનનો ખુલાસો પામી ગયા. બાપજી તમો કહો તેમ કરું ત્યાં અમદાવાદ અમારો ભાઈ મોહન વીરમગામથી રીસાઈને કલકત્તા જવા આવેલો. તે બાપજીના પ્રસંગમાં આવ્યો. હું ત્યાં હતો. પછી તે બાપજીની સેવામાં રહ્યો. તે ઉતાવળો અને સૂઝે તેમ ચાલતો પણ બાપજીએ તેને ઘીમો પાડી દીધો અને શાંત પાડી કલકત્તા જવાનું બંઘ કરાવ્યું. વળી મોહને કહ્યું કે બાપજી, તમો કહો તેમ કરું. ત્યારે બાપજીએ વિરમગામ સુખલાલ પાસે જવા કહ્યું. બાપજી ઠેકાણે લાવ્યા, પછી તે શાંત થઈ ગયો. બોઘ સાંભળતાં ઉપયોગ રાખવાનું જણાવતા હતા અમદાવાદમાં બોઘ વઢવાણ કેમ્પની પેઠે ચાલતો નહોતો. પણ જે બોઘ થતો તેમાં ઉપયોગ રાખવા વિષે કહેવામાં આવતું. રાત્રે હું ત્યાં તેમનાથી થોડે છેટે એક પથારી નાખીને બેસી રહેતો અને જે બને તે કરતો. ત્યાં કોઈ એવા ધ્યાને ચઢતો કે મુખમાંથી કંઈ વાક્ય નીકળી જતું. તે વિષે બાપજી કદી કંઈ કહેતા નહીં. પણ પ્રાણજીવનભાઈએ કહ્યું કે છગન, રાત્રે બેસવાનું કરે છે અને ધ્યાનમાં બોલે છે તેથી જાગવું પડે છે. પછી હું અગાસીમાં બેસતો. દશવૈકાલિક સૂત્ર ચાર વાર વાંચી ફેરવજે તો હજાર ગણું થઈ પડશે વળી જે દિવસે સાહેબજી મુંબઈ તરફ પઘારવાના હતા તે વેળાએ સ્ટેશન ઉપર ઘણા ભાઈઓ વગેરે વળાવવા માટે આવ્યા હતા. ત્યાં ભાઈબાને સાહેબજીએ કહ્યું કે છગનને દશવૈકાલિક સૂત્ર આપીશું. ત્યારે ભાઈબા કહે–હા બાપજી, આપો. પછી મને બોલાવ્યો કે ચાલો, બાપજી બોલાવે છે. ત્યાં જઈને દર્શન કરીને ઊભો રહ્યો ત્યારે મને દશવૈકાલિક સૂત્ર આપ્યું અને કહ્યું કે તું ચાર વાર વાંચીને ફેરવી જજે, તે એક હજાર ગણું થઈ પડશે. તેજ પ્રમાણે કર્યું અને તે જ પ્રમાણે થયું છે. પ્રથમ વર્ષે જે રળે તેનો ચોથો ભાગ જ્ઞાનખાતામાં આપવા જણાવ્યું પૂ. અંબાલાલભાઈએ ખંભાતમાં પુસ્તકાલય સ્થાપ્યું. તે વિષે પૂ. અંબાલાલભાઈને બાપજીએ કહ્યું કે દુકાનમાંથી આજથી જે રળે તેનો ચોથો ભાગ પુસ્તકાલયમાં આપવો. ત્યારે પૂ.અંબાલાલભાઈ બોલ્યા વગર રહ્યા પણ હા જેવું કહી દીધું. ત્યારે ફરી કૃપાળુદેવે કહ્યું કે આ સાલ તો જે રળે તેનો ચોથો ભાગ આપજે, પછી તારી ઇચ્છા મુજબ આપજે. પૂ.અંબાલાલભાઈએ કબુલ કર્યું. કૃપાળુ દેવના ઉપદેશથી ક્રોઘ શાંત થઈ ગયો ભાઈ મનસુખભાઈ દેવસીભાઈનો દીકરો ગિરઘરભાઈ તેમના ઉપર રીસે ભરાયેલો. કાંપમાં તે બાપજી પાસે રીસમાં આવ્યો, પણ તેમના અતિશયથી તે નરમ પડી ગયો અને પછી તેના પિતા સામે પણ ક્રોઘનાં વાક્યો તેણે કાઢ્યાં નહીં. કૃપાળુદેવને જોયા પછી તેમણે એવી વાત કરી કે જેથી તે શાંત થઈ ગયો. આ ગુરુના કહ્યા પ્રમાણે વર્ચે બુદ્ધિ સારી થાય વળી એક દિવસ મનસુખભાઈ શિવલાલ, તે પણ તમારા ગુરુને જઈ વઢવું કે તમે આવ્યા તો આવું Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૫૬ બોલવું અને કહેવું અમારે થયું; પણ બાપજીના અતિશયથી તેમની આગળ તે પૂરું કહી પણ શક્યા નહીં. બાપજીના વચન સાંભળી શાંત થઈ હરખ સાથે કહ્યું કે ગુરુ તો તમે કહો તેવા જ છે. તેમના કહ્યા પ્રમાણે વર્તે બુદ્ધિ સારી થાય. બાપજીએ કર્મની ઉદીરણા કરી એક દિવસમાં એક માસના કર્મ ખપાવ્યા એક દિવસ કૃપાળુદેવે એવું કર્યું કે ભાઈ મનસુખભાઈ પાસે બેઠેલા અને અંદાજન દહીં શેર ઠા તથા બાજરીનો રોટલો એકનો તેમણે આહાર કર્યો. તેથી કૃપાળુદેવને ઝાડાનો બંધકોશ થઈ ગયો. કૃપાળુદેવે જાણીને તેવું નિમિત્ત કર્યું. તે વાત મને કરી અને કહ્યું કે એક દિવસમાં એક માસના કર્મ ખપી ગયા. પછી બાપજીને બંધકોશથી કેવી પીડા થઈ? ત્યારે કહે કે દેહને અને આત્માને બે તસુનું છેટું હતું. દેહ છૂટતાં વાર નહીં. તેવી ઘણી પીડા આખો દિવસ સહન કરી. પણ મારા જેવા બાલને તો ખબર જ નહીં. કારણ કે લગારે પણ દુઃખનો જતાવો નહીં, તેમ મુખમુદ્રિકા પણ તેવી ને તેવી. બોલવા ઉપરથી પણ કંઈ ફેર ન સમજાય કે આજે ઝાડો ઊતર્યો નથી. પણ મનસુખભાઈ તો જાણે કે આજે ગજબ કર્યું છે કેમકે બંધકોશ થયો. આમ બાપજીએ ઉદીરણા કરીને કર્મ ખપાવ્યાં. તેમને દેહ ઉપર કોઈ જાતની મૂચ્છ નહોતી. અને કોઈ ભક્તિભાવથી બાપજીને કહે કે આ દવા કરો તો તેની પણ ના ન પાડે, કારણ કે તેને મટાડવાની ભક્તિ એમને કર્મ ખપાવવાનું સાધન થતું હતું. સુખલાલ અને લલ્લુજી મુનિની જેમ આહાર ઓછો અને સ્વાદરહિત કરવો જોઈએ. ઓરડા બહાર નીકળીને મને કહ્યું કે છગન, તારે આટલું કરવાનું છે. ત્યારે મેં કહ્યું કે શું બાપજી? બાપજી કહે કે તું આહાર ઓછો કરી નાખ. ત્યારે મેં દાખલો કીઘો કે બાપજી, મનસુખભાઈ કરતાં વઘારે નથી. પછી મેં કહ્યું કે બાપજી, હું આહાર ઓછો કરીશ, પણ વૃદ્ધ અવસ્થા છે તો દેહની શક્તિ ઓછી થશે. ત્યારે કહ્યું કે તું આહાર ઓછો કરીશ ત્યારે તારા વિકારો જશે. ફરી બોલ્યા કે સુખલાલ આહાર કરે છે તે વેળાએ મારા અંતરમાં એમ થયું કે તે દૂઘપાક પણ ખાય છે, એમ હું બોલવા જતો હતો તેટલામાં તો તેઓ જ બોલ્યા કે તારે કહેવું છે કે તે દૂઘપાક પણ ખાય છે? આ બઘા મુમુક્ષુઓ છે તેમાં એક સુખલાલ. અને લલ્લુજી મુનિ આહાર કરે છે તે સ્વાદરહિત છે; તેમ કરવો જોઈએ. તેમાં મને એમ સમજાયું કે આહાર ઓછો અને સ્વાદરહિત કરવો જોઈએ. અહો! જ્ઞાનીની કેવી દયા! દેહ તે પ્રત્યક્ષ સોનાનું પાંજરું અને આત્મા શાંત સિંહ જેવો લાગે રાજકોટમાં ફરી બાપજી બોલ્યા કે સોનાનું પાંજરું ઊઘડી ગયું છે, સિંહને રાખી શકવાના નથી. બારણું ઊઘડી ગયું, સિંહને જતાં વાર નથી. બાપજીનું તે વેળાનું સ્વરૂપ જોયું હોય તો પ્રત્યક્ષ દેહ તે સોનાનું પાંજરું અને આત્મા શાંત સિંહ જેવો લાગે. અંતઃકરણ એમ કહેતું હતું કે હે ભગવાન! મને દિવ્ય ચક્ષુ આપો. તેમના શરીરમાં શક્તિ નહોતી છતાં રાજકોટ જવાનું થયું ત્યારે જાવાનની જેમ કોટ વગેરે પહેરી માથે ફેંટો બાંધ્યો. ત્યારે એમ લાગે કે જાણે શરીરમાં કોઈ રોગ નથી. ચાલીને સિગરામ પાસે જઈ તેમાં બેઠા અને સ્ટેશને ઊતરી ગાડી ઉપર પઘાર્યા. ત્યાં આસન વાળીને બેઠા પછી બાપજીએ મને કહ્યું કે તારે કાંઈ કહેવું છે? ત્યારે મુખેથી મેં કાંઈ કહ્યું નહોતું; પણ અંતઃકરણ એમ કહેતું હતું કે મને દિવ્યચક્ષુ આપો. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ પછી એ રાજકોટ પધાર્યા હતા. વઢવાણ કેમ્પથી રવાના થયા પછી રાજકોટ ઉતારે ગયા ત્યાં સુધી પોતાની આત્મશક્તિથી ઝાડો પણ રોકી લીઘો હતો. આહાર લેતાં મરણની વાત સાંભળે તો આહાર પડતો મૂકે કોઈ મરણ પામ્યાની વાત તેમને કરે, તે સાંભળી તેમને વૈરાગ્ય થતો. વળી એક દિવસ દૂઘમાંથી માખી મરણ પામેલી જોઈને તે પાછું મુકાવ્યું. કોઈ મરણની વાત, આહાર લેતાં પણ સાંભળે તો તે આહાર પડતો મૂકી ઉદાસીન થઈ જાય. એવી દયા તેમને સમયે સમયે વ્યાપી રહી હતી. આ પ્રસંગો જેમ જેમ મને સાંભર્યા તેમ તેમ લખ્યાં છે. જે બંઘુઓ કૃપાળુદેવની સમીપ રહ્યા હોય તેવા માણસોએ આ ચોપડી વાંચવી. તમારી નજરમાં આવે તેને સંભળાવવા યોગ્ય લાગતું હોય તો સંભળાવવું. પણ કોઈ કરમ બાંધે તેવાને વંચાવવું નહીં, તે ધ્યાનમાં રાખવું. શ્રી મનસુખભાઈ દેવશીભાઈ લીંબડી મારી વિનંતીથી પરમકૃપાળુદેવ લીંબડી દરબારના ઉતારે પધાર્યા સંવત્ ૧૯૫૧ના મહા માસમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી જીજીબેનના લગ્ન પ્રસંગે મુંબઈથી શ્રી વિવાણિયા જતા હતા. હું લીંબડીથી વઢવાણ કેમ્પ જવા સારું રવાના થયો. વઢવાણ કેમ્પ રેલ્વે સ્ટેશનમાં ઊતર્યો ત્યાં મુંબઈની ગાડી આવી. તે ગાડીમાંથી પૂશ્રી સૌભાગ્યભાઈ ઊતર્યા અને મને કીધું કે શ્રી પરમકૃપાળુદેવ પઘાર્યા છે. તેથી તેમની પાસે જઈ દર્શન કર્યા. પછી મારી અરજ ઉપરથી શ્રી વઢવાણ કેમ્પમાં લીંમડી દરબારના ઉતારે પઘાર્યા. ત્યાં એક દિવસ રહ્યા. પઘાર્યા તે દિવસે સાંજે ઓરડાની ઓસરીમાં હું બેઠો હતો અને પૂ.શ્રી સૌભાગ્યભાઈ અંદર ઓરડીમાંથી બહાર આવ્યા અને મારી સાથે વાતચીત કરવા લાગ્યા કે સાયલામાં જીનનું કારખાનું વેચાય છે. મારે તે વેચાતું લેવાનો વિચાર છે, તેમાં તમારે ભાગ રાખવો છે? આમ અમે વાતચીત કરતા હતા, તે વાત અંદર કૃપાળુદેવે સાંભળવાથી બહાર પઘારી અમને કહ્યું કે પાપકારી ઘંઘો કરવા જીનનું કારખાનું વેચાતું લેવું નહીં જનનું કારખાનું લેવાનો વિચાર કરો છો? ત્યારે અમે હા પાડી. તેથી પરમકૃપાળુદેવે અમને ઠપકો આપી, આજ્ઞા કરી કે “આ પાપકારી ઘંઘો કરવો નહીં, જીનનું કારખાનું વેચાતું લેવું નહીં.” જેથી અમે તે વાત મુલતવી રાખી. પાછળથી સંવત્ ૧૯૫૬માં લીંમડીમાં જીનનું કારખાનું હરાજ થતાં ડૉ.પ્રાણજીવનદાસે મને ભાગ રાખવાનું પૂછ્યું, પણ મેં પાપનું કારણ બતાવી ના પાડી હતી. ત્યાર પછી તે કારખાનાની વેપારીઓ વચ્ચે હરાજી થઈ ભાગ રાખવામાં સારો નફો ભાસતો હતો, છતાં કૃપાળુદેવની આજ્ઞા ન હોવાથી ભાગ રાખ્યો નહીં. જો પરમકૃપાળુદેવે આજ્ઞા ન ફરમાવી હોત તો હું આ પાપકારી ઘંઘામાં ભાગ રાખત. પણ તેઓશ્રીએ કેમ જાણે આગળથી આ વાત જાણી હોય તેમ ભવિષ્યમાં અમે ફસાત; તેને માટે પહેલાથી જ અમને અટકાવ્યા હતા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ફરી પરિગ્રહ વહોરી, આત્મદશાની વાતો કરી મોક્ષ મેળવવો બને નહીં સંવત્ ૧૯૫રના આસો વદમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ ક્ષેત્રે બિરાજ્યા હતા. એક દિવસ સાંજના તેઓશ્રી ફરવા પઘાર્યા. સેવામાં પૂ. શ્રી અંબાલાલભાઈ તથા હું સાથે હતો. તે વખતે મને શ્રી દીપચંદજી સ્વામી તથા શ્રી વૈજનાથભાઈના ખબર શ્રી પરમકૃપાળુદેવે પૂક્યા. ત્યારપછી બોટાદવાસી શ્રી રાયચંદ રતનશીના ખબર પૂછતાં હું ખચકાયો. પણ શ્રી પરમકૃપાળુદેવે ફરીથી પૂછ્યું. તેથી મેં જણાવ્યું કે તેમની સ્ત્રી ગુજરી જવાથી તેઓએ ફરીવાર લગ્ન કર્યું છે. ત્યારે પરમકૃપાળુદેવે પૂછ્યું તેમને સંતતિ શું છે? મેં જણાવ્યું કે બે ત્રણ દિકરા છે અને બે ત્રણ દીકરીઓ છે, અને દીકરાને ઘેર દીકરા છે. ત્યારે પોતે પ્રકાશ્ય કે-“આ પ્રમાણે હોવા છતાં અને અનાયાસે સ્ત્રી પરિગ્રહથી મુક્ત થયા છતાં ફરી લગ્ન કર્યું અને બીજી તરફ આત્મજ્ઞાનની તથા કેવળજ્ઞાનના સંબંઘમાં વિસ્તારથી વાતો લખે છે; તો મોક્ષદશા અથવા આત્મદશા એવી સરળ નથી કે અનાયાસે પુરુષાર્થ કર્યા વગર પ્રાપ્ત થાય. અનાયાસે ઉપાધિથી મુક્ત થયા છતાં ચાહીને ઉપાધિમાં પડવું અને પછી મોક્ષ મેળવવાની આશા રાખવી એ નહીં બનવા જેવું છે. આત્મદશા વાતો કરવાથી પ્રાપ્ત થાય એમ નથી.” મારે હવે ફરીથી પરણવું નહીં આ પ્રસંગની વાતચીત ઉપરથી મેં તો મારા માટે એવો નિર્ણય કર્યો કે હવે ફરીથી પરણવું નહીં. (એમના પત્ની પણ ગુજરી ગયા હતા.) હાં રે કોઈ માધવ લ્યો' સંવત્ ૧૯૫રના શ્રાવણ વદમાં સાહેબજી સાથે રાળજ ગયો હતો. તે વખતે ભગવાનના મુખમાંથી હાં રે કોઈ માઘવ લ્યો” વિગેરે અદ્ભુત ધ્વનિ નીકળતી સાંભળી હતી. ઉપકારી પુરુષનો યથાયોગ્ય વિનય કરવો જોઈએ સંવત્ ૧૯૫૩ના કારતક સુદ ૧ના રોજ નડિયાદ મધ્યે શ્રી પરમકૃપાળુદેવ બંગલામાં ગાદી તકીયે બિરાજ્યા હતા. હું તેમની સમીપ બેઠેલો હતો. તે વખતે તેમના એક ઘોતીયાને ખાંચો આવેલ હોવાથી તે ખીંટીએ ટીંગાવેલ હતું તે બતાવી કરુણાથી મને કીધું કે “કંઈ ભાન છે! આ ઘોતીયાને ખાંપો આવેલો છે. તમારે સાંઘવું અગર સંઘાવવું જોઈએ.” એમ કહી બીજો કેટલોક વિનય કરવાનું સમજાવ્યું કે પોતાના ઉપકારી પુરુષના કપડાં આદિ વસ્તુઓ દુરસ્ત કરવા-કરાવવા ઇત્યાદિ દરેક કામમાં ધ્યાન રાખવું જોઈએ, એમ ભક્તિમાર્ગે પ્રવર્તવા ઘોતીયાના દૃષ્ટાંતે બોઘ કર્યો હતો. પછી મેં મારા મનમાં સદ્ગુરુનો મોટો ઉપકાર માની ઘોતીયું લઈને જોયું તો ખાંપો આવેલો હતો. તે લઈ જઈ દરજી પાસે સંઘાવી લાવ્યો અને ત્યારથી વસ્ત્રાદિ દરેક વસ્તુ જે તેમના ઉપયોગમાં આવે તેવી હતી તે બધી વસ્તુઓ તપાસી જોતો અને સાફ રાખતો. એવો વિનય કરવા ઉપરાંત તેમનાં કપડાં આદિ જે વસ્તુ હોય તેને મારો પગ અવિનયથી અડે નહીં ત્યાં સુધી સાવચેતી રાખતો હતો. સ્તવનમાં જણાવેલ ભાવ જેવી પરમકૃપાળુદેવની દશા સંવત્ ૧૯૫૪ના આસો માસમાં શ્રી વસો ક્ષેત્રે શ્રી પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં શ્રી Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખભાઈ દેવશીભાઈ Page #435 --------------------------------------------------------------------------  Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ ઘોરીભાઈ પરમકૃપાળુદેવના સત્સમાગમ અર્થે આવ્યા હતા. શ્રી ઘોરીભાઈ સિદ્ધાંતના / જાણ હતા. તેમની પાસે શ્રી મલ્લિનાથજીનું સ્તવન ગવડાવતા હતા. ઘણી વખત ) ગવડાવવાથી તે વખતની પરમકૃપાળુદેવની દશા તેવી ભાસતી હતી. ભગવાને ભક્તની સંભાળ રાખવા જણાવ્યું સંવત્ ૧૯૫૬ના આસો માસમાં લીમડીવાળા શાહ માણેકચંદ હરખચંદ વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરવા આવેલા. તેની તબિયત નરમ હતી. તેથી તેની દવા કરવા પરમકૃપાળુદેવે ડૉ. પ્રાણજીવનને આજ્ઞા કરી, અને તેની ખાવાપીવાની બધી સંભાળ રાખવા માટે મને આજ્ઞા કરી હતી. જ્ઞાનદાનથી તેમનું મોટું આવરણ તૂટે એમ છે તે પછી માણેકચંદની સ્થિતિ વિષે પૂછ્યું કે તેમની મૂડી કેટલી હશે? મેં જવાબ આપ્યો કે રૂપિયા ૫૦-૭૦૦ની મૂડી તેની પાસે હશે. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે પરમકૃત ખાતામાં રૂ. ૫/- ભરશે? પૂછજો. પછી મેં શ્રી માણેકચંદભાઈને પૂછ્યું કે તમે પરમકૃત ખાતામાં રૂપિયા પાંચ ભરશો? શ્રી પરમકૃપાળુદેવે પૂછ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે હું શ્રી કેશવલાલભાઈને પૂછીને જવાબ આપીશ. ત્યારબાદ માણેકચંદભાઈએ કેશવલાલને પૂછ્યું. એણે સલાહ આપી કે તમે કૃપાળુદેવને તમારી ગરીબાઈ જણાવી રૂપિયા ૫/- ભરી શકું તેમ નથી એમ કહેજો. તેથી માણેકચંદભાઈએ પરમકૃપાળુદેવને પોતાની સ્થિતિ જણાવી રૂપિયા પાંચ ભરવા ના કહી. તેણે એમ કહ્યું એટલે શ્રી પરમકૃપાળુદેવે કેશવલાલભાઈને બોલાવી ઠપકો આપ્યો કે તમે સમજણ વિના કર્મબંઘ કરો છો. આમાં તમારે ડહાપણ ડહોળવા જેવું નથી. તેમને એક મોટું આવરણ છે અને તે આથી ત્રુટે એમ છે એમ કહેવામાં આવ્યું કે તરત જ માણેકલાલે રૂપિયા ૫ - ખાતામાં ભર્યા અને પોતાના દેહ છૂટવાના વખતમાં રૂપિયા ૨૩૫/- શ્રી પરમકૃત ખાતામાં ભરવા કહી ગુજરી ગયા હતા. એમ જ્ઞાનનું આવરણ પરમકૃપાળુદેવે કઢાવ્યું હતું. રૂપિયા ૫/- ભરવા કહેલું, તે વખતે એમ પણ જણાવેલું કે અમે કોઈને કહીએ તો એક આસામી એક લાખ ભરે તેમ છે, પણ તમને બઘાને કહેવાનો હેતુ જુદો છે. આ ભવની પ્રકૃતિ આવતા ભવમાં આખી બદલાઈ જશે મને ઉદ્દેશી તે વખતે જમણી આંખ પર મસો જોઈ કહ્યું કે-“જ્ઞાનનું તમને આવરણ છે તે આવતા ભવમાં નાશ થશે.” મારી પ્રકૃતિ તેજ હતી. શ્રી પરમકૃપાળુદેવે કહ્યું હતું કે–“આ પ્રકૃતિ આ ભવમાં સુઘરવાની નથી. પણ આવતા ભવમાં આખી પ્રકૃતિ બદલાઈ જશે.” વગેરે બોલેલા. તેથી તેમની અદ્ભુતતા અમોને લાગી હતી. સંવત્સરીના રોજ અવશ્ય ઉપવાસ કરવાની આજ્ઞા સંવત્સરીના રોજ અવશ્ય ઉપવાસ કરવો એમ સંવત્ ૧૯૫૬ના ભાદરવા સુદ ૫ના રોજ મને આજ્ઞા કરેલી હતી. સંવત્ ૧૯૫૬ના પર્યુષણમાં શ્રી પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં વારંવાર આઠ દ્રષ્ટિની સઝાય ગવડાવવા આજ્ઞા કરતા હતા. સંવત્ ૧૯૫૭ના માગસર માસમાં વિવિધ પ્રકરણ રત્નાકરનું પુસ્તક શ્રી અમદાવાદ મધ્યે પોતાની અનુકંપાથી મને આપ્યું હતું. અને મહા માસમાં વલસાડ મુકામે શ્રી કસ્તુરી પ્રકરણ નામનું પુસ્તક આપેલ છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૬૦ શ્રી આનંદઘનજીનું સ્તવન ઘણી વખત બોલતા હતા સંવત્ ૧૯૫૭ના ચૈત્ર માસમાં રાજકોટ મુકામે સેવામાં રહ્યો હતો. તે વખત ચૈત્ર વદ ૧ થી ૪ સુધી શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન મહાત્મા આનંદઘનજી કૃતદેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી મુને દેખણ દે.” આ સ્તવન પોતે શ્રીમુખે મઘુર સ્વરથી ઘણી વખત બોલ્યા કરતા હતા. પરમકૃપાળુદેવે સ્વમુખે અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ જણાવ્યું શ્રી પરમકૃપાળુદેવે સ્વમુખે અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ, શ્રી ટોકરશીભાઈ નેણશીભાઈ પાસે પ્રકારેલું તે નીચે પ્રમાણે છે : નીચેની પાંચ ગાથાઓ વડે પરમકૃપાળુદેવ ભગવાનના સમવસરણમાં વિદ્યમાન એવા અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન એટલે સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એમ આઠ પ્રાતિહાર્યનું દ્રવ્યથી અને ભાવથી સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવે છે. પ્રાતિહાર્ય એટલે રાજસેવક. તેની જેમ આઠે પ્રાતિહાર્ય ભગવાન સાથે રહે છે. જે દેવકૃત છે. (દોહરા) અશોક શોક ન રંચ જ્યાં, સ્વપર પ્રતિ શુભ વૃક્ષ; તીર્થકરને છાજતું, ભાવ ભલે પ્રત્યક્ષ. ૧ (અર્થ – પહેલું પ્રાતિહાર્ય અશોકવૃક્ષ. અશોક એટલે જ્યાં રંચ માત્ર પણ શોકને સ્થાન નથી એવું સ્વપરને કલ્યાણકારક શુભ વૃક્ષ. તે સમવસરણમાં બિરાજમાન ભગવંત તીર્થકર ઉપર શોભા પામે છે. તે અશોકવૃક્ષ ભગવંતના શરીરના માપથી બારગણું ઊંચુ દેવતાઓ રચે છે. તે રચના દ્રવ્યથી છે. પણ ભાવથી જોતાં અશોક એટલે સમવસરણમાં ભગવાનના સમાગમથી જીવોમાં રંચ માત્ર પણ શોક રહેતો નથી, અર્થાત્ તે અશોક બની જાય છે. તેમજ ભગવાનના સમાગમથી અશોકવૃક્ષ પણ લાભ પામે છે. તે સ્વપરને શુભનું કારણ થાય છે. ભગવાન ઉપર છાયા કરવાથી પોતાને લાભ થાય છે અને બીજા જીવો પર છાયા કરવાથી તેમને પણ તે વૃક્ષ સુખનું કારણ થાય છે. ભગવાન તીર્થંકરની ઉપર તે વૃક્ષ છાજે છે અર્થાત્ શોભા પામે છે. ભલો ભાવ લાવવાનું ભગવાન ભલે પ્રત્યક્ષ નિમિત્ત હોવા છતાં, તે વૃક્ષ ભગવાનની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે. ૧) પુષ્પ વૃષ્ટિ - વર દેવ ગણ, વારી વારી જાય; તન મનથી તલ્લીનતા, પરમ ભક્તિ દરશાય. ૨ (અર્થ:- વર એટલે શ્રેષ્ઠ એવા દેવોનો સમૂહ ભગવાન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. ભગવાનનો ઉપકાર વાળવાનો અવસર જાણી અંતરથી આનંદ પામીને દેવો ભગવાન ઉપર વારી વારી જાય છે અર્થાત્ પરમ ભક્તિથી ભગવાન ઉપર ફૂલોની વૃષ્ટિ કરે છે. તે દ્રવ્યથી ભક્તિ છે. તથા ભાવથી ભગવાનના ગુણોમાં તનમનથી તલ્લીનતા કરે છે. તે દેવોની પરમ ભાવભક્તિનું પ્રદર્શન છે. આ બીજાં પ્રાતિહાર્ય છે. ારા) Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ દિવ્ય ધ્વનિ દશ દિશી વિષે પ્રસર્યું પ્રભુ ગુણગાન; ચામર વારે કર્મ રજ, વિજય સુવ્રજ ભગવાન. ૩ (અર્થ :- ત્રીજાં પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ વડે દેવો ભગવાનની દેશનામાં સૂર પૂરે છે. તે દ્રવ્યથી દિવ્ય ધ્વનિ છે તથા ભગવાનની દિવ્ય ધ્વનિ દશે દિશાઓમાં ફેલાય છે, તે વડે લોકોમાં પ્રભુના ગુણગાન કરવાનો જે ભક્તિભાવ ઊપજે છે તે ભાવથી દિવ્ય ધ્વનિ છે. ચોથું પ્રાતિહાર્ય ચામર છે. જે દેવો ભગવાનને વીંઝે છે. તે દ્રવ્યથી કહેવાય છે. અને ભાવથી જે ચામર પ્રભુને વિઝે તેની કર્મરૂપી રજ દૂર થાય છે. તેમજ સમવસરણની બહાર જે ઇન્દ્રધ્વજ હોય છે તે ભગવાનના ત્રણેય લોકના વિજયનું સુચન કરનાર છે. ૩) આસન ત્રિયોગ સ્થિરતા, ભામંડલ ભલી જ્યોત; દુંદુભિ - નાદિ દેશના, અપૂર્વ ભવ્ય ઉદ્યોત.