________________
શ્રીમદ્ અને પદમશીભાઈ
રસી નંખાવવાથી પ્લેગ ધોડે દરજ્જે અટકતો હોય તો પણ તેથી બીજા ઘણા રોગો ઉત્પન્ન થાય છે. તે વિષે દાખલા, દૃષ્ટાંત સહિત નક્કી કરી આપવા દરિયા સ્થાનમાં (મુંબઈમાં મસ્જીદ બંદરમાં આવેલ છે) એક જાહેર મેળાવડો કરવાના આમંત્રણપત્ર (હેન્ડબિલો)માં સભા બોલાવનાર તરીકે બીજાં નામ સાથે પદમશીભાઈનું નામ લખવું એમ શ્રીમદે સૂચવ્યું.
૧૫૩
ધર્મકાર્યમાં મરણ સુધી પાછા હટવું નહીં
લખનાર—સાહેબજી, રસી નંખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠીયા ઉપર લૌકિક મોટો ઉપકાર કરેલ છે જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી એ યોગ્ય ઘારતો નથી. કદી તેમ થશે તો તે ઊલટો ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ નહીં હોય તો સારું.
પૂજ્યશ્રીનોણે લૌકિક ઉપકાર કર્યો છે તેનો બદલો લૌકિક હોય. વળી આ કૃત્ય તેની હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તેને લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તો કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં મરણ સુધી પાછા હઠવું નહીં એમ કહ્રી શ્રી યશોવિજયજી કૃત યોગદૃષ્ટિની સાયમાંની ગાથા છી સંભળાવી.
“ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ થર્મ; પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ, મનમોહન જિનજી, મીઠી તાહરી વાળા.’”
તે સાંભળી મને હિંમત આવી અને સહી કરી આપી. એ મેળાવડો થયો, પ્રમુખપદે શ્રીમદ્ રાજચંદ્ર બિરાજ્યા. શ્રી ગોખલીન ડૉ. સુખીયા નવલખી વગેરે પુરુષોએ રસી નુકસાનકર્તા છે, માટે નખાવવી નહીં ને વિષ્ય ઉપર લંબાણથી ભાષણો કર્યા.
ભલે થોડું જાણે પણ શુભ કે શુદ્ધ હોય તે જ આચરે
પૂજ્યશ્રીએ ઉપસંહારમાં જણાવેલું કે કદાચ થોડું સાંભળવું કે થોડું જાણવું થાય પણ જે કંઈ શુભ કે શુદ્ધ હોય તે જ આચરવું યોગ્ય છે.
દરેક વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે શ્રોતાઓને પૂછતા કે તમને સમજાયું? જેને ન સમજાયું હોય અને પૂછે તેને ફરીથી સમજાવતા; તેમ છતાં ન સમજાય તો કહેતા કે અમે કહીએ છીએ તે બરાબર છે અને છેવટે એ પ્રકારે સમજાવે છૂટકો છે, એમ જેટલી વખત જે જે વ્યાખ્યાન કરતા તેની સમજણ પાડતા, કોઈપણ વસ્તુમાં મૂર્ષ્યા કરવી નહીં
પૂજ્યશ્રી જે જે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબતો જીવને ક્લ્યાણના કારણ થાય તે બધા ઉપકરણસાધન ઉપકાર કર્તા છે, પણ તેને પરિગ્રહરૂપે જીવ સેવે તો બધા અઘિકરણ એટલે સંસાર વધારવાના હેતુ થાય. તેમ થતાં તુરત તે ત્યાગવા યોગ્ય છે.
હીરા, માણેક, મોતીમાં જ્ઞાનીઓ કદી મોહ રાખે નહીં
એક વખત અગિયાર વાગે રાત્રિએ સાહેબજી વ્યાખ્યાન કરી, જવા માટે ઊઠ્યા. સાથે બધા ભાઈઓ પણ ઊઠ્યા, એટલામાં શ્રી પૂનાવાળા ભાઈ નાનચંદભાઈ સાહેબજી પ્રત્યે બોલ્યા કે સાહેબજી,