________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૫૦
કેમ છે? ટોકરશીભાઈએ કીધું કે ઠીક છે, હવે ગાંઠની પીડા નથી. ત્યારપછી થોડીવાર
રહી ટોકરશીભાઈ એક સંસ્કૃત ભાષામાં શ્લોક બોલ્યા. કવિરાજે પૂછ્યું કે આ શ્લોક પર તમે ક્યાં સાંભળેલ છે. તે યાદ છે? ટોકરશીભાઈ બોલ્યા હા જી, દસેક વર્ષ ઉપર આપ તથા ડૉક્ટર તથા હું શ્રીઈડરના જંગલમાં ગયા હતા ત્યારે આપ આ શ્લોક બોલ્યા હતા. કવિરાજ બોલ્યા કે આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે.
ટોકરશીભાઈ બોલ્યા આનંદ આનંદ છે. થોડીવાર પછી કવિરાજે ટોકરશીભાઈને પૂછ્યું–હવે કેમ છે? ટોકરશીભાઈ બોલ્યા કે આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ દિવસે અનુભવી નથી. એટલામાં જ કવિરાજે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકરશીભાઈના મોઢા તરફ ચઢતો કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા, અને અમોને જણાવ્યું કે ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો, પણ તમો લગભગ પોણો કલાક સુધી તેમની પાસે ના જશો. આ વખતે રાત્રિના પોણા આઠ વાગ્યાના સુમાર હતો. કવિરાજ સ્મશાને પધાર્યા હતા.
જેવી વેશ્યા તેવી ગતિ આ વાત સાંભળી તત્કાળ સાહેબજીની પાસે રેવાશંકર જગજીવનની દુકાને ગયો. અને ત્યાં સાહેબજીના દર્શન કર્યા અને કીધું કે ટોકરશી મહેતાના સંબંઘમાં આપે કાંઈ અજાયબી આશ્ચર્ય ઉપજાવે તેવું કાર્ય કર્યું છે તે મને સમજાવશો? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે.
પૂજ્યશ્રી–હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાન વાયુના સંબંઘથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાન વાયુ ખેંચે છે તેને શ્વાસ કહે છે અને વાયુનો સંબંધ છૂટો પડ્યેથી પ્રાણ ચાલ્યો ગયો એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.
પૂજ્યશ્રી—આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે? લખનાર–મારા સાંભળવામાં એમ આવ્યું છે કે આ કાળમાં, આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન સંભવે નહીં.
ઉત્સર્ગ માર્ગે નહીં પણ અપવાદ માર્ગે હોઈ શકે પૂજ્યશ્રી–જે વખતે આ સવાલ પૂછવામાં આવ્યો તેની પહેલાં આ દેહ છૂટત તો નિશ્ચય મોક્ષ થાત. સૂત્રમાં ઉત્સર્ગ માર્ગે ના કહી છે, પણ અપવાદ માર્ગે હોઈ શકે.
ત્યાગ વૈરાગ્ય સહિત સદગુરુને અર્પણ થાય તો બેડો પાર એક દિવસ કોલાબામાં બેઠો હતો ત્યાં નવતત્ત્વ પ્રશ્નોત્તર ગ્રંથ વાંચતો હતો. તે વખતે વિચાર થયો કે મને કોઈ મહારોગ ઉત્પન્ન થયો હોય અને તે મટાડવા માટે કરેલા ઉપાયો વ્યર્થ ગયા હોય અને મનમાં એમ નિશ્ચય થયો હોય કે આ દેહ હવે થોડીવારમાં પડી જશે. હવે આ સમયે કોઈ આવીને કહે કે તું તારા તન મન વચન કાયા જીવિત સુધી મને સોંપી દે તો હું તને ઉગારું, તો હું તેને શું કહે? પછી તેનો ઉત્તર થયો કે હા, સોંપી દઉં. આવા વિચારમાંને વિચારમાં પુસ્તક પાસે રાખી ટ્રામ-રેલમાં બેઠો અને શેઠ રેવાશંકર જગજીવનની દુકાને આવ્યો અને સાહેબજીના દર્શન કર્યા અને કહ્યું કે ઉપરનો વિચાર મને તીવ્રપણે થયો હતો, પણ ટ્રામમાં બીજા માણસોના અવાજ અને બીજા દેખાવો જોતાં હાલમાં અને પ્રથમમાં ઘણો જ વિચાર મંદ થઈ ગયો છે.