૪ (અર્થ – પાંચમું પ્રાતિહાર્ય ભગવાનનું રત્નજડિત સુવર્ણનું આસન અર્થાત્ સિંહાસન છે, જે દેવો રચે છે. તેના ઉપર ભગવાન અથ્થર બિરાજે છે. તે દ્રવ્યથી આસન છે. તથા મન વચન કાયારૂપ ત્રણેય યોગની સ્થિરતા કરવી તે ભાવથી આસન છે. - છઠ્ઠ પ્રાતિહાર્ય ભામંડળ છે. જે દેવો ભગવાનના અત્યંત તેજને સંહરી લેવા માટે ભગવાનના મસ્તકની પાછળ રચે છે. જેથી લોકો ભગવાનના મુખ સન્મુખ જોઈ દર્શન કરી શકે. તે ભામંડલ દ્રવ્યથી છે. તથા “શુદ્ધ બુદ્ધ ચૈતચંઘન, સ્વયં જ્યોતિ સુખઘામ એવું જે આત્માનું મૂળ સ્વરૂપ છે તેના દર્શન ભવ્યને થઈ શકે તે ભાવથી ભામંડળ સમાન છે. સાતમું પ્રાતિહાર્ય દુંદુભિ છે, જે દેવો આનંદથી વિભોર થઈ વગાડે છે. તે ભવ્યોને પણ આનંદ આપનાર થાય છે. તે દ્રવ્યથી છે. અને ભાવથી ભગવાનની દેશનાનો નાદ અર્થાત્ અવાજ તે ભવ્ય જીવોના અપૂર્વ એવા આત્માનો આનંદ પ્રગટ કરનાર છે. ૪) છત્ર છાયા શાંતતા, સુખાનંદ શ્રીકાર; પ્રાતિહાર રાજતા, દ્રવ્યભાવ સુખકાર.૫ (અર્થ :- આઠમું પ્રાતિહાર્ય છત્ર છે. ભગવાનના મસ્તક ઉપર દેવો ત્રણ મનોહર છત્રની રચના કરે છે. તે દ્રવ્યથી છત્રછાયા છે. તથા ભગવાનની છત્રછાયા નીચે ત્રણ લોકના જીવો પરમ શાંતિ અને સુખનો આનંદ અનુભવે છે તે ભાવથી છત્રછાયા છે. એમ ભગવાન આત્મલક્ષ્મીરૂપ શ્રી, તેના કાર એટલે કર્તા હોવાથી સાઘક જીવોને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના આપનાર સિદ્ધ થયા છે. ઉપરોક્ત પ્રમાણે આઠે પ્રાતિહાર્ય ભગવાન તીર્થંકર પાસે વિદ્યમાન હોવાથી તે દ્રવ્યથી અને ભાવથી જગતવાસી જીવોને સદા સુખના આપનાર થાય છે. પા) તા.૧-૪-૧૯૧૦ સંવત્ ૧૯૬૫ના ચૈત્ર સુદ ૧૧ ગુરુવારે લખાણ કર્યું. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રી ખીમચંદભાઈ લખમીચંદ લીંબડી | શ્રી લીંબડીવાળા ભાઈશ્રી ખીમચંદભાઈ લખમીચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ, તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે – શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી તેમના પ્રત્યે અત્યંત પ્રેમ વધ્યો પ્રથમ સંવત્ ૧૫૦ની સાલમાં પરમકૃપાળુદેવની શ્રદ્ધા થવામાં પૂજ્યશ્રી સૌભાગ્યભાઈનો મારા ઉપર પરમ ઉપકાર છે. તે પરથી મને પરમકૃપાળુદેવના દર્શનની અભિલાષા થઈ હતી. જેમ જેમ તેઓશ્રીના સમાગમમાં આવવાના કારણો મળ્યા તેમ તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે આસ્થા અને પ્રેમભક્તિ વર્ધમાન થયા. અને છેવટમાં “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવા પરથી તો પરમકૃપાળુદેવ પ્રત્યે મને અત્યંત પ્રેમ વર્ધમાન થયો હતો. અને હજુ વૃદ્ધિ પામતો જાય છે. મુંબઈમાં ઘી કાંટાના માળામાં હું પરમકૃપાળુદેવના દર્શન અર્થે ગયો હતો. ત્યાં દર્શન થતાં હર્ષના અશ્રુ વહ્યા હતા. ત્યાં પરમકૃપાળુદેવ એકલા હતા અને કંઈક લખતા હતા. થોડીવાર પછી મને કીધું કે તમોએ આત્માનુશાસન ચાર વખત વાંચ્યું છે. મેં કહ્યું, હા સાહેબ, ત્રણ કે ચાર વખત વાંચેલ છે. એ કર્તાના નામને યોગ્ય જ ગ્રંથ છે. જે કાળે જે બનવાનું હશે તે બનશે - એક વખત પરમકૃપાળુદેવ પ્રત્યે મેં વ્યાવહારિક સંબંધી પ્રશ્ન પૂછ્યો હતો. તે સંબઘમાં જવાબ આપવામાં પરમકૃપાળુદેવ ખેદયુક્ત થયા હતા. કારણ કે સાંસારિક સંબંઘમાં જવાબ આપવામાં પરમ કૃપાળુદેવને અણગમો જ રહ્યા કરતો હતો, તો પણ મારા પ્રશ્નના જવાબમાં એટલું જણાવ્યું હતું કે ભવિતવ્યતાએ જે કાળે જે બનવાનું હશે તે બનશે. એટલું જ માત્ર જણાવ્યું હતું. વિષયથી વિમુખ થઈ અંતરવૃષ્ટિ થાય તો આત્મદર્શન દૂર નથી બીજી વખત પાયઘુનીના મુકામે દર્શન થયા હતા. ત્યાં મેં પૂછ્યું કે આત્મદર્શન થઈ શકે ખરું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે પુદ્ગલિક એવા સાંસારિક વિષયસુખથી વિમુખ થઈ એકાગ્રતાપૂર્વક ક્ષણવાર આત્મસ્વરૂપ તરફ અંતરદ્રષ્ટિ થાય તો આત્મદર્શન કાંઈ દૂર નથી. સ્વપ્નમાં દર્શન થાય તો નિકટ મોક્ષગામી એક વખત મેં પરમકૃપાળુદેવને સવિનય પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં એમ આવે છે કે જો સ્વપ્નમાં પણ જ્ઞાની પુરુષનાં દર્શન થાય તો તે જીવ નિકટ મોક્ષગામી છે, તે વાત યથાર્થ છે કે કેમ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તે યથાર્થ છે. નિકટ મોક્ષગામી જીવોને સ્વપ્નમાં જ્ઞાની પુરુષોના દર્શનનો લાભ થાય છે. અધ્યાત્મસાર ગ્રંથ વાંચવાલાયક ગિરગામમાં તેઓશ્રીની પાસે દિન દશબાર રાત્રે સૂઈ રહેવાનું બનેલું. તે સમયે ઘણું જણાવેલ. તેઓશ્રીની પાસેના કબાટમાં પુસ્તકો હતા તે બતાવ્યા હતા અને શ્રી યશોવિજયજી મહારાજનું રચેલું શ્રી અધ્યાત્મસાર, તે ગ્રંથ વાંચવાલાયક ઘણો સારો છે એમ પોતે આજ્ઞા કરી હતી. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ શ્રીમદ્ અને ખીમચંદભાઈ સમયસાર ગ્રંથના કાવ્યો બોલાવ્યા શ્રી વઢવાણ કેમ્પમાં લીંમડી દરબારના ઉતારામાં દર્શનનો લાભ થયો હતો. ત્યાં એક એક વખતે દિગંબરી આચાર્ય કુંદકુંદાચાર્યના સમયસાર ગ્રંથનો હિન્દી ભાષામાં શ્રી બનારસીદાસે પદ્યમાં ભાષાંતર કરેલ છે તેના કેટલાક કાવ્યો મારે કંઠસ્થ હતા તે કાવ્યો બોલી જવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરી હતી, જેથી હું બોલી ગયો હતો. કોઈ કોઈ ઠેકાણે ભૂલ આવતી તો પોતે ખાટ પર સૂતા સૂતા સુઘારતા હતા. મંગાવ્યા વગર કૃપા કરી ગ્રંથો મોકલાવ્યા પરમકૃપાળુદેવે કૃપા કરીને ભાઈશ્રી મનસુખભાઈ દેવસીભાઈની મારફતે પદ્મનંદી નામનો ગ્રંથ વાંચવા સારું મોકલાવ્યો હતો. અને વલસાડથી ભાઈશ્રી મનસુખભાઈની સાથે શ્રી યોગશાસ્ત્ર, શ્રી હરિભદ્રઅષ્ટક તથા કસ્તૂરી પ્રકરણ તે ત્રણ ગ્રંથો મંગાવ્યા વગર પોતે કૃપા કરી મોકલાવ્યા હતા. તે વખતે આજ્ઞા કરી હતી કે રૂ. ૫/- શ્રી ખંભાત સુબોઘક પુસ્તકાલયમાં મોકલવા અને રૂ. ૨૫/- શ્રી વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃત ખાતામાં મોકલવા. તે પ્રમાણે મોકલાવ્યા હતા. એક વખતે કૃપા કરીને જણાવ્યું હતું કે જર્દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ જે શ્રી હરિભદ્રસૂરિએ બનાવેલ છે તે વાંચવા લાયક છે. પરમકૃપાળુદેવના ચિત્રપટો પ્રાપ્ત થયા શ્રી વઢવાણ કેમ્પમાં સંવત્ ૧૯૫૬ની સાલમાં બે ચિત્રપટો પરમકૃપાળુદેવના હસ્તકમળથી પ્રાપ્ત થયા હતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચવા યોગ્ય છે એક વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચ્યું છે? ત્યારે મેં જણાવ્યું કે નાજી. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તે ગ્રંથ વાંચવા યોગ્ય છે. પૂર્વભવમાં દિગંબર સંપ્રદાય શ્રી હડમતાથી વળતા શ્રી રાણપુર સાંજના પઘારેલ, તે વખતે પૂજ્યશ્રી સૌભાગ્યભાઈએ મને કહ્યું કે શ્રી પરમકૃપાળુદેવ પૂર્વભવમાં શ્રી દિગંબર સંપ્રદાયમાં હતા; એમ પરમકૃપાળુદેવે મને જણાવેલ, તે પૂ.શ્રી સૌભાગ્યભાઈએ મને જણાવ્યું હતું. પરમકૃપાળુ દેવના અક્ષરે અક્ષરે આત્મબોઘા “શ્રીમદ્ રાજચંદ્ર નામના પુસ્તકજીનું એક કરતા અધિક વખતે અવલોકન કરવાથી સંપૂર્ણપણે પરમકૃપાળુદેવશ્રીના અપૂર્વજ્ઞાનનું, તેઓશ્રીની વિરક્તદશાનું સ્વરૂપ ભાસ્યમાન થઈ શકે છે. મારા પૂર્વપુણ્યયોગે આ દુષમકાળે આ મહાન પુરુષના પ્રત્યક્ષ સમાગમનો લાભ મને મળી શક્યો છે. તેઓશ્રીના વચનામૃતો માંહેના દરેક શબ્દ શબ્દ, દરેક વાક્ય વાક્ય, અક્ષરે અક્ષરે આત્મબોઘ છે. તેનું માહાભ્ય, તેની ચમત્કૃતિ વિષે વર્ણન કરવાને હું પામર અશક્ત છું. પત્રોની નકલ કરી પાછા મોકલવા ભલામણ શ્રી પરમકૃપાળુદેવના હસ્તલિખિત પત્રો મારા પર આવેલા તે આ સાથે મોકલી વિનંતી કરું છું કે Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૬૪ તે પત્રો પરથી ઉતારો થયેથી મોકલેલા અસલ પત્રો વગેરે પાછા મોકલી આપવા કૃપા કરશો. લિ. સેવક ખીમચંદ લખમીચંદના જય જિનેન્દ્ર સ્વીકારશોજી તા. ૧૦ ઓગષ્ટ, સન્ ૧૯૦૭. શ્રી હિમ્મતભાઈ ધ્રુવ લીંબડી હિમ્મતભાઈ ધ્રુવ એ તા.૫-૧૧-૮૬ના રોજ બપોરે એક વાગે અગાસ આશ્રમમાં લખાવેલ પ્રસંગ ઃ— સાહેબજી આવે ત્યારે બધી દીકરીઓ ઘેર બોલાવે એકવાર શ્રી સોભાગ્યભાઈના ઘરે સાયલે સાહેબજી પરમકૃપાળુદેવ પધારેલા. સોભાગ્યભાઈ સાહેબજી આવે એટલે તેમની બધી દિકરીઓને દર્શન કરવા બોલાવે. સૌથી મોટી દિકરીનું નામ દિવાળીબાઈ. એમને પોતાના સાસુ સસરાને પિયર જવા વાત કરી ત્યારે સાસુ સસરાએ તેને પિયર જવા આજ્ઞા આપી પણ સાંજે પાછા આવી જવું એમ કહ્યું. તેના પાછળ કારણ એ હતું કે દિવાળીબેનના ઘરે એક ભેંસ સવાર સાંજ ૧૦-૧૦ શેર દૂધ આપતી. તે આ બેન સિવાય કોઈનેય દૂધ દોહવા દેતી નહોતી. તેથી કહ્યું હતું કે તમે સવારના ભેંસ દોહીને જાઓ અને સાંજે આવીને ભેંસને દોહી લેજો. તેમણે આમ કરવા હા પાડી. સાહેબજીએ જવાની હા પાડી છે માટે ભલે જાય સાસરેથી એક ગાડામાં રવાના થયા .૧૧ વાગે લગભગ સાયલા પહોંચ્યા. સાહેબજીના દર્શન કર્યા, બોધ સાંભળ્યો. એટલામાં શું થયું કે બેનના પેટમાં દુઃખવા માંડ્યું. તેમના પેટમાં ગર્ભ હતો. સાતમો મહિનો પૂરો થવા આવેલ હતો. બધા ચિંતામાં પડી ગયા કે આ તો બાળકનો જન્મ થવાનો છે. અને હવે એમને સાસરે પણ કેવી રીતે મોકલાય ? આ હકીકત સાહેબજીના જાણવામાં આવી. સાહેબજીએ કહ્યું ભલે જાય. આ વાત સાહેબજીના મોંઢે સાંભળી સોભાગ્યભાઈને તો પરમકૃપાળુદેવ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી તેથી બધા જ તેમને મોકલવાની ના પાડતા હતા પણ શ્રી સોભાગ્યભાઈએ આવીને કહ્યું કે સાહેબજીએ જવાની હા પાડી છે તેથી એને મોકલવામાં કાંઈ જ વાંધો નથી. બધાના ઉપરવટ જઈ તેમને ગાડામાં રવાના કર્યા. સાથે સોભાગ્યભાઈના બીજા દીકરી પણ ગયા. ગાડી એક કલાક લેટ હતી ગાડાવાળાએ ના પાડી કે દિવસના ત્રણ વાગી ગયા છે અને આગળની ગાડી મળશે નહીં. પણ સાહેબની હા છે એટલે કોઈ ફિકર નહીં. બન્યુ પણ એવું કે એ લોકો ગાડામાં બેસી સ્ટેશને પહોંચ્યા, ત્યાં જોયું કે હજી હમણાં ટિકિટ અપાય છે. પૂછતાં ખબર પડી કે ગાડી એક કલાક લેટ છે. પછી તે ગાડીમાં બેસી ઊતરી ભાવનગરની ગાડીમાં બેસવાનું હોય છે. ત્યાં પણ ગાડી પહોંચી તો સામે ભાવનગરની ગાડી ઊભી છે. તે જોઈ આશ્ચર્ય થયું કે હજી ભાવનગરની ગાડી ગઈ નથી? પૂછતાં ખબર પડી કે આ ગાડી લેટ હતી તેથી તેના પેસેન્જરો રખડી ન જાય માટે આ ગાડીને પણ ઊભી રાખી છે. દીવાળીબેન ૮ વાગે રાત્રે પોતાના ગામ પહોંચ્યા. તેમના સાસરે તેમની ખાસ રાહ જોવાતી હતી. કારણ કે ભેંસ દોહવાની હતી. તે બીજાને અડકવા દે નહીં. અને દસ શેર દૂધ કાઢે નહીં તો ભેંસ મરી જાય. Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંથી બધું કાર્ય પતી ગયા પછી બાળકનો જન્મ થયો દિવાળીબેન ઘરે પહોંચ્યા કે ભેંસ દોહવાની બધી તૈયારી કરી રાખેલી હતી. પહેલાં ભેંસને દોહીને તપેલું આપ્યું કે ફરીથી પેટનું દર્દ વિશેષ વધવા લાગ્યું. રસ્તામાં તો સાયલે પિયરમાં જે પ્રમાણે દુઃખતું હતું તેથી કંઈપણ વધ્યું નહીં. પણ હવે ઘરે પહોંચ્યા પછી દૂધ દોહવું વગેરે સારી રીતે બધુ કામ પતી ગયું કે બાળકના જન્મ માટેનું પેટનું દર્દ ઉપડ્યું. ઘરવાળાઓએ દાયણને બોલાવી અને સારી રીતે બેને પુત્રને જન્મ આપ્યો. ૩૬૫ ૫૨મકૃપાળુદેવ તો બધું જાણે છે આ બનાવ બન્યા પછી બધાને માન થયું કે સાહેબજી પરમકૃપાળુદેવ બધું જ જાણે છે. બાપુજીને (સોભાગ્યભાઈને) સાહેબજી પ્રત્યે ભગવાન જેવી શ્રદ્ધા છે તે એકદમ સાચી છે. શ્રી મણિલાલ રાયચંદ ગાંધી બોટાદ શ્રી કૃપાનાથ પરમકૃપાળુ શ્રીમદ્ સાહેબજી શ્રી રાયચંદભાઈના સમાગમમાં બોટાદવાળા મણિલાલ રાયચંદ કેવી રીતે આવ્યા અને શું ખુલાસા થયા તેની યાદ-પત્રિકા નીચે મુજબ લખી છે. તેમાં કોઈ વિસ્મૃતિથી શબ્દફેર તથા ભાષાફેર લખાણું હોય તેની ક્ષમા ચાહું છું. લખનાર–મણિલાલ રાયચંદ બાળ વૈરાગ્યે સંસાર છોડી સાધુ થવાની ભાવના પ્રથમથી કેટલીક વખત હું ઉપાસરે સાધુજી પાસે જતો આવતો અને કોઈ કોઈ વખતે ધર્મસંબંઘી અને વૈરાગ્યાદિક સંબંધી પુસ્તકો વાંચતો, તેમજ બીજા કેટલાક સાધારણ કારણોથી જીવને વિષે બાળવૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને એમ થયું કે આ સંસાર છોડી સાધુજીના વેષે દીક્ષા ઘારણ કરવી. એવો વિચાર કરી સંવત્ ૧૯૪૭ના શ્રાવણ સુદ-૧ના દિવસે ઘરના વડીલો અને સગાં સંબંધીઓ સર્વની લાગણી દુભાવી છૂપી રીતે હું બોટાદથી ભાગ્યો. પછવાડે પકડવા માટે આવ્યા. અને ઘોળા સ્ટેશનથી પકડી બોટાદ લાવ્યા. સૌ સ્નેહીઓએ મને સંસારમાં રાખવા માટે દાખલા દૃષ્ટાંતો આપ્યા, પરંતુ દબાઈને રોકાણો, પણ મન વિદ્વલ રહ્યા કરતું. તેવી રીતે ફરી સં.૧૯૪૮ના શ્રાવણ સુદી-૧ના રોજ છૂપી રીતે ભાગ્યો તે ઉપર મુજબ અમદાવાદથી પકડાયો અને બોટાદ આવ્યો. તે વખતે પણ સર્વે સંબંઘીઓએ દીક્ષા નહીં લેવા માટે વાતચીતો કરી, પરંતુ મન શાંત બિલકુલ થયું નહોતું, અને લાગ આવ્યે પાછું ભાગવું છે, એવા વિચાર થયા કરતા હતા. દીક્ષા લેવા વારંવાર નાસભાગ મટે તો મોટો ઉપકાર થશે આ દરમ્યાન સાયલા નિવાસી પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સંવત્ ૧૯૪૮ના શ્રાવણ વદમાં બોટાદ આવ્યા. કોઈના તરફથી તેઓશ્રીને એવી સૂચના આપવામાં આવી હશે કે મણિલાલ દીક્ષા લેવાના વિચારમાં વારંવાર નાસભાગ કરે છે, તે વિચાર તેનો બદલાય અને સ્થિર મનથી રહે તેમ કરી આપશો તો મોટો ઉપકાર થશે. એમ અનુમાન મારા સમજવામાં આવે છે; કેમકે સૌભાગ્યભાઈ મને ઓળખતા Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૬૬ નહોતા છતાં અમારી દુકાને પોતે આવ્યા અને વાતચીતના પ્રસંગમાં મારી ઓળખાણ કરી. પછી તે દિવસે સાંજના પોતે ગામ બહાર ફરવાને બહાને બહાર ચાલ્યા, ત્યારે મને સાથે આવવા કહ્યું, તેથી હું તેમની સાથે ગામની બહાર ગયો. ચાલતાં પ્રસંગમાં વાત લાવી તેઓ બોલ્યા કે– હું ભાગીને આવું અને આપણે દીક્ષા લઈએ સંસાર બહુ દુઃખદાયી છે, સંસાર જૂઠો છે, મારે દીક્ષા લેવા ઇચ્છા છે, પરંતુ અવસ્થા વૃદ્ધ છે; તો મારી જોડે કોઈ દીક્ષા લેનાર નીકળે તો મદદ ઠીક મળે.” તે સાંભળી મેં તુરત જ કહી દીધું કે “મારી એ જ ઇચ્છા છે, અને હું બે વખત એટલા માટે છૂપી રીતે ઘર છોડી ભાગી ગયો હતો. આપનો વિચાર ચોક્કસ હોય તો આપ કહો તે વખતે અહીંથી ભાગી બીજે ગામ છૂપી રીતે રહું અને ત્યાં આપ પઘારો પછી આપણે દીક્ષા લઈએ.” સાથે સિદ્ધાંતના જાણકાર વિદ્વાન હોય તો ઠીક પછી પોતે કેટલીક બીજી વાતો કરી મારું મન શાંત કર્યું અને કાલે વિચાર કરી નક્કી કરીશું માટે આવતી કાલે તું આ જગ્યાએ આવજે. બીજે દિવસે મળવાનું થતાં શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે આપણે દીક્ષા લેવાનો વિચાર તો નક્કી કર્યો છે, હું વૃદ્ધ છું, તું નાની ઉંમરનો છે એટલે ઠીક છે. પણ આપણે સિદ્ધાંત વગેરે બહુ જાણતા નથી. તો સાથે એક વિદ્વાન મળે તો ઠીક. તો મારા ઘારવા પ્રમાણે મુંબઈમાં એક રાયચંદભાઈ કવિ છે. તેમને પણ સંસાર ત્યાગ કરવાની ઇચ્છા છે, તો તે તેમના ઉપર એક કાગળ લખ કે અમારા બેનો વિચાર આ પ્રમાણે દીક્ષા લેવાનો થયો છે, માટે આપનો વિચાર હોય તો ત્રણે જણા સાથે દીક્ષા લઈએ. આપણે કોઈની ભાંજગડમાં શા માટે પડવું? લખનાર–રાયચંદભાઈ કવિ કોણ છે તે હું ઓળખતો નથી. અને તે મોટા માણસ હોય અને આપણા કાગળ ઉપર કાંઈ ધ્યાન પણ ના આપે. વળી તેમને તેમના આત્માનું કલ્યાણ કરવું હશે તો તેમની મરજીમાં આવશે તેમ કરશે. આપણે કોઈની ભાંજગડમાં શા માટે પડવું જોઈએ? રાયચંદભાઈ કવિ ભલા અને વિદ્વાન માણસ છે સૌભાગ્યભાઈ—રાયચંદભાઈ કવિ બહુ ભલા માણસ છે, વિદ્વાન અને સારા છે. મારું નામ આપી તું કાગળ લખ. મુંબઈનું ઠેકાણું આ પ્રમાણે છે. જરૂર જવાબ આપશે. જો જવાબ નહીં આપે તો પછી તું કહીશ તેમ કરીશું. આપની દીક્ષા લેવાની ઇચ્છા હોય તો ખુલાસો લખશો આ ઉપરથી મેં કૃપાળુશ્રીને મુંબઈ પત્ર એવી મતલબનો લખ્યો કે મારે દીક્ષા લેવાની ઇચ્છા છે અને સૌભાગ્યભાઈ પણ એ મતને મળતા થયા છે. તેમણે આપનું નામ આપ્યું છે. માટે આપની જો દીક્ષા લેવાની ઇચ્છા હોય તો ખુલાસો લખશો. તેના જવાબમાં પત્રાંક ૪૦૧ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે તે મળ્યો તેમાં – Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંધી ક્રોઘાદિ દુર્ગુણો ત્યાગ કરવારૂપ પ્રથમ દીક્ષા ઘારણ કરવી જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ મોટો ગુણ જાણીએ છીએ. પરંતુ વ્યાવહારિક વેષ બદલી દીક્ષા ઘારણ કરવી એ વૃત્તિને હાલ ક્ષોભ (સમાવેશ) કરવા જેવી છે. અને ક્રોધાદિ દુર્ગુણો ત્યાગ કરવારૂપ દીક્ષા ઘારણ કરવી અને જીવે શું કરવું બાકી રહ્યું છે તથા જપ, તપાદિ કરેલા નિષ્ફળ થયા છે તેનો શો હેતુ છે. વગેરે વારંવાર વિચાર કરવા જેવું છે. એ વગેરે મતલબનો સવિસ્તાર પત્ર આવ્યો. જે પત્રની નકલ તમોને આપી છે. મારું મન પલટાઈ ગયું છે. હવે આપને દીક્ષા લેવી હોય તો આપની ઇચ્છા તે પત્ર આવતાં જ જાણે કે દર્શન થયાં બરોબર થયું અને મન તદ્દન શાંત થઈ ગયું, અને હું પોતાની મેળે જ શ્રી સૌભાગ્યભાઈ પાસે ગયો અને કહ્યું કે સાહેબજીનો પત્ર આજે મને મળ્યો છે, મારું મન પલટાઈ ગયું છે. દીક્ષા લેવાનો વિચાર બંધ થયો છે, માટે આપને દીક્ષા લેવી હોય તો આપની ઇચ્છા, પણ આ પત્ર વાંચવા જેવો છે, એમ કહી પત્ર વંચાવ્યો. કેવો સરસ પત્ર છે મારું મન પણ શાંત થઈ ગયું શ્રી સૌભાગ્યભાઈએ પત્ર વાંચી કહ્યું કે જો આ પત્ર કેવો સરસ આવ્યો છે. એમનું લખવું બરાબર છે. મારું મન પણ શાંત થઈ ગયું. એમણે પત્રમાં લખ્યા પ્રમાણે આ બાજુ આવવું થશે ત્યારે રૂબરૂ મળવું થશે અને તે પ્રસંગે વિશેષ ખુલાસો થશે. માટે જરૂર મેળાપ થશે તેથી હવે શાંતપણાથી રહેજે. આપને મળવા હુકમ હોય તો છાની રીતે આવું પછી શ્રી સૌભાગ્યભાઈ શ્રી સાયલે પધાર્યા. દીક્ષા લેવાના વિચારથી તો મન શાંત થયું, પણ સાહેબજીને જલ્દી મળવું તેમ મન વખતે વખતે આતુર થયા કરે. જેથી થોડા દિવસે એક બીજો પત્ર લખ્યો કે “આપના પત્રથી મન શાંત થયું છે, પણ આપની સેવામાં આવીને વિશેષ રહેવાની ઇચ્છા છે, પણ વડીલો તરફથી રજા મળે તેમ નથી. માટે હુકમ હોય તો છાની રીતે આવું.” વગેરે મતલબથી પત્ર લખ્યો તેના જવાબમાં– વડીલોની વિરુદ્ધ થઈ આવવું નહીં તમારો પત્ર પહોંચ્યો છે. અમારા સમાગમમાં આવવા તમારી વિશેષ ઇચ્છા જાણી, પણ વડીલોની વિરુદ્ધ થઈને આવવું નહીં. અમારું તે પ્રદેશમાં આવવું થશે ત્યારે થવાયોગ્ય થઈ રહેશે. આ ભાવનો પત્ર મળ્યો તે પત્ર શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૪૦૭માં છપાયેલ છે. મારા મનનો ખુલાસો વગર કહ્યું કરે તો અનાજ ખપે તે પછી સંવત્ ૧૯૫૧ની સાલમાં સાહેબજી શ્રી હડમતીયા બોટાદ પાસે પઘાર્યા. સાથે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ ગોસળીયા તથા શ્રી લીંમડીના મુમુક્ષુ ભાઈઓ હતા. મને બોટાદમાં ત્રીજે દિવસે ખબર મળ્યાં; પરંતુ તે વખતે મારા વડીલ ભાવનગર ગયેલા હોવાથી ભાવનગર પત્ર લખી હડમતીયા જવાની રજા મંગાવી. જવાબમાં મારા વડીલે લખ્યું કે અમો બોટાદ આવ્યા પછી તેને હડમતીયા મોકલીશું. એ પત્ર વાંચી ઘરની મેડી ઉપર બેસી બહુ દિલગીર થઈ ગયો અને આંખમાંથી આંસુ નીકળી ગયાં. તે વખતે માત્ર હું એકલો હતો. પછી હિંમત રાખી બીજો પત્ર રજા મેળવવા લખ્યો. જવાબમાં Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો ૩૬૮ હડમતીયા જવાની હા આવી, બે-ચાર સંબંધીઓ સાથે લઈ જવા જણાવ્યું તેથી ઘણી ખુશી સાથે રાતની મીક્ષ ગાડીમાં જવા તૈયાર થયો. તૈયાર થતી વખતે મનમાં દૃઢ પ્રતિજ્ઞાથી નિશ્ચય કર્યો કે મારા વગર કહ્યુ સાહેબજી મારા મનનો ખુલાસો કરે તો જ અનાજ ખપે. ફક્ત એક પાણી પીવાની છૂટ રાખી હતી. મણિલાલ તારા માટે બઘાને રજા આપું છું પછી હડમતીયા સવારમાં હું પહોંચ્યો. ત્યાં બહાર કૂવાની પાસે સાહેબજી સાથે પચ્ચીસેક મુમુક્ષુઓ બેઠા હતા. ત્યાં જઈ પગે લાગી સૌની પછવાડે બેસી ગયો. થોડીવાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું. પછી તરત ત્યાંથી ઊઠી જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. ત્યાં ઘણા માણસો વારંવાર આવ-જાવ કરતા હતા. પછી છેવટે શ્રી સૌભાગ્યભાઈ આવ્યા. તેમને સાહેબજીએ કહ્યું કે હમણાં બીજે બેસો. એટલે શ્રી સૌભાગ્યભાઈ ઊઠી તરત રવાના થયા. એમ બીજા એક બે ભાઈઓને પણ રજા આપી. પછી મેં વિચાર કર્યો કે આપણે વગર કીધે ઊઠી ચાલ્યા જવું જોઈએ તેથી હું પણ ઊઠી ચાલવા મંડ્યો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું કે ‘મણિલાલ, તું કેમ જાય છે? તારા માટે તો આ બઘાને રજા આપું છું. એટલે હું બેઠો. ત્યાં વળી બે-ચાર જણા બીજા આવ્યા. એટલે સાહેબજી પોતે ઊઠ્યા અને કહ્યું કે બહાર ચાલો. પછી મકાનની ખડકી પાસે પહોંચ્યા. ત્યાં ભાઈશ્રી કેશવલાલ નથુભાઈએ દૂધનો પ્યાલો લઈ સાહેબજીને પીવા માટે આમંત્રણ કર્યું. લગભગ બે મિનિટ ત્યાં ઊભા રહ્યા. મણિલાલે દૃઢ પ્રતિજ્ઞા કરી છે પૂજ્યશ્રીએ કહ્યું—દૂધ પીવાનો વખત રહ્યો નથી, કેમકે જમવાનો ટાઈમ થવા આવ્યો છે અને આ મણિલાલે બોટાદથી ચાલતી વખતે દૃઢ પ્રતિજ્ઞા કરી છે કે મારા મનનો ખુલાસો મારા વગર બોલ્યે કરી આપે તે પછી મારે અનાજ ખપે. તો તે માણસ જમવા બેસે નહીં ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય? માટે તેનો ખુલાસો વેળાસર કરવો ઠીક છે. ત્યાંથી પછી બહાર ચાલતા થયા. થોડે છેટે ગયા. પછવાડે હું તથા બીજા ત્રણ-ચાર મુમુક્ષુઓ સાથે ચાલતા હતા. દરમ્યાન સાહેબજીએ પાછું વાળી જોયું. પૂજ્યશ્રી—બધાનું સાથે કામ નથી. સૌ ઊભા રહ્યા એટલે હું પણ ઊભો રહ્યો. પૂજ્યશ્રી—મણિલાલ, તું ચાલ. પછી અમો ચાલતા-ચાલતા આશરે એક માઈલ દૂર ગયા. તે વખતે હું કાંઈપણ બોલ્યા વગર ચાલતો હતો. તારા ઘરની મેડી ઉપર એકલો બેસી રોયો? પૂજ્યશ્રી—મણિલાલ, તારે હડમતાલે આવવું હતું અને તે વિષે તેં તારા વડીલ પાસે ૨જા મેળવવા ભાવનગર કાગળ લખેલા, પ્રથમ જવાબમાં ના આવવાથી તું શા માટે દિલગીર થયો, અને તારા ઘરની મેડી ઉપર એકલો બેસી રોયો? તને અમે ૧૯૪૮ની સાલના પત્રથી જણાવ્યું હતું કે એટલામાં અમારું નજીકમાં આવવાનું થશે તે વખતે સમાગમ થશે તે વાત ચોક્કસ હતી, તેથી તારે દિલગીર થવાનું કાંઈ કારણ નહોતું. તારે અહીં આવવાનું નિમિત્ત હતું. લખનાર—સાહેબજી, આપ નજીકમાં પધાર્યા છતાં મને દર્શનનો લાભ ન થાય તો મારા જેવો નિર્ભાગી કોણ? એવા વિચારથી મને આંસુ આવી ગયા હતા. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંધી થયેલા દોષોનો વારંવાર પશ્ચાત્તાપ અને નવી ભૂલો થવા ન દેવી / એટલી વાત કર્યા પછી મેં જે કાંઈ કુકૃત્યો કરેલા તે સર્વે તદ્દન ખુલ્લી રીતે જેમ પિતાની સામે નાનું બાળક નાગુ થઈને નાચે તેમ સ્પષ્ટ રીતે ગુના જાહેર કર્યા અને ઘણો રોયો, અને કહ્યું કે “હે કૃપાળુ! આ બઘા મારા ગુના માફ કરો.” પૂજ્યશ્રી–કરેલા ગુનાનો પશ્ચાત્તાપ કરવો અને ફરી નવી ભૂલો ન થવા દેવી એ ઉત્તમ છે. થયેલા દોષોનો વારંવાર પસ્તાવો કરવો એ માફી થવાનો હેતુ થાય છે. તારે સંસાર ભોગવવાનું હજુ નિમિત્ત છે લખનાર–આપની સેવામાં હવે કાયમ રહેવા મારો વિચાર છે અને હવે અહીંથી ઘેર જવા બિલકુલ વિચાર નથી. માટે સાથે જ રહેવા હુકમ કરો. પૂજ્યશ્રી–તેમ બને નહીં. હજી તારે સંસાર ભોગવવાનું અને ફરજંદો (બાળકો) થવાનું નિમિત્ત છે. માટે અમારા સમાગમમાં કાયમ સાથે રહેવાનું કોઈ વાતે બનશે નહીં. અંતર્યામી પ્રભુએ મારી તમામ ગુમ ભૂલો જણાવી તે પછી ત્યાંથી પાછા ફરતાં કેટલીએક ગુપ્ત વાતો કે જે મારા એક સિવાય કોઈ પણ જાણતું નથી, તે વાત પત્ર ઉપર પણ મૂકી શકતો નથી, તે તમામ કૃપાળુશ્રીએ પોતાની મેળે સર્વે મને કહી બતાવી. તે સાથે યોગ્ય શિખામણો આપી. એ દેરક બાબત કૃપાળુશ્રીએ પોતાની મેળે પ્રગટ કરી. ફક્ત હું હાજી કે નાજી એટલો જ જવાબ આપતો. ત્યાંથી પાછા ફરી ગામની નજીક પાદરામાં એક ઘણું કરી લીમડાનું ઝાડ હતું ત્યાં આવી ઊભા રહ્યા. પૂજ્યશ્રી–મણિલાલ, અહીં બેસીશું? લખનાર–હાજી, જેમ આજ્ઞા. પછી ત્યાં બેઠા અને ઘર્મ-ઉપદેશની વાતો કરતાં દરમ્યાન – કૃપાળુદેવનો અંતરઆશય એમ હોય કે જ્ઞાન-પિપાસા જાગી છે? પૂજ્યશ્રી–મણિલાલ, તને ભૂખ લાગી છે? ખાવાની ઇચ્છા થઈ છે? ખાવું છે? મેં એમ જાણ્યું કે મને બાળક જાણી જમવાને માટે પૂછે છે એટલે કહ્યું–નાજી, હજી પા અડઘો કલાક મોડું થાય તો કાંઈ ઉતાવળ જેવું નથી. પૂજ્યશ્રી–ભાવિ. આણંદજીની કુશંકા દૂર કરીએ? આમ વાત ચાલતી હતી તેવામાં બોટાદના રહેવાસી ભાવસાર આણંદજી મોરારજી ઉમર વર્ષ આશરે ૫૫ ની હતી. તેઓ તે જ દિવસે દર્શન કરવા આવેલા, અને તે ફક્ત અમારી અને તેની નજર પડી શકે તેટલે દૂર ગામને ઝાંપે ઊભા ઊભા કાંઈ વિચાર કરતા હતા તે દરમ્યાન : - પૂજ્યશ્રી–મણિલાલ, પેલા ઊભા છે તે કોણ છે? ભાવસાર. એનું નામ આણંદજી છે. એ માણસ એના મનમાં એવો વિચાર કરે છે કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોઘ કરે છે. માટે બોટાદ જઈને રતનશી ગાંઘી તથા રાયચંદ ગાંઘીને વાત કરવી છે. તો તેને અહીં બોલાવી તેની શંકા દૂર કરીએ તો તને કાંઈ અડચણ છે? Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૭૦ લખનાર–જી, આપે કહ્યું તે જ પ્રમાણે તેનું નામ ઠામ છે. આપની આજ્ઞા હોય તો તેને બોલાવું. મને કાંઈ અડચણ નથી. પૂજ્યશ્રી–તો ભલે તેને બૂમ પાડીને બોલાવ. લખનાર–ઓ આણંદજી મોરારજી! અહીં આવો. એમ બૂમ પાડતાં તે સાંભળી તરત આવ્યા. આણંદજી–સાહેબજી, નમસ્કાર છે. પૂજ્યશ્રી–તમે ભાવસાર છો? તમારું નામ આણંદજી છે? આણંદજી–હાજી. પૂજ્યશ્રી તમારા મનને વિષે શી કલ્પના થાય છે? આણંદજી—નાજી, કાંઈ નહીં. પૂજ્યશ્રી–નહીં, નહીં. ખુશીથી કહો. તેમાં અમોને કાંઈ ખોટું લાગવાનું નથી. જીવ એવી ભ્રમણાથી જ રખડે છે, અને તેમ સૌને થાય છે, માટે કહો. આણંદજી–નાજી, કંઈ કલ્પના થઈ નથી. આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ, માફી માંગુ છું પૂજ્યશ્રી–જૂઠું શા માટે બોલો છો? તમે સામે ઊભા એવો વિચાર કરતા હતા કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોઘ કરે છે, માટે બોટાદ જઈ રતનશી ગાંઘી તથા રાયચંદ ગાંઘીને કહી દેવું છે. કહો, એ વાત ખરી છે? આણંદજી–અહો, સાહેબજી, મારી બહુ ભૂલ થઈ. આપે કીધું તે સર્વે વાત સત્ય છે. આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ. માફી માગું છું. આપ તો મોટા પુરુષ છો આપ હલકી શિખામણ આપો જ નહીં. પૂજ્યશ્રી–તેમાં અમારે માફ કરવા જેવું કાંઈ છે નહીં. કેમકે જીવ આવી ખોટી કલ્પનાથી ભૂલો પડ્યો છે. તમો જે આઠ પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા છો તેનો આ એક જ જવાબ છે. કેવી જાતના પ્રશ્નોનો કેવી જાતનો જવાબ આપ્યો તે હમણાં યાદ નથી. ઘણા સાઘુઓ ન આપી શક્યા એવો ખુલાસો આપનાથી મળ્યો આણંદજી–સાહેબજી, આપને ઘન્ય છે. ઘણા ઘણા સાઘુઓએ પણ મને જોઈએ તેવો ખુલાસો આપ્યો નહોતો. આપની પાસેથી મને સર્વે ખુલાસા મળી ગયા. મારાથી આપની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તેની ક્ષમા માગું છું. મણિલાલને સાથે બેસવાની જગ્યા કરો પછી કેટલીક વાતો ઘર્મસંબંઘી ચાલી. અને ઉતારે આવ્યા. પડખેના એક ઓરડામાં સાહેબજી, ડુંગરશીભાઈ, શ્રી સૌભાગ્યભાઈ વગેરે જમવા બેઠા. જગ્યા નહીં હોવાથી હું બેઠો નહીં અને અંદર રસોઈ પીરસાઈ તૈયાર થયું. મારા મનને વિષે કલ્પના ઊઠી કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. તેમ મન આતુર થવા માંડ્યું. Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંથી પૂજ્યશ્રી—જમવાનું શરૂ થઈ શકે તેમ નથી. મણિલાલનું મન બહાર બેઠા બેઠા આતુર થાય છે, સાથે બેસી જમવાની ઇચ્છા કરે છે, માટે તેને અહીં સાથે બેસવાનો મારગ કરો. ૩૭૧ સાહેબજી મોઢે બોલી એક રોટલી અપાવે તો આનંદ થાય તુરત એક ભાઈ મને અંદર જમવા માટે તેડી ગયા, જમવા બેસાડ્યો અને જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં ફરી વિચાર થયો કે સાહેબજી આપણને આગ્રહ કરી પોતાને મોઢે બોલી એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. પૂજ્યશ્રીએ એકભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસો અને ઘી સાકર ખૂબ આપો. મારા તરફથી સાહેબજી જમણ સ્વીકારે તો હું કૃતાર્થ થાઉં એ પ્રમાણે ઘારેલી મુરાદ પાર પડી. પછી સાંજે એવો વિચાર થયો કે મારા તરફથી સાહેબજી જમણ સ્વીકારે તો હું કૃતાર્થ થાઉં. પણ કોને કહેવાનું હશે તે ખબર નહીં. તેથી સર્વે મુમુક્ષુ ભાઈઓ પાસે અરજ કરી. પણ છેવટે કેટલાકે મશ્કરીમાં કહ્યું કે તારે તો સાહેબજી સાથે ઓળખાણ થઈ છે તો તેમને જ જઈને કહે. પછી મેં સાહેબજી પાસે જઈ વિનંતી કરી. પૂજ્યશ્રી—એથી શું વિશેષ છે? એવા જવાબથી મારી આંખમાં આંસુ આવી ગયા. પૂજ્યશ્રી—ભલે કબુલ ૨ાખીશું. મણિલાલની સેવાની ભાવના ફળી એટલે ઉમંગમાં આવી સર્વે મુમુક્ષુભાઈઓ પાસે ગયો અને કહ્યું કે કાલે મારા વતી જમણ કબુલ રાખશે. તે પછી આશરે નવ વાગે રાત્રે સૂઈ રહેવા માટે ગયા. ત્યાં થોડીવાર ધર્મચર્ચાની વાતો ચાલી પછી સાહેબજી એક ઢોલિયા ઉપર સૂતા એટલે ચાર પાંચ મુમુક્ષુભાઈઓ સેવાભક્તિ કરવા પગ ચાંપતા બેઠા. તેમની પાસે મેં નજીક જઈ ઘીમેથી કહ્યું કે સેવા કરવાનો લાભ મને આપો. ત્યારે બીજા ભાઈઓ કહે તમે પડખે બેસો. તે ઉપરથી મનમાં બહુ ખેદ થયો કે આ સર્વે ભાઈઓને તો ઘણી વખત લાભ મળે છે. પણ મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ નહીં મળે. તેમ વિચાર કરતાં વધારે દીલગીર થઈ ગયો. પૂજ્યશ્રી—તમે સૌ એક બાજુ બેસો. મણિલાલની ઇચ્છા છે તો ક૨વા દો. સાહેબજી પાસે સૂવાનું થાય તો બહુ આનંદ થાય એટલે સૌ કોરે ખસી ગયા, અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી. સૌ સૂઈ ગયા અને પછી થોઢીવારે જોડેના બીજા મકાનમાં સર્વે ભાઈઓ સૂતા હતા ત્યાં મને સૂવા તેડી ગયા. પણ ત્યાં હું સૂતો નહીં અને વિચાર કર્યો કે સાહેબજીની પાસે સૂવાનું થાય તો બહુ આનંદ થાય, પણ હુકમ વિના મારાથી કેમ જવાય? એમ વિચાર કરતાં મનમાં બહુ ખેદ કર્યા કરતો હતો. ત્યાં તો જે ઠેકાણે સાહેબજી સૂતા હતા ત્યાંથી એક મુમુક્ષુભાઈ ફાનસ લઈ તેડવા આવ્યા અને કહ્યું કે મણિલાલ, ચાલો. તમને સાહેબજી યાદ કરે છે. તમારે સૂવા માટે સાહેબજીની પાસે નક્કી કર્યું છે. એટલે હું તુરત ઉમંગથી તે મકાને ગયો, અને સાહેબજીની જોડમાં નીચે પથારી કરેલી હતી ત્યાં Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૭૨ સૂતો. રાતના ત્રણ ચાર વખત જાગી સાહેબજીને જોતો તેમાં એક વખત રાતના આશરે ચાર વાગ્યાનો સમય થતાં જાગ્યો અને જોયું તો સાહેબજી ઢોલીયા ઉપર બેઠા હતા. મેં દર્શન કર્યા. જ્ઞાની જ્ઞાનામૃત પાવે પણ ભાવ ન સમજાયો પૂજ્યશ્રી–મણિલાલ, જાગ્યો? લખનાર–હાજી. પૂજ્યશ્રી–તારે પાણી પીવું છે? તરસ લાગી છે? પાણી પાવું? મને મનમાં એમ વિચાર થયો કે જો હું અત્યારે પાણી પીવાનું કહીશ તો સાહેબજી કહેશે કે તું દીક્ષા કેવી રીતે પાળી શકત? વળી પોતે પાણી પાવાનું કહે છે તો આપણાથી તેમને પાણી પાવાનું કેમ કહી શકાય? એમ વિચાર કરી કહ્યું–નાજી. અત્યારે પાણી પીવું નથી સૂરજ ઊગશે ત્યારે પીશ. પૂજ્યશ્રી–ભાવિ બળવાન. ઉપયોગ સદાય જાગૃત રાખવો પછી સાહેબજી સૂઈ ગયા. તેમ હું પણ સૂઈ ગયો. અને થોડીવારે પાછો એકદમ જાગ્યો અને સાહેબજીને ઢોલીયા ઉપર દીઠા નહીં. બહાર વાડામાં ગયા હશે એમ ઘારી હું જોવા ગયો અને પાછો આવ્યો? ત્યારે ઢોલીયા ઉપર બેઠા દીઠા. તેથી કહ્યું કે આપ ક્યાં પઘાર્યા હતા? મેં આપને ભાળ્યા નહીં તેથી બહાર ગોતવા ગયો. તેમાં કાંઈ મારી ભૂલ થઈ ગણાય? પૂજ્યશ્રી–ના, તેમ નહીં. પણ રાગભાવથી અને ઉપયોગ-શૂન્યતાને કારણે તેમ થાય. ઉપયોગ સદાયને માટે જાગૃત રાખવો એ ઉત્તમ છે. આ વગેરે કેટલીક વાતચીત થયા પછી બીજે દિવસે બપોરે બહાર ગયા. સૌની સાથે હું પણ ગયો. ઘર્મચર્ચાની વાતો બે કલાક સુધી ચાલી. પછી ઘણું કરી બીજે દિવસે રાણપુર સર્વે આવ્યા અને સાહેબજી વઢવાણની ગાડીમાં પઘાર્યા અને હું બોટાદ આવ્યો. તે પછી ફરી સમાગમ થયેલ નથી. ઉપર મુજબ હકીક્ત યાદ કરી લખેલ છે. તેમાં કોઈ શબ્દફેર કરેલ નથી. શ્રી રાયચંદ રતનશી ગાંધી બોટાદ લખનાર–ગાંઘી રાયચંદ રતનશી. સંવત્ ૧૯૪૯ના પોષમાં અથવા તો માહ માસમાં મુંબઈ ગયેલો ત્યારે દર્શન થયેલા. (મુંબઈમાં બહારકોટ) પ્રશ્નોત્તર થયા પૂજ્યશ્રી–કયાંથી આવ્યા? લખનાર–બોટાદથી આવ્યો. પૂજ્યશ્રી–કયા સ્ટેશનેથી ઊતર્યો? લખનાર–ગ્રાન્ટ રોડ. પૂજ્યશ્રીએનું શું એંઘાણ? લખનાર–એ નામથી એ સ્ટેશન ઓળખાય છે. પૂજ્યશ્રી–ત્યાંથી ક્યાં આવ્યો? લખનાર–ત્રાંબા કાંટા પાસે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ શ્રીમદ્ અને રાયચંદ રતનશી ગાંથી પૂજ્યશ્રી–ત્યાં ત્રાંબા કાંટો હતો? લખનાર–તે ન હતો, પણ એવા નામથી તે ઠેકાણું ઓળખાય છે. પૂજ્યશ્રી–પછી ક્યાં આવ્યો? લખનાર-કવિ રાયચંદભાઈના માળામાં આવ્યો. પૂજ્યશ્રી—એ ભીંતો ઊભી છે તે માળો કહેવાય? બારી બારણાં છે તે માળો કહેવાય? તે કયો માળો કહેવાય? લખનાર–ભતો તે ભીંતો છે, બારીબારણાં તે લાકડાંના કહેવાય. પણ ફલાણા ઘણીનો માળો તે ફલાણો તે ઉપરથી હું કહું છું. પૂજ્યશ્રી–તમારું નામ શું છે? લખનાર–રાયચંદ. પૂજ્યશ્રી–માથું તે રાયચંદ, મોઢું તે રાયચંદ, હાથપગ તે રાયચંદ, કયો