________________
૧૫૧
શ્રીમદ્ અને પદમશીભાઈ
પૂજ્યશ્રી–જે વખતે તે વિચાર ઉભવ્યો તે જ વખતે ત્યાગની જરૂર હતી. સદ્ ગુરુને મન, વચન, કાયા અર્પણ કરી દેવા જોઈએ. જો જીવ એક ભવ માંડી વાળે તો અનંત ભવ છૂટી જાય.
“ખ'એ દયાની લાગણી હોવાથી વ્યાજબી કર્યું છે સંવત્ ૧૯૫૫ના ચાતુર્માસમાં બેરાજાના ઢોરના ચાર તથા પક્ષીઓના ચણ માટે ટીપ કરેલી ત્યારે વાએ ઘણું સમજાવ્યા છતાં રૂપિયા સવા દશ આપ્યા. બીજે દિવસે રવ ની સાથે ની દુકાને ગયા તે વખતે * એ રૂપિયાની કોથળી કાઢી હતી, તેમાંથી હુ એ રૂપિયા પાંચ ઝડપથી ઉપાડી લીધા અને વાને રવ એ કીધું કે અમો તમારી પાસેથી રૂપિયા સવા પચીસ લેવા ઘારીએ છીએ માટે રૂપિયા દશ બીજા આપો અને પૂરા કરી આપો. વા એ તે રૂપિયા પાંચ લેવા માટે ઘણો ક્લેશ કર્યો, છતાં રવ એ તે રૂપિયા ની મરજી વિરુદ્ધ રૂપિયા પાંચ લઈ ચાલવા માંડ્યું અને તે રૂપિયા તે ખાતામાં વાપર્યા.
લખનાર—આ પ્રમાણે હુ એ ની નહીં મરજી છતાં ખેદ ઉપજાવીને રૂપિયા લીધા અને તે રૂપિયા તિર્યો માટે લીઘા છે, પણ તે તિર્યંચોના ઉપયોગમાં આવે ત્યારે ખરા, પણ હાલ તો વા મનુષ્યનું ચિત્ત દુભાવ્યું, તેથી હું એ વ્યાજબી કર્યું કહેવાય?
પૂજ્યશ્રી– વ પૈસાપાત્ર અને કૃપણ છે? લખનાર- હા જી.
પૂજ્યશ્રી–ઉં એ વ્યાજબી કર્યું, કેમ કે હુ એ દયાની લાગણી રાખી તેથી તેનું ફળ તત્ક્ષણ મળ્યું. પછી ગમે તો તે પૈસા તિર્યંચોના ઉપયોગમાં આવે યા ન આવે, પણ હુ ને બીજો તો એ જ લાભ થયો કે પાસે એ પૈસા હોત તો તેમાંથી તે આરંભના કૃત્યો કરતા તે અટક્યાં.
“દુઃખ દીઘા દુઃખ હોત હૈ, સુખ દીઘા સુખ હોત' લખનાર–એક માણસે પોતાના વપરાશ માટે એક ઊંચુ ઘર બંધાવ્યું તેની બહારની છાયામાં કોઈ એક તપ્ત થયેલ વટેમાર્ગુઓએ આરામ લીઘો. તેથી ઘર બાંધનારને કાંઈ સારું ફળ કહેવાય?
પૂજ્યશ્રી–હા, ઘર બાંઘનારે પૂર્વે એ સંયોગો બનવાનું બંધ પાડેલ છે અને આરામ આપવાનું નિમિત્ત થયેલ છે, જેમકે બાવળના જીવે કાંટા થવા રૂપ કર્મ ઉપાર્જન કરેલ છે જેથી તે ફૂલો જીવને વાગવાથી દુઃખ થાય છે તો તેનો દોષ બાવળના જીવને લાગે છે.
લખનાર–એક વખત રેવાશંકરભાઈની દુકાને એક જણ રૂ વેચવા આવ્યો. તેને પૂજ્યશ્રીએ રૂનો ભાવ પૂછ્યો. તેણે કીધું કે એક શેર રૂના ત્રણ આના પડશે. છેવટે અઢી આના કીધા.
પૂજ્યશ્રી–રૂના એ ભાવ તમને કેમ લાગે છે?
લખનાર–આ રૂનો ભાવ મને ઘણો સસ્તો લાગે છે. કારણ કે વગર પીંજેલું સામટું લઈએ છીએ તો એક શેરના સાડા ત્રણ આના લગભગ પડે છે. સાહેબજીએ કીધું કે જો કે હાલ રૂની જરૂર નથી, તો પણ તમને ઠીક ભાસતું હોય તો વા શેર લ્યો. પછી મેં વા શેર લીધું અને સવા આનો આપ્યો. બાદ થોડા દિવસ પછી તે જ રૂ વેચનાર ફેરીઓ આવ્યો. પૂજ્યશ્રીએ રૂ વેચનારને પૂછ્યું કે રૂનો ભાવ તે દિવસ કરતાં કેમ છે? પીંજારો કહે કે રૂનો ભાવ તે દિવસ પ્રમાણે ટકેલ છે. એક શેરના અઢી આના છે.