________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૦૪ પ્રથમ દર્શન થયા છે, “આનંદઘન જોઈએ છે? દર્શન સમાગમની બહુ તીવ્રતા છે. તેનો તેઓશ્રી તરફથી જવાબ આવ્યો કે “યથા અવસર થઈ રહેશે.”
મૂળ મારગનું પદ સાંભળતા અપૂર્વ ઉલ્લાસ તે જ સાલમાં શ્રી લલ્લુજી મુનિ મહારાજ અમદાવાદ પઘારેલ, ત્યાં શ્રી વનમાળીભાઈ સાથે દર્શને ગયો. મુનિશ્રીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે એ પદ સંભળાવ્યું. એ પદ સાંભળતા શ્રીમદ્ પ્રતિ અપૂર્વ ઉલ્લાસ આવ્યો. મુનિને પૂછ્યું કે મુહપત્તી કેમ રાખી છે? મુનિએ કહ્યું કે આજ્ઞાથી.
શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા પછી મેં શ્રી અંબાલાલભાઈને ખંભાત પત્ર લખ્યો. અન્યોન્ય પત્ર વ્યવહાર શરૂ થયો. સંવત્ ૧૯૫૪ના વૈશાખ માસમાં શ્રી અંબાલાલભાઈ અમદાવાદ પઘાર્યા. સમાગમથી બહુ આનંદ થયેલ. પછી હું પણ ખંભાત શ્રી અંબાલાલભાઈની સમીપે ગયો. શ્રી જિનમંદિરે ભોંયરામાં હે પ્રભુ! હે પ્રભુ! ના ભક્તિના દુહા અંબાલાલભાઈ સાથે ગાયા. અંબાલાલભાઈની દશા આશ્ચર્યકારક લાગી. શ્રીમદ્દી તેમણે વાતો કહી, બહુ પ્રતીતિ આવી. વચનામૃતો વાંચી સંભળાવ્યા. શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા.
મુમુક્ષુઓના સમાગમથી શ્રીમદ્ પ્રતિ ભક્તિમાં ઉમેરો પછી હું અમદાવાદમાં સ્વ. શ્રી કાઠાભાઈના ઘર્મપત્ની ઉગરીબહેનને ત્યાં દર્શન-સમાગમ અર્થે ગયો. ત્યાં તેમના ભાઈ શ્રી કુંવરજીભાઈ પણ કલોલથી આવ્યા હતા. દર્શન સમાગમથી શ્રીમદ્ પ્રતિ બહુ ભક્તિ જાગી. શ્રીમદ્ભો સમાગમ કરવા બહુ તીવ્રતા થતી હતી, જીરણશેઠ પેઠે ભાવના ભવાતી હતી. તેવામાં શ્રી અંબાલાલભાઈ તરફથી કાવિઠા મુકામે શ્રીમદ્ પઘારવાનો સંવત્ ૧૯૫૪ના શ્રાવણ વદી-૯નો પત્ર મળ્યો. વદી ૧૨ના રોજ આજ્ઞા મુજબ નીકળી હું શ્રી વનમાળીભાઈ સાથે વદી ૧૩ના રોજ કાવિઠા આવ્યો. શ્રીમદ્જીનાં દર્શન થતાં મેં પંચાંગ નમસ્કાર કર્યા. તે વખણે ઠાણાંગ સૂત્રનું વાંચન-શ્રવણ-વિવેચન તથા બીજી જ્ઞાન ચર્ચા ચાલતી હતી.
પ્રશ્નોના વગર પૂર્વે ખુલાસા તે વખતે કેટલાક પ્રશ્નો સમાઘાન માટે પૂછવા મેં તથા ભાઈશ્રી વનમાળીદાસે ગોઠવણી કરી રાખેલ. પણ તે પ્રશ્નોને તમામ ખુલાસો અમારા વગર પૂછ્યું પરમકૃપાળુદેવે કર્યો હતો. જેથી અમો ઘણું જ આશ્ચર્ય પામ્યા હતા.
ત્યારબાદ મેં સાહેબજીને પ્રશ્નો પૂછેલ તે નીચે પ્રમાણે છે :મેં પૂછ્યું સાહેબ, પાથડા વિગેરેનું આટલું વિવેચન સૂત્રમાં શા માટે? ઉત્તર : ઊંઘ ઉડાવવા. પ્રશ્ન : સાહેબ, જાતિસ્મરણજ્ઞાન કોઈને થતું હશે? ઉત્તર : અનુભવાય છે.
પ્રશ્ન: નારકી-દેવ વિગેરેના આવાં અનુક્રમે દુઃખ અને વૈભવના વર્ણન કરેલ છે, તે ભય તથા લાલચ દેખાડવા કે બીજું કાંઈ?
ઉત્તર ઃ એવી ભાંગફોડમાં ન પડવું. આગળ વઘવું. (ગ્રંથ વાંચતાં ન સમજાય તે વાતને ગૌણતામાં