રાયચંદ? લખનાર—એ નામથી બોલાવે ત્યારે હું જવાબ આપું છું. પૂજ્યશ્રી–મૃષાવાદ બોલવાના સાથુજીને પચ્ચખાણ હોય તો આત્મા અનામી છે તેને નામથી બોલાવે તો જૂઠું બોલ્યાનો દોષ લાગે કે શી રીતે? લખનાર–હું જવાબ ન આપી શક્યો. ખરું બ્રહ્મચર્ય કે ખરો ચોવિહાર કોને કહેવાય? પૂજ્યશ્રી બ્રહ્મચર્ય વ્રત ચોથું વ્રત કહેવાય. તેના પચ્ચખાણ કરનારને સ્ત્રી ના સેવવી. તે જ બાઘા ગણાય કે શી રીતે? લખનાર–સ્ત્રી નહીં સેવવી તે જ બાઘા ગણાય. પૂજ્યશ્રી–મનોવૃત્તિ અડોલ રાખે તો જ બ્રહ્મચર્ય કહેવાય. તો જ તે અભંગ પચ્ચખાણ કહેવાય. પૂજ્યશ્રી ચોવિહાર શી રીતે કહેવાય? લખનાર–રાત્રે અન્નપાણી મુખવાસ વગેરે ખપે નહીં તેને ચોવિહાર કહેવાય. પૂજ્યશ્રી ચોવિહારના પચ્ચખાણમાં બ્રહ્મચર્ય પણ પાછું જોઈએ તો અભંગ ચોવિહાર કહેવાય. તારા મનમાં વહેમ છે પણ તેમ નથી એ વગેરે વાતચીત થતાં દરમ્યાન કોઈ પરગામવાળો માણસ આવ્યો, તે વખતે સાહેબ તથા હું બે જણ બેઠા હતા, બીજું કોઈ નહોતું. આશરે સવારે નવ વાગ્યાનો વખત હતો. સાહેબજીએ તે માણસને કહ્યું કે બેસો, હમણાં બહારગામ ગયેલા દુકાનના માણસો આવશે. પછી મારા મનમાં શંકા થઈ કે હજુ સાહેબજીને લોભ લાગ્યો છે. પછી થોડીવારે સાહેબજી બોલ્યા પૂજ્યશ્રી–તારા મનમાં જે વહેમ છે તેમ નથી, પણ બહારગામવાળો માણસ આવ્યો અને આપણે કોઈ ન બોલાવીએ તો તેના મનમાં ઓછું લાગે એ જ કારણથી કહ્યું. વગર જણાવ્યું સ્ટેશને લેવા કેવી રીતે આવ્યા? મારે મુંબઈથી નીકળવાનું હતું ત્યારે તેમની પાસે ગયો, ત્યારે મને બે ચોપડી આપી; તેમાં એક મોક્ષમાળા તથા બીજી એક ચોપડી આપી. તે દરરોજ વાંચવા ભલામણ કરી. ત્યાર પછી સંવત્ ૧૯૫ર અથવા સંવત્ ૧૯૫૩ના માહ માસમાં હું અમદાવાદ રૂ વેચવાના કામ પ્રસંગે ગયો હતો. ત્યાં બે-ચાર દિવસ રોકાઈ હું મીક્ષામાં બેસી બોટાદ તરફ આવતો હતો. ત્યારે સાયનના Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો રહીશ શા શિવલાલ સુંદરજી વઢવાણ કેમ્પ સ્ટેશને મારી સામે આવ્યા અને ગાડીમાંથી મને ઉતારી સાથે તેડી ગયા. મેં તેમને પૂછ્યું કે તમોને અગર બીજા કોઈને મારા આવવાના સમાચાર કાંઈ કહ્યા ન હતા છતાં તમે મારી સામે સ્ટેશને લેવા આવ્યા તે કેવી રીતે? સાહેબજીએ જ્ઞાનબળે જણાવ્યું તેથી લેવા આવ્યો ત્યારે શિવલાલ કહે કે શ્રી વવાણિયાના રહીશ રાયચંદભાઈ મોરબીથી મુંબઈ જવા માટે આવ્યા હતા. લીંબડી દરબારના ઉતારે સર્વે ભેગા થયા હતા. તે વખતે હું પણ હાજર હતો. તેમાં કેશવલાલ નથુભાઈએ રાયચંદભાઈને કહ્યું કે “આજનો દિવસ રોકાઓ તો બોટાદથી રાયચંદને તાર કરી તેડાવું, દર્શનની અભિલાષા ઘણી છે.” તે વખતે રાયચંદભાઈ કહે કે “રાયચંદ અમદાવાદ છે, આજે મીક્ષા ગાડીમાં કેમ્પમાં આવશે.” એમ સભા વચ્ચે રાયચંદભાઈ બોલ્યા હતા, તે મેં સાંભળ્યું હતું. તેથી તમારી સામો સ્ટેશને આવ્યો છું. લખનાર–સાહેબજી છે કે મુંબઈ પઘાર્યા? શિવલાલ–આજે મેલમાં મુંબઈ પઘાર્યા. તે ગાડી રસ્તામાં તમોને સામી મળી હશે. લખનાર–મને ખબર નહીં, નિકર રસ્તામાં ચાલતી ગાડીએ હું દર્શન કરત. શિવલાલ–રોકવાવાળાએ ઘણો આગ્રહ કર્યો પણ મુંબઈ ઉતાવળનું કામ હતું તેથી મેલમાં ગયા. તું કાલે આવ્યો હતો? સંવત્ ૧૯૫૭ના માહ માસમાં વઢવાણ કેમ્પમાં આશરે બે દિવસ રહ્યો હતો. તે વખતે શ્રીમદ્જી (સાહેબજી) કેમ્પમાં હતા. પહેલે દિવસે આશરે ૧૧ વાગ્યાથી હું બે કલાક બેઠો, પણ દર્શન થયાં નહીં. શરીર નબળું હતું. પછી બીજે દિવસે ભાઈશ્રી કેશવલાલ હુકમચંદ લીંબડીના રહીશ આવ્યા. તેઓ મને કહે કે આવો. પછી સાહેબજીની આજ્ઞા લઈ મને દર્શન કરાવ્યા. હું ઓરડામાં ગયો ત્યારે કહે કે તું કાલે આવ્યો હતો? હું હાથ જોડી ઊભો રહ્યો. કલ્યાણનો અવસર આવેલ છે, લાભ વખતોવખત લેવો પૂજ્યશ્રી–વારંવાર આ મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે. વારંવાર ઉત્તરાધ્યયન તથા યોગવાસિષ્ઠ વગેરે આત્મસાઘન વાંચવા વખત મેળવવો. અવસર જવા દેવો નહીં. કલ્યાણ કરવાનો વખત નજીક આવેલ છે. માટે લાભ વખતોવખત લેવો. પછી હું નમસ્કાર કરી પગે લાગ્યો. ઉપર મુજબ સ્મૃતિમાં યાદ લાવી લખ્યું છે. તેમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેના માટે ક્ષમા માંગુ છું. શ્રી હેમચંદભાઈ છગનલાલ માસ્તર ઈડર શ્રીમદ્જી શાંતિ સ્થળોની શોઘ માટે ઈડર પઘાર્યા | સંવત્ ૧૯૫રથી સંવત્ ૧૯૫૬ દરમ્યાન ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા, ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઑફિસર તરીકે હતા. તેઓ શ્રીમદ્ રાજચંદ્રના કાકા સસરા થતા હતા અને સ્નેહી પણ હતા. Page #452 -------------------------------------------------------------------------- ________________ ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમચંદભાઈ વસનજી | શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ચાંપશીભાઈ પરબત માંગરોલના શ્રી નેમચંદભાઈ વસનજીએ મોક્ષમાળાની પ્રથમવૃત્તિ છપાવવા મદદ કરી હતી. Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર શ્રીમદ્ શાંતિસ્થળોની શોધમાં હતા અને ઈડરમાં શાંતિનાં ઘણાં સ્થળો હોવાનું ડૉ. પ્રાણજીવનદાસે તેમને જણાવેલું તેથી સંવત્ ૧૯૫૩ના વૈશાખ-જેઠમાં શ્રીમદ્ દશેક દિવસ માટે પ્રથમ ઈડર આવેલા. તે વખતે કિલ્લા ઉપર શાંતિનાથ ભગવાનના દર્શન કરવા ગયેલા અને ભુરાબાવાનું આસન, રણમલની ચોકી, કરનાથ મહાદેવનું સ્થળ, મહાકાળેશ્વરની ગુફા, ચંદનગુફા, ઘનેશ્વરની ટેકરી વગેરે જોવા ગયેલા. ૩૭૫ શ્રીમદ્ભુ એકાંત સ્થળોમાં બેસી વાંચતા-વિચારતા સંવત્ ૧૯૫૫ના માગસરમાં તેઓશ્રી બીજીવાર પધાર્યા ત્યારે લગભગ દોઢ મહિનો રહ્યા હતા. તે વખતે દિગંબર ભંડારમાંથી ‘દ્રવ્યસંગ્રહ’ની પ્રત તથા ‘દશ યતિ લક્ષણ ધર્મ'ની પ્રત લઈ આવેલા. મધ્યાહ્ને ગઢ ઉપર દેવદર્શન કર્યા બાદ તેઓ દશ યતિ ધર્મ વગેરે અમાઈ ટૂંક રૂઠી રાણીનું માળિયું કહેવાય છે, ત્યાં જઈ એકાંતમાં બેસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જંગલમાં પથ્થર પર બેસીને ‘ઉત્તરાધ્યયન’, ‘સૂયગડાંગ’, ‘દશવૈકાલિક’ વગેરેના મૂળ સૂત્રોનો મુખપાઠ સ્વાઘ્યાય કરતા. પછી નીચે આવી હાલ જ્યાં ડુંગર પાસે શહેરમાં કુંડ છે, ત્યાં ઇસ્પિતાલ હતી અને પાસે જ ડૉ. પ્રાણજીવનદાસનો બંગલો હતો ત્યાં સાંજે જમતા હતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન હોય ત્યારે બંગલાની પાછળ નજીકમાં ચંદનગુફા છે ત્યાં બેસીને વિચારતા હતા. શ્રીમદ્ભુના દર્શન સમાગમ અર્થે મુનિઓ ઈડર પધાર્યા શિયાળામાં તેઓશ્રીની હાજરી દરમ્યાન મુનિશ્રી લલ્લુજી, શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી, શ્રી લખમીચંદજી વગેરે સાત મુનિઓ અત્રે તેમના દર્શન–સમાગમ અર્થે પધાર્યા હતા અને અઠવાડિયું રોકાયા હતા. શ્રી લલ્લુજી આદિ ત્રણ મુનિઓનો ઉતારો પ્રથમ ઉપાશ્રયમાં અને પછીથી વકીલ વીરચંદ ઉદેચંદને ત્યાં હતો. શ્રી દેવકરણજી આદિ ચાર મુનિઓ પાછળથી આવેલા, તેઓ રામદ્વારામાં ઊતર્યા હતા. પ્રાંતિજના રણછોડલાલ નામે સરકારી નોકરીમાં હતા, તેઓએ મુનિઓના ઉતારાની તજવીજ કરી હતી. આંબા નીચે મુનિઓને શ્રીમદ્ભુનો આગમ ઉપદેશ મુનિઓને શ્રીમદ્ભુનો મેળાપ સાંજે ચાર વાગ્યે થતો હતો. ઘણી વખત બરવાઈની ટેકરી (ઘંટીયા પહાડ) જતાં રસ્તામાં ઘરા પાસે મોટો આંબો હતો ત્યાં મુનિઓને શ્રીમદ્ભુ આગમના સૂત્રોનો ઉપદેશ આપતા હતા. તથા દ્રવ્યસંગ્રહ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા ભલામણ કરતા હતા. ડુંગરો અને ગુફાઓ બતાવવા શ્રીમદ્ભુ સાથે મને મોકલતાં ડૉ. પ્રાણજીવનદાસને ત્યાં હું પ્રથમથી જતો હતો. તેઓ ડુંગરાઓ તથા ગુફાઓ બતાવવા શ્રીમદ્ભુની સાથે મને મોકલતા હતા. એમ પરિચય થવાથી તેઓ જ્યારે આવે ત્યારે ઘણી વખત સાથે જવાનું બનતું. તેઓશ્રી મારી પાસે સ્તવન વગેરે ગવરાવતા. સંવત્ ૧૯૫૩માં મારી ઉંમર પંદર વર્ષની હતી. મુનિઓને ઉપદેશ કરતા તે મારા સાંભળવામાં આવતો હતો. તે વખતે હિંમતનગર છેલ્લું સ્ટેશન હતું. ગુફાઓ અને ટેકરીઓ ઉપર બેસી ગાથાઓનો રણકાર શ્રીમદ્ભુ ત્રીજી વખત ઈડર તે જ સાલના વૈશાખ વદમાં પધાર્યા હતા. તે વખતે અત્રે બાર દિવસ રહેલા ને જાદે જાદે સ્થળે ગુફાઓમાં, ઘંટીયા પથ્થર ઉપરની ટેકરીએ જ્યાં અનુકૂળ પડે ત્યાં જઈ એકાંતમાં Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો WE ની વિચાર કરતા હતા. અને દ્રવ્યસંગ્રહની ગાથાઓ “ મુક્મદ મા રજ્જ” વગેરે બોલતા હતા. - ડૉ. પ્રાણજીવનદાસ શ્રીમદ્જીની સારવારમાં છેવટ સુઘી રહ્યા એ રીતે શ્રીમદ્ ડૉ. પ્રાણજીવનદાસને ત્યાં ઈડર ત્રણ વખત પઘાર્યા હતા. ત્યારે મને તેઓશ્રીના પરિચયનો લાભ મળ્યો હતો. ડૉ. પ્રાણજીવનદાસે સંવત્ ૧૯૫૬માં ઈડરની સર્વિસ છોડી શ્રીજીની પ્રેરણાથી રંગૂન જઈ ઝવેરાતની પેઢી શરૂ કરી હતી. પછી સંવત્ ૧૯૫૭માં પાછા આવી શ્રીમદ્જીની સારવારમાં છેવટ સુધી રહ્યા હતા. શ્રીમદ્જીની રમણતા આત્મામાં હું શ્રીમદ્જી સાથે ફરતો પણ તેમની કંઈ ઓળખાણ પડેલી નહીં, છતાં તેઓ ઘણા અભ્યાસી છે એમ થયેલ અને ૧૯૫૫માં મારી ઉંમર સત્તર વર્ષની હતી ત્યારે મને લાગેલ કે શ્રીમદ્જીની રમણતા આત્મામાં છે. તેઓશ્રીએ ગામ દેરાસર સંબંધી માહિતી પૂછી ત્યારે હું તેમને ચિંતામણિ દેરાસરમાં લઈ ગયો. પ્રતિમા સંબંધી મેં પૂછ્યું ત્યારે શ્રીમદ્જીએ ટુંકાણમાં કહ્યું સારી છે. શ્રીમજી પત્થરની પ્રતિમા સમાન સવા કલાક ધ્યાનમાં ઊભા રહ્યા પછી ગઢ ઉપરના દેરાસરમાં ગયા. દેરાસરમાં ખંડેર જેવા ખાડા હતા. ગભારામાં અંઘારું ઘણું હતું. શ્રીમદ્જી દર્શન કરી ધ્યાન ઘરી ઊભા રહ્યા. મેં ઘારેલું કે થોડીવારમાં તેઓ બેસી જશે કે બહાર નીકળશે, પણ શ્રીમદ્જી તો જાણે પત્થરની પ્રતિમા હોય તેની માફક લગભગ સવા કલાક ઊભા રહ્યા. તેમનો શ્વાસ ચાલે છે કે નહીં તે પણ જોનારને ખબર ન પડે તેવી રીતે ઊભા રહેલ. હું તો થોડીવાર થઈ એટલે થાક લાગવાથી બેસી ગયેલ. આ પછી શ્રીમદ્જીએ કોઈ સારી બેસવા જેવી જગ્યા હોય તે માટે પૂછ્યું ત્યારે હું પાછળના બારણેથી ગુફામાં લઈ ગયો. શ્રીમદ્જી ધ્યાન કરવા ગુફામાં પઘારતા ગુફામાં જવા માટે રસ્તો હતો નહીં. મોટા પથ્થર કૂદીને જવાનું હતું. શ્રીમદ્જી તો ફુલની માફક કૂદી ગયા. મને થયું કે જરૂર પડ્યે શ્રીમદ્જીમાં હલકું ભારે શરીર કરવાની શક્તિ છે. ગુફામાં પેસતાં ઓટલો છે. શ્રીમદ્જી જ્યારે કાંઈ વાંચવાનું હોય ત્યારે અવારનવાર આ ઓટલા ઉપર બિરાજતા અને ધ્યાન કરવું હોય ત્યારે એક બીજી ગુફા છે ત્યાં પઘારતા હતા. પહેલાં ગુફાનું બારણું મોટું હતું. વાઘ પણ અંદર પેસી જતો. હવે તેનું બારણું નાનું કરેલ છે. “અબ હમ અમર ભયે ન મરેંગે' એ પદ પાંચવાર ગવડાવ્યું શ્રીમદ્જીએ મને કંઈ પદ ગાવાનું કહ્યું. ત્યારે બીજી ગુફામાં મેં અબ હમ અમર ભયે ન મરેંગે એ પદ ગાયું. આ પદ શ્રીમદ્જીએ મારી પાસે જુદા જુદા પ્રસંગે પાંચ વખત ગવડાવ્યું હતું. સવારે ગઢ ઉપર આવેલા અને બાર વાગ્યા સુધી ત્યાં રહેલ. તેથી મને વિકલ્પ થયો કે મોડું થયું છે અને મારા માતુશ્રી જમવા માટે ફિકર કરતા હશે. તે વિકલ્પ શ્રીમદ્જીને જણાવ્યો ત્યારે તેમણે ઈશારાથી કહ્યું કે કાંઈ ફીકર કરવી નહીં. શ્રીમદ્જી જ્યારે ચાલતા ત્યારે સપાટાબંઘ ચાલતા હતા. શ્રીમદ્જી ત્રણ વાગ્યા સુઘી બોલતા નહીં શ્રીમદ્જી સવારે બહાર નીકળે ત્યારે શાસ્ત્રની પ્રત સાથે રાખતા તથા સૂયગડાંગ સૂત્ર કે ઉત્તરાધ્યયન Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર સૂત્રની ગાથાઓ બોલતા અથવા ધ્યાનમાં રહેતા કે વિચારતા હતા. તે વખતે કોઈની સાથે બોલતા નહીં. બપોરના ત્રણ વાગ્યા પછી બોલતા અને ગામમાં આવ્યા પછી મુદ્દલ બોલતા નહીં. તે વખતે ગામની બહાર ઝાડી ઘણી હતી, અત્યારે એવું કંઈ નથી. શ્રીમદ્જીએ દૈવી ભાષામાં યોગી સાથે વાત કરી શ્રીમદ્જી સાથે હું એક દિવસે ભૂરા બાવાની ગુફામાં ગયો. તે વખતે એક યોગી ત્યાં રહેતા હતા. શ્રીમદ્જી પથ્થર પર બિરાજ્યા પણ યોગીએ સામું જોયું નહીં. પોણા કલાક પછી તેમના સામું જોયું. પછી શ્રીમદ્જીએ દૈવી ભાષામાં તેમની સાથે કંઈ વાત કરી. ત્યાંથી નીકળ્યા પછી મેં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું છોકરાંઓને સમજ પડે તેમ નથી. દિગંબરી સાધુઓની છત્રી નજીક આવેલ ગુફા મહાકાલેશ્વરની ગુફામાં શ્રીમદ્જી ગયેલા ત્યારે મેં નિરંજન નાથ મોંહે કૈસે મિલોને' એ પદ તેમને બોલી સંભળાવ્યું હતું. મહાકાલેશ્વરની ગુફામાં આજે ઘણો ફેરફાર થયેલ છે. આ ગુફા જ્યાં દિગંબરી સાઘુઓની છત્રી છે તેની નજીકમાં આવેલ છે. શ્રીમદ્જી ત્રણ વાગે પહાડોમાંથી આવી પાણી પીતા શ્રીમદ્જી સવારે ૧૦ વાગે જમી લેતા. જમીને ઘરની બહાર નીકળી જતા હતા. શ્રી સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશીભાઈ જેરાભાઈને શ્રીમદ્જીએ કહી રાખેલ તેથી તેઓ ત્રણ વાગે આંબા આગળ પાણી લઈને આવી જતા હતા. શ્રીમજી આ સમયે પહાડોમાંથી આવતા હતા. આ પુસ્તક વાંચી જવાનું નથી પણ વિચારવાનું છે મને શ્રીમદ્જીએ એક વખત દશ લક્ષણ ઘર્મનું પુસ્તક આપેલું. તેના સાત પાના હતા. તે મેં ઊભા ઊભા વાંચી લીઘા અને તે પુસ્તક પાછું આપ્યું ત્યારે શ્રીમદ્જીએ મને હસતાં કહ્યું–વાંચી લાવ્યા? આ પુસ્તક વાંચી જવાનું નથી પણ વિચારવાનું છે. શ્રીમદ્જીને મેં પહેલી વખત આજે હસતા જોયા. શ્રીમદ્જી કડકડાટ સૂત્રો બોલે મારા કરતાં વર્ધમાન નામના વકીલ ૧૦ વર્ષ ઉંમરે મોટા હતા. શ્રીમજી કોઈની સાથે વાત કરતા નહીં. કોઈને મળતા નહીં. તેથી વર્ધમાન વકીલ મારી પાસે માહિતી મેળવતા. મેં વર્ધમાન વકીલને કહેલું કે શ્રીમદ્જી તો કડકડાટ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે બોલે છે. તેથી વકીલને સમાગમની ઘણી ઇચ્છા થઈ અને પાછળ પાછળ જવા લાગ્યા. વકીલ શ્રીમદને પ્રશ્ન કરતા પણ તેઓશ્રી કંઈ જવાબ આપતા નહીં. વકીલે જાણ્યું કે મને દશ લક્ષણ ઘર્મનું પુસ્તક આપ્યું છે તેને માટે તેમણે માગણી કરી પણ શ્રીમદ્ જીએ તે આપ્યું નહીં. ગમે તે કાળે મોહ, માન જાય તો મોક્ષ હથેળીમાં એક દિવસ વકીલે પ્રશ્ન કરેલો કે “આ કાળમાં મોક્ષ હોય?” શ્રીમદ્જીએ જવાબ આપેલો કે “મોહ, માન જાય તો મોક્ષ થાય. ગમે તે કાળે પણ જો આ જાય તો મોક્ષ હથેળીમાં છે.” જીવ માત્ર ચોવીસે કલાક આહાર લે છે. આ વાત યોગીઓના અનુભવની શ્રીમદ્જી ઘણો થોડો આહાર લેતા. મેં પૂછેલું કે આટલો થોડો આહાર લેવાથી કેમ જીવી શકાય? Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૭૮ ત્યારે તેમણે જણાવ્યું કે જીવ માત્ર જમવા બેસે ત્યારે જ આહાર લે છે તેવું નથી; ચોવીસે કલાક આહાર લે છે. આ વાત યોગીઓના અનુભવની છે. કમાન તૂટવાથી ચાવી ઊતરી જાય તેમ આયુષ્ય કર્મ પૂરું થાય. એક ભીલને મારી નાખવાનો પ્રસંગ બનેલ. ત્યારે મેં શ્રીમદ્જીને પૂછેલું કે શું આનું આયુષ્ય ઓછું થયું હશે? ત્યારે જવાબમાં કહ્યું કે ઘડિયાળની ચાવી ચોવીસ કલાકની આપી હોય પણ કમાન તૂટવાથી ચોવીસ કલાકની ક્રિયા થોડા સમયમાં જ થઈ જાય છે, તેમ આયુષ્યનું પણ છે. આત્માના પ્રદેશોને લુંછાયને નીકળેલી વાણી અસર કરે મને જાતે અનુભવ છે કે શ્રીમદ્જી બોલતા ત્યારે તેમના વચનોની અદ્ભુત અસર થતી. શ્રીમદ્જીની વાત કરતા મને ઘણો ઉલ્લાસ આવે છે. તેમનો સંકલ્પ કરતાં સટુરુષનો પર્યાય પ્રત્યક્ષ થાય છે. શ્રીમદ્જીના મુખમાંથી “ભગવાન મહાવીર' નામ ઉચ્ચારણ તે અમૃત સમાન શ્રીમદ્જી જ્યારે “ભગવાન મહાવીરનું નામ ઉચ્ચારતા ત્યારે ઘણા જ મધુર સ્વરે તે ઉચ્ચારણ કરતા. તે વખતે જાણે તેમની આંખમાંથી અમૃતનો રસ વહેતો હોય તેમ લાગતું. શ્રીમદ્જીએ કહ્યું-તારે હાથે ઉદ્ધાર થશે. ગઢ ઉપરના દેરાસરથી બહાર નીકળતાં શ્રીમદ્જીએ ત્રણ વખત પીઠ થાબડીને મને કહ્યું કે “તારે હાથે ઉદ્ધાર થશે મારી પાસે કાંઈ પૈસા હતા નહીં તેથી તેમણે શું કહેવાનું હતું તે હું બરાબર સમજેલ નહીં. પણ તે આજે સમજાય છે; કારણ તેઓ પઘારેલા ત્યારે દેરાસરમાં ખાડા હતા, અંદર મોટા ઝાડ ઊગેલ હતા. વાવ આગળ વડ હતો. ત્યાં ઘણી વખત વાઘ બેસી રહેતો. પૂજા કરવા માટે નીચેથી પૂજારી ઉપર જતો ત્યારે વાઘ બેઠેલ હોય તો પૂજારી પૂજા કર્યા વિના નીચે ઊતરી જતો. મૂળનાયકજી જેમ હતા તેમ જ છે કેટલાંક વર્ષ પછી મને લોકોએ દેરાસર સુધારવા માટે પૈસા આપ્યા અને તે બધું કામ મારા હાથે થયું. આજે ભવ્ય દેરાસર થયેલ છે. બે લાખ ઉપર સુઘી રકમ ખર્ચાઈ ગઈ છે. આ સંબંઘી લેખ દરવાજામાં પેસતાં મૂકેલ છે. દેરાસરની હાલની સ્થિતિ જોઈને મને શ્રીમદ્જીએ કહેલ કે “તારા હાથે ઉદ્ધાર થશે” તેનો અર્થ આજે સ્પષ્ટ સમજાય છે. દેરાસરમાં કંઈક ફેરફાર કરેલ છે. પણ મૂળ નાયકજી જેમ હતા તેમ જ છે. તેમાં કંઈ ફેરફાર કર્યો નથી. કારણ આ બાબત અભિપ્રાય લેવા માટે પાટણવાળા હિંમત વિજયને બઘાએ બોલાવેલા. તેમણે કહેલું કે મૂળ નાયકજીને ફેરવશો નહીં, નહીં તો તીર્થ વિચ્છેદ જશે. તેથી મૂળનાયકજી જેમ હતા તેમ જ છે. રીંછનો ઉપદ્રવ ભયંકર હોય છે શ્રીમદ્જી સાથે ગઢ ઉપર દેરાસર જતો ત્યારે મને આઘો ઊભો રાખી, જોઈને પછી આવવાનું કહેતા. આ વખતે રીંછનો પણ ઉપદ્રવ હતો. રીંછનો ઉપદ્રવ ભયંકર હોય છે. તે ઘૂંક ઉડાડે છે. કોઈનું મરણ રીંછથી થયું હોય તો તે બહુ ત્રાસદાયક હોય છે. એક વખત ભૂરા બાવાની ગુફાએ જતાં રણમલની ચોકી આગળ એક રીંછનો પ્રસંગ બનેલો. તે વખતે શ્રીમદ્જીએ મને ઊભો રાખેલ અને રીંછ ગયા પછી આવવાનું જણાવેલ. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ( શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર મોક્ષની ઇચ્છા હોય તો ઘનાદિની લાલચમાં લપટાવું નહીં / મને નાનપણથી મોક્ષની ઇચ્છા હતી. દેવગતિની ઇચ્છા થતી નહીં. એક દિવસે તેમને મેં એ વિષે પૂછેલું ત્યારે તેમણે કહેલું કે દ્રષ્ટાંત તરીકે સમજો કે અમદાવાદ મોક્ષ છે. કોઈને ઈડરથી અમદાવાદ જવું હોય તો ઈડર અને અમદાવાદ વચ્ચેના ગામો રસ્તામાં આવે, પણ જેને અમદાવાદ જવું છે તે વચ્ચેના ગામ ઉપર ધ્યાન આપતો નથી. તેમ મોક્ષે જતાં રિદ્ધિ સિદ્ધિઓ તો આવે પણ તેમાં તે લપટાતો નથી. તેમ કહી મને જણાવ્યું કે–ઘનાદિની લાલચમાં લપટાવું નહીં. મોક્ષના સુખનું વર્ણન શ્રીમદ્જીએ અભુત કર્યું મોક્ષનું સુખ કેવું હશે? તે બાબત મેં ઘણી વખત તેમને પૂછેલ પણ કંઈ જવાબ મળેલ નહીં. પણ એક દિવસે તે સંબંઘી શ્રીમદ્જીએ બોલવાનું શરૂ કર્યું અને એક ઘારા સવા કલાક તેનું વર્ણન કર્યું. આ સાંભળી મને જે આનંદ થયેલો તેનો વચનમાં ખ્યાલ આપી શકતો નથી, પણ એટલું કહું છું કે આવો આનંદ જિંદગીમાં ફરીથી મેં અનુભવ્યો નથી. આજે પણ જ્યારે આ પ્રસંગની સ્મૃતિ આવે છે ત્યારે આનંદ અનુભવાય છે પણ શબ્દોમાં તે દર્શાવી શકતો નથી. “ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ' ગુરુ વિના જ્ઞાન હોય નહીં. તે ઉપરથી મને વીતેલી એક હકીકત કહું. મને યોગનો શોખ હતો. તેથી યોગીઓને મળતો. મને દમનો રોગ હતો. તેથી રોગ મટાડવા માટે મેં હઠયોગનો અભ્યાસ કર્યો પણ તે માત્ર સ્વાર્થ માટે. એક વખતે યોગી પાસે સાંભળી ગયો કે સૂર્ય સામે જોવાનું “ત્રાટક” કરવાથી રાત્રે પણ સોયનું નાકું દેખાય તેવું આંખનું તેજ વધે છે. તેથી સૂર્ય સામે જોવાનો પ્રયોગ પોતાની મેળે શરૂ કર્યો. પણ તેનું પરિણામ એ આવ્યું કે આંખે દેખાવાનું સમૂળગું બંઘ થઈ ગયું. ઘણા ડૉક્ટરની સલાહ લીધી પણ કોઈ કંઈ ઉપાય બતાવી શક્યું નહીં. બઘાએ કહ્યું કે આંખમાં કંઈ નથી. થોડા માસ પછી જે યોગી પાસેથી ત્રાટકનું સાંભળેલું તે યોગી ઈડર આવ્યા. તેને બધી હકીક્ત કહી. ત્યારે તેમણે પૂછ્યું કે કેટલા વાગે સૂરજ સામું જોતા હતા? મેં કહ્યું કે મારા મનમાં એમ થયું કે હું તેજ સૂરજ સામે જોઉં જેથી વઘારે તેજ આવે, તેથી હું બપોરે ૧૨ વાગે જોતો હતો. યોગીએ કહ્યું કે તે જ ભૂલ થઈ છે. સૂર્યની સામે સવારે વહેલા જોવું જોઈએ. મને તે પછી થયું કે અનુભવી ગુરુની મદદ વિના કોઈ પ્રયોગ કરવો નહીં. પછી યોગીએ મને ચંદ્રમા સામું જોવાનું કહ્યું. તે મેં છ મહિના સુધી કર્યું. તેથી એક આંખે દેખાવા લાગ્યું પણ બીજી આંખ સુઘરી નહીં. શ્રીમદ્જીની આજ્ઞામાં કલ્યાણ માન્યું શ્રીમદ્જીએ મારા હઠયોગની પરીક્ષા પણ કરેલ. તેમની સલાહથી તે હઠયોગમાં જતા અટકી, તેમના કહ્યા પ્રમાણે વર્તવાનો લક્ષ રાખ્યો. શ્રીમદ્જીએ મને “જ્ઞાનાર્ણવ ભણવાની ભલામણ કરી હતી. શ્રીમદ્જી પાંચ વાગે પહાડમાંથી આવે છે મુનિશ્રી લલ્લુજી (પ્રભુશ્રીજી) ઈડર આવ્યા ત્યારે પહેલા મને મળ્યા, કારણ અપાસરાની ચાવી મારી Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પાસે રહેતી હતી તેથી મુનિશ્રીએ શ્રીમદ્ભુ સંબંધી હકીકત પૂછી ત્યારે મેં કહ્યું કે તેમના સંબંધી કોઈને વાત કરવાની ના કહી છે. તેથી મેં ગામમાં પણ કોઈને કંઈ જણાવ્યું નથી. પણ મુનિશ્રીના પ્રેમભર્યા આગ્રહથી મેં શ્રીમદ્ભુને રહેવાનું મકાન દૂરથી દેખાડ્યું અને કહ્યું કે તેઓ બહારથી સાંજે પાંચ વાગે આવે છે. ત્યાં સુધી પહાડમાં જ રહે છે. ૩૮૦ મુનિશ્રી લલ્લુજીએ શ્રીમદ્જીના દર્શન સાથે ઘણા જ નમસ્કાર કર્યા મુનિશ્રીએ તો તેમના દર્શન કરવાની સાથે ઘણા નમસ્કાર કર્યા. મને આ દેખાવ જોઈ ઘણી નવાઈ લાગેલ કે મુનિશ્રી સાધુના વેશમાં અને શ્રીમદ્ભુ ગૃહસ્થ વેશમાં. મેં શ્રીમદ્ભુને આ બાબત પૂછેલ ત્યારે તેમણે જણાવ્યું કે મુનિ ભોળા છે તેથી તેમ કરે છે; પણ નમસ્કાર વિગેરે જે કરે છે તે અમને ગમતુ નથી. મુનિશ્રીને શ્રીમદ્ભુની માહિતી મારી પાસેથી મળતી મેં મુનિશ્રીને ઉપાશ્રયમાં ઉતારો આપેલો તેનું કારણ તેઓ જૈન હતા. બાકી તો સ્થાનકવાસી સાધુ કેવા હોય તેની પણ મને ખબર ન હતી. ગામમાં એક જ સ્થાનકવાસીનું ઘર હતું. મુનિશ્રી મારી સાથે બહુ વહાલપ રાખતા. કારણ શ્રીમદ્ભુ સંબંધી કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તે મારી પાસેથી જ મળે તેમ હતું માટે. મને શ્રીમદ્ભુએ ના પાડેલ માટે ગામમાં કોઈને વાત કરેલ નહીં તેથી તેઓ સંબંધી ગામમાં કોઈ કંઈ જાણતું નહોતું. ‘કક્કા કર સદ્ગુરુનો સંગ, હૃદય કમળમાં લાગે રંગ' શ્રીમદ્ભુજીએ મુનિશ્રીને પૂછ્યું કે કક્કો તમને યાદ છે? મુનિશ્રી પાસે પુસ્તક હતું નહીં. પણ મારી પાસે તે કાવ્યનું પુસ્તક હતું તેથી મેં લાવી આપ્યું. કક્કા સંબંધી મને એવું માહાત્મ્ય રહી ગયું કે તે સંબંઘી હું ઘણાને પૂછતો. એકવાર બહુ જ્ઞાનની વાત કરતા એવા સાધુને મેં પૂછ્યું કે તમે કક્કો ભણ્યા છો કે નહીં? સાધુને આ વાત સાંભળી કંઈ ખોટું લાગ્યું. પણ પછી જ્યારે મેં તેમને કક્કો વાંચી સંભળાવ્યો ત્યારે તે સમજી ગયા અને તેમનું લક્ષ ફરી ગયું. શ્રીમદ્ભુએ મુનિઓને ‘દ્રવ્યસંગ્રહ'ના અર્થ સંભળાવ્યા શ્રીમદ્ભુએ મુનિશ્રીના આવતાં પહેલાં મને ‘દ્રવ્યસંગ્રહ' ભણવા કહેલ. પછી મુનિશ્રી ઈડર આવ્યા ત્યારે તેમને દ્રવ્યસંગ્રહના અર્થ કહી સંભળાવ્યા હતા. શ્રીમદ્ભુએ જે કહ્યું તે મારે મંત્રરૂપ છે મેં કહ્યું મન ચાર ગણું ઉછળે છે. ત્યારે તેમણે શ્રી આનંદઘનજીકૃત શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન જણાવી કહ્યું, તેની ઉપર વિચાર કરજો. મેં કહ્યું શું કરવું? તેમણે રસ્તો બતાવ્યો, પ્રયોગો બતાવ્યા અને કહ્યું ઉતાવળ ન કરો, ધીરે ધીરે આનંદ મળશે. શ્રીમદ્ભુએ મને જે કંઈ કહ્યું તે મારે મંત્રરૂપ છે. શ્રીમદ્ભુના વચનો ઠેઠ મોક્ષે પહોંચાડે એવા છે હું કોઈ મહાત્મા પાસે જતો નથી. મેં શ્રીમદ્ભુની એવી શ્રદ્ધા પકડી છે કે તેઓએ મંત્રરૂપી જે વચનો કહ્યાં છે, તે ઠેઠ મોક્ષે પહોંચાડે તેમ છે. મને લાગતું હતું કે શ્રીમદ્ભુ સિંહ પુરુષ છે. એમના પ્રભાવથી ભાવ ફરી શકતા, સંકલ્પ બદલાઈ જતા. તેમની આંખમાં ચમત્કારીપણું હતુ. શુદ્ધ પરમાણુનો પ્રવાહ નીકળતો. બધાનું મૂળ બ્રહ્મચર્ય અને તેની સાધના માટે શ્રીમદ્ભુ લક્ષ કરાવતા. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર બને તેટલો કાળ આત્મભાવમાં રહે ત્યારે ઉદ્ધાર થાય “અંદર પૂછવું.” આ સમજાવવા તેઓશ્રી કસ્તુરીયા મૃગનું દ્રશંત આપતા. બને તેટલો કાળ સંવરભાવમાં રહેવું, એટલે કે આત્મભાવમાં. માઈલ દેખાડનાર પત્થર માઈલ સ્ટોન કહેવાય છે. તે સ્થિર રહે છે. તેમ મૂળ સ્વભાવ સત્વગુણમાં રહે ત્યારે આત્માનો ઉદ્ધાર થાય છે. “લઘુતા સાચવવી, માન શત્રુ છે.” બહુ પુણ્ય કેરાનું પદ મોઢે કરવા કહ્યું. મને માટે કુંથુનાથ ભગવાનનું સ્તવન અને શમ માટે શાંતિનાથજીનું સ્તવન મોંઢે કરવા જણાવ્યું. દેહ માત્ર સંયમ માટે છે. દેહ સંયમ માટે છે. “માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” આ લીટી અપૂર્વ અવસરમાંથી કહેલ. “વાગોળવું ભણેલું વિચારવું.” દેહાતીત–આ શબ્દો મારે માટે મંત્રરૂપ છે. ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત આપતા. ગુણઠાણા ક્રમારોહણનું પુસ્તક વાંચવાથી, ગુણઠાણા સંબંધી પ્રશ્નો કરતો. શ્રીમજી દાખલા આપી સમજાવતા. તેમાં ભારંડ પક્ષીનો દાખલો અપ્રમત્ત દશા માટે આપેલ. વાચેલું કે મુખપાઠ કરેલું ખૂબ વિચારવું બહુ પુણ્ય કેરા પુંજથી” એ પદમાંથી આ ગાથા વિચારવા કહેલ કે– “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”૪ શ્રીમદ્જીએ કહ્યું કે કસ્તુરીયા મૃગની માફક ઠેકડાં નહીં મારતો. છેવટે મેં સાઘન માંગ્યું. ત્યારે ઉપરનો જવાબ આપેલ અને વઘારા માટે અંદર પૂછજો એમ જણાવેલું. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી શ્રદ્ધા અને તેથી વર્તનમાં આવે છે. દશ લક્ષણ ઘર્મમાં મૃદુતા, ભદ્રિતા, સરલતા માટે વિનય જોઈએ. વિનયથી જ્ઞાન એટલે જાણવાપણું, તેથી દર્શન એટલે શ્રદ્ધા અને તેથી ચરણ એટલે અમલમાં મૂકવાપણું આવે. એ ત્રણેય આવે તો અવ્યાબાદ મોક્ષ થાય. આગમમાં કાંઈ ઓછું નથી, બધુંય છે શ્રીમદ્જીએ મને પૂછ્યું વિષ્ટામાં રત્ન પડ્યું હોય તો શું કરવું? મેં કહ્યું લઈ લેવું. તેનો દાખલો આપીને તેઓશ્રીએ કહ્યું કે વાડામાં રહેવું પડે તેનો વાંઘો નહીં, પણ જ્યાંથી સારું મળે ત્યાંથી ગ્રહણ કરી લેવું. શ્રીમદ્જીએ મને વેદાંત વગેરે પુસ્તકો વિચારવાનું કહેલ, પણ છેવટે જણાવેલું કે આગમમાં કંઈ ઓછું નથી. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ એ યોગ્યતા છે તેઓશ્રીએ કહેલ–યોગ્યતા વિના આપેલું અજીર્ણરૂપ થાય છે. આ પુસ્તકો આપ્યા છે તે યોગ્યતાએ ફળીભૂત થશે. “અઘિકારી થશો તો અધિકાર પ્રાપ્ત થશે' જૈન સિદ્ધાંત વિચારણીય છે, વાંચવા માત્ર નથી, વિચાર કરજો. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીકૃષ્ણ પોતાનો ધ્યેય ચૂક્યા વિના નિર્લેપપણે કર્તવ્ય કરતા મેં શ્રીમદ્જીને પૂછેલું કે–શ્રીકૃષ્ણને બત્રીસ હજાર સ્ત્રીઓ હતી. તે વિષે રહસ્યરૂપે જણાવ્યું કે તેઓ ધ્યેય તરફ દોડતા. ધ્યેય ચૂક્યા સિવાય કર્તવ્ય કરતાં નિર્લેપ રહેતા. મારી ઉંમર નાની હતી, તેથી મને સમજણ પડે તેવી રીતે દાખલા આપી બઘી વાત કહેતા. ભાવ આવ્યો ખોટો, તેથી આવ્યો ટોટો” “ભાવ” શબ્દ સમજાવતા તેઓએ દાખલો આપેલ. શેઠને રૂા.૧૦૦/- નુકસાની આવી ત્યારે કોઈએ પૂછ્યું શેઠ કેમ આવ્યો ટોટો? ત્યારે શેઠ કહે–ભાવ આવ્યો ખોટો, તેથી આવ્યો ટોટો.” આ કાળમાં મર્યાદાનો લોપ થઈ ગયો –નહીં મર્યાદા ઘર્મ મર્યાદા વિષે તેઓશ્રી કહેતા કે હવે મર્યાદા રહી નથી. શ્વાસોચ્છવાસ, પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું શ્રીમદ્જીએ કહેલ કે ચોવીસ કલાકની ૨,૧૬,૦૦૦ વિપળ થાય. શ્વાસોચ્છવાસ, પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું. ખાતાંપીતાં, લઘુશંકાએ જતાં પણ તેમ રહેવું જોઈએ. મેં કહ્યું લઘુશંકાએ જતાં પરમાત્માનું નામ સંભારતા આશાતના નહીં થાય? શ્રીમદ્જી કહે ના, તમે ગમે તે ક્રિયા કરતા હો પણ તમારું ધ્યેય પરમાત્મા તરફ હોવું જોઈએ. શાસ્ત્રો વિચારવાની આજ્ઞા. શ્રીમદ્જીએ નીચેના પુસ્તકો વિચારવા કહેલ -(૧)દ્રવ્યસંગ્રહ(૨) મણિરત્નમાળા (૩) આત્મઘારાના પુસ્તકમાંથી બહિર્માત્મા, અંતરઆત્મા અને પરમાત્મા ઉપર મનન કરવું. (૪) પુદ્ગલ ગીતા મોંઢે કરવી. (૫) આલાપ પદ્ધતિ (૬) યોગશાસ્ત્ર (૭) યોગવાસિષ્ઠ (૮) વિચારસાગર (૯) જ્ઞાનાર્ણવ (૧૦) રત્નકરંડ શ્રાવકાચાર (૧૧) કર્મ પયડી (૧૨) દશ લક્ષણ ઘર્મ (૧૩) કક્કો (૧૪) બૃહદ્ કાવ્ય દોહન અને (૧૫) ઉપમિતિ ભવ પ્રપંચ વિચારવા જણાવેલ. શ્રીમદ્જી બ્રહ્મચર્ય ઉપર ઘણો ભાર આપતા ઈડરમાં ટાવર સ્થાનમાં બે સભા મળતી, નાના તથા મોટા માટે. તે વખતે ચર્ચા થતી. તેમાં હું ભાગ લેતો. એક વખતે મેં “બ્રહ્મચર્ય”ઉપર ભાષણ આપ્યું હતું. તેના માટેના પોઈન્ટસ શ્રીમદ્જીએ મને જણાવ્યા હતા. તેઓશ્રી બ્રહ્મચર્ય ઉપર ઘણો ભાર મૂકતા. તેમણે કહેલું કે તેરમા સૈકા સુઘી ઋષિઓ ૨૫ વર્ષની ઉંમર સુધી છોકરાંઓને ભણાવા માટે રાખતા. તેમની પાસે ખેતી વિગેરે બધું કામ કરાવતા. દ્રવ્ય અને ભાવ બ્રહ્મચર્યનું સ્વરૂપ આત્મઘારા પુસ્તકમાંથી બ્રહ્મચર્યનું સ્વરૂપ – દ્રવ્ય બ્રહ્મચર્ય : મન, વચન, કાયાથી એક અણુ પણ સ્ત્રી સંબંધી વિચાર ન આવે તે. ભાવ બ્રહ્મચર્ય બ્રહ્મની અંદર ચર્યા કરે છે, આત્મામાં રહે તે. - બ્રહ્મચર્ય ઘર્મનો પાયો છે; તેના ઉપર ઘર ચણાય શ્રીમજી બ્રહ્મચર્ય તથા મૂર્તિપૂજા માટે ઘણું કહેતા. ખાસ કરીને કહેતા કે બ્રહ્મચર્ય એ પાયો છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર તેના પર ઘર ચણાય. ડૉ. સ્થાનકવાસી હોવાથી દેરાસર દર્શન કરવા જતા નહીં. શ્રીમદ્જી સાથે દેરાસરમાં દર્શન કરવા ગયા હતા. ડૉ.ને શ્રીમદ્જીએ કહેલું કે તમારો ઉદ્ધાર ઈડરમાં નથી. તેથી તેઓ રંગુન ગયેલા. પછી તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ હતી. શ્રીમદ્જી કહે-ક્લોરોફોર્મ વગર કામ કરો શ્રીમજી અંદર હતા. અને ડૉ. બહાર હતા. તે વખતે એક સંન્યાસી ડૉ. પાસે આવ્યા. તેમને હાથે ખીલી થઈ હતી. તેથી ડૉક્ટરે આંગળી કપાવવાની સલાહ આપી. સંન્યાસીએ હા કહી. ડૉક્ટરે ક્લોરોફોર્મ માટે કહ્યું. ત્યારે તેમણે ના પાડી. આ કારણથી ડૉ. અને સંન્યાસી વચ્ચે હા ના કાનીથી વાતચીતની ગરબડ ચાલી. તેવામાં શ્રીમદ્જી અંદરથી બહાર આવ્યા અને ડોક્ટરને કહ્યું કે “કામ કરો.” ડૉક્ટરે ઓપરેશન શરૂ કર્યું. જે હાથ ઉપર ઓપરેશન કરવાનું હતું તે હાથ તેમણે ટેબલ ઉપર મૂક્યો અને બીજા હાથે તેમણે પુસ્તક વાંચવા માંડ્યું. ઓપરેશન પૂરું થયું ત્યારે તેમણે હાથ સામું જોયું. ત્યાં સુધી તે પુસ્તક વાંચતા રહ્યા. શ્રીમજીને જે પુસ્તક જોઈએ તે નીકળે ઈડરમાં દિગંબર સંપ્રદાયના પુસ્તક ભંડારનું સરસ્વતી ભંડાર એવું નામ હતું. તે વખતે રાજ્યમાં વીરચંદભાઈ ખાનગી ખાતામાં નોકરી કરતા હતા. તેમની ભલામણથી શ્રીમજીને ભંડાર જોવાની રજા મળેલ. બપોરે બે વાગે શ્રીમદ્જી, હું અને વીરચંદભાઈ ભંડાર આગળ ગયા. ત્યાં અમીચંદ શેઠના ગુમાસ્તા ચાવી લાવ્યા. પુસ્તકોનું લીસ્ટ હતું નહીં. પુસ્તકો કપડામાં બાંધેલા હતા. પહેલાંના વખતમાં પુસ્તકો કાગળના ડબ્બામાં રાખવામાં આવતા. પછીથી લાકડાના ડબ્બામાં રાખતા. ભંડારમાં કર્ણાટક લીપીના પણ પુસ્તકો હતા. શ્રીમદ્જીએ લાકડાના ડબ્બામાંથી દ્રવ્યસંગ્રહ લીધું. તે દિવસે બઘા મળી ત્રણ પુસ્તક લીધાં. બીજાં પુરુષાર્થસિદ્ધિઉપાય અને ત્રીજાં દશ લક્ષણ ઘર્મ. તેને માટે વીરચંદભાઈએ ગેરંટી આપેલ. પંદર દિવસ પછી શ્રીમજી બીજીવાર ભંડારમાં આવ્યા ત્યારે ગોમ્મસાર અને જ્ઞાનાર્ણવના પાના લીઘા હતા. બીજી વખત શ્રીમદ્જી, હું અને ચાવીવાળા હતા. શ્રીમદ્જી ભંડાર આગળ ઊભા રહે અને તેમને જે પુસ્તક જોઈતું હોય તે નીકળે. શ્રીમદ્જીનો મહારાજા સાથે પોણો કલાક વાર્તાલાપ નડિયાદવાળા છબાભાઈ વિગેરે સાંજે ડૉ.પ્રાણજીવનને ત્યાં ભેગા થતા. હું રાત્રે છબાભાઈને ત્યાં વેદાંતના પુસ્તકો વાંચવા જતો અને કોઈ વખતે તેમને ત્યાં જ સૂઈ રહેતો. છબાભાઈએ શ્રીમદ્જી સંબંધી મહારાજા સાહેબને વાત કરેલ. મહારાજા તે વખતે બાદલ મહેલમાં રહેતા હતા. તે મહેલ અત્યારે ખંડેર થયેલ છે. મહારાજા સાહેબ ચાર વાગ્યા પછી બેસતા. તે વખતે શ્રીમદ્જી પઘારેલા અને લગભગ પોણો કલાક તેમની સાથે બિરાજ્યા હતા. ઈડરના મરહૂમ મહારાજા સાહેબે તેમની એક બે વખત મુલાકાત લીધેલી. તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી તેનો સાર “દેશી રાજ્ય' નામના માસિકમાં ઈ.સ.૧૯૨૮માં પ્રસિદ્ધ થયો છે તે નીચે પ્રમાણે છે – રાજેથી તે નરકેશ્રી' નો યોગ્ય ખુલાસો શ્રીમદ્જીએ કર્યો “મહારાજા કહે–લોકોમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી' એનો અર્થ શું? Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૮૪ શ્રીમદે કહ્યું–રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે : એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું પાપાનુબંધી પુણ્ય.” પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ઘારણ કરનાર સદા સત્ત્વગુણ પ્રઘાન રહી, પોતાની રાજસત્તાનો સદુપયોગ કરી, પ્રજાનો પોતે એક માનીતો નોકર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. તથા પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ઘારણ કરનાર રજતમોગુણ-પ્રઘાન રહી, રાજસત્તા ભોગવવામાં ઇન્દ્રિયઆરામી બની પ્રજા તરફથી પોતાની ફરજો ભૂલી જાય છે; અર્થાત અનેક પ્રકારના અઘમ જાતના કરો પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વઘી ચક્રવર્તી, ઇન્દ્ર આદિ દેવલોક સુઘી ચઢે છે અને બીજા પ્રકારના નીચે નરકગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે. આ કળિયુગમાં મોટે ભાગે “રાજેશ્રી તે નરકેશી' જેવા હોય છે આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે; તે બઘાને લાગુ પડી શકે નહીં. ફક્ત આપખુદી સત્તા ભોગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ આ લાગુ પડે છે. ભગવાન મહાવીર અને ગૌતમાદિ ગણઘરો અહીં વિચર્યાનો ભાસ થાય છે મહારાજા કહે–આ ઈડર પ્રદેશ સંબંઘી આપના શા વિચારો છે? શ્રીમદે કહ્યું–આ પ્રદેશના ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમના આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે.જાઓ તમારો ઈડરીયો ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ વનસ્પતિ આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થકરોની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીના નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણઘરો અહીં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા છાપામાં ઉપરની વિગત છે. તેમાં એક પાછળ રહી ગયેલાનો જન્મ આ કાળમાં થયેલો છે, તે કોણ હશે? તેનો પોતે ખુલાસો કરેલ છે. તે વિગત અહીં પૂરી કરું છું. ઉત્તરસંડામાં તદ્દન એકાંતમાં રહેલાં તે વખતે શ્રીમદ્જીએ મોતીલાલ ભાવસારને કહેલું કે “તમે પ્રમાદમાં શું પડી રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે, તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ છે, છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીરપ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ શ્રીમદ્ અને ભગુભાઈ શ્રીમદ્જીની ખરેખર ઓળખાણ મુનિશ્રી લલ્લુજીને થઈ છે કે પ્રસંગોપાત જણાવું છું કે શ્રીમદ્જીના સમાગમમાં આવેલ બઘામાં કોઈને ખરેખરી ) ઓળખાણ શ્રીમદ્જીની થઈ હોય તો તે મુનિશ્રી લલ્લુજી છે. તેઓ ઈડરમાં હતા ત્યારે ભક્તિમાં એટલા બઘા લીન રહેતા કે તેઓ ગોચરી લેવા જવાનું જ ભૂલી જતા, મોડા જતાં, જે વખતે બઘા જમી રહ્યા હોય તેથી તેમને ગોચરી પણ મુશ્કેલીથી મળતી. | મુનિશ્રી લલ્લુજીની ભક્તિમય દશાની સ્મૃતિ આજે પણ ઉલ્લાસ આપે છે શ્રીમદ્જીએ મુનિશ્રીને દિગંબરી છત્રીઓ સંબંધી કંઈ કહ્યું હશે જેથી દિગંબરી છત્રી ઉપર જે શિલાલેખ છે તેની નકલ તેમણે લીધેલ. મુનિશ્રીને જે અપાસરામાં ઉતારો આપેલ તે પણ આજે ઘણો મોટો કરવામાં આવેલ છે. પણ જે સ્થળે મને મુનિશ્રીનો સમાગમ થતો તે સ્થળ નજરે પડતાં આજે પણ મને તેમના પૂર્ણ ભક્તિના ઉદ્ગારો, તેમની શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિ તથા તેમના વૈરાગ્યની છાપ જે પડેલ તે મને સ્મૃતિમાં આવે છે તથા મુનિશ્રીના ગુણગાન કરતાં આજે પણ ઘણો ઉલ્લાસ આવે છે. શ્રીમદ્જીએ કહ્યું-માન અને દંભ જીવને પાડે છે માટે ખાસ કાળજી રાખવી છેવટમાં શ્રીમદ્જીએ મને ખાસ ચેતાવેલ કે માન અને દંભ જીવને પાડે છે. એ બે દોષ પેસી ન જાય તેની ખાસ કાળજી રાખવી. તેથી તે સંબંધી કોઈ ભક્તિભાવવાળો કે ઉલ્લાસી હોય તેની આગળ જ વાત કરું છું. બાકી બીજે આ બાબત બોલવાનું બંધ રાખેલ છે. ઉતાવળી ચાલથી પતે તેમ નથી. દોડવાની જરૂર છે. અત્યંત પુરુષાર્થ જોઈએ શ્રીમદ્ રાજચંદ્ર બહુ ઝપાટાબંઘ ઈડરના પહાડોમાં ચાલતા. તે વખતે તેમની સાથે ફરવા જતાં મેં કહેલું કે તમારું પાંખડી જેવું શરીર છે ને આટલી ઉતાવળે ચાલો છો તો પત્થરોમાં ક્યાંક પડી જવાશે. ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે આટલાથી પતે તેમ નથી; દોડવાની જરૂર છે. આ લાક્ષણિક ઉત્તર પ્રમાણે તેમના આત્મોન્નતિના વિકાસની પણ ત્વરિત ગતિ તેમના વચનમાં તરી આવે છે. શ્રી ભગુભાઈ ગોધાવી શ્રી ગોઘાવીવાળા પૂજ્ય ભાઈશ્રી ભગુભાઈ “શ્રીમાન રાજચંદ દેવ'ના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું તે હાલમાં સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે – અમે તો બાળ છીએ, મહાત્મા પુરુષ તો મુંબઈમાં છે સંવત્ ૧૯૫૪ની સાલમાં અમદાવાદમાં શ્રી વનમાળીભાઈ તથા શ્રી પોપટભાઈ મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મુનિશ્રી લલ્લુજી સ્વામીએ જણાવ્યું કે અમો તો બાળ છીએ, મહાત્મા પુરુષ તો મુંબઈમાં ગૃહસ્થવેષમાં બિરાજમાન છે. તેઓશ્રી પાસે જાઓ તો પરમાર્થ લાભની પ્રાપ્તિ થશે. સત્સમાગમથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ આ વખતની વાતચીતથી ભાઈશ્રી વનમાળીભાઈને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ આવ્યો હતો. ત્યાર Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૮૬ પછી ભાઈશ્રી વનમાળીદાસ અત્રે ગોઘાવી આવ્યા. તેમની સાથે અમો તથા ભાઈશ્રી પોપટલાલ પીતાંબરદાસ વગેરે હમેશાં ભેગા થતા અને આઠ દૃષ્ટિની સક્ઝાય તથા શ્રી આનંદઘનજીકૃત ચોવીશી વગેરે અર્થ સહિત વાંચતા અને પરમકૃપાળુદેવ સંબંઘી વાતચીત કરતા હતા. તેથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે કાંઈક પ્રીતિ ઉત્પન્ન થઈ હતી. હું જ્યાં સમજ્યો હતો ત્યાં બરાબર સમજ્યો હતો આ વખતમાં શ્રી પૂજ્ય ચંદ્રશેખર સૂરિ અત્રે પઘાર્યા હતા. તે વ્યાખ્યાનમાં આત્મા વિષે વાત કરતા હતા. ભાઈશ્રી વનમાળીદાસે શ્રી પૂજ્યને પૂછ્યું કે અનંતાનુબંઘી ક્રોઘ, માન, માયા અને લોભનું સ્વરૂપ સમજાવો. ત્યારે શ્રી પૂજ્ય બરાબર રીતે કહી સંભળાવ્યું. જેથી ભાઈશ્રી વનમાળીદાસ બોલ્યા કે હું જ્યાં સમજ્યો હતો ત્યાં યથાર્થ સમજ્યો હતો અને આજ રોજ આપે યથાર્થ કહી સંભળાવ્યું. ત્યારે શ્રી પૂજ્ય પૂછ્યું કે ક્યાં સમજ્યા હતા? ત્યારે ભાઈશ્રી વનમાળીદાસે કહ્યું કે વવાણિયા બંદરના રહેવાસી મહાત્મા શ્રી રાજચંદ્રજી પાસે સમજ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર એક જ દિવ્ય રત્ન છે ત્યારે શ્રી પૂજ્ય જણાવ્યું કે વર્તમાન શ્વેતાંબર-દિગંબર અને તપા-ઢુંઢીયા વગેરે ગચ્છોમાં મળી વસ લાખ માણસ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ છે. તે સર્વેમાં ઉત્તમોત્તમ શ્રીમદ્ રાજચંદ્રદેવ એક જ દિવ્ય રત્ન છે, તેઓશ્રી એક જ મહાનપુરુષ છે; વગેરે પરમકૃપાળુદેવની સ્તવના કરતા હતા. તે વખતે ભાઈશ્રી વનમાળીદાસે શ્રીપૂજ્યને જણાવ્યું કે આપે આ એક જ મહાન પુરુષ છે એમ શા આધારે કહ્યું? ત્યારે શ્રીપૂજ્ય જણાવ્યું કે તેઓશ્રીના પત્રો વાંચવા પરથી એમ કહી શકું છું કે વર્તમાનમાં આવો પુરુષ (પરમકૃપાળુદેવ) આ એક જ છે. પરમકૃપાળુદેવના દર્શન લાભની ઇચ્છા તે સાંભળી મને પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો જ પ્રેમ-ઉલ્લાસ ઉત્પન્ન થયો અને તીવ્ર ઇચ્છા થઈ કે આ મહાત્માપુરુષના દર્શનનો લાભ મને ક્યારે મળશે. શ્રી પૂજ્ય જણાવ્યું હતું કે અમારે પાલીતાણે જવું છે, પરંતુ પ્રથમ આ મહાત્મા પુરુષ પાસે જવું છે. ત્યારબાદ પાલીતાણે જઈશું. સંઘના લોકો વાતો કરતા હતા કે શ્રીપૂજ્યને ચાલીશ હજાર શ્લોક મુખપાઠે છે. હિંદુસ્તાનમાં મુખ્યપણે ત્રણ પંડિતો ગણાય છે; તેમાંના આ એક શ્રીપૂજ્ય છે. મહાપુરુષોને મળવામાં કોઈની અટકાયત ચાલશે નહીં ભાઈશ્રી વનમાળીદાસે મારા ઉપર અમદાવાદથી એક પત્ર લખ્યો કે પરમકૃપાળુદેવશ્રી અત્રે પઘારવાના છે માટે તમો તુરત આવશો જેથી દર્શનનો લાભ મળી શકશે. તેવા સમાચારથી તેમ જ પ્રથમથી તે ઇચ્છા ઉત્પન્ન થઈ હતી જેથી અમદાવાદ જવા માટે તૈયાર થયો. તે વખતે બૈરાંઓ મને નહીં જવા દેવા માટે રોકવા મંડ્યા ત્યારે મેં જણાવ્યું કે આ કામમાં શા માટે રોકાણ કરે છે? આ કામમાં અમો તમારા બંઘાયેલા નથી, અને અમો જવામાં અટકવાના નથી એમ કહી તે દિવસે અમદાવાદ ગયો. પરમકૃપાળુદેવશ્રી બીજે દિવસે અમદાવાદ પઘાર્યા હતા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ શ્રીમદ્ અને ભગુભાઈ ભક્તિ વગેરે ક્રિયા કરવી નહીં, તો સુગુરુ કેમ કહી શકાય? ) શ્રી પરમકૃપાળુદેવ પાસે શ્રી શાંતિસાગર મહારાજના શ્રાવકો દશ-બારના આશરે આવ્યા હતા. તેઓ પ્રશ્નો પૂછવા માટે આવ્યા હતા, પરંતુ તેઓના બોલવા પહેલાં જ પરમકૃપાળુદેવે તેઓને કીધું કે કોઈપણ વ્રત-પચખાણ કરો છો? ત્યારે તેઓએ કીધું કે સમતિ થયા વિના વ્રત-પચખાણ થાય નહીં. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમો જિનેશ્વર ભગવાનની ભક્તિ કરો છો? ત્યારે તેઓએ કીધું કે ના. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ત્યારે તમને તમારા ગુરુએ કાંઈ પણ કરવાનું બતાવેલ નથી, તો તમારે સર્વેને સવારમાં ઊઠીને રાત્રી પડે ત્યાં સુધીમાં કાંઈ પણ કરવાનું નહીં, અને સાંસારિક વ્યવહારમાં જ પડી રહેવું એમ તમારા ગુરુએ બતાવ્યું છે. જો તેમ બતાવ્યું હોય તો ભલે, અમો તેવા ગુરુઓને સુગુરુ નહીં કહી શકીએ–વગેરે કેટલીક વાતચીત તેઓની સાથે થઈ હતી. ત્યારબાદ પરમકૃપાળુદેવ બીજા હૉલમાં પઘાર્યા અને આવેલા શ્રાવકો ઊઠીને ચાલ્યા ગયા. - તમારે બઘાં સાઘન કરવા પરમકૃપાળુદેવ ઈડર પઘારવાના હતા. જેથી અમો સર્વે સ્ટેશને ગયા. ત્યાં મેં પરમકૃપાળુદેવને પૂછ્યું કે હું જે જે સાઘન કરું છું તે કરું કે કેમ? ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તમારે તે બઘાય સાઘન કરવાં.. સગ્રંથો વાંચવાની આજ્ઞા પ્રથમ અમદાવાદમાં પરમકૃપાળુદેવનો સમાગમ થયો ત્યારે મેં આજ્ઞા માગી કે મારે શું વાંચવું? ત્યારે તેઓશ્રીએ આઠ દૃષ્ટિની સઝાય, શાંતસુઘારસ, અધ્યાત્મકલ્પદ્રુમ તથા ઉપમિતિભવપ્રપંચ એ ચાર પુસ્તકો વાંચવા-વિચારવા આજ્ઞા આપી હતી. વગર પૂષે પ્રશ્નોના સમાધાન મેં કેટલાંક પ્રશ્નોનું સમાઘાન કરવા પૂછવા ઘારેલું પણ મારા વગર પૂછ્યું, પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં સર્વે ઘારેલા પ્રશ્નોનો ખુલાસો આવી ગયો હતો. તેમજ બીજા કેટલાંક ભાઈઓએ પણ પૂછવા ઘારેલા પ્રશ્નોના ખુલાસા બોઘમાં જ આવી જવાથી સર્વેના મનનું સમાઘાન થયું હતું. આખી રાત ઉપદેશધ્વનિ ચાલી. ફરીથી પરમકૃપાળુદેવનો સમાગમ શ્રી અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીએ થયો. ત્યાં તેઓશ્રીના મુખેથી ઉપદેશધ્વનિ આખી રાત ચાલી હતી. સર્વેના મન ઘણા જ ઉલ્લાસિત થયા અને જાણે સાંભળ્યા જ કરીએ એમ સર્વને થયું હતું. જળકાયના જીવો પણ દુભાય નહીં તેવી અનુકંપા સવારે પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પઘાર્યા ત્યારે હું તથા ભાઈશ્રી પોચાલાલ, ભાઈશ્રી સુખલાલભાઈ, ભાઈશ્રી વેલસીભાઈ તથા ભાઈશ્રી નગીનભાઈ વગેરે ભાઈઓ સાથે હતા. તેઓશ્રી દિશાએ જઈ પાછા પઘાર્યા ત્યારે હાથપગ ધોવરાવવા માટે મેં પાણી રેડવા માંડ્યું. તે વખતે પરમકૃપાળુદેવ હાથપગનો ઉપયોગ એવી રીતે કરતા હતા કે જાણે જળકાયના જીવો દુભાય નહીં. તેવી જીવોની અનુકંપા જોઈ મને તેમજ બીજા આવેલા ભાઈઓને પણ આશ્ચર્ય થયું હતું. વળી આ પાણીના જીવો પણ મહત્ Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પુણ્યવાન કે સત્પુરુષના શરણે જવાથી શાંતિ પામ્યા એવા વિચારો થયા હતા. કોઈપણ ક્રિયાનું ઉત્થાપકપણું અમારામાં હોય નહીં પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ થયા પછી જ્યારે હું ગોધાવી ગયો ત્યાં સાધુઓ પરમકૃપાળુદેવની નિંદા કરતા હતા. તે સર્વે વાતો મેં પરમકૃપાળુદેવ પાસે આવી વિદિત કરી. પણ તે વાતો વિરુદ્ધ કાંઈ ન કહેતા જણાવ્યું કે કોઈપણ ક્રિયાનું ઉત્થાપકપણું અમારામાં હોય નહીં. સર્વે ક્રિયાઓ કરવાની જ છે. પરંતુ જેમાં દુરાગ્રહ બંધાય કે ખોટી વાસનાઓ બંઘાય; તે બંઘનનો ત્યાગ કરવાનો અમારો હેતુ છે. જ્યાં છૂટવાનું છે ત્યાં જ જીવ બંઘન પામે તો પછી બીજા કયા સ્થાને છૂટવાનો વખત આવશે? એવા હેતુએ કહેવાનું થાય છે. પરંતુ કોઈ ઝેરરૂપ દૃષ્ટિથી જોતાં અર્થનો અનર્થ કરી વિપરીતપણે સમજે, તેમાં અમો શું કરીએ? ત્યારપછી ત્રીજી વખતે પરમકૃપાળુદેવનો સમાગમ લાભ શ્રી અમદાવાદમાં આગાખાનના બંગલે, છેલ્લા એક દિવસ મળી શક્યો હતો. ૩૮૮ કાદવ સાથે ભળેલું સોનું અગ્નિપરીક્ષા વડે શુદ્ધ થાય બીજે દિવસે અમદાવાદ વિશા શ્રીમાળી જ્ઞાતિના લોકો ભાઈશ્રી પોપટલાલ મોહકમચંદને માટે તથા ભાઈશ્રી પુંજાભાઈ હીરાચંદને માટે જ્ઞાતિના વ્યવહારથી દૂર કરવા માટે એકઠા થવાના હતા અને થયા હતા, અને ભાઈશ્રી પોપટલાલભાઈને તથા ભાઈશ્રી પુંજાભાઈને તે લોકોએ કેટલીક વાતચીત કરી સતાવ્યા હતા. પરમકૃપાળુદેવ શ્રી મુંબઈ તરફ પધાર્યા ત્યારે ભાઈશ્રી પોપટલાલભાઈને જણાવ્યું કે જેમ તમોને અનુકૂળ લાગે તેમ વર્તશો. કાદવ સાથે સોનું ભળેલું છે તો અગ્નિમાં પડ્યા સિવાય ચોખ્ખું થશે નહીં, માટે તમોને જેમ અનુકૂળ આવે તેમ વર્તજો. ૫૨મકૃપાળુદેવ પાસે તો બંધનથી છૂટવાની જ વાત છે રવિવારના દિવસે ભાઈ હીરાચંદ કકલભાઈ તથા તેમના ભાઈશ્રી બાલાભાઈ પાંજરાપોળના ઉપાશ્રયે સભા એકઠી મળે છે ત્યાં ગયા હતા. ત્યાંથી તે બન્ને ભાઈઓ રાત્રે દશ વાગતાના સુમારે અમો જ્યાં સુતા હતા ત્યાં અમારી પાસે આવ્યા. તે વખતે ભાઈ હીરાચંદ વાત કરતા હતા કે અત્રે આ ત્રણ સાધુઓએ આવીને ન્યાતમાં ઝઘડા-તોફાન ઘાલવાના ઉપાયો કર્યા છે. ત્યારે ભાઈ પોચાલાલે જણાવ્યું કે તમો આટલી વાત તો ઘ્યાનમાં રાખજો કે આ લોકો આવી રીતના ઝઘડાતોફાન મચાવે છે તેમાં આપણને તો મોટો લાભ મળી શકે છે કે પરમકૃપાળુદેવ પ્રત્યે વૃઢ નિશ્ચય થતો જાય છે. કારણ કે આ સાધુઓ આવા ઝઘડાક્લેશો કરાવી કષાયનું સેવન કરે છે અને કરાવે છે અને આપણા પરમકૃપાળુદેવ પાસે તો બંધનથી છૂટવા સિવાય કાંઈપણ જણાતું નથી, તે આપણા સર્વેને પ્રત્યક્ષ અનુભવ થયો છે, માટે તે લોકો આના કરતાં પણ ગમે તેવી આપત્તિઓમાં નાખવાના વિચારો ધારે તોપણ પરમકૃપાળુદેવ પ્રત્યેનો જે પ્રભુત્વભાવ અંતરમાં વસેલો છે તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરાવી શકે તેમ નથી; પરંતુ વધારે દૃઢત્વ કરાવે છે. માટે એક રીતે તો તે લોકોનો ઉપકાર માનવા જેવું છે—વગેરે વાતચીત કરી હતી. ત્યારપછી પરમકૃપાળુદેવનો ફરી સમાગમ થયો નથી. ઉપર જણાવેલી સઘળી હકીકતો મેં મારી સ્મૃતિ પ્રમાણે લખેલ છે, જે લખવામાં કાંઈપણ ભૂલ થઈ હોય તેને માટે ક્ષમા ઇચ્છું છું. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ ખેડા શ્રીમદ્ રાજચંદ્રજી સંવત્ ૧૯૫૪ના અશ્વિન માસમાં ખેડે પથારેલા ત્યારે તેઓશ્રીનો સમાગમ થયેલો. તેમાંના ત્રણ પ્રસંગો મને ખાસ યાદ છે, તે મેં પંચદશીની ટીકાનું પુસ્તક છપાવ્યું છે તેમાં જણાવેલા છે. આત્મા છે? અનુભવથી કહીએ છીએ કે આત્મા છે તેમની સાથે પ્રથમ સમાગમ થયો ત્યારે મારા ચિત્તની સ્થિતિ ઘણી જ અસ્થિર હતી. આત્મા છે કે નથી? છે, તો કેવો છે? તે સંબંધી મારું ચિત્ત ઘણું વ્યાકુળ રહેતું. તેવામાં મને ખબર મળી કે કોઈ જૈન જ્ઞાની ખેડામાં રા.બા. નરસીરામના બંગલામાં ઉતરેલા છે. એક સાંજે તેમને મળવા માટે ગયો. તે વખતે તેઓ ફરવા ગયેલા. તેથી હું તેઓ જે માર્ગે ગયેલા તે માર્ગે ગયો. આગળ જતાં અંધારું થયું હતું. અંઘારામાં સાદા કપડાં પહેરેલ શાંત પુરુષને સામે આવતાં જોઈ મેં ઘાર્યું કે તેઓ જ હશે. પાસે જઈ મેં તેમને પૂછ્યું કે, આપની સાથે ચાલું? એક ક્ષણ વિચાર કરી તેમણે કહ્યું, “ચાલો.” પછી મેં મારા મનની સ્થિતિ કહીને પૂછ્યું, પ્રશ્ન : “આત્મા છે?” શ્રીમદ્ ઉત્તર દીઘોઃ “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહો છો કે આત્મા છે?” ઉત્તર : “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ.” જીવો અનેક છે. પ્રશ્નઃ “જીવ એક છે કે અનેક? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું.” ઉત્તર : “જીવો અનેક છે.” જડ એવા કર્મ ખરેખર છે, કહેવા માત્ર નથી પ્રશ્ન: “જડ, કર્મ, એ વસ્તુતઃ છે? કે માયિક છે?” ઉત્તર: “જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી.” હા, પુનર્જન્મ છે પ્રશ્ન: “પુનર્જન્મ છે?" ઉત્તર: “હા, પુનર્જન્મ છે.” ઈશ્વર જગતકર્તા નથી પ્રશ્નઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો?” ઉત્તર : “ના.” પ્રતિબિંબ અમુક તત્ત્વનું બનેલું છે પ્રશ્ન: “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલું છે?” Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૯૦ ઉત્તર: “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.” સત્યવક્તા જેવી વાણી ઉપર મને શ્રદ્ધા થઈ તેમનું કહેવું મને સત્યવક્તાના જેવું લાગ્યું, અને તેમના બોલવા ઉપર મને શ્રદ્ધા થઈ. તે સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે, જીવો અનેક છે, કર્મ છે, પુનર્જન્મ છે, વગેરે બાબતો તેઓ અનુભવથી માનતા હતા. આત્માઓની અભેદતા અને માયિક ઈશ્વરનું અસ્તિત્વ એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા. મારી વચનકાયા સ્થિર થઈ જાઓ એવી શ્રીમદ્જીની ભાવના બીજે પ્રસંગે હું ગયો ત્યારે શ્રીજી એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી જ શાંત જણાતી હતી. પુસ્તકમાંથી એક શ્લોકને વારંવાર કહી બતાવ્યો. તેનો ભાવાર્થ એવો હતો કે, મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જુ શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એના શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય. આ પ્રસંગ સમજાવતાં તેમને ઘણો જ આનંદ આવતો હતો. અને તે વાત તેમણે વારંવાર વાંચીને મને સમજાવી. એ રીતે પુસ્તક વાંચવાનો અને મૃગનું દ્રષ્ટાંત સમજાવવાનો પ્રસંગ ચાલતો હતો–દરમ્યાન બંગલાના માલિક રા.બા.નરસીરામ આવ્યા. હું પણ તેમના જ એક મકાનમાં ઘણા વરસથી રહું છું. તેથી તેમની સાથે મારે ઘણો પરિચય હતો. તેઓ વેદાંતી હતા. શ્રીમદ્જીએ મૌન રહેવું યોગ્ય ઘારી સામાને જ બોલવા દીધું શ્રીમજી પણ વેદાંતમાં માનતા હશે એમ ઘારી તેમણે તે પ્રસંગે આત્માના અભેદ સંબંધી વાત કાઢી અને અભેદતા ઉપર વિવેચન કરવા માંડ્યું. હું તરત જ જોઈ શક્યો કે એ વાત શ્રીમદ્ માન્ય નથી, તેથી જરા સ્મિત કરીને તેઓ મારા સામું જોઈ રહ્યા. હું પણ તેમનો આશય સમજી તેમના સામું જોઈ રહ્યો. ન તો શ્રીમદ રા.બા.ના કહેવાને અનુમોદન આપ્યું કે ન કાંઈ ના કહી, પણ ચૂપ જ રહ્યા. મને સ્પષ્ટ લાગ્યું કે જે વૃદ્ધ પુરુષના બંગલામાં તેઓ ઊતર્યા હતા તેમને માઠું લાગે તેવું કાંઈ ન બોલાય તો સારું, એવો તેમનો ભાવ જણાતો હતો. અને હું પણ એ જ મતલબથી કાંઈ બોલ્યો નહીં. અને રા.બા.ને પોતે જે બોલવું હોય તે બોલવા દીધું. ખાનગી પ્રશ્નોનો ઉકેલ છેવટે જ્યારે ખેડેથી વિદાય થવાના હતા ત્યારે તેમની સાથે ખાનગી વાતચીત કરવા કેટલાક પ્રશ્નો લખીને ગયેલો. તે પ્રશ્નો વાંચી જોયા અને બોલ્યા કે અધિકાર પ્રમાણે જવાબ આપીશ. તેના જવાબ આપ્યા પછી તેમણે કહેલું કે, હાલ આ વાત કોઈને કહેવી નહીં. કોઈની સાથે સ્નેહ બાંઘવો પસંદ નહીં, કેમકે કલ્યાણમાં તે વિક્ષેપરૂપ તેઓશ્રી ઘણી જ શાંત પ્રકૃતિના હતા. તેમને કોઈની સાથે સ્નેહ બાંઘવો બિલકુલ પસંદ ન હતો. કેમકે સ્નેહ એક જાતનો વિક્ષેપ છે, તેથી તેનાથી બહુ ડરતા. તેઓ સત્યવક્તા હતા. તે તો તેમના વચનથી જ હૃદયમાં ખાતરી થઈ જતી હતી. તેમના સમાગમથી મને પ્રથમ શ્રદ્ધા થઈ કે આત્મા છે, અને તે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુખલાલભાઈ છગનલાલ સંઘવી Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ શ્રી મંગળદાસભાઈ ભરૂચ શ્રી ભરૂચવાળા ભાઈશ્રી મંગળદાસભાઈને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે સંવત્ ૧૯૫૯ના વૈશાખ વદ ૪ના દિને ઉતારો કરાવેલ છે. અવઘાનની અતિશય જ્ઞાનશક્તિ શ્રી પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૪૬ના ચોમાસામાં ભરૂચ પઘારેલા. ત્યારે શા. અનુપચંદભાઈ મલકચંદભાઈને ત્યાં ઊતર્યા હતા. તે વખતે મુનિ વીર વિજય તથા મુનિશ્રી કાંતિવિજયજીનું ચોમાસું અહીં હતું. હમેશાં પરમકૃપાળુદેવ સાથે ઘર્મચર્ચા ચાલતી હતી. એક વખત ત્યાં પરમકૃપાળુદેવે અવઘાન કર્યા હતા. કેટલા કર્યા તેની સ્મૃતિ રહેલ નથી. આશરે દશ-પંદર કર્યા હતા. તે વખતે હું હાજર હતો. અવઘાનમાં એક અંગ્રેજી શબ્દો મેં લીઘા હતા. અવઘાન કર્યા પછી મને લાગ્યું કે આ અતિશય જ્ઞાનશક્તિ છે; કારણ કે ભાષાનું જ્ઞાન તેઓને અંગ્રેજીનું નહોતું, છતાં તેના શબ્દો બરાબર રીતે અવઘાન કર્યા ત્યારે કહી બતાવ્યા હતા. પરમકૃપાળુદેવ ખોરાક ઘણો જ ઓછો વાપરતા કેટલાક માણસોના તથા મારા અને મારા ભાઈના જન્માક્ષર કરી આપ્યા હતા. અમારે ઘેર જમવા પઘાર્યા હતા. ખોરાકમાં દૂઘ, પુરી અને શાક જમ્યા હતા. ખોરાક ઘણો જ ઓછો વાપરતા હતા. તેઓશ્રીની જ્ઞાનશક્તિ ઘણી જ તીવ્ર લાગતી હતી. અમો અચંબો પામતા હતા કે આ સઘળું શી રીતે સ્મૃતિમાં રહેતું હશે? પરમકૃપાળુદેવે મુનિશ્રીને જણાવેલ કે ખાટા, ગળ્યા તથા ચીકણા પદાર્થો વિશેષ ખાવા નહીં. તેઓશ્રી દેરાસરમાં પઘાર્યા હતા. ત્યાં અનંતનાથ ભગવાનની સ્તુતિનો શ્લોક બોલ્યા હતા. પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ થયો તે જ વખતથી તેઓશ્રી જ્ઞાની પુરુષ છે એવો ભાસ થયો હતો, અને હાલ પણ તેવી જ શ્રદ્ધા છે. શ્રી સુખલાલ છગનલાલ સંઘવી વિરમગામ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ ભક્તિભાવ પ્રગટ્યો પૂજ્યશ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત શાંતગુણ ગંભીર હતા. પૂર્વ સંસ્કારના બળથી શ્રી સુખલાલભાઈને શ્રીમદ્જીના દર્શન થતાં જ આજ સયુરુષ છે, પરમેશ્વરતુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો. વિરમગામમાં તે મીલમાં નોકરી કરતા હતા. પરમકૃપાળુશ્રી તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુ શ્રી સુખલાલભાઈએ તેઓશ્રીનો બોઘ તથા સત્સમાગમનો અપૂર્વ લાભ લીઘો હતો. રસાસ્વાદનો તેમણે ત્યાગ કર્યો હતો. વચનામૃત પત્રાંક ૯૫૨, ૯૫૩ શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલ છે. ભરૂચ મીલમાં તે નોકરી છેવટના વર્ષો સુધી કરતા હતા. Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો સુખલાલભાઈએ કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો નહોતો તેઓ બોલે ત્યારે વાણીમાં એટલી બધી મીઠાશ કે બોલ્યા કરે તો સારું એમ થાય. એમને કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો ન હતો. મોટી મીલના મેનેજર હતા. પૈસા ભેગા કરવા હોત તો ઘણા થાત. પણ તેમ કર્યું નહીં, પણ સત્સંગ કરતા. ૩૯૨ નિદ્રા નિવારવાના બોઘવડે સુખલાલભાઈની નિદ્રા ચાલી ગઈ પૂ.સખલાલભાઈએ વસોમાં શ્રી પરમકૃપાળુદેવ બહાર ફરીને પધાર્યા અને બિરાજ્યા એટલે ત્યાં આવીને ઊભા ઊભા પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ? મને નિદ્રા બહુ હેરાન કરે છે તે કેમ ટળે? ત્યાં પરમકૃપાળુદેવે બોધમા જણાવ્યું કે મૂર્છિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વઘારી પણ પ્રમાદવશે પાછા પડ્યા છે. ‘નિદ્રાદિ પ્રકૃતિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રુર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાખવી, આમ શૂર ક્ષત્રિય ભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય. આમ અનેક પ્રકારે પ્રકૃતિઓ ક્ષય ક૨વાનો બોધ સાંજના છ વાગેથી સવારના છ વાગ્યા સુધી ચાલ્યો હતો. બોધની એટલી બથી બધાને અસર થઈ હતી કે સુખલાલભાઈની તો મૂળમાંથી નિદ્રા ચાલી ગઈ. આખી રાત થયેલા સત્સંગનો મહિમા ગાયો સાણંદના વનમાળીદાસભાઈએ તુરત જ મુનિશ્રી પાસે ઉપાશ્રયે જઈને કહેવા માંડ્યું કે આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વર્ષો. અમને હળવા ફુલ કરી દીધા. ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે, વિગેરે સત્સંગનો મહિમા ગાયો હતો. ‘હું મારા પરમકૃપાળુ પ્રભુનાં ઘ્યાનમાં લીન થાઉં છું' પ્લેગના કારણે સુખલાલભાઈએ ભરૂચમાં દેહ છોડ્યો હતો. તેમને દેહ છોડવાની ખબર પડી ગઈ હતી કે આજે બાર વાગે હું જવાનો છું. સવારે ઘરનાને કહી દીધું કે તમે બધા જમી લ્યો, પછી સવારના દસ વાગે કહ્યું કે મને અહીં ખાટલાથી નીચે બેસાડો.’ સામે કૃપાળુદેવનો ચિત્રપટ હતો. હવે મને કોઈ બોલાવશો નહીં, હું મારા પરમકૃપાળુ પ્રભુના ધ્યાનમાં લીન થાઉં છું.'' એમ કહી આસન પર પદ્માસનવાળી સ્થિરતાથી બેઠા. પ્લેગની ગંભીર વેદના છતાં દસથી બાર વાગ્યા સુધી એક જ વૃત્તિએ અને એક જ ધ્યાનમાં શાંતભાવે તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. “સત્સંગ સંજીવનીમાંથી શ્રી ભગવાનભાઈ ૨ણછોડભાઈ ધરમપુર ‘શ્રી રવજીભાઈ પંચાણભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની ઘણી જગ્યા વેચાતી લઈ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મસ્થાનમાં પૂ.શ્રી રણછોડભાઈના સુપુત્ર શ્રી ભગવાનભાઈએ શ્રી જવલબહેન (શ્રીમદ્ના પુત્રી)ની પ્રેરણાથી ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-ભુવન” નામનું ભવ્ય મકાન બંધાવ્યું છે. જેમાં જિનાલય, ગુરુમંદિર, વ્યાખ્યાન હૉલ તથા ધર્મશાળાનો સમાવેશ થાય છે. સં.૧૯૯૯ના આસો સુદ ૧૦ને રોજ શિલારોપણ થયેલ અને ઉદ્ઘાટન સં.૨૦૦૦ના કાર્તિક સુદ પૂર્ણિમાને રોજ મોરબીના Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાનભાઈ રણછોડભાઈ Page #475 --------------------------------------------------------------------------  Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને આત્મારામજી મહારાજ મહારાજા શ્રી લખઘરજી બાપુના શુભ હસ્તે થયેલ છે, અને પરમકૃપાળુદેવની આરસની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂ. શ્રી બ્રહ્મચારીજીના શુભ હસ્તે થયેલ છે. ૩૯૩ શ્રીમદ્ રાજચંદ્રજીને સાત વર્ષની ઉંમરે જે બાવળના ઝાડ ઉપર જાતિસ્મરણ જ્ઞાન થયેલું, તે જગ્યા રાજકોટવાળા શ્રી રસિકલાલ મહેતાએ વેચાતી લઈ ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર જાતિસ્મરણ જ્ઞાન પ્રકાશ મંદિર બંધાવ્યું છે. તેમાં સં.૨૦૦૮ના આસો વદ ૮ ને રોજ શ્રીમદ્ રાજચંદ્રની આરસની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા સ્થાપન કરવામાં આવી છે. સં.૨૦૨૨માં જન્મભુવનની સામે અતિથિગૃહ અને ભોજનશાળા બાંધવામાં આવી છે.'' -શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથમાંથી શ્રી આત્મારામજી મહારાજ આત્મારામજી મહારાજ અત્યંત તીવ્રક્ષયોપશમી, જિનાગમ, વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. પંજાબમાં નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા, જન્મ પંજાબમાં ક્ષત્રિય રજપૂત કુળમાં થયેલો. આપ જો દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ રહેતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુ શ્રી મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પઘારેલા, ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર પરમકૃપાળુદેવ બે મહિના રહ્યા હતા. શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ શ્રી પરમકૃપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો. પરમકૃપાળુદેવનો અપૂર્વ ગ્રંથરત્ન શ્રી મોક્ષમાળા આત્મારામજી મહારાજ સાહેબના વાંચવામાં આવતાં તેમને એ ગ્રંથના કર્તાપુરુષને મળવાની ઇચ્છા થઈ, આત્મારામજી મહારાજ સાહેબે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકૃપાળુદેવે જવાબ મોકલ્યો કે “અમે મળવા આવીશું.'’ ત્યારપછી પરમકૃપાળુદેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહારાજ તે વખતે વિશેષ્યાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ પરમ ગહન છે. શ્રી પરમકૃપાળુદેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલ સૂક્ષ્મ તત્ત્વની ચર્ચા કરી, ત્યાં શ્રી પરમકૃપાળુદેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામજી મહારાજ પરમકૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞા જોઈને સંતોષ પામ્યા અને બોલ્યા કે આપ દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પ૨મ ઉદ્યોત થાય. “અમે એ જ વિચારમાં છીએ” શ્રી પરમકૃપાળુદેવે જવાબ આપ્યો કે—અમે એ જ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણ-ચાર ક્લાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલ. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાન્તિવિજયજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી શાન્તિવિજયજી મહારાજ આદિ સાધુઓ હાજર હતા. એમ શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા શ્રી હંસવિજયજી મહારાજના મુખેથી સાંભળ્યું છે. -સત્સંગ સંજીવનીમાંથી Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ડૉક્ટર કાપડીયા સાહેબ વગર પૂચે દરેક પ્રશ્નના ખુલાસા કર્યાં ડૉક્ટર કાપડીયા સાહેબ પૂ.વણારસીબાપાને મળેલા તે વાત કરતા હતા કે અમે લીંબડી વઢવાણ કેમ્પ રાણપુર વિગેરે ચાર ગામના મહાજન મળીને સાયલા ગયેલા. ત્યાં પૂજ્ય સોભાગ્યભાઈએ અમને આવકાર આપ્યો. અમો શાસ્ત્રમાંથી ૨૧ પ્રશ્નો કાઢીને શ્રીમદ્ભુને પૂછવા ગયેલા. તે વખતે અમોને અભિમાન હતું કે આટલી નાની ઉંમરના શ્રીમદ્ભુ તે શું જાણતા હશે? કે સોભાગ્ય શાહ તેના વખાણ કરે છે! અમે તો કેટલાક શાસ્ત્ર જાણીએ છીએ એટલે પ્રશ્નો લખીને લઈ ગયેલા. તે કાગળ અમે પાઘડીની અંદર ભરાવેલો હતો. પરમકૃપાળુદેવ પાસે અમો ગયા અને હાથ જોડી બેઠા. બે મિનિટ બધા મૌન બેસી રહ્યા, કોઈ કાંઈ પૂછી શક્યું નહીં. પછી કૃપાળુદેવે કહ્યુ કાંઈ પૂછવું હોય તો પૂછો પણ અમો એકબીજાની સામું જોયા કરીએ પણ તેઓશ્રીના પ્રભાવથી કોઈ બોલી શક્યા નહીં. ત્યારબાદ થોડીવારે કૃપાળુદેવે અમારા પ્રશ્નોના જવાબ વગર પૂછ્યું દરેક પ્રશ્નના ખુલાસા કર્યા. બધા અચંબો પામ્યા, નવાઈ લાગી કે તેમણે આપણાં મનની વાત શી રીતે જાણી? મને તો તેમના અદ્ભુત પ્રભાવની અસર ખૂબ રહી. ત્યારથી મેં દાસત્વભાવે વંદન કરી તેમને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. સત્સંગ સંજીવનીમાંથી ૩૯૪ શ્રી મફાભાઈ કલ્લોલ પરમકૃપાળુદેવના દર્શન થયા તે હજી ભુલાતા નથી શ્રી મફાભાઈ કલ્લોલવાળા શ્રી વડવે આવતા અને સત્સંગ અર્થે રહેતા. કૃપાળુદેવના દર્શનની નાની ઉંમરમાં જે છાપ પડેલી તેની ઉલ્લાસથી તેઓ વાત કરતા અને પ્રસન્નતાથી જણાવતા કે શ્રી પરમકૃપાળુદેવ કલોલ પધારેલા. ત્યાં એક દિવસ સ્થિરતા કરેલ. બીજે દિવસે મુંબઈ પધારવાના હતા. સ્ટેશન પર મારા બા વિગેરે વળાવવા ગયા. હું નિશાળેથી ઘેર આવ્યો તો મારા બા સ્ટેશન પર ગયેલા એટલે હું સીઘો સ્ટેશને સાહેબજીના દર્શન કરવા ગયો. જેવો સ્ટેશને પગ મૂક્યો તેવી જ ગાડીની સિસોટી વાગી અને ગાડી ઊપડી. હું દોડતો દોડતો ડબા તરફ જવા લાગ્યો. ત્યાં તો કૃપાળુદેવે જાણી લીધું અને બારીમાંથી મુખમુદ્રા બહાર કરી મારી સામું જોયું અને હાથ ઊંચો પોતે કર્યો. તે મેં બરાબર નજર મેળવી દર્શન કર્યાં. તે જ્યાં સુઘી દેખાયા ત્યાં સુધી ડબાની પાછળ દોડતો રહ્યો. તે વખતે જે અમી દૃષ્ટિ પડી છે તે હજી એવી ને એવી નજર આગળ તરે છે, મને જે દર્શન થયાં તે હજી ભૂલાતા નથી. મારી મોટી ઉંમર થયા પછી વચનામૃત પત્રાંક ૩૧૩ ‘‘જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ ને તેમ થઈએ છીએ.’’ એ મારા અંતરમાં સ્થિર થયું છે. તેનો હું રોજ પાઠ કરું છું. એ મને બહુ ગમે છે. –સત્સંગ સંજીવનીમાંથી Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ શ્રી દિવાળીબેન થનારા ગામ ઘનારામાં પરમકૃપાળુદેવના બનેવી શ્રી ચત્રભુજ બેચરના પુત્રી દિવાળીબેન રહેતા હતા. પરમકૃપાળુદેવે તેઓને નીચેના ૧૩ બોધ વચનો કહેલ તે રોજ યાદ કરતા હતા. ૧૩ બોધ વચનો (૧) હે જીવ તું કોણ છું? (૨) શા માટે ભમે છે? (૩) તારી પાસે જ છે. (૪) ઇચ્છારહિત થા. (૫) આકૃતિમાં ભાન ન ભૂલ. (૬) અંતરદૃષ્ટિ ખોલ. (૭) સત્સંગમાં રહે. (૮) દેહદૃષ્ટિ મૂકી દે. (૯) આત્મસ્વરૂપ જો. (૧૦) અહં મમને માર. (૧૧) જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા. (૧૨) કોઈને નિરાશ ન કર. (૧૩) અભેદ સ્વરૂપ અખંડ પ્રવાહ. પરમકૃપાળુદેવે ઉપરના વાક્યો ત્રણવાર બોલાવ્યા અને યાદ રહી ગયા દિવાળીબેન પોતે કહે છે કે હું ફક્ત છ વર્ષની હતી. મારા પૂજ્ય મામા (પરમકૃપાળુદેવ) મોરબી પધાર્યા હતા ને હું ત્યાં હતી ત્યારે ઉપરના વચનામૃતો મને ત્રણવાર બોલાવ્યા. તે એમની કૃપાથી મને મુખપાઠે રહી ગયા છે. તે એમ બન્યું કે એકવાર કોઈનો તાર આવ્યો તેથી મને નીચેથી ઉપર મામાને બોલાવા મોકલી. ત્યાં ઘણા ભાઈઓ બેઠા હતા. હું દાદરાના પગથિઆ ચઢીને દાદરમાં જ ઊભી રહી ત્યાં મામા નીચે ઊતર્યા અને મારો હાથ પકડી મને ઊભી રાખી પછી ઉપરના વાક્યો મને ત્રણ વખત બોલાવ્યા હતા. તે મને ચોક્કસ સાંભરે છે. તે મને તરત જ યાદ રહી ગયા. અને હજી સુધી ૭૦ વર્ષ થયા છતાં ભુલાઈ ગયા નથી. -સત્સંગ સંજીવનીમાંથી શ્રી જલુબેન કીલાભાઈ ખંભાત પરમકૃપાળુદેવની વચનલબ્ધિના પ્રતાપે મને વાંચતા આવડી ગયું શ્રી જલુબા (શ્રી કીલાભાઈના ધર્મપત્ની) જણાવે છે કે શ્રી પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે અમો બેનો શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરવા ગયા. તે વખતે શાંતમુદ્રામાં બિરાજ્યા હતા. અમો નમસ્કાર કરીને બેઠા. અમને પ્રશ્ન પૂછવો હતો પણ કાંઈ બોલી શક્યા નહીં. એવો એમનો પ્રતાપ પડ્યો. થોડીવાર બાદ શ્રી પરમકૃપાળુદેવે પૂછ્યું કે તમોને વાંચતા આવડે છે? ત્યાં મેજ પર ભાવનાબોધ ગ્રંથ પડેલ હતો તે અમને આપી કહ્યું કે ‘વાંચો.’ ત્યારે અમે એકબીજાની સામું જોયા કરીએ, કેમકે અમો ભણેલા નહીં જેથી અમને વાંચતા આવડતું ન હતું. ફરીથી કૃપાળુદેવે કહ્યું, ખોલીને વાંચો, આવડશે. એટલે મેં (શ્રી જલુબાએ) હિંમત કરી પ્રભુ પર વિશ્વાસ રાખી પુસ્તક લઈને ખોલ્યું—ભિખારીનો ખેદ એ પાઠ નીકળ્યો. પછી હું તો કૃપાળુદેવની સામું જોઈને અક્ષર ઉપર આંગળી મૂકી મૂકીને વાંચતી હતી કે એ-કભિ-ખારી હતો. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે બસ, જાવ ‘આવડશે-વાંચજો.' તેમની વચનલબ્ધિના પ્રતાપે તેમની વાણીનો અતિશય પ્રભાવ પડ્યો અને પછીથી મને ભાવનાબોધ, મોક્ષમાળા વિ.વાંચતા આવડી ગયું. શાળામાં ન Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૯૬ પણ જતી અને મોક્ષમાળાના પાઠ મુખપાઠ કર્યા હતા. શ્રી વચનામૃતજી છપાયા બાદ તે પણ વાંચી શકતી હતી. સત્સંગ સંજીવનીમાંથી શ્રી અનુપચંદભાઈ મલકચંદ ભરૂચ સંઘમાં કોઈ નજરે ન દેખાતાં પરમકૃપાળુદેવને સમાધિમરણ માટે વિનંતી કરી ભરૂચના એક અનુપચંદજી નામના વણિક ઘર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનોથી તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨ તેમજ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજ. - બોઘામૃત ભાગ-૩ (પૃ.૫૭૧) પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે તેમની સમાધિમણની ભાવના ફળી શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને ચક્કર આવવાથી બેઠેલા દીઠા. તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે–પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો એમ ત્રણ વાર બોલતા બોલતા જ તેમનો દેહ છૂટી ગયો. એમ પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સમાધિમરણની ભાવના પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી. છૂટક પ્રસંગો શ્રીમદ્ પ્રત્યે અતૂટ શ્રદ્ધા એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે? એમ પૂછ્યું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કુદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો ને પકડી રાખ્યા. તેવી આશાવશ વૃત્તિ તેમની હતી. સત્સંગ સંજીવનીમાંથી દુષ્કાળની આગાહી પરમકૃપાળુદેવ મોરબીમાં બિરાજતા હતા. ત્યારે મકાનની બારીમાંથી આકાશમાં એક વાદળી જતી જોઈને પરમકૃપાળુદેવે કહ્યું કે “ઋતુને સનિપાત થયો છે. એ વર્ષમાં છપ્પનીઓ ભયંકર દુષ્કાળ દેશમાં Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ શ્રીમદ્ અને છૂટક પ્રસંગો પડ્યો. હજારો માણસો-પશુઓ મૃત્યુ પામ્યા, દેશમાં હાહાકાર મચી ગયો. તે વખતે પરમકૃપાળુદેવે દુષ્કાળમાં માણસોને તથા પશુઓને રાહત થાય તે માટે રંગૂનથી ઘાસ લાવવાના પ્રયત્ન કર્યા હતા, જે અપ્રગટ પત્ર છે, જેમાં પરમકૃપાળુદેવની અંતરવ્યથા અને દયા-કરુણા સાથે પરમાર્થની ભાવના અને દિવ્ય બોઘના દર્શન થાય છે. ભૂલો બતાવી સમાઘાના પરમકૃપાળુદેવ કહે “જ્ઞાની સદા જાગૃત રહે એ ઉપરથી એક ભાઈ પરમકૃપાળુદેવ જ્યારે ઊંઘી ગયા હતા ત્યારે થોડે દૂર પુસ્તક લઈ વાંચવા બેઠા, જાણી જોઈને ભૂલો કરી કાગળમાં નોંઘવા લાગ્યા. પછી એક દિવસ પરમકૃપાળુદેવને એ ભાઈએ કહ્યું કે–“જ્ઞાની સદા જાગૃત રહે.” તો આપ ઊંઘી ગયા હતા ત્યારે મેં શું ભૂલો કરી તે કહો. પરમકૃપાળુદેવ કહે–કાગળ કાઢ, તે તેં નોંધેલી છે, અને નહીં નોંધેલી તે આટલી ભૂલો છે. ગોસળીયાનું પોટલું તર્યું ઉંદેલ ગામના પાદરે ભાગોળે) ઘર્મશાળા અને તળાવ હતા. ત્યાં પરમકૃપાળુદેવ, પૂ.