________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૫૪
આ પેટી ઉઘાડી છે અને તેમાં જોખમ છે. (આ પેટીમાં હીરા, માણેક, મોતી વગેરે વેપારનો માલ જથ્થાબંધ રહેતો હતો.)
- પૂજ્યશ્રી–ત્યારે બેસો. સર્વ બેઠા પછી સાહેબજીએ નાનચંદભાઈને પૂછ્યું કે જોખમ શી રીતે?
નાનચંદભાઈ—સાહેબજી, હું કિંમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તેમાંથી ચોરાઈ જાય તો જોખમ લાગે.
પૂજ્યશ્રી–જોખમ શબ્દ તો જ્ઞાની પણ માને, પણ તે એવી રીતે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી જોખમ જ છે. માણસોને રોગ ઉત્પન્ન થાય ત્યારે પરું, પાચ વગેરે થાય, તેમ એ ચીજો પૃથ્વીનો રોગ છે. તેમાં જ્ઞાનીઓ કદી પણ મોહ રાખે નહીં.
એમ કહી તુરત જ તે પેટી અને દીવાનખાનું સાવ ખુલ્લું મૂકી પોતે ગિરગામ ચાલ્યા ગયા. મને તે વખતે ઘણો વિચાર થયો કે કેમ થયું હશે? અને તે વિચારથી હું બીજે દિવસે દિવસના અગિયાર વાગ્યાના સુમારે રેવાશંકર જગજીવનની દુકાને ગયો અને મેં સાહેબજીને પૂછ્યું–કેમ કોઈ ચીજ ચોરાઈ તો નથી ને? પૂજ્યશ્રી કહે–ભાઈ વનમાળીએ આપણા ગયા પછી તે પેટી બંઘ કરી હતી.
પૂજ્યશ્રી કહે–અમે એટલે હું નહીં. (અઋનહીં, મેં=ઠું)
પૂજ્યશ્રી કહે–અમોને કોઈ પંચાંગ દંડવત્ કરે છે તેને અમો હાથનો ઈશારો કરી ના પાડીએ છીએ. એ વિનય ગુણ વઘારવાનું સાધન હોવાથી સામાને તેમ કરતાં અમો અટકાવતા નથી. જો કે અમને તો તે વિષે કંઈ નથી. સાહેબજી જ્ઞાનબળે બધું જાણે છે
ચિત્ર નંબર ૧-૨ શ્રી મુંબઈ શિવમાં સાહેબજી ઘણા માંદગીમાં હતા, તે વખતે હું સાહેબજીના દર્શન કરવા ગયો હતો. ત્યાં બંગલાની નીચે ડૉક્ટર પ્રાણજીવન મળ્યા. તેમણે કીધું કે શ્રીમદ્ ગઈ કાલથી તાવ ચઢેલ છે, માટે તેઓ દૂઘ કે ફૂટ સિવાય બીજું કાંઈ પણ ન વાપરે તો ઘણું સારું, પણ હું તેઓને કહી શકતો નથી. તમે કહી શકતા હો તો કહેજો.
બંગલા ઉપર સાહેબજી પાસે ગયો. અને સુખશાતા પૂછી. ત્યારે સાહેબજી બોલ્યા કે અમને ગઈકાલથી તાવ ચઢેલ છે, ખોરાકમાં ફક્ત દૂઘ અને ફૂટ ગઈકાલથી વાપર્યું છે, તે ડૉક્ટરને કહેજો.
આવો ઉપયોગ આત્મામાં રહે તો તત્કાળ આત્મપ્રાપ્તિ થાય ચિત્ર નંબર ૩. પૂજ્યશ્રી–આજે ચાંદીની પાટમાંથી કટકા કાપતા બે ઘાટીઓને જોયા. તેઓ એવા શાંત અને ચોક્કસ હતા કે ઘા મારનાર જરા ચૂકે તો છીણી પકડનારના હાથમાં વાગતાં વાર લાગે નહીં. તેવી રીતે એવો ઉપયોગ જો આત્મામાં રહે તો તત્કાળ કલ્યાણ થાય.
શરીર હથિયાર છે. એનાથી સુકૃત્ય કરી લેવું પૂજ્યશ્રીનું શરીર માંદગીથી ઘણું અશક્ત થઈ ગયું હતું. બેસવાની શક્તિ બિલકુલ નહોતી, છતાં પણ સાહેબજી પોતે પુસ્તકો વાંચતા, લેતા, ઊંચકી શક્તા. તે વખતે કોઈ ભાઈએ સાહેબજીને કીધું કે સાહેબજી, આપે હવેથી કાંઈ પણ શ્રમ નહીં લેવો જોઈએ. સાહેબજી બોલ્યા કે શરીર હથિયારરૂપ છે, માટે