________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
પરમાર્થ સાધ્ય કરવા પરીક્ષક બુદ્ધિવાળા થવું.
પૂજ્યશ્રીએ તે પીંજારા પાસે ઓછા ભાવે માંગ્યું. તેણે ના કહી. પછી તે પીંજારો બે વખત દાદરા ચઢઊતર કરીને છેવટે ા શેરના ૪।। પૈસા પ્રમાણે આપી ગયો. પૂજ્યશ્રી કહે આજે પણ અમારે રૂની જરૂર નહોતી, પણ તે દિવસે તમો રૂના ભાવમાં ઠગાયા હતા તે બતાવવા અર્થે લીધું છે. તમો રૂનો ધંધો કરો છો અને એ ધંધામાં રાચ્યા રહો છો, છતાં ઠગાયાં; તો આ પરમાર્થમાર્ગ જે અપૂર્વ છે. તેમાં કેમ ન ઠગાઓ? પરમાર્થ સાધ્ય કરવામાં પરીક્ષા બુદ્ધિવાળા થવું. તે સંબંધી ઘણો જ ઉપદેશ આપ્યો હતો, જે મને હાલ યાદ નથી.
૧૫૨
કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધી ઘણા જીવોને મારી નાખે
સંવત્ ૧૯૫૬ની સાલમાં દુકાળમાં અમદાવાદમાં એક કસાઈ સસ્તી કિંમતે ઢોરો લઈને મારી નાખતો હતો. તે મરતાં અટકાવવા સારું ત્યાંના કેટલાંક લોકોએ કોર્ટમાં પગલાં લેવા માંડેલા, પણ તેનો નીવેડો આવેલ નહીં. એવી રીતનો પત્ર સાહેબજી પાસે આવ્યો. સાહેબ તે વાંચી બોલ્યા કે તેનો ખોખરો કાઢે તો તુરત તે હિંસા થતી અટકે. લખનાર—આપ આવું સાવદ્ય વચન કેમ બોલ્યા?
પૂજ્યશ્રી—એવી બાબતનો કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધીમાં તો ઘણા જીવોની વિરાધના થતી જાય અને આ પ્રમાણે થાય તો ઘણા જીવોની વિરાધના થતી અટકે. તેથી અમોએ આ પ્રમાણે કીધું અને આ પ્રમાણે ઠીક લાગે છે. થર્મના કામ અર્થે વિષ્ણુકુમાર મુનિએ નમુચીને તદ્દન મારી નાખ્યો, તેનું પાપ માત્ર ઈરીયાવહી પડિક્કમવાથી નિવૃત્ત થયું. આ પ્રમાણે કથા કહી સંભળાવી.
પછી મેં કોઈના મોઢેથી સાંભળ્યું કે અમદાવાદમાં એક કસાઈ ઘણા જીવોને મારી નાખતો હતો, તે સાઈ સામે ત્યાંના લોકોએ સખ્ત ઉપાયો લેવા માંડયા જેથી હિંસા થતી બંધ થઈ છે.
અસ્પતાલ ચાલુ કરનારને સારી-નરસી કિયાનો બંઘ લાગે
લખનાર—સાહેબજી, અસ્પતાલ ચાલુ કરનારે દુખિયાના દરદો દૂર કરવા રાખેલ હશે, અને તે પ્રમાણે થાય છે; તોપણ ત્યાંના નોકરો લાલચને લીધે દરદીઓને સતાવે, અભક્ષ્ય વસ્તુ વપરાવે તો તેનો દોષ ચાલુ કરનારને લાગે કે કેમ?
પૂજ્યશ્રી—હા, તેનો અધ્યવસાય તે અસ્પતાલ ચાલુ કરનારને થયો કહેવાય, કારણ કે તે સાથે જ ભવિષ્યમાં સારી નરસી ક્રિયાઓ થવાની તેનો બંધ પાડેલ છે. (કારણ કે તે નિમિત્ત ઊભું કરનાર છે માટે પાપવાળી દવાથી પાપ બંધાય; તેથી ફરી રોગ આવે
સંવત્ ૧૯૫૬માં ડૉ.હોખીને રસી ચાલુ કરી, પ્લેગ અટકાવવા રસી આપવા માંડી. કેટલાંક આર્યો જાહેર મેળાવડો કરી રસી નખાવવા તૈયાર થયા. તેઓને પૂજ્યશ્રીએ રસી નહીં નંખાવવા સૂચવ્યું જેથી ઘણા લોકો અટક્યા. રસી (ઈનોક્યુલેશન) સંબંધી શ્રીમદનો આવો અભિપ્રાય હતો : 'મરકીની રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારા અશ્વ આદિને ૨સીને બહાને રિબાવીને મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જ્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પરિણામે પાપ વહોરે છે, તે બિચારા ઠાકતરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે; પણ અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.'' (જીવન)