સોભાગ્યભાઈ, પૂ.ડુંગરશીભાઈ ગોસળીયા તથા કેટલાક મુમુક્ષુઓ બેઠા હતા. ત્યાં એક યોગનો અભ્યાસી આવ્યો. એ ભાઈએ પરમકૃપાળુદેવને કહ્યું કે આપણે યોગ વિષે ચર્ચા કરીશું. પરમકૃપાળુદેવ કહે “પેલા રહ્યા.” એમ કહી ગોસળીયા પાસે મોકલ્યો. ગોસળીયાએ તે ભાઈને પૂછ્યું કે ચર્ચા કરવી છે કે પ્રયોગ કરવો છે? એ ભાઈ કહે મને પ્રયોગ ન આવડે. એટલે એ ચાલ્યો ગયો. પછી મુમુક્ષુઓએ પરમકૃપાળુદેવને પૂછ્યું કે ગોસળીયાએ પ્રયોગની ચેલેન્જ ફેંકી, તો શું તે કરી શકત? એટલે પરમકૃપાળુદેવે હા કહી. પછી એક પછેડીમાં શ્રી ગોસળીયાને બેસાડ્યા અને પોટલું બાંધ્યું, તે તળાવમાં ફેંક્યું. એ પોટલું તરતું તરતું સામે કિનારે ગયું. પછી શ્રી ગોસળીયા ખભે કોરી પછેડી નાખી પાછા આવ્યા. . ગાડી મોડી થઈ. પરમકૃપાળુદેવે કરેલ અગાઉથી આગાહી પરમકૃપાળુદેવ બહારગામ જવાના હતા. ત્યારે તેમણે જેમના ઘેર જવાનું હતું તેમને પરમકૃપાળુદેવે પત્રમાં લખ્યું હતું કે હું ૧૨ વાગે ગાડીમાં ઊતરીશ. પણ જેમના ઘરે જવાનું હતું તે ભાઈને એમ થયું કે પરમકૃપાળુદેવને ગાડીનો સમય બરાબર ખબર નથી. પરંતુ તે દિવસે પરમકૃપાળુદેવ ૧૨ વાગે જ ત્યાં ઊતર્યા. ગાડી ૧૨ વાગે જ આવી. અમે ફેરા ફરતા નથી પણ ટાળીએ છીએ શ્રીમદ્ રાજચંદ્ર લગ્ન વખતે ત્રીજો ફેરો ફરતા હતા ત્યારે બેનામાંથી કોઈ બોલ્યું કે આ ત્રીજો ફેરો ફરે છે. ત્યારે શ્રીમદે કહ્યું –અમે ફેરા ફરતા નથી; ફેરા ટાળીએ છીએ. વાઘ પાણી પીવા આવશે ગભરાશો નહીં મારા ફુવા શ્રી ટોકરશી મહેતા અને છગનભાઈ બન્નેને શ્રી પરમકૃપાળુદેવ શ્રી ઈડરના પહાડ ઉપર લઈ ગયેલા. ત્યાં એક શિલા પર બન્નેને બેસાડી કહ્યું કે–આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે. તમો ગભરાશો નહીં ને અહીં બેસી રહેજો. ‘સામી ગુફામાં હું જઉં તે એક કલાક પછી Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૯૮ આવીશ, તમો ભય ન પામતા. એમ કહી હાથવડે લક્ષ્મણરેખા તેઓ બંનેના ફરતી કરી ચાલ્યા ગયા. પછી થોડીવારે વાઘને જતા જોયો પણ પરમગુરુના પ્રતાપે ભય પામ્યા વિના બેસી રહ્યા. વાઘ પાણી પીને શાંતિથી ચાલ્યો ગયો. - (પૂ.જવલબાએ લખાવેલ પ્રસંગ) શ્રી કીલાભાઈ એમ જણાવતા હતા કે મને લીમડીવાળા ઠાકરશીભાઈ લહેરચંદભાઈ એમ કહેતા હતા કે જ્યારે પરમકૃપાળુદેવની સાથે ઈડરગઢ ગયેલ ત્યારે પહેલી ટુંકે ચડ્યા બાદ ત્યાં વાઘ, સિંહ, રીંછ વગેરેની વસ્તી જણાઈ અને જનાવરોના હાડપીંજરો પડેલા નજરે જોયા. જેથી મને ભય થયો. આગળ જતાં અચકાયો અને મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે સાહેબજી? હું તો આગળ નહીં આવી શકું મને તો ભય લાગે છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમને જોખમ થાય તેનો અમે વીમો ઉતારીએ છીએ. તો પણ ભયનો માર્યો હું જઈ શક્યો નહીં. જ્યારે પરમકૃપાળુદેવ તમામ કપડાં ઉતારી ફક્ત પંચીયું પહેરી આગળ ચાલ્યા. આગળ ગયા બાદ એક ગુફામાં પ્રવેશ કર્યો, અને ત્યાં કયોત્સર્ગ દશાએ બિરાજમાન થયા એમ સામેથી જોયું હતું. પછીથી હું જ્યારે સાહેબજી પાસે ગયો ત્યારે મને જણાવ્યું કે તમોએ એવી માન્યતા કરી કે મારું છે તે જતું રહેશે અને અમોએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે તે કદી જવાનું નથી. દેહ તો પર વસ્તુ છે તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. વિગેરે બોઘ કરી ભય ટાળ્યો હતો. સત્સંગ સંજીવનીમાંથી કૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પોતાનો કોટ ઉતારીને એક ભાઈને આપ્યો અને કહ્યું કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં કોટ ઉતાર્યા જેવું લાગે છે. - બોથામૃત ભાગ-૧ પૃ.૯૦ કૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી એમ કહેવાય છે. તે ભાવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તો કૃપાળુદેવનું નામ બીજું આપ્યું હતું (લક્ષ્મીચંદ કે અભેચંદ), પણ પોતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ “રાયચંદ' રખાવ્યું, અને લેખ વગેરેમાં “રાજચંદ્ર લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર' નામ કાયમ થયું. - બોઘામૃત ભાગ ૧ (પૃ.૨૮૩) જવલબેન–પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષ ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને પ્રગટમાં કોણ લાવનાર છે? પૂજ્યશ્રી–જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બઘા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ કૃપાળુદેવનાં વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય, પણ કૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. બો.ભા.૧ (પૃ:૨૧) Page #482 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ શ્રી લઘુરાજસ્વામીકૃત પ્રશસ્તિ (‘શ્રી સદ્ગુરુપ્રસાદ'માંથી) ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदं । मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ॥ જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરીત સંસારી કે સમીપ-મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજમાત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એવા પ્રત્યક્ષ સત્પુરુષની કૃપા-પ્રસાદી જગતનું કલ્યાણ કરો. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ કોઈ મહપુણ્યના ઉદયથી વિ.સં. ૧૯૪૬ થી થયો. ત્યારથી તે અતિશયશાળી શ્રી ગુરુદેવની જે નિરંતર કૃપા આ રંક શિષ્ય ઉપર વર્ત્યા કરે છે તેની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. પરમ માહાત્મ્યવંત આ પ્રત્યક્ષ સત્પુરુષનો આ પામરને યોગ થયો ન હોત તો મિથ્યામાર્ગની પ્રરૂપણા અને આગ્રહથી અનંત સંસાર વધારી પૂર્વની અમૂલ્ય કમાણીરૂપ મનુષ્યભવ નિષ્ફળ વહ્યો જાત; તે ઉપરાંત દુર્લભબોધિપણું પામી માઠી ગતિમાં કેટલોય કાળ પરિભ્રમણ કરવું પડત. અનંત દોષનું ભાજન આ જીવ સત્પુરુષના શરણ વિના શી રીતે ઊંચો આવત? અપરમાર્થને વિષે પરમાર્થના દૃઢ આગ્રહરૂપ અનેક સૂક્ષ્મ ભુલભુલામણીના પ્રસંગો દેખાડી આ દાસના દોષો દૂર કરવામાં એ આસ પુરુષનો પરમ સત્સંગ તથા ઉત્તમ બોઘ પ્રબળ ઉપકારક બનેલા છે; તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. હું તો મને તે પુરુષનો દાસાનુદાસ અલ્પ સાધક સમજું છું. માત્ર મારી યોગ્યતાની ખામીને લીધે એ પરમ પુરુષના પ્રેરક તત્ત્વનો પૂરેપૂરો લાભ ન લઈ શકાયો તેનો ખેદ છે. તો પણ સંજીવની ઔષધ સમાન મૃતને સજીવન કરે તેવાં તેમનાં પ્રબળ પુરુષાર્થ જાગ્રત કરનાર વચનોનું માહાત્મ્ય વિશેષ વિશેષ ભાસવાની સાથે ઠેઠ મોક્ષે લઈ જાય તેવી સમ્યક્ સમજ-દર્શન તે પુરુષ અને તેના બોઘની પ્રતીતિથી પ્રાપ્ત થાય છે; એ આ દુષમ-કળિકાળમાં આશ્ચર્યકારી અવલંબન છે. પોણોસો વર્ષ જેટલું આ આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલા દેખાયાં. પ્રેમ પ્રતીતિ વર્ધમાન થયે તે સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. સંવત્ ૧૯૮૭ ચૈત્ર પૂર્ણિમા ગુરુવાર તા. ૨-૪-૧૯૩૧ “શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાથીન.” પરમ માહાત્મ્યવંત સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનોમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે. તેમના પત્રો તથા કાવ્યો સરળ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. લિ. શ્રી સદ્ગુરુરાજના ચરણકમળનો ઉપાસક લઘુતમ શિષ્ય લઘુ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ થાયના (પ્રભાતિયું) હે કૃપાળુ પ્રભુ, આપજો આટલું, અન્ય ના આપની પાસ યાચું, સત્ય નિગ્રંથતા, એક નિર્મળદશા, શુદ્ધ ચૈતન્યતા ના ચૂંકું હું; સકળ સંસારમાં સાર કંઈ હોય તો ધ્યેય આ આટલો અચળ ઘારું, આપને આશ્રયે, જન્મજંજાળને છેદી, નિશંક, નિર્દોષ થાઉં. હે કૃપાળુ પ્રભુ ૧ સ્વપર ચિંતા કરી ચિત્ત ચંચળ રહે, ના ઠરે ઘર્મનો મર્મ ઘારી, દ્રષ્ટિ મિથ્યા વળી જ્ઞાન મિથ્યા તથા તેવી પ્રવૃત્તિમાં વૃત્તિ મારી; તેહને ટાળીને સત્ય દર્શન, અને જ્ઞાન સમ્ય તથાવિરતિ ઘારું, દોષને ટાળીને ગુણને ઘારીને વિનયથી પુષ્ટતા નિત્ય પામું. હે કૃપાળુ પ્રભુ૨ કામ ક્રોઘાદિ નિર્મૂળ જેથી બને આપના બોઘથી પ્રશમ પામું, સર્વ અભિલાષનો નાશ કરી, મોક્ષની એક આશા સદા ઉર ઘારું; કાળ અનંતથી કર્મ ફૂટી રહ્યો તે થકી થાકી નિર્વેદ વેદું, આપ સમ સંતની વાણીમાં લીનતા સાથે આસ્થા ઘરું ઉરમાં હું. હે કૃપાળુ પ્રભુ૦૩ આમ, આત્મા તણી ઘાત થતી ટાળવા, સર્વ પ્રત્યે દયા શુદ્ધ ઘારું, કાળ કળિ છે, રહું ચેતતો નિત્ય હું, સ્વામી ભક્તિ વિષે ચિત્ત મારું; દુઃખ-સુખ વાદળાં શ્વેત ને શામળાં, કલ્પનારૂપ - ના કોઈ સાચું, આપની જ્યાં કૃપા મુજ મનમાં વસી, શુદ્ધ ધ્યાને અહોનિશ રાચું. હે કૃપાળુ પ્રભુ ૪ - શ્રી બ્રહ્મચારીજી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ શ્રી વવાણિયા જન્મભૂમિ-મહિમા અંતર અતિ ઉલ્લુસે હો કે જન્મભૂમિ નીરખી, મુમુક્ષુ - મનને હો કે કલ્યાણક સરખી. પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા બહુ વખણાણી; જનની આ વીરની લેખાણી, ગુરુ રાજચંદ્રે સ્વĂકરાણી. અંતર૦ મુમુક્ષુઃ ૧ સૌરાષ્ટ્ર વિજયવંતું તુજથી, ગણ જેમ નિશા શોઁઉદયથી; મંદિર | મનોહર જો દૂરથી, સુર-વિમાન સમ એ લે પરખી. અંતર મુમુક્ષુ ૨ જિનમંદિર સહ ગુરુમંદિર આ, કરુણામૂર્તિ ગુરુ રાજ મહા; ચરણે મન લીન રહોય સદા, દર્શન શિવસુખની વાનગી આ. અંતર મુમુક્ષુ॰ ૩ પ્રભુ! પૂર્વ કમાણી બહુ લાવ્યા, વળી સર્વ કળા ઘરૌં અહીં આવ્યા; શ્રી દેવમા મન મહલાવ્યા, શ્રી રાજચંદ્ર અમ મન ભાવ્યા. અંતર૦ મુમુક્ષુ ૪ અહો! કિશોરકાળે ભવ ભાળ્યા, સુસ્મૃતિ પડદા સઘળા ટાળ્યા; શ્રુતનયને સહુ ઘર્મોં ભાળ્યા, સમ્યક્દર્શન ગુણ સહુ પાળ્યા. અંતર૦ મુમુક્ષુ॰ ૫ પ્રભુ! સત્ય ધર્મને ઉત્ક્રરવા, અશરીરી – ભાવ સદા વરવા; અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની આપે ના ૫૨વા. અંતર મુમુક્ષુ॰ ૬ તમે સત્ પુરુષાર્થ સદા કરતા, ખરી નિષ્કારણ કરુણા ઘરતા, વળી મોક્ષમાર્ગ-કંટક હરતા, અમ સમ નિર્બળને ઉદ્ધરતા. અંતર મુમુક્ષુ ૭ વ્હાલા શ્રીમદ્ સદ્ગુરુ, ઉર વસજો, પ્રતિબંધ બધા અમ દૂર કરજો; અમ અણસમજણ સઘળી હરજો, ભક્તિ મુક્તિ પદ ઉર ઘરજો. અંતર૦ મુમુક્ષુ ૮ • શ્રી બ્રહ્મચારીજી Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ મહાવીર મંગલ ચરણ, રાજપ્રભુએ દીઠ; પાસે બાવળ થડ હતું, શાખા નીચ ફંટાય; રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીઘ. ૧ નાના પગ ત્યાં ટેકવી, ચઢી ગયા ગુરુ રાય. ૧૮ તે મુનિવર સમકિતનાં ચરણ ઉપાસક ભાવ; વિકટ મોક્ષનો પંથ શું કાંટાથી ભરપૂર! પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. ૨ નિષ્ફટક દર્શાવવા, વણિક બન્યા શું શૂર! ૧૯ શક્તિ શિશમાં પ્રેરજો, ગુણ ગાવા ગુરુરાય; ડાળ ઉપર રહીને ઠઠું, મડદું ચિતા માંહ્ય; બાળક કેરી બાથમાં, આભ સકળ શું માય? ૩ ભડ ભડ ચિતા લાગતી, શોક છવાયો ત્યાંય. ૨૦ પણ મુજ બાળ મનોરથો, લોક વિષે નહિ માય; આવા નરને બાળતાં, ઉર કંપે નહિ કેમ? સદગુરુ જ્ઞાની સારથિ, હૃદયે રહો સદાય. ૪ શા માટે આવું થયું? મરવું સૌને તેમ?” ૨૧ દેવદિવાળી દિન તેં, જન્મી પાવન કીઘ; સાત વર્ષની વય વિષે, પ્રિયજન મરણ વિચાર; ઓગણીસે ચોવીસની, વિક્રમ સંવત તિથ. ૫ પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ, મરણ સંસાર? ૨૨ દિવ્ય સ્મરણ દેવા કુંખે, વર સુત રવજી નંદ; ચિતા બળતી દેખીને, જાગ્યા કો. સંસ્કાર; ભવસાગર કચ્છ ઊગ્યો, રાજચંદ્ર સુખકંદ. ૬ ચિતા-કાળની ચિંતના, ચેતવણી દેનાર. ૨૩ કેવળજ્ઞાન રવિ તણી, સામગ્રી રહીં સાર; ઘારા એ વૈરાગ્યની, કરે કર્મ-પટ દૂર; રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. ૭ પ્રગટ્યું જાતિસ્મરણ ત્યાં, વધ્યું જ્ઞાન જળપૂર. ૨૪ વવાણિયાના વાણિયા, ગણઘર ગુણ ઘરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસો નિરઘાર. ૮ ભવભવ ભવ ઘરવા પડ્યા, ઘરી રાગ ને દ્વેષ; જાતિસ્મરણ કથા જન્મ મરણના દુઃખના દીઠાં ચિત્ર વિશેષ. ૨૫ અમીચંદ લે હેતથી, રોજ રોજ સંભાળ; નિજ ચેતન આ એકલો, રચે દેહ સંસાર; એક દિવસ સાપે ડસ્યા, કર્યો કાળ તત્કાળ. ૯ અઘૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. ૨૬ સાત વર્ષના રાજ ત્યાં, ગયા પિતામહ પાસ; મમતા માયા ત્યાં કરી, કરે કર્મ જંજાળ; “અમીચંદ ગુજરી ગયા?” પૂછ્યું ઘર વિશ્વાસ. ૧૦ સુખદુખ ચગડોળે ચઢી, કરે દેહ સંભાળ. ૨૭ બાળક ભય પામે ગણી, વડીલ ઉડાવે વાત; દેહાદિથી ભિન્ન ના, ભાસ્યો જીંવ કો કાળ; “રોંઢો કરી લે ઘેર જઈ,” કહે તાતના તાત. ૧૧ તેથી મિથ્યા મોહમાં, ગયો અનંતો કાળ. ૨૮ પાકો પૌત્ર નહિ ચૂક્યો, કરે પ્રશ્ન પર પ્રશ્ન; દિગંબર દેરાસરે, ભૂલેશ્વરની પાસ; પ્રથમ મરણ સુણી જાગિયા, દાદા ભજતા કૃષ્ણ. ૧૨ સિદ્ધ-અવગાહન સન્મુખે, પદમશીની સાથ. ૨૯ આખર ખરું કહેવું પડ્યું, ફરી જિજ્ઞાસા થાય; નવસો ભવ જાણ્યા વિષે, પૂછેલી જે વાત; “ગુજરી જવું તે શું હશે?” દાદા કહે “જીંવ જાય, ૧૩ તેનો ઉત્તર સ્વમુખે દીઘો હતો સાક્ષાત્. ૩૦ હવે નહીં તે હાલશે, નહીં બોલશે બોલ; પુત્ર-લક્ષણ પારણે લોક વાયકા એમ; ખાશે નહિ પીશે નહીં, શરીર ઢોલ સમ પોલ. ૧૪ શક્તિ વડે વિરાજતાં, બાળ રાજ પણ તેમ. ૩૧ માટે મસાણ ભૂમિમાં તળાવ કેરે તીર; | (સોરઠા) મડદુ બાળા, નાહીન, કરશું શુચિ શરીર.” ૧૫ આ અંદાની વાત. સણજો સાહેબ દેખતા: સ્મશાનમાં શબ લઈ ગયા, સાથે ગયા ઘણાય; નહિ મુજમાં તાકાત, વિશ્વાસે વળગી રહ્યો. ૩૨ વડીલના ડરથી નહીં, રાજથી સાથ જવાય. ૧૬ અલૌકિક આપ પ્રતાપ, આરાઘક મૂળમાર્ગના; થોડી વાર ઘરમાં ઘૂમી, તળાવ કાંઠે જાય; કળિકાળ સંતાપ, સગુરુ યોગ-બળે ટળે. ૩૩ દૂરથી દેખાયું નહિ, કરે સર્વ શું ત્યાંય. ૧૭ શ્રી બ્રહ્મચારીજી Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ અંતર્લીપિકા સમક પરમ કૃતરૂપ ચરણકમળનો પરિમલ પ્રસરાવો; જય-જયકાર શ્રી રાજગુરુનો વિશ્વ વિસ્તારો; - -પરમગુરુ પરિમલ પ્રસરાવો, -પરમગુરુ વિષે વિસ્તારો. ૪ રમણ રત્નત્રય રાજનું, નિશદિન દિલમાં હો; ચંદન તરુ ચોફેર તરુ તે ચંદન ગુણઘારી; -પરમગુરુ નિશદિન દિલમાં હો. ૧ -પરમગુરુ ચંદન ગુણઘારી, મરણ સુધી સમરણ મનમાં હો, શરણ સદા ભાવું; દ્રવ્ય સકળ સમજાવી, દીઘા ભક્તો ઉદ્ધારી; -પરમગુરુ શરણ સદા ભાવું; -પરમગુરુ ભક્તો ઉદ્ધારી. ૫ ગુરુરાજ શ્રી રાજચંદ્રના ચરણે ચિત્ત લાવું; પાર્શ્વ પ્રભુ સમ સમતા તારી સેવક-ઉર આવો; -પરમગુરુ ચરણે ચિત્ત લાવું. ૨ -પરમગુરુ સેવક-ઉર આવો, રુષ, તુષ તજીને “માષ તુષ'સમ, શ્રદ્ધા આરાધું; સેવા શુદ્ધ ચૈતન્ય સ્વામીની, પ્રેરે શુદ્ધ ભાવો; -પરમગુરુ શ્રદ્ધા આરાધું, -પરમગુરુ પ્રેરે શુદ્ધ ભાવો. ૬ શ્રી સનાતન સત્ય તત્ત્વ સદ્ગુરુ સંગે સાધું; છે છેવટની આ જ અરજ જે દયાળુ દિલ લાવો; -પરમગુરુ સંગે સાવું. ૩ -પરમગુરુ દયાળુ દિલ લાવો; રાગ હણી વિતરાગ ભાવથી ભવસાગર તારો; | જીતી કર્મ અક્ષયપદ પામું, સેવાફળ લહાવો; -પરમગુરુ ભવસાગર તારો, -પરમગુરુ સેવાફળ લ્હાવો. ૭. શ્રી બ્રહ્મચારીજી Page #487 -------------------------------------------------------------------------- ________________ 404 શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું અંતિમ કાવ્ય પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; શ્રી જિન પરમાત્મને નમઃ પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. 7 (1) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. 1 પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. 8 આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આઘાર; મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. 2 કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર. 9 જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાઘન રાગ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. 3 જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. 10 જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. 4 | મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. 11 ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; | (2) આબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. 5 | આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. 1 ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ | ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. 6 ' અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. 2 (3) સુખ ઘામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુઘામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. 1 શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 954 રાજકોટ, ચૈત્ર સુદ 9, 1957 1. પાઠાન્તર ‘ઉલ્લસી'.