________________
શ્રીમદ્ અને પદમશીભાઈ
કોળાપાક બનાવેલ છે તે વહોરી લાવજો. શીયા નામના અાગાર તે શ્રાવિકાને ત્યાં શ્રી મહાવીર સ્વામીએ આજ્ઞા કરી હતી તે પ્રમાણે વહોરવા પધાર્યા. ને રોહિણી શ્રાવિકાએ બનાવી રાખેલું ઔષઘ વહોરાવવા માંડ્યું, શ્રી અલગારે તે શ્રાવિકાને કીધું કે ઘોડાને માટે બનાવી રાખેલ જે પાક છે તે વહોરાવો. તે શ્રાવિકાને ઘણું જ આશ્ચર્ય ભાસ્યું અને ઘણો જ હર્ષ ઊપજ્યો અને વૃષ્ટિ થઈ. આ પ્રમાણે કીધા પછી સાહેબજીએ કીધું કે ‘મુંબઈ સમાચાર'માં જે લખાણો થાય છે તેનો કાળ આજે પૂરો થયો છે હવે ચર્ચા નહીં આવે.
તે પછી તે સંબંધી ચર્ચા આવી નહોતી. ખરેખર સાહેબજીએ કીધું તે પ્રમાણે બન્યું.
શા.ટોકરશી પીતાંબર ગુજરી ગયા તેની સાદડી ભાતબજારમાં રાયમલવાળા માળા નીચે કાઢેલ ત્યાં હું બેસવા ગયો. ત્યાં મહેતા દેવચંદ પીતાંબરે કહ્યું કે પદમશીભાઈ, અમો તો ઠગાયા. વિયોગ થયા પછી વિલાપ કરવો ધ્યર્થ
૧૪૯
લખનાર બહુ જ માઠું થયું. જીવાન વયમાં ટોકરશી મહેતાનો દેહ પડ્યો. બહુ ખેદકારક થયું. સંસારની એવી જ સ્થિતિ છે માટે હવે વિયોગ થયા પછી વિલાપ કરવો, તેથી શું થવાનું?
દેવચંદ મહેતા—ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિપાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરપડીએ ઊઠીને નાસી જતા હતા; તેથી અમે ચાર જણ ઝાલી
રાખતા હતા.
શ્રીમદ્જી પધારવાથી ટોકરશીભાઈ સાવચેત
ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિરાજ (શ્રીમદ્જી) પાર્યા અને કીધું કે ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે. કવિરાજે કીધું કે નહીં ભાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા, કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશીભાઈ સાવચેત થઈ ગયા અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા ?
પૂજ્યશ્રીએ કહ્યું—તમને કેમ છે?
ટોકરશીભાઈ બોલ્યા ઠીક છે, પણ ગાંઠની પીડા છે......પછી અડધો ક્લાક શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસી પોતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી ફરીથી પાંચેક મિનિટે ભાઈ ટોકરશીભાઈ પ્રથમ પ્રમાણે સન્નિપાતના જો૨માં જણાયા. અમોએ કવિરાજને તેડવા સારું માણસ મોક્લ્યો. તેણે દુકાન પર જઈ કવિરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું કે જેમ બનવાનું હોય તેમ બને છે અને તે વખતે આવવાની ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યા. ટોકરશીભાઈની શરીર પ્રકૃતિ પૂછી, અમે કીધું કે માંદગી વૃદ્ધિ પામી છે, કવિરાજે અમો બધાને દૂર કર્યા. અમો બધા દીવાનખાનાની ભીંતો સુઘી ઠીને ઊભા.
શ્રીમા આંખ હાથના ઈશારાથી તેઓ શુદ્ધિમાં આવ્યા
કવિરાજ ટોકરશીભાઈ પાસે બેસી કાંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને વિનયપૂર્વક બોલાવ્યા. કવિરાજે પૂછ્યું કે