________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
પુજ્યશ્રી બી.ડી નહીં પીવાય. તમો બીડી શા કારણથી પીઓ છો? લખનાર—સાહેબજી, બીડી પીવાથી વાયુ દબાય છે, તે વગર દસ્ત ઊતરતો નથી. પૂજ્યશ્રી—મન મજબૂત રાખ્યું હોય તો બીડી મૂકી શકાય. ઉપલા બે કારણો ફક્ત તમારા મનની નબળાઈના છે. મેં તે વખતે બીડી પીધી નહોતી.
જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ'
જિજ્ઞાસુ—શાસ્ત્રોમાં ચમત્કારિક શક્તિઓ કહી છે તેનો અનુભવ મને શી રીતે થાય? પૂજ્યશ્રી—તે જે પ્રકારે પ્રાપ્ત થાય તેવી રીતે વર્તો તો તમને અનુભવ થશે. જેમ દરજી કપડું કાપી સીવવાની પ્રક્રિયા કરે છે ત્યારે સીવેલું કપડું તે જાએ છે ત્યાં સુધી તે પ્રકારે જોઈ શકતો નથી. પદ્માસનવાળું આસન તે ધ્યાનનું આસન
લખનાર—પદ્માસનવાળી શ્રવણ થઈ શકે કે? પૂજ્યશ્રી—એ આસન ધ્યાનનું છે. વૈરાગ્યવાળા શાસ્ત્રો એકાંતમાં વાંચવાથી અદ્ભુત લાગે લખનાર—સાહેબ, હવે મારે અત્રેથી બહારગામ જવું છે, ત્યાં શું વાંચું? પૂજ્યશ્રી—આત્માનુશાસન. હું પુસ્તક ખરીદી લાવ્યો અને સાહેબજીને બતાવ્યું. પૂજ્યશ્રી—ક્યાં વાંચશો?
લખનારશ્રી માંડવી ક્વોરેન્ટાઈનમાં આઠ દિવસ રહીશ ત્યાં વાંચીશ. પછી વખત મળવો મુશ્કેલ છે. પૂજ્યશ્રી—માં નહીં વંચાય માટે પુસ્તક અહીં મૂકી જાઓ.
મેં પુસ્તક ત્યાં જ રહેવા દીધું તે ફરીથી લીધું નહોતું.
કાર્મણ અને તેજસ શરીર જીવને બીજી ગતિમાં ખેંચી જાય
૧૫૮
પૂજ્યશ્રી—જીવ બીજી ગતિમાં કયે કર્યે જાય છે? સાહેબજી ઉપર મુજબ શ્રોતાજનો પ્રત્યે બોલ્યા, કોઈ જવાબ આપી શક્યા નહીં. પછી પોતે કહ્યું—કાર્મણ અને તેજસ શરીર તેને બીજી ગતિમાં ખેંચી જાય છે. એક જ પદનું ઘણીવાર રટણ કરવાથી જીવનમાં ઊતરે
પૂજ્યશ્રી વખતો વખત આ નીચે જણાવેલ પદોમાંનું કોઈપણ પદ તથા બીજા ઘણા પદો, શ્લોકો વગેરેમાંનું કોઈપણ પદ એકી વખતે ઉપરાઉપરી ઘણી વખત રટણ કરતા :–
‘ઘૂળી જૈસો થન જાકે, શૂલિ સો સંસાર સુખ;
ભૂતિ જૈસો ભાગ દેખે, અંત જેસી યારી હૈ.'
(અર્થ :— જેને મન ઘન એ બધું ધૂળ સમાન છે, સંસારનું સુખ શૂલિ સમાન છે તથા જે ભાગ્યના ઉદયને આત્માને ભુલાવનાર ભુલભુલામણી સમાન માને છે તેમજ થારી એટલે કોઈથી મિત્રતા કરવી તેને અંત એટલે મરણ સમાન જાણે છે; તેને બનારસીદાસ વંદન કરે છે.)
પરમપુરુષદશાવર્ણન
‘કